________________ 225 ભાગ - 1 કરીને, અને એક ગ્લાસ વધારે પણ લઈ લીધો ! વાસણવાળી સ્ત્રી પાછી ફરી, છોકરાઓ બહાર જ ઊભા હતા. તેમણે પૂછ્યું: “શું તારો ધંધો થયો ?" સ્ત્રીએ કહ્યું “હા, ધંધો થયો, પરંતુ તેણે એક ગ્લાસ વધારે લઈ લીધો!” આમ કહીને તે ચાલી ગઈ. બે દિવસ પછી એ વાસણવાળી સ્ત્રી પેલા છોકરાઓ પાસે ગઈ અને પૂછ્યું: "ભાઈ, પેલી સ્ત્રી જ્યાં રહેવા ગઈ? તમને ખબર છે? તેણે ઘર બદલ્યું છે અને તેના પાડોશીઓ તેનું નવું ઘર બતાવતા નથી.” છોકરાઓએ પૂછ્યું : "પરંતુ તારે એ સ્ત્રીનું શું કામ છે ?" "ભાઈ, તેણે જે જૂનાં કપડાં આપ્યાં હતાં તેમાં એક પેન્ટ હતું, પેન્ટના ગજવામાંથી પ૦૦ રૂપિયા નીકળ્યા છે ! મારે તે રૂપિયા પાછા આપવા છે !" છોકરાઓ ચક્તિ થઈ ગયા. એક છોકરાએ તે બાઈને કહ્યું: "તારા ભાગ્યથી તને એ પ૦૦ રૂપિયા મળ્યા છે......તું રાખી લે; તારે પાછા આપવાની શી જરૂર છે ?" તેણે જવાબ આપ્યો: “ના ભાઈ, એ અનીતિના પૈસા છે..... હું ન રાખી શકે, ભગવાન જુએ છે. ભગવાન પેટ ભરવા રોટલો આપે છે. એ પૈસા એ સ્ત્રીને પાછા આપવા જ છે. દયા કરો, એ સ્ત્રીનું ઘર શોધીને મને બતાવો.” એક છોકરાને એ ઝઘડાખોર સ્ત્રીનું નવું ઘર ક્યાં છે એની ખબર હતી. તે વાસણવાળી સાથે ગયો, ઘર બતાવ્યું, ત્યાં એ સ્ત્રી પાડોશણ સાથે ઝઘડતી હતી. વાસણવાળી સ્ત્રીએ જઈને કહ્યું: "બહેન તમે જે જૂનાં વસ્ત્રો આપ્યાં હતાં તેમાંથી 500 રૂપિયા નીકળ્યા છે, લઈ લો તમારા રૂપિયા.” તેણે પ00 રૂપિયા એ સ્ત્રીને આપી દીધા. પણ વાસણવાળી સ્ત્રીને ન તો ધન્યવાદ આપ્યા, ન પાણી પાયું, ઉપરથી બોલી : "સારું કર્યું તેં મારા પૈસા પાછા આપ્યા, નહીંતર એ અનીતિના રૂપિયા તને પચત નહીં, તને નુકસાન થાત." આ સાંભળીને કોલેજિયન યુવકનું મન ખાટું થઈ ગયું. તેણે વાસણવાળીને કહ્યું "સાંભળ્યું ને? આ ડાકણને પૈસા પાછા આપવા ન હતા......કેવી છે આ ચુડેલ? ધન્યવાદના બે શબ્દો તો બોલતી નથી અને ઉપરથી....” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org