SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન-૧૨ પરમ કૃપાનિધિ મહાન શ્રુતધર આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજી સ્વરચિત "ધર્મબિંદુ" ગ્રંથના ત્રીજા અધ્યાયમાં ગૃહસ્થ જીવનનો સવિશેષ ધર્મ બતાવે છે. તેમાં પ્રથમ અણુવ્રતના અતિચાર બતાવ્યા બાદ બીજા અણુવ્રતનાં અતિચાર બતાવે છે. "સ્થૂલ મૃષાવાદ-વિરમણ” વ્રતના પાંચ અતિચાર છે ઃ मिथ्योपदेशरहस्याभ्याख्यानकूटलेखक्रिया न्यासापहार- स्वदारमंत्रभेदाः । ૧. મિથ્યા ઉપદેશ, ૨. રહસ્ય-અભ્યાખ્યાન, ૩. ખોટા લેખ લખવા, ૪. થાપણ પાછી ન આપવી, ૫. પત્ની વગેરેની ગુપ્ત વાત જાહે૨ ક૨વી. આ અતિચારોથી બીજું અણુવ્રત દૂષિત થાય છે; એટલા માટે એ કામ ન કરવાં જોઈએ. - ૧. મિથ્યા ઉપદેશ : બીજું અણુવ્રત લેનાર મનુષ્ય કોઈ વાર જૂઠું બોલવાના પ્રસંગે વિચારે છે ઃ "હું અસત્ય નહીં બોલી શકું, મારું અણુવ્રત છે. પરંતુ અસત્યનો આશ્રય લીધા વગર કામ થશે નહીં; શું કરું ? મારા ભાઈ અથવા મિત્ર દ્વારા અસત્ય બોલવું તો ? ઠીક છે, આ ઉપાય સારો છે. હું મિત્રને કેવી રીતે બોલવું તે શીખવી દઉં; મારા વ્રતનો ભંગ નહીં થાય અને કામ થઈ જશે ! ” આવું વિચારીને તે પોતાના મિત્રને શીખવે છે કે “આવું, આવું બોલવું !” મિત્ર એવું બોલી પણ દે છે. એનાથી અણુવ્રતનો ભંગ નથી થતો પરંતુ અતિચાર લાગે છે. કારણ કે તેના મનમાં વ્રતની અપેક્ષા છે. "મારા વ્રતનો ભંગ થવો ન જોઈએ.” એવી અપેક્ષા એના વ્રતને બચાવી લે છે. છતાં પણ બીજા પાસે અસત્ય બોલાવવાથી દોષ તો અવશ્ય લાગે છે. આથી બીજાં પાસે પણ અસત્ય બોલાવવું જોઈએ નહીં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004541
Book TitleShravaka Jivan Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy