________________ 232 શ્રાવક જીવન કરે છે. મોક્ષને નથી માનતો. જ્યારે તેનું "ભવ્યત્વ” પરિપક્વ થાય છે ત્યારે દૃષ્ટિ ખૂલે છે - આંતરવૃષ્ટિ ખૂલે છે અને મોક્ષ પ્રતિ દ્વેષ નથી કરતો, મોક્ષ પ્રતિ અદ્વેષી બને છે. મોક્ષ પ્રતિ અદ્વેષ H ભવ્યાત્માની એક અવસ્થાઃ મોક્ષદ્વેષ દૂર થવો એ સામાન્ય વાત નથી, મહત્ત્વપૂર્ણ ઘટના છે. ભવ્યજીવનો ઘણો બધો વિકાસ થયા પછી આ ઘટના બને છે. "અભવ્ય” આત્માની અનંતકાલીન સંસારયાત્રામાં આ “મોક્ષ-અદ્વૈષ ની ઘટના સંભવિત નથી ! સદેવ મોક્ષદ્વેષ જ હોય છે. આ આત્માઓનું પોત જ એવું હોય છે !! સભામાંથી અમે લોકો મોક્ષ સમજતા જ નથી. સમજતા નથી એટલે મોક્ષ પ્રતિ રાગ નથી...તો શું અમે મોક્ષદ્વેષી કહેવાઈએ? મહારાજશ્રી ના, મોક્ષ પ્રત્યે રાગ નથી એનો અર્થ મોક્ષદ્વેષ નથી, પરંતુ મોક્ષ પ્રતિ અદ્વેષ છે. જેમ રાગ નહીં તેમ દ્વેષ નહીં. મારા જેવો કોઈ સાધુ અથવા શ્રાવક મોક્ષનું સ્વરૂપ સમજાવતો હોય ત્યારે શું મનમાં એવું થાય છે કે "ના. મારે આવો મોક્ષ ન જોઈએ, આવો મોક્ષ હોઈ જ ન શકે ?" . સભામાંથી ના, એવું નથી થતું. મહારાજશ્રી તો પછી તમે ભવ્ય આત્મા છો! અરે, દ્વેષ હોય તો પણ હું તમને "અભવ્ય આત્મા કહી શકતો નથી! કારણ કે આવનારા જન્મોમાં કદાચ ભવ્યત્વ ઉજ્જવળ થઈ જાય..... આત્માની વિશુદ્ધિ વધી જાય, એ સમયે તમારા મનમાં મોક્ષરાગ જાગ્રત પણ થઈ જાય ! એટલા માટે "આ ભવ્યાત્મા છે કે અભવ્યાત્મા એનો સાચો જવાબ વિશિષ્ટ શ્રુતજ્ઞાની જ આપી શકે. અને અવધિજ્ઞાની વગેરે પણ આપી શકે છે. આત્માને આત્મજ્ઞાનથી જોનારા અને જાણનારા આ વાત બતાવી. શકે છે ! મિથ્યાત્વની સાથે મુક્તિ પ્રેમ થઈ પણ શકે છે ? આપણી પાસે ન તો પૂર્વોનું જ્ઞાન છે, ન તો અવધિજ્ઞાન વગેરે આત્મપ્રત્યક્ષ જ્ઞાન છે ! આપણી પાસે જે અતિ અલ્પ શાસ્ત્રજ્ઞાન છે, એના આધારે શાસ્ત્રચર્ચા કરવાની છે. ભવ્ય- મિથ્યાત્વી જીવની એક એવી અવસ્થા આવે છે કે જ્યારે તેનામાં મુક્તિની ચાહના ઉત્પન્ન થાય છે ! ભલે પોતપોતાના ધર્મ અનુસાર મુક્તિની કલ્પના હોય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org