Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Catalog link: https://jainqq.org/explore/022867/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પન શુદ્ધિનું અજવાળું સ ત્ય આ બ હિં ન 우리 레리 સા SEFT शा F = ૦ da 에니메이uR 레인 5.67-A 12 TS ગ્ મા 05 == = = ફ્ર શ === છ RE PURE Sa વ્રતવિચાર રાસ-સંશોધન અને સમીક્ષા - ડૉ. રતનબેન ખીમજી છાડવા M.A..Ph.D. Page #2 -------------------------------------------------------------------------- ________________ છે. 20 02 6666666c આ જીવન શુદ્ધિનું અજવાળું વ્રતવિચાર રાસ- સંશોધન અને સમીક્ષા મુંબઈ વિદ્યાપીઠની પી.એચ.ડી.ની પદવી માટે તૈયાર કરેલો મહાનિબંધ ફેબ્રુઆરી - ૨૦૦૯ ડૉ. રતનબેન ખીમજી છાડવા M.A. Ph. D. નવભારત સાહિત્ય મંદિર ૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ - ૪૦૦ ૦૦૨. પતાસા પોળ સામે, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧ ૨૦૨, પેલિકન હાઉસ, નટરાજ ટોકીઝની પાસે, આશ્રમ રોડ, અમદાવાદ - ૩૮૦ ૦૦૧ બુકશેલ્ફ અશોક પ્રકાશન મંદિર ૧૬, સિટી સેન્ટર, સી.જી. રોડ, રતનપોળ નાકા સામે, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦૦૦૯ અમદાવાદ-૩૮૦ ૦૦૧. ၇၅၅၅၅၅၅၅၅၅ Page #3 -------------------------------------------------------------------------- ________________ Jivan Shuddhi Nu Ajvadu - Vratvichar Raas -Sanshodhan Ane Samiksha by: Dr. Ratanben Khimji Chhadwa First Edition: 31-03-2013 Published by : Saurashtra Kesri Pranguru Jain Philosophical Research Centre Email : gunvant.barvalia@gmail.com • Mobile : 9820215542 પ્રથમ આવૃત્તિઃ ૩૧-૩-૨૦૧૩, સંવત ૨૦૬૯, વીર સંવત ૨૫૩૯ કિંમત : ૬૫૦.૦૦ પ્રકાશકઃ ગુણવંત બરવાળિયા અહંમ સ્પીરીચ્યુંઅલ સેન્ટર સંચાલિત શ્રી સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જેન ફિલોસોફિકલ એન્ડ લિટરરી રીસર્ચ સેન્ટર, ૦૨ - મેવાડ, પાટનવાલા એસ્ટેટ, એલ. બી. એસ. રોડ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૮૬. ફોનઃ ૦૨૨-૪૨૧૫૩૫૪૫ મોબાઈલઃ ૦૯૮૨૦૨૧૫૫૪૨ Email: gunvant.barvalia@gmail.com મુદ્રક કોનમ પ્રિન્ટર્સ તારદેવ, ડાયેના સિનેમાની ગલી, મુંબઈ - ૪૦૦ ૦૩૪. ફોનઃ ૨૩૮૦ ૬૨૨૨ ၁၉၈၈၈၈၈၈ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન અહંમ સ્પીરીચ્યુંઅલ સેન્ટર સંચાલિત સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુર જૈન ફિલોસોફિકલ એન્ડ લીટરરી રીસર્ચ સેન્ટર, જૈન સાહિત્યના સંશોધન પ્રકાશન કાર્યમાં ૧૪ વર્ષથી પ્રવૃત્ત છે. મધ્યકાલીન જૈન ગુર્જર સાહિત્યમાં ઉપદેશમાલા બાલાવબોધ, વિનોદ ચોત્રીશી જેવા ગ્રંથોનું સંશોધન પ્રકાશન કાર્ય સંપન્ન થયું. ‘જૈન વ્રત તપ” તથા “અહિંસા મીમાંસા' જેવા ગ્રંથોના સંશોધન પ્રકાશન ૪૦ પુસ્તકોનું પ્રકાશન કર્યું છે. ‘ચોવીશી સ્વરૂપ અને સાહિત્ય', “જૈન ભક્તિ સાહિત્ય' અવધૂત યોગી આનંદધનજી પર ‘અનુભવ રસ’ અને ‘અનુભવધાર’ જેવા Ph.D.ની પદવી માટે તૈયાર કરેલા શોધપ્રબંધના મહાનિબંધને ગ્રંથિત કરી પ્રગટ કર્યા. યુગદિવાકર પૂ. શ્રી નમ્રમુનિ મ. સા. પ્રેરિત જૈન સાહિત્ય જ્ઞાન સત્રનું સેન્ટર છેલ્લા ૯ વર્ષથી આયોજન કરે છે. રતનબહેન ખીમજીભાઈ છાડવા નિયમિત રીતે આ જ્ઞાનસત્રમાં વિદ્વતાપૂર્ણ શોધપત્રો રજૂ કરે છે. સુશ્રી રતનબહેને, શ્રાવક કવિ ઋષભદાસ કૃત ‘વ્રતવિચાર રાસ' પર સંશોધન કરી મુંબઈ યુનિવર્સિટીની Ph.D.ની ડિગ્રી માટે શોધપ્રબંધ તૈયાર કર્યો. આ થીસીસનું ગ્રંથરૂપે પ્રકાશન કરતાં અમે હર્ષ અનુભવી છીએ. ગૃહસ્થ જીવનની જવાબદારી નિભાવતા એક ગૃહિણી - સુશ્રાવિકા આવું સુંદર સંશોધનનું કાર્ય કરે તે અભિવાદનને પાત્ર છે. વળી રતનબહેને આ સંશોધન કાર્ય માટે સેંકડો સંદર્ભ ગ્રંથોનો સ્વાધ્યાય કર્યો. કેટલાંય વિદ્વાનજનો અને સંતોનો સંપર્ક કરી અને પોતાના સંશોધન કાર્યને ન્યાય આપવાનો સંપર્ક પુરુષાર્થ કર્યો છે. આ કાર્યમાં તેમને તેમના પતિ સુશ્રાવક શ્રી ખીમજીભાઈ મણશીભાઈ છાડવા તથા પરિવારજનોનો સહ્યોગ મળ્યો છે તો ડૉ. કલાબેન શાહ જેવી આ ક્ષેત્રની માહેર વિદુષીનું માર્ગદર્શન મળ્યું છે તે આનંદની ઘટના છે. આપણે સૌ તેમના આ શોધકાર્યને વધાવીએ શ્રુતસંપદાની સમૃદ્ધિમાં ઉમેરો કરતો આ વિશિષ્ટ ગ્રંથ જીજ્ઞાસુ, સાધકો અને વિદ્વાનોને ઉપયોગી થશે તેવી અભિલાષા સાથે વિરમું છું. મુંબઈ ઘાટકોપર સપ્ટેમ્બર, ૨૦૧૨ ગુણવંત બરવાળિયા ટ્રસ્ટી અહમ સ્પીરીચ્યુંઅલ સેન્ટર સંચાલિત સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિ. લિ. પી. સેન્ટર Page #5 -------------------------------------------------------------------------- ________________ આયુષ જેના સ્મરણ માત્રથી આત્માને શાંતિનો અનુભવ થાય, જેના કીર્તન - ગુણગાન કરવાથી જીવ શિવ બની શકે તેવી યોગ્યતા પ્રાપ્ત કરે. તીર્થંકર નામ ગોત્ર ઉપાર્જન કરે, એવા તારક અરિહંત પ્રભુ અને સિદ્ધ ભગવંતને હું કોટિ કોટિ વંદના કરું છું. પરમ ઉપકારક શ્રી આચાર્ય, ઉપાધ્યાય, સર્વ સાધુસંતોને કોટિ કોટિ વંદન! પરમોપકારી, પરમ કૃપાળુ પૂજ્યપાદ શાસનોદ્વારક આચાર્ય શ્રી અજરામર સ્વામીને નત મસ્તકે વંદન! ‘બીજમાંથી પૂનમ થવી, તે ચંદ્રની વિકાસ યાત્રા, ધરતી છોડી ગગનમાં ઊડવું, તે વિજ્ઞાનની વિકાસ યાત્રા, આધ્યાત્મિક જગતમાં વિહરવું, તે આત્માની મોક્ષ યાત્રા.’ કોઈક એવી પળ આવે છે કે બીજને નિમિત્ત મળતાં અંકુર બની વટવૃક્ષ બને છે. આ ન્યાયે મારા અંતરમાં રહેલા જ્ઞાનબીજને નિમિત્ત મળતાં ‘જૈન વિશ્વ ભારતી વિદ્યાપીઠ'માંથી હું B.A., M.A. થઈ. પછી તો આગળ ભણવાની જિજિવિષા તીવ્ર બની અને જૈન તત્ત્વદર્શનમાં Ph.D. કરવાનો સંકલ્પ કર્યો. સદ્ભાગ્યે વિદુષી એવા ડૉ. કલાબહેનનો ગાઈડ તરીકે સાથ મળ્યો. આત્મશક્તિને ઉજાગર કરવા તેમ જ આત્મશાંતિ માટે જરૂરી છે તત્ત્વજ્ઞાનનો આલોક. આ વિચાર કેન્દ્રમાં રાખી મેં કવિ ઋષભદાસ કૃત ‘વ્રતવિચાર રાસ’ની હસ્તપ્રત પસંદ કરી, કે જેથી તત્ત્વજ્ઞાન સાથે સાહિત્યનો અભ્યાસ પણ થાય. સાથે સાથે પ્રાચીન લિપિમાં હસ્તપ્રતો દ્વારા આપણા તેજસ્વી પૂર્વજોએ આપેલાં વારસાનું અવલોકન થાય. આ વિચાર સાથે શરૂ કરેલો શોધનિબંધ બે વર્ષમાં પૂર્ણ કર્યો. જે મુંબઈ યુનિવર્સિટીમાં સ્વીકારાયો અને આજે આ શોધનિબંધ ગ્રંથરૂપે પ્રકાશિત થઈ રહ્યો છે ત્યારે હું હર્ષની લાગણી અનુભવી રહી છું. મધ્યકાલીન યુગના શિરમોર કવિ ઋષભદાસે આ કૃતિમાં શ્રાવક ધર્મરૂપી બાર વ્રતનું સ્વરૂપ દર્શાવ્યું છે. જેનું આ ગ્રંથમાં વિસ્તારપૂર્વક વિવેચન કર્યું છે. તેમ જ આ રાસામાં પીરસાયેલું તત્ત્વજ્ઞાન દષ્ટાંત કથાઓ દ્વારા સરળ બનાવી વાચકવર્ગ સામે મૂક્યું છે. સાથે મેં વ્રત વિષયની વિસ્તૃત છણાવટ કરવાનો પ્રયાસ કર્યો છે. ‘વ્રત’ શું છે? વ્રત હૃદયની પૂર્ણ સ્વતંત્રતા અને પવિત્રતાનું પ્રતીક છે. વ્રત આત્માનો ધર્મ છે. શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ત્રણેયનો અનુસંધાન રચી જીવન જીવવાની સાચી કળા બતાવી જીવનપથિકને મોક્ષ માર્ગનો રાહ બતાવે તે જ વ્રત છે. જીવનમાં વ્રતોનું શ્વાસોશ્વાસ જેટલું જ મહત્ત્વ છે. જેવી રીતે શ્વાસોશ્વાસને કારણે જીવંત પ્રાણી ઓળખી શકાય છે, તેવી જ રીતે વ્રતને કારણે સમ્યક્ત્ત્વની ઓળખ થાય છે. આજનો માનવી માઝા મૂકતી મોંઘવારીથી, પર્યાવરણના પ્રદુષણથી, આતંકવાદના ભયથી, ભૌતિક સુખ સામગ્રીની ભરમારથી ગૂંગળાઈ ગયો છે. આધિ – વ્યાધિ અને ઉપાધિથી ઘેરાયેલો Page #6 -------------------------------------------------------------------------- ________________ Lover Cover છે. ત્યારે ભગવાન મહાવીરે ચીંધેલ શ્રાવકધર્મ રૂપી બાર વ્રતો આ બધા જ પ્રશ્નોના ઉકેલરૂપ લાગે છે. ભગવાન મહાવીર કરૂણાના સાગર હતા. તેમણે વિશ્વના દરેક માનવીના હિત કલ્યાણ માટે ઉપદેશ આપ્યો છે. એક ગૃહસ્થ પણ ઘરમાં રહીને ઉત્તમ જીવન જીવી શકે છે. પોતાના આત્માનું તેમ જ બીજાનું કલ્યાણ કરી શકે છે. રાત્રિભોજનનો ત્યાગ, કંદમૂળનો નિષેધ વગેરેનું વિવેચન જૈન-જૈનેતર ગ્રંથોના આધારે દર્શાવ્યું છે. જીવનમાં દરેક નાનામાં નાના કાર્યમાં પણ ‘જયણા’ રાખવી જોઈએ. એક ‘અહિંસા’ને સમજવાથી સત્ય, અચૌર્ય, અબ્રહ્મ અને અપરિગ્રહનું અવતરણ પોતાની મેળે જ આવી જાય છે, તેમ જ માનવી મૈત્રી, કરૂણાભાવ, સમતાભાવ જેવા સદ્ગુણોનું વિકાસ સાધી શકે છે, એવું સચોટ ગૃહસ્થ ધર્મનું પ્રતિપાદન આ ગ્રંથમાં કર્યું છે. મને આ શ્રુતજ્ઞાનના માર્ગમાં આગળ ધપાવનાર ખરા હકદાર મારા જીવનસાથીનું પ્રેરક બળ તો મળ્યું જ સાથે સાથે કુટુંબીજનોની હૂંફ પણ મળી. બધાનો સાથ અને સહકારથી હું મારા લક્ષ્યને હાંસલ કરી શકી છું. આ શોધ નિબંધ અર્થે લીધેલી વિવિધ જ્ઞાનમંદિરોની તેમ જ વિવિધ લાયબ્રેરીઓની મુલાકાતો દરમ્યાન સહુ કર્મચારીઓનો મળેલો સુંદર સહકાર કાયમી સંભારણું બની ગયું. સમગ્ર કાર્યમાં જે જે વ્યક્તિઓએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહાય કરી છે. તેમનો બધાનો આ અવસરે આભાર માનું છું. આ પ્રસ્તુત ગ્રંથમાં મારાથી ક્યાંય પણ જિનાજ્ઞા – શાસનવિરુદ્ધ કાંઈ પણ લખાયું હોય તેમ જ છાપ-ભૂલ રહી ગઈ હોય તો અંતઃકરણથી ક્ષમા ચાહું છું ‘મિચ્છામિ દુક્કડમ્' ગ્રંથ પ્રકાશનના અણમોલ અવસરે... આ શોધ – નિબંધ આજે ગ્રંથરૂપે પ્રકાશન થઈ રહ્યો છે ત્યારે અહંમ સ્પીરીચ્યુઅલ સેન્ટર સંચાલિત સૌરાષ્ટ્ર કેસરી પ્રાણ ગુરુ જૈન ફિ. લિ. રી. સેન્ટરના સંચાલક શ્રી ડૉ. ગુણવંત બરવાળિયાનો આભાર માનું છું. પ્રસ્તાવના રૂપે આશીર્વાદના ઉપહાર આપનાર પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ, ડૉ. ધનવંત શાહ અને ડૉ. કલાબહેન શાહનો આભાર સહ ધન્યતાની લાગણી અનુભવું છું. શ્રાવકમાંથી સાધુતા અને સાધુતામાંથી વીતરાગતા પ્રગટે એ જ એનું ફળ છે. આ ફળને આત્મસાત કરવા માટે હૃદયમાં રહેલી સાચી તાલાવેલીને જગાડવા માટે આ ગ્રંથ ખૂબ જ સહાયક બને એવી મંગલ ભાવના... SK - ડૉ. રતનબેન છાડવા Page #7 -------------------------------------------------------------------------- ________________ VER MASTER SEVER NEVER AVER SEVER AVER મધ્યકાલીન કૃતિનો સર્વગ્રાહી સંશોધનાત્મક આલેખ પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ કોઈ સર્જકની પ્રતિભા તમારા ચિત્ત પર છવાઈ જાય, ત્યારે કેવો આનંદપૂર્ણ આહ્લાદક અનુભવ થાય છે. મધ્યકાલીન સાહિત્યના અભ્યાસના પ્રારંભ સમયથી જ માનસપટ પર કવિ ઋષભદાસની છબી સતત ઝળહળતી રહી છે. મધ્યકાલીન ગુજરાતી જૈન-સાહિત્યના પ્રધાનતઃ ત્યાગી અને તપસ્વી સાધુઓએ લખેલી રચનાઓ પ્રાપ્ત થાય છે. એ સર્જનના નભોમંડળમાં કવિ ષભદાસ એક જ જુદી આભા પ્રસરાવતા નિજાનંદી લોકલક્ષી સર્જક લાગે છે. એમના રુંવેરૂંવે માતા સરસ્વતી પ્રત્યે અગાધ આસ્થા છે અને તેથી જ એમની પ્રત્યેક કૃતિનો આરંભ મોટે ભાગે ‘કરજો માતા વાંછ્યું કામ, પ્રથમ જપું હું તાહારું નામ' એમ કહીને ભાવવિભોર બનીને સરસ્વતી સ્તુતિ કરે છે. વળી માતા સરસ્વતીના પ્રસાદને પરિણામે એમણે આવી કથાઓ લખી એવી જનશ્રુતિ પણ છે. કેટલીક કૃતિઓમાં તો માતા સરસ્વતીની અતિ દીર્ઘ સ્તુતિ મળે છે. કવિ ઋષભદાસના માનસમાં દિગ્ગજ વિદ્વાન સિદ્ધસેન દિવાકરસૂરિ, કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, મહાકવિ કાલિદાસ, હર્ષ અને માઘ જેવા મહાન સર્જકોની કૃતિ અને સ્મૃતિ એવી જડાયેલી છે કે આ કવિજનોને નમ્રતાપૂર્વક પ્રણામ કરીને આદરસહિત સ્વસર્જનનો પ્રારંભ કરે છે. કવિ ઋષભદાસે એમના જીવનકાળમાં ૫૮ સ્તવન, ૩૪ રાસા ઉપરાંત ગીત, સ્તુતિ, નમસ્કાર વગેરેનું સર્જન કર્યું છે. એક બાજુ પુરોગામીઓ પ્રત્યે આદરપૂર્વક નમ્રતા પ્રગટ કરતો આ કવિ કવિતાના મર્મને પૂરેપૂરો પારખું છે. અહીં કવિ વિલિયમ વર્ડ્ઝવર્થની કવિતાની વ્યાખ્યાનું સ્મરણ થાય છે કે 'All good poetry is the spontaneous overflow of powerful feelings: it takes its origin from emotion recollected in tranquillity.' કવિતાની પ્રેરણા ચિત્તમાં એકાએક વીજળીની પેઠે ઝબકે છે અને એવી કવિતા ખંભાતના આ કવિ કહે છે, ‘કવિતા પંડિત જગિ ઘણા, બુઝવે નારિ બાલ, પ્રાહિ પંડિત તે નહિ, સમઝાવઈ ભૂપાલ.’ એટલે કે ‘રાજાને રાજી કરવા કવિતા રચે તે કવિ ન કહેવાય, પરંતુ સામાન્ય નર, નારી બાળકોને પણ સમજાય અને આનંદ આપે તે સાચો કવિ કહેવાય.' કવિતા જ્યારે રાજ્યાશ્રય પામેલી હતી, તે સમયે પોતાની કાવ્યરચના પાછળ નિજાનંદનો ઉદ્દેશ પ્રગટ કરનારો આ કવિ વિશિષ્ટ એ માટે કહેવાય છે કે એની દૃષ્ટિ કવિતાની આધુનિકતા વિભાવના સાથે સામ્ય ધરાવે છે. વળી તે સામાન્યજનના ચિત્તને સર્જનથી આનંદ આપવાની છે. ગુજરાતી રાસસાહિત્યમાં એક ઝળહળતું રત્ન હોય, તો તે કવિ ઋષભદાસ છે. એમનાં ૩૪ જેટલાં રાસમાં એમની પ્રતિભાનો આગવો ઉન્મેષ અનુભવાય છે. એમના કેટલાક સ્વહસ્તે લખાયેલા રાસા પ્રાપ્ત થાય છે. એવા રાસમાંથી ૧૬૧૦ના કાર્તિક મહિનામાં ખંભાતમાં રચાયેલા ૮૬૨ કડીના Saver Gaver Save Page #8 -------------------------------------------------------------------------- ________________ ‘વ્રતવિચાર રાસ’ વિશે કવિના સ્વ-હસ્તે લખાયેલી હસ્તપ્રત પરથી શ્રીમતી રતનબેન છાડવાએ આ સંશોધનકાર્ય કર્યું છે. એમના આ સંશોધન કાર્યમાં પ્રેરનાર એમના માર્ગદર્શન ડૉ. કલાબહેન શાહ જેવા વિદ્યાનિષ્ટ વિદુષી છે કે એમણે જુદા જુદા વિષયોમાં અભ્યાસીઓને માર્ગદર્શન આપીને એ વિષયને ઉઘાડી આપ્યો છે. રતનબહેને આ ગ્રંથમા વ્રતવિચાર રાસ' વિશે એટલે ઊંડું અધ્યયન કર્યું છે કે જેને પરિણામે કોઈપણ સંશોધને પોતાના સંશોધનમાં કયાં કયાં પાસાંઓ આવરી લેવા જોઈએ, એનો અહીં તાદશ ખ્યાલ મળે છે. આ ગ્રંથમાં મધ્યકાલીન રાસાનું સ્વરૂપ અને એનો વિકાસ દર્શાવીને એની પૃષ્ઠભૂમિમાં કવિ ઋષભદાસ કૃત વ્રતવિચાર રાસ'ની ચર્ચા કરી છે. જૈન ધર્મમાં વ્રતભાવનાઓનો મહિમા એ માટે છે કે એ માત્ર કોઈ વ્રત પાલનમાં જ કે ધર્મક્રિયામાં જ અટકી જતી નથી, પરંતુ એ દ્વારા ભક્તિના જીવનને ઘાટ આપનારી ચેતનાનું નિર્માણ થાય છે. બાહ્મ તપની વાત કરીને આહાર સંબંધી યોગ્ય સમજ કેળવી આપે છે, તો આંતરતપ દ્વારા આત્મામાં પ્રગટતાં અજવાળાંનો માર્ગ બતાવે છે. એ વ્રતથી વ્યક્તિનું ચિત્ત નમ્ર અને નિરાભિમાની બને છે, તો એ જ વ્રતથી વ્યક્તિનો આત્મા દુઃખમુક્ત અને કર્મમુક્ત બને છે. જૈન ધર્મની પ્રત્યેક ક્રિયાઓ તો આ વ્રતમાં છે જ, પરંતુ એક અર્થમાં કહીએ તો આ વ્રતોથી જ જૈનધર્મનો મહિમાભર્યો મહાલય રચાયેલો છે. એ દષ્ટિએ કવિ ઋષભદાસ કૃત વ્રતવિચાર રાસ'માં મધ્યકાલીન ગુજરાતી ભાષામાં એક સાધકને અવગુણોની ઓળખ આપીને ગુણના માર્ગે જવાનો વિકાસપથ બતાવે છે અને સાધકને માટે વ્રત દ્વારા કર્મવિશોધન અને આત્મશોધનની પ્રક્રિયા દર્શાવી છે. વિશાળ મહાલયમાં જેમ અનેક દ્વાર હોય, કેટલીય બારીઓ હોય, એના ઊંચા મિનારા હોય અને એ બધાથી મહાલયની શોભા સર્જાતી હોય, એ જ રીતે આ વ્રતો સાધકને જીવનમહેલની ગરિમાનો સાક્ષાત્કાર કરાવે છે. આમાં આલેખાયેલા અનેક વ્રતોનું શ્રી રતનબહેન છાડવાએ પ્રમાણભૂત વિવરણ કર્યું છે અને જરૂર પડે ત્યાં પરિભાષા દ્વારા એનું આલેખન કર્યું છે. કવિ ઋષભદાસની આ કૃતિમાં સાહિત્ય ગુણો પણ સારા પ્રમાણમાં છે. વર્ણનો, અલંકારો, સુભાષિતો, છંદો, દેશીઓ, શૈલીઓ વગેરે આલેખાયાં છે. અહીં કવિની ભાષા અને શબ્દભંડોળ વિશે પણ વિગતે ચર્ચા કરવામાં આવી છે. આ વ્રતની હસ્તપ્રતની સાથોસાથ એનાં પાઠાંતરો અને એના શબ્દાર્થ આપ્યાં છે, તે સંશોધકને માટે ઘણા ઉપયોગી બની રહેશે. એમાં આલેખાયેલી કથાઓ આ વ્રતને સમજવા માટે એક ભૂમિકા પૂરી પાડે છે. આ એક એવો ગૃહસ્થ કવિ છે કે જેની કાવ્યકૃતિઓ વ્યાખ્યાનોમાં પણ વંચાય છે. આ રીતે સમગ્ર દષ્ટિએ જોઈએ તો આ ગ્રંથ આપણને મધ્યકાલીન યુગમાં થયેલા એક ધર્મનિષ્ઠ ગૃહસ્થ શ્રાવકે સર્જેલી ઉત્કૃષ્ટ કૃતિનો સર્વાગી અને સંશોધનાત્મક પરિચય કરાવે છે. તા. ૧૧-૯-૨૦૧૨. Page #9 -------------------------------------------------------------------------- ________________ વ્રતવિચારરાસ – સંશોધન અને સમીક્ષા એટલે તત્વજ્ઞાન અને કવિતાનો સમન્વય - ડૉ. કલા શાહ જૈન સાહિત્ય એટલે જ્ઞાનનો અગાધ અને ગહન સાગર. જ્ઞાનપિપાસુઓ મરજીવા બનીને આ જ્ઞાનસાગરમાં ડુબકી મારી અનેક અમૂલ્ય મોતીની શોધ કરે છે. વર્તમાન સમયમાં આ સંસાર સાગરમાં ગળાડૂબ રહેલ અનેક ગૃહિણીઓ સંસારમાંથી પોતાની જાતને મુક્ત કરી પેલા અગાધ જ્ઞાનસાગરમાં સહેલ કરવા નીકળી પડે છે. આવી બે ગૃહિણીઓ મારી પાસે આવી અને પી.એચ.ડી.ની પદવી મેળવવા માટે મારા માર્ગદર્શનમાં સંશોધન કાર્ય કરવાની ઈચ્છા દર્શાવી. એમાં એકનું નામ પાર્વતીબહેન ખીરાણી અને બીજા બહેનનું નામ રતનબહેન છાડવા. આ સંસારમાં ભાગ્યે જ જોવા મળે તેવી આ નણંદ-ભોજાઈની જોડી અદ્વિતીય છે. બંનેએ એક સાથે સંશોધન કાર્ય કરવાનો પ્રારંભ કર્યો. બંનેમાં કદી પણ હરિફાઈનો ભાવ નહિ, પણ એકબીજાને સહાયરૂપ થવાની ભાવના હતી. આ જોડીમાંથી આજે ડૉ. રતનબહેન છોડવાનો સંશોધન ગ્રંથ વ્રતવિચાર રાસ' એક અધ્યયન પુસ્તક રૂપે પ્રકાશિત થાય છે. તે બદલ ડૉ. રતનબહેનને મારા અઢળક આશીર્વાદ અને અનેકાનેક શુભેચ્છાઓ. મધ્યકાલીન જૈન સાહિત્યરૂપ હસ્તપ્રત રૂપે ભારતભરના જ્ઞાનભંડારોમાં સુરક્ષિત છે. જૈન સાહિત્યક્ષેત્રે વિવિધ પ્રવૃત્તિઓ આકાર લઈ રહી છે. જ્ઞાનસત્રો, જૈન સાહિત્ય સમારોહો, પરિસંવાદો, જૈન સેન્ટરો વગેરે અનેક વિદ્વાનો આ દિશામાં કાર્યરત છે. હસ્તપ્રતોના સંશોધનની પણ એક નવી દિશા ઊઘડી છે. આ દિશામાં ડૉ. રતનબહેને ડગલું ભર્યું. અપ્રગટ હસ્તપ્રતનું સંશોધન – સંપાદન કરી મુંબઈ યુનિવર્સિટી દ્વારા પી.એચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. જૈન મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના વિપુલ સાહિત્યના સર્જક શ્રાવક કવિ ઋષભદાસ કૃત ‘વ્રતવિચાર રાસ'ની હસ્તપ્રત મેળવી, તેનું લિપિકરણ કરી રાસકૃતિ તરીકે મૂલ્યાંકન કરવાનું કાર્ય હાથ ધર્યું અને બે વર્ષના સમયમાં સુપેરે પાર પાડ્યું. કવિ ઋષભદાસે પોતાના જીવનકાળ દરમ્યાન જે વિપુલ સાહિત્ય સર્જન કર્યું તેમાં ૩૪ રાસાઓ, સ્તવનો, ચૈત્યવંદનો વગેરે નોંધપાત્ર છે. કવિ ઋષભદાસ ધર્મપ્રિય, ધર્માનુરાગી, ગર્ભશ્રીમંત શ્રાવક • હતા. તેમણે તાત્ત્વિક તથા કથાત્મક બંને પ્રકારના રાસાઓની રચના કરી છે. તેમના રાસાઓ સરળ, ગેય અને ધર્મભાવના દ્વારા રસિત હોવાથી તે લોકભોગ્ય બન્યા છે. ડૉ. રતનબહેને “વ્રતવિચાર રાસ' જેવી દીર્ઘકૃતિ પસંદ કરી તેનું સંશોધન સંપાદન કર્યું. તેમાં તેમની મધ્યકાલીન સાહિત્ય પ્રત્યેની રુચિ અને સાથે સાથે હસ્તપ્રતનું લિપિકરણ કરવા જેવું બહુ પરિશ્રમ માંગી લે તેવું કાર્ય હાથ ધર્યું તે એક સાચા સંશોધકની પ્રતીતિ કરાવે છે. લગભગ છસો પાનાના આ મહાનિબંધમાં ડૉ. રતનબહેને જૈન સાહિત્યની ભૂમિકામાં તે સમયના લોકપ્રિય અને લોકભોગ્ય રાસા સાહિત્યના સ્વરૂપ અને વિકાસનું આલેખન અવલોકન કર્યું છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ મોટેભાગે મધ્યકાલીન કવિઓના જીવન વિશેની માહિતી પ્રાપ્ત કરવામાં અનેક મુશ્કેલી વેઠવી પડતી હોય છે અને તે માટે સંશોધનકારે ફિલ્ડ વર્ક કરવું આવશ્યક બની રહે છે. ડૉ. રતનબહેને ‘વ્રતવિચાર રાસ’ના શ્રાવક કવિ ઋષભદાસના જીવનની માહિતી મેળવવા માટે સ્વયં પોતે કવિના વતન ખંભાત જઈ ચારસો વર્ષ પૂર્વેના કવિના ઘરની મુલાકાત લઈ તેમના ઘરના દેરાસરના તથા કવિ ઋષભદાસ ચોક વગેરેના ફોટાઓ મૂક્યાં છે. જે આ મહાનિબંધનું એક આકર્ષક પાસુ બની રહે છે. ‘વ્રતવિચાર રાસ’ની મૂળ હસ્તપ્રત ગુજરાતીમાં કડી પ્રમાણે, તેના ભાવાર્થ અને વિષય વિચાર આ . ગ્રંથના વાચકને તે સમયની જૂની ગુજરાતી ભાષાનો પરિચય કરાવે છે અને ભાવાર્થ સાથે વાંચવાથી કૃતિ સરળ રીતે સમજી શકાય છે. સાહિત્યના વિષયની પસંદગી કરનારે કૃતિની સાહિત્યિક સમાલોચના કરી પોતાની આગવી સાહિત્યિક સૂઝ પ્રગટ કરવાની હોય છે. ડૉ. રતનબહેને ‘વ્રતવિચાર રાસ' જેવી દીર્ઘ કૃતિની સાહિત્યિક સમાલોચના રસપૂર્વક અને પ્રતીતિજનક રીતે વાચકને મધ્યકાલીન જૂની કૃતિઓમાં રસ પડે એવી રીતે કરી છે. રાસનું બંધારણ, વર્ણનો, અલંકારો, દષ્ટાંત કથાઓ, રસનિરૂપણ, કાવ્યશક્તિ વગેરે દરેક પાસાઓનું સ-રસ નિરુપણ કર્યું છે અને આ રીતે શ્રાવક કવિ ઋષભદાસની કાવ્યશક્તિને પૂરો ન્યાય આપ્યો છે. ધર્મના સિદ્ધાંતોના પાયા પર રચાયેલ કૃતિઓમાં સૈદ્ધાંતિક તત્ત્વોનું આલેખન તો થવાનું જ કારણ કે કવિનું ધ્યેય જ વાચકને સાહિત્યિક કૃતિ દ્વારા ધર્મનો ઉપદેશ આપવાનું હોય છે. ‘વ્રતવિચાર રાસ'માં કવિ ઋષભદાસે દષ્ટાંત કથાઓ દ્વારા તત્ત્વજ્ઞાન પીરસ્યું એ તત્ત્વજ્ઞાન અને કવિ ઋષભદાસની કાવ્ય શક્તિનો સુંદર સમન્વય થયો છે. ડૉ. રતનબહેને કવિની કાવ્યશક્તિનું સુંદર અને ગહન વિવરણ કર્યું છે. ‘વ્રત’ એ ભારતભરના ધર્મોના પાયામાં રહેલ તત્ત્વ છે. ડૉ. રતનબહેને જૈન ધર્મના વ્રતોનું સ્વરૂપ તેની પરિભાષા તેના ભેદ – પ્રભેદો વગેરેનું આલેખન કર્યું છે અને સાથે સાથે અન્ય ધર્મોમાં વ્રતનું સ્વરૂપ પણ બતાવ્યું છે. વર્તમાનકાળમાં વ્રતની ઉપયોગિતા બતાવી મધ્યકાલીન કૃતિને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે જે આવકાર્ય છે. સમગ્ર રીતે જોતાં આ મહાનિબંધ વર્તમાન સમયમાં વાચકોને ચારસો વર્ષ પૂર્વે થઈ ગયેલા શ્રાવક કવિ ઋષભદાસને મૂલવવામાં ઉપયોગી થશે અને કવિએ ‘વ્રત’ જેવા તાત્ત્વિક વિષયને રાસના ઢાંચામાં ઢાળી કેવી સાહિત્યિક કૃતિ બનાવી શકાય છે'તેની પ્રતીતિ કરાવી છે. હસ્તપ્રત સંશોધનના ક્ષેત્રે અનેક અભ્યાસુઓ કાર્યરત થાય અને આવા અનેક ગ્રંથો પ્રકાશિત થાય એવી મારી શુભેચ્છા. સામાન્ય રીતે એવું કહેવાય છે કે કોઈ પણ પુરુષની સફળતા પાછળ એક નારીનો ફાળો હોય છે. અહીંયા હું કહીશ કે એક નારીની સફળતા પાછળ એક સજ્જન પુરુષની પ્રેરણા અને સંપૂર્ણ સહાય હોય છે. ડૉ. રતનબહેનને ડૉ. બનાવવા માટે સરળ નમ્ર અને સહજ સ્વભાવના ખીમજીભાઈનો ફાળો પ્રેરણાદાયક છે. ફરી એકવાર આ ગ્રંથના પ્રકાશન સમયે ડૉ. રતનબહેનને મારા આશીર્વાદ. Page #11 -------------------------------------------------------------------------- ________________ એક ગૃહિણી શ્રાવિકાનું જ્ઞાન તપ ‘વ્રતવિચાર રાસ' - ધનવંત શાહ વ્રત એટલે તપશ્ચર્યા, વ્રત એટલે ઉત્તમ જીવન જીવવા માટેના નિયમો, વ્રત એટલે કર્મ નિર્જરા અને સંવર. વ્રત એટલે કર્મક્ષય કરીને મોક્ષની યાત્રા. મધ્યકાળના સમયમાં ૧૬-૧૭ની સદી એટલે જૈન સાહિત્યનો સુવર્ણયુગ. આ સમયમાં મારુ ગુજરાતી ભાષામાં મબલખ સાહિત્યની રચના થઈ, એમાં વિશેષતા તો એ છે કે આ સાહિત્યનું સર્જન માત્ર સાધુ-સાધ્વીઓએ જ કર્યું નથી પરંતુ એવી અને એટલી જ ઊંચી કક્ષાના સાહિત્યનું સર્જન જૈન શ્રાવક-શ્રાવિકાએ પણ કર્યું છે. એમાં ગૃહસ્થ કવિ શ્રાવક ઋષભદાસજી યશ સ્થાને બિરાજમાન છે. જૈન તત્ત્વ અને આગમોના જ્ઞાતા, વર્તમાન સંશોધન પ્રમાણે આ શ્રાવક કવિએ ૩૪ રાસા અને ૫૮ સ્તવનોનું સર્જન કર્યું છે. આનંદની ઘટના એ છે કે આવા એક ગૃહસ્થ કવિની કૃતિ ‘વ્રતવિચાર રાસ’ ઉપર અધ્યયન અને સંશોધન કરવાનો મનસુબો વર્તમાનકાળમાં એક ગૃહિણી શ્રાવિકા રતનબહેન છાડવાએ ઘડ્યો અને પોતાની વિદ્યાનિષ્ઠા અને જ્ઞાન આરાધનાથી ગુરુજનો અને પરિવારની સહાયથી યશ તારકની જેમ પાર પાડ્યો. છે પ્રકરણ અને સાડાચારસો ઉપરાંત પૃષ્ઠોમાં વિસ્તારાયેલા આ શોધ પ્રબંધમાં લગભગ ત્રણસો ગ્રંથોનું અધ્યયન ઉપરાંત મૂળ હસ્તપ્રતની લિપિનું પાક્યાંતર, અર્થ અને ધ્વનિનો વિસ્તાર રસપૂર્વક છવાયેલો છે. આ છ પ્રકરણોની વિશેષતા એ છે કે પ્રત્યેક પ્રકરણની સામગ્રી એક સ્વતંત્ર પ્રકરણ જેવી સમૃદ્ધ છે. આ પ્રકરણોનું અલગ અલગ વ્યક્તિત્વ હોવા છતાં પ્રત્યેક પ્રકરણો સાથે એનો વિચારતંતુ સંકળાયેલો રહે છે. પ્રથમ પ્રકરણ રાસ સાહિત્યનું સ્વરૂપ અને વિકાસ દર્શાવતા પહેલાં નિબંધકાર સાહિત્યની વ્યાખ્યા અર્થ ગંભીર રીતે કરતા લેખે છે, “સાહિત્ય એક જાતનું ચૈતન્ય છે, સામાજિક તેજ છે, મનુષ્ય સંકલ્પની અમોઘ શક્તિ છે.” નિબંધકારના આ શબ્દો એની સાહિત્ય પ્રત્યેની ચેતના સર્જતાની પ્રતીતિ કરાવે છે. આ પ્રકરણમાં રાસા સ્વરૂપની વ્યાખ્યા, વિકાસ અને પ્રારંભથી વર્તમાન સુધીના જૈન રાસા સાહિત્યનો ઈતિહાસ નિર્દેશાએલો છે. નિબંધકારની અભ્યાસ નિષ્ઠતા અહીં વાચકને દર્શન થાય છે. બીજા પ્રકરણમાં રોચક અને રોમાંચક ઘટના એ છે કે નિબંધકાર આ રાસના રચયિતા શ્રાવક કવિ ઋષભદાસના ગામ ખંભાત બીજો જે ઘરમાં ઋષભદાસજી રહ્યાં હતાં અને જે સ્થાને બેસીને આ રાસનું સર્જન કર્યું હતું એ ઘરની આ લેખિકા મુલાકાત લે છે અને એક નવલકથાના રસની જેમ આ ઘટનાનું આલેખન કરે છે Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકરણમાં જેમ જૈન રાસાઓ અને હસ્તપ્રતોના ઈતિહાસનું લેખિકા દર્શન કરાવે છે એમ આ પ્રકરણમાં શ્રાવક કવિ ઋષભદાસનું ગૃહસ્થ જીવન, કવિ કર્મ અને ઋષભદાસજીના ગ્રંથ અભ્યાસોની વિસ્તાર સહ માહિતી લેખિકા આપણને આપે છે. કવિ ઋષભદાસજીના કવિતા સર્જનની પિઠિકા જૈન આગમો છે એની પ્રતીતિ શોધ-પ્રબંધકાર આપણને અહીં કરાવી શોધપ્રબંધની યથાર્થતા અને સાર્થકતાની માહિતી આપી છે. આટલા ગહન અભ્યાસ પછી ત્રીજા પ્રકરણમાં નિબંધકાર ૮૬૨ કડીના આ ‘વ્રતવિચાર રાસ’ની મૂળ હસ્તપ્રત, એનું લિપિયાંતર અને અર્થ ભાવાર્થ પાસે પોતાનું આસન જમાવે છે અને લખે છે. ‘વ્રતવિચાર રાસ’નો પ્રારંભ શ્રી પાર્શ્વનાથના સ્મરણથી અને સરસ્વતીદેવીની સ્તુતિથી કરવામાં આવે છે. કવિએ જિનેશ્વરે પ્રરૂપેલા બે ધર્મ ૧) શ્રાવક ધર્મ અને ૨) યતિ ધર્મનું આલેખન કરી યતિધર્મ દશ પ્રકારે બતાવ્યો છે. ત્યારબાદ શ્રાવક કુળનો આચાર કહેવામાં આવે છે કે જે શ્રાવક ધર્મરૂપી બાર વ્રત છે. તેના અનુસંગે સુશ્રાવકના એકવીસ ગુણોનું આલેખન કરી જૈન દર્શનના મુખ્ય ત્રણ તત્ત્વ સુદેવ, સુગુરુ અને સુધર્મની આરાધના કરવી તેવો ઉપદેશ આપ્યો છે. સુદેવનું અર્થાત્ અરિહંતદેવનું કે જેઓ ચોત્રીસ અતિશયથી યુક્ત, અઢાર દોષરહિત, આઠ મદ અને આઠ કર્મરહિત હોય તેમ જ તેમની વાણી પાંત્રીશ ગુણયુક્ત હોય તેનું વિસ્તારથી આલેખન કર્યું છે. સાથે સાથે તીર્થંકર પદવીના વીસ બોલ બતાવ્યા છે. સુગુરુનું સ્વરૂપ દર્શાવતા આચાર્યના છત્રીસ ગુણોનું તેમ જ બાર ભાવનાનું આલેખન કરી મુનિના સત્તાવીસ ગુણોનું તેમ જ બાવીસ પરીષહનું સદૃષ્ટાંત વર્ણન કર્યું છે. સુધર્મનું સ્વરૂપ ખૂબ જ ટૂંકમાં દયા એ જ સાચો ધર્મ છે, એ દર્શાવી પછી કુદેવ, કુગુરુ અને કુધર્મ એ ત્રણે મિથ્યાત્વ છે, અસાર છે, એ વાતનું વિસ્તારથી વર્ણન કરી અંતે જૈન ધર્મ સિવાય કોઈ તારશે નહિ એ વાતનો મર્મ સમજાવ્યો છે. પછી અન્યમતી જિન પ્રતિમાને નહિ માનનાર આદિ અને સુવિહિત વચ્ચે સંવાદ પ્રયોજી ‘શ્રી દશવૈકાલિક સૂત્ર’, ‘શ્રી ભગવતી સૂત્ર’, ‘શ્રી સ્થાનાંગસૂત્ર’ વગેરે સૂત્રોના આધારે અન્યમતીના મતનું ખંડન કરી મૂર્તિ અને મૂર્તિપૂજા સાચી એવું જિનવચનના કથનનું પ્રતિપાદન કર્યું છે તેમ જ સમકિતનું સ્વરૂપ બતાવી તેના પાંચ અતિચાર આલેખ્યાં છે. ઉપરના આ પરિચ્છેદમાં લેખિકાની કૃતિ સમજવાની સમજ અને જૈન આગમના અભ્યાસની નિષ્ઠા અને એના પરિશીલનના ઊંડાણનું આપણને દર્શન થાય છે. ‘વ્રતવિચાર રાસ’ કૃતિનું સાહિત્યિક મૂલ્યાંકન લેખિકા ચોથા પ્રકરણમાં કરી એ કૃતિમાં યોજાયેલા ઢાળ, રાગ, અલંકાર, વિવિધ રસો, વ્યાકરણ, કૃતિકાર ઋષભદાસની હાસ્યવૃત્તિ, એમનું આયુર્વેદ જ્ઞાન વગેરેની ચર્ચા લેખિકા પોતાની રસભરી કલમે અહીં કરે છે. આ કૃતિનો અભ્યાસ કરતાં પહેલાં લેખિકાએ એ સમયની લિપિનો ઊંડો અભ્યાસ કરી એ Page #13 -------------------------------------------------------------------------- ________________ લિપિ આત્મસાત કરી છે એની પ્રતીતિ વાચકને આ મહાનિબંધના ચોથા પ્રકરણમાં થાય છે. નિબંધકાર આ કૃતિનો એ સમયે અન્ય લહિયાએ લખી છે એનો પણ અભ્યાસ કરી એ કૃતિઓનો પાઠાંતર ભેદ પણ અહીં દર્શાવ્યો છે. જ્ઞાન પરિશ્રમની આ પરિણતી છે. પાંચમા પ્રકરણમાં અભ્યાસના વિશાળ કક્ષમાં લેખિકા વાચકને લઈ જઈ આ ‘વ્રત’ વિશેના પ્રાચીન, અર્વાચીન અને વર્તમાન ચિંતકોના પ્રદેશનું દર્શન કરાવે છે. અહીં આધ્યાત્મિક ચિંતનની સાથોસાથ આધુનિક વૈજ્ઞાનિકોની વાત કરી ‘વ્રત’માં રહેલા શારીરિક લાભોનું પણ લેખિકા ચર્ચા ચિંતન કરે છે. ઉપરાંત અન્ય ધર્મો-વેદ, બૌદ્ધ, ખ્રિસ્તી અને ઈસ્લામ ધર્મમાં પણ ‘વ્રત’નું શું સ્થાન છે એનું ચિંતન લેખિકા વાચકને પીરસે છે. મહાનિબંધ માટેની બહુશ્રુતતા અહીં પ્રગટ થાય છે. જે લેખિકાને યશ આસને બિરાજવે છે. કોઈ પણ સર્જન માત્ર ચિંતનથી શુષ્ક બની જાય છે, એને રસભર્યું બનાવવા માટે દૃષ્ટાંત કથાઓ એ કૃતિ માટે અનિવાર્ય હોય છે. જેમ કે કોરો લોટ ગળે ન ઊતરે પણ એ લોટમાં અન્ય પદાર્થો ભેળવી શીરો બનાવાય તો એ લોટ તરત ગળે ઊતરી જાય. ‘દૃષ્ટાંત વિના નહિ સિદ્ધાંત' આ તત્ત્વને લેખિકા ખાસ અલગ પ્રકરણથી ઉજાગર કરે છે. ઋષભદાસજીની આ કૃતિમાં જે જે કથાઓ આવે છે એ સર્વ કથાઓ માટે એક આ છઠ્ઠું અલગ પ્રકરણ યોજી એ કથાઓના મૂળ સુધી જઈને લેખિકા જ્ઞાન સંશોધન રસ અહીં ભોજન ભાવે પીરસે છે. સમગ્ર રીતે વિશાળ ફલકથી દૃષ્ટિ કરીએ તો આ શોધ પ્રબંધમાં મૂળ કૃતિના ભાવાર્થની શોધ, એના ઉગમ સ્થાનની શોધ, એ તત્ત્વની અન્ય સ્થાનોમાં શોધ અને સહુને સથવારે નિજ પ્રજ્ઞામાંથી પ્રગટતી શોધને વિસ્તારથી એનું દર્શન કરાવી સાચા અર્થમાં એ પ્રબંધ મહાનિબંધ બની એક શ્રાવિકા ગૃહિણીની રતનબેનથી ડૉ. રતનબેન સુધીની જ્ઞાન યાત્રાની ઝાલર આ ગ્રંથ બજાવે છે. આ સરસ્વતી પૂજનને આપણે સૌ હૃદયથી આવકારી, આ ગૃહિણીના આવા જ્ઞાનયજ્ઞમાં સહભાગી થનાર એમના ગુરુજનો, મિત્રો અને પરિવારનો ખાસ અભિનંદીએ અને મા શારદા આ ગૃહિણીની જ્ઞાન યાત્રા આગળ ગતિ કરાવી આવા અન્ય ગ્રંથો પણ સર્જવાની પ્રેરણા અને શક્તિ આપે એવી મા શારદાને આપણે પ્રાર્થના કરીએ. ૧૦-૯-૨૦૧૨ Page #14 -------------------------------------------------------------------------- ________________ -: અનુક્રર્માણકા :– પ્રકરણ ૧ :- મધ્યકાલીન ગુજરાતી કાવ્ય સાહિત્યનું શિખર (ક) સાહિત્યનું સ્વરૂપ, પરિભાષા અને વિકાસ (ખ) જૈન સાહિત્યની ભૂમિકા (ગ) રાસાનું સ્વરૂપ અને વિકાસ પ્રકરણ (ક) કવિ ઋષભદાસનું જીવન (ખ) કવિ ઋષભદાસનું કવન પ્રકરણ - - 3 :- વ્રતવિચાર રાસ-હસ્તપ્રતનું સંશોધન............. પ્રકરણ - ૪ :- વ્રતવિચાર રાસ-સમાલોચના.......... (ક) સાહિત્યિક મૂલ્યાંકન (ખ) પાઠાંતર ભેદ (ગ) જૈન તત્ત્વદર્શન - 2:- · વિરલ કવિ ઋષભદાસ પ્રકરણ ૫ ઃ- વ્રતનું આકાશ. : (ક) વ્રતનું સ્વરૂપ અને પરિભાષા (ખ) વ્રતના ભેદ–પ્રભેદ (ગ) વર્તમાન યુગમાં વ્રતની ઉપયોગિતા (ઘ) અન્ય દર્શનોમાં વ્રત પ્રકરણ ૬ ઃ- જૈન કથાનકોમાં પ્રગટતો વ્રત મહિમા... - પરિશિષ્ટ........ (૧) શબ્દાર્થ (૨) જૈન પારિભાષિક શબ્દો (૩) વિવિધ દેશીઓ-વિવિધ રાગોની સૂચિ (૪) ‘વ્રત’ વિષયક અન્ય રાસાઓની યાદી રાસા સાહિત્ય..૧ (૫) અન્ય ભાષામાં (તેલુગુ) રચિત ‘શ્રાવકાચાર સાર’' હસ્તપ્રતનો નમૂનો (૬) સંદર્ભ સૂચિ. ................. Fo ............... ૨૦૭ ૩૧ .............................. ૨૯૦ .........૩૮૧ ..... ૪૩૭ Page #15 -------------------------------------------------------------------------- ________________ नवकार महामंत्र नगो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाण नगो उत्वज्झायाणं नगो लोए सव्व साहूर्ण एसो पंच नमुक्काशे सव्व पावप्पणासणो मंगलाणं च सव्वेसि पढमं हवई मंगलं ।। Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ મધ્યકાલીન ગુજરાતી કાવ્ય સાહિત્યનું શિખર રાસા સાહિત્ય (ક) સાહિત્યનું સ્વરૂપ, પરિભાષા અને વિકાસ સાયણાચાર્ય વેદભાષ્યના મંગલાચરણમાં સાહિત્યનું સ્વરૂપ આલેખતાં કહે છે કે, વેદજ્ઞાન-સાહિત્ય એ પરમાત્માના પ્રાણ જેવું ચૈતન્ય છે અને અખિલ જગત જ્ઞાનમાંથી એટલે કે સાહિત્યમાંથી ઉત્પન્ન થાય છે. આમ સાહિત્ય એક જાતનું ચૈતન્ય છે. સામાજિક તેજ છે. મનુષ્ય સંકલ્પની અમોઘ શક્તિ છે એમ કહી શકાય. ડૉ. હરિચરણ શર્માના મતે સાહિત્યને મનોવેગની સૃષ્ટિ માની છે. એમાં ‘સહિતત્ત્વ સાહિતસ્ય માવ: સાહિત્યમ્’નો સમાવેશ છે. કારણ કે એમાં વાણી અને અર્થનું સાથે હોવાપણું-સહિતત્ત્વ હોય છે તેથી જ તેને સાહિત્ય કહે છે. સાહિત્ય વાણીની કળા છે. મનુષ્યને વાણીની ઈશ્વરી બક્ષિસ મળેલી છે, તે તેની અન્ય પ્રાણીઓ કરતાં એક વિશિષ્ટતા છે. તેને પ્રતાપે તે પોતાના ભાવ અન્ય સમક્ષ પ્રગટ કરીને વ્યવહાર ચલાવી શકે છે તેમ જ સુંદર કળા સર્જન કરી શકે છે. સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર, સંગીત અને કાવ્ય એ પાંચ શુદ્ધ લલિતકળાઓ કહેવાય છે. તેમાં અભિવ્યક્તિ પરત્વે સૌથી વિશેષ સમર્થ કળા ‘કાવ્ય’ એટલે કે સાહિત્ય મનાય છે. ભગવત્ ગોમંડલમાં સાહિત્યની પરિભાષા દર્શાવતાં આલેખ્યું છે કે, કાવ્ય, નાટક અને લલિત રસિકભાવવાળું કલ્પના પ્રધાન વાડ્મય એટલે સાહિત્ય. ભાવના, આનંદ, ઉત્સાહ, ઉપદેશ અને રસ ઉપજાવે તેવું મનોરંજક લખાણ કે દૃષ્ટાંતિક કાવ્ય અથવા પ્રજાના વિચાર, ભાવના જ્ઞાન વગેરેની ભાષામાં સંગ્રહાયેલી મૂડી એટલે સાહિત્ય. સાહિત્યકાર ધૂમકેતુ સાહિત્યની વિસ્તૃત પરિભાષા આપતાં કહે છે, આનંદ આપે તે સાહિત્ય, જીવનના સંગ્રામમાં મનુષ્યને ચડેલો થાક ખંખેરી નાખે તે સાહિત્ય. જીવનના સંગ્રામની સુગંધ જેમાંથી સ્ક્રૂ તે સાહિત્ય, જે જીવનભરની મૈત્રી રાખે, જે મનુષ્યને જીવન જીવતાં શીખવે તે સાહિત્ય છે. નિષ્કર્ષની ભાષામાં સાહિત્ય એ ચૈતન્ય, તેજ, શક્તિ, કળા અને મિત્ર છે. સાહિત્ય મનોદશાનો મુક્ત ઉદ્ગાર છે. જેમ પરિસ્થિતિઓમાં પરિવર્તન થવાને કારણે માનવની મનોદશા સ્વતઃ પરિવર્તિત થતી રહે છે તેમ સાહિત્ય પણ તે પરિવર્તિત મનોદશાને અનુરૂપ પોતાનું રૂપ-સ્વરૂપ બનાવી લે છે. આમ સાહિત્ય એ જનતાની સંચિત ચિત્તવૃત્તિનું પ્રતિબિંબ પણ છે. અંતમાં પ્રાણીમાત્રને હિતકારી હોય અને પ્રિયકારી હોય તેને સાહિત્ય કહેવાય. સાહિત્યના પ્રકાર : સાહિત્ય. સાહિત્યના મુખ્ય બે પ્રકાર બતાવ્યા છે. ૧) લોકભોગ્ય સાહિત્ય અને ૨) વિદ્ભોગ્ય Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧) લોકભોગ્ય અર્થાત્ લોકસાહિત્ય = સામાન્ય જનો દ્વારા રચાયેલું સાહિત્ય. જનસાધારણમાં આદર પામેલું સાહિત્ય. ૨) વિદ્વદ્ભોગ્ય સાહિત્ય = વિદ્વાનો દ્વારા ભાષા અને અર્થનું યોગ્ય સંમિશ્રણ કરીને, વ્યાકરણની દૃષ્ટિએ પરિપૂર્ણ હોય તેવું સાહિત્ય રચાય તે વિદ્ સાહિત્ય છે. રાજશેખરે કાવ્ય મીમાંસામાં કહ્યું છે કે, ઇવાડ્મયનુમય થા । શાસ્ત્ર, હાથં વા' અર્થાત્ વાડ્મય બે પ્રકારનું છે. શાસ્ત્ર અને કાવ્ય. તેવી જ રીતે સાહિત્યના પદ્ય અને ગદ્ય એવા બે પ્રકાર છે. ‘નિષદ્ધ ગદ્યમ્ નિષદ્ધ પદ્યમ્ ।' અર્થાત્ અનિબદ્ધ રચના તે ગદ્ય કહેવાય કે જે સીધા પાઠ સ્વરૂપે હોય. નિબદ્ધ રચના એટલે પદ્ય. જેમાં છંદશાસ્ત્રના નિયમોને અનુસરીને પદ્યાવલીની રચના હોય. કાવ્યો, નાટકો, સંવાદો, નવલકથાઓ, વાર્તાઓ, નિબંધો એ સર્વ સાહિત્યનાં નિરાળા સ્વરૂપો છે. આમ તો સર્વ ભાષા અને સર્વ લિપિઓનો સમાવેશ સાહિત્યમાં થઈ જાય છે. ભાષા, વ્યવહાર, લેખ, પુસ્તક, ચિત્ર, પત્ર આદિ દરેક સાહિત્યનાં અંગ છે, વિવિધ રૂપ છે. એ સર્વમાં ‘કાવ્ય’ ઉત્તમ કહેવાય છે. સાહિત્યની ઉપયોગિતા સમાજનું ઉત્થાન-પતન, એની વિચારધારાઓ અને એની ચેતનાના વિકાસનો મૂળ સ્રોત હૃદયંગમ કરવા માટે સાહિત્યનું જ્ઞાન અને અધ્યયન અત્યંત આવશ્યક છે. હજારો વર્ષોની દબાયેલી ભાવાનાઓ, અનુભૂતિઓ અને સુખદુઃખથી સંબંધિત વિચાર ફક્ત સાહિત્યના માધ્યમથી જ સમજાય છે અને જાણી શકાય છે. સાહિત્ય અને જીવન પરસ્પર ઉપકારી ક્રિયાઓ છે. સાહિત્ય જીવનને ઘડવા માટે, બીજાનું જીવન સમજાવવા માટે, માનવ માનવ વચ્ચેના સંબંધોના સાચા અર્થ શોધવા માટે, સૃષ્ટિની શક્તિને અનુભવવા માટે, મૂલ્ય પરિવર્તન માટે, યુગધર્મ સ્થાપવા માટે, નવી રચના માટે, નવસર્જન માટે, પ્રગતિ માટે અને કલ્યાણકારી પ્રેમસૃષ્ટિના વિશ્વવ્યાપી આવિર્ભાવ માટે છે. ધર્મ, ગૃહ, રાજ્ય, સમાજ આદિ સર્વ સંસ્થાઓનો જન્મ અને વિકાસ સાહિત્ય દ્વારા સંધાયો છે. વળી આપણા પ્રાકૃત જીવનને સંસ્કારી બનાવી અને ઉન્નતિને માર્ગે લઈ જનાર પણ સાહિત્ય જ છે. સાહિત્ય એ ઈતિહાસની પુરવણી છે. ઈતિહાસ પ્રજાની સંસ્કૃતિનાં બાહ્ય લક્ષણો વર્ણવે છે. પ્રજાની જીવનશૈલી આલેખે છે. ચડતી-પડતી તથા હાર-જીત વર્ણવે છે, પણ પ્રજાનું ચારિત્ર્ય, પ્રજાનું માનસ તથા પ્રજાની આંતરિક સત્ત્વશીલતા જાણવા માટે આપણે એ પ્રજાના સાહિત્ય તરફ જોવું પડે છે. આમ પ્રજાનું બૌદ્ધિક તથા આધ્યાત્મિક જીવન કયા પરિબળોથી પૃષ્ટ થયું છે, તે સમજવા માટે સાહિત્ય એક સાધન છે. ટૂંકમાં વ્યક્તિનું ઘડતર, સમાજનો વિકાસ, જન-સમાજની સ્થિતિ, તેના રીતરિવાજ આદિનું સંપૂર્ણ ચિત્ર સાહિત્ય દ્વારા જાણવા મળે છે. આમ સાહિત્ય દ્વારા લોક સંસ્કૃતિ વિકસી છે. જનજીવન ધબકતું રહ્યું છે અને રહેશે. Page #18 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સાહિત્યનો ઉદ્ભવ અને વિકાસ | ગુજરાતી સાહિત્યનો પ્રારંભ ગુજરાતી ભાષાના પ્રારંભ સાથે થયો છે. ગુજરાતી ભાષાના આરંભની ક્રિયા આજથી નવ સૈકા પૂર્વે શરૂ થઈ હતી. બંગાળી, હિંદી, પંજાબી, સિંધી, મરાઠી, ગુજરાતી આદિ ભાષાઓની જનની સંસ્કૃત કહી શકાય. સંસ્કૃત તો ભારતમાં ચાર-પાંચ હજાર વર્ષથી ચાલી આવતી પ્રાચીન ભાષા છે. ભાષા અને બોલી વચ્ચે નિકટનો સંબંધ હોવાથી એમાં સમયે સમયે ફેરફાર થતાં રહે છે.' ચૌદમા સૈકા પછી ગુજરાતી ભાષાનો સ્વતંત્ર વિકાસ જોવા મળે છે. કેશવલાલ ધ્રુવ પ્રમાણે ગુજરાતી ભાષાના વિકાસની ત્રણ ભૂમિકાઓ આ પ્રમાણે છે. ૧) ઈ.સ.ના ૧૧મા સૈકાથી ૧૪મા સૈકા સુધી અપભ્રંશ પછીની પ્રાચીન ગુજરાતી. - ૨) ૧૫માં સૈકાથી ૧૭મા સૈકા સુધી. - મધ્યકાલીન ગુજરાતી. ૩) ૧૭મા સૈકા પછીની – અર્વાચીન ગુજરાતી. આ ત્રીજી ભૂમિકામાંથી જ આપણી ભાષા ગુજરાતી એ નામથી ઓળખાવા લાગી. તે પહેલાં એ અપભ્રંશ, પ્રાકૃત તથા ગુર્જર ભાષા એવા નામથી ઓળખાતી. શ્રી કે. કા. શાસ્ત્રી લખે છે કે, હેમચંદ્રાચાર્યએ (ઈ.સ. ૧૦૮૮-૧૧૭૨) સૌથી પ્રથમ પોતાના દેશની બોલીને સાચવી લઈ “સિદ્ધ હેમ' નામક પોતાના સંસ્કૃત-પ્રાકૃત ભાષાઓના વ્યાકરણમાં છેલ્લે વિસ્તારથી અપભ્રંશ ભાષાનું વ્યાકરણ બાંધ્યું, એટલું જ નહિ ઉદાહરણ તરીકે લોકસાહિત્યની સંખ્યાબંધ વાનગી પણ આપી. ‘પ્રાકૃત-દ્વયાશ્રય કાવ્યમાં એ ઉપરાંત સ્વતંત્ર રીતે વ્યાકરણમાનાં અપભ્રંશ ઉદાહરણ કવિતામાં બાંધી આપ્યાં. તેમ જ “છંદોનુંશાસન'માં પણ અપભ્રંશ ઉદાહરણ આપ્યાં. માત્ર ગુજરાતીનો જ નહિ, પણ ભારતની આર્યકુળની અર્વાચીન ભાષાઓનાં મૂળનો પાયો આ પ્રમાણે હેમચંદ્રાચાર્યના હાથે રોપાયો. આમ ગુજરાતી ભાષાનો આદિ યુગ હેમચંદ્રાચાર્યથી શરૂ થયો. ત્યાર પછી અપભ્રંશોત્તર ભૂમિકાનાં લક્ષણોવાળી પ્રાચીન ગુર્જર ભાષામાં બારમી, તેરમી સદીમાં રચાયેલ સાહિત્યકૃતિઓ જોવા મળે છે. ત્યાર બાદ સાહિત્યના એક વિસ્તૃત સમય પટનો આવિર્ભાવ થયો. ઈ.સ. ચૌદમા સૈકાથી લઈ અઢારમા સૈકા સુધીના કાલખંડને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો યુગ કહેવાય છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પણ પ્રથમ કવિતાનો જન્મ થયો અને પછી ગદ્યનો. આ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કાવ્યના અનેક પ્રકારો રચાયા જેમ કે, રાસા, પ્રબંધ, ફાગુ, મહિના, પદ, આખ્યાન, ગરબો, ગરબી, આરતી, ભજન વગેરે. આ કાવ્યોમાં ધર્મ, ભક્તિ, નીતિ-ઉપદેશ અને વૈરાગ્ય વગેરેના વિષયો રહેતા. તેમ જ કાવ્યમાં ઘણે ભાગે પ્રભુ પૂજા સ્થાને હતા અને પ્રભુ સિવાય બીજા કોઈ માનવીની કવિતા ન લખવાનો કવિઓનો સંકલ્પ વર્તાતો. આ સમય દરમ્યાન અનેક સાહિત્ય સ્વરૂપો ઉદ્ભવ્યાં અને વિકાસ પામ્યાં. Page #19 -------------------------------------------------------------------------- ________________ (ખ) જૈન સાહિત્યની ભૂમિકા પ્રાચીન ભારતીય સાહિત્યમાં જૈન આગમ સાહિત્યનું પોતાનું એક વિશિષ્ટ અને ગૌરવપૂર્ણ સ્થાન છે. આગમકાળથી શરૂ કરીને વર્તમાન સમય સુધીમાં જૈનસાહિત્ય ઘણું બધું ખેડાયેલું છે. ભારતીય સંસ્કૃતિને ઘડનારાં પરિબળોમાં જૈનસાહિત્યનું પણ મૂલ્યવાન યોગદાન રહ્યું છે. તેમાં જૈનાગમ સાહિત્ય જૈન સંસ્કૃતિનો અક્ષય નિધિ તો છે જ, તદુપરાંત તે ભારતીય સંસ્કૃતિની અવિભાજ્ય એવી અમૂલ્ય થાપણ પણ છે. કારણ કે જૈન સંસ્કૃતિના અભ્યાસ સિવાય ભારતીય સંસ્કૃતિનો સર્વાગી અભ્યાસ થવો જ શક્ય નથી. જૈનાગમ સાહિત્ય જ્ઞાન અને વિજ્ઞાનનો, ન્યાય અને નીતિનો, આચાર અને વિચારનો, ધર્મ અને દર્શનનો, અધ્યાત્મ અને અનુભવનો અનુપમ તેમ જ અક્ષય કોષ છે. જૈનાગમોનો મુખ્ય વિષય અધ્યાત્મ હોવા છતાં તે આનુષંગિકરૂપે વિશ્વના પ્રાયઃ સર્વી વિષયોને સ્પર્શે છે. ગણિત, ભાષા, ઈતિહાસ, ભૂગોળ, ખગોળ, વૈદ્યકીય આદિ વિષયોની માહિતી આગમોમાં જોવા મળે છે. ડૉ. હરમન જેકોબી, ડૉ. શુબિંગ વગેરે પાશ્ચાત્ય મનીષીઓએ જૈનાગમ સાહિત્યનો તલસ્પર્શી અભ્યાસ કરી જાહેર કર્યું છે કે, અહિંસા, અપરિગ્રહ અને અનેકાન્ત દ્વારા વિશ્વને સર્વધર્મ સમન્વયનો પુનીત પાઠ ભણાવનારું આ શ્રેષ્ઠત્તમ સાહિત્ય છે. આગમ સાહિત્ય વૈદિક પરંપરાનું વહન કરનાર વેદ છે, બૌદ્ધ પરંપરાને વહન કરનાર ત્રિપિટક છે, તેવી જ રીતે જૈન પરંપરાનું વહન કરનાર આગમ છે. સમગ્ર જૈનસાહિત્યનો પાયો આગમ છે. ખરેખર! જૈનાગમ તે જૈન સંસ્કૃતિના વેદ છે. જૈન દર્શનમાં ધર્મગ્રંથને આગમ કહેવામાં આવે છે. જૈનસાહિત્યમાં આગમનું સ્થાન અપૂર્વ છે. આગમ જૈનધર્મની કરોડરજ્જુ છે. જૈનધર્મનો પ્રાણ છે, મુખ્ય આધાર છે. આગમ શબ્દ જ પવિત્ર અને વ્યાપક અર્થ ગરિમાને પોતાનામાં સમાવિષ્ટ કરે છે. આગમ એ તો સત્યના દષ્ટા, સર્વજ્ઞ, સર્વદર્શી, વીતરાગ તીર્થકરોની વિમલ વાણીનું સંકલન છે. “શ્રી અનુયોગદ્વાર સૂત્ર' તથા ‘વિશેષાવશ્યક ભાષ્ય'માં આગમ ને માટે સૂત્ર, ગ્રંથ, સિદ્ધાંત, પ્રવચન, આજ્ઞા, વચન, ઉપદેશ, પ્રજ્ઞાપના આદિ શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. | ‘શ્રી તત્ત્વાર્થ ભાષ્ય'માં ઉમાસ્વાતિજી મહારાજે શ્રત, આપ્તવચન, આમ્નાય, ઉપદેશ, ઐતિહ્ય, પ્રવચન અને જિનવચન આદિને આગમ કહ્યું છે. આ રીતે આગમ શબ્દના વિભિન્ન પર્યાયવાચી શબ્દો પ્રચલિત રહ્યા છે. આગમનો શાબ્દિક અર્થ આગમ શબ્દ ‘આ’ ઉપસર્ગપૂર્વક ‘ગમ્ ધાતુથી બનેલો છે. આ = પૂર્ણ અને ગમ્ = ગતિ અથવા પ્રાપ્તિ. એટલે કે પૂર્ણ ગતિ કે પૂર્ણ પ્રાપ્તિ એવો અર્થ થાય. પૂર્ણતાની પ્રાપ્તિનો માર્ગ જેમાં Page #20 -------------------------------------------------------------------------- ________________ પ્રદર્શિત છે તે આગમ. ‘ગમ્’નો બીજો અર્થ જાણવું, અને આ = ચારેબાજુથી. અર્થાત્ જેના દ્વારા ચારેબાજુથી જાણવા મળે તે આગમ. આગમ (શાસ્ત્ર કે સૂત્ર) ની વિભિન્ન વ્યાખ્યાઓ (૧) યથાર્થ સત્યનું પરિજ્ઞાન કરાવી શકે, આત્માનો પૂર્ણતયા બોધ કરાવી શકે, જેના દ્વારા આત્મા પર અનુશાસન કરી શકાય તે આગમ છે. તે આગમને જ શાસ્ત્ર અથવા સૂત્ર કહેવામાં આવે છે. (જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ કૃત વિશેષાવશ્યક ભાષ્ય – ગાથા/૧૩૮૪) (૨) ગણધર, પ્રત્યેક બુદ્ધ, શ્રુતકેવળી અને અભિન્ન દસપૂર્વી દ્વારા કથિત શ્રુત સૂત્ર કહેવાય છે. (મૂલાચાર - ૫/૮૦) (૩) જે ગ્રંથ પ્રમાણમાં અલ્પ, અર્થમાં મહાન, બત્રીસ દોષરહિત, લક્ષણ તથા આઠ ગુણોથી સંપન્ન, સારભૂત અનુયોગથી સહિત, વ્યાકરણ વિહિત, નિપાતરહિત, અનિંદ્ય, સર્વજ્ઞ કથિત હોય તે સૂત્ર કહેવાય. (આવશ્યક નિયુક્તિ - ૮૮૦/૮૮૬) (૪) જેનાથી પદાર્થોનું પરિપૂર્ણતાયુક્ત જ્ઞાન પ્રાપ્ત થાય તે આગમ છે. (૫) આગમ અર્થાત્ ‘આ સમન્તાત્ ગમ્યતે કૃતિ ગામ: ।' જેના દ્વારા સત્ય જણાય તે આગમ. (૬) ‘સર્વજ્ઞપ્રણીતોપદેશે' અર્થાત્ આપ્તનું કથન આગમ છે. (૭) જે ધર્મ ગ્રંથો, ધર્મ સાહિત્ય આત્મશુદ્ધિનો માર્ગ પ્રકાશિત કરે છે. તેના માધ્યમથી જ જીવ પોતાના સ્વરૂપને અર્થાત્ આત્માના આગમ સ્વરૂપને પ્રગટ કરી શકે છે તે આગમ છે. (૮) ‘અત્યં મસરૂં રહા સુત્ત ગયંતિ મળહરા' અર્થાત્ પરમાત્મા અર્થરૂપે તત્ત્વોનું કથન કરે છે અને ગણધર ભગવંતો સૂત્ર રૂપે ગૂંથે છે. જેને આપણે આગમ કે સિદ્ધાંતના નામે ઓળખીએ છીએ. આગમનું વર્ગીકરણ આગમ સાહિત્ય ઘણું જ વ્યાપક અને વિરાટ સ્વરૂપ ધરાવે છે. સમયાનુસાર ભિન્ન ભિન્ન રીતે તેનું વર્ગીકરણ કરવામાં આવે છે. જેમ કે, (૧) પ્રથમ તેમ જ પ્રાચીન વર્ગીકરણમાં આગમ સાહિત્ય ‘પૂર્વ અને અંગ’ એવા બે વિભાગમાં વિભક્ત જોવા મળે છે. પૂર્વ સંખ્યામાં ચૌદ હતા અને અંગ બાર. (શ્રી સમવાયાંગ સૂત્ર ૧૪/૧૩૬) (૨) બીજા વર્ગીકરણમાં આગમ સાહિત્ય ‘અંગપ્રવિષ્ટ અને અંગ-બાહ્ય' તેવા બે વિભાગમાં વિભક્ત જોવા મળે છે. (નંદીસૂત્ર/૪૩) (૩) ત્રીજા વર્ગીકરણમાં સંપૂર્ણ આગમ સાહિત્ય જ અનુયોગમાં વિભક્ત જોવા મળે છે. અનુયોગના ‘મૂલપ્રથમાનુયોગ’ અને ‘ગંડિકાનુયોગ’ એવા બે ભેદ કર્યા છે. અન્ય પ્રકારે અનુયોગના ચાર પ્રકાર છે, ૧) ચરણકરણાનુ યોગ, ૨) ધર્મકથાનુયોગ, ૩) ગણિતાનુયોગ અને ૪) દ્રવ્યાનુયોગ. (૪) બધાથી ઉત્તરવર્તી એક વર્ગીકરણના અનુસાર આગમ સાહિત્ય ચાર વર્ગોમાં વિભક્ત થાય છે, ૧) અંગ, ૨) ઉપાંગ, ૩) મૂલ અને ૪) છેદ. (૫) આગમ સાહિત્યનું એક વર્ગીકરણ અધ્યયન કાળની દૃષ્ટિથી પણ કર્યું છે, ૧) કાલિક અને ૨) ઉત્કાલિક. Page #21 -------------------------------------------------------------------------- ________________ વર્તમાને આપણી સમક્ષ જે ઉપલબ્ધ છે તે અંતિમ તીર્થંકર પ્રભુ મહાવીરના પ્રરૂપિત આગમ ગ્રંથો છે. તીર્થકરોને પૂર્ણતા પ્રગટ થયા પછી તેમની સહુ પ્રથમ દેશનામાં અર્થરૂપે ‘ત્રિપદી'નો ઉપદેશ આપે છે. ત્યારે દીક્ષિત થનાર શિષ્યોમાંથી કેટલાક વિશિષ્ટ બુદ્ધિના ધારક સુયોગ્ય જીવોને દ્વાદશાંગીના બાર અંગ સૂત્રોનું જ્ઞાન થઈ જાય છે. તેને ગણધર પદે સ્થાપિત કરાય છે. તે ગણધરો બાર અંગ સૂત્રોની રચના કરે છે. તે દ્વાદશાંગી ગણિપટિક કહેવાય છે. તેના નામ આ પ્રમાણે છે : ૧) શ્રી આચારાંગ સૂત્ર, ૨) શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર, ૩) શ્રી સ્થાનાંગ સૂત્ર, ૪) શ્રી સમવાયાંગ સૂત્ર,૫) શ્રી વ્યાખ્યાપ્રજ્ઞમિ સૂત્ર, ૬) શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર, ૭) શ્રી ઉપાસકદશાંગ સૂત્ર, ૮) શ્રી અંતગડ સૂત્ર, ૯) શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર, ૧૦) શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર, ૧૧) શ્રી વિપાક સૂત્ર અને ૧૨) શ્રી દષ્ટિવાદ સૂત્ર. આ બાર અંગ સૂત્ર મૂળભૂત છે. તેના આધારે પશ્ચાદ્વર્તી બહુશ્રુતજ્ઞ આચાર્યો ધર્મગ્રંથોની રચના કરે છે. તેમાં અગિયાર અંગ, બાર ઉપાંગ સૂત્ર, ચાર છેદ સૂત્ર, ચાર મૂળ સૂત્ર અને આવશ્યક સૂત્ર છે. જે બત્રીસ આગમ ગ્રંથોને શ્વેતાંબર સ્થાનકવાસી સંપ્રદાય સ્વીકારે છે. અગિયાર અંગ, બાર ઉપાંગ સૂત્ર, છ છેદ, ચાર મૂળ સૂત્રો, દશ પ્રક્રીર્ણકો, બે ચૂલિકા સૂત્રો એ પિસ્તાલીસ આગમ ગ્રંથોને શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાય માને છે. દિગંબર સંપ્રદાય પણ દ્વાદશાંગીને તો સ્વીકારે જ છે. સાથે સાથે પખંડાગમ, કસાયપાહુડ, નિયમસાર, ગોમ્મદસાર, અષ્ટપાહુડ, રત્નકરંડશ્રાવકાચાર, તત્ત્વાર્થસૂત્ર, જયધવલા વગેરે ગ્રંથોને માન્ય ગણે છે. આમ આગમ સંખ્યા વિષયક ભિન્ન ભિન્ન માન્યતાઓ પ્રચલિત છે. વ્યાખ્યા સાહિત્ય મૂળગ્રંથોના રહસ્યોને ઉદ્ઘાટિત કરવા પ્રાચીન સમયથી જ વ્યાખ્યાત્મક સાહિત્ય રચવામાં આવ્યું છે. વ્યાખ્યાત્મક સાહિત્ય લેખક મૂળ ગ્રંથના અભીષ્ટ અર્થનું વિશ્લેષણ તો કરે, સાથે તે સંબંધમાં પોતાનું સ્વતંત્ર ચિંતન પણ પ્રસ્તુત કરે છે. પ્રાચીન જૈન વ્યાખ્યાત્મક સાહિત્યમાં આગમિક વ્યાખ્યાનું ગૌરવપૂર્ણ સ્થાન છે. તે વ્યાખ્યાત્મક સાહિત્ય પાંચ વિભાગમાં વિભક્ત કરી શકાય છે. ૧) નિયુક્તિ, ૨) ભાષ્ય, ૩) ચૂર્ણિ, ૪) ટીકા અને ૫) લોકભાષામાં રચિત વ્યાખ્યા. તે ઉપરાંત ટમ્બ, વૃત્તિ, વિવરણ, અવચૂરી દીપિકા, પંજિકા વગેરે વ્યાખ્યા સાહિત્ય લખાયું છે. પ્રાકૃત અને સંસ્કૃત ભાષામાં રચાયેલું આ વ્યાખ્યાત્મક સાહિત્ય અનેક રીતે સમૃદ્ધ છે. તેમ જ ઐતિહાસિક દૃષ્ટિએ પણ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. બૃહકલ્પ ભાષ્ય, આવશ્યક નિર્યુક્તિ, વ્યવહારભાષ્ય, આવશ્યક ચૂર્ણિ, આવશ્યક ટીકા, ઉત્તરાધ્યયન ટીકા આદિ ગ્રંથોમાં દાર્શનિક તત્ત્વોની ચર્ચા, આગમિક પદાર્થોનું તર્કસંગત વિવેચન, સાધુ-સંપ્રદાયના આચાર-વિહાર આદિના નિયમો, ભારતની લોકસંસ્કૃતિનું, વ્યાપાર વિનિમય વ્યવસ્થાપનનું જ્ઞાન તેમ જ જૈન પરંપરાના ઈતિહાસની જ નહીં પરન્તુ ભારતીય ઈતિહાસની ઘણી ઘણી વિખરાયેલી કડીઓની માહિતી ઉપલબ્ધ થાય છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ આ વ્યાખ્યા સાહિત્યમાં આચાર્ય દ્વિતીય ભદ્રબાહુ, જિનભદ્રગણિ, આચાર્ય જિનદાસ મહત્તર, આચાર્ય હરિભદ્રજી, આચાર્ય શીલાંકસૂરિ વગેરે વ્યાખ્યાકારોનો ફાળો અગત્યનો છે. આગમેતર સાહિત્ય જૈનધર્મનું મૂળ સાહિત્ય તો અર્ધમાગધી, પ્રાકૃતમાં મળે છે. પરંતુ વીર સંવત ૧ થી ૩૦૦ સુધીમાં પ્રાકૃત સાહિત્ય ઉપરાંત સંસ્કૃત સાહિત્યની શરૂઆત જૈનોના હાથે થયેલી જણાય છે. સિદ્ધસેન દિવાકરે ‘ન્યાયાવતાર' નામના તર્ક પ્રકરણની સંસ્કૃતમાં રચના કરી છે. આચાર્ય હરિભદ્રસૂરિએ (વિ.સં. ૭૫૭/૮૨૭) સંબોધ પ્રકરણ અને ષટ્કર્શન સમુચ્ચય સંસ્કૃતમાં લખ્યાં છે. સંસ્કૃત સાહિત્યનો ખરો ઉત્કર્ષ તો જૈનોના હાથે સોલંકી વંશના (વિ.સં. ૧૦૦૧ થી ૧૨૩૦) સમયમાં થયેલો જણાય છે. ધનપાલે ભોજરાજાને જૈન તત્ત્વજ્ઞાન જાણવાની ઈચ્છા થતાં ‘તિલક મંજરી’ જેવી અદ્વિતીય અને અદ્ભુત લલિત સાહિત્યની રચના કરી. પરન્તુ આ બધામાં અગ્રસ્થાન ભોગવતા આચાર્ય હેમચંદ્રાચાર્યનો ફાળો વિશેષ છે. તેમની કૃતિઓ ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ અને ‘હ્રયાશ્રય’ સંસ્કૃતમાં છે. આ સમયમાં પણ પ્રાકૃતમાં ગ્રંથો લખાતા હતા. હેમચંદ્રાચાર્યનું ‘કુમારપાલ ચરિત્ર' પ્રાકૃતમાં રચાયેલું છે. જૈનસાહિત્ય અપભ્રંશ ભાષામાં પણ લખાયું છે. ‘અપભ્રંશ’ પ્રાકૃત અને પ્રાચીન ગુજરાતી આદિ ભાષાઓની વચ્ચે કડીરૂપે છે. અપભ્રંશ સાહિત્યનો વિકાસ પાંચમી સદીથી અગિયારમી સદી સુધી જણાય છે. ‘હરિવંશપુરાણ’ અને ‘પઉમચરિય' સ્વયંભૂદેવે રચ્યાં છે. અને તેના પુત્ર ત્રિભુવન સ્વયંભૂએ પૂરાં કર્યાં. મહાકવિ ધવલે ૧૮૦૦૦ શ્લોકમાં ‘હરિવંશપુરાણ’ રચ્યું. ‘ભવિસયત કહા' ધનપાલે દસમી સદીમાં રચી. જયદેવ ગણિ કૃત ‘ભાવના સંધિ’ પણ આ જ સમયમાં રચાઈ. દક્ષિણ હિંદમાં જ્યાં દિગંબરોનું પ્રભુત્વ હતું ત્યાં પણ તામિલ, કન્નડ ભાષામાં શરૂઆતનું સાહિત્ય જૈનોને હાથે જ લખાયેલું છે. પંપ, પોન્ના, અને રાણા નામના વિદ્વાનો દસમી સદીમાં થઈ ગયા. પંપે આદિપુરાણ નામનો ગ્રંથ લખ્યો હતો. તેમ જ વિક્રમાર્જુનવિજય ગ્રંથમાં મહાભારતની કથા વર્ણવી છે. તેવી જ રીતે પોન્ના અને રાણાએ તીર્થંકર શાંતિનાથ અને તીર્થંકર અજીતનાથની કથા વર્ણવતા ગ્રંથો લખ્યા હતા. નયસેન નામના જૈન વિદ્વાને જૂની કન્નડ ભાષામાં ધર્મામૃત નામનો ગ્રંથ લખ્યો હતો, જે ચંપૂ શૈલીમાં લખાયેલો એક વાર્તાસંગ્રહ હતો. આજ સમયમાં નાગચંદ્રે કન્નડ ભાષામાં પંપરામાયણ નામનો ગ્રંથ લખ્યો હતો. સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષામાં જૈન કવિઓએ આદિનાથ ચરિયું, નેમિનાહ ચરિય વગેરે મહાકાવ્યો તીર્થંકરોના ચારિત્ર નિમિત્તે લખ્યાં છે. તેમ જ ઐતિહાસિક અને પૌરાણિક મહાકાવ્યો પણ આલેખાયા છે. જૈન કવિઓએ ‘જૈન મેઘદૂત' જેવાં સંદેશ કાવ્યની પણ રચના કરી છે. તેમ જ સંસ્કૃત ભાષામાં અનેક ઉત્કૃષ્ટ સ્તોત્રો પણ જોવા મળે છે. જેમ કે ભદ્રબાહુ કૃત ‘ઉવસગ્ગહર સ્તોત્ર’. તેમ જ કુન્દકુન્દ્રાચાર્ય કૃત ‘તિત્શયરસુધ્ધિ’ તથા ‘સિધ્ધભક્તિ’. તો વળી ગદ્ય-પદ્ય મિશ્રિત શૈલીમાં ચમ્પૂ કાવ્ય છે. જૈન કવિઓએ ‘દશ્ય કાવ્ય' અર્થાત્ નાટકોની રચના પણ કરી છે. ‘નલવિલાસ’, ‘રઘુવિલાસ’ જે મુખ્ય છે. આમ કાવ્ય સાહિત્યની વિવિધ શાખાઓમાં વિપુલ રચનાઓ ઈ.સ. ચોથી સદીથી ૧૪મી સદી સુધી થઈ છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ આમ આગમ સાહિત્યના આધારે પછીના સમયમાં સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષામાં વિવેચનરૂપે અનેક ગ્રંથો લખાયા છે. તેની સાથે સાથે સર્જનાત્મક અને સૈદ્ધાંતિક સાહિત્ય પણ લખાયું છે. હરિભદ્રસૂરિ, સિદ્ધસેન દિવાકર, હેમચંદ્રાચાર્યજી વગેરે વિદ્વાન આચાર્યોએ સંસ્કૃતમાં તેમ જ પ્રાકૃતમાં અલભ્ય રચનાઓ કરી છે. તેમ જ કેટલાક તત્ત્વચિંતકોએ વિવિધ વિષયોમાં વિપુલ સાહિત્યનું સર્જન કરી મહત્ત્વનું યોગદાન આપીને જૈનસાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. આગમ સંરક્ષણ જ્યારે લખવાની પરંપરા ન હતી, લખવાનાં સાધનોનો વિકાસ પણ ઓછો હતો, ત્યારે આગમોને સ્મૃતિના આધાર પર અથવા ગુરુ પરંપરાથી કંઠસ્થ કરીને સુરક્ષિત રાખવામાં આવતાં હતાં. એટલા માટે જ આગમ જ્ઞાનને શ્રુતજ્ઞાન કહેવામાં આવ્યું છે. ભગવાન મહાવીરના નિર્વાણના લગભગ એક હજાર વર્ષ સુધી આગમોનું જ્ઞાન સ્મૃતિ શ્રુતિ પરંપરા પર જ આધારિત રહ્યું. ત્યાર પછી સ્મૃતિ દૌર્બલ્યથી ભુલાઈ જવાના કારણે અને ગુરુ પરંપરાનો વિચ્છેદ આદિ અનેક કારણોથી ધીરે ધીરે આગમ જ્ઞાન લુપ્ત થવા લાગ્યું. મહાસરોવરનું પાણી સુકાતાં સુકાતાં ગોષ્પદ (ખાબોચિયું) માત્ર રહી ગયું. મુમુક્ષુ શ્રમણોને માટે જ્યાં આ ચિંતાનો વિષય હતો, ત્યાં ચિંતનની તત્પરતા તેમ જ જાગરૂકતાને પડકાર પણ હતો. શ્રુતજ્ઞાન નિધિના સંરક્ષણ હેતુથી મહાન મૃતપારગામી દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણે” ત્યારે વિદ્વાન શ્રમણોનું એક સમેલન બોલાવ્યું અને સ્મૃતિ દોષથી ભુલાઈ રહેલાં આગમ જ્ઞાનને સુરક્ષિત રાખવાનું આહ્વાન કર્યું. સર્વ સમ્મતિથી આગમોને લિપિબદ્ધ કરાયાં. જિનવાણીને પુસ્તકારૂઢ કરવાનું આ ઐતિહાસિક કાર્ય વસ્તુતઃ આજની સમગ્ર જ્ઞાનપિપાસુ પ્રજાને માટે એક અવર્ણનીય ઉપકાર સિદ્ધ થયો. સંસ્કૃતિ, દર્શન, ધર્મ તથા આત્મવિજ્ઞાનની પ્રાચીનતમ ધારાને પ્રવાહમાન રાખવાનો આ ઉપક્રમ વીર નિર્વાણના ૯૮૦થી ૯૩ વર્ષ સુધીમાં પ્રાચીન નગરી વલભી (સૌરાષ્ટ્ર)માં આચાર્ય “દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણ’ના નેતૃત્વમાં સંપન્ન થયો. જો કે આગમોની વાચના તેના પહેલાં પણ થઈ હતી. પરંતુ લિપિબદ્ધ કરવાનો તેમનો આ પ્રથમ પ્રયાસ હતો. આજે પ્રાપ્ત જૈન સૂત્રોની મૌખિક પરંપરાનું અંતિમ સંસ્કરણ આ વાચનમાં સંપન્ન થયું હતું. પુસ્તકારૂઢ થયા પછી આગમોનું સ્વરૂપ મૂળ રૂપમાં તો સુરક્ષિત થઈ ગયું છે પરંતુ કાલદોષ, ઍમણ-સંઘોના આંતરિક મતભેદો, પ્રમાદ તેમ જ ભારત ભૂમિ પર બહારના વિદેશીઓનાં આક્રમણોનાં કારણે વિપુલ જ્ઞાનભંડારોનો નાશ વગેરે અનેકાનેક કારણોથી આગમ જ્ઞાનની વિપુલ સંપત્તિ, અર્થબોધની સમ્યક ગુરુ પરંપરા ધીરે ધીરે ક્ષીણ અને વિલુપ્ત થવાથી જળવાઈ નહીં. આગમોનાં અનેક મહત્ત્વપૂર્ણ પદ, સંદર્ભ તથા તેના ગૂઢાર્થનું જ્ઞાન છિન્ન-વિછિન્ન થતું ચાલ્યું ગયું, પરિપક્વ ભાષાજ્ઞાનના અભાવમાં જે આગમ હાથથી લખાતાં હતાં, તે પણ શુદ્ધ પાઠવાળાં ન હતાં. તેના સમ્યક અર્થનું જ્ઞાન દેવાવાળા ભાગ્યે મળતા. આ રીતે અનેક કારણોથી આગમની પાવન ધારા મંદ પડી ગઈ. Page #24 -------------------------------------------------------------------------- ________________ છતાં પણ દેવગિણિ ક્ષમાશ્રમણે' શરૂ કરેલી ગ્રંથીીકરણની પરંપરાને પુષ્ટ કરવા માટે અનેક શ્રમણ શ્રેષ્ઠોએ તેમ જ શ્રાવક શ્રેષ્ઠોએ ઘણું મોટું યોગદાન આપ્યું છે. શ્રી હરિભદ્ર સૂરિશ્વરજી', ‘શ્રી હેમચંદ્રાચાર્યજી', “શ્રી યશોવિજયજી' જેવા ગીતાર્થ મૂર્ધન્ય મહાપુરુષોએ શ્રુતનું સર્જન કર્યું, તો કુમારપાળ મહારાજા, વસ્તુપાળ, તેજપાળ, પેથડશાહ વગેરે મંત્રીશ્વરોએ કરોડો સોનામહોરોનો સદ્વ્યય કરી હજારો જ્ઞાનભંડારોનું નિર્માણ કર્યું હતું. વિ.સં. ૧૪૦૦થી ૧૫૧૫ના ગાળામાં હજારો હસ્તલિખિત હસ્તપ્રતો (ગ્રંથો) લખાઈ અને વિવિધ જ્ઞાનભંડારોમાં મુકાઈ. આમ ધીરે ધીરે લેખન કાર્યનો વિકાસ થયો અને તે વિકાસ મધ્યકાલીન યુગમાં પુરબહારમાં ખીલ્યો હતો. આ હસ્તલિખિત ગ્રંથો (હસ્તપ્રતો) પ્રથમ તાડપત્ર પર લખાતાં હતા. કાળક્રમે ચીનમાં કાગળની શોધ થતાં બારમી સદી પછી કાગળ પર પ્રતો લખાવા માંડી. | વિક્રમ સંવતની સોળમી શતાબ્દીમાં વીર લોકાશાહે પણ આ દિશામાં ક્રાન્તિકારી પ્રયત્ન કર્યો. આગમોના શુદ્ધ અને યથાર્થ અર્થજ્ઞાનને નિરૂપિત કરવા એક સાહસિક ઉપક્રમ ફરીથી ચાલુ થયો. પરંતુ થોડા સમય પછી તેમાં પણ સાંપ્રદાયિક વિદ્વેષથી વ્યવધાન ઉપસ્થિત થવા લાગ્યા. સૈદ્ધાંતિક વિગ્રહ તથા લિપિકારોનું અત્યંત ઓછા જ્ઞાનને કારણે આગમોની અનુપલબ્ધિના કારણે સમ્યક અર્થબોધ પામવામાં ઘણું મોટું વિઘ્ન આવ્યું. ઓગણીસમી શતાબ્દીના પ્રથમ ચરણમાં મુદ્રણની શોધ થતાં આગમ ગ્રંથોનું મુદ્રણ થવા લાગ્યું. તેમાં પણ આગમ-દિવાકર શ્રી આનંદસાગરસૂરિ મહારાજશ્રીનું આગમ ગ્રંથોનું મુદ્રણ, સંશોધન, સંપાદનકાર્ય અદ્વિતીય ગણાય છે. ત્યાર પછી આગમોનું પૂર્ણતઃ હિંદી અનુવાદનું પ્રકાશન સર્વપ્રથમ આગમ વિદ્વાન સમાદરણીય મુનિશ્રી અમોલખ ઋષિએ કરાવ્યું. પૂજ્ય ઘાસીલાલજી મહારાજે સ્વરચિત સંસ્કૃત ટીકાસાથે હિંદી ગુજરાતી ભાષામાં ૩ર આગામોનું પ્રકાશન કરાવ્યું. પૂજ્ય આત્મારામજી મહારાજએ આગમોનું હિંદી અનુવાદનું કાર્ય કર્યું. શ્રમણસંઘના યુવાચાર્ય પૂ. શ્રી મધુકરમુનિએ હિંદી વિવેચન સહ આગમ બત્રીસીનું પ્રકાશન કર્યું. આગમ મનીષી શ્રી ત્રિલોક મુનિએ બત્રીસ શાસ્ત્રોનો હિંદીમાં સારાંશ પ્રકાશિત કરાવ્યો છે કે જે સામાન્ય અને પ્રૌઢ બન્ને સ્વાધ્યાયીઓને ઉપયોગી છે. આમ મુદ્રણની શોધનાં ફળસ્વરૂપે આગમોની પઠન-પાઠનની પ્રવૃત્તિ વધી. સરળ ભાષામાં વિવિધ ગ્રંથો છપાવા લાગ્યા. તેમ જ આજે એકવીસમી સદીમાં કંપ્યુટરની શોધ થતાં સીડીમાં પણ આગમ સાહિત્યની સાચવણી કરવામાં આવી રહી છે. વર્તમાનમાં જૈનસાહિત્ય અર્ધમાગધી, પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશ ગુજરાતી, હિન્દી, તામિલ, કન્નડ, મરાઠી તેમ જ અંગ્રેજી અને અન્ય પ્રાંતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે. આજે આપણી પાસે જે પવિત્ર અને મહાન ગ્રંથોનો વારસો સચવાઈને આવ્યો છે તે હસ્તલેખનની પરંપરાને જ આભારી છે. હસ્તલેખન શૈલી પ્રાચીન ભારતમાં લખવાની પરંપરા આદિકાળથી હતી, તેના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. લિપિનું જ્ઞાન ભગવાન ઋષભદેવથી ચાલુ હતું. “શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં પુસ્તક લેખનને ‘આર્યશિલ્પ’ કહ્યું છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ અર્ધમાગધી અને બ્રાહ્મી લિપિનો પ્રયોગ કરનાર લેખકને ‘ભાષાર્ય’ કહ્યા છે. ‘શ્રી ઠાણાંગસૂત્ર’માં ગંડી, કચ્છપી, મુષ્ટિ, સંપુટ લક, છેદપાટી આ પાંચ પ્રકારના પુસ્તકોનો ઉલ્લેખ છે. પ્રાચીન લેખન શૈલીના બે પ્રકાર છે : એક શિલાલેખન અને બીજો હસ્તપ્રત લેખન. પ્રાચીન ભારતીય સાહિત્યને આજે આપણે જે રૂપમાં પ્રાપ્ત કરીએ છીએ, તેનો આધાર હસ્તપ્રત છે. હસ્તપ્રત શાસ્ત્રોની હાથેથી લખેલ નકલ હોવાને કારણે તેને હસ્તપ્રત કહેવામાં આવે છે, કે જેને પાણ્ડ લિપિ પણ કહેવાય છે. કાળાંતરે મૂળ નકલ નષ્ટ થતી જતી હતી, તો સામા પક્ષે તેની ઘણી નકલો તૈયાર થતી રહેતી હતી. આમ પ્રતિલિપિ પરથી ‘પ્રત’ શબ્દ આવ્યો એમ જણાય છે. હસ્તપ્રતનું મહત્ત્વ પ્રાચીન ધર્મ, દર્શન, સાહિત્ય અને સંસ્કૃતિની જાણકારી માટે હસ્તપ્રતોનું વિશેષ મહત્ત્વ છે. કારણ કે માત્ર પુરાતત્ત્વીય સમર્થનથી ઈતિહાસનું નિર્માણ સર્વાંગપૂર્ણ થતું નથી, ઇતિહાસની સત્યતા માટે સાહિત્યની આવશ્યક્તા અનિવાર્ય છે. પ્રાચીન સમયમાં જ્ઞાનભંડારોમાં માત્ર હસ્તલિખિત સાહિત્ય જ ઉપલબ્ધ હતું. ભારત દેશમાં હસ્તપ્રત લખવાનાં ઘણાં સ્થાનો હતાં. આવાં લેખન સ્થળોના આધાર પરથી વિભિન્ન કુળોની પ્રતો અને તેના કુળ વિષેની વિશિષ્ટ માહિતી પ્રાપ્ત થાય છે. જે અભ્યાસુઓને કૃતિઓની સંશોધિત આવૃત્તિના પ્રકાશન કાર્યમાં વિભિન્ન કુળોની પ્રતો ખૂબ જ ઉપયોગી થાય છે. હસ્તપ્રતના પ્રકારો હસ્તપ્રતના મુખ્ય બે પ્રકાર ગણાય. ૧) આંતરિક પ્રકાર અને ૨) બાહ્ય પ્રકાર. (૧) આંતરિક પ્રકાર હસ્તલિખિત પ્રતોનો આ રૂપવિધાન પ્રકાર છે. જેમાં પ્રતની અંદર રહેલી લેખન પદ્ધતિની માહિતી મળે છે. આ લેખનપદ્ધતિને એક પાઠી, દ્વિપાઠી (સામાન્ય પણે બન્ને બાજુ મૂળ અને ટીકાના પાઠ લખવામાં આવ્યા હોય છે.) ત્રિપાઠી (વચ્ચે મૂળ અને ઉપર નીચે ટીકા.) પંચ પાઠી (વચ્ચે મૂળ અને ઉપર ડાબે, જમણે અને નીચે ટીકા.) શુડ (શૂઢ) ઊભી લખાયેલ, ચિત્ર પુસ્તક, સ્વર્ણાક્ષરી, સૂક્ષ્માક્ષરી અને સ્થૂલાક્ષરી વગેરેથી ઓળખવામાં આવે છે. ગ્રંથોમાં રહેલા આવા તફાવતો હસ્તપ્રતો કાગળ પર લખવાની પ્રક્રિયા શરૂ થયા બાદ વિશેષ પ્રકારે વિકસ્યા હોય તેમ લાગે છે. આવી પ્રતોનું બાહ્ય સ્વરૂપ સાદું દેખાવા છતાં અંદરનાં પૃષ્ઠો જોવાથી જ તેની વિશેષતાની જાણીકારી મળે છે. (૨) બાહ્ય પ્રકાર વિક્રમના ચૌદમા સૈકા સુધીની હસ્તલિખિત પ્રતો ઘણું કરીને લાંબી-પાતળી પટ્ટી જેવી તાડપત્ર પર લખાયેલી મળે છે. તેના મધ્યભાગમાં એક છિદ્ર તથા કેટલીક વાર યોગ્ય અંતરે બે છિદ્રો પણ જોવા મળે છે. આ છિદ્રોમાંથી એકમાં દોરી પરોવવામાં આવતી જેથી વાંચતી વખતે પાનાં અસ્તવ્યસ્ત ન થાય. તથા બીજા છિદ્રમાં બંધન અવસ્થામાં વાંસની સળી રાખવામાં આવતી, જેથી Page #26 -------------------------------------------------------------------------- ________________ જાડા પાનાવાળી પ્રત હોય તો તેનાં પાનાં આઘાપાછા ન થાય. આ જ દોરી વડે પ્રતને બન્ને બાજુ પાટલીઓ મૂકીને કલાત્મક રીતે બાંધવામાં આવતી. તાડપત્રો પરનું લખાણ સહીથી તથા કોતરીને એમ બે પ્રકારે લખવામાં આવતું. કોતરીને લખવાની પ્રણાલી ખાસ કરીને ઓરિસ્સા, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ, કેરળ તથા કર્ણાટકના પ્રદેશમાં રહેવા પામી અને સહીથી લખવાની પ્રક્રિયા શેષ ભારતમાં રહેવા પામી. કાગળના ઉપયોગની શરૂઆત બાદ આ જ તાડપત્રીને આદર્શ માનીને કાગળની પ્રતો પણ શરૂઆતમાં મોટા-મોટા અને લાંબા પત્રો પર લખવામાં આવતી, પણ પાછળથી આ કદ સુવિધા અનુસારે સંકોચાઈ ગયું. જૈન ભાષ્યકારો, ચૂર્ણિકારો અને ટીકાકારોના મતે આવા તાડપત્રોની લંબાઈ અને પહોળાઈના આધારે હસ્તપ્રતના પાંચ પ્રકારો કહેવાય છે. ૧) ગંડી : પ્રતની લંબાઈ અને પહોળાઈ એક સમાન હોય તેને ગંડી પ્રકાર કહેવાય છે. ૨) કચ્છપી : પ્રતની બન્ને કિનારી સંકુચિત તથા વચ્ચે ફેલાયેલ કાચબા જેવા આકારની પ્રતને કચ્છપી પ્રત કહેવામાં આવે છે. ૩) મુષ્ટિ : જે પ્રતો મુઠ્ઠીમાં સમાઈ જાય એટલી નાની હોય તેવી પ્રતોને મુષ્ટિ પ્રકારની પ્રતો કહેવામાં આવે છે. ૪) સંપુટ લૂક : લાકડાની પટ્ટીઓ પર લખાયેલ પ્રતોને સંપુટ ફલક પ્રકાર કહેવામાં આવે છે. ૫) છેદપાટી (છિવાડી) : ‘છેદપાટી’ એ પ્રાકૃત શબ્દ “છિવાડી'નું સંસ્કૃત રૂપ છે. આ પ્રકારની પ્રતોમાં પાનાંની સંખ્યા ઓછી હોવાને કારણે પ્રતની જાડાઈ ઓછી હોય છે પરંતુ લંબાઈ અને પહોળાઈ યોગ્ય પ્રમાણમાં હોય છે. ઉપરોક્ત પાંચ પ્રકારો સિવાય વર્તમાનમાં અન્ય પ્રકારો પણ મળે છે. ૧) ગોલ : ‘ફરમાન'ની જેમ ગોળ કુંડળી પ્રકારથી કાગળ અને કાપડ પર લખાયેલ ગ્રંથો પણ મળે છે. ૨૦ મીટર જેટલી લંબાઈ હોવા છતાં તેની પહોળાઈ સામાન્ય-સરેરાશ જ હોય છે. શ્રીમદ્ ભાગવત્, જન્મપત્રિકા વગેરે કુંડળી આકારમાં મળે છે. ૨) ગડી : અનેક પ્રકારે ગડી કરાયેલા લાંબા-પહોળાં વસ્ત્ર કે કાગળનો પટ્ટો પણ મળે છે. સામાન્ય રીતે આમાં યંત્ર, કોષ્ટક, આરાધના પટ્ટ, અઢીદ્વીપ વગેરે આલેખાયેલાં મળે છે. ૩) ગુટકા : સામાન્ય રીતે હસ્તપ્રતોનાં પાનાં ખુલ્લાં જ હોય છે પરંતુ કેટલીક વાર પાનાંની મધ્યમાં સિલાઈ કરીને અથવા બાંધીને પુસ્તકાકારે બે ભાગોમાં વિભાજિત કરી દેવામાં આવે છે. આવા પાનાવાળી પ્રતોને ગુટકા તરીકે ઓળખવામાં આવે છે. જાડા પૂઠાંના આવરણમાં બાંધેલા આવા ગુટકા નાનાથી માંડીને બૃહત્કાય સુધીનાં હોય છે. મોટા ભાગે આવા ગુટકાને લપેટીને બાંધવા માટે સાથે દોરી પણ લાગેલ હોય છે. આ સિવાય તામ્રપત્ર અને શિલા પટ્ટ વગેરે ઉપર લખાયેલ ગ્રંથો પણ મળે છે. હસ્તપ્રતનું આલેખન હસ્તપ્રતનાં આલેખનમાં પાઠ, પત્રાંક, સચિત્ર પ્રત, લેખન સામગ્રી અને ગ્રંથનું સંરક્ષણ, લેખન કાર્ય વગેરેનું મહત્વ રહેતું. તે ક્રમમાં નીચે આપેલ છે : Page #27 -------------------------------------------------------------------------- ________________ (૧) પાઠ હસ્તપ્રતનું લખાણ સામાન્ય પણે માંગલિક શબ્દોમાં અને સંકેતોથી શરૂ થઈ માંગલિક શબ્દો અને સંકેતોથી પૂર્ણ કરવામાં આવે છે. કાળાંતરે લેખન શૈલીમાં પરિવર્તન થતું જોવા મળે છે. વિક્રમની ૧૪મી-૧૫મી સદીમાં પ્રતની મધ્યમાં ચતુષ્કોણિય ફુલ્લિકા-ખાલી સ્થાન જોવા મળે છે. જે મૂળ તો તાડપત્રોમાં દોરી પરોવવા માટે ખાલી જગા છોડવાની પ્રણાલીના અનુકરણરૂપે ગણાય. પછીથી આ આકૃતિ કાળક્રમે વાવનાં પગથિયાં જેવા આકાર ધારણ કરીને ધીરે ધીરે લુપ્ત થતી ગઈ છે. શૈલીની જેમ લિપિ પણ પરિવર્તનશીલ રહે છે. પડીમાત્રા, પૃષ્ટમાત્રાનું શિરોમાત્રામાં પરિવર્તન એ ખાસ તફાવત રહ્યો હોય તેમ જાણવા મળે છે. અભ્યાસના આધારે પ્રતના આકાર-પ્રકાર, લેખનશૈલી તથા અક્ષર પરિવર્તનના આધારે કોઈ પણ પ્રત કઈ સદીમાં લખાયેલ છે તે જાણી શકાય છે. (૨) પત્રાંક તાડપત્ર અને તેના પછી કાગળની શરૂઆતના યુગમાં પત્ર ક્રમાંક બે પ્રકારે લખાયેલા જોવા મળે છે. ડાબી અને જમણી બન્ને બાજુ તેમ જ શતક, દશમ અને એકમ એમ સામાન્ય અંકોમાં પૃષ્ઠાંક લખાયેલ જોવા મળે છે. (૩) પ્રત શુદ્ધિકરણ પ્રત લખતી વખતે ભૂલ ન રહી જાય તે માટે જરૂરી સતર્કતા રાખવામાં આવતી હતી. પ્રત લખાયા બાદ તે પ્રતને પૂર્ણરૂપે વાંચીને અશુદ્ધ પાઠને ભૂંસીને સુંદર રીતે છેકીને કે છૂટી ગયેલ પાઠોને ‘હંસ પાદ’ વગેરે જરૂરી નિશાની સાથે પંક્તિની વચ્ચે અથવા બાજુના હાંસિયા વગેરે જગામાં ઓલી પંક્તિ ક્રમાંક સાથે લખી દેતા હતા. પાઠ ભૂંસવા માટે પીંછી, તુલિકા, હરતાલ, સફેદો, ગેરૂ વગેરેનો ઉપયોગ થતો હતો. (૪) વાંચન ઉપયોગી સંકેતો હસ્તપ્રતોના લખાણમાં શબ્દોની વચ્ચે-વચ્ચે અત્યારની જેમ ખાલી જગ્યા મુકાતી ન હતી, પણ સળંગ લખાણ લખવામાં આવતું હતું. વાચકોની સરળતા માટે પદો ઉપર નાની-નાની ઊભી રેખા કરીને પદચ્છેદ દર્શાવતા હતા. પ્રત વાંચનની સરળતા માટે ઝીણા અક્ષરો વડે શબ્દો પર નિશાની કરવામાં આવતી હતી. અક્ષર સામાન્ય પણે વાંચવામાં સુગમતા રહે એ રીતે મધ્યમ કદના અક્ષરોમાં પ્રતો લખાતી હતી, પણ પ્રતના અવસૂરિ, ટીકા વગેરે ભાગો તથા ક્યારેક આખેઆખી પ્રતો પણ ઝીણા સૂક્ષ્મ અક્ષરોથી લખાયેલ મળે છે, કે જેનું વાંચન પણ આજે સુગમ નથી. બારસા સૂત્ર જેવી પ્રતો મોટા-સ્થૂલાક્ષરોમાં પણ લખાયેલી જોવા મળે છે. ચિત્રમય લેખન કેટલીક પ્રતોમાં લખાણની વચ્ચે અનેક પ્રકારના ચોરસ, ત્રિકોણ, ષટ્કોણ, છત્ર, સ્વસ્તિક, અગ્નિશિખા, વજ્ર, ડમરું, ૐ, હ્રીં વગેરે આકૃતિ ચિત્રો દોરવામાં આવતાં હતાં. આવા પ્રકારનાં ચિત્રો ૧૨ Page #28 -------------------------------------------------------------------------- ________________ લહિયાની લેખન પ્રવૃત્તિ અને વિવિધ હસ્તપ્રતોના નમૂના Page #29 -------------------------------------------------------------------------- ________________ ज्ञान... ज्ञानी जने ज्ञानोपानी पूना • सापडो ज्ञानावर शीय दर्भ क्षयनो पोथी . श्रेष्ठ उपाय छे. पूठानुं खोणीयुं • X • ताडपत्र લેખનના વિવિધ ઉપકરણો पीणीशाही ● सुशोभित ग्रन्थ पूंठा • ● साहु पूठु साडी अंजी सांगानेरीय जगण • • शाहीनी मोटल हिरामण • • डाष्ठनुं सोणीयुं डाष्ठभय • घामडो • तथ्या ज३ डेलम पाटी • बादशाही ताडपत्रीय दर्शन डीत्तो . शौठन्य: श्री श्रीकुमार साबधा गुंनछ 0 ग्रन्थपेटी • शाहीनी छावात • अभ्णनी हीवडी • • डमाट गुहर Page #30 -------------------------------------------------------------------------- ________________ રિક્ત લિપિચિત્ર' નામથી ઓળખાતાં. આવી જ રીતે લખાણની વચ્ચે ખાલી જગા ન છોડતાં ત્યાં ચીવટ અને ખૂબીપૂર્વક લાલ શાહીથી એવી રીતે લખતા કે જેનાથી લેખનમાં અનેક ચિત્રાકૃતિઓ, નામ વગેરે વાંચી શકાય. આવા પ્રકારનાં ચિત્રો લિપિચિત્ર' તરીકે ઓળખાતાં. આ ઉપરાંત ચિત્રમય લેખનનો એક પ્રકાર “અંકસ્થાન ચિત્ર' પણ છે. જેમાં પત્ર ક્રમાંકની સાથે વિવિધ પ્રાણી, વૃક્ષ, મંદિર વગેરેની આકૃતિઓ બનાવી તેની વચ્ચે પત્ર ક્રમાંક લખવામાં આવતો. કેટલીક પ્રતોમાં મધ્ય અને પાર્શ્વફુલ્લિકામાં સોના, ચાંદીના વરખ અને અભ્રકથી સુશોભિત જોવા મળે છે. અમુક પ્રતોના પ્રથમ અને અંતિમ પૃષ્ઠો ઉપર પણ ખૂબ જ સુંદર રંગીન રેખા ચિત્રો દોરાયેલાં જોવા મળે છે. જેને ‘ચિત્રપૃષ્ટિકા'ના નામથી ઓળખવામાં આવે છે. સચિત્ર પ્રત ચિત્રિત પ્રતોની પણ પોતાની અલગ જ વિસ્તૃત કથા છે. આલેખની ચારે બાજુની ખાલી જગામાં વિવિધ પ્રકારની સુંદર લતા-વેલ-મંજરી તથા અન્ય કલાત્મક ચિત્રો પણ દોરેલાં જેવાં મળે છે. જૈન ચિત્રશૈલી, કોટા, મેવાડી, જયપુરી, ખૂંદી વગેરે અનેક ચિત્રશૈલીઓમાં ચિત્રિત પ્રતો મળે છે. ચિત્રશૈલી અને વપરાયેલ રંગોના આધારે પણ પ્રતની પ્રાચીનતા નક્કી થઈ શકે છે. લેખન કાર્ય - સાધુઓ અને શ્રાવકો ભક્તિભાવથી વ્યાપક પ્રમાણમાં ઉત્તમ ગ્રંથલેખનનું કાર્ય કરતા હતા. ઘણા શ્રાવકો લહિયાઓ પાસે પણ ગ્રંથો લખાવતા હતા. કાયસ્થ, બ્રાહ્મણ, નાગર, ભોજક વગેરે જાતિના લોકો લહિયા તરીકે પ્રતો લખવાનું કાર્ય કરતા. લેખન સામગ્રી પત્ર, કંબિકા, દોરો, ગાંઠ (ગ્રંથિ), લિપ્યાસન (તાડપત્ર, કાગળ, કાપડ, ભોજપત્ર, અગરપત્ર વગેરે લિપિના આસન), છંદણ, સાંકળ, સહી (મેસ, મશી, કાજળ), કલમ, ઓલિયા (કાગળ પર ઓળી લીટી ઉપાસવવા માટે સરખા અંતરે ખાસ ઢબથી બાંધેલા દોરાવાળું ફાંટિયું), ઘંટો, જૂજવળ, પ્રાકાર વગેરે લેખન સામગ્રીનો ઉપયોગ થતો હતો. પુસ્તક લખનાર લહિયા પાસે લેખનને લગતાં ‘ક’ અક્ષર દ્વારા સૂચિત સત્તર સાધનો કાયમી હોવાં જોઈએ એને સૂચવતો એક પ્રાચીન શ્લોક છે. જેમ કે, પી, વળહ, શ, સ્વરમદો, મ ામં વાં, વી, મ, પળવા, તેતર, વાઈ, તથા વાગમ્ | कीकी, कोटरि, कलमदान, क्रमणे, कट्टि, स्तथा कंकरो एते रम्य काकाक्षरेश्चं सहित: शास्त्रं च नित्यं लिखेत् ।। ગ્રંથ સંરક્ષણ પૂર્વાચાર્યોએ જેટલું ધ્યાન લેખન પર આપ્યું, તેટલું જ ધ્યાન સંરક્ષણ પર પણ આપ્યું. ગ્રંથોને રેશમી અથવા લાલ મોટા કપડામાં લપેટીને ખૂબ મજબૂતીથી બાંધીને લાકડાં અથવા કાગળની Page #31 -------------------------------------------------------------------------- ________________ બનેલ પેટીઓમાં સુરક્ષિત રાખવામાં આવતા. જ્ઞાનપંચમીને દિવસે તે ગ્રંથોનું પ્રતિલેખન-પડિલેહનપ્રમાર્જન કરવામાં આવતું હતું. ઢીલું બંધન અપરાધ તરીકે ગણાતું હતું. આ જ રીતે પાણી, ખનિજ, અગ્નિ, ઉંદર, ચોરથી હસ્તપ્રતની રક્ષા કરવાની ચેતવણી પણ આપવામાં આવતી. ગ્રંથોને ઊધઈ ન લાગે તે માટે ઘોડાવજ અને કપૂર જેવા પદાર્થોનો ઉપયોગ કરવામાં આવતો. હસ્તપ્રતો લખવાની એક વિશિષ્ટ કલા જૈન સાધુ-કવિઓએ વિકસાવી હતી અને જૈન હસ્તપ્રતના લહિયાઓએ હસ્તગત કરેલી એ કલા પ્રમાણે સૈકાઓ સુધી શાહી ઝાંખી પડે નહીં અને કાગળ જર્જિરત થાય નહીં એવી પદ્ધતિ વિકસાવેલી છે. સર્વવિરતિધર જૈન સાધુઓએ હસ્તપ્રતોના લખાણ ઉપર અને તેની સાચવણી ઉપર ઘણો ભાર મૂક્યો અને તેની આશાતનાના દોષથી બચવાનું ગૃહસ્થોને સમજાવ્યું. એને લીધે જૈન કવિ લેખકોની હસ્તપ્રતો ઘણા મોટા પ્રમાણમાં સચવાયેલી આજે પણ મળે છે. આરંભમાં તાડપત્ર ઉપર અને પછીથી હાથ બનાવટના કાગળ ઉપર કેળવાયેલા વિશિષ્ટ લહિયાઓને હાથે હસ્તપ્રતો લખાતી રહી. સાહિત્યસર્જન કરવા ઉપરાંત હસ્તલિખિત ગ્રંથોને જાળવી રાખવાની પદ્ધતિપણ ઘણું જ પુણ્યનું કાર્ય મનાતું અને તેથી જ જેસલમેર, પાટણ, અમદાવાદ, ખંભાત, સુરત, છાણી, ચાણસ્મા મૂળબિદ્રી, કોડાય અને બીજાં અનેક સ્થળે જૈન જ્ઞાનભંડારો સ્થપાયા જેમાં હસ્તપ્રતો રાખવામાં આવતી. વળી કેટલાયે શ્રીમંત કુટુંબોએ પોતાના વ્યક્તિગત ઉપયોગને માટે પોતાની જુદી હસ્તપ્રતો તૈયાર કરાવી હતી. એ બધાંને પરિણામે વીસ લાખથી વધુ હસ્તપ્રતો જૈન જ્ઞાનભંડારોમાં અને વ્યક્તિઓ પાસે સચવાયેલી આજે પણ આપણને સાંપડે છે. કેટલીયે હસ્તપ્રતો અમેરિકા, જર્મન વગેરે વિદેશોમાં ચાલી ગઈ છે. સ્વ. મોહનલાલ દલીચંદ અન્ય કેટલાક લેખકોએ અને તેની ગ્રંથસૂચિઓ સ્વ. પૂ. પૂણ્યવિજયજી મહારાજ, શ્રી કેશવરામ કા. શાસ્ત્રી, દેસાઈ, પ્રો. હીરાલાલ રસિકલાલ કાપડિયા, ડૉ. ભોગીલાલ સાંડેસરા અને જૈન જ્ઞાનભંડારો કે તેની હસ્તપ્રતોનું વિહંગાવલોકન કરતા લેખો લખ્યા પણ પ્રગટ થઈ છે. સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી અને રાજસ્થાની ભાષા ઉપરાંત કન્નડ, તેલુગુ, તમિળ, મલયાલમ વગેરે ભાષાઓમાં પણ જૈનધર્મના ગ્રંથોની કેટલીક પ્રાચીન હસ્તપ્રતો મળે છે. દુનિયામાં કોઈ એક ધર્મની પ્રાચીનતમ વધુમાં વધુ હસ્તપ્રતો મળતી હોય તો તે જૈનધર્મની છે. ભારતના અનેક પ્રાચીન ભંડારમાંથી આજે પણ જે જૂની હસ્તપ્રતો મળી આવે છે તે પ્રાચીન લેખનકળાની સાક્ષી પૂરે છે. આ કળાને અને તેના જાણકારોને જીવતા રાખવાનું પુણ્યકાર્ય કેટલાંક જૈનાચાર્યો અને જૈન સંસ્થાઓ આજે પણ કરી રહ્યાં છે. છાપકામમાં જો ભૂલ રહી જાય તો તમામ નકલોમાં તે ભૂલનું પુનરાવર્તન થાય છે. લહિયાઓ લખવામાં જે ભૂલ કરે, તે એક ગ્રંથ પૂરતી જ મર્યાદિત રહે છે. લહિયાના અલગ ગ્રંથમાં અલગ અલગ ભૂલો હોય તો તે બધી પ્રતો સાથે રાખી સરખાવી જોવાથી સુધારી શકાય છે. હસ્તલિખિત ગ્રંથો ૭૦૦-૮૦૦ વર્ષો સુધી અને તાડપત્ર ઉપર લખવામાં આવેલા ગ્રંથો ૧૫૦૦ વર્ષ સુધી ટકતા હોય છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ દુનિયામાં આજે એવી બીજી કોઈ ટેકનોલોજી શોધાઈ નથી, જેને કારણે પુસ્તકોનું આયુષ્ય ૧૦૦૦૧૫૦૦ વર્ષ જેટલું લંબાવી શકાય. આમ ઉપર્યુક્ત કથન હસ્તપ્રતની મહત્તા દર્શાવે છે. તેવી જ રીતે આજનાં આધુનિક સાધનોનો ઉપયોગ કરી માઈક્રોફિલ્મ, ડિજિટલ કોપી કે કપ્યુટરાઈઝ કરવામાં આવે છે પરંતુ આગામી વર્ષોમાં જ્યારે આ સાધનો જુના થઈ જશે, ત્યારે તેમાં સાચવી રાખેલા ગ્રંથોને ઉકેલવા મુશ્કેલ બનશે. આ બધાં કારણોથી જ હસ્તપ્રતોનું મહત્ત્વ સિદ્ધ થાય છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનસાહિત્યનું યોગદાન મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ભક્તિમાર્ગી આદ્ય કવિ નરસિંહ મહેતા પહેલાંનું ઉપલબ્ધ સાહિત્ય પ્રાયઃ જૈનસાહિત્ય છે. ઈ.સ. ૧૪૫૦થી ૧૬૦૦ સુધીનો સમય જૈનસાહિત્ય માટે પુષ્ટિવાન અને વેગવંત રહ્યો. આ સમય દરમ્યાન જૈન સાધુ-સાધ્વી તેમ જ શ્રાવકોએ પોતાની કવિત્વ શક્તિથી વિવિધ સાહિત્ય પ્રવાહ વહેતો કર્યો. ડૉ. રમણલાલ શાહ લખે છે કે, આ ગાળામાં નાના મોટા બસો કરતાં વધુ જૈન સાધુ અને શ્રાવક કવિઓએ પોતાનું કાવ્યપૂર વહેવડાવ્યું છે. રાસ, ફાગુ અને બારમાસીના પ્રકારોમાંથી રાસનો કાવ્ય પ્રકાર આ ગાળામાં સૌથી વધુ ખેડાયેલો છે. જૈન મુનિઓએ આત્માનુભૂતિ કે આત્મસાક્ષાત્કાર કરવા માટે જ્ઞાન એ જ મહાન સાધન છે તેવી માન્યતાથી કથાત્મક, ચરિત્રાત્મક અને સાત્વિક સાહિત્યની રચના કરી છે. આ સમય દરમ્યાન જૈન સાધુ કવિઓના હાથે પ્રબંધ રાસ, ફાગુ, વિવાહલો, પૂજા, સ્તવન, સક્ઝાય, ચૈત્યવંદન, સ્તુતિ, આરતી છંદ, બારમાસી, દુહા વગેરે પ્રકારનાં કાવ્ય સ્વરૂપોની વિપુલ પ્રમાણમાં રચનાઓ થઈ છે. આ પરંપરાને ૧૯મી સદી સુધી જૈન કવિઓએ ચાલુ રાખીને ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. આમ જૈન સાહિત્ય જ્ઞાન અને ભક્તિમાં મહત્ત્વનું ગણાયું છે. મધ્યકાલીન (જૈન) સાહિત્યમાં વિવિધ સ્વરૂપે રચાયેલાં કાવ્યો નીચે પ્રમાણે છે (૧) પ્રબંધ : ઐતિહાસિક પાત્રો, ધર્મિષ્ટ ચારિત્રવાન પુરુષસંબંધી કાવ્ય પ્રકાર ચોપાઈ, દોહરા, સવૈયા વગેરે. (૨) ફાગુ : વસંતઋતુના વર્ણનનો એક ગેય પ્રકાર છે. તેને ફાગુ કહે છે. (૩) રાસ : રાસ એ ગુજરાતી ભાષાનો પૂર્વકાલીન અને ગુજરાતી ભાષાને વારસામાં મળેલો એક સાહિત્ય પ્રકાર છે. (૪) ગીત : ગીત એ કાવ્યનું એક સ્વરૂપ છે કે જે વાદ્યો સાથે સંગીતાત્મક રીતે ગાઈ શકાય. વિવાહલો : વિવાહ એટલે લગ્ન. જેમાં લગ્ન સહિતનું વર્ણન આવતું હોય એવા ગદ્ય ગ્રંથ કાવ્યને વિવાહલો કહે છે. સ્તુતિ : સ્તુતિ એ પ્રભુ પૂજાનું એક મહત્ત્વનું અંગ છે. એ જિનેશ્વરોના વિદ્યમાન ગુણોની યોગ્ય પ્રશંસારૂપે ગવાતું કાવ્ય. Page #33 -------------------------------------------------------------------------- ________________ (૭) સ્તવન ઃ જિનેશ્વરોની સ્તુતિ અર્થે રચાયેલા રસ, અલંકાર, આદિ સાહિત્યિક ગુણોથી વિભૂષિત લઘુકાવ્યને સ્તવન કહેવાય. (૮) ચૈત્યવંદન : ભાવપૂજાના પ્રારંભમાં જિનેશ્વરના અસાધારણ ગુણોનું ઉત્કીર્તન કરે એવાં કોઈ પણ કાવ્ય માટે ચૈત્યવંદન શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. (૯) પદ : એટલે મધ્યકાલીન ઊર્મિગીત, ભક્તિ વૈરાગ્ય પ્રેરિત ટૂંકાં ગીતો. (૧૦) આરતી : ઇષ્ટદેવની સન્મુખ ઘીનો દીવો કરી થાળીમાં મૂકી, તેના ગુણગાનની સ્તવનાપૂર્વક થાળીમાં રહેલા દીપકને ગોળ ગોળ ફેરવવાની જે ચેષ્ટા કરવામાં આવે તેને આરતી કહે છે. (૧૧) સજ્ઝાય : એટલે મોક્ષ માર્ગનું પ્રતિપાદન કરનાર તેમ જ આત્મવિકાસ તરફ દોરી જતું શિષ્ટ સાહિત્ય. (૧૨) બારમાસી : એ ઋતુ કાવ્યનો બીજો પ્રકાર છે. એમાં બાર માસનું એટલે બધી ઋતુઓનાં વર્ણન આવે. શ્રી ચંદ્રકાંત મહેતા મધ્યકાળના વિવિધ કાવ્ય પ્રકારો દર્શાવતાં લખે છે કે, મુક્તક, પદ, પદમાળા, ગરબો-ગરબી, રાસા, આખ્યાન, કથાવાર્તા, જ્ઞાનમૂલક ખંડકાવ્યો, વીરકાવ્યો, ફાગુ, સલાકો, વિવાહલુ, બારમાસી, રૂપક, છંદ, ચર્ચરી, ભડલી કાવ્યો વગેરે છે.પ આમ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં વિવિધ વિષયો પર વિવિધ સ્વરૂપોવાળાં કાવ્યોની રચના થઈ છે પરંતુ આ સાહિત્યમાં જૈન કવિઓએ ‘રાસ’ રચના એટલી બધી કરી છે કે આખા યુગને ‘રાસયુગ’ તરીકે ઓળખવામાં આવે છે. આ રાસયુગને ‘જૈનયુગ’ અથવા ‘હેમયુગ’ એ રીતે પણ ઓળખવામાં આવે છે. ઈ.સ. ૧૨૫૧થી ૧૪૫૧ સુધીનો સમય ‘જૈનયુગ’ કહેવાય છે. ‘નાકર’ અને ‘વિષ્ણુદાસ’ જેવા પ્રસિદ્ધ જૈનેતર આખ્યાનકારોએ અનુક્રમે પોતાનાં ‘નળાખ્યાન’ અને ‘રુકમાંગદેપુરી’ એ આખ્યાનો માટે ‘રાસ’ શબ્દ પ્રયોજ્યો છે. અને ભાલણે પણ ‘દશમસ્કન્ધ'માં એ અર્થમાં ‘રાસ’નો પ્રયોગ કર્યો છે. આમ બારમી સદીથી અઢારમી સદી સુધી ખેડાયેલ સાહિત્યનાં સ્વરૂપ તરીકે ‘રાસ’ સ્વરૂપનું સાંસ્કૃતિક અને સામાજિક દૃષ્ટિએ અનોખું મૂલ્ય છે. જૈનસાહિત્યની વિશેષતા ૧) જૈન મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જે જૈનસાહિત્ય ઉપલબ્ધ છે, તે મુખ્યત્વે ધર્મપ્રચારક સાહિત્ય હોવાને કારણે રાસા વગેરેમાં પણ જૈનધર્મના ચાર આધાર સ્તંભો દાન, તપ, શીલ અને ભાવ આ પૈકી કોઈ એકનું મહત્ત્વ સમજાવવા માટે જ પ્રયાસ થયેલો જોવામાં આવે છે. ૨) જૈન ગુજરાતી સાહિત્યમાં મુખ્યત્વે શસા સાહિત્ય જૈન-સાધુઓના હાથે જં લખાયેલું છે. શ્રી જયંત કોઠારી લખે છે કે, એ ગાળામાં લગભગ ૧૬૦૦ જૈન કવિઓમાંથી શ્રાવક કવિઓ ૫૦થી વધારે નથી. ૩) આ સમયમાં જૈનેતર સાહિત્ય ભાગ્યે જ મળે છે. ‘રાસ' નામ હોય એવો એકમાત્ર જૈનેતર રાસ એક મુસલમાન કવિ અબ્દુલ રહેમાને ‘સંદેશક રાસ’ નામથી આપ્યો છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ આમ છતાં જેનું નામ “રાસ' નથી તેવા આ યુગના અંત ભાગમાં લખાયેલાં ત્રણ કાવ્યો, શ્રીધર વ્યાસ નો “રણમલ્લ છંદ, અસાઈતની “હંસાઉલી’ અને ભીમનો “સધ્યવત્સ વીર પ્રબંધ' એ રાસકાવ્યો નથી પણ પ્રબંધો જ છે. ૪) ભોગીલાલ સાંડેસરા જણાવે છે કે, મધ્યકાળનું સાહિત્ય બધાં ધર્મપ્રધાન કે ધર્મમૂલક છે. સૌથી વિષમ સમયમાં એ સમાજ શરીરમાં ધર્મની નાડીમાં ચેતન હોઈ સાહિત્યનું તે અગત્યનું પ્રેરક બળ હતું. એટલે સાહિત્યમાં ધર્મની પ્રધાનતા હોય એ સ્વાભાવિક છે. આમ મધ્યકાલીન યુગમાં જે સાહિત્ય રચાયું છે તે સાંસ્કૃતિક મૂલ્યો, ધાર્મિક, તાત્વિક વિષયોનો આશ્રય લઈને પ્રગટ થયું છે. વિષયોમાં સ્વમત કે કલ્પનાઓનો આશ્રય લીધા વગર સાત્વિક અને તત્ત્વદર્શનનું નિરૂપણ કર્યું છે. તેમ જ જૈનસાહિત્યમાં સામાજિક, લોકજીવન ઉપરાંત ઐતિહાસિક ઘટનાઓની જાણકારી મળે છે. પરિણામે ધર્મ અને સાહિત્યનું “મણિકાંચન' જેવું સર્જન થયું છે. તેમાં પણ જૈન કવિઓને હાથે “રાસા' સાહિત્ય વધુ ખેડાયું છે. તેમાંનું કેટલુંક સાહિત્ય તો હજુ અપ્રગટપણે જ્ઞાનભંડારોમાં સચવાયેલું છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ (ગ) રાસાનું સ્વરૂપ અને વિકાસ રાસ/રાસા રાસ એ ગુજરાતી ભાષાનો પૂર્વકાલીન અને ગુજરાતી ભાષાને વારસામાં મળેલો એક સાહિત્ય પ્રકાર છે. રાસનું મૂળ અપભ્રંશ સાહિત્યમાં છે. એમાંથી જ આ સાહિત્ય પ્રકાર ગુજરાતીમાં ઊતરી આવેલો છે. આ સાહિત્ય પ્રકાર રાસ, રાસા, રાસો, રાસુ અને રાસક જેવા એકાર્યવાચક શબ્દો વડે ઓળખાય છે. શ્રી કે. કા. શાસ્ત્રી લખે છે કે, “રસ' અને “રાસ'નો સંબંધ ભાષાશાસ્ત્રની દષ્ટિએ અવશ્ય છે. સંસ્કૃત ભાષામાં મૂળ એક ધાતુ રણ્ છે. જેનો અર્થ ‘ગાજવું અને પછીથી ‘વખાણવું' એવો પણ થાય છે. ‘ગાજવાને' ને પરિણામે મેઘમાંથી છૂટતા પ્રવાહી જલના અર્થ દ્વારા પછી યાવત્ પ્રવાહી પદાર્થોનો વાચક “રસ' શબ્દ બન્યો, પછીથી આસ્વાદવાચક અને એમાંથી કવિતાના રસોમાં પણ પરણિમ્યો છે. આ જ ધાતુ ઉપરથી સંસ્કૃતમાં એક રાસ્ ધાતુ “મોટેથી બૂમ પાડવી’ના અર્થમાં પ્રયોજાયો છે. આ પાછલા ધાતુએ પછી રાસ શબ્દ આપ્યો છે. આ રાસ'નો મૂળ અર્થ ‘ગર્જના' “અવાજ' છે. પછીથી એ વિશિષ્ટ માત્રામેળ સમગ્ર છંદો જાતિ માટે – એમાંથી પાછો એક બે છંદને માટે, અને સ્વતંત્ર રીતે ગેય ઉપરૂપકનો વાચક બની સમૂહનૃત્યમાં વ્યાપક બન્યો. શબ્દકોશ/વિદ્વાનોના મતે રાસ' શબ્દના જુદા જુદા અર્થો નીચે પ્રમાણે છે. જેમ કે, (૧) રાસ : ૫. (સં.) ગાતાં ગાતાં ગોળાકારે ફરતાં કરાતો નાચ કે તેમાં ગવાય એવું ગીત. (વિનીત જોડણી કોશ. પૃ. ૫૭૦) (૨) રાસડો : (પુ.) એક જાતનો ગરબો (બનેલો બનાવ વર્ણવતો.) (વિનીત જોડણી કોશ. પૃ. પ૭૦) રાસો : (પુ.) એક પ્રકારનું વીરરસનું કાવ્ય. (વિનીત જોડણી કોશ. પૃ. ૫૭૧) રાસ : ગોળાકારે નૃત્ય કરતાં ગીત ગાવું તે (સં.) એ હેતુથી થયેલી સાહિત્યરચના. (મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશ. પૃ. ૪૧૯) રાસુલ : (પ્રાચીસ) રાસ, નૃત્યપ્રકાર, સાહિત્યપ્રકાર. (મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશ. પૃ. ૪૧૯) રાસ : એ નામનો એક માત્રામેળ છંદ. તેના દરેક ચરણમાં બાવીસ માત્રા હોય છે. તેના ૧, ૫, ૯, ૧૩, ૧૭ અને ૨૧ માત્રાએ તાલ આવે છે. (ભગવદ્ ગોમંડળ પૃ. ૭૬૩૬) રાસ : રાસ ધાતુ પરથી ‘પાસ’ બન્યો છે. રાસ એટલે શબ્દ કરવો, બૂમ પાડવી, ચીસ પાડવી વગેરે. (ભગવદ્ ગોમંડળ પૃ. ૭૬૩૬) રાસક : ઉપરૂપક. એટલે ઊતરતી જાતના નાટકના અઢાર માંહેનો એક ભેદ, નૃત્યના સાત માંહેનો એક પ્રકાર. (ભગવદ્ ગોમંડળ પૃ. ૭૬૩૬) (૯) રાસ : “રાસ' નો સામાન્ય અર્થ ધ્વનિ કરવો, લલકારવું રાસક્રીડા, રાસલીલા, કથા એવો જિક ર સ થ છે Page #36 -------------------------------------------------------------------------- ________________ થાય છે. તે ઉપરથી પદ્ય કાવ્ય કથાઓને રાસ, રાસો અને રાસા કહેવાની પ્રથા પડી હોય એવું લાગે છે. (૧૦) રાસા : “છંદ' ગ્રંથોમાં રાસક છંદ હોવાથી ને તેની બહુલતા હોવાથી તથા સ્ત્રીઓના સમુદાય ગાયનને “રાસક' નામ આપવામાં આવતું હોવાથી પણ “રાસા' નામ પાડવાનો સંભવ છે. (૧૧) રાસા : પદ્ય કથાબંધ ગુજરાતી ગ્રંથોને રાસા તરીકે કહ્યાં છે. આમ વિવિધ કોશગત તેમ જ વિદ્વાનોએ કરેલા રાસાના અભ્યાસ ઉપરથી ‘પાસ’ શબ્દના જુદા જુદા અર્થો થાય છે જેમ કે, ૧) રાસલીલા (કૃષ્ણ-ગોપીનો રાસ) ૨) જૈન-જૈનેતર સામાજિક, ધાર્મિક કથા સાહિત્યનો પ્રકાર અને ૩) ગીત રચના થાય. રાસા/રાસનું સ્વરૂપ સંસ્કૃત સાહિત્યમાં પણ ‘રાસ’ શબ્દ અનેક સ્થળે વપરાતો જોવા મળે છે, પણ એ બધે સ્થળે તે શબ્દ કૃષ્ણ ગોપીની ક્રીડા, યાદવ વીરોની અને આ રાસાઓની ક્રીડાના અર્થમાં જ વપરાયેલો જોવા મળે છે. જેમ કે, તે સર્વ ગોપ કન્યાઓ મંડળાકારમાં બે બેની જોડીમાં કૃષ્ણનું મનોહર ચારિત્ર ગાતી રમે છે. સુંદરીઓ વાઘને અનુરૂપ નૃત્ય કરતી, તેની આજુબાજુ રહેલું બીજી કેટલીક સ્ત્રીઓનું વૃંદ તે જ પ્રમાણેનાં ગીત ગાતું, તે ગીતો બળરામ કૃષ્ણનાં પરાક્રમોને વણી લેતાં સંકીર્તન કરતાં ગીતો હતાં. નૃત્ય કરનાર સ્ત્રીઓ હાથથી તાલ આપતી. આ પરથી અનુમાન કરી શકાય છે બરાસ’ ગોળાકારમાં રમાતો હશે અને તેમાં નૃત્ય તથા સંગીતનું પ્રાધાન્ય રહેતું હશે. બ્રહ્મ પુરાણમાં રાસનું સ્વરૂપ બતાવ્યું છે. જેમ કે, गोपीपरिवृतो रात्रिं शरच्चन्द्रमनोरमाम् । मानयामास गोविन्दो, रासारम्भरसोत्सुक ॥२१ અર્થાત્ : ગોપીઓથી વીંટળાયેલ અને રાસનો આરંભ કરવાના રસને માટે ઉત્સુક કૃષ્ણ શરદની મનોરમ ચાંદની રાત માણી.’ શરદની ચાંદની રાતે કૃષ્ણ ગોપીની રાસલીલા રમાતી એમ આ વર્ણન પરથી સ્પષ્ટ થાય છે. તેવી જ રીતે એક એક ગોપી અને એક એક કૃષ્ણ એવી રચનાથી રાસ રમાતા, એવું વર્ણન ‘ભાગવત્' ના દશમસ્કંધમાં મળે છે. જેમ કે, तत्रारमत गोविन्दो रासक्रीडामनुव्रतैः । स्त्रीरत्नैरन्वित प्रीतैः अन्योन्याबद्धबाहुभिः ॥२॥ रासोत्सव: संप्रवृतो गोपीमण्डलमण्डितः । योगेश्वरेण कृष्णेन तासां मध्येद्वोर्द्वयोः ।।३।। અર્થાત્ ત્યાર પછી પોતાને અનુસાર નારી પ્રસન્ન અને પરસ્પર ભરાવેલા બાહુઓવાળી તે સ્ત્રીરત્ન ગોપીઓ સાથે ભગવાને રાસક્રીડા શરૂ કરી. ગોપીઓમાં બન્નેની વચ્ચે યોગેશ્વર કૃષ્ણ દાખલ થયા.૯ આમ વિષ્ણુપુરાણ, બ્રહ્મપુરાણ અને ભાગવતમાં મળતા રાસાના ઉલ્લેખો પરથી રાસનું સ્વરૂપ Page #37 -------------------------------------------------------------------------- ________________ સ્પષ્ટ થાય છે કે ‘પાસ’ શૃંગારપ્રધાન તેમ જ વીરરસપ્રધાન, હાવભાવયુક્ત લલિત નૃત્યનો પ્રકાર હશે. વળી હેમચંદ્રાચાર્યે છંદોનુશાસનમાં ‘રાસ’નું સ્વરૂપ વર્ણવ્યું છે કે, सुणिधि वसंति पुरपोठ पुरंधिहं रासु । सुमरिवि तडह हुओ तक्खणि यहिउ निरासु ।। આમ વસંતઋતુમાં “રાસ રમાતો તેમ જ પુરાણોમાં થયેલ ઉલ્લેખ પ્રમાણે શરદની ચાંદની રાતે રાસ રમાતા હશે.10 તેવી જ રીતે બારમા - તેરમા સૈકામાં થયેલા પરમહંસ પરિવ્રાજકાચાર્ય બિલ્વમંગળ સ્વામીએ પણ “રાસાષ્ટક' માં ગોળાકારમાં રમાતા રાસનું સુંદર વર્ણન કર્યું છે. આમ આ રાસા “ગેય’ હતા એટલું જ નહિ રાસા રમાતા, નચાતા હતા એટલે કે નૃત્યની સાથે ગવાતા હતા. રાસ/રાસક સંસ્કૃત સાહિત્યમાં ‘પાસ’ કે ‘રાસક' નામનો નૃત્ય પ્રકાર અથવા રૂપક પ્રકાર તરીકે જાણીતો હતો. હરિવંશ આદિ પુરાણમાં પ્રાચીનો જેને “હતીષ(સ)” અને “સમ્' કહે છે તે બન્ને એક જ હતા, એમ હેમચંદ્રની દેશી નામમાલા' (૮/૬૨), તેમ જ ધનપાલની ‘પાઈઅલચ્છી નામ માલા' (શબ્દ-૯૭૨) જોતા જણાય છે. સામાન્ય રીતે તેનો અર્થ “અભિધાન ચિંતામણિ' તથા મેદિની કોષ'માં એ રીતે બતાવ્યો છે કે, “ગોપાનાં દોડાપ્રવહાર:' અર્થાત્ ગોપલોકનો રમવાનો એક પ્રકાર. | નાટ્યશાસ્ત્રમાં પણ “હલ્લીસક’ અને ‘રાસક'ને નાટ્યરાસકના ઉપરૂપક તરીકે ઓળખાવ્યાં છે અને તેમાં ખાસ ભેદ બતાવ્યો નથી. “હલ્લીસકની વ્યાખ્યામાં મુખ્ય તત્ત્વ એ છે કે, સ્ત્રીઓનું એ મંડલાકાર નૃત્ય છે, જેમાં એક નેતા હોય અને બીજા અનુયાયી હોય. જેમ ગોપી સ્ત્રીઓમાં કૃષ્ણ હોય તેમ. એટલે રાસ ઝીલાવનાર તે નેતા અને રાસ ઝીલનારીઓ તે “અનુયાયી'. જેમાં ૧૬, ૧૨ અથવા ૮ નાયક કે નાયિકા હોય. (કે પછી ૬૪ યુગલ સુધી હોય). તે બધાં મળીને વિવિધ તાલ અને લયથી જે ગીત ગાતા તે ‘રાસક' કહેવાતું. બારમા શતકના શારદાતનયે રાસ/રાસકની વ્યાખ્યા નીચે પ્રમાણે આપી છે જેમ કે, ઉરુ, જંઘા અને બંને હાથના ચલન વડે નર્તન થાય તે “રાસક' કહેવાય. ગોપીઓમાં જેમ હરિ હોય, તેમ આમાં પણ એક નેતા હોય છે. હેમચંદ્રાચાર્ય “કાવ્યાનુશાસન'માં ‘રાસા/રાસક'નું સ્વરૂપ આલેખતાં કહે છે કે, ___ मंडलेन तु यनृत्यं हल्लीसक मितिस्मृतम् । एकस्तत्र तु नेता स्याद् गोपस्त्रीणां यथा हरिः ।। अनेक नर्तकी योज्यं चित्रताललयान्वितम् ।। नाचतु: षष्टि युगुलाद् रासकं मसृणोद्धतम् ॥८॥ અર્થાત્ : રાસકમાં અનેક તાલ અને લય હોય છે તથા એ નૃત્ય કોમળ તથા ઉદ્ધત પ્રકારનું હોય છે. રાસકમાં ૬૪ સુધીના યુગલોમાં ગોપી ભાગ લઈ શકે છે. તેમ જ નાટ્યદર્પણ ૧/૬માં “હલ્લીસકની વ્યાખ્યા આ પ્રમાણે છે : સ્ત્રીઓ વડે ઉરુ, જંઘા Page #38 -------------------------------------------------------------------------- ________________ અને બન્ને હાથના હલનચલન વડે નર્તન કરાવામાં આવે છે, ગોપી સ્ત્રીઓમાં જેમ કૃષ્ણ હોય છે તેમ આમાં પણ એક નેતા હોય છે. આમ ઉપરોક્ત કથનો વડે કહી શકાય કે, ‘રાસક' અને ‘હલ્લીસક’ બન્ને એક જ હોવા જોઈએ. પંદરમી સદીમાં ભરતકોષમાં કુંભકર્ણ ‘રાસક'નો એક પ્રકાર ‘દંડ રાસક'નું સ્વરૂપ આલેખતાં કહે છે કે, ૮, ૧૬, ૩૨ કે ૬૪ સુંદરીઓ જેના હાથમાં ગોળ સુંવાળા સોનાના લંબાઈમાં એક હાથ, અંગુઠા જેટલા જાડા દાંડિયા રહેતા. તેમાં જોડી સાથે કે છૂટા પડી આગળ પાછળ થવાની ક્રિયા થતી. આ લયયુક્ત, તાલયુક્ત નૃત્યની સાથે પાર્શ્વસંગીત રહેતું. ચારી, ભમરી વગેરે ઘાતભેદ રચતાં, ઉરુ, જંધા અને બંને પગના વિવિધ મંડળ રચવામાં આવતા. રાજાની સમક્ષ થતાં આ નૃત્યમાં દેશાનુસાર દંડ ચામર, મલમલયુક્ત દંડ કે છૂરિકા દંડ પણ રાખવામાં આવતા. સોળમા સૈકાના અંતમાં થયેલા પંડિત પુણ્ડરીક વિઠ્ઠલ ‘નૃત્યનિર્ણય’ નામના તેમના અપ્રકટ ગ્રંથમાં ‘દંડ રાસ’ અને ‘રાસ નૃત્ય’ વિષે કહે છે કે, લોકોને આનંદ આપે તેવું વારંવાર મંડળાકારમાં ગોઠવાઈ ગીત, તાલ, લયથી યુક્ત નૃત્યને વિદ્વાનો ‘દંડ રાસ’ કહે છે. દંડ વિનાનું આવું નૃત્ય તે ‘રાસ નૃત્ય’.૧૨ ‘રાસ સર્વસ્વ’માં લખે છે તે પ્રમાણે ક્રમમાં હાથ પકડીને ઊભેલાં સ્ત્રી અને પુરુષો વડે મંડળાકારમાં નૃત્ય કરવામાં આવે છે તેને ‘રાસ’ કહે છે. આમ સંસ્કૃત, પ્રાકૃત કે પૌરાણિક સાહિત્યમાં રાસ/રાસક નામનો જે સાહિત્ય પ્રકાર જાણીતો થયેલો જોવા મળે છે, તે દાંડિયા નૃત્યનો પ્રકાર હશે, એમ સમજી શકાય છે. રાસક/ઉપરૂપક નૃત્યપ્રકારમાં પરિણત થયેલો આ ‘રાસ’ કે ‘રાસક' એક ઉપરૂપક વિશેષ જણાય છે. ડૉ. વિજયરાય જણાવે છે કે, રાસાઓ લાક્ષાણિક રીતે જૈન સાહિત્યનો પ્રકાર છે. અને તેનો ઉલ્લેખ હેમચંદ્રાચાર્યના ‘છંદોનુશાસન’માં મળે છે. પરંતુ આ રાસાઓ ઉપરૂપકોના એક પ્રકાર ‘રાસક'માંથી ઊતરી આવ્યા હશે એમ કહી શકાય. વાગભટ્ટ ‘કાવ્યાનુશાસન'માં રાસ કે રાસકને એક ઉપરૂપક વિશેષ જણાવે છે. જેમ કે, 'डोंम्बिका भाण प्रस्थान भाणिकाशिङ्गक रामाक्रीड हल्लीसक श्रीगदित रासक गोष्ठीप्रमृतानि गेयानि ।' હેમચંદ્રાચાર્ય પણ ડોમ્બિકા, ભાણ પ્રસ્થાન વગેરે સાથે ‘રાસક’ને ‘રાગકાવ્ય’ તરીકે ઓળખાવે છે. તેની વ્યાખ્યાનો સાર આ પ્રમાણે છે, અનેક નર્તકીઓ દ્વારા યોજાતો, વિવિધ તાલ અને લયથી યુક્ત તેમ જ ૬૪ યુગલો દ્વારા કોમળ અને જુસ્સાવાળો બને છે.૧૩ શ્રી કે. કા. શાસ્ત્રી જણાવે છે કે, નૃત્યપ્રકારમાં પરિણત થયેલો આ ‘રાસ’ કે ‘રાસક’ એક ઉપરૂપક – વિશેષ જણાય છે. વાગભટ્ટે ‘કાવ્યનુશાસન'માં (પૃ. ૧૮૦) અને એને અનુસરી આચાર્ય હેમચંદ્રે પણ પોતાના ‘કાવ્યાનુશાસન’માં (પૃ. ૪૪૫-૪૪૬) ગેય રૂપકો બતાવ્યાં છે. તેમાં ‘રાસક’ આવે છે. રાસક નામક આ ગેયરૂપકમાં ૬૪ સુધીના યુગલ નૃત્યમાં ભાગ લઈ શકતા. જેમ કે, ૨૧ Page #39 -------------------------------------------------------------------------- ________________ अनेकनर्तकीयोज्यं चित्रताललयान्वितम् । नाचतुःषष्टियुगलाद् रासकं मसृणोद्धते ।। અર્થાત્ : નર્તકીઓ અનેક હોય, જેમાં અનેક પ્રકારના તાલ અને લય હોય પણ જેમાં ૬૪ સુધીના યુગલ હોય તેવું સુકોમલ છતાં ખૂબ તરવરાટવાળું જે રૂપક છે તે ‘રાસક' ૧૪ તેમ જ ડોલરરાય માંકડ “સંદેશક રાસ'માં રાસાના સાહિત્ય સ્વરૂપની દષ્ટિએ કહે છે કે, રાસક એક નૃત્ય કાવ્ય અથવા ગેયરૂપક છે. એમાં ઘણું સંગીત અને એટલે ઘણા ગેય રૂપક છે. આમ રાસક એક ગેયરૂપક છે. એ માટે જ હેમચન્દ્રાચાર્યે તેને “રાગ કાવ્ય' તરીકે ઓળખાવ્યો છે. ૬૪ યુગલો અને અનેક નર્તકી દ્વારા વિલસતો આ કાવ્ય પ્રકાર શૃંગાર જેવા જીવનના ઉલ્લાસ ભાવની અભિવ્યક્તિ માટેનું એક સરસ સાધન હશે. તેનું મૂળ કૃષ્ણ-ગોપીની રાસ ક્રીડામાં જોઈ શકાય. પરંતુ જૈન કવિઓને હાથે ‘રાસક’ રાસો બની ગયો. અને તેનું મૂળ સ્વરૂપ બદલાઈ ગયું. સમગ્ર રીતે અવલોકન કરતાં પ્રાચીન ગુજરાતી રાસા' અને “રાસક' બન્ને જુદાં છે. તે બન્નેની વચ્ચે કોઈ સીધો સંબંધ નથી. આ રાસાઓ સાહિત્યિક ગુણવત્તા ધરાવતા હશે, છતાં આ રાસાઓ માત્ર નર્તન માટે જ હતા. તેથી તેને ગીતો અને નૃત્ય સાથે સંબંધ છે. આમ રાસ કેવળ નૃત્યપ્રધાન હતો, જ્યારે “રાસક'માં અભિનયપ્રધાન હોવાથી રામલીલાનો પ્રકાર ઉદ્ભવ્યો પરંતુ રાસને ગીતોનો સાથ રહેતો અને ધીરે ધીરે તેમાં ગેયતાની સાથે છંદો પણ ઉમેરાયા. આમ “રાસ'નું સ્વરૂપ ધીમે ધીમે બદલાતું જોવા મળે છે. આમ તેરમી સદીના પૂર્વાર્ધના યુગમાં બધા રાગોમાં ગાઈ શકાય તેવા “રાસ'ની રચના થવા લાગી. સંસ્કૃત ‘રાસક' ઉપરથી ‘રાસઉ' અને “રાસો' શબ્દ બન્યો છે. આ રાસાઓમાં જૈન આગમ સૂત્રો અને અંગોમાં આવતાં પૌરાણિક પાત્રોને અનુલક્ષીને રચેલાં કથાનકમાં વિષયોપભોગના ત્યાગની સાથે સાથે ઉદ્દીપક શૃંગારરસનું વર્ણન કરેલું હોય છે. પરંતુ અંત હંમેશાં શીલ અને સાત્વિકતાના વિજયમાં જ આવે છે. ઉપશમનો બોધ અથવા સજમસિરિને વરવાની વાત તેનો મુખ્ય ઉદ્દેશ હોય છે. રાસાની રચનાનો ઉદ્દેશ ‘દશવૈકાલિક ટીકા'માં તથા “ધર્મબિંદુવૃત્તિમાં કહ્યું છે, તેમ बालस्त्रीमूढ मूर्खाणां नृणां चारित्रकांक्षिणा । अनुग्रहार्थं सर्वज्ञैः सिद्धान्त: प्राकृतः कृतः ॥ એ પ્રમાણે લોકોને રુચે તેવી રસભર વાણીમાં ધર્મોપદેશ આપવા માટે જ ગેય “રાસા'ની રચના થતી. જૂની ગુજરાતીમાં રાસાઓ લખાવા લાગ્યા તે પહેલાં અપભ્રંશમાં કેટલાક ઉપદેશાત્મક પ્રકારના પથપ્રબંધો હતા, તે ‘રાસ' તરીકે ઓળખાતા. જ્યારે કોઈ ઉત્સવ આવે ત્યારે મંદિરોમાં તથા જૈન દેરાસરોમાં આવા રાસ રમાતાં અને ગવાતાં. ખાસ એટલા માટે પ્રસંગોને અનુલક્ષીને જૈન સાધુઓ “રાસ' લખી પણ આપતા, આમ પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં લખાતો “રાસ’ ગેય અને અભિનયક્ષમ સાહિત્ય પ્રકાર છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ રાસ/રાસાના પ્રકાર ‘ભાવપ્રકાશન’માં શારદાતનયે નૃત્યની દષ્ટિએ રાસના ત્રણ પ્રકાર બતાવ્યા છે. જેવા કે, ૧) દંડ રાસ, ૨) મંડલ રાસ અને ૩) લતા રાસ. દંડ રાસ એ દાંડિયાના તાલ સાથે તેમ જ મંડલ રાસ તાળીઓના તાલ સાથે ગોળ ગોળ ફરતાં ફરતાં ગવાતો હશે. તેવી જ રીતે સ્ત્રી-પુરુષો ગોળ કુંડાળામાં એક બીજાના હાથ પકડીને ગેય વસ્તુના ગાન સાથે નૃત્ય કરતાં તે “લતા રાસ' તરીકે ઓળખાતો હશે. એકબીજાને વળગીને એકબીજાના ખભા પર હાથ રાખીને ગોળાકારે નૃત કરવામાં આવે. એ પ્રકાર ગુજર રબારીઓમાં હજુ સુધી પ્રચલિત છે. ઠાકરડા કોમમાં સ્ત્રીઓ નજીક નજીક ઘસાતી, . ગોળાકારે ફરતી, તાળી પાડતી આવે, એ કદાચ આ “લતા રાસ' માંથી વિકસેલો પ્રકાર છે. એને ‘તાલા રાસ’ કે ‘તાલ રસ' કહેવામાં આવતો. તેમ જ “દંડ રાસ'ને લકુટા રાસ તરીકે પણ ઓળખાવવામાં આવતો. | ‘તાલા રાસ’, ‘લકુટા રાસ’નો વિકાસ આજે અર્વાચીન યુગમાં પણ જોવા મળે છે, કે જેમાં તાળીઓનું, પગના ઠેકાનું અને સંગીતનું મહત્ત્વ છે. લક્ષ્મણ ગણિ (ઈ.સ. ૧૧૪૩) લખે છે કે, “વિ ઉત્તાન તાના ઉન્ન રાસચં ' અર્થાત્ કેટલાંક ઊંચો તાલ આપી સામસામે તાળીઓથી રાસે ચડ્યાં, એટલે રાસ લેતાં હતાં. તેવી જ રીતે ‘સમક્ષેત્રિ રાસ'માં વિનયચંદ્ર ઉલ્લેખ છે કે, તીછે તાલારાસ પડઈ બહુ ભાટ પઢતા અનઈ લકુટા રાસ જોઈ ઈ ખેલા નાચંતા. ૧) તાલા રાસ : એટલે તાળીઓથી તાલ આપી રમાતો રાસ. ૨) લકુટા રાસ : એટલે ‘દંડરાસ' આજે એને દાંડિયા રાસ કે દાંડિયા રસ' કહેવામાં આવે છે. આમ ‘સમક્ષેત્રિ રાસ' માં “તાલા રાસ’ અને ‘લકુટા રાસનું વર્ણન આવે છે. શ્રી કે. કા. શાસ્ત્રી રાસના પ્રકારને સમજાવતાં કહે છે કે, “તાલા રાસ’ અને ‘લકુટા રાસ' એ રાસનૃત્યના બે ભેદ છે કે જેમાં પહેલાંમાં ફરતે કુંડાળામાં માત્ર તાળીઓથી કરવો તાલ આપી સંગીતપૂર્વક ઠેકા સાથે ફરવામાં આવે છે. પ્રથમ પ્રકારને અત્યારે પુરુષો રાસ લેતાં હોય તો હીંચ' અને સ્ત્રીઓ રાસ લેતી હોય તો હમચી' કહેવામાં આવે છે, જ્યારે બીજા પ્રકારને સર્વ સામાન્ય રીતે ‘દાંડિયા રાસ' કહેવામાં આવે છે. કેટલીક હીંચ-હમચી’ સ્ત્રી-પુરુષો સાથે પણ લેતાં હોય છે. આમ ‘તાલા રાસ’ ‘લકુટા રાસ' વિકાસ પામ્યા. તેમાં તાલ, લય, સંગીત અને ગીતનો ઉમેરો થયો અને તે “રાસ' તરીકે ઓળખાવા લાગ્યા. અને અનેક પેટા પ્રકારોમાં વિકાસ પામ્યા. આ ઉપરથી કહી શકાય કે અત્યારે આપણે ત્યાં આવા ‘પાસ’ ગરબી, ગરબાનાં રૂપમાં પ્રચારમાં આવ્યાં છે કે જે એનાં જૂના રૂપનું લગભગ પુનરાવર્તન છે. રાસાના સ્વરૂપ વિષે અનેક વિદ્વાનોના મંતવ્યો નીચે પ્રમાણે છે ૧) ગુજરાતી ભાષાના સાહિત્યકાર કનૈયાલાલ મુનશી Gujarat and its literature' માં રાસ વિષે લખે છે કે, “રાસ’ સ્ત્રીઓ-પુરુષો, ક્યારેક માત્ર સ્ત્રીઓ અથવા પુરુષો Page #41 -------------------------------------------------------------------------- ________________ ગીત-સંગીત સાથે રમતાં તેને કહેવામાં આવતો પ્રાચીન લોકનૃત્ય “રાસની સાથે સંકળાયેલો હોય એમ લાગે છે. પ્રો. વિજયરાય વૈદ્ય ગુજરાતી સાહિત્યની રૂપરેખા'માં રાસ વિષે નીચે મુજબ લખે છે કે, ‘પાસ’ કે ‘રાસો' એટલે પ્રાસયુક્ત પદ્યમાં (દુહા, ચોપાઈ કે દેશી નામે ઓળખાતા વિવિધ રાગોમાંના કોઈ એકમાં) રચાયેલું ધર્મ વિષયકને કથાત્મક કે ચરિત્રાત્મક સામાન્યતઃ કાવ્યગુણી થોડે અંશે હોય છે, તેવું પણ સમકાલીન દેશ, સ્થિતિ તથા ભાષાની માહિતી સારા પ્રમાણમાં આપતું લાંબું કાવ્ય. વિદ્વાન અનંતરાય રાવળ “રાસ'નાં સ્વરૂપ વિષે નીચે મુજબ લખે છે કે, રાસ એટલે સુગેય કાવ્ય પ્રબંધ. એની રચના વિસ્તારમાં પ્રથમ ટૂંકી અને ઉર્મિ કાવ્ય જેવી પણ સમય જતા આખ્યાન પદ્ધતિની બની. પૂર્વકાલીન લાંબા ગેય કાવ્ય અને અપભ્રંશ મહાકાવ્યના અનુસરણનું એ પરિણામ, અપભ્રંશ મહાકાવ્ય સંધિઓ (સર્ગો)માં વિભક્ત હોય છે. એ સંધિઓ ધીમે ધીમે અદશ્ય થતાં મહાકાવ્યનું સ્થાન કડવાબદ્ધ ગેય કવિતાએ લીધું. એ કવિતા તે રાસ. શ્રી જીવણચંદ સાકરચંદ ઝવેરી રાસની વ્યાખ્યા પ્રાચીન રાસ સાહિત્યને આધારે આ પ્રમાણે આપે છે કે, એ ગુજરાતી જૈનસાહિત્યના કાવ્યને “રાસ રૂપે ઓળખવામાં આવે છે જે રાસનો સામાન્ય અર્થ “ધ્વનિ કરવો, લલકારવું'. રાસક્રીડા અને કથા એવો થાય છે. તે ઉપરથી પદ્યકાવ્ય કથાઓને ‘રાસ', “રાસો’ અને ‘રાસા' કહેવાની પ્રથા પડી હોય એવું લાગે છે. રાસાના સ્વરૂપ વિષે મધ્યકાળના સાહિત્ય પ્રકારોમાં શ્રી ચંદ્રકાંત મહેતા લખે છે કે, રાસાઓ નૃત્યમાં ગવાતા અને તેનું પઠન થતું. પંદરમી સદી સુધીના રાસાઓ માત્રામેળ છંદમાં રચાયા છે. ત્યાર પછીના રાસાઓ માત્રામેળ છંદ અને કોઈ ગેય બંધોમાં (દેશી કે શાસ્ત્રીય) રચાયા છે. વિષયવસ્તુ તરીકે પૂર્વકાલીન રાસાઓમાં ધાર્મિક સ્થળોની, તીર્થ સ્થળોની પ્રશસિત તેમ જ મહાન કાર્ય કર્યા હોય એવા ધર્મવીરોની પ્રશસ્તિ આવતી. ચૌદમી સદી પછીના રાસામાં કલ્પિત કથાઓ, પૌરાણિક કથાઓ તેમ જ પ્રચલિત લોકકથાઓને પણ વણી લીધી હતી. શ્રી મોહનલાલ ભગવાનદાસ ઝવેરીના મત અનુસાર રાસ એટલે, “રસાત્મક કાવ્યમ્' એ સૂત્રને લક્ષમાં રાખી જૈન કવિઓ એ એમની કૃતિઓને “રાસ' નામ આપ્યું હોય એમ અનુમાન થાય છે. રાસા સાહિત્યની અભિવૃદ્ધિ થતાં ‘રાસા'નો અર્થ “ગેય-કાવ્ય' થયો. ' જૈન સાહિત્યના સાક્ષર મોહનલાલ દલીચંદ દેસાઈએ “જૈનસાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસમાં લખ્યું છે કે, “રાસ’ સામાન્યતઃ કથા ઉપર નાયકના યશોગાન કરવા અર્થે રચાતો. એ શબ્દ ત્યાં વપરાતો તે સિવાયના વિષય પરત્વે રાસા એટલે રસમય શબ્દોમાં પદ્ય ઘટના એ અર્થમાં હવે વપરાયો. જૈન સાહિત્યના સાક્ષર ભોગીલાલ સાંડેસરાના મત અનુસાર આખ્યાન' એ કથાત્મક કવિતા રજૂ કરે છે, એ દષ્ટિએ આ જ પ્રકારની કવિતા રજૂ કરતાં જૂના સાહિત્ય પ્રકાર “રાસ અથવા ‘રાસો' સાથે એને ગાઢ સંબંધ છે. અથવા કહી શકાય કે “આખ્યાન' અને “રાસ' એ ૬) Page #42 -------------------------------------------------------------------------- ________________ વાસ્તવિક રીતે જોતા એક જ પ્રકાર છે અને તે રીતે જૈનેતર પરંપરામાં મુખ્યત્વે ‘આખ્યાન' તરીકે અને જૈન પરંપરામાં ‘રાસ’ તરીકે ઓળખાયો. ૯) ડૉ. ધીરુભાઈ ઠક્કર લખે છે કે, રાસ/રાસો એટલે ‘રાસ રમવો અને રાસ રચવો.' એમ બે ભિન્ન ક્રિયા પરત્વે ‘રાસ’ શબ્દના ભિન્ન ભિન્ન અર્થ થાય છે. (અ) રાસ રમવો એટલે રાસ નામના નૃત્ય પ્રકારના સમારંભમાં ભાગ લેવો તે. (આ) ને રાસ રચવો એટલે રાસ નામનો કાવ્ય પ્રકાર રચવો તે. આમ રાસ નૃત્ય પ્રકાર છે. તેમ જ કાવ્ય પ્રકાર પણ છે. રાસ નૃત્ય શ્રીકૃષ્ણના વખતથી ગુજરાતમાં પ્રચલિત છે. સ્ત્રી-પુરુષો સાથે રાસ રમે છે. દાંડિયાના અવાજ, પગના ઠેકા સાથે ગીતનો તાલ લઈને ગોળાકારમાં ફરતાં ફરતાં ગાવું તેને રાસ રમવો એમ કહેવાય છે. આ સમૂહ નૃત્યમાં ગાઈ શકાય તેવી લલિત મધુર સુગેય કાવ્યરચના તે રાસ, એમ આજના સાહિત્ય પ્રકારને ધ્યાનમાં લેતાં કહી શકાય. આ જે સાહિત્ય પ્રકાર તરીકે ‘રાસ' શબ્દનો અર્થ માનવહૃદયની મૃદુ અને લલિત સંવેદનાને પદ્ય સ્વરૂપમાં ઉત્કટપણે ઉતારતું ઊર્મિકાવ્ય પણ કહી શકાય. ૧૦) વિદ્વાન મનસુખલાલ ઝવેરી અને વિદ્વાન રમણલાલ શાહના મત મુજબ રાસ એટલે, જ્યારે કોઈ ઉત્સવ આવે ત્યારે જૈન દેરાસરોમાં આ રાસ રમાતા અને ગવાતા. ખાસ એટલા માટે પ્રસંગને અનુલક્ષીને જૈન સાધુઓ રાસ લખી પણ આપતા. આ રાસ રમાતા અને તે પણ બે પ્રકારે (તાલા રાસ અને લકુટા રાસ) એવા સ્પષ્ટ ઉલ્લેખો રાસ-કૃતિઓમાં મળે છે. રાસ અમુક સમયમર્યાદામાં રમાતો હોવાને કારણે શરૂઆતમાં બહુ ટૂંકો લખાતો પરંતુ આ કાવ્ય પ્રકારમાં ધીમે ધીમે કથાનું તત્ત્વ વધવા લાગ્યું એટલે પાછળ જે રાસા લખાયા તે વધારે ને વધારે વિસ્તૃત અને વર્ણનાત્મક બનતા ગયા અને તેમ તેમ તેની અભિનય ક્ષમતા ઘટતી ગઈ. રાસાઓ એક જ સળંગ ઢાળ બંધમાં લખાતા નહિ પરંતુ દુહા, ચોપાઈ કે દેશીમાં લખાતા અને એના વિભાગ પાડવામાં આવતા જેને ‘ભાષા કે ‘કડવક’ એવું નામ આપવામાં આવતું. ૧૧) ડૉ. કવીનભાઈ શાહ ‘રાસ’ના લક્ષણો વિષે લખે છે કે, મંગલાચરણ, કવિનું નામ, રચના સમય, ગુરુનું નામ, દેશીઓ અને રાગોનો પ્રયોગ, ઢાળમાં વસ્તુ વિભાજન, શૃંગાર, કરુણ અને શાંતરસની ભૂમિકા, સમકાલીન દેશ અને સમાજ દર્શન, ફળશ્રુતિ વગેરેના સંયોજનથી રાસ રચનાઓ થયેલી છે. આમ ‘રાસ’ એક જૈન કાવ્ય પ્રકાર તરીકે સાહિત્ય વિકાસની ઐતિહાસિક ભૂમિકા પૂરી પાડીને પોતાની અસ્મિતાનો પરિચય કરાવે છે. આમ વિવિધ વિદ્વાનોના અભ્યાસ પરથી નીચે પ્રમાણે અનુમાન કરી શકાય : પ્રારંભમાં સંસ્કૃતમાં જે રાસાનું સ્વરૂપ મળે છે તે કૃષ્ણ ગોપ-ગોપીઓ ગોળાકારે રમતાં. તેમાં સંગીત અને નૃત્યનું પ્રાધાન્ય હતું. ‘રાસ’ નૃત્યનો એક પ્રકાર હતો. આ રાસ રમનારની સંખ્યા ધીરે ધીરે વધીને ૬૪ સુધીની થઈ. કથાની દૃષ્ટિએ બલરામ કૃષ્ણની કથાનક પરાક્રમો ઉપરાંત સમયની દૃષ્ટિએ આ રાસમાં શરદની ચાંદની રાતનું મહત્ત્વ હતું. ધીરે ધીરે તેમાં તાલ, લય અને ગીત-સંગીત પણ ભળ્યાં. તેમ જ દંડ ચામર કે છૂરિકા દંડ વડે રમાવા લાગ્યા. આ રાસ નૃત્ય જોવાથી લોકોને આનંદ મળતો. ૨૫ Page #43 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય આ રાસાને રાસક કે રાગકાવ્ય તરીકે ઓળખાવે છે. આમ આ રાસક ગેય રૂપક છે. કે જેમાં ૬૪ યુગલો અને અનેક નર્તકી દ્વારા વિલસતો આ કાવ્ય પ્રકાર શૃંગાર જેવા જીવનના ઉલ્લાસભાવની અભિવ્યક્તિ માટેનું એક સરસ સાધન હશે પરંતુ જૈન કવિઓને હાથે “રાસક' રાસો બની ગયો અને તેનું મૂળ સ્વરૂપ બદલાઈ ગયું છે. જૈન કવિઓએ ધર્મોપદેશ આપવા માટે રાસાઓની રચના કરી છે. રાસાઓ જે મૂળ ભાવની અભિવ્યક્તિનું સાધન હતા, તે કથા વસ્તુ અને પાત્રવિકાસ ધરાવતા સાહિત્ય પ્રકાર બની ગયા. આમ છતાં રાસાઓ ગેયનત્ય કાવ્ય તરીકે કાયમ રહે છે. “સર્વે: રાજુ નીય િમતવિંદ્ર’ એવી હેમચંદ્રાચાર્યના ઉક્તિ પ્રમાણે રાસામાં જુદા જુદા રાગોમાં ગાઈ શકાય એવાં ખંડો, ભાસ, ઠવણી આવતા. “રમાં જ રાસુ, “નવરંગિ એ રાસુ રમંતિ' જેવા ઉલ્લેખોથી રાસ ગીતનૃત્ય સાથે રમવામાં આવતો એ સ્પષ્ટ થાય છે. જો કે પાછળના સમયના રાસાઓમાં “પઢઈ જે ગુણ સંભલઈ' જેવા ઉલ્લેખો ઉપરથી કથાની જેમ વાંચવામાં અને સાંભળવામાં પણ આવતો હશે એવું અનુમાન કરી શકાય. જૈન રાસાના લક્ષણ (મુખ્ય લક્ષણો) (૧) પ્રાચીન રાસા રમાતા અને ગવાતા. એ રાસા ટૂંકા અને સળંગ હતા પરંતુ ધીમે ધીમે એમાં લાંબી સ્તુતિઓ, નિરર્થક વર્ણનો, અપ્રસ્તુત આડ કથાઓ તથા લાંબા લાંબા ધર્મોપદેશો વગેરે ઉમેરાતાં ગયાં. એથી રાસાનો વિસ્તાર વધતો ગયો અને એમાં ભાસ, ઠવણી, પ્રસ્તાવ, અધિકાર, ઉલ્લાસ, આદેશ, ખંડ, વાણિ, કડવક અને ઢાલ જેવા વિભાગ પાડવાની પ્રથા પ્રવેશી. આવા લાંબા રાસો રમતાં રમતાં ગાવા માટે ઉપયોગી ન થતાં પરંતુ એનું વાંચન, પઠન, શ્રવણ થતું. (૨). રાસ સુગેય રચના છે. પ્રારંભ નમસ્કારાત્મક રહેતો. એમાં મૃતદેવી, તીર્થકર, પંચપરમેષ્ઠી, શારદાદેવી કે ગુરુ અથવા એ બધાંનું સ્મરણ અને નમસ્કાર કરાતાં. સામાન્ય રીતે રાસના આરંભમાં નમસ્કારાત્મક વિભાગ ટૂંકો રહેતો, પણ જ્યાં સરસ્વતીદેવી, ચોવીશ જિનેશ્વર કે ગુરુ આદિનું વર્ણન કે એમનો મહિમા બતાવતો સ્તુત્યાત્મક નમસ્કાર કરવામાં આવતો ત્યાં આ વિભાગની લંબાઈ વધી જતી. રાસાનું સ્વરૂપ બદલવા છતાં આ મંગલચરણનું તત્ત્વ તો અઢારમી સદીના અંત સુધી લગભગ કાયમ રહ્યું છે. (૩) રાસના પ્રારંભમાં નમસ્કારાત્મક વિભાગ પછી ક્યારેક રાસના વિષયનો તો ક્યારેક રાસની વસ્તુ ક્યાંથી લેવામાં આવી છે એનો નિર્દેશ કરાતો. જૈન રાસામાં મોટે ભાગે જૈનધર્મના દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ ચરણકરણાનુયોગ અને ધર્મકથાનુયોગ સંબંધી વિષય નિરૂપાતાં. તેમાં પણ ધર્મકથાનુયોગ સંબંધી વિષય પર વિશેષ પ્રમાણમાં રાસ રચાતાં. રાસામાં ચોપાઈ, દુહા, ત્રિપદી, વસ્તુ ગુટક, કવિત, કંડલિયા, રોળા, પધ્ધડિયા વગેરે વિવિધ પ્રકારના માત્રામેળ છંદો પ્રયોજાતા. ઘણી વાર રાસામાં માત્રામેળ છંદોથી મુક્ત એવી લોકપ્રિય ગીતોની વિવિધ પ્રકારની દેશીઓની ઢાળો પ્રયોજાતી. (૬) રાસામાં વર્ણાનુપ્રાસ, શબ્દાનુપ્રાસ, અંત્યાનુપ્રાસ જેવા શબ્દાલંકાર અને ઉપમા, ઉલ્ટેક્ષા, રૂપક, શ્લેષ, દષ્ટાંત, વિરોધાભાસ જેવાં અર્થાલંકારોની વિપુલતા રહેતી. Page #44 -------------------------------------------------------------------------- ________________ (૭) રાસાના વિષય અને રાસકારોની રાસાનું કથાનક કહેવાની પદ્ધતિ જોતાં એમ લાગે છે કે રાસકારોનો હેતુ કોઈ શ્રેષ્ઠ પ્રકારની સાહિત્ય રચના રચવાનો રહેતો નહિ, પણ આ પ્રકારની રચનાઓ દ્વારા પોતાનાં કર્મોની નિર્જરા કરવાનો, જૈનધર્મનો પ્રચાર કરવાનો અને એ ધર્મમાં લોકોને સ્થિર કરવાનો હતો. માટે જ ખાસ કરીને ચરિત્રાત્મક રાસાના ઉત્તરાર્ધ ભાગમાં વૈરાગ્ય પ્રેરક ઉપદેશ, સંસારની અસારતા તેમ જ સંયમની મહત્તા વગેરે દર્શાવતાં. (૮) રાસાની રચના ધાર્મિક હેતુ સિદ્ધ કરવા માટે થતી હોવાથી પ્રાયઃ દરેક રાસના અંતે શાંતરસનું નિરૂપણ થતું. રાસાના અંતે ફલશ્રુતિમાં રાસના પઠનથી શ્રવણથી કે વાંચનથી થતાં લાભ વર્ણવતાં. રાસ રચનારા જૈન સાધુઓ રાસના અંતે પોતાના ગચ્છ, ગુર્નાવલિ, ગુરુ અને સ્વનામનો નિર્દેશ કરતાં જ્યારે ગૃહસ્થ રચયિતાઓ રાસના અંતે પોતાના વંશ, પૂર્વજો, માતાપિતાદિ, સ્વજનો, ગચ્છ, અને ધર્મગુરુનો ઉલ્લેખ કરતાં. આ ઉપરાંત રાસાના અંતે રચના સમય, રચના સ્થળ, રચનામાં ઢાલ અથવા ગાથા (પદ્ય)ની સંખ્યા અને ક્યારેક રચનામાં વપરાયેલા છંદોનાં નામ આપતાં. (૧૦) કોઈ કોઈ રાસામાં એના રચયિતા દ્વારા એ રચનાની ચિરંજીવિતા ઈચ્છતી. જૈનશાસનની વિરુદ્ધ કાંઈ પણ કહેવાયું હોય તો એ બદલ મિચ્છામિ દુક્કડમ્' કરાતું. રચનામાં જાણતાં કે અજાણતાં પોતાનાથી કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો એ બદલ વિદ્ય%નો પાસે ક્ષમા યાચના કરાતી તથા પૂર્વકાલીન અને સમકાલીન મહાન ગ્રંથકારોનું સ્મરણ કરાતું. તેમ જ પોતાની લઘુતા તથા નમ્રતા દર્શાવાતી અને છેવટે સૌની કલ્યાણભાવના વ્યક્ત કરાતી. રાસાનાં ઉપર્યુક્ત લક્ષણો ઉપરથી અનુમાન કરી શકાય કે, આ રાસાની રચનાનું સાહિત્યિક મૂલ્ય ઊંચું ગણાય. કારણ કે તેમાં વિવિધ છંદો દ્વારા પદોની સુરચના, વિવિધ ઢાળ, રાગ રાગિણીની ગેયતા તેમ જ અલંકારોથી મંડિત શબ્દાવલી, દષ્ટાંતો અને કથાનકો દ્વારા સર્જાયેલી સંવાદશૈલી વગેરે રાસાઓને વિશિષ્ટ સ્થાન અર્પે છે. રાસ/રાસોનો વિકાસ રાસ/રાસો અર્થાત્ (૧) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં મુખ્યત્વે જૈન સાધુ કવિઓને હાથે ખેડાયેલો અને વિકસેલો પદ્ય પ્રકાર છે. મૂળમાં રાસ' એક નૃત્ય પ્રકાર હતો. મંદિરમાં સ્ત્રી-પુરુષો તાળી કે દાંડિયાના તાલ સાથે વર્તુળાકારે ગાન-વાદન સહિત આવા રાસ રમતા. રેવંતગિરિરાસુમાંની “રંગિહિ એ રમઈ રાસુ' જેવી પંક્તિ તેમ જ “સપ્તક્ષેત્રિ રાસ'માં ‘તાલ રાસ’ અને ‘લકુટા રાસ' એમ બે પ્રકારના રાસ મળતાં ઉલ્લેખો દર્શાવે છે કે રાસ રમાતા-ખેલાતા હતા. આજે જે રાસ રમવામાં આવે છે એમાં “રાસનો એ અર્થ સચવાયેલો જોઈ શકાય છે. આ રાસ રમતાં જેનું ગાન કરવામાં આવતું એ રચના પણ પછી “રાસ' કહેવાવા લાગી હોય એવું અનુમાન છે. અપભ્રંશ કાળમાં કેટલા ગેય છંદો “રાસક' નામે ઓળખાતા હતા. આવા છંદોથી રચાયેલી કૃતિને પણ ‘રાસ' કહેવાની પરંપરા અપભ્રંશમાં ઊભી થઈ અને તે ગુજરાતીમાં પણ ઊતરી આવી. આરંભની આ સુગેય રાસરચનાઓ પ્રમાણમાં ટૂંકી અને ઊર્મિતત્ત્વના પ્રાધાન્યવાળી હતી, Page #45 -------------------------------------------------------------------------- ________________ પણ પછી અપભ્રંશ મહાકાવ્યના અને લાંબાં દીર્ઘકાવ્યોના અનુસરણમાં એમાં કથન તત્ત્વ ઉમેરાતાં એ કથાનાત્મક પદ્ય રચનાનો પ્રકાર બની ગયો. ક્રમશઃ આ રાસાઓ જેમ જેમ વધુને વધુ દીર્ઘ રચનાઓ થતી ગઈ તેમ તેમ ઊર્મિતત્ત્વની સધનતા એમાંથી ઓછી થતી ગઈ. બારમીથી પંદરમી સદીના રાસા ઠવણી, કડવાં, ઢાલ જેવા વિભાગોથી વિભક્ત થતા અને દુહા, ચોપાઈ, સોરઠા, રોળા જેવા માત્રામેળ છંદોમાં રચાતા હતા. આ છંદો ગેય પણ હતા. તે પછીના રાસા ખંડ, અધિકાર, ઉલ્લાસ જેવા વિભાગોમાં વિભક્ત થવા લાગ્યા. ખંડ પણ વિવિધ ઢાળોમાં વહેંચાતો. રાસાની આવી ઢાળો પહેલા પોતે જ રાગસૂચક હતી. ધીમે ધીમે એ વિષય કે પ્રસંગની નિર્દેશક બની ગઈ. રાસાની આવી ઢાળો વિવિધ ગેય દેશીઓમાં ગવાતી અને એ દેશીઓના ઢાળનો મથાળે નિર્દેશ કરવામાં આવતો. સમય જતાં આ “રાસ/રાસો' સંજ્ઞા ચુસ્ત રહી શકી નથી. સામાન્ય રીતે દીર્ઘ કથનાત્મક પદ્યકૃતિ માટેની સંજ્ઞા જ એ રહી ગઈ છે. આવી કથાનાત્મક પદ્યરચનાઓ ચારિત્રકથાઓ હોય, ઈતિહાસકથાઓ હોય, લૌકિક કથાઓ કે રૂપકકથાઓ હોય એ સર્વને માટે રાસ' સંજ્ઞા વપરાયેલી જોઈ શકાય છે. ‘જંબુ સ્વામી ચરિય' જેવી ચરિત્રકથા, ‘જંબુસ્વામી રાસ'ને નામે ‘વિમલ પ્રબંધ', ‘કુમારપાળ પ્રબંધ' જેવી ઈતિહાસકથાઓ તેમ જ “માધવાનલ કામ કંદલા ચોપાઈ' જેવી લૌકિક કથાઓ ‘માધવાનલ કામ કંદલા રાસ' તરીકે પણ ઓળખાવાઈ છે. | ગુજરાતી ભાષાની નિશ્ચિત રચના વર્ષ ધરાવતી સૌથી જૂનામાં જૂની કૃતિ તો “ભરતેશ્વર બાહુબલિ ઘોર’ છે પરંતુ રાસ' સંજ્ઞાવાળી જૂનામાં જૂની ઉપલબ્ધ કૃતિ ભરતેશ્વર-બાહુબલિ રાસ છે. જૈન આચાર્ય શાલિભદ્રસૂરિએ સં. ૧૨૪૧ (ઈ.સ. ૧૧૮૫)માં એની રચના કરી હતી. આમ મધ્યકાળના ફાગુ જેવા કેટલાક અન્ય પદ્ય પ્રકારોની જેમ રાસા સ્વરૂપ પણ મુખ્યત્વે જૈન સાધુ કવિઓને હાથે વધુ ખેડાયું અને વિકસ્યું છે. પ્રાન્ નરસિંહ તબક્કામાં આ સ્વરૂપ એવું ખીલ્યું કે પ્રાચીન ગુજરાતી સાહિત્યના એ ગાળાને કે. કા. શાસ્ત્રી “રાસયુગ’ને નામે ઓળખાવે છે. રાસા' સંજ્ઞાવાળી રચનાઓમાં બધા જ પ્રકારના કથાનકોનો સમાવેશ થતો હોઈ અખૂટ વિષય વૈવિધ્ય આ સ્વરૂપે પૂરું પાડ્યું છે. જેમ કે, ઈતિહાસ પ્રસિદ્ધ રાજાઓ અને મંત્રીઓના ચરિત્રવાળા – કુમારપાળ રાસ', ‘વસ્તુપાળ – તેજપાળ રાસ', “પેથડશાહ રાસ'. ધાર્મિક પરંપરાના રાજપુરુષોના ચરિત્રવાળા – પ્રદેશી રાજાનો રાસ', ‘શ્રેણિક રાજાનો રાસ'. ધાર્મિક પરંપરાના તેમ જ ઈતિહાસ પ્રસિદ્ધ સાધુભગવંતોના ચરિત્રોવાળા – ‘વયરસ્વામી * રાસ', “હીરવિજયસૂરિ રાસ'. તીર્થકરો – ગણધરોના કથાનકોવાળા – નેમિનાથ રાસ', “ગૌતમસ્વામીનો રાસ'. શ્રેષ્ઠીઓ – સતી સ્ત્રીઓના કથાનકોવાળા – “સુદર્શન શ્રેષ્ઠીનો રાસ', ‘ચંદનબાળાનો રાસ'. ચૈત્યપરિપાટી, સંઘયાત્રા, જિનાલયોની પ્રતિષ્ઠા તથા તીર્થોદ્ધારોને વર્ણવતા – “રેવંતગિરિ રાસ', ‘ગિરનાર તીર્થોદ્ધાર રાસ', 'પ્રેમચંદ સંઘ વર્ણન રાસ'. જૈનધાર્મિક પરંપરાની કથાઓ આલેખતા – 'વિદ્યાવિલાસ રાસ', “આરામ શોભા રાસ'. જૈનેતર કથાઓવાળા - નલદમયંતી રાસ’, ‘શકુંતલા રાસ'. Page #46 -------------------------------------------------------------------------- ________________ ધર્મોપદેશવાળા – ‘હિતશિક્ષા રાસ’, જૈન સિદ્ધાંતોનું નિરૂપણ કરતાં ‘દ્રવ્ય, ગુણ, પર્યાયનો રાસ’, ‘બાર વ્રત રાસ’. આમ વિવિધ વિષયોને આવરી લેતા સંખ્યાબંધ રાસાઓ મધ્યકાલીન ગુજરાતીમાં રચાયા છે. આ રાસાઓમાં વિશેષતઃ ઐતિહાસિક વિષયવસ્તુવાળા રાસાઓમાં ભરપૂર ઐતિહાસિક સામગ્રી સંગ્રહાયેલી હોઈ એનું વિશેષ દસ્તાવેજી મૂલ્ય પણ છે. ‘હીરવિજયસૂરિ રાસ' જેવી કૃતિ એનું એક ઉદાહરણ છે. સાધુઓની ગુરુ પરંપરા પણ આ બધી રાસાસ્કૃતિઓમાં સચવાયેલી જોવા મળે છે. તે ઉપરાંત કૃતિના અંતભાગમાં રચના વર્ષ અને સ્થાનનો પણ નિર્દેશ સામાન્યતઃ મળતો હોય છે. જુદા જુદા સમયને તબક્કે એક જ વિષય પર એકથી વધુ કવિઓએ રાસાઓની રચના કરી હોય એવાં ઉદાહરણો પાર વિનાનાં છે. જેમ કે ‘શત્રુંજય રાસ’ નયસુંદર, સમયસુંદર, જિનહર્ષ, ઉદયરત્ન આદિ કવિઓએ રચ્યો છે. એ જ રીતે એક જ કવિની રાસકૃતિની અનેક હસ્તપ્રતો લખાયેલી પ્રાપ્ત થઈ છે. જેમ કે સમય સુંદરના ‘નલ દવદંતી રાસ’ની ૪૪ હસ્તપ્રતો થયેલી છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઘણો મોટો ભાગ રોકીને બેઠેલા આ ગંજાવર રાસ સાહિત્યમાંથી હજી મુદ્રિત સ્વરૂપે ઘણું ઓછું પ્રકાશિત થયું છે. ઘણી કૃતિઓ હજી કેવળ હસ્તપ્રતરૂપે જ જ્ઞાનભંડારોમાં સચવાયેલી છે. - વિક્રમના ૧૩થી ૧૫મા શતકના ગાળામાં શાલિભદ્રસૂરિનો ‘ભરતેશ્વર બાહુબલિ રાસ', ધર્મસૂરિનો ‘જંબુસ્વામી રાસ', પાલ્હણનો ‘આબુરાસ’, વિનયચંદ્રનો ‘બાર વ્રત રાસ' તેમ જ શાલિસૂરિનો ‘વિરાટ પર્વ' જેવી રચના એમાં પ્રયોજાયેલાં અક્ષરમેળ વૃત્તોને કારણે ધ્યાન ખેંચે છે. વિક્રમના સોળમા શતકમાં લાવણ્ય સમયે ‘વિમલ પ્રબંધ રાસ’, સહજસુંદરે ‘ઋષિ દત્તા મહાસતી રાસ’, ‘પ્રસન્નચંદ્ર રાજર્ષિ રાસ' જેવી રાસા કૃતિઓ આપી છે. વિક્રમના સત્તરમા શતકમાં જયવંતસૂરિએ ‘શૃંગાર મંજરી/શીલવતીચરિત્ર રાસ', કુશલ લાભની ‘માધવાનલ કામ કંદલા' ચોપાઈ/રાસ વગેરે મુખ્ય છે. નયસુંદરના ‘નલ દમયંતી રાસ', ‘રૂપચંદકુંવર રાસ’ મુખ્ય છે. સમયસુંદરે ૧૯ જેટલી નાની મોટી રાસ કૃતિઓ રચી છે. આજ શતકમાં થયેલા ખંભાતના શ્રાવક કવિ ઋષભદાસે કુલ ૩૨ રાસાઓ રચ્યા છે. એમની સૌથી મહત્ત્વની કૃતિ ‘હીરવિજયસૂરિ રાસ’ (સં. ૧૬૮૫) ૧૧૦ ઢાળનો ૩૧૩૪ કડીનો છે. વિક્રમના ૧૮મા શતકમાં થયેલા જિનહર્ષે લગભગ ૩૫ જેટલા રાસાઓ રચ્યાં છે. એમાં ‘શત્રુંજય માહાત્મ્ય રાસ' (ર.સં. ૧૭૫૫) સૌથી મહત્ત્વનો અને ૮૬૦૦ કડીનો વિશાળકાય રાસ છે. લઘુ હરિભદ્રાચાર્યનું બિરુદ પ્રાપ્ત કરનાર ઉપાધ્યાય શોવિજયજીએ ‘દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ’, ‘જંબૂસ્વામીનો રાસ', વગેરે રાસો રચ્યા છે. જ્ઞાન.િમલસૂરિએ ‘ચંદ્ર કેવલી રાસ’ જેવા ૭ રાસાઓની રચના કરી છે. તેમ જ ઉદયરત્ન વાચકે ૧૯ ૨.સાઓ રચ્યા છે. વિક્રમની ૧૯મી શતકમાં ઉત્તમવિજય શિષ્ય પજ્ઞવિજયે ‘નેમિનાથ રાસ' વગેરે ૪ રાસો રચ્યા છે. પં. વીરવિજયજીએ ‘સુરસુંદરી રાસ’, ‘ધમ્મિલકુમાર રાસ' વગેરે વિપુલ સાહિત્ય સર્જન કર્યું છે. એમાં વિશેષ કરીને એમની વિવિધ દેશીઓની લય છટાઓમાં રચાયેલી પૂજાઓ ખૂબ જ જાણીતી છે. આમ ‘ભરતેશ્વર બાહુબલિ રાસ'થી શરૂ થઈને આ રાસા સાહિત્યનો પ્રવાહ વિક્રમની ૧૫ શતક સુધીમાં સુપેરે છવાઈ જઈ ૧૬, ૧૭, ૧૮મા શતકમાં કેટલાક નોંધપાત્ર તેમ જ અન્ય અસંખ્ય Page #47 -------------------------------------------------------------------------- ________________ જૈન કવિઓ દ્વારા પ્રવર્તમાન રહી ધીમે ધીમે ૧૯મા શતકમાં મંદ પડતો જઈ પં. વીરવિજયજી આગળ વિરામ પામતો લાગે છે. આ જૈન રાસાઓમાં ઉપદેશનું તત્ત્વ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. ‘રાસાયુગ'માં જે રાસા મળે છે તે જૈન સિદ્ધાંતોનું પ્રતિપાદન કરવા, તીર્થોનું મહાભ્ય અથવા રાજાઓનાં ચરિત્રોનું આલેખન કરવા રચાતાં. તેમાં આડકથાઓ અને લોકકથાઓનો ઉપયોગ થયેલો પણ જોવા મળે છે. પંદરમી સદી પછીના રાસાઓમાં વિવિધ દેશીઓ તથા છંદોનો ઉપયોગ થયેલો છે. સાધુ કવિઓ ઉત્સવોના નિમિત્તે ખાસ રાસાઓ લખતા. આ રાસાઓમાં ચમત્કારો, સમાજદર્શનનું નિરૂપણ સહજ રીતે થયેલું છે. વિવિધ રાસોમાં કરુણ, શૃંગાર, અદ્ભુત, વીર અને શાંતરસ આલેખન થતું જોવા મળે છે. ધીમે ધીમે આ રાસાઓમાં વર્ણનોનું પ્રમાણ વધતું ગયું. તેથી રાસાઓ લાંબા લખાવા લાગ્યા અને તેમાંથી નૃત્યનું તત્વ લોપ પામ્યું. આમ વિપુલ પ્રમાણમાં જૈન સાધુ કવિઓએ સેકંડોની સંખ્યામાં રાસા લખ્યા છે. આ રાસા સાહિત્યમાં પ્રાધાન્ય તો ભક્તિનું જ રહ્યું છે. હૃદયની સાચી ભક્તિ દર્શાવતી આ રચનાઓમાં નવરસ સાથે વિશેષત: ભક્તિરસ નિષ્પન્ન થાય છે. રાસના રચયિતાઓ ભક્તિમય અને ધર્મપરાયણ જીવન ગાળતાં હોઈ ત્યાગ અને સંયમનો મહિમા તેમની રચનામાં કેન્દ્રસ્થાને રહેતો. અહીં પ્રેમની વાતોમાં શૃંગાર રસ અને કરુણ રસ આવે છે, પણ અંતે તો વિજયી બને છે વૈરાગ્ય, ત્યાગ અને ઉપશમ રસ. આમ કથારસ દ્વારા ધર્મતત્ત્વનો બોધ અને ઉચ્ચ નીતિમત્તા અને સંયમનો આદર્શ કવિઓએ આ રાસામાં ગાયો (બતાવ્યો) છે. અંતમાં આ રાસાઓ ઈતિહાસને જાળવી રાખે છે, સમાજ જીવનની ઝાંખી કરાવે છે. ધર્મોપદેશ આપે છે. મુક્તકો દ્વારા સંસાર જ્ઞાન આપે છે. સમસ્યાઓ દ્વારા બુદ્ધિની કસોટી કરવાની તક પણ આપે છે. - જે 9 نعم شعبہ x 3 عہ کعبہ v $ $ : સંદર્ભસૂચિ : ગુજરાતી સાહિત્યનો પરિચય - ડૉ. સુસ્મિતા મેઢ ....... ........... પૃ. ૧, ૨ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં તત્ત્વવિચાર - ડૉ. નિપૂણ ઈ. પંડ્યા .......... .............. પૃ. ૧૮૯-૧૯૦ શ્રી સમવાયાંગસૂત્ર – પ્રકાશક – શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન ............ ૪. શ્રત કલ્યાણ વિશેષાંક - સંપાદક – કીરચંદ જે. શેઠ, મનોજ શેઠ, ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ-૨ – ખંડ-૧ - ઉમાશંકર જોશી, અનંતરાય રાવળ, યશવંત શુક્લ ............ ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન - શ્રી કે. કા. શાસ્ત્રી.......... •. . ૨૮ હરિવંશ વિષ્ણુપર્વ – ૨૦ મો અધ્યાય બ્રહ્મપુરાણ – ૮૧ મો અધ્યાય.......... શ્લોક-૨૧ ‘ભાગવ’ દશમસ્કંધ – ૩૩ મો અધ્યાય .......... ..શ્લોક ૨.૩ છંદોનુશાસન પદ્ય ૬૫ - હેમચંદ્રાચાર્ય............. .............. પૃ. ૩૫ ૧૧. ગુજરાતી સાહિત્યના પ્રકારો - ડૉ. મંજુલાલ મજૂમદાર ............ ......... પૃ. ૫૦૯, ૫૧૦ ૧૨. ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો - ડૉ. મંજુલાલ મજમૂદાર ........... પૃ. ૫૧૩ ૧૩. ગુજરાતી સાહિત્યની રૂપરેખા - ડૉ. વિજયરાય ......... પૃ. ૧૯૮ ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન - શ્રી કે. કા. શાસ્ત્રી.. .... પૃ. ૨૬ હું ........... Page #48 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ વિરલ કવિ ઋષભદાસ (ક) કવિ ઋષભદાસનું જીવન ભગવાન મહાવીર સ્વામીના સમયથી વર્તમાન સમય સુધીમાં આરંભમાં કંઠસ્થરૂપે અને પછીથી ગ્રંથરૂપે જૈન આગમ સાહિત્ય સચવાયેલું છે. પાછલાં આ દોઢેક હજાર વર્ષથી વધુ સમયના ગાળામાં બીજું પણ જૈનસાહિત્ય વિપુલ પ્રમાણમાં લખાયેલું છે. તેમાં પણ વિક્રમની પંદરમી/ સોળમી સદી અર્થાત્ મધ્યકાલીન યુગમાં મહાન અને સમૃદ્ધ સાહિત્યની રચના થઈ છે. ‘જૈન ગુર્જર કવિઓ’ની પ્રથમ આવૃત્તિ તથા બીજી સંશોધિત - સંવર્ધિત આવૃત્તિ ઉપર માત્ર નજર નાખતાં જ જણાય છે કે જૈન સાધુ કવિઓએ અને કેટલાક જૈન ગૃહસ્થ કવિઓએ વિભિન્ન પ્રકારનું કેટલું બધું સાહિત્ય ખેડ્યું છે. સાક્ષર બળવંતરાય કલ્યાણરાય ઠાકોરે લખ્યું છે કે, આપણા જૂના વાડ્મય પ્રવાહમાંના પૌરાણિક ફાંટામાં જેમ ઘણાખરા કર્તા બ્રાહ્મણો છે. કાયસ્થ, સોની, વાણિયા, કણબી, ‘ભગત’ અને બીજા વિરલ છે, તેમ તેના જૈન ફાંટામાં ઘણાખરા કર્તાઓ સાધુ છે. ગૃહસ્થાશ્રમમાં રહીને પણ કવિ તરીકે કીર્તિ જીતનારા વિરલ છે. સામાન્યતઃ ધર્મોપદેશની ધારા, ધર્મ સાહિત્યની ગંગા જૈનાચાર્યો, જૈન સંતો દ્વારા વહેતી રહી છે. સાથો સાથ કેટલાક સાધુચરિત જૈન ગૃહસ્થ પણ એવા વીરલા છે કે જેમણે ધર્મોપદેશનો સ્રોત વહેતો રાખ્યો છે. ગૃહસ્થાશ્રમમાં રહીને પણ કવિ તરીકે બારમા શતકના જૈન ગુજરાતી કવિ નેમિચંદ્ર ભંડારી, તેરમાના આસગુ અને વાંછો, ચૌદમાના વસ્તુપાલ, વિષ્ણુ અને વસ્તો (વસ્તિગ), પંદરમાના ભોજક, દેપાલ અને વચ્છ ઉર્ફે વાછો, સોળમી સદીના શ્રાવક કવિઓ ખીમો અને લીંબો તથા સત્તરમી સદીના ‘જયાનંદ કેવલીરાસ’ના કર્તા કવિ વાનો આદિ વિરલ વ્યક્તિઓમાંના કવિ ઋષભદાસ પણ એક છે. એમાંય જ્યારે ૧૬/૧૭મી સદીમાં રાસ સાહિત્ય સોળે કલાએ ખીલ્યું હતું ત્યારે એમાં હેમવિજયગણિ, જિનરાજસૂરિ, ગુણવિજય જેવા સમકાલીન, નયસુંદર, સમયસુંદર જેવા સમર્થ શ્રેષ્ઠ કવિઓની, સંતોની હરોળમાં બેસી શકે એવા એક શ્રાવ કવિ ઋષભદાસ સાંગણ સંઘવી થઈ ગયા. જેમણે સાહિત્ય જગતને વિપુલ કૃતિઓની રચના કરી સમૃદ્ધ બનાવી પોતાનો અમૂલ્ય ફાળો નોંધાવ્યો છે. પ્રાયઃ કરીને મહાપુરુષોના લૌકિક જીવનનો ઉલ્લેખ તેઓ પોતે જ અપ્રગટ રાખવા માંગે છે. તેઓ પોતે જ તેમને સિદ્ધાંતની વિરુદ્ધ સમજે છે અને તેથી જ કોઈ પણ સર્જકના જીવન વૃત્તાંત વિષે બહુ થોડી માહિતી મળી શકે છે. તેમ છતાં જે માહિતી મળે છે તે એમની કૃતિઓ દ્વારા અથવા એમના સમકાલીન કે અનુગામી ગ્રંથકારોની કૃતિઓમાંથી. તેમનો સ્વપરિચય, વ્યક્તિત્વ, વંશ, જ્ઞાતિ, પિતામહ, માતા-પિતા, પત્ની, બાળકો, = ૩૧ > Page #49 -------------------------------------------------------------------------- ________________ ભાઈ-બહેન વગેરેનો પરિચય એમની મોટી કૃતિઓ ‘વ્રતવિચાર રાસ', ‘હીરવિજયસૂરિ રાસ’ તેમ જ ‘ઉપદેશમાલા રાસ' વગેરે રાસાઓમાંથી થોડું થોડું જાણવા મળે છે. તેના આધારે તેમના જીવનનો પરિચય દર્શાવ્યો છે. કવિ ઋષભદાસનો સમય કવિ ઋષભદાસના જન્મ યા મરણ વિષેની સ્પષ્ટ માહિતી તેમની કોઈ પણ કૃતિમાંથી, તેમ જ અન્ય સ્થળેથી પ્રાપ્ત થતી ન હોવાને કારણે તેમના જીવનની બે સીમારેખાઓ પૂર્વમર્યાદા અને ઉત્તરમર્યાદા માત્ર અનુમાનથી જ આંકવા પ્રયત્ન કર્યો છે. કવિની પ્રથમ અને છેલ્લી કૃતિઓની રચનાની સાલો જ તેમનો જીવનકાળ નક્કી કરવા માટે સહાયરૂપ બને છે. વિદ્વાન શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈના મતાનુસાર તેમની પહેલી મોટી કૃતિ 'વ્રતવિચાર રાસ' સં. ૧૬૬૬માં રચાયેલી છે. જેમ કે, સોલ સંવચ્છરિ જાણિ વર્ષ છાસઠ, કાતીએ વદિ દિપક દાઢો, રાસ તવ નીપનો આગમિ ઉપનો, સોય સુહાતાં તુમ પુણ્યગાઢો. આ પ્રથમ કૃતિના અંતે પોતાની ગૃહસ્થ સ્થિતિનું પણ વર્ણન ટૂંકમાં કરેલું છે. જેમ કે, સુંદર ઘર્ણ રે દીસઈ શોભતી, બહઇની બાંધવ જોય, બાલક દીસઈ રે રમતાં બારણઈ કુટુંબ તણી કંઇ કોડય, વ્યવરી મઈહઈશ રે દીસઈ દૂઝતાં, સુર તરૂ ફલીઉ રે બાય સકલ પદારથ મુઝ ઘરિ મિં લહ્યા, થિર થઈ લછી રે નાય મનહેમનોર્થ માહારઈ જે હતો, તે ફલિઉ સહી આજ, શ્રી જિનધર્મ નિં પાસ પસાઉ લઈ, મુજ સીધાં સહી કાજ. એટલે પોતે બહેન ભાઈની જોડવાળા, સુંદર પત્નીવાળા, બાળકોના પિતા, બહોળા કુટુંબવાળા, ગાય ભેંસના દૂઝણાં જેને ઘરે હતાં એવા લક્ષ્મીવંતા રહી સુખી ગૃહસ્થાશ્રમ સેવતા હતા. તે ઉપરથી સં. ૧૬૬૬માં તેમની ઉંમર ઓછામાં ઓછી ૨૫ વર્ષની ગણીએ તો સં. ૧૬૪૧ની આસપાસ તેમનો જન્મ થયો હોવો જોઈએ. એમ સહેજે અનુમાન થઈ શકે. તેમની છેલ્લી કૃતિ સં. ૧૯૮૮ ની ‘રોહિણીઆ રાસ મળી આવે છે. ત્યાર પછી થોડાં વર્ષો પોતે વિદ્યમાન રહી પ્રૌઢાવસ્થા ધર્મક્રિયામાં ગાળી હોય તો તે સંભવિત છે. ઉક્ત કૃતિમાં વિજયાનંદસૂરિના પોતે શ્રાવક હતા એમ જણાવે છે. તે સૂરિ સં. ૧૬૭૬માં આચાર્ય પદ પામ્યા. પછી સં. ૧૭૧૧માં ખંભાતમાં જ સ્વર્ગસ્થ થયા. આ રીતે કવિ ઋષભદાસ સં. ૧૭00 સુધી વિદ્યમાન રહ્યા એમ ગણીએ તો તેમનું આયુષ્ય લગભગ ૬૦ વર્ષ પ્રાયઃ ગણાય. જ્યારે તેમનો કવન કાળ સં. ૧૬૬૬થી ૧૬૮૮ સુધીનાં ૨૨ વર્ષનો નિશ્ચિત જ છે.' શા. કુંવરજી આણંદજીએ કવિનો જન્મ સં. ૧૬૪૧માં થયો હોવાનું જણાવ્યું છે. શ્રી શિવલાલ જેસલપુરાએ એમનો જન્મ ઈ.સ. ૧૫૯૫માં (સં. ૧૬૫૧) લગભગ થયો હોવાનું Page #50 -------------------------------------------------------------------------- ________________ અને એમનું મૃત્યુ ઈ. સ. ૧૬૫૫માં (સં. ૧૭૧૧) લગભગ ખંભાતમાં થયું હોવાનું જણાવે છે. કવિની મોટી સાહિત્ય કૃતિ “ઋષભદેવ રાસ’ સં. ૧૯૬૨ એટલે સને ૧૯૦૬માં રચાયેલી છે પરંતુ રચના સાલ પ્રાપ્ત થયા વિનાની કવિની બીજી નવેક તેમ જ બે-એક અપ્રાપ્ત કૃતિઓમાંથી બેત્રણ કૃતિઓ ‘ઋષભદેવ રાસ' પહેલાં પણ રચાઈ હોવાનો સંભવ છે. આ ધ્યાનમાં રાખતાં કવિની સાહિત્ય પ્રવૃત્તિ આશરે સને ૧૯૦૧થી ગણી શકાય. બાલ્યકાળ, અભ્યાસ, સાહિત્યવાંચન અને પકવતા આદિ માટે તેમના જીવનનાં પ્રથમ પચ્ચીસ વર્ષ અનામત રાખીએ તો તેમની સાહિત્ય પ્રવૃત્તિની શરૂઆત સમયે તેમની ઉંમર આશરે ર૬ વર્ષની ગણી શકાય અને એ હિસાબે તેમનો જન્મ સને ૧૫૭૫ની આસપાસ મૂકી શકાય. હવે રચના સાલ હોય એવી કવિની ૨૪ કૃતિઓમાંથી છેલ્લી રચાયેલી સાહિત્ય કૃતિ “રોહણિયા રાસ' સં. ૧૬૮૮ (ઈ.સ. ૧૬૩૨)માં રચાયેલી છે અને ત્યાર બાદ પણ કવિએ બીજી એકાદ-બે કૃતિઓ રચી હોવાનો સંભવ છે. એટલે તેમની સાહિત્ય પ્રવૃત્તિ લગભગ સને ૧૯૩૪ સુધી ચાલુ ગણી તેમનું મૃત્યુ વહેલામાં વહેલું સને ૧૬૩૫ આસપાસ મૂકી શકાય. આ ગણતરીથી તેના જીવનની પૂર્વમર્યાદા ઈ.સ. ૧૫૭૫ અને ઉત્તરમર્યાદા ઈ.સ. ૧૬૩૫ની લેખતાં તેમનો ઓછામાં ઓછો જીવનકાળ ૬૦ વર્ષનો અને કવનકાળ સને ૧૬૦૧થી ૧૬૩૪ સુધીનો એટલે ૩૪ વર્ષનો ગણી શકાય. તેમના આશરે ૬૦ વર્ષના આ જીવનકાળનાં ચોત્રીસ વર્ષ તો કવિએ પોતાની ગુજરાતી સાહિત્ય પ્રવૃત્તિથી ભરી દીધાં છે. તેમની સાહિત્ય કૃતિઓમાં પણ વિવિધતા હતી. આમ વિદ્વાનોના મંતવ્ય ઉપરથી કહી શકાય કે કવિ ઋષભદાસનું જીવનકાળ ૬૦ વર્ષનું હશે. ખરું જોતાં તો કવિએ નાની મોટી વિવિધ કૃતિઓનું સર્જન કરી સાહિત્ય ક્ષેત્રે નામના મેળવી શબ્દ દેહથી અમર પદ પ્રાપ્ત કર્યું છે. તત્કાલીન સાહિત્યિક સ્થિતિ કવિ ઋષભદાસે પોતાની કૃતિઓમાં મુખ્યત્વે મોગલ શહેનશાહ જહાંગીરનો ઉલ્લેખ કર્યો છે. તેથી કવિના સમયની ઐતિહાસિક સ્થિતિ તરીકે જહાંગીરના સમયની સ્થિતિ ગણાય. બ.ક. ઠાકોર લખે છે કે, હિંદના ઈતિહાસમાં અને આખી દુનિયાના રાજાઓના વર્ગમાં અકબરનું સ્થાન કેટલું ઊંચું છે તેની નિર્મલ બુદ્ધિના ઈતિહાસકારોએ પણ હજી યથાયોગ્ય તુલના કરી નથી. “પિવાની ન હોત તો સુનત દોત સદા' એ ઉક્તિ કવિપણાની અતિશયોક્તિ માત્ર છે, ગર ન હોત તો સુના દોઢ સદી' એ જ હિંદના ઈતિ ાસમાં સુદઢતર સત્ય છે. ઉત્તર હિંદને અકબરની ઉદાર રાજનીતિએ નવું બળ આપ્યું. તેમ જ સમાજને પોતાની સંસ્કૃતિને નવસર્જન કરી શકે તેવાં બીજ વાવ્યાં." આમ અકબરના સમયમાં સં. ૧૯૨૯માં ગુજરાત જિતાયા બાદ થોડાં વર્ષોમાં સામાન્યતઃ શાંતિ પ્રસરી હતી, જે લોકપ્રિય અને ન્યાયી જહાંગીર (રાજ્યકાળ સં. ૧૯૬૧થી ૧૬૮૩) ના સમયમાં સ્થિર થઈ હતી. આવા શાંત વાતાવરણમાં કાવ્યધારા ઊછળે એ સ્વાભાવિક છે, એમ ઘણાનો મત છે. ત્યારે આ સમયમાં જૈન ગ્રંથકારો મોટે ભાગે ધાર્મિક અને શાંત રસમાં પરિણમતિ કૃતિઓની રચના કરતા હતા. કવિ ઋષભદાસે પણ આવી ધાર્મિક કાવ્ય કૃતિઓનું સર્જન કર્યું છે. આમ આ Page #51 -------------------------------------------------------------------------- ________________ શાંતિના સમયને કવિ ઋષભદાસની સર્જનશક્તિનું એક પ્રેરકબળ પણ ગણી શકાય. ડૉ. જયંત કોઠારી સત્તરમા સૈકાના જૈનસાહિત્ય વિષે લખે છે કે, આ સમયમાં અનેક જૈન કવિઓ નામે નયસુંદર, સમયસુંદર આદિ મહાકવિઓ તેમ જ બીજા નાના કવિઓ અનેક થઈ ગયા છે અને આખો સત્તરમો સૈકો લઈશું તો પુષ્કળ મળી આવે તેમ છે. કવિના પૂર્વજો (વંશપરંપરા) કવિની પોતાની વિવિધ કૃતિઓ જેમ કે, વ્રતવિચાર રાસ', “સ્થૂલિભદ્ર રાસ', જીવવિચાર રાસ’ વગેરે ઉપરથી જાણી શકાય છે કે જૈન ગુજરાતી ગૃહસ્થ કવિ ઋષભદાસ ખંભાતના વીસા પોરવાડ (પ્રાંગ્લંશીય) જૈન વણિક હતા. તેમના પિતામહ (દાદા)નું નામ “મહીરાજ' હતું. તેઓ વિસનગર (વીસનગર)ના વતની હતા. જે વિસલદેવ ચૌહાણે ઈ.સ. ૧૦૬૪માં વસાવ્યું હતું. નીચેની પંક્તિઓ ઉપરથી એમના પૂર્વ વિષે માહિતી મળે છે. જેમ કે, જંબુદ્વીપ અનોપમ કહીઈ ભરત ખેત્ર ત્યાહા ણુ રે, દેસ ગુજર ત્યમાંહિ અતિ સારૂ, નગર વીસલ વખાણું રે સોય નગરમાંહિ વીર્વાહારી, નામ ભલે મહારાજ રે, પ્રાગવંશ વડો તે વીસો, કરતા ઉત્યમ કાજ રે. - સ્થૂલિભદ્ર રાસ તેવી જ રીતે કવિ આગળ પોતાના પિતામહ મહીરાજ વિષે વિશેષમાં જણાવે છે કે, સંઘવી શ્રી મહિરાજ વખાણું, પ્રાગવંશ વડ વીસોજી, સમકત સીલ સદાશ(ય) કહીઈ, પૂણ્ય કરે નિસ દીસોજી. - જીવવિચાર રાસ. સં. ૧૬૭૬. પ્રાગવંસિ વડો સાહ મહારાજ જે, સંઘવી તિલક સિરિ સોય ધરતો, શ્રી શેત્રુજ્ય ગિરનાર ગિરિ આબૂએ, પુણ્ય જાણી બહુ યાત્રા કરતો. - ક્ષેત્રસમાસ રાસ સં. ૧૬૭૮ શ્રાવક તેહનો પ્રાગવંસિં વડો, નામ મહિરાજ સંઘવી જ કહીઈ દાન નઈં શીલ તપ ભાવના ભાવતાં, સમકિત શીલવ્રતધાર લહીઈ. - નવતત્ત્વરાસ સં. ૧૬૭૬ આ ઉપરથી જણાય છે કે એમની મૂળ અટક શાહ હશે. કવિના દાદા શ્રી વિજયાનંદસૂરિના શ્રાવક હતા અને જૈનધર્મ પ્રત્યે ઘણી રુચિ ધરાવતા હતા. સંઘ કઢાવી સંઘવી – સંઘપતિ થયા હતા અને તેમણે શત્રુંજય, ગિરનાર, આબુ વગેરેની જાત્રાઓ પણ કરી હતી. તેઓ હંમેશાં જિનપૂજા કરનાર, શ્રાવકના બાર વ્રતધારી, પ્રતિક્રમણ, પૌષધાદિ કરનાર, દયા અને ધર્મનાનુરાગી જિનશાસનનાં કાર્યો કરનાર ચુસ્ત શ્રાવક હતા. કવિના માતા-પિતા ઋષભદાસ કવિની કૃતિઓ જોતાં જાણ થાય છે કે કવિના પિતાનું નામ સાંગણ હતું. પ્રથમ ? જ છે Page #52 -------------------------------------------------------------------------- ________________ તેઓ વિસનગરમાં રહેતા હતા અને પછી ભાગ્ય યોગે વેપાર અર્થે ત્રંબાવતી (ખંભાત)માં જઈને વસ્યા હતા. કવિના પિતાશ્રીએ પણ “સંઘવી' તરીકે નામના મેળવી હતી એટલે તેમણે પણ પોતાના જીવન દરમ્યાન સંઘ કાઢી સંઘપતિ બની અનેક તીર્થ સ્થાનોની યાત્રા કરી અને કરાવી હતી. તેઓ શ્રાવક તરીકેની ધાર્મિક ક્રિયા કરનારા તેમ જ પોતાના પિતા મહરાજ જેવા જ ગુણ ધરાવનાર અરિહંતના ચુસ્ત ભક્ત હતાં. તેમ જ જિનશાસનમાં સાચી શ્રદ્ધા ધરાવતા હતા. અને ત્રિકાળ જિનપૂજા કરતા હતા. કવિની માતાનું નામ સરૂપાદે હતું કે જે ગુણિયલ સંસ્કારી સુશ્રાવિકા હતા. તેમના સંબંધી વિશેષમાં કવિએ કંઈપણ કહ્યું નથી. નીચેની પંક્તિઓ પરથી તેમનાં માતા-પિતાનો ટૂંકો પરિચય મળે છે. જેમ કે, સોય નગરિ વસઈ પ્રાગવંસિવડો, મહીરાજનો સુત તે સહ સરિખો, તેહ ઝંબાવતી નગર વાસે રહ્યા, નામ તસ સંઘવી સાંગણ પેખો. - વ્રતવિચાર રાસ અને કુમારપાળ રાસ સંઘવી સાંગણનો સુત કવિ છે, નામ તસ ઋષભ જ દાસ, જનની સરૂપાદેને શિર નામી, જડ્યો ભરતનો રાસ રે. - ભરત બાહુબલિ રાસ સં. ૧૯૭૮ વ્રત બાર ભણાવે જઈને રે, જીન પૂજે ગણિ કાલજી, પરરમણી પરધનથી અલગા, ન દીએ પરને આલજી. - જીવવિચાર રાસ સં. ૧૬૭૬ આ ઉપરાંત હીરવિજયસૂરિ રાસ’માં તેમ જ “ઉપદેશમાલા રાસ'માં કવિએ પોતાનું નામ, વતન, પિતા, રાજા અને ગુરુનું નામ સમસ્યાઓથી ટૂંકમાં પરિચય આપ્યો છે. તે બન્ને કૃતિમાં કવિ નીચે પ્રમાણે પ્રશ્ન ઉપસ્થિત કરે છે. જેમ કે, કવણ દેશે થયો, કવણ ગામે કહ્યો, કવણ રાયે લહ્યો એહ રાસો, કવણ પુત્રે કર્યો, કવણ કવિતાભયો, કવણ સંવચ્છર, કવણ માસો, કવણ દીન ની પનો, કવણ વારઈ હુઓ. કરિઅ સમસ્યા સહુ બોલ આણઈ. અને પછી કવિ સમસ્યાઓથી તેનો જવાબ આપતાં કહે છે કે, સામાન્ય માણસ (મૂઢ વ્યક્તિ) તે સમજી શકશે નહિ પરંતુ નિપુણ (ચતુર) પંડિતો તે જાણી શકશે અને આ સમસ્યા દ્વારા પોતાનો ટૂંકો પરિચય આપ્યો છે. જેમ કે, પાટણ માંહિ જુઓ નર જેહ, નાતી ચોરાસી પોષણ તેહ, મોટો પુરુષ જગિં તેહ કહેશ, હનિ ન્યાતનિ નામિં દેશ. જવાબ – (ગુર્જર દેશ) આદિ અખ્યર વિણ બીંબઈ જોય, મધિ વિના સહુ કો નઈ હોય, અંતિ અખ્તર વિણ ભુવન મઝારિ, દેશિ નગરિ નામ વિચારી. જવાબ – (ખંભાત) Page #53 -------------------------------------------------------------------------- ________________ (૩) જવાબ (સાંગણ) આમ કવિએ સમસ્યાઓ વડે પણ પોતાના દેશ(વતન)નું, પિતાનું નામ વગેરે દર્શાવ્યાં છે. કવિનું વતન ખંભાત કવિની કૃતિઓ જોતાં જણાય છે કે, સાધુ-ચરિત્ જૈન ગૃહસ્થ કવિ ઋષભદાસ પોતાના નિવાસ સ્થાન વતન તરીકે ખંભાત જણાવીને જ અટકતા નથી પરંતુ પોતાની લગભગ બધી કૃતિઓમાં તેનું સુંદર વર્ણન આપે છે. જે તેમનો માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ બતાવે છે. ‘શ્રેણિક રાસ', ‘હીરવિજયસૂરિ રાસ’, ‘ભરતેશ્વર રાસ’, ‘હિતશિક્ષા રાસ' વગેરેમાં ખંભાતનું હૂબહૂ વર્ણન કર્યું છે અને તે ઐતિહાસિક દષ્ટિથી અતિ ઉપયોગી છે. જેના ઉપરથી બાદશાહ જહાંગીર અને શાહજહાંના સમયના ખંભાતની વિસ્તૃત અને વિશ્વાસપાત્ર માહિતી મળે છે. કવિ પોતે ખંભાતના જ વતની હોવાને કારણે તેમણે પોતાની વિવિધ સાહિત્યકૃતિઓ પણ ખંભાતમાં જ રચી છે. જે નીચેની પંક્તિઓ દ્વારા જણાય છે : (૧) ‘નિસાંણ’ તણો ગુરુ અખ્ખર લેહ, લઘુ દોય ‘ગણપતિ’નાં જેહ, ભેલી નામ ભલું જે થાય, તે કવિ કેરો કહું પિતાય. – (૨) ગુરુ નામેિં મુઝ પોહોતી આસ, ત્રંબાવતીમાં કીધો રાસ, સકલ નગર નગરીમાંહિ જોય. ત્રંબાવતી તે અધિકી હોય. કવિની કૃતિઓ ઉપરથી સંવત સત્તરમી સદીના ખંભાત શહેરની રચના, ત્યાંની જનસ્થિતિ, રાજસ્થિતિ, લોકોનો પહેરવેશ, રીતભાત વગેરે કેવાં હતાં, તે યથાસ્થિત જાણવા મળે છે. ખંભાત શહેરની સમૃદ્ધિ, તેનાં જુદાં જુદાં નામો પણ ઐતિહાસિક છે. ‘શ્રેણિક રાસ’ અને ‘હીરવિજય સૂરિ રાસ’માં કવિ ખંભાતનું વર્ણન કરતાં દર્શાવે છે કે, એ અરસામાં ખંભાત શહેરમાં ૮૫ દેરાસરો, બેતાલીસ પૌષધશાળાઓ છે. અન્ય હરિમંદિરો પણ ઘણાં છે. ષટ્કર્શનના પંડિતો અરસપરસ રાગદ્વેષ વગર પ્રેમથી હળીમળીને રહેતા. લોકો પણ ઉદાર દિલના, વિવેકી અને પાપબુદ્ધિથી પર છે. ત્યાં ઘણા વેપારીઓ વસે છે. ત્યાંના લોકો અતિસમૃદ્ધ છે. ખંભાત સઘળાં નગરોમાં પ્રસિદ્ધ છે. તેને ફરતો ત્રાંબાનો દિવ્ય કોટ છે. ત્રણ દરવાજા અને કોટ ઉપર બુરજો છે. ત્રંબાવતી નગરી અમરાપુરી જેવી છે. આવી અનુપમ નગરીનાં ત્રંબાવતી, ખંભાનગર, ભોગાવતી, લીલાવતી, કર્ણાવતી આદિ અનેક નામ દર્શાવ્યાં છે જે નીચેની પંક્તિઓ દ્વારા પ્રતીતિ કરાવે છે. (૧) - – હીરવિજયસૂરિ રાસ સં. ૧૬૨૫ વસઇ લોક વારૂ ધનવંત, કનક તણા કંદોરા જયા, પહિરઈ પટોલાં નારિ ગુણવંત, ત્રણ્ય આંગલે તે પુહુલા ઘડ્યા. પંચ્યાસી જિનના પ્રાસાદ, ધ્વજ તોરણ તિહાં ઘંટાનાદ, પસ્તાલીસ જિહાં પોષધશાલ, કરઈ વખાણ મુની વાચાલ. ==૩૬ – હીરવિજયસૂરિ રાસ સં. ૧૬૮૫ Page #54 -------------------------------------------------------------------------- ________________ ઈસુ અનૂપમ ગામ, જેહનાં બહુ છે નામ, ત્રંબાવતી પિણ કહિયે, ખંભનગર પિણ લહિયે. (૪). ભોગાવતી પિણ હોય, નગર લીલાવતી જોય, કર્ણાવતી પિણ જાણું, ગઢ મઢ મંદિર વખાણું. - ભરતબાહુબલિ રાસ સં. ૧૯૭૮ આમ ઉપરનાં વર્ણનો દ્વારા કવિ તે સમયે લોકો કેવી જાતનાં ઘરેણાં, કપડાં પહેરતાં એ સઘળું યથાસ્થિત દર્શાવે છે. આ ઉપરથી કહી શકાય કે ન્યાયી લોકપ્રિય જહાંગીરના અમલમાં રૈયત ઘણી સુખી અને સમૃદ્ધ હતી તેમજ તે વખતનું ખંભાત અમરાપુરી ગણાતું હતું. કવિ ઋષભદાસ ઉપરાંત તેમના સમકાલીન કવિઓ જયસાગરની ‘વિજયસેનસૂરિ સઝાય’ (ઈ.સ. ૧૬૦૪) અને સ્થાનસાગરનો “અગડદત્ત રાસ' (ઈ.સ. ૧૬૨૯) ઉપરથી પણ તે સમયના ખંભાત વિષે કેટલીક માહિતી આ પ્રમાણે જ મળે છે. જેમ કે - ત્યાં ઈન્દ્ર વિમાનો જેવાં મંદિરો - દેવભુવનો શોભે છે. માળો અને અટારિવાળાં શ્વેત મકાનો ત્યાં શોભી રહ્યાં છે. પુરુષોના મનને આકર્ષતી ગજગામિની સ્ત્રીઓ ત્યાં શોભી રહી છે. પોતપોતાના આચારને પાળતા પુણ્યવંત પુરુષો ત્યાં વસે છે. જિનમંદિરોમાં ત્યાં હંમેશાં પૂજાઓ રચાય છે. ખંભાતના વર્ણનના સમર્થનમાં બીજા ઈતિહાસમાંથી ખંભાતની આ સમયની સ્થિતિ (પરત્વે) વિષે વિદ્વાન શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ લખે છે કે, ખંભાત વિષે સત્તરમી સદીના યુરોપિયન મુસાફરો પણ નીચે પ્રમાણે લખી ગયા છે. જેમ કે, ખંભાતમાં વેપાર એટલો બધો છે કે જો મેં તે જાતે જોયો ન હોત તો એટલો વેપાર ત્યાં હોય એમ હું માનત નહિ (સીઝફેડ્રિક – સને ૧૫૯૮). આ શહેર ઘણીજ વસ્તીવાળું અને ઘણાં મોટાં પરાવાળું છે અને ત્યાં વહાણ ઘણાં એકઠાં થાય છે (ડીલાવેલી - સને ૧૬૨૩). સુરત સાથે સરખામણી થાય નહિ એટલું બધું સુરતથી મોટું ખંભાત છે (મેન્ડેલસ્સો-સને ૧૬૩૮). સુરતથી બમણું મોટું ખંભાત હતું. (બેલ્જીયસ - સને ૧૬૭૧) આ સર્વ હકીકત ઋષભદાસે કરેલા ૧૭મી સદીના પૂર્વાર્ધના ખંભાતના વર્ણનને સમર્થન આપે છે. ઋષભદાસ કવિનો સ્વપરિચય કવિની પોતાની ‘હિતશિક્ષા રાસ', “હીરવિજયસૂરિ રાસ’ વગેરે કૃતિના અંતમાં કવિ ઋષભદાસે પોતાની રોજનીશી પણ આલેખી છે. તેના ઉપરથી તેમનો સ્વપરિચય પણ જાણવા મળે છે. ચરમ તીર્થંકર શ્રી મહાવીર પ્રભુના માર્ગને વહન કરનાર કવિ ઋષભદાસ જૈન ધર્મના અનુયાયી હતા. સમકિતપૂર્વક બાર વ્રતનું પાલન ખૂબ જ દૃઢતાપૂર્વક પાળતા હતા. મુનિચંદન, જિનપૂજા, વ્યાખ્યાનશ્રવણ આદિ ધાર્મિક ક્રિયાઓ હંમેશાં કરતા. દરરોજ બેસણું કરતા તેમ જ આઠમ, પાંખી -- જૂ૩૭ { Page #55 -------------------------------------------------------------------------- ________________ (પૂનમ)ના દિવસે પૌષધ કરતા. એક પગે ઊભા રહી રોજ વીસ નવકારવાળી માળા ફેરવતા. સાત ક્ષેત્રે-જિનમંદિર, જિનપ્રતિમા, પુસ્તક લેખન, તેમ જ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાની સારસંભાળ અર્થે ધન વાપરતા. તેઓ બહુશ્રુત અને શાસ્ત્ર અભ્યાસી તેમ જ સંસ્કૃત, પ્રાકૃત આદિ સાહિત્યના જાણકાર હતા. તેમણે શત્રુંજય, ગિરનાર, શંખેશ્વર આદિ તીર્થોની યાત્રાઓ કરી હતી અને ઘણા હોશિયાર વિદ્યાર્થીઓને ભણાવ્યા હતા. જે નીચેની પંક્તિઓ દ્વારા જાણવા મળે છે. (૧) સંઘવી આંગણનો સુત વારૂ, ધર્મ આરાધતો શક્તિ જ સારૂ, ઋષભ 'કવિ' તસ નામ કહાવે, પ્રહ ઉઠી ગુણ વીરના ગાવે. આઠમ પાખી પોષધ માંહિ, દિવસ અતિ સઋાય કરું ત્યાંહિ, વીર વચન સુણી મનમાં ભેટું, પ્રાયે વનસ્પતિ નવિ ચુંટું - હિતશિક્ષા રાસ શકુંજ ગિરિનારિ સંખેસર યાત્રો, સુલશાષા ભણાવ્યાં બહુ છાત્રો. સુખ શાતા મનીલ ગણું દોય, એક પગિ જિન આગલિ સોય. નીëિ ગણ વીસ નોકરવાલી, ઉભા રહી અરિહંત નિહાલી. - હીરવિજયસૂરી રાસ ગૌરવ સાથે આ બધી વાતો જણાવતાં કવિ પોતાની નમ્રતા પણ દર્શાવે છે અને તેમાં ગૌરવ માનવાનો હેતુ જણાવતાં કહે છે કે, આવા મારા આચાર અને મનના પરિણામ જાણીને કોઈ આત્મસાધના કરશે તો મને પુણ્ય થશે અને હું પરોપકારનો ભાગીદાર થઈશ. તે પરોપકારાર્થે આ સ્વવૃત્તાંત-આત્મપ્રશંસાનો દોષ હોય તો તે વહોરી લઈને જણાવું છું. જેમ કે, (૧) સાત ક્ષેત્ર પોષી પુણ્ય લેઉ, જીવકાજે ધન થોડું દઉં. (૨) ઈમ પાલુ શ્રાવક આચારો, કહેતાં લઘુતા હોય અપારો, પણ મુજ મન તણો એહ પરિણામ, કોઈક સુણિ કરે આતમરામ. (૪) પુણ્ય વિભાગ હોય તિહાં મહારે, ઈસ્યુઅ ષભ કવિ આપ વિચારે, પર ઉપકાર કાજ કહિ વાત, ધર્મ કરે તે હોયે સનાથ. - હિતશિક્ષા રાસ કવિએ હીરવિજયસૂરિ રાસમાં પોતાની કેટલીક મહેચ્છાઓ પણ દર્શાવી છે. જેમ કે, કેટલા એક બોલની ઇચ્છા કી જઈ, દ્રવ્ય હુઈ તો દાંન બહુ દી જઈ શ્રી જિનમંદિર બિંબ ભરાવું, બિંબ પ્રતિષ્ઠા પોઢી કરાવું. સંઘપતિ તિલક ભલું જ ધરાવું, દેસ પરદેસ અમારિ કરાવું, પ્રથમ ગુણઠાણાનિ જઇનો કરૂ, પુણ્ય સહિત નર જેહ છિ હીનો.“ આમ વધુ દ્રવ્યનું દાન કરવાની, જિનમંદિર, જિનપ્રતિમા બનાવવાની અને તેની પ્રતિષ્ઠા કરાવવાની, સંઘ કઢાવવાની, ગામેગામ અમારિ (અહિંસા) - જીવદયાનો ફેલાવો કરવાની તેમ જ ? છે Page #56 -------------------------------------------------------------------------- ________________ (૧) (૨) - દુઃખી માણસોને સુખી પુણ્યવાન કરવાની કવિની મહેચ્છા હતી. કવિનો કુટુંબ-પરિવાર કવિ ઋષભદાસે પોતાના ગૃહસ્થ પરિવાર, કુટુંબ વિષે ‘વ્રતવિચાર રાસ’, ‘કુમારપાલ રાસ', ‘હિતશિક્ષા રાસ' આદિ કૃતિઓમાં આલેખન કર્યું છે. એ ઉપરથી જાણી શકાય છે કે કવિ ઋષભદાસ ગર્ભશ્રીમંત હતા. તેમની પત્ની સુશીલ અને સુલક્ષણા હતાં. તેમને બહેન અને ભાઈનું સુખ પ્રાપ્ત થયું હતું. વિનયવાન પુત્રો તેમ જ શીલવંત કુળવધૂઓ હતી. તેમનું કુટુંબ બહોળું, સંપીલું અને સુસંસ્કારી હતું. એ સમયમાં પશુધન પણ સંપત્તિમાં લેખાતું હતું. તેમના ઘરે ગાય, ભેંસો દૂઝતી હતી અને લક્ષ્મીદેવીની કૃપા પણ વરસી હતી. તેઓ સર્વ વાતે સુખી હતા. લોકોમાં અને રાજ્યમાં તેમની સારી પ્રતિષ્ઠા હતી. તેમનું મકાન સારા લત્તામાં હતું. તેઓ હંમેશાં દાન-ધર્મ કરી દીન-દુઃખિયા લોકોને મદદ કરતા હતા. આમ તેમનું કુટુંબ એક ઉચ્ચ મોભાદાર હતું. જે નીચેની પંક્તિઓ દ્વારા પ્રતીત થાય છે. જેમ કે, સંપ બહુ મંદિરમાંય, લહે હલ્ય ગય વૃષભો ને ગાય. પુત્ર વિનીત ઘરે બહુઅ, શીલવંતી વળી વહૂએ. શકટ ઘણાં ઘરે બહુઅ, કીરીતે કરે જગ સહુઅ. - હિતશિક્ષા રાસ સુંદર ઘણા રે દીસઈ શોભતા, બહઈની બાંધવ જોડાય, બાલક દીસઈ રમતાં બારણઈ કુંટુંબ તણી કંઈ કોડય. - વ્રતવિચાર રાસ રોગ રહિત શુભ થાનક વાસ, ઘણા લોક કરે તસ આસ, બહુ જીવને ઉપકૃત થાય, સોવન તણી પામે શયાય. - હીરવિજયસૂરિ રાસ કવિના ધર્મગુરુઓ મધ્યકાલીન યુગમાં રચાતા રાસની પ્રણાલિકા મુજબ કવિ ઋષભદાસે પોતાની લગભગ દરેક કૃતિની અંતે પોતાના ગચ્છનો, ગુર્નાવલિનો તેમ જ ધર્મગુરુનો ઉલ્લેખ કરી તેમનો ઉપકાર માન્યો છે. કવિ ઋષભદાસ જૈન શ્વેતાંબર સંપ્રદાયમાં તપાગચ્છના હતા અને તે સમયમાં તે ગચ્છની ૫૮મી પાટે સમ્રાટ અકબર પ્રતિબોધક હીરવિજયસૂરિ હતા. તેમનો સ્વર્ગવાસ સં. ૧૬૪૨ (સને ૧૫૯૬) ના ભાદ્રપદ શુદિ ૧૧ ને દિને ઉજ્ઞા (ઉન્નત) હાલના ઉના ગામમાં થયો હતો. ત્યાર પછી તેમના પટ્ટધર વિજયસેનસૂરિ થયા. આ સમયમાં કવિએ “આદિનાથ વિવાહલો અને તેમનાથ રાજીમતિ' સ્તવન (સ. ૧૬૬૭) રચેલ છે. તેમાં તેમનું નામ આપ્યું. જેમ કે, વડ તપગચ્છ પાર્ટિ પ્રભુ પ્રગટીઓ, શ્રી વિજયસેન સૂરિ પૂરિઆસો, ઋષભના નામથી સકલ સુખ પામીએ, કહત કવિતા નર ઋષભદાસો. - આદિનાથ વિવાહલો (૩) Page #57 -------------------------------------------------------------------------- ________________ તેઓએ કવિ ઋષભદાસને શિષ્ય તરીકે ઘણું શાસ્ત્રાધ્યયન કરાવી તેમના પર પરમ ઉપકાર કર્યો જણાય છે, એટલું જ નહિ પણ કવિનો પ્રસિદ્ધ કુમારપાલ રાસ’ તેમણે જોઈ તપાસી શોધી આપેલ છે. જેમ કે, સોલ સંવછરિ જણિ વર્ષ સિત્તરિ, ભાદ્રવા શુદિ શુભ બીજ સારી, વાર ગુરુ ગુણ ભર્યો રાસ ઋષભિં કર્યો, શ્રી ગુરૂ સોધિ બહુ બુદ્ધિ વિચારી. અકબર બાદશાહ પાસેથી ‘સવાઈ જગદ્ગુરુ'નું બિરુદ મેળવનાર વિજયસેનસૂરિને કવિએ પોતાના ગુરૂ તરીકે સ્વીકારી પોતાની કૃતિઓમાં અનેક સ્થળે સ્તવ્યા છે. તેમનો પ્રથમ ઉલ્લેખ સને ૧૬૧૦માં રચાયેલ કવિના વ્રતવિચાર રાસ'માં મળી આવે છે. જેમ કે, મુઝ આંગણિ સહઈકારજ ફલીલ, શ્રી ગુરૂ નામ પસાઈઉં, જે રષિ મુનિવરમાં અતિ મોટો, વીજઇસેનસૂરિ રાયજી. આ ગુરુ વિજયસેનસૂરિનું સંસારીપણાનું નામ “સિંહ” અપભ્રંશ “જેશંગ (જેસિંગ-ઘ) હતું. તેમના સાધુપણામાં પણ તેમનું તે અપરનામ ‘જેશંગ’ કાયમ રહ્યું હતું. કવિએ સં. ૧૯૭૮ (સને ૧૬૨૨) માં રચેલ પોતાના ‘ભરત બાહુબલી રાસ’માં નીચે પ્રમાણે ઉલ્લેખ કર્યો છે. જેમ કે, હીરતણો માટે હવો, જયસિંહજી ગુણવંત, જીણે અકબર બાદશાહ બુઝવ્યો, દિલીપતિ બળવંત. તેમ જ કુમારપાલ રાસ'માં વિજયસેનસૂરિના અપરનામ જેસંગ નો ઉલ્લેખ છે. જેમ કે, જેસિંઘજી સાચો કીજી, સાચો તે જીનધર્મ, સૂરીસર પ્રણમું તુમ્હારે પાય.’ આ ગુરુ વિજયસેનસૂરિનો સ્વર્ગવાસ સં. ૧૬૭૧ (સને ૧૬૧૫)માં ખંભાતમાં થયો હતો. તેમના જીવનકાળ દરમ્યાન કવિએ બે નાની કૃતિઓ અને છ મોટી સાહિત્ય કૃતિઓ રચી હતી. વિજયસેનસૂરિના સ્વર્ગવાસ પછી તેમની ગાદી પર વિજયતિલકસૂરિને સ્થાપિત કર્યા, જે ત્રણ વર્ષ પછી સ્વર્ગસ્થ થયા. સં. ૧૬ ૭૪. કવિએ એમને પણ આચાર્ય તરીકે ગણ્યા હતા. જેમ કે, તે જયસિંહ ગુરૂ મારો રે, વિજયતિલક તસ પાટ, સમતા શીલ વિદ્યા ઘણી રે, દેખાડે શુભ ગતિ વાટ. તેમના પછી વિજયાનંદસૂરિ થયા, અને તેમનો કવિએ ગુરુ તરીકે સ્વીકાર કર્યો. જેમ કે, તેહને પાટે વળી પ્રગટીઓ રે, કલ્પતરૂનો કંદ, વિજયાનંદ સૂરીશ્વર દીઠ અતિ રે આનંદ. - ભરતેશ્વર રાસ કવિના ‘નવતત્ત્વ રાસ'ની રચના વખતે (સને ૧૬૨૦) વિજયાનંદસૂરિ તપગચ્છના અધિકૃત પટ્ટધર અને કવિના સ્વીકૃત ગચ્છપતિ હતા અને કવિની તે કૃતિ તેમ જ સને ૧૬૨૦માં રચાયેલી કવિની બીજી કૃતિ “જીવવિચાર રાસ’ અને તે પછી રચાયેલી કવિની સઘળી કૃતિઓ વિજયાનંદસૂરિની હાજરીમાં અને તેમની નિશ્રામાં જ રચાઈ હતી. જે નીચેની પંક્તિમાં દર્શાવ્યું છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયાનંદસૂરિશ્વર સમ, તપગચ્છ ઠાકુર વારૂજી, હીર પટ્ટોધર હાથે દીક્ષા, ભાવિક લોકોનો તારૂ જી. - જીવવિચાર રાસ તેણઈ કારણિં નર ગુરૂ નિં સેવો, નમિં વિજયાનંદોજી, બાલપણાઈ જે સંયમધારી, જનમ તણા બ્રહ્મચારીજી. - સમકિતસાર રાસ વિજયાનંદસૂરિશ્વરજી સાચો, તપગચ્છ શિરિ ટીલોજી, સકલ ગુણિં સંપૂર્ણ દીસે, જિમ સુરતરૂઅર નીલોજી. - ક્ષેત્રસમાસ રાસ” આમ કવિ ઋષભદાસને વિજયસેનસૂરિ, વિજયતિલકસૂરિ તેમ જ વિજયાનંદસૂરિશ્વર જેવા મહાન ધર્મગુરુઓનો સમાગમ પ્રાપ્ત થયો હતો અને તેમની નિશ્રામાં તેમણે ઉત્તમ કૃતિઓનું સર્જન કર્યું હતું. ઋષભદાસ એક પ્રતિષ્ઠિત ગૃહસ્થ કવિ સોળમી/સત્તરમી સદીમાં થઈ ગયેલાં કવિશ્રી ઋષભદાસ એક ઉત્તમ પ્રતિષ્ઠિત કવિ રત્ન ગણાય છે. જેમણે વિવિધ પ્રકારનું જૈનસાહિત્યનું સર્જન કરી મધ્યકાલીન ગુજરાતી જૈનસાહિત્યમાં કવિ તરીકે અજરામર થઈ ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ઋષભદાસ એક આવા પ્રતિષ્ઠિત કવિ બની શક્યા તેનાં મુખ્ય બે કારણો છે. એક તો અકબર-હીરવિજયસૂરિ યુગના ખ્યાતનામ જૈન ગુજરાતી કવિઓનો સમાગમ, હીરસૂરિ, વિજયસેન સૂરિ, વિજયતિલક સૂરિ, વિજયદેવસૂરિ અને વિજયાનંદ સૂરિ આદિ ચારિત્ર્યવાન અને વિદ્વાન ધર્મગુરૂઓનો ગાઢ પરિચય તથા સત્સંગ અને અકબર હીરસૂરિ યુગનું સામાન્ય ઉત્સાહજનક વાતાવરણ તેમને કવિ થવામાં ઘણું પ્રેરણાત્મક બન્યું જણાય છે. ગૃહસ્થાવસ્થામાં રહેવા છતાં કવિ થવામાં તેમને પ્રેરણા આપનાર બીજું સબળ કારણ તેમની ગર્ભશ્રીમંતાઈ અને સંસ્કારી કુટુંબ લાગે છે. તેમનું કુટુંબ બહોળું હોવા છતાં ધર્મરત, સંસ્કારી, સાહિત્યપ્રિય અને તે સમયના ઉત્તમ સાધુપુરુષોની સત્સંગતિમાં રહેનારું હતું. આથી ગર્ભશ્રીમંત 2ષભદાસે વ્યાપાર અને કુટુંબવ્યવસ્થાનો ભાર લાયક કુટુંબીજનો ઉપર રાખીને પોતાનું જીવન મોટે ભાગે પઠનપાઠન, સાહિત્યપ્રવૃત્તિમાં તેમ જ ધર્માચારમાં વ્યતીત કર્યું હોય એવું લાગે છે. એમની કેટલીક કૃતિઓ એમના પોતાના હસ્તાક્ષરોમાં લખેલી મળી આવી છે. સાહિત્યના કાર્ય માટે સંઘવી ઋષભદાસ કવિએ “હીરવિજયસૂરિ રાસ'માં કહ્યું છે તેમ – કાજલ કાગળ, કાંબળીઉ મળી, કોડો* કાંબી" કાતર વળી; કોટિ કહેડિ૯ કર કણનું કામ, કોડ? ધરી કવ્યું ગુરુનું નામ કરણ કરાનું કાયવશ૪ કરી કવિતા” કાવ્ય કાવત મનધરી, એણીપરે શાસ્ત્ર તે કષ્ટ થાત, વાઝિ ન લહે વીયાની વાત. Page #59 -------------------------------------------------------------------------- ________________ ન જ્યારે સત્તર કક્કા એકત્ર થાય, તે વડે એક તાન એક ધ્યાન લાગી રહે તો જ સાહિત્ય કાર્ય કરી શકાય. તેમાં વળી ગૃહસ્થીઓને શારીરિક સાંસારિક અનેક ઉપાધિઓ લાગેલી હોય. જેમાંથી સમય કાઢી કાર્ય કરવા બેસવું એ મહાન ઉદય હોય તો જ બની શકે અને ઋષભદાસ જેવા કોઈ ગૃહસ્થ જ ભાગ્યશાળી હોય કે જે સર્વોત્તમ રીતે સાહિત્યની સેવા બજાવી શકે. ઋષભદાસ કવિ જેવી સાહિત્ય સેવા બજાવવા ગૃહસ્થીઓમાંથી હજુ સુધી બીજા કોઈ ઋષભદાસ ઉત્પન્ન થયા નથી એ વાત પણ નિર્વિવાદ છે. આમ અકબર-હીરસૂરિયુગમાં ઉત્પન્ન થયેલા ગુજરાતી સંસ્કૃતિના જૈન ફાંટાના બીજા બળવાન યુગે અને એક સંસ્કારી ધર્મરત ગર્ભશ્રીમંત કુટુંબે આપ્યા સત્તરમી સદીના પૂર્વાર્ધના એક સમર્થ જૈન ગુજરાતી કવિ ઋષભદાસ. વિરલ પ્રાપ્ત થતા જૈન ગુજરાતી ગૃહસ્થ કવિઓમાં પંદરમી સદીના પ્રસિદ્ધ જૈન ગુજરાતી કવિ ભોજક દેપાલની માફક કવિ ઋષભદાસનું સ્થાન પણ મોખરે છે. કવિની સરસ્વતી ભક્તિ | ‘કરજો માતા વાંડ્યું કામ પ્રથમ જપું હું તાહારું નામ.” કવિ ઋષભદાસ તેમની દરેક કૃતિનો આરંભ પ્રાય: કરીને માતા સરસ્વતીદેવીની સ્તુતિથી કરે છે. જે તેમની મા શારદા પ્રત્યેની અનુપમ, અતૂટ આસ્થાનો સંકેત આપે છે. વિશેષ રસપ્રદ વાત એ છે કે વ્રતવિચાર રાસની પ્રતિ/હસ્તપ્રત કવિએ જાતે લખેલી છે અને તેના પ્રથમ પત્ર પર કવિએ સ્વહસ્તે જ “વા-પુસ્તધારા સમૃતપૂર્ણ મારિ નામાજિwા વિસિતસ્તા મયૂરવાહિની' સરસ્વતીદેવીનું ચિત્ર પણ આલેખ્યું છે. આમ રાષભદાસ કવિએ એક ચિત્રકારની હેસિયતથી ચિત્ર દોરીને પોતાની ઊર્મિઓને ભાવસભર રીતે અભિવ્યક્ત કરી છે, તે જ આ ચિત્રની અને તેના આલેખકની ધ્યાનાર્હ વિશેષતા છે. જનશ્રુતિ પ્રમાણે એવું કહેવાય છે કે, કવિએ વિજયસેનસૂરિ પાસે શાસ્ત્રાભ્યાસ કરવાનું શરૂ કર્યું હતું. એક રાત્રે ગુરુએ પોતાના શિષ્ય માટે સરસ્વતીદેવીને પ્રસન્ન કરીને પ્રસાદ મેળવ્યો હતો, કે જે પ્રસાદ રાત્રિએ ઉપાશ્રયમાં સૂઈ ગયેલા ઋષભદાસના જાણવામાં આવતાં તેમણે પોતે જ આરોગી લીધો અને તે મહાન વિદ્વાન થયા. આના પરિણામે સંખ્યાબંધ કૃતિઓ તે રચી શક્યા. આવી દંત કથા છે. ‘રામનું સ્વપ્ન ભરતને ફળ્યું’ એ કથન મુજબ અન્ય માટેનો સરસ્વતી પ્રસાદ ઋષભદાસને મળ્યો. તેથી તે ઉત્તમ કાવ્યો કરવા લાગ્યા અને વિદ્વાન કવિ ગણાયા. આ દંતકથામાં કેટલું સત્ય છે, તે કહી શકાતું નથી પરંતુ એટલું તો સત્ય છે કે કવિ પોતાની દરેક કૃતિમાં માતા સરસ્વતીદેવીની ભક્તિપૂર્વક સ્તુતિ કરી તેમનો ઉપકાર માને છે તેમ જ વિનમ્રભાવે સહાયતા માગે છે. જેમ કે, સાર વચન ધો સરસ્વતી, તું છે બ્રહ્મસુતાય, તું મુજ મુખ આવી રમે, જગમતિ નિર્મલ થાય. - ભરતેશ્વર રાસ સરસતી ભગવતી ભારતી ભાષા, તુજ નામિ સુખ શાતારે, તું પંડિત કવિજનની માતા, હારા ગુણ વિખ્યાતા રે. - ક્ષેત્રસમાસ રાસ (૨) Page #60 -------------------------------------------------------------------------- ________________ વ્રતવિચાર રાસ’ અને ‘કુમારપાલ રાસ'માં કવિ પોતાને મૂર્ખ ગણાવીને સરસ્વતીદેવીની કૃપા મેળવવા તેમને વિનવે છે. જેમ કે, હું મુરિખ મતિ કે લવું, તે તાહરો આધાર, પિંગલ ભેદ ન ઓલખું, વ્યગતિ નહી વ્યાકર્ણ મુરિખ મંડણ માનવી, હું એવું તુઝ ચર્ણ આ ઉપરાંત કવિએ “મા સરસ્વતીદેવી' નાં વિવિધ નામો તેમની સ્તુતિમાં આલેખ્યાં છે. જેમ કે, (૧) વાણી યો વાગેશ્વરી, ઉજલ ગંગા નીર, હંસગામિની બ્રહ્મ સુતા, બ્રહ્મવાદિની નામ બ્રહ્માણી, બ્રહ્મચારિણી, ત્રિપુરા કરજે કામ, દેવ કુમારી શારદા, વદને પૂરે વાસ. - અભયકુમાર રાસ તેમ જ કવિ ઋષભદાસ કૃતિની અંતે પણ પ્રાય: સરસ્વતીનો ઉપકાર તેની સમાપ્તિ થઈ તે માટે સ્વીકારે છે. જેમ કે, કવિ જન કેરી પહોતી આસ, હીર તણો કિં ોડ્યો રાસ, ઋષભદેવ ગણધર મહિમાય, તૂઠી શારદા બ્રહ્મસુતાય. સરસ્વતી શ્રી ગુરુ નામથી નીપનો, એ રહો જિહાં રવિચંદ ધરતી. - હીરવિજયસૂરિ રાસ કવિએ વ્રતવિચાર રાસ', કુમારપાળ રાસ’ તેમ જ “હીરવિજયસૂરિ રાસ'માં “મા શારદા'ની સહાયતા માટે અતિ લંબાણપૂર્વક સ્તુતિ કરી છે. આ સર્વ ઉપરથી તેમની સરસ્વતી પ્રત્યે કેવી અટલ ભક્તિ અને પ્રીતિ હતી તે સ્પષ્ટ જણાય છે. કવિની નમ્રતા (પૂર્વકવિઓનું સ્મરણ) લઘુતા-નમ્રતા વ્યક્ત કરવાની પ્રથા તથા પૂર્વના કવિઓનું સ્મરણ કરવાની પ્રથા ગ્રંથકારોમાં પરંપરાગત છે અને એ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને ગુર્જર ભાષાના ગ્રંથોમાં ઘણાં સમયથી ચાલી આવી છે. કવિ કુલગુરુ કાલિદાસ, દિગંબરાચાર્ય અમૃતચંદ્ર, કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય જેવા મહાન ગ્રંથકારોએ પણ પોતપોતાની કૃતિમાં પોતાની લઘુતા તથા નમ્રતા બતાવી છે. કવિ ઋષભદાસ પણ પોતાની નમ્રતા-લઘુતા બતાવવાનું ચૂક્યા નથી. આર્ય મહાકવિઓની સ્તુત્ય પ્રણાલિકા તેમણે પણ યથાયોગ્ય રીતે જાળવી છે. જેમ કે, (૧) આગિં મોટા જે કવિરાય, તાસ ચરણ રજ કવિ રિષભાય, મુરખ મુગટ શિરોમણિ સહી, ગુરુ સેવાઈ એ બુદ્ધિ લહી - સુમિત્ર રાજર્ષિ રાસ તથા અજાકુમાર રાસ Page #61 -------------------------------------------------------------------------- ________________ આગઈના કવી આગલિં, હું નર સહી અગ્યાન, સાયર આગલિ ખ્યÉઉં, સ્યુ કરસઈ અભિમાન. - વ્રતવિચાર રાસ ઋષભદાસ ઘણે સ્થળે પોતાને કવિ શબ્દથી ઓળખાવે છે. જેમ કે, ‘સાંગણ કવિ ઋષભદાસો, કરત શ્રેણિક નર રાયનો રાસો. પુણ્ય વિભાગ હુઈ તવ માહરઈ, અસ્સો સુષભ કવિ આપ વિચારઈ.” ‘રિષભ કવિ ગુણ તાહરાં ગાય, ક્યડે હરખ ઘણેરો થાય.' છતાં પણ પૂર્વે થઈ ગયેલા મહાન કવિઓ અને પોતાનામાં આસમાન જમીનનો ફેર છે, તે સ્પષ્ટપણે જણાવે છે. જેમ નયસુંદર કવિ માણિક્યદેવને ‘વરશાલિ' (ઉત્તમ ડાંગર) સાથે અને પોતાને “કંગ' (હલકી જાતની ડાંગર) સાથે સરખાવી પોતાની લઘુતા દર્શાવે છે, તે પ્રમાણે કવિ ઋષભદાસ પણ પોતાની લઘુતા તીર્થકર અને માનવ, લંકાગઢ અને અન્ય ગઢ, બાજરી અને ઘઉંના લોટ વગેરેમાં જેમ અંતર હોય તે વાત અનેક ઉપમાઓ અને રૂપકો દ્વારા દર્શાવે છે. જેમ કે, તીર્થંકર નર અવર ને એ, માનવ સહી કહેવાય, તત્વજ્ઞાન વિચારીએ એ, તવ બહુ અંતર થાય – કવિપદ. લંકાગઢ અન્ય નગરના એ, બેહને કહિએ કોટ, એહમાં અંતર ઘણો એ, જિમ ઘઉ બાજરી લોટ – કવિપદા - ભરતબાહુબલિ રાસ તથા હીરવિજયસૂરિ રાસ આ ઉપરથી જણાય છે કે, “કવિના ઉચ્ચ પદ'નો ખ્યાલ ઋષભદાસને પળે પળે હતો અને તેથી જ સિદ્ધસેન દિવાકર, હેમચંદ્રાચાર્ય, હર્ષ, માઘ, મહાકવિ કાલિદાસ, ધનપાલ આદિ જૈન તેમ જ જૈનેતર મહાકવિઓની પ્રશંસા કરીને તેમ જ પોતાની પૂર્વેના જૈન ગુજરાતી કવિઓનું સ્મરણ કરી તે બધાની આગળ પોતાની લઘુતા દર્શાવી છે. જેમ કે, આગિં જે કવિરાય, તાસ ચરણ જ ઋષભરાય, લાવણ્ય લીખો ખીમો ખરો, સકલ કવિની કીતિ કરો. હંસરાજ વાછો દેપાલ, માલ હેમની બુદ્ધિ વિશાલ, સુસાધુ હંસ સમરો(યો), સુરચંદ, શીતલ વચન જિમ શારદચંદ. -કુમાર પાલ રાસ • તેમ જ કવિએ પોતાની કૃતિઓમાં જૈન આગમો તેમ જ હેમચંદ્રાચાર્ય, જિનમંડણગણિ જેવા જૈન સંસ્કૃત કવિઓના પોતાના ઉપરના ઋણનો પણ સ્પષ્ટ સ્વીકાર કર્યો છે. જેમ કે, (૧) હેમાચાર્ય પ્રમુખ કવિએ મહાકવી તસ નામ સિધ્ધસેન દિવાકર એ, જિણે કીધાં બહુ કામ – કવિપદ. ૧૦ ઇસા કવિના વચનથી એ, સુણત હુઓ કાંઈ જાણ, બોલ વિચાર હરખે કહ્યું એ, કરિ કવિજન પ્રણામ કવિપદ. ૧૨ ભરતેશ્વર બાહુબલી રાસ અને હીતશિક્ષા રાસ (૧) Page #62 -------------------------------------------------------------------------- ________________ આમ કવિ ઉપર્યુક્ત સંસ્કૃત મહાકવિઓનું તેમ જ પોતાની પૂર્વેના જૈન ગુજરાતી કવિઓનું નામસ્મરણ કરી તેમની સમક્ષ નમ્રપણે પોતાની લઘુતા દર્શાવી પોતાનો ભક્તિભાવ પ્રદર્શિત કર્યો છે. તેમ જ “ભરતબાહુબલી રાસ'માં કવિએ “વિબુધ કવિના નામથી, હુઓ મુજ અતિ આનંદ.” એ પંક્તિ દ્વારા કવિ થવામાં પોતે આનંદ પણ અનુભવે છે, તેવો ભાવ પણ વ્યક્ત કર્યો છે. કવિ ઋષભદાસના સમગ્ર જીવનનો પરિચય જોતાં લાગે છે કે તેઓ સોળમી/સત્તરમી સદીના એક સમર્થ જૈન શ્રાવક કવિ હતા. કવિના પૂર્વજે મૂળ વીસનગરના વતની હતા. તેમના પિતા વ્યાપાર અર્થે ખંભાતમાં આવ્યા અને સ્થિર થયા. તેઓ વીસા પોરવાડ જૈન વણિક હતા. તેમના દાદા મહીરાજ જૈનધર્મ પ્રત્યે ઘણી રુચિ ધરાવનાર સમકિત બાર વ્રતધારી શ્રાવક હતા. કવિના પિતા સાંગણ પણ એમના પિતા મહારાજ જેવા ગુણવાન અને ધાર્મિક હતા. તેઓ પણ પિતાની જેમ સંઘવી તરીકે ઓળખાતા હતા. તેમણે સંઘ કાઢી સંઘપતિ બની અનેક તીર્થસ્થાનોની યાત્રા કરી અને કરાવી હતી. આમ કવિ ઋષભદાસને ધર્મના સંસ્કારો ગળથુથીમાં જ પ્રાપ્ત થયા હોવાથી તેમનામાં ધાર્મિકવૃત્તિ તો હતી, એમાં બાલ્યાવસ્થાથી જ કવિને ઉત્તમોત્તમ જગદ્ગુરુનું સાંનિધ્ય પ્રાપ્ત થયું હતું, કે જે તેમના ધાર્મિક સંસ્કારોના સીંચનમાં વિશેષ મહત્ત્વનું રહ્યું હતું. રોજિંદા જીવનમાં પણ તેમણે ધાર્મિક ક્રિયાઓને વિશેષ પ્રાધાન્ય આપ્યું હતું. ‘હીરવિજયસૂરિ રાસ'માં તેમણે પોતાની રોજનીશીનું વર્ણન કર્યું છે. સાધુ-સંતોના સમાગમથી શાસ્ત્રના જાણકાર થયા હતા અને સરસ્વતીદેવીની કૃપા મેળવી કવિ બન્યા હતા. કવિએ હીરવિજયસૂરિના પટ્ટધર વિજયસેનસૂરિ, વિજયતિલકસૂરિ તેમ જ વિજયાનંદસૂરિશ્વરને પોતાના ધર્મગુરુ તરીકે સ્વીકારી તેમની નિશ્રામાં સાહિત્યનું સર્જન કર્યું હતું. કવિએ લગભગ દરેક કૃતિમાં સિદ્ધસેન દિવાકર, હેમચંદ્રાચાર્ય, હર્ષ, માઘ, કાલિદાસ જેવા જૈન અને જૈનેતર કવિઓનો ઉલ્લેખ કરી, તેઓની પાસે પોતે વામણાં છે તેવો ભાવ પ્રદર્શિત કર્યો છે, કે જે તેમની નમ્રતા, વિનય, વિવેક સૂચવે છે. વિવિધ પ્રકારનું જૈનસાહિત્યનું સર્જન કરી વિશિષ્ટ સાહિત્યની સમાજને ભેટ આપનાર કવિ શ્રી ઋષભદાસ એક ઉત્તમ કવિ રત્ન સમાન છે. જેમણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં અજરામર થઈ ગૌરવનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. જેના વડે મધ્યકાલીન જૈનસાહિત્ય ગૌરવાન્વિત થયેલ છે. તેવા ગૃહસ્થ કવિ શ્રી ઋષભદાસને સાદર વંદન.... Page #63 -------------------------------------------------------------------------- ________________ (ખ) કવિ ઋષભદાસનું કવન કાવ્યનું પ્રયોજન કાવ્યનું પ્રયોજન શું છે? અને કવિ ક્યા પ્રયોજન માટે કાવ્ય રચના કરે છે તે સંબંધી વિદ્વાનોમાં ખૂબ જ મતભેદ છે. કેટલાક આચાર્યોએ માત્ર આનંદને જ કાવ્ય પ્રયોજન ગણાવે છે. તો કેટલાક વિદ્વાનોએ કાવ્યમાં લોકકલ્યાણની ભાવનાને પ્રયોજન તરીકે સ્વીકારેલ છે. કાવ્યશાસ્ત્રી વિશ્વનાથ, મમ્મટ, વામન વગેરે વિવિધ આચાર્યોએ કાવ્યનાં વિભિન્ન પ્રયોજન બતાવ્યાં છે. સાહિત્ય દર્પણકાર “આચાર્ય વિશ્વનાથ' ધર્મ, અર્થ, કામ અને મોક્ષ કલાઓમાં કુશલતા, કીર્તિ અને પ્રસન્નતાની પ્રાપ્તિને કાવ્યનાં પ્રયોજન તરીકે ગણાવે છે. આચાર્ય વામન આનંદ અને યશ પ્રાપ્તિને કાવ્યનાં પ્રયોજન તરીકે સ્વીકારે છે. ‘આચાર્ય મમ્મટ' પોતાના ‘કાવ્ય પ્રકાશ'માં કાવ્ય પ્રયોજન આ પ્રમાણે બતાવે છે, કાવ્યં યથસેથકૃતે વ્યવહારવિદે સિવેતરક્ષતયે / સ: પરિનિવૃતયે કાન્તાસંમતિતયોપદેશકુંજે // અર્થાત્ : કાવ્ય યશ માટે, ધન કાજે, વ્યવહાર જાણવા માટે, અનિષ્ટના નિવારણ માટે, શાંતિજન્ય આનંદ અને પ્રિયા જેવા મૃદુલ ઉપદેશ માટે હોય છે. કવિ ઋષભદાસ પણ પોતાની કૃતિ 'કુમારપાલ રાસ' માં કવિતાની (કાવ્યની) વ્યાખ્યા આપતાં કહે છે કે, “જીમ કવિતા અણચિત્યુ કઈ પાઠાંતર – ‘જીમ કવિતા મનિ ચિંતવ્યું કવિ'. કવિતા એટલે કવયિતા (કવિ). અણચિંતવ્ય કહે, કલ્પના પણ ન હોય તેવા સુંદર વિચારો રજૂ કરે અથવા મનમાં કલ્પનાથી ઊઠતા વિચારો રજૂ કરે તે કવયિતા-કવિ. વળી તે જ રાસની કડી ૭૪મા કહ્યું છે કે, કવિતા પંડિત જગિ ઘણા, બુઝવે નારિ બાલ, પ્રાહિ પંડિત તે નહિ, સમઝાવઈ ભૂપાલ. અર્થાત્ : રાજાને રાજી કરવા કવિતા રચે તે કવિ ન કહેવાય પરંતુ સામાન્ય નર, નારી, બાળકોને પણ સમજાય અને આનંદ આપે તે સાચો કવિ કહેવાય. (કવિતા કહેવાય) કવિ ઋષભદાસ કૃતિઓ લખવા પાછળનો ઉદ્દેશ્ય બતાવતાં કુમારપાલ રાસ’માં કહે છે કે, | ‘પર ઉપકાર નિજ સુખની કામ, કીયો રાસ પંડિત સીર નામ'. તેવી જ રીતે “હીરવિજયસૂરિ રાસ'માં દર્શાવે છે કે, “પુણ્ય માટે લખી નિ સાધુનિ દીધા'. અર્થાત્ તેમણે પોતાની કૃતિઓ સ્વ પર ઉપકાર અને સામાન્ય માનવી સમજી શકે તે માટે રચી છે. તેમ જ પુણ્યના કામ માટે લખીને સાધુ ભગવંતોને આપી છે. આમ તેમની સર્જન સૃષ્ટિમાં પણ લોકકલ્યાણ ભાવનાનો ધ્વનિ મુખરિત થયો છે. મોટે ભાગે જૈન કવિઓએ કરેલી રચનાઓનો મુખ્ય હેતુ આત્મા પરમાત્મા પદની પ્રાપ્તિ કરે અને શાશ્વત સુખનો આનંદ પ્રાપ્ત કરે તે જ હોય છે. તે કવિ ઋષભદાસની કૃતિઓ કવિવર ઋષભદાસની કૃતિઓ ઘણી હોવી જોઈએ. એવું તેમની ઉપલબ્ધ કૃતિઓ તથા Page #64 -------------------------------------------------------------------------- ________________ જુદાં જુદાં ભંડારોની ટીપો પરથી જણાય છે. તેની નોંધ જૈન ગુર્જર કવિઓ ભાગ-૧માં મળે છે. તે છતાં તેની સંખ્યા કેટલી છે તે “હીરવિજયસૂરિ રાસ' પરથી સુભાગ્યે મળી આવે છે. જેમ કે, તવન અઠાવન ચોત્રીસ રાસો, પુણ્ય પ્રસર્યો દીઈ બહુ સુખવાસો, | ગીત થઈ નમસ્કાર બહુ કીધાં, પુણ્ય માટિં લખી સાધુનિં દીધા. આ ઉપરથી જણાય છે કે તેમણે ૫૮ સ્તવન, ૩૪ રાસાઓ રચ્યાં હતાં. તે ઉપરાંત ગીત, સ્તુતિ, નમસ્કાર વગેરે ઘણાં રચ્યાં હતાં. પ્રો. ડૉ. વાડીલાલ જીવાભાઈ ચોકસી અનુસાર અત્યાર સુધીની શોધખોળના પરિણામે કવિની કુલ ચાલીસેક કૃતિઓ જાણવા મળે છે. રચનાતાલ પ્રમાણે ગોઠવતાં એ કૃતિઓ નીચે પ્રમાણે છે. ક્રમ નામ રચના સાલ (ઇ.સ.) ગાથા-કડી ૧. ઋષભદેવ રાસ ૧૬૦૬ ૧૨૭૧ ૨. વ્રતવિચાર રાસ ૧૬૧૦ કાર્તિક વદ (દીપાલી) ખંભાત ૮૬૨ ૩. સ્થૂલિભદ્ર રાસ ૧૬૧૨ કારતક અમાસ શુક્ર. ખંભાત ૭૨૮-૭૩ર (વિકલ્પ) ૪. સુમિત્ર રાજર્ષિ રાસ ૧૬૧૨ પોષ સુદ-૨ ગુરુવાર ખંભાત ૪૨૬-૪૨૪ (વિકલ્પ) ૫. કુમારપાલ રાસ * ૧૬૧૪ ભાદરવા સુદ-૨ ગુરુવાર ખંભાત ૪૫૦૬ ૬. અજાકુમાર, રાસ ૧૬૧૪ ચૈત્ર સુદ-૨ ગુરુવાર ખંભાત ૫૬૯-૫૫૯ (વિકલ્પ) 9. નવતત્ત્વ રાસ ૧૬૨૦ કારતક વદ દિવાળી રવિવાર ખંભાત ૮૧૧ ૮. જીવવિચાર રાસ ૧૬૨૦ આસો સુદ -૧૫ ખંભાત ૫૦૨ ૯. ભરતબાહુબલી રાસ* ૧૬૨૨ પોષ સુદ-૧૦ ગુરુવાર ૧૧૧૬ ૧૦. સમકતસાર રાસ ૧૬૨૨ જેઠ સુદ-૧૦ ગુરુવાર ખંભાત ૮૭૯ ૧૧, ક્ષેત્રસમાસ રાસ ૧૬૨૨ માધવ માસ સુદ-૩ ગુરુવાર ખંભાત ૫૮૪ ૧૨. ઉપદેશમાલા રાસ ૧૬૨૪ આસો સુદ-૧૫ ખંભાત ૭૧૨ ૧૩. હિતશિક્ષા રાસ ૧૬ ૨૬ માધવ માસ સુદ –પ ગુરુવાર ખંભાત ૧૯૭૪ ૧૪. પૂજાવિધિ રાસ ૧૬૨૬ વૈશાખ સુદ –પ ગુરુવાર ખંભાત ૫૭૧–૫૬૬ (વિ.) ૧૫. જીવંતસ્વામી રાસ ૧૬૨૬ વૈશાખ વદ-૧૧ ગુરુવાર ખંભાત ૨૨૩ ૧૬. શ્રેણિક રાસ ૧૬૨૬ આસો સુદ-૫ ગુરુવાર ખંભાત ૧૮૨૯ ૧૭. કયવન્ના રાસ ૧૬ ૨૭ ૨૨૩ ૧૮. હીરવિજયસૂરિના બાર ૧૬૨૮ શ્રાવણ વદ-૨ ગુરુવાર ૨૯૪ બોલનો રાસ ૧૯. મલ્લીનાથ રાસ ૧૬૨૯ પોષ સુદ-૧૩ રવિવાર ખંભાત ૩૯૫-૨૯૫ (વિકલ્પ) ૨૦. હીરવિજયસૂરિ રાસક ૧૬૨૯ આસો સુદ ૧૦ ગુરુવાર ખંભાત લગભગ ૩૫00 ૨૧. વીશસ્થાનક તપ રાસ ૧૬૨૯ ૨૨. અભયકુમાર રાસ ૧૬૩૧ કારતક વદ-૩ ગુરુવાર ખંભાત Page #65 -------------------------------------------------------------------------- ________________ ૨૩. રોહણિઆ રાસ ૧૬૩૪ પોષ સુદ-૭ ગુરુવાર ખંભાત ૩૪૫ (વિકલ્પ – ૨૫૦૦) રચના સાલ પ્રાપ્ત નથી તેવી કૃતિઓ ૨૪. સમઈસરૂપ (સમયસ્વરૂપ) રાસ ૭૯૧ ૨૫. દેવગુરુ સ્વરૂપ રાસ ૭૮૫ ૨૬. કુમારપાલનો નાનો રાસ ૧૬૨૪ ૨૭. શ્રાધ્ધવિધિ રાસ ૧૬૧૪ ૨૮. આર્દ્રકુમાર રાસ ૧૯૭ ૨૯. પુણ્ય પ્રશંસા રાસ ૩૧૮ ૩૦. વીરસેનનો રાસ પર૭ (વિકલ્પ ૪૫૫) ૩૧. શત્રુંજય રાસ ૩૦૧ ૩૨. શીલશિક્ષા રાસ કુલ ૩૩૯૨૮ * આ ચિહ્નવાળી કૃતિઓ પ્રગટ થયેલી છે. આ ઉપરાંત કવિની બીજી નાની સાહિત્યકૃતિઓ નીચે પ્રમાણે છે : ક્રમ નં. નામ . રચના સાલ (ઇ.સ.) ગાથા-કડી ૧. નેમિનાથ નવરસો ૧૯૦૬ વિકલ્પ (નેમિનાથ રાજમતિ સ્તવન) (૧૬૦૮ કે ૧૬૧૧) ૨. આદિનાથ આલોયન સ્તવન ૧૬૧૦ ૩. આદિનાથ વિવાહલો ૧૬૧૧ ૪. બાર આરા સ્તવન (ગૌતમ પ્રશ્નોત્તર) ૧૬૨૨ ૫. ચોવીસ જિન નમસ્કાર (છપ્પયબદ્ધ) ૧૬૨૬ ૫,૬ બંને એક હોવા સંભવ છે. ૬. તીર્થકર ચોવીસન કવિત ૭. મહાવીર નમસ્કાર ઉપર્યુક્ત સાતેક કૃતિઓ ઉપરાંત કવિએ ૩૩ બીજા સ્તવનો જેવા કે, સિદ્ધાચલનું સ્તવન, વીરરાજનું સ્તવન, વિમલગિરિ સ્તવન, પ્રતિમા સ્થાપન સ્તવન વગેરે લખ્યાં છે. ૩૨ નમસ્કાર, . ૪૨ થોયો (સ્તુતિઓ), ૪00 સુભાષિતો, ૪૧ ગીત, ૫ હરિયાળી, કેટલીક બોધપ્રદ સઝાયો જેવી કે – માનની સઝાય, સંસારના ખોટા સગપણની સઝાય, આત્મશિખામણ સક્ઝાય વગેરે તેમ જ અનેક નાની કૃતિઓ રચેલી છે. જેમ કે, પંચતીર્થનું ચૈત્યવંદન, નેમનાથ ઢાલ, મેઘકુમાર મહામુનિ સંધિ, ખંભાતની ચૈત્ય પરિપાટી, ઋષભ ગુણવેલી, ધુલેવા જિનગીત, નેમિનાથ નવરસો વગેરે છે. સંસારિયા’ની સક્ઝાયમાં કવિએ અન્યત્વ, એકત્વ અને સંસારભાવના – એ ત્રણે ભાવનાનો સુંદર સમન્વય કરી સુંદર વૈરાગ્યભાવ પ્રગટ કર્યો છે. જેમ કે, ૫૭ Page #66 -------------------------------------------------------------------------- ________________ સગું તારું કોણ સાચું રે, સંસારીયામાં, ફૂડ ફૂડું હેત જ કીધું, તેને સાચું માની લીધું, અંત કાલે દુઃખ દીધું રે, સંસારીયા વિશ્વાસે વ્હાલા કીધા, પીયાલાં ઝેરનાં પીધાં, પ્રભુને વીસારી દીધાં રે, સંસારીયામાં. ઘરને ધંધે ઘેરી લીધો, કામિનીયે વશ કીધો, ઋષભદાસ કહે દગો દીધો રે, સંસારીયામાં. આ સર્વ માહિતી ‘હીરવિજયસૂરિના બાર બોલનો રાસ’, ‘શ્રેણિક રાસ’, ‘હિતશિક્ષા રાસ’ આદિની ટીપ ઉપરથી પ્રાપ્ત થાય છે. ૩૨ રાસોમાંથી નં. ૫ આનંદ કાવ્ય મ.મૌ.-૮ માં નં.-૯ આનંદ કાવ્ય મ.મૌ. ૩માં, નં. ૧૩ ભીમશી માણેક, મુંબઈ તથા જૈનધર્મ પ્રચારક સભા, ભાવનગર તરફથી અને નં. ૨૦ આનંદ કાવ્ય મ.મૌ.-૫ માં મુદ્રિત થયેલ છે. જ્યારે બાકીની કૃતિઓની હસ્તપ્રતો વિવિધ જૈન ભંડારોમાં છે. શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈએ આ સર્વ કૃતિઓની આદિ-અંતની પ્રશસ્તિઓ જૈન ગુર્જર કવિઓ ભાગ-૨ અને ૩માં આપી છે. ડૉ. ઉષાબેન શેઠે પોતાના મહાનિબંધ ‘ઋષભદાસની સાહિત્યોપાસના'માં ઋષભદાસ રચિત કુલ ૩૨ રાસના નામ કાલ ક્રમાનુસાર નીચે પ્રમાણે બતાવ્યા છે. ક્રમાંક રચના વિ.સં. કૃતિનામ ૧૬૬૦ ૧૬૬૨ ૧૬૬૬ ૧૬૬૮ ૧૬૬૮ ૧૬૭૦ ૧૬૭૦ ૧૬૭૦ ૧૬૭૬ ૧૬૭૬ ૧૬૭૮ ૧૬૭૮ ૧૬૭૮ ૧૬૮૦ ૧૬૮૨ ૧૬૮૨ ૧. ૨. ૩. ૪. ૫. ૬. ૭. ૮. ૯. ૧૦. ૧૧. ૧૨. ૧૩. ૧૪. ૧૫. ૧૬. પુણ્ય પ્રશંસા રાસ ઋષભદેવનો રાસ વ્રતવિચાર રાસ સ્થૂલિભદ્ર રાસ સુમિત્રરાજર્ષિ રાસ અજાપુત્ર રાસ કુમારપાલ રાસ કુમારપાલનો નાનો રાસ નવતત્ત્વનો રાસ જીવવિચાર રાસ ભરતેશ્વર રાસ ક્ષેત્રપ્રકાશ (સમાસ) રાસ સમકિત (સાર) રાસ ઉપદેશમાલા રાસ હિતશિક્ષાનો રાસ પૂજાવિધિ રાસ 47 Page #67 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮૨ શ્રાદ્ધવિધિ રાસ ૧૬૮૨ જીવંતસ્વામીનો રાસ ૧૬૮૨ શ્રેણિક રાસ ૧૬૮૩ યવન્તારાસ ૧૬૮૪ હીરવિજયસૂરિના બાર બોલનો રાસ ૧૬૮૫ મલ્લીનાથનો રાસ ૧૬૮૫ હીરવિજયસૂરિ રાસ ૧૬૮૫ વીરસ્થાનક તપ રાસ ૧૬૮૭ અભયકુમાર રાસ ૧૯૮૮ રોહિણયા (મુનિ) રાસ વીરસેનનો રાસ સમઈસરુ૫ રાસ દેવ (ગુરુ) સ્વરુપ રાસ શત્રુંજય રાસ આર્દ્રકુમાર રાસ સિધ્ધશિક્ષા રાસ આગળ જણાવ્યા પ્રમાણે કવિએ સં. ૧૬૮૫ સુધીમાં ૩૪ રાસની રચના કરી છે. એ પછી પણ સં. ૧૬૮૭, ૧૬૮૮માં રચેલા રાસ મળી આવે છે. તેથી ઓછામાં ઓછા કુલ ૩૬ રાસ તો હોવા જ જોઈએ. વધુ હોવાનો સંભવ પણ ખરો. કવિ ઋષભદાસે સં. ૧૬૮૫ સુધીમાં ૫૮ સ્તવનોની રચના કરી છે. તેમણે રચેલી સ્તુતિઓનો તેમ જ સઝાયનો ચોક્કસ અંક પ્રાપ્ત થતો નથી. તે ઉપરાંત ચૈત્યવંદન -૪, નમસ્કાર-૨, ઢાલ૧, સંધિ-૧, ચૈત્યપરિપાટી-૧ વગેરે કૃતિઓ પ્રાપ્ત થાય છે. કૃતિઓનો પરિચય અષભદાસે ખેડેલા જે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય પ્રકારોનો ઉલ્લેખ કરાયો છે, તે રાસ, સ્તવન, સ્તુતિ (થોયો), સક્ઝાય, ચૈત્યવંદન, નમસ્કાર, ચોવીસી, વિવાહલો, પદ, હરિઆલી, “સુભાષિત, કવિત્ત, ગીત, વેલિ, ઢાલ, સંધિ, નવરસો, ચૈત્યપરિપાટી, પૃચ્છા (પ્રશ્નોત્તર), હિતશિક્ષા, આલોચના, પૂજા અને દુહા વગેરે છે. એમણે ખેડેલા સાહિત્ય પ્રકારોમાં ‘રાસ' સૌથી વધુ છે. કવિ ઋષભદાસ એક અધ્યયન'માં પ્રો. ડૉ. વાડીલાલ ચોક્સીએ, જૈન ગુર્જર કવિઓ ભાગ-૩માં, કવિવર ત્રાષભદાસ' નિબંધના કર્તા શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈએ અને ઋષભદાસની સાહિત્યોપાસનામાં ડૉ. ઉષાબેન શેઠે કવિ ઋષભદાસની સાહિત્યિક કૃતિઓ ઉપર મહત્ત્વનો પ્રકાશ પાડ્યો છે. તેમ જ તેમની પ્રકાશિત થયેલી ચાર મોટી કૃતિઓ ઉપરથી વિષય વિચાર જાણવા મળે છે. ૩૨. Page #68 -------------------------------------------------------------------------- ________________ આમ સર્વના આધાર ઉપરથી કવિ ઋષભદાસ કૃત કૃતિઓનો સંક્ષિપ્ત પરિચય નીચે મુજબ રજૂ કરું છું. ૧. પુણ્યપ્રશંસા રાસ – સં. ૧૬૬૦ (ખરું જોતા સં. ૧૯૭૦ અને ૧૬૮૦ની મધ્યમાં) ખંભાત. પુણ્યપ્રશંસા રાસની કવિના સ્વહસ્ત પડીમાત્રામાં લખાયેલી પ્રત શ્રી સિધ્ધમુનિ પાસે છે. તેની અંતિમ ત્રણ ગાથા તથા પુષ્પિકા ઉપરથી જાણી શકાય છે કે આ રાસમાં કુલ ૩૨૮ ગાથા છે. અંત - કવિ કહે છે કે મારી આશા આજે પૂર્ણ થઈ છે. સરસ્વતીદેવી અને ઋષભદેવને નમસ્કાર કરીને મેં પુણ્યપ્રશંસા રાસ કર્યો છે. જ્યાં સુધી મેરુ, પૃથ્વી, સાગર, ચંદ્ર, સિધ્ધશિલા અને દેવલોક રહેશે, તેમ જ સૂર્ય પ્રકાશ હશે ત્યાં સુધી આ રાસ રહેજે. આ રાસ સાંભળીને જે પુરુષો ચેત્યા, તેના ભવબંધન છૂટી ગયા. તેમ જ આ રાસ સાંભળવાથી અનંત સુખમાં વાસ થાય છે. ૨. રિષભદેવનો રાસ – સં. ૧૬૬૨ ખંભાત, આ કૃતિ હજુ અપ્રગટ છે. પરંતુ તેની આદિ, અંત જૈન ગુર્જર કવિઓ ભાગ-૩, ખંડ -૧ પૃ. ૯ર૪, ૯૨૫ માંથી મળે છે. આદિ-અંતની પ્રશસ્તિ ઉપરથી કવિની ભાષા શૈલીનો વગેરેનો ખ્યાલ આવે છે. કવિએ વાપરેલી ઢાળોમાં મીઠાશ છે. તેમ જ ભાષા સરલ, રસાળ અને ભાવવાહી છે. સરસ્વતીદેવીની સ્તુતિથી કૃતિની શરૂઆત કરી છે. તેમ જ અંત-પ્રશસ્તિમાં કવિએ તે સમયના ખંભાતનું વર્ણન કર્યું છે. કવિ પોતે જણાવે છે કે તેમણે આ રાસ હેમચંદ્રાચાર્યના ‘ષભચરિત' ઉપરથી રચ્યો છે. તેમાં જૈનોના પ્રથમ તીર્થકર ઋષભદેવનું ચરિત્ર છે. આ રાસમાં કવિએ ૧૧૮ ઢાળ નવી નવી દેશીઓમાં બનાવી છે. તેમ જ એકસો અડસઠ દુહા પણ વાપર્યા છે. આ રાસની કુલ કડી ૧૨૭૧ છે. તે ઉપરાંત આ રાસમાં વિવિધ રાગો પણ જોવા મળશે એમ કવિ જણાવે છે. અંત – ઋષભદાસ કહે છે કે આ રાસ સાંભળવાથી અનંત સુખમાં (મોક્ષ) વાસ થાય છે.* ૩. સુમિત્ર રાજર્ષિ રાસ – સં. ૧૬૬૮ પોષ સુદ-૨ ગુરુવાર ખંભાત. આ રાસ દાન મહિમા ઉપરની સુમિત્ર રાજર્ષિની કથા છે. પાંચ પ્રકારના દાનમાં સૌથી શ્રેષ્ઠ દાન સુપાત્ર દાન અર્થાત્ સાધુ-મુનિઓને દાન આપવું. સાધુને દાન કરવાથી (સુપાત્ર દાનના પ્રતાપે) સુમિત્ર રાજા સુખી થયો તેનું આમાં વર્ણન છે. આ રાસનો પ્રારંભ પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવના સ્મરણથી કરવામાં આવે છે. આ રાસમાં જૈનધર્મના દષ્ટાંતિક પુરુષ સુમિત્ર રાજર્ષિની કથા છે. સુપાત્ર દાન ધર્મ કરવાથી રાજા સુખી થાય છે અને અંતે યશોભદ્ર ગુરુની દેશના સાંભળીને રાજાને વૈરાગ્ય માવે છે. ગુરુ પાસેથી પૂર્વભવ જાણી જાતિસ્મરણ થાય છે. પુત્રને રાજ્ય સોંપી યશોભદ્ર ગુરુ પાસે દીક્ષા લઈ સુમિત્રમુનિ શુદ્ધ સંયમ પાળી કેવળજ્ઞાનને વરે છે અને પછી ઘણાં વર્ષો સુધી સંયમ પાળી મોક્ષે જાય છે. ૪. સ્થૂલિભદ્ર રાસ - સંવત ૧૬૬૮ દિવાળી શુક્રવાર ખંભાત. આ રાસમાં નવમા નંદના શકપાલ મંત્રીના પુત્ર સ્થૂલિભદ્રનું પ્રખ્યાત ચરિત્ર છે. ચિરપરિચિત ગણિકાના રંગમંડપમાં રહીને પણ સાધુપણામાં અડગ રહેનાર અને પર્સનાં ભોજન લેવાં છતાં અણીશુદ્ધ ચરિત્ર પાળવાનું મહાદુષ્કર કાર્ય કરનાર સ્થૂલિભદ્રનું દષ્ટાંત જૈનોના પ્રખ્યાત પુસ્તક Page #69 -------------------------------------------------------------------------- ________________ ‘કલ્પસૂત્ર'માં આવે છે અને ઘણા પૂર્વાચાર્યોએ પણ આ ચરિત્ર ઉપર પુસ્તકો લખ્યાં છે જેના પરથી ઋષભદાસે આ સ્થૂલિભદ્ર રાસ રચ્યો છે. ૫. અજાપુત્ર રાસ - સંવત ૧૬૭) ચૈત્ર સુદ -૨ ગુરુવાર ખંભાત. આ રાસમાં કુલ ૫૫૭ ગાથા છે. જૈનોના આઠમાં તીર્થકર ચંદ્રપ્રભુના ગણધર અજાકુમારની કથા છે. જે ટૂંકમાં આ પ્રમાણે છે. અજાપુત્ર ગુરુને પોતાના માતાપિતાએ શા માટે ત્યાગ કર્યો હતો એ પૂછતાં ગુરુ કહે છે કે, દોષ વિના અબળા સ્ત્રીને તજવાના પાપકર્મથી તારા માતાપિતાએ તારો ત્યાગ કર્યો અને પછી સંયમના પાલનના પુણ્યથી તું રાજા થયો. આ ભવમાં પણ તું સંયમ લઈશ, તે પછી તું દેવ થઈશ. ત્યાર પછી આ ચંદ્રાનન નગરી જેવી નગરીમાં ચંદ્રપ્રભુ જિનેશ્વર થશે, તેમનો તું દત્ત નામનો ગણધર થઈશ અને મુક્તિરૂપી નારીને વરીશ. ૬. કુમારપાલ રાસ સંવત ૧૬૭) ભાદ્રપદ સુદ-૨ ગુરુવાર ખંભાત. આ કૃતિ આનંદ કાવ્ય મ. મૌ. - ૮માં પ્રગટ થયેલી છે. સોમ સુંદરસૂરિ શિષ્ય જિનમંડળગણિ ઉપાધ્યાયના સં. ૧૪૯૨માં રચાયેલા કુમારપાલ પ્રબંધ' (સંસ્કૃત)ના આધારે કવિએ આ કૃતિ રચી છે. એમ કવિ પોતે જણાવે છે, તે પ્રબંધમાંહિ છે જસ્ય, ઋષભ કહે મેં અમ્યું તસ્યું.' (ખંડ – ૨ પૃ. ૧૯૮) વળી આ કૃતિમાં શાસ્ત્ર પરંપરાથી પ્રાપ્ત થતી કેટલીક વિગતો અને નીતિશાસ્ત્રનાં વચનો તેમ જ હેતુ, યુક્તિ અને દષ્ટાંતો પણ શાસ્ત્ર અનુસાર લીધા છે, એમ જણાવી પૂર્વ કવિઓનું ઋણ પણ કવિ સ્પષ્ટપણે સ્વીકારે છે. કુમારપાળ ભૂઅડરાજાની પંદરમી પાટે થયા. તેમના જીવનની અગત્યની માહિતી આ રાસમાં મળે છે. વનરાજ ચાવડો, સિદ્ધરાજ જયસિંહ તથા સાજનમંત્રી આદિના જીવન પ્રસંગો રસપ્રદ રીતે આલેખ્યાં છે. જે ઐતિહાસિક ઘટના ઉપર પણ પ્રકાશ પાડે છે. આ રાસનો કથા ભાગ કે વસ્તુ ગૌણ છે. અહિંસા, શીલ, તપ, દાન, ભાવ આદિ જે સદાચારના સિદ્ધાંતો ઉપર જૈન ધર્મ ખાસ ભાર મૂકે છે તેવો બોધ કરાવવો અને જિનમતનો મહિમા દર્શાવવો એ જ આ રાસનો પ્રધાન વિષય છે. આ પ્રધાન વિષયને પૃષ્ટ કરવા અનેક આડકથાઓનો સહારો લીધો છે. શંખશ્રેષ્ઠી અને જશોમતી શેઠાણી તથા તેની શોક્યનું સર્વધર્મ સમભાવ ઉપરનું દષ્ટાંત બાલ જીવો માટે રસપ્રદ અને બોધદાયક છે. જીવદયા ધર્મ દર્શાવતા દરેક પ્રસંગોનો ઉલ્લેખ પણ કર્યો છે. તે સમયના અણહિલવાડ પાટણનું વર્ણન કવિની નગરવર્ણન શક્તિની ઝાંખી કરાવે છે. બ્રાહ્મણ દૂતનું હૂબહુ વર્ણન, કુમારપાળની પટરાણી ભૂપલદેવીનું રૂપવર્ણન, માસખામણવાળા મુનિનું હૃદયદ્રાવક સુંદર દષ્ટાંત, કાળી અને ગોરી વચ્ચેનો વાદવિવાદ વગેરે કલાપક્ષના ઉત્કૃષ્ટ નમૂના છે. તે ઉપરાંત સામુદ્રિકશાસ્ત્ર, લક્ષણશાસ્ત્ર, શુકનશાસ્ત્ર, સ્વપ્નશાસ્ત્ર વગેરેનો કવિનો અભ્યાસ ધ્યાન ખેંચે તેવો છે. સાથે સાથે ગિરનારની ઉત્પતિનાં ઈતિહાસ ઉપર પ્રકાશ પાડ્યો છે. કુમારપાલે જૈનધર્મ અંગીકાર કરી બાર વ્રત ધારણ કર્યા હતા. તેમના રાજ્યમાં કોઈ જીવહિંસા કરતું નહિ. એક વણિકે જૂ મારી એના પ્રાયશ્ચિત રૂપે રાજાએ એની પાસે ‘ધૂકા વિહાર કરાવ્યો હતો. કુમારપાલે અઢારે દેશમાં અમારિ પ્રવર્તાવી હતી. અંતમાં કુમારપાલ મરણ પામી “સતમલી' નામે રાજા થશે અને પદ્મનાથ તીર્થંકર પાસે દીક્ષા ગ્રહણ કરી ગણધર પદવી પ્રાપ્ત કરશે, એનું વર્ણન પણ કર્યું છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ કૃતિની શૈલી પ્રાસાદિક, મધુર, ઉપદેશાત્મક અને બોધપ્રદાન છે. “જનની સમ નહિ તીરથ કોઈ, સ્વર્ગ, મૃત્યુ, પાતાલે જોઈ, જેણે માની પોતાની માય, સકલ તીર્થ ઘરિ બેઠા થાય.” આવા સારા સુભાષિતો દ્વારા માતાનો મહિમા દર્શાવ્યો છે. તો લોભ કરવાથી શું થાય તે પણ સુભાષિત દ્વારા બોધ આપ્યો છે જેમ કે લોભે જાય પૂરવ પ્રીતિ, લોભે નાસે ગુણની રીતિ, લોભ ન રહે ન્યાયને નીતિ, લોભઈ જાય કુલની રીતિ’ તેમ જ કવિત, ચોપાઈ, દુહા, કુનિહાં, તૂટક, છપ્પઈ, છંદ આદિનો પણ ઉપયોગ કર્યો છે. વિપુલતાની દષ્ટિએ ૪૫૦૬ ગાથાનો આ રાસ વાચકોને આનંદ કરાવે તેવો છે. ૭. કુમારપાલનો નાનો રાસ - (સંવત ૧૬૭૦) ભાદ્રપદ-૨ ગુરુવાર ખંભાત. કુમારપાલના નાના રાસમાં પણ ઐતિહાસિક દષ્ટિએ તેમ જ જૈનધર્મની દષ્ટિએ મહત્ત્વનું સ્થાન ધરાવતા રાજર્ષિ કુમારપાલનું ચરિત્ર વર્ણવવામાં આવ્યું હશે. કવિ ઋષભદાસે કુમારપાલનો નાનો રાસ અને મોટો રાસ એ બન્ને સં. ૧૯૭૦માં એક જ દિવસે પૂરા કર્યા છે. એથી એમ માની શકાય કે એમણે સંક્ષિપ્ત રુચિ જીવો માટે સંક્ષેપમાં અને વિસ્તૃત રુચિ જીવો માટે વિસ્તારથી એમ કુમારપાલના બન્ને રાસ સાથે સાથે જ રચ્યા લાગે છે. ૮. નવતત્ત્વ રાસ - સંવત ૧૬૭૬ દિવાળી રવિવાર ખંભાત. આ કૃતિમાં કવિએ જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ. એ જૈનધર્મના મુખ્ય નવતત્ત્વોનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. જૈનોના પ્રસિદ્ધ ‘નવતત્ત્વ' પ્રકરણ ગ્રંથનો આધાર કવિએ અત્રે લીધેલો છે. પંચેન્દ્રિય જીવોમાં માનવભવ સારભૂત અને દુર્લભ છે પરંતુ મૂર્ખ જીવાત્માને બાળપણમાં ધર્મ સમજાતો નથી, યુવાવસ્થામાં પાપ કરે છે અને વૃદ્ધાવસ્થામાં વિષય લોલુપતાને કારણે મરીને દુર્ગતિમાં જાય છે. માટે પ્રથમ જીવતત્ત્વ સમજીને સ્વ-પરના આત્માની સાર કરવી. એ આ રાસનો મુખ્ય ઉદ્દેશ્ય છે. ૯. જીવવિચાર રાસ – વિ. સંવત ૧૬૭૬માં આસો સુદ-૧૫ ખંભાત. જૈન ગુર્જર કવિઓ ભાગ-૧ (પૃ. ૪૨૦)માંથી આ રાસની આદિની ૧ થી ૭ ગાથા તથા અંતની ૪૮૪થી ૫૦૨ ગાથા મળે છે. આ કૃતિ શાંતિસૂરિના ‘જીવવિચાર' પ્રકરણ ગ્રંથના આધારે રચાયેલી છે. તેમાં જીવ અજીવ એ બે મુખ્ય તત્ત્વોનું અને દયાધર્મનું ખાસ નિરૂપણ છે. આ રાસમાં જીવતત્ત્વની વિસ્તારથી વિવેચના કરી છે. આદિકાળથી માનવ અગોચર એવા આત્મા વિષે જાણવાની અદમ્ય ઉત્કંઠા ધરાવે છે. આત્માના ગ, રહસ્યોનું આલેખન એટલે ‘જીવવિચાર રાસ.” આદિ - જીવવિચાર રાસના પ્રારંભમાં કવિ પોતાના ચિંતિત કાર્યની સિદ્ધિ માટે શારદા માતાને પોતાના મુખમાં આવી વસવા માટે પ્રાર્થના કરે છે. અંત - બધા જ ધર્મોમાં જીવદયા મુખ્ય કહેવાય છે જે પર પ્રાણીને બચાવે છે તે નર નારી તરી જાય છે. જીવદયા પાળવાથી પાંચે ઈન્દ્રિય નિર્મળ થાય છે. દીર્ઘ આયુષ્ય મળે, રોગ આવે નહિ, રૂપ સુંદર મળે, અંગઉપાંગના છેદન ભેદન વગર પાંચે ઈન્દ્રિયનું સુખ મળે અને એ નર સુખીઓ Page #71 -------------------------------------------------------------------------- ________________ થાય. કવિ પોતે પણ જીવવિચાર’ રચીને સુખી થયા છે એમ કહે છે અને પછી પોતાના ગુરુનો, કુટુંબનો પરિચય આપે છે. ૧૦. ભરતબાહુબલી રાસ (ભરતેશ્વર રાસ) – સં. ૧૯૭૮ પોષ સુદ-૧૦ ગુરુવાર ખંભાત આ રાસ આનંદ કાવ્ય મ.સૌ. ૩માં પ્રસિદ્ધ થયેલ છે. તે હેમચંદ્રાચાર્ય કૃત ‘ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર'માંના ઋષભદેવ ચરિત્રના આધારે રચાયેલો છે, એમ કવિ પોતે જ તેમાં જણાવે છે. જેમ કે, હમ ચરિત્ર કરે ઋષભનું એ, આણી મન ઉલ્લાસ, સોય સુણી વળી મેં રચ્યો એ, ભરતેશ્વર નૃપ રાસ. જૈનોના પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવના પુત્રો ભરત અને બાહુબલીનાં જીવનચરિત્રો તેમાં ધર્મકથારૂપે આલેખેલાં છે. આ કથા જૈનોના બીજા આગમ ગ્રંથ “સુત્રકૃતાંગસૂત્ર'માં અઠ્ઠાણું ગાથાના એક અધ્યયનમાં આપેલી છે. આદિ – આ રાસનો આરંભ શારદાદેવીની સ્તુતિથી કરવામાં આવે છે. અને પછી પ્રથમ તીર્થંકરના પુત્ર ભરતરાજા અને બાહુબલી આદિના પાંચ પૂર્વભવોનું વર્ણન આવે છે. તેની કથા કહેવામાં આવે છે.) નમ્યો તે સહુને ગમ્યો.' આ ગુજરાતી કહેવતનો આ કૃતિમાં સુંદર પડઘો પડ્યો છે. અતિ બળવાન બાહુબલી અભિમાન ત્યજીને ઉત્તમ કુળનો વિવેક સાચવી મોટાભાઈને નમી પડે છે અને વૈરાગ્યવાસિત થઈને સંયમ અંગીકાર કરે છે. આ સુંદર દષ્ટાંતનું આલેખન કવિએ કર્યું છે. “ગજ ચઢિયા કેવળ ન થાય.” એવો પ્રતિબોધ બાહુબલીને તેમની બન્ને બહેનો બ્રાહ્મી, સુંદર કરાવે છે. ત્યારે બાહુબલીનો અહંકાર ઓગળી જાય છે અને તેમના નાના ભાઈઓને વંદન કરવા પગ ઉપાડે છે તે સાથે જ તેમના સર્વ કર્મનો ક્ષય થતાં કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. આ પ્રસંગને કવિએ બહુ સુંદર રીતે આલેખ્યો છે. ત્યારબાદ ભરતના પુત્ર મરીચિ, જે ચોથા આરાના અંતે જૈનોના ૨૪મા તીર્થંકર થયા. તેમના ‘ત્રિદંડી' તરીકેના જીવનનું સુંદર વર્ણન કર્યું છે. કર્મની ગતિ ઉપર ચોરીમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરનાર “ગુણસાગર કેવળી’ની ઉપકથા દર્શાવી છે. અષ્ટાપદ તીર્થના સ્થાપના ભરત મહારાજાએ કરી હતી એ બીના પણ કવિએ આ રાસમાં વર્ણવી છે. જે ઐતિહાસિક દષ્ટિએ અતિ મહત્ત્વની છે. આજે પણ “અષ્ટાપદ પર્વત’ વિષે સંશોધન થઈ રહ્યું છે. સંશોધન કાર્ય માટે જે મહત્ત્વની કડીરૂપે છે. ભરત અને બાહુબલી વચ્ચે થતું પાંચ પ્રકારનું યુદ્ધ પ્રાચીનકાળના હાથોહાથ થતાં દ્વન્દ્ર યુદ્ધનો પરિચય કરાવે છે. જેમ કે આજના કરાટે' તેમ જ ટેકવંડુ. અંતે ભરત ચક્રવર્તીને ‘અરીસાભુવનમાં મુદ્રિકા વિહોણી પોતાની આંગળી નિહાળતા કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે અને સંયમના પંથે ચાલી નીકળે છે ત્યારે તેમની રાણીઓનો કરુણ ‘વિરહવિલાપ' પ્રેમાનંદની યાદ અપાવે તેવો છે. જેમ કે, “નારી વનની રે વેલડી, જળ વિણ તેહ સુકાય રે, તુમો જળ સરીખા રે નાથજી, જાતાં વેલડી કરમાય રે.” Page #72 -------------------------------------------------------------------------- ________________ જે કરુણ રસનો ઉત્તમ નમૂનારૂપ છે. આ રાસમાં ભરતના સેનાપતિ સુષેણના અશ્વરત્ન ‘કમળાપીઢ'નું તાદશ્ય વર્ણન, ભરતની સ્ત્રીરત્નનું વર્ણન તેમ જ સુખી અયોધ્યાનગરી અને સમૃદ્ધ ખંભાતનગરીનાં સુંદર વર્ણનો કવિના કવિત્વ, વર્ણનશક્તિ અને પ્રતિભાનો સચોટ ખ્યાલ આપે છે. તેમ જ ૪૪ જેટલી દેશીઓ વિવિધ રાગરાગિણીઓનું આલેખન કર્યું છે જે કવિની ગેયશક્તિનો પરિચય આપે છે. આ રાસમાંથી જાણવા મળે છે કે કવિ ઋષભદાસને ઉપદેશમાળા, દશવૈકાલિક વગેરે ગ્રંથોનો સારો પરિચય હતો. આ કાવ્યમાંથી બોધ લેવા માટે કવિએ સીપ, શ્રીફળ, નદી, સરોવર, ગુર્જરભૂમિ, મરભૂમિ અને પર્વતનું શિખર આ સાત વસ્તુઓ જેવા સાત પ્રકારના મનુષ્યોનો – શ્રાવકોનો નિર્દેશ કર્યો છે. વાચકે પોતાના આત્મકલ્યાણ માટે યત્ કિંચિત પ્રયત્ન કરવા. “ઉગીને ઉગીઆ' એવા ભરત – બાહુબલી જેવા મહાપુરુષો બનવાની સુંદર શિખામણ આપી છે. અંતમાં ભરત બાહુબલીના ચરિત્રો સમાપ્ત કરી પછી પોતાના ગુરુની પરંપરા જણાવી અને ગ્રંથ પ્રશસ્તિ લખી કવિ આ રાસના સમાપ્ત કરે છે. ૧૧. ક્ષેત્રસમાસ રાસ - સંવત ૧૬૭૮ મહાસુદ-૩ ગુરુવાર ખંભાત. આ રાસની શરૂઆત સરસ્વતી અને પાર્શ્વનાથની સ્તુતિથી કરવામાં આવે છે. ૧.૧૮ કડી, પછી સાગરોપમનું પ્રમાણ આપવામાં આવ્યું છે. જંબુદ્વીપનો વિસ્તાર, જંબુદ્વીપમાં ભરતક્ષેત્રનું વર્ણન, લવણ સમુદ્ર, ધાતકીખંડ, અઢીદ્વીપ વગેરે વિસ્તારથી સમજાવ્યા છે. દ્વીપો વિષે પણ વિસ્તૃત માહિતી આપી છે. અંત - આ રાસના અંતે કવિ કહે છે કે અસંખ્ય દ્વીપ સમુદ્રોના ભાવોને પોતે પૂરા ન કહી શકે પરંતુ આ તો જ્ઞાનીઓનાં વચનોમાંથી કેટલાંક વચનો લીધાં છે. આમ જૈન ભૂગોળ જેવા ગહન વિષય ઉપરની આ કૃતિ પણ અપ્રગટ છે. ૧૨. સમકિતસાર રાસ - સંવત ૧૬૭૮ જેઠ સુદ-૨ ગુરુવાર ખંભાત. સમકિતસાર રાસનો પ્રારંભ પ્રથમ સરસ્વતી અને પછી ઋષભાદિ શ્રી ચોવીસે તીર્થકરોના સ્મરણથી કરવામાં આવે છે. જગતમાં ચિંતામણિ, કલ્પદ્રુપ, અમૃત, ચિત્રાવેલી, દક્ષિણા- વૃત્ત શંખ, રસકૂપિકા વગેરે ઘણી સાર-વસ્તુઓ છે પરંતુ એમાંથી કોઈ વસ્તુ સમકિતની તોલે આવે નહિ. કારણ કે એ સર્વસાર વસ્તુઓ એક જ ભવમાં સુખ આપે છે. જ્યારે સમકિત તો ભ વોભવ સુખ આપે છે. સમકિત પામ્યા પછી જીવ સિદ્ધ થાય છે. અથવા તો દેવલોકે જાય છે. સમકિત માત્ર દુર્લભ એવા મનુષ્ય ભવમાં જ પામી શકાય છે. દેવ, ગુરુ અને ધર્મ તત્ત્વને આરાધવાથી સમકિત પ્રાપ્ત થાય છે. તેમ જ એનું રક્ષણ થાય છે. આ રાસમાં સમકિતના પાંચ ભેદ, બે પ્રકાર તેમ જ સમકિતના સડસઠ બોલ વિસ્તારથી સમજાવ્યાં છે. અંતે અતિ દુર્લભ એવું સમકિત જેમ મૃગ કસ્તુરીને, માતા બાળકને, કૃપણ ધનને રાખે તેમ જાળવવું. શુદ્ધ સમકિત રાખવાથી દિવ્ય પદવી પ્રાપ્ત થાય છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૧૩. ઉપદેશમાલા રાસ - સંવત ૧૬૮૦ મહાસુદ-૧૦ ગુરુવાર ખંભાત. આ રાસ મહાવીરસ્વામી હસ્તદીક્ષિત શિષ્ય ધર્મદાસગણિએ રચેલ પ્રાકૃત ગ્રંથ ઉપદેશમાલા' ઉપરથી રચાયેલો છે એમ કવિ પોતે તેમાં જણાવે છે. જેમ કે, એણિ પરિ બોલિયા ગણિ ધરમદાસજે, ગ્રંથ ઉપદેશમાલા જ કીધો, તેહ રાસ રચિઉ બહુ ભાતિસ્યું તેહ ભણિ વિબુધ જનમાંહિ પ્રસિધ્ધો.10 આદિ – ઉપદેશમાલા રાસનો પ્રારંભ વીણા વગાડતી, હાથમાં પુસ્તક ધારણ કરતી, હંસ પર બેસતી અને બહુ દેવીઓની સાથે રહેતી બ્રહ્મસુતાના સ્મરણથી કરવામાં આવે છે. અંત - કવિ કહે છે કે, આત્મહિત માટે મેં વિસ્તારપૂર્વક આ રાસની રચના કરી છે. ઉપદેશમાલા રાસ તરવા માટે (સંસાર સમુદ્ર) નાવ સમાન છે. અનંતસુખ આપનાર અને એને સાંભળતા કે ગણતા સકલ સંઘનું મંગલ થાય છે. એ પાપરૂપી અંધકારનો નાશ કરી મુક્તિનગરના માર્ગને પ્રકાશિત કરનાર છે. કવિ કહે છે કે, આ રાસની રચના કરતા મને તો જાણે કે આજે કામધેનુ ચિંતામણિ મળ્યાં છે. મારા મનના સર્વ મનોરથ ફળ્યા. ૧૪. શ્રાદ્ધવિધિ રાસ – સંવત ૧૬૮૨ વૈશાખ સુદ-૫ ગુરુવાર ખંભાત. આ રાસની શરૂઆત સરસ્વતીદેવીની સ્તુતિથી કરવામાં આવે છે. શ્રાદ્ધવિધિ શું છે? અને એ વિધિ કોણે બતાવી? એના જવાબમાં કહ્યું છે કે, રાજગૃહી નગરીમાં જ્યારે વીર જિનેશ્વર પધાર્યા અને અભયકુમાર ઉલ્લાસ સહિત એમને વાંદવા માટે ગયા ત્યારે વીરપ્રભુએ શ્રાવકવિધિના છ બોલ પર પ્રકાશ પાડ્યો હતો. એ છ બોલ રૂપે શ્રાવકની સમાચારી વિસ્તારથી આલેખી છે. ૧૫. શ્રેણિક રાસ – સંવત ૧૬૮૨ આસો સુદ-૫ ગુરુવાર ખંભાત. શ્રેણિક પ્રભુ મહાવીરના સમયમાં મગધના રાજા હતા. બૌદ્ધ ગ્રંથોમાં તેમનું નામ “બિંબિસાર’ જોવામાં આવે છે. આ રાસમાં શ્રેણિક રાજાનું ચરિત્ર આપેલું છે. આદિ – આ રાસની શરૂઆત શારદાદેવીની કૃપા યાચના સાથે કરવામાં આવે છે. કવિએ ચાર લીટીમાં સરસ્વતીની સુંદર સ્તુતિ કરી છે. અંત – અંત પ્રશસ્તિમાં કવિએ આપેલું ખંભાતનું સુંદર વર્ણન કવિના કવિત્વની ઝાંખી કરાવે છે. ૧૬. કયવન્ના રાસ - સંવત ૧૬૮૩ – ખંભાત. પ્રથમ જિનેશ્વરદેવની (ઋષભદેવ) સ્તુતિ કરીને કયવન્ના રાસનો પ્રારંભ કરવામાં આવે છે. “યવન્ના શેઠ' જૈન કથાસાહિત્યમાં દષ્ટાંતિક પુરુષ છે. કથાનો સાર ટૂંકમાં આ પ્રમાણે છે, પૂર્વભવમાં મુનિને દાન આપવાથી રાજગૃહી નગરીમાં ધનાવહ શેઠ અને સુભદ્રા શેઠાણીને ત્યાં પુત્રરૂપે અવતર્યા હતા. મોટા થયા ત્યારે સુહાસિની નામની સ્ત્રી સાથે પરણાવ્યા. છતાં સંસારથી Page #74 -------------------------------------------------------------------------- ________________ વિમુખ રહેવાના કારણે મદનમંજરી ગણિકાને ત્યાં બહોંતર કલાયુક્ત બનાવવા માટે મોકલે છે, ત્યાં બાર વર્ષ રહ્યા. માતા પિતાના મરણ થતાં ધન ચાલ્યું ગયું ત્યારે ગણિકા તેને પોતાના ઘરેથી કાઢી મૂકે છે. કયવન્ના પાછા ઘરે આવ્યા. પત્નીના કહેવાથી પરદેશ જવા તૈયાર થાય છે. નસીબ જોગે તે ધનવાન ‘કુબેરદત્ત’ના ઘરે આવી ચડે છે. બાર વર્ષ સુધી સુખ-સાહેબી ભોગવે છે. અંતે પ્રભુ મહાવીર પાસેથી પોતાનો પૂર્વભવ સાંભળી દીક્ષા ગ્રહણ કરી આત્માનું કલ્યાણ કરે છે. ૧૭. હીરવિજયસૂરિના બાર બોલનો રાસ સં. ૧૬૮૪ શ્રાવણ વદ ૨ ગુરુવાર ખંભાત જૈન ગુર્જર કવિઓ ભાગ-૧ પૃ. ૪૩૯-૪૪૦માંથી આ રાસની આદિની ૧થી ૪ ગાથા અને અંતની ૨૮૯થી ૨૯૪ ગાથા પ્રાપ્ત થાય છે. - આદિ – હીરવિજયસૂરિના બાર બોલના રાસનો પ્રારંભ ગૌતમ ગણધરના ગુણ સ્તવનથી કરવામાં આવે છે. ત્યાર પછી શારદાદેવીની કૃપા લઈ આ કૃતિ રચવામાં આવી છે. હીરવિજયસૂરિના બાર બોલ એ બાર મેઘ સમાન, બાર આદિત્ય સમાન, અને બાર ઉપાંગ સમાન (મૂલ્યવાન છે) છે. બાર વ્રતોનું પાલન જેમ સ્ત્રી-પુરુષોને તારે છે તેમ આ બાર બોલનું અનુસરણ પણ એમને સંસાર સમુદ્રમાંથી તારે છે. અંત રાસના અંતે કવિ કહે છે કે જે મોટાના કહેવા પ્રમાણે ચાલે છે તે ભવિષ્યમાં પૂજ્ય છે. ઋષભદાસ એવા મોટેરાંના ગુણગાન ગાય છે. સારભૂત અને શ્રેષ્ઠ એવા બાર બોલના રાસને જાણનાર અને ગણનારનો જયજયકાર થાય છે. આ રાસની કુલ ગાથા ૨૯૫ છે. આદિ અંત - જૈનોના બે અગત્યના વિભાગો (ખરતરગચ્છ અને તપગચ્છ) વચ્ચે સંપ અને સહકાર સ્થાપવાના હીરવિજયસૂરિના પ્રયત્ન ઉપર આ રાસમાં પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ રાસ કુલ ૨૯૪ કડીનો છે. આ રાસ હજુ અપ્રગટ છે. સાંપ્રદાયિક સંપ અને સહકાર ઉપર આ રાસ રચ્યો હોવાથી તેમાંથી સંપ અને સહકારની ભાવના ઉપર સારાં તત્ત્વો મળી આવવા પૂરતો સંભવ છે. ૧૮. મલ્લીનાથ રાસ સંવત ૧૬૮૫ ખંભાત. આ રાસની શરૂઆત સરસ્વતીના સ્મરણથી કરવામાં આવે છે. અંતમાં કવિ પોતે જણાવે છે કે, જ્ઞાતાધર્મકથા સુસાર. છઠઈ અંગે એહ વિર. સંમધ સોચ ત્યાંહાથી મંઈ ગ્રહી, રાસ ૨૨ ને હઇઅડઇ ગહઇ સહી. છઠ્ઠા ‘શ્રી જ્ઞાતાધર્મકથાંગ સૂત્ર'માં મલ્લિનાથ વિના આઠમા અધ્યયનમાંથી સાર ગ્રહણ કરીને મલ્લિનાથ રાસની રચના કરી છે. સ્ત્રી પણ પુરુષના જેટલી જ શક્તિશાળી છે. તેમ જ સ્ત્રી અને પુરુષ બન્ને મોક્ષના અધિકારી છે, એટલું જ નહિ પણ પુરુષની માફક સ્ત્રી પણ તીર્થંકરપણું - ઈશ્વરત્વ પામી શકે છે. એ સબળ લોકશાહી સિદ્ધાંત ‘શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર'ની મલ્લી નામની કથામાં સુંદર રીતે પ્રતિપાદન કરેલો છે. મૂળકથા પ્રાકૃતમાં લખાયેલી છે. તેના ઉપરથી રચાયેલો ઋષભદાસનો આ ‘મલ્લીનાથ == ૫૭ Page #75 -------------------------------------------------------------------------- ________________ રાસ’ રસપ્રદ અને આકર્ષક હોવો જોઈએ. અંતે ખંભાતનું સુંદર વર્ણન કરી તે સમયના ખંભાતની ઐતિહાસિક અને સામાજિક પરિસ્થિતીની માહિતી આપી છે. ૧૯. હીરવિજયસૂરિ રાસ - સંવત ૧૬૮૫ – ખંભાત. હીરવિજયસૂરિ રાસ – સં. ૧૯૭ર માં આનંદ કાવ્ય મ.સૌ. ૫માં (પૃ. ૧ થી ૩૨૪) પ્રસિદ્ધ થયો છે. આદિ – આ રાસનો પ્રારંભ સરસ્વતી સ્તુતિથી કરવામાં આવે છે. અંત - તેની અંત પ્રશસ્તિમાં કવિ જણાવે છે કે, પૂરવે દેવવિમળ પંન્યાસ, શોળ સરગ તેને કીધા ખાસ. મેં કીધો તે જોઈ રાસ, બીજા શાસ્ત્રનો કરી અભ્યાસ. મોટાં વચનસૂણી ને વાત, તે જોડી આપ્યો અવદાત. આમ તેમની પહેલાં દેવવિમળ પંન્યાસ નામના કોઈ કવિએ હીરવિજયસૂરિ ઉપર સોળ સર્ગનો એક રાસ રચેલો જેના આધારે ઋષભદાસે પોતાનો આ હીરવિજયસૂરિ રાસ રચ્યો છે. રાસના નામ પ્રમાણે આ રાસમાં અકબર બાદશાહ પ્રતિબોધક વિખ્યાત જૈનાચાર્ય હીરવિજયસૂરિનું વાસ્તવિક જીવનચરિત્ર વિસ્તારથી આલેખેલું છે. કવિએ રચેલા ૩૪ રાસાઓમાંથી આ એક નોંધપાત્ર રાસકૃતિ છે. મુખ્યત્વે દુહા, ચોપાઈ, છંદ તેમ જ વિવિધ દેશીઓમાં રચાયેલી ૧૧૦ ઢાળની ૩૧૩૪ કડીની દીર્ઘ રચના છે. ઋષભદાસ એક તો કવિ છે અને વળી જગદ્ ગુરુ શ્રી હીરવિજયસૂરિ મહારાજ અને તેમની પ્રાણવાન પરંપરાના પરમ ભક્ત છે. પોતાના સમગ્ર જીવનના ઉત્થાનમાં આચાર્ય શ્રી વિજયસેનસૂરિ મહારાજની કૃપા ગણે છે. તેઓ પ્રત્યેની ગુરુભક્તિ તેમના હૃદયમાં છલકાય છે. તેથી જ આ રાસની પંકિતએ પંકિતએ ભક્તિરસ કરે છે. શ્રી હીરવિજયસૂરિના જન્મથી લઈને નિર્વાણ પામ્યા ત્યાં સુધીના એમના મહત્ત્વના જીવન પ્રસંગોને આલેખતું ચરિત્ર આ કૃતિમાં આલેખાયું છે. અકબર બાદશાહને ધર્મચર્ચા દ્વારા પ્રતિબોધ પમાડવો, અમારિ પ્રવર્તનના તથા જજિયાવેરો અને શંત્રુજ્ય યાત્રા વેરો નાબૂદીના વિવિધ ફરમાનો બાદશાહ પાસેથી મંજૂર કરાવવા વગેરે ઐતિહાસિક ઘટનાનું આલેખન થયું છે. મુસલમાન સુલતાનોને અહિંસા પ્રેમી બનાવવા તેમની સાથે ધર્મચર્ચા, વાદવિવાદને નિમિત્તે જૈનદર્શનનું નિરુપણ થયું છે તેમાં કવિનું તવિષયક પાંડિત્ય પણ જોવા મળે છે. રાસને રસમય બનાવવા માટે આડકથાઓનો સહારો પણ લીધો છે. આ ઉપરાંત આ રાસમાં ‘પાલણપુરનું વર્ણન”, “ઓહડરોહડની કથા', ‘બાલ હીરનું સુંદર શબ્દ ચિત્ર', “અકબર બાદશાહની સોળસો રાણીઓનું શૃંગાર વર્ણન', 'વિધવા દુ:ખનું સચોટ આલેખન', હાસ્યરસ, બીભત્સ રસ, કવિના સંગીત શાસ્ત્રના જ્ઞાનનો ખ્યાલ આપતાં છ રાગ અને છત્રીસ રાગિણી, શત્રુંજ્ય નદીના કિનારાના વનનું વર્ણન, તોફાને ચઢેલા સાગરનું હૂબહુ વર્ણન, હીરવિજયસૂરિની પાલખી આદિનું વર્ણન હૃદયદ્રાવક વિજયસેનસૂરિનો કરુણ વિલાપ અને પાસના અંતે આવતું કવિના સમયનું સમૃદ્ધ ખંભાતનું વર્ણન આદિ કવિના કાવ્યશક્તિ, વર્ણનશક્તિ, છે. છે Page #76 -------------------------------------------------------------------------- ________________ શબ્દચિત્રશક્તિ, પ્રકૃતિવર્ણનશક્તિ, કાવ્યચાતુરી તેમ જ કરુણ, શૃંગાર, હાસ્ય આદિ કાવ્યરસો ઉત્તમ કવિત્વની ઝાંખી કરાવે છે. આ કૃતિની ભાષા સરળ અને પ્રાસાદિક છે. અંત સુધી રસ જાળવી રાખે છે. સંવાદ શૈલી સજીવતા પ્રગટ કરે છે. તો સુભાષિતો શાશ્વત બોધના પ્રતિકરૂપે આલેખાયાં છે. ભિન્ન ભિન્ન રાગોની ઢાળો ગેયતામાં વધારો કરે છે. આ કૃતિ ભાવપક્ષે તેમ જ કલાપક્ષે અજોડ છે. કૃતિના સર્જનનું મુખ્ય ધ્યેય બતાવતા કવિ કહે છે કે જે સુગુરુ - સુદેવના ગુણ ગાય છે તે આ ભવ અને પરભવમાં સુખી થાય છે. ગુરુ-દેવની સ્તુતિ કરતા ભાવ-વિભોર થઈ જવાય તો કર્મ ક્ષય થતાં મોક્ષપદ પ્રાપ્ત થાય છે. ગુરુ દેવની સ્તુતિ કરતા ભાવવિભોર થઈ જવાય તો કર્મ ક્ષય થતાં મોક્ષપદ પ્રાપ્ત થાય. આમ ગુરુભક્તિનો અન્યન્ય મહિમા બતાવ્યો છે. ૨૦. વીશ સ્થાનક તપ રાસ – સંવત ૧૬૮૫ ખંભાત. આ કૃતિના નામ ઉપરથી જણાય છે કે જૈનધર્મમાં જણાવેલા વીશ સ્થાનકો ઉપર આ રાસ રચાયેલો છે. પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ ભગવાને પોતાના પૂર્વભવમાં આ વીશ સ્થાનક્ની ભાવપૂર્વક આરાધના કરવાથી તીર્થકર નામકર્મ બાંધ્યું હતું અને તેથી તેઓ પ્રથમ તીર્થંકર બન્યા. પ્રભુ મહાવીરે પણ પોતાના પૂર્વભવમાં આ વીશ સ્થાનકોની આરાધના કરી હતી. જેની આરાધનાથી આ મહાન તીર્થંકરપદ પ્રાપ્ત થાય છે, તે ૨૦ સ્થાનકો આ પ્રમાણે છે, ૧) અરિહંત, ૨) સિધ્ધ, ૩) પ્રવચન, ૪) આચાર્ય, ૫) સ્થવીર, ૬) ઉપાધ્યાય, ૭) સાધુ, ૮) સમ્યક જ્ઞાન, ૯) શ્રી સમ્યકદર્શન, ૧૦) વિનય, ૧૧) ચારિત્ર, ૧૨) બ્રહ્મચર્ય, ૧૩) ક્રિયા, ૧૪) તપ, ૧૫) ગોયમ, ૧૬) જિન, ૧૭) સંયમ, ૧૮) અભિનવ જ્ઞાન, ૧૯) શ્રુત ભક્તિ અને ૨૦) તીર્થ. ૨૧. અભયકુમાર રાસ - સંવત ૧૬૮૭ કાર્તિક સુદ-૯ ગુરુવાર – ખંભાત આ કૃતિમાં અભયકુમારનું ચરિત્ર આલેખવામાં આવ્યું છે. અભયકુમાર પ્રભુ મહાવીરના સમયમાં મગધના રાજા શ્રેણિક યાને બિંબિસારનો કુમાર અને મંત્રી હતો. તે ઘણો જ બુદ્ધિશાળી અને ધર્મપ્રેમી ગણાતો હતો. શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈએ આપેલી તેની અંતપ્રશસ્તિમાંથી ખંભાતની ટૂંકી માહિતી મળે છે. ૨૨. રોહણિયા રાસ - સંવત ૧૬૮૮ – પોષ સુદ-૭ – ખંભાત આ કૃતિની ૩૪૫ ગાથા છે. (વિકલ્પ ૨૫૦૦) રોહણિયા ચોર પોતાની અનિચ્છા છતાં અકસ્માત પગમાં કાંટો વાગતાં પ્રભુ મહાવીરની વાણી માત્ર એકવાર સાંભળીને પ્રતિબોધ પામી તેમની પાસે દીક્ષા લઈ સંયમનું સુંદર પાલન કરી મોક્ષપદને પામે છે. તે પ્રસિદ્ધ કથા ઉપરથી આ રાસ રચાયેલો છે. આદિ – રોહણિયા રાસનો પ્રારંભ સરસ્વતીની સ્તુતિથી કરવામાં આવે છે. રાજગૃહીમાં ભારગિરિની ગુફામાં રોહણિયાનો વાસ હતો. એની પાંચ પેઢીથી ચોરીનો ધંધો ચાલ્યો આવતો હતો. રોહણિયાના પિતાનું નામ લોહખરો અને માતાનું નામ રોહિણી હતું. તેના જન્મ વખતે પંડિતોએ તેની જન્મકુંડળી જોઈને કહ્યું હતું કે, આ પુત્ર મહાનધર્મી અને જિનેશ્વરના હાથે દીક્ષા લેશે. Page #77 -------------------------------------------------------------------------- ________________ અંત – તેની અંત પ્રશસ્તિમાં કવિ જણાવે છે. જેમ કે, - ગુણ ગાઉં રોહણીઆ કેરા, વીર તણો શિષ્ય જેહોજી, વ્યસન નિવારી સંયમધારી, શિવગતિગામી તેહોજી. ૨૩. વીરસેનનો રાસ આ રાસ કુલ કેટલી ગાથાનો છે તે જાણી શકાતું નથી પરંતુ એમાં ૪૧૬થી વધુ ગાથા છે, એટલું જ કહી શકાય છે. જૈન ગુર્જર કવિઓ ભાગ-૩ ખંડ-૧ (પૃ. ૯૩૧-૯૩૨)માંથી વીરસેનના રાસની આદિની ૧ અને ૨ ગાથા તથા અંતની ૪૧૩, ૪૧૪, ૪૧૫ અને ૪૧૬ ગાથા મળે છે. વીરસેન રાસની આદિ અંતની પ્રશસ્તિ ઉપરથી ખબર પડે છે કે તેમાં વીરસેન નામના રાજાની કથા આવે છે. આદિ પ્રશસ્તિમાં કવિ વીરસેન રાજાના ગુણો આ પ્રમાણે જણાવે છે. જેમ કે, નીદ્રા ભોયણ અલપ કમ, વચન સાર ધ્યન (ધન) ત્યાગ, રીષભ કહઈ પૂંજી દયા, ઉત્તમ વલહુ રાગ. નવ યૌવન સ્ત્રી દેષિ કરી, નયન રહઈ જસ ઠાર્મિ, રીષભ કહઈ જન જઈ કરી, તસ ચરણે સિર નામિ. ૨૪. સમયસ્વરૂપ રાસ આ કૃતિની હસ્તપ્રત, રચના સાલ આદિ હજુ પ્રાપ્ત થયેલ નથી. આનંદ કાવ્ય મ.મૌ.-૮ ‘કવિવર રીષભદાસ નિબંધ' (પૃ. ૭૮)માં શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈએ સમયસ્વરૂપ રાસમાં ‘સમય’ એટલે શાસ્ત્રનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું હોવાનું કહ્યું છે. - ૨૬. શત્રુંજય રાસ - ૨૫. દેવસ્વરૂપ (સરૂપ) રાસ અથવા દેવગુરુ સ્વરૂપ રાસ - જૈનદર્શનમાં પ્રસિદ્ધ દેવ, ગુરુ, અને ધર્મ એ ત્રણ તત્ત્વોમાંથી આ દેવસ્વરૂપ રાસમાં દેવ એટલે કે ‘અરિહંત’ નું સ્વરૂપ સમજાવવામાં આવેલું હોવું જોઈએ. - આ કૃતિની હસ્તપ્રત, રચના સાલ આદિ પ્રાપ્ત થયેલ નથી. રાસના નામ ઉપરથી જૈન તીર્થોનાં મહાન તીર્થ નામે પાલીતાણાના શત્રુંજય પર્વતના મહાતીર્થનું માહાત્મ્ય દર્શાવવા શત્રુંજય રાસ રચાયો છે. - ૨૭. આર્દ્રકુમાર રાસ આ રાસની પ્રત તેમ જ રચના સાલ આદિ મળેલ નથી. આર્દ્રકુમાર અભયકુમારથી પ્રતિબોધિત અનાર્ય રાજાનો પુત્ર હતો. એમના ચારિત્રનું નિરૂપણ એ રાસનો વિષય હોવો જોઈએ. ૨૮. સિધ્ધશિક્ષા રાસ = આ રાસના શીર્ષકમાં વપરાયેલા ‘સિદ્ધ’ શબ્દ પરથી એમાં સિધ્ધ ભગવંતોનું વર્ણન હોવાનો સંભવ છે. અન્ય નાની કૃતિઓ ૧. આદીશ્વર આલોયણ સ્તવન સંવત ૧૬૬૬ - ખંભાત. ૬ => - Page #78 -------------------------------------------------------------------------- ________________ કવિ ઋષભદાસ રચિત આદીશ્વર આલોયણ સ્તવનમાં ૫૭ ગાથા છે. એમાંથી આદિની બે અને અંતની ત્રણ ગાથા મળે છે. આ સ્તવન રચનાથી કવિ ઋષભદાસ પોતાના પાપની આલોચના કરે છે. ૨. નેમિનાથ સ્તવન સં. ૧૬૬૭ પોષ સુદ-૨ ગુરુવાર ખંભાત. નેમિનાથ સ્તવન ચૈત્યવંદન આદિ સંગ્રહ ભાગ - ૩ પૃ. (૧૫૧ થી ૧૫૭)માં મુદ્રિત પણ થયું છે. ૭૩ ગાથા છે. સરસ્વતીને નમસ્કાર કરીને ‘ગાયસ નેમિ જિંણંદ' એમ વિષય નિર્દેશ કરીને સ્તવનનો પ્રારંભ કર્યો છે. ૩. લેવા શ્રી કેસરિયાજી સ્તવન મળે છે. G આ સ્તવનના આદિ અને અંતની એક પંક્તિ જૈન ગુર્જર કવિઓ ભાગ-૧ પૃ. ૪૫૫ માંથી આદિ લેવા નગરમાં રિષભ જિનેશ્વર છે. જગતમાં ભૂલો પડેલો (જીવ) ભટકે છે. અંત – દેવનાં દર્શન કરીને અને પરમ ગુરુને પ્રાપ્ત કરીને એમના ગુણોનું ઋષભદાસ રટણ કરે છે. ૪. પ્રતિમા સ્થાપન પાર્શ્વનાથ સ્તવન આ સ્તવનમાં કુલ ૫૨ ગાથા છે. આદિ આ સ્તવનના પ્રારંભમાં સરસ્વતીનું સ્મરણ અને પાર્શ્વનાથને પ્રણામ કરવામાં આવે છે. અંત – હે પાર્શ્વપ્રભુ! ભવોભવ ભમતાં મેં કરેલા કુમતિ કદાગ્રહથી મને લાગેલાં પાપ દૂર કરો. મારી મિથ્યામતિ અને મારા અશુભ કર્મને ટાળો, હે સ્વામી! મારા કુમતિ મલને હટાડો. ૫. ઋષભદેવની સ્તુતિ આ સ્તુતિમાં ૪ ગાથા છે. આદિ ઋષભદેવની સ્તુતિના પ્રારંભમાં કવિ ઋષભદેવને વંદન કરે છે. સમોવસરણમાં બિરાજમાન ભગવાન શ્રી ઋષભદેવના મસ્તક ઉપર ત્રણ છત્ર રહેલાં છે. ઈન્દ્ર ચામર ઢાળે છે. દેવીઓ અને સ્ત્રીઓના સમૂહો જિનેશ્વરના ગુણગાન ગાય છે. અંત તપગચ્છના નાયક શ્રી વિજયસેનસૂરિનો શ્રાવક ઋષભદાસ શ્રી ઋષભદેવના ગુણ - = ગાય છે. ૬. શ્રી આત્મશિખામણ સજ્ઝાય આ સજ્ઝાયમાં ૧૫ ગાથા છે. આત્મલક્ષી શિખામણ આપી છે. આ સંસાર અસાર છે. માટે ચેતવું હોય તો ચેતજો. ૭. માનની સજ્ઝા ય આ સજ્ઝાયમાં ૧૬ ગાથા છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ હે માનવી! તમે માન કરશો નહિ. આ કાયાનો ગર્વ કેવો? દેવ, માનવ કે રાજા અંતે સૌ મૃત્યુને વરે છે. માનથી જ્ઞાન નાશ પામે છે. વગેરે શિખામણ આપી છે. ૮. શ્રી વિવિધ તીર્થોનું ચૈત્યવંદન (અથવા) પંચ તીર્થીનું ચૈત્યવંદન આ ચૈત્યવંદનમાં પાંચ ગાથા છે. હે અરિહંત ! હું તને નમન કરું છું અને તારા નામનું સ્મરણ કરું છું. જ્યાં જ્યાં જિનેશ્વરની પ્રતિમા છે, ત્યાં ત્યાં હું તેમને પ્રણામ કરું છું. શત્રુજ્ય ઉપર શ્રી આદિનાથને, ગિરનાર ઉપર નેમનાથને, તારંગામાં શ્રી અજિતનાથને, સમેતશિખર ઉપર વીશ જિનેશ્વરોનાં પગલાંને, વૈભારગિરિ ઉપર શ્રી વીર જિનેશ્વરને પ્રણામ કરું ૯. મહાવીર જિન નમસ્કાર જૈન ગુર્જર કવિઓ ભાગ-૧ માં આ કૃતિની આદિ અને અંતની બે કડી (પૃ. ૪૫૩)માંથી પ્રાપ્ત થાય છે. આદિ – ચોવીશમાં શ્રી વીર જિનેશ્વર છે. તેમના પિતાનું નામ સિદ્ધાર્થ અને માતાનું નામ ત્રિશલાદેવી છે. એમનું નામ વર્ધમાન જિનેશ્વર છે. એ જિનેશ્વરના ગુણોનું હું સ્તવન કરું છું અને એમને પ્રણામ કરું છું. અંત - ગંગાના નીર જેવો શુદ્ધ સંયમ પાળીને તેમ જ સકલ કર્મોનો ક્ષય કરી મહાવીર મોક્ષે ગયા. જે અરિહંત દેવ સિધ્ધ થયા છે, તેમને પણ હું પ્રણામ કરું છું. ૧૦. દર્શનની પ્યાસ (ચાહના) પદ કવિ ઋષભદાસ પ્રભુને વિનંતી કરે છે કે, હે પ્રભુ! મારી નાવને સામે કાંઠે કોણ પહોંચાડશે? આ સંસાર સમુદ્ર ઊંડો છે. એને પાર હું કેવી રીતે પામીશ? રાગ અને દ્વેષરૂપી નદીઓ વહી રહી છે. એના કારણે મારી નાવ ચાર ગતિમાં ભમી રહી છે. હે પ્રભુ! હું આપનું દર્શન ઈચ્છું છું. ૧૧. ચૈત્યપરિપાટી : ખંભાતની ચૈત્ય પરિપાટી આ કૃતિની માત્ર એક જ કડી (૪૬ મી) પ્રાપ્ત થઈ છે. એમાં ખંભાત શહેરથી એક માઈલ દૂર આવેલા કંસારાપુર ગામના ચૈત્યો વિશેનું વર્ણન છે. ' હે ભવ્ય જીવો આપણે ભીડભંજન પાર્શ્વનાથને પૂજવા કંસારીપૂરમાં જઈએ. ત્યાં બાવીસ જિનપ્રતિમાઓને નમન કરીને નિર્મળ થઈએ. * ૧૨. શ્રી શત્રુંજય મહાતીર્થના નવ ખમાસણાના દુહા શ્રી શત્રુંજય મહાતીર્થના નવ ખમાસણાના દુહા'માં શ્રી સુનંજયનું મહાભ્ય દર્શાવવામાં આવ્યું છે જેમ કે, જે શત્રુંજય તરફ જવા માટે ડગલું ભરે છે તે કરોડો ભવનાં અશુભ કર્મ ખપાવે છે. શત્રુંજય સમાન કોઈ તીર્થ નથી. ઋષભદેવ જેવા કોઈ દેવ નથી અને ગૌતમસ્વામી જેવા કોઈ ગુરુ નથી. એમને હું વંદન કરું છું. જગતમાં બે મોટા તીર્થ છે શત્રુંજય અને ગિરનાર. મુનિલિંગને ધારણ કરનારા અનંત આત્મા સિદ્ધાચલથી સિદ્ધિને વર્યા છે. ભવિષ્યમાં અનંત આત્મા આ તીર્થથી સિદ્ધ થશે. Page #80 -------------------------------------------------------------------------- ________________ ૧૩. ચંબાવતી તીર્થમાળ (સં. ૧૬૭૩) ત્રંબાવતી તીર્થમાલામાં ખંભાતમાં આવેલા જિનાલયોનો ઉલ્લેખ થયો છે. આદિ - શ્રી શંખેશ્વર તુઝ નમું, નમું તે સારદ માય, | તીર્થમાલ ત્રંબાવતી, સ્તવતાં આનંદ થાય. અંત - ઉવવાઈ ઠાણાંગમાં રે લાલ, ભાખઈ શ્રી ભગવંત છે, નિશ્ચલ મનિ પ્રભુ સેવતાં રે લાલા, લહઈ સુખ અનંત છે. ઋષભદાસ કવિ શ્રી શંખેશ્વર ભગવાનને નમન કરી, માતા શારદાને પણ નમન કરી, ત્રંબાવતી તીર્થમાળનું સ્તવન આનંદપૂર્વક કરે છે. આ તીર્થમાલામાં ખંભાતમાં આવેલા દરેક જિનાલયોનો ઉલ્લેખ થયો છે.૧૨ કવિ ઋષભદાસની ઉપર્યુક્ત પ્રાચીન ગુર્જર ભાષાની કાવ્ય રચનાઓ સિવાય અન્ય સંસ્કૃત કે પ્રાકૃત કે અપભ્રંશ ભાષાની કોઈ રચના મળતી નથી. કવિ ઋષભદાસની સર્વ કૃતિઓનું પૂરું અવલોકન કર્યા વિના કવિના કવિત્વ અને પ્રતિભા વિષે છેવટનો અભિપ્રાય બાંધવો મુશ્કેલ છે. છતાં કવિ ઋષભદાસની ઉપલબ્ધ કૃતિઓમાં ઋષભદાસે રસની જમાવટ કરવામાં જે ચાતુર્ય, કલ્પનાશક્તિ, શબ્દપ્રયોગ, માધુર્ય, અલંકાર, છંદો ભાષાશૈલી, વર્ણનો વગેરે વાપર્યા છે, તે પરથી કહી શકાય એમ છે કે ઋષભદાસ સોળમી/સત્તરમી સદીના એક સમર્થ ગુજરાતી જૈન કવિ છે. તેમની કેટલીક કૃતિઓ સંસ્કૃત અને પ્રાકૃતના અનુવાદ રૂપે છે. છતાં તે એટલી બધી ઉત્તમ છે કે વાંચતા જણાતું નથી કે તે અનુવાદ છે. આમ તેમની કૃતિઓમાં વિદ્વતા તથા પંડિતાઈનો સ્પર્શ જોવા મળે છે. તેઓ કર્મો ધર્મે જૈન હતા. તેમના આચાર અને વિચારમાં જૈન ધર્મના સંસ્કાર હતા. આ જ સંસ્કારનો પડઘો તેમની રચનાઓમાં જોવા મળે છે. તેથી જ તેમની કૃતિઓમાં કલાપક્ષની સાથે ભાવપક્ષનો વિનિયોગ મણિકાંચનની જેમ દીપી ઊઠે છે. બધી જ કૃતિઓનું સર્જન તેમણે ખંભાતમાં અને લગભગ ગુરુવારના દિવસે જ કર્યું છે. ગુરુવાર એટલે વિદ્યારંભ માટે શ્રેષ્ઠવાર, કાવ્યારંભ માટે શ્રેષ્ઠવાર તેમ જ વ્યાકરણાભ્યાસ માટે પણ શ્રેષ્ઠવાર બતાવ્યો છે. આથી જ સુજ્ઞ કવિ ઋષભદાસે ગુરુવારને વિશેષ મહત્ત્વ આપ્યું છે. કવિ ઋષભદાસની રચનામાં ઘણા દુહા, ચોપાઈ ખાસ કરીને કવિ શામળની શબ્દરચનાને મળતાં આવે છે કે શામળને ઋષભસવાઈ કહેવાનું આપણને મન થઈ જાય. કવિ ઋષભદાસે પોતાની ઘણી કૃતિઓમાં જેવી કે ‘વ્રતવિચાર રાસ', 'કુમારપાળ રાસ' વગેરેમાં ગૂઢ હરિયાળીઓ વાચકની બુદ્ધિમત્તાનું અંકન કરવા મૂકી હોય એમ લાગે છે. તેમ જ “વ્રતવિચાર રાસ’ અને ‘હીરવિજયસૂરિ રાસ'માં સંવાદ શૈલીના પ્રયોગથી કાવ્યમાં આવતા સંવાદો સજીવ લાગે છે. વળી ઋષભદાસની કૃતિઓની ઢાળોમાં લોકપ્રિય, કર્ણપ્રિય દેશીઓનો પ્રયોગ તેમ જ વિવિધ રાગ રાગિણીઓનો પ્રયોગ થયો છે. સાથે સાથે સુભાષિતો, લોક કહેવતો પણ જોવા મળે છે. કવિ ઋષભદાસનો ‘હિતશિક્ષારાસ' સંસ્કૃતગ્રંથ 'હિતોપદેશ'ની યાદ અપાવે છે. આ રાસમાં કવિએ નીતિશાસ્ત્ર, ચરિત્ર (તેના પ્રકારો), વૈદક શાસ્ત્ર, જ્યોતિષ, સાધુધર્મ, સ્વપ્નવિચાર, ભોજનવિધિ, Page #81 -------------------------------------------------------------------------- ________________ સ્નાનવિધિ, લજ્જા અને મૌન, કેમ બોલવું, ભોગ ભોગવવાની રીત, શુભ કરણી, ગર્ભના ભેદ, ગૃહસ્થ(શ્રાવક)નાં ધાર્મિક કાર્યો અને ગુણો વગેરે વિષયોનું વિવરણ કર્યું છે. કવિ ઋષભદાસની પ્રાયેઃ કરીને લગભગ બધી કૃતિઓમાં જૈનકથા સાહિત્યમાંથી અગત્યનાં મહાપુરુષોનાં, તીર્થંકરોનાં, ગણધરોનાં આદિ ચરિત્રો લઈ તેમનું કાવ્યમાં નિરૂપણ કરી કવિએ વાર્તાના શોખીન શ્રોતાઓની રુચિને પોષતું સુંદર સાહિત્ય પૂરું પાડ્યું છે. આ ઉપરાંત વિધિ, બોધ, ઉપદેશ, હિતશિક્ષા, તત્ત્વવિચાર, વ્રતો, દેવ ગુરુ ધર્મનું સ્વરૂપ અને તીર્થમહિમા આદિ વિષયો ઉપર પણ કવિએ રાસો રચીને જૈન ગુજરાતી સાહિત્યિક કૃતિઓની વિપુલતાના સર્જનમાં તેઓ મોખરે રહ્યા છે. કવિ ઋષભદાસની મહાન કૃતિઓનો પ્રભાવ પરવર્તી કવિઓ પર પડ્યો છે. કવિનો ‘કુમારપાળ રાસ' પરથી સં.૧૭૪૨માં સત્તરમી સદીના બીજા એક સમર્થ જૈન કવિ ખરતરગચ્છીય જિનહર્ષગણિએ ‘કુમારપાલ’ ઉપર સંક્ષિપ્ત રાસ રચ્યો છે. તેમાં જિનહર્ષગણિ જણાવે છે કે, રિષભ કીયો મે રાસ નિહાળી, વિસ્તરમાંહિથી ટાળી હો. આમ આ કૃતિ તેમની નજીકના જ બીજા સમર્થ જૈન કવિને પ્રેરણારૂપ નીવડી છે. આધ્યાત્મિક દૃષ્ટિથી તેમની કૃતિઓનું મહત્ત્વ તો છે જ, સાથે સાથે ઐતિહાસિક દષ્ટિથી પણ તેમની કૃતિઓમાંથી તત્કાલીન રાજકીય, સામાજિક, ધાર્મિક આદિ પરિસ્થિતિનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. તેમ જ લોકસંસ્કૃતિની ઝાંખી થાય છે. આમ સર્વાંગી જ્ઞાન તેમની કૃતિઓમાંથી પ્રાપ્ત થાય છે. આજે એકવીસમી સદીમાં પણ તેમની કૃતિઓ લોકપ્રિય છે. તેમના સ્તવનો, સજ્ઝાયો વગેરે દેરાસરમાં ગવાય છે. તેમ જ ‘ભરતેશ્વર રાસ' જૈન મુનિઓ વ્યાખ્યાનમાં વાંચે છે. કવિ ઋષભદાસના વતન ખંભાતની એક મુલાકાત મારા શોધ નિબંધ ‘વ્રતવિચાર રાસ’ના રચયિતા કવિ ઋષભદાસનું વતન ખંભાત તેમ જ તેમનું મકાન જોવાની મને અદમ્ય ઈચ્છા થાય એ સ્વાભાવિક છે. તે જિજ્ઞાસારૂપે અમે તારીખ ૬૭-૦૮ ના રોજ ખંભાત નગરની મુલાકાતે ગયા. મોગલ સામ્રાજ્ય વખતનું જાહોજલાલીથી ભરપૂર વિશ્વનું પ્રખ્યાત બંદર ખંભાત નગરનું વર્ણન વર્તમાનમાં તો ફક્ત પુસ્તકરૂપે જ રહ્યું હોય એમ લાગ્યું. જગત પરિવર્તનશીલ છે. દરેક ક્ષણે • બદલાય છે. કોઈ વસ્તુ શાશ્વતરૂપે રહેતી નથી એ ધ્રુવ સત્ય છે. છતાં પણ ખંભાતના ભાતીગળ ભૂતકાળની ભવ્યતાનાં દર્શન તેમાં આવેલાં જિન મંદિરો રૂપે દેરાસરોમાં થયાં. આજે પણ ખંભાતમાં એકમેકથી ચડિયાતા ૮૫થી વધુ દેરાસરો જોવા મળે છે. તેમાં બિરાજમાન તીર્થંકરોની ભવ્ય મૂર્તિઓ પ્રાચીન ઈતિહાસની સાક્ષી પૂરે છે. કહેવાય છે કે આજે પણ જૈન મૂર્તિઓનો ખજાનો ખંભાતના પેટાળમાં હોવો જોઈએ. આ ઉપરથી ફલિત થાય છે કે એ કાળમાં જૈન પરિવારો ખૂબ જ સમૃદ્ધ હોવા જોઇએ, તેમાંનો એક પરિવાર તે કવિ ઋષભદાસનો પરિવાર. Page #82 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ ત્રદષભદાસનું કાલ્પનિક રેખાચિત્ર Page #83 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ વર્ષ પ્રાચીન અગર-તગરના લાકડાનું ભવ્યજિનાલય ગર્ચે નમ સ્મૃતિ કવિ કષભદાસ માર્ગ કવિ ત્રઢષભદાસના ઘરનું પ્રવેશદ્વાર -: $વિ ઋષભદાસ સમૃતિ:ઇસ.૧૫૭૫ થી ૧૬૩૫ દરમ્યાન થયેલ ખંભાત | ના ઇવિવર્ય શ્રી ઋષભદાસ શાલ ની સીમા થી અતીત છે, જૈનાચાર્ય વિજયે હીર , મ.સા.ના કૃપાપાત્ર બની સરસ્વતી ના વર પ્રાપ્ત આ ઇંવિઐ ગુજરાતી સાહિત્યને દાદંય રચના દ્વારા સમૃધ $અને તેમાં જૈન ધર્મ અને પંભ ભકિતના અંધાના પ્રાણ મૂકી અમરત્વ પાયા હૈ.ડવિ ઉમાશંકર ઠેછે “પ્રેમાનંદ, શામળદાસ, નર્મદાશંકર,ચોરામ થી વેર Yચા આ ઋષભદાસ વિ છે "આમ બિર/ દયા તા માણેક ચૌદ માં તેમનો નિવાસ હતો th તે જિન મંદિર બનાવેલ છે વર્તમાનમાં શ્રી નવશેકાધિપતિ શ્રી શંખે છેવટ પાનવનાથ જિનાલય તરીકે માણેકચોક દવિ ઋષભ દાસ પોળ માં મોજુદ છે સાર નિર્માણ સાઉનય :રાષ્ટ્રસંત પૂ.ગચ્છાઘિપતિ ના ચય શ્રી સયીય સાગર સૂરો વર) મ. સા. મરક પ્રેરક પૂ. સોરિચંદસાગરજી મ મારક ઉદઘાટન સ. ર૩ ૧૭. છે સકયો - શ્રી ખંભાર " જય શ્રી કવર પર્વે અંજન પ્રતિ લોભરેલ કવિઋષભદાસ શેઠની ના પોળ Page #84 -------------------------------------------------------------------------- ________________ જનશ્રુતિ પ્રમાણે કવિ ઋષભદાસ માણેકચોકમાં રહેતા હતા. તે મકાન તથા તેમનું લાકડાનું કલાત્મક ઘર દેરાસર આજે પણ ત્યાં વિદ્યમાન છે, તેમ જ તે ચોકને “કવિ ઋષભદાસની પોળ' એવું નામ પણ અપાયેલું છે. વર્તમાનમાં કવિ ઋષભદાસના મકાનમાં રહેતા પરિવાર તરફથી પ્રાપ્ત થયેલ માહિતી નીચે મુજબ છે. કવિ ઋષભદાસના મકાનમાં છેલ્લાં દોઢસો વર્ષથી રહેવા આવેલ નગીનભાઈ ઝવેરી, પછી એમના પુત્ર કેશીદાસ નગીનભાઈ, તેમના પછી હાલમાં એમના પુત્રો કુસુમચંદ્ર, બીપીનચંદ્ર, સુરેન્દ્રભાઈ અને ચંદ્રકાન્તભાઈ એમ ચાર ભાઈઓનો પરિવાર રહે છે. તેમાંથી સુરેન્દ્રભાઈ અને ચંદ્રકાન્તભાઈને અમે મળ્યા. તેમની પાસે પણ કવિ ઋષભદાસના વંશ-વારસ વિષે કોઈ માહિતી ન : હતી. તેઓ એટલું જ જાણતા હતા કે આ મકાનમાં કવિ ઋષભદાસ રહેતા હતા અને એ દષ્ટિથી એમણે આખું મકાન બતાવ્યું અને સમજાવ્યું. કવિનું આ મકાન ત્રણ માળવાળું છે. જેમાં ભોંયતળિયું અને ઉપર બે માળ. મકાનનો મુખ્ય દરવાજે વિશાળ તેમ જ કલાત્મક કોતરણીવાળો છે. જે પ્રાચીનતાની સાક્ષી પૂરે છે. તેમ જ આ દરવાજાને કળવાળો એવો આગળિયો છે કે જેમાં પહેલા માળેથી નીચે આવ્યા વગર ખોલી શકાય એવી અદ્ભુત રચના કરેલી છે. મકાનમાં કુલ સોળ ઓરડાઓ છે અને બે ભોંયરાંઓ છે. જમીનની અંદર (અંડરગ્રાઉંડ) પાણીનો એક મોટો ટાંકો પણ છે. મકાનની અગાશીમાં જવા માટે સ્ત્રીપુરુષોના દાદર અલગ અલગ છે. આ મકાન એટલું વિશાળ છે કે જેનાં હમણાં ચાર વિભાગ કર્યા છે. અને ચારે વિભાગમાં ચાર ભાઈઓનો પરિવાર રહે છે. અમુક વિભાગમાં સમય અનુસાર થોડા ફેરફાર કરવામાં આવ્યા છે. તે છતાં પણ આ મકાન કવિના સમયમાં જેમ હતું એવું લાગે છે. મકાનમાં પ્રવેશતાં જ સામેની દીવાલ પાસે પાણીનો ટાંકો છે. જે કવિના સમયનો (આશરે ૩૫૦ વર્ષ પૂર્વનો) યથાવત્ જેમ હતો તેમ જ છે. તે ઉપરથી ૨ x ૨ ફૂટનો ચોરસ છે. ટાંકામાં નીચે ઊતરવા માટે પથ્થરનાં પગથિયાં મૂક્યાં છે. ત્રણ મીટર નીચે ઊતર્યા પછી ૧૫ ફૂટ ઊંડાઈવાળો ૨૦૦ ચોરસ ફૂટનો પથ્થરનો વિશાલ ટાંકો છે. આ ટાંકામાં પાંચ વર્ષ ચાલે તેટલું પાણી સચવાય છે. બે ઈંચ વરસાદ પડે તો પણ ટાંકો ભરાઈ જાય છે. હાલમાં ચારે પરિવારના સભ્યો આ એક જ ટાંકાનું પાણી વાપરે છે. દર ત્રણ વર્ષે ટાંકાની સફાઈ કરવી જરૂરી છે. આ ઉપરથી કહી શકાય કે ૧૬/૧૭મી સદીમાં પણ વરસાદના પાણીની સાચવણી કરવાની અજોડ પદ્ધતિ હતી. જે આજના ઈજનેરોને પણ પ્રેરિત કરે છે. | મકાનમાં ઉપર જવા માટે લાકડાંનો દાદર છે. આ દાદર ઉપર બંધ કરવા માટે સરકતો પાટિયો છે. બીજા માળ ઉપર બે ઓરડા છે. આ ઓરડાની દીવાલોના ચણતરમાં ઈંટો સાથે સાગનું લાકડું વાપર્યું છે. જે ચણતરકામ ઉપર પ્રકાશ પાડે છે. મકાનના એક ભાગમાંથી બીજો દાદર ચડતાં ત્રીજા માળે અગાશી સાથે બે ઓરડા આવેલા છે. તેમાં બીજા ઓરડામાં કવિ ઋષભદાસનું ગૃહ દેરાસર હતું. જે ૨૫ વર્ષ પહેલાં જ નજીકમાં નવનિર્મિત શંખેશ્વર પાર્શ્વ જિનાલયમાં સુચારુ રીતે ગોઠવ્યું છે. ગૃહ દેરાસર અગરતગરનાં લાકડાંનું બનેલું છે. જે લાકડું અગ્નિથી પણ બળે નહિ એવું છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ આ ગૃહ દેરાસરના જુદા જુદા ૮00 ભાગો છે. તે નાના મોટા આશરે ૮00 ભાગોને ફેવીકોલ કે ખીલીના ઉપયોગ વિના તે સમયે જોડવામાં આવ્યા છે એ એની વિશિષ્ટતા છે. તેના પર નંદી, હાથી, સિંહની આકૃતિઓ કંડારેલી છે. તેના ઉપરના ભાગે ઘૂઘરાના આકારની સેર લટકાવેલ છે. તેના ઉપર મોર તથા પોપટની આકૃતિ છે. તેના ઉપરના પટમાં મધ્યભાગે બાજોઠ પર દેવીની ચતુર્ભુજ આકૃતિ છે. તેની બંને બાજુ હાથીની આકૃતિ કંડારેલી જોવા મળે છે. આ હાથીઓની બંને બાજુ દેવીઓની આકૃતિઓ છે. તેના ઉપરના ભાગે તોરણ છે. જેના ખુણા બીડેલા પદ્મથી વિભૂષિત છે. તોરણની મધ્ય દેવીની ચતુર્ભુજ આકૃતિ છે. તેના ઉપરના બંને હાથમાં અનુક્રમે ગદા તથા અંકુશ અને નીચેના બંને હાથમાં અનુક્રમે અક્ષમાલા અને કમંડલ છે. તેમનું વાહન પોપટ છે. આ દેવીની બંને બાજુએ ધારિણી છે. તોરણના બંને છેડે બે દેવીઓ છે. તોરણના ઉપરના ભાગમાં વાદ્યઘટોનાં શિલ્પો અલંકત જોવા મળે છે. આ દેરાસરના પરિકરમાં ચૌદ સ્વપ્નો કોતરેલાં છે. કમાનવાળા ચાર દરવાજા છે. ઉપર પદ્માવતીદેવીની મૂર્તિ કોતરેલી છે. નીચે પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ છે. ઉપર પાર્શ્વનાથ ભગવાનની દીક્ષાનો વરઘોડો કોતરેલો છે. વરઘોડાની ઉપર અષ્ટમંગલ દર્શાવ્યાં છે. આ દેરાસરમાં આવતા દરેક થાંભલા ગોળ છે, પણ બહારથી ચોરસ દેખાય એવી કળાકારીગરી કરી છે. ટૂંકમાં ગુજરાતભરમાં વિરલ કહી શકાય એવું કલાત્મક કાષ્ટ કોતરણીવાળું (એક સમયે કવિ શ્રી ઋષભદાસનું ગૃહદેરાસર અને આજે શંખેશ્વર પાર્શ્વનાથનું) આ જિનાલય ખંભાતની અનુપમ શોભા છે. મકાનના એક વિભાગમાં એક ભોંયરું પણ જોવા મળ્યું. આ ભોંયરું પણ વિશાળ છે. હાલમાં જેનો ઉપયોગ માલસામાન ભરવામાં કરે છે. જનશ્રુતિ પ્રમાણે કવિ ઋષભદાસના મકાનમાં હજુ ઘણું ધન દાટેલું છે પરન્તુ હાલમાં રહેતા પરિવારે મકાનના થોડા ભાગમાં ખોદાવ્યું હતું, ત્યારે અંદરથી ઘણા બધા ખાલી માટલાં નીકળ્યાં હતાં. આમ ખંભાત નગર અને કવિ ઋષભદાસનું મકાન નજરે જોવાનો મને અનહદ આનંદ થયો, જે શબ્દરૂપે અહીં આલેખ્યો છે. *** : સંદર્ભસૂચિ : આનંદ કાવ્ય મ.મૌ.-૮ - સંપાદક – જીવણચંદ સાકરચંદ ઝવેરી . .... પૃ. ૩૨-૩૩ ૨. હિતશિક્ષા રાસનું રહસ્ય - શા. કુંવરજી આણંદજી ......... ................. પૃ. ૪ ૩. કુમારપાળ રાજાનો રાસ - શ્રી શિવલાલ જેસલપુરા ........ ...... પ્રસ્તાવના કવિ ઋષભદાસ એક અધ્યયન - પ્રો. ડૉ. વાડીલાલ ચોક્સી ........... ............ પૃ. ૩ ૫. આનંદ કાવ્ય મ.મૌ.-૮ - સંપાદક – જીવણચંદ સાકરચંદ ઝવેરી . ......... પૃ. ૧૩ જૈન ગુર્જર કવિઓ ભાગ-૩ - સંપાદક – જયંત કોઠારી............. •... પૃ. ૨૫-૦૩ જૈન ગુર્જર કવિઓ ભાગ-૩ - સંપાદક – જયંત કોઠારી.. ............ .... પૃ. ૪૮-૪૯ કવિ ઋષભદાસ એક અધ્યયન - પ્રો. ડૉ. વાડીલાલ ચોક્સી .......... ............ પૃ. ૫ ૯. વાડ્મય વિમર્શ - રામપ્રસાદ બક્ષી... ................... પૃ. ૬૨ કવિ ઋષભદાસ એક અધ્યયન – પ્રો. ડૉ. વાડીલાલ જીવાભાઈ ચોકસી .......... પૃ. ૬૨ ૧૧. આધ્યાત્મિક પદો - સાર્થ . ..... પૃ. ૫૯, ૮૮ ૧૨. ખંબાતના જિનાલયો - સંપાદક – ચંદ્રકાન્ત કડિયા.......... ......... પૃ. ૩૮૬ ........ ૧૦. Page #86 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ વ્રતવિચાર રાસ-હસ્તપ્રતનું સંશોધન કવિ 2ષભદાસ એ મધ્યકાલીન જૈન કવિઓમાં પ્રતિષ્ઠિત શ્રેષ્ઠ ગૃહસ્થ કવિનું નામ છે. તેમણે પોતે જ નિર્દેશ્ય છે તે પ્રમાણે ૩૪ રાસ, અને ૫૮ સ્તવન વગેરેની વિપુલ રચના કરી છે. (હીરવિજયસૂરિ રાસ, અંતિમ ઢાલ કડી નંબર ૩૨.) સોળમી/સત્તરમી સદીમાં થઈ ગયેલા આ કવિની કેટલીક કૃતિઓ પ્રગટ છે. મોટા ભાગની અદ્યાવધિ અપ્રગટ જ રહી છે. તો કેટલીક રચનાઓની હસ્તપ્રતો પણ અપ્રાપ્ય છે. અત્રે કવિની પ્રાપ્ય એક દીર્ઘ રાસ કૃતિ વ્રતવિચાર રાસ નું લોકભોગ્ય બને તેવી રીતે પ્રગટ કરવાનો પ્રયત્ન કર્યો છે. વિ.સં. ૧૬૬૬ના કારતક વદ અમાસના દિવસે કવિ ઋષભદાસે આ કૃતિની રચના ખંભાતમાં કરી હતી. પૂજ્ય વિજયશીલચન્દ્ર સૂરિ મહારાજ પાસેથી આ રાસની મૂળ કૃતિ પ્રાપ્ત થઈ છે. આ હસ્તપ્રત કવિના સ્વહસ્તે લખાયેલી છે. આ હસ્તપ્રત(કૃતિ)ના પાનાં ક્યાંક ક્યાંક ફાટી ગયા હોવાથી, ચોંટી ગયા હોવાથી, ત્યા શબ્દો સ્પષ્ટ વંચાતા ન હોવાને કારણે તેની પૂરવણી બીજી પ્રત(કૃતિ) કે જે લહિયાએ લખેલી છે તેના આધારે ગુજરાતી લિપિયાંતર કર્યું છે. ૮૬૨ કડીઓમાં આલેખાયેલ આ રાસનો બાહ્ય પરિચય નીચે પ્રમાણે છે. ઢાલ-૮૧, દુહા-૬૯, ચોપાઈ-૨૪, કવિત-૪, સમસ્યા-૨, ગાહા-૧. વ્રતવિચાર રાસ’ નો પ્રારંભ શ્રી પાર્શ્વનાથના સ્મરણથી અને સરસ્વતીદેવીની સ્તુતિથી કરવામાં આવે છે. કવિએ જિનેશ્વરે પ્રરૂપેલા બે ધર્મ ૧) શ્રાવકધર્મ અને ૨) યતિધર્મનું આલેખન કરી યતિધર્મ દશ પ્રકારે બતાવ્યો છે. ત્યાર બાદ શ્રાવક કુળનો આચાર કહેવામાં આવે છે કે જે શ્રાવકધર્મરૂપી બાર વ્રત છે. તેના અનુસંગે સુશ્રાવકના એકવીસ ગુણોનું આલેખન કરી, જૈન દર્શનના મુખ્ય ત્રણ તત્ત્વ સુદેવ, સુગુરુ અને સુધર્મની આરાધના કરવી તેવો ઉપદેશ આપ્યો છે. સુદેવનું અર્થાત્ અરિહંતદેવનું કે જેઓ ચોત્રીસ અતિશયથી યુક્ત, અઢાર દોષરહિત, આઠ મદ અને આઠ કર્મરહિત હોય તેમ જ તેમની વાણી પાંત્રીસ ગુણયુક્ત હોય તેનું વિસ્તારથી આલેખન કર્યું છે. સાથે સાથે તીર્થંકર પદવીના વીસ બોલ બતાવ્યા છે. સુગુરુનું સ્વરૂપ દર્શાવતા આચાર્યના છત્રીસ ગુણોનું તેમ જ બાર ભાવનાનું આલેખન કરી, મુનિના સત્તાવીસ ગુણોનું તેમ જ બાવીસ પરીષહનું સદષ્ટાંત વર્ણન કર્યું છે. સુધર્મનું સ્વરૂપ ખૂબ જ ટૂંકમાં દયા એ જ સાચો ધર્મ છે, એ દર્શાવી પછી કુદેવ, કુગુરુ અને કુધર્મ એ ત્રણે મિથ્યાત્વ છે, અસાર છે એ વાતનું વિસ્તારથી વર્ણન કરી અંતે જૈનધર્મ સિવાય કોઈ તારશે નહિ, એ વાતનો મર્મ સમજાવ્યો છે. - પછી અન્યમતી જિન પ્રતિમાને નહિ માનનાર આદિ અને સુવિહિત વચ્ચે સંવાદ પ્રયોજી શ્રી દશવૈકાલિક સૂત્ર', “શ્રી ભગવતી સૂત્ર', “શ્રી સ્થાનાંગ સૂત્ર' વગેરે સૂત્રોના આધારે અન્યમતીના મતનું ખંડન કરી મૂર્તિ અને મૂર્તિ પૂજા સાચી એવું જિનવચનના કથનનું પ્રતિપાદન કર્યું છે. તેમ જ સમકિતનું સ્વરૂપ બતાવી, તેના પાંચ અતિચાર આલેખ્યા છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ તેના અનુસંગે માનવ ભવની મહત્તા દર્શાવીને શ્રાવકધર્મરૂપી બાર વ્રતનું આલેખન કર્યું છે. ૧) સ્થલ પ્રાણાતિપાત વિરમણ વ્રત :- પ્રથમ અણુવ્રત વ્રત સમજાવતાં કહ્યું છે કે, ત્રસ જીવની હિંસા કરવી નહિ, આરંભ-સમારંભમાં જયણા રાખવી. જીવોની જતના માટે દશ જગ્યાએ ચંદરવા બાંધવા, અણગળ પાણી વાપરવું નહિ. રોજિંદા કાર્યમાં થતી હિંસામાં સાવધાની રાખવી. રાત્રિભોજનનો ત્યાગ કરવો વગેરે જૈન દર્શનના મૌલિક સિદ્ધાંતો આલેખી આગમિક સદષ્ટાંતો દ્વારા જીવદયાનો મર્મ દર્શાવ્યો છે. તેમ જ પ્રથમ વ્રતના પાંચ અતિચારનું આલેખન કર્યું છે. ૨) સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત :- બીજા અણુવ્રતને સમજાવતાં કહ્યું છે કે, જૂઠું બોલવું નહિ. જેમ કે મોટાં પાંચ જૂઠ – કન્યા, ગાય, ભૂમિ, થાપણ અને સાક્ષી સંબંધી ખોટું બોલવું નહિ. જૂઠું બોલવાથી આલોક અને પરલોકમાં દુર્ગતિ મળે તેનું વર્ણન કરી આ વ્રતના પાંચ અતિચાર બતાવી તેને ત્યજવાનો ઉપદેશ આપ્યો છે. ૩) સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત :- ત્રીજા વ્રતમાં પારકું ધન લેવું નહિ, ખાતર પાડવું નહિ કોઈને લૂંટવા નહિ તેમ જ ધાડ પાડવી નહિ વગેરે બોધ આપીને અણહક્કનું લેવાથી તેનું લેણું બીજા ભવમાં પણ ચૂકવવું પડે છે તે વાતનું સરસ આલેખન કરી સાથે સાથે આ વ્રતના પાંચ અતિચાર દર્શાવ્યા છે. ૪) સ્થૂલ મૈથુન વિરમણ વ્રત :- ચોથા વ્રતમાં બ્રહ્મચર્ય વ્રતને અનેક વસ્તુઓની સાથે સરખાવી શ્રેષ્ઠ દર્શાવ્યો છે. તેમ જ શીલવંત મહાપુરુષો અને શીલવંતી નારીઓનાં દષ્ટાંતો આલેખ્યાં છે. આ વ્રતના પાંચ અતિચાર દર્શાવી તેને ત્યજવાનો બોધ આપ્યો છે. ૫) પરિગ્રહ પરિમાણ વ્રત :- આ વ્રતમાં ધન, ધાન્ય, ક્ષેત્ર, વસ્તુ આદિ અનેક જાતના પરિગ્રહ ગણાવી તેના ઉપર મૂચ્છ કરવી નહિ તેમ જ દરેક પદાર્થનું પ્રમાણ કરવું અને તેના અતિચાર સમજીને છોડવાં તે સદષ્ટાંત આલેખ્યું છે. ૬) દિશા પરિમાણ વ્રત :- આ વ્રતમાં દશે દિશાનું પ્રમાણ કરવું તેમ જ તેના પાંચ અતિચાર જાણીને ત્યજવા. ધ્યાનપૂર્વક આ વ્રતને પાળવું, એવો બોધ આપ્યો છે. ૭) ભોગપભોગ પરિમાણ વ્રત - આ વ્રતમાં ભોગ-ઉપભોગની વસ્તુની મર્યાદા કરવી. નિત્ય ચૌદ નિયમ લેવા, ભઠ્ય-અભક્ષ્ય વસ્તુને ત્યાજ્ય ગણવી, પંદર કવણજનો ત્યાગ કરવો તેમ જ તેના પાંચ અતિચારનું સેવન કરવું નહિ. આ વાતનું આલેખન કર્યું છે. ૮) અનર્થ દંડ વિરમણ વ્રત :- નાટક, ચેટક, પાખંડ, શેતરંજબાજી, જુગાર વગેરે રમવા . નહિ પાપોપદેશ આપવો નહિ, બીજાને પાપોકરણ, અગ્નિ વગેરે આપવા નહિ, પોતાનો આત્મા વગર કારણે પાપથી દંડાય તેવાં કાર્યો કરવા નહિ વગેરેનું આલેખન કરી, આ વ્રતના પાંચ અતિચાર આલેખી તેને ત્યજવાનો બોધ આપ્યો છે. ૯) સામાયિક વ્રત :- સામાયિક વ્રતની મહત્તા દર્શાવી તેને શુદ્ધતાપૂર્વક ગ્રહણ કરવી અને તેના પાંચ અતિચાર સમજીને ટાળવા. આ વાત સદષ્ટાંત આલેખી છે. ૧૦) દેશાવગાસિક વત :- આ વ્રતમાં છઠ્ઠા તથા બીજા વ્રતોના નિયમોનો સંક્ષેપ કરવો તેમ જ તેના પાંચ અતિચાર ટાળવા તે સમજાવ્યું છે. ૧૧) પૌષધવ્રત :- આ વ્રતમાં ‘પૌષધવ્રતનું મહત્ત્વ સમજાવી તેની વિધિ તેમ જ તેના Page #88 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ ઋષભદાસ રચિત “વ્રતવિચાર રાસ’ની મૂળ પ્રતનું પ્રથમ પાનું एपिनाविनराशायनमादूहा पासतिनेस्वर प्राध्याश्तेजिनधानीनवपरिमा राधोइ ती काश्स्फलकामादिचत्ररीह तनसतानाहनानु त्रएकालाप्रायाचा रयतुझन माशा। ननो पालाराम पदवाकवझायनासोय नमुनस दासासाइसवेनिंना तनधर्मविसायो हावासाशक्रोधमानना यानहालोजनहीला वलेसावा पश्चापं यविगलालवीजनदर रुपदेसापकपदे शिजनरंजवशमहामासर सातिदेवतिराइ कारपितुझनित्रासादसार Page #89 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ ઋષભદાસ રચિત “વ્રતવિચાર રાસ’ની મૂળ પ્રતનું અંતિમ પાનું अन्नाटा पलरतिजलद । देशासायगारा युवासलवडाच्यतरजचा वाजानेगविसलारप ८०॥ साप सिनगरिवसइ मागवसिंव डिरानइहश्राजनो मृत बातेहत्रबावति नगर वाशिरड्यानां मतसस चवासामयिाशवसपा सचिन निकषजवासिकमानारत्रंबा वती माहिशायाप्रापार तीबर कास्य पराययासकलपदार्थसार पायो एस प्रापप्रगटल मारत वरतवाचारास संपत वत्त वर्ष चईत्र बक्षिस का रेलपातासंघवासालदाससांग गाया।०१२ Page #90 -------------------------------------------------------------------------- ________________ પાંચ અતિચારનું આલેખન કર્યું છે. ૧૨) અતિથિ સંવિભાગ વ્રત :- આ વ્રતમાં મુનિવરોને દાન આપવું. સુપાત્ર દાન આપવાથી રિદ્ધિ-સિદ્ધિ પ્રાપ્ત થાય અને કર્મ નાશ પામે છે. આ વાતનું આલેખન કરી સાધુ-સાધ્વી, શ્રાવકશ્રાવિકાની વૈયાવચ્ચ કરવી, સાધર્મિકને મદદ કરવી વગેરે ઉપદેશ આપી પાંચ અતિચારનું આલેખન કરી તેને ત્યજવાનો બોધ આપ્યો છે. અંતમાં કવિ (કર્તા) પોતાની નમ્રતા બતાવતાં કહે છે કે, મારી મતિ પ્રમાણે મેં આ રાસ રચ્યો છે. એમાં કોઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો મને માફ કરજે અને પછી પોતાના ગચ્છની, ગુરુ પરંપરા, રચના સ્થળ, સમય તથા સંસારી કુટુંબ-પરિવાર વગેરેનો પરિચય આપે છે. આમ પ્રસ્તુત કૃતિનું અવલોકન કરતાં જણાય છે કે આ કૃતિનો મુખ્ય વિષય જૈન શ્રાવકશ્રાવિકાએ પાલન કરવા લાયક બાર વ્રતોનું સ્વરૂપ દર્શન છે. સમ્યકત્ત્વ અને બાર વ્રતો તે જ શ્રાવકધર્મ અને પ્રત્યેક જૈનધર્મી ગૃહસ્થ આ શ્રાવકધર્મનું ગ્રહણ અને આચરણ કરવું જ જોઈએ, એવો બોધ આપવાનો કર્તાનો પ્રધાન આશય છે. આ રાસનો આંતરિક પરિચય મેળવવા માટે આપણે દરેક ઢાલનો કડી પ્રમાણે શબ્દાનુવાદ તથા અથનુવાદ જોઈએ. | દૂહા || પાસ જિનેસ્વર પૂજીઇ, ધ્યાઈઇ તે જિનધર્મ /. નવપદ ધરિ આરાધીઇ, તો કીજઈ સુભ કર્મ /૧ // દેવ અરીહંત નમું સદા, સીદ્ધ નમુ ત્રણી કાલ / શ્રી આચાર્ય તુઝ નમું, શાશનનો ભુપાલ //ર // પૂણ્યપદવી વિઝાયની, સોય નમુ નસદીસો / સાદ્ધ સોનિ નીત નમું, ધર્મ વિસાયાંહાવીસ //૩ // ક્રોધ માંન માયા નહી, લોભ નહી લવલેસ | વીષઈ વીષથી વેગલા, ભવીજન દઈ ઉપદેસ //૪ // ઉપદેશિ જન સંજવઈ, મહીમા સરસતિ દેવ / તેણઈ કાર્યુ તુઝનિં નમું, સાર્દ સારૂ સેવ //૫ // સમર સરસતિ ભગવતી, સમસ્યા કરજે સાર / હું મુખ હતી કે લવું તે તારો આધાર //૬ // પીગલ ભેદ ન ઓલખું, વિગતિં નહી વ્યાકર્ણ / મુખ મંડણ માનવી, હુ એવુ તુઝ ચર્ણ //૭// Page #91 -------------------------------------------------------------------------- ________________ કવીત છંદ ગુણ ગીતનો, જે નવી જાણઈ ભેદ / તુ તૂઠી મુખ્ય હનિ, વચન વદઇ તે વેદ //૮ // સુર્યાખ મોટો ટાલીઓ, કવી કીધો કાલદાસ / જગવખ્યાતા તેહવો, જો મુખ્ય કીધો વાસ //૯ // કીર્તિ કરૂ તુઝ કેટલી, સૂઝ મુખ્ય રસના એક | કોડ્ય જિલ્લાઈ ગુણ સ્તવું, પાર ન પામું રેખ //૧૦ // તોહઈ તુઝ ગુણ વર્ણવું, સૂઝ મતી સારૂ માય / નખ મુખ વેણી શીર લગઈ કવી તાહારા ગુણ ગાય //૧૧ // કવિ રાસનો પ્રારંભ મંગલાચરણ રૂપી દૂહામાં કડી નંબર ૧થી ૫માં પોતાના ઈષ્ટદેવ શ્રી પાર્શ્વનાથની સ્તુતિથી કરે છે. કવિ કહે છે કે, પાર્શ્વ જિનેશ્વરનું પૂજન કરીને, જિનધર્મની આરાધના કરીને તેમ જ મહામંત્ર સમા નવકારના નવપદનું ધ્યાન ધરીને શુભકાર્યની શરૂઆત કરવી. કવિ અરિહંતદેવને સદા વંદા કરે છે, તો સિદ્ધ ભગવંતને ત્રણે કાળમાં વંદન કરે છે. જિનશાસનના રક્ષકરૂપી રાજા શ્રીઆચાર્યજીને પણ વંદન કરે છે. ઉપાધ્યાયજીની પદવી પણ પવિત્ર છે. માટે તેમને પણ દિવસ રાત વંદન કરે છે. સર્વ સાધુઓને નિત્ય વંદન કરે છે, કારણ કે તેઓ ધર્મનું પાલન સંપૂર્ણપણે પાળે છે. ક્રોધ, માન, માયા અને લોભરહિત છે. ઈન્દ્રિયોના વિષયને જીતનાર છે. તેમ જ મુક્તિની યોગ્યતાવાળા ભવ્ય જીવોને ઉપદેશ આપે છે. 'પાંચથી અગિયાર કડીમાં કવિ સરસ્વતી દેવીની સ્તુતિ કરે છે. કે જે તેમની સરસ્વતી દેવી પ્રત્યેની સંપૂર્ણ ભક્તિને પ્રગટ કરે છે. કવિ સરસ્વતીની સ્તુતિ કરતાં કહે છે કે, હે સરસ્વતી મા! તારા મહિમા થકી અપાયેલ ઉપદેશથી સર્વજનને આનંદ મળે છે. માટે હે શારદા મા, મારા સર્વ કાર્ય પાર પાડજે. તે કારણથી હું તને નમું છું. તારી ઉપાસના કરું છું. હે મા! તું મને સારું સ્મરણ કરાવજે. મારી બુદ્ધિ તો નાદાન છે, હું શું રચના કરું? પણ મેં તારો સહારો લીધો છે. હું કોઈ છંદશાસ્ત્રના ભેદ તેમ જ વ્યાકરણના વિવિધ પ્રકાર જાણતો નથી, પણ મૂર્ખ માનવીમાં શોભતો એવો હું તારા ચરણની સેવા કરું છું. તેમ જ કવિત્વના છંદ ગીતગુણ વગેરે પણ જાણતો નથી પરંતુ સરસ્વતી જેની વાણી ઉપર પ્રસન્ન થાય છે, તે વેદના વચન પણ બોલી શકે છે. કવિ દષ્ટાંત આપતાં કહે છે કે, કવિ કાલીદાસના મુખમાં જ્યારે માતા સરસ્વતીએ વાસ કર્યો ત્યારે તેનું મૂર્ણપણું તો ટળી ગયું, પણ સાથે સાથે જગવિખ્યાત થયા. તારી કેટલી કીર્તિ કરું? મારા મુખમાં તો એક જ જીભ છે. કરોડો જીભોથી તારા ગુણ ગાઉં તો પણ અંશમાત્ર કરી શકું નહિ. તેમ છતાં મારી બુદ્ધિ પ્રમાણે હે માતા! તારા ગુણ વર્ણવું છું. બન્ને હાથ જોડી નખ રૂપી વેણી બનાવી મસ્તક ઉપર લગાડી વંદન કરું છું અને તારા ગુણ ગાઉં છું. Page #92 -------------------------------------------------------------------------- ________________ ઢાલ || ૨ || દેસી-એક દીન સાર્થપતી ભણઈ રે / રાગ ગોડી // નખહ નીરૂપન નીરમલા રે, ચલકઈ યમ રવી ચંદ | રેખા સુંદર સાથી રે, દેખત હોય આનંદો રે //૧ર // તૂઝ ગુણ ગાઈઇ, કવિજન કીરી તું માથું રે, સાઈ ધ્યાઈઈ-આંચલી પદપંકજનું જોડલું રે, નેવરનો ઝમકાર / ઓમ જંધા કેલિની રે, સકલ ગુણેઅ સહઇકારો રે //૧૩ // તુઝ ગજગત્ય ગમની ગુણ ભરી રે, સહ હરાવ્યું રે લંક / તે લાઇનિં બની ગયુ રે, હુ તો સોય સુ સંકોર //૧૪ // તુઝ ઉદર પોયણનું પનડુ રે નાભી કમલ રે ગંભીર / કંચુક ચણ ચુનડી રે, ચંપક વણું તે ચીરો રે /૧૫ // તુઝ રીદઈ કમલ વન દીપતુ રે, કુંભ પયુધર દોય / પ્રેમ વિલુપા પંખીઆ રે, ભમર ભમંત તે જયો રે //૧૬ // તુઝ કમલ નાલ જસી બાંગ્ડી રે, કરિ કંકણની રે માલ / બાજ બંધન બદઇરખા રે, વિણા નાદ વીસાલો રે /૧૭ // તુઝ કરતલ જસુ ફૂલડાં રે, રેખા રંગ અનેક / ઉગલ સરલી સોભતી રે, વર્ણવ કરૂઅ વસેકો રે //૧૮ // તુઝ નખ ગુજાની ઓપમા રે, ઝલકઈ યમ આરીસ / નીશા શમઈ યમ દામ્યની રે, ત્યમ ચલકે નદીસો રે //૧૯ // તુઝ ઢાલ – ૨ કડી નં. ૧૨થી ૧૯માં કવિએ સરસ્વતીદેવીનું વર્ણન અલંકારિક ભાષા દ્વારા સુંદર રીતે કર્યું છે કે જે એમની કવિ પ્રતિભાનો પરિચય કરાવે છે. સરસ્વતી દેવીનું સર્વાગી વર્ણન કરતાં કવિ કહે છે કે, સરસ્વતી દેવીના નખ નિરૂપમ અને નિર્મળ છે. તે સૂર્ય અને ચંદ્રની જેમ ચમકે છે. તેમ જ તેમાં રહેલી સુંદર સાથિયારૂપી રેખાઓ જોઈને આનંદ થાય છે. માટે હે શારદાદેવી! હું ધ્યાન ધરીને તારા ગુણ ગાઉં છું, તું કવિજનોની માતા છે. - આંચલી. એમનાં બન્ને ચરણ કમળના ફૂલ જેવાં છે કે જે ઝાંઝરનો ઝણકારથી શોભે છે. એમની જંધાને કેળના વૃક્ષની ઉપમા આપતાં કવિ કહે છે કે, તેઓ આંબાના વૃક્ષની જેમ સર્વાગી ગુણોથી યુક્ત છે. એમની ચાલ ગજગામિની જેવી છે, તો કેડનો વળાંક સિંહને પણ હરાવી દે છે કે જેથી તે શરમાઈને વનમાં જતો રહ્યો. તેમાં હું શું શંકા કરું? વળી આગળ કહે છે કે, એમનું ઉદર નાના કમળના પાંદડા જેવું છે, એમાં નાભિ રૂપી કમળ Page #93 -------------------------------------------------------------------------- ________________ શોભી રહ્યું છે. તેમનાં કંચૂકી, ચણિયો અને ચૂંદડી વગેરે વસ્ત્રો સોનેરી વર્ણનાં છે. એમનું હૃદય કમળફૂલનાં વન જેવું દીપે છે. તેની ઉપર કુંભ જેવાં બે પયોધર છે. પ્રેમમાં આસક્ત પંખીઓની જેમ ભમરા ત્યાં ભમી રહ્યા છે. એમના બાવડાં કમળ નાળ જેવા છે. હાથ ઉપર કંકણની હારમાળા, બાજુબંધ અને બેરખાં શોભી રહ્યાં છે. તેમ જ વીણાનો મધુર નાદ સંભળાય છે. એમની હથેળીઓ જાસૂદ ફૂલ જેવી કોમળ છે, તેમાં વિવિધ રેખાકૃતિઓ છે. સીધી આંગળીઓ આભૂષણોથી શોભી રહી છે. તેમના નખને ચણોઠીની ઉપમા આપતાં કહે છે કે, તે આરીસાની જેમ ચમકી રહ્યાં છે, જેમ રાત્રિ સમયે વીજળી ચમકે, તેમ દિવસ અને રાત ચમકે છે. આમ વિશેષથી તેમનું વર્ણન કરું છું. ઢાલ || ૩ || દેસી / ભોજન ધો વરસામનિ રે / રાગ કેદાર ગોડી // ઊર મુગતાફલ કનકનો રે, કુશમ તણો વલી હાર /. કોકીલ કંઠ કાંસ્યની રે, વદતી જઇજઇકાર //૨૦ // બ્રહ્માંણી તું સમસ્યા કરજે સાર, તુઝ નમિ જઇજઇકાર / તાહારઈ કંઠ રમણનો હાર, ચરણે નેવરનો ઝમકાર, બ્રહ્માણી તું, સમસ્યાં કરજે સાર // આંચલી // ચંદમુખી મૃગ લોયણી રે, કનક ક્યોલાં ગાલ / નાશક ઓપન કીર્ન રે, અષ્ટમ તે સસી ભાલ //ર ૧ //બ્ર. જીભ અમીનો કંદલો રે, અધુર પ્રવાલ રંગ / દંત જશા ડાડિમ લિ રે, અકલ અનોપમ અંગ //રર //ભ્ર. ભમરિ લંક જિમ વેલડી રે, ધનુષ ચઢાવ્યું બાણ / મુખ સહિ વહી ચાલી રે, વેધ્યા જાણ સુજાણ //ર૩ //જ. શ્રવણ તે કાંમ હીડોલડ્યા રે, નાગ નગોદર ઝાલિ / વેણી વાશગ જીપીઓ રે, હંસ હરાવ્યું ચાલિ //ર૪ //જ. ફલી સઈંથો રાખડી રે, ખીટલી ખંતિ ભાલિ / ઊપરિ સોહઈ મોગરો રે, જિમ સ્કુક અંબાડાલિ //ર૫ //જ. મુગતાફલ લખી જેહનું રે, તેણઈ વાહની ચઢી માય / કવીજન સમરઇ સારદા રે, તમ મુખ્ય રમવા જાય //ર૬ //ભ્ર. રમતી રંગ એમ ભણઈ રે, કવિ કયુ ગુણમાલ / એહ વચન શ્રવણે સુણી રે, નર હખ્ય તતકાલ //ર૦//બ્ર. હુ છુખ્ય કવીજન કર્યું રે, ઉત્તમ કુલ આચાર | નર નારી સહુ સંભળું રે, વરત કહું જે બાર //ર૮ //ભ્ર. Page #94 -------------------------------------------------------------------------- ________________ ઢાલ – ૩ કડી નંબર ૨૦થી ૨૮માં પણ કવિએ સરસ્વતીદેવીનું સર્વાંગી વર્ણન કર્યું છે. કે જે એમની કલ્પનાશક્તિને દાદ આપી જાય છે. સરસ્વતીદેવીના ઉર પર મોતી અને કનકનો હાર છે. વળી ફૂલનો હાર પણ શોભી રહ્યો છે. કોકિલકંઠી કામિની એવા સરસ્વતી જયજયકાર બોલે છે. માટે હે બ્રહ્માણી! તું સારું સારું સ્મરણ કરાવજે, તારા નામનો જયજયકાર થાય છે. તારા ગળામાં રત્નનો હાર છે, પગમાં ઝાંઝરનો ઝમકાર છે. હે બ્રહ્માણી! તું સારું સારું સ્મરણ કરાવજે. - આંચલી. અહીં કવિ સરસ્વતીદેવીનાં અંગોનું વિવિધ પ્રાકૃતિક ઉપમાઓ દ્વારા વર્ણન કરતાં કહે છે કે, એમનું મુખ ચંદ્રમા જેવું, લોચનો મૃગનયન જેવાં છે, એમનાં ગાલ સોનાનાં કચોળાં જેવાં છે. એમની નાસિકા પોપટની ચાંચ જેવી તેમ જ લલાટ અષ્ટમીનાં ચંદ્ર જેવો છે, જીભ તો જાણે સાક્ષાત્ અમૃતનો પ્યાલો છે, હોઠ પ્રવાલમોતીના રંગ જેવાં છે, દાંત દાડમની કળી જેવાં છે. આમ એમનું જેમ કે બાણ સંપૂર્ણ અંગ અનુપમ છે. એમની આંખની ભમરોનો વળાંક વેલડી જેવો ગોળ ચઢાવેલ ધનુષ. આવી વેધક દષ્ટિવાળા સરસ્વતીને ચતુર અને વિદ્વાન જ પામી શકે છે. મૂર્ખ લોકો ખાલી હાથે પાછા ફરે છે. સરસ્વતીદેવીના કાન કામભોગને આકર્ષિત કરે તેમ ઝૂલી રહ્યાં છે, તેમ જ નાગ, નગોદર અને ઝાલી જેવાં આભૂષણોથી શોભિત છે. એમનાં ચોટલાએ વાસુકિ નાગને પણ જીતી લીધો છે, એમની ચાલની ઝડપે હંસને પણ હરાવ્યું છે. જેમ સુકાયેલી આંબાડાળ ઉપર મોગરો શોભે, તેમ એમના વિશાળ લલાટ ઉપર સેંથામાં ફૂલી, રાખડી, ખીંટલી જેવાં આભૂષણો શોભી રહ્યાં છે. મોતી જેનું ભોજન છે એવા હંસ રૂપી વાહન ઉપર માતા બિરાજે છે. જે કવિજનો શારદાદેવીનું સ્મરણ કરે છે, તેના મુખમાં તેઓ વાસ કરે છે. અર્થાત્ આશિષ મેળવે છે. આમ કવિ સરસ્વતીદેવીનું આનંદપૂર્વક વર્ણન કરીને તેમના ગુણગાન ગાય છે. આવા વચનો કાનથી સાંભળીને તરત જ સહુ નરનારી આનંદિત થયા. પછી કવિ પણ આનંદિત થઈને કાવ્ય રચનામાં ઉત્તમ પ્રકારના આચારનું વર્ણન કરે છે અને નરનારીને કહે છે કે, તમે સહુ સાંભળો, ‘વ્રત’ કહું છું જે બાર પ્રકારે છે. || દૂહા || એણઈ જંગી ધર્મયુગલ કહ્યા, ભાખ્યા શ્રી જિનરાય । શ્રાવક ધર્મ યતી તણો, સુયુ એક ચીત લાય ।।૨૯ ।। કડી નંબર ૨૯માં કવિએ બે પ્રકારના ધર્મની વાત કરી છે. આ જગતમાં શ્રી જિનભગવંતોએ બે પ્રકારના ધર્મ કહ્યા છે, (૧) શ્રાવકધર્મ અને (૨) બીજો યતીધર્મ. તે તમે બધા એક ચિત્તથી સાંભળો. ઢાલ || ૪ || ચોપઈ ।। લાઈ ચીત સુણયુ સહુ કોય, દસ વીધ્ય ધર્મ યતીનો હોય । ખ્યમાવંત નિં આવપણું, માન ન રાખઈ મનમ્હાં ઘણુ ।।૩૦ || Page #95 -------------------------------------------------------------------------- ________________ લોભ રહીત મુની લાગુ પાય, જિમ આતમ દૂખ સઘલાં જાય / બારે ભેદે તપ તપઈ, અષ્ટ કર્મ તે હેલાં ખાઇ //૩૧ // બારઈ ભેદ મુની એમ આદરઈ ઉપવાસ અણોદર બહુ તપ કરઈ, દ્રવ્યશંષેપણ રસની તાય, કાયકલશ કરઈ મન દાહાઝ //૩ર // સંવરઇ અંટ્રી પોતા તણા, તો તસ કર્મ ખપઈ અતીઘણાં / ગુરુ પાસઇ આલુઅણી લીઇ, આતમ સીખ એણીપરિ દીઇ //૩૩/ વીનો વાડાનો રાખઇ જેહ, વયોવછાદીક કરતો તેહ / વલી તપ ભાડુ જે સઝાય, ધ્યાન કરતા પતંગ જય //૩૪ // કાઓસર્ગ તો એમ કરવો કહ્યું, જિમ થીર પાસ કુમારહ રહ્યુ / તે જિનવરનું નામ જ જપઈ, બારે ભેદે એમ તપ તપઇ //૩૫ // સંયમ ચોખું પાલઈ જેહ, સત્યભાષા મુખ્ય ભાખઈ તેહ / નીર્મલ આતમ રાખઈ અસુ, તેહનિ દોષ ન લાગઈ કસ્યુ //૩૬ // કોડી એક ન રાખઇ કનઈં, તે મુનીવર પણિ તારઈ તનઈં / બ્રહ્મચર્ય નવવિધ્ય સુ ધરઇ, તે મુનિવર જગિ તારઇ તરઈ //૩૭// કવિએ ઢાલ - ૪ કડી નંબર ૩૦થી ૩૭માં દશ પ્રકારના યતિધર્મનો અને તેના અનુસંગે બાર પ્રકારની તપશ્ચર્યાનો અછડતો નિર્દેશ કર્યો છે. તમે બધા એક ચિત્તથી સાંભળજો. દશ પ્રકારનો યતિધર્મ હોય. (૧) ક્ષમાવંત, (૨) આર્જવપણું, (૩) મનમાં ઘણું માન રાખવું નહિ (નિરાભિમાન), (૪) લોભરહિત એવા મુનિને વંદન કરવા કે જેથી આત્માના બધાં દુઃખ જતાં રહે, (૫) જે બાર પ્રકારના તપ કરે છે તેના આઠ કર્મનો ક્ષય ઝડપથી થાય છે. કવિ અહીં બાર પ્રકારના તપ બતાવતાં કહે છે કે, બાર પ્રકારનાં તપ મુનિ ગ્રહણ કરે છે જેમ ૧) ઉપવાસ, ૨) ઉણોદરી તપ બહુ કરે, ૩) દ્રવ્ય સંક્ષેપ, ૪) રસનો ત્યાગ, ૫) શરીરને કષ્ટ આપી કાયક્લેશ પણ કરે, ૬) પોતાની ઈન્દ્રિયોનો સંવર કરે તેથી અતિઘણાં કર્મો નાશ પામે, ૭) ગુરુ પાસેથી પ્રાયશ્ચિત લે, આવા પ્રકારે આત્માના હિત માટે શિખામણ આપી છે. ૮) ગુરુ આદિ વડીલનો વિનય રાખે, ૯) ગુરુ આદિની સેવા (વૈયાવચ્ચ) કરે, ૧૦) વળી સ્વાધ્યાય તપ પણ બતાવ્યું છે, ૧૧) ધ્યાન કરવાથી પાપનો નાશ થાય છે. ૧૨) અહીં કવિ દષ્ટાંત આપતાં કહે છે કે, જેમ પાર્શ્વકુમાર સ્થિર રહ્યાં તેમ કાયોત્સર્ગ કરવો તે જિનવરનાં નામનું રટણ કરવું આવી રીતે બાર પ્રકારનાં તપ મુનિ કરે છે. (૬) જે શુદ્ધ સંયમ પાળે છે, (૭) મુખથી સત્યભાષા બોલે છે, (૮) નિર્મળ એવો આત્મા રાખે, તેને કોઈ દોષ લાગતો નથી, (૯) જે (મુનિ) પોતાની પાસે એક પણ પૈસો રાખતો નથી, આવું મુનિવરપણું તને તારશે. (૧૦) તેમ જ જે નવ પ્રકારથી બ્રહ્મચર્ય ધારણ કરે છે તે મુનિવર જગમાં તરી જાય છે અને બીજાને તારે છે. (ભવપાર ઉતારે છે.) Page #96 -------------------------------------------------------------------------- ________________ દસવિધિ ધર્મ યતી તણો, કહ્યું તે સુણયુ સાર / નર ઊત્તમ તે સાંભલો, શ્રાવક કુલ આચાર //૩૮ // બારઈ વ્રત શ્રાવક તણાં, શ્રાવક સો ગુણવંત / ગુણ એકવીસઇ તેહના, સહુ સુણજયું એક ટ્યુત //૩૯ // કડી નંબર ૩૮, ૩૯માં કવિ દશ યતિધર્મનો સાર કહીને સુશ્રાવકના એકવીસ ગુણોની વાત કરે છે. આ પ્રમાણે દશ યતિધર્મનો સાર કહ્યો, તે સહુએ સાંભળ્યો અને હવે ભવિજનો! શ્રાવક કુળના આચાર સાંભળો. બાર વ્રત શ્રાવકપણાના છે. શ્રાવક તે શ્રેષ્ઠ-ગુણવંત કહેવાય કે જેમાં એકવીસ ગુણ હોય. તો તમે બધા એકચિત્તથી સાંભળજો. ઢાલ || ૫ || દેસી. નંદન કુ ત્રીસલા હુલરાવઈ // રાગ. અસાઉરી. . ધર્મરત્ન નિં યુગિ કહી જઈ, જસ ગુણ એ એકવીસો રે | છિદ્રરહીત જે શ્રાવક હોઈ, તસ ચર્થે મુઝ સીસો રે //૪) // ધર્ન નિ યુગિ કહી જઈ. આચલી. // રૂપવંત જોઈ ઈ ગુણ બીજ, સોમપ્રગતિ નર સોહીઈ રે, લોક સકલ નિ હોઈ નરવલભ, કરુર દીષ્ટ નહિ જોઈઇ રે //૪૧ // ધર્મ. પાપભીર શ્રાવક પણિ હોઇ, છઠો ગુણ એ જણો રે / પંડીત નર પભણી જઈ શ્રાવઈ, એ ગુણ સાત વખાણો રે //૪ર // ધર્મ દાખ્યણ લજ્યા અનિં દયાલું, મધ્ય વરતી વંદો રે / સોમ દ્રીષ્ટ જોઈ ઇ શ્રાવકની, જિમ પૂન્યમનો ચંદો રે //૪૩ // ધર્મ ગુણાંરગી નર ગુણવંતો, કથા કહઈ નર તારુ રે / ભલા પક્ષનો જે નર હોઈ સો શ્રાવક પણિ વારુ રે //૪૪ // ધર્મ દીર્ઘદ્રષ્ટી સોલમો ગુણ, વસેખતણો વલી જણો રે | વીનો વડાનો રાખઈ રંગિ, શ્રાવક સોય વખાણો રે //૪૫ // ધર્મ. કીધા ગુણનો જે જગી જાંણો, સો શ્રાવક નીત્ય વંદો રે / પરઊપગારી જે નર હોસઈ, સો પણિ સુર તરુકંદો રે //૪૬ // ધર્મ. લભવિલખી તે શ્રાવક સાચો, રહીઈ તેહસિં સંગિ રે / એ ગુણ એકવિસઇ સહુ સુણયુ, નર ધર્યો નીત અંગિ રે //૪૭ // ધર્મ. Page #97 -------------------------------------------------------------------------- ________________ ઢાલ - ૫ કડી નંબર ૪૦થી ૪૭માં કવિએ ધર્મરત્નને માટે યોગ્ય બનાવનારા શ્રાવકોચિત એકવીસ ગુણોનાં નામ આપ્યા છે. ધર્મરત્નને માટે યોગ્ય તે કહેવાય, કે જે આ એકવીસ ગુણોથી યુક્ત હોય. જેમ કે ૧) છિદ્રરહિત જે શ્રાવક હોય, તેના ચરણમાં હું માથું નમાવું છું. ધર્મરત્નને માટે યોગ્ય તે કહેવાય આંચલી. ૨) એ રૂપવંત અર્થાત્ પૂર્ણ અંગવાળો બીજા ગુણે જુઓ, ૩) એ નર સૌમ્ય પ્રકૃતિથી શોભે, ૪) સકળલોકમાં તે લોકપ્રિય હોય, ૫) એ ક્રૂર દૃષ્ટિથી જુએ નહિ, ૬) પાપભીરુ શ્રાવકપણામાં હોય, છઠ્ઠો ગુણ એ જાણવો, ૭) જે જ્ઞાની પુરુષ સાંભળીને બોલે (અસઠ હોય) એ શ્રાવકનો સાતમો ગુણ વખાણો, ૮) દાક્ષિણ્ય, ૯) લજજાવંત અને ૧૦) દયાળુ તેમ જ ૧૧) મધ્યસ્થવર્તીને વંદન કરો, ૧૨) પૂનમના ચંદ્ર જેવી એ શ્રાવકની સૌમ્યદૃષ્ટિ જુઓ (સુદૃષ્ટિવંત), ૧૩) ગુણાનુરાગી ગુણવાળો હોય, ૧૪) ધર્મકથા કરીને લોકોને તારનાર હોય, ૧૫) જે ભલાપક્ષનો (સુપક્ષ યુક્ત) હોય તે શ્રાવકપણું ઉત્તમ છે, ૧૬) દીર્ઘદૃષ્ટિ સોળમો ગુણ, વળી ૧૭) વિશેષજ્ઞ પણ જાણવો, ૧૮) જે ગુરુ આદિ વડીલનો વિનય ઉમંગથી રાખે તેવા શ્રાવકને વખાણો, ૧૯) કરેલાં ગુણને (ઉપકારને) જાણે (કૃતજ્ઞ હોય) તેવા શ્રાવકને નિત્ય વંદન કરો, ૨૦) જે નર પરોપકારી હશે, તેના થકી કલ્પવૃક્ષની હારમાળા થાય, ૨૧) જે લબ્ધલક્ષી હોય તે સાચો શ્રાવક, તેની સંગાથે રહેવું. આ એકવીસ ગુણો સહુએ સાંભળ્યા, માટે હંમેશાં આ ગુણોને સહુ આત્મામાં (ધારણ) ગ્રહણ કરો. || દૂહા || એકવીસ ગુણ અંગિ ધરી, ધ્યાઓ તે જિન ધર્મ । ગ્રહી વ્રત ચોખું પાલઇ, પદ લહીઇ યમ પર્મ ।।૪૮ ।। બારઇ બોલ સોહામણા, સુણજ્યું સહુ ગુણવંત | લીધું વ્રત નવિ ખંડીઈ, ભાખઈ શ્રી ભગવંત ||૪૯ || કડી નંબર ૪૮-૪૯માં વ્રત લઈને તેનું ખંડન ન કરવું તે વાત કવિ કહે છે. આવા એકવીસ ગુણો આત્મામાં ધારણ કરીને જૈનધર્મની આરાધના કરવાની છે. વ્રતને ગ્રહણ કરવાથી તેમ જ શુદ્ધ રીતે પાળવાથી પરમ પદ પ્રાપ્ત થાય છે. આ બાર વ્રત અતિ સુખ આપે તેવાં તેમ જ આત્માના કલ્યાણકારી છે, માટે સહુ કોઈ સાંભળજો અને લીધેલું વ્રત ખંડિત કરતા નહિ, એમ શ્રી ભગવંત ભાખી ગયા છે. ઢાલ || ૬ || દેસી. ભવીજનો મતી મુકો જિનધ્યાનિ. ।।રાગ. શામેરી ।। ગુરુ ગ્યરૂઆ મુનીવર કનિ, જે કીધુ પચખાંણો રે । તે નીસચઇ કરી જન પાલુ, જિહા ઘટ ધરીઈ પ્રાંણો રે ।।૫૦ ।। Page #98 -------------------------------------------------------------------------- ________________ કવીજનો ગુણ ગાઓ જિન કેરા / આલ પંપાલ મમ ઊચરો, જસ મમ બોલો અનેરા રે | કવીજનો ગુણ ગાઓ જિન કેરા / ...... આંચલી. તત્ત્વ ત્રણે આરાધીઇ શ્રી દેવ, ગુરુ નિં ધર્મો રે / સમકત સુધુ રાખિં સમઝો, જઈન ધર્મનો મર્મો રે //૫૧ // ક. દેવ શ્રીઅરીહંત છ, જસ અતીસહઈ ચોતીસો રે / દોષ અઢાર જિનથી પણિ અલગા, વાંણી ગુણ પાંતીસો રે //પર // ક. દોષ અઢાર જે જિન કહ્યાં, તે નહી અરીઆ પાસઈ રે / યુ મૃગપતિ દીઠઈ મદિ માતો, મેગલ તે પણિ નાહાસઈ રે //૫૩ // ક. દાન દીઈ જિન અતી ઘણું, કો ન કરઈ અંતરાઈ રે / લાભ ઘણો જિનવર તુઝ જાણું, બહુ પ્રતિબોધ્યા જાઈ રે //પ૪ // ક. અંતરાય જિન નિં નહી, વીચાર વસેકો રે / તપ જપ તુ સંયમ જિન પાલિ આલસ નહી જસ રેપો રે //૫૫ // ક ભોગ ઘણો ભગવંતનિ, અનિં વલી અવભોગા રે / સૂર નર કીનર ગુણ તુઝ ગાઈ, વંદઈ પ્રભુના પાઈ રે //૫૬ // ક. હશવિનોધ કીડા નહી, રતી અર્તા નહીં નામો રે / ભય દૂગંછા જિન નવી રાખઈ શોક અનિં નહી કામો રે //૫૭// ક. મીથ્યા મુખ્ય નવી બોલવું, જિન નિ નહી અજ્ઞાનો રે / નીદ્રા નહી નીસચઈ સહુ જાણો, અવર્તા નિં નહી માનો રે //૫૮ // ક. રાગ દ્વેષ જિન જી પીઆ, લીધો સીવપૂર વાસો રે / તે જિનવર પૂજંતાં પેખો, પોહઈચઈ મનની આસો રે //૫૯ // ક. કવિએ ઢાલ - ૬ કડી નંબર પ૦થી ૫૯માં વ્રતો લેવા માટે ઉત્સુક ગૃહસ્થને થોડીક શિખામણો આપીને અઢાર દોષોનાં નામોનું ઉલ્લેખ કરી જિનેશ્વર અરિહંત અઢાર દોષોથી રહિત હોય તે જણાવે છે. મુનિ મહામુનિ કે ગુરુ પાસે જે પ્રતિજ્ઞા (પ્રત્યાખ્યાન) લીધી છે, તેને દેહમાં પ્રાણ હોય ત્યાં સુધી નિશ્ચયથી પાળવી. અને કવિજનો તમે પણ જિનભગવંતોના ગુણ ગાઓ, તેમના વિષે આડુંઅવળું કાંઈપણ બોલો નહિ, તેમ જ એના જેવું બીજું પણ બોલો નહિ. કવિજનો તમે જિનભગવંતોના ગુણ ગાઓ... આંચલી. સાચા શ્રાવકે દેવ, ગુરુ અને ધર્મ આ ત્રણ તત્ત્વની આરાધના કરવી. શુદ્ધ સમકિત રાખીને Page #99 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મનો મર્મ સમજવો. પ્રથમ શ્રી અરિહંતદેવનો મહિમા વર્ણવતાં કહે છે કે, તેમને ચોત્રીસ અતિશયો હોય. અઢાર દોષો પણ જિનવરથી દૂર હોય તેમ જ તેમની વાણીના ગુણ પાંત્રીસ હોય. કવિ અરિહંતને સિંહની ઉપમા આપતાં કહે છે કે, જેમ સિંહ મદમાતો (શૂરવીર) દેખાય છે, તે થકી હાથી પણ નાસી જાય છે. તેમ જિનવરે જે અઢાર દોષો કહ્યા છે તે અરિહંત પાસે હોય નહિ. (તેમનાથી દૂર રહે છે.) અઢાર દોષોનો ઉલ્લેખ કરતાં કહે છે કે, (૧) જિનવર ઘણું દાન આપે છે પરંતુ કોઈ અંતરાય કરતું નથી, (૨) ઘણી લાભ લબ્ધિ જિનવરની જાણું છું કે જેથી ઘણા જીવોને પ્રતિબોધ્યા છે. અંતરાય કર્મ જિનવરને હોતું નથી, (૩) વળી વિશેષ વીર્યાચાર હોય. જિનવર તપ, જપ અને સંયમ પાળે છે, તેમને જરા પણ પ્રમાદ હોય નહિ. (૪) ભગવંત ઘણી ભોગની અને (૫) ઉપભોગની લબ્ધિ પ્રાપ્ત કરે છે. છતાં ભોગવે નહિ આવા ભગવંતના દેવતા, મનુષ્ય અને કિન્નર ગુણ ગાય છે અને તેમને વંદન કરે છે. (૬) ભગવંત પાસે હાસ્ય વિનોદ, ક્રીડા હોય નહિ અને (૭) રતિ- (૮) અતિનું નામ નથી. (૯) ભય, (૧૦) જુગુપ્સા જિન રાખે નહિ, વળી (૧૧) શોક અને (૧૨) કામ ન હોય. (૧૩) મુખથી મિથ્યા બોલે નહિ, (૧૪) જિનને અજ્ઞાન ન હોય. (૧૫) અને નિશ્ચયથી નિદ્રા ન હોય તે સહુ જાણો. (૧૬) અવિરતિપણું માનવું નહિ. (૧૭) રાગ અને (૧૮) દ્વેષને જિનવરે જીતી લીધાં છે. તેમ જ શિવપુરમાં વસે છે. એવા જિનવરને પૂજવાથી મનની સર્વ આશાઓ પૂરી થાય છે, તેવું તમે જુઓ. || દૂહા || આશા પોહોચઈ મન તણી, જપતાં જિનવર નામ । અતીસહઈ ચોતીસ જિનતણા, તે બોલુ ગુણ ગ્રામ ।।૬૦ કડી નંબર ૬૦માં કવિ જિનવરનાં ચોત્રીસ અતિશયોની વાત કરે છે. જિનવરનું નામ જપવાથી મનની આશાઓ પૂરી થાય છે. એવા જિનવરનાં ચોત્રીસ અતિશયોના ગુણ કહું છું. ઢાલ || ૭ || દેસી. અંબરપૂરથી વિરી. ।। રાગ-ગોડી ।। અતીસહઈ ચોતીસ જિનતણા, પ્રથમઇ રુપ અપારોજી | રોગ રહીત તન નીરમલું, ચંપક ગંધ સુસારો ।। ત્રુટક ।। સાર ચંપક તન સુગંધી, ભમર ભગિ હિા ભમઈ । સાસ નિં ઊસાસ સુંદર, કમલ ગંધો મુખ્ય રમઇ ।। રૂધીર મંશ ગોખીર ધારા, અદ્રીષ્ટ આહાર નીહાર રે । સહઇજના એ ચ્યાર અતીસઈ, કર્મધાતિ અગ્યાર રે ।।૬૧ || ૭૮ &> Page #100 -------------------------------------------------------------------------- ________________ સમોવસર્ણિ બાર પરબધા, યોયન માંહિં સમાયું / વાણી જોયન ગામ્યણી, બૂઝઈ સૂર નર રાયો // 3. // રાય બુઝઈ રવિ સરીખુ, ભામંડલ પૂઠિ સહી / જોઅણ સવાસો લગઈ ભાઈ રોગ નીસચઈ તે નહી // સકલ વઈર પણિ વિલઈ જાઈ સાતઈ ઈત સમંત રે / મારિ સગી નહીઅ નિશ્ચઈ, અતીવ્રષ્ટી નવી હેત રે //૬ર // અનવૃષ્ટી નહી જિન થકઇં, દૂર્ભખ્ય નહીઅ લગારો / સ્વચક્ર પરચક ભઈ નહી, એ ગુણ જુઓ અગ્યારો // 3. // અગ્યાર ગુણ એ કેવલ પાંમિ સુર કીઆ ઓગણીસ રે | ધર્મચક્ર આકાશ ચાલઈ, ચામર દો નશ દીસ રે // રત્ન સીધાસણ પાદપીઠહ, છત્ર ગણિ સહી સીસ રે / અંદ્રવજ આકાશ ઊચો, જુઓ જિનહ જગીસ રે //૬૩ // પરમેસ્વર પગ જિહા હવઈ, કમલ ધરઈ નવખેવો / રુ૫ કનક મણિ રત્નમઈ, તીન રચઈ ગઢ દેવો // 3. // દેવ ગઢ ગણિ રચઈ રંગિં, સમોસર્ષ ચોરુપ રે / અસ્સોખ તરુ તલિ વીર બઇસઈ, જુઓ જિનહ સરુપ રે // અધોમુખ્ય ત્યાહાં કહું કંટીક, સકલ વિખે નમંત રે | દભી આકાશ વાજઇ, શબ્દ સહુએ રચંત રે //૬૪ // પવન ફકઈ કુઆલુ, અતિ ઝીણો અનકુલ / પંખી દઇ પરદક્ષણા, સુકન વદઇ મુખ્ય મુલો રે // . // મુલ મુખ્યથી યુકન બોલઈ, સુગંધથ્વીટ સોહામણી | સૂર સોભાગી સોય વરસઈ, પ્રફવિષ્ટ હોઈ ઘણી // સમોસરર્ણિ પંચવર્ણા, પફ તે ઢીચણ સમઈ / નખ કેસ રોમહ તે ન વાઘઈ સુર કોડચ ત્યાહાં રંગિં રમઈ // અંદ્રી નિં અનકુલ હોઇ, ષટ સોય રત્તી સોહામણી / ચોવીસ અતીસહઈ એહ ઢંતઈ લહઈ સંપતિ સો ઘણી //૬૫ // કવિએ ઢાલ – ૭ કડી નં. ૬૧થી ૬૫ સુધી જિનવર ભગવંતનાં ચોત્રીસ અતિશયોનું આલેખન વર્ણનાત્મક શૈલીમાં કર્યું છે. કવિ કહે છે કે, ચોત્રીસ અતિશયો જિનનાં છે, તેમાં પ્રથમ તેમનું રૂપ અપાર હોય. તેમનું શરીર રોગ રહિત નિર્મળ હોય તેમ જ ચંપક ફૂલની સુવાસથી પણ વધુ સુગંધી હોય. Page #101 -------------------------------------------------------------------------- ________________ || ત્રુટક || શરીર ચંપક ફૂલ જેવું સુગંધી હોવાને લીધે ભમરાઓ ત્યાં ગોળ ગોળ ભમે છે. શ્વાસ અને ઉચ્છ્વાસમાં સુંદર પદ્મકમળની સુગંધ મુખમાં રમે છે. લોહી અને માંસ ગાયના દૂધની ધારા જેવાં હોય. આહાર અને નિહાર ચર્મચક્ષુવાળાં જીવો જોઈ ન શકે તેવા અદિષ્ટ હોય. આ ચાર અતિશયો જન્મથી જ હોય. અગિયાર અતિશય ચાર ઘનઘાતી કર્મોનો ક્ષય થયા પછી હોય. પ્રભુના સમોસરણમાં બાર પ્રકારની પરિષદ (ચાર જાતિના દેવ-દેવાંગના, મનુષ્ય-મનુષ્યણી, તિર્યંચ-તિર્યંચણી) હોય છે, આ સમોસરણ એક યોજનમાં સમાયેલું હોય છે. તેમની વાણી એક યોજન સુધી સાંભળી શકાય તેવી હોય છે. ભગવંતની દેશનાથી દેવતા, મનુષ્ય અને રાજા બોધ પામે છે. || ત્રુટક ॥ સૂર્ય જેવું અતિ તેજવાળું પ્રભામંડળ અરિહંતની પાછળ હોય. જ્યાં જ્યાં અરિહંત વિચરે, ત્યાં ત્યાં અરિહંતની ચારે બાજુ સવાસો યોજન સુધીમાં નિશ્ચયથી ભય અને રોગ હોતા નથી. ભગવંતની દેશના સાંભળવાથી બધાં જ પ્રકારનું વેર નાશ પામે છે. સાત પ્રકારની ભીતિ તેમ જ માર, મરકી વગેરેનો ઉપદ્રવ તે ક્ષેત્રમાં હોતો નથી. નિશ્ચયથી અતિવૃષ્ટિ પણ થતી નથી. તો અનાવૃષ્ટિ અને દુકાળ પણ જિન થકી પડતા નથી. સ્વદેશના રાજા કે પરદેશના રાજાનો ભય હોતો નથી. આ અગિયાર ગુણો (અતિશયો) આવી રીતે જુઓ. || ત્રુટક || આ અગિયાર અતિશયો કેવળ જ્ઞાન થયા પછી હોય (આવે છે). જ્યારે બાકીના ઓગણીસ દેવતાઓ કરે છે. ધર્મચક્ર આકાશમાં પ્રભુની સાથે ચાલે. રત્નજડિત દંડયુક્ત બે ચામર દિવસ રાત ભગવાનની બન્ને બાજુ હોય. પાદપીઠયુક્ત રત્નજડિત સિંહાસન હોય. એકનાં ઉપર એક એમ ત્રણ છત્રો ભગવાનના મસ્તક પર હોય. ભગવાનની આગળ આકાશમાં ઊંચે ઈન્દ્રધ્વજ હોય. આવા જિન જગદીશને જુઓ. પરમેશ્વર જ્યાં પગ મૂકે ત્યાં ત્યાં કમળો નવાં નવાં રૂપો ધરે, તેમ જ દેવો સોના, મણિ અને રત્નનાં સુંદર ત્રણ ગઢોની રચના કરે. || ત્રુટક || દેવો આનંદપૂર્વક સમોસરણની ચારે બાજુ ત્રણ ગઢની રચના કરે છે. અશોક વૃક્ષની નીચે ભગવાન બેસે છે. આવું સુંદર સ્વરૂપ પ્રભુનું જુઓ. પ્રભુ જે માર્ગે વિચરે તે માર્ગના કાંટા અધોમુખ થઈ જાય. બધાં વૃક્ષો નીચા નમી જાય છે. આકાશમાં દુંદુભી વાગે. તેમ જ સહુ કોઈ (મનુષ્ય, પશુ, પક્ષી, અપદ વગેરે) પોત પોતાના શબ્દોની રચના કરે છે, મંદ મંદ શીતળ, સુગંધી વાયુ ઋતુ સુખ સ્પર્શરૂપે ભગવાનથી એક યોજન ચારે તરફ પ્રસરે છે. પંખીઓ પ્રદક્ષિણા આપીને મુખથી સારા શુકન બોલે છે. || ત્રુટક || પંખીઓ અંતરના ભાવથી સારાં વચનો બોલે છે. ઝીણી ઝીણી અને સુગંધી અચેત પાણીની વૃષ્ટિ થાય. દેવતાઓ અચેત ફૂલોની વૃષ્ટિ કરે છે. સમોસરણમાં પાંચ વર્ણના અચેત ફૂલો ઢીંચણ Page #102 -------------------------------------------------------------------------- ________________ સુધી હોય. પ્રભુના નખ, કેશ અને રોમ વધતાં નથી. ક્રોડ દેવતાઓ ત્યાં આવીને આનંદ પામે છે. તેમ જ ઈન્દ્રિયને અનુકૂળ હોય તેવી રીતે છએ ઋતુ સુખસ્પર્શ રૂપે હોય છે. આમ પ્રભુનાં ચોત્રીસ અતિશયોનું મનમાં મનન કરવાથી ઘણી સંપત્તિ મળે છે. દૂહા ||. સંપઈ સુખ બહુ પામીઇ, ધન કણ કંચન હાટ / તે જિન કાં નવિ સમરી છે, જેણઈ મદ જીત્યા આઠ //૬૬ // કડી નંબર ૬૬માં કવિ આઠ મદ વિજેતા એવા જિનવરનું સ્મરણ કરવાનું કહે છે. સંપથી બહુ સુખ મળે. જેમ કે ધન, ધાન્ય, સોનું, દુકાન વગેરે. તો જેમણે આઠે મદ જીતી લીધાં છે એવા જિનવરનું કેમ ન સ્મરણ કરીએ? ઢાલ || ૮ || દેસી. નંદનકુ ત્રીસલા હુલાવઈ // આઠઈ મદ જે મેગલ સરીખા, જિન જીપી જિન વારાં રે માન થકી ગતિ લહીઇ નીચી, પંડીત આપ વીચારઇ રે //૬૭ // આઠઈ મદ જે મેગલ સરીખા. આંચલી. // જાતિ ગર્વ નવિ કીજઈ ભાઈ લાભ તણો મદ તંજીઈ રે | ઊંચ કુલાનું ગાન કરતાં, નીચ કુલાં જઈ ભજીઈ રે //૬૮ // આઠઈ પ્રભુતા નિ એ બલમદ વારો, રૂપમાંન એકમન્નો રે / સનત કુમાર જુઓ જગી ચક્રવંઈ, અંગિ રોગ ઊપનો રે //૬૯ // આઠઈ તપમદ કરતાં પૂગ્ય પલાઈ, ઋતમંદ મર્યાખ થઈ છે રે | કહઈ જિનરાજ સુણો રે લોગા, ચોખાં ઢંતિ રહી રે //છ0 // આઠઈ કવિ ઢાલ - ૮ કડી નંબર ૬૦થી ૭૦માં જિનવરે જીતેલાં આઠ મદનાં નામનો ઉલ્લેખ કરે છે. તેમ જ વાચક વર્ગને તે મદ ત્યજવાનો ઉપદેશ આપે છે. કવિ આઠ મદને હાથીની ઉપમા આપતાં કહે છે કે, હાથી સરખા આઠ મદને જિનવરે જીતીને વશ કરી લીધાં છે. જેમ કે, (૧) અભિમાન કરવાથી નીચી ગતિ મળે, માટે જ્ઞાની પુરુષ એ તું વિચારી જો. આઠે મદ જે હાથી સરખા છે. આંચલી. (૨) જાતિ-ગર્વ કરવો નહિ. (૩) લાભનો મદ પણ છોડવો. (૪) ઊંચા કુળનું અભિમાન કરવાથી નીચા કુળમાં જઈને જન્મ લેવો પડે. (૫) પ્રભુતા અને બળનું મદ પણ ન કરવું. સનતકુમાર ચક્રવર્તીનું દષ્ટાંત આપતાં કહે છે કે, (૬) મનમાં એક રૂપનું અભિમાન કરવાથી જુઓ ચક્રવર્તી સનતકુમારને પણ અંગમાં રોગ ઉત્પન્ન થયા. (૭) તપ મદ કરવાથી પુણ્ય નાશ પામે છે. અને (૮) શ્રત મદ કરવાથી પૂર્ણ થવાય. આવું જિનભગવંતો કહે છે તે તમે સાંભળો. માટે હંમેશાં નિર્મળ મનથી (હૃદયથી) રહેવું. Page #103 -------------------------------------------------------------------------- ________________ દુહા. . ચીત ચોખું નીત રાખીઇ, હઈઈ સુ જિનવર ધ્યાન / કર્મરહીત જિન ધ્યાઈઇ, તો લહીઈ બહુ માન //છ૧ // કડી નંબર ૭૧માં કવિ કર્મરહિત એવા જિનવરનું ધ્યાન ધરવાનું કહે છે. નિત્ય ચિત્ત નિર્મળ, પવિત્ર રાખવું. હૈયામાં જિનવરનું ધ્યાન ધરવું. કમરહિત એવા જિનવરનું ધ્યાન ધરવાથી બહુ માન મળે. ઢાલ || ૯ || દેસી. એણી પરિ રાય કરતા રે // હુ જં! જિન સોય રે, કર્મ ઈ મુકીઓ / સીવમંદિર જઈ, ટૂંકીઓ એ //૭ર // ટાલિ આઠઈ કર્મ રે, નાણાંવર્ણીએ / કર્મ કઠણ, જે દંસણા એ //૭૩ // મોહની નિં અંતરાય રે, એ પણિ ખઈ કરઈ, તવ અરીહા કેવલ વરઇ એ //૭૪ // આઉખું નિં નામ કર્મ રે જગી વેદની, ગોત્ર કર્મ જિન ખઈ કીઉં એ //૭૫ // ઢાલ - ૯ કડી નંબર ૭રથી ૭૫માં કવિ જિન ભગવંતે ક્ષય કરેલા આઠ કર્મોના નામ દર્શાવે છે. જે જિનવર બધાં કર્મનો ક્ષય કરીને શિવમંદિરમાં જઈને વસ્યા છે એમને હું વંદુ છું, કે જેમણે આઠ કર્મ ને ખપાવી દીધાં છે. જેવાં કે જ્ઞાનાવરણીય કર્મ, બીજું કઠિન દર્શનાવરણીય કર્મ, મોહનીય કર્મ અને અંતરાય કર્મ. આ ચાર ઘાતી કર્મનો ક્ષય કરી અરિહંત ભગવાન કેવળજ્ઞાનને મેળવે છે. પછી આયુષ્ય કર્મ, નામ કર્મ, વેદનીય કર્મ અને ગોત્ર કર્મ. આ ચાર અઘાતી કર્મનો પણ જિનભગવંતો ક્ષય કરે છે. દુહા | આઠિ કર્મ જેણઈ ખેપવ્યાં, કીઓ સુપરઉપગાર / નર ઊત્તમમાં તે કહ્યું, તીર્થંકર અવતાર //૭૬ // અંદ્રાણી પદવી લહી, લઘુ તે ચકી ભોગ / તીર્થંકર પદ નામનો, એહ લહો સંયોગ //૭૭ // પૂર્વ પૂણ્ય કીઆ વ્યનાં, એ પદવી કિમ હોય / વિસ થાનક વિણ સેવીઇ, જિન નહિ થાઈ કોય //૦૮ // Page #104 -------------------------------------------------------------------------- ________________ કડી નંબર ૭૬થી ૭૮માં કવિએ પૂર્વભવમાં વીસ સ્થાનક આરાધવાથી તીર્થંકર પદ પ્રાપ્ત થાય છે એમ બતાવ્યું છે. એમણે આઠે કર્મ ખપાવી દીધાં છે. પરોપકાર કરીને પુરુષ જાતિમાં ઉત્તમ એવું તીર્થંકર પદ મેળવ્યું છે. તેઓએ ઈન્દ્રરાજાની પદવી મેળવી, ચક્રવર્તી રાજાના ભોગ પણ ભોગવ્યા, તેમ જ તીર્થકર પદ નામ કર્મનો દુર્લભ સંયોગ પણ મેળવ્યો. પરંતુ પૂર્વભવમાં પૂણ્ય કર્યા વિના આ પદવી કેવી રીતે પ્રાપ્ત થાય? વીસ સ્થાનકની આરાધના કર્યા વગર કોઈ તીર્થંકર થઈ શકે નહિ. ઢાલ ૧૦ |. દેસી. રામ ભણઈ હરી ઉઠીઇ / રાગ. રામગ્યરી // વીસ થાનક એમ સેવીઈ અરીહંત પૂજિ તે પાય રે / સીધષ્ણુ સહી ચીત લાય રે, પ્રવચન સોય અરાયું રે, આચાય ગુણ ગાય રે //૭૯ // વીસથાનક એમ સેવાઈ | આંચલી // થીવર યતી રે, આરાધીઈ છઠઈ શ્રી વિઝાય રે / સાધ સકલ નિં સો ધ્યાય રે, આઠમઈ જાન લખાય રે / તે નર અરીહંત થાય રે //૮૦ // વી. નવમઈ દંસણ જણ જે, દસમાં વિનઓ તે ભાષ્ય રે / આવસગ નીર્મલ રાખે રે જમવ્રત તે જિન સાખ્ય રે, તેરમાં ક્યારીઆ તુ દાખ્ય રે //૮૧ // વી. તપ ત્રવિધિ રે આરાધીઈ, ગણધર ગઉતમ સ્વામ્ય રે / જિનવર ભગતિ ભલી પરિ, પૂજી પ્રણમો તે પાય રે //૮૨ // વી. ચારીત્ર ચોખું રે સેવીઈ, જાન નવું અવડાવ્ય રે / શ્રુતપૂન સોય કરાવ્ય રે, ચતુવીંધ્ય ગંધ પહઠરાવ્ય રે // એમ વીસથાનક ભાવ્ય રે /૮૩ // વી. ઢાલ – ૧૦ કડી નંબર ૭૦થી ૮૩માં કવિએ તીર્થકર નામ ગોત્ર (કર્મ) બાંધવાના વીસ બોલ (પદો)ના નામ આપ્યાં છે. આ વીસ બોલમાંથી કોઈ પણ એક અથવા એકથી વધુ બોલનું પાલન કરનાર જીવ તીર્થકર ગોત્રનું ઉપાર્જન કરે છે. જિનવરોએ આરાધેલાં વીસ સ્થાનકના પદોનું વર્ણન કરતાં કવિ કહે છે કે, એ વીસ સ્થાનક (પદ) ની આરાધના કરવી. જેમ કે ૧) અરિહંતના ચરણ પૂજવા, ૨) સિદ્ધ ભગવાન ઉપર સમ્યક શ્રદ્ધા કરવી, ૩) શાસ્ત્રની (પ્રવચન) આરાધના કરવી, ૪) આચાર્યના (ગુરુના) ગુણ ગાવા. વીસ સ્થાનકની આરાધના આમ કરવી : આંચલી. ૫) સ્થવિર, યતીની આરાધના કરવી, ૬) છઠે બહુસૂત્રી ઉપાધ્યજી અને ૭) સર્વ સાધુઓનાં ગુણ-કીર્તન કરવા. ૮) આઠમું જ્ઞાન ગણાય છે, તેની Page #105 -------------------------------------------------------------------------- ________________ આરાધના કરવાથી અરિહંત થવાય. ૯) નવમું દર્શન (નિર્મળ સમ્યકત્ત્વ) જાણવું, ૧૦) દસમું વિનય બતાવ્યું છે, ૧૧) આવશ્યક (પ્રતિક્રમણ) નિર્મળ રાખવું, ૧૨) શીલવ્રત જિનવરની સાક્ષીએ પાળવું, ૧૩) તેરમું ક્રિયા બતાવ્યું છે. ૧૪) હે ગણધર ગૌતમ સ્વામી! ત્રિવિધિથી (મન, વચન, કાયાથી) તપની આરાધના કરવી, ૧૫) જિનવરની સમ્યક પ્રકારે ભક્તિ કરવી, ૧૬) ચરણ વંદન- પૂજવા, ૧૭) શુદ્ધ ચારિત્ર પાળવું, ૧૮) નવો-નવો જ્ઞાનાભ્યાસ કરવો, ૧૯) શ્રત પૂજા પણ કરવી, ૨૦) તેમ જ ચતુર્વિધ સંઘનું પૂજન કરવું. આવી રીતે વીસ સ્થાનકની આરાધના કરવાથી તીર્થંકર નામ ગોત્ર બંધાય. દૂહા. ||. વીસ થાનક સેવી કરી, જે સર્યા ગુણવંત / તાસ તણા પદ પૂજીઇ, તે ભજીઈ ભગવંત (૮૪ // પૂર્ષિ પાતિગ છૂટીઈ, જપીઈ જિનવર સોય | ચ્ચાર પ્રકારિ સધહતા, શક્તિ નીર્મલ હોય //૮૫ // ચ્યાર નખેડા જિનતણા, ત્રીજઈ અંગિ જોય | એણી પરિ જિન આરાધતા, આતમ નીર્મલ હોય //૮૬ // નાંમ જિન પહઇલું નમું, ભાવ જિના ભગવંત / દ્રવ્ય જિન ચોથઈ થાપના, સહુ સેવો એક ટ્યત ૮૭ // જિનપ્રતિમા જિનમંદિર ઈં પ્રેમ કરી નિ જય /. આશાતના ભગવંતની, નર મમ કર્યો કોય ||૮૮ // કડી નંબર ૮૪થી ૮૮માં કવિએ ચાર પ્રકારની શ્રદ્ધા તેમ જ જિનના ચાર નિક્ષેપ બતાવ્યાં છે. જેમણે વીસ સ્થાનકની આરાધના કરી છે તે ગુણવંત ભગવંતોનું સ્મરણ કરવું તેમના ચરણ પૂજવા તેમ જ તે ભગવંતોને ભજવા. તેમને પૂજવાથી પાપોનો નાશ થાય છે, માટે તે જિનવરનું ધ્યાન ધરવું. કવિએ અહીં ચાર પ્રકારની શ્રદ્ધાનો ઉલ્લેખ માત્ર કર્યો છે. તેનાં નામ આ પ્રમાણે છે : ૧) પરમસંથવો અર્થાત્ પરમાર્થના જ્ઞાતા હોય તેનો પરિચય કરવો, ૨) સુદિઠ પરમલ્થ સેવણા અર્થાત્ રત્નત્રયીના આરાધકનો સંગ કરવો. સેવા ભક્તિ કરવી, ૩) વાવન વજ્જણા અર્થાત્ જ્ઞાન, દર્શન, ચારિત્રને પામીને ભ્રષ્ટ થયાં હોય તેની તેમ જ ૪) કુદંસણ વજ્જણા અર્થાત્ જેનું દર્શન ખોટું છે તેવા ૩૬૩ પાખંડી મતનો ત્યાગ કરવો. આમ ચાર પ્રકારની શ્રદ્ધા કરવાથી સમકિત નિર્મળ બને છે. એ પછી જિનના ચાર, નિક્ષેપનો ઉલ્લેખ કરતાં કહે છે કે, “શ્રી સ્થાનાંગ સૂત્ર' ત્રીજામાં જો જિનનાં ચાર નિક્ષેપ બતાવ્યાં છે. એવી રીતે જિનવરને આરાધવાથી આત્મા નિર્મળ થાય છે. જેમ કે, ૧) નામ જિનને પહેલાં નમું છું, ૨) ભાવ જિન ભગવંત, ૩) દ્રવ્ય જિન અને ૪) ચોથું સ્થાપના છે. એકચિત્તથી સહુ આરાધો. અહીં દ્રવ્ય નિક્ષેપની વાત કરતાં કહે છે કે જિનમંદિરમાં જિનપ્રતિમાને પ્રેમથી જોવી. ભગવંતની આશાતના કોઈ પણ કરશો નહિ. Page #106 -------------------------------------------------------------------------- ________________ ઢાલ || ૧૧ ||. દેસી. ગુરુનિ ગાલિ સુણી નૃપ ખીયું /રાગ. મારૂ // જિનમંદિર માંહિ જિન આગલિ, આશાતના નવી કીજઇ રે / તંબોલ વાણહીઅ નઈ થુકવું, જિનમંદિર જલ નવી પી જઈ રે /૮૯// ભગતિ કરી જઈ રે, કર્મ ખપી જઈ રે // આંચલી. મઈથન ત્યાહા નવિ કીજઇ, નીસચઈ એ ઊપદે તુઝ સારો રે / લોઢીનીત નષેધો માનવ, વડી સો વેગી નીવારો રે //૯૦ // ભગતિ કરી. ભોજન સૂઅણ અનિં જવ૮, જિનમંદિર તે મમ ખેલો રે / આશાતના જે કીજઈ ત્યાંહિ, જિવ હોઇ અતી મઈલો રે //૯૧ //ભગતિ. ઢાલ – ૧૧ કડી નંબર ૮૯થી ૯૧માં કવિએ જિનમંદિરની તેમ જ જિનપ્રતિમાની આશાતના કરવી નહિ. એમ દર્શાવી એના અનુસંગે મુખ્ય દશ આશાતનાનો ઉલ્લેખ કર્યો છે. કવિ મુખ્ય દશ આશાતનાનું વર્ણન કરતાં કહે છે કે, જિનમંદિરમાં જિનભગવંતની પ્રતિમા આગળ કોઈપણ પ્રકારની આશાતના કરવી નહિ. જેમ કે ૧) પાન બીડાં ખાવાં નહિ, ૨) જોડાં (ચપ્પલ-બુટ) પહેરીને જવું નહિ, ૩) થુંકવું નહિ. ૪) તેમ જ જિનમંદિરમાં પાણી પીવું નહિ. આમ ભક્તિ કરીને કર્મ ખપાવવાં. -આંચલી. ૫) ત્યાં મૈથુન તો નિશ્ચયથી ન કરવું, એ ઉપદેશ તારા માટે સારો છે. ૬) લઘુશંકાની મનાઈ સમજવી તો વળી ૭) વડનીતને જલદીથી રોકો, ૮) ભોજન, ૯) શયન અને વળી ૧૦) જુગાર જિનમંદિરમાં રમવો નહિ. જિનમંદિરમાં આવી આશાતના કરીએ તો આત્મા ઘણો મેલો થાય. ઘણાં પાપ લાગે. દેવ અરીહંત અસ્સો કહું, ગુરુ ભાડુ નીગ્રંથ / ગુણ છત્રીસઈ તેહના, ભવી જન યો ટ્યુત //૯૨ // પાંચઈ અંદ્રી સંવરઇ, નવવીધ્ય ભ્રહ્મસાર / ચ્ચાર કલાઈ પરહરઈ પંચમહાવ્રત ધાર //૯૩ // મૂનીવર મોટો તે કહું, પાલઈ પંચાચાર / પંચ સુમતિ રખિ રાખતો, ગણિ ગુપતિ નીરધાર //૯૪ // ગુરુ ગુણ છત્રીસઈ કહ્યા, સુત્ર સીધાંતિ જેહ / વલિ ગુણ આચાર્ય તણા, નર સુણયો સહુ તેહ //૯૫ // કડી નંબર ૯૦થી ૯૫માં “ગુરુ' તત્ત્વનું વર્ણન શરૂ થાય છે. કવિએ “ગુરુ'ના છત્રીસ પુણોનો ઉલ્લેખ કર્યો છે. ‘ગુરુ' (આચાર્ય)ના છત્રીસ ગુણોનું વર્ણન કરતાં કહે છે કે, દેવ અરિહંત આવા કહ્યાં છે Page #107 -------------------------------------------------------------------------- ________________ અને હવે ગુરુ નિગ્રંથ બતાવ્યા છે, કે જેમનાં છત્રીસ ગુણો હોય. ભવીજનો, ચિત્તથી સાંભળજો. પાંચ ઈન્દ્રિયનો સંવર (નિગ્રહ) કરે, નવ પ્રકારથી શુદ્ધ બ્રહ્મચર્ય પાળે, ચાર કષાયને છોડે, પાંચ મહાવ્રતને ધારણ કરે. મુનિવર મોટા તે કહેવાય કે જે પાંચ આચાર પાળે પાંચ સમિતિનું પાલન કરે તેમ જ ત્રણ ગુમિનું આચરણ કરે. આવી રીતે સૂત્રસિદ્ધાંતમાં ગુરુના છત્રીસ ગુણ બતાવ્યા છે. વળી એ આચાર્ય પદના ગુણ સહુ નર-નારી સાંભળો. ઢાલા ૧૨ દેસી. સાસો કીધો સામલીયા // આચાર્યના ગુણ છત્રીસઈ, તે કઇસુ મન રંગિં / તે મુનીવરનું ધ્યાન ધરીમ્સ, રઈહઈસ્યુ તેહસિં સંગિ //૯૬ // રૂપવંત જોઈ ઈ આચાર્ય સૂર સોભીત દેહ /. તે દેખી નિં રાજા રજઈ લોક ધરઈ બહુ નેહ //૯૭ // કુમર અનાથી દેખી સમકત, પામ્યો તે શ્રેણીકરાય / જઈને ધર્મ ભુપતિ જે સમજ્ય, રૂપ તણો મહીમાય //૯૮ // તેજવંત જોઈ ઇ આચાર્ય કો નવી લોપઇ લાજ | જઈને ધર્મ નંઈ ઓર વલી દીપઈ મ્યુભ કર્ણિનાં કાજ //૯૯ // યુગ પ્રધાન યુગલભ જોઈ ઇ, ત્રીજો ગુણ તુ જાંણ્ય / પીસ્તાલીસ આગમ જે કહીઈ, તે બોલઈ મૂખ્ય વાંચ્યું //100 II મધુર વચન મૂનીવરનું જોઈ છે, ઊપજઈ સહુ સંતોષ / ગંભીરો યમ સાયર સાચો, ન કહઈ પરનો દોષ /૧ // ચ્યતર પણિ બુધ્ય ચોખી જોઈ, રંગિં દઈ ઊપદેસ / ધર્મ દેસના દેતાં મૂનીવર, આલસ નહીં લવલેસ //ર // કોહોનું વચન ન સર્વઈ સાચઈ સોમપ્રગતી મુની હોઈ | સકલ શહાસ્ત્રનો સંઘરઈ કરતો, શીલ ધરઈ રખી સોહી //૩ // અગ્યારમો ગુણ અભીગ્રહઈ ધારી, આપ થઈ ન કરંત / ચપલપણું તે ચતુર ન રાખઇ, પ્રશન રીદઇ મૂની હેત //૪ // પ્રતિરૂપ આદી દેઈનિ જાણો, એ ગુણ ચઉદ અપાર / દસ ગુણ મુનીવરના હવઈ કહઈસુ, તેમાં ઘણો વિચાર //૫ // ખ્યામાવંત તે મૂનીવર મોટો, જેનિં નહી અભીમાન | માયારહીત જોઈ ઈ આચાર્ય નીરલોભી તપ ધ્યાન //૬ // Page #108 -------------------------------------------------------------------------- ________________ સંયમધારી નિ સતવાદી, નીરમલ જસ આચાર /. કોડી એક કનિં નવી રાખઈ નવ વીધ બ્રહ્મ સાર //છ // ઢાલ - ૧૨ કડી નંબર ૯૬થી ૭માં કવિએ આચાર્ય પદના શાસ્ત્ર વર્ણિત પ્રતિરૂપતા' આદિ છત્રીસ ગુણોનું આલેખન કર્યું છે. આચાર્યજીના છત્રીસ ગુણ હોય, તે આનંદિત મનથી કહેશું. તેવા મુનિવરનું ધ્યાન ધરશું તેમ જ તેમની સંગે રહેશે. રૂપવંત એ આચાર્યને જુઓ, સુંદર શરીરથી શોભે છે. તેમને જોઈને રાજા ખુશ થાય છે તેમ જ લોકો બહુ પ્રેમ રાખે છે. કવિ અહીં અનાથકુમારનું દષ્ટાંત આપતાં કહે છે કે, કુમાર અનાથીને જોઈને શ્રેણિક રાજા સમકિત પામ્યા અને જૈનધર્મને સમજ્યા. આ રૂપનો મહિમા છે. તેજવંત એ આચાર્યને જુઓ કોઈ મર્યાદાનો ભંગ કરતા નથી. આમ તેઓ જૈનધર્મ તેમ જ શુદ્ધ ચારિત્રથી વધુ દીપે છે. યુગપ્રધાન – યુગવલ્લભ જુઓ, એ ત્રીજો ગુણ તું જાણ. પિસ્તાલીસ આગમ જે કહ્યા છે, તે મુખરૂપી વાણીથી બોલે છે. મધુર વચન મુનિવરનું જુઓ જેથી સહુને સંતોષ થાય છે. સાગર જેવા સાચા ગંભીર હોય, કે જે બીજાના દોષ ન બોલે. ચતુરપણું હોય પણ શુદ્ધ બુદ્ધિ જુઓ, કે જેઓ આનંદથી ઉપદેશ આપે છે. ધર્મ દેશના આપવા મુનિવરોમાં જરાપણ આળસ નથી. કોઈનું પણ વચન સર્વ સત્ય ન હોય એવા અનેકાંતવાદી જાણો. સૌમ્ય પ્રકૃતિ મુનિની હોય. સકળ શાસ્ત્રનો સંગ્રહ કરે, તેમ જ શીલવત ગ્રહણ થકી શોભે છે. અગિયારમો ગુણ અભિગ્રહધારી છે. પોતાની સ્તુતિ કરતા નથી. ચતુર (ચપળ) હોવા છતાં હોશિયારી બતાવતાં નથી. આનંદિત હૃદયવાળા મુનિ હોય. વળી શરીરના પ્રતિરૂપ વગેરે જાણો. આ ચૌદ ગુણ મોટા છે. મુનિવરના દશ ગુણ હવે કહેશું, તેમાં પણ ઘણો વિચાર રહેલો છે. મુનિવર ક્ષમાવંતમાં મોટા હોય તેમને અભિમાન હોય નહિ. માયારહિત એ આચાર્યને જુઓ, નિર્લોભી, તપ વળી ધ્યાન, સંયમધારી અને સત્યવાદી હોય. તેમનાં આચાર શુદ્ધ હોય. એક કોડી પણ પોતાની પાસે રાખે નહિ તેમ જ નવ પ્રકારે બ્રહ્મચર્ય પાળે. ઢાલા ૧૩ || દેસી. મનોહર હીરજી રે // રાગ. પરજીઓ / બાર ભાવનાના ગુણ બારઈ, આતમ ભાવીત હોસઈ /. સકલ પદાર્થ તે નર લહઈશ, સીવમંદીર નિં જસઈ |૮ // ગુણ તે નરણા રે, જે મુની અતી ગુણવંતો / ક્રોધ માંન માયા મદ મછર, આણ્ય કામ જ અંતો // ગુણ તે નરણા રે, જે મુની અતી ગુણવંતો // આંચલી // અનીત ભાવના નર એમ ભાવઈ, ધ્યન યૌવન પરીવારો / ગઢ મઢ મંદીર પોલિ પગારા, કો નવી થીર નીરધારો //૯ // ગુણ. Page #109 -------------------------------------------------------------------------- ________________ અસર્ણ ભાવના નર એમ ભાવઈ, નહી મુઝ કોય સખાઈ | માત-પિતા કેતા નિં ભગની, કો નવી રાખઈ ભાઈ /૧૦ // ગુણ. ધ્યાન ધરો તો ઋષભદેવનું, અવર સહુ જંજાલો /. જિનના સર્ણ વિનાં નવી છુટઈ, સૂરપતિ કો ભુપાલો //૧૧ // ગુણ. સંસારની તે ભાવઈ ભાવના, જગિ દીસઈ જંજલો / એક નીધન નિ એક ધનવંતા ચાકર નિ ભુપાલો //૧૨ // ગુણ. એક મંદિર બહુ બાલક દીસઈ, એક ઘરિ નહિ સંતાનો /. એક મંદિર બહુ રૂદન કરતા, એક મંદિર બહુ ગાંનો //૧૩ // ગુણ. એકત્વ ભાવના મુની એમ ભાવઈ નહી મુઝ કોય સંધાંતો / આવ્યો એકલો જઈશ એકલો, એ જગમાંહા વીખ્યાતો //૧૪ // ગુણ. અનત્વ ભાવના કહીઈ પાંચમી, તેહનો એહ વીચારે / જીવ અનિં એ કાયા જજૂઈ કાંઈ નવી દીસઈ સારો /૧૫ // ગુણ. જીવ મુકી જાશઈ કાયાનિ, કાયા કેડય ન જયુ / તુમ્યુની ગણી નિં સહુ પોષો, ફોકટ ભારે થાય /૧૬ // ગુણ. અમ્યુચ ભાવના ભેદ કહુ છુ, સુણયો સહુએ સુજાણો / દેહી સદા એ છઈ દૂરગંધી, મ કરો કોય વખાંણો //૧૭ // ગુણ. આશ્રવ ભાવના ભેદ ભણી જઈ જેણઈ આવઈ બહુ પાપો / માહો મુનીવર તે વેગી નીવારઈ ન કરઈ આપ સંતાપો ||૧૮ // ગુણ. સંવર ભાવના ભલી વખાણું, પાતીગ જેણઈ સધાઈ | પાંચઈ અંદ્રી મુની વશ રાખ, તો ઘટ નિર્મલ થાઈ //૧૯ // ગુણ. નોમી ભાવના કહુ નજીરા, જે એ વહઈલા કર્મ હત થાઈ / કર્મ ખાઈ નર કઈ કાલનાં, વઈહઈલો મુગતિ જઈ //ર0 // ગુણ. લોક ભાવના ઊદ રાજની, ભાવઈ આપ સરુપો | એ જીવુિં તે સહુઈ ફરમ્યું, કીધાં નવે નવરુપો //ર૧// ગુણ. ધર્મભાવના એણી પરિ ભાવ, સંસારિ એ સારો / ધર્મ વિનાં જીવ મુગત્ય ન પાવઈ તે નીસàઈ નીરધારો //રર // ગુણ. બોધ્ય ભાવના કહું બારમી, ભાવો સો રષિ રાજ | સમીત સુધું રાખો રંગ જિમ સીઝઈ ભવકાળે //ર૩ // ગુણ. Page #110 -------------------------------------------------------------------------- ________________ ઢાલ - ૧૩ કડી નંબર ૮થી ૨૩માં કવિએ બાર ભાવના તેમ જ તેના બાર ગુણ બતાવ્યાં છે. અને આ બાર ગુણોને આચાર્યના છત્રીસ ગુણો સાથે સંકલિત કર્યા છે. બાર ભાવનાનાં બાર ગુણો વડે જે આત્માને ભાવિત કરે છે, તે સકળ પદાર્થને મેળવશે તેમ જ શિવમંદિરને જોશે અર્થાત્ મોક્ષને પ્રાપ્ત કરશે. આવા ગુણ જે પુરુષમાં છે તે મુનિ અતિ ગુણવાન છે, શ્રેષ્ઠ છે. જેમ કે જેણે ક્રોધ, માન, માયા, મદ, ઈર્ષ્યા અને કામ ઉપર વિજય મેળવ્યો છે. આવા ગુણ જે પુરુષમાં છે તે મુનિ અતિ ગુણવાન છે, શ્રેષ્ઠ છે. - આંચલી. ૧) અનિત્ય ભાવના : અનિત્ય ભાવના એમ ભાવવાની છે કે, હે મનુષ્ય! ધન, યૌવન, ગઢ, મઠ, મંદિર, કિલ્લા, દરવાજા ઈત્યાદિ સર્વ વસ્તુ સ્થિર નથી, નિત્ય નથી એમ સમજવાનું છે. - ૨) અશરણ ભાવના : અશરણ ભાવના એમ ભાવવાની છે કે, આ જગતમાં મારો કોઈ મિત્ર નથી, માતા, પિતા, પત્ની, બહેન અને ભાઈ, મને કોઈ રાખશે નહિ અર્થાત્ શરણ આપનાર કોઈ નથી. માટે ઋષભદેવનું ધ્યાન ધરો. (શરણું લો.) આ જગતમાં બીજી બધી જંજાળો છે, માયા છે. જિનવરના શરણાં વગર આ સંસારમાંથી કોઈ પણ છૂટી શકશે નહિ, પછી ભલે તે રાજા હોય કે ઈન્દ્ર હોય. ૩) સંસાર ભાવના : સંસાર ભાવના એમ ભાવવાની છે કે, આ સંસાર ઉપાધિવાળો છે, વિચિત્ર છે. અહીં એક નિર્ધન છે તો એક ધનવાન. કોઈ ચાકર છે, તો કોઈ વળી રાજા છે. એક ઘરમંદિરમાં બહુ બાળકો દેખાય છે તો એક ઘરમંદિર સંતાનવિહોણું છે. ક્યાંક ઘરમંદિરમાં બહુ રુદન થાય છે, તો એક ઘરમંદિર આનંદથી ગુંજે છે. આવું વિચિત્ર સંસારનું સ્વરૂપ દેખાય છે. ૪) એકત્વ ભાવના : એકત્વ ભાવના મુનિ એમ ભાવે છે કે, આ જગતમાં મારું કોઈ સંગાથી નથી. એકલો આવ્યો છું અને એકલો જઈશ આ સત્ય જગપ્રસિદ્ધ છે. ૫) અન્યત્વ ભાવના : અન્યત્વ ભાવના પાંચમી કહી છે. તેનો અર્થ એ છે કે, જીવ અને કાયા બન્ને જુદાં જુદાં છે. કાયામાં કાંઈ સાર દેખાતો નથી. જીવ જ્યારે કાયાને મૂકી જશે ત્યારે કાયા તેની પાછળ જતી નથી, માટે તેવું સમજીને જ કાયાનું જતન કરો. નહિતર નકામું વ્યર્થ જશે. ૬) અશુચિ ભાવના : હવે અશુચિ ભાવનાનો પ્રકાર કહું છું, સહુ સુજાણ એ સાંભળજો, આ શરીર હંમેશાં દુર્ગધી જ રહેવાનું છે માટે તેના કોઈ વખાણ કરશો નહિ. ૭) આશ્રવ ભાવના : આશ્રવ ભાવનાના ભેદ પણ સમજે. આશ્રવ થકી બહુ પાપો આવે છે માટે મોટા મુનિવરો આશ્રયદ્વારનો વ્રતથી વેગપૂર્વક નિવારણ કરે છે અને પોતે દુઃખી થતાં નથી. ૮) સંવર ભાવના : સંવર ભાવનાને સારી કહી છે, જેનાથી પાપ આવતાં અટકે છે. મુનિવર પાંચ ઈન્દ્રિયોને વશમાં રાખે છે કે જેનાથી આત્મા નિર્મળ થાય. ૯) નિર્જરા ભાવના : નવમી ભાવના નિર્જરા કહી છે, કે જેનાથી આત્મા નિર્મળ થાય છે. (શુદ્ધ થાય છે.) અને મનુષ્યના કેટલાય ભવોનાં કર્મ ખપી જાય છે અને વહેલો મુક્તિને પામે છે. ૧૦) લોક ભાવના : ચૌદ રાજલોક પ્રમાણે લોક ભાવના એમ ભાવનાની છે કે, આ આત્માએ જુદા જુદા સ્વરૂપો લઈને ચૌદ રાજલોક સ્પર્શ કર્યું છે. અર્થાત્ અનંતા જન્મ લઈને આખા લોકમાં જઈ આવ્યો છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૧) ધર્મ ભાવના : ધર્મ ભાવના એવી રીતે ભાવવાની છે કે, ધર્મ કર્યા વગર આત્માને મુક્તિ મળતી નથી તે નિશ્ચયથી માનો. આમ સંસારી માટે ધર્મ ભાવના સારી છે. ૧૨) બોધિ ભાવના : બોધિ ભાવના બારમી કહી છે. સહુ મુનિવરો તે ભાવના ભાવો. શુદ્ધ સમકિતને આનંદપૂર્વક રાખો કે જેનાથી ભવફેરા (જન્મ-મરણ) ટળી જશે. દૂહા || કાજ સકલ સીઝઈ સહી, જે ગુરૂ વંદઈ પાય | ગુરુ ગુણવંતો તે કહુ, પરીસઈ ન દોહોલ્યુ થાય //ર૪ // પરીસા બાવીસ જીપતો, પરીસઈ ન જીત્યો જેહ / ઋષભ કહઈ ગુરૂ તે ભલો, સહુ આરાધો તેહ //ર૫ //. કડી નંબર ૨૪-૨૫માં કવિ જે ગુરુએ પરીષહો જીત્યા છે એવા ગુરુની આરાધના કરવાનું કહે છે. જે ગુરુના ચરણ વંદન કરે છે, તેના બધાં જ કાર્ય સારી રીતે પાર પડે છે. ગુણવાન ગુરુ તે છે કે જે પરીષહથી ગભરાય નહિ. જેમણે બાવીસ પરીષહ જીત્યા છે પરંતુ પરીષહ તેમને જીતી શક્યા નથી. આવા ગુરુ શ્રેષ્ઠ છે, તેમને સહુ આરાધો. ઢાલા ૧૪ દેસી. ત્રપદીની // જે મુની ચાત્ર રેગિ રમસઈ તે નર બાવીસ પરીષહ ખમસદ કાલ સુખિં તે ગમસાં, હો રખ્યજી. કાલ. //ર૬ // નૃધ્યા તણો પરીસો તે પઇલ્ડલો, માધવસૂત મન ન કીઉં ભઈલો / ઢંઢણ મુગતિ વઈહઇલ //ર૭ // હો રમ્યુજી ત્રીજા તણો પરીસોએ વીચારો, જલ ઊતરતો રષિ સંભારો ? એમ આતમ તુમ તારો //ર૮ // હો રખ્યજી. સીત કાલનો પરીસો સાચો, જીવ ખમત મ હોઈશ કાચો / સુખ લહીઈ અતી જાચો //ર૯ // હો રખ્યજી. ઉષ્ણકાલ આવિ મમ ધુ, સોય સંઘાતિ સાહામાં જઝો | જો જિનવચનાં બુઝો //૩૦ // હો રખજી. <સમસા મમ દૂવો હાર્થિ, તે પરીસો ખમીઇ નીજ જાતિ પૂર્વ ચલાચી ભાતિ //૩૧ // હો. વસ્ત્ર તણો પરીસો પણી જાણો, મઇલાં ફાટાં મનિ મમ આણ / કો મમ વસ્ત્ર વખાણો. //૩ર // હો રખ્યજી. Page #112 -------------------------------------------------------------------------- ________________ રતી પરીસો ખ્યમીઈ નીજ ખાંતિ, એ ત્યમ આરતી સોય એકાંતિં / સ્ત્રી પરીસો પસાંતિ //૩૩ // હો. ચાલંતાં પંથુિં મમ ચુકો, જીવ જતન પૂછ પગ મુંકો / જિમ સિવમંદિર ટુંકો //૩૪ // હો. ઊપાશરાનો પરીસો સહીઈ, દીનવચન મુખ્યથી નવિ કહીઈ / તો ગતિ ઉચી લહીઈ //૩૫ // હો. સેવાનો પરીસો અતી સારો, એ તારઈ છઈ મુઝહ બીચ્યારો / અસ્ય મનિ આપ વીચારો //૩૬ // હો. વચન તણો પરીસો વીકરાલ, અંગ્યન વીનાં ઉઠઈ છઈ ઝાલ / ક્રોધ ચઢઇ તતકાલ //૩૭ // હો. . વચન ખમઈ તે જગવીખ્યાત, યમ ખમીઓ શકોશલ તાત / કીર્તધર નરનાથ //૩૮ // હો. વધ પરીસો તે વીષમ ભણી જઈ, જે ખમસઈ નર સો થણીજઇ / તાસ કીર્તિ નીત્ય કીજઈ //૩૯ // હો. મારિ ન ચલ્યુ દ્રઢપ્રહારી, સમતા આણઈ સંયમધારી / તે નર મોક્ષદ્રુઆરી //૪૦ // હો. રાખ્યજી. જથ્થાનો પરીસો પણિ ખમીઇ, મધુકરની પરિ મુનીવર ભમીઈ / સંયમ રંગિં રમાઈ //૪૧ // હો. થોડઈ લાભિં રોસ ન કીજઇ, ઊશભ કર્મનિ દોસહ દીજઈ / પર અવગુણ નવિ લીજઈ //૪ર // હો. રોગ પરીસો ખમસઈ જે ખાંતિ, ઊંચી પદવી લહઈ એકાતિ / સીધતણી તે પાતિ //૪૩ // હો. સનત કુમાર સહ્યા સહી રોગો, ઓષધનો હતો તસ યુગો / કહઈ મુઝ કર્મહ ભોગો. //૪૪ // હો. રાખ્યજી. કર્ણ તણો પરીસો જે સઈહઈસઈ, અષ્ટકર્મ ઈધણ પરિ દઈહસઈ/ સકલ પદાર્થ લઇઇસઇ //૪૫ // હો. Page #113 -------------------------------------------------------------------------- ________________ મલ પરીસઇ જે મુનીવર માતો, સુંદર દીસઇ પંથિ જાતો । લોક સકલ તીહા રાતો ।।૪૬ ।। હો. જો સતકાર ન દઈ શનમાનો, તો તુ મ કરીશ મિન અભીમાનો । હઈડઇ કરજે સાનો, ।।૪૭ ।। વિદ્યાતણું અભીમાન ન કીજઇ, મુખ તેહિનિ ગાલ્ય ન દીજઈ । સંયમનું ફલ લીજઈ. ।।૪૮ || હો. રાખ્યજી. કરમિં તુઝ કીધો અગ્યનાંન, ભણતા દેખી મઇલું ધ્યાન | મ કરીશ જો तुझ સાન. ।।૪૯ ।। હો. સમકીત સહુ રાખો મન સાખિ, કો મમ ચુકો કોટલ લાર્ખિ । રહીઇ જિનવર ભાર્ખિ. ।।૫૦ ।। હો. એ બાવિસઇ પરીસા જાણું, જે ખમસઇ નર સોય વખાણું । નામ રીદઇમ્હાં આખું ।।૫૧ // હો. ઢાલ - ૧૪ કડી નંબર ૨૬થી ૫૧માં કવિએ બાવીસ પરીષહોનું સ્વરૂપ સમજાવ્યું છે. તેમ જ પરીષહને સમભાવે સહન કરનાર મહાન મુનિરાજોનાં (આગમિક) દૃષ્ટાંત આપ્યાં છે કે જેઓ પરીષહ સહીને મોક્ષગતિને પામ્યાં. કવિ બાવીસ પરીષહનું દૃષ્ટાંત સાથે વર્ણન આલેખતાં કહે છે કે, જે મુનિ આનંદપૂર્વક શુદ્ધ ચારિત્ર સાથે રહે છે, તે મુનિ બાવીસ પરીષહને ખમી શકે છે. માટે હે મુનિ! સદીઓ સુધી તેઓ ગમશે, તેમનું સ્મરણ રહેશે. ૧) ક્ષુધા પરીષહ : ક્ષુધાનો પરીષહ પહેલો છે. શ્રીકૃષ્ણ વાસુદેવના પુત્રએ મનને જરાપણ વિચલિત કર્યું નહિ. હે મુનિ! આમ ઢંઢણમુનિ વહેલા મુક્તિ પામ્યા. ૨) તૃષા પરીષહ : તૃષાનો પરીષહ પણ સમજો. નદી ઊતરતા ઋષિને યાદ કરો. હે મુનિ! આવી રીતે તમારા આત્માને તારો. ૩) શીત પરીષહ : શિયાળાનો પરીષહ કઠિન છે. મુનિ તું ખમી લે જે, જરા પણ શિથિલ થો નહિ. આમ કરવાથી અતિ ઘણું સુખ મળે. ૪) ઉષ્ણ પરીષહ : ગ્રીષ્મ ઋતુ આવવાથી ધ્રૂજો નહિ. હે મુનિ! જો જિનવરનાં વચનો સમજ્યાં હો, તો તેની સંગાથે સામે રહીને લડો. ૫) દંસ-મસય પરીષહ : ડાંસ-મચ્છર વગેરે જંતુઓને હાથથી મસળો નહિ. હે મુનિ! પુત્ર ચિલાતીની જેમ તે પરીષહને પોતાના દેહથી ખમો. ૬) અચેલ પરીષહ : વસ્ત્રનાં પરીષહને પણ જાણો. ફાટેલાં- મેલાં આદિ કપડાં સંબંધી મનમાં કાંઈ પણ લેવું નહિ, હે મુનિ! અને કોઈ પણ વસ્ત્રની પ્રશંસા પણ કરો નહિ. ૨ Page #114 -------------------------------------------------------------------------- ________________ ૭) અરતિ પરીષહ : જે પોતાની ઈચ્છાથી હર્ષ, ખુશી આદિ રતિ પરીષહને ખમે છે તે મુનિ નાખુશી, શોક આદિની અરતિની ક્રાંતિથી શોભે છે. ૮) સ્ત્રી પરીષહ : હે મુનિ! સ્ત્રી પરીષહને પણ ઉપશાંત કરવો. ૯) ચરિયા પરીષહ : રસ્તે ચાલતાં ભૂલશો નહિ. દરેક જીવની જતના માટે જોઈને પગ મૂકજે. કે જેથી શિવમંદિર મેળવી શકાય. - ૧૦) ઉપાશ્રય પરીષહ : ઉપાશ્રયનો પરીષહ સહન કરવો. મુખમાંથી દીનવચન બોલવા નહિ. કે જેથી ઊંચી ગતિ પ્રાપ્ત થાય. ૧૧) શય્યા પરીષહ : શય્યાનો પરીષહ પણ વધારે સારો. હે મુનિ! તમે મનમાં એવું વિચારો કે, તે મારા જેવાં દીન-બિચારાને પણ તારે છે, ભવપાર કરાવે છે. ૧૨) આક્રોશ પરીષહ : વચનનો પરીષહ અતિ દુષ્કર છે. કારણ કે હે મુનિ! તરત જ ક્રોધ આવવાથી અગ્નિ વિના પણ ઝાળ પ્રગટે છે. અર્થાત્ ક્રોધાગ્નિ ઉત્પન્ન થાય છે. માટે જે વચન ખમી જાય છે તે જગવિખ્યાત બને છે, જેમ સુકોશલ મુનિના પિતા મહામુનિ કીર્તિધર ખમ્યા હતા. ૧૩) વધ પરીષહ : વધ પરીષહને પણ વિષમ કહ્યો છે. જે આ પરીષહને સહન કરશે, તે નરની (મુનિની) સ્તુતિ કરવી. હે મુનિ! તેની નિત્ય કીર્તિ (પ્રશંસા) કરવી. જેમ પથ્થર, રોડા વગેરેના ઘાથી દઢપ્રહારી જરાપણ વિચલિત થયો નહિ, સંયમધારી એવા મુનિએ સમતા રાખી. આમ હે મુનિ! તેઓ મોક્ષગામી બન્યા. ૧૪) યાચના પરીષહ : યાચનાનો પરીષહ પણ સહન કરવો. ભમરાની જેમ મુનિવરે ભિક્ષા માટે ફરવું. હે મુનિ! આવી રીતે સંયમના રંગમાં રહેવું. ૧૫) અલાભ પરીષહ : થોડું મળવાથી રોષ ન કરવો. પરંતુ પોતાના અશુભ કર્મને દોષ આપવો, હે મુનિ! બીજાના અવગુણ કહેવા નહિ. ૧૬) રોગ પરીષહ : જે ખંતપૂર્વક રોગ પરીષહ ખમે છે, તે મુનિ એ ક્રાંતિ થકી ઊંચી પદવી પ્રાપ્ત કરે છે. હે મુનિ! તે સિદ્ધની પંક્તિ છે. જેમ સનતકુમારે ઔષધનો યોગ હોવા છતાં બધા રોગોને પોતાના કર્મનો વાંક બતાવીને સહન કર્યા. ૧૭) તૃણ પરીષહ : તૃણનો પરીષહ જે સહન કરી જશે, તેનાં આઠ કર્મ ઇંધણ રૂપે બાળી આપશે. હે મુનિ! અને તે બધા પદાર્થને પ્રાપ્ત કરશે. ૧૮) મલ પરીષહ : મલ/મેલ પરીષહથી જે મુનિવર યુક્ત છે, તે રસ્તે જતાં સુંદર લાગે છે. હે મુનિ! સકળલોક તેમને જોઈને આનંદ પામે છે. ૧૯) સત્કાર-સન્માન પરીષહ : જ્યારે લોકો સત્કાર અને સન્માન આપે, ત્યારે મનમાં અભિમાન કરવું નહિ. હે મુનિ! હૃદયમાં આવી શિખામણ રાખજો. ૨૦) જ્ઞાન-પરીષહ : વિદ્યાનું અભિમાન કરવું નહિ, મૂર્ખ હોય તેને ગાળ આપવી નહિ. હે મુનિ! આવી રીતે સંયમનું ફળ લેવું. ૨૧) અજ્ઞાન પરીષહ : કર્મ થકી તું અજ્ઞાની થયો છે. માટે હે મુનિ! તારામાં સમજણ હોય તો ભણતા વખતે અપધ્યાન કરવું નહિ. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૨૨) દંસણ પરીષહ : મનની સાક્ષીએ સહુએ સમકિત રાખવું. લાખ, કરોડ ઉપાયથી પણ તે ખોવું નહિ. માટે હે મુનિ! જિનવરના વચને રહેવું. આ બાવીસ પરીષહને જાણો. જે આ પરીષહોને સહન કરશે તે મુનિની પ્રશંસા કરવી, હે મુનિ! તેમનાં નામ હૃદયમાં રાખવાં. ટિપ્પણી : ૧) ઢંઢણમુનિને લાભાંતરાય કર્મનો ઉદય હતો. તેથી તેમણે અલાભ પરીષહને સમભાવે સહ્યો. આ વાત “શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'-રમાં આપેલ છે. ૨) શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન – ૨ પ્રમાણે દશમો નિષદ્યા પરીષહ છે. નિષેદ્યાના બે અર્થ છે – (૧) ઉપાશ્રય અને (૨) બેસવું. કવિએ અહીં પ્રથમ અર્થ લીધો છે. અનભ્યસ્ત અપરિચિત સ્મશાન, ઉદ્યાન, ગુફા, શૂન્ય ઘર, વૃક્ષમૂળ, ખંડેર કે ઊંચીનીચી જમીનવાળી જગ્યામાં સ્ત્રી, પશુ, નપુંસકરહિત સ્થાનોમાં રહેવું. અમુક સમય સુધી નિષદ્યા (આસન) લગાવી બેસવું. વીરાસન આદિના આસન લગાવી અડગ બેસવું. સિંહ, વાઘ આદિ હિંસક પ્રાણીઓના અવાજ સાંભળીને પણ ભયભીત ન થવું. દેવ, તિર્યંચ અને મનુષ્ય સંબંધી અનેક પ્રકારના ઉપસર્ગ સહન કરવા પરંતુ મોક્ષમાર્ગથી ટ્યુત થવું નહિ તે નિષધા પરીષહ જ્ય છે. દૂહા || નામ રદઇમ્હાં આણીઇ, આતમ નીર્મલ થાય તે પરીસઈ જે નર નવી પડ્યા, કવી તેહના ગુણ ગાય //પર // કડી નંબર પરમાં કવિ જેણે પરીષહને જીત્યા છે, એવા મુનિઓના ગુણ ગાય છે. જે પરીષહમાં પડયા નથી એવા મુનિઓનાં નામ હૃદયમાં ધરવાથી આત્મા નિર્મળ થાય, કવિ પણ તેનાં ગુણ ગાય છે. ઢાલી ૧૫TI દેસી. એ તીર્થ જાણી પૂર્વ નવાણુ વાર // બહુ પરીસઈ સબલ, વર્ધમાન જિન વીરો / જસ શ્રવણે ખીલા, ચણે રાંધી ખીરો //પ૩ // બંધક સૂર્યના સષ્ય, પંચસહ્યા મુની જેહો / ઘાણઇ પણિ પીલ્યા, મનિ નવિ ડોલ્યા તેહો //પ૪ // મુનીવર નીત્ય વંદો, ચરૂઓ ગજસુકમાલ / શરિ અગ્યન ધરતા, જે નવી કોપ્યો બાલુ //૫૫ // રષિ શ્રી શકોસી, કર્મ ત્મણિ સાંહામો જા" / પરીસઈ નવિ કોમ્યુ તે વંદો રણીરાયુ //૫૬ // જુઓ અર્જુન માલી, જેણઈ જગી રાખી લીહો | લોકિં બહુ દમ, પણિ નવી કોર્ટુ સીહો //૫૭ // Page #116 -------------------------------------------------------------------------- ________________ વલી પૂત્ર ચલાચી, કીડી તાસ શરીરો / અઢી દિવશ લર્ગેિ વલી. ફોલિં ન ચલુ ધીરો //૫૮ // વાઘર પણિ વીટ્સ, મુની મેતારજ સીસો / તોહઈ પણિ નાવી, દૂર્જન ઊપરી રીસો //૫૯ // જંબુક ઘર ઘર્ણ અતી ભુખી વીકરાલુ / તેણઈ મુની ખીઓ, કુમર અવંતી બાલો //૬// ઢાલ – ૧૫ કડી નંબર ૫૩થી ૬૦માં કવિ પરીષહને સમભાવે સહન કરનાર એવા મહાન મુનિવરોનું વર્ણન કરે છે. - વર્ધમાન જિનવરને પણ બહુ મોટા પરીષહો આવ્યા હતા, જેમ કે તેમના કાને ખીલા ઠોકાણા અને તેમના પગમાં ખીર રાંધી. ખંધક આચાર્યના પાંચસો શિષ્યો કે જેઓને ઘાણીમાં પીલવામાં આવ્યા, છતાં મનથી જરાપણ વિચલિત થયા નહિ. મહાન એવાં ગજસુકુમાર મુનિવરને નિત્ય વંદન કરો, કે જેમના માથા ઉપર સળગતાં અંગારા રાખવામાં આવ્યા છતાં પણ ક્રોધિત થયા નહિ. મુનિ સુકોશલ તે કર્મની સામે ગયા પણ પરીષહથી ડગ્યા નહિ. આવા મુનિરાજને વંદન કરો. અર્જુનમાળીને પણ જુઓ, કે જેણે જગતમાં નામ રાખ્યું. લોકોએ ખૂબ જ હડધૂત કર્યો, છતાં સિંહ જેવો વીર તેનાથી ક્રોધાયમાન થયો નહિ. વળી ચિલાતી પુત્રના શરીર ઉપર કીડીઓ ચઢી, અને અઢી દિવસ સુધી શરીરને ફોલી ખાધું છતાં તેઓ ધ્યાનથી ચલિત થયા નહિ. મુનિ મેતારજના માથા ઉપર ભીનું ચામડું વીંટ્યું, તો પણ તેમણે દુર્જન ઉપર રીષ કરી નહિ. શિયાળની ઘરવાળી શિયાળણ કે જે અતિભૂખથી વિકરાળ લાગતી હતી. તેણે કુમાર અવંતીબાળનું ભક્ષણ કર્યું. દૂહા || એમ મુનીવર આગઈ હવા, સો સમરિ સૂખ થાય / ગુણ સતાવીસ જેહમાં, તે વંદૂ રીરાય //૬૧ // કડી નંબર ૬૧માં કવિ જે મુનિમાં સત્તાવીસ ગુણ હોય, તેવાં મુનિનું સ્મરણ કરવું. તે વાત કરે છે. આમ આગળ જે મુનિવરો થઈ ગયા, તેમનું સ્મરણ કરવાથી સુખી થવાય. સત્તાવીસ ગુણ જેમાં છે તે મુનિવરને વંદુ છું. ઢાલા ૧૬ || દેસી. સાંમિ સોહાકર શ્રીસેરીસઈ // ગુણ સતાવીસ સુણયું સાધુના, મુનીવર મોટો ન કરઈ વિરાધના // . // વિરાધના મુની અન્ય ન કરતો, સોય ગુરૂ મનમાં ધરી, કામ ક્રોધ માયા મછર ભરીઆ, તેહ મુકુ પરહરી // જીવ ન પરનો હણઈ મુનીવર, ગ્રીષા મુખ્ય બોલઈ નહી, દાન અદિતા ને લહઈ રબ્યુજી, બ્રહ્મ ન ચુકઈ તે કહી //૬૨ // Page #117 -------------------------------------------------------------------------- ________________ પરિગ્રહઈ તે પણી મુનીવર પરીહરઇ, રાત્રીભોજન સો મુની નવી કરઈ // 3. // નવી કરઈ મુનીવર આહાર રાતિ, કઈ કાયનિં રાખતો, વલિ પાંચ અંદ્રીઅ નિં દમતો, વચન અમૃત ભાખતો / ક્રોધ માંન માયા લોભ ટાલઈ, ભાવ સહીત પડિલેહણા કર્ણસીટરી ચર્ણસત્સરી, ધરનાર હોઈ તેહ તણા //૬૩ // સંયમ યુગતા રે મધુર ભાખતા, મન નિ વચનાં કાયા થીર રાખતા // 3. // રાખતા થીર મન વચન કાયા, સીતાદીક પરિસો સહઈ મર્ણાત ઉપસર્ગ સો ખમતા, કર્મ ઈધણ એમ કહઈ | ગુણ સતાવીસ એહ સુધા, મુની અસ્ય આરાધીઈ અસ્યા ગુરૂના ચર્ણ સેવી, કવી કહઈ નીર્મલ થઈઇ //૬૪ // ઢાલ – ૧૬ કડી નંબર ૬૨થી ૬૪માં કવિ મુનિવરના સત્તાવીસ ગુણોનું આલેખન કરે છે. કવિ મુનિવરના સત્તાવીસ ગુણોનું આલેખન કરતાં કહે છે કે, સત્તાવીસ ગુણો મુનિવરના સાંભળો, કે જે વિરાધના કરતાં નથી, તે મુનિવર મોટો ગણાય. | | ત્રુટક છે. મનથી પણ જે મુનિવર વિરાધના (અપરાધ) કરતાં નથી, તેવા મુનિને ગુરુ તરીકે મનમાં ધરવા. જેમણે મનમાંથી કામ, ક્રોધ, માયા અને ઈર્ષ્યા ભર્યા હતાં, તેને ત્યાગી દીધાં છે. મુનિવર બીજાના જીવ હણે નહિ, મુખથી અસત્ય બોલે નહિ, પરાઈ વસ્તુ લઈને પોતાની પાસે રાખે નહિ, બ્રહ્મચર્યથી ચૂકે નહિ. પરિગ્રહપણાનું તે મુનિવર ત્યાગ કરે, વળી રાત્રિભોજન પણ તે મુનિ ન કરે. | | ત્રુટક | મુનિવર રાત્રે આહાર કરે નહિ, આમ છકાયની દયા પાળે. વળી પાંચ ઈન્દ્રિયનું દમન કરે. મધુર વચન બોલે, ક્રોધ, માન, માયા અને લોભને ટાળે, ભાવસહિત પ્રતિલેખના કરે. કરણસિત્તેરી અને ચરણસિતેરીના ધારક હોય. મન, વચન અને કાયાને સ્થિર રાખે. તેમ જ સંયમયોગ યુક્તાથી મધુર બોલે છે. | | ત્રુટક || મન, વચન અને કાયાને સ્થિર રાખે છે, શીત આદિ પરીષહોને સહન કરે છે. મારણાંતિક ઉપસર્ગોને પણ સહન કરે છે. આવી રીતે પોતાનાં કર્મોને ઈંધણની જેમ બાળે છે. આવા શુદ્ધ સત્તાવીસ ગુણો જેમાં છે, એવા મુનિવરની આરાધના કરવી અને આવા ગુરુના ચરણ સેવીને નિર્મળ થવાનું કવિ કહે છે. દૂહા || નીર્મલ આતમ જેહનો, નીર્મલ જસ આચાર / મુની એહોવો આરાધીઇ, તો લહીઈ ભવપાર //૬૫ // ધર્મ કહ્યો જે કેવલી, તે મોરઈ મનિ સતિ / દયા કુલ આગ્યના ભલી, સહુ એવો એક ચતિ //૬ ૬ // Page #118 -------------------------------------------------------------------------- ________________ કડી નંબર ૬૫થી ૬૬માં કવિ ધર્મ તત્ત્વનું સ્વરૂપ બહુ જ ટૂંકાણમાં સમજાવે છે. જેનો આત્મા નિર્મળ છે તેમ જ આચાર પણ નિર્મળ છે એવા મુનિવરને આરાધવાથી ભવપાર કરી શકીએ. કવિ ધર્મ તત્વનું સ્વરૂપ બતાવતાં કહે છે કે, કેવળી ભગવંતોએ જે ધર્મ કહ્યો છે તે મારા મનથી સત્ય છે. ધર્મનું મૂળ દયા છે. એ આજ્ઞા સાચી છે. માટે સહુ એક ચિત્તથી આરાધો. ઢાલ | ૧૭ || ચોપાઈ છે. કુદેવ ફગર કુધર્મ વીચાર, એ ત્રણે તુ જમ્ય અસાર / હરીહર વિઝા મીથ્યા ધર્મ એ તુ છ સમઝી મર્મ //૬૭ // જે દેખીનિ સૂરો ભાઈ, કાયરતણા ત્યાહા પ્રાણ જ પડઈ / તે વહાલું વલિ જેહનિ હોય, સોય દેવ મમ માનો કોય //૬૮ // ઊમયા વાહનનું ભખ્ય જેહ, ઊત્તમ લોકે છડ્યું તેહ / તે ભોજન ભખવા નિ કરઈ, સો સેવ્યું તુઝ ટુ ઊધરઈ //૬૯ // જે જઈ બહુ ઊચઇ શરઈ, એકઈ જાતિ આઠઈ મરઇ / તેહની ઈછયા કરતો દેવ, સુ કીજઇ જગી તેહની સેવ //છ0 // કાંમી નર જસ જોતો ફરઈ, મુનીવર તેહસિં નવી આદરઈ / અસી વસ્ત સાથિ જસ રંગ, તે દેવાનો મ કરો સંગ /I૭૧ // જેણઈ આવિં નર રાતો થાય, મ્યુક્રત કર્યું તે સઘળું જાય / સોય વસ્ત દીસઈ જે કનિં, તે દેવા સ્યુ તારઇ તનિ //૭ર // ભૂગટ જટામ્હા રાખઈ ગંગ, છાનો તેહમ્મુ કરતો સંગ/ ઈસ દેવનું અસ્ય સરૂપ, દેખત કોય મ પડટુ કુ૫ //૦૩ // ઢાલ – ૧૭ કડી નંબર ૬૮થી ૭૩માં કવિએ મિથ્યાદેવ (કુદેવ) ના સ્વરૂપનું વર્ણન આલેખ્યું છે. જેમાં રાગ, દ્વેષ, કામ, ક્રોધ વગેરે પ્રત્યક્ષ દેખાતાં હોય, અનુભવાતાં હોય તે કુદેવ' છે. તેમને દેવ તરીકે માનવા, તેમને ગુરુ તરીકે માનવા અને તેમનો ધર્મ માનવો તે મિથ્યાત્વ' ગણાય. કુદેવ, કુગુરુ અને કુધર્મનું વર્ણન આલેખતાં કહે છે કે, કુદેવ, કુગુરુ અને કુધર્મ એ ત્રણે અસાર છે એમ તું જાણ. વિષ્ણુ, મહેશ, બ્રહ્મા વગેરે દેવોનો મિથ્યાધર્મનો મર્મ તું સમજીને છોડ. કવિ અહીં સમસ્યા દષ્ટાંત આપતાં કહે છે કે, જે જોઈને દેવતાઓ આપસમાં લડે છે, જે કાયર હોય તે ત્યાં પ્રાણ ગુમાવે છે, તે વસ્તુ જેને વળી વહાલી હોય, તેવા દેવને કોઈ માનો નહિ. (૬૮ કડીનો જવાબ: ‘ત્રિશૂળ' હોય એવું સમજાય છે.) પાર્વતીદેવીના વાહનનું ભોજન જે છે, ઉત્તમ લોકોએ તેને છોડી દીધું છે, તે ભોજન જે કરે છે. તે દેવની આરાધના કરવાથી તારો શો ઉદ્ધાર થશે? (કડી નં. ૬૯નો જવાબ પોઠિયો હોય એવું સમજાય છે.) Page #119 -------------------------------------------------------------------------- ________________ જે જઈને ઊંચે આસને બેઠા છે. એ એક પ્રકારથી આઠને મારે છે (આઠ કર્મને) પછી તેની ઈચ્છા પણ કરે છે. માટે જગમાં તેની આરાધના શા માટે કરવી? આવા કામી નર તેને (સ્ત્રીને) જોઈને ફરે છે. માટે તેમને ગુરુ માનવા નહિ. આવી વસ્તુ (સ્ત્રી) સાથે જે આનંદ મનાવે છે, તેવા દેવનો સંગ કરવો નહિ. જેના (સ્ત્રીના) આવવાથી જે દેવ આનંદ પામે તેના કરેલાં સારા કાર્યો સઘળાં નષ્ટ થઈ જાય. તે વસ્તુ (સ્ત્રી) જેની પાસે દેખાય છે, દેવ શું તારશે તને? મુગટરૂપી જટામાં ગંગાને રાખી છે. તેમ જ તેની સાથે છાને છપને સંગત કરે છે. ઈશ્વર દેવનું આવું સ્વરૂપ છે. માટે આવું જોઈને કોઈ કૂવામાં પડતાં નહિ. (કડી નં. ૧૭૦થી ૧૭૩નો જવાબ મહેશદેવ છે.) દૂહા || દેવ અવરનિં નામ્ય | કોય ન આવઈ કાંમિ ।।૭૪ ।। કુષ્ય મ પડસ્યુ કો વલી, અરીહા એક વિનાં વલી, નમો તે શ્રી ભગવંત નિં, આલિઞ ધર્મ ખોય । અંતર અરીહા ઈસમાં, સોય પટંતર જોય ||૭૫ || કડી નંબર ૭૪થી ૭૫માં કવિ ‘કુદેવ’ ને બદલે ‘સુદેવ’ અર્થાત્ અરિહંત ભગવંત પર શ્રદ્ધા રાખવાનું કહે છે. જાણી જોઈને કોઈ કૂવામાં પડશો નહિ અને બીજા દેવનાં નામ લેજો નિહ. એક અરિહંત વિના બીજા કોઈ દેવ કામ આવશે નહિ. માટે અરિહંતને વંદન કરો. જૂઠા લોકો ધર્મને ખોઈ નાખે છે. અરિહંત અને ઈશ્વરમાં અંતર છે. તે ભેદ તું જો. કવીત ।। કિહા પરબત કિહા ટીબડીબ, કિહા જિનના દાસ કિહા અંબો કિહા આક, ચંદન કયાંહા વનઘાસ । કિહા કાયર કિહા સુર, સમૂદ્ર કિહા બીજાં ખાંબ કિહા ખાસર કિહા ચીર, પેખિ કિહા અવની આભ | કિહા સસીહર નિં સીપનુ, દાતા યરપી અંતરો, કિહા રાવણ કિહા રામ, કવિ ઋષભ કહઇ દ્રીષ્ટાંતરો ।।૭૬ | કવિત્ત કડી નંબર ૭૬માં કવિએ અરિહંત અને ઈશ્વર વચ્ચેનું અંતર અનેક રૂપક દ્વારા • બતાવ્યું છે. ક્યાં પર્વત, તો ક્યાં નાનો ટેકરો, ક્યાં જિનવરનાં દાસ. ક્યાં આંબો તો ક્યાં આંકડો, તેવી જ રીતે ક્યાં ચંદન વૃક્ષ અને ક્યાં વનનું ઘાસ. ક્યાં કાયર તો ક્યાં શૂરવીર, તો વળી ક્યાં સમુદ્ર અને ક્યાં નાનાં ખાબોચિયાં. ક્યાં ખાસડાં અને ક્યાં કિંમતી વસ્ત્ર. તેમ જ જુઓ ક્યાં પૃથ્વી અને ક્યાં આકાશ, ક્યાં ચંદ્રમા ને ક્યાં છીપણું, ક્યાં રાવણ અને ક્યાં રામ તેમ દાનવીર અને કંજૂસમાં અંતર હોય છે. કવિ ‘ઋષભ' આ દૃષ્ટાંતો વડે અરિહંત અને ઈશ્વર વચ્ચે ભેદ દર્શાવે છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ આપે છે. हूडा ।। અનિ દેવ અસાર । એણઈ દ્રીષ્ટાંતિ પરિહરો, કામ ક્યુરોધ મોહિં નડયા, તેહમાં કસ્યુ સકાર ।।૭।। ઈશ્વરવાદી બોલીઓ, વચન સૂણી તતખેવ / કરતા હરતા ઈસ એક, અવર ન દૂજો દેવ ।।૭૮ ।। કડી નંબર ૭૭થી ૭૮માં કવિ ‘કુદેવ’ને છોડવાનું કહે છે. અને એનો પ્રત્યુત્તર ઈશ્વરવાદી કવિ કહે છે કે, આ દૃષ્ટાંતો વડે કુદેવને છોડો. કારણ કે બીજા દેવોને કામ, ક્રોધ, મોહ નડ્યાં છે, તેથી કાંઈ વળવાનું નથી. બીજા બધા દેવો અસાર છે. ત્યારે આવાં વચન સાંભળીને તરત જ ઈશ્વરવાદી બોલે છે કે, કર્તા, હર્તા એક જ ઈશ્વર છે, અમારા બીજા કોઈ દેવ નથી. ઢાલ ।। ૧૮ ।। ચોપઈ ।। દેવ અવર નહી દૂજો કોય, બ્રહ્મા વીસ્ટ્સ નિં ઈસ્વર સોય । એ ત્રણેની વોહો સીરિ આણ્ય, જગ નીપાયુ એણઇ તુ જાણ્ય ૧૭૯ || ત્રણિ ત્રીભોવન બ્રહ્મા ઘડઇ, અવર દેવ કો તિહા નવિ અડઇ । નારી પુર્ષ પસુ નારકી, એ ઊપના તે બ્રહ્મા થકી ।।૮૦ એનિ પાલઇ તે હરી દેવ, એ ઈશ્વરની એહેવી ટેવ | જગસંધાણં એહનું નામ, ઈસ દેવનું એ છઈ કાંમ ||૮૧ || એ ત્રણે જે દેવા કહ્યા, ત્રઇ મુરતિ પણિ એક જ લહ્યા । એહનુ અલ સરૂપ જ કહ્યું, સૂર નર દાંવિ તે નવી લહ્યું।।૮૨ ।। ખ્યન તાર બુડાડઇ વલી, દઈત સકલ જેણઇ નાખ્યા દલી | ભગત તણી બહુ કરતો સાર, તે દેવાનો ન લહું પાર ।।૮૩ || તે શંકર મોટો દેવતા, સૂર સધલા તેનેિં સેવતા । અસ્યુ દેવ કહીઈ અતબંગ, પ્રગટ પુજાવઇ જમ્હા લંગ ।।૮૪ || ઢાલ - ૧૮ કડી નંબર ૭૯થી ૮૪માં કવિએ તે દેવોને ઈષ્ટદેવ માનનાર પ્રતિપક્ષીની ‘જૈન’ સામે કરેલી દલીલો તેમ જ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને જગતના સર્જનહાર, પાલક અને સંહારક બતાવ્યા છે. પ્રતિપક્ષી કહે છે કે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સિવાય અમારા બીજા કોઈ દેવ નથી. એ ત્રણેયની આખા જગ ઉપર આણ વર્તાય છે. આ વિશ્વ તેમણે જ બનાવ્યું છે એમ તમે સમજો. ત્રણે ભુવનને બ્રહ્મા બનાવે છે. બીજા કોઈ દેવ તેને અડતા નથી. નારી, પુરુષ, પશુ, નારકી આદિ બ્રહ્મા થકી જ ઉત્પન્ન થાય છે. તેવી જ રીતે વિશ્વનું પાલન વિષ્ણુદેવ કરે છે. તેમ જ એક ઈશ્વરને એવી Page #121 -------------------------------------------------------------------------- ________________ ટેવ છે કે જે જગનો સંહાર કરે છે. આવું કામ મહેશ દેવ કરે છે. અને એ ત્રણે જે દેવ કહ્યાં છે, તે ત્રિમૂર્તિ રૂપે એક જ સ્વરૂપે રહેલા છે. એમનું આવું અકળ સ્વરૂપ છે કે જે દેવ, દાનવ કે માનવી કોઈ લઈ શકતું નથી. તેઓ ક્ષણભરમાં તારી દે છે, તો વળી ક્ષણમાં ડૂબાડી પણ દે છે. તેમણે બધા જ દૈત્યનો નાશ કર્યો છે, તો વળી તેના ભક્તની બહુ સારસંભાળ રાખે છે. આમ આ દેવને પાર પામી • શકાય નહિ. તે શંકર મોટા દેવતા છે, બધા જ દેવ તેમની સેવા કરે છે. આવા દેવને અતબંગ કહ્યાં છે, કે જેમનું લિંગ જગમાં પ્રત્યક્ષ રીતે પૂજાયું. ઈશ્વર વ્યંગ પૂજાવતો, નહી કો તેહનિ તોલ્ય / ઈશ્વર વાદી યમ કહઈ જઈન વીચારી બોલ્ય //૮૫ // જઈને કહઈ તુ શઈવ સુણિ, કરતા હરતા કર્મ | બ્રહ્મા સ્ય સરાડસઈ સ્યુ સંધારઈ ભ્રમ //૮૬ // કડી નંબર ૮૫થી ૮૬માં ઈશ્વરવાદીની દલીલ સામે જૈને પ્રત્યુત્તર આપે છે તેનું કવિએ આલેખન કર્યું છે. ઈશ્વરવાદી કહે છે કે, આ વિશ્વમાં મહેશ દેવનું લિંગ પૂજાય છે, તેની બરોબરીમાં બીજા કોઈ દેવ આવી શકે નહિ. ત્યારે આ સાંભળીને “જૈન” વિચાર કરીને તેનો જવાબ આપતાં કહે છે કે, હે શૈવ! તું સાંભળ, બ્રહ્મા શું ઉત્પન્ન કરશે? અને મહેશ શું સંહાર કરશે? કર્તા હર્તા તો પોતાના કર્મ જ છે. ઢાલા ૧૯ ચોપાઈ | જગ નીપાયું બ્રહ્મા કહઈ, બોલ્ય બ્રહ્મા તારો ક્યાહાં રહઇ / વીષ્ણુ જગ પાલઈ છઇ જોય, તો પણિ તે દુઃખી કા હોય |૮૭// મહેશ જો સંધાઈ છ0 વલી, તે ઈશ્વર કયાંહા ગયું ઊચલી / વારઈ વહઈ તઈ સહુ કો ગયા, હરીહર બ્રહ્મા થીર નવી રહ્યા ૮૮// જો ઈશ્વર જગ દેતો સીખ, તો કયમ માગી ઘરિ ઘરિ ભીખ / જ્ઞાન ચિંતમિ ત્યારઈ લધુ સ્ત્રી આગલી જવ નાચણિ રહ્યુ ||૮૯// તે ઈશ્વર સ્યુ કરસઈ સુખી, કરમિં શાતા કરમિં દૂખી / પૂર્વ પૂણ્ય જેહવું પણિ હસઈ સુખ દૂખ તેહેવું હનિ થસઈ //૯Oા તૂ તાહારા ધરની જે વાત, વિપ્ર સુદામો સોય અનાથે | ઊશભ કર્મ જે તેહસિં હવું તો કાઈ ક્રીષ્ણ ૐ દીધું નવું //૯૧ // તો તુ જાણે કર્મ જ સાર, મ કરીશ બીજે કશો વીચાર / કરમિં વીણું દસ અવતાર, કરમિં બ્રહ્મા તે કુંભાર //૯૨ // Page #122 -------------------------------------------------------------------------- ________________ ઢાલ – ૧૯ કડી નંબર ૮૭થી ૯૨માં ‘જૈન’ દ્વારા અપાતો તેનો પ્રતિવાદ છે. જૈનો ઈશ્વરના કર્તૃત્વનો પરિહાર કરીને બધું જ કર્મકૃત હોવાનો સિદ્ધાંત સ્થાપે છે. તેવું કવિએ સંવાદી શૈલીમાં આલેખન કર્યું છે. પ્રતિપક્ષી કહે છે કે, હે શૈવ! તું કહે છે કે, આ જગ બ્રહ્માએ ઉત્પન્ન કર્યું છે તો બોલ, તારો બ્રહ્મા ક્યાં રહે છે? તેમ જો વિષ્ણુ જગનું પાલન કરે છે, તો આ સંસાર દુ:ખી કેમ છે? વળી જ્યારે મહેશ દેવ સંહાર કરે છે, ત્યારે તે દેવ ક્યાં જતા રહે છે? તેમના સંહારથી સહુ કોઈનો નાશ થઈ જાય છે. તો વિષ્ણુ અને બ્રહ્મા સ્થિર કેવી રીતે રહ્યા? વળી તારો ઈશ્વર જગતને ઉપદેશ આપે છે, તો ઘરે ઘરે ભીખ શા માટે માંગી? વળી જ્યારે સ્ત્રી આગળ તેઓ નાચ્યાં ત્યારે તેમનું જ્ઞાન ક્યાં ગયું? માટે આવા ઈશ્વર તને શું સુખી કરશે? કર્મ વડે સુખી અને કર્મ વડે દુ:ખી થવાય. પૂર્વના જેવા પુણ્ય હશે તે પ્રમાણે જ તેને સુખ દુઃખ મળશે. અહીં દષ્ટાંત આપતાં પ્રતિપક્ષી કહે છે કે, તું તારા સંપ્રદાયની (ઘરની) વાત જો. વિપ્ર સુદામા પણ અનાથ હતા, કારણ કે તેમનું એવું અશુભ કર્મ હતું. માટે જ શ્રી કૃષ્ણ ભગવાન કાંઈ આપી શક્યા નહિ. માટે તું સમજ કે આ બધો કર્મનો જ સાર છે. બીજો કોઈ વિચાર કરીશ નહિ. જેમ કે કર્મ થકી જ વિષ્ણુ ભગવાને દશ અવતાર લીધા. તેમ જ કર્મ થકી બ્રહ્મા કુંભાર થયા. કવીત ।। કરમિં રાવણ રાજ, રાહો ધડ સબિં ગમાયુ | કરમેિં નલ હરીચંદ, ચંદ કલંકણ પાયુ || પાંડુસુત વન પેખ્ય, રાંમ ધણિ હુઓ વીયુગ મુજ મંગાયુ ભીખ, ભોજ ભોગવઇ ભોગ // અઈઅહીલા ઈસ નાચ્ય, બ્રહ્મા ધ્યાનિં ચુક્યુ / ઋષભ કહઈ રા રંક, કરમિં કોય ન મૂકઓ ।।૯૩ ।। કવિત્ત કડી નંબર ૯૩માં કવિએ કર્મ કોઈને છોડતાં નથી, એ વાત દૃષ્ટાંતો દ્વારા ટૂંકમાં સમજાવી છે. કર્મ થકી જ રાજા રાવણે પોતાના બધાં જ મસ્તક ગુમાવ્યાં. કર્મના ફળ થકી નળરાજા અને રાજા હરિશ્ચંદ્રને વનમાં રખડવું પડ્યું, તો ચંદ્રએ કલંક મેળવ્યું. પાંડવ પુત્રોને વનમાં જવું પડ્યું, સીતાનો પતિ રામથી વિયોગ થયો, મુંજ રાજાને ભીખ માંગવી પડી. તો કર્મ થકી ભોજરાજાએ ભોગ ભોગવ્યાં. વળી ઈન્દ્ર અહિલ્યા આગળ નાચ્યા અને બ્રહ્મા ધ્યાનથી ચૂકી ગયા આમ રાજા હોય કે દીન, કર્મ કોઈને છોડતાં નથી. દૂહા || કરિમેં કો નિવ મુકીઓ, રંક અનેિં વલી રાય । જઈન ધર્મમાં જે હવા, તે પણિ સહી કહઈવાય ।।૯૪ || Page #123 -------------------------------------------------------------------------- ________________ કડી નંબર ૯૪માં જૈન ધર્મી હોવા છતાં કર્મ ભોગવવા જ પડે છે તે વાત કવિ કરે છે. કવિ કહે છે કે, કર્મ કોઈને મૂકતાં નથી. પછી ભલે તે રાજા હોય કે રંક. જૈન ધર્મમાં જે હતા, તે દ્વારા પણ એમ જ કહેવાયું છે. ઢાલ ૨૦ || દેસી. પાંડવ પાચ પ્રગટ હવા. રાગ - વિરાડી // કરમિ કો નવી મુકીઓ, પેખો ઋષભ જિણંદો રે, વરસ દીવસ અને નવી કહ્યું, તે પઈહઈલો આ મૂરંદો રે //૯૫ // કરમિં કો નવી મુકઉ. – ચલી કરમિં યુગલ તે નારકી, મલ્લી ઓ સ્ત્રી વેદો રે / શ્રેણીક નર્ચે સધાવીઓ, કલાવતી કર છેદો રે //૯૬ // કરમિ. મુનીવર માસખમણ ધણી. કરસિં હ ભુજંગો રે / કરમવસિં વલી છેદીઆ, અછકારી અંગો રે //૯૭ // કરમિ. મૃગાવતી ગુડ પંખીઓ. હરી ગયો આકાસ્ય રે | ચંદનબાલ સાંથિ ઘરી, કરમિં પરારિ દાસ્યુ રે //૯૮ // કરમિ. ચક્રી સુભમ તે સંચયું, સતમ નરકમાં જાયો રે / બ્રહ્મદત નયણ તે નીગમ્યા, કરમિં અંધ સુ થાયો રે /૯૯ // કરમિ. વિકમ તવ દૂખ પામીઓ, હંસિ ગલું જવહારો રે / કર્મ વસિં વલિ દ્રપદી, પેખો પંચ ભરતારો રે //ર00 // કરમિં. કબીરદર્તિ રે ભગનિ વરી, કીધો માય સૂ ભોગો રે / કર્મ વસિં વલી જો હવો, દશરથ રામ વીયોગો રે //1 // કરમિ. કરમિં સૂખદૂખ ભોગવઇ, નર નારી સૂર સોયો રે / કર્મ વીનાં રે દૂજે વલી, જગ્યહ ન દીસઈ કોયો રે //ર // કરસિં સોય કર્મ જેણઈ એપવ્યા, તે જગી મોટો દેવો રે | સ્ત્રી સંયોગીએ જેહવા, સ્યુ કીજઈ તસ સેવો રે / ૩ // કરમિં. ઢાલ - ૨૦ કડી નંબર ૯૫થી ૩માં કવિએ કર્મની અદમ્ય તાકાતનું ખ્યાન જૈન આગમ ગ્રંથોના દષ્ટાંત દ્વારા સમજાવ્યું છે. છેલ્લે નિષ્કર્ષરૂપે કુદેવનો ત્યાગ કરવો એમ કહે છે. કવિ કર્મની અદમ્ય તાકાતનું વર્ણન કરતાં કહે છે કે, કર્મ કોઈને મૂકતા નથી, ઋષભ ભગવંતને જુઓ કે જેમને એક વર્ષ સુધી અન્ન મળ્યું ન હતું. કે જેઓ પહેલાં મહાન મુનિ હતા. કર્મના ફળે યુગલિયાં નારકીમાં ગયા, મલ્લીનાથ ભગવાન સ્ત્રી વેદે ઉત્પન્ન થયા. તો કર્મ થકી Page #124 -------------------------------------------------------------------------- ________________ શ્રેણિક રાજા નરકમાં ગયા. રાણી કલાવતીના કાંડા કાપવામાં આવ્યાં. વળી મોટા મુનિવરને જે માસખામણ તપના ધણી હતા, છતાં કર્મ થકી ભુજંગનો અવતાર મળ્યો. કર્મ થકી અચૂકારી વેચાઈ તેમ જ તેનાં અંગો છેદાયાં. રાણી મૃગાવતીને ગરુડ પંખી આકાશ માર્ગે લઈ ગયો તો વળી કર્મ થકી ચંદન બાળા બીજાનાં ઘરમાં દાસી તરીકે વેચાઈ. ચક્રવર્તી સુભૂમ રાજાને કર્મની ગતિથી સાતમી નરકમાં જવું પડ્યું. તેવી જ રીતે બ્રહ્મદત્ત ચક્રવર્તી રાજાએ આંખો ગુમાવીને કર્મ થકી અંધાપો મેળવ્યો. જ્યારે હંસી ઝવેરાત ગળી ગઈ ત્યારે વિક્રમરાજા દુ:ખ પામ્યા. વળી દ્રૌપદી જેવી સતીને પણ કર્મના સંજોગે પાંચ ભરથાર મળ્યા. કર્મની ગતિ કેવી વિચિત્ર છે કે કબીરદત્તે બહેન સાથે લગ્ન કર્યા અને સગી માતા સાથે ભોગ ભોગવ્યા. કર્મના સંજોગે જ દશરથ રાજાને રામનો વિયોગ મળ્યો. આમ નર-નારી તેમ જ દેવો સહુ કોઈ કર્મ થકી જ સુખ દુઃખ ભોગવે છે. કર્મ સિવાય બીજો કોઈ વળી એની જગ્યાએ દેખાતો નથી. માટે જેણે બધાં જ કર્મો ખપાવી દીધાં છે, તે જગમાં મોટા દેવ છે. જે સ્ત્રીનો સંગ કરે છે એવા કુદેવની શું સેવા કરવી? દૂહા || દેવ અસ્તુ પણી પરિહરો, ગુરૂ મુંકો ગુણહીણ / ત્રવધિ એ પણિ ઠંડીઇ, જિમ મુનીવર સિર વીણ //૪ // સઈવ શાસી બંભણા, ભટ પંડીતની જોક્ય / સ્ત્રી ધનથી નહી વેગલા, એ જગિ મોટી ખોડ૨ //૫ // ઊગ્યા વિન અને વાવરઇ, અસત હોઇ તવ ખાય / પાંચઈ અંદ્રી મોકલાં, દિન આરંભિ જાય //૬ // લોહશલાનિં વલગતા, નવિ તરીઇ નીરધાર / જસ કરી લાંગાં તુંબડું તે પામ્યા ભવપાર //૭ //. મીથ્યા ધર્મ ન કિજીઈ મિથ્યા મતિ મમ રાખ્ય | મીથ્યા ધર્મ કરતડાં, જીવ ભમઈ ભવ લાખ્ય //૮ // કડી નંબર ૪થી ૮માં કવિ કગુરુનો ત્યાગ કરીને સદ્ગુરુને અપનાવવાનું અને મિથ્યાધર્મને ત્યાગવાનું કહે છે. આવા કુદેવપણાને છોડો, તેમ જ ગુણ વિનાનાં ગુરુને પણ મૂકો. જેમ મુનિવર વચન માથે ચડાવે છે તેમ મન, વચન અને કાયાથી ત્રણે પ્રકારે છોડવાં. જગતમાં શૈવ, સંન્યાસી, બ્રાહ્મણ, ભટ્ટ અને પંડિતોની જોડી ઘણી છે પરંતુ તેઓ સર્વે સ્ત્રીરૂપી ધનથી વેગળા નથી, એ જ મોટી ખોડ છે. સૂર્યોદય થયા વિના તેઓ ભોજન આરોગે છે અને સૂર્યાસ્ત થયા પછી પણ ખાય છે, પાંચે ઈન્દ્રિયોને મોકળી રાખે છે. આમ તેમનો દિવસ આરંભ-સમારંભમાં જાય છે. કવિ આગળ કહે છે કે, જેમ Page #125 -------------------------------------------------------------------------- ________________ લોહશિલાને વળગવાથી નિશ્ચયથી તરાય નહિ પરંતુ જે તુંબડાને પકડે છે તે સમુદ્રરૂપી ભવપાર કરી શકે છે. માટે મિથ્યાધર્મ કરવો નહિ, તેમ જ મિથ્યામતિ પણ રાખવી નહિ. મિથ્યા ધર્મ કરવાથી આત્મા ચોર્યાશી લાખ ફેરામાં ભમે છે. ઢાલ || ૨૧ | ચોપાઈ . કુડો ધર્મ મમ કયુ કોય, કુડો કીધિ ટુ ફલ ય / પાંચ મીથ્યાત પરર્યું સહી, સમકત સુધું રહઈયુ ગ્રહી //૯ // અભીગ્રહીતા પહઈલ મીથ્યાત, અનભીગ્રહીતા જગ વીખ્યાત / અભીનવેસ ત્રીજુ પણિ જગ્ય, સંસઈક ચોથું મનિ તુ મણિ //10/ અણાભોગ કહિઈ પાંચમું, મીથ્યા ટાલી જિનવર નમું / ભવઅર્ણ હા જિન નવી ભમ્, સીવમંદિર હાં રેગિં રમું //૧૧ // યાર વલી ટાલું મીથ્યાત, તેહનો તુઝ ભાડું અવદાત | તે તું શ્રવણે સૂણજે વાત, જિમ નાહાસઈ પૂર્વનાં પાંત /૧૨ // લોકીક ગુરૂ નિં લોકીક દેવ, માંની નિં નવ્ય કીજઈ સેવર / શ્રીદેવ ગુરૂ લોકોતર કહીઇ, માંની ઈછી તીહા નવિ જઈઇ //૧૩ // એ ચ્યારે મીથ્યાત જ હોય, મીથ્યાધર્મ મ કરયુ કોય | મીથ્યાધર્મ કરતાં વલી, પૂણ્ય સકલ જાઈ પરજલી //૧૪ // ગલીઈ ધોય જિમ કાગડો, કિમ ઊજલ હોસઈ બાપડો | તિમ જિઉ મીથ્યા કરતો ધર્મ કહઈ કિમ ધોસઈ આઠઈ કર્મ /૧૫// મીથ્યાધર્મ કરઈ જે જાણ્ય, તે નર ભમસઈ ચ્યારે ખાપ્ય / મીથ્યાધર્મ તુ સ્વાહા નિં કરઇ, જઈને ધર્મ વિન કો નવિ તરઈ //૧૬ // ઢાલ - ૨૧ કડી નંબર ૯થી ૧૬માં કવિએ મિથ્યાત્વના ભેદનું તેમ જ તેને આરાધવાથી ભવભ્રમણ થાય તે દર્શાવ્યું છે. મિથ્યાત્વના ભેદનું વર્ણન કરતાં કહે છે કે, ખોટો ધર્મ (કુધર્મ) કરવાથી એનું ફળ મળતું નથી માટે કોઈ ખોટો ધર્મ (કુધર્મ) કરશો નહિ. પાંચ પ્રકારના મિથ્યાત્વનો સાચી રીતે ત્યાગ કરીને, શુદ્ધ સમકિતને ગ્રહણ કરી રહેવું. ‘અભિગ્રહિતા' અર્થાત્ પોતાના મતને જ સાચો માનવો પહેલું મિથ્યાત્વ છે, “અનભિગ્રહિતા' અર્થાત્ બધા દેવગુરુને માનવા બીજું મિથ્યાત્વ જગ વિખ્યાત છે. અભિનિવેષ' અર્થાત્ પોતાનો મત ખોટો જાણવા છતાં છોડવો નહિ એ ત્રીજું મિથ્યાત્વ છે. સાંશયિક' અર્થાત્ સત્યધર્મમાં શંકાશીલ રહેવું એ ચોથું મિથ્યાત્વ મનમાં તું જાણ. “અણાભોગ' અર્થાત્ જેમાં બિલકુલ જાણપણું નથી તેને પાંચમું મિથ્યાત્વ કહેવું. આ પાંચ મિથ્યાત્વ છોડીને - ૧૦૪ Page #126 -------------------------------------------------------------------------- ________________ જિનવર ભગવંતને વંદન કરવાથી ભવસાગરમાં ભમવાનું ટળી જાય છે અને શિવમંદિરમાં આનંદથી રહેવાય. અર્થાત્ મોક્ષગતિ પ્રાપ્ત થાય. બીજા ચાર મિથ્યાત્વનું વર્ણન કરતાં કહે છે કે, વળી બીજા ચાર મિથ્યાત્વ ટાળવા. તેનો વૃત્તાંત તને કહું છું તે તું ધ્યાનપૂર્વક સાંભળજે કે જેનાથી પૂર્વે કરેલાં પાપો નાશ પામે છે. જેમ કે લૌકિક ગુરુ અને લૌકિક દેવ, તેમને સ્વીકારીને તેમની સેવા-પૂજા કરવી નહિ. તેમ જ લોકોત્તર શ્રીદેવ અને ગુરુ વગેરે જે કહ્યાં છે, તેમને માનીને ત્યાં વંદન, દર્શન કરવા આદિ જવું નહિ. આ ચાર મિથ્યાત્વ જ હોય માટે આવો મિથ્યાધર્મ કોઈ કરવો નહિ. વળી મિથ્યાધર્મ કરવાથી બધાં જ પુણ્યનો નાશ થાય છે. અહીં કવિ દષ્ટાંત આપતાં કહે છે કે, જેમ કાગડાને ગળી વડે ધોવા છતાં બીચારો ઉજળો કેમ થશે? તેમ આત્માના મિથ્યાધર્મ કરતાં આઠ કર્મ કેવી રીતે ધોવાશે. જે જાણીને મિથ્યા ધર્મ કરે છે તે નર ચારે ગતિમાં ભમે છે. માટે તું શા માટે મિથ્યાધર્મ કરે છે? જૈનધર્મ વગર કોઈ તરી શકશે નહિ. તરઈ નહી નર જાણજે, કરતો મીથ્યા ધર્મ | તોહ આગાર જ મોકલા, સૂણજે તેહનો મર્મ /૧૭ // કડી નંબર ૧૭માં કવિ મિથ્યાધર્મ કરનાર તરી શકે નહિ. તેમ જ આગારનો મર્મ સમજાવે છે. જે મિથ્યા ધર્મ કરે છે, તે આ સંસાર રૂપી સમુદ્રને તરી શકતાં નથી. કારણ કે ત્યાં વધુ પડતી છુટ છાટ હોય છે. તેનો મર્મ સાંભળજે. ઢાલા ૨૨ || ચોપાઈ છઈ છીડીની જઈણા કહું, રાયાભીઓગણું પણિ લહુ / ગુણાભિઓગણું આગાર, બલાભોગેણુ તે સાર //૧૮ // દેવીઆભીઓગણું જેહ, ગુરૂનીગિહેણું કહીઈ તેહ / વતીકંતા છઠી તે સાર, ચ્યાર વલી કહીઈ આગાર //૧૯ // અનથણાભોગેણું માન્ય, સહસાગારેણું ટૂર્ણિ કાન્ય / મોહોતરાગારેણું દાખીઇ, વતીઆગારેણું ભાખીઇ //ર0 //. એ ચ્યારઈ ભાખ્યા આગાર, શાસ્ત્રમાહિ છઈ ઘણો વિચાર / સમઝઈ તે નર પંડીત કહ્યું, નવિ સમઝઈ તે મુરિખ લધુ //ર૧ // ઢાલ – ૨૨ કડી નંબર ૧૮ થી ૨૧માં કવિએ શાસ્ત્ર સિદ્ધાંત પ્રમાણે જ છીંડીનું તેમ જ ચાર આગારનું વર્ણન દર્શાવ્યું છે. છ છીંડી તેમ જ ચાર આગારનું સ્વરૂપ સમજાવતાં કહે છે કે, છ છીંડીની જ્યણા બતાવી છે. પ્રથમ છીંડી “રાયાભિઓગેણં' કહી છે અર્થાત્ રાજાના હુકમથી. બીજી છીંડી ‘ગણાભિઓગેણં' અર્થાત્ કુટુંબ, જ્ઞાતિ અને સમાજને કારણે બતાવી છે. ત્રીજી છીંડી બલાભિઓગેણં' અર્થાત્ બલાત્કારના વિપતિત્તકાળના કારણે અથવા શક્તિ કે સત્તાથી બળવંતના ભયથી છે. તેનો સાર પણ Page #127 -------------------------------------------------------------------------- ________________ જાણવો. ચોથી છીંડી દેવીઆલિઓગણ' અર્થાત્ દેવપ્રકોપથી બતાવી છે. વળી પાંચમી છડી ગુરુનિગીહેણું' અર્થાત્ માતા પિતા અને ગુર્નાદિકને સંકટમાંથી મુક્ત કરવાના કારણે કહી છે. તેમજ છઠ્ઠી છીંડી ‘વિત્તિકંતારેણં' અર્થાત્ વિષમ અટવી ઉલંઘવાના કારણે અથવા દુર્ભિક્ષના કારણે બતાવી છે. આમ છ છીંડીનો સાર સમજવો. વ્રત પચ્ચખાણ પાળવા માટે બીજા ચાર આગારની છૂટ આપવામાં આવી છે. તમે કાનથી એક ચિત્તે સાંભળો જેમ કે “અન્નત્થણાભોગેણં' અર્થાત્ આગાર સિવાય પ્રત્યાખ્યાનનું વિસ્મરણ થવું, બીજો આગાર ‘સહસાગારેણં' અર્થાત્ અકસ્માત સ્વયં મુખમાં આવી પડે, ત્રીજો આગાર મહત્તરાગારેણ' અર્થાત્ મોટી નિર્જરા હેતુભૂત છે અને ચોથો આગાર ‘વત્તિયાગારેણં' અર્થાત્ તીવ્ર વેદનામાં ઔષધાદિ માટે બતાવ્યો છે. આમ ચાર આગાર બતાવ્યા છે કે જેનો શાસ્ત્રમાં ઘણો મર્મ સમજાવ્યો છે. જે સમજે છે તે નર પંડિત કહેવાય અને જે નથી સમજતો તે મૂર્ખ કહેવાય. કવીત || પ્રથમ મુરિખ મંડી દોય વચી મથો ધલઈ મુરિખ સોય પરમાણ, પંથિ એકલો ચલઈ | મુરિખ માને સોય, વણ હવકાર્યું બોલઈ મુરિખે માહિ મુઢ એબ આપણી ખોલર // મુરિખ મંડણ માંનીઇ ઉધઈ કુપિ કંઠ ઊભો રહી / કવી ઋષભ એણિ પરિ ઊચરઈ અકલ એતાની ગઇ //રર // કવિત્ત કડી નંબર ૨૨માં વિનોદાત્મક શૈલીમાં કવિએ ‘મૂર્ખનાં લક્ષણો બતાવ્યાં છે. છપ્પય' છંદ કવિને કેવો સિદ્ધ હશે તે આ કવિત્ત વાંચતાં સમજી શકાય છે. મૂર્ખના લક્ષણ બતાવતાં કહે છે કે, પહેલો મૂર્ખ શોભે કે જે બે જણની વચ્ચમાં માથું મારે છે. મૂર્ખ પ્રમાણ છે કે જે વિકટ રસ્તામાં એકલો ચાલે. બોલાવ્યા વિના જે બોલે તેને પણ લોકો મૂર્ખ માને છે. જે આપણી કુટેવ બતાવે છે તે મૂર્ખમાં મૂઢ ગણાય. જે કૂવા કાંઠે ઊભો રહીને ઊંઘે છે તેને મહામૂર્ખ માનવો. અંતે કવિ ઋષભદાસ એમ કહે છે કે, આ બધાની અક્કલ જતી રહી છે. , દૂહા || અકલ ભલી જગિ તેહની, કરતા પૂણ્ય વીચાર | નીત્ય કર્ણા નીશચઈ કરઈ ઊતમનો આચાર //ર૩ // કડી નંબર ૨૩માં કવિએ જે પુણ્યનો વિચાર કરે તેની અક્કલ સારી છે તેમ જ નિત્યકરણી કરે તે ઉત્તમ આચારવાળો કહેવાય એમ કહે છે. જગમાં તેની બુદ્ધિ સારી છે કે જે પુણ્યનો વિચાર કરે છે તેમ જ નિશ્ચયથી નિત્ય કરણી કરે તેનો આચાર ઉત્તમ કહેવાય. ઢાલ ૨૩ || ચોપઈ | પ્રહિ ઊઠી પડીકમણું કરઈ અરીહંત નામ રીદઇચ્છા ધરઈ / છઇ આવશગ નીત્ય સહી સાચવઈ, પ્રેમ કરી જિનશાસન સ્તવઇ //ર૪ // = +૧૦૬ { – Page #128 -------------------------------------------------------------------------- ________________ સાંમાઈક નિં જે વાંદણું, દિઈ પાતિગ ધોઈઈ આપણું / કાઓચ્છર્ગ ચોવીસથો જેહ, પડીકમણું પછખાંણહ તેહ //ર ૫ // એ ટુ આવશગ કેરાં નામ, મન સૃદ્ધિ કીજઈ અભીરામ / તો ઘટ આતમ નીરમલ થાય, પૂર્વ પાપ તે સઘલાં જય //ર૬ // દિન પરતિ સહી દો પચખાંણ, નોકારસી જવોજીવ પ્રમાણ / સંઝયા સમઈ કરવો ચોવિહાર, નીશા શમઈ નવી લેવો આહાર //ર૭ // રાત્રી ભોજન કિહા નવિ કહ્યું, વેદ-પુરાણિ કિહા નવી લહ્યું / આગમ ગીતા જયુ જઈ નીશ ભોજન તિહા વાયુ સહી //ર૮ // માહારકંડ રષ્ય મુખ્યથી સુવ્યું, રાંતિ જલ પીવું અવગુચ્ચું / રાતિઆ યુધ કિહા નવી હોય, નીશા શમઈ નવિ નાહઈ કોય //ર૯// દેવપૂજ રાંતિ પણિ નહી, દાન પૂણ્ય પણિ વાયુ તણી / સૂર્ય સાખ્ય વિનાં નહી પૂણ્ય, મન વ્યહણી જિમ કયરી સુન્ય //૩૦ // નીશા શમઈ જિમ એ નવી ભજે, તિમ ભોજન જાણીનિં તો / ઊગ્યામાંહાં ભોજન એક વાર, ગ્રાહી ધર્મનો એ આચાર //૩૧ // રાજવઈદ મુખ્ય એહેવું કહઈ, નીશભોજનથી બહુ દૂખ લહઈ / ઊદરિં કીડી જે પણિ જાય, આ ભવ પરભવ મૂખ થાય //૩ર // ઊદરિં જ એ તણો સંયોગ, તો જલંધર વાધઈ રોગ / કરોલિઆથી વલી કોઢી થાય, વઈદક શાહાસત્રિ એ કહઇવાય //૩૩// માખી વિમન કરાવઈ નહિ, પરવેદન ઊપજાવઈ પેટ / તે માટે તું આપ વિચાર્ય, સાત ઠામિ જલ પીવું વાર્ય //૩૪ // નર્ણઈ કોઠઈ નીર ન પીઇ, સિર નાહી મુખ્ય જલ નવિ દીઇ / ભોજન અંતિ નીર નીવાર્ય, નીશા શમઈ જલ પીવું વાદ્ય //૩૫// ભોગ ભજી જલ પીવું નહિ, ઊભા રહી નવી બોલ્યુ કહી / અર્ણભોમિ જઈ જલ પીઠ, અંગિ રોગ ઘણા તે લીઇ //૩૬ // રાતિં જલ પીધિં બઈ દોષ, એક રોગી નિં પાતીગ પોખ / અનેક દોષ દીસઈ વલી યાંહિ, પડઇ પતંગી દીવામાંહિ //૩૭ // અનેક જીવની હંશા થાય, નીશ ભોજન પાતિગ કહેવાય / અંત ન દીસઈ દ્રષ્ટિ કોય, જીવ ભખતાં પાતિગ હોય //૩૮ // Page #129 -------------------------------------------------------------------------- ________________ તે માટઇ કરવો ચોવીહાર, અગડ આખડી તે જગી સાર / અવરતી નવિ રહઈ કદા, જિનવર ભગતિ કરી જઈ સદા //૩૯ // શ્રી જિનપ્રતિમા આગલિ રહી, દિન પર્તિ નીત્ય જોહારો સહી | ચઈત વંદણ તે હરખિ કરો, પ્રમાદ પહઇલો તી પરહિરો //૪0 // સાથે ચારેત્રીઓ વાંદો સદા, વાંધા વ્યણિ નવિ રહઈ કદા | ગુણ સતાવિસ જેહનિ પાશ, તે મુનીવર વંદો ઓહોલાશ //૪૧ // નિત સુણી ગુરૂનું વાખ્યાન, ભોજનવેલા દીજઇ દાન / પુષ્યતણિ નિત્ય કણી કરો, દુર્ગતિ પડતા જીવ ઊધરો //૪ર // નવપદ આદિ દેઈ સઝાય, પૂણ્ય કરતાં સુખીઓ થાય / શ્રીદેવગુરૂના જે ગુણ ગાય, તે નર વઈહઈલો મુગતિ જાય //૪૩ // સતરભેદ પૂજા કીજીઈ, જનમ તણો લાહો લીજીઈ | સનાથ સ્વામી આગલિ કરો, કૃપણપણું તે સહી પરીહરો //૪૪ // નાગકેત જિમ પૂજા કરી, કેવલ કમલા સ્ત્રી તેણઈ વરી / ભવ સમુદ્રથી જીવ દ્વરી, તે નર વસીઓ જિહાં સિદ્ધપુરી //૪૫// ધ્યક્ત ધુપ આખે તે આમ્ય, કેસર ચંદન અગર સુજાણ્ય / વાલાકુચી વસ્ત્ર નીવેદ, જિનવર આગલિ ભાવનભેદ //૪૬ // જાન લખાવો ત્યાંની કઈ વાન થકી જિનશાસન રહ) / જાન થકી બુઝઈ નર નાર્ય, ત્યાંન વડુ એણઈ સંસા //૪૭ // પૂસતગ દીપક સરીખાં હોય, એહ થકી અજુઆલું હોય તે સકલ વસ્ત દેખાડી દીઈ વિષ છડી નર અમૃત પીઇ //૪૮ // તે માટિ એ પુસ્તક સાર, પંચમ આરઈ એ આધાર / ભણઈ ગુણઈ લખાવ જેહ, અનંત સુખ નર પામિં તેહ //૪૯ // જીવ બંધનથી મુકાવીઇ, તો શંકટ હી નવિ આવીઇ / ભુખ્યાનિ ભોજન દીજીઈ, અનુકંપા સહુ પરિ કીજઇ //૫૦ // સકલ જીવ પરિ હિત ચીતવો, દૂર્ગતિ પડતો નર બુઝવો / કામ ક્રોધ મોહ માયા તો, મુકો માંન જિનશાસન ભજે //૫૧ // Page #130 -------------------------------------------------------------------------- ________________ સાતિ ક્ષેત્ર પોષી જઈ સહી, જિનમંદીર જિનપ્રતિમા કહી | પૂસતગ ન્યાન લખાવો જાણ, અરીહંત દેવની માંનો આંણ પર|| સાધ સાધવી શ્રાવક જેહ, શ્રાવિ ભગતિ કરી જઈ તેહ | અહીં ખરચ્યા તે ધન આપણાં ।।૫૩૪/ સાતઇ ક્ષેત્ર એ સોહામણાં, સંચિ તે નર દૂખીઓ થાય, ખરચ્યુ તે ધન કેહિં જાય । યરપીનિ મન્ય એ ન સોહાય, વચન રૂપીઆ વાજઇ ધાય ||૫૪|| ભૂમિ રહ્યાં ઘન વણસી જાય, પરધરિ મુક્યા પરનાં થાય । હરઈ ચોર નિં રાજા લીઈ, વસવાનર પરજાલી દીઈ ।।૫૫ || ધન હારઈ નર બહુ વટઈ, પૂણ્ય વિનાં વ્યાપારિ ઘટઈ । જલિ બુડઈ કુવસ્યને જાય, પૂણ્ય કાજિ વિમાસણ થાય ||૫૬ // ઢાલ ૨૩ કડી નંબર ૨૪થી ૫૬માં કવિએ સમકિત પ્રાપ્ત કરનાર શ્રાવકની નિત્ય કરણીનું વિસ્તૃત વર્ણન કર્યું છે. છ આવશ્યક્તાં નામ બાદ રાત્રિભોજન ત્યજવા અંગે વેદ, પુરાણ, આગમ, ગીતા વગેરેનો ઉલ્લેખ કર્યો છે, તેમ જ રાત્રિભોજનથી થતાં દોષો અને રોગો વિષે સમજાવ્યું છે, તેમ જ પ્રસંગોપાત સાત વખત ક્યારે/ક્યાં પાણી ન પીવું તેની સરસ શીખ આપી છે. ત્યાર બાદ જિનપૂજા આદિ કૃત્યો કરવાં, તેમ જ જ્ઞાન અંગે પુસ્તક લખાવવાં વગેરેનું વિવરણ કર્યું છે. કવિ શ્રાવકની નિત્ય કરણીનું વિસ્તૃત વર્ણન કરતાં કહે છે કે, સાચો શ્રાવક સવારે ઊઠીને પ્રથમ અરિહંતનું ધ્યાન ધરીને પ્રતિક્રમણ કરે છે. દરરોજ તેનાં છએ આવશ્યક હંમેશાં સારી રીતે સાચવે છે અને પ્રેમથી જિનશાસનની સ્તુતિ કરે છે. સામાયિક, ચોવિસંથો, વંદણા, પ્રતિક્રમણ, કાઉસગ્ગ અને પચ્ચક્ખાણ, આ છ આવશ્યકનાં નામ છે. પ્રતિક્રમણ આનંદપૂર્વક શુદ્ધ મને કરવું, કે જેથી અંતરાત્મા નિર્મળ થાય, પૂર્વે કરેલાં બધાં પાપો નાશ પામે છે, આમ આપણું પાપ ધોઈ આપે છે. વળી પ્રત્યેક દિવસે બે પચ્ચક્ખાણ જરૂર કરવા જોઈએ. એક તો નોકારસી જીવન પર્યંત અને બીજો સંધ્યા સમયે ચૌવિહાર કરવો. એટલે રાત્રિના સમયે આહારનો ત્યાગ કરવો તેમ જ પાણી પણ પીવું નહિ. રાત્રિભોજન ત્યાગનો મહિમા બતાવતાં અન્ય ધર્મના ગ્રંથોનો ઉલ્લેખ કરતાં કહે છે કે, રાત્રિભોજન ક્યાંય પણ બતાવ્યું નથી. વેદ, પુરાણ, આગમ અને ગીતામાં પણ રાત્રિભોજનનો ત્યાગ બતાવ્યો છે. તેવી જ રીતે માર્કન્ડેય ઋષિના મુખથી સાંભળ્યું છે કે રાત્રિ સમયે પાણી પણ પીવું નહિ. રાત્રિના સમયે ક્યાંય પણ યુદ્ધ થતાં નથી. રાત્રિ સમયે કોઈ નહાતું પણ નથી. દેવ પૂજા તેમ જ દાન-પુણ્ય પણ રાત્રિ સમયે બતાવ્યાં નથી, જેમ મન વગરની ક્રિયા શૂન્ય કહેવાય તેમ સૂરજની શાખ વિના પુણ્યનું ફળ નહિ માટે રાત્રિ સમયે જેમ ભગવાનને ન ભજાય, એવું જાણીને રાત્રિ સમયે ભોજનનો ત્યાગ કરવો. સૂરજ ઉગ્યા પછી એકવાર ભોજન ગ્રહણ કરવું એ ગૃહસ્થી ધર્મનો આચાર છે. ૧૦૯ ૨ > Page #131 -------------------------------------------------------------------------- ________________ વૈદિક શાસ્ત્ર પ્રમાણે રાજ વૈદ પણ પોતાના મુખથી એમ કહે છે કે, રાત્રિભોજન કરવાથી બહુ દુઃખ મળે છે ભોજનમાં જે ઉંદર અને કીડી જતી રહે તો આ ભવમાં અને પરભવમાં મૂર્ખ થવાય. ભોજનમાં ઉંદર અને જૂ નો સંયોગ થાય તો જલંધર નામનો રોગ વધે છે. તેવી જ રીતે કરોળિયાથી કોઢ નીકળે છે. વળી ભોજનમાં માખી જવાથી ઊલટી થાય. તેમ જ પેટમાં તીવ્ર વેદના ઊપડે. માટે તે પોતે જ વિચાર. તેવી જ રીતે કવિએ સાત વખત પ્રસંગોપાત ક્યારે/ક્યાં પાણી ન પીવું તેની સરસ શીખ આપી છે. જેમ કે અવાવરી કોઠીનું પાણી પીવું નહિ, માથે સ્નાન કર્યા પછી (માથાબોળ સ્નાન) મોઢામાં પાણી નાખવું નહિ, ભોજનના અંતમાં પાણી પીવું નહિ તેમ જ રાત્રિ સમયે પણ પાણી પીવાની ના કહી છે. ભોગ ભોગવીને પછી પાણી પીવું નહિ, તેમ જ ઊભા ઊભા પાણી પીવાનું ક્યાંય કીધું નથી. વળી અરણ્ય ભૂમિમાં જઈને તેનું પાણી પીવું નહિ. આવી રીતે પાણી પીવાથી શરીરે ઘણા રોગો ઉત્પન્ન થાય. રાતે પાણી પીવાથી બહુ દોષ લાગે. એક તો રોગી થવાય અને બીજુ પાપને પોષાય. વળી અનેક દોષ દેખાય છે જેમ કે પતંગિયા દીવામાં પડે છે, અનેક જીવની હિંસા થાય છે. રાત્રે ઝીણાં જીવજંતુ દેખાતાં નથી માટે આવા જીવનું ભક્ષણ થતાં પાપ લાગે છે. આમ રાત્રિભોજન પાપ કહેવાય. તે માટે ચૌવિહાર કરવો. જગમાં નિયમ, આખડીનો તે સાર છે. ક્યારે પણ અવરતિ રહેવું નહિ. તેમ જ નિત્ય જિનભગવંતની ભક્તિ કરવી. દિવસ ઊગતાં સાથે નિત્ય શ્રી જિનપ્રતિમા આગળ જઈને નમસ્કાર ક્રો, તેમ જ ભાવથી ચૈત્યવંદન કરો. આમ પહેલાં પ્રમાદને ત્યજવો. સાધુ-ચારિત્રને સદા વંદન કરો, તેમનાં વંદન-દર્શન કર્યા વગર ક્યારેય રહેવું નહિ. જેમની પાસે સત્તાવીસ ગુણો છે એવા મુનિવરને આનંદથી વંદો. તેમ જ નિત્ય ગુરુનું વ્યાખ્યાન સાંભળવું. ભોજન કરતી વખતે સુપાત્ર દાન આપવું. નિત્ય આવી પુણ્યની કરણી કરો કે જેથી આત્માને દુર્ગતિમાં પડતાં બચાવી શકાય. જે નવપદ આદિની સક્ઝાય બોલે છે તે પુણ્ય મેળવીને સુખી થાય છે. આમ જે શ્રી દેવગુરુના ગુણ ગાય છે તે નર વહેલો મોક્ષમાં જાય છે. મનુષ્ય ભવમાં સનાથ સ્વામી એવા જિનભગવંત આગળ કંજૂસપણું મૂકીને સત્તર પ્રકારની પૂજા કરી લહાવો લેવો. કવિ અહીં ‘નાગકેતૂનું દષ્ટાંત આપતાં કહે છે કે, “જેમ નાગકેતૂએ પૂજા કરી હતી અને કેવળજ્ઞાન રૂપી કમળા સ્ત્રીને મેળવી અને ભવરૂપી સમુદ્રથી આત્માને બચાવી સિદ્ધપુરીમાં જઈને વસ્યા. જિનપૂજાનું વર્ણન કરતાં કવિ કહે છે કે, ઘી, ધૂપ, અક્ષત લેવાં, સાથે કેસર, ચંદન, અગર પણ સારા લેવા. વળી વાલાકુંચી વસ્ત્ર અને નિવેદ્ય હોય પરંતુ જિનભગવંત આગળ શુદ્ધ ભાવથી પૂજા કરવી. આગળ કવિ શ્રુત જ્ઞાનનો મહિમા બતાવતાં કહે છે કે, જ્ઞાનનાં પુસ્તક લખાવો એવું જ્ઞાનીઓ કહે છે. કારણ કે જ્ઞાન થકી જ જિનશાસન રહેશે. જ્ઞાન થકી જ સહુ નરનારી બોધ પામશે માટે જ આ સંસારમાં જ્ઞાન સૌથી મોટું છે. પુસ્તક અને દીપક એ બન્ને સરખા ગણાય. કારણ કે એના થકી જ અજવાળું થાય છે, એ બધી જ વસ્તુનું જ્ઞાન આપે છે. તેથી જ મનુષ્ય વિષ છોડીને અમૃત પીએ છે. માટે જ આ પાંચમા આરામાં પુસ્તક આધારરૂપ છે, સારરૂપ છે. જે જ્ઞાન દાન આપે Page #132 -------------------------------------------------------------------------- ________________ છે તેનો અભ્યાસ કરે છે. તેમ જ પુસ્તકરૂપી જ્ઞાન લખાવે છે તે નર અનંતસુખ પામે છે. આગળ કહે છે કે જે જીવને બંધનમાંથી છોડાવે છે, ભૂખ્યાને ભોજન આપે છે, સહુ જીવો - ) ” દ:ખી થતો નથી. તેમ જ બધા જીવ પ્રત્યે હિત ચિંતવે છે, તે નર દુર્ગતિમાંથી બચી જાય છે. જો કે માન અને માયાને તજો તેમ જ અભિમાન મૂકીને જિનશાસનને ભજે. કવિ અહીં સાત ક્ષેત્રે ધન વાપરવાનું સૂચન કરે છે. તેવા પ્રસંગે ધન સંચય કરી કૃપણ થવાને બદલે દાન આપવાનો આગ્રહ કરતાં કવિ દાનનો મહિમા અને કૃપણતાની લઘુતા પણ વર્ણવે છે. જેમ કે, સાત ક્ષેત્ર સારી રીતે પોષવા કે જે જિનમંદિર અને જિનપ્રતિમા કહી છે. પુસ્તકરૂપી જ્ઞાન લખાવવું જાણ. આ અરિહંતદેવની આજ્ઞા માનવી તેમ જ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાની ભક્તિ કરવી. આ સાતેય ક્ષેત્ર સોહામણાં છે અહીં ખર્ચેલું ધન આપણું થાય. જે ધનનો સંગ્રહ કરે છે તે નર દુઃખી થાય છે જેણે ધનને વાપર્યું છે, તે તેની પાછળ જાય છે. પરંતુ કંજૂસના મનમાં એ ગમતું નથી. એનાં વચન અને રૂપિયા નકામાં જાય છે. વળી ભૂમિમાં રહેલું ધન નકામું થઈ જાય છે. બીજાનાં ઘરે મૂકેલાં બીજાનાં થાય, ચોર પણ ચોરીને લઈ જાય, તો રાજા પણ લઈ લે, અગ્નિ પણ તેને બાળી નાખે. તેમ જ ધન હારી જવાથી નર બમણું જુગાર રમે, પુણ્ય વિના વ્યાપાર પણ ઓછાં થાય, વળી પાણીમાં પણ ડૂબી જાય, ખરાબ વ્યસનો થકી પણ ધનનો નાશ થાય પરંતુ કંજૂસને પુણ્ય માટે ધન વાપરતાં વિચાર થાય છે. દૂહા . ક્યરપી તો ઘન સચીઈ એ કલિ મર્ણ ન હોય ! વ્યખ્યમી બાંધી પોટલે, સચ્ચે ન પોહોતા કોય //૫૭ // ક્યરપી કહઈ કવી સંભલો, તો દીથિં સ્યુ થાય / દાતા આપઈ અતીઘણું, તે ધન કેડ્ય ન જાય //૫૮ // દાન સુપત જેણઈ દીઓ, કીઓ સુ પરઉપકાર / તે સાથિ ઘન પોટલાં, સાથિ ગયા નીરધાર //પ૯ // વ્યખ્યમી મંદિરમાહાં છતાં, માગણ ગયા નીરાસ / તેહની જનુની ભારિ મુઈઊદરી વધુ દસ માસ //૬૦ // કડી નંબર ૫૦થી ૬૦માં કવિએ કૃપણની લઘુતા સંવાદી શૈલીમાં દર્શાવી છે. કવિ કહે છે કે, કૃપણ ધનનો સંચય એમ સમજીને કરે છે કે તે કોઈ કાળે મરણ નહિ પામે, પરંતુ લક્ષ્મીની પોટલી બાંધીને કોઈ સ્વર્ગે પહોંચ્યાં નથી. ત્યારે કૃપણ કહે છે કે સાંભળો, દાન આપવાથી શું થાય? દાતા તો ઘણું દાન આપે છે પરંતુ તે ધન તેની પાછળ જતું નથી. તેનો જવાબ આપતા કહે છે કે, જેણે સુપાત્ર દાન આપ્યું છે અને પરોપકાર કર્યો છે તેની Page #133 -------------------------------------------------------------------------- ________________ સાથે ચોક્કસ ધનનાં પોટલાં જાય છે. પરન્તુ જેનાં ઘરમાં લક્ષ્મી છે, છતાં માગણ નિરાશ થઈને પાછાં ફરે છે ત્યારે તેની માતા કે જેણે દશ માસ સુધી પોતાના પેટમાં જેને પોષ્યો છે એવાં પુત્ર થકી શરમની મારી ઝૂકી જાય છે. ગાહા ।। દાનેન લંત કલપદુમા, દાનેન ફલંત સોભાગ | દાનેન ફરત કિર્તિકાંમ્યની, દાનેન હો અંત નીરમલા દીહા ।।૬૧ || ગાથા કડી નંબર ૬૧માં દાનનો મહિમા બતાવ્યો છે. દાન વડે કલ્પવૃક્ષ ફળે છે, ફળે છે. તેમ જ અંતમાં દાનથી જ આ આત્મા નિર્મળ થાય છે. દાનથી સૌભાગ્ય ફળે છે, વળી દાન વડે કીર્તિરૂપી કામિની પણ ઢાલ|| ૨૪ || દેસી. આવિ આવિ ઋષભનો પુત્ર તો // રાગ. ધ્વન્યાસી ।। નિ નવનીય્ પાંમીઇ એ, રાજરીધ્ય સુખભોગ એ દાન વખાણીઈ એ । દાંનિં રૂપ સોહામણુ એ, દાંનિ સકલ સંયોગ ।।૬૨ ।। એ દાન વખાણીઇ એ આંચલી. દાંનિ મહઇલા અતિભલિ એ, દાંનિ બંધવ જોડચ એ / દાંનિં ઊતમ કુલ ભલુ એ, કુટંબતણી કઈ કોય ।।૬૩।। એ દાન દાંનિં ભોજન અતિભલુ એ, સાલિ દાલિ વ્રત ઘોલ / એ. વસ્ત્ર વિવધ્ય વલી ભાતનાં એ, મનવાંછીત તંબોલ ।।૬૪ || એ દાન. દાંનિં રજઈ દેવતા એ, દાંનિં સુરતરૂ બાર્ય | એ. દાંનિં અતિ પૂજા પાંમિઇ એ, દાંન વડુ સંસાર્ય ।।૬૫|| એ દાન. દાંનિં હિવર હાથીઆ એ, સેવઈ સુભટની કોડય। એ. ઓટઇ ઓલગ કઈ કરઇ એ, ઊભા બઇ કર જોડચ ।।૬૬ || એ. દાન ખીર ખાંડ ધ્રત જોય । એ. દાંની વખાણું સંગમો એ, સાલિભદ્ર પણિ ઊપનો એ, નર ભવિ સૂર સૂખ હોય ।।૬૭|| એ દાન. વનમાં મુની પ્રતલાભીઓ એ, સો દાની નહઈસાર । એ. તે નર સંપતિ પામીઓ એ, તીર્થંકર અવતાર ।।૬૮ ।। એ દાની. અભય દાંન સુપાત્રથી એ, નીસઈ મોક્ષ વ ંત / એ. અચ્યુત અનુકંપા કીર્તથી એ, જિન કહઇ ભોગ લહંત ।।૬૯ ।। એ દાન. Page #134 -------------------------------------------------------------------------- ________________ અનંત તીર્થંકર જે હવા એ, તેણઇ મુખ્ય ભાખ્યું દાંન । એ. જેણઈ ધરમેિં દાન વારી એ, તિહા નહી તેજ નઈં વાન ।।૭૦|| એ દાન. ઢાલ – ૨૪ કડી નંબર ૬૨થી ૭૦માં કવિએ દાનનો મહિમા બતાવ્યો છે. દાન થકી જ નવનિધિનું સુખ, રાજ્યરિદ્ધિના સુખભોગ તેમ જ તીર્થંકર ગોત્ર બંધાય. તે આગમિક દૃષ્ટાંતો વડે આલેખ્યું છે. દાનનો મહિમા બતાવતાં કહે છે કે, જે દાન થકી નવ પ્રકારના નિધિનું સુખ પ્રાપ્ત થાય, રાજ્યરિદ્ધિના સુખભોગ મળે, એ દાનને વખાણવું. દાન થકી સુંદર સોહામણું રૂપ મળે, દાન થકી બધા જ સંયોગ પ્રાપ્ત થાય, એ દાનને વખાણવું. વળી દાન થકી અતિ સારી સ્ત્રી મળે, એ દાન થકી અનેક બંધુઓ મળે. તો દાન થકી ઉત્તમ કુળ મળે કે જે મોટા કુટુંબવાળું હોય. તો દાનથી ઘી નાંખેલા દાળ, ચોખા જેવું ઉત્તમ પ્રકારનું ભોજન, વિવિધ પ્રકારનાં વસ્ત્ર અને વિવિધ મનને ગમે એવાં પાન-બીડાં મળે છે. દાનનાં ફળરૂપે દેવતાઓ પણ પ્રસન્ન થાય છે. દાન થકી દ્વારે કલ્પવૃક્ષ પણ મળે છે. આમ દાન થકી જગમાં ઘણી કીર્તિ મળે છે અને લોકો ઘણું સન્માન આપે છે. માટે જ આ સંસારમાં દાન સૌથી મોટું ગણાય છે. એ દાનના મહિમા વડે હાથી, ઘોડા વગેરે પ્રાપ્ત થાય છે અને અસંખ્ય સુભટો સેવા કરે છે. તેમ જ ઓટલાં પર ઉમંગથી બે હાથ જોડી ઊભા રહે છે. અહીં કવિ ‘સંગમ’નું દૃષ્ટાંત આપતાં કહે છે કે, એ દાની સંગમને વખાણું છું કે જેણે ખીર, ખાંડ અને ઘીનું ઉત્કૃષ્ટ ભાવે દાન આપ્યું હતું. તે બીજા ભવમાં શાલિભદ્ર પણે ઉત્પન્ન થયો અને મનુષ્ય ભવમાં દેવતા જેવા સુખ પામ્યો. વળી ‘નયસાર’નું દૃષ્ટાંત આપતાં કહે છે કે, વનમાં મુનિને અન્ન-પાણી આદિ ભિક્ષા વહોરાવી તે દાની ‘નયસાર’ હતો. દાન થકી તેણે ઘણી સંપત્તિ મેળવી તેમ જ તીર્થંકર ગોત્રનું પુણ્ય મેળવ્યું. આમ સુપાત્ર દાન આપવાથી નક્કી મોક્ષ લઈ શકાય છે. તેવી જ રીતે ઘણી અનુકંપા રાખવાથી તેને કીર્તિ અને સુખભોગ મળે છે, એમ જિન ભગવંતો કહે છે. આમ અનંત તીર્થંકર ભગવંતો જે આગળ હતાં તેમનાં મુખે પણ દાનનો મહિમા કહ્યો છે જે ધર્મમાં દાનને નકાર્યું છે તે ધર્મમાં તેજ નથી તેમ જ તે ધર્મનું સન્માન પણ નથી. દૂહા || દાંન સીલ તપ ભાવના, ભેદ ભલા વલી ચ્યાર । સમકીત સ્યુ આરાધીઇ, તો લહીઈ ભવપાર ।।૭૧ || કડી નંબર ૭૧માં કવિએ ધર્મના ચાર ભેદનાં નામ તેમ જ સમક્તિ વડે ભવપાર કરી શકાય તે વાત બતાવી છે. કવિ ટૂંકમાં ધર્મના ચાર ભેદનાં નામ બતાવતાં કહે છે કે, દાન, શીલ, તપ અને ભાવના. આ ચાર વળી ધર્મના ભેદ છે અને શુદ્ધ સમકિતની આરાધના કરીએ તો ભવપાર લઈએ. ઢાલ ।। ૨૫ || ચોપઈ ।। જિમ સમતા વિન તપ તે છાહાર, તીમ સમકીત વિણ ધર્મ અસાર | ધ્યરત વ્યહુણો લાડુ જસ્યુ, વેણિ વ્યનાં શણગાર જ કર્યુ ||૭|| ૧૧૩ Page #135 -------------------------------------------------------------------------- ________________ કાજલ બહુણી આંખ્યું કસી, તુબ વ્યહણી વેણા જસી / પૂરાતન વ્યણ પૂરખ જ જસુ, સમીત વ્યહુણો ધર્મ જ અસ્યુ //૦૩ // જઈનધર્મ નિં સમકીત સાથિ, પોત ભલઈ જિમ નાના ભાતિ / રૂપ ભલું નિં વચન વીસાલ, ગલઈ ગાન નિં હાથે તાલ //૭૪ // કનક કલસ નિ અમૃત ભર્યુ આગઈ શંખ અનિં પાખરૂં / * દૂધ કચોલઈ સાકર પડી, સમકત સુધઈ જે આખડી //૭૫ // એ સમકિતનું એહેવું જોર, જેથી નાવઈ મીથ્યા ચોર / ખાયક શમકીતનો જે ઘણી, તેણઈ દૂરગતિ નારી અવગણી II૭૬ // ખાયક સમીત પાંમઈ તેહ, સાત બોલ ખઈ ઘાલઈ જેહ / ક્રોધ માંન માયા નિં લોભ, પહઇલું એહનો કિજઈ ખોભ //૭૭ // અનંતાનાબંધીઆ એ ચ્યાર, ગણિ બોલનો કહુ વીચાર / સમકીનમોહની પહઇલી કહું, મીથ્યાતમોહની બીજી લહુ /૦૮ // મીષ્ટમોહની જે નર તજઈ, ખ્યાયક સમકીત સો પણિ ભજઈ / સુત્ર સીધાંત તણી એ વાત, સાચા બોલ કહુ એ સાત //૭૯ // વલી સમકતની સુણ જે વાત, મધ્યાધર્મ ન કીજઈ ભ્રાત / અતિ દોહોલિ આવ્યું છઈ એહ સુણજે બોલ કહુ છુ તેહ //૮૦ // ઢાલ - ૨૫ કડી નંબર ૭૦થી ૮૦માં કવિએ સમ્યકત્વની આવશ્યકતા જુદાં જુદાં ઉદાહરણો દ્વારા બતાવી છે, તેમ જ તેનો મહિમા વર્ણવી ક્ષાયિક સમ્યકત્વનું સ્વરૂપ સમજાવ્યું છે. કવિ સમ્યકત્વની આવશ્યકતા જુદાં જુદાં ઉદાહરણો દ્વારા બતાવતાં કહે છે કે, જેમ સમતા વગર તપ નકામો છે તેમ સમકિત વિના ધર્મ અસાર છે. જેમ ઘી વિના જેવાં લાડૂ હોય, વેણી વિના જેવાં શણગાર હોય, કાજળ વગર જેવી આંખડી હોય, તુંબડી વિના જેવી વીણા હોય, પુરુષાતન વિના જેવો પુરુષ હોય, એવો જ સમકિત વિના ધર્મ હોય. જેમ કપડું તેની જુદી જુદી ડિઝાઈનથી (ભાતથી) શોભે, રૂપ સારાં વચનોથી શોભે, ગળાનો સુંદર અવાજ હાથના તાલથી શોભે, તેમ જૈનધર્મ સાથે સમકિત હોય તો વધુ શોભે છે. તેવી જ રીતે જેમ સોનાના કળશમાં અમૃત ભર્યું હોય, શંખની બન્ને બાજુ સાજ-શણગાર હોય, દૂધના કચોળામાં સાકર નાંખી હોય તેમ શુદ્ધ સમકિતની સાથે આખડી-બાધા લીધી હોય તો તેની શોભા વધે છે. કવિ સમકિતનું સ્વરૂપ સમજાવતાં કહે છે કે, આ સમકિતનું એવું બળ છે કે જેનાથી મિથ્યાત્વરૂપી ચોર આવતો નથી અને જે ક્ષાયિક સમકિતનો ધણી છે તેનાથી દુર્ગતિરૂપી નારી દૂર રહે છે. જે સાત બોલનો-પ્રકૃતિનો ક્ષય કરે છે, તે ક્ષાયિક સમ્યકત્ત્વ પ્રાપ્ત કરે છે. ક્રોધ, માન, માયા અને Page #136 -------------------------------------------------------------------------- ________________ લોભનો પ્રથમ ક્ષય કરવો. આ ચાર અનંતાનુબંધી કષાયો છે. ત્રણ બોલનો વિચાર હવે કહું છું. જેમ કે સમકિત મોહનીય પહેલી કહી છે, મિથ્યાત્વ મોહનીય બીજી લો અને ત્રીજી મિશ્ર મોહનીય છે. જે નર આ સાત પ્રકૃતિને ત્યજી દે છે તેનું ક્ષાયિક સમકિત આવી રીતે શોભે છે. સૂત્ર સિદ્ધાંતમાં પણ આ વાત કહી છે. તેના આ સાચા સાત બોલ કહું છું. વળી સમકિતની વાત સાંભળજો, ભાઈઓ મિથ્યાધર્મ કરજે નહિ. અતિ મુશ્કેલથી સમકિત પ્રાપ્ત થયું છે તેના બોલ (વચન) કહું છું તે સાંભળજો. ઢાલ | ૨૬ || દેસી. સાસો કીધો સાંમલીઆ // રાગ. ગોડી // એમ કાયા વલી કહઈ કંતનિજીવ કહુ તુઝ વાત / સમકત કૂલહુ તુ અતી પાંખ્યું, સુણિ તેહનો અવદાલ //૮૧ // કાલ અનંતો ગયુ નીગોદિ, નીસરવા નહી લાગ // અકામ નીર્જરા ઈં તુઝ કાઢ્યું, કરમિં દીધો ભાગ //૮૨ // બાદર નીગોદમાંહિ તું આવ્યું, કંદમુલહા વાસ / છેદન ભેદન તિહા દૂખ પામ્ય, કહઈ કોહોની તીહા આસ //૮૩ // પરતેગ વનસપતીહા આવ્યુ, તીહા પણિ અંી એક | પણિ દૂખ ભોગવતાં તુ પાંડુ, ચંદ્રી દોય વસેક TI૮૪ // 2અંદ્રી ચોરટ્રી માંહે હૈં, તિં ખપીઆ બહુ કર્મ | પંચ્યદ્રી તુ થયુ પસુહાં, માનવ વ્યન નહી ધર્મ //૮૫ // ઢાલ - ૨૬ કડી નંબર ૮૧થી ૮૫માં કવિએ અનંતા કાળ સુધી સંસારમાં જીવે કરેલી રઝળપાટનું આલેખન કર્યું છે. અહીં કવિ જીવને સંબોધીને કહે છે કે, આમ તો વળી આ શરીર તેના સ્વામીનું (જીવનું) છે. માટે જીવ તારી વાત કહું છું. તે અતિ દુર્લભ એવું સમકિતને કેવી રીતે મેળવ્યું છે તેનો વૃત્તાંત સાંભળ. તારો અનંતોકાળ નિગોદમાં ગયો. ત્યાંથી બહાર નીકળવા માટે કોઈ ઉપાય હતો નહિ, પણ અકામ નિર્જરાએ તને બહાર કાઢ્યો. આમ અકામ નિર્જરાના ફળરૂપે તું બાદર નિગોદમાં આવ્યો. ત્યાં પણ તું કંદમૂળમાં રહ્યો. છેદન-ભેદન વગેરેથી ખૂબ દુ:ખ પામ્યો પરંતુ ત્યાં કોની આશા હોય? આમ ત્યાંથી દુઃખ ભોગવીને પ્રત્યેક વનસ્પતિમાં આવ્યો અને એક ઈન્દ્રિયપણું મેળવ્યું. આમ દુઃખ ભોગવતાં ભોગવતાં વિશેષમાં બે ઈન્દ્રિય મેળવી. તેવી જ રીતે ત્રણ ઈન્દ્રિયમાં, ચાર ઈન્દ્રિયમાં ઉત્પન્ન થઈ ઘણાં કર્મ ખપાવ્યાં અને આમ કર્મ ખપાવતાં પંચેન્દ્રિયમાં પશુ તરીકે જન્મ લીધો. પરન્તુ માનવ-ભવ વગર ધર્મ મળતો નથી. Page #137 -------------------------------------------------------------------------- ________________ દૂહા | માનવ ભવ તું પામીઓ, તેહમા ઘણો વીચાર | અર્ય દેસ કુલ ગુરૂ વ્યનાં, કઈ કિમ પાંમીશ પાર //૮૬ // અંદ્રી પાંચ વ્યનાં વલી, કિમ સાધઈ જિન ધર્મ / સધણાં બેન નવી તરઈ, સુણયુ તેહનો મર્મ //૮૭ // કડી નંબર ૮૬ થી ૮૭માં કવિએ મનુષ્યત્વની દુર્લભતાના દશ બોલનો નામોલ્લેખ કર્યો છે. કવિ કહે છે કે, હે જીવ! તને માનવભવ તો મળ્યો પણ એમાં ઘણો વિચાર રહેલો છે. આર્ય દેશ, ઉત્તમ કુળ અને ગુરુ વિના કેવી રીતે પાર પામીશ? વળી પાંચ ઈન્દ્રિય વગર જિનધર્મને કેવી રીતે સિદ્ધ કરી શકીશ, તેમ જ શ્રદ્ધા વગર આ સંસાર તરી શકાશે નહિ માટે તેનો મર્મ સાંભળ. ઢાલ | ૨૭ | દેસી. ચંદામ્યની. //. ભવે માંનવ લહિ ર્ કરીઇ, દેસ અનાર્ય જે અવતરીઇ / આર્ય દેસ લહિં મમ હરખો, નીચ કુલ ઇસ્યુભ તે પરીખો //૮૮ // ઊતમ કુલને પામ્યો યોગો, ફૂલહો અંદ્રી ધન સંયોગો / અંદ્રી ભોગ લ ટુ હરીખો, ગુરૂ ન મલ્યુ જો ગઊતમ સરીખો //૮૯ // કુગુર મલ્યુ તસ કુગતિં પાડ્યું, ભવઅર્ણવ્હાં સોય જમાડ્યું / ભમતાં ભમતા કરમેિં કહ્યું, જિવુિં સુગુરૂ સહી મેટાડ્યું //૯૦ // સુગર વયણ સુણવા નવી આવઈ, આવઈ તો કાંઈ ચીત ન ભાવમાં / ભાવઈ તો તુઝ સમકીત થાવ, વહઇલ મુગતિ તે નર જાવઈ //૯૧ // એમ સમકીત પામ્ય અતી દોહોલ્યું જેણઈ આવુિં અતી થાઈ સોહોલ્યુ / સો સમકીત કાં હારો ભાઈ, સુગરૂ સીખ દીઈ હીતદાઈ //૯૨ // નવનીધિ ચઊદરયણ હઈ હાથી, મણિ મુગતાફલ મહઇલા માતિ / સૂર પદવી લહઈ તાં નહી વારો, સમકાત દૂલહુ સહી નીરધારો //૯૩ // તેણઈ કાર્ય રાખો મન ઠામ્ય, મ ચલુ દેવ અવર નિં નામ્ય / જિન વિન કો નવી આવઇ કામ્ય, સમકતથી રહીઈ સીવગાંગ્યુ //૯૪ // ઢાલ – ૨૭ કડી નંબર ૮૮થી ૯૪માં કવિ મહાભાગ્યોદયે મનુષ્ય જન્મ તેમ જ સમ્યકત્વ મળ્યાં હોય તેને વેડફી ન દેવાં આવી શીખ દશ બોલ દ્વારા આપે છે. દશ બોલ દ્વારા સમકિતનું મહત્ત્વ બતાવતાં કહે છે કે, અનાર્ય દેશમાં માનવ તરીકે જન્મ મળે તો આવો માનવ ભવ શા કામનો. વળી કર્મોદયે આર્ય દેશ પણ મળી જાય તો આનંદ પામશો નહિ. ત્યાં નીચા કુળમાં જન્મ મળે તો અશુભ કર્મને તપાસો. વળી ઉત્તમ કુળના યોગો તેમ જ દુર્લભ Page #138 -------------------------------------------------------------------------- ________________ ઈન્દ્રિયરૂપી ધનનો સંયોગ મળે, પણ ગૌતમ સ્વામી જેવા ગુરુ ન મળે તો આ ઈન્દ્રિયના ભોગથી શા માટે હરખાવું? કારણ કે જેને કુગુરુ મળે છે, તેને ફુગતિ તેમ જ ભવરૂપી અરણ્યમાં ભમવું પડે છે. ત્યારે ભમતાં ભમતાં કર્મ જીવને બહાર કાઢી, સુગુરુનો મેળાપ કરાવે છે પરન્તુ સુગુરુનાં વચન સાંભળવા મળ્યાં નહિ અને જ્યારે આવો અવસર પ્રાપ્ત થાય છે ત્યારે ચિત્તને તે ગમતાં નથી. અને જ્યારે તે વચન ઉપર સંપૂર્ણ શ્રદ્ધા આવે છે ત્યારે જ સમકિત પ્રાપ્ત થાય છે. તે માનવ વહેલો મોક્ષને મેળવે છે. આમ સમકિત મેળવવું અતિ દુર્લભ છે. જેને આવું સમકિત પ્રાપ્ત થાય છે તેનું જીવન અતિ ઉજ્વળ બની જાય છે. માટે જ આવા સમકિતને શા માટે ગુમાવો છો? આવી હિતદાયક શીખ સુગુરુ આપે છે. નવનિધિ, ચૌદરત્ન, હાથી-ઘોડા, મણિ, મોતી (મુક્તાફળ) અને સુંદર સ્ત્રી. આવી રિદ્ધિસિદ્ધિ તેમ જ દેવતાની પદવી મેળવી ખુશ થજો નહિ પરંતુ દુર્લભ એવા શુદ્ધ સમકિતને ધારણ કરજો. તે માટે મનને સ્થિર રાખજો, મનને ચલિત કરી બીજા કોઈ દેવને માનશો નહિ તેમ જ તેમને વંદન પણ કરજો નહિ. જિનભગવંત સિવાય બીજા કોઈ કામ આવશે નહિ તેમ જ શુદ્ધ સમકિતથી જ શિવપુરમાં રહી શકીશું. દૂહા || સીવમંદિર મ્હાં સો વશા, જસ સમકીત થીર હોય । સમીત વીણ નર કો વલી, મોક્ષ ન પોહોતો કોય ।।૯૫ || કડી નંબર ૯૫માં કવિએ સમકિત વિના કોઈ મોક્ષમાં પહોંચ્યો નથી, આ વાત બતાવી છે. જેનું સમકિત સ્થિર હોય તે જ શિવમંદિરમાં રહી શકે છે. આમ સમકિત વિના કોઈ પણ માનવ મોક્ષમાં પહોંચી શકતો નથી. ઢાલ ।।૨૮।। ચોપઇ ।। પાચ અતીચાર સમકીત તણા, તેના દોષ બોલ્યા છઇ ઘણા | સુત્ર સીધાંતિ તે ટાલીઇ, જિનઆજ્ઞા સુધી પાલીઇ ।।૯૬ ।। શંકા વીરવચન સંધેહ, નીસંકપણું નવી આંખ્યુ દેહ । પહઇલો અતીચાર કહીઇ એહ, મીછાટૂકડ દીજઇ તેહ ।।૯૭ || અંનતબલ કહીઇ અરીહંત, સકલ ગુણે ભજતો ભગવંત । વલી અતિસહિ કહીઈ ચોતીસ, વાંણી ગુણ ભાખ્યા પાતીસ ૫૯૮/ જ્ઞાન અનંત તણો જિન ધણી, સમોવસરણિ ઠુકરાઈ ઘણી । ચામર છત્ર સીધાસણ સોહિ, જસ રિધિ પાર ન પાંમઈ કોય ।।૯૯।। તે જિનવર મુખ્ય વાંણી કહી, સર્ગ નર્ગ નિં મોક્ષ તે છતી, શાસ્વતી જિનપ્રતિમા સહી । અસ્યુ વચન ભાખઈ માહામતી ।।300|| Page #139 -------------------------------------------------------------------------- ________________ એહ વચન જેણઈ નવી સદહ્યું મુઢમતી તેણઈ કાંઈ નવિ લહ્યું / નીસચઈ સમકત તેહનું ગયું, મીછાદુકડ દઇતો રહ્યું //૧ // જિનથી જે ઊફરાટાં થયાં, સો નર કેતા નરગિં ગયા / કુમત તણઈ જે રોગિં ગ્રહ્યા, પાપ પૂમ તે નર વહ્યાં //ર // iણી નઈ ઊથાપઈ જેહ, અનંત દૂખ નર પાંમાં તેહ / ભોગવતાં નવિ આવઈ છે સુખ કિમ પામઈ તેહની દેહ //૩ // એક દરસણમ્હાં પાડ્યું ભેદ, તેણઈ ઊથાપ્યા જિનના વેદ | વિરવચન હઈઇ નહિ , સમકીત બાલી લ્યાહલો કર્યું //૪ // જિન વયા નિં કરઈ અસાર, આપ વચન થાઈ નીરધાર / મતિ મતી દીસઈ એ આચાર, કહો પંથી કિમ પાંમઇ પાર //પ // એક જિનપ્રતિમા સાથિં દ્વેષ, મુનીવરના ઊથાપ્યા વેષ / યોગ ઊપધાન નષેધઇ માલ, પડઈ નીગોદિ અંનતો કાલ //૬ // રાજAષ્ણી તે ન જઈ સુત્ર, તો તાહરૂ કિમ રહઈ ઘર સુત્ર / સુરીઆ દેવિ પૂજા કરી, કોણ કાર્ણ કઇ દ્વિ પરહરી //છી દ્વપદીનો વલી જે અદીકાર, છઠિ અંગિં સોય વીચાર | નમોથણું જિનભુવનિ કહ્યું, કુમત રોગઈ નવી સદધું //૮ // સુત્ર સીધાંત પેખો ભગવતી, જંઘા વિદ્યા ચાર્ણ યતી / નંદિસ્વર મેર પરબતિ જય, જિનપ્રતિમાના વંદઈ પાય //૯ // વંદી પાય નિં પાછા ફરઈ, અહી જિનપ્રતિમા વંદન કરઈ | એ અખેર માનિ તે સુખી, નવી માંની તે થાસઈ દૂખી //10 // જિન પ્રતિમા જિનસર્ખ કહી, સુત્ર ઉવાઈ ન સહી / અંબઇનો વલી જે અધીકાર, અનિં દેવ ગુરૂ નહી નીરધાર //૧૧// પંચમ અંગિં એ અધીકાર, ગણિ સર્ણ માહિલ્ય એક સાર | અરીહંત ચઉઇત સાધનું સર્ણ, કરિ ન લહઈ ચમરદો મર્ણ //૧ર// તવ હસ મતનો બોલ્યુ મર્મ, દયા વિનાં નવી દીસઈ ધર્મ / જિન પૂજતાં હંશા હોય, પાર્ષેિ મોક્ષ ન પોહોતા કોય //૧૩ // સુવિહિત કહિ મતિ તાહરી ગઈ, નદી ઊતરવિ જિનવરિ કહી / કુંણ કાર્ણિ કહઈ તિ સદહી, બોલી ત્યા તાહારી કિમ રહી //૧૪ // Page #140 -------------------------------------------------------------------------- ________________ મહોપોત પડીલેહઈ જેહ, જીવ અસંખ્યા હણતો તેહ / તોહઈ ભલો જિન ભાખઈ તાસ, વણ પડિલેહેર્ણિ દૂરગતિ વાસ /૧૫ // એક ઘરિ બાંઠો વંદન કરઈ, એક ગુરુનિં સાહનો સંચરઈ / અદિક લાભ તુ તેહસિં કહઈ, યા ધર્મ તાહારો કિમ રહઈ //૧૬ // યુગલ પૂષનું સખું મનએક ઉહનું એક તાટુ અન / મુનીવરનિ વાઈરાવઈ દોય, કહઈ ફલ અદકું કહિં નિં દોય //૧૦// જે ફલ હોયિ સીતલ ધણી, તો પૂજા સહી મિં અવગુણી / ઉષ્ણ આહાર દીધઈ ફલ હોય, તો પ્રતિમા માંનો સહુ કોય //૧૮// ઊહુના આહાર તણો અવદાત, નર શંગમનિ સૂણજે વાત / ચીત વીત નિં મ્યુલીઉ પાત્ર, સાલિભદ્ર સકોમલ ગાત્ર //૧૯ // કો એક જંત જલમાંહિ પડ્યું, માહપૂર્ષની દ્રષ્ટિ ચઢ્યું / કઈ કાઢઇ કે મરવા દીઇ, વેગો બોલી વિમાસી હઈઇ //ર૦ // જલિ બુડતો કાઢઇ જેહ, જિવ અશંખ્યા હણતો તેહ / તોહઈ તે પર્ણિ કુર્ણાવંત, અમ્યુ વચન ભાખઈ ભગવંત //ર૧ // અણગલ પાંણી જે નર પીઇ, કુગતિપંથ તે નીસઇ લીઈ / ગલતાં ગલનુ ભીજઈ જસિ, જિવ અસંખ્યા વણસઈ તસિં //રર// જીવડ્યા કહઈ કિમ પાલીઇ, અદિક આગ્યના નર વાહલિઇ / જિનવચને તો પુજા થાય, માંની આગ્યના તેહ ક્યાય //ર૩ // તવ હસ મતનો બોલ્યુ ખેવ, એહ અચેતન દીસઈ દેવ / એ મુઝ નિં સુ કરસિ સૂખી, દેવ ખરો જે ચેતન મુખી //ર૪ // અનેક નહઈ ચાલઈ સીધાંતિ, કુમતિ તુઝ કીધી છઈ ભ્રાંતિ / સમઝી નિં કરજે એ કાતિ, અચેતન બઈસઈ ઊંચી પાંતિ //રપ// કંદમુલ કરિ મુદ્રા જાલિ, વસ્ત વહોરવા ચહટ ચાલિ / બહુ પદાર્થ તેહનિ આલિ, નાગ નગોદર માગે ઝાલિ //ર૬ // એ મુદ્રાના મહીમા થકી, માંગ્યુ આપઈ થઈઇ સુખી / કંદમુલથી લહીઈ ગાલિ, કડકો મારઈ તેહ કપાલિ //ર૭ // Page #141 -------------------------------------------------------------------------- ________________ દસવિકાલિકમાં જે કહ્યું સુખ સોય વચન નવિ લહ્યું / ચીત્રપૂતલી ભીતિ જેહ, માહામુનીવર નવિ નરખઈ તેહ //ર૮ // તેણઈ નરખિ જો હોઈ પાપ, તો પ્રતિમા પેખિં પૂણ્ય વ્યાપ / એ દ્રષ્ટાંત હઈઇ ધારજે, જિન પૂજી આતમ તારજે //ર૯ // થોડામાંહિ સમઝે ઘણું, વારવાર તુઝ ટુ અવગણું /. શ્યામલ આજ્ઞાર્થે ધર્મ, જિનશાસનમાં એહજ મમં //૩૦ //. ઢાલ - ૨૮ કડી નંબર ૯૫થી ૩૦માં કવિએ સમ્યકત્વના પ્રથમ અતિચારનું વિસ્તૃત સ્વરૂપ દર્શાવ્યું છે. તેમ જ અહીં પ્રસંગતઃ પ્રતિમા–નિષેધક મતનો ઉલ્લેખ કરીને તેમની સમક્ષ પ્રતિમાની સિદ્ધિ કરી આપનારા આગમ-ગ્રંથોનો સંદર્ભ પેશ કર્યો છે. આમ બન્ને પક્ષે સામસામે કરેલી દલીલો, ખંડનમંડન પણ વિસ્તારથી દર્શાવેલ છે, તેમ જ અન્ય મતાવલી સામે જૈનધર્મની અહિંસા કેવી સૂક્ષ્મ હોય છે એનું સંવાદી શૈલીમાં વિવેચન કર્યું છે. કવિ સમકિતના પાંચ અતિચાર બતાવીને કહે છે કે, સમકિતના પાંચ અતિચાર છે. તેના ઘણા દોષ બતાવ્યા છે. સૂત્ર-સિદ્ધાંતમાં પણ આ પાંચ અતિચારથી દૂર રહેવાનું કહ્યું છે. માટે જિનઆજ્ઞાનું શુદ્ધ પાલન કરવું. શ્રીવીર વચનમાં શંકા અથવા સંદેહ કરવો, મનથી શંકા રહિત થવું નહિ. તે પહેલો અતિચાર કહેવાય. માટે તેને “મિચ્છામિ દુક્કડમ્' આપો. પછી પહેલા અતિચારનું વિસ્તૃત સ્વરૂપ દર્શાવતાં કવિ કહે છે કે, અરિહંતને અનંત બળ હોય, ચોત્રીસ અતિશયો હોય, વળી વાણીના ગુણ પાંત્રીસ હોય. આવા સકળ ગુણને ભગવંત ધારણ કરે છે. વળી ભગવંત અનંત જ્ઞાનના ધણી હોય. તેમના સમોવસરણમાં ઘણો ઐશ્વર્ય હોય. જેમ કે ચામર, છત્ર અને સિંહાસનથી શોભિત હોય. આમ તેમની રિદ્ધિને કોઈ પામી શકતું નથી. આવા જિનવર ભગવંતની વાણીને જેમ શાશ્વતી કહી છે તેમ જિનપ્રતિમા પણ શાશ્વતી છે. સ્વર્ગ, નર્ક અને મોક્ષ છે એવું કેવળજ્ઞાની ભગવંતોએ ભાખ્યું છે. આવાં વચનો જેણે નથી સ્વીકાર્યા એવા મૂઢમતિવાળા કાંઈ પણ મેળવી શકતાં નથી. તેમ જ તેમનું સમકિત નિશ્ચયથી નાશ પામે છે અને તેઓ “મિચ્છામિ દુક્કડમ્' આપતાં રહી જાય છે. જિનવચનથી જે વિપરીત જાય છે, તેવાં કેટલાય નર નરકમાં ગયા છે, આમ કુમતિ થકી જે દુઃખને ગ્રહણ કરે છે તે પાપરૂપી પૂરમાં ડૂબી જાય છે આવું જાણીને પણ જે અવગણના કરે છે તે નર અનંત દુ:ખોને પામે છે. આવાં દુ:ખોને ભોગવતાં અંત આવતો નથી તો તેના આત્માને સુખ કેમ મળશે? અન્ય મતાવલીઓનો ઉલ્લેખ કરતાં કહે છે કે, એક દર્શનમાં મતભેદ પડ્યો છે, તેણે જિનનાં શાસ્ત્રોની અવગણના કરી છે. તેમ જ વીરનાં વચનોને હૃદયમાં સ્થાપ્યાં નથી, આમ સમકિત બાળીને અંગારા કર્યા છે. જિનવચનોનો અનાદર કરી પોતાના (દર્શનનાં) વચન નિશ્ચયથી સ્થાપ્યાં છે. આમ દર્શને દર્શને ભિન્ન ભિન્ન આચાર દેખાય છે તો પછી પાર કેવી રીતે પામશું? Page #142 -------------------------------------------------------------------------- ________________ આગળ કહે છે કે, જેમ એક દર્શન જિનપ્રતિમા સામે દ્વેષ કરે છે, મુનિના વેષ ઉથાપે છે, યોગ, ઉપધાન, માળ વગેરેનો નિષેધ કરે છે તેઓ અનંત કાળ સુધી નિગોદમાં પડશે. અહીં આગમ ગ્રંથોના સંદર્ભ પેશ કરતાં કવિ કહે છે કે, તેઓ “શ્રી રાજપ્રશ્નીય સૂત્ર' જોતાં નથી તો તમારાં દર્શનનું સૂત્ર કેવી રીતે રહેશે? જેમ કે સૂર્યાભદેવે પણ પૂજા કરી હતી. તો પછી તમે ક્યા કારણથી ત્યજી છે? વળી દ્રૌપદીનો અધિકાર જુઓ. શ્રી જ્ઞાતાધર્મકથાંગ સૂત્ર' નામના છઠ્ઠી આગમમાં તે વિચાર બતાવ્યો છે, જિન ભવનમાં નમોથ્થણું કહ્યું છે. કુમતિ થકી તમે શ્રદ્ધા કરી નહિ. તેવી જ રીતે “શ્રી ભગવતીસૂત્ર'ના સિદ્ધાંત પણ જુઓ. જંધા વિદ્યાચારણ લબ્ધિવાળા મુનિ મેરુપર્વત પર આવેલ નંદીશ્વર દ્વીપ ઉપર જઈને જિનપ્રતિમાને વંદન કરે છે. આમ ચરણ વંદન કરી પાછા ફરે છે અને અહીં આવી જિનપ્રતિમાને વંદન કરે છે. માટે જે આવાં વચનો માનશે તે સુખી થશે અને નહિ માને તે દુ:ખી થશે. વળી કવિ આગળ કહે છે કે, જિનપ્રતિમા જિનભગવંત જેવી કહી છે, તમે “શ્રી ઔપપાતિક સૂત્ર' પણ સારી રીતે જુઓ, ત્યાં અંબડનો અધિકાર જુઓ, તેણે અન્ય દેવ, ગુરુને ધાર્યા ન હતા. વળી પાંચમા “શ્રી ભગવતી સૂત્ર' આગમમાં એ અધિકાર છે કે ત્રણે શરણનો એક જ સાર છે. જેમ અરિહંત, ચૈત્ય અને સાધુનું શરણ લઈને ચમરદો મરણમાંથી બચી ગયો હતો. ત્યારે તેના પ્રત્યુત્તરમાં તે દર્શનનો મતવાદી મર્મ સમજાવતાં કહે છે કે, દયા વિના ધર્મ હોય નહિ અને જિનને પૂજવાથી હિંસા થાય છે, આમ પાપી કોઈ મોક્ષમાં જતાં નથી. ત્યારે સુવિહિત (પ્રતિપક્ષી) તેનો જવાબ આપતાં કહે છે કે તારી મતિ જતી રહી છે, જિનવરે નદી ઊતરવી કહી છે, તું ક્યા કારણથી શ્રદ્ધા રાખે છે, બોલ! દયા તારી કેવી રીતે રહેશે? તેના જવાબમાં સામે દ્વિપક્ષી કહે છે કે, જે મુહપત્તિ પડીલેહણ કરીને તે અસંખ્ય જીવને હણે છે. તો પણ પોતાને ડાહ્યો જૈન કહે છે અને વણ પડીલેહણને દુર્ગતિ મળે. વળી આગળ કહે છે કે, એક ઘરે બેસીને વંદન કરે અને બીજો ગુરુની સન્મુખ જઈને વંદન કરે છે. અધિક લાભ તું ‘બીજાને કહે છે તો તારો દયા ધર્મ કેવી રીતે રહેશે? તેના પ્રત્યુત્તરમાં પ્રતિપક્ષી કહે છે કે, બે પુરુષનું સરખું મન હોય, એકની પાસે ગરમ ભોજન છે અને બીજાની પાસે ઠંડું ભોજન છે. બન્ને પુરુષ મુનિને તે વોહરાવે છે. તું જવાબ આપ કે, વધુ લાભ કોને થાય? જો ઠંડા ભોજનના માલિકને વધુ લાભ મળે તો, હું પૂજાને અવગણીશ પરન્તુ જો ગરમ આહાર આપવાથી વધુ લાભ થતો હોય તો સર જિનપ્રતિમાને સ્વીકારો. અહીં વળી દષ્ટાંત આપતાં કવિ કહે છે કે, ગરમ આહારનો વૃત્તાંતમાં સંગમની વાત સાંભળજે. શુદ્ધ ભાવના, વસ્તુનો સંયોગ અને સુપાત્ર આમ ત્રણેયનો યોગ થતાં રોગમ બીજા ભવમાં સુકોમળ અંગવાળો શાલિભદ્ર નામે ઉત્પન્ન થયો. ત્યારે અન્ય દર્શની તરત જ દ્વિધા હૃદયે પૂછે છે કે, કોઈ એક માણસ પાણીમાં પડી ગયો છે અને મહાપુરુષની નજરે ચડ્યો. તો તેને બહાર કાઢવો કે મરવા દેવો? જે ડૂબતાં માણસને બચાવે છે, તે અસંખ્ય જીવને હણે છે તો પણ તે કરુણાવંત કહેવાય. એવું વચન ભગવંત ભાખે છે. આગળ વળી કહે છે કે, અળગણ પાણી જે નર પીએ છે તેને નિશ્ચયથી કુગતિ મળે છે પરંતુ પાણી ગાળવાથી ગરણું Page #143 -------------------------------------------------------------------------- ________________ ભીનું થાય છે અને આમ અસંખ્ય જીવ નાશ પામે છે. તો કહે, જીવદયા કેવી રીતે પાળી કહેવાય. ત્યારે તેનો પ્રતિપક્ષી જવાબ આપે છે કે, તું જિનભગવંતની વધુ આજ્ઞા નિરખ જિનભગવંતના વચને તો પૂજા થાય, એ આજ્ઞા જે માને છે તે જ દયા કહેવાય. ત્યારે તે મતવાદી તરત જ પ્રત્યુત્તર આપતાં કહે છે કે, મૂર્તિ તો અચેતન દેવ છે, એ મને શું સુખી કરી શકશે? ખરા દેવ તો ચેતનવંતા હોય. ત્યારે દ્વિપક્ષી જવાબ આપતાં કહે છે કે, અનેક નય અને સિદ્ધાંત ચાલે છે, માટે તું કુમતિથી ભ્રમમાં પડી ગયો છે. અચેતન તો ઊંચી પંક્તિમાં બેઠા છે માટે સમજીને વિચાર કરજે. વળી આગળ દષ્ટાંત આપતાં કહે છે કે, કંદમૂળ (સચેત) અને મુદ્રા (અચેત) હાથમાં લઈ બજારમાં વસ્તુ લેવા જાય છે. બન્ને પદાર્થ વેપારીને આપીને તું નાગ, નગોદર, ઝાલિ આદિ ઘરેણાં માંગે છે ત્યારે મુદ્રા થકી તને માગ્યું મળે અને સુખી થઈએ. જ્યારે કંદમૂળથી કવેણ મળે તેમ જ તે કપાળે લાકડું મારે. આમ કવિએ અહીં જડ પદાર્થનો મહિમા કહીને મૂર્તિની સિદ્ધિ બતાવી છે. કવિ આગળ કહે છે કે, શ્રી દશવૈકાલિક સૂત્ર'માં પણ જે કહ્યું છે તે વચનો પણ મૂર્ખ ગ્રહણ કરતો નથી. જેમ કે ભીંત ઉપરનું સુંદર ચિત્ર જે મહામુનિ જોતાં નથી. તેને જોવાથી જો પાપ લાગે તો જિનપ્રતિમાને જોવાથી પુણ્ય થાય. માટે આ દૃષ્ટાંત હૃદયમાં રાખી અને જિનપ્રતિમાને પૂજીને આત્મા તારજે. થોડામાં તું ઘણું સમજે છે, વારંવાર તને શું કહેવું. જિન આજ્ઞા પ્રમાણે ધર્મનું મૂળ દયા છે. જિનશાસનમાં આ જ સાર રહેલો છે. દૂહા || મર્મ ન સઝઇ બાપડા, કરતા મિથ્યાવાદ | કુમતિવિષે જે ધારીઆ, સ્યુ કીજઈ તસ સાદ ||૩૧ || એક જિન પ્રતિમા છંડતા, એક મુકઇ મુનીરાય । એક નર વાસ ઊથાપતા, સમોવસર્ણ ન સોહાય ।।૩૧ // ગુરૂ વિન જ્ઞાન ન ઊપજઇ, ભાવ વિન ભગતિ ન હોય । નીર વિનાં કિમ નીપજઇ, રીદઈ વીચારી જોય ।।૩૨ ।। કડી નંબર ૩૧થી ૩૨માં કવિએ મિથ્યાવાદને છોડવાનું તેમ જ ગુરુ વિના જ્ઞાન થાય નહિ એ વાતનું નિરૂપણ કર્યું છે. જે ધર્મના મર્મ સમજી શકતા નથી, તે માટે મિથ્યાવાદ કરે છે અને કુમતિરૂપી વિષને જેમણે ધારણ કર્યું છે તેમની સંગત પણ શા માટે કરવી. એક મત જિનપ્રતિમાને મૂકી દે છે એક મત મુનિ ભગવંતોને છોડે છે તો વળી એક પંથ વસ્ત્રને અવગણે છે. આમ ભિન્ન ભિન્ન મતો થવાથી ભગવાનનું ‘સમોવસરણ' રૂપી જિનશાસન શોભશે નહિ. Page #144 -------------------------------------------------------------------------- ________________ કવિ ગુરુનો મહિમા બતાવતાં કહે છે કે, જેમ જળ વિના ખેતી ઊપજે નહિ તેમ ગુરુ વિના જ્ઞાન આવે નહિ અને ભાવ વગરની ભક્તિ ન હોય. માટે આ વાત હૃદયમાં વિચારી જો. ઢાલ|| ૨૯ દેસી. રાગ. સાયંગ ।। ગુરૂ વિરહી મન લાગીઓ, તે કિમ પાંમઇ પાર રે । થીવર યતીયન કલપનો, કીધો એક આચાર રે ।।૩૩ // ગુરૂ વિરહી મન લાગીઓ આંચલી ।। અવગુણ આપ ન આખતા, દેખઇ મુન્યના દોષ રે । કુમતિ પડ્યા નર બાપડા, કરતા પાતિગ પોષ રે ।।૩૪ ।। ગુરૂ પંચનીગ્રંથિં એમ હ્યુ, શ્રીભગવતી નિં ઠાંણાંગ રે । સંયમ ષથાનિક થઉં, સમઝો સહુ નિ રંગ રે ।।૩૫।। ગુરૂ અનંતગુણે જે આગલા, અનંતગુણે જે હીણ રે । જિન કહઇ બહુ સંયમી, મુઢ કરઇ મતિ ખીણ રે ।।૩૬ ।। ગુરૂ તવ તસ મતનો બોલીઓ, આગઇ મુનીવર સાર રે । તે સરીખાં હવડાં નહી, નહી ઊતકષ્ટો આચાર રે ।।૩૭।। ગુરૂ પ્રથવી પાંણિ અગ્યનાં, તેજ ઘટ્યું એણઈ કાલ્ય રે તોહઈ કાજ તેહથી સરઇ, ગંહું ઠામિ ન આવઇ સાલિ રે ।।૩૮ ।। ગુરૂ દૂપસો આચાર્ય લગિં શાસન હોસઈ સાર રે પ્રવચન વિન તે નવી રહઈ તેહનો મુની આધાર રે ।।૩૯ ।। ગુરૂ ઢાલ – ૨૯ કડી નંબર ૩૩થી ૩૯માં કવિએ ગુરુનો મહિમા દર્શાવવા આજે (ગુરુ) મુનિ નથી અથવા છે તો શુદ્ધ, નિર્દોષ નથી. એ મતનું નિરાકરણ કર્યું છે. ગુરુનો મહિમા આલેખતાં કહે છે કે, ગુરુના વિરહમાં મન લાગ્યું છે તેમનાં વગર પાર કેવી રીતે ઊતરશું. આગમ ગ્રંથોમાં પણ સ્થવિર, યતિ, જિનકલ્પનો આધાર બતાવ્યો છે. જે પોતાના અવગુણ જોતાં નથી પરંતુ મુનિનાં દોષ જુએ છે તે નર કુમતિમાં પડે છે અને પાપને પોષે છે. આગમ ગ્રંથો ‘શ્રી ભગવતી સૂત્ર’ અને ‘શ્રી ઠાણાંગ’માં પાંચ પ્રકારના નિગ્રંથો બતાવ્યા છે અને સંયમ છઠ્ઠ સ્થાને થયો કહેવાય. માટે સહુ મનમાં તે સમજો. આગળ જે અનંત ગુણવાળા હતા, તેમ જ જે અનંતગુણે હીણ હતા તે બન્નેને જિનભગવંતોએ સંયમી કહ્યા છે. મૂઢતાને કારણે તારી મતિ ક્ષીણ થઈ ગઈ છે. ત્યારે તે મતનો ઉત્તર આપે છે કે, આગળના મુનિવર શુદ્ધ સંયમના ધારક હતા, એવા હમણાં શુદ્ધ સાધું નથી તેમ જ ઉત્કૃષ્ટ આચાર પણ રહ્યો નથી. ત્યારે તેના જવાબમાં દ્વિપક્ષી જવાબ ૧૨૩ = Page #145 -------------------------------------------------------------------------- ________________ આપે છે કે, આ કાળમાં પૃથ્વી, પાણી અને અગ્નિમાંથી તેજ ઘટી ગયું છે તો પણ તેનાથી કાર્ય સિદ્ધ થાય છે. કેમ કે ઘઉંની જગ્યાએ ચોખા ઊગતાં નથી. દુપ્પસહસૂરિ આચાર્ય સુધી જિનશાસન રહેશે. માટે પ્રવચન (શાસ્ત્રની વાણી સાંભળ્યા) વગર રહેવું નહિ અને તેનો આધાર મુનિઓ જ છે. ઢાલ | ૩૦ || દેસી. ધ્યન દયન સેતુજ ગીરવર // શ્રીઅનુંયુગદુઆરહા, ભાખી છઈ મોહોંપોત રે / કુશ કાર્ણિ તિ પરહરી, હોસઈ કિમ અદ્યુત રે //૪0.// શ્રી અનુયુગદ્રુઆરહ / આંચલી ચોથ પજુસણ તઈ તજઉ પાંચમહૂઁ બહુ પ્રેમ રે / પડીકમણે છઠ આવતા, કહઈ કિંમ હોસઈ ખેમ રે //૪૧ // શ્રીઅનુ. ચઉદશ પાખી પરહરી, પૂન્યમત્સ્ય બહુ રંગ રે / કુમતિ પડ્યા નર કેટલા, નવિ પેખઈ શ્રી સુગડાંગ રે // ૪૧ // શ્રીઅનુ. ચઉદશ પાખી ચીતવો, પેખો પાખી સુત્ર રે /. કલપસુત્રમ્હાં એહનો, આપ્યું તુઝ ઊત્ર રે //૪// શ્રીઅનુ. અદિક માસ નવી માંનીઈ મલ મહીનો તસ નામ રે | બંબ પત્રીષ્ઠી મુનીતણાં, દિન દૂજઈ હોઇ કાંમ રે //૪૩ // શ્રી અનુ. વલતો વાદી બોલીઓ, એણઈ માસએ છઈ પૂણ્ય પાપ રે / સકલ કાજ નર કીજીઈ, કહો મુરિખ કાં ઉથાપ રે //૪૪ / સુવિહીત કહઈ તું સાભલે, મ કરીશ આપ સંતાપ રે / નીત કર્ણ તો કીજીઈ દાન શીલ તપ આપ રે //૪૫ // શ્રી અનુ. પૂર્ષ નપસક તેહથી, ચાલઈ ઘરનું સુત્ર રે / સકલ કાજ નર તે કરઈ, કઈ કિમ હોસઈ પૂત્ર રે //૪૬ // શ્રી શ્રાવણ ચોમાસુ તુ કરઇ, આલુઈ ચોમાસ રે | એક માસ તુઝ કિહા ગયું, બોલે જ મતિ ખાસ રે // ૪૭ // શ્રી ચોથિ પરજુસણ તિ તન્વે, પાંચમસ્ય બહુ પ્રેમ રે / પડીકમાઈ છઠિ આવતાં, કહઇ કિમ હોસઈ ખેમ રે // ૪૮ // શ્રી પંચ કલ્યાણિક વીરના, મ ધરો મનિ સંદેહ રે | મુઢ મતિ પટ થાપતા, કુપિ પડી નર તેહ રે //૪૯ // શ્રી. સુધુ શમીત રાખીઇ, જિનવચના પરિમાણ રે / શ્રેણિકરાય સંભારીઇ, સિર વહી જિનવર આણિ રે //૫૦ // શ્રી Page #146 -------------------------------------------------------------------------- ________________ ઢાલ - ૩૦ કડી નંબર ૪૦થી ૫૦માં કવિએ મુહપત્તિને છોડનાર, ચોથને ત્યજી પાંચમના પર્યુષણ કરનાર તથા ચૌદશને ત્યજી પૂનમ અને પાખી કરનાર, ષટ્કલ્યાણકવાદી વગેરે મતોનો ઉલ્લેખ કર્યો છે. ભિન્ન ભિન્ન મતાવલીઓના સિદ્ધાંતનો ઉલ્લેખ કરતાં કવિ કહે છે કે, ‘શ્રી અનુયોગદ્વાર’માં મુહપત્તિને દર્શાવી છે. તો તે કયા કારણથી ત્યજી છે, હવે તું કેવી રીતે પાર ઊતરીશ? વળી કવિ અન્ય મતાવલીને કહે છે કે, તે ચોથ પર્યુષણને મૂકીને પાંચમને અપનાવ્યું છે તેથી પ્રતિક્રમણમાં છઠ્ઠ આવતાં ક્ષેમકુશળ કેવી રીતે રહીશ? ચૌદશ-પાખીને ત્યજીને પૂનમને બહુ આનંદથી સ્વીકારીને કેટલાંય દર્શન કુમતિમાં પડ્યાં છે તેઓ ‘શ્રી સૂયગડાંગસૂત્ર' ને પણ જોતાં નથી. માટે ચૌદશને પાખી તરીકે મનમાં લો અને પાખી સૂત્રને જુઓ. વળી કલ્પસૂત્રમાં પણ તારો જવાબ આપ્યો છે. કવિ અધિક માસને પણ માનવાની ના પાડે છે અને કહે છે કે, આ મહિનાનું નામ મલ મહિનો છે. બિંબ, પ્રતિષ્ઠા વગેરે મુનિઓનાં કામ બીજા દિવસોમાં કરવાં. ત્યારે તેના ઉત્તરમાં પ્રતિપક્ષી કહે છે કે, આ માસમાં પુણ્ય અને પાપ તો છે જ. બધાં જ કામો માણસ કરે છે તો પછી હે મૂર્ખ! તું શા માટે અવગણે છે? ત્યારે સુવિહિત તેને કહે છે કે, તું સાંભળ! મનમાં વસવસો કરીશ નહિ, દાન, શીલ, તપ જેવી નિત્યકરણી તો કરવી જોઈએ પરંતુ જેવી રીતે નપુંસક પુરુષથી ઘરનો કારોબાર ચાલે બધું જ કામ તે કરે છે પરંતુ તેનાથી પુત્ર પ્રાપ્તિ કેવી રીતે થશે. વળી શ્રાવણ મહિનામાં ચોમાસું અને આલોયણાં કરવાથી એક મહિનો તારો ક્યાં જતો રહેશે? આવી તારી સુબુદ્ધિ બોલે છે. એવી જ રીતે ભગવાન મહાવીરના પાંચ કલ્યાણક છે. મનમાં કોઈ શંકા-સંદેહ કરવો નહિ. ષટ્ (છ) સ્થાપવાથી મતિ મૂઢ થાય તેમ જ તે નર કૂવામાં પડે છે. જિનવચન પ્રમાણે સમકિત શુદ્ધ રાખવું. અહીં કવિ શ્રેણિકરાયને યાદ કરવાનું કહે છે કે જેમણે જિનવરની આજ્ઞા માથે ચઢાવી હતી. દૂહા || શંકાાલ નવિ રાખીઈ, રાખિં બહુ દૂખ હોય । આડંખા નિ આંણસઈ, મુઢ મતિ અંગિ હોય ||૫૧ || કડી નંબર ૫૧માં કવિ મનમાં શંકા રાખવાથી દુ:ન મળે તેમ જ સમ્યક્ત્વના બીજા અતિચારનું આલેખન કરે છે. મનમાં શંકા કુશંકા રાખવી નહિ, શંકા રાખવાથી વણું દુ:ખ થાય છે. તેવી જ રીતે મનમાં આકાંક્ષા રાખવાથી મૂઢમતિ મળે છે. ઢાલ|| ૩૧ || દેસી. કાજ સીધા સકલ હવઈ સાર ।। રાગ. શામેરી ।। આણંખા જે મની આણ, અનિ દરસણ સોય વખાણઇ । જિન વચનાં નિ નવિ જાણઈ, વિષધર મંદિમ્હાં આણઇ ।।૫૨ ।। = ૧૨૫ Page #147 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મા વિક્ષ્ણ મહેશ વીશાલ, ખેતલ ગોગો નિં આસપાલ । પાત્ર દેવ્યા નિં ગોત્ર દીવી, ફલ એક ન આપિ સેવી ||૫૩ || રોગ કષ્ટ થકી મમ કંપો, ઉમયા મુખ્ય ઈસ મ જંપો । નવી માંનો નિં નવી પૂજો, જો જિનવચનાં નિં બુઝો ।।૫૪ ।। બહુધ સાંખ્ય અનેિં સંન્યાસી, જોગી યંગમ નિં મઠવાસી । જે શાઈવ ડંડ વેશ, અંદ્રજાલીઆ નિ દરવેસ ।।૫૫ || એહનું કષ્ટ ઘણેરું જાણિ, મન માહિ સધહણા આંણી । વલી ત્યાહાં તુઝ મતિ પસ્તાણી, દીજઈ મીછાટૂકડ જાંણી ||૫૬|| એહનું શાહાસ્ત્ર સુણીઅ, વખાંણ્યુ સુધુ મન સાથેિ જાણ્યુ । કીધુ મીથ્યાતીનુ કર્ણી, તેણઇ દૂતિ નારી પરણી ||૫૭ || તેણઇ સુધગતિ નારી ટેલી, જેણઈ જઈન તણી મતિ મેહેલી । સ્યુભ ક્યરણિ તે તસ ખેલી, કરમિ મત્ય કીધી મઇલી ।।૫૮ ।। ઘરબારિ કુઆનેિં નીરિ, સાયર જલ નદીએ નિ તીરિ । દ્રહઈ વાવ્ય સરોવર કંઠિ, પૂણ્ય હેતિ સીસ મછટિ ।।૫૯ || એમ ભવ્ય ભવ્ય ભમતાં ભગિ, આણંખા આંણી અંગિં દિઓ મીછાટૂકડ રંગિ, દેવ ગુરૂ જિન પ્રતિમા સંગિ।।૬૦ ઢાલ – ૩૧ કડી નંબર ૫૨થી ૬૦માં કવિએ સમકિતના બીજા અતિચાર આકાંક્ષા અર્થાત્ મિથ્યાત્વીના મતની ઈચ્છા કરવી એના વિષે વિસ્તારથી સમજાવ્યું છે. કવિ ‘આકાંક્ષા’ અતિચારનું વર્ણન કરતાં કહે છે કે, જે મિથ્યાત્વીના મતની ઇચ્છા કરે છે, તેમ જ તે દર્શનને વખાણે છે તેમ જ જિનવચનને જાણતાં નથી તે મનમંદિરમાં વિષધરને લઈ આવે છે. જે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ (મોટા મહાદેવ), ક્ષેત્રપાલ, ગોગો અને આસપાળ તેમ જ પાદર દેવતા અને ગોત્રદેવીઓની આરાધના કરે છે તેને એક પણ ફળ મળતું નથી. રોગ, આતંક, કષ્ટ જોઈને જો નહિ. જિનવચનોને સમજીને ઉમયાપતિ મહેશને જપો નહિ તેમ જ તેમને માનો પણ નહિ અને તેમની પૂજા પણ કરો નહિ. બૌદ્ધ, સાંખ્ય અને સંન્યાસી, જોગી જંગમ અને મઠવાસી, વળી શૈવ, ત્રિદંડી વેશવાળા, ઈન્દ્રજાલીઆ અને જુદા જુદા વેશવાળા ફકીરો છે, કે જેઓ ઘણું કષ્ટ કરે છે એવું સમજીને શ્રદ્ધા કરી હોય, આમ ત્યાં જ તારી મતિ મુંઝાઈ ગઈ છે. માટે એવું જાણીને ‘મિચ્છામિ દુક્કડમ્’ આપો. વળી એમનું શાસ્ત્ર સાંભળીને વખાણ્યું હોય, શુદ્ધ મન સાથે જાણ્યું હોય આમ મિથ્યાત્વીની કરણી કરી હોય તો તે નર દુર્ગતિરૂપી નારીને પરણે છે, અને શુભગતિરૂપી નારીને દૂર કરે છે. જેણે ~ ૧૧૨૬ = Page #148 -------------------------------------------------------------------------- ________________ જૈનની મતિ મૂકી દીધી છે તે શુભ કરણી સાથે ખેલે છે અને કર્મ થકી તેની મતિ મેલી થાય છે. ઘર બહાર, કૂવાના જળે, સાગર જળે, નદીઓનાં કાંઠે વળી દ્રહ, વાવ, સરોવર કાંઠે પુણ્ય માટે માથું ટેકવો નહિ. આમ અનેક ભવે ભમતાં ભમતાં આત્મામાં આકાંક્ષા કરી હોય તો દેવ, ગુરુ અને જિનપ્રતિમાની સાક્ષીએ ‘મિચ્છામિ દુક્કડમ્' આપો. ઢાલા ૩૨ / ચોપઈ છે પરજીઓ રાગી વતીચંછા તે ત્રીજી સહી, ધર્મ તણાં ફલ હોઈ કે નહિ / એવી મત્ય જસ આવી સહી, મ્યુભકર્ણ તસ ચાલી રહી //૬ ૧// ત્રીભોવન નાયક વીસ્વપ્રકાર, મોક્ષમારગનો જે દાતાર / અસ્યા ગુણ જાણી ભગવંત, જેણઈ નવિ પૂયા એ અરીહંત //૬ ૨// ઇહઇલોક પરલોક ભણી, કાં તુ ધ્યાઈ ત્રીભોવનધણી / કષ્ટિ કો નર પાટુ ખોભ, જિનવરનિ દેખાડઈ લોભ //૬૩ // યાગ ભોગ માંનિ નિ જાય, જિનવર નિં જઈ લાગ) પાય / એ વતીગંછા તુ પણિ જગ્ય, અંગિ અતિચાર નર મમ આણ્ય //૬૪ // ઢાલ - ૩૨ કડી નંબર ૬૧થી ૬૪માં કવિએ સમકિતના ત્રીજા અતિચાર ‘વિતિગિચ્છા’ અર્થાત્ કરણીના ફળમાં સંદેહ રાખવો. તેના વિષે સમજાવ્યું છે. કવિ વિતિગિચ્છા'નું સ્વરૂપ સમજાવતાં કહે છે કે, વિતિગિચ્છા સમકિતનો ત્રીજો અતિચાર છે. ધર્મનાં ફળ હોય કે નહિ એવી મતિ જેની પાસે આવે છે, તેની શુભ-કરણી જતી રહે છે. ત્રિભુવનના નાયક, વિશ્વના ઉપકારક અને મોક્ષ માર્ગના દાતાર એવા ભગવંતના ગુણો જાણવા છતાં જેણે અરિહંતને પૂજ્યા નથી, પરંતુ આલોક અને પરલોક એવું જાણીને શા માટે ત્રિભુવન ધણીનું ધ્યાન ધરે છે. આ કષ્ટ થકી કેટલાય નર ક્ષોભ પામ્યા છે. વળી જિનવરને ભજવામાં લોભ બતાવે છે પરંતુ જિનવરને વંદન કરવાથી યજ્ઞ, ભોગ વગેરે બધું મનમાંથી જતું રહે છે. આવી રીતે વિતિગચ્છાને સમજીને આત્મામાં આ અતિચાર લેવો નહિ. ઢાલ ૩૩ .. દેસી. સે સુત ત્રીશલાદેવી સતીનો // વસ્ત્ર મલણ મલ મુનીવર દેખી, જેણઈ મુકયુ જિનધર્મ ઉવેખી / તેણઈ કાર્ણ તેણઇ દૂરગતિ લેખી. તે નર મુઢમતીઓ વસેષી //૬ ૫// એણઈ જગી શંધ ચતુરવિધી મોટો, જાણે કનકતણો વલી લોટો / નંધા તાસ કરઈ તે ખોટો, લીધો પાપતણો શરિ પોટો //૬ ૬ // સાધતણી જેણઈ સંધા કીધી, સુધગતિ છડી દૂરગતિ લીધી / વિષહ કોચોલી વેગિં પીધી, મુગતિયોલી તેણઈ ભોગલ દીધી //૬૭ની Page #149 -------------------------------------------------------------------------- ________________ સાધર્મકનો અવગુણ લીધો, મીછાદૂકડ તે નવિ દીધો / તો તુઝ કાજ એકુ નવિ સીધો. મુગતિ કોટિ નવિ જાઈ લીધો //૬૮/I નંધા મે કરો કો વલી કહઈની, નંદા કીજઇ આતમ દેહની / અસીઅ પ્રગતિ હોસઈ જગિ જેહેની, ગતિ ઊચી હોઇ પણી તેહેની //૬૯ // કર્મ ગંછા મ કરો કોઈ હરિકેસી રષિ તુ પણિ જોઈ | ભવ ઊત્તમનો તે પણિ ખોઈ, કુલ ચાંડાલ તણઈ મુની સોઈ //છOTI કર્મ દૂગંછ કયા વ્યન સારો, રાય પૂગ્યાયે ચરીત્ર સંભારો / આતમ સીખ દેઈ એમ વારો, વ્યવર્ધાિ નંધા સોય નીવારો TI૭૧ // એમ ભવ ભમતા પાતિગ અંગિ, મીછાદૂકડ ૬ જિનસંગિંગ / પાપ પખાલ આતમ રંગ, જિમ જગિ થાય સીધ અલંગિ ||૭ર// ઢાલ - ૩૩ કડી નંબર ૬૫થી ૭રમાં કવિએ જૈન ધર્મની, સાધુની તેમ જ સંઘની નિંદા ન કરવી. નિંદા કરવાથી દુર્ગતિ મળે છે એ વાત સમજાવી છે. કવિ કહે છે કે, જે મુનિનાં મેલાં-ફાટેલાં વસ્ત્ર જોઈને, જિન ધર્મને વખોડીને મૂકી દે છે તે કારણથી તેની દુર્ગતિ ગણી છે અને વિશેષથી મૂઢમતિને પામે છે. કવિ ચતુર્વિધ સંઘને કનક કળશ'ની ઉપમા આપતાં કહે છે, આ જગમાં ચતુર્વિધ સંઘ મોટો છે જાણે સોનાનો કળશ. તેની નિંદા જે કરે છે તે ખોટો છે અને પાપનો પોટલો માથા પર લે છે. તેવી જ રીતે જે સાધુની નિંદા કરે છે તે શુદ્ધ ગતિને છોડીને દુર્ગતિ મેળવે છે, આમ વિષની કટોરી જલદી પીને તે મુક્તિગઢને સાંકળ મારી દે છે. સાધર્મિકનો અવગુણ બોલીને પછી મિચ્છામિ દુક્કડમ્' ન કહેવાથી તારું એક પણ કાર્ય સીધું થશે નહિ તેમ જ મુક્તિગઢમાં પણ જઈ શકીશ નહિ. માટે કોઈની પણ નિંદા કરવી નહિ પોતાના આત્માની નિંદા કરવી. આ જગમાં જેની આવી પ્રકૃતિ હશે તેના થકી જ તે ઊંચી ગતિ પ્રાપ્ત કરશે. તેમ જ કર્મની ધૃણા પણ કરવી નહિ. કવિ અહીં હરિકેશી ઋષિનું દષ્ટાંત આપતાં કહે છે કે, હરિકેશી ઋષિને તું એવી રીતે જો કે જેમણે ઉત્તમ કુળનો ભવ ખોયો અને ચાંડાલ કુળમાં જન્મ્યા. (આવ્યા) તેવી જ રીતે જેમણે કર્મની ધૃણા કરી ન હતી એવા રાય પૂણ્યાત્યનું ચારિત્ર યાદ કરવાનું કહે છે. આવી આત્મશીખ ધરીને મનને રોકવું અને ત્રણ પ્રકાર (મન, વચન, કાયા)થી નિંદાનો ત્યાગ કરવો. આમ અનેક ભવ ભમતાં ભમતાં આત્માને લાગેલાં પાપોને જિનધર્મની સંગે “મિચ્છામિ દુક્કડમ્' આપો. આવી રીતે આત્માથી આનંદપૂર્વક પાપોને ધોવાથી જગમાં સિદ્ધ પરમાત્મા થવાય. ઢાલ || ૩૪ || દેસી. દેખો સુહણાં પૂણ્ય વીચારી // રાગ. શ્રીરાગ // મીઠા સ્તુતિ મમ કરોઅ લગારો, જે જગિ ધર્મ અસારો / Page #150 -------------------------------------------------------------------------- ________________ કુડો શ્રેએ પ્રસંસઈ જે નર, તે કિમ પામઇ પારો // પંડીત કરોઅ વીચારો //૦૩ // મીથ્યા સ્તુતિ મમ કરોઅ લગારો //આંચલી // વીષધર કોય વખાણી વને, આપ ઉગલિ ઘાલઈ / સો સુખ ષ્યષ્ય માંહિ ભાઈ જમ મંદિર જઈ માહલઈ // બહુ ભવ પાતિગ ચાલઇ //૭૪ // મીથ્યા. કનક કંડીઈ જિમ કો વીછી, ગ્રહી નીજ મંદીર આંણઈ / સોય સરીખો તે નર પભણો, જે મીથ્યાત વખાણઈ / તે નર કોઈ નવી જાણઈ //૭૫ // મીથ્યા. સ્તુતિ કીજઇ તો જઈને ધર્મની, જિમ આતમદૂખ જાઈ | ખિણહાં અષ્ટ કર્મ ખઈ કરતો, સો નર સૂખીઓ થાઈ / સકલ લોક ગુણ ગાઇ //૭૬ // મીથ્યા. ચઉદ રાજમાંહઈ ભવિ ભમતાં પાતિગ લાગુ જે હો મિથ્યા ધર્મ પ્રસંસ્યુ જેમ હૈં મિશ્રાદૂકડ તેહો // જિમ હોઈ નિર્મલ દેહો //૭૭ // મીથ્યા. ઢાલ - ૩૪ કડી નંબર ૭૩થી ૭૭માં કવિ સમકિતના ચોથા અતિચાર ‘મિથ્યાસ્તુતિનું સ્વરૂપ સમજાવે છે. જગમાં જે ધર્મ અસાર છે તેની જરાપણ મિથ્યાસ્તુતિ કરો નહિ. જે ખોટાને સાચો માની તેની પ્રશંસા કરે છે તે પાર કેવી રીતે પામશે માટે પંડિત તમે વિચાર કરો. કવિ મિથ્યા સ્તુતિને વિષધરની ઉપમા આપતાં કહે છે કે, જેમ કોઈ વિષધરને વખાણીને તેના મુખમાં પોતાની આંગળી નાખે તો તે મૂર્ખ ક્ષણમાં જ યમમંદિરમાં પહોંચી જાય અને તેનું પાપ ઘણા ભવ સુધી ચાલે. આગળ વીંછીનું દષ્ટાંત આપતાં કહે છે કે, જેમ કોઈ સોનાના કરંડિયામાં વીંછી પડ્યો હોય તેને લઈને પોતાના ઘરમાં રાખે તેને જે મિથ્યાત્વને વખાણે છે તેનાં જેવો ગણવો, તે નર કાંઈ પણ જાણતો નથી. માટે સ્તુતિ કરવી હોય તો જૈનધર્મની કરવી. જેનાથી આત્માના દુ:ખ દૂર થાય છે. જે ક્ષણમાં આઠ કર્મનો ક્ષય કરે છે અને તે નર સુખી થાય છે, તેમ જ સકળ લોક તેના ગુણ ગાય છે. આમ ચૌદ રાજલોકમાં અનેક ભવ ભમતાં ભમતાં મનમાં મિથ્યાધર્મ કરતાં જે પાપ લાગ્યા હોય તેનું “મિચ્છામિ દુક્કડમ્' આપો કે જેનાથી આત્મા નિર્મળ થાય છે. ઢાલ ૩૫ ચોપાઈ | મીથ્યાતીસ્યુ પરીચઈ જેહ, જે જાંણી તો ટાલ તેહ / મેશ ઓરડી માહિ પઈસતાં, કિમ ઊજલ રહીઈ બUસતાં //૦૮ // Page #151 -------------------------------------------------------------------------- ________________ તિમ મધ્યાનો કરતાં શંગ, કિમ રહઈ આતમ ઊજલ રંગ / આતમ જલ બઈ સરીખાં હોય, નીચ સંગતિ વણસઈ દોય //૭૯ // વલી દ્રષ્ટાંત કહુ તે સુણો, નીચ જંગ તુમ્ય સહી અવગુણો / આગઈ નર નારી સૂર જેહ, સંગતિથી દૂખ પામ્યા તેહ //૮૦ // વાંસિં સંગતિ ગાંઠા તણી, તો ફાડી કીધો રે વણી | નદી ગંગ તરુઅર જે રહ્યા, સોય સમુલાં લેતાં ગયાં ||૮૧ // હંસ કાગનિ સંગિં ગયો, મર્ણ લઘું નિં ગંજણ થયું / શંખિં સંગતિ જોગી તણી, ધરિ ધરિ ભીખ મગાવી ઘણી //૮૨ // અશતિસંગ કરો કુતાર, તેના પ્રાણ ગઆ નીર્ધાર / મુજ સરીખો રાજા જેહ, દાસીથી દૂખ પાંગ્યુ તેહ //૮૩ // વલિ સંગતિનો જોય વિચાર, એ તુંબડિઈ તુબાં ચ્યાર / એક જઈ મુનીવર નિં કર્ય ચડ્યું, પાત્ર નામ જગિ તેહનું પાડ્યું ૮૪ // બીજ તુબ કહી જઈ જેહ નદી સંગિ રહ્યુ વલી તેહ / તુલા જાલી જગડ્ડાં સાર, જગ ઊતારઈ પેલોપાર //૮૫ // ત્રીજ તુબતણું ફલ જેહ, કલાવંત કર ચઢીઉ તેહ / વેણો જંત્ર કર્યુ તવ સાર, સૂર સૂણતાં રંજઈ કીતર //૮૬ // ચોથી જે હતી તુંબડી, સોય ઘાંઈજી નિ કરિ ચડી / તે કાપી કીધી રૂબડી, ગત પીઈ કુસંગતિ પડી //૮૭ // શ્રેણીકરાયનો હાથી જેહ, અતી દૂરદાંત કહી જઈ તેહ / જ મુનીવર નિં સંગિ મલ્યુ તો તસ માંન કપાઈ ગલ્યુ //૮૮ // સાંતિ દાંત હુઓ સુકમાલ, જેહવો વછ સકોમલ બાલ / ગઢ મંદિર નવિ ભલઈ ગાંમ, ન કરઈ રાય તણું તે કાંમ /૮૯ // રાય મંત્રીઈ કર્યું વીચાર, બંધ્ય જિહા પાપીનું બાર / મારિ મારિ’ મુખ્ય એહેવું સુણઈ, રીવ કરતાં પશુઆં હણાઈ //૯૦ // રગત મંશ દેખી ગજરાય, દૂષ્ટ ઈઉં તવ ગંહિતર થાય / પંડીત રીદઈ વીચારી જોય, નીચ શંગ મમ કર્યું કોય //૯૧ // પૂફ શંગ સુતર તાંતણઈ, રાજ કંઠ ઠવ્યું આપણાં / ત્રાંબઇ સંગતિ સોનાતણી, કરતા કીરતિ વાધી ઘણી //૯૨ // Page #152 -------------------------------------------------------------------------- ________________ ખાલ નીર ગંગામ્હાં ગયાં, તે જલ ગંગા સરીખાં થયાં | ચંદન જમલાં જે વ્રિષ રહ્યા, તે સઘલા પણિ સુકડી લહ્યાં ।।૯૩// સાર્ષિં સમર્યુ ઈશ્વર દેવ, તો કંઠિ ઘાલ્યા તતખેવ । રાય વભીષણ સંગતિ રામ, લંકાપતિ દીધું તસ નાંમ ।।૯૪ ।। એ સંગતિના સુણિ દ્રીષ્ટાંત, મીથ્યા સંગ તજો એકાત | કહી ભિવ ભમતાં પરીચો જેહ, મીછાટૂકડ દીજઇ તેહ ।।૯૫ || ઢાલ - ૩૫ કડી નંબર ૭૮થી ૯૫માં કવિ વિસ્તારથી દૃષ્ટાંતો દ્વારા સમકિતના પાંચમા અતિચાર ‘મિથ્યાત્વીનો પરિચય'નું સ્વરૂપ સમજાવે છે. તેમ જ મિથ્યા સંગનો પરિહાર કરવાનો ઉપદેશ આપે છે. કવિ સમકિતના પાંચમા અતિચારનું સ્વરૂપ વિસ્તારથી સમજાવતાં કહે છે કે, જે મિથ્યાત્વી મતનો પરિચય કરે છે તેમ જ તેને માને છે તેનો સંગ ટાળવો. અહીં અનેક દૃષ્ટાંત આપીને કહે છે કે, જેમ કાજળવાળી ઓરડીમાં પ્રવેશ કરીને ત્યાં બેસવાથી કેવી રીતે ઉજ્જવળ રહેવાય? તેમ મિથ્યાત્વીનો સંગ કરવાથી આત્માનો રંગ ઉજ્જવળ કેવી રીતે રહેશે? આત્મા અને પાણી બન્ને સરખાં છે. નીચની સંગતથી બન્ને ખરાબ થાય છે. વળી કહું છું તે તમે સાંભળજો. નીચની સંગતને તમે સહુ છોડી દેજો. આગળ પણ નર, નાર, દેવો નીચની સંગતથી બહુ દુ:ખ પામ્યા છે. જેમ કે વાંસે ગાંઠોની સંગત કરી તો તે થકી ચીરાવું પડ્યું. નદીના સંગે જે તરુવર રહ્યાં તે બધા મૂળથી નાશ પામ્યાં. વળી હંસ કાગડાની સંગે ગયો તો તેનો પરાભવ થયો તેમ જ મરણને મેળવ્યું. જોગીના સંગ થકી શંખને ઘરે ઘરે ભીખ માંગવી પડી. વળી મહાવતે અસતીનો સંગ કર્યો તો તેણે પોતાનો પ્રાણ ગુમાવ્યો. મુંજ જેવા રાજા પણ દાસીના સંગથી દુ:ખ પામ્યા. તુંબડીનો દૃષ્ટાંત આપતા કવિ કહે છે કે, વળી સંગતિનો આ વિચાર પણ જો, એક તુંબડી પર ચાર તુંબા છે. એમાંથી એક તુંબ મુનિવરના હાથમાં જઈ ચડ્યું જગમાં તેનું નામ પાત્ર પડ્યું. વળી બીજું તુંબ જે નદીના સંગે રહ્યું જગમાં તુંબા જાલીનું રૂપ પામ્યું કે જે નદીને પાર કરાવી કિનારે પહોંચાડે છે. તુંબડીનું ત્રીજું ફળ કે જે કોઈ કળાકારના હાથમાં આવ્યું. તેણે તેમાંથી વીણા નામે યંત્રનું રૂપ આપ્યું કે જેનાં મધુર સુર સાંભળીને કિરતાર આનંદ પામ્યા. વળી ચોથી તુંબડી હતી તે એક હજામના હાથમાં જઈ ચડી. તેણે તે કાપીને રુબડી (હજામતનું સાધન) બનાવી. આમ કુસંગથી રુબડી લોહી પીને લોહિયાળ બની. શ્રેણિકરાયના હાથીનું દૃષ્ટાંત આપીને સમજાવે છે કે, શ્રેણિકરાયનો હાથી જે ઘણો દુર્દમ, ગર્વિષ્ઠ હતો પરન્તુ જ્યારે તેને મુનિવરની સંગત મળી તો તેના માન, કષાય બધું જ જતું રહ્યું. અને જેવું સુકોમળ ગાયનું વાછરડું હોય તેવો અતિ શાંત સુકોમળ બની ગયો. હવે તે ગામ, ગઢ કે મંદિર તોડતો ન હતો, તેમ જ રાજાના કોઈ કામ પણ તે કરતો ન હતો. ત્યારે રાજાના મંત્રીએ વિચાર કરીને તેને કોઈ પાપીના દરવાજે બાંધ્યો. અહીં માર, માર મુખથી એવાં શબ્દો સાંભળીને, પશુઓને ચીસો પાડીને મરતાં જોઈને, તેમ જ લોહી, માંસ જોઈને ગજરાજ ફરીથી દુષ્ટ હૃદયવાળો થઈ ગયો. માટે હે - ૧૩૧ Page #153 -------------------------------------------------------------------------- ________________ પંડિતા હૃદયથી આ વાત વિચારી જો નીચની સંગત કોઈ કરતાં નહિ. તેવી જ રીતે સુસંગત થકી તુચ્છ વસ્તુની કિંમત પણ વધી જાય છે તેવા દષ્ટાંત આપતાં કવિ કહે છે કે, જેમ સૂતરના તાંતણાએ પુષ્પની સંગત કરી તો આપણે તેને રાજાના કંઠમાં પહેરાવ્યું. વળી ત્રાંબાએ સોનાની સંગત કરી તો તેની ઘણી કીર્તિ વધી. ગટરના પાણી (ખાળના પાણી) ગંગા નદીમાં ભળી જતાં તે પાણી ગંગાજળ સરખા થયા. તેમ જ ચંદન વૃક્ષને વળગીને જે વૃક્ષ રહ્યા તે બધા પણ સુખડ કહેવાયા. વળી સાપે મહેશ દેવને ભજ્યાં તો તરત જ તેને પોતાના કંઠમાં ધારણ કર્યો. રાજા વિભીષણે રામની સંગત કરી તો તેને લંકાપતિનું નામ મળ્યું. આ સંગતિનાં દષ્ટાંતો સાંભળીને હંમેશ માટે મિથ્યાસંગત તજી દેજો તેમ જ અનેક ભવ ભમતાં ભમતાં તેનો પરિચય કર્યો હોય તો તેનું “મિચ્છામિ દુક્કડમ્ આપો. દૂહા || એમ અતીચાર ટાલીઈ સમકીત રાખે સાર | સૂધો શ્રાવક તે કહું, જે પાલઈ વ્રત બાર //૯૬ // કડી નંબર ૯૬માં કવિ સમકિતના અતિચાર ટાળી શુદ્ધ સમકિત રાખી બાર વ્રત પાળવાનું કહે છે. જે આ અતિચાર ત્યજીને શુદ્ધ સમકિત રાખે છે તેમ જ બાર વ્રત પાળે છે તે સુશ્રાવક કહેવાય. ઢાલ || ૩૬ છે. દેસી. પ્રણમી તુમ સીમંધરૂજી. | પહઇલું વ્રત ઈમ પાલીઇજી, વ્યસનો ન કીજઇ રે ઘાત / આરંભિ જઈણા કહીજી, એમ બોલ્યા વગનાથ //૯૭ // સુણો નર, ધર્મ યાઈ રે હોય, દયા વિના નર કો વલીજી | મોક્ષ ન પોહોતો કોય, સુણો નર ધર્મ ફ્લાઇં રે હોય //આંચલી // કર્મ વાલાદીક કીડલાજી, કાયા જીવ અનેક / અનુકંપાઈ કાઢતાજી, દોષ ન લાગઇ રેખ //૯૮ // સુણો નર. મુઢ પણું તે પરીહરોઇ, રાખો જીવ એકાતિ / માનવપણું છઈ દોહેલું છે, લહીઈ દસ દ્રષ્ટાંતિ //૯૯ // સુણો. ચકી ભોજન તે લખીજી, લખી લઈ ઘરિઘરિ આહાર / ફરી ચકવઈ અન કિમ લહઇજી, તિમ માનવ અવતાર //zoo // સુણો. મેરસમા ઢગલા કરી છે, અને અન માંહિ રિ ભેલિં / વૃધા વિણી કિમ દીઇજી, તિમ માનવભવ મેલિ //૧ // સુણો. Page #154 -------------------------------------------------------------------------- ________________ દેવિં પાસા સોગઠાં જી, નર નિં દીધાં રે દોય / તે સાથિં જે જીપીઇજી, તો માંનવ ભવ હોય //ર // સુ. અઠોતર સો થાભલા જી, થાંભઈ થાંભઈ રે જામ્ય / ત્યાંહાં તેતલી પુતલિજી, સુદર રૂ૫ વખાણ્ય //૩ // સુ. વાર અઠોતર સો રમઇજી, જીપઈ પૂતલી એક / અઠોતરસો વારનો જી, આક કહુ તુઝ છેક //૪ // સુ. બાર લાખ નિ પરિંજી, ઓગણસાઠ હજાર / સાત સહ્યાં નિ જાણજે જી, ઊપરિ અદીકા બાર //પ // સુ. અનવર જીપઈ જવટઇજી, રાજ લઈ નીરધાર / નવિ જિપઈ જીપઈ સહીજી, કિહાં માનવ અવતાર //૬ // સુ. યણ ઘણાં છઈ સેઠિ નિં જી, વેચ્યા જઈ દેશ / તે જો મેલઈ એગઠાં છે, તો માનવભવ લહઈશ //છ // સુ. સુપન એક નર દોયનિં જી, વદને ચંદ પઈઠ / એક રોટો એક રાજીઓ જી, એમ જગી અંતર દીઠ //૮ // સુ. રોટાવાલુ ચીતવઈ જીચંદ લહુ મુખમાંહિ / નાવઈ પણિ આવઈ સહીજી, નર ભવ છઈ કહઈ ક્યાહિ //૯ // સુ. સ્વયંભુરમણ જલપૂરવિં જી, ધસર મુકઇ રે જય / પછિમ કીલી અઠવાઈ જી, કિમ સંયુગી થાય /૧૦ // સુ. પવન પરેયાં દોએ જણાં જી, ધોંસર કીલી રે એક / પણિ નરગતિ છઈ વેગલી જી, પાંઈ પૂણ્ય વસેક // ૧૧ // સુ. કુપિ રહઈ એક કાચબોજી, સાત પડો રે સેવાલ / કુરમિ દીઠો ચંદલો જી, ફરી જોતા વિશાલ //૧૨ // સુ. થાંભા ઊપરી આંણીઈ જી, ઍતો ચક્ર વશેક / અવલું સવલું તે ફરઈ જી, અછાં પૂતલિ એક //૧૩ // સુ. જલકુંડી જોવાલુ લઈ જી, શર સાંધઈ નર જાણ / વાંમ આંખે જઈ પૂતલી જી, તીહા જઈ વાગઈ બાંણ //૧૪ // સુ. અવની ઊપરી નર ઘણા જી, કો એક પાંમાં રે પાર / રાધાવેધ ને સાધતા જી, દૂલહો નર અવતાર //૧૫ // સુ. Page #155 -------------------------------------------------------------------------- ________________ રયણ ધણા ઘટિ દલી જી, પંચ વર્ણનાં રે પેખ્ય | મેરશખરિ ઢગલો કરઈ જી, ઊડઈ વાયુ વસેષ્ય //૧૬ // સુ. દા દ્રષ્ટાંતિ દોહેલો જી, માંનવનો ભવ જાણ્ય | જીવદયા તે કીજીઈ જી, બોલ્યુ વેદ પૂરાણ્ય ।।૧૭|| સુર ઢાલ - ૩૬માં કડી નંબર ૯૭થી ૧૭માં કવિ પ્રથમ ‘સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ' અણુવ્રતનું સ્વરૂપ તેમ જ દયા વિના દુર્લભ આ માનવભવ હારી જવાની દહેશત બતાવીને પ્રસંગતઃ દશ દષ્ટાંતો તે'અંગેના વર્ણવે છે. પ્રથમ અણુવ્રત ‘સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ' વ્રતનું સ્વરૂપ સમજાવતાં કવિ કહે છે કે, ત્રસ જીવોની હિંસા કરવી નહિ, આરંભ સમારંભમાં જયણા રાખવી. આવી રીતે પહેલું વ્રત પાળવું. એવું જગનાથે કહ્યું છે તે તમે સાંભળો, ધર્મ દયાથી જ થાય છે અને દયા વગર કોઈ મોક્ષમાં પહોંચતાં નથી. આમ ધર્મ દયાથી જ થાય. જેમ કે કૃમિ, વાળા આદિ કીડાંઓ વગેરે જીવોને અનુકંપાથી કાઢતાં જરા પણ દોષ લાગતો નથી, માટે મૂઢપણું છોડીને આવા જીવો ઉપર દયાભાવ રાખો. આ માનવભવ અતિ દુર્લભ છે, તે દશ દૃષ્ટાંતે સમજો. અહીં આગમિક દશ દૃષ્ટાંતનું વર્ણન કરતાં સમજાવે છે કે, પ્રથમ દૃષ્ટાંત ‘ચુલ્લક’નું આપ્યું છે. જેમ ચક્રવર્તી બ્રહ્મદત્ત એક બ્રાહ્મણને પ્રસન્ન થતાં પોતાના છ ખંડના રાજ્યમાં પ્રતિદિન એક એક ઘરે ભોજનની માગણી લખી આપે છે. પહેલા તે ચક્રવર્તીના ઘરનું સ્વાદિષ્ટ ભોજન કરે છે. પરંતુ ફરીથી આવું ભોજન તેને પોતાનું આયુષ્ય પૂરું થાય ત્યાં સુધી મળવું દુર્લભ છે, તેમ માનવ-અવતાર પણ દુષ્કર છે. બીજુ દૃષ્ટાંત ‘ધાન્ય’નું છે. જેમ કે મેરુ પર્વત જેટલાં અનાજના ઢગલા કરીને, તેમાં જુદા જુદા અનાજનાં દાણાં ભેગા કર્યાં હોય ત્યારે તેને વીણવા કોઈ વૃદ્ધા માટે મુશ્કેલ છે, તેમ આ માનવભવ મળવો મુશ્કેલ છે. ત્રીજુ દૃષ્ટાંત ‘પાસક’નું આપ્યું છે. જેમ દેવ પાસે દૈવી પાસા અને સોગઠાં હોય તે બન્ને નરને રમવાં આપે. ત્યારે નર તે દેવની સાથે જો કદાચ જીતી જાય, તોપણ માનવભવ મળવો દુર્લભ છે. ચોથું દૃષ્ટાંત ‘ધૃત’નું આપ્યું છે. જેમ રાજસભામાં ૧૦૮ થાંભલા છે. થાંભલે થાંભલે ૧૦૮ સુંદર પૂતળીઓ છે. જ્યારે ૧૦૮ વાર જીતીએ ત્યારે ૧૦૮ પૂતળીવારો એક થાંભલો જીતી શકાય. આમ ૧૦૮ × ૧૦૮ × ૧૦૮ વારના આંક ૧૨,૫૯,૭૧૨ થાય. જ્યારે રાજકુમાર આટલા દાવ રમીને જીતે ત્યારે તેમને રાજ્ય મળે. આમ રાજકુમાર માટે જુગારમાં પ્રત્યેક પૂતળી જીતવી મુશ્કેલ છે, તેમ આ મનુષ્યભવ પુનઃ પ્રાપ્ત થવો દુર્લભ છે. પાચમું દૃષ્ટાંત ‘રત્ન’નું છે. જેમ કે એક શેઠ પાસે ઘણાં રત્નો હતાં. તેણે બધાં રત્નોને જુદાં જુદાં દેશમાં વેચી દીધાં. હવે આ વેચેલાં રત્નોને પાછાં એકઠાં કરવા મુશ્કેલ છે, તેમ આ મનુષ્યભવ પ્રાપ્ત કરવો મુશ્કેલ છે. છઠું દૃષ્ટાંત ‘સ્વપ્ન’નું છે. જેમ કે બે નરને પાછલી રાતે મુખમાં ચંદ્રનો પ્રવેશ થવાનું એક Page #156 -------------------------------------------------------------------------- ________________ સરખું સ્વપ્ન આવે છે ત્યારે આ સ્વપ્નનાં ફળ તરીકે એક રાજા થાય છે અને એક રોતો રહી જાય છે. ત્યારે રોવાવાળો મનમાં વિચારે છે કે, ફરીથી હું ક્યારે મુખમાં ચંદ્રનું પાન કરું? પરંતુ તે સ્વપ્ન ફરીથી આવવું દુર્લભ છે તેમ આ માનવભવ સંમજવો. સાતમું દષ્ટાંત “યુગ'નું આપ્યું છે. જેમ કે સ્વયંભૂરમણ સમુદ્રનાં જળમાં પૂર્વ દિશામાં કોઈ દેવ ગાડાનું ધોંસરું નાંખી દે અને પશ્ચિમ દિશા તરફ એ ધોંસરની કીલી નાંખી દે ત્યારે એ બન્નેનો સંયોગ થવો દુર્લભ છે. ધોંસર અને કીલી એક કરવા પવન તેને ખેંચે છે પરંતુ ધોંસરના વીંધમાં કલી દાખલ થવી અધિક દુર્લભ છે, તેમ આ માનવભવ પણ દુર્લભ છે. આઠમું દષ્ટાંત કૂર્મનું આપ્યું છે. જેમ કે સાત પડ શેવાળથી આચ્છાદિત એક કૂવામાં એક કાચબો રહેતો હતો. એકવાર કોઈ કારણસર શેવાળમાં છિદ્ર પડી ગયું. આ સમયે કાચબાએ પોતાની ડોક બહાર કાઢી, તો તેણે આકાશમાં શરદકાળના પૂર્ણ ચંદ્રમાનું અપૂર્વ દશ્ય જોયું. આ અપૂર્વ દશ્ય પોતાના પરિવારને બતાવવા માટે ફરીથી તે જગ્યાએ આવ્યો પરંતુ હવાના ઝાપટાને કારણે પુનઃ તે છિદ્ર શેવાળથી આચ્છાદિત થઈ ગયું. આમ જેમ ફરીથી ચંદ્ર દર્શન થવા દુર્લભ છે તેમ માનવભવ પણ દુષ્કર છે. નવમું દષ્ટાંત ‘ચક્ર-રાધાવેધ’નું છે. જેમ કે રાજાએ પોતાની પુત્રીના વિવાહ માટે સ્વયંવર મંડપ રચ્યો. તેની પાસે જ એક ખૂબ મોટો સ્તંભ ઊભો કરાવ્યો. સ્તંભના ઊર્ધ્વભાગમાં સીધાં-ઊંધાં ફરતાં ચાર ચક્ર ગોઠવ્યાં. તે ચક્રો ઉપર રાધા નામની એક પૂતળી ગોઠવી. સ્તંભના નીચેના ભાગમાં જોવા માટે પાણીની કૂંડી મૂકી. જે વ્યક્તિ રાધાના ડાબા નેત્રને બાણથી વીંધી શકશે તે રાજકુમારીનો પતિ બની શકે. આ પૃથ્વી પર રાજા તો ઘણા હતા પરંતુ તેમાંથી કોઈ એક જ રાધાવેધ કરી શકે છે. તેમ આ માનવભવ પણ દુર્લભ છે. | દશમું દષ્ટાંત ‘પરમાણુનું આપ્યું છે. જેમ પાંચ પ્રકારનાં ઘણા રત્નોને ઘંટીમાં દળીને તેનો મેરુ પર્વત ઉપર ઢગલો કર્યો ત્યારે આ ભૂકાને વાયુ ચારે બાજુ ઉડાડી દે છે. પછી ફરીથી તેના પરમાણુઓને એકત્રિત કરી રત્નો બનાવવા અતિ મુશ્કેલ છે તેમ આ માનવ અવતાર પણ ફરીથી મળવો અતિ દોહેલો છે. અંતમાં કવિ કહે છે કે, આમ દશ દષ્ટાંતે માનવભવ દુર્લભ જાણવો. માટે આ માનવભવમાં જીવદયા પાળવી. આ વાત વેદ, પુરાણમાં પણ બતાવી છે. દૂહા || ધર્મ યા વિન તુ તજે, ઊઠિ નાગરવેલિ / ભમરઇ જિમ ચંપક યુ, પીછ તજ્યાં જિમ ટેલિ //૧૮ // સુ. કડી નંબર ૧૮માં કવિ દયા વિનાના ધર્મને ત્યજવાનું ‘રૂપક' દ્વારા સમજાવે છે. કવિ કહે છે કે, જેમ નાગરવેલ ઉપર ચડવાનું છોડી દે છે, ભમરો ચંપક ફૂલને છોડી દે છે અને ઢેલ પીછાંને છોડી દે છે તેમ દયા વગરના ધર્મને છોડવો. Page #157 -------------------------------------------------------------------------- ________________ ઢાલા ૩૭ | ચોપાઈ || તજે નગર જિહા વઈરી ઘણાં, તજે વાદ જિલ્લા નહી આપણો / તજે હોલ જે અતિ જાજર, તજઈ નેહ વિનાં દીકિરા /I૧૯ // તજિઈ રૂઠો રાજા વલી, તજિઈ પરગતી અતી આકલી / તજિઈ પાપી કેરો દંગ, તજિઈ જાતિ કુજાતિ તુરંગ //ર૦ // તજીઈ બાલ કેરી છાંહિં તજીઇ વાસો વિષધર યાંહિ / તજીઇ પરવર કેરી તાતિ, તજીઈ ભોજન લખવું રાતિ //ર ૧ // તજઈ કાયર ખ્યત્રી જામ, ન કરઈ ઠાકુર કેરૂ કાંમ / તજિઈ મંકડ સાથિ આલ, તજીઈ પર નિ દેવી, ગાલ //રર // તજીઇ મોટા સાથિં જઝ, તજીઈ મુરિખ સાથુિં મુંઝ / તજિઈ વણજ મધુ ને મીણ, તજીઈ ધર્મ યા જે હીણ // ૨૩ તજીઈ ચોમાસઈ ચાલવું, તજીઈ રાઅંગણિ મહાલવું / તજીઈ સાઈ સંઘાતિ કે, તજીઈ સંગતિ નીચ વસેષ //ર૪ // રણિ અંગણિના તજીઈ ઠામ, તજીઇ નીર વિનાં આરામ / તજીઈ સાત વસન સંસારિ, દૂત મશ નિ મદિરા વારિ //ર૫ // તજીઈ વેશા કેરૂ બાર, તજીઈ આવ્હો નીરધાર / તજિઈ ચોરી કેરો રંગ, તજીઈ પદારાનો ભંગ // ૨૬ // તજિઈ ભોજન જિહાં નહી માંન, તજિઇ વિણ સંગિં પાન / તજિઈ કંઠ વિણું ગાન, તજીઈ પાપ કર્મનું ધ્યાન //ર૭ // તજીઈ પાતિગ પૂણ્યનિં ઠાંમિ, તજીઈ આલસ ધર્મ કાંમિ / તજીઈ સ્તુતિ મુખી પોતા તણી, તજીઈ નર લંપટ અવગુણી //ર૮ // તજીઈ કગરૂ કેરા પાય, તજીઈ ઘરિ મારકણી ગાય / તજીઇ વિર્ષ થયુ જે ખીણ, તજીઈ ધર્મ યા જે હીણ //ર૯ // ઢાલ – ૩૭ કડી નંબર ૧૯થી ૨૯માં કવિ દયારહિત ધર્મની અનેક વસ્તુઓ સાથે તુલના કરી બધાંની જેમ દયાવિહીન ધર્મને પણ ત્યજવો એમ ઉપદેશ આપે છે. જેમ જે નગરમાં દુશ્મન ઘણા હોય તેવું નગર છોડવું, જ્યાં આપણાં હિતેચ્છુ ન હોય ત્યાં વાદ ત્યજવો. જે ઘર અતિ જર્જરિત હોય તે છોડવું તેમ જ પ્રેમ વિનાનાં દીકરા પણ ત્યજવા. કોપાયમાન રાજા પણ ત્યજવો, ઘણી મુશ્કેલ પ્રગતિ હોય તેવાં કામ ત્યજવા. પાપીનો સંગ ત્યજવો. Page #158 -------------------------------------------------------------------------- ________________ વળી જાતિ કુજાતિનો ઘોડો પણ ત્યજવો. બાવળની છાયા ત્યજવી, જ્યાં વિષધરનો વાસ હોય તેવી જગા ત્યજવી, પરઘરની ચિંતા ત્યજવી, તેમ જ રાત્રિભોજન ત્યજવું. જે રાજાના કામ કરી શકે નહિ તેવાં કાયર ક્ષત્રિયને ત્યજવા. વાંદરા સાથે અટકચાળું કરવાનું તેમ જ બીજાને ગાળ આપવી પણ છોડવી. બળવાન સાથે યુદ્ધ કરવાનું તેમ જ મૂર્ખ સાથે ગુપ્ત વાતો કરવાનું ત્યજવું. વળી મીણ અને મધનો વેપાર ત્યજવાં. તેવી જ રીતે દયા વગરનો ધર્મ પણ છોડવો. ચોમાસામાં ચાલવું (બહારગામ જવાનું), રાજાના આંગણામાં ફરવાનું, સાધુ સાથે દ્વેષ કરવાનું તેમ જ નીચની વિશેષ સંગત કરવાનું તજી દેવું. વળી રાણીના મહેલનાં આંગણાનું સ્થાન, જ્યાં પાણી ન મળે ત્યાં બગીચો બનાવવાનું ત્યજવું, સંસારમાં સાત વ્યસનો જેવાં કે ઘુત, માંસ, મદિરા, વેશ્યાના ઘરનું બારણું, શિકાર, ચોરનો સંગ તેમ જ પરસ્ત્રી ગમન છોડવા. જ્યાં માન ન મળે ત્યાં ભોજન, મસાલા વગરનું પાન ત્યજવું, તેમ જ કંઠ વગરનું ગીત અને પાપ કર્મનું ધ્યાન છોડવું. વળી કવિ આગળ કહે છે કે, પુણ્યની જગ્યાએ પાપને છોડવું, ધર્મના કામમાં આળસ છોડવી, વળી પોતાના મુખે પોતાના વખાણ, લંપટ અને અવગુણી નરને ત્યજવો. તેમ જ કુગુરુનું શરણું, ઘરે મારકણી ગાય અને ક્ષણમાં વિષ થાય તેવી વસ્તુને ત્યજવી. તેવી જ રીતે જે ધર્મ દયાવિહીન છે તે ધર્મનો ત્યાગ કરવો. દૂહા . ધર્મ ક્યા ઈ જાંણ , જિમ રંગ સાચો ચોલ / વલી દ્રષ્ટાંત આગલિ અછઈ હિત યુગતિ કલોલ //૩૦ // કડી નંબર ૩૦માં કવિ દયા ધર્મની જ વાત કરે છે. કવિ કહે છે કે, દયા એ જ ધર્મ જાણજે. એનો સંગ સાચો અને સત્ય છે. વળી આગળ પણ દષ્ટાંતો છે કે તે જગમાં હિતદાયક આનંદ આપે છે. ઢાલી ૩૮ ||. દેસી. છાંનો છપી નિ કંતા કિા રહ્યું રે // રાગ – રામચુરી // ધર્મ યા ઈ જાણ જે રે, તે નીશઈ નીરધાર રે / જીવ જતન કરી રાખીઇ રે, તો લહીઈ ભવપાર રે // ધર્મ યાઈ જાંણ જે રે // આંચલી //૩૧ // પહઇલું નિં વ્રત એમ પાલિઈ રે, જિવ સકલની સાર રે / દયા સમો ધર્મ કો નહી રે, હંશા ધર્મ અસાર રે //૩ર // ધર્મ હિંવરથી વછ ઊપજઇ રે, સસલાથી સહી હોઈ રે / જલધર વિન અને નીપજઈ રે, તો ધર્મ યા વિન હોય રે //૩૩ // ધર્મ. કુપરખ બોલિં જે થીર રહઈ રે, સુપરખ લોપઈ લીહ રે / દયા વિના ધર્મ તો કહુ રે, ઘાસ ભખઈ જો સીહ રે //૩૪ // ધર્મ Page #159 -------------------------------------------------------------------------- ________________ ઢાલ – ૩૮ કડી નંબર ૩૧થી ૩૪માં કવિએ દયાધર્મનો મહિમા બતાવવા વિવિધ દૃષ્ટાંતોનું આલેખન કર્યું છે. કવિ દયાધર્મની મહત્તા બતાવતા કહે છે કે, દયા એ જ ધર્મ જાણજે. તે નિશ્ચયથી નક્કી જ છે. માટે દરેક જીવનું જતન કરવાથી ભવપાર મળે છે. દરેક જીવની સંભાળ રાખવી. આવી રીતે પહેલું વ્રત પાળવું. દયા જેવો કોઈ ધર્મ નથી, હિંસા ધર્મ અસાર છે. અહીં દૃષ્ટાંત આપતાં કહે છે કે, જો ઘોડાથી વાછરડું ઊપજે, સસલાથી સિંહણ થાય, વળી જલધારા (વરસાદ) વગર અનાજ ઊગે તો દયા વગર ધર્મ થાય. વળી આગળ કહે છે કે, જો ખોટાં વચનો સ્થિર રહે અને સાચાં વચનો નાશ પામે. તેમ જ સિંહ ઘાસ ખાય તો દયા વગર નો ધર્મ હોય. દૂહા || ધર્મ યા ઇં જાણ જે, જિન આગ્યના પરમાણ । પાતિગ કરતાં પૂણ્ય કલઇ, જોય વિમાસી જાણ ||૩૫ || દૂહા કડી નંબર ૩૫માં કવિએ પાપ કરતાં પુણ્યનો નાશ થાય, તેમ જ દયા ધર્મ જ સાચો ધર્મ છે એ વાત સમજાવી છે. જિનવરની આજ્ઞા પ્રમાણે દયા ધર્મ જ સાચો ધર્મ જાણવો, પાપ કરવાથી પુણ્ય નાશ પામે છે, તે મનથી વિચારીને સમજ. ઢાલ|| ૩૯ || દેસી. એક દીન રાજસુભા ઠીઓ ।। રાગ. ગોડી ।। વણ ગુણતિ વિદ્યા ગલઇ, દૂરિ ગયાં જિમ નેહ । સીલ ગલઇ સ્ત્રી સંગથી રે, તપÜ ગલઇ જિમ હો રે ।।૩૬ || દયા ચીતિ રાખીઈ જિમ દાનં વલંછિ તે ગલઇ રે, ધર્મ દયા વિન તે ગલઇ રે, પરિન ઊપગારો રે, મધુરૂં ભાખીઈ ।। આંચલી ગલઇ સહઇ કાજ પ્રમાદિ । ગલઇ મુર્ખિ લજ વિવાધુ રે ।।૩૭।। દયા ચીત. તુર્ણી યૌવન તે ગલઇ રે, ત્રીધ્ય મ્યુ ક્રીડ કરત । યૌવન આપ નર તવ ગલઈ રે, ઊડું જ્ઞાન ંતો રે ।।૩૮ ।। દયા. ગુણ ગલીઆ પર અવગુણિ રે, અય્યન શકી જિમ લાખ | ધર્મ યા વિન એમ ગલઇ રે, એ નિસ્યાશન ભાખો રે ।।૩૯ ।। યા. ઢાલ – ૩૯માં કડી નંબર ૩૬થી ૩૯માં કવિએ દયા ધર્મ ને ઉત્કૃષ્ટ બતાવવાં અનેક દૃષ્ટાંતો વડે સમજાવ્યું છે. દયા ધર્મનો મહિમા આલેખતાં કહે છે કે, જેમ સ્વાધ્યાય (અભ્યાસ) વગર વિદ્યાનો નાશ થાય છે, દૂર જવાથી સ્નેહ ઓછો થાય છે, સ્ત્રીના સંગથી શીલ નાશ પામે છે, તપ કરવાથી શરીર ગળે છે. (શોષાય છે.) માટે મનમાં દયાભાવ રાખવો. તેમ બીજાને ઉપકારી થાય એવું મધુર વચન બોલવું. => 7 > Page #160 -------------------------------------------------------------------------- ________________ દાન વગર લક્ષ્મી ઓછી થાય છે. પ્રમાદ કરવાથી બધાં કાર્ય થતાં નથી, વળી વાદ-વિવાદ કરવાથી મુખની લજ્જા ક્ષોભ પામે છે. તેવી જ રીતે દયા વગરનો ધર્મ નાશ પામે છે. (શોષાય છે.) આગળ કહે છે કે, જેમ તરુણીનું (યુવતીનું) યૌવન વૃદ્ધ સાથે ક્રીડા કરવાથી શોષાય છે, નરનું યૌવન અવળું જ્ઞાન કહેવામાં નાશ પામે છે. વળી જેમ અગ્નિથી મણિ ગળી જાય છે, તેમ પરના અવગુણ કહેવાથી પોતાના ગુણ ગળે છે. તેવી જ રીતે દયા વગરનો ધર્મ નાશ પામે છે, એવું જિનશાસનમાં બતાવ્યું છે. (હ્યું છે.) દૂહા |. શ્રી જિનદેવિં ભાખીઉં યા વિના નહી ધર્મ / હંશા ધર્મ ન કહી મલઇ, જિમ મેહર નિં બ્રહ્મ //૪// ભોજન નો અરથી વલી, ન કરઈ ઉદ્યમ શર્મ /. એ અણમલતું જણ જે, ન મલઈ હંશા ધર્મ //૪૧ // દૂહા કડી નંબર ૪૦થી ૪૧માં કવિએ દષ્ટાંત સાથે દયાધર્મનો મહિમા ગાયો છે. શ્રી જિનભગવંતો ભાખી ગયા છે કે દયા વગર ધર્મ ન હોય. અહીં કવિ દષ્ટાંત આપતાં કહે છે કે, જેમ બ્રાહ્મણ અને ચમાર ક્યાંય ભેગાં મળે નહિ, તેમ હિંસા અને ધર્મ ક્યાંય મળતા નથી. વળી ભોજનની ઈચ્છાવાળો ઉદ્યમની શરમ રાખતો નથી કારણ કે ક્યાંય ઉદ્યમ વગર ન મળે તેવું જાણજે, તેમ હિંસા ધર્મ ક્યાંય મળતો નથી. ઢાલ ૪૦ | ચોપાઈ | યમ મેગલ નિ ન મલઈ મસો, ન મલઈ મૃગપતિ નિ યમ સસો / ન મલઈ કીડી પરબત કાય, ન મલઈ રંક અનિ વલી રાય //૪ર // ન મલઇ નીર્ધન નિ ધ્યનવંત, ન મલઇ નીરગુણં નિં ગુણવંત / ન મલઇ અસતી નિ યમ સતી, ન મલઇ મુરિખ નિ મહામતી //૪૩ // ન મલઈ ગંગા નિ યમનાડિ, ન મલઈ ગઢ સ્વરૂઓ પલવાડિ / ન મલઇ પીતલ નિ જિમ હમ, ન મલઈ રૂસણ નિ જિમ પ્રેમ //૪૪ // ન મલઈ ખજુઓ નિ જિમ સૂર, ન મલઈ વાહો સાયરપૂર / કરર દ્રષ્ટિ નિ ન મલઈ માયા, ન મલઇ પાપ કર્મ નિ યા //૪૫ // ઢાલ – ૪૦ કડી નંબર ૪૨થી ૪૫માં કવિએ ઉધમ (પુરુષાર્થ) કર્યા વગર કાંઈ પણ મળતું નથી તેની અનેક વસ્તુઓ સાથે તુલના કરી, અંતે પાપને દયા ધર્મ ન કહેવાય તેનું આલેખન કર્યું છે. જેમ હાથીને ઉદ્યમ વગર તણખલું પણ ન મળે તેમ જ સિંહને સસલા જેવું પ્રાણી પણ ન મળે, કીડીને પર્વતની કાયા તેમ જ રંકને રાજાપણું ઉધમ વગર મળી શકે નહિ. ઉદ્યમ વગર નિર્ધન ધનવાન ન થઈ શકે અને નિર્ગુણી ગુણવાન ન થઈ શકે. વળી ઉદ્યમ વગર અસતી સતી થઈ શકે નહિ તેમ જ મૂર્ખને મહામતિ મળી શકે નહિ. વળી ગંગા પણ યમુના ન Page #161 -------------------------------------------------------------------------- ________________ થઈ શકે તેમ જ વાડીને ગઢનો ગૌરવ ન મળે. તેવી જ રીતે પિત્તળ સોનું ન થઈ શકે, રિસાયેલાને પ્રેમ ન મળે, આગિયો સૂર્ય ન થઈ શકે, તેમ વોકળાનાં પાણી સાગરનાં પૂર બની શકે નહિ. તો વળી ક્રૂરદૃષ્ટિને મમતા ન મળે, તેમ પાપ કર્મ દયા ન બની શકે. (દયા ધર્મ ન કહેવાય.) દૂહા || એકઇ ઠાંમિ ન દંત | પાપ કર્મ બઇ એગઠાં, કઇ સÜયો કઈ ટાલિ જો, પણિ બઈ નવિ સોભંત ।।૪૬ || દીપક જિમ વલિ તેલ વિન, શેન વિના જિમ રાય । ધર્મ દયા વિન તે તસ્યુ, ખીર વિનાં જિમ ગાય ।।૪૭ || કડી નંબર ૪૬થી ૪૭માં પણ કવિએ દષ્ટાંતો દ્વારા દયાધર્મને શ્રેષ્ઠ બતાવ્યો છે. પાપ અને પુણ્ય બન્ને સાથે એક સ્થાને હોય નહિ. જેમ ક્યાંક સેંથો અને ક્યાંક ટાલ એ રીતે બન્ને શોભે નહિ. (હોય નહિ.) આગળ કહે છે કે, જેમ તેલ વિના દીપક શોભે નહિ, સેના વગર રાજા શોભે નહિ. દૂધ વિના ગાય શોભે નહિ, તેમ દયા વગર ધર્મ તેવો જાણવો. ઢાલ|| ૪૧|| દેસી. મુનીવર માગિ ચાલતા ।। શનેહ વિના સ્યુ રૂસણું, ગઢ વિહુણી પોલ । પ્રેમ વિના જિમ પ્રીતડિ, મન મઈલ અંધોલ્યુ ।।૪૮ ।। ધર્મ દયા વિન તે તસ્યુ, જસ્ય લુખુ અનો । તપ જપ સંયમસ્યુ ધરઈ, જો મઈલું મનો // ધર્મ દયા વિન તે તસુ || આંચલી || બાલિક વિન જિમ પાલણું, કાલ વિઠ્ઠણો મેહો । સંપતિ વિણ જિમ પાંહણો, ગઈ યૌવન નેહો ।।૪૯ ।| ધર્મ. જોગ વિનાં જોગી જસ્યુ, મન વિણું ધ્યાંનો ગુરૂ વિણ ગછ નવી સ્યુભીઈ, વર વિહુણિ જાંનો ।।૫૦। ધર્મ. દાતા વિન જિમ જાચિકા, પ્રણિ વિણ દેહો । ધર્મ દયા વિન તે તસ્યુ, ભાખઈ સુગુરૂ એહો ।।૫૧ || ધર્મ. ઢાલ - ૪૧ કડી નંબર ૪૮થી ૫૧માં પણ કવિએ દયા ધર્મની અનેક વસ્તુની સાથે સરખામણી કરી તેની મહાનતા દર્શાવી છે. કવિ દયા ધર્મને શ્રેષ્ઠ દર્શાવતાં કહે છે કે, જેમ પ્રેમ વિનાનું રુસણું, ગઢ વિનાની પોળ, સ્નેહ વિનાની પ્રિતડી અને મેલાં મનનું સ્નાન શું કામનું? તેવી રીતે લુખ્ખા અન્ન જેવું દયા વિનાનો ધર્મ લાગે. વળી મન મેલું હોય તો તપ, જપ અને સંયમ શા માટે ધરવા? શું કામના? ૧૪૦ = Page #162 -------------------------------------------------------------------------- ________________ જેમ બાળક વિના પારણું, કાળ વગરનો મેઘ, સંપત્તિ વગરનો અતિથિ અને વિતેલા યૌવન પછીનો પ્રેમ શોભે નહિ, તેમ દયા વગરનો ધર્મ લાગે. જેમ જોગ વિના જોગી, મન વગરનું ધ્યાન, વર વિનાની જાન અને ગુરુ વિના ગચ્છ શોભે નહિ તેમ દયા વિના ધર્મ હોય નહિ. (શોભે નહિ.) વળી આગળ કવિ કહે છે કે, જેમ દાતા વિના યાચક, પ્રાણ વિનાનો દેહ હોય નહિ તેમ દયા વગર ધર્મ હોય નહિ એવું સુગુરુ ભાખી ગયાં છે. દૂહા || સુગુરૂ પયપઇ સુગણ સુણિ, સમઝે શાહાસ્ત્ર વિચાર । પર પ્રાણી તો ઊગરઇ, લહીઇ સ્મુધ આચાર ||પર || કડી નંબર પરમાં કવિ સુગુરુને વંદન કરીને શાસ્ત્રનો મર્મ સાંભળીને જીવદયા પાળવી એમ ઉપદેશ આપે છે. સુગુરુને વંદન કરી તેમનાં સારાં વચનો સાંભળીને શાસ્ત્રના મર્મનો વિચાર સમજીને, પર પ્રાણીને બચાવવાથી શુદ્ધ આચારની પ્રાપ્તિ થાય છે. ઢાલ|| ૪૨ ।। દેસી. જો રઈ જન ગતિ સ્યુભુની ।। રાગ. મલ્હાર // દેસી. બીજી કહઈણી કરણી । તુઝ વિણિ સાચો // ઊતમ ફુલનો એ આચાર, ષટ વેદ ચંદઆ બંધઇજી । જિવજતન જગિ એણિ પરિ કરસઇ, તે સ્યુભ મારગ સંધઇજી ||૫૩ || ઊતમ કુલનો એ આચાર. આંચલી ।। પિહઈલો ચંદરૂઓ જલ પરિ પેખો, બીજો ખંડણ ઠાંમિ જી | જિવદયા વિન જગિ બહુ બુડા, ઘર ધંધા નિં કાંમિ જી ૫૪।। ઊતમ કુલ. ત્રીજો ચંદઓ પીસણ દામિં, ગંધણિ ચોથો જાંણોજી । જીવ મરતાં પાતિગ બોહોલું, એ નીસઈ મનિ આંણોજી ||૫૫|| ઊતમ કુલ. છઠો છા નિ સંગિજી । અઠમ સેયા રેંગિજી ।।૫૬ ।। ઊતમ. ભોજન ભોમિં કહું પાંચમો, સતમ વલી સંઝે ઠાંમિ, પડીકમણઈ પણિ પેખો જી | તો સીવમંદિર દેખોજી ।।૫૭ ।। ઊ. ઊતમ નહી આચાર જી જીવ જંત્રમાંહિ પણિ પીલિં, પાતીગનો નહી પાર જી ।।૫૮ || એકંદ્રી અણસોઝિ દલતાં, નોમો વલી દેહેરાસર હાંમિ, જો જિનવચનાં સુધાં પાલુ, Page #163 -------------------------------------------------------------------------- ________________ ખંડણ રંધણ ઈધણ પાંણી, અણસોરુિં અતી પાપજી । સારવણિ જીવ નીત્ય સારવતા, કહઈ કિમ છોડીશ આપજી ||૫૯|| ઊઠતા બઇસતા ભાઈ, હીડતાં બોલતાં જી | જીવજતન કર્યુ રિંગ લોગો, જાંગતા સોવંતા જી ।।૬૦।। ઊ. ઢાલ – ૪૨ કડી નંબર ૫૩થી ૬૦માં કવિ ગૃહસ્થે દયાપાલન અર્થે બાંધવાના દશ ચંદરવાની વિગતનું વર્ણન કરે છે કે જેથી જેનાં સારરૂપે જીવહિંસાથી બચી શકાય છે. કવિ કહે છે કે, જીવ હિંસાથી બચવા માટે છએ શાસ્ત્રમાં (દર્શનમાં) ચંદરવા બાંધવા એ વાત આવે છે. ઉત્તમ કુળનો એ આચાર છે. જગમાં જીવની જતના આવી રીતે જે કરશે તે ને પ્રાપ્ત કરશે. શુભ માર્ગ પહેલો ચંદરવો પાણિયારે (પાણી રાખવાની જગ્યા) જુઓ, બીજો ચંદરવો ખંડણ સ્થાને (ખાંડણિયે) બાંધવો. જીવદયા વગર જગમાં ઘણાં ઘર, ધંધા અને સ્ત્રી વગેરેથી ડૂબી ગયાં છે, ત્રીજો ચંદરવો દળવાની જગ્યાએ, ચોથો ચંદરવો રાંધવા(રાંધણિયું)ની જગ્યાએ બાંધવો. મનમાં નિશ્ચયથી સમજો કે જીવ મરતાં ઘણું પાપ થાય છે. ભોજન કરવાની જગ્યાએ પાંચમો તેમ જ વલોણું કરવાની જગ્યાએ (છાશ કરવાની જગ્યાએ) છઠ્ઠો ચંદરવો બાંધવો. વળી સાતમો ચંદરવો સાફસૂફી કરવાની જગ્યાએ બાંધવો, આઠમો ચંદરવો સૂવાની જગ્યાએ બાંધવો, નવમો દહેરાસરમાં તેમ જ દશમો પ્રતિક્રમણ કરવાની જગ્યા(પોષધશાળા)એ જોવો. આવી રીતે જિનભગવંતોનાં વચનો શુદ્ધ-શ્રદ્ધા વડે પાળવાથી મોક્ષ મેળવી શકાય. વળી આગળ કહે છે કે, એકેન્દ્રીય જીવ (અનાજ) ને જોયાં વગર અણસોયું દળવું, એ શ્રાવકનો ઉત્તમ આચાર નથી કારણ કે તેમ કરવાથી તેમાં રહેલાં જીવજંતુ પણ દળાઈ જાય છે અને પાપનો પાર આવે નહિ. (ઘણું પાપ લાગે.) આમ ખાડણિયું, ચૂલો, ઈંધણ, પાણી આદિ જોયાં વગર વાપરવાથી અતિ પાપ લાગે છે. વળી નિત્ય સાવરણીથી (ઝાડુથી) ઘરને સાફ કરતાં થતી જીવ હિંસાથી તને કેવી રીતે છોડાવીશ. અંતે શીખ આપતાં કહે છે કે, હે ભાઈ! જગમાં ઊઠતાં, બેસતાં, ચાલતાં, બોલતાં, જાગતાં કે સૂતાં દરેક જીવનું જતન કરવું. દૂહા || સોવતાં વલી જાગતાં, જિન કહઈ આંત ઊગારિ। અણગલ નિર મ વાવરો, લાધો ભવ મમ હારિ ||૬૧|| કડી નંબર ૬૧માં કવિ અણગળ પાણીનો ઉપયોગ કરવો નહિ તે વિશે બોધ આપે છે. સૂતાં અને જાગતાં દરેક ક્રિયામાં જીવોની જતના કરવી, એમ જિનવરે કહ્યું છે. વળી અણગળ (ગાળ્યા વિનાનું) પાણી વાપરવું નહિ કે જેથી મળેલ ભવ હારી ન જવાય. Page #164 -------------------------------------------------------------------------- ________________ ઢાલા ૪૩ || દેસી. પાંડવ પાચઈ પ્રગટ થયા //. અણગલ નીર ન પીજીઇ, અંગલિ ઝીલવું વાય રે / અણગલિ વસ્ત્ર પખાલતાં, પાપ ઘણું જ સંસા રે //૬૨ // અણગલ નીર ન પીજીઈ આંચલી શ્રીમાનસીત માંહઈ કહ્યું, ગલણાતણોએ વીચાર રે / તે ટ્યુતો મનિ આપણઈ, જિમ પાંમો ભવપાર રે //૬૩ // અ. પોહોલપણઈ વીસ ગલાં, લંબ પણઈ વલી ત્રીસ રે / તે ગલણું રે બેવડ કરી, જલ ગલીઈ નસ દીસ રે //૬૪ // અણગલ. ગલતાં ઝાલક પરીહરો, ટુંપો તો નીવ દીજઈ રે / જે જલનો જીવ ઊપનો, તેહનઈ તાહિ મુકી જઈ રે //૬૫ // અણગલ. વીછલતાં રે ગણું વલી, આલસ મ કરિ લગાર રે / જલ વિન જીવ જીવઈ નહી, હઈડઈ કરોએ વીચાર રે //૬ ૬ // અણગલ. સંખારો મમ સુકવો, જે તુમ હઈડઈ સોન રે / જીવ સકલનિ રે જીવાડીઈ, મ કરો મનિ અભીમાન રે //૬૭ // અણગલ ખારૂ નીર ન ભૂલીઇ, મીઠા જલ તણઈ સાધ્ય રે | સંખારો નવિ દીજીઈ, નીચા જણ તણઈ હાધ્ય રે //૬૮ // અણ. સમોઅણ તે નવી કીઈ, ઊનિ જલ વલી જગ્યા રે / જલના જીવ વણસતાં, પૂણ્ય તણિ હોય હાંણ્ય રે //૬૯ // અણગલ કીડી કુકર કંથુઓ, સુરપતિ સરખો જોય રે / જીવ નિ યુન્ય વિણસતા, પાતિગ અતિ ઘણું હોય રે //છ0 // અણગલ - ઢાલ – ૪૩ કડી નંબર ૬૨થી 90 માં કવિએ પાણી ગાળવાનો વિધિ તેમ જ ગરણાનું માપ વગેરે આગમ પ્રમાણે દર્શાવ્યું છે. તેમ જ અણગળ પાણી પીવાથી કે વાપરવાથી અને પાણી ગાળ્યા બાદ સંખારાનું બરાબર જતન ન કરવાથી પણ જીવોની ઘાત થાય છે તે વિસ્તારથી સમજાવ્યું છે. અણગળ પાણી પીવું નહિ, અણગળ પાણીથી સ્નાન કરવું નહિ, વળી અણગળ પાણીમાં વસ્ત્રો ધોવાં નહિ. તેમ કરવાથી સંસારમાં ઘણું જ પાપ લાગે છે. “શ્રી મહાનિશિથ સૂત્ર'માં પણ ગરણાંનો વિચાર બતાવ્યો છે. માટે તે વિચાર મનમાં રાખવાથી ભવપાર પામી શકાય. કવિ અહીં ગરણાનું સ્વરૂપ તેમજ પાણી ગાળવાની વિધિ બતાવતાં કહે છે કે, વીસ આંગળ પહોળું અને ત્રાસ આંગળનું લાંબું એવું વસ્ત્ર બેવડ કરીને ગરણું બનાવવું. તેનાથી રાતદિવસ પાણી ગાળવું. વળી પાણી ગાળતી વખતે છાલકને છોડવી તેમ જ ગરણું નીચોવીને પાણી લેવું નહિ તેમ જ ઝાપટવાની Page #165 -------------------------------------------------------------------------- ________________ ક્રિયાને ત્યજવી. વળી જે પાણીના જીવ હોય, ત્યાં જ તેમને મૂકવાં. ગરણું વીછળવામાં જરાપણ આળસ કરવી નહિ કારણ કે પાણી વગર તે જીવ જીવી શકે નહિ, હૃદયમાં આવો વિચાર કરવો. હૃદયમાં દયાભાવ હોય તો સંખારાને સૂકવવો નહિ, આમ બધા જીવોને જીવાડવા પણ મનમાં અભિમાન કરવું નહિ. વળી આગળ કહે છે કે, ખારું પાણી મીઠા પાણી સાથે ભેગું કરવું નહિ. તેમ જ સંખારો નીચા માણસના હાથમાં આપવો નહિ. ગરમ પાણીને માફકસર કરવા માટે ઠંડું પાણી ભેળવવું નહિ. તેમ કરવાથી પાણીના જીવ નાશ પામે છે અને પુણ્યની હાનિ થાય છે. કીડી, કંથુઆ કે હાથી હોય, બધાનો જીવ સુરપતિ જેવો સરખો જ હોય છે. માટે જીવ યોનિ નાશ પામતાં ઘણું જ પાપ થાય છે. દૂહા || પાતિગ બોહોલું તહાનિ કરતા પ્રાણીઘાત / પર હંસા નિં દૂહવતા, ભવિ ભવિ હોય અનાથ //છ૧ // કડી નંબર ૭૧માં કવિએ પરજીવની હિંસા કરવાથી દુ:ખ મળે છે તે ઉપદેશ આપે છે. બીજા જીવોને દુભાવવાથી તેમ જ તેનો ઘાત કરવાથી ઘણું જ પાપ લાગે અને ભવે ભવે અનાથપણું મળે. ઢાલી ૪૪ . દેસી. સુણિ હવું એક વ્યખ્યમી પૂરૂ // આપ સમા સવિ જીવડા, હઈઇ વ્યંત અપાર રે/ જે નરા જીવ નિં પારસઈ, ફરઈ તે ગતિ ચ્યાર રે //૭ર // વયણ સુણો જગિ સહુ નરા, દયા ધર્મ તે સાર રે / તપ જપ ધ્યાન તો છઇ ભલું, ત્યા વિનએ તે છાહાર રે વયણ સુણો જગિ સહુ નરા. આંચલી / જે જગી તરસ નિ થાવરા. જીવ સકલ ઊગાય રે / જંતુ હીડઈ જગી જીવવા, તેહનિ તુ મમ માર્યો રે //૭૩ // વયણ સુણો. કર્મ વીપાક માંહિં કહ્યું, કરઈ જીવ સંધાર રે / તે નરા પાપમહા બુડસઈ, નવી પાસઈ પાર રે //૭૪ // વયણ. સીહ સીઆલ નિ સુકરાં, અજા જે મૃગબાલ રે / હિંવર હરણ નિ હાથીઆ, દેતા વાઘલા ફાલ રે //૭૫ // અજગીર સંવર રોઝડાં, વછ ચીખલ ગાય રે | ચીતરા ચોર નિં. મંકડા, દીધા નાગનઈ ધાય રે //૭૬ // વયણ. પંખીઓ પાસઓં પાડીઆ, મછ કછની જાત્ય રે / જે નરા મંશના લોલપી, ફરઈ નગ તે સાત્ય રે //૭૭ // વયણ. Page #166 -------------------------------------------------------------------------- ________________ પંખીઆ ગુરડ નિ હંસલા, લાવાં તીતર મોર રે । સમલીઅ સારીસ જીવ નિં, હર્ણિ કર્મ કઠોર રે ।।૭૮ ।। વયણ. કાગ નિ અંબની કોકિલા, ચડી ચાસ મ માર્ય રે । ચકવા ચાતુક જીવ નિં, હણી પંડિમ ભાર્ય રે ।।૭૯ ।। વયણ. ઢાલ – ૪૪ કડી નંબર ૭૨થી ૭૯માં કવિ ‘શ્રી વિપાકસૂત્ર’ના આધારે માનવી કેવાં કેવાં દુષ્કર્મ કરે છે તેનું વર્ણન કરે છે અને અંતે દરેક જીવ પોતાના જીવ જેવો જ છે એવો ઉપદેશ આપે છે. તેમ જ દયા ધર્મ શ્રેષ્ઠ ધર્મ છે તેનું પ્રતિપાદન કરે છે. હૃદયમાં એવું વિચારવું જોઈએ કે પોતાના જીવ જેવા જ બધા જીવો છે. માટે જે નર બીજા જીવોને મારે છે તેને ચાર ગતિમાં ફરવું પડશે. આ જગમાં દયા જ ધર્મનો સાર છે એ વચન સહુ માનો. તપ, જપ અને ધ્યાન તો સારાં છે, પણ દયા વગર બધું નકામું રાખ સમાન છે. આ જગમાં ત્રસ અને સ્થાવર જીવો છે. આ બધા જીવોને ઉગારવા આ જીવોની જતના કરવી. બધા જીવો જગમાં જીવવા માટે પ્રયત્ન કરે છે તેને તું માર નહિ. ‘શ્રી કર્મ વિપાક સૂત્ર’ના આધારે દુષ્કર્મનું વર્ણન કરતાં કહે છે કે, શ્રી કર્મ વિપાસૂત્ર'માં પણ કહ્યું છે કે જે નર જીવસંહાર કરશે, તે પાપમાં ડૂબશે. તેમ જ તે પાર પામી શકશે નહિ. જેમ કે જે સિંહ, શિયાળ અને સુકરાં, બકરી હરણનાં નાનાં બચ્ચાં, વળી ઘોડા, હરણ અને હાથી તેમ જ છલાંગ મારતાં વાઘ. તો વળી અજગર, સુવર, રોઝડાં, ચીખલ ગાયનાં વાછરડાં, ચીતરા (ચિત્તા), ચોર (એક જાતના પ્રાણી) અને વાંદરા, તેમ જ નાગણીઓને ઘાયલ કરે છે, તેમની ઘાત કરે છે. જે પંખીઓને તેમ જ મચ્છ-કચ્છ આદિ માછલીઓને જાળમાં પકડે છે, આમ જે નર માંસ લોભી હોય છે તે નર સાતે નરકમાં ફરે છે. જે પંખીઓને જેવાં કે ગરુડ, હંસ, લાંબા તેતર, મોર, સમડી, સારસ વગેરે જીવોને હણીને કઠોર કર્મ કરે છે. માટે કાગડા, આંબાની કોકિલા, ઝાડ ઉપર ચઢીને ચાસ (કુંજડું) વગેરે પંખીઓને મારવા નહિ. તેમ જ ચક્રવાક, ચાતક વગેરે જીવોની ઘાત કરીને પોતાની જાતને પાપથી ભારે કરવી નહિ. દૂહા || પાપિ પંડી જ ભારતો, કરતો પાતીગ વાત । આપ સવારથ કારણિ, પર પ્રાણીનો ઘાત ।।૮૦।। કડી નંબર ૮૦માં પોતાના સ્વાર્થ માટે મનુષ્ય પર પ્રાણીનો વધ કરી પાપ કરે છે એ વાતનું આલેખન કર્યું છે. આમ પાપી પોતે જ પાપની વાતો કરી ભારે બને છે. તેમ જ પોતાના સ્વાર્થ માટે બીજા જીવોનો ઘાત કરે છે. ઢાલ|| ૪૫ દેસી. એમ વ્યપરીત પરૂપતાં ।। રાગ. અસાઓરી - સીધુઓ ।। કીધા કર્મ પરાચીઆ, નર ીધલા ધાય રે, થાય રે । પાપ કર્મ તેણઈ એગઠાં એ ।।૮૧ || ૧૪૫ => Page #167 -------------------------------------------------------------------------- ________________ ધન કારણિ નર વેધીઆ, દીઈ કાતડી કંઠ રે, ઊલહિં રે / પાપ કર્મ એહવાં કીએ ||૮૨ // એક નર ક્રોધી અતી ઘણું, નર જલમાંહ ઈં બોલઈ રે, રોલઈ રે / તેણઈ આપ જીવનિ ભવ ઘણા એ //૮૩ // એક નર અગ્યને લગડતા, નર પશુઅનઈ બાલઈ રે, ટાલઈ રે | સુભ સ્માતા તેણઈ વેગલી એ //૮૪ // એક નર નરનિ સાઢસઈ, વલી ચુટતા દીસઈ, પીસઈ રે / દંત ઘણું ઊપરિ રહ્યા એ ૮૪ // જિન કહઈ તે કિમ છુટસઈ, ગતિ ચ્યારે મા ભમતા રે, ગમતા રે / કાલ અનંતો અતી દૂનૅિ એ //૮૫ // ઢાલ - ૪૫ કડી નંબર ૮૧થી ૮૫માં કવિએ પોતાના આનંદ માટે પાપી મનુષ્યો કેવા પ્રકારથી જીવોનો વધ કરે છે તેમ જ તેનું ફળ શું મળે તે વાત દર્શાવી છે. કવિ કહે છે કે, પૂર્વે અર્જિત કરેલાં કર્મોથી તેમ જ પર પ્રાણીઓનો ઘાત કરવાથી પાપ કર્મ ભેગાં થાય છે, પાપ કર્મોનું બંધન થાય છે. જેમ કે જે માનવ ધન માટે જીવોની મનુષ્યોની હત્યા કરે છે તેમ જ તેમને ઊંધાં કરીને ગળા ઉપર કરવત મૂકે છે. આવાં ઘોર પાપ કર્મો કરે છે. તો કોઈ મનુષ્ય અતિ ક્રોધી હોવાથી પર પ્રાણીને પાણીમાં ડૂબાવે છે, રગદોળે છે. (નષ્ટ કરે છે.) તેના કારણે તે પોતાના ઘણાં ભવો વધારે છે. તો વળી કોઈ પુરુષ આગ લગાડીને પશુ તેમ જ મનુષ્યને બાળીને તેનો નાશ કરે છે, આમ કરવાથી તેના શુભ કર્મ દૂર થઈ જાય છે. તો વળી કોઈ પુરુષ માણસને સાણસીથી પકડીને ચીંટવા ભરે છે તેમ જ જોરથી દબાવે છે આમ દબાવાના કારણે દાંતા ઊપસી આવે છે. જિનવર ભગવંતો કહે છે કે આવા દુષ્કર્મ કરવાથી તેઓ કેવી રીતે છૂટશે? ચારે ગતિમાં ભમવું પડશે, રહેવું પડશે. આમ અનંત કાળ સુધી અતિ દુઃખ પામશે. દૂહા || અતી દૂખીઓ દૂરગતી ભમઈ સાતે નરગે વાસ/ જીવ હણઈ નર જે વલી, સુખ કિમ હોઈ તાસ //૮૬ // કડી નંબર ૮૬માં જે જીવ હિંસા કરે છે તેને સાતે નરકમાં જવું પડે છે. એ વાત કવિએ • દર્શાવી છે. જે મનુષ્ય જીવહિંસા કરે છે, તેઓ અતિ દુઃખી થઈને દુર્ગતિમાં ભમે છે તેમ જ સાતે નરકમાં જાય છે. તેમને સુખ કેવી રીતે મળે? ઢાલ || ૪૬ . દેસી. પ્રણમી તુમ સીમંધર જી // જીવ તણો વધ જે કરઈ છે, તે નવી જાંણઈ રે ધર્મ / પાંચઈ અંદ્રી પોષવા જી, કરતો ઘોર કુકર્મ //૮૭ // Page #168 -------------------------------------------------------------------------- ________________ સુપ્રાંણી રીદિ વીચારી રે જોય, જિનવચને આલુચજે જી । હંશા ધર્મ ન હોય, સુપ્રાંણી રીદઇ વીચારી રે જોય ।। આંચલી રસનાનિ રશ વાહીઓ જી, કર્તો આમિષ આહાર | વીષમઈ પંથિં ચાલતાં જી, એકલડો નીરધાર ।।૮૮ ।। સુપ્રાણી જેણિ વાંટિ નહી વાંણીઆ જી, નગર નીરૂપમ હાટ | સાંથિ નહી કો સારથીજી, કહઇ કુણ કહઇસઇ વાટ ।।૮૯ || સુપ્રાણી હંશા કરતાં સોહેલી જી, મુર્યખ સાંભલી વાત । ઊતર દેતા દોહેલુ જી, મ કરીશ પ્રાંણી ઘાત ।।૯૦।। સુપ્રાણી જલચર થલચર પંખીઆ જી, તેહની કરતો રે ઘાત । તવ હોસઇ સંતાપ ।।૯૧|| સુપ્રાણી નીસચ નરગિં રે જાય । પાલવ જવ ઝાલસઇ જી, જીવ હણતાં જિન કહઇજી, ભુખ્યાં આંમિષ કેલ્ગુ જી, તરસ્યા તરવું પાય ।।૯૨ || સુપ્રાણી કષ્ટ રોગ નિ કુબડો જી, અતિદૂરગંધી રે દેહ / અલપ આઊખઇ ઊપજઇ જી, હુંશાના ફૂલ એહ ।।૯૩|| સુપ્રાણી પંડીત હોઈ તે પ્રીછયુ જી, જીવદયા જંગી સાર । દયા વિનાં કિમ પાંમીઇ જી, એ સંસારાં પાર ।।૯૪|| સુપ્રાણી. જીવદયા એમ પાલઇ જી, જિમ જંગી મેઘરથ રાય | પારેવો જેણઈ રાખીઓ જી, પરભવિ અરીહા થાય ||૯|| સુપ્રાણી. માં દેહનું કાપીઉં જી, મુક્યું ત્રાજુ રે માહિં । ત્રાજુ તોહઇ નવિ નમઇ જી, થીર ન ચુકો ત્યાહિ ।।૯૬ || સુપ્રાંણી. એક લાખ વ્યવરી તણાં જી, દૂધ તણી ખીર ખાય । તોઇ કાયા કાર્યમી જી, હંસા કેય ન જાય ।।૯૭|| સુપ્રાંણી. તોલઇ દેહી કાર્યમી જી, મ કરીશ પ્રાંણી રે ઘાત । સુર હરખ્યુ તવ બોલીઓ જી, ધ્યન ધ્યન તુ નરનાથ ।।૯૮ || સુપ્રાંણી. સુર આકાસઈ સંચર્યુ જી, હુઓ તે જઇઇ રે કાર । જીવદયા એમ પાલીઇ જી, તો લહીઇ ભવપાર ।।૯૯ || સુપ્રાંણી. ઢાલ – ૪૬ કડી નંબર ૮૭થી ૯૯માં કવિએ હિંસા નહિ કરવાની શીખ, તેમ જ હિંસાના ફળ કટુ હોય તે વાત આલેખી તેમ જ પછી દયા પાળવાથી મેઘરથ રાજા બીજા ભવમાં અરિહંત પદને Page #169 -------------------------------------------------------------------------- ________________ પામ્યા તે વાત વિસ્તારથી દર્શાવી છે. કવિ કહે છે કે, જે પોતાની પાંચે ઈન્દ્રિયોને પોષવા માટે કુકર્મ કરે છે તેમ જ અન્ય પ્રાણીનો વધ કરે છે, તે ધર્મને જાણતો નથી. માટે સજ્જન માનવી! હૃદયમાં વિચારીને જો અને જિનભગવંતોનાં વચને આલોચના કરજે. હિંસામાં ધર્મ ન હોય એ વાત તું હૃદયમાં વિચારી રાખજે. જેણે રસનાની લોલુપતા માટે માંસાહાર કર્યો છે તેના વડે તે મુશ્કેલ રસ્તે ચાલતા નિશ્ચયથી એકલો થઈ જશે. અહીં કવિ દષ્ટાંત આપી સમજાવે છે કે, જેમ સુંદર નગર હોય, તેમાં દુકાનો હોય પરન્તુ રસ્તામાં કોઈ વાણિયા, વેપારી હોય નહિ અને સાથે કોઈ સંગાતી હોય નહિ, તો તેને રસ્તો કોણ બતાવશે? વળી કવિ આગળ કહે છે કે, હિંસા કરવી તને સુખદાયક લાગે છે પરંતુ હે મૂર્ખ મારી વાત સાંભળ. તેના કટુ ફળ ભોગવવા અતિ દુષ્કર છે માટે પ્રાણીઘાત કરીશ નહિ. આગળ કહે છે કે, જલચર, સ્થલચર અને પંખીઓ જે છે તે જીવોની તું ઘાત કરે છે પરન્તુ જ્યારે આ જીવો વેર વસૂલ કરશે, તારો છેડો પકડશે, ત્યારે તું જરૂર દુ:ખી થઈશ. વળી જિનભગવંતોએ કહ્યું છે કે, જે જીવહિંસા કરે છે તે નિશ્ચયથી નરકમાં જાય છે. કવિ નરકનું વર્ણન કરતાં કહે છે કે, નરકમાં ભૂખ-તરસ લાગે ત્યારે પોતાના શરીરનું જ માંસ, લોહી ખવડાવે પીવડાવે છે તેમ જ ભૂખ અને તરસથી શરીર સૂકાઈ જાય તોપણ તરવું પડે છે. વળી હિંસાનાં ફળ થકી તે કુષ્ટરોગી અને કુબડો થાય તેમ જ તેના શરીરમાંથી અતિ દુર્ગધ આવે અને અતિ અલ્પ આયુષ્ય લઈને જન્મે છે. માટે પંડિત હોય તે સમજી જાય કે આ જગમાં જીવદયા જ ઉત્તમ છે શ્રેષ્ઠ છે. માટે દયા વગર આ સંસાર પાર કેવી રીતે કરશું? કવિએ “મેઘરથ રાજાના કથાનક'ને આધારે જીવદયાનો મર્મ સમજાવ્યો છે. જેમ જગમાં મેઘરથ રાજાએ જીવદયા પાળી હતી, તેમ જીવદયા પાળવી. તેમણે પારેવાંને બચાવી તેનું રક્ષણ કર્યું કે જેનાથી તેઓ બીજા ભવમાં અરિહંત થયા. તેમણે પારેવાંના વજન જેટલું પોતાના દેહનું માંસ કાપીને ત્રાજવામાં મૂક્યું છતાં પણ ત્રાજવું નમ્યું નહિ. ત્યારે રાજાએ ધીરજ ગુમાવી નહિ અને વિચાર્યું કે એક લાખ ગવરી ગાયના દૂધની ખીર ખાય છે તો પણ આ કાયા નકામી છે. આત્માની પાછળ (સાથે) જતી નથી. તેથી રાજાએ આવી નકામી પોતાની કાયાને ત્રાજવામાં તોળીને બાજને કહ્યું કે, હવે તું (પારેવાં) પ્રાણીની વાત કરીશ નહિ.' ત્યારે આ જોઈને દેવતાઓ આનંદ પામ્યાં અને બોલ્યાં, ધન્ય ધન્ય તું નરનાથ'. પછી દેવતાઓ આકાશમાં જતાં રહ્યાં અને ચારે તરફ મેઘનાથ રાજાનો જયજયકાર થયો. આવી રીતે જીવદયા પાળવાથી ભવપાર લઈ શકાય. ઢાલ || ૪૭ | દેસી. ચાલી ચતુર ચંદ્રાનની // રાગ. મલ્હાર // જીવડ્યા એમ પાલીઇ, જિમ ગજ સુકમાલ રે | પગ અઢી દિવશ તોલી રહ્યુ, મેઘ જીવ ક્રીપાલ રે //૫00 // જીવડ્યા એમ પાલીઇ. // આંચલી. // કિમ તેણઈ અંત ઊગારીઓ, કીમ રહ્યું ગજરાજ રે / તાસ ચરીત્ર સહુ સાંભલું, સારો આપણું કાજ રે /૧ // _ Page #170 -------------------------------------------------------------------------- ________________ જીવદયા એમ પાલીઇ // નામ મેરપ્રભ તેહનું, ગજદંત સ્ય ચ્યાર રે / સાત સહ્યા તસ હાથ્યની, પોતાનો પરિવાર રે //ર // જીવ. દાવાનલ જવા લાગી, દેખી ગજહ પલાય રે / જોયન મંડલિ આવીઓ, આવી પસુઅ ભરાય રે //૩ // જીવ. હર્ણ સીઆલ નિં સુકરાં, રીછાં સો નવી માય રે / એક સસલો અતી આકલો, ગજ પગતલિં જાય રે //૪ // જીવ. ખાય ખણી ગજ પગ ઠવઈ, પડ્યું દ્રીષ્ટ એક જંત રે / એહનિ ગજ કહઈ કિમ હષ્ણુ, કુણ હોય અત્યંત રે //પ // જીવ. અતિ અનુકંપા આંગતો, ખરી ક્યા જગી એહ રે / અઢીએ દીવસ દૂખ ભોગવ્યુ, પડ્યુ ભોમિ ગજ તેહરે //૬ // જીવ. એમ તેણઈ અંત ઊગારીઓ, હવું ફલ તસ સાર રે / મર્ણ પામી ગજરાજીઓ, થયુ મેઘ કુમાર રે //છ // જીવ. સંપઈ સુખ બહુ પામીઓ, પોહોતી મન તણી આસ રે / રાય શ્રેણિક કુલી ઊપનો, કીધો સર્ગહાં વાસ રે //૮ // જીવ. ઢાલ – ૪૭ કડી નંબર ૫૦૦થી ૮માં કવિએ જીવદયાનો મર્મ સમજાવવાં “શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર’ના મેઘકુમારના કથાનકને આધારે જીવદયાનો મર્મ મેઘકુમારના પૂર્વભવ મેરુપ્રભ હાથી દ્વારા સમજાવ્યો છે. જેમ ગજરાજે જીવદયા પાળી હતી, એમ જીવદયા પાળવી. હાથીના ભાવમાં મેઘકુમારે સસલાનો જીવ બચાવવા અઢી દિવસ સુધી અધ્ધર પગ રાખીને ઊભા રહ્યા, એમ જીવદયા પાળવી. કેવી રીતે તેણે નાના પ્રાણીને બચાવ્યું? કેવી રીતે ગજરાજ ઊભા રહ્યા? તેમનું ચારિત્ર સહુએ સાંભળવું તેમ જ યાદ કરીને પોતાનાં કાર્ય કરવાં. મેઘરથ'ના પૂર્વભવનું વર્ણન કરતાં કહે છે કે, તે હાથીનું નામ મેરુપ્રભ હતું. તેને ચાર વિશાળ ગજદંત હતાં. સાતસો હાથણીઓનો તેનો પોતાનો પરિવાર હતો. એક વખત જ્યારે વનમાં દાવાનળ લાગ્યો, તે જોઈને હાથી ભાગીને એક યોજના અંતરવાળા મંડલમાં આવીને ઊભો રહ્યો. ત્યારે બીજા પશુઓ પણ તેમાં આવીને ઊભાં રહે છે. હરણ, શિયાળ, સુકરાં અને રીંછ વગેરેથી મંડલ ખીચોખીચ ભરાઈ જાય છે. ત્યારે એક સસલો અતિ ઉતાવળો થઈને હાથીના અધ્ધર કરેલા પગ નીચે જાય છે. જ્યારે હાથી ખુજલી ખણીને પગ નીચે મૂકતાં તેની નજર એક જંતુ (સસલું) પર પડે છે. સસલાને જોઈને હાથીના મનમાં થાય છે, કે હું આને શા માટે મારું? હાથીને અત્યંત કરુણા ઉત્પન્ન થાય છે. આવી અતિ અનુકંપા તેણે દર્શાવી. જગમાં આ જ ખરી દયા છે. અઢી દિવસ તેણે Page #171 -------------------------------------------------------------------------- ________________ અધ્ધર પગે ઊભા રહી દુઃખ ભોગવ્યું. પછી પગ અક્કડ થઈ જવાથી તે ચાલી શક્યો નહિ અને જમીન પર પડી ગયો. આમ તેણે પ્રાણીને (સસલા) બચાવ્યો. કવિ જીવદયાના ફળનો મર્મ સમજાવતાં કહે છે કે, તેના સારરૂપે હાથીને તેનું ફળ મળ્યું, મરણ પામીને ગજરાજ શ્રેણિકરાયના કુળમાં મેઘકુમાર તરીકે જન્મયો. ત્યાં ઘણી સંપત્તિ અને સુખ મળ્યાં, તેમ જ મનની સર્વ આશાઓ ફળી. અને અંતે મરણ પામી સ્વર્ગમાં દેવતાનું સુખ પ્રાપ્ત કર્યું. દૂહા. ॥ જીવદયા જગિ એમ કરઇ, તે સુખીઆ બહુ હોય । પર પ્રાણી પીડી રહ્યા, તાસ ચરીત જોય ||૯ || કડી નંબર ૯માં કવિ હિંસાના ફળ કેવાં હોય તેનું ચારિત્ર જોવાનું કહે છે. જે જગમાં આવી રીતે જીવદયા કરે છે તે બહુ સુખી થાય છે. તેમ જ હવે પર પ્રાણીને જે બહુ દુ:ખ આપે છે તેનો નાશ કરે છે તેનું ચારિત્ર જો. ઢાલ|| ૪૮ ।। દેસી. પ્રણમી તુમ સીમંધરૂ જી ।। પરદેહી નિ પીડતાં જી, આપ સુખી કિમ થાય । જીવ અકાઈ મારતો જી, સતમ નરગિં જાય ||૧૦|| ઢાલ - સોભાગી, કરજે તત્ત્વ વીચાર, પર પ્રાંણિનિ પીડતાં જી | ઊતમ નહી આચાર, સોભાગી, કરજ તત્ત્વ વીચાર || આંચલી. પંચ સહ્યાસ્યુ પરવર્યુ જી, ખ્યત્રી મોટો રે ચોર । વનમ્હાં પંખી મારતો જી, કરતો કર્મ અઘોર ||૧૧|| સોભાગી. ।। કરતો અંદ્રી રે છેઃ ।। પામ્યુ વેદ કુવેદ ।।૧૨।। સો. તસ કુર્ખિ અવતાર । અંદ્રી વિન આકાર ।।૧૩।। સો. કર વિન કાયા રે દીઠ । ઊદર નહી તસ પીઠ ।।૧૪।। સો. લેઅણ લેઇનિ મારતો જી, પરભવિ દૂખીઓ તે થયું જી, મૃગાવતી ગિ જે સતી જી, લોઢો થઈન ઈં ઊપનો જી, પગ વિન પાપિ ઊપનો જી, શ્રાવણ નેત્ર નહી નાકા જી, રોમ આહાર લોટી લીઇજી, અતી કાયા દૂરગંધ । પૂર્વ કર્મ તે ભોગવઇ જી, ઊરાભ તણો જે બંધ ||૧૫|| સો. દયા વિનાં નહી ધર્મ । કુર્ણા મનમાાં આણીઇ જી, પરહરીઇ કુકર્મ ||૧૬ || સો. તે માટŪ સહુ સંભલુ જી, ૪૮ કડી નંબર ૧૦થી ૧૬માં કવિએ ‘શ્રી વિપાક સૂત્ર'નો પ્રથમ શ્રુત સ્કંધ/ = {0h = Page #172 -------------------------------------------------------------------------- ________________ દુઃખવિપાકમાં આપેલ “મૃગાપુત્ર કથાનક'ના આધારે મૃગાપુત્ર લોઢિયાનો પ્રસંગ વર્ણવ્યો છે. હિંસા કરનારને પરભવમાં કેવું દુ:ખ મળે છે, આ વાત કથાનકને આધારે સમજાવી છે. બીજાના દેહને પીડા આપવાથી, દુ:ખ આપવાથી પોતે સુખી કેવી રીતે થાય? કવિ ‘અકખાઈ રાઠોડ (ખત્રી?)નું દષ્ટાંત આપતાં કહે છે કે, અકખાઈ રાઠોડ જીવહિંસા કરીને સાતે નરક સુધી જશે. માટે હે ભાગ્યવાન! તું તત્ત્વનો વિચાર કરજે કે, પર પ્રાણીને દુઃખ આપવું તેમ જ તેનો વધ કરવો એ ઉત્તમ આચાર નથી. ધનપતિ નામના રાજાને “અકખાઈ” નામનો એક સેવક હતો. તે પાંચસો ગામનો અધિપતિ હતો પરંતુ તેનાં કામો ચોર જેવાં હતાં. વનમાં પંખીઓ મારીને અઘોર કુકર્મ કરતો હતો. વળી તે ઘણાં આકરાં કરોથી લોકોને પીડતો હતો તેમ જ કાન, નાક, નેત્ર વગેરે લોકોની ઈન્દ્રિયો છેદીને હેરાન કરતો હતો. જેને કારણે તે પરભવમાં દુ:ખી થયો તેમ જ અંગ-કુસંગને મેળવ્યાં. જગમાં મૃગાવતી નામની રાણીના કૂખે તે લોઢિયા પુત્ર રૂપે અવતર્યો. કે જે ઈન્દ્રિય અને આકાર વગરનો માંસના લોચારૂપે પગ વગરનો, હાથ વગરની કાયા વાળો તેમ જ કાન, નેત્ર, નાસિકા, પેટ, પીઠ આદિ ઉપાંગ વગરનો જમ્યો. રોમ આહાર આળોટીને, સૂઈને લેતો હતો. તેની કાયામાંથી અતિ દુર્ગંધ આવતી હતી. આમ અશુભ કર્મના બંધને કારણે તે પૂર્વનાં કર્મ ભોગવતો હતો. અંતે કવિ કહે છે કે, માટે સહુ કોઈ સાંભળો! દયા વગર ધર્મ ન હોય. મનમાં કરુણા રાખીને કુકર્મને ત્યજવા. દૂહા | કર્મ કુકર્મ ન કીજીઈ, કીધિ કિમ સુખ હોય / જેણઈ હંશા હરખિં કરી, નરગિં રમ્યા નર સોય /૧૭ // સો. કડી નંબર ૧૭માં કવિ જે કર્મ કુકર્મ હસીને બાંધે છે, તેનાં ફળ રૂપે તે નરકમાં જાય છે, આ વાતનું આલેખન કરે છે. કર્મ અને કુકર્મ કરવાં નહિ, આવા કર્મો કરવાથી સુખ કેવી રીતે મળે? વળી જે આનંદિત થઈને હિંસા કરે છે તે માનવ નરકમાં જાય છે. ઢાલ ૪૯ || ચોપાઈ છે. સહઈ જિં જે કરતા તાપણું, પૂણ્ય પરજલઈ છઈ આપણું / સિરિ વાહઈ છઈ જે કાંકચ્યું, પૂણ્ય પાલિથી તે નર ખસ્યું //૧૮ // માંકણ નિં તાવડી નાખસઈ, તે નરનારી દૂખી થઈં / વીછી છાંણ લઇ ચાંપસઈ, દૂખ અંતાં સુખ કિમ હસઇ //૧૯ // ચાંચણ જઅ બગાઈ જેહ, ચાંપ્યાં માર્યા દૂહુવ્યાં તેહ / કીડી મંકોડા ઊગાય, ઈડાં ફોડી પંડિમ ભાય //ર0 // મંકોડા મારિ ધીમેલિ, લિખ કાતરા નિ ચુડેલ / દાદૂર ઊધઈ નિ મસો, મારી નિં કાં દૂરગતિ વસ્તુ //ર ૧ // Page #173 -------------------------------------------------------------------------- ________________ માખીએ ઈઅલિ નિ અલસીઆ, મારી કાર્ય કીધાં કસ્યાં / પરમ પૂરજ નિં વચને રહીઇ, ‘મા’ શબ્દ મુખ્યથી નવી કહીઈ //રર // પાંચ અતિચાર એહના જાણિ, નર ઊત્તમ તું અગ્યમ આંણિ / વાટિ વસિં રીસિ ધા કર્યું, ગાઢઈ બંધન પશુઆં ધ૩ //ર૩ // જે અતિ જાઝો ભાર જ ભરઈ, કર્ણ કંબલ જે છેદ જ કરઈ / ભાત પાણીનો કરઈ વછેદ, તેનિ ઉપજઈ અદીકો ખેદ //ર૪ // ઢાલ – ૪૯ કડી નંબર ૧૮થી ૨૪માં કવિએ રોજિંદા જીવન વ્યવહારમાં આવનારા હિંસાના અવસરો તરફ ધ્યાન દોરીને તેનાથી બચવાનો ઉપદેશ આપ્યો છે. તેમ જ પહેલાં વ્રતના પાંચ અતિચારનો ઉલ્લેખ કર્યો છે. કવિ જીવન વ્યવહારમાં આવતી રોજિંદી હિંસાનું વર્ણન કરતાં કહે છે કે, જેવી રીતે સહજપણે તાપણું કરવાથી આપણાં પુણ્ય બળી જાય છે, તેવી રીતે માથા ઉપર કાંસકી ફેરવાથી તે નર પુણ્યની પાળીથી ખસી જાય છે. આગળ કહે છે કે, જે માંકડને તડકે નાંખશે, તે નર નારી દુ:ખી થશે. વીંછી આદિ જીવોને છાણ સાથે લઈ દબાવ્યાં હોય, વળી ચાંચણ, જૂ, બગાઈ વગેરે જીવોને પણ ચાંપ્યા હોય, માર્યા હોય કે દુભાવ્યાં હોય, આવું દુઃખ આપ્યું હોય તો તને સુખ કેવી રીતે મળશે? માટે કીડી, મંકોડા આદિ જીવોને બચાવવાં, તેમની જતના કરવી. તેમ જ તેમનાં ઇંડા ફોડીને પોતાના આત્માને પાપથી ભારે કરવો નહિ. મંકોડા, ધીમેલ, લીખ, કાતરા, ચૂડેલ, દેડકાં, ઊધઈ, મચ્છર વગેરે જીવજંતુઓને મારીને દુર્ગતિમાં શા માટે વસવું (જવું?) માખી, ઈયળ અને અળસિયાં વગેરેને મારીને તેં કેવાં કેવાં કાર્યો કર્યા છે? આવી હિંસાથી બચવા જ્ઞાની ભગવંતોનાં વચને રહેવું. તેમ જ મુખથી ‘માર’ શબ્દ પણ બોલવો નહિ. કવિ પહેલા વ્રતના પાંચ અતિચારનું આલેખન કરતાં કહે છે કે, ઉત્તમ પુરુષે એના પાંચ અતિચાર જાણીને જિનવરની આજ્ઞા અંગે ધરવી. જેમ કે રસ્તામાં ચાલતાં રીસમાં આવીને કોઈને ઘા કર્યો હોય, માર્યું હોય, પશુઓને મજબૂત બંધનથી બાંધ્યા હોય, ગજા ઉપરાંત ભાર ભર્યો હોય, કામ કરાવ્યું હોય, કાન, કંબલ આદિ છેદ્યાં હોય તેમ જ અન્ન પાણીનો નિષેધ કર્યો હોય તો તેનાથી ઘણું દુ:ખ ઊપજે છે. (થાય છે.) માટે આ અતિચારો સમજીને તેનો ત્યાગ કરવો. ખેદ ન ઊપાઈઇ વલી, મુખ્ય ન કહીઈ માય | પહઇલું વ્રત એમ પાલીઇ, બીજઈ મૃષા નિવાર્ય //ર ૫ // કડી નંબર ૨૫માં કવિ અતિચારો ટાળીને પહેલું વ્રત પાળવું. તેમ જ બીજા વ્રતમાં મૃષા છોડવાની વાત કરે છે. કવિ કહે છે કે, ઉપર્યુક્ત અતિચારો વડે પ્રાણીઓને દુ:ખ આપવું નહિ તેમ જ મુખમાંથી ‘માર’ એમ પણ ન બોલવું. આવી રીતે પહેલું વ્રત પાળવું. તેમ જ બીજા વ્રતમાં ‘મૃષા' છોડવી. Page #174 -------------------------------------------------------------------------- ________________ ઢાલા ૫૦ | ચોપાઈ ||. વ્રત બીજઈ મરિષા પરિહરો, પંચ ઉઠાંની અગડ જ કરો / કન્યાલી ભોમાલી ગાય, જઠું બોલિં દૂર્ગતિ જય //ર ૬ // થાંપણિ મોસો કુડી સાખ્ય, અલીએ વચન મુખ્યથી મમ ભાખ્ય / કુડુ બોલિ સુખ કિમ હોય, જુઠઈ જઈ નવિ પાંમઈ કોય //ર૭ // જુઠું બોલતાં જાઈ લાજ, જઠું બોલતાં વણસઈ કાજ | જુઠું બોલતાં મુખ થાય, જુઠું બોલતાં દૂરગતિ જય //ર૮ // જઠું બોલતાં ચ્યોહો ગતિ ભમઇ, દૂરગતિ નારી સાથિં રમઈ / કાલ અનંતો એણી પરિ ગમઇ, પોતાના પ્રાણિં નિ દમઈ //ર૯// મૃષાતણું છઈ મોટું પાપ, ફોકટ આપ કરઈ સંતાપ / દાન સીલ તપસ્યુ જગી જપ, મૃણા ન ખંડમાં મુખ્યથી આપ //૩૦ // કૃપા થકી મુખ્ય થાઈ રોગ, દૂલહો અંદ્રીનો સંયોગ / ઉલો ટુટો નિ પાંગલો, કૃપા થકી થાઈ આંધલો //૩૧ // સતવાદીનું લીજઇ નાંખ, કાલિકાચારય ગુણ અભીરાંમ / Úધ વચન ભુપતિંનિ કહઈ, જિગનતનું ફલ નર્ગ જ કહઈ //૩૨// સતિ સીતા સતિં રામ, રાય યુધીષ્ટ રાખ્યું નાંમ / પરશાનમાં હરીચંદ શ્ય, તે તો તહનિં બોલિ રહ્યુ //૩૩ // ડુબ ધરિ તેણઈ આપ્યું નીર, વચન થકી નવી ચુકો ધીર / તો તેહની કીર્તિ વીસ્તરી, મુઓ નહી નર જીવ્યો ફરી ૩૪ // શઈ શાશનિ સેઠિ બંગાલ, તેહનો પૂત્ર જે સેઠિ સગાલ / તસ ધણ ચંગોમતી નાય, સતવાદી જગિ દોય વીચાર્ય //૩૫// તે બેહની તુમ્હ સુણજ્ય વાત, પૂત્ર તણો તેણઈ કીધો ઘાત / વચન થકી પણિ તે નવી ચલ્યા, નરનારી બઈ બોલિં પલ્યા //૩૬ // ઊત્તમ નરની એહેવી વાચ નો હઇ જઠી હોઈ સાચ / ભાતિ પટોલઈ લુઢઇ લીહ, વચન થકી નવિ ચુકઇ સીહ //૩૭ // નીસરિઆ ગજ કેરા દંત, તે કિમ પાછા પઇસઈ તંત / સીહતણી જી એક જ ફાલ, પાછો વેગિ વલઇ તતકાલ //૩૮ // કુપરજ નરની વાચા અસી, જિમ પાણીમાંહા લીટી ધસી / અથવા કાચબ કેરી કોટ, ખૂણહાં કેતી દેતો ડોટ //૩૯ // Page #175 -------------------------------------------------------------------------- ________________ તે મુરિખનું કસ્યુ વખાંણ, જેણઇ નવી કીધુ વચન પ્રમાંણ । તે જનનિ ઇ કાં જંગી જપ્યુ, સકલ લોકમ્હા જે અવગુણ્ય ।।૪૦।। તેહનું કોય મ લેખ્યુ નાંમ, બોલો સતવાદી ગુણગ્રાંમ । સતવાદિ ધરિ મંગલ ચ્યાર ||૪૧ || સત વચન ઊર્ફે નહી સાર, સતવાદી નિ સહુ કો નમઇ, સતવાદીનું બોલ્યુ ગમઇ । સતવાદિ દૂરગતિ નવિ ભમઇ, સતવાદિ તે સીવપુરિ રમઇ ।।૪૨।। સતવાદી જેણઇ નગરિ વસઇ, નગરલોક તિ હરબિં હસઇ । ઢાલ તેણઇ નગરિ નહી દૂત દૂકાલ, વરસઇ મેઘ નિં હોય સગાલ ।।૪૩|| ૫૦ કડી નંબર ૨૬થી ૪૩માં કવિએ બીજા સ્થૂલ મૃષાવાદ વિરમણ નામના અણુવ્રતનું સ્વરૂપ બતાવ્યું છે. પાંચ મોટા જૂઠનો આ વ્રત લેનાર માટે સદંતર નિષેધ કહ્યો છે. તે ઉપરાંત જૂઠું બોલવાનાં ફળ તેમ જ સત્ય બોલનારાઓનું સદષ્ટાંત રોચક વર્ણન કર્યું છે. બીજા વ્રતનું સ્વરૂપ સમજાવતાં કહે છે કે, વ્રત બીજામાં અસત્ય વચનનો ત્યાગ કરો તેમ જ મોટા પાંચ જૂઠાણાંની પ્રતિજ્ઞા લો. જેમ કે, કન્યા સંબંધી, ભૂમિ સંબંધી, ગાય સંબંધી જે જૂઠું બોલે છે તે દુર્ગતિમાં જાય છે. થાપણ ઓળવવા સંબંધી, તેમ જ ખોટી સાક્ષી આપવા સંબંધી જૂઠાં વચન મુખમાંથી બોલવાં નહિ, જૂઠું બોલવાથી સુખ કેવી રીતે મળે, જૂઠું બોલવાથી કોઈને પણ કશું મળતું નથી જેમ કે જૂઠું બોલવાથી લાજ જાય, કામ પણ બગડી જાય. વળી જૂઠું બોલવાથી મૂર્ખ થાય તેમ જ દુર્ગતિમાં જાય. જૂઠું બોલવાથી ચારે ગતિમાં ભમવું પડે, દુર્ગતિ નારી સાથે રહેવું પડે. આવી રીતે અનંતકાળ પસાર કરવો પડે અને પોતાના આત્માને દુઃખ ભોગવવું પડે. અસત્યપણું મોટું પાપ છે, તું કારણ વગર મનમાં ઉદ્વેગ કરે છે. જ્યાં સુધી મુખમાંથી અસત્ય વાણીને છોડી નથી ત્યાં સુધી જગમાં દાન, શીલ, તપ, જપ વગેરે બધું શું કામનું? નકામું છે. વળી અસત્ય બોલવાથી મુખમાં રોગ થાય, તેમ જ ઈન્દ્રિયનો સંયોગ દુર્લભ થાય. જેમ કે લૂલો, ઠુંઠો અને પાંગળો, વળી મૃષા થકી આંધળો પણ થાય. અહીં કવિ જૈન તેમ જ અન્ય દર્શનમાં થયેલાં સત્યવાદીઓનાં દૃષ્ટાંત આપી સત્યવચનનો મહિમા દર્શાવે છે. જેમ કે કાલિકાચાર્ય સત્યવાદીનું નામ લેવું તેમ જ તેમના ગુણગાન આનંદથી બોલવાં કે જેમણે યજ્ઞનું ફળ નરક જ કહ્યું, આવાં સત્યવચન રાજાને કહ્યાં હતાં. તેવી જ રીતે સતી સીતા, સત્યવાદી રામ, યુધિષ્ઠિર રાજા કે જેમણે જગમાં પોતાનું નામ રાખ્યું. તેવી જ રીતે પરશાસનમાં ‘હરીશચંદ્ર' સત્યવાદી કહેવાય છે. તેઓ પોતાના વચનમાં અડગ રહ્યા હતા. તેમણે ચંડાળના ઘરમાં પાણી ભર્યું છતાં ધૈર્યવાન એવાં એ વચનથી ચૂક્યાં નહિ. તેથી તેમની કીર્તિ ચારે તરફ ફેલાણી. આમ તેઓ કસોટીથી હાર્યા નહિ, પણ કસોટીને જીતીને જીવ્યા. તેવી જ રીતે શૈવ શાસનમાં બંગાલશા નામે એક શેઠ હતા. તેમનો પુત્ર શેઠ સગાળશા હતો. તેમની ઘરવાળીનું નામ અંગોમતી હતું. જગમાં તે બન્ને જણ સત્યવાદી હતાં. તે બન્નેની વાત તમે => ૧૫૪ > Page #176 -------------------------------------------------------------------------- ________________ સાંભળો. પોતાના પુત્રનો ઘાત પોતાના હાથે કર્યો છતાં પણ વચનમાં જરાપણ વિચલિત થયા નહિ અને બન્ને નર નારીએ પોતાનું વચન પાળ્યું. કવિ આગળ સત્યવાદીનો મહિમા દર્શાવતાં કહે છે કે, જેમ પટોળું ફાટે છતાં તેની ભાત રહે છે. વળી હાથીના મુખમાંથી નીકળેલાં દંતશૂળો તેના મોઢામાં કદી પાછાં જતાં નથી. સિંહ પણ ઝૂકીને એક જ છલાંગ મારે છે. એવી ઉત્તમ પુરુષની વાણી હોય છે. તેમનાં વચન જૂઠાં ન હોય સત્ય જ હોય. આમ શૂરવીર પુરુષ વચન થકી ચૂકતાં નથી. તેવી જ રીતે કુપુરુષનું વચન પાણીમાં દોરેલી લીટી જેવું હોય છે. અથવા કાચબાની ડોકની જેમ ક્ષણમાં અનેકવાર ફરે એવું હોય છે. આમ જેણે વચન પાળ્યું નથી એવા મૂર્ખના વખાણ પણ શા માટે કરવા? વળી જગમાં આવા મૂર્ખને તેની માતાએ શા માટે જણ્યો? કે જેને સકળલોકમાં પણ અવગણ્યો છે. માટે તેનું નામ કોઈ લેતાં નહિ પરન્તુ સત્યવાદીના ગુણગ્રામ બોલો. સત્યવચનથી ઊંચો બીજો કોઈ સાર નથી. સત્યવાદીના ઘરે ચાર મંગળ હોય છે, સહુ કોઈ તેને નમે છે, તેમની વાણી બધાને ગમે છે, તેમને દુર્ગતિમાં જવું પડતું નથી. આમ સત્યવાદી શીવપુરીને મેળવે છે. જે નગરમાં સત્યવાદી રહે તે નગરના લોકો હર્ષથી હળીમળીને રહે છે. તેમ જ તે નગરમાં ખરાબ દુકાળ પડતો નથી પરન્તુ વરસાદ વરસે છે અને સુકાળ હોય છે. દૂહા || સુખ શાતા બહુ ઊપજઇ, ધ્યન જિવ્યુ જગી તેહનું, જીવ્યા તે જગિ જાંણીઇ, જિહા સતવાદિ પાય । કવી જેહના ગુણ ગાય ।।૪૪ IL અશત્ય ન ભાખઈ જેહ । મૃષા ન મુખ્યથી છંડતા, સ્યુ જીવ્યા જગિ તેહ ||૪૫ || પાંચ અતીચાર એહના, ટાલો સોય સુજાણ | વચન વિમાસી બોલજ્યુ, જિમ રહઇ જિનની આંણ ।।૪૬ || કડી નંબર ૪૪થી ૪૬માં કવિ સત્યવાદીનાં ગુણગ્રામ બતાવીને મૃષા છોડવાનો ઉપદેશ આપી બીજા વ્રતના પાંચ અતિચાર ટાળવાનું કહે છે. જ્યાં સત્યવાદીના પગ પડે છે ત્યાં બહુ સુખ શાત ઊપજે છે. જેના કવિ પણ ગુણગ્રામ ગાય છે. તેનું જગમાં જીવવું ધન્ય છે, જે અસત્ય વચન વ્હેલતાં નથી તે જગમાં જીવી જાણ્યા છે. પરન્તુ જે મુખથી અસત્ય વચન છોડતાં નથી તે જગ્યમાં શું જીવ્યા? તેમ જ સહુ સજ્જનો! સત્યવ્રતના પાંચ અતિચારને પણ ટાળવા. માટે જિનભગવંતોની આજ્ઞા રહે તેમ વિચારીને બોલજો. ઢાલ|| ૧૧ || દેસી. પાટ કુશમ જિનપૂજ પરૂપઈ ।। પંચ અતિચાર એહનાં જાંણો, સુણજ્યે સહુ ધ બાલ | સહઇસાકારિ ન દીજઇ ભાઈ, અણયુગતુ વલી આલ, હો ભવીકા Page #177 -------------------------------------------------------------------------- ________________ મુખ્યથી સાચું બોલો, જે તુમ નિં સીવમંદીર વાહાલ, પર અવગુણ મમ ખોલો, હો ભવીકા, મુખ્યથી સાચુ બોલો //૪છી મરમ પીઆરા કાંય પ્રકાસો, નર્સ નીગોદિ પડટુ / વચન થકી નર હોમ્સ દૂખીઆ, ચોદતિહાં રડવડમ્સ હો, હો ભવીકા, મુખ્યથી સાચુ બોલો //૪૮ // મંગભેદ મમ કરો સદારા, સીખ દેઉં તુમ સારી / સેઠિ તણો અવદાલ તે સુણજ્ય, મરણિ ગઈ તસ નારિ, હો ભવીકા //૪૯ // જઠા તે ઊપદેશ ન દીજઇ, એ દીધા વીન સારો / ઊત્તમ કુલનો નહી આચારો, નરનારીઅ વીચારો //૫૦ // હો ભવીકા ફડા લેખ ન લખીઈ કહઈ નિ પરદૂખ ઊપજઈ અંગિં / તો આપણ સુખી કિમ થઈઇ, કિમ જઈઇ સીધ સંગિં //પ૧ // હો ભવીકા વીસ્વાસી નર ઘાત ન કીજઇ એક માંનો એ વેદ / ખોલઈ માથું મુક્યુ જેણિ, તે કીમ કીજઈ છેદ //પર // હો ભવીકા પર ધુતિ નિં પંડી વધારઈ, નવિ લજઈ તસ નાંમ / તે નર ભવિ ભવિ હોસઈ દૂખી, દૂર ગતિમાંહા નહી ઠામ //પ૩ // હો ભવીકા ઢાલ - ૫૧ કડી નંબર ૪૭થી ૫૩માં કવિ બીજા વ્રતના પાંચ અતિચારનું સ્વરૂપ બતાવી તેને ત્યજવાનો ઉપદેશ આપે છે. કવિ કહે છે કે, બીજા વ્રતના પાંચ અતિચાર બતાવ્યા છે. અબાલ વૃદ્ધ સહુ સાંભળો, જેમ કે ઉતાવળમાં ધ્રાસકો પડે તેવું બોલવું નહિ, વળી અણછાજતું આળ ચડાવવું નહિ જે તમને શિવમંદિર વહાલું હોય તો મુખથી સત્યવચન બોલવું. વળી બીજાના અવગુણ તેમ જ છાની વાતો ઉઘાડી કરવી નહિ. બીજાના મર્મ શા માટે તમે પ્રકાશિત કરો છો? તેમ કરવાથી નરક અને નિગોદમાં જવું પડશે. આવાં વચન થકી નર દુઃખી થશે અને ચારે ગતિમાં ટળવળશે. પોતાની પત્નીના મર્મ પણ ઉઘાડાં કરવાં નહિ, તમને આવી સારી શીખ આપી છું. અહીં કવિ દષ્ટાંત આપતાં કહે છે કે, શેઠનો વૃત્તાંત સાંભળો. મર્મ ઉઘાડાં કરવાથી તેની પત્નીને મરવું પડ્યું હતું. વળી જૂઠાં ઉપદેશ પણ આપવા નહિ, આવા ઉપદેશ આપવા એ સાચું કહેવાય નહિ. એ ઉત્તમ કુળનો આચાર નથી માટે તમે સહુ નર નારી વિચાર જો. ખોટા લેખ, દસ્તાવેજ લખવાં નહિ, અને કહેવા નહિ. તેમ કરવાથી બીજાના આત્માને દુ:ખ થાય છે તો આપણે પણ સુખી કેવી રીતે થઈ શકીએ? અને સિદ્ધની સંગાથે કેવી રીતે જઈ શકીએ? માણસનો વિશ્વાસઘાત પણ કરવો નહિ, એને પણ એક વેદવચન માનો. જેમ કે જેણે ખોળામાં માથું મૂક્યું હોય, તેનો ત્યાગ કેમ કરાય? તેવી જ રીતે જે બીજાને લૂંટીને, છેતરીને, Page #178 -------------------------------------------------------------------------- ________________ પોતાની કીર્તિ વધારે છે તેનું નામ પણ લેવું નહિ. તે મનુષ્ય ભવ ભવમાં દુઃખી થશે અને દુર્ગતિમાં પણ સ્થાન મળશે નહિ. દૂર્ગતિ વાસઈ તે વસઈ, જે નવી બોલઈ સાચ / વ્રત બીજમાં એમ કહ્યું, મૃષા મ ભાખો વાચ //૫૪ // પાર ન ભવનો પાંમીઠ, કરતાં જોરિ વાત / વ્રત ત્રીજહાં વારીઉં, સુણિ તેહનો અવદાત //૫૫ // કડી નંબર ૫૪થી ૫૫માં કવિએ અસત્ય બોલવું નહિ, અસત્ય બોલવાથી દુર્ગતિ મળે તે સાર સમજાવ્યો છે. તેમ જ ત્રીજા વ્રત વિષેનું કથન કરે છે. આમ જે સત્યવચન બોલતો નથી, તેને દુર્ગતિમાં વાસ કરવો પડે છે, એમ બીજા વ્રતમાં કહ્યું છે. માટે અસત્ય વાણી બોલવી નહિ. વળી આગળ કવિ કહે છે કે, ચોરી કરવી નહિ, તેમ કરવાથી ભવનો પાર આવતો નથી. ત્રીજા વ્રતમાં નિષેધરૂપ છે તેનો વૃત્તાંત સાંભળો. ઢાલ પર || દેસી. અણસણ એમ રે આરાધીઇ // રાગ. શામેરી // ત્રીજ વ્રત એમ પાલિઇ, યુલિ અદિતાદાંન રે / વાટિ મ પાડીશ પંથી, જો તુઝ હોઈ સાંન રે //૫૬ // ત્રીજ વ્રત એમ પાલઈ. આંચલી. પરારિ ધન નવી લીજીઈ, એમ નીસ ખાતર પાડચ રે / પૂર પાટણ નવિ બાલીઇ, નગરિ મ લાવિશ ધાડિ રે //૫૭ // ત્રીજું. દૂષ્ટ હઈઉં નવિ કીજીઈ, ચોરી äતિ ઊતારય રે / પરધન પંક સમાં ગણઈ, તે નર મોખ્ય દૂઆ રે //૫૮ // ધન હરતા દૂખ પામીઓ, લોહખરો જગિ ચોર રે / સૂતિ રોપણ તે લહઈ, કરતો કર્મ કઠોર રે //૫૯ // મંડક ચોર ચોરી કરઈ, પરધન લઈ વલી તેહ રે / મુલદેવિ તસ મારીઓ, અતિ દુખ પાંમિઓ એહ રે //૬૦// ભોમિ પડ્યું નવિ લીજીઈ, નયણે ન જઈસ્ય તેહ રે / વણલિધિ દૂખ પામીઓ, મુનિ મેતારજ જેહ રે //૬૧ // અણદીધું નવિ લીજીઈ, લીધિં પાતિગ જાણ્ય રે / પર નર કેરો રે પાયકો, ગ્રહઈતાં પૂણ્યની હામ્ય રે //૬૨ // ત્રીજુ. પંચ સહ્યા પર શાશનિ, તાપસ જલ ઊપ કંઠ રે / વાર્ય વીનાં જગિ તે સમ્યા, પશ્ય ન હુઆ ઊલંઠ રે //૬૩ // ત્રીજું. Page #179 -------------------------------------------------------------------------- ________________ ઢાલ – પર કડી નંબર ૫૬થી ૬૩માં કવિએ ત્રીજા સ્થૂલ અદત્તાદાન વિરમણ અણુવ્રતને સમજાવ્યું છે. ચોરી કેવું મહાપાપ છે અને તે કરવાથી કેવી હાનિ થાય છે, તેનું વર્ણન સદષ્ટાંત સમજાવ્યું છે. કવિ ત્રીજા વ્રતનું સ્વરૂપ સમજાવતાં કહે છે કે, “સ્થૂલ અદત્તાદાન વિરમણ' ત્રીજું વ્રત એવી રીતે પાળવું જેમ કે રસ્તે જતા પથિકને લૂંટવા નહિ, તારામાં બુદ્ધિ હોય તો આવાં કામો કરવા નહિ. વળી પરઘરમાં રાત્રે ખાતર પાડીને ધન લેવું નહિ, નગર અને શહેર બાળવા નહિ, નગર ઉપર આક્રમણ કરવું નહિ, ધાડ પાડવી નહિ. તેમ જ દુષ્ટ હૈયે ચોરીચપાટીનો વિચાર પણ કરવો નહિ. જે પરધનને કાદવ સમાન ગણે છે, તે નર મોક્ષદ્વારને મેળવે છે. અહીં કવિ આગમિક દષ્ટાંતો આપતાં કહે છે કે, જેમ જગમાં લોહખુર નામનો ચોર પરધન ચોરવા થકી દુ:ખ પામ્યો તેમ જ આવા કઠોર કર્મ કરવાથી તેને શૂળીની સજા થઈ. વળી મંડુક ચોરે ચોરીનાં કામો કરી પરધન મેળવ્યું હતું, તેથી તે અતિ દુઃખ પામ્યો. તેમ જ મૂલદેવ રાજાએ તેને મારી નાંખ્યો. વળી આગળ કહે છે કે, ભૂમિ ઉપર પડેલું ધન લેવું નહિ તેમ જ તેને આંખોથી પણ જોવું નહિ. જેમ કે મુનિ મેતારજ લીધા વગર દુઃખ પામ્યા હતા. આમ આપ્યા વગરનું કાંઈ પણ લેવું નહિ, લેવાથી પાપ થાય એવું સમજ. પર નાનો પથ્થર લેવાથી પણ પુણ્યની હાનિ થાય. કવિ પરશાસનના પાંચસો શિષ્યનું દષ્ટાંત આપતાં કહે છે કે, પરશાસનમાં પાંચસો તાપસ હતા. આ તાપસો જળાશયના કાંઠે ઊભા હતા અને પાણી પીધા વગર જ જગમાં શમી ગયા (કાળધર્મ પામ્યા.) પરન્તુ તેમણે આજ્ઞા ઓળંગી નહિ. આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નહિ. દૂહા || સોયે ઊiઠ જ નવિ હવા, સમજીયા શાસ્ત્ર જ મર્મ /. અણદિધુ જલ નવિ લીલું રાખ્યો તાપસ ધર્મ //૬૪ / તો કિમ આપણ લિજીઇ, પર કેરું વલી ધન / પરભ દેવું તેહનિ, સુણજ્યુ જ સરિ કંન //૬૫ // પરધન લેતાં સોહેલ, ભોગવતાં દૂખ હોય / જો જાંણો તો ચેતવ્યું, છલ મમ મયુ કોય //૬૬ // પરધન લેઈ એક નરા, કરતા અમૃત આહાર / પરભાવિ ભંસા ખર થઈ, સિર વહઇસઈ બહુભાર //૬ ૭ // સાલિ દાલિ ધ્રત ઘોલથી, વિષ્ણુ પિધે તે ખાસ / પણિ પરધન નવિ લીજીઇ, દિણ તણો જગિ દાસ //૬૮ // કડી નંબર ૬૪થી ૬૮માં કવિએ ચોરી દ્વારા મેળવેલા ધનથી અત્યારે ભલે લીલાલહેર વર્તતી હોય, પણ કાલાંતરે પાડો કે ગધેડા થઈને તેનું દેણું ચૂકવવું પડશે. આ વાત વેધક શબ્દોમાં આલેખી છે અને પરધનને વિષ સાથે સરખાવ્યું છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ કવિ ‘અદત્તાદાન વિરમણ' વ્રતનો મહિમા સમજાવતાં કહે છે કે, આમ શાસ્ત્રનો મર્મ સમજીને તેમણે આજ્ઞા ઓળંગી નહિ અને અણદીધું પાણી લીધું નહિ અને તાપસનો ધર્મ રાખ્યો. કવિ પરધન લેવાથી તેના ફળરૂપે દુ:ખો ભોગવવાં પડે છે તે વાત સમજાવતાં કહે છે કે, તો આપણે પણ વળી બીજાનું ધન શા માટે લઈએ? પરભવમાં તેનું લેણું આપવું પડશે. માટે સરવાં કાને સાંભળજો, જેમકે પરધન લેતાં તો સહેલું છે પરન્તુ ભોગવતાં દુઃખ થાય. જો સમજો તો ચેતી જજો કોઈ છળકપટ કરતા નહિ. જે કોઈ નર પરધન લઈને અમૃત આહાર કરે છે. તેણે પરભવમાં ભેંસ અને પાડો થઈને માથા ઉપર બહુ ભાર ઉપાડવો પડશે. વળી પરધન દ્વારા મેળવેલ ઘી ઘોળેલ ચોખા દાળ કરતાં વિષ પીવું સારું પણ પરધન લેવું નહિ. વળી દેવાદાર જગતમાં બધાનો દાસ બને છે. કવીત ।। ત્રિંણતણો જગિ દાસ, વાસ પણિ દિણઇં મુકઇ ત્રિંણઇ દેહ જ ખોય, દિણથી ભોજન ચુકઇ | દિગઇ દીન મુખ હોય, દિણથી દીસઇ દૂખીઓ । ણિઇ ઊવટવાટ, દિણથી સુઇ ન સુખીઓ // દિણઇ કીરતિ પંગલિ, નર્ગ ગતિ નીસઇ કહી । નીચ યુનિ અવતાર, છૂટઇ પસુ પી િં વહી ।।૬૯ || કડી નંબર ૬૯માં કવિએ દેવાદારની સ્થિતિ કેવી હોય તેનું વર્ણન સુભાષિતરૂપે આલેખ્યું છે. કવિ દેવાદારની સ્થિતિનું વર્ણન સુભાષિત દ્વારા સમજાવતાં કહે છે કે, દેવાદાર જગનો દાસ ગણાય છે દેવા થકી પહેરવેશ પણ છોડવો પડે છે (મળે નહિ). દેવાથી શરીર સુખ ગુમાવવું પડે છે, ભોજન પણ ચૂકી જવાય (મળે નહિ). દેવા થકી મુખ ગરીબડું થાય, આમ દેવાથી દુઃખિયો લાગે છે. વળી અનેક પ્રકારના ઉચાટ-ચિંતા થાય કે જેથી સુખરૂપ સૂઈ ન શકે. દેવાથી કીર્તિ પણ ઓછી થાય તેમ જ નરક ગતિ પણ નિશ્ચયથી બતાવી છે. વળી નીચ યોનિમાં આવીને પશુ તરીકે અવતાર લઈ પીઠ ઉપર ભાર ઉપાડીને લેણામાંથી છૂટી શકાશે. દૂહા || પીઠિ વહીનેિં છુટસઇ, પરવશ તેનિ દેહ । તે ભોગવતાં દોહેલું, જિહા દૂખનો નહી છેહ 1190 || કડી નંબર ૭૦માં કવિએ પરભવમાં પણ દુ:ખ ભોગીને દેણું ચૂકવવું પડશે એ વાત સમજાવી છે. આમ બીજાને આધીન તેનો આત્મા (જીવ) પીઠ ઉપર ભાર ઉપાડીને છૂટી શકશે, જે દુઃખ ભોગવતાં ઘણું દોહેલું થશે. અને ત્યાં દુ:ખનો પાર નહીં હોય. Page #181 -------------------------------------------------------------------------- ________________ ઢાલ|| ૫૩ || દેસી. દઇ દઇ દરીસણ આપણું ।। પંચ અતિચાર એહના, જિન કહિ સો પણિ ટાલિ રે । વસ્તુ મ વોહોરીશ ચોરની, તું મન ત્યાંહથી વાલ્ય રે ।।૭૧ ।। ચીત ચોખુ નીત રાખીઇ, રાખિં બહુ સુખ હોય રે । મન મઇલઇ દૂખ પાંમીઓ, દ્રમક ભીખારી જોય રે ।। ચીત ચોખું નીત રાખીઇ । આંચલી. સંવલ કહો કિમ ીજીઇ, ચોર તણઇ વલિ હાથિ રે । પાપી પોષ વધારતાં, દૂખ લીઇ બહુ ભાતિ રે ।।૭૨ II ચીત ચોખ. ભેલ સંભેલ ન કીજઇ, નવી પુરાણી માંહીં રે । પરવિ બહુ દૂખ પાંમીઇ, કોણ સખાઈ ત્યાંહિ રે ।।૩।। ચીત ચોખ. રાજ વિરૂધ ન કીજીઇ, કીધઈ કિમ સુખ હોય રે । વીષ પીધિં કિમ જિવિઇ, રીદઇ વીચારી જોય રે ।।૭૪ || ચીત ચોખુ ફુડાં તોલ ન કીજીઇ, ઊછાં અદિકાં માપ રે | છલ છબદિ ધન મેલતા, લાગઇ પોઢુંઅ પાપ રે ।।૦૫।| ચીત ચોખુ માતપીતા નવિ વંચીઇ, બાંધવ ભગની પૂત્ર રે । ગાંઠ જુઈ નવી કીજીઇ, એમ રહઇ છઇ ધરસુત્ર રે ।।૭૬ ।। ચીત ચોખુ ઢાલ - ૫૩ કડી નંબર ૭૧થી ૭૬માં કવિ ત્રીજા વ્રતના પાંચ અતિચાર સમજાવી તેને છોડવાનું કહે છે. કવિ ત્રીજા વ્રતના પાંચ અતિચાર સમજાવતાં કહે છે કે, ત્રીજા વ્રતના પણ પાંચ અતિચાર છે. જિનભગવંતોએ એને પણ ત્યજવાનું કહ્યું છે. જેમ કે ચોર પાસેથી ચોરાઉ વસ્તુ લેવી નહિ. તું ત્યાંથી મનને વાળી લે. હંમેશ ચિત્તને ચોખ્ખું રાખ. ચોખ્ખું રાખવાથી બહુ સુખ મળે. અહીં કવિ દ્રમક ભિખારીનું દૃષ્ટાંત આપતાં કહે છે કે, મેલું મન રાખવાથી દ્રમક ભિખારી દુ:ખ પામ્યો હતો તે તું જો. માટે હંમેશા ચિત્તને ચોખ્ખું રાખવું. કવિ આગળ કહે છે કે, ચોરના હાથમાં વળી ભાતુ શા માટે આપવું? આમ પાપીને પોષવાથી ઘણાં પ્રકારનું દુ:ખ મળે. વળી ભેળસેળ પણ કરવી નહિ. અર્થાત્ નવામાં જૂનું ભેળવ્યું હોય કે જૂનામાં નવું ભેળવ્યું હોય તો પરભવમાં ઘણું દુ:ખ મળે છે અને ત્યાં આપણાં મિત્ર પણ કોણ હોય? તેવી જ રીતે રાજ્ય વિરુદ્ધ કામ કરવું નહિ, આવું કામ કરવાથી સુખ કેવી રીતે મળે? જેમ કે વિષ પીવાથી કેવી રીતે જીવાય? માટે હૃદયમાં વિચારીને જો. વળી ખોટાં તોલમાપ રાખવાં નહિ, તેમ જ ઓછું અધિક તોલમાપ કરવું નહિ. આવી રીતે છળકપટથી ધન ભેગું કરવાથી મોટું પાપ લાગે છે. (૧૬)> Page #182 -------------------------------------------------------------------------- ________________ તે ઉપરાંત માતા પિતાને પણ છેતરવા નહિ. તેમ જ ભાઈ, બહેન, પુત્ર આદિ કુટુંબીજનોને જુદા કરવા નહિ. આવી રીતે ઘરસૂત્ર (ઘરનો વ્યવહાર) રહે છે. સુત્ર સંભાલિ રાખીઇ, વચન વડાનું માન્ય / વ્રત ચોથું હવઈ સાંભલો, જે જગી મુગટ સમાન્ય //૭૭ // મૃગ કુલહાં યમ કેશરી, વાહન માંહિ તુરંગ / તિમ વ્રતમાં બ્રહ્મવ્રત વડું, ક્યમેહ ન કીજઇ ભંગ //૦૮ // કડી નંબર ૭૦થી ૭૮માં કવિ વડીલોનાં વચન માનીને ઘરસૂત્ર સંભાળીને રાખવું તેમ જ ચોથા વ્રતનો મહિમા અનેક દષ્ટાંત દ્વારા કહે છે. આમ ઘરનો વ્યવહાર સંભાળીને રાખવો તેમ જ વડીલોનાં વચનનું પાલન કરવું. અને હવે જે જગમાં મુગટ સમાન છે એ ચોથું વ્રત સાંભળો. કવિ અહીં અનેક રૂપક દ્વારા તેનો મહિમા બતાવતાં કહે છે કે, જેમ મૃગકુળમાં કેશરી સિંહ છે, વાહનમાં ઘોડો છે, તેમ બધાં વ્રતમાં બ્રહ્મવ્રત મોટું છે. માટે આ વ્રત કોઈ પણ પ્રકારે તોડવું નહિ. ઢાલ || ૫૪ ||. દેસી. વાસપૂય જિન પૂણ્યપ્રકાશો // રાગ. અસાવરી // તીર્થમાંહા યમ શ્રીસેગુંજે, સુરપતિ માંહા જિમ અંદ્ર / મંત્રમાંહિ જિમ શ્રીનવકાર ગહUગણમાંહા જિમ ચંદ્ર //૭૯ // જલ સઘલામાં જલધર મોટો, પંખી માંહાં જિમ હંસો / સર્પ યોન્યમાં એક જ બલીઓ, કુલમાંહાં ઋષભા વંસો //૮૦ // પરબતહા જિમ મેર વખાણું. ઠાકુર માંહા જિમ રામો / હનું વાનર કુલમ્હાં અતી બલીઓ, કીધાં વસમાં કાંમો / ૮૧ // કુજરાં અહીરાવણ મોટો, ગઢ—ાં લંકાં કોટો / સૂરરથાના અસ્વ જ બલીઆ, ભમતા દેતા ડોટો //૮ર // રૂપમુખી જિમ મયણ વખાણું સાયહાં જિમ ખીરો / કલપતરૂ તરૂઅરમ્હાં મોટો, જલમ્હાં ગંગા નીરો //૮૩ // શર સઘલાહાં પોખો ભાઈ માનસરોવર મોટુ // શ્રી કુલમ્હાં મરૂદેવ્યા મોટી, દૂઝાણાં ઝોટુ //૮૪ // ખ્યમાવંતસ્વાં શ્રી અરીહંત, તપસુરા અણગારા / ભોગિ માંહાં ચક્રવર અતીમોટો, જસ રીધ્ય અંત ન ધારા //૮૫ // Page #183 -------------------------------------------------------------------------- ________________ વાસ દેવ સુરા મુખ્ય મંડું, પરગ્રહ માહા સુત સારો / તિમ વ્રત બારઈમ્હાં મુખ્ય મંડુ, વ્રત ચોથુ જ અપારો //૮૬ // ઢાલ – ૫૪ કડી નંબર ૭૯થી ૮૬માં કવિએ ચતુર્થ અણુવ્રત ‘પરસ્ત્રીગમન વિરમણવ્રત' (સ્વદારા સંતોષ)નો મહિમા અનેક વસ્તુઓ સાથે સરખાવ્યો. તેમ જ બાર વ્રતમાં “બ્રહ્મચર્યવ્રત' મોટું ગણાય છે તે દર્શાવ્યું છે. કવિ ચોથા વ્રતનો મહિમા દર્શાવતાં કહે છે કે, જેમ તીર્થમાં શત્રુંજય શ્રેષ્ઠ, સુરપતિમાં ઈન્દ્ર શ્રેષ્ઠ, મંત્રમાં શ્રી નવકાર શ્રેષ્ઠ તેમ જ ગ્રહગણમાં ચંદ્ર શ્રેષ્ઠ ગણાય છે. વળી બધા જળમાં જળધર (વાદળ) શ્રેષ્ઠ, પંખીઓમાં હંસ શ્રેષ્ઠ, સર્પયોનિમાં શેષનાગ બળિયો છે, તેમ કુળમાં ઋષભવંશ શ્રેષ્ઠ ગણાય છે. આગળ કહે છે કે, જેમ પર્વતમાં મેરુ પર્વત વખણાય, તેમ ઠાકુરમાં રામ. વાનર કુળમાં હનુમાન અતિ બળવાન ગણાય, કે જેણે મુશ્કેલ કામો કર્યા. વળી હાથીમાં ઐરાવત શ્રેષ્ઠ, ગઢમાં લંકાકોટ શ્રેષ્ઠ છે, સૂર્યરથના અશ્વ બળિયા છે, કે જે દોડવામાં દોટ મૂકે છે. રૂપમાં મુખ્ય મયણા સુંદરીને વખાણું, તો સાગરમાં ક્ષીર સમુદ્ર શ્રેષ્ઠ છે, તરુવરમાં કલ્પતરુ શ્રેષ્ઠ ગણાય તેમ જ જળમાં ગંગા નીર શ્રેષ્ઠ છે. ભાઈ! બધા સરોવરમાં માનસરોવર મોટું જુઓ. શ્રી કુલમાં મરુદેવી માતા મોટા છે, તેમ જ દૂધાળા પ્રાણીઓમાં જુવાન ભેંસ શ્રેષ્ઠ ગણાય છે. વળી ક્ષમાવંતમાં શ્રી અરિહંત શ્રેષ્ઠ, તપમાં અણગાર શ્રેષ્ઠ અને ભોગમાં ચક્રવર્તી મોટો ગણાય, તેની રિદ્ધિનો પાર ન હોય. વળી દેવતાઓમાં વાસુદેવ મોટા હોય, પરિગ્રહમાં પુત્ર સારો કહેવાય તેમ જ બાર વ્રતમાં મુખ્ય અને મોટું ચોથું વ્રત જ શ્રેષ્ઠ ગણાય. ઢાલ || ૫૫ | ચોપાઈ | માહાવ્રત કરો ટાલુ દોષ, પદારાનો કરિ સંતોષ / પર રમણી સાથિ જે રમ્યા, સુર નર કેતા નીચી નમ્યા //૮૭ // આગઈ અંદ્ર અહલ્યાસ્ય રમ્ય, અપજસ તેહનો ગગનિં ભમ્ય / સહઈ સભગ તસ પોતઈ હવા, અંગઈ રોગ તેહનિ નવનવા /૮૮ // ગુરૂની મઈહઈલા લાવ્યુ ચંદ, કલગ ઈ મુખ પાંખ્યુ મંદ / માસિં સાજે એક દિન હોય, વિષઈ થકી દૂખ પાંખ્યુ સોય //૮૯ // પાપી વિજઈ વિટંબઈ ઘણું, નીર ઉતાર્યું બ્રહ્મા તણું / ચોખઈ ઍતિ ન સક્યુ રહી, ધ્યાન થકી તે સુકો સહી II૯૦ || ઈસિં ભીલી ઝાલ્ય હાથ, તો દૂખ પામ્ય શંભુનાથ / બાલી કામ નિ જોગી થયું, સકલ લોકહાં મહીમા ગયુ //૯૧ // Page #184 -------------------------------------------------------------------------- ________________ રાવણ સરીખો રાજા જેહ, કામ થકી દૂખ પાંચ્યુ તેહ । દસ મસ્તગનો ખઇ તવ થયું, કનક તણો ગઢ લંકાં ગયુ।।૯૨ || કઈચક જો સીલિં નવી રહ્યા, હણ્ય જ્યુધ તે દૂર્ગતિ ગયા । મણિરથ રાજા તે અવગુછ્યુ, સ્ત્રીકારણિ તેણઇ બંધવ હણ્યુ ।।૯૩ || મોટો રાય અવંતીધણી, કાંમિં તે કીધો રે વણી । નગરી કોટ પડાવ્યુ અસ્યુ, વણ ખાધઇ તસ પાણી રસો ।।૯૪ || વીષઇ ઘણી બ્રહ્મદત્તનિ હતી, મર્સી વેલ્યાં મુખ્ય કુરમતી । એમ સ્ત્રીલંપટ સબલો થયુ, તો તે સતમ નરગિં ગયુ।।૯૫ || વિટલ પૂર્ખ વનિ રમવા ગયા, નારી દેખી વીવલ થયા । તેણઇ બાંધ્યુ અરજનમાલિકા, ષ્ટિ મુષ્ટ બહુ દિધા ધકા ।।૯૬ || તેણઇ ત્યાહાં કીધો લજ્યાલોપ, અર્જુનમાલી આવ્યુ કોપ । તેણઇ દિધી તીહા જખ્યનેિં ગાલિ, ફટિ જીવ્યુ જગી તાહારૂં બાલિ ।।૯૭ || જખીરાજ કોપિં ધમધમ્યું, ષટ પૂરષ્ય ઈં મહીમા નીગમ્યુ । મોગર એક ઠીઓ તસ હાથિ, ઉઠી અર્જુન વેગિ નીપાતિ II૯૮ || છુટી અર્જુન અલગો થાય, છઇ પૂર્ણ શરિ દીધા ધાય । જો નારી નિ શંગિ રમ્યા, હણ્યા જ્યોધ તે દૂરગતિ ભમ્યા ।।૯૯ || હવઇ મુનીવરનો કહુ અવદાત, પૂડરીક રૃપ કેરો ભ્રાત । ભોગતણી ઈછ્તાઈં થયુ, ફુડરિક સાતમિં ઈં ગયું ।।૬૦૦ મુનીવર મોટો આદ્રકુમાર, કાંમિં ચાર્ટ કીધુ છાહાર । બાર વરસ ઘરવાસિ રહ્યું, જો મુક્યું તો સુખીઓ થયુ ।।૧ // રિષ આપાડો મુનિવરપતી, કાંત્રિં ચારિત્ર ચુકો જતી । વેશાચુ તેણઇ કીધો નેહ, છેહે મુકયુ સુખ પામ્યુ તેહ ।।ર || અર્ણક ઋષિ વિષયા ઈ નડયુ, સીલ ગયું સંયમથી પડ્યુ । ફરી કસ્તૂપ સાથેિ તે વચુ, મુગતિ ગયુ પણિ પૂસ્તગિ ચઢ્યુ ।।૩|| નંદભેણ વેશાધરિ રહ્યુ, દસ બુઝવઇ પણિ સંયમ ગયુ। સીલવરત તેણઇ આદર્યુ, તો તસ મુનીવર નાંમ જ ધર્યું ||૪|| ~ ૧૬૩ Page #185 -------------------------------------------------------------------------- ________________ ચોમાસી તપ કેરો ઘણી, પણિ સહુ ઈ નાખ્યું અવગુણી / સીલ ખંડવા કેડિ થયું, કોશામંદિરિ ચાલી ગયુ //૫ // રત્નકાય જમાડ્યું જેહ, ભમી ભમી નિં આવ્યું તેહ પ્રતિબોધુ નિ મુનિવર ગયુ, સીલ રહ્યું તો ધન ધન થયું //૬// રહઈનેમિ મન વચનિ પડ્યું, રાજુલ દેખી તે હડબડ્યું / માહાટ મદ નિં કીધો રંક, સહી શરિ પાંખ્યુ સોય કલંક ||૭ // લક્ષણા નાંમિ જે માહાસતી. મન મઇલઇ ચુકી સુભ ગતિ / મંનંહ વચન કાયા થીર નહી, તે નર સૂખીઆ થાઇ કહી //૮ // કુલવાળુંઓ મુનીવર જેહ, માહાતપીઓ પણિ કહીઈ તેહ / સીલ ખંડણા તેણઈ કરી, ખિણહા દૂગતિ નારી વરી //૯ // એહેવો કાંમ તણો અવદાત, સુણજ્ય સહુ સભા નરનાથ / તો અબલાસ્ય કટુ સનેહ, જાતિ જે દેખાડી છેહ //૧૦// ભોજ મુજ પરદેસી જેહ, સબલ વટંબા નારિ તેહ / જમદગ્ધ નિ નારિ નડ્યું, રાય ભરથરી તે રડવ૬ //૧૧// બ્રહ્મરાય ઘરી ચલણી જેહ પોતઈ પૂત્ર મરાવઈ તેહ / ગઉતમ ઋષિની અહીલા નાર્ય, ચંદ્ર ભોગવઈ ભુવન મઝાસ્ય /૧૨ // એ નારીનો જોય વીચાર, જોતો કાંઈ નવી દિસઈ સાર / સમજ્યા તે નર મુકી ગયા, નવિ સમઝયા તે ખુચી રહ્યા /૧૩ // અકલ ગઈ નરની વલી એમ, જિતાથી પ્રગટ્યા ત્યાહા બહુ પ્રેમ / ઊતપતિ જેની તું આપણિ, સમઝી મુકે સતી પાપ્યણી //૧૪ // માતપીતા નિ યુઞિ વલી, કૃણી સુક્ર ગયાં બઈ મલી / જગ સઘળું જઈ તિહા ઉપનો, નાંહાનો મોટો એમ નીપનો /૧૫// તો તે સાંર્થિ ટુ વલિ રંગ, મ કરો નારી કેરો સંગ / ભોગ કરતા હંશા બહુ, નર નારી તે સુણયુ સહુ //૧૬ // બેઅદ્રી પંચેઢી જેહ, નવ નવ લાખ કહી જઇ તેહ / મુનીષ અસંખિ સમુછમ જંણિ, ભોગ કરતા તેહની હાંણી //૧૭ી. ઢાલ – ૫૫ કડી નંબર ૮૭થી ૧૭માં કવિએ કેવા કેવા મહાન ગણાતા લોકો પણ આ વ્રતથી Page #186 -------------------------------------------------------------------------- ________________ ચૂકીને પરનારીમાં તથા વિષય વાસનામાં અટવાયા તેની વાત ઘણા વિસ્તારથી સદષ્ટાંત વર્ણવી છે. પોતાની સ્ત્રીમાં સંતોષ રાખી પરસ્ત્રીનો ત્યાગ કરી, આ મહાન વ્રતના દોષને ટાળવું. પરસ્ત્રી સાથે જેમણે સંગ કર્યો છે એવા કેટલાય દેવો તેમ જ માનવો નીચે પડ્યા છે. અહીં કવિ લૌકિક દષ્ટાંત આપતાં કહે છે કે, જેમ આગળ ઈન્દ્ર અહિલ્યા સાથે રમ્યાં તો તેમનો અપજશ આકાશમાં ફેલાઈ ગયો. તેનાથી પોતે સહસ્ત્ર છિદ્રવાળા થયા તેમ જ અંગમાં નવા નવા રોગો થયા. વળી ચંદ્ર પોતાના ગુરુની પત્ની લઈ આવ્યો કે જેથી તેના કલંકરૂપે તેની કળા જતી રહી અને તેનું મુખ મંદ થયું. મહિનામાં એક દિવસ સાજો (પૂર્ણ) હોય. આમ વિષયથી તે દુ:ખ પામ્યો. વળી આગળ કહે છે કે, આ પાપી કામ ઘણું લોભામણું હોય છે કે જેથી બ્રહ્મા પણ શુદ્ધ ચિત્તથી રહી શક્યા નહિ અને ધ્યાનથી ચૂક્યા. આમ બ્રહ્માનું પાણી પણ ઊતર્યું. (અભિમાન ઊતર્યું). વળી શંભુનાથ કામને બાળીને જોગી થયા, પણ જ્યારે આ ઈશ્વરે (શંભુએ) ભીલડીનો હાથ પકડ્યો, તો દુ:ખ પામ્યાં અને સકળ લોકમાંથી તેમનો મહિમા જતો રહ્યો. તેવી જ રીતે રાવણ જેવો મહાન રાજા તે પણ કામ થકી દુઃખ પામ્યો. તેના દશ મસ્તક નાશ પામ્યાં અને સોનાના ગઢવાળી લંકા પણ ગઈ. આગળ મહાન રાજાઓ ચક્રવર્તીઓ, મહાન તપસ્વીઓ વગેરેનાં આગમિક દષ્ટાંત આપીને કહે છે કે, જેમ કે અનેક ચક્રવર્તી જે શીલથી રહ્યા નહિ તે યુદ્ધમાં હણાયાં અને દુર્ગતિમાં ગયા. તેવી એ જ રીતે મણિરથ રાજાની પણ ઉપેક્ષા કરી છે, અવહેલના કરી છે કે જેણે સ્ત્રી માટે થઈને પોતાના સગાં ભાઈને માર્યો હતો. તેમ અવંતી નગરીનો મોટો રાજા પણ કામની આસક્તિથી કામી બન્યો. તેના કારણે નગરના કોટ (કિલ્લા) પડાવ્યાં અને ખાધા પીધા વગર તેને રહેવું પડ્યું. ચક્રવર્તી બ્રહ્મદત્તને વિષય વાસના ઘણી હતી. મરતી વખતે પણ તેના મુખમાં કુમતિ હતી. આમ સ્ત્રી વિષયમાં આસક્ત બનવાથી તે સાતમી નરકમાં ગયો. અહીં કવિ “શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રના આધારે અર્જુન માળીનું દષ્ટાંત આપતાં કહે છે કે, એકવાર કામી પુરુષો વનમાં રમવા ગયા. ત્યાં સ્ત્રીને જોઈ કામાતુર બન્યા, તેમણે અર્જુન માળીને ધક્કા મુક્કા મારીને બાંધ્યો અને પછી તેની સ્ત્રીની લજાનો લોપ કર્યો. આ જોઈને અર્જુનભાળીને ક્રોધ આવ્યો. ત્યારે તેણે યક્ષને ગાળ આપીને કહ્યું કે, જગમાં તારા બાળનું જીવવું નકામું છે? આ સાંભળીને યક્ષરાજ ક્રોધથી ધમધમી ઊઠ્યાં અને એ પુરુષોનો મહિમા દૂર કરવા તેમણે એક ગદા અર્જુનભાળીના હાથમાં આપી કે જેનાથી તે ઊભો થઈને ઝડપથી વિનાશ કરી શકે. પછી છૂટીને અર્જુન અળગો થયો અને એ પુરુષનાં માથાં હણી નાખ્યાં. આમ નારી સંગે રમવાથી તેઓ યુદ્ધમાં હણાયા અને દુર્ગતિમાં ભમ્યા. આગળ કહે છે કે, હવે કુંડરિક મુનિનો વૃત્તાંત કહું છું કે જે પુંડરિક રાજાનો ભાઈ હતો પરન્તુ તેને ભોગ ભોગવવાની ઈચ્છા થઈ, તેના થકી તે સાતમી નરકમાં ગયો. તેવી જ રીતે આર્દ્રકુમાર પણ મોટા મુનિવર હતા પરંતુ તેમણે કામ થકી સાધુ ચારિત્રને રાખ સમાન તુચ્છ કર્યું અને બાર વર્ષ સુધી ઘર સંસારમાં રહ્યા. પણ પછી ઘર સંસારનો ત્યાગ કરી પાછા વૈરાગી બન્યા અને સુખી થયા. વળી ઋષિ આષાઢા મુનિવર પણ કામ થકી ચારિત્ર ચૂક્યા અને વેશ્યા સાથે પ્રેમ Page #187 -------------------------------------------------------------------------- ________________ કર્યો, પરન્તુ તેનો છેડો મૂકવાથી સુખ પામ્યા. એવી જ રીતે અર્ણિક ઋષિને પણ વિષય વાસના નડી. તેમનું શીલ ગયું અને સંયમથી ચૂકી ગયા, પણ ફરી પાછા વિષય વાસના સાથે લડીને જીત મેળવીને મુક્તિ પામ્યા, છતાં પણ પુસ્તકમાં તેમના નામનો ઉલ્લેખ થયો. તેવી જ રીતે નંદીષેણ મુનિ પણ વેશ્યાના ઘરે રહ્યા. તેઓ દરરોજ ત્યાં દશ વ્યક્તિને પ્રતિબોધ આપતા હતા છતાં તેમનું સંયમ રહ્યું નહિ. જ્યારે ફરીથી શીલવ્રત ધારણ કર્યું, તો તેમનું નામ રહ્યું. જેમ કે ચોમાસી તપના તપસ્વી એવા ગુફાવાસી સિંહમુનિને પણ સહુએ અવગણ્યા છે, કે જે શીલવ્રત ખંડન કરવા માટે કોશા વેશ્યાને ઘરે ચાલ્યા ગયા. ત્યાં તેમને રત્ન કંબલ માટે ભટકવું પડ્યું, ભમી ભમીને આવ્યા ત્યારે વેશ્યાએ તેમને પ્રતિબોધ આપ્યો, આથી તેઓ ત્યાંથી પાછા ફર્યા અને શીલવત ગ્રહણ કરીને ધન્ય ધન્ય થયા. તેમ જ રહનેમિ જેવા મુનિવર પણ મન વચનથી નીચે પડ્યા અને રાજુલને જોઈને કામાતુર થયા. આમ મહાજ્ઞાની પુરુષને પણ વાસનાએ રંક બનાવી દીધો અને શિર ઉપર આવું કલંક પામ્યા. વળી લક્ષ્મણા નામના મહાસતી, કે જે મનને મેલું કરવાથી શુભગતિને ચૂકી ગયા. આમ જે મન, વચન અને કાયાને સ્થિર રાખતાં નથી તેઓ ક્યાંય પણ સુખી થશે નહિ. વળી કુલવાલુક નામના મુનિવર મહાતપસ્વી કહેવાય છે, તેમણે પણ શીલખંડન કર્યું અને ક્ષણમાં દુર્ગતિરૂપી નારીને આવકારી. આવો કામ વાસનાનો વૃત્તાંત છે, કે જે સભાના સહુ નરનાથે સાંભળ્યો. જે જાતિ દગો આપે છે, દુ:ખ દેખાડે છે, એવી સ્ત્રી જાતિ સાથે શા માટે સ્નેહ કરવો? આગળ કવિ જૈન - જૈનેતર શાસનનાં દષ્ટાંત આપતાં કહે છે કે, જેમ ભોજ, મુંજ અને પ્રદેશી રાજા કે જેઓ નારી થકી ઘણી વિટંબના પામ્યા. વળી જમદગ્નિ ઋષિને પણ નારી નડી અને રાજા ભરથરી પિંગલા થકી દુઃખ પામ્યા. તેવી રીતે બ્રહ્મરાયના ઘરે ચલણી નામે સ્ત્રી હતી, કે જે પોતાના પુત્રને મરાવે છે. ગૌતમ ઋષિની અહિલ્યા નામે સ્ત્રી હતી જેની સાથે ઈન્દ્રરાજાએ ભુવનમાં ભોગવટો કર્યો. અંતમાં કવિ કહે છે કે, આ સ્ત્રી જાતિનો વિચાર કરીને જો, જોવા જઈએ તો તેમાં કાંઈ સાર દેખાતો નથી. માટે જે નર સમજી ગયા છે તે મૂકી દે છે અને નથી સમજ્યા તે ડૂબી જાય છે. પુરુષની અક્કલ જતી રહી છે કે જ્યાંથી પ્રગટ્યાં ત્યાં બહુ પ્રેમ કરે છે. આપણી ઉત્પત્તિ તું જે, માટે સમજીને પાપની મતિ મૂકી દે. માતા પિતાના સંયોગથી શ્રોણિત અને શુક બન્ને ભેગાં થાય છે, નાના મોટા એમ જગ આખું ત્યાં જઈને ઉત્પન્ન થાય છે. તો તેની સાથે શું આનંદ મનાવવો? માટે મારી સાથે સંગ કરવો નહિ. નર નારી તમે સહુ સાંભળો, ભોગ કરવાથી બહુ હિંસા થાય છે. જેમ કે બે ઈન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોની ઉત્કૃષ્ટપણે નવ, નવ લાખ તેમ જ અસંખ્ય સંમૂર્છાિમ મનુષ્યોની ભોગ કરવાથી વિરાધના થાય છે, હાનિ થાય છે. Page #188 -------------------------------------------------------------------------- ________________ દૂહા || હાણિ ન કરતા હંસની, સીલવંત હાં લોહી / પણિ વરલા જગિ તે વલી, જિમ પસુમાં સીહ //૧૮ // સુગર કહઇ સંભારી ઇ, શીલવંતના નામ / ઋષભ કહઈ નર તે ભલા, જેણઈ જગ જીત્યુ કાંમ /૧૯ // કડી નંબર ૧૮થી ૧૯માં કવિ જેમણે શીલવ્રત જીતી લીધું છે એવા વીરલાને વંદન કરવાનું કહે છે. જે જીવની વિરાધના કરતાં નથી અને શીલવ્રતમાં મર્યાદા કરે છે, એવા વીરલા પણ જગમાં છે જેમ પશુઓમાં સિંહ હોય. સુગુરુ પણ આવા શીલવંતોના નામ સ્મરણ કરવાનું કહે છે. તે નર ઉત્તમ છે કે જેણે જગમાં કામ વાસનાને જીત્યો છે. શમશા | ગીરપૂત કહી જઈ જેહ, તા વાહન ભમ્ય કહીઇ તેહ/ તાસ ભખ્યન નાંમ જે કહઈ, તેહનું વાહન જે જગી લહઈ //ર૦ના તેહનિ વાહાલું ટુ વલી હોય, ઊતપતિ તાસ વીચારી જોય / તા વાહન ભખ્ય કેરો તાત, તસ બંઘન રીપૂ જગ વિખ્યાત //ર૧// તેહના બાંધ્યા જે જગી લહઈ, તાસ તણો સ્વામી કુણ કહઈ / તેહનું વાહન અતિ બલવંત, તેણઈ આંખ્યુ જગી જેહનો અંત //રર // તેહનિ બંધી જે વશ કરઈ, તે વહઈલો મુગતિ સંચરિ / જન્મ મર્ણ જરા નહી યાંહિ, અનંત સુખ નર પાંમઈ ટાહિ //ર૩/ કડી નંબર ૨૦થી ૨૩માં કવિએ “કામ વિષય' ને અનુલક્ષી એક સમસ્યા આપી છે. વાચકોની તેમ જ શ્રોતાઓની બુદ્ધિની કસોટી કરવા અને જ્ઞાન સાથે ગમ્મત પડે એ દષ્ટિથી સમસ્યાનું આલેખન કર્યું છે. પરંતુ વિગતો પરથી ઉત્તર મેળવી શકાતો નથી. છતાં તેના ભાવાર્થ ઉપરથી જાણી શકાય છે કે તેનો ઉત્તર “કંદર્પ છે. દૂહા || સંપઈ સુખ બહુ પામીઇ, જે વશ કીજઇ કાંમ / સીલવંત જગી જે હવા, લીજઇ તેહના નામ //ર૪ // કડી નંબર ૨૪માં કવિએ કામ વાસનાને જીતવાથી સંપ અને સુખ મળે છે તે વાત સમજાવી છે. કામ વાસનાને જીતવાથી, વશ કરવાથી બહુ સુખ અને સંપ પ્રાપ્ત થાય છે. માટે જગમાં આવાં શીલવંત હતાં તેમનાં નામ લેવા. Page #189 -------------------------------------------------------------------------- ________________ ઢાલ ।। (૫૬) ચોપાઈ ।। શીલવંતનું લીજઇ નામ, તો મનવંછીત સીઝઇ કામ | સીલવંતના પૂજો પાય, રીધ્ય શ્રીધ્ય સુખશાતા થાય ॥૨૫॥ સીલ તણો જંગી મહીમા ઘણો, જંગ સઘલો થાઈ આપણો । સુર નર કીનર દાનવ દેવ, સીલવંતની સારઈ સેવ ।।૨૬।। સીલવંત સંગ્રાંમિ ચડઇ, તે કોણ નર જે સાહામો ભડઇ ।। નાવઈ સુરો સાહામો ધસ્યો, સીલવંતનો મહીમા અસ્યુ ।।૨૭।। સીલવંતના પગનું નીર, તેણઇ લેઈ છાટો આપ શરીર । સકલ રોગનો ખઈ જિમ થાય, કાષ્ટ કોઢ કલી નાહાઠો જાય ।।૨૮।। સતી સુભદ્રાની સુણિ વાત, જેહ નો જગ જાણઇ અવદાત | કુપિ ચાલણિ તાંતણિ તોલિ, કાઢી નીર ઊઘાડી પોલિ ।।૨૯।। સતી વાલા આગઇ હવી, રામચંદ્ર મુખ્ય તેહનિ સ્તવી । સીલવતી તુ માહારી માત, આ ઊઠાડો વેગિં ભ્રાત ।।૩૦।। તવ સતી ઈં સિર હથ જ ધર્યું, પડ્યુ પૂર્ખ તે ચેતન કર્યુ । ઉઠ્યું લખમણ હરખિ હસ્યુ, સીલ તણો જંગી મહીમા અસ્યુ ।।૩૧।। નારદ વેઢી લગાવઇ ઘણી, એ પરગતિ છઇ આતમતણી । તોહઇ મોષ્ય ગયુ તસ ગણો, જોયુ મહીમા સીઅલ જ તણો ।।૩૨।। સીલિ રહી અંજના સુંદરી, તો વન દેવિં રમ્યા કરી । સીહતણું ચૂંકટ તસ ટહ્યુ, વન સુકુ તે વેગિ ફલ્યુ ।।૩૩।। કલાવતીનું સીઅલ જ જોય, ભુજા ડંડ પાંમી જગી દોય । નદીપૂર તે પાછુ લ્યુ, સીલસીરોમણિ પર્ગટ ફ્લ્યુ ।।૩૪ || રામચંદ્ર ધરિ સીતા જેહ, અગ્યન કુંડમ્હા પઇઠી તેહ । વસ્યવાનર ફીટી જલ થયું, જનક સુતાનું નાંમ જ રહ્યુ ।।૩૫ || કમલ એક પ્રગટ્યું કહઇ કવી, તે ઊપરિ બઇી સાધવી । લવ નિ કુશવ ખોલઇ વલી દોય, સીલવંતી ગિ વંદો સોય ।।૩૬।। વંકચુલ નિ મોટો ચોર, વ્રત ચોથુ તેણઇ લીધુ ઘોર । કાર્ણ પણઇ તેણઇ રાખ્યુ સીલ, રાજરીધ્ય બહુ પાંમ્યુ લીલ ।।૩૭|| = 475 Page #190 -------------------------------------------------------------------------- ________________ કલી કાલિ સોની સંગ્રામ, સીલિ અંબ ફલ્યુ અભીરાંમ / વલી મેહે વુઠો તે અતી ઘણો, જોજ્યું મહીમા સીઅલ જ તણો ।।૩૮ ।। ઢાલ – (૫૬) કડી નંબર ૨૫થી ૩૮માં કવિએ શીલનો મહિમા દર્શાવ્યો છે તેમ જ શીલવંત મહાત્માઓનાં સદષ્ટાંતો આપી શીલનું મહત્ત્વ સમજાવ્યું છે. કવિ કહે છે કે, શીલવંતનું નામ લેવાથી મનવાંચ્છિત કામ થાય છે તેમ જ તેમના પગ પૂજવાથી રિદ્ધિની વૃદ્ધિ થાય અને સુખશાતા મળે છે. જગમાં શીલનો મહિમા ઘણો છે, જેનાથી સઘળું જગત આપણું થાય છે. વળી સુર, નર, કિન્નર, દાનવ તેમ જ દેવતાઓ વગેરે શીલવંતની સેવા કરે છે. વળી જો શીલવંત સંગ્રામમાં લડવા જાય તો તેની સામે કયો પુરુષ લડવા આવે? દેવતાઓ પણ તેની સામે ધસી જતાં નથી. આવો શીલવંતનો મહિમા છે. શીલવંતના પગનું પાણી લઈને શરીર ઉપર છાંટવાથી બધા રોગો નષ્ટ થાય છે જેમ કે કુષ્ટ, કોઢ, તાવ વગેરે નાશી જાય છે. અહીં સતી સુભદ્રાનું દૃષ્ટાંત આપતાં કહે છે કે, સતી સુભદ્રાની વાત સાંભળજો, જેનો વૃત્તાંત આખું જગ જાણે છે તેણે કાચા તાંતણાથી ચારણી બાંધી કૂવામાંથી પાણી કાઢી નગરના દરવાજા ઉઘાડ્યાં હતાં. તેવી જ રીતે સતી વિશલ્યા પણ આગળ થઈ ગયા કે તેમની સ્તુતિ રામચંદ્રના મુખે થઈ છે. જેમ કે રામચંદ્ર સતી વિશલ્યાને કહે છે કે, હે શીલવંતી! તું મારી માતા સમાન છે. આ મારા ભાઈને જલદી ઉઠાડો. ત્યારે સતી વિશલ્યાએ તેના માથા ઉપર હાથ મૂક્યો અને બેભાન પડેલા પુરુષને ચેતન કર્યો. તરત જ લક્ષ્મણ ઊભો થયો અને હર્ષથી આનંદ પામ્યો. જગમાં શીલનો મહિમા આવો છે. નારદ ઘણી આગ લગાડી ઝઘડાં કરાવે છે. એ તેના સ્વભાવની પ્રકૃતિ છે, છતાં પણ તે મોક્ષમાં ગયા એમ સમજો. માટે આ મહિમા શીલનો જ જુઓ. તેવી જ રીતે અંજના સુંદરીએ પણ શિયળ રાખ્યું હતું કે જેથી વનદેવીએ તેની રક્ષા કરીને સિંહના સંકટમાંથી બચાવી તેમ જ સૂકું વન તરત જ લીલુંછમ થઈ ગયું. વળી કલાવતીનું શિયળ પણ જુઓ, જગમાં બન્ને ભુજા દંડ પામી હતી પરન્તુ શિરોમણિ સમાન શીલ પ્રગટ થઈને ફળ્યું તેમ જ નદીના પૂર પણ પાછાં વળ્યાં. આગળ કહે છે કે, રામચંદ્રના ઘરે સીતા હતા કે જેમણે અગ્નિ કુંડમાં પ્રવેશ કર્યો ત્યારે અગ્નિ મટીને જળ થયું. પછી તેમાંથી એક કમળ પ્રગટ્યું, તેના ઉપર સતી સીતા બેઠાં અને તેના ખોળામાં લવ અને કુશ બન્ને બેઠાં. આમ જનક પુત્રીનું નામ રહ્યું. જગમાં આવા શીલવંતીને વંદન કરો. તેવી જ રીતે વનમાં વંકચૂલ નામનો મોટો ચોર હતો. તેણે કઠિન એવું ચોથું વ્રત ધારણ કર્યું હતું. કારણ પડવાં છતાં પણ તેણે શીલને અખંડ રાખ્યું, તો તે રાજરિદ્ધિ અને ઘણી સંપત્તિ પામ્યો. કલીકાળમાં ‘સોની’ નામના એક ગામમાં શીલ થકી આંબામાં મોર આવ્યાં અને ખૂબ જ ફૂલ્યો. વળી વરસાદ પણ અતિ ઘણો વરસ્યો. આ મહિમા પણ શીલનો જ જોજો. ૧૬૯= Page #191 -------------------------------------------------------------------------- ________________ ઢાલા (૫૭) // દેસી. પાય પ્રણમી રે, વીર જિનેસ્વર રાય રે // રાગ. મલ્હાર // સીલ સાચું રે પ્રેમ કરીનિં પાલઈ એણઈ વરતિ રે આતમવંશ અજુઆલીઇ / મન દોહો દશ રે જાતુ પાછુ વાલિઈ બ્રહ્મ વરતિ રે કર્મ કઠણ તે ગાલિઇ // 2. // ગાલીઈ કર્મ જે કઠણ જનાં સીલ અંગિં સો ધરી | મન વચન કાયા કરો ચોખ્યાં સંસાર સાગર જાઓ તરી / આગિ જે નર નારિ મુનીવર સીલ અંગિં આદર્યું સોય નરનું નામ જંપતાં જાણિ મન મોડું ઠર્યુ //૩૯ // સુદર્શણ સેટિં રે વ્રત તે ચોથુ શરિ વહ્યું પટરાંણી રે પ્રેમ તણઈ વચને કહ્યું / રંભા દેખી રે સેઠિ તણું મન થીર રહ્યું નવિ સુકો રે જે જગ્યું જીવત ગયું // 3. // જીવત જાતઈ જેન ચુકો રાણી બહુ રોસિં ચડિ બહુ બુબ પાડી અત્યંહિ ગાડી સેઠિ બાંધ્યું તે જડિ / માહારાજ બોલ્યુ ન સુલી સેઠિ નિં સાંચઈં સહી એ સીલ મહીમા થકી જુઓ સુલી સીધાસણ થઈ //૪૧ / શ્રીઅ યુલિભદ્ર રે મુનિવર મોટો તે યતી જંબુ સ્વામિ રે વંદો વેગિ ભમતી | ધના સલિભદ્ર રે જેણઈ સ્ત્રીઅ મુકી છતી નર નાયક રે પંચ સંઘાંનો જે પતી // ૩ // પતી જે પચ સહ્યા કેરો નામિ સીવકુમાર રે / ભાવ ચારિત્ર થકી વંદો સીલ રહ્યું નીરધાર રે / પંચમઈ સુરલોકિ પોહોતો કર્મ કેતુ ખઈ કર્યું / સીલ અંગિ ધર્યું સાચું નાંમ જગહ વીસ્તર્યુ //૪૧ // ઢાલ – (૫૭) કડી નંબર ૩૯થી ૪૧માં કવિએ શીલવ્રતનો મહિમા બતાવતા શીલવંત મહાપુરુષોના આગમિક દષ્ટાંતો દર્શાવ્યાં છે. કવિ બ્રહ્મચર્યનો મહિમા દર્શાવતાં કહે છે કે, શીલ શ્રેષ્ઠ અને સત્ય છે. તેને શ્રદ્ધાપૂર્વક પાળવું જોઈએ. બ્રહ્મચર્ય વ્રત પાળવાથી આત્મા ઉજજ્વળ બને છે. તેથી દશે દિશામાં જતાં મનને પાછું વાળવું જોઈએ. બ્રહ્મવ્રત થકી કઠણ કર્મ પણ ઓછાં થઈ જાય છે. Page #192 -------------------------------------------------------------------------- ________________ | ત્રુટક ||. શીલવ્રતને ધારણ કરવાથી જૂનાં કઠણકર્મ પણ નાશ પામે છે. આવી રીતે મન, વચન અને કાયા નિર્મળ અને શુદ્ધ કરી સંસારરૂપી સાગર તરો. આગળ નર, નારી અને મુનિવરોએ શીલવ્રત આદર્યું હતું, તે મહાપુરુષોના નામ લેવાથી જાણે મારું મન આનંદ પામે છે. જ અહીં કવિ શીલવંત સુદર્શન શેઠનું દષ્ટાંત આપતાં કહે છે કે, સુદર્શન શેઠે ચોથું વ્રત અંગીકાર કર્યું હતું. એકવાર રાજાની પટ્ટરાણીએ શેઠને પ્રેમવચનો કહ્યાં પરંતુ અપ્સરા જેવી રાણીને જોઈને પણ તેમનું મન સ્થિર રહ્યું. જીવ જશે એવું જાણીને પણ શીલવ્રતથી ચૂક્યા નહિ. | || ગુટક || જીવ જશે તે છતાં શેઠ વ્રતથી ચૂક્યા નહિ, આથી રાણીને બહુ રીસ ચડી અને મોટા અવાજે બૂમાબૂમ કરી. સેવકોએ આવીને તરત જ શેઠને બાંધ્યા. ત્યારે રાજાએ શેઠને કહ્યું, “તમે સાચેસાચું બોલશો તો શૂળી નહિ આપું.” પરંતુ એ શીલના મહિમા થકી શૂળી સિંહાસન થઈ ગઈ. તેવી જ રીતે શ્રી સ્થૂલિભદ્ર મુનિવર મોટા યતિ થઈ ગયા. જલદી શુભમતિ પ્રાપ્ત કરનાર એવા જંબૂસ્વામીને વંદન કરો. વળી ધન્ના અને શાલિભદ્રને પણ બત્રીસ બત્રીસ સ્ત્રીઓ હોવા છતાં મૂકી દીધી. એવી રીતે પાંચસો સ્ત્રીઓનો પતિ કે જે નરનાયક ગણાયો. પાંચસો સ્ત્રીઓના પતિ કે જેનું નામ શિવકુમાર હતું. તેમના ભાવ ચારિત્ર થકી તેમને વંદન કરો કે જેઓ શીલવ્રતમાં અડગ રહ્યા હતા. તેથી કેટલાંય કર્મનો ક્ષય કરીને પાંચમા દેવલોકમાં ગયા. આમ જેમણે સાચું શિયળ વ્રત પાળ્યું છે, તેમના નામ જગમાં વિસ્તર્યા છે. (ખ્યાતિ પામ્યાં છે.) નામ તે જગપ્પા વીસતર્યા, આગિ વલી અનેક / સો મુનીવર નીત્ય વંદીઇ, સીલ ન ખંડ્ય રેખ //૪ર // કડી નંબર ૪૨માં કવિ જેમણે શીલખંડન કર્યું નથી એવાં મુનિવરોને વંદન કરવાનું કહે છે. આગળ પણ અનેક મહાપુરુષો થઈ ગયા છે કે તેમનાં નામ જગમાં ખ્યાતિ પામ્યાં છે. તે મુનિવરોને નિત્ય વંદન કરવા કે જેમણે જરાપણ શીલખંડન કર્યું નથી. ઢાલ || (૫૭-ક) || દેસી. એણી પરિ રાય કરતા રે // રાગ. ગોડી // ગતમ મેઘકુમાર રે, વલી વછ થાવ છો , વહઇર સ્વામ્યનિ પાએ નમુ એ //૪૩ // ભરત બાહબલ દોય રે, અભયકુમારસુ / ઢંઢણ મુનીવર વંદીઇ એ //૪૪ // શરીઓ અતીસુકમાલ રે, વંદૂ અઈમતો / નાગદત સીલિં રહ્યું એ //૪૫ // Page #193 -------------------------------------------------------------------------- ________________ કઇવનો ગુણવંત રે, સમરું શકોશલ / પૂડરીક નિં પૂજીઇએ //૪૬ // પ્રભવો વીષ્ણકુમાર રે, કુરગઢ મુની / કરકંડુ સીલિં ભલો એ //૪૭ // કીસ્સ અનિં બલિભદ્ર રે, વંદૂ હનમત / દશાનદ્ધ દીનકર સમો એ //૪૮// બ્રાહામી સૂદરી સોય રે મયણા સુદરી / દવદંતી સીલિં ભલી એ //૪૯ // મૃગાવતી પૂણ્યવંત રે, સુલતા સાધ્વી | મણિરેહા મુખ્ય મંડીઈ એ //૪૯ // કુતા દ્રપદી દોય રે, ચંદનબાલા એ / પૂલચુલા રાજિમતી એ //પ૧ // ઢાલ – (૫૭-ક) કડી નંબર ૪૩થી ૫૧માં કવિ શીલવંત મહાત્માઓનાં નામ દર્શાવી તેમને વંદન કરવાનું કહે છે. કવિ શીલવંત મહાપુરુષોનાં નામનો ઉલ્લેખ કરતાં કહે છે કે, જેમ કે ગૌતમ, મેઘકુમાર વળી થાવસ્યા પુત્ર તેમ જ વૈર સ્વામીને ચરણે નમું છું. ભરત, બાહુબલી એ બન્નેને તેમ જ અભયકુમાર અને ઢંઢણ મુનિવરને વંદન કરવા. વળી શ્રીયક, સુકુમાલ અને અઈમુત્તોને વંદીએ. તો નાગદત્ત પણ શીલથી ચૂક્યાં ન હતા. કવન્ના શેઠનું સૌભાગ્ય હોજ, સુકોશલ મુનિને પણ સમરીએ, તો પેંડરિક મુનિને પૂજીએ, વળી પ્રભવ મુનિ, વિષ્ણુકુમાર અને કુરગડુ મુનિ, તો કરંકડુ રાજર્ષિ શીલમાં શ્રેષ્ઠ હતા, વળી કૃષ્ણ અને બળભદ્ર તેમ જ હનુમાનને વંદું છું. તો દશાણભદ્ર રાજા સૂર્ય સમાન હતા. અહીં આગળ કવિ શીલવંતી સતીઓનાં નામ દર્શાવે છે, જેમ કે બ્રાહ્મી, સુંદરી બન્ને તેમ જ મયણાસુંદરી, દમયંતી વગેરે સતીઓ શીલવાન હતી. મૃગાવતી પુણ્યશાળી હતાં. વળી તુલસા સાધ્વી તેમ જ મયણરેખા મોટા અને મુખ્ય હતાં. તેમ જ કુંતા, દ્રૌપદી એ બન્ને, ચંદનબાળા, પુષ્પચૂલા તેમ જ રાજીમતી વગેરે શીલવંતી નારીઓ છે. દૂહા | સીલવંત નરનાનું નતિ લીજ નામ | નવનીધ્ય ચઊદરયણ ઘરિ જસ જગમ્હા અભીરાંમ //પર // મન વિન સીલ જ પાલીઇ, તો પણિ સુર અવતાર / ચીત ચોખ નિત્ય રાખતા, તે કિમ ન લહઈ પાર //પ૩ // Page #194 -------------------------------------------------------------------------- ________________ કડી નંબર પરથી પ૩માં કવિએ શીલવંત નર નારીના નિત્ય નામ લેવાં તેમ જ શીલવ્રત પાળવાથી સુરનો અવતાર મળે છે તે વાત સમજાવી છે. શીલવંત નર નારીના નામનું સ્મરણ હંમેશાં કરવું કે જેનાથી ઘરમાં નવનિધિ અને ચૌદરત્ના હોય તેમ જ જગમાં યશ મળે છે. મન વગરનું શિયળ પાળવાથી પણ દેવનો અવતાર મળે છે, તો પછી ચિત્ત નિર્મળ રાખવાથી પાર કેમ ન પામી શકીએ? ઢાલ છે ૫૮ ચોપઈII પંચ અતિચાર એહના સાસ્ય, વિધવા વેશ કુલગનાં નાટ્ય / અપરગ્રહીતા શંગ મમ કરો, હાશ વિનોધ ક્રીડા પરીહરો //૫૪ // વલી સદારા સોક્ય જ જેહ, દ્રીષ્ટ રાગ કશ્ય વલી નેહ / વિપ્રજશ કીધો મનિ ઘણું, પાપે આલ્યુઓ આતમતણું //૫૫ // સરગવચન બોલ્યુ મુખ્ય થકી, વીકલપથી જીઊ થાઈ દૂખી / અનંગક્રીડા કીધી રંગિ, મીછાદૂકડ ધુ જિનસંગિ //૫૬ // પરવિહીવા મેલિ કાં દીઇ, વિષઈ વધારી ટુ ફલ લીઇ / કાંમભોગ તીવર અભીલાલ, સીલ પરજાલી કીધુ રાખ //૫૭ // રૂપ શણગાર વખાણઈ વલી, મન ચોખું પણિ જાઇ ટલી / જિમ લીબુ મુખસ્ય નવી મલઇ, પણિ તસ વાતિ ડાર્યા જ ગલઇ //૫૮ // આઠમ્ય પાખી પૂન્યમ જગ્ય, એ છઈ મ્યુભ કરણીની ખાંણ્ય / એણઈ દિવસિં એ રાખો આપ, ભોગ કરંતા પોઢું પાપ //૫૯ // સીલ સમુ નહી કો પચખાંણ, જોયુ ન્યુધ વિમાસી જાણ / લાછલદે સુત તે પણિ ગ્રહું, યુલિભદ્રનું નાંમ જ રહુ //૬૦ // ઢાલ-૫૮ કડી નંબર પ૪થી ૬૦માં કવિ ચોથા વ્રતના પાંચ અતિચાર સમજાવી તેને ત્યજવાનું કહે છે. કવિ ચોથા વ્રતના પાંચ અતિચારનું સ્વરૂપ દર્શાવતાં કહે છે કે, ચોથા વ્રતના પાંચ અતિચાર સાંભળો વિધવા, કુમારિકા અને કુલાંગના નારી (વેશ્યા) તેમ જ અપરિગ્રહિતા (પરસ્ત્રી) સાથે સંગ કરવો નહિ. તેમ જ હાસ્ય, વિનોદ અને ક્રીડા પણ છોડવી. વળી પોતાની પત્ની અને તેની શોક્ય સાથે અતિરાગ કર્યો હોય, મનમાં ઘણો અવિશ્વાસ કર્યો હોય, તો તે પાપનું પ્રાયશ્ચિત કરવું. વળી મુખમાંથી સરાગ વચન બોલાયાં હોય, તેમ જ કુવિકલ્પો થકી પણ જીવ દુઃખી થાય છે. અનેરા અંગે કામક્રીડા કરી હોય તો જિનભગવંતની સાક્ષીએ “મિચ્છામિ દુક્કડમ્' આપો. તેમ જ પરવિવાહ શા માટે કરાવવાં? આમ વિષય વધારવાથી શું ફળ લઈએ? વળી કામભોગને વિષે અતિ તીવ્ર અભિલાષા કરી હોય તો તે શિયળ બાળીને રાખ કરે છે. વળી સ્ત્રીનાં રૂપ શણગારને Page #195 -------------------------------------------------------------------------- ________________ વખાણ્યાં હોય તો ચોખ્ખું મન પણ વિચલિત થઈ જાય છે. જેમ કે મોઢામાં લીબું મૂકવાની વાત ક્યાંય મળતી નથી કારણ કે લીબુથી દાઢ ગળી જાય અર્થાત્ મોઢામાં પાણી આવે છે. આઠમ, પાંખી અને પૂનમને જાણવી કારણ કે આ દિવસો શુભકરણીની ખાણ છે. માટે આ દિવસોમાં શિયળ પાળવું. કારણ કે ભોગ કરવાથી ઘણું પાપ થાય છે. માટે બુદ્ધિમાં વિચારી જોજો કે શીલ જેવાં બીજા કોઈ પચ્ચખાણ નથી. - અહીં કવિ સ્થૂલિભદ્રનું દષ્ટાંત આપતા કહે છે કે, લાછલદેના પુત્રએ પણ આ વ્રત ગ્રહણ કર્યું હતું, જેના થકી ધૂલિભદ્રનું નામ રહ્યું. યુલિન્દ્ર મુનીવર વડો, સિર વહી જિનવર આંણ / હવઇ સુણયુ વ્રત પાંચમું, જે પરિગ્રહઈ પરિમાણ //૬૧ //. કડી નંબર ૬૩માં કવિએ પાંચમા વ્રત પરિગ્રહ પરિમાણ’ની વાત કરી છે. મોટા મુનિવર સ્થૂલિભદ્રએ પણ જિન ભગવંતની આજ્ઞા શિરોમાન્ય કરી હતી અને હવે પાંચમું વ્રત સાંભળો કે જે “પરિગ્રહ-પરિમાણ વ્રત છે. ઢાલા ૫૯ | ચોપાઈ | પાંચમાં વરતિ ચોખું ધ્યાન, સકલ વસ્તનું કીજઈ માંન / અતિ વિષ્ણા મનિ વારો લોભ, એહ થકી બહુ પાંખ્યા ખોભ //૬ર// નવઇ નંદ તે ક્યપી હુઆ, મુમણ શેઠિ ધન મેલી મુંઆ / સાગર સેઠિ સાગર માહા ગયો, જો જગી સબલો લોભી થયું //૬૩ // ધન સંધ્યાનું મોટું પાપ, ઊપરિ થાઈશ ફણધર સાપ / ઊદર ધસંતો હડિશ આ૫, ઊદ્યરનિં કરતો સંતાપ //૬૪ // તે ધન પરિસરછા કસી ખાઓ ખરચો મનિ હોલસી / ધન વૈવન યમ પીપલ પાન, ચેતો ચંચલ ગજનો કાંન //૬ ૫ // તે માટઇ મુછ મમ મંડચ, અતિ ત્રીષ્ણા આતમથી કંડચ | આગઈ અનરથ હુઓ ઘણો, તે મહીમા છઈ પરિગ્રહઈ તણો //૬૬ // ભરત બાહુબલ ઝગડો કર્યું તો તેહનો અપજસ વીસ્તર્યું / કનકરર્થિ નીજ મારૂં પૂત્ર, જાણું લેસઈ મુઝ પરસુર //૬૭ // લોભ લ િસુર પૂરી કુમાર, હણ્ય પિતા તેણઈ નીરધાર / રત્ન તણો વલી લીધો હાર, ન કો બીજો કસ્યુ વીચાર //૬૮ // શ્રેણિક સરીખો રાજ જેહ, પરિગ્રહઇથી દૂખ પામ્યુ તેહ / કોણી રાજ લોભી થયુ, પીતા હણીનિં નરગિં ગયું. //૬૯ // Page #196 -------------------------------------------------------------------------- ________________ સુભમરાય ચક્રી આઠમો, તે નર સબલો લોભી હવો / ત્રીસ્સાનો નવિ આપ્યું છે, તો દૂખ પામ્યું નરગિં તેહ //છO // ઢાલ - ૫૯ કડી નંબર ૬૨થી 90માં કવિએ પાંચમા પરિગ્રહ પરિમાણ નામે અણુવ્રતનું સ્વરૂપ બતાવ્યું છે. પરિગ્રહ કેવો અનર્થકારી છે તેમ જ લોભવશ થઈને પરિગ્રહ માટે મહાન એવા લોકો પણ ભયંકર કામ કરી ગયાં તેના સદષ્ટાંતો આલેખ્યાં છે. કવિ પરિગ્રહનું સ્વરૂપ બતાવતાં કહે છે કે, પાંચમા વ્રતમાં ચોખ્ખું ધ્યાન રાખીને બધી વસ્તુનું પ્રમાણ, માપ કરવું. અતિ તૃષ્ણા અને લોભ મનથી મૂકવાં કે જેનાથી ઘણા લોકો ક્ષોભ પામ્યા છે. કવિ જગમાં વધુ લોભ કરી દુઃખી થયા હોય તેમનાં દષ્ટાંત આપતાં કહે છે કે, જેમ કે નવે નંદ કૃપણ થયા, વળી મમણ શેઠ ધન મૂકીને મર્યા અને સાગર શેઠ સાગરમાં મૃત્યુ પામ્યા. કારણ કે આ બધા જગમાં ઘણા લોભી થયા હતા. ધન ભેગું કરવું એ મોટું પાપ છે. પરભવમાં ઉપર ફણીધર સાપ થઈશ. વળી પેટે ઘસીને ચાલવું પડશે અને મનમાં સંપત્તિનો સંતાપ કરવો પડશે. માટે આવા ધનની ઉપર મૂછ શા માટે રાખવી? ઉમંગપૂર્વક મનથી ખાઓ અને ખર્ચો. કારણ કે ધન અને યૌવન પીપળાના પાન જેવાં નશ્વર છે તેમ જ હાથીના કાન જેવાં ચંચળ હોય છે. માટે તમે ચેતો ધન પર મૂછ રાખો નહિ અને આત્મામાંથી અતિ તૃષ્ણાને છોડો. કારણ કે આગળ પણ ઘણા અનર્થ થયા છે તેનું કારણ પરિગ્રહ જ છે. અહીં કવિ આગમિક દષ્ટાંત આપતાં કહે છે કે, જેમ ભારત અને બાહુબલીએ યુદ્ધ કર્યું તો તેમની અપકીર્તિ ફેલાણી. તો વળી પોતાના ઘરનું સૂત્ર લઈ લેશે તે માટે કનકરથ રાજાએ પોતાના પુત્રને માર્યો. લોભ માટે સૂર્યપૂરકુમારે પોતાના પિતાને માર્યા અને રત્નનો હાર લીધો અને આમ બીજો કોઈ વિચાર કર્યો નહિ. વળી શ્રેણિક મહારાજ જેવા રાજા પણ પરિગ્રહથી દુ:ખ પામ્યા. તેમનો પુત્ર કોણિક લોભી થયો અને પિતાને મારીને નરકમાં ગયો. વળી આઠમો ચક્રવર્તી સુભૂમરાય પણ ઘણો લોભી થયો. તૃષ્ણાનો અંત કર્યો નહિ કે જેથી નરકમાં દુ:ખ પામ્યો. શમશા || ચોપાઈ | સુરપતિ વાહન કેરો સ્તુત્ર, તાશ શામ્યની કેરો પૂત્ર / તાસ પીતા મસ્તગિ જે રહઈ, કુણથી સોય કલંક જ લહઈ //૦૧// તાસ રિપૂનો ઠાંમ જ કહઈ, તાસ ધરીનિં કુણ જગિ રહઈ | તેહનો કુ ઝાલઈ જગી ભાર, તાસ રીપૂ ઠાકર કીરતાર //૭ર // તેહની નારી સાંથિ નેહ, જાતો દૂખ પાંમાં નર તેહ / જેણઇ ખાધી ખરચી હોલાશ, તે નર વશીઆ સુભ ગતિ વાશ //૦૩ // માહરૂ માહાર કરતા જેહ, પણિ ધન મુકી ચાલ્યા તેહ / પરિગ્રહઈ માટઇ થીર નવી રહ્યા, ધન પાષઈ નર કો નવી ગયા //૭૪ // = +૧૭૫ Page #197 -------------------------------------------------------------------------- ________________ કડી નંબર ૭૧થી ૭૪માં કવિએ એક બીજી સમસ્યા આપી છે. આ સમસ્યા પણ અતિગૂઢ છે. તેમ જ આ સમસ્યામાં પરિગ્રહરૂપી લક્ષ્મીને છોડવાની વાત કરી છે, તેમ જ લક્ષ્મીરૂપી નારી સાથે જે સ્નેહ રાખે છે તે નર દુઃખ પામે છે. આ સમસ્યાનો સાર છે. આમ ભાવાર્થ ઉપરથી તેનો ઉત્તર “લક્ષ્મી’ આવી શકે. તે છતાં સ્પષ્ટતા થતી નથી. ઢાલા ૬૦ || દેસી. નંદન કુ ત્રીસલા હુલગાવઈ // રાગ. અસાઓરી // માહાર માહારૂ મ ક તુ કંતા, કંતા ગુણવંતા રે / નાભીરાયા કુલિ ઋષભ જિગંદા, ચાલ્યા તે ભગવંતા રે ||૭૫ // હારૂ સ્વારૂ મ કર્યું તે કંતા / આંચલી. ભરત નવાણું ભાઈ સાથિં, વાસદેવ બલદેવા રે / કાલે સોય સમેટી ચાલ્યા, સુર કરતા જસ સેવા રે //૭૬ // હારૂ. ભરથ ભભીષણ હરી હનમંતા, કર્ણ સરીખા કેતા રે, પાંડવ પંચ કોરવ સો સુતા, બર્ક વહેતા જેતા રે //૭૭ // હારૂ. નલકુબર ના રા હરીચંદા, હઠીઆ સોપણિ હાલ્યા રે રાવણ રાંમ સરીખા સુરા, કાલે સો નર ચાલ્યા રે ||૭૮ // હારૂ. દશાનભદ્ર રાઈ વીક્રમ સરીખા, સકલ લોક શરિ રાંણારે / સગરતણા સુત સાઠિ હજારઈ, સો પણિ ભોમિ સમાણા રે //૭૯ // હાર. ઢાલ - ૬૦ કડી નંબર ૭૫થી ૭૯માં કવિએ મહાન વિભૂતિઓનાં નામ ગણાવ્યાં છે, કે તેમના જેવાને પણ આખરે તો પરિગ્રહ પડતો મૂકીને જવું પડ્યું છે. હે વહાલા ગુણીજનો! ગુણવાન થઈને તમે મારું મારું ન કરો. અહીં કવિ પરિગ્રહ છોડીને ચાલ્યા ગયા છે એવા મહાન વિભૂતિઓનાં નામ દર્શાવતાં કહે છે કે, જેમ કે નાભિ રાજાના કુળમાં ઋષભ ભગવાન થયા હતા પરંતુ ભગવંત જેવાં ભગવંત પણ ચાલ્યા ગયા. માટે હે ગુણીજન! તું મારું મારું કર નહિ. આગળ કહે છે કે, ભરત ચક્રવર્તી નવાણું ભાઈ સાથે તેમ જ વાસુદેવ, બળદેવ વગેરે બધા કાળક્રમે ચાલ્યા ગયા છે અને દેવતાઓ તેમની સેવા કરે છે. વળી આ ભરતક્ષેત્રમાં વિભીષણ, રામ, હનુમાન તો કર્ણ જેવા કેટલાય તેમ જ પાંચ પાંડવ, સો કૌરવ વગેરે ટેક પાળીને ચાલ્યા ગયા છે. તો વળી નળ, કુબેર તેમ જ હરિશ્ચંદ્ર જેવા હઠીલા રાજા પણ ચાલ્યા ગયા છે. રામ તેમ જ રાવણ જેવા બળવાન પણ સમય પૂરો થતાં ચાલી નીકળ્યા છે. તેવી જ રીતે વિક્રમ રાજા જેવા અને દશાણભદ્ર રાજા કે જેમની પ્રશંસા સકળલોકમાં હતી, તો વળી સગર રાજાના સાઠ હજાર પુત્રો પણ ભૂમિમાં સમાઈ ગયા છે. Page #198 -------------------------------------------------------------------------- ________________ દૂહા | માહારૂ હારૂ મમ કરો, કયુ ગહઈન વીચાર / આગઈ નરવર રાજીઆ, છડુિં પામ્યા પાર //૮૦ // કડી નંબર ૮૦માં કવિએ મમત્વ ભાવને છોડવાનો ઉપદેશ આપ્યો છે. આગળ પણ મહાન પુરુષો પરિગ્રહને છોડીને પાર પામ્યા હતા એ વાત દર્શાવે છે. મારું મારું કરો નહિ પણ ગહન ચિંતન કરીને વિચારો. આગળ રાજા જેવા રાજાઓ પણ બધું છોડીને પાર પામ્યા છે. ઢાલ || ૬૧ | દેસી. નવરંગ વઇરાગી લાલ // રાગ. હુસેની / ઋષભ અજીત સંભવ જિના, અભિનંદન જગી જેહ / રીય રમણી સુખ સો વલી, નર છડી ચાલ્યા તેહ રે II૮૧ // ધન ડઇ તે જગી સાર, વિણ મુકિ ન લચ્છ પાર રે ધન છડઇ તે જગી સાર | આંચલી. સુમતિનાથ જિન પંચમો જસ ઘરિ રિધિ અપાર / પદ્મપ્રભ ધન તે તજી, જેણઈ લિધો સંયમ ભાર રે //૮ર // ધન. સુપાસ જિનેસ્વર સાતમો, કનક તણી ઘરિ કોડશે / ચંદ્રપ્રભ સુવધી જિના, ઋધ્ય ચાલ્યા તે જગિ છોડ્ય રે //૮૩ // ધન. સીતલ જિન શ્રેસ, નિ, વાસપૂજ્ય જિનરાય, ચંપાનગરીનો ધણી, ધન છડી મુનીવર થાય રે / ૮૪ // ધન. કચંપલ પૂરનો રાજીઓ, વિમલનાથ જિનદેવ / અનંત ધર્મ અરીહા વલી, રીધ્ય છડઇ સો તતખેવ રે //૮૫ // ધન. સાંતિનાથ જિન સોલમો, કુથનાથ અરનાથ, મલિવ મીથલા તજી, ભાઈ એ જગહાં વીખ્યાત રે //૮૬ // ધન. મુનીસુવ્રત જિન વીસમો, રાજગ્રહીનો રાય, નમીનાથ નેમીસ્વરૂ જગિ, સુર જેહના ગુણ ગાય રે //૮૭ // ધન. પાસ જિનેસ્વર પૂજીઇ, વરધમાન જિન જોય / દોય વરસ આગ્રહઈ રહ્યું, નરસીહ સમો જગિ સોય રે //૮૮ // ધન. ઢાલ – ૬૧ કડી નંબર ૮૧થી ૮૮માં કવિ ચોવીસ તીર્થંકરોનાં નામ લઈને કહે છે કે, આવા મહાન લોકો પણ આખરે તો પરિગ્રહ મૂકીને જાય છે. તો આપણે શા માટે મારું મારું કરતા વળગી રહેવું? આમ હૃદયવેધક ઉપદેશ આપ્યો છે. - ૧૭૭૬ Page #199 -------------------------------------------------------------------------- ________________ આ અવસર્પિણી કાળમાં ભરતક્ષેત્રમાં ચોવીસ તીર્થંકરો થઈ ગયાં, તેમનાં નામ લઈને કવિ સમજાવે છે કે, તેમણે પણ બધી રિદ્ધિ સિદ્ધિનો ત્યાગ કરીને સાચું શાશ્વત સુખ મેળવ્યું હતું. જેમ કે ઋષભદેવ, અજતનાથ, સંભવનાથ તેમ જ અભિનંદન, કે જેઓ રિદ્ધિ, રમણી અને બધું સુખ છોડીને ચાલી નીકળ્યા હતા. આમ સંસારમાં ધનને છોડવો તે જ સાચું સત્યરૂપ છે. છોડ્યા વગર પાર પામી શકાય નહિ. પાંચમા તીર્થંકર સુમતિનાથ છે કે જેમનાં ઘરમાં રિદ્ધિ સિદ્ધિનો પાર હતો નહિ. વળી પદ્મપ્રભુએ પણ ધનનો ત્યાગ કરી સંયમ માર્ગ લીધો. સાતમા સુપાર્શ્વનાથ છે જેમનાં ઘરે કરોડો સોનામહોરો હતી. તેમ જ ચંદ્રપ્રભ, સુવિધિનાથ જિનવર પણ જગમાંથી રિદ્ધિને છોડીને ચાલી નીકળ્યા હતા અને વળી શીતળનાથ, શ્રેયાંસનાથ તેમ જ વાસુપૂજ્ય જિનવર કે જેઓ ચંપાનગરીના રાજા હતા છતાં ધન છોડીને મુનિવર થયા હતા. - જેમ કપિલપુરના રાજા કે જે વિમળનાથ જિનવર, વળી અનંતનાથ કે જેમણે રિદ્ધિને તરત જ છોડી દીધી હતી. સોળમા શાંતિનાથ જિનવર, વળી કુંથુનાથ, અરનાથ અને મલ્લીદેવ કે જેમણે મિથલા નગરીનો ત્યાગ કરી જગમાં વિખ્યાત થયા. વીસમા મુનિસુવ્રત જિનવર કે જે રાજગૃહીના રાજા હતા. વળી નમિનાથ અને નેમનાથ કે જેમના દેવતાઓ ગુણ ગાય છે. પાર્શ્વ જિનેશ્વરને પૂજવા. વળી વર્ધમાન જિનેશ્વરને જુઓ, કે જેઓ ભાઈના આગ્રહથી બે વર્ષ સુધી સંસારમાં રહ્યા. આમ તેઓ જગમાં સિંહ સમા નર હતા. ધન કણ કંચન કામ્યની, પરગ્રહ ઈ ભાતિ અનેક | પાચ અતિચાર પરીહરો, મુરછા મ કરો રેખ //૮૯ // કડી નંબર ૮૯માં કવિ બધાં જ પ્રકારનાં પરિગ્રહ છોડવાનું તેમ જ “પરિગ્રહ પરિમાણવ્રત' ના પાંચ અતિચાર ત્યજવાનું કહે છે. અનેક પ્રકારના પરિગ્રહ છે જેમ કે ધન, ધાન્ય, સોનું, સ્ત્રી વગેરે છે. તેના ઉપર જરાપણ મૂછ ભાવ કરવો નહિ. તેમ જ “પરિગ્રહ પરિમાણવ્રતના પાંચ અતિચાર પણ છોડવાં. ઢાલ || ૬૨ .. દેસી. / એ તીર્થ iણી પૂર્વ નવાણું વાર // એના પાચ અતીચાર, ટાલો જિમ ધરિ ખેમો | ધન ધાન નિ ખેવું, વસ્ત્ર રૂપ નિ હોમો //૯O // કાસું નિં ત્રાંબું, સાત ધાતની જાત્ય / દ્રુપદ નિ ચોપદ, નવવિધિ પરગ્રહઇ ભાત્ય //૯૧ // સુરછા અન્ય આંણી, પરગ્રહઈ તે પ્રમાણો | લેઈ નવી પઢીઉં, વીસરતા જ અમાણો //૯૨ // Page #200 -------------------------------------------------------------------------- ________________ અલ્લી મેલ્યુ, નીમ વીસાર્યા જેહો । પાંચમઇ પણિ વરતિ, મીછાટૂકડ તેહો ૧૯૩ વરિ વિષધર વદને, જીભ ીઈ તે સારો । પણિ વ્રત નવિ ખંડઇ, ઊત્તમ એ આચારો ।।૯૪ ।। ૬૨ કડી નંબર ૯૦થી ૯૪માં કવિ પાંચમા વ્રતના પાંચ અતિચાર સમજાવી તેને ઢાલ ‘મિચ્છામિ દુક્કડમ્’ આપવાનું કહે છે. કવિ પાંચમા વ્રતના અતિચારનું સ્વરૂપ સમજાવતાં કહે છે કે, જેમ કે ધીરજ ધરીને શાંતિપૂર્વક પાંચમા વ્રતના અતિચાર ત્યજવા. કે જે ધન, ધાન્ય અને ખેતર, વસ્ત્ર, રૂપું અને સોનું તેમ જ કાંસું ત્રાંબું વગેરે સાત પ્રકારની ધાતુ. વળી દુપદ (બે પગવાળા મનુષ્ય અને પક્ષી) ચૌપદ (ચાર પગ વાળા પશુ આદિ) વગેરે નવ પ્રકારના પરિગ્રહના ભેદ છે. આગળ કવિ કહે છે કે, તેનાં ઉપર મનમાં મૂર્છા કરી હોય તેમ જ ‘પરિગ્રહ પરિમાણ વ્રત’ લઈને વાંચ્યું ન હોય, અજ્ઞાનતાથી ભૂલાઈ ગયું હોય, ઠીલું મૂક્યું હોય, નિયમ ભૂલાઈ ગયા હોય તો આ પાંચમા વ્રત માટે ‘મિચ્છામિ દુક્કડમ્’ આપો. વળી કવિ કહે છે કે, વિષધરના મુખમાં જીભ આપવી સારી છે પણ વ્રતનું ખંડન કરવું નહિ. આ ઉત્તમ આચાર છે. દૂહા || લીધુ વ્રત નવી ખંડીઇ, ખંડિ પાતિગ હોય | છઠ્ઠું વ્રત સહુ સંભલો, નીમ મ છડો કોય ।।૯૫ || કડી નંબર ૯૫માં કવિ વ્રતનું ખંડન કરવું નહિ તેમ જ ખંડન કરવાથી પાપ લાગે અને પછી છઠ્ઠા વ્રતની વાત કરે છે. કવિ કહે છે કે, લીધેલાં વ્રતનું ખંડન કરવું નહિ, વ્રત ખંડન કરવાથી પાપ લાગે છે. માટે લીધેલાં નિયમ કોઈએ તોડવા નહિ અને હવે છઠ્ઠું વ્રત સાંભળો. ઢાલ|| ૬૩ || દેસિ. કહઇણી કર્ણ તુઝ વીણ સાચો ।।રાગ. ધ્વન્યાસી । દીગ વેરમણ વરત વખાણું, રાખી ચોખુ ધ્યાંનજી જલિવટિ જાવા કેરૂ ભાઈ, સહું કરજ્યો વલી માનજી ।।૯૬।। દીગં વેરમણ વરત વખાણું, રાખી ચોખું ધ્યાનજી | આંચલી. પગવટિ ચાંલતાં તુ અંતે, મનમા નીમ સંભારેજી । ઊતર દખ્યણ પૂર્વ પછિમ, એ દસિ કહીઇ ચ્યારે જી ।।૯૭।। દીગ. ચ્યાર વદનં ઊર્ધ્વ અધોદાસ, દસઈ દસી માંન સંભારો જી । અગડ આખડી ચોખા પાલુ, લીધો નીમ મહારોજી ।।૯૮ ।। દીગ વેરમણ Page #201 -------------------------------------------------------------------------- ________________ પાચ અતીચાર એહના આખ્યા, તીહા મમ વાહો અંગજી / આવતાં જાવંતાં મ કરીશ, નીમ તણો વલી ભંગજી /૯૯ // દીગ. પાઠવણી આધી પાઠવતા, અંગિ અતીચાર થાઈ જી / વરત ભંગ કરઇ નર જેતા, તે નર નરગિં જઈ જી 7900 // દીગ. એક દસિ સોય સંક્ષેપી સહઈંજિ, બીજી કાંય વધારી જી / વરત ખંડણા એમ નવી કીજઇ, સુણજ્યુ સહુ નરનારી /૧ // દીગ. કાકજંધા રાજા અતી બલીઓ, તેણઈ એ વાત ન છડ્યુ જી / જે પણી તે લઇરી વશ પડીઓ, દશનું માંન ન ખંડ્યુ જી //ર // દીગ. જે નર વ્રત એમ ચોખુ પાલઈ, કર્મ કઠણ તે ગાલઈ જી / કાર્ણ પણઈ જે કિમેહ ન ચૂકઈ આતમ તે અજુઆલઈ જી / ૩ // દીગ. ઢાલ – ૬૩ કડી નંબર ૯૬થી ૩માં કવિએ છઠ્ઠા દિશા પરિમાણ' નામે પહેલા ગુણવ્રતનું તથા તેના પાંચ અતિચારનું સ્વરૂપ વર્ણવ્યું છે. કવિ છઠ્ઠા ‘દિશા પરિમાણવ્રત'ને વખાણે છે અને કહે છે કે, આ વ્રતમાં મનનું ધ્યાન ચોખ્ખું રાખવું, જળ રસ્તે જવા માટે પણ સહુએ પ્રમાણ કરવું, વળી પગ રસ્તે ચાલતાં પણ ચેતવું અને મનમાં નિયમ યાદ કરવા. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ આ ચાર દિશા કહી છે. તેમ જ ચાર વિદિશા અને ઊર્ધ્વ (ઊંચી) તેમ જ અધો (નીચી) દિશા. આ દશે દિશાનું પ્રમાણ કરવી, તેની મર્યાદા કરવી. આવી રીતે પોતે લીધેલાં નિયમ, બાધા, આખડી વગેરે ચોખ્ખાં પાળવાં. કવિ છઠ્ઠી વ્રતના પાંચ અતિચાર સમજાવતાં કહે છે કે, છઠ્ઠા વ્રતના પાંચ અતિચાર બતાવ્યા છે. ત્યાં અંગથી (મનથી) છેતરાવવું નહિ અને આવતાં જતાં નિયમનો ભંગ કરવો નહિ. દિશાની મર્યાદા આઘી પાછી કરવાથી અંગે અતિચાર લાગે. જેટલા પણ મનુષ્ય વ્રતભંગ કરે છે તે બધાં નરકમાં જાય છે. જેમ કે એક દિશાની મર્યાદા ઘટાડી હોય અને બીજી દિશાની મર્યાદા વધારી હોય, આવી રીતે વ્રતનું ખંડન કરવું નહિ. તે સહુ નર નારી સાંભળજો. કવિ દષ્ટાંત આપતાં કહે છે કે, સહુ નર નારી સાંભળજો. જેમ કે, કાકજંધા નગરીનો રાજા . અતિ બળવાન હોવા છતાં પણ તેણે આ વ્રત તોડ્યું નહિ અને તેના થકી તે દુશ્મનના હાથે પકડાયો. આમ તેણે દિશા પ્રમાણ વ્રતનું ખંડન કર્યું નહિ. જે નર આ વ્રત (ચોખ્ખ) પ્રમાણિકતાથી પાળે છે તેના કઠણ કર્મ પણ ખપી જાય છે. વળી કારણ પડવાં છતાં પણ જે કોઈ કાળે વ્રત ચૂકતાં નથી તે આત્માને ઉજજવળ કરે છે. દૂહા || આતમ એમ અજુઆલીઇ, કીજઇ તત્ત્વવીચાર | સતમ વરત સંભારીઈ તો લહઈ ભવપાર //૪ // Page #202 -------------------------------------------------------------------------- ________________ કડી નંબર ૪માં કવિ તત્ત્વવિચારથી આત્માને ઉજજવળ બનાવવાની તેમ જ હવે સાતમા વ્રતને યાદ કરવાનું કહે છે. આવી રીતે તત્ત્વનો વિચાર કરીને આત્માને ઉજજ્વળ બનાવવો અને પછી સાતમા વ્રતને યાદ કરવાનું કહે છે કે જેનાથી ભવ પાર લઈ શકીએ. ઢાલ ૬૪ . દેસી. સુણો મેરી સજની..// રાગ કેદારો //. સતમ વરત સંભારો ભાઈ રે, ચઉદઈ નીમ જ કરો સખાઈ રે / નીત સંષેપો એકચીત લાઈ રે, હંસા નિં ૭ઈ એ હીતદાઈ રે //૫ // સચીત નીવારો, દ્રવિ સંપો રે, વીગઈ વીચારી લિજઈ રોખો રે / એથી વાઘઈ વીજઇ વસેલો રે કામિં લહીઈ દૂગતિ એકોરે //૬ // વહાણઈ કે માંન સુ કીજઇ રે, મુખિ તંબોલહ વજેકિં દીજઇ રે / વસ્ત્ર કુશમની વગતિ કરીજઇ રે. વાહન સુઅણ વલેપ ગુણીજઇ રે //૭ // વીષઈ નીવારો પંથ સંભારો રે, નાહણ નવણનો બોલ સુધારો રે / ભાત સું પાણી વીધિંઈં વીચારો રે, નીમ સંભારી આતમ તારો રે //૮ // ઢાલ - ૬૪ કડી નંબર પથી ૮માં કવિ “ભોગ ઉપભોગ પરિમાણ' નામે બીજા ગુણવ્રતનું સ્વરૂપ દર્શાવે છે. તેમ જ સાતમા વ્રતમાં પોતે આહાર વગેરે તમામ બાબતોમાં કેટલા પદાર્થ ભોગવી તથા રાખી શકે તેની મર્યાદા નિશ્ચિત કરવાની છે. એમાં મૂળ ચૌદ નિયમ નિત્ય લેવાના હોય છે. આ વાતનું આલેખન કર્યું છે. ' હે ભાઈઓ તેમ જ મિત્રો! તમે સાતમું વ્રત યાદ કરો અને નિત્ય ચૌદ નિયમની બાધા લો. મનને સ્થિર રાખીને રોજ મર્યાદા ઓછી કરો. આત્મા માટે એ લાભદાયી છે. કવિ ચૌદ નિયમને સમજાવતાં કહે છે કે, જેમ કે સચિત્ત વસ્તુનો ત્યાગ કરવો. દ્રવ્યની સંખ્યા તેમ જ પ્રમાણ ઓછા કરવાં, તેમ જ વિગય (દૂધ, ઘી, તેલ વગેરે) વિચારીને રાખવાં કારણ કે એના થકી વિષય કામના વિશેષથી વધે છે. આમ કામ વાસનાથી દુર્ગતિ મળે છે. વળી જોડાં પગરખાંની જાત અને સંખ્યાની સારી મર્યાદા કરવી. મુખમાં એલચી, પાન બીડાં વગેરે મુખવાસ વિવેકથી લેવો. તેમ જ વસ્ત્ર અને ફૂલોને જુદા ગણી મર્યાદા કરવી. વળી ગાડી, મોટર આદિ વાહન તેમ જ પાટ, પલંગ આદિ સૂવાનાં સાધનો અને સુખડ, તેલ આદિ વિલેપન કરવાની વસ્તુઓ ગણીને લેવી. પોતાના ધર્મને યાદ કરી વિષય વાસનાનો ત્યાગ કરવો. નહાવાના પાણીની મર્યાદા પણ ધારવી. તેમ જ ધાન્ય અને પેય પદાર્થની મર્યાદા પણ વિચારવી. આવી રીતે નિયમો યાદ કરીને આત્માને શ્રેષ્ઠ બનાવવો. દૂહા | આતમ આપસું તાર જે. પંચ અતીચાર ટાલિ / પનર કરમાદાન પરહરે, મ પડીશ પાપ અંજલિ //૯ // Page #203 -------------------------------------------------------------------------- ________________ • કડી નંબર ૯માં કવિ સાતમા વ્રતના પાંચ અતિચાર અને પંદર કર્માદાનને છોડવાનું કહે છે. આ વ્રતના પાંચ અતિચારને ત્યજીને તું તારા આત્માને તારજે. વળી જે કામો તથા વેપાર કરવાથી ગાઢાં પાપ બંધાય તેવા પંદર કર્માદાનને પણ છોડજે. આવા પાપ જંજાળમાં પડીશ નહિ. ઢાલ|| ૬૫ ।। દેસી. શ્રી સેગુજો તીર્થ સાર ।। રાગ. દેસાગ || પાચ અતીચાર એહના ટાલુ, અચીત ઠાંમિ મત સચીત નેહાલો । અચીત વસ્તુ સચીત પ્રતબંધ, ટૂરિ કરે એ જાંણિ અસ્મુધ ||૧૦|| ઉપક દૂપક તુછ ઔષધી કહીઇ, ભક્ષત કરતાં સુખકિમ લહીઇ । ઓલા ઊંબી પુહુકમ ખાઓ, પાપડી ઊંપરિ પ્રેમ મ લાઓ।।૧૧ // એ નીપજતાં જીવ જ ઘાત, કઠણ હઈઉં વલી હોઇ દૂરદાંત । અય્યન કર્મ જે ઘણુંઅ અભ્યાસઇ, જીવદયા તેહની તવ ન્હાસઇ ।।૧૨।। ધાંન શલ્યાં મમ ભરડો ભાઈ, જીવ હણંતા દૂરગતી ખાઈ । જસ્યુરો વાહાલો પોતાનો પ્રાણી, જીવ રાખો નિ તેહેવા જાણી ||૧૩ || વાલુ અસુર્યું તે નિ કીજઇ, ઊદય વિનાં મુખ્ય અને ન દીજઈ । સુત્ર સીધાંતિ એહ વીચાર, પાલઇ તે નર પાંમઇ પાર ।।૧૪ || અભ્યખ્ય બાવીસઈ તે નવી ભજીઇ, અનંતકાય બત્રીસઇ તજીઇ । જીવ રાખો પોતાનિ ઠામ્ય, જીમ વસીઇ સીવમંદીર ગાંમ્ય ||૧૫ || ઢાલ – ૬૫ કડી નંબર ૧૦થી ૧૫માં કવિએ સાતમા વ્રતના પાંચ અતિચારનું સ્વરૂપ દર્શાવ્યું છે. કવિ કહે છે કે, સાતમા વ્રતના પાંચ અતિચાર ત્યજવા. જેમ કે અચિત્ત વસ્તુની જગ્યા પર સચિત્ત વસ્તુ પર સ્નેહ રાખો નહિ. (લેવી નહિ.) તેવી જ રીતે સચેત વસ્તુ સાથે લાગેલ અચેત વસ્તુ અશુદ્ધ માની તેને દૂર કરવી. (લેવી નહિ.) વળી જે અપકવ, દુષ્પકવ વસ્તુ, તેમ જ તુચ્છ વનસ્પતિ (ઔષધિ) કહ્યાં છે તેનું ભક્ષણ કરવાથી સુખ કેવી રીતે મળે? જેમ કે, ઓળા, ધાન્યનાં ડૂંડા, પોંક ખાવા નહિ, વળી વાલની સીંગ, પાપડી વગેરે ઉપર રાગ ભાવ રાખવો નહિ. આ બધું બનાવવામાં ઘણા જ જીવોની ઘાત થાય છે, જે કઠણ હૃદયવાળાને પણ કાબૂમાં રાખવું મુશ્કેલ હોય છે. હંમેશા આવા ઘણાં અગ્નિકર્મ કરવાથી તેની જીવદયા જતી રહે છે. સડેલાં ધાન્યને દળવાં નહિ, જીવને હણવાથી દુર્ગતિની ખાઈ મળે છે. જેવો પોતાનો પ્રાણ વહાલો છે તેવા બીજા જીવોના જાણવા, એવું મનમાં રાખવું. વળી ભોજન સૂર્ય આથમ્યા પછીના સમયમાં (અસુર) કરવું નહિ. તેમ જ સૂર્ય ઉગ્યા વિના મુખમાં અન્ન મૂકવું નહિ. સૂત્ર-સિદ્ધાંતમાં પણ આ વિચાર દર્શાવ્યો છે. જે મનુષ્ય તેનું પાલન કરે છે તે પાર પામે છે. તેવી જ રીતે બાવીશ અભક્ષ્યને ખાવાં નહિ અને બત્રીસ અનંતકાયને છોડવાં. આમ જીવને પોતાના કાબૂમાં રાખો કે જેથી શિવમંદિરરૂપી મોક્ષમાં વાસ મળે. Page #204 -------------------------------------------------------------------------- ________________ દૂહા. સીધનગરી હાં સો વસઈ, ન કરઈ અભખ્ય સુ આહાર | ભખ્ય અભખ્ય ન ઓલખઈ, ધીગ તેહનો અવતાર T૧૬ . કડી નંબર ૧૬માં કવિ જે ભક્ષ્ય અભક્ષ્યને ઓળખતો નથી તેનો અવતાર નકામો છે, એમ કહે છે. જે અભક્ષ્યનો આહાર કરતાં નથી તે સિદ્ધનગરીમાં જઈ વસે છે પરન્તુ જે ભક્ષ્ય અભક્ષ્યને ઓળખતાં નથી તેનો અવતાર નકામો છે. (ધિક્ક છે.) ઢાલ || ૬૬ || દેસી. પારધીઆની // રાગ કેદાર ગોડી // અભખ્ય બાવીસઈ જે કહ્યાં રે, તે વાયા ભગવંત્ય / ઊતમ કુલ નર જે લઘુ રે, તો કાં ચાલી કુપંથિ /૧૭ // ભવીકા જન, અભિખ્યતણું બહુ પાપ, વીષમઈ પંથઈ ચાલવું રે / તિહા સબલો સંતાપ, ભવીકાજન, અખ્યતણું બહુ પાપ, આંચલી ઉબર વડલો પીપલો રે, પીપરડી ફલ વાર્ય / ફલહ કબર પરીહરો રે, એમ આપોયું તાર્ય /૧૮ // ભવીકા. ચ્ચાર વીગઈ જિન જે કહી રે, તે જાણોઅ અભખ્ય / જઈને ધર્મ જગિ જાંણીઓ રે, તો કિમ દીજઇ મુખ્ય 7/૧૯ // ભવીકા. મદીરા મંશ મુખ્ય નહી ભલુ રે, પતિ પૂર્વયની જાય / મધ માંખણના આહારથી રે, પ્રાંણી મઈલો થાય //ર૦ // ભવીકા. મધની ઊતપતિ જોઈ જઈં રે, તો નવી દીસઇ સાર | શ્રવરસ લેઈ માખી વિમઈ રે, તો સ્યુ કીજઇ આહાર //ર૧ // ભવીકા. ગામ જંલતા જેટલું રે, લાગઈ પોઢ પાપ / મધ ભક્ષણથી તેટલું રે, કાં બોલઈ છઈ અપ //ર ૨ // ભવીકા. હીમ કરતા વિષ બિગણાં રે, માટી મુખ્ય મ દેશ / તુમ નીશભોજન પરીહરો રે, સુરારિ રગિં રમેશ //ર૩ // ભવીકા. તુછ ફલાનિ નવી ભખો રે, આંમણ બોર અપાર / જે જગી જંબુ ટીબરૂ રે પીલુ પી, અસાર //ર૪ // ભવીકા. બહબિજની જાતિ જાણીઈ રે, રીગણ નિં પંપોટ / અંતરપટ વિન પીડલું રે, તીહા મમ ટુ ડોટ //રય // ભવીકા. કાય અનંતી ઓલખો રે, ઘોલવડાનું સાખ / અણ જગ્યા ફલ પરહિરો રે, ચલીત રસ અથાણું પાક //ર૬ // ભવીકા. Page #205 -------------------------------------------------------------------------- ________________ ઢાલ – ૬૬ કડી નંબર ૧૭થી ૨૬માં બાવીસ પ્રકારના અભક્ષ્ય પદાર્થોની ગણતરી આપી છે. કે જે ત્યાજ્ય છે. કવિ બાવીસ અભક્ષ્યનું વર્ણન કરતાં કહે છે કે, બાવીસ પ્રકારના અભક્ષ્ય કહ્યાં છે કે જેનો જિનભગવંતોએ પણ નિષેધ કહ્યો છે. મનુષ્યને આવું ઉત્તમ કુળ મળ્યું છે તો કુપંથ પર શા માટે ચાલવું? કવિ ભવીજનોને કહે છે કે, અભક્ષ્ય બહુ મોટું પાપ છે અને આવા વિકટ રસ્તે ચાલવાથી ઘણું દુઃખ થાય. આ બાવીસ અભક્ષ્ય જેમ કે ઉંબરો, વડ, પીપળો છે. વળી પીપળીનાં ફળની મના કરી છે તેમ જ કાઠુંબરનાં ફળ પણ ત્યજવાં. આમ પોતાની જાતને તારવી. વળી જિનભગવંતોએ ચાર વિગય કહી છે તે પણ અભક્ષ્ય ગણવી. જગમાં જૈનધર્મ પામ્યા છીએ, સમજ્યા છીએ તો પછી આવી વસ્તુ મોઢામાં કેવી રીતે લેવાય? જેમ કે મદિરા અને માંસ ખાવાં સારાં નથી કે જેનાથી પૂર્વની આબરૂ પણ જાય. વળી મધ અને માખણના આહારથી જીવ મેલો થાય છે. કવિ કહે છે કે, તે મધની ઉત્પત્તિ જઈને જુઓ તો તેમાં કાંઈ સાર દેખાતો નથી. જેમ કે સર્વ રસ લઈને માખી તેનું વમન કરે છે. તો પછી આવો આહાર શા માટે કરવો? વળી ગામ બાળતાં જેટલું મોટું પાપ લાગે તેટલું જ મધનો ભક્ષણ કરવાથી લાગે એવું આપણે શા માટે બોલીએ છીએ? બરફ, કરા તેમ જ વિષ બમણાં કહ્યાં છે. સર્વ પ્રકારની માટી પણ મુખમાં નાખવી નહિ. રાત્રિભોજન પણ છોડવું, કે જેથી દેવલોકમાં આનંદથી રમશો. વળી તુચ્છ ફળો પણ ખાવાં નહિ. જેમ કે ખાટાં બોર, જાંબુ, ટીબરું, પીલું, પીચું વગેરે નુકસાનકારક છે. વળી બહુ બીજની જાતિ પણ જાણવી જેમ કે રીંગણા અને પંપોટા વળી અંતરપટ વગરનું પિડાતું, ત્યાં જીવ દોડાવવો નહિ. આગળ કહે છે કે, અનંતકાયને પણ ઓળખવી, ઘોલવડાનું શાક તેમ જ અજાણ્યાં ફળોને ત્યજવાં. વળી વિકૃત રસવાળા દ્રવ્યો તેમ જ બોળ અથાણું આદિને ત્યજવાં. દૂહા || આપ અથાણું પરહરી, કંદમુલ મુખ્ય વાર્ય / અનંતકાય નિં પરીવરઇ, તે નર મુખ્ય કૂઆરિ //ર૭ // કડી નંબર ૨૧માં કવિએ જે કંદમૂળ અને અભક્ષ્ય વસ્તુનો ત્યાગ કરે છે તે મોક્ષ દ્વારા મેળવે છે. આ વાત કહી છે. કવિ કહે છે, બોળ અથાણાં વગેરે છોડવાં. તેમ જ કંદમૂળને પણ મુખમાં મૂકવાં નહિ. આમ જે અનંતકાયને ત્યજે છે તે મનુષ્ય મોક્ષદ્વારને મેળવે છે. ઢાલ ૬૭ | દેસી. નંદન કુ ત્રીસલા હલરાવઈ // કંદમુલ મુખ્ય કો મમ દેજ્યુ, અનંતકાય બત્રીસુ રે / શાહાસ્ત્રમાંહિ તો અસ્યુઅ કહ્યું છઇ, કઈતાં મ ધરો રીસુ રે //ર૮ // Page #206 -------------------------------------------------------------------------- ________________ ઢાલ કંદમુલ મુખ્ય કો મમ દેજ્યુ | આંચલી. // થોહર ગુગલ ગલુઅ નીવારો, આર્દ્ર વજ્જસુ કંદોરે । અમરવેલિં નિં નીલી હલદર, લસણ થકી મુખગંધો રે ।।૨૯।। કંદમુલ... નીસઇ સૂર્ણકંદ નભેદો, થેગ લોઢ નહી સારો રે । નીલી મોથિ કુંઆરિ મ ખાઓ, પાપ તણો નહી પારો રે ।।૩૦।। કંદ. લુણ વીર્ષની છાલ્યને તજીઇ, ગર્ટી પલવ પાંનો રે । કુંલાં કુપલ વાંસહ કેરાં, દીજઇ તસઇ અભઇ દાંનો રે ।।૩૧।। કંદ. શાક ભેદ પલક પણિ જાંણો, મુલગ શણગાં ધાનો રે । સતાઓરિ ઢકવછલ વારો, જો કાંઇ હોઇ તુમ સાંનો રે ।।૩૨।। કંદ. નીલો વલીએ કચુર ન ખાઈઇ, ખરસુઓ નીસી ખાત્મો રે । આલુ કુલિ આંબ્યલી વારો, જિમ બઇ સો સુર પાંત્યુ રે ।। ૩૩|| છંદ. સુરીવાહાલુલિ લિએ ખલઇડાં, ગાજર વલિઅ વખોડ્ય રે । ભોમી રહઇ પીડાલ વર્સકો, તે ખાતા બહુ ખોચ રે ।।૩૪ || લુણ વેલિ બુરાલ ન ભખીઇ, ખાંતા કસ્યુઅ વખાણો રે । વેદ પુરાંણ સીધાંતિ વાર્યું, કો મમ ખાયુ જાણો રે ।।૩૫।। કંદ. ૬૭ કડી નંબર ૨૮થી ૩૫માં કવિએ બત્રીસ પ્રકારના અનંતકાયની ઓળખાણ ત્યાજ્ય છે. આપી છે. કે કવિ બત્રીસ પ્રકારના અનંતકાયનું વર્ણન કરતાં કહે છે કે, કોઈ પણ કંદમૂળ મુખમાં નાખતા નહિ, અનંતકાય બત્રીસ છે. શાસ્ત્રમાં પણ આવું જ કહ્યું છે માટે આવું કહેતાં મનમાં રીસ લેજો નહિ. કવિ બત્રીસ અનંતકાયના નામ કહે છે, જેમ કે થોહર, ગુગળ અને ગળાને છોડવું. વળી આદું, વકંદ, અમરવેલી અને લીલી હળદર છે. તેમ જ લસણથી મુખ ગંધાય છે. નિશ્ચયથી સૂરણકંદનો ત્યાગ કરો. થેગ, લોઢી પણ સારા ગણવા નહિ. લીલીમોથ, કુંવાર પણ ખાવી નહિ. તેનાથી પાપનો પાર આવતો નથી. વળી લુણવૃક્ષની છાલને ત્યજવી તેમ જ સર્વ જાતિનાં કુંણાં પાંદડાંને પણ ગણ્યાં છે. જેવાં કે વાંસના કુંણાં કૂંપળ, તેને અભયદાન આપવું. વળી તમારામાં થોડીક પણ બુદ્ધિ હોય તો શાકની જાતમાં પહ્લકની ભાજી પણ જાણવી. મૂળા, ફણગાવેલાં ધાન્ય તેમ જ સતાવરીની વેલ અને ગરમર પણ છોડવી. લીલો કચુરો પણ ખાવો નહિ, વળી ખરસુઆ કંદને શા માટે ખાય છે તેવી જ રીતે આવુ (બટાટા, રતાળુ વગેરે), કુમળી આંબલી પણ છોડવા કે જેનાથી દેવની પંક્તિમાં બેસવા મળે. સૂઅરવલી તેમ જ ખિલોડા કંદ છે. તેમ જ ગાજરને પણ વખોડ્યાં છે. જમીનમાં થતાં વિશેષ પિંડાળું વગેરે ગણવા, તે ખાવાથી બહુ પાપ થાય છે. તેમ જ લુણીની ભાજી અને વિરાલી કંદ Page #207 -------------------------------------------------------------------------- ________________ ખાવાં નહિ. એ ખાતાં શું વખાણો છો? વેદ, પુરાણ તથા સિદ્ધાંતમાં પણ તેને વાર્યું છે, માટે આવું જાણીને કોઈ કંદમૂળ ખાતાં નહિ. દૂહા | જણ અજાણાં ચીતવો, જે નવી રાખઈ આપ / ખાય અખાય ન ઓલઆઇ, ન લઈ પૂન્ય નિ પાપ //૩૬ // કર્મ અંગાલ ન કીજીઈ, જીહા બહુ હંશા હોય / નરભવ દોહોલિં તિં કહ્યું, આલિએ ધર્મ ખોય //૩૭// કડી નંબર ૩૬થી ૩૭માં કવિ ભક્ષ્ય અભક્ષ્ય ખાવાથી પાપ અને પુણ્ય મળે તેનું તેમ જ જ્યાં બહુ હિંસા થાય એવાં અગ્નિ કર્મ કરવાં નહિ તે ઉપદેશ આપે છે. જાણતાં અજાણતાં પણ અનંતકાયનું ચિંતન કરો પરંતુ જે પોતે ચિત્તમાં રાખતા નથી અને ભક્ષ્ય અભક્ષ્યને ઓળખતાં નથી તે પુણ્ય નહિ પાપ પ્રાપ્ત કરે છે. વળી જ્યાં બહુ હિંસા થાય એવાં અગ્નિકર્મ પણ કરવા નહિ. દુષ્કર એવો માનવભવ તે મેળવ્યો છે માટે આવો ધર્મ ગુમાવ નહિ. ઢાલ || ૬૮ દેસી. હીરવિજઈ ગુણ પેટી. // રાગ. વિરાડી / કર્મ અંગાલ ન કીજઈ ભાઈ પાતિગ નો નહી પારો / બહુ આરંભ કરતાં પેખો, નર્ગ લહઈ નીરધારો. ભવીકા. અગ્યન કર્મ નવી કીજઈ, અતી અનુકંપા રીદઇએ ધરીનિ, અભઈદાન જગિ દીજઈ ભવીકા, અગ્યન કર્મ નવિ કીજડી ૩૮ // આંચલી. આગર ઈટિની હિમા નવી કીજઇ, બહુરી ગણી જે લ્યાહલા / કર્મ કુકર્મ કરતાં ભાઈ, જીવ હોઈ અતીકાલા //૩૯ // ભવીકા. કરસણ વીર્ષ મમ છેદીશ જન તું, સીખ દેઉ તુઝ સારી / પૂફ પત્ર ફલ સોય સુડતાં, હંસા રાખે વારી //૪૧ // ભવીકા. ગાડા વાંહઇલ્ડ હલ દંતાલા, નાવી જે નીપજાવી /. સો પણિ વણજ તજઈ નર જેતા, તસ મતિ ચોખી આવી //૪૧ // ભવીકા. ગાડા વાહી મ કરો માનવ, ચોમાસઈ ચીત વારો થાઈ પ્રથવી સકલ જંતમાં હીત કરી તે ઉગારો //૪ર // ભવીકા. હ્યા ધર્મ જગ સારો, ભ. // આતમ આપસો તારો ભ. // કો મમ પ્રાણી મારો, ભ. // લાધો ધર્મ મમ હારો ભ. //૪૩ // Page #208 -------------------------------------------------------------------------- ________________ ફોડી કર્મ ન કીજઇ ભાઈ કુપ સરોવર વાવ્યું / ભોમિફોડ કીઓ દ્રહઈ કારણિ, નર ભવ્ય સો નહિ ફાવ્યો //૪૪ // ભવીકા. મછ કછ મિડક બહુ બગલા, એક એકનિં મારા / પાપ તણું ભાજન એ કરતાં, આપ કેહી પરી તારઈ //૪૫ // ભવીકા. ઢાલ – ૬૮ કડી નંબર ૩૮થી ૪૫માં કવિએ પંદર કર્માદાન (હિંસામય કાર્યો)માંથી પ્રથમ પાંચ કર્માદાનનું સ્વરૂપ દર્શાવ્યું છે. અને આવાં હિંસામય કાર્યો કરવા નહિ, તે વાતનો બોધ આપ્યો છે. કવિ પહેલાં પાંચ કર્માદાન સમજાવતાં કહે છે કે, ભાઈઓ! અગ્નિ કર્મ કરવા નહિ, ત્યાં પાપનો પાર નથી. બહુ આરંભ સમારંભ કરવાથી જુઓ, નિશ્ચયથી નરક જ મળે છે. માટે ભવીજનો! અગ્નિકર્મ કરવાં નહિ. હૃદયમાં અતિ અનુકંપા રાખવી અને જગમાં બધાને અભયદાન આપવું. - જેમ કે ઈંટની ભઠ્ઠી, નિંભાડા કરવા નહિ. વળી બહુ રંગવાના કામ અને કોલસા બનાવવા જેવાં કાર્યને ઘણું જ કુકર્મ ગણ્યું છે. આવાં કર્મ કુકર્મ કરવાથી જીવ અતિકાળો (પાપી) થાય છે. ખેતી (વાવેતર), વન અને વૃક્ષને તું છેદીશ નહિ. આવી સારી શિખામણ તને આપું છું. તેમ જ ફળ, ફૂલ, પાંદડાં, શાખા વગેરેને કાપતાં થતી હિંસાને રોકી રાખો. વળી ગાડી, વેલડું, હળ દંતાલા (ખેતર ખેડવાનું સાધન), તેમ જ હોડી વગેરે બનાવ્યાં હોય, આવાં વેપાર પણ જેટલાં મનુષ્ય ત્યજી દે છે તેમને સારી મતિ આવે છે. વળી ગાડાં ઘોડા વગેરેનાં ભાડાં ખાવાં નહિ તેમ જ ચલાવવાનાં કામ કરો નહિ. ચોમાસામાં તો ચિત્તને રોકવું, કારણ કે ત્યારે આખી પૃથ્વી જીવજંતુવાળી થાય છે. માટે તેનું હિત ઈચ્છીને તેમને ઉગારવા માટે હે ભવીજનો! જગમાં દયાધર્મ જ સારો છે. આમ પોતાનો આત્મા તારો. તેમ જ કોઈ જીવને મારો નહિ. આમ મળેલા ધર્મને ગુમાવશો નહિ. આગળ કહે છે કે, ફોડી કર્મ (પૃથ્વીના પેટ ફોડવાના ધંધા) પણ કરવાં નહિ. જેમ કે કૂવા, વાવ, સરોવર, કહ, તળાવ આદિ માટે પૃથ્વીના પેટ ફોડવાના ધંધા કર્યા હોય તો તે મનુષ્યભવ હારી જાય છે. તેમ જ મચ્છ, કચ્છ, દેડકાં અને ઘણાં બગલાં વગેરેને એક એક કરીને મારે છે અને આમ પાપનું પાત્ર ભરે છે. તો તે પોતે કેવી રીતે તરી શકશે? દૂહા || આપ કેહી પરિ તારસઈ, કરતો ભાજન પાપ / વણજ કુવણજ ન પરહરઈ, તે કીમ છોડઈ આપ //૪૬ // કડી નંબર ૪૬માં કવિએ પાપનું પાત્ર તેમ જ વણજ કુવણજ છોડતા નથી તે કેવી રીતે પોતાને બચાવશે? આ વાત દર્શાવી છે. જે પાપનું પાત્ર ભેગું કરે છે તો તે કેવી રીતે કરી શકશે? તેમ જ આવા વેપાર કુવેપાર જે છોડતા નથી તે પોતાને કેવી રીતે છોડાવશે. Page #209 -------------------------------------------------------------------------- ________________ ઢાલ || ૬૯ || દેસી. ભાવિ પટોધર વિરનો. // રાગ. ગોડી // પાંચ વણજ કિમ કીજીઈ, દંત ચમર નખ જેય / કસ્તુરી મણી પોઈશા, મોતી શંખ જ સોય // ૪૭ // પાંચ વણજ કિમ કીજીઇ / આંચલી. આગરિ એહનિ જઈ કરી, નવિ લીજઇ સહી જામ્ય / પાપ વિરધ્ય અતી પામસઈ, પૂણ્યતણી વલી હણિ //૪૮ // પાંચ. લાખ વણજ નવિ કીજી, સાબુ સોમલ ખાર / લુણ ગલિ અનિ આબુઆ, વોહોરિ પાપ અપાર //૪૯ // પાંચ. અરણેટો તુરી ધાવડી, મણશલ નિં હરીઆલ / મહુડી સાહજીએ ન વહોરજે, વારૂ છુ વધ બાલ //૫૦ // પાંચ. વલિ વછનાગ ન વહોરી, જે વિષ કેરી જાતિ / અન્ન શલ્યાં રે વણજી કરી, પ્રાણી મમ દૂરગતિ ધાતિ //૫૧ // પાંચ. કંદનઈ કુલ તે ટાલઇ, વણજ ભલો નહી એહ / શ્રી જિનધર્મ હલાવતાં, અતિદૂખ પામઈ દેહ //પ૩ // પાંચ. રસ વાણજ નવિ કીજી, મધ માખણ નિં મીણ / ચોથુ ચીડ તે ટાલીઇ, જિમ નવિ થઈઇ હીણ //૫૩ // પાંચ. કેસ વણજ મમ કો કરો, એહનું પાપ અપાર / દ્વપદ ચોપદ લેઈ વેચતાં, ઉતમ નહી આચાર //૫૪ // પાંચ. લોવણજ પણિ વારીઓ, મમ વેચો હથીઆર / પાપોપગર્ણ એ કહ્યા, મ કરો જીવ સંધાર //૫૫ // પાંચ. ઢાલ – ૬૯ કડી નંબર ૪૦થી ૫૫માં કવિએ હિંસામય પાંચ વાણિજ્જ' (વેપાર) દર્શાવ્યા . છે. જે ત્યાજ્ય છે. કવિ પાંચ હિંસામય વેપારનું સ્વરૂપ આલેખતાં કહે છે કે, જે વેપાર થકી પાપ કર્મ થાય તેવા પાંચ વેપાર શા માટે કરવા? જેમ કે દાંત, ચામડું અને નખ વગેરેનો વેપાર ગણવો. વળી કસ્તૂરી, મણિ, મોતી, શંખ, પરવાળા વગેરેનો વેપાર છે. આવા પાંચ વેપાર શા માટે કરવા? વળી આવા વેપારની ખાણ જાણીને કરે તે સારું કરતા નથી એવું જાણો. આમ કરવાથી પાપની વૃદ્ધિ ઘણી થાય અને વળી પુણ્યની હાનિ થાય છે. Page #210 -------------------------------------------------------------------------- ________________ લાખનો વેપાર પણ કરવો નહિ. તેમ જ સાબુ, સોમલ, ખારો, મીઠું, ગળી અને આબુઆ વગેરેના વેપારમાં ઘણું પાપ થાય છે. વળી અરણેટો, તુરી, ધાવડી, મણશિલ, હરતાલ, મહુડી, સાહજીઅ વગેરે માટી ખરીદવી નહિ. વૃદ્ધ તેમ જ બાળકો સહુને રોકું છું. વળી વછનાગ' નામનું ઝેર પણ વેચવું ખરીદવું નહિ. તેમ જ સડેલાં ધાન્યનો વેપાર કરવાથી જીવની દુર્ગતિનો ઘાત થતો નથી. કંદમૂળનો વેપાર પણ ટાળવો કે જે સારો નથી. આમ શ્રી જિનધર્મને ધક્કો પહોંચાડતાં જીવ ઘણું દુઃખ પામે છે. રસનો વેપાર પણ કરવો નહિ. જેમ કે મધ, માખણ અને મીણ, ચોથે ચરબી. તેનો વેપાર ટાળવો, કે જેનાથી નીચાપણું થાય નહિ. કેશ (ચમરી ગાય આદિના કેશ)નો વેપાર કોઈએ કરવો નહિ. એમાં પાપ ઘણું છે. તેમ જ બેપનાં (પક્ષી, મનુષ્ય વગેરે) તેમ જ ચારપગાં (પશુ વગેરે) લઈને વેચવાં એ આચાર ઉત્તમ કહેવાય નહિ. આગળ કહે છે કે, લોઢાનાં હથિયારનો વેપાર પણ વાર્યો છે. માટે હથિયાર બનાવીને વેચવા નહિ. એને પાપનાં ઉપકરણ કહ્યાં છે માટે જીવ સંહાર કરો નહિ. દૂહા || પાપોપગર્ણ મમ કરો, મ કરો લોહો હથીઆર /. ઘણી જંત્ર નિં ઘંટલા, કરંતા પાપ અપાર //૫૬ // કડી નંબર પ૬માં કવિએ પાપનાં ઉપકરણ એવાં લોહ હથિયાર, ઘાણી યંત્ર વગેરેથી ઘણું પાપ લાગે એ વાત દર્શાવી છે. પાપનાં ઉપકરણ બનાવવાં નહિ. જેમ કે લોખંડના હથિયાર તેમ જ ઘાણી યંત્ર અને ઘંટી વગેરે બનાવવા નહિ કે જેનાથી ઘણું પાપ થાય છે. ઢાલ || ૭૦ | દેસી. તુગીઆ ગીર સીખરિ સોહઈ // રાગ. પરજીઓ //. જંત્ર પીલણ જન ન કીજઇ, ઘંટ ઘાંણી જેહ રે / ઊષલ મુસલ જેહ કોહોલું, તુ મ વાહીશ તેહ રે //૫૭ // જંત્ર પીલણ જન ન કીજઈ // આંચલી // જંત્ર વાહાતાં જીવ કેતા, પ્રાણ વિહુણા થાય રે / તેણઈ કારણિ એ કર્મ તજીઈ, ભજો અવર ઉપાય રે //૫૮ // જંત્ર. આંક પાડઇ પૂણ્ય હારઈ, તજિ નાલ છેદન કરમ રે / કર્ણ કબલ કાંઈ કાપો, જો જાણો જિન ધર્મ રે //૫૯ // જંત્ર બાલ તુરંગમ વછ પૂષ, નર સમારઈ સોય રે / નીચગતી તે લહઈ નીસચઈ, વલી નપૂસક હોય રે //૬O // જંત્ર દવ લગાડઈ પસુ બાલઇ, તો સુખી કિમ થાય રે / છેદન ભેદને લહઈ નર તે, ભાષ શ્રી જિનરાય રે //૬૧// જંત્ર. Page #211 -------------------------------------------------------------------------- ________________ કુઆ વાવ્યુ દ્રહઈ મ સોસો, જીવ કેતિ કોડિ રે / પ્રાંણ પરનો જ્યાહત હણાઈ, એહ મોટી ખોડ્ય રે //૬ર // જંત્ર. મછ કસાઈ અનિ તેલી, વાગરી વવસાય રે / નીચ જનની સંગતિ કરતાં, હંસ માઈલો થાય રે //૬૩ // જંત્ર. સ્વાન કુરકુટ માંજારા, પોષીઈ કુણ કાંસ્ય રે / એહ પનર ખરકર્મ ટાલું, વસો સીવપૂર ઠામ્ય રે //૬૪ // જંત્ર ઢાલ – ) કડી નંબર પ૭થી ૬૪માં કવિ બાકી રહેલાં પાંચ કર્માદાનનું સ્વરૂપ સમજાવે છે. તેમ જ આવાં હિંસામય કાર્યો ન કરવાનો બોધ આપે છે. કવિ બાકીનાં પાંચ કર્માદાનનું સ્વરૂપ સમજાવતાં કહે છે કે, જંતપિલણનો અર્થાત્ તલ, શેરડી, મગફળી, કપાસ, બીયાં વગેરેને ઘાણી, ચરખાદિ સંચાઓ વડે પીલવાનો વેપાર કરવો નહિ તેમ જ ખાણિયો, સાંબેલું અને કોલું (શેરડીનો રસ કાઢવાનો સંચો) વગેરે યંત્રને ચલાવવાં નહિ. યંત્ર, સંચા વગેરે ચલાવવાંથી કેટલાંય જીવ પ્રાણ વગરના થઈ જાય. તેના કારણે આવાં કર્મ છોડવાં અને બીજા ઉપાય ધારણ કરવા. આગળ કવિ કહે છે કે, ડામ આપવાથી પુણ્ય હારી જવાય. તેમ જ નાળ છેદન વગેરેનું કાર્ય છોડવું. તેમ જ જિનધર્મને જામ્યો હોય તો કાન, કંબલ વગેરે શરીરનાં અંગોપાંગ શા માટે કાપો છો? બાળકો, ઘોડાનાં વછેરાં, સ્ત્રી પુરુષો આદિને ખસી કર્યા હોય તો નિશ્ચયથી નીચ ગતિ મળે છે તેમ જ નપુંસક થાય. તેમ જ આગ લગાડીને પશુઓને બાળ્યાં હોય, છેદન-ભેદન કર્યા હોય તો તે મનુષ્ય સુખી કેવી રીતે થશે? આવું શ્રી જિનભગવંતોએ ભાખ્યું છે. કૂવા, વાવ, સરોવર વગેરેને શોષાવવાં નહિ, તેમ જ ઉલેચવા નહિ. કારણ કે તેમ કરવાથી અસંખ્ય જીવો નાશ પામે છે. આમ જ્યાં બીજાના પ્રાણનો નાશ થાય એ મોટું પાપ છે. વળી માછીમાર, કસાઈ, તેલી અને વાઘરીનો વ્યવસાય કર્યો હોય, તેમ જ નીચની સંગત કરી હોય તો તેના થકી જીવ મેલો થાય છે. તેમ જ કૂતરા, કૂકડા, બિલાડા વગેરેને પોષવાથી શું લાભ થશે? માટે આવાં પંદર કર્માદાનને ત્યજવાથી જ શિવપુરમાં વસી શકાશે. દૂહા || સીરપૂર હાંસિ સો વસઈ, જે નવી કરઈ કુકર્મ | અષ્ટમ વરતિ જે કહ્યું, સુશિહો તેહનો મર્મ //૬ ૫ // કડી નંબર ૬૫માં કવિ કુવેપાર છોડવાથી શિવપુરગામી બની શકાય તેવો બોધ આપે છે અને પછી આઠમા વ્રતની વાત કરે છે. જે કુકર્મ કરતાં નથી તે શિવપુર સ્થાનમાં વસે છે. હવે “આઠમા વ્રત’માં જે કહ્યું છે તેનો મર્મ સાંભળો. Page #212 -------------------------------------------------------------------------- ________________ ઢાલ || ૭૧ || દેસી. તો ચઢીઓ ધન માન ગજે // વ્રત આઠમુ એમ પાલીઇ એ, ટાલે અનડંડ તો | ખેલા નાટિક પેખણુ એ, નિવ જોઈઇ પાખંડ તો ।।૬૭|| વાધ છાલિ નવિ ખેલીઇ એ, તુ મન વારે આપ તો । શેત્રુજ બાજી સોગઠા એ, રમતા લાગઇ પાપ તો ।।૬૮ ।। જુ મમ ખેલીશ જુવટઇ એ, હોઇ તુઝ ધનની હાણ્ય તો । નલ દવદંતી પંડવા એ, સ્ફૂર્તિ દૂખીઓ જાણ્ય તો ।।૬૯ ।। રાજકથા નિં સ્ત્રીકથા એ, દેસકથા મમ ઠાખ્ય તો । ભગતિકથા નવિ કીજીઇ એ, તુ મન વારી રાખ્ય તો II9OII પાપ ઉપદેસ ન દીજીઇ એ, દેતાં પૂણ્યની હાંણ્ય તો । ખાંડાં કોશ કટારડાં એ, દીધઇં દૂર્ગાતી ખાણ્યું તો ।।૭૧|| સુડી પાલી પાવડો એ, રાંભો હલ હથીઆર તો । લોઢી પÜણો કાકસી એ, કરઇ જીવસંધાર તો ।।૦૨।। ઊષલ મુસલ રર્થ કહ્યા એ, જો હીત વંછઇ આતમા એ, હીચોલઇ વિ હીચીઇ એ, પાપ કરતાં પ્રાણીઓ એ, પીલણ પીસણ જેહ તો । માગ્યા માપીશ તેહ તો ।।૩ || જલિ ઝીલિ સ્યુ હોય તો । મોક્ષ ન પોહોતો કોય તો ।।૭૪ || ભિંસા ઘેટા બોકડા એ, કુરકુટ નિં માંજાર તો । મલ વઢતા નિવ જોઈઇ એ, એ પેખિં સ્યુ સાર તો ।।૫।। ચોર સતી નિં બાલતાં એ, જોવાની સી ખાંત્ય તો । ઊશભ કર્મ તીહાં બાંધીઇ એ, તો વાર્યુ ભગવંત્ય તો ।।૭૬ || માટી કણહ કપાસીઆ એ, કાજ વિનાં કાં ચાંપીઇ એ, નીલ ફૂલિ જલ જેહ તો । હઈઇ વીચારો તેહ તો ।।૭।। જલ તક્ર થી તેલનાં, એ, ભાજન ભાવિ ઢંક્ય તો । ઉઘાડાં નિવ મુકીઇ એ, જીવ પડઇ જ અસંખ્ય તો I૮ ।। સૂડા સાલિ પોપટા એ, તે પર મમ ઘાત્ય તો । બંધન સહુ નિં દોહેલુ એ, કિમ જાઇ દિનરાત્ય તો ।।૯।। ૧૯૧ Page #213 -------------------------------------------------------------------------- ________________ માગ્યું અગ્યન ન આપીઇ એ, પરજલતાં બહુ પાપ તો | જીવ વણસઈ બહુ ભાત્યના એ, જિમ જિમ લાગઇ તાપ તો II૮OI ઢાલ - ૭૧ કડી નંબર ૬૭થી ૮૦માં કવિએ આઠમું “અનર્થ દંડ વિરમણ' નામના ત્રીજા ગુણવ્રતનું વિગતવાર સ્વરૂપ આપ્યું છે. વગર કારણે અને લેવાદેવા વગર મનુષ્ય જે પાપાચરણ કરે છે તે અનર્થ દંડ. તેનાથી બચાવનાર આ વ્રત’ છે. કવિ સવિસ્તારથી આઠમા વ્રતનું સ્વરૂપ સમજાવતાં કહે છે કે, અનર્થ દંડ ટાળીને વ્રત આઠમું પાળવું. જેમ કે ખેલ, નાટક ચેટક, ગમ્મત વગેરે પાખંડ જોવા નહિ, વળી તું પોતે મનમાં સમજે તો વાઘ અને બકરીનો ખેલ કરાવવો નહિ. તેમ જ સોગઠાબાજી, શેતરંજ વગેરે રમવાથી પાપ લાગે છે. જુગારમાં સટ્ટો પણ રમવો નહિ, તેનાથી પોતાના ધનની હાનિ થાય. અહીં કવિ દષ્ટાંત આપતાં કહે છે કે જેમ કે નળ દમયંતી, પાંડવો દ્રૌપદી વગેરે જુગાર થકી દુઃખી થયાં હતાં, એ તું જાણ. આગળ કહે છે કે, રાજકથા અને સ્ત્રીકથા તેમ જ દેશકથા કરવી નહિ. તેમ જ ભક્તકથા (ભોજનઆશ્રી) પણ કરવી નહિ. ત્યાંથી તારું મન વાળવું. તેમ જ પાપ ઉપદેશ પણ આપવો નહિ. આવા ઉપદેશ આપવાથી પુણ્યની હાનિ થાય છે. વળી ખાંડાં, કોશ, કટાર વગેરે સાધનો બીજાને આપવાં એ દુર્ગતિની ખાણ છે. સુડી, છરી, પાવડો, રાંભો, હળ વગેરે હથિયાર અને વળી લોઢી, છીપર (પથ્થર), દાંતિયો વગેરે આ બધાં સાધનો જીવ સંહાર કરે છે. તેમ જ ખાણિયો, સાંબેલું અને ચક્ર કે જેને પીલવાનાં, પીસવાનાં યંત્ર કહ્યાં છે. જે તમે આત્માનું હિત ઈચ્છતાં હોય તો માંગવાથી પણ આપવાં નહિ. જેમ કે હિંચકે હિંચવું નહિ. વળી છૂટા પાણીમાં નહાવાથી પણ શું લાભ થાય? પ્રાણીઓ આવા પાપ કરીને કોઈ પણ મોક્ષમાં પહોંચી શકતાં નથી. તેમ જ ભેંસ, ઘેટાં, બકરાં વળી કૂકડા અને બિલાડા વગેરેને કુસ્તી કરતાં જોવાં નહિ, એ જોવામાં સાર પણ શું છે? વળી ચોર અને સતીને બળતાં જોવાની શા માટે ઈચ્છા કરવી? એમ કરવાથી ત્યાં અશુભ કર્મ બંધાય છે. માટે ભગવંતોએ તે રોક્યું છે. માટી, કણ, ક્લાશીયા, વળી પાણીની લીલ, ફૂગ આદિને કારણ વગર શા માટે દબાવવા? માટે હૃદયમાં આવું વિચારો. તેમ જ પાણી, છાશ, ઘી, તેલ વગેરેનાં વાસણ ભાવથી ઢાંકવા, ઉઘાડા મૂકવાં નહિ કારણ કે તેમ કરવાથી અસંખ્ય જીવ તેમાં પડે છે. આગળ કહે છે કે, સૂડા, મેના, પોપટ વગેરે પંખીઓને પિંજરામાં પૂરવાં નહિ. આવું બંધન સહુ માટે અઘરું છે. તેના દિવસ રાત કેવી રીતે જશે? વળી માંગવા છતાં પણ અગ્નિ કોઈને આપવો નહિ કારણ કે અગ્નિ પ્રજ્જળતાં જેમ જેમ તાપ લાગે, ત્યારે ઘણા પ્રકારનાં જીવો નાશ પામે છે અને બહુ પાપ લાગે છે. દૂહા || માગ્યો અગ્યને ન આપીઈ, અનિં વલી લોહી થીઆર / અનર્થદંડ એમ ટાલિઇ, તો લહીદ ભવપાર //૮૧// Page #214 -------------------------------------------------------------------------- ________________ પાંચ અતીચાર ટાલીઇ, કંદ્રપ રાગ કુભાષ / અધીકણ પાપ જ વલિ, જોગિં બહુ અભીલાષ //૮ર // એ વ્રત ભાડું આઠમું, નોમુ સોય નીધ્યાન / સાંમાયક વ્રત સંભલો, જિમ પાંમો બહુમાન TI૮૩// કડી નંબર ૮૧થી ૮૩માં કવિએ “અનર્થ દંડ વિરમણ વ્રતના પાંચ અતિચાર સમજાવ્યા છે. માંગવા છતાં પણ અગ્નિ આપવો નહિ તેમ જ લોહ હથિયાર પણ આપવાં નહિ. આવી રીતે અનર્થ દંડ ટાળવો કે જેથી ભવ પાર પ્રાપ્ત થાય. આગળ કવિ તેના પાંચ અતિચાર સમજાવતાં કહે છે કે, જેમ કે કંદર્પ અર્થાત્ વિષય વિકાર વધે તેવાં વચનો બોલવાં, રાગ અર્થાત્ કુચેષ્ટા કરવી, કુભાષ્ય અર્થાત્ જેમ તેમ નિરર્થક બોલવું. વળી અધિકરણાથી અર્થાત્ પોતાની જરૂરિયાતથી વધુ પાપોકરણ રાખવાથી તેમ જ ભોગની બહુ અભિલાષા રાખવાથી પાપ થાય. માટે આ પાંચ અતિચાર પણ ત્યજવા. આવી રીતે આઠમું વ્રત બતાવ્યું છે. કવિ આગળ કહે છે કે, હવે સામાયિક વ્રત સાંભળો, નવમું વ્રત નિધિ સમાન છે કે જેનાથી બહુમાન મળે છે. ઢાલ | ૭૨ T. દેસી. વંછીત પૂર્ણ મનોહરૂ // રાગ. શામેરી // વ્રત સામાયક પાલીઈ, અનિં પાંચ અતીચાર ટાલીઇ / ગાલિબેં કર્મ કઠણ કઈ કાલનાં એ //૮૪ // દેહ કનકની કોડી એ, નહી સાંમાયક જોડી એ / થોડી એ પૂણ્યરાશ જગી તેહની એ //૮૫ // સો સામાઇક લીધૂ એ, મન મઇલ જે પણી કીધુ એ / સીધુ એ કાજ ન એકુ તેહનું એ / ૮૫ // સાવદિ વચન નન દાખીઈ, શરીરાદીક થીર કરી રાખીઈ / ભાખીઇ પદ કર પુંજી મુકીઇ એ //૮૬ // સાંમાઈક વ્રત જે કહ્યું, અનિં છતી વેલાંઈ નવી ગ્રહુ / એમ કહ્યું લેઈ કાચુ કાં પારિવું એ //૮૭ // એક વીસારઇ પારવું, તે નરનિં અતિ વાર્ય / સંભારવું પાંચ અતીચાર પરીહરો એ //૮૮ // ઢાલ – ૭૨ કડી નંબર ૮૪થી ૮૮માં કવિએ “સામાયિક' નામે પ્રથમ શિક્ષા વ્રતનું સ્વરૂપ બતાવ્યું છે. તેમ જ “સામાયિક વ્રત'ના અતિચાર દર્શાવ્યા છે. કવિ “સામાયિક વ્રત'નું સ્વરૂપ સમજાવતાં કહે છે કે, “સામાયિક વ્રત’ પાળવાથી તેમ જ Page #215 -------------------------------------------------------------------------- ________________ એના પાંચ અતિચાર ટાળવાથી કેટલાંય કાળના કઠણ કર્મ પણ ખપી જાય છે. કવિ સામાયિકની મહત્તા દર્શાવતાં કહે કે, આ દેહ ભલે સોનાનું કોડિયું છે પરન્તુ તેને સામાયિક સાથે સરખાવી શકાય નહિ. કારણ કે જગમાં સામાયિકની થોડીક પણ પુણ્યરાશિ વધી જાય છે. માટે આવું સામાયિક લઈને જરાપણ મન અશુદ્ધ કર્યું હોય તો તેનું એક પણ કામ સીધું થતું નથી. ‘સામાયિક વ્રત’ના અતિચાર સમજાવતાં કવિ કહે છે કે, સાવધ વચન બોલવાં નહિ, શરીરાદિ સ્થિર રાખવાં. વળી હાથ અને પગ પૂંજીને મૂકવાં એવું કહ્યું છે. તેમ જ સામાયિક વ્રત જે કહ્યું છે તે સમયસર લીધું ન હોય અર્થાત્ લઈને વેઠની જેમ, ગમેતેમ પાળ્યું હોય, તો કોઈ પાળવાનું જ ભૂલી જાય, આમ સામાયિકનું બરાબર રીતે પાલન ન કર્યું હોય તેવાં મનુષ્યને રોક્યા છે. તે માટે યાદ કરીને સામાયિક વ્રતના પાંચ અતિચાર પણ ત્યજવા. ન દૂહા || પાંચ અતીચાર પરીહરો, સાંમાયક સહી રાખ્યું । થીર મન વચન કાયા કરી, સાવી વચન મ ભાખ્યુ ।।૮૯ || ચ્ચાર સાંમાયક ચીતવો, સમકીત શ્રુત વલી જેહ । દેસવરતી ત્રીજું કહું, સર્વવરતી જગી જેહ ।।૯૦ || સાંમાયક વ્રત પાલતાં, બહું જન પામ્યા માંન । પરત્યગ પેખો કેશરી, લઘુ જેણઈ કેવલન્યાન ||૯૧ || સાગરદત સંભારીઇ, કાંમદેવ ગુણવંત । સેઠિ સુદરસણ વંદીઇ, જેણઈ રાખ્યુ થીર અંત ।।૯૨ || ચંદ્રવંતસુક રાજીઓ, સાંમાયક વ્રર્ત ધાર । ચીત્ર પોહોર થીર થઈ રહ્યુ, કરિ કાઓસગ નીરધાર ।।૯૩ || સાંમાયક સ્મુધ પાલતા, સહી લીજઇ તસ નાંમ । વ્રત દસમું હવઇ સંભલુ, જિમ સીઝઇ સહી કામ ।।૯૪ ।। કડી નંબર ૮૯થી ૯૪માં કવિએ સામાયિક વ્રતનાં પાંચ અતિચાર છોડવા તે ઉપદેશ આપીને પછી ચાર પ્રકારની સામાયિક અને આ વ્રતના આરાધકોનું વર્ણન કર્યું છે. પાંચ અતિચારનો ત્યાગ કરી, સામાયિક શુદ્ધ રાખવી. જેમ કે મન, વચન અને કાયાને સ્થિર રાખવા અને સાવદ્ય વચન પણ બોલવાં નહિ. વળી ચાર સામાયિકનું ચિંતન કરવું જેમ કે સમકિત અને શ્રુત વળી તેમ જ દેશવિરતિ ત્રીજી કહી છે. તો જગમાં સર્વવિરતિ ચોથી છે. સામાયિક વ્રત પાળવાથી ઘણા મનુષ્યો માન પામ્યા છે તેમ જ તરી ગયા છે. અહીં કવિ દષ્ટાંત આપતાં કહે છે કે, પ્રત્યક્ષ ‘કેશરી’ને જુઓ કે જેણે કેવળજ્ઞાન મેળવ્યું હતું. તેમ જ ‘સાગર દત્ત' પણ યાદ કરો, ગુણવાન ‘કામદેવ’ શ્રાવકને પણ યાદ કરો, તો શેઠ ‘સુદર્શન’ને વંદન કરો કે જેમણે મનને સ્થિર રાખ્યું હતું. તેવી જ રીતે ‘ચંદ્રાવતંસક’ રાજા કે જેમણે Page #216 -------------------------------------------------------------------------- ________________ સામાયિક વ્રત ધારણ કર્યું હતું. સવાર સુધી મનને સ્થિર રાખીને રહ્યા અને અડગ કાઉસગ્ગ કર્યો. આમ જેમણે શુદ્ધ સામાયિક પાળી હોય તેમનાં નામ લેવાં. હવે વ્રત દસમું સાંભળો, કે જેનાથી બધાં જ કામો પાર પડે છે. ઢાલ |૭૩ | ચોપાઈ | દેસાવગાશગ દસમું વ્રત, જે પાલઈ તસ દેહ પવ્યત્ર | લઈ વરત નિ નવિ ખંડીઈ, પાચ અતીચાર વિહા છંડીઇ //૯૫ // ઊતમ કુલનો એ આચાર, નીમી ભોમિકા નર નીરાધર / તિહાથી વસ્તુ અણાવઈ નહી, હાંથી નવિ મોકલીઇ તહી //૯ ૬/ રૂપ દેખાડી પોતા તણું, સાદ કરઈ અતી ત્રાડઈ ઘણું / નાખઈ કાકરો થાઈ છતો, કાંતુ કુપિ પડઈ દેખતો //૯૭ // ઢાલ – ૭૩ કડી નંબર ૯૫થી ૯૭માં દશમું વ્રત દેશાવગાસિક' નામે બીજા શિક્ષા વ્રતની વાત આવે છે. શેષ તમામ વ્રતોના નિયમોનો સંક્ષેપ આ વ્રતમાં કરવાનો હોય છે. કવિએ તેમાં વ્રત પાળવાની મર્યાદા વર્ણવીને સાથે જ તેના પાંચ અતિચાર પણ દર્શાવ્યા છે. કવિ કહે છે કે, “દેશાવગાસિક દશમું વ્રત છે જે આ વ્રત પાળે છે તેનો આત્મા પવિત્ર બને છે. વ્રત લઈને તેનું ખંડન કરવું નહિ. તેમ જ તેના પાંચ અતિચાર પણ છોડવા. આ વ્રતના પાંચ અતિચાર સમજાવતાં કહે છે કે, જેમ કે મર્યાદાવાળી ભૂમિ નિશ્ચિત કરી હોય તે બહારથી વસ્તુ મંગાવવી નહિ તેમ જ અહીંથી વસ્તુ ત્યાં મોકલવી પણ નહિ. આ ઉત્તમ કુળનો આચાર છે. તેમ જ પોતાનું રૂપ બતાવીને, સાદ પાડીને કે જોરથી બૂમ પાડીને, વળી કાંકરો નાંખી પોતાની હાજરી દર્શાવવી. આમ તું દેખતો હોવા છતાં કૂવામાં શા માટે પડે છે? દૂહા // ઊડઇ કુપિં તે પડઈ, જે કરતા વ્રતભંગ / ભવિ ભવિ દૂબીઆ તે ભમઇ, દૂહો સુધ ગુરૂ સંગ /૯૮ // એ વ્રત દસમુ દાખીઉં, કહ્યું તે શાહાસ્ત્ર વીચાર / હવઈ વત સુણિ અગ્યારમું, જિમ પાંમઈ ભવપાર //૯૯ // કડી નંબર ૯૮થી ૯૯માં કવિએ વ્રત ભંગ કરવાથી શુદ્ધ ગુરુનો સંગ મળતો નથી તેમ જ ભવભ્રમણમાં ભટકવું પડે છે તે ઉપદેશ આપ્યો છે અને પછી અગિયારમું વ્રત સાંભળવાનું કહે છે. કવિ કહે છે કે, જે વ્રત ભંગ કરે છે તે ઊંડા કૂવામાં પડે છે. તેમ જ દુઃખી થઈ ભવભ્રમણમાં ભમે છે એને સાચા ગુરુનો સંગ દુર્લભ થાય છે. આમ દશમું વ્રત બતાવ્યું છે, કે જે શાસ્ત્રસિદ્ધાંતના વિચાર પ્રમાણે કહ્યું છે. હવે વ્રત અગિયારમું સાંભળો, કે જેનાથી ભવપાર પામી શકાય. Page #217 -------------------------------------------------------------------------- ________________ ઢાલ || ૭૪ || ચોપઈ ।। અગ્યારમુ વ્રત તું આરાધિ, સુધો મારગ તું પણિ સાધિ । ઓહોરતો પોસો કીઈ, મુગતિ તણાં ફલ તો લીજીઈ ।।૮૦૦।। પરભવિ જાતાં એ આધાર । અનંત સુખ નર પાંમઇ તેહ ||૧|| પાંચ અતીચાર એહના ટાલિ, સંથારાનિ ભોમિ સંભાલિ | ઠંડિલ પડલેહી વાવરો, ભવી જન લોકો વિધિ આદરો ।।ર // પોસો પૂણ્ય તણો ભંડાર, મન સુäિ આરાધઇ જેહ, પ્રઠવીઇ જ્યાહા જઇ માતરૂ, પહઇલ દ્રીષ્ટિ જોઈઇ ખરૂ | અણજાંણો જસગો કહી, પ્રવીઇ જઇણાઇં સહી ||૩|| નીસહી આવસહી મનિ ધરે | પોસાનિ એમ કીજઇ સેવ ।।૪ || વનસપતિ છઠી ત્રસકાય । પોસાનું ફલ એમ લીજીઇ ।।૫।। સંથારા પોરશ નવિ જાણી । મીછાટૂકડ દિજઇ તેહ ।।૬ // પારી વહઇલુ ધરિ સંચરઇ । કહઇ તુઝે કાજ કેહી પરિ સરઇ 1|૭|| મીછાટૂકડ તેહનો દીઓ । પોતાનો સમઝાવો હિઓ ।।૮।। વાર ત્રણિ કહીઇ વોશરે, કાલવેલા વાંદી જઇ દેવ, પ્રથવી પાંણી તે વાય, સંધટ એહનો નવિ કીજીઈ, દિવસિં યંદ્રા કીધી ઘણી, અવધઇ સંથાર્યું વિલ જેહ, પોષધ વલી અસુર્ય કરઈ, ભોજનની વલિ અંત્યા કરઇ, પરબત િ પોસો નવિ કીઓ, અંગિ અતિચાર કાં તુમ્યુ દિઓ, ઢાલ – ૭૪ કડી નંબર ૮૦૦થી ૮માં કવિએ અગિયારમું ‘પૌષધોપવાસ’ નામે ત્રીજા શિક્ષા વ્રતનું વર્ણન કર્યું છે. ‘પૌષધ’ એ જૈન શ્રાવકની ૨૪ કલાક સળંગ કરવાની એક ધર્મ ક્રિયા છે. જેમાં શ્રાવક મહદ્અંશે સાધુ તુલ્ય જીવન અપનાવે છે. પૌષધમાં કરવાની કરણી અંગેના વિધિ નિષેધો તથા આ વ્રતના પાંચ અતિચાર અહીં બતાવ્યા છે. કવિ કહે છે કે, તું અગિયારમા વ્રતની આરાધના કર કે જેથી શુદ્ધ માર્ગ સાધી શકાય. અહોરાત્ર અર્થાત્ એક સૂર્યોદયથી બીજા સૂર્યોદયનો કાળ આમ ચોવીસ કલાકનો પૌષધ કરવો, કે જેથી મુક્તિના ફળ મળે. પૌષધ પુણ્યનો ભંડાર છે, વળી પરભવમાં એ આધારરૂપ છે. આમ જે શુદ્ધ મનથી આરાધના કરે છે તે મનુષ્ય અનંત સુખ પ્રાપ્ત કરે છે. ==> Page #218 -------------------------------------------------------------------------- ________________ અગિયારમા વ્રતના અતિચાર સમજવતાં કહે છે કે, આ વ્રતના પાંચ અતિચાર ત્યજવા, જેમ કે સંથારાની ભૂમિ બરાબર જોવી. સ્થંડિલની ભૂમિની પ્રતિલેખના કરી વાપરવી. વળી ભવીજનોએ આ કામ વિધિપૂર્વક કરવું. જેમ કે જ્યાં માતરું વગેરે (પેશાબ વગેરે) પરઠવવું હોય ત્યાં પહેલાં દૃષ્ટિથી બરાબર જોવું. તેમ જ ‘અણુજાણહજસુગ્ગહો’ અર્થાત્ જે તેના માલિક છે તેની આજ્ઞા એમ બોલવું. આવી રીતે પરઠવવાથી સાચી જયણા થાય. તેમ જ પરઠવ્યાં પછી ત્રણ વાર ‘વોસિરે વોસિરે' અર્થાત્ પરઠવવા યોગ્ય પદાર્થનો ત્યાગ કરું છું, એમ કહેવું. અને પૌષધશાળામાં દાખલ થતાં ત્રણ વખત ‘નિસિહી’ અર્થાત્ અન્ય વ્યાપારનો ત્યાગ કરું છું અને નીકળતાં ‘આવસહિ’ અર્થાત્ બીજી અવશ્ય કરવાની ક્રિયાઓ બાકી છે માટે બહાર નીકળું છું, એમ ત્રણ વખત મનમાં બોલવું. તેમ જ સમયસર દેવવંદન કરવું. આવી રીતે પૌષધ વ્રતની આરાધના કરવી જોઈએ. વળી પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને છઠ્ઠા ત્રસકાયનો સ્પર્શ કરવો નહિ. આવી રીતે પૌષધનું ફળ લેવું. તેમ જ દિવસે ઘણી નિદ્રા કરી હોય, સંથારા પોરસીની વિધિ ભણી ન હોય, વળી અવિધિએ સંથારો પાથર્યો હોય તો તેનો ‘મિચ્છામિ દુક્કડમ્’ આપો. પૌષધ કવેળાએ કર્યો હોય વહેલું પાળીને ઘરે જવાયું હોય, વળી ભોજનની (પારણાંની) ચિંતા કરી હોય, તો કહે! તારાં કામ કેવી રીતે પાર ઊતરશે? વળી પર્વ-તિથિમાં પૌષધ કર્યો ન હોય તો તેનું ‘મિચ્છામિ દુક્કડમ્' આપો. અંગથી આવા અતિચાર શા માટે સેવવા જોઈએ? તેમ પોતાના હૃદયને સમજાવો. દૂહા || આપ હઈ સમઝાવિ ઈ, ફીજઇ તત્ત્વવીચાર | પોષધ પૂણ્ય કિઆ વ્યનાં, કહઇ કિમ પામીશ પાર ।।૯।। એ વ્રત સુણિ અગ્યારમું, વરત સકલમાંહા સાર । વલી વ્રત બોલું બારમું, ઊત્તમનો આચાર ||૧૦|| કડી નંબર ૯થી ૧૦માં કવિ ‘પૌષધોપવાસ વ્રત'નો મહિમા બતાવતાં કહે છે કે, પૌષધ પુણ્ય વગર પાર પામી શકીએ નહિ, તેમ જ પછી બારમું વ્રત કહે છે. આમ તમારા હૃદયને સમજાવો તેમ જ તત્ત્વનો વિચાર કરો કે પૌષધ પુણ્ય કર્યા વગર કહો કેવી રીતે પાર પામશો? જે સકળ વ્રતમાં સારરૂપ છે એવું આ અગિયારમું વ્રત સાંભળ્યું. હવે ઉત્તમ પુરુષના આચારરૂપ બારમું વ્રત કહું છું તે તમે સાંભળો. ઢાલ || ૭૫ || સી. વીજ્ય કરી ધરિ બારમુ વ્રત એમ પાલીઇ, આવીઆ ।। રાગ. કેદારો ।। દીજઇ મુનીવર દાન | દાન દેઈ રે ભોજન કરઇ, તસ ધરિ નવઈ નવઈ નીધ્યાન ||૧૧ || અતિસંવિભાગ વ્રત કીજીઇ, દીજીઇ જે મુનિ હાથિ । તે પણિ આપણિ લીજીઇ, પૂણ્ય હોઈ બહુ ભાતિ ।।૧૨ ।। Page #219 -------------------------------------------------------------------------- ________________ સાધ ભલો અનિ સાધવી, શ્રાવક શ્રાવ્યની સોય / શંધ સકલનિં રે પોષતાં, પદવિ તીર્થકર હોય //૧૩ // પાચ અતીચાર જે કહ્યા, તે ટાલુ નર નાર્ય / આહાર અસુઝતો આપતાં, દોષ કહ્યું રે વીચાર્ય /૧૪ // અણદેવા બુધ્ય કારર્ણિ, આહાર અસુઝતો કીધ / ભવિ ભવિ દૂખીઓ તે ભમઈ, કર નવિ ઊચો કીધ /૧૫ // આહાર હતો રે અસુઝતો, તે મમ સુઝતો સાર્ય / અંગિ અતિચાર આવસઈ, પંડીત સોચ વીચાર્ય /૧૬ // વસ્ત હતી રે પોતાતણી, તે કિમ પારકી કીધ / પારકી ફેડી આપણી, ભાખી મુનિવર દીધ //૧૭ // ઢાલ - ૭૫ કડી નંબર ૧૧થી ૧૭માં કવિએ બારમાં ‘અતિથિ સંવિભાગ' નામના ચોથા શિક્ષા વ્રતનું સ્વરૂપ આલેખ્યું છે. તેમ જ આ વ્રતના પાંચ અતિચાર પણ સમજાવ્યા છે. કવિ બારમા વ્રતનું સ્વરૂપ સમજાવતાં કહે છે કે, બારમું વ્રત એવી રીતે પાળવું કે જેમાં મુનિવરોને દાન આપવું. આમ દાન આપીને પછી જે ભોજન કરે છે તેના ઘરે નવેનવ નિધિ હોય. અતિથિ સંવિભાગ’ વ્રત પણ કરવું કારણ કે પોતાના હાથ વડે જે મુનિને આપીએ છીએ તેના થકી આપણે ઘણાં પ્રકારનાં પુણ્ય મેળવીએ છીએ. વળી સાધુ સાધ્વી તેમ જ શ્રાવક અને શ્રાવિકારૂપે સકળ સંઘની સાર સંભાળ લેવાથી તીર્થંકરની પદવી મળે છે. આગળ કવિ આ વ્રતના પાંચ અતિચાર સમજાવતાં કહે છે, જે આ વ્રતના પાંચ અતિચાર કહ્યાં છે તે સહુ નર નારીએ ત્યજવા. જેમ કે, આહાર અસુઝતો આપવાથી દોષ થાય એવું કહ્યું છે માટે તે વિચારવું. વળી અણદેવાની અર્થાત્ ન આપવાની બુદ્ધિના કારણે આહાર અશુદ્ધ કર્યો હોય, તેમ જ વહોરાવવા માટે હાથ ઉપર કર્યો ન હોય તો દુઃખી થઈને ભવે ભવે ભમવું પડશે. વળી જે સચેત અશુદ્ધ આહાર હતો તેને શુદ્ધ, અચેત આહાર કરવો નહિ, ગણાવવો નહિ. તેવું કરવાથી અંગે અતિચાર આવે. માટે તે જ્ઞાની પંડિત વિચાર કરજે. તેવી જ રીતે પોતાની વસ્તુ હતી તેને શા માટે બીજાની કહેવી? અને બીજાની વસ્તુને પોતાની કહીને મુનિવરને આપી હોય તો, આમ આ પાંચ * અતિચારનું સેવન કરવાથી દોષ લાગશે. ઢાલ || ૭૬ II દેસી. વીવાહલાની // બીજો ઊધાર જાણીઈ // એ ઢાલ // વહઈરવા વેલા રે જવ થઈ તવ જઈ ખુણઈ અપસઈ / સલજ વહુ જિમ વણિગની, તે કિમ બાહઈરિ બઈસઈ /૧૮ // અસુર કરી આવ્યું તેડવા, જવ ગયુ આહાર નો કાલું / જે નર ચરીત્ર અસ્યાં કરઈ, તેહનિં પાપ વીસાલુ //૧૯ // Page #220 -------------------------------------------------------------------------- ________________ સાધર્મક વલી આપણો, સીદાતો પણ્ય જંણી | સારસંભાલ જ નવિ કરી, તો તુઝ સુમ– લુટાણી //ર૦ // દીન ઊધાર તે નવિ કીઓ, સી લ્યખ્યમી તુઝ બાયું / અતિ ઊડુ ધન ઘાલતાં, જાઈશ નર્ગ મઝા //ર૧ // તન ધન વૈવન કાયમું, સંચિં સ્યુ સૂખ હોય / દીધા વિન નવી પાંમાઇ, રીઅ વીચારીએ જોયુ //રર // ઢાલ - ૭૬ કડી નંબર ૧૮થી ૨૨માં કવિએ સુપાત્ર દાન, સાધર્મિક ભક્તિ, ગરીબોનો ઉધ્ધાર વગેરે કાર્યો મળેલાં ધન થકી કરવાનો ઉપદેશ આપ્યો છે. કવિ કહે છે કે, જ્યારે વહોરવા જવાનો સમય થયો ત્યારે ઉપાશ્રયના ખૂણામાં જઈને વણિકની લજ્જાશીલ પુત્રવધૂની જેમ બહાર કેમ બેસે છે? વળી જ્યારે ગોચરી કાળ વીતી ગયો હોય અને પછી મોડું કરીને તેડવા આવ્યો હોય, આમ જે મનુષ્ય આવાં ચરિત્ર કરે છે તેને ઘણું પાપ લાગે છે. વળી આપણો સાધર્મિક સોંસાતો જામ્યો હોય, છતાં એની સારસંભાળ ન કરી હોય તો તારી સુમતિ લૂંટાઈ જાય છે (જતી રહે). તેમ જ ગરીબનો ઉધ્ધાર કર્યો ન હોય તો તારા દરવાજે લક્ષ્મી શું કામની? આમ અતિ ઊંડું ધન દાટવાથી નરક ગતિમાં જઈશ. તન, ધન અને યૌવન નકામું છે, નાશવંત છે. માટે તેને સાચવવાથી શું સુખ મળે? અને આપ્યા વગર કાંઈ મળતું નથી. આ વાત હૃદયમાં વિચારીને જો. ઢાલ || ૭૭ / ચોપઈ છે. પૂણ્ય વિના નવિ પાંમાં કોય, નર દીધાંના ફલ તુ જોય / એક નર બસઈ જે પાલખી, એક ઊપાડી થાઈ દૂખી //ર૩ // એક નર હાથી હિવર હાર્ય, એક નિં નહી એક છાલું બાય | એક નર નિ મંદીર માલી, એક ઝૂંપડીઇ સો જલીઆ //ર૪ // એક નર નારી દીસઇ ઘણી, એક નર નાર્યા વિના રે વણી | એક નર ભોજન અમૃત આહાર, એક નર ઘઈશ તણો જ વીચાર //ર૫ // એક નિં પલંગ પછેડી પાટ એક નિં ન મલિ ટુટી ખાટ / એક નર પહઈરઈ સાલું વલી, એક નર નિં ન મલઈ કાંબલી //ર૬ // એક નારી ગલિ મોતીહાર, એક નિ ચીડ નહી નીરધાર /. દીધાનાં ફલ જોયુ વલી, સાલિભદ્ર ઘરિ સંપદ ભલી //ર૭ // એક રાજ એક મુલી વહઈ, દત વહુણા એમ દૂખ સહ) / પગિ દાઝઈ નિ માથઈ બલઈ, રાતિદિવશ પરમંદીર લઇ //ર૮// Page #221 -------------------------------------------------------------------------- ________________ ઢાલ - ૭૭ કડી નંબર ૨૩થી ૨૮માં કવિએ દાનાદિ વડે પુણ્ય કરનાર અને ન કરનાર મનુષ્યોની સુખ દુઃખાદિ સ્થિતિનો તફાવત સમજાવ્યો છે. જે ખૂબ મનન કરવા લાયક છે. ( પુણ્ય કર્યા વગર કોઈ પામી શકતું નથી. માટે મનુષ્ય! દાન આપવાનાં ફળ તું જો. અહીં કવિ દાન આપનાર અને દાન ન આપનાર વચ્ચે સરખામણી કરતાં કહે છે કે, જેમ એક મનુષ્ય પાલખીમાં બેસે છે, તો એક ઉપાડીને દુઃખી થાય છે. એક મનુષ્ય પાસે હાથી, ઘોડાની હાર છે તો એક પાસે બારણે બકરું પણ નથી. એક મનુષ્ય પાસે મહેલ મોલ્હાતો છે, તો એકની ઝૂંપડીમાં પણ સો કાણાં છે. વળી એક મનુષ્ય પાસે ઘણી સ્ત્રીઓ દેખાય છે, તો એક નર નારી વગરનો છે. એક મનુષ્યને ભોજનમાં અમૃત આહાર છે તો એક નર પાસે રાબનાં પણ ફાંફાં છે. એક મનુષ્ય પાસે પાટ, પલંગ, બિછાનું વગેરે છે, તો એકને તૂટેલો ખાટલો પણ નથી. વળી એક સાધુ સેલાં પહેરે છે, તો એક નરને પહેરવા કાંબળી પણ નથી. તેમ જ એક નારીના ગળામાં મોતીઓના હાર છે, તો એકને સાદા મણકા પણ નથી. અહીં કવિ શાલિભદ્રનું દષ્ટાંત આપતાં કહે છે કે, તમે દાન આપવાનાં ફળ જુઓ. જેમ કે શાલિભદ્રના ઘરે ઘણી સંપત્તિ હતી. તેમ જ એક રાજા થાય છે, તો એક વજન ઉપાડે છે. આમ દાન વગર દુ:ખ સહન કરવું પડે છે. જેમ કે પગે દાઝીશ અને માથું બળશે, વળી રાત દિવસ બીજાનાં ઘરે કામ કરવું પડશે, ભટકવું પડશે. દૂહા || પૂણ્ય વિના પરથરિ રલઈ, દત વિના દૂખ જેય / એમ જાંણી પૂણ્ય આદરો, જિમ ઘરિ લછી હોય //ર૯ // સંપઈ સુખ બહુ પામીઇ, જે દીજઇ નીત્ય દાન / મુખ્યથી મીઠું બોલીઇ, ધરીઇ જિનવર ધ્યાન //૩૦ // ધ્યાન ધરી ભગવંતન, જીવ સકલ ઊગાર્ય / પોષધ પૂણ્ય પ્રભાવના, વ્રત બારઈ ચીત ધા //૩૧ // બાર વરત શ્રાવકતણાં, મિં ગાયાં મતિ સાર / કવીકો દોષ મ દેખજ્યુ, હુ છુ મુઢ ગુમાર //૩૨ // આગઇના કવી આગલિ, હું નર સહી અગ્યનાન / સાયર આગલિ બંદૂઓ, સ્યુ કરસઈ અભીમાંને //૩૩ // માત તાત જિમ આગલિં, બોલઈ બાલિક કોય / તેમા સાચું સ્ય હસઇ, પણિ સાંખેવુ સોય //૩૪ // ભણતાં ગુણતાં વાચતાં, કવી જોયુ વલી દોષ / નીરમલ એંતિ ચરચો , દોષ મ દેજ્યુ ફોક //૩૫ // Page #222 -------------------------------------------------------------------------- ________________ કડી નંબર ૨૯થી ૩૫માં કવિ દાનનો મહિમા બતાવીને પછી ઉપસંહાર તરફ વળે છે અને કહે છે કે, મેં આ બાર વ્રત ગાયાં, તેમાં ક્યાંય ભૂલ રહી ગઈ હોય તો તે માટે મને દોષ આપશો નહિ, તેમ જ પોતાની ભૂલને સાંખી લેવાનું કહે છે. પુણ્ય વગર બીજાનાં ઘરે ભટકવું પડશે, રડવડવું પડશે, આમ દાન દીધાં વિનાનાં દુઃખ જે. આવું જાણીને પુણ્યની શરૂઆત કરો કે જેનાથી ઘરે લક્ષ્મી આવે. વળી સંપથી ઘણું સુખ મળે છે તેમ જ નિત્ય દાન આપવું. મુખથી મીઠું બોલવું અને જિનવરનું ધ્યાન ધરવું. આમ ભગવંતનું ધ્યાન ધરીને સકળ જીવોને ઉગારવા. તેમ જ પૌષધ પુણ્યરૂપી પ્રભાવના છે અને બાર વ્રતને ચિત્તમાં ધારણ કરવાં. અહીં કવિ ઉપસંહાર આપતાં કહે છે કે, મારી મતિ પ્રમાણે મેં શ્રાવકના બાર વ્રત ગાયાં છે. એમાં મારો (કવિનો) દોષ જોતા નહિ, કારણ કે હું મૂઢ અને ગમાર છું. આગળના કવિ આગળ હું સાચે જ અજ્ઞાની છું, જેમ સાગર આગળ બિંદુ શું અભિમાન કરે?” વળી આગળ કવિ પોતાની વિનમ્રતા બતાવતાં કહે છે કે, જેમ માતા પિતા આગળ કોઈ બાળક બોલે તેમાં સાચું શું હોય? તેમાં સાર શું હોય? છતાં પણ તેને સહન કરી લે છે. તેમ તમે પણ સહન કરી લેજો. વળી ભણતાં, ગણતાં અને વાંચતાં કવિના (મારા) દોષ જોયા હોય, તો નિર્મળ ચિત્તથી સુધારો, નકામો દોષ આપતાં નહિ. ઢાલ | ૭૮ || ચોપાઈ || ફોટ દોષ મ દેજ્ય કોય, નરનારી તે સુણયુ સોય / કુડ કલંકતણું ફલ જોય, વસુમતી તે વેશા હોય //૩૬ // શાહાસ્ત્રમાં પૂર્ણ કહ્યા છઇ દોય, ઋષભ કહઈ તે સુણજયુ સોય / એક હંસ બીજો જલ જલુ, જિમ મશરૂ જોડુિં કાંબલો //૩૭ // હંસ સરીખા જે નર હોય, તેહના પગ પૂજે સહુ કોય / ધ્યન જનુની હૈં તે જગી જણ્ય, કવીજન લોકે લેખઈ ગણુ //૩૮// હંસ દૂધ જલમાહથી પીઇ, નીર વ્યદુઓ મુખ્ય નવી દીઇ /. તિમ સુપરખ ગુણ કાઢી લહઈ, પર અવગુણ તે મુખ્ય નવિ કહઈ //૩૯ // જલુ સરીખા જે નર હોય, તેહનું નાંમ મ ટુ કોય / સકલ લોકહાં તે અવગણ્યું, ઋષભ કહઈ નર તે કાંયષ્ણુ //૪૦// જલુ તણી છઈ પરગતી અસી, વંદું રંગત પીઈ ઓહોલસી સખરૂ લોહી મુખ્ય નવી દીઇ, તિમ માઠો નર ગુણ નવી લીઇ //૪૧// જલુ સરીખા જગહા જેહ, અતી અધમાધમ કહીઇ તેહ / પર અવગુણ મુખ્ય બોલઈ સદા, ગુણ નવી ભાખઈ તે મુખ્ય કa //૪ર // Page #223 -------------------------------------------------------------------------- ________________ ઢાલ – ૭૮ કડી નંબર ૩૬થી ૪રમાં કવિએ સુપરખ (ગુણગ્રાહી) અને કુપરખ (દોષગ્રાહી) એમ બે જાતના મનુષ્યનું સ્વરૂપ દષ્ટાંત આપીને સમજાવ્યું છે. કવિ વસુમતીનું દષ્ટાંત આપતાં કહે છે કે, કોઈને નકામા દોષ આપવા નહિ તે સહુ નર નારી સાંભળો. તમે જૂઠાં કલંકનાં ફળ જુઓ કે વસુમતી વેશ્યા થઈ. કવિ બે પ્રકારનાં પુરુષનું સ્વરૂપ સમજાવતાં કહે છે કે, સહુ સાંભળજો! શાસ્ત્રમાં પણ બે પ્રકારના પુરુષ કહ્યાં છે. એક હંસ જેવો અને બીજો જળજળો જેવો છે. જેમ કે મશરૂ અર્થાત્ રેશમી કાપડ સાથે કાંબલી અર્થાત્ ઊનની ધાબળી. જે નર હંસ જેવા હોય તેના પગ સહુ કોઈ પૂજો. વળી ધન્ય છે તે માતાને કે જેણે જગમાં આવા નરને જણ્યો અને કવિજન પણ તેનાં ગુણગાન લખે છે. જેમ હંસ દૂધ પાણીના મિશ્રણમાંથી દૂધ જ પીએ છે અને પાણીનાં બિંદુઓને મુખમાં લેતો નથી, તેમ સુપરખ ગુણગ્રાહી નર ગુણને કાઢીને લે છે, પણ બીજાનાં અવગુણ મુખમાંથી બોલતો નથી. પરંતુ જળો જેવો છે નર હોય તેનું નામ કોઈ લેતાં નહિ. સકળલોકમાં પણ તેને અવગણ્યો છે. અને ઋષભ કવિ પણ કહે છે કે, આવા નરને શા માટે જમ્યો? કારણ કે આ જળોની એવી પ્રકૃતિ છે કે, તે આનંદથી બગડેલું લોહી પીએ છે પરંતુ શુદ્ધ લોહી મુખમાં લેતો નથી. તેવી રીતે કુપરખ નર પણ બીજાના ગુણ લેતો નથી. આમ જગમાં જે જળો જેવા છે તે અતિ અધમાધમ કહેવાય છે, કે જે હંમેશાં બીજાના અવગુણ મુખમાંથી બોલે છે પરંતુ ગુણ મુખમાંથી ક્યારે પણ બોલતા નથી. દૂહા | ગુણ વ્યરૂઆ ગુણવંતના, જે નવિ બોલાઇ રગિ / પરભાવિ દૂખીઆ તે થઈ, સરજઈ દૂબલ અંગ્ય //૪૩ // ગુણ ગાઈ ગુણવંતના, તે સુખી સંસાય / પરભાવિ સૂર સૂખ ભોગવઇ, જિહા બહુ અપછર નાય //૪૪ // જ હીત વંછીઈ આતમાં, તો પરનંધા ટાલિ / મુખ્યથી મીઠું બોલીઇ, ભટક ન દીજઈ ગાલિ //૪૫ // સુગરૂ વચન સંભા, કરજયુ પરઊપગાર / જઈને ધર્મ આરાધમ્પ, વ્રત વહઈ ક્યુ સિરિ બાર //૪૬ // કડી નંબર ૪૩થી ૪૬માં કવિએ ગુરુના ગુણ ગાવા, પરનિંદા ટાળવી તેમ જ હંમેશાં મીઠું બોલવું વગેરે ઉપદેશ આપ્યો છે. કવિ કહે છે કે, જેઓ ગુણવાન ગુરુના ગુણ આનંદથી બોલતા નથી તે પરભવમાં દુઃખી થાય છે. અને દુર્બળ અંગના ઊપજે છે. ત્યારે જેઓ ગુણવાન ગુના ગુણ ગાય છે તે સંસારમાં સુખી થાય છે. તેમ જ પરભવમાં સૂર સુખ ભોગવે છે કે જ્યાં ઘણી અપ્સરા નારીઓ હોય છે. આમ પોતાના આત્માનું હિત ઈચ્છતા હો તો પરનિંદા ટાળવી. એકદમ કોઈને અપશબ્દ Page #224 -------------------------------------------------------------------------- ________________ કહેવો નહિ તેમ જ નકામી ગાળો આપવી નહિ. અને મુખથી હંમેશાં મીઠું બોલવું. જેમણે પરઉપકાર કર્યો છે એવા સુગુરુનાં વચન યાદ કરવાં. તેમ જ જૈનધર્મ આરાધવો અને બાર વ્રત ધારણ કરવાં. ઢાલ ૭૯ || દેસી. મેગલ માતો રે વનમાંહિ વસઈ // રાગ. મેવાડો // બાર વરત નિં રે જે નર સિર વહઈ, તસ ઘરિ જઈજઈ રે કાર / મનહ મનોર્થ તે વલી તસ ફલઈ, મંદિર મંગલ ચાર //૪૭ // બાર વરત નિંરે જે નર સિર વહઈ. આંચલી. ભણતાં ગુણતાં રે સંપઈ સુખ મલઈ, પોહોચઈ મન તણી આસ / હિવર હાથી રે પાયક પાલખી, લહીઈ ઊચ આવાસ //૪૮ // બાર વરતનિં સુંદર ઘણ રે દીસઇ સોભતી, બહઇની બાંધવ જેડડ્ય / બાલિક દીસઈ રે રમતા બારણાં, કુટંબતણી કઈ કોડ્યું //૪૯ // બાર વરતનિં વ્યવરી મઈહઈજી રે દીસઈ દૂઝતાં, સુરતરૂ ફલીઓ રે બાર્ય / સકલ પદારથ મુઝ ઘરિં મિં લહ્યા, થિર થઈ લછી રે નાય //૫૦ // બાર વરતનિં મનહ મનોર્થ માહાર) જે હતો, તે ફલિઓ સહી આજ / શ્રી જિનધર્માનિ પાસ પસાઓલઈ, મુઝ સીધા સહી કાજ //૪૧ // બાર. ઢાલ – ૭૯ કડી નંબર ૪૦થી ૫૧માં કવિએ બાર વ્રત લેનાર અને પાળનારને કેવા શ્રેષ્ઠ સુખ મળે છે તેનું વર્ણન કર્યું છે. તેમ જ કવિ પોતાનો પરિચય આપીને અંતે પાર્શ્વનાથની કૃપાથી પોતાના સર્વ કાર્ય સિદ્ધ થયાં હોવાનો પરિતોષ દર્શાવે છે. કવિ કહે છે કે, આમ જે મનુષ્ય બાર વ્રત ધારણ કરે છે તેના ઘરે જયજયકાર થાય છે. તેનાં મનનાં બધાં જ મનોરથ પૂર્ણ થાય છે અને તેના ઘરે ચાર મંગળ પણ હોય છે. આ બાર વ્રતને કહેવાથી, તેમ જ તેનો અભ્યાસ કરવાથી સુખ, સંપત્તિ અને સંપ મળે છે અને મનની આશાઓ પણ પૂરી થાય છે. તેમ જ હાથી, ઘોડા, નોકર ચાકર, પાલખી વગેરે અને રહેવા માટે ઊંચા આવાસ પણ પ્રાપ્ત થાય છે. પછી કવિ પોતાના ગૃહસ્થી જીવનનું વર્ણન કરતાં કહે છે કે, ઘરે સુંદર રૂપાળી પત્ની છે. ભાઈ અને બહેન બન્નેનું સુખ પણ પ્રાપ્ત થયું છે, વળી બારણાંમાં બાળકો પણ રમતાં દેખાય છે. આમ ઘણો કુટુંબ કબીલો છે તો વળી ઘરે ગાય, ભેંસ વગેરે ગોધન દૂઝતાં છે. આંગણામાં કલ્પવૃક્ષ જેવાં તરુવરો ઊભાં છે. આવી રીતે મારા ઘરમાં બધો જ વૈભવ મને પ્રાપ્ત થયો છે. તેમ જ ઘરમાં લક્ષ્મીરૂપી નારી પણ સ્થિર થઈને રહી છે. વળી મારા મનનો જે મનોરથ હતો તે પણ આજે ફળીભૂત થયો છે. આમ શ્રીજિન ધર્મ અને શ્રી પાર્શ્વનાથની કૃપાથી મારાં સર્વ કાર્ય સિદ્ધ થયાં છે, પાર પડ્યાં છે. Page #225 -------------------------------------------------------------------------- ________________ દૂહા ||. કાજ સકલ સીધાં સહી, કરતાં વરત વીચાર / શ્રી ગુરૂનાંમ પસાઓલઈ, મુઝ ફલીઓ સહઈકાર //પર // કડી નંબર પરમાં કવિએ પોતાનું કાર્ય ગુરુકૃપાથી પૂર્ણ થયું છે, એમ દર્શાવ્યું છે. કવિ કહે છે કે, આમ ‘વ્રત વિચાર રાસ' રચીને મારાં સર્વ કાર્ય સિદ્ધ થયા છે, શ્રીગુરુના નામની કૃપાથી મારો આંબો ફળીભૂત થયો છે. ઢાલ | ૮૦ || દેસી. કહUણી કર્ણ // રાગ. ધ્યત્યાસી II સુઝ અંગણિ સહધકાર જ ફલીઓ, શ્રી ગુરૂનાંમ પસાઇજી / જે રષિ મુનિવરમાં અતીમોટો, વીજઇસેનસુરિરાયજી //૫૩ // મુઝ અંગણિ સહિષ્કાર જ ફલીઓ, શ્રી ગુરૂ ચર્ણ પસાઇજી //આંચલી // જેણઈ અકબર નૃપ તણી શભામાં જીત્યુ બાદ વીચારીજી / શઈવ સન્યાસી પંડીત પોઢા, સોય ગયા ત્યાહા હારીજ //પ૪ // મુઝ. જઇજઇકાર હુઓ જિનશાસન, સુરીનાંમ સવાઈ જી. શાહી અકબર મુખ્ય એ થાપ્યું, તો જગમાહિ વડાઈ જી //૫૫ // મુઝ. તાસ પટિ ઊગ્ય એક દીનકર, સીલવંતહાં સુરોજી | વીજયદેવસુરી નાંમ કહાવઈ, ગુણ છગ્રેસે પુરો જી //૫૬ // મુઝ. તપાતણો જેણઈ ગછ અજુઆલુ, લુઘવઇમ્હ સોભાગી જી / જસ સિરિ ગુરૂ એહેવો જવંતો, પૂણ્યરાશ તસ જાગી જી //પ૭ // મુઝ. ઢાલ – ૮૦ કડી નંબર પરથી પ૭માં કવિ પોતાના ધર્મગુરુ વિજયસેનસૂરિ મહારાજનો તથા તેમના વિશિષ્ટ પ્રભાવનો ઉલ્લેખ કરી, અકબર બાદશાહ દ્વારા તેમને “સવાઈ'નું બિરુદ મળેલું તે ઐતિહાસિક ઘટનાનો નિર્દેશ કરે છે. તેમના શિષ્ય વિજયદેવસૂરિનો પણ નામોલ્લેખ કરીને કવિ એમ સૂચવે છે કે એમના ધર્મસામ્રાજ્યમાં આ રાસ તેમણે રચ્યો છે. કવિ કહે છે કે, શ્રીગુરુ નામની કૃપાથી મારા આંગણે આંબો ફળીભૂત થયો છે. વિજયસેનસૂરિ મહારાજ કે જે ઋષિ મુનિવરમાં અતિ મોટા છે કે જે અકબર બાદશાહની રાજ્યસભામાં વાદવિવાદમાં જીત્યા હતા અને ત્યાં શૈવ, સંન્યાસી, મોટા પંડિત વગેરે બધાને હરાવ્યા હતાં. આમ જિનશાસનનો જયજયકાર થયો. તેમ જ શાહી અકબર રાજાએ તેમને “સુરિ સવાઈ' નો ખિતાબ આપ્યો અને જગમાં તેમનાં નામનો ડંકો વાગ્યો હતો. તેમની પટ્ટાવલીમાં એક સૂરજ ઉગ્યો કે જે શીલવંતમાં શૂરા હતા. જેમનું નામ ‘વિજયદેવસૂરિ હતું, છત્રીસ ગુણોના ધારક હતા. જેમણે તપગચ્છને ઉજ્વળ કર્યું હતું, આમ લઘુવયમાં જ સૌભાગ્યવાન થયા હતા. કવિ અંતે કહે છે કે, જેના માથે આવા જયવંતા ગુરુની કૃપા હોય તેની પુણ્યરાશિ જાગી ગઈ. Page #226 -------------------------------------------------------------------------- ________________ ઢાલ ૮૧ | દેસી. હીથ્ય રે હીથ્ય રે હઈઇ હીડોલડો // રાગ. ધ્વન્યાસી // પૂણ્ય પ્રગટ ભયુ, પૂણ્ય પ્રગટ થયું / તો અન્ય મુઝ મત્ય એહ આવી / રાસ રંગ કર્યું, સકલ ભવ હું તર્યુ / પૂણ્ય ની કોઠડી મૂઝહ ફાવી //૫૮ // પૂણ્ય પ્રગટ થયુ. (૨) // આંચલી // સોલ સંવછરિ જાણિ વર્ષ છાસઠ, કાતીઅવદિ દિપક દાઢો / રાસ તવ નીપનો આગમિં ઊપનો, સોય સુણતાં તુમ પૂણ્ય ગાઢો //૫૯// પૂણ્ય. દીપ જબુઆ માહા બેત્ર ભરતિં ભલુ, દસ ગુજરાતિહા સોય વાસ્તુ રાય વીસલ વડો, ઋતુર જે ચાવડો, નગર વિસલ તિણિ વેગ વાસ્તુ //૬૦ // પુણ્ય. સોય નગરિ વસઈ પ્રાગવંસિ વડો, મઈહઈરાજનો સૂત તે સીહ સરીખો તેહ –બાવતિ નગર વાંશિ રહું, નાંમ તસ સંઘવી સાંગણ પેખો //૬૧ // પૂણ્ય. એહન નંદ નિ ઋષભદાસિ કવ્ય, નગર ત્રંબાવતીમાંહિ ગાયુ / પૂણ્ય પૂર્ણ ભયુ કાજ સખરો થયુ, સકલ પદાર્થ સાર પાયુ //૬ ૨ // પૂણ્ય. અતી શ્રી વરત વીચારરાસ સંપૂર્ણ // સંવત ૧૬૭૯ વર્ષ ચઈત્ર વદિ ૧૩ ગુરૂવારે લખીત સંઘવી ઋષભદાસ સાંગણ // ગાથા. // ૮૬૨ // ઢાલ – ૮૧ કડી નંબર ૫૮થી ૬૨માં કવિ કલશ સમાન ગીત ગાય છે. તેમાં ૧૬૬૬ વિ. સં. ના કારતક વદી અમાસના દિવસે ત્રંબાવતી નગરમાં આ રાસ રચ્યો હોવાનું જણાવે છે અને પછી પોતાનો પરિચય આપે છે. કવિ કહે છે કે, મારું પુણ્ય પ્રગટ થયું છે, આજે મારું પુણ્ય પ્રગટ થયું છે કે જેથી મારા મનમાં આવી સારી મતિ આવી. જેના કારણે આનંદપૂર્વક આ રાસની રચના કરી હું સકળ ભવ તરી શક્યો છું. આમ મારા પુણ્યની પોટલી સફળ થઈ છે. પછી આગળ કહે છે કે, વિ.સં. ૧૬૬૬ના કારતક વદી અમાસને દિવસે આગમ પ્રમાણે રાસની રચના કરી છે, (રચ્યો છે, કે જે સાંભળવાથી તમારા પુષ્ય વધશે. પોતાનો પરિચય આપતાં કહે છે કે, જંબુદ્વીપમાં ભરતક્ષેત્ર સારું છે, તેમાં વળી ગુજરાત દેશ વખાણ્યો છે. ત્યાં વિસલરાજા ચાવડા ચતુર અને મોટા છે. તેમણે વિસનગર વસાવ્યું હતું. તે નગરીમાં પ્રાગવંશિનાં વડા વસ્યા હતા કે તે મહિરાજના પુત્ર સિંહ સરખા હતા જે ત્રંબાવતી નગરીમાં આવીને રહ્યા હતા, તેમનું નામ સંઘવી સાંગણ હતું. એમના પુત્ર ઋષભદાસે આ કાવ્ય (રાસ) ત્રંબાવતી નગરીમાં રચ્યો છે. આમ પુણ્યને પ્રતાપે મારું કાર્ય સારું થયું અને મેં સકળ પદાર્થનો સાર મેળવ્યો. અતી શ્રી વ્રત વિચાર રાસ સંપૂર્ણ | સંવત ૧૬૭૯ વર્ષ ચૈત્ર વદ ૧૩ ગુરુવારે લિપિબદ્ધ કર્યું. લિપિકાર : સંઘવી ઋષભદાસ સાંગણ || ગાથા || ૮૬૨. Page #227 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ ત્રદષભદાસ કૃત વ્રતવિચાર રાસની લહિયાએ લખેલ પ્રતનું પ્રથમ પાનું पणालीबीतसगादानमआइहा पासडिनेस्वरपूजाई ध्याईस्तेजिनधर्म नवपरिमाराधीई तोकी जससकर्म । देवअरिहंतनसदा सिनयंत्रिणकाल श्रीपाचारदाउफनी शासननोनूपाल । २ पापपदवीनवशायनी सोयनमेनिसदीस साधसवेनिनितन धर्मविसवावीस ३ कोधमान मायानही लोसनेही लवलेश विषयविषधीवेगला सविडनझनपदेश कपदेसिनररंकाव महिमासरसतिदेव तेपश्कारणमनी सारदसारखसेद समसरसतिलगन्ती समस्याका रसार मूरषमतिकलनु तेताहरुप्राधार पिंगलसेदनउज विगतिनही यादले सुषमंडए। मानवी असेबुडकवल ए कवितवेदगुणगीतनो जनविकाणितेद जेवटीसपनेहाने वचनवदहवेद पा मूषमाटोटालीन कविकीकालदास ऊगविष्यातातेदवो दोमुषकीयोवास ए कीर्तिकरुउफ।। केटेली मुरुसुष्परसनाऐक कामिनिका गुणस्त, पारनपामुरेष स तोहबजगणवलद् मुफमा । तिसासूमाय नषमुषवेणीसिरनगई कवितादागुणगाय ५ ढानादिवशरिकदिनसारखएतास। परिमोडी नपहनिरूपम निरमलारे चलेकइडिमरविचंद रेषासंदरसोहीयारे देषत Page #228 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪. વ્રતવિચાર રાસ-સમાલોચના (ક) સાહિત્યિક મૂલ્યાંકન કોઈ પણ કૃતિના પ્રતિપાદ્ય વિષયને અનુરૂપ ભાષા-શૈલીનો તેમ જ તેના ભાવોને તાદશ્ય કરવા તે તેના સાહિત્યિક સ્તરના મૂલ્યાંકનની કસોટી છે. આ દષ્ટિથી જ્યારે આપણે કવિ ઋષભદાસ કૃત ‘વ્રતવિચાર રાસ'નું અવલોકન કરીએ છીએ ત્યારે સ્પષ્ટ થાય છે કે તેનું સાહિત્યિક મૂલ્યાંકન કેટલું ઊચું છે અનોખું છે. કવિ ઋષભદાસની કાવ્યમય વ્રતવિચાર રાસ' કૃતિમાં ક્રમવાર સાહિત્યિક મૂલ્યાંકન કરતાં તેમાં સહુ પ્રથમ તેનું બંધારણ પછી મંગલાચરણ, સરસ્વતી વંદના, તેમાં આવતાં વિવિધ પાત્રો, રસ નિરૂપણ, વર્ણનો, અલંકારો, કહેવતો, રૂઢિ-પ્રયોગો, સુભાષિતો, હરિયાલી, વિવિધ છંદો, વિવિધ દેશીઓ, વિવિધ રાગ-રાગિણીઓ, ભાષાશૈલી, સમાસો આદિ શબ્દ વૈભવ તેમ જ શીર્ષકની યથાર્થતા વગેરે વિવિધ સાહિત્યના ગુણોનું આલેખન કર્યું છે જે નીચે મુજબ છે. રાસનું બંધારણ બંધારણ એટલે રાસની રચના, તેની બાંધણી. મધ્યકાલીન યુગમાં જૈન સાધુ કવિઓ તથા શ્રાવક કવિઓના હાથે રચાયેલા “રાસા' પ્રથમ ટૂંકા અને સળંગ હતા પરંતુ ધીમે ધીમે તેમાં સ્તુતિ, વર્ણનો, આડકથાઓ, ધર્મોપદેશો વગેરે ઉમેરાતા ગયા. તેથી રાસાનો વિસ્તાર વધતો ગયો. આવા રાસાઓમાં ઠવણી, અધિકાર, ખંડ, કડવક અને ઢાલ જેવા વિભાગ પાડવાની પ્રથા શરૂ થઈ. આવા લાંબા ‘રાસા' રમવા માટે ઉપયોગી ન બનતાં તેનું ફક્ત વાંચન, પઠન કે શ્રવણ થતું. આવા ‘રાસા' સુગેય રચના હોવાને લીધે તેમાં લયબદ્ધ ગાવા માટે વિવિધ રાગ-રાગિણીઓનો વિવિધ છંદોનો ઉપયોગ થતો. કાવ્યને અલંકૃત કરવા માટે અલંકારોનો તેમ જ વિવિધ શૈલીનો ઉપયોગ થતો. આમ કાવ્ય તત્ત્વની દષ્ટિથી તેની રચના કરવામાં આવતી. તે અનુસાર વિ.સં. ૧૬૯૬ના કારતક વદ અમાસના દિવસે ત્રંબાવતી નગરમાં કવિ ઋષભદાસ રચિત વ્રતવિચાર રાસ’ નું બંધારણ નીચે મુજબ છે. કડી (ગાથા) આ રાસમાં ૮૬૨ કડીઓ છે. મોટા ભાગે દરેક કડીમાં બે પંક્તિની રચના છે. એક પંક્તિમાં બે પદ એટલે કે દરેક કડીમાં ચાર પદની રચના કવિએ કરી છે તથા ક્યાંક ક્યાંક બે કે ત્રણ પદની એક કડીની રચના પણ કવિએ કરી છે. હાલ આ રાસ ૮૧ ઢાલોમાં વિભક્ત છે. આ ઢાલ કે જે રાસના દરેક વિષયનું વિભાજન કરે છે. લગભગ દરેક ઢાલમાં ૮થી ૧૦ કડી છે. તો ક્યાંક ક્યાંક નાનામાં નાની ઢાલ ૩ કડીની પણ છે અને મોટામાં મોટી ઢાલ ૩૪ કડીની પણ છે. Page #229 -------------------------------------------------------------------------- ________________ કુહા આ રાસમાં કવિએ દરેક ઢાલને અંતે એમ ૬૯ દુહા મૂક્યાં છે. દરેક દુહામાં આગળની ઢાલની ફળશ્રુતિ તેમ જ પછીની ઢાલમાં આવતા વિષયનો ઉલ્લેખ કર્યો છે. ચોપાઈ આ રાસમાં કવિએ ૨૪ ચોપાઈ નું આલેખન કર્યું છે. આ ચોપાઈ દ્વારા કવિએ વાચક ગણને નીતિમત્તાની શીખ તેમ જ ઉપદેશ આપ્યો છે. દરેક ચોપાઈમાં લગભગ ૧૨ કડી છે. નાનામાં નાની ચોપાઈ ૪ કડીની છે, તો મોટામાં મોટી ચોપાઈ ૩૪ કડીની છે. કવિત્ત આ રાસમાં કવિએ ચાર કવિત્ત આલેખ્યાં છે કે જેની છપ્પય છંદમાં રચના કરી છે. આ કવિત્તની એક કડીમાં ૧૨ પદ આપ્યાં છે. શમશા (સમસ્યા) આ રાસમાં કવિએ બે સમસ્યા ગીત પણ મૂક્યાં છે જે ચાર ચાર કડીના છે કે જેનાથી વાચક ગણની બુદ્ધિની કસોટી થાય છે. તેમ જ એક કડીની ગાહા પણ આલેખી છે. આ રાસ અંત્યાનુપ્રાસમય ભાષામાં રચેલ છે. તેમ જ માત્રામેળ, અક્ષરમેળ છંદમાં રચેલ આ કૃતિમાં ૪૯ જેટલી વિવિધ દેશીઓ અને ૧૮ જેટલાં રાગ-રાગિણીઓનો ઉલ્લેખ થયો છે. આમ કવિ ઋષભદાસ કૃત આ દીર્ઘ રાસની રચના સુવ્યવસ્થિત રીતે કરેલી જણાય છે. પોતે પસંદ કરેલ વિષયનું વિભાગીકરણ ઢાલ, દુહા, ચોપાઈ વગેરેમાં સુઘડ રીતે આલેખીને પોતાની આલેખન શક્તિનો પરિચય કરાવ્યો છે. મંગલાચરણ 'વ્રતવિચાર રાસનો પ્રારંભ મંગલાચરણના દુહાથી થાય છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે, आदौ मध्येडवसाने च मडलं भाषितं बुधैः । तज्जिनेन्द्र गुण स्तोत्र तदविध्न प्रसिद्धये । અર્થાત્ : વિદ્વાન પુરુષોએ પ્રારંભ કર્યું હોય એવા કોઈ પણ કાર્યના આદિ, મધ્ય અને અંતમાં મંગલાચરણ કરવાનું વિધાન કર્યું છે. આ મંગલ નિર્વિઘ્ન કાર્યસિદ્ધિને માટે જિનેન્દ્ર ભગવાનના ગુણોનું કીર્તન કરવું તે છે. શાસ્ત્રમાં પ્રારંભમાં મંગલાચરણ કરવાનાં ત્રણ કારણો બતાવ્યાં છે, ૧) વિઘ્નોના ઉપશમન માટે, ૨) અશુભ કર્મોના ક્ષય માટે તેમ જ ૩) શિષ્ટજનોની પરંપરાના પાલન માટે. અક્ષત, શ્રીફળ, કુમકુમ આદિ દ્રવ્ય મંગલ છે. તે લૌકિક અને વ્યાવહારિક મંગલ છે. પંચપરમેષ્ટીને નમસ્કાર એ લોકોત્તર ભાવ મંગલ છે. તે સર્વ પાપનાશક હોવાથી અને શાંતિનું કારણ હોવાથી સર્વ મંગલોમાં પ્રધાન છે. | નવકાર મંત્ર મંગલમય અને અનાદિ સિદ્ધ છે. આ મહામંત્રની સંરચના મહત્ત્વપૂર્ણ અને અલૌકિક છે. આ મંત્રમાં પંચપરમેષ્ઠીને વંદના છે. જે પરમપવિત્ર છે અને પરમ-ઈષ્ટ છે. વૈદિક Page #230 -------------------------------------------------------------------------- ________________ પરંપરામાં જે સ્થાન ગાયત્રી મંત્રનું છે. બૌદ્ધ દર્શનમાં ત્રિશરણ-ત્રિશરણ મંત્રનું છે. તેવી જ રીતે જૈનદર્શનમાં નવકાર મંત્રનું સ્થાન છે. આ ઉક્તિ અનુસાર આ રાસના કર્તા કવિ ઋષભદાસ પણ ઈષ્ટદેવ શ્રી પાર્શ્વનાથની સ્તુતિ કરીને મહામંત્ર સમા નવકાર મંત્રના નવપદની આરાધના કરીને શુભ કાર્યની શરૂઆત કરે છે. જે નીચેની પંક્તિ દ્વારા જણાય છે. ઢાલ || ૧ || પાસ જિનેસ્વર પૂજઈ, હાઈઇ તે જિનધર્મ | નવપદ ધરિ આરાધીઇ, તો કીજઈ સુભ કર્મ //૧ // સરસ્વતી વંદના ઈષ્ટ દેવની આરાધનાની સાથે સાથે કવિ ઋષભદાસ સરસ્વતી દેવીની સ્તુતિ પણ કરે છે, કે જે મા શારદા પ્રત્યેની અતૂટ આસ્થા પ્રગટ કરે છે. તેમ જ પોતાની અસમર્થતા બતાવીને શ્રુતદેવી મા ભગવતીની વિનમ્રભાવે સહાયતા માંગીને પોતાનું કાર્ય નિર્વિને પૂરું કરવાનું કહે છે. ગણધરોના મુખમાં વાસ કરનારી સરસ્વતીદેવી સમસ્ત જગતમાં જ્ઞાનનો મૂળ સ્ત્રોત વહાવનારી છે. જૈન આગમોમાં સહુથી પ્રાચીન “શ્રી ભગવતી સૂત્ર' ગણાય છે. તેના પ્રારંભમાં મંગળ તરીકે “નમો વંશી નિરિવણ’ દર્શાવ્યું છે. આ રીતે બ્રાહ્મી સરસ્વતીને નમસ્કાર કરવામાં આવ્યા છે. પ્રત્યેક ધર્મ પરંપરામાં મા સરસ્વતીનો વિશિષ્ટ સ્વરૂપમાં સ્વીકાર થયો છે. હિન્દુઓમાં સરસ્વતી નામથી, વૈશ્યોમાં શારદા, બૌદ્ધોમાં પ્રજ્ઞા પારમિતા, ખ્રિસ્તીઓમાં મીનર્વા અને જૈનોમાં મૃતદેવતાના નામથી મા સરસ્વતીની ઉપાસના થાય છે.' કવિ ઋષભદાસ પણ પ્રથમ મા સરસ્વતીની ઉપાસના કરી પોતાનું કાર્ય શરૂ કરે છે જે નીચેની પંક્તિઓ દ્વારા જણાય છે. ઢાલ || ૧ || ઉપદેશિ જન રજવઈ, મહીમા સરસતિ દેવ / તેણઈ કાર્ય તુઝનિં નમું, સાર્દ સારૂ સેવ //પ // સમરૂ સરસતિ ભગવતી, સમજ્યા કરજે સાર / હું સુખ મતી કે લવું, તે તાહરો આધાર //૬ // પાત્રાલેખન મધ્યકાલીન રાસાઓમાં મોટા ભાગના કવિઓ રાસાના કથાનકનું આલેખન પાત્રો દ્વારા કરે તે સ્વાભાવિક છે. આવી કથાઓમાં ઘટનાઓને વણી લેતાં પાત્રોનું આલેખન વિવિધ રીતે કરતાં હોય છે. આમ રાસામાં પાત્રાલેખનનું એક વિશેષ મહત્ત્વ છે. આવા કથાનકમાં મુખ્ય પાત્રો, ગૌણ પાત્રો તેમ જ સ્ત્રી પાત્રો, પુરુષ પાત્રો તો ક્યારેક પ્રાણી પાત્રોનું પણ આલેખન કરવામાં આવે છે. જ્યારે કવિ ઋષભદાસે ‘વ્રતવિચાર રાસ' કૃતિનું કોઈ પણ મૂળ કથાનકના આધારે આલેખન કર્યું નથી પરંતુ વ્રતની મહત્તા સમજાવવા માટે જૈન ધર્મકથાનુયોગની વિવિધ કથાઓનાં દષ્ટાંત આપ્યા છે. તેથી અન્ય રાસાઓની જેમ આ રાસામાં મુખ્ય પાત્ર અને ગૌણ પાત્ર જોવા મળતા નથી Page #231 -------------------------------------------------------------------------- ________________ પરંતુ દષ્ટાંત કથાઓમાં આવતા પાત્રોનું જ્યાં જ્યાં જરૂર પડી છે, ત્યાં લંબાણપૂર્વક અને અન્ય ક્યાંક ટૂંકાણમાં લાઘવયુક્ત શૈલીમાં સચોટ રીતે આલેખન કર્યું છે. જેમ કોઈ કુશળ ચિત્રકાર પીંછી દ્વારા મનોહર ચિત્રનું સર્જન કરે છે, તેમ કવિ ઋષભદાસે પીંછી રૂપી કલમ દ્વારા વિવિધ પાત્રોનું સર્જન કર્યું છે. જેની નીચેનાં પાત્રો દ્વારા પ્રતીતિ થાય છે. મેઘરથ રાજ કવિ ષભદાસે આચાર્ય હેમચંદ્રાચાર્ય વિરચિત “ત્રિષષ્ટિ શલાકા પુરુષ' માં આપેલ મેઘરથ રાજાના કથાનકને આધારે મેઘરથ રાજાના પાત્રનું આલેખન કરીને જૈન ધર્મના પ્રાણ સમા જીવદયાનો સંદેશ આપ્યો છે. મેઘરથ રાજાના ભાવમાં શરણે આવેલાં પારેવડાંને રાજાએ પોતાના પ્રાણની પરવા કર્યા વગર જીવતદાન આપીને તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું અને પરમ પદને પામ્યા. જે ઢાલ-૪૬ પંક્તિ નંબર ૯૫ થી ૯૯માં દર્શાવે છે. મેઘકુમાર કવિ ઋષભદાસે “શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્રના પ્રથમ અધ્યયન મેઘકુમાર કથાનકના આધારે મેઘકુમારના પાત્ર દ્વારા તેના મેરુપ્રભ હાથીના ભવ(પૂર્વભવ)માં એક નાનકડા સસલાના જીવને બચાવવા અઢી દિવસ સુધી દારૂણ વેદના ભોગવીને પણ ઉત્કૃષ્ટ જીવદયા પાળી. તેમ જ તેના ફળ સ્વરૂપે તેનો જીવ શ્રેણિક રાજાના મહારાણી ધારિણીદેવીની કુક્ષિમાં પુત્રરૂપે ઉત્પન્ન થઈ દેવગતિને પ્રાપ્ત કરે છે, તે વાત વર્ણવી છે. જે ઢાલ-૪૭ પંક્તિ નંબર ૫૦૦ થી ૫૦૮ દ્વારા સમજાય છે. . અકાઈ રાઠોડ કવિ ઋષભદાસે શ્રી વિપાક સૂત્રના પ્રથમ અધ્યયન મૃગાપુત્ર કથાનકના આધારે અકાઈ રાઠોડના પાત્ર દ્વારા હિંસાના ફળ કેવાં હોય, તેમ જ પૂર્વભવમાં કરેલા પાપ કૃત્યના ફળરૂપે આગામી ભવમાં કેવી ભયંકર વેદનાઓ સહન કરવી પડે છે, તે વાતનું આલેખન સચોટપૂર્વક કર્યું છે. જેની ઢાલ૪૮ પંક્તિ નંબર ૧૦ થી ૧૫ દ્વારા પ્રતીતિ થાય છે. સિંહમુનિ કવિ ઋષભદાસે “શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'-૨ પરીષહ પ્રવિભક્તિમાં આપેલ દષ્ટાંત કથાનકના આધારે સિંહમુનિના પાત્ર દ્વારા બોધ આપ્યો છે કે, મહાન એવા તપસ્વી મુનિઓ પણ વિષયમાં અંધ બનીને શીલતથી ચૂકી જાય છે, જેમ કે એક વેશ્યાના રૂપમાં મોહિત થઈને સિંહમુનિ પોતાનો સંયમ ધર્મ છોડીને રત્નકંબલ લેવા માટે જાય છે અને છેવટે વેશ્યા દ્વારા જ પ્રતિબોધિત થઈ સંયમમાં સ્થિર થાય છે. જે ઢાલ ૫૫ પંક્તિ નંબર ૫ થી ૬માં દર્શાવ્યું છે. સ્ત્રી પાત્રો આ કૃતિમાં કવિએ સ્ત્રી પાત્રો દ્વારા શીલનો મહિમા દર્શાવ્યો છે. જેમ કે સતી સીતા, સતી સુભદ્રા, સતી વિશલ્યા, અંજના સુંદરી, કલાવતી વગેરે સ્ત્રી પાત્રોનું આલેખન કરી સિદ્ધ કર્યું છે કે ગમે તેવાં ભયંકર કષ્ટ આવવા છતાં તે કષ્ટ શીલ થકી જ દૂર થઈ જાય છે. આમ કવિએ શીલ વ્રતને શ્રેષ્ઠ બતાવ્યું છે. Page #232 -------------------------------------------------------------------------- ________________ સતી સીતા શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત ‘ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર-૩'માં આપેલ કથાનકના આધારે કવિ ઋષભદાસે સતી સીતાના પાત્રાલેખન દ્વારા શીલનો મહિમા દર્શાવ્યો છે. જ્યારે સીતા સતીને અગ્નિપરીક્ષા આપવી પડી હતી, ત્યારે શીલ થકી જ અગ્નિનું પાણી થઈ ગયું અને જનકપુત્રી સીતાનું જગમાં નામ રહ્યું. જેનું આલેખન કવિએ ઢાલ-પ૫ પંક્તિ નંબર ૩૫, ૩૬માં કર્યું છે. અંજના સતી શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત “શ્રી ત્રિષષ્ટિ શલાકા – પુરુષ ચરિત્ર' ૩/૭માં આપેલ કથાનકના આધારે કવિ ઋષભદાસે અંજના સતીના પાત્રાલેખન દ્વારા પણ બધાં વ્રતોમાં શ્રેષ્ઠ એવા શીલ વ્રતનો મહિમા બતાવ્યો છે. અંજના સતીને જ્યારે ઘરમાંથી કાઢી મૂકવામાં આવે છે, ત્યારે વનમાં અંજના સતીનું વનદેવી રક્ષણ કરી સિંહનું સંકટ ટાળે છે, તેમ જ શિયળના પ્રભાવથી સૂકું વન લીલુંછમ થાય છે. આ વાત કવિએ ઢાલ-૫૫ પંક્તિ નંબર ૩૩માં આલેખી છે. પ્રાણી પાત્ર (હાથીનું) કવિ ઋષભદાસે આ કૃતિમાં સુસંગ અને કુસંગ કરવાથી તેનું પરિણામ કેવું આવે, તે ઉપદેશ સમજાવવા માટે શ્રેણિકરાયના હાથીના પાત્રનું આલેખન કર્યું છે. જેમ કે બેકાબૂ હાથી મુનિવરના સંગથી શાંત, કોમળ બની ગયો પરંતુ જ્યારે તેને પાપીના દરવાજે બાંધ્યો, ત્યારે ત્યાં પશુઓનાં લોહી, માંસ વગેરે જોઈને પાછો દુષ્ટ હૈયાવાળો બની ગયો. આમ ‘સોબત તેવી અસર’ તેનો સુંદર બોંધ વર્ણવ્યો છે. જે ઢાલ ૩૫- પંક્તિ નંબર ૮૮થી ૯૧માં સમજાવ્યું છે. અન્ય પાત્રો કવિ ઋષભદાસે આ કૃતિમાં જૈનદર્શનના તાત્ત્વિક સિદ્ધાંતોનો બોધ સમજાવવા માટે આગમ ગ્રંથોનાં કથાનકોનાં પાત્રોનું જ્યાં જ્યાં જરૂર પડી છે ત્યાં ટૂંકાણમાં આલેખન કર્યું છે. જે નીચે પ્રમાણે છે: (૧) સંયમ માર્ગમાં આવતા બાવીસ પરીષહો જીતનાર એવા મહાન મુનિરાજો જેવા કે ઢંઢણ મુનિ, ચિલાતી પુત્ર, કીર્તિધર રાજા, દઢપ્રહારી, સનતકુમાર, મહાવીરસ્વામી, બંધક ઋષિના પાંચસો શિષ્યો, ગજસુકુમાર, મુનિ મેતારજ, સુકોશલ મુનિ, અર્જુનમાલી, અવંતીકુમાર વગેરે પાત્રોનું આલેખન કર્યું છે. જેની ઢાલ-૧૩, ૧૪, ૧૫માં પ્રતીતિ થાય છે. (૨) જૈનદર્શનનો પાયારૂપે કર્મ-સિદ્ધાંતને સમજાવવા માટે કવિએ રાજા રાવણ, હરિશ્ચંદ્ર, પાંડવો, રામ, મુંજ રાજા, વિક્રમ રાજા, વિપ્ર સુદામા વગેરે અન્ય દર્શનનાં પાત્રોનું આલેખન કર્યું છે, તેમ જ જૈનદર્શનના કથાનકોને આધારે ઋષભદેવ, મલ્લીનાથ, શ્રેણિક રાજા, કલાવતી, ચંદનબાળા, મૃગાવતી, સુભમ ચક્રવર્તી, બ્રહ્મદત્ત ચક્રવર્તી, ચંડકૌશિક નાગ વગેરે પાત્રોનું આલેખન કરી કર્મની અકળ લીલાનો મર્મ દર્શાવ્યો છે. જે ઢાલ-૧૯ પંક્તિ નંબર ૯૧ થી ૯૩, ઢાલ ૨૦ પંક્તિ નંબર ૯૫ થી ૨૦૦માં શબ્દસ્થ થાય છે. (૩) દાનનો મહિમા તેમ જ સુપાત્ર દાન આપવાથી તેનું ફળ કેવું મળે છે તે દર્શાવવા કવિએ Page #233 -------------------------------------------------------------------------- ________________ સંગમ અને નયસારનાં પાત્રનું આલેખન કરી ઢાલ-૨૪ પંક્તિ નંબર ૬૫ થી ૬૮માં સમજાવે છે. (૪) જૈનધર્મનો દ્વેષ કરવાથી તેમ જ તેમના મુનિની નિંદા કરવાથી શું ફળ મળે? તેનો મર્મ સમજાવવા માટે કવિએ આગમિક કથાનકના આધારે હરિકેશી મુનિ તેમ જ રાયપુણ્યાચનાં પાત્રનું આલેખન કર્યું છે. જે ઢાલ-૩૩ પંક્તિ નંબર ૭૦, ૭૧માં સમજાવે છે. (૫) મિથ્યાત્વનો સંગ કરવાથી અર્થાત્ કુસંગ કરવાથી તેનું ફળ કેવું હોય, તે સમજાવવા કવિએ અનેક રૂપકોનાં દૃષ્ટાંતો આપ્યાં છે, તેમ જ મુંજ રાજા, મહાવત વગેરે પાત્રોનું આલેખન કર્યું છે. સાથે સાથે મિથ્યાત્ત્વ (કુસંગ) છોડી સુસંગ કરવાથી શું ફળ મળે તે રાય વિભીષણ, મહેશ દેવ વગેરે અન્ય દર્શનના પાત્રો દ્વારા દર્શાવ્યું છે. જે ઢાલ-૩૫ પંક્તિ નંબર ૮૩ થી ૯૪માં દશ્યમાન થાય છે. (૬) સત્ય અણુવ્રતનો મહિમા સમજાવવા કવિએ કાલિકાચાર્ય, સતી સીતા, રાજા યુધિષ્ઠિર તેમ જ અન્ય દર્શનના રાજા હરીશ્ચંદ્ર, શેઠ સગાળશા તેમ જ તેની પત્ની વગેરે પાત્રોનું આલેખન કર્યું છે. જેની ઢાલ-૫૦ પંક્તિ નંબર ૩૨થી ૩૫ દ્વારા પ્રતીતિ થાય છે. (૭) સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત ને સમજાવવા માટે કવિએ લોહખરો ચોર, મંડુક ચોર તેમ જ મુનિ મેતારજના પાત્રનું વર્ણન કર્યું છે. તેમ જ અન્ય શાસનના પાંચસો તાપસો કે જેમણે વ્રતનું પાલન કરવા માટે પોતાના પ્રાણ ન્યોચ્છાવર કર્યા હતાં તેનું આલેખન કર્યું છે. જે ઢાલ- પર પંક્તિ નંબર ૫૯થી ૬૩ દ્વારા દર્શાવ્યું છે. (૮) ચોથું બ્રહ્મચર્ય અણુવ્રત સમજાવવા માટે કવિએ જૈન અને અન્ય દર્શનનાં અનેક પાત્રોનું આલેખન કર્યું છે, જેમ કે ઈન્દ્ર રાજા, ચંદ્ર, બ્રહ્મા, મહેશ, રાજા રાવણ, મણિરથ રાજા, કુંડરિક મુનિ, આર્દ્રકુમાર, નંદિષેણ મુનિ, લક્ષણા સાધ્વી, ભોજ, રાજા ભરથરી વગેરે પાત્રો દ્વારા શીલભંગ થવાથી મહાન મુનિરાજોને તેમ જ રાજા મહારાજાઓને કેવાં ફળ મળે છે તે દર્શાવ્યું છે. તેમ જ શીલવંતી નારીઓ જેમ કે સતી સુભદ્રા, સતી સીતા, કલાવતી આદિ પાત્રો દ્વારા શીલનો મહિમા દર્શાવ્યો છે. જે ઢાલ-૫૫ પંક્તિ નંબર ૮૮ થી ૭, ઢાલ ૫૬ પંક્તિ નંબર ૨૭ થી ૩૮માં શબ્દસ્થ થાય છે. (૯) કવિએ પાંચમું સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રત સમજાવવા માટે નવનંદ, મમ્મણ શેઠ, સાગર શેઠ, ભરત રાજા, કનકરથ રાજા, સુભમ ચક્રવર્તી વગેરે પાત્રોનો ઉલ્લેખ કર્યો છે. જે ઢાલ-૫૯ પંક્તિ નંબર ૬૩ થી ૭૦માં તાદશ્ય થાય છે. (૧૦) શ્રાવક ધર્મનું છઠ્ઠું દિશા પરિમાણ વ્રત સમજાવવા માટે કવિએ કાકાંધાના રાજાના પાત્રનું આલેખન કર્યું છે. જે ઢાલ - ૬૩ પંકિત નંબર ૨માં દર્શાવ્યું છે. (૧૧) તેવી જ રીતે અનર્થ દંડ વિરમણ વ્રત સમજાવવા કવિએ નળ-દમયંતી તેમ જ પાંડવોનાં પાત્રોનું આલેખન કર્યું છે. જે ઢાલ-૭૧ પંકિત નંબર ૬૯માં તાદશ્ય થાય છે. (૧૨) સામાયિક વ્રતના આલેખનમાં કવિએ સાગરદત્ત, કામદેવ શ્રાવક, શેઠ સુદર્શન તેમ જ ચંદ્રવ્રતસુક રાજાનાં પાત્રો દ્વારા સામાયિકનું મહત્ત્વ દર્શાવ્યું છે, તેમ જ તેનું શું ફળ મળે? તેનું આલેખન કર્યું છે. જે ઢાલ- ૭૨ પંક્તિ નંબર ૯૧ થી ૯૩માં દર્શાવ્યું છે. આમ સમગ્ર કૃતિમાં કવિ ઋષભદાસે નાનાં મોટાં અનેક પાત્રો દ્વારા કુશળતા પૂર્વક જૈન સિદ્ધાંતોનું નિરૂપણ કરીને, પોતાની કૃતિને રસમય બનાવી વાચકને કથાશૈલી દ્વારા ઉપદેશ આપ્યો છે. * ૧૨૧૨ > Page #234 -------------------------------------------------------------------------- ________________ કવિનો આશય એ છે કે કથાનક દ્વારા અપાયેલ બોધ બાળ સુલભ માનસવાળા શ્રોતા સહેલાઈથી ગ્રહણ કરી શકે. આ હેતુ સિદ્ધ કરવા માટે કવિએ કથામાં આવતા વિવિધ પાત્રોનું નિરૂપણ કર્યું છે. રસ નિરૂપણ રસ એટલે ‘માસ્વાદ્ર તે સૌ ર1: ” ભારતીય કાવ્યશાસ્ત્રીઓએ કાવ્ય નાટકની આપણા મન પર જે અસર થાય છે, તે સમજાવવા માટે આનંદને બદલે “રસ' શબ્દ પ્રયોજ્યો છે. ભરત મુનિ' આઠ રસ ગણાવે છે. જેમ કે શૃંગાર, કરુણ, હાસ્ય, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ અને અભુત. શાંત રસનો નાટ્યશાસ્ત્રમાં પાછળથી ઉલ્લેખ જોવા મળે છે. મોટા ભાગનું મધ્યકાલીન જૈનસાહિત્ય સાધુ કવિઓ દ્વારા રચાયેલું છે. તેથી દરેક કૃતિ અંતમાં શાંત રસ એટલે કે ઉપશમમાં પરિણમે છે. કવિ ઋષભદાસ કૃત ‘વ્રતવિચાર રાસ'માં જૈનધર્મના સિદ્ધાંતો તેમ જ શ્રાવક ધર્મનું નિરૂપણ થયું છે પરંતુ આ કૃતિને રસમય બનાવવા માટે કવિએ પ્રાયઃ કરીને બધા રસોનું સુંદર આલેખન કરી તેમના કવિત્વની આગવી પ્રતિભાનાં દર્શન કરાવ્યાં છે. અંતમાં વાચક ગણને શાંત રસનો આસ્વાદ કરાવે છે. કવિ ઋષભદાસે ‘વ્રતવિચાર રાસમાં કરેલા વિવિધ રસોનું આલેખન નીચે પ્રમાણે છે. (૧) અદ્ભુત રસ : કવિ ઋષભદાસે એક આખી ઢાલમાં શ્રી અરિહંતદેવના ચોત્રીસ અતિશયોનું વર્ણન કરી, વાચકજનોને “અતિશયો' દ્વારા અર્થાત્ જન સામાન્યમાં ન હોય તેવા પ્રભુના ઐશ્વર્યનું વર્ણન કરી અદ્ભુત રસમાં ભીંજવી દે છે. અને વાચક જનો વિસ્મય પામે છે. જે ઢાલ-૭ પંક્તિ નંબર ૬૧ થી ૬પમાં દર્શાવ્યું છે. (૨) વીર રસ : આ કૃતિમાં કોઈ રણ મેદાનમાં બતાવેલી વીરતાની વાતો નથી. પરંતુ કવિ ઋષભદાસે પોતાની લેખની દ્વારા ઢાલ ૧૪ અને ૧૫માં એવી વીરતાની વાતો આલેખી છે, કે જે આંતરિક શત્રુઓને જીતે તે સાચો વીર છે. આવા વીર મુનિરાજો જેવા કે ઢંઢણ મુનિ, ચિલાતી પુત્ર, દઢપ્રહારી, સનતકુમાર, ખંધકઋષિના પાંચસો શિષ્ય તેમ જ પ્રભુ મહાવીર વગેરે કે જેઓ સંયમ જીવનમાં આવતાં પરીષહોને સમભાવપૂર્વક જીતે છે. તેવા પરીષહ વિજેતા મુનિરાજોની વાતો દ્વારા વીર રસનો આસ્વાદ વાચકને કરાવે છે. જેની ઢાલ-૧૪ પંક્તિ નંબર ૨૬ થી ૩૬, ઢાલ-૧૫ પંક્તિ નંબર પર થી ૬૦માં પ્રતીતિ થાય છે. (૩) હાસ્ય રસ : કવિ ઋષભદાસ આ કૃતિમાં તાત્ત્વિક બોધ આપતાં આપતાં વચ્ચે થોડીક નીતિશાસ્ત્રની તેમ જ વ્યાવહારિક વાતો દ્વારા મૂર્ખના લક્ષણ બતાવી ‘હાસ્ય રસ'નું આલેખન કરી શ્રોતાને ગમ્મત સાથે જ્ઞાન પીરસે છે. જે ઢાલ-૨૨ પંક્તિ નંબરમાં શબ્દસ્થ થાય છે. Page #235 -------------------------------------------------------------------------- ________________ (૪) રૌદ્ર-ભયાનક રસ : કવિ ઋષભદાસ આ કૃતિમાં માનવી પોતાના સુખ અને સ્વાર્થ માટે કેવાં કેવાં દુષ્ટ પાપો કરે છે અને તેના ફળ સ્વરૂપે કેવી કારમી નારકી વેદના, તેમ જ કેવાં કેવાં દુઃખો સહન કરવો પડે છે તેનું વર્ણન રૌદ્ર-ભયાનક રસમાં આલેખી વાચકને નારકીનાં દુઃખોની ભયાનકતાનો અહેસાસ કરાવે છે. જે ઢાલ-૪૪ પંક્તિ નંબર ૭૪ થી ૭૯, ઢાલ- ૪૫ પંક્તિ નંબર ૮૨ થી ૮૪, ઢાલ-૪૬ પંક્તિ નંબર ૯૨ થી ૯૩ દ્વારા વિસ્તારપૂર્વક સમજાવ્યું છે. (૫) કરુણ રસ : | સામાન્ય માનવી હોય, તપસ્વી મુનિરાજ હોય કે તીર્થકર જેવા મહાન આત્માઓ હોય, બધાને અશુભ કર્મોના ઉદયરૂપે દુઃખો ભોગવવાં જ પડે છે. આ વાતનો મર્મ દષ્ટાંતો દ્વારા કરુણ રસમાં આલેખી કવિ વાચકોના હૈયામાં કરુણતા જગાવે છે. જેની ઢાલ-૨૦ પંક્તિ નંબર ૯૬ થી ૨ માં પ્રતીતિ થાય છે. (૬) શાંત રસ : કવિ ઋષભદાસ કૃતિના અંતે બોધ આપતાં કહે છે કે, “આ શ્રાવક ધર્મરૂપી વ્રતવિચાર રાસ’નું જે વાંચન કરશે, તેના સિદ્ધાંતોનું આચરણ કરશે, તેને સુખ-સંપત્તિ મળશે તેમ જ તેના મનની સર્વ આશાઓ પૂરી થશે. જેમ પાર્શ્વનાથ ભગવાનની કૃપાથી મારી આશાઓ પણ ફળીભૂત થઈ છે.” આમ વાચકને સાચો શ્રાવક ધર્મ બતાવી મોક્ષ પ્રાપ્તિનો માર્ગ બતાવી શાંત રસનો અનુભવ કરાવે છે. જેની ઢાલ-૭૯ પંક્તિ નંબર ૪૭ થી ૨૧ દ્વારા પ્રતીતિ થાય છે. આમ કવિ ‘વ્રતવિચાર રાસ'માં અદ્ભુત રસ, વીર રસ, હાસ્ય રસ, કરુણ રસ વગેરે રસોનું નિરૂપણ કરીને તાત્વિક કૃતિને રસાળ બનાવી મુગ્ધ શ્રોતાજનોને રસ વૈવિધ્ય દ્વારા આનંદ પમાડે છે. વર્ણનો સામાન્ય રીતે મધ્યકાલીન રાસાઓમાં પાત્રો, પ્રકૃતિ, નગરી, ઉદ્યાન કે ચૈત્યના વર્ણનો આવે છે. ત્યારે આ કૃતિ તાત્વિક હોવાને લીધે તેમાં કોઈ નગરીનું વર્ણન કે પ્રકૃતિનું વર્ણન નથી થયું પરંતુ ઋષભદાસ કવિની વર્ણનશક્તિ અજોડ હોવાને લીધે તેમણે સરસ્વતી દેવીનું નખશીખ સાંગોપાંગ તેમ જ તેમણે પહેરેલા વસ્ત્રો તેમ જ આભૂષણોનું વર્ણન ખૂબ જ વિસ્તારથી બે આખી ઢાલમાં અતિ સુંદર અલંકારિક ભાષામાં આલેખ્યું છે. તેમ જ શ્રી અરિહંત ભગવાનના ચોત્રીસ અતિશયોનું અદ્ભુત વર્ણન કરી પોતાના કવિત્વની કાબેલિયત બતાવી છે. જેની ઢાલ-૨ અને ઢાલ-૩ પંક્તિ નંબર ૧૩થી ૨૫, ઢાલ – ૭ પંકિત નંબર ૬૧થી ૬૫માં પ્રતીતિ થાય છે. જેમ કે, (૧) સરસ્વતીદેવીનું વર્ણન : પદપંકજનું જોડલું રે, નેવરનો ઝમકાર ! ઓપમ અંધા કેલિની રે સકલ ગુણેઅ સહઈકારો રે // ૧૩ // (૨) ચોત્રીસ અતિશયોનું વર્ણન સાર ચંપક તન સુગંધી, ભમર ભંગિ તિહા ભમઈ / Page #236 -------------------------------------------------------------------------- ________________ અલંકાર યોજના અભિપ્રેત વક્તવ્ય સચોટતાથી વ્યક્ત કરવા કવિ વિવિધ અલંકારો પ્રયોજે છે. મમ્મટ'ના શબ્દોમાં કહીએ તો “વિચં ગ :' અલંકાર એ વક્તવ્યને સુંદર, સચોટ, ચમત્કાર કે માર્મિક રીતે રજૂ કરવાની ભાષાની કે વર્ણનની છટા છે. આચાર્ય ‘ભામહીના મતે રમણીનું મુખ જેમ આભૂષણ વિના શોભતું નથી, તેમ કાવ્ય પણ અલંકાર વિના શોભતું નથી. સામાન્ય રીતે જે શબ્દોના વૈચિત્ર્યથી કાવ્યને અલંકૃત કરે છે, તેને શબ્દાલંકાર કહેવાય અને જે શબ્દ અર્થ, ગાંભીર્યને વ્યક્ત કરે છે તે અર્થાલંકાર કહેવાય છે. ઋષભદાસ કવિની આ કૃતિમાં ભાવોની અભિવ્યક્તિમાં આવા અલંકારો અનાયાસે આવી ગયા છે. આ કૃતિમાં શબ્દાલંકારના વૈભવ કરતાં અર્થાલંકારનો વૈભવ ઘણો વધારે છે. કાવ્યમાં અનુપ્રાસ વગેરે શબ્દાલંકારો અને ઉપમા, ઉઝેક્ષા, રૂપક, વ્યતિરેક, અતિશયોક્તિ આદિ અર્થાલંકારો છે. ઉપમા અલંકાર કવિને અધિક પ્રિય લાગે છે. તેમણે આ અલંકારનો સર્વાધિક અને સફળ પ્રયોગ કર્યો છે. તેમ જ દષ્ટાંત અને રૂપક વગેરેના પણ અનેક ઉદાહરણો છે, જે નીચે પ્રમાણે છે. (અ) શબ્દાલંકાર | શબ્દાલંકારોને કાવ્યમાં મહત્ત્વ આપવામાં આવે છે. અનુપ્રાસાદિ શબ્દાલંકારો કવિઓને પ્રિય હોય છે. પરંતુ ઋષભદાસની રુચિ એના તરફ વિશેષ ન હોવાથી એમના કાવ્યમાં આ પ્રકારના અલંકારોનું પ્રાચુંય નથી. એમના કાવ્યમાં શબ્દાલંકાર સહજ રીતે સ્વાભાવિક રૂપમાં જ પ્રયુક્ત થયા છે. જેમ કે, (૧) વર્ણાનુપ્રાસ અલંકાર – એટલે સજાતીય વર્ગોનું આવર્તન. ઢાલ || ૧ || તુ તૂઠી મુખ્ય તેહનું વચન વદઈ તે વેદ //૮ // ઢાલ || ૨ || કંચુક ચણ ચુનડી રે, ચંપક વર્ણ તે ચીરો રે //૧૫ // ઢાલ // ૨૯ || સંયમ ટથાનિક થઉં સમઝો સહુ મનિ રંગ રે //૩૫ // ઢાલ || ૩૦ || ચઉદશ પાખી ચીતવો, પેખો પાખી સુત્ર રે / - // ૪ર // ઢાલ || ૩૧ || એમ ભવ્ય ભવ્ય ભમતાં ભંગ, આકંખા આંણી અંગે / – // ૬૦ // ઢાલ || ૪૩ / કીડી કુકર કંથુઓ, સુરપતિ સરખો જય રે / - // 90 // ઢાલ || ૪૪ || સીહ સીઆલ નિ સુકરાં, અજા જે મૃગબાલ રે / હિંવર હરણ નિં હાથીઆ, દેતા વાઘલા ફાલ રે //૭૫ // ઢાલ || ૭૫ || આહાર હતો રે અસુઝતો, તે મમ સુઝતો સાય / અંગિ અતિચાર આવસઇ, પંડીત સોચ વીચાર્ય //૧૬ // ઢાલ || ૭૮ || જલુ સરીખા જગહ જેહ, અતી અધમાધમ કહીઇ તેહ / – //૪ર // ઢાલ || ૮૦ || જઇજઇકાર હુઓ જિનશાસન, સુરીનાંમ સવાઈ જી / - //ષય // Page #237 -------------------------------------------------------------------------- ________________ (૨) પ્રાસાનુપ્રાસ અલંકાર ઢાલ || ૨૩ || ઢાલ || ૩૧ || (૩) લાટાનુપ્રાસ ઢાલ || ૧૩ || ઢાલ || ૨૧ || ઢાલ || ૨૩ || ઢાલ || ૪૩ || ઢાલ || ૫૦ || એટલે પ્રાસ અને અનુપ્રાસ. (અંત્યાનુપ્રાસ) સાધ સાધવી શ્રાવક જેહ, શ્રાવિ ભગતિ કરી જઈ તેહ । સાતઇ ક્ષેત્ર એ સોહામણાં, અહીં ખરચ્યા તે ધન આપણાં ||૫૩|| સંચિ તે નર દૂખીઓ થાય, ખરચ્યુ તે ધન કેઉિં જાય । ક્યરપીનેિં મન્ય એ ન સોહાય, વચન રૂપી વાજઇ ધાય ||૫૪|| ભૂમિ રહ્યાં ઘન વણસી જાય, પરધરિ મુક્યા પરનાં થાય । હરઈ ચોર નિં રાજા લીઈ, વસવાનર પરજાલી દીઈ ।।૫૫ || ઘરબારિ કુઆીિં નીરિ, સાયર જલ નદીઅ નિ તીરિ । દ્રઈ વાવ્ય સરોવર કંઠિ, પૂણ્ય હેતિ સીસ મછટિ ।।૫૯ ।। એમ ભવ્ય ભવ્ય ભમતાં ભંગિં, આકુંખા આંણી અંગિં દિઓ મીછાડ રંગિ, દેવ ગુરૂ જિન પ્રતિમા સંગિ ।।૬૦।। એક જ શબ્દોની પુનઃ પુનઃ આવૃત્તિ થવી. એક મંદિર બહુ બાલક દીસઇ, એક ધરિ નહિ સંતાનો । એક મંદિર બહુ રદન કરતા, એક મંદિર બહુ ગાંનો ||૧૩ // એ ચ્યારે મીથ્યાત જ હોય, મીથ્યાધર્મ મ કરયુ કોય । મીથ્યાધર્મ કરતાં વલી, પૂણ્ય સકલ જાઈ પરજલી ||૧૪ || ન્યાન લખાવો ન્યાંની કહઈ, ન્યાન થકી જિનશાસન રહઇ । ન્યાન થકી બુઝઈ નર નાર્ય, ત્યાંન વડુ એણઈ સંસાર્ય ।।૪૭।। અણગલ નીર ન પીજીઇ, અંણગલિ ઝીલવું વાર્ય રે ! અણગલિ વસ્ત્ર પખાલતાં, પાપ ઘણું જ સંસાર્ય રે ।।૬૨/ જુહુ બોલતાં જાઇ લાજ, જુઠ્ઠું બોલતાં વણસઈ કાજ । ઢાલ || ૭ || જુઠુ બોલતાં મુર્યખ થાય, જુઠ્ઠું બોલતાં દૂરગતિ જાય ।।૨૮।। સતવાદી નિ સહુ કો નમઇ, સતવાદીનું બોલ્યુ ગમઇ । સતવાદિ દૂરગતિ નવિ ભમઇ, સતવાદિ તે સીવપુરિ રમઇ ।।૪૨।। એક નર હાથી હિવર હાર્ય, એક નિં નહી એક છાલું બાર્ય । એક નર નિં મંદીર માલીઓ, એક ઝૂંપડીઇં સો જાલીઆ ।।૨૪।। એક નર નારી દીસઇ ઘણી, એક નર નાર્ય વિના રે વણી । એક નર ભોજન અમૃત આહાર, એક નર ધઇશ તણો જ વીચાર ।।૨૫|| (આ) અર્થાલંકાર કાવ્યમાં અર્થને આશ્રયી ન રહેલા એ અર્થાલંકાર કહેવાય છે. અર્થાલંકાર શબ્દનું પરિવર્તન કરવા છતાં પણ કાવ્યમાં કાયમ રહે છે. Page #238 -------------------------------------------------------------------------- ________________ (૧) ઉપમા અલંકાર ઢાલ || ૨ || નખહ ની પન નીરમલા રે, ચલકઈ યમ રવી ચંદ | - // ૧૨ // કમલ નાલ જસી બાંધ્વી રે, કરિ કંકણની રે માલ / – // ૧ // નખ ગુજની ઓપમા રે, ઝલકઈ યમ આરીસ / નીશા શમઈ યમ દામ્યની રે, ત્યમ ચલકે નાદીસો રે // ૧૯ // ઢાલ || ૩ || દંત જશા ડાડિમ ફલિ રે, અકલ અનોપમ અંગ // ૨૨ // ભમરિ લંક જિમ વેલડી રે, ધનુષ ચઢાવ્ય બાણ / - // ૨૩ // ઊપરિ સોહઈ મોગરો રે, જિમ મ્યુક અંબાડાલિ // ૨૫ // ઢાલ || ૬ || યુ મૃગપતિ દીઠઈ મદિ માતો, મેગલ તે પણિ નાહાસઈ રે //પ૩ // ઢાલ || ૭ ||. રાય બુઝઈ રવિ સરીખુ, ભામંડલ પૂર્હિ સહી / - // ૬૨ // ઢાલ || ૮ || આઠઈ મદ જે મેગલ સરીખા, જિન જી પી જિન વારઈ રે - //૬૭ // ઢાલ || ૧૨ || ગંભીરો યમ સાયર સાચો, ન કહઈ પરનો દોષ //૧ // ઢાલ || ૨૧ || ગલીઈ ધોય જિમ કાગડો, કિમ ઊજલ હોસઈ બાપડો | - //૧૫// ઢાલ || ૨૩ || સૂરય સાખ્ય વિનાં નહી પૂણ્ય, મન વ્યહણી જિમ કયરીઆ સુન્ય //30 // નીશા શમઈ જિમ એ નવી ભજો, તિમ ભોજન જાણીનિં તો / – //૩૧ // ઢાલ || ૨૫ || જિમ સમતા વિન તપ તે છાહાર, તીમ સમકત વિણ ધર્મ અસાર / – //૭ર// ઢાલ || ૩૯ || વણ ગુણતિ વિદ્યા ગલઇ, દૂરિ ગયાં જિમ નેહ / – //૩૬ // ઢાલ || ૪૧ | ધર્મ ક્યા વિન તે તમ્ય, જમ્મુ લખુ અનો / - આંચલી ઢાલ || ૫૪ || તીર્થમાંહા યમ શ્રીસેગુંજ, સુરપતિ માંહા જિમ અંદ્ર / મંત્રમાંહિ જિમ શ્રીનવકાર, ગાંગણમાંહા જિમ ચંદ્ર //૭૯ // ઢાલ || ૭૬ / સલજ વહુ જિમ વણિગની, તે કિમ બાહઈરિ ઈસઈ /૧૮ // (૨) ઉન્ઝક્ષા અલંકાર એણઇ જગી બંધ ચતુરવિધી મોટો, જાણે કનકતણો વલી લોટો / નંધા તાસ કરઇ તે ખોટો, લીધો પાપતણો શરિપોટો //૬ ૬ // (૩) રૂપક અલંકાર ઢાલ || ૨ || રેખા સુંદર સાથી રે, દેખત હોય આનંદો રે // ૧૨ // પદપંકજનું જોડલું રે, નેવરનો ઝમકાર / // ૧૩ // ઉદર પોયણનું પનડુ રે, નાભી કમલ રે ગંભીર / - // ૧૫ // રીદઈ કમલ વન દીપતુ રે, કુંભ પયુધર દોય / - // ૧૬ // કરતલ જાસુ ફૂલડાં રે, રેખા રંગ અનેક / - // ૧૮ // ઢાલ || ૩ || કોકીલ કંઠિ કાંસ્યની રે, વદતી જઈજઇકાર // ૨૦ // ચંદમુખી મૃગ લોયણી રે, કનક ક્યોલાં ગાલ / - // ૨૧ // જીભ અમીનો કંદલો રે, અધુર પ્રવાલી રંગ / - // ૨૨ // Page #239 -------------------------------------------------------------------------- ________________ ઢાલ || ૭ || રૂધીર મંશ ગોખીર ધારા, અદ્રીષ્ટ આહાર નીહાર રે / - // ૬૧ // ઢાલ || ૨૫ | કનક કલસ નિ અમૃત ભર્યુ આગઈ શંખ અનિં પાખરૂં / - // ૭૫ // (૪) વ્યતિરેક અલંકાર ઢાલ || ૨ || ગજગત્ય ગમની ગુણ ભરી રે, સહ હરાવ્યું રે લંક / તે લાઇનિં બની ગયું રે, હું તો સોય સુ સંકોરે //૧૪ // ઢાલ || ૩ || શ્રવણ તે કાંમ હીડોલડડ્યા રે, નાગ નગોદર ઝાલિ / વેણી વાશગ જીપીઓ રે, હંસ હરાવ્યું ચાલિ //ર૪ // (૫) દષ્ટાંત અલંકાર ઢાલ || ૩૫ || હંસ કાગનિં સંગિં ગયો, મર્ણ લસું નિં ગંજણ થયું / શખિં સંગતિ જોગી તણી, ઘરિ ઘરિ ભીખ મગાવી ઘણી //૮૨ // પફ શાંગ સુતર તાંતણઈ, રાજ કંઠ ઠવ્યું આપણU/ ત્રાંબઇ સંગતિ સોનાતણી, કરતા કરતિ વાધી ઘણી //૯૨ // ખાલ નીર ગંગાજ્હાં ગયાં, તે જલ ગંગા સરીખાં થયાં / ચંદન જમતાં જે વિષ રહ્યા, તે સઘલા પણિ સુકડી લહ્યાં //૯૩/ (૬) નિદર્શના અલંકાર ઢાલ || ૧૭ || કિહા પરબત કિહા ટીબડીબ, કિહા જિનના દાસ કિહા અંબો કિહા આક, ચંદન ક્યાંહા વનવાસ / કિહા કીયર કિહા સુર, સમુદ્ર કિહા બીજ ખાંબ કિહા ખાસર કિહા ચીર, પેખિ કિહા અવની આભ / કિહા સસીહર નિં સીપનુ, દાતા યરપી અંતરો, કિહા રાવણ કિહા રામ, કવિ ઋષભ કહઈ દ્રષ્ટાંતરો //૭૬ // (૭) શ્લેષ અલંકાર ઢાલ || ૧૩ || ઋષભ કહઈ ગુરૂ તે ભલો, સહુ આરાધો તેહ // ર૫ // ઢાલ || ૧૯ || ઋષભ કહઈ રા રંક, કરમિં કોય ન મૂકઓ // ૯૩ // ઢાલ || ૭૮ || શાસ્ત્રમાં પૂર્ણ કહ્યા છઈ દોય, ઋષભ કહઈ તે સુણજયુ સોય / – // ૩૭// સકલ લોકહાં તે અવગણ્ય, ઋષભ કઇ નર તે કાંયયુ //૪//. આમ કવિ ઋષભદાસે ‘વ્રતવિચાર રાસ' કૃતિમાં વિવિધ શબ્દાલંકાર અને અર્થાલંકાર જેમ કે વર્ણાનુપ્રાસ, પ્રાસાનુપ્રાસ, લાટાનુપ્રાસ તેમ જ ઉપમા, રૂપક, વ્યતિરેક, દષ્ટાંત વગેરે અલંકારો નિરૂપણ કરી કાવ્યનું સૌંદર્ય વધાર્યું છે કે જે રસાનુભૂતિને વધારે છે. રૂઢિપ્રયોગો અને સુભાષિતો કવિ ઋષભદાસના કાવ્યમાં જોવા મળતાં રૂઢિપ્રયોગો અને સુભાષિતો લોકભોગ્ય તથા લોક-પ્રચલિત ભાષામાં છે કે જે એમની નિપુણતાનું અને એમના વિશાળ વાંચન તથા વિશિષ્ટ Page #240 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનનું સૂચક આપે છે. તત્કાલીન સમયમાં પ્રચલિત તેમ જ બોલચાલની ભાષામાં કેટલાંક રૂઢિપ્રયોગો અને સુભાષિતો અત્યારે પણ આપણને એ જ સ્વરૂપમાં અથવા થોડા બદલાયેલા સ્વરૂપમાં વપરાતાં જોવા મળે છે. લોકોનું વ્યાવહારિક જ્ઞાન વધે અને આચરણ શુદ્ધિ થાય એવા સચોટ તથા હૃદયસ્પર્શી સુભાષિતોનું કવિની કૃતિમાં નિરૂપણ થયું છે. આવા કેટલાંક રૂઢિપ્રયોગો અને સુભાષિતો નીચે પ્રમાણે છે. રૂઢિપ્રયોગો ઢાલ || ૨૩ || વ્યખ્યમી મંદિરમાહાં છતાં, માગણ ગયા નીરાસ / તેહની જનુની ભારિ મુઈ, ઊદરી વહયુ દસ માસ //૬૦ // અર્થાત્ ધન-લક્ષ્મી ઘરમાં હોવા છતાં માગણ નિરાશ થઈને પાછા ફરે ત્યારે તેની માતા શરમની મારી ઝૂકી જાય અને આવા કુપુત્રને જણીને દુઃખી થાય છે. આ વાંચતા સૌરાષ્ટ્રના લોકસાહિત્યમાં બોલાતો દુહો યાદ આવી જાય છે. જેમ કે, જેનો વેરી ઘાથી પાછો ગયો, અને માગણ ગયો નીરાસ, એની જનની ભારે મરી, એને ઊપાડ્યો નવ માસ.” ઢાલ || ૫૦ || ભાતિ પટોલઈ લુઢઇ લીહ, વચન થકી નવિ ચકઈ સીહ //૩૭ // અર્થાત્ પટોળ ફાટે પણ તેની ભાત જાય નહિ, તેમ ઉત્તમ પુરુષો વચનથી ફરે નહિ. અત્યારે પણ પ્રચલિત છે. જેમ કે ‘પડી પટોળે ભાત, ફાટે પણ ફિટે નહિ.' ઢાલ || ૫૦ || નીસરિઆ ગજ કેરા દંત, તે કિમ પાછા પઇસઈ તંત / – //૩૮ // ' અર્થાત્ હાથીના મુખમાંથી બહાર નીકળેલા દંતશૂળો તેના મોઢામાં કદી પાછાં જતાં નથી, તેમ ઉત્તમ પુરુષોની વાણી મોઢામાં પાછી જાય નહિ, બોલેલું ફરે નહિ. ઢાલ || ૫૦ | સહિતણી જગી એક જ ફાલ, પાછો વેગિ વલઇ તતકાલ // ૩૮ // ' અર્થાત્ સિંહ એક જ છલાંગ મારે છે અને તરત જ પાછો ફરી જાય છે. ઢાલ || ૫૦ || કુપરષ નરની વાચા અસી, જિમ પાણીમાં લીટી ધસી / અથવા કાચબ કેરી કોટ, ખ્યણમ્હાં કેતી દેતો ડોટ // ૩૯ // અર્થાત્ કુપુરુષનું વચન પાણીમાં તાણેલી લીટી જેવું હોય છે. અથવા કાચબાની ડોકની જેમ ક્ષણમાં અનેક વાર ફરે એવું હોય છે. આ ભાવનો “અબી બોલા અબી ફોક” એવો પ્રયોગ પ્રચલિત છે. ઢાલ || ૫૯ || ધન વૈવન યમ પીપલ પાન, ચેતો ચંચલ ગજનો કાન || ૬૫ ||. અર્થાત્ ધન અને યૌવન પીપળાના પાન જેવા નશ્વર છે તેમ જ હાથીના કાન જેવા ચંચળ છે. • સુભાષિતો સુભાષિત અર્થાત્ “સુહુભાષિત' એટલે સુંદર રીતે કહેવાયેલું. સુભાષિતમાં પ્રૌઢ ડહાપણભર્યા અને અર્થસભર વિચારો પ્રકટ કરવામાં આવે છે. એમાં બધા કાળમાં બધા લોકોને લાગુ પડે તેવા શાશ્વત વિધાનોનું પણ નિરૂપણ કરવામાં આવે છે. Page #241 -------------------------------------------------------------------------- ________________ કવિ ઋષભદાસે ‘વ્રતવિચાર રાસ’માં આવા શાશ્વત વિધાનોનું નિરૂપણ કરવા માટે સુભાષિતોનો આશરો લીધો છે. જેમ કે ઢાલ-૩૭ પંક્તિ નંબર ૨૪ થી ૨૯માં કવિ ચોમાસામાં ચાલવું, રાજાના આંગણામાં ટહેલવું, સાધુ સાથે દ્વેષ, નીચની સંગત, કુગુરૂ તેમ જ મારકણી ગાય વગેરે વસ્તુને છોડવાની વાત કરીને અંતે દયા વગરનો ધર્મ છોડવાનો ઉપદેશ આપે છે. ઢાલ || ૩૮ ||. હિંવરથી વછ ઊપજઈ રે, સસલાથી સહી હોઈ રે, જલધર વિન અને નીપજઈ રે, તો ધર્મ યા વિન હોય રે //૩૩ // કુપરખ બોલિં જે થીર રહઈ રે, સુપરખ લોપઇ લીહ રે / દયા વિના ધર્મ તો કહું રે, ઘાસ ભખઈ જે સીહ રે //૩૪ // ઘોડાથી વાછરડું. સસલાથી સિંહ, વરસાદ વિના અન્ન નીપજે, તેમ જ કુવચન સ્થિર રહે અને સુવચન નાશ પામે. વળી સિંહ ઘાસ ખાય તો દયા વિના ધર્મ હોય. આવા શાશ્વત વિધાનોનું નિરૂપણ કવિએ સુભાષિત દ્વારા કર્યું છે. તેમ જ ઢાલ-૩૯માં જેમ વૃદ્ધ સાથે ક્રીડા કરવાથી તરુણીનું યૌવન નષ્ટ પામે, સ્ત્રીસંગથી શીલ, તપથી દેહ ગળે, દૂર રહેવાથી પ્રેમ ઓછો થાય, વળી અગ્નિથી લાખ ગળે, બીજાના અવગુણ ગાવાથી ગુણ ગળે, તેમ દયા વગરનો ધર્મ નષ્ટ પામે, એવું જિનશાસનનું વચન છે. આમ કવિએ સુભાષિત દ્વારા ઉપદેશ આપ્યો છે. | કવીત || કરમિં રાવણ રાજ, રાહો ધડ સર્બિ ગમાયુ / કરમિનલ હરીચંદ, ચંદ કલંકહ પાયુ // પાંડુચુત વન પેખે, રામ ધણિ હુઓ વીયુગ મુજ મંગાયુ ભીખ, ભોજ ભોગવઇ ભોગ // અઈહીલા ઈસ નાગ્યુ, બ્રહ્મા ધ્યાનિં ચુક્યુ / ઋષભ કહઈ રા રંક, કરમિં કોય ન મૂકઓ //૯૩ // રાજા હોય કે રંક, કર્મ કોઈને મૂકતાં નથી, કરેલાં કર્મ ભોગવવાં જ પડે છે એવું શાશ્વત અકળ કર્મ-સિદ્ધાંતનું આલેખન કરી કવિ ઋષભદાસે છપ્પય છંદમાં સુંદર બોધ આપ્યો છે. આમ સુભાષિતો અને રૂઢિપ્રયોગો દ્વારા કવિ ઋષભદાસે લોક-વ્યાવહારિક જ્ઞાનની સાથે સાથે તાત્વિક બોધ આપ્યો છે. ઉપરાંત ઢાલ-૨૪, ૪૦, ૪૧, ૭૭માં ઉપદેશાત્મક સુભાષિતો પણ આલેખ્યા છે. હરિયાલી (સમસ્યા) હરિયાલી એ એક પ્રકારનું ગૂઢ અર્થવાળું કૂટ કાવ્ય છે. એને સંસ્કૃતમાં “સમસ્યા' અથવા ‘પ્રહેલિકા' કહે છે. ગૂઢાર્થતા હરિયાલીનું બીજ છે. હરિયાલી એ બુદ્ધિની કસોટી કરવા માટેનું એક કાવ્યમય સાધન છે. “શબ્દાનુશાસન’ની ટીકામાં ‘સમસ્યાનું લક્ષણ બતાવતાં કહ્યું છે કે, આ સમાસાથ પૂરળીયા વિરાપિરિક્ષાર્થમ પૂfજૈવ પત્રમાનાર્થ વા સા સમસ્યા અર્થાત્ જે સમસાથ એટલે જેનો અર્થ પૂર્ણ કરવાનો હોય છે, તે અથવા કવિની શક્તિની પરીક્ષા કરવા માટે તેને અપૂર્ણ અર્થનું વાક્ય Page #242 -------------------------------------------------------------------------- ________________ આપવામાં આવે છે, તેને સમસ્યા કહે છે. શ્રી હીરાલાલ કાપડિયાના મતે હરિયાલી શબ્દાલંકારનો એક પ્રકાર રૂપ છે. કોઈક ધાર્મિક, આધ્યાત્મિક તત્ત્વ, વસ્તુવિચારને ચમત્કારિક સમસ્યા રૂપે રજૂ કરતી આ હરિયાલીઓ ઉચ્ચ સ્તરનો બૌદ્ધિક આનંદ આપી જાય છે. - કવિ ઋષભદાસ પણ ‘વ્રતવિચાર રાસ' કૃતિમાં બુદ્ધિની કસોટીરૂપે આવી સમસ્યાઓનું આલેખન કરી શ્રોતાગણની બુદ્ધિમત્તાની કસોટી ઢાલ-૧૭ પંક્તિ નંબર ૭૧ થી ૭૩, ઢાલ-૫૫ પંક્તિ નંબર ૨૦ થી ૨૩, તેમ જ ઢાલ-૫૯ પંક્તિ નંબર ૭૧ થી ૭૪ કરે છે. એ સમયે આવી હરિયાળીથી લોકોનું મનોરંજન થતું હતું. એ હેતુથી કવિ ઋષભદાસે અહીં * ઉપર્યુક્ત સમસ્યાનું આલેખન કરી તેમની વિચક્ષણતા અને બૌદ્ધિક ઉચ્ચતાનું દર્શન કરાવ્યું છે. છંદ રચના ૧) છંદ એટલે લઘુ-ગુરુ અક્ષરો અને તેની માત્રાઓને અનુસરી પદબંધ કરેલ વાક્ય. ૨) નિયમિત માપથી મર્યાદામાં રહી મનને આનંદ આપનારી ક્રમબદ્ધ વાણી કે કાવ્ય. ૩) અક્ષર કે માત્રાના મેળથી બનેલી કવિતા, તાલ કે લયબંધ શબ્દની ગોઠવણી. કવિ ઋષભદાસ વિવિધ છંદોની રચના કરવામાં કુશળ છે. એમણે પોતાની આ કૃતિમાં દુહા, ચોપાઈ, ગુટક વગેરેમાં માત્રામેળ છંદોનો ઉપયોગ કર્યો છે. તો કવિત્ત જેવા છપ્પય છંદનો પણ પ્રયોગ કર્યો છે પરંતુ પ્રધાનતા માત્રામેળ છંદોની જ છે. કવિએ મોટે ભાગે ચોપાઈ અને દુહા છંદનો પ્રયોગ કર્યો છે. જે નીચે પ્રમાણે છે : (૧) છપ્પય છંદ (કવિત્ત) (સં.) ષટ્ (છ) + પદ (ચરણ) પુ. પિંગળ. છ ચરણ અથવા પદનો એક વિષમજાતિનો (માત્રામેળ) છંદ તેને છપ્પય છંદ કહેવાય જેની ઢાલ- ૧૭ પંક્તિ નંબર ૭૬, ઢાલ- ૧૯ પંક્તિ નંબર ૯૩, ઢાલ- ૨૨ પંક્તિ નંબર ૨૨, ઢાલ- પર પંક્તિ નંબર ૬૯માં પ્રતીતિ થાય છે. (૨) માત્રામેળ છંદ જેમાં ઓછી વધારે માત્રા ઉપર પદબંધનો આધાર હોય તેવા છંદ. દુહા, ચોપાઈ, ગુટક, કુંડળિયા, સોરઠા, સવૈયા વગેરે માત્રામેળ છંદ કહેવાય. જેમ કે, દુહા : ૫. (પિંગળ) એક અર્ધ સમજાતિ માત્રામેળ છંદ. તેના દોહા, દોહરા વગેરે નામ છે. જેમ કે, ઢાલ || ૧૩ || કાજ સકલ સીઝઈ સહી, જે ગુરૂ વંદઈ પાય | ગુરુ ગુણવંતો તે કહુ, પરીસર્ચ ન દોહોલ્યુ થાય //ર૪ // ઢાલ || ૧૭ || એણઈ દ્રષ્ટાંતિ પરિહરો, અનિ દેવ અસાર / કાંમ ક્યુરોધ મોહિ નડ્યા, તેહમાં કમ્યુ સકાર //૭૭ // ઢાલ || ૩૬ // ધર્મ ક્યા વિન તુ તજે, ઊહિં નાગરવેલિ / ભમરઈ જિમ ચંપક યુ, પીછ તજ્યાં જિમ ઢેલિ //૧૮ // ચોપાઈ : (સં. ચતુષ્પદી) ૫. (પિંગળ) ચાર ચરણનો એક સમજાતિ છંદ ચોપાઈ છંદ કહેવાય. જે ઢાલ-૨૧ પંક્તિ નંબર ૯ થી ૧૨, ઢાલ- ૫૯ પંક્તિ નંબર ૬૨ થી ૬૫ દ્વારા સમજાય છે. Page #243 -------------------------------------------------------------------------- ________________ ત્રુટક : એટલે ટોટક, સમવૃત્ત છંદ. વર્ણમેળ છંદનો પ્રકાર, જેની નીચેની પંક્તિઓમાં પ્રતીતિ થાય છે. ઢાલ || 9 || - રાય બુઝઈ રવિ સરીખુ, ભામંડલ પૂર્દિ સહી / જોઅણ સવાસો લગઈ ભાઈ રોગ નસચઈ તે નહી // સકલ વઈર પણિ વિલઈ જઈ સાતઈ ઈત સમંત રે / મારિ સરગી નહીએ નિશ્ચઈ, અતીવ્રષ્ટી નવી હેત રે //૬૨ // અનવૃષ્ટી નહી જિન થકઈ, દૂર્ભખ્ય નહીઅ લગારો / સ્વચક પરચક ભઈ નહી, એ ગુણ જુઓ અગ્યારો // આમ કવિ ઋષભદાસે ‘વ્રતવિચાર રાસ' કૃતિમાં છપ્પય છંદ તેમ જ માત્રામેળ છંદમાં ચોપાઈ, દુહા, ગુટક વગેરે વિવિધ છંદોનો ઉપયોગ કરી રાસની સુવ્યવસ્થિત રચના કરી છે. વિવિધ દેશીઓ તેમ જ વિવિધ રાગોની રચના દેશી અનેકાર્થક શબ્દ છે. તેના સાત અર્થ ગુજરાતી જોડણી કોશમાં આપ્યા છે. પ્રથમ પાંચ અહીં અપ્રયોજનભૂત છે અને છેલ્લા બેના અર્થ નીચે મુજબ છે, (૧) સંગીતના પ્રકારમાંનો એક પ્રકાર. (૨) સંસ્કૃત નહિ પણ પ્રાકૃત છંદ કે પદ્યરચના. દેશી : દેશના ઢાલ, વલણ, ચાલ, એમ જુદા જુદા નામ છે. તે માત્રામેળ તેમ જ લોક પસંદ ગીતના ઢાળમાં જુદા જુદા રાગમાં ગવાય છે. કનકસુંદર સં. ૧૬૧૭માં રચેલા “હરિચંદ્ર રાસના અંતે કહે છે કે, રાગ છત્રીરો જજુઆ, નવિ નવિ ઢાલ રસાલ, કંઠ વિના શોભે નહીં જવું નાટક વિણ તાલ. ઢાલ ચતુરા મ ચુકો, કહેજો સઘલા ભાવ, રાગ સહિત આલાપજો, પ્રબંધ પુણ્ય ભાવ. કવિ ઋષભદાસે તે વખતના લોકપ્રિય અને લૌકિક ગીતોની લઢણમાં અનેક નવી નવી દેશીઓ રચી છે. તેમણે પોતાની આ કૃતિ તાલબદ્ધ રાગમાં ગાઈ શકાય તે માટે વિવિધ પ્રકારની દેશીઓમાં રચી છે. એમની આ કૃતિમાં ઓછામાં ઓછી ૪૯ જેટલી દેશીઓનો પ્રયોગ થયો છે. જેમ કે, ૧) એક દીન સાર્થપતી ભણઈ રે, ૨) નંદનકુ ત્રીસલા હુલરાવઈ, ૩) મનોહર હીરજી રે, ૪) પ્રણમી તુમ સીમંધરુજી, ૫) ચાલી ચતુર ચંદ્રાનની, ૬) નવરંગ વઈરાગી લાલ, ૭) ભાવિ પટોધર વિરનો અને ૮) સાસો કીધો સાંભલીઓ વગેરે લોકભોગ્ય દેશીઓનો પ્રયોગ કર્યો છે. તેવી જ રીતે કેટલીક ઢાળોમાં એક જ ઢાળને ગાવા માટે બબ્બે દેશીઓનો નિર્દેશ કરવામાં આવ્યો છે. જે કવિની સંગીત વિશારદતા સિદ્ધ કરે છે. જેમ કે, ઢાલ ||૪રા (૧) દેસી. જે રઈ જન ગતિ સ્મૃભુની // રાગ મલ્હાર // (૨) દેસી. બીજી કહેણી કરણી / તુઝ લિણિ સાચો // Page #244 -------------------------------------------------------------------------- ________________ ઢાલ || ૭૬ || દેસી. વીવાહલાની ।। બીજો ઊધાર જાણીઈ।। એ ઢાલ || રાગ : હૃદયને આનંદ આપે તેવા સ્વરોના સમુહને રાગ કહે છે. ગેયતાનો આધાર રાગ છે. રાગિણી : રાગની સ્ત્રી. મિશ્ર રાગ. કોમળ સૂરવાળા જુદા જુદા રાગનાં મિશ્રપદોવાળી મધુર રચના. રાગનુ વર્ગીકરણ જુદા જુદા આચાર્યોએ જુદી જુદી રીતે કર્યું છે. પ્રસિધ્ધ રાગ-રાગિણીઓની સંખ્યા ૪૫ જેટલી ગણાય છે. કવિ ઋષભદાસે આ દેશીઓમાં ગોડી, કેદારો, મેવાડો, શામેરી, રામગ્યરી, સાર્ટીંગ, મારુ, પરજીઓ, મલ્હાર, હુસેની વગેરે ૧૮ રાગ-રાગિણીઓનો ઉપયોગ કર્યો છે. જે તેમની સંગીતજ્ઞતાનું જ્ઞાન કરાવે છે. તેમ જ ક્યાંક ક્યાંક એક ઢાળને ગાવા માટે બે, ત્રણ રાગોનો નિર્દેશ કરવામાં આવ્યો છે. જેમ કે, ઢાલ || ૩ || ઢાલ || ૪૫ || ઢાલ || ૬૬ || આંચલી : એક પ્રકારની રાગિણી. ફરી ફરીને ગવાતી કડી. ટેક, આંચણી, ગાયનનો વારંવાર આવતો ભાગ જેમ કે અસ્તાઈ, ટેક, મહોરો. જે નીચેની પંક્તિમાં પ્રતીત થાય છે. ધર્મરત્ન નિં યુગિ કહી જઇ, જસ ગુણ એ એકવીસો રે । ઢાલ || ૫ || છિદ્રરહીત જે શ્રાવક હોઈ, તસ ચર્ણે મુઝ સીસો રે ।।૪૦।। ધર્મર્ત્ય નિં યુગિ કહીજઇ. આંચલી. ।। આમ કવિ ઋષભદાસે ‘વ્રતવિચાર રાસ’ કૃતિની દરેક ઢાળમાં વિવિધ પ્રકારની દેશીઓ સાથે વિવિધ રાગ-રાગિણીઓનું આલેખન કરી કૃતિને મધુર સંગીતથી ભરી દીધી છે. કવિની શૈલી દેસી / ભોજન ધો વીરભામનિ રે । રાગ કેદાર ગોડી ।। દેસી. એમ વ્યપરીત પરૂપતાં ।। રાગ. અસાઓરી સીધુઓ // દેસી. પારધીઆની || રાગ. કેદાર ગોડી ।। ભારતીય કાવ્ય સિદ્ધાંતમાં કહ્યું છે કે, કવિનું યશઃ શરીર અક્ષય છે. કેમ કે એનું વાણીરૂપ સર્જન એમની કવિતા અમર છે. કવિતા તો માનવ જીવનનું સાર તત્ત્વ છે. માનવ જીવનની ઊર્મિઓ, અભિલાષાઓ, મહેચ્છાઓ અને નિરાશાઓની એ આહ્લાદક અને પ્રેરક ગાથા છે. કવિ ઋષભદાસની શૈલી વૈવિધ્યમયી, સાદી, સરળ, સંક્ષિપ્ત, મધુર અને સ્પષ્ટાર્થ છે. કવિએ આ કૃતિમાં નિરર્થક શબ્દો, નિરર્થક વિશેષણો કે નિરર્થક અવયવોનો પ્રયોગ કર્યો નથી. એમણે પ્રસાદમયી ભાષા, સરલ ભાવાભિવ્યક્તિત, રસપૂર્ણ સંવાદો અને સુબોધ અલંકારો તથા છંદોના પ્રયોગથી કૃતિને હૃદયગમ્ય બનાવી છે. ‘વ્રતવિચાર રાસ’ કૃતિ સંસ્કૃત, પ્રાકૃત ગ્રંથોના આધારે રચી હોવા છતાં, તેની ભાષા શૈલી સરળ છે. તેમની શૈલી વાગાડંબરવિહીન, મધુર અને અસંદિગ્ધ તથા શુદ્ધ હોવાથી સામાન્ય કોટિની વ્યક્તિ પણ એનું યથાર્થ રસપાન કરી શકે તેવી છે. એમની આ કૃતિમાં સમાસોનો પ્રયોગ પણ બહુ જ ઓછો થયો છે. કવિ ઋષભદાસની વિષય પ્રતિપાદનની શૈલી આલોચનાત્મક, વ્યાખ્યાત્મક અને ભાવનાત્મક = ૧૨૨૩ Page #245 -------------------------------------------------------------------------- ________________ છે. કવિએ અનેક સ્થળે મુખ્ય વિચારને પુષ્ટ કરવા માટે કથાનુયોગનાં દષ્ટાંતો આપ્યાં છે. એમાં એમની સંક્ષિપ્ત લેખનશૈલીનાં દર્શન થાય છે. - કવિ ઋષભદાસે આ કૃતિમાં મુખ્ય વિષયનું નિરૂપણ કરતાં કરતાં વચ્ચે દષ્ટાંત કથાઓ મૂકી છે. જોકે આવી શૈલી શિથિલતાનું સૂચક છે, પણ તત્કાલીન સમયમાં રચાતાં રાસા કાવ્યો અને એવાં કાવ્યોમાં શ્રોતાઓની રસવૃત્તિ સંતોષવાનું કાર્ય તેમ જ આ પ્રકારની રચનાઓ દ્વારા લોકોને વિવિધ વિષયોનું જ્ઞાન આપવાનું પ્રયોજન એવી શૈલી વડે જ સિદ્ધ થતું હોઈ, સામાન્ય લોકો માટે તો એ રોચક અને ચિત્તાકર્ષક જ લાગે છે. આ આખી કૃતિ અંત્યાનુપ્રાસમય ભાષામાં હોવાં છતાં પણ ક્યાંય શૈલીનો પ્રવાહ મંદ કે નષ્ટ થયો નથી. એ કવિની મુખ્ય વિશેષતા છે. અંત્યાનુપ્રાસમય ભાષા કવિને કેટલી હસ્તગત હશે તે જાણી શકાય છે. કવિની સીધી, સરળ અને સરસ સંવાદોવાળી શૈલી એમની આ રચનાને શણગારે છે. ભિન્નભિન્ન મતવાદીઓની સંવાદગ્રંથિત શૈલી પરોક્ષ રહેલાં પાત્રોનું પણ મનઃ સૃષ્ટિમાં પ્રત્યક્ષ દર્શન કરાવે છે. જેમ કે, ઢાલ || ૧૮ || ઈશ્વર વ્યંગ પૂજવતો, નહી કો તેહનિ તોલ્ય / ઈશ્વર વાદી યમ કહઈ જઈને વીચારી બોલ્ય //૮૫ // જઈને કહઇ તુ શઈવ સુણિ, કરતા હરતા કર્મ | બ્રહ્મા સ્યુ રજડસઈ, સ્યુ સંધારઈ ભ્રમ //૮૬ // તેમ જ કવિએ ઢાલ- ૨૮, ૨૯, ૩૦માં ભિન્ન ભિન્ન મતવાદીઓના ખંડનમંડન સંવાદ શૈલીમાં વિસ્તારથી આલેખ્યા છે. એકંદરે કવિ ઋષભદાસની શૈલી સરલ, સુગમ્ય, સહજ સાધ્ય, પ્રૌઢ, મધુર અને અર્થગાંભીર્યવાળી કહી શકાય. કવિની ભાષા મધ્યકાલીન ૧૬/૧૭મી સદીમાં ગુજરાતી ભાષામાં રચાયેલી કવિ ઋષભદાસની આ કૃતિ અનુપમ છે. એમની આ રચનામાં પ્રાકૃત-મિશ્રિત જૂની ગુજરાતી (અપભ્રંશ), બોલચાલની ભાષાનો પ્રયોગ જોવા મળે છે. આ રીતે વિવિધ સરળ ભાષાઓના પ્રયોગથી એમની કૃતિમાં એક પ્રકારની વાસ્તવિકતા જોવા મળે છે. વળી પાત્રાનુરૂપ ભાષા પ્રયોગથી કાવ્યમાં આવતા વિવિધ સંવાદો સજીવ લાગે છે. | ઋષભદાસની કાવ્યકૃતિમાં અભિધા, લક્ષણા અને વ્યંજના શબ્દ શક્તિઓના સમુચિત પ્રયોગથી સજીવતા અને ચિત્રાત્મક્તા આવે છે. તેમ જ નિશ્ચયાર્થક બોધ કરાવવામાં સફળ રહ્યા છે. તો વળી તેમની કૃતિમાં ભાષા સૌંદર્યની દષ્ટિએ માધુર્યાદિ ગુણોના મહત્ત્વને પ્રાધાન્ય અપાયું છે. કવિની ભાષાનું અદ્ભુત આકર્ષણ એમની ભાવાભિવ્યક્તિની સ્વાભાવિકતા પ્રભાવોત્પાદકતા છે. કોમલ મધુર પદાવલી અને સરસ અલંકાર યોજના તથા સુભાષિતો એમની ભાષાને સમૃદ્ધ બનાવે છે. Page #246 -------------------------------------------------------------------------- ________________ એમની ભાષા વૈભવનું એક અંગ એમની કહેવતો અને રૂઢિપ્રયોગો પણ છે. પ્રચલિત કહેવતોના ઉપયોગથી એમની ભાષાની વ્યંજનાશક્તિમાં વૃદ્ધિ થાય છે. શબ્દવૈભવ - સમાસો બે અથવા બેથી વધુ પદોને વિભક્તિ વગેરેનો લોપ કરી, સંક્ષિપ્ત કરી ભેગાં કરવા તેને સમાસ કહેવામાં આવે છે. જે શબ્દોના મેળથી સમાસ બને છે, તે શબ્દોને સમાસખંડ કહે છે. જે શબ્દો દ્વારા સમાસ બને છે, તે બધા શબ્દોનું બળ સમાન બન્યા પછી એક સરખું રહેતું નથી પરંતુ તેમાંથી કોઈ શબ્દનો અર્થપ્રધાન બની જાય છે અને બીજા શબ્દો તે અર્થને પુષ્ટ કરે છે. અપેક્ષા ભેદથી સમાસના દ્વન્દ્ર વગેરે સાત ભેદ છે. વ્રતવિચાર રાસ' કૃતિમાં આવતા સમાસો નીચે પ્રમાણે છે, ઢાલ કડી કૃતિમાં શબ્દ અર્થ સમાસ જિનધર્મ જિનનો ધર્મ તપુરુષ સમાસ નવપદ નવ પદોનો સમૂહ દ્વિગુ સમાસ જિનસ્વર જિન એવા ઈશ્વર કર્મધારય સમાસ અરીહંત અરી ને હણનાર કર્મધારય સમાસ ભુપાલ ભૂને પાળનાર કર્મધારય સમાસ જગવીખ્યાતા જગમાં વિખ્યાત તપુરુષ સમાસ કવિજન કવિ એવો જન કર્મધારય સમાસ નશદીસો નશ અને દીસ દ્વન્દ સમાસ ચંદમુખી ચંદ જેવી મુખી કર્મધારય સમાસ દસ વધ્ય દસ વિધિનો સમૂહ દ્વિગુ સમાસ અણોદર અણ અને ઉદર દ્વન્દ્ર સમાસ નવવિધ્ય નવ પ્રકારે દ્વિગુ સમાસ ગુણાણરાગી ગુણનો અનુરાગી તપુરુષ સમાસ મૃગપતિ મૃગનો પતિ તપુરુષ સમાસ ચંપકગંધ ચંપક એવી ગંધ કર્મ ધારય સમાસ સુસારો વધારે સારો અવ્યયીભાવ સમાસ સારી ગંધ અવ્યયીભાવ સમાસ પરમેસ્વર પરમ એવા ઈશ્વર કર્મધારય સમાસ સીવમંદિર સીવનું મંદિર તપુરુષ સમાસ જિનમંદિર જિનનું મંદિર તપુરુષ સમાસ પંચાચાર પાંચ આચારનો સમૂહ દ્વિગુ સમાસ ત્રણિગુપતિ ત્રણ ગુપ્તિનો સૂમ દ્વિગુ સમાસ w " - 8 8 છે જે , - - - સુગંધી ૪ & * * * Page #247 -------------------------------------------------------------------------- ________________ ૯૪' સુરપતિ પંચસુમતિ પાંચ સમિતિનો સમૂહ દ્વિગુ સમાસ યુગપ્રધાન યુગમાં પ્રધાન તપુરુષ સમાસ ત્રીભોવન ત્રણ ભુવનનો સમૂહ દ્વિગુ સમાસ કનકકલશ કનક નો કલશ તપુરુષ સમાસ ફુગુરુ ખરાબ ગુરુ અવ્યયીભાવ સમાસ સુગુરુ સારા ગુરુ અવ્યયીભાવ સમાસ સુવિહિતા સારું (શાસ્ત્ર) કહેનાર અવ્યયીભાવ સમાસ ત્રીભોવન નાયક ત્રણ ભુવનનો નાયક દ્વિગુ સમાસ વિષધર વિષને ધરનાર કર્મધારય સમાસ ઊત્તમ કુળ ઉત્તમ એવો કુળ કર્મધારય સમાસ સુરનો પતિ કર્મધારય સમાસ જલચર જલમાં રહેનાર તપુરુષ સમાસ થલચર સ્થલમાં રહેનાર તપુરુષ સમાસ નગરલોક નગરના લોકો તપુરુષ સમાસ સદારા પોતાની પત્ની અવ્યયીભાવ સમાસ ૮૦ જલધર જલને ધારણ કરનાર કર્મધારય સમાસ ૫૪ ૮૩ કલપતરુ કલ્પ એવો તરુ કર્મધારય સમાસ ૬૮ ૪૬ કુવણજ ખોટો વેપાર અવ્યયીભાવ સમાસ કવિ ઋષભદાસે પોતાની કૃતિ “વ્રતવિચાર રાસ’માં ઉપર્યુક્ત સમાસ શબ્દો પ્રયોજીને કૃતિને વૈભવી બનાવી છે. પર્યાયવાચી શબ્દો એક જ શબ્દ અનેક અર્થમાં અને એક જ અર્થમાં અનેક શબ્દોનો પ્રયોગ કરવા માટે પર્યાયવાચી શબ્દોનો કવિ ઋષભદાસે વ્રતવિચાર રાસ' કૃતિમાં બહુ જ સરળ ભાષામાં પ્રયોગ કર્યો છે. આમ એકમાં અનેકતા દર્શાવી કવિ પોતાની લેખનકળાની આગવી પ્રતિભાની ઝાંખી કરાવે છે. કવિ ઋષભદાસે ‘વ્રતવિચાર રાસ' કૃતિમાં “ભગવાન” શબ્દ માટે જુદા જુદા શબ્દોનો પ્રયોગ કર્યો છે. જેમ કે, શબ્દ ઢાલ કડી શબ્દ કડી જિનરાય બ્રહ્મા ૭૯ શ્રી ભગવંત શ્રી દેવ ઈશ્વર શ્રી અરિહંત શંકર વીણુ ૭૯ - ૭૯ ८४ Page #248 -------------------------------------------------------------------------- ________________ જિન અરીઆ જિનવર પ્રભુ જગીસ પરમેસ્વર જિનરાજ તીર્થંકર જિનવીરો કેવલી ઈસ ૬ ૬ ૬ ૬ ७ ७ ८ ૯ ૧૫ ૫૩ ૧૬ ૬૬ ૧૭ ૭૩ આમ કવિ ઋષભદાસ આ કૃતિમાં ‘ભગવાન' શબ્દના ઓગણીસ પર્યાયવાચી શબ્દો આલેખી તેમની શબ્દ શક્તિનો પરિચય કરાવે છે. મોક્ષ–સિદ્ધ માટે વપરાયેલ વિવિધ શબ્દો ઢાલ કડી ૫ ૪૮ ૬ ૫૯ ७२ ૨૩ २७ ४० ૪૩ ૬૫ શબ્દ પર્મ પદ સીવપૂર સીવમંદિર ૯ સીઝઈ ભવકાજો ૧૩ મુગતિ ૧૪ મોક્ષ ક્રૂઆરી ૧૪ સિઘ ૧૪ ભવપાર ૧૬ ૫૩ ૫૩ ૫૪ ૫૬ સતમ નરગ ચ્યારે ખાંણ્ય દૂર્ગતિ દૂર્ગતિ નારી નીગોર્ટિં નરક માટે પર્યાયવાચી શબ્દો શબ્દ નારકી નર્યું ઢાલ ૨૦ ૨૦ ૨૦ ૨૧ ૨૩ ૨૫ ૨૬ ૭ ૭ % જ કડી ૯૬ ૯૬ EE ૧૬ ૪૨ ૭૬ ક્રીષ્ણ જિણંદો ૮૨ સનાથ સ્વામી વીર ત્રીભોવન નાયક ત્રીભોવન ધણી યગનાથ શ્રી જિનદેવિં પરમ પુરુષ ભગવંત્ય શબ્દ સિદ્ધપુરી મોક્ષ સીવગામ્યું મુગતિ પોલિ મુગતિ કોટ મોક્ષ ક્રૂઆર્ય સીધ નગરી મુખ્ય દૂઆરિ મુગતિ ૧૯ ૨૦ ૨૩ ૩૦ ૩૨ ૩૨ ૩૬ ૩૯ ૪૯ ૬૬ શબ્દ ગતિય્યાર સાતે નરગે સતમ નગિ ચ્યોહો ગતિ ચોગતિ નર્ગગતિ સાતમિઈં ઢાલ ૨૩ ૨૪ ૨૭ ૩૩ ૩૩ પર ૬૫ ૬૬ ७४ ૯૧ ૯૫ ૪૪ ૪૯ ૬૨ ૬૩ ૯૭ ४० ૨૨ ૧૭ ઢાલ ૪૪ ૪૫ ४८ ૫૦ ૫૧ પર ૫૫ કડી ૪૫ ૬૯ ૯૪ ૬૭ ૬૮ ૫૮ ૧૬ ૨૭ ८०० કડી ७२ ૮૬ ૧૦ ૨૯ ४८ ૬૯ ૬૦૦ Page #249 -------------------------------------------------------------------------- ________________ નરિંગ નર્ગ મન, ચીત, હૈયું-હૃદય માટેના પર્યાયવાચી શબ્દો શબ્દ ચીત મન અંત મન્નો હઈઈ રીદઈ મિન હઇડઇ સંખ્યાવાચક શબ્દો એક પહેલું ૨૮ ૨૮ બે બીજું ત્રણ ત્રીજું ચાર .ચોથું પાંચ પાંચમું છ છઠ્ઠું સાત સાતમું ઢાલ 3 ૪ ૪ ८ ८ કડી ૨૯ ૩૦ ૩૯ ૬૯ ૭૧ ૪ ૩૬ ४७ કવિ ‘મોક્ષ’ શબ્દના સોળ પર્યાયવાચી, ‘નરક' શબ્દના અઢાર, તેમ જ મન, હૈયું આદિ શબ્દ માટે પંદર પર્યાયવાચી શબ્દો આલેખી, તેમના વિશાળ જ્ઞાનનું દર્શન કરાવે છે. સંખ્યાવાચક શબ્દોમાં વિવિધતા. ૧૨ ૧૪ ૧૪ એક-૨૬-૮૪ પ્રથમઈ-૭-૬૧ યુગલ-૩-૨૯ બીજઇ-૫-૪૧ ત્રણી-૧-૨ ત્રીજઇ-૧૦-૮૬ ચ્યા-૭-૬૧ ચોથું-૨૧-૧૦ પાંચ-૨૬-૮૭ પાંચઈ-૧૦-૯૩ ૨ ૩૦૦ છઇ-૧૬-૬૩ છઠ્ઠો-૫-૪૨ સાત-૫-૪૨ દૂરગતીખાઈ દૂર્ગતી ખાણ્ય શબ્દ મન્ય મની હઇઉં અંતિ ૫-૨૩-૨૬ છઠ્ઠું-૬૨-૯૫ સતમ-૨૦-૯૯ સાતમિઇ-૫૫-૬૦૦ સાતઇ-૭-૬૨ મંનંહ હિઓ રીદઅ ૬૫ ૭૧ વપરાયેલા શબ્દ-ઢાલ નંબર-કડી નંબર ઢાલ ૨૩ ૩૧ પર ૫૫ ૫૫ ७४ ૭૬ પઇહઇલો-૧૪-૨૭ પહઇલું-૧૦-૮૭ દોય-૨૨-૨૨ બીજો-૪૨-૫૪ ત્રવધિ-૨૦-૪ દો-૨૩-૨૭ બીજું-૩૫-૮૫ ત્રણે-૬-૫૧ ત્રીજો-૧૨-૧૦૦ ત્રીજું-૨૧-૧૦ ચોથ-૩૦-૪૧ ચોથઇ-૧૦-૮૭ પંચ-૧૧-૯૩ પાંચમ-૩૦-૪૧ ૨૨૮ → ૧૩ ૭૧ કડી ૭૪-૩૦-૪૧ છઠ્ઠી-૨૨-૧૯ સપત-૬૨-૯૧ ^^ $ & & પર પહઇલો-૨૮-૯૭ પિહઇલો-૪૨-૫૪ બીજામાં-૫૧-૫૪ તીન-૭-૬૪ ચોથો-૪૨-૫૫ ચોથી-૩૫-૮૭ પંચમ-૨૩-૪૯ પચ-૨૦-૨૦૦ પાંચમઇ-૫૯-૬૨ પાંચમું-૨૧-૧૧ સાતિ-૨૩-૫૨ Page #250 -------------------------------------------------------------------------- ________________ આઠિ-૯-૭૬ આઠઈ-૮-૬૮ આઠ આઠ-૭-૬૬ અઠમ-૪૨-૫૬ અષ્ટમ-૭૦-૬૫ આઠમ્ય-૫૮-૫૯ આઠમું આઠમઇ-૧૦-૮૦ આઠમું-૭૧-૬૭ આઠમો-૫૯-૭૦ નવ નવઇ–૫૯-૬૩ નવ-પ૭ક-પર નોમુ-૭૧-૮૩ નવમું નવમઇ-૧૦-૮૧ નોમો-૪૨-૫૭ દસ દસ-૪-૩૦ દસમું દસઇ-- ૬૩-૯૮ દસમઈ-૧૦-૮૧ દસમું-૭૩-૯૫ અગિયાર અગ્યાર-૭-૬૧ અગ્યારો-૭-૬૩ અગિયારમું અગ્યારમું-૭૪-૮૦૦ બાર બાર-૭-૬૧ બારે-૪-૩૧ બારમું બારઈ-૪-૩૨ બારમું-૭૫-૧૧ તેરમું તેરમઈ-૧૦-૮૧ ચૌદ ચઉદ-૧૨-૫ ચઉદશ-૩૦-૪૨ ચૌદમું ચઉદઇ-૬૪-૫ પંદર પનર-૭૦-૬૪ પૂન્યમ-૩૦-૪૧ સોળમું સોલસમો-૫-૪૫ સત્તર સતર-૨૩-૪૪ અઢાર અઢાર-૬-પર વીસ વીસ-૧૦-૮૪ એકવીસ એકવીસ-૫-૪૮ એકવીસો-૫-૪૦ એકવીસમું એકવીસઈ-૪-૩૯ બાવીસ બાવીસ-૧૩-૨૫ બાવીસમું બાવિસઈ-૧૪-૫૧ બાવીસઇ-૬૬-૧૭ સત્તાવીસ સત્તાવીસ-૧૬-૬૨ બત્રીસમું બત્રીસુ-૬૭- ૨૮ બત્રીસઈ-૬૫-૧૫. ચોત્રીસ ચોતીસ-૬-૬૦ ચોત્રીસમું ચોતીસો-૬-પર પાંત્રીસ પાતીસ-૨૮-૯૮ પાંત્રીસમું પાંતીસો-૬-પર છત્રીસમું છત્રીસઈ-૧૦-૯૨ છગ્રેસે-૮૦-૫૬ પિસ્તાલીસ પીસ્તાલીસ-૧૨-૧૦૦ Page #251 -------------------------------------------------------------------------- ________________ કવિ ઋષભદાસે ‘વ્રતવિચાર રાસ' કૃતિમાં સંખ્યાવાચક શબ્દો માટે પણ વિવિધ શબ્દો આલેખ્યા છે, કે જે વિવિધતા સભર શબ્દશક્તિનું દર્શન કરાવે છે. ઋષભદાસનું કવિ તરીકેનું મૂલ્યાંકન ઋષભદાસ વિરચિત “વ્રતવિચાર રાસ' કૃતિની સાહિત્યિક સમીક્ષા દ્વારા ઋષભદાસનું કવિ’ તરીકેનું મૂલ્યાંકન કરતાં તેમનામાં રહેલી એક કવિ પ્રતિભાની પ્રતીતિ એમના આ સર્જનમાં રહેલાં અનેક વિવિધ પાસાંઓ દ્વારા થાય છે, જે નીચે પ્રમાણે છે : (૧) પાત્રાલેખન કવિ ઋષભદાસની આ કૃતિમાં વિવિધ પાત્રોનું આલેખન સચોટ તેમ જ વિષયને અનુરૂપ થયું છે. એમની રચનામાં આવતાં પાત્રો સજીવ, સ્વાભાવિક અને પ્રતિકાર છે. તેમણે પુરુષ પાત્રોની જેમ સ્ત્રી પાત્રોનું તેમ જ પ્રાણી માત્રનું આલેખન કરી સુંદર બોધ આપ્યો છે. (૨) ચરિત્ર ચિત્રણ વિવિધ આગમિક ચારિત્રોનું ખૂબ જ ટૂંકાણમાં આલેખન કરી કવિએ પોતાનું કૌશલ દાખવ્યું છે. (૩) રસ નિરૂપણ કવિ ઋષભદાસ તાત્વિક કૃતિમાં પણ પ્રાયે કરીને બધા રસ નિરૂપણ કરવામાં સફળ રહ્યા છે અને કૃતિના અંતે ઉપશમ ભાવનું આલેખન કરી શાંત રસનું નિરૂપણ કર્યું છે. (૪) કવિની શૈલી કવિની સીધી, સરળ અને સરસ સંવાદોવાળી શૈલી એમની રચનાને શણગારે છે. ઉત્કૃષ્ટ બનાવે છે. ઋષભદાસની વિષય પ્રતિપાદનની શૈલી આલોચનાત્મક, વ્યાખ્યાત્મક અને ભાવનાત્મક છે. આ કૃતિમાં અંત્યાનુપ્રાસમય ભાષા હોવા છતાં પણ ક્યાંય શૈલીનો પ્રવાહ મંદ કે નષ્ટ થયો નથી. એ કવિની આગવી વિશેષતા છે. (૫) કવિની ભાષા કવિની આ કૃતિમાં મધ્યકાલીન અપભ્રંશ ગુજરાતી ભાષાનો પ્રયોગ થયો છે. એમણે બોલચાલની ભાષાનો પણ ઉપયોગ કર્યો છે. તેમ જ કહેવતો, રૂઢિપ્રયોગો અને સુભાષિતો એમની ભાષાને સમૃદ્ધ બનાવે છે. (૬) અલંકાર યોજના | ઋષભદાસની આ કૃતિમાં અલંકારોનો પાંડિત્ય પ્રદર્શન માટે પ્રયોગ કરવામાં નથી આવ્યો પરંતુ એ સહજાસહજ આવી ગયા છે. એમણે પોતાની અલંકાર યોજનામાં સ્વાભાવિકતા અને . પ્રભાવોત્પાદકતાનો નિર્વાહ કરવામાં પૂર્ણ સફળતા મેળવી છે. (૭) પ્રકૃતિ ચિત્રણ આ કૃતિમાં સરસ્વતીદેવીનાં નખશિખ વર્ણનમાં પરંપરા પ્રચલિત પ્રાકૃતિક ઉપમાનો પ્રયોગ કર્યો છે. (૮) વર્ણન ઋષભદાસ માત્ર રાસકાર નથી, પણ કલાકાર અને કવિ પણ છે. એમની વર્ણન શક્તિ ઉત્તમ પ્રકારની છે. જે સરસ્વતી દેવીનું વર્ણન તેમ જ ચોત્રીસ અતિશયોના વર્ણનમાં દેખાય છે. Page #252 -------------------------------------------------------------------------- ________________ (૯) સંવાદ - આ કૃતિમાં કવિએ યુક્તિયુક્ત સચોટ કથનોને અન્યમતી અને સુવિહિત વચ્ચેના સંવાદમાં ગૂંથીને જિનધર્મની પ્રભાવના કરી છે. (૧૦) છંદ કવિએ આ રાસામાં વિવિધ છંદોનો ઉપયોગ કર્યો છે. અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ. તો ક્યાંક છપ્પય છંદનું આલેખન કર્યું છે. (૧૧) દેશીઓ અને રાગ કવિએ પોતાની આ કૃતિ તાલબદ્ધ રાગમાં ગાઈ શકાય તે માટે વિવિધ પ્રકારની લોક પ્રચલિત ઓગણપચાસ દેશીઓમાં રચી છે. તેમ જ આ દેશીઓમાં વિવિધ રાગ-રાગિણીઓનો ઉપયોગ કર્યો છે. કે જે તેમની સંગીત નિપુણતા દર્શાવે છે. (૧૨) અનુયોગાત્મક કાવ્ય એમની આ કૃતિમાં જૈનધર્મ-દર્શન અનુસાર શ્રમણ ધર્મ, શ્રાવક ધર્મનું આલેખન થયું છે. જે જૈનદર્શન પ્રમાણે “ચરણકરણાનુ યોગમાં આવી શકે. તેમ જ તેમાં આવતા આગમિક દષ્ટાંતો ધર્મ કથાનુયોગ'માં ગણી શકાય. (૧૩) સ્વ-પર શાસ્ત્ર નિપુણતા ઋષભદાસ જૈન શ્રાવક હતા. એમનું જૈનશાસ્ત્ર સંબંધી જ્ઞાન એમની આ કૃતિમાં જોવા મળે એ સ્વાભાવિક છે પરંતુ એમની કૃતિમાં અન્ય ધર્મના શાસ્ત્રોમાંથી પણ કેટલાંક ઉદાહરણો આપવામાં આવ્યા છે. એ એમના અન્ય ધર્મશાસ્ત્ર સંબંધી જ્ઞાનનું દર્શન કરાવે છે. (૧૪) સંગીતશાસ્ત્ર, સ્વરશાસ્ત્ર નિપુણતા - કવિ સંગીતશાસ્ત્ર, સ્તરશાસ્ત્રમાં નિપુણ હતા, એ એમની કૃતિમાં આવતાં જુદા જુદા રાગરાગિણીઓ ઉપરથી પ્રતીતિ થાય છે. (૧૫) આયુર્વેદ નિપુણતા એમની કૃતિમાં આયુર્વેદ સંબંધી કેટલાક ઉલ્લેખો મળે છે. તે ઉપરથી જણાય છે કે કવિને આયુર્વેદશાસ્ત્રનું પણ સારું એવું જ્ઞાન હશે. ઉપર્યુકત ઉલ્લેખો પરથી જાણી શકાય છે, કે ઋષભદાસને જૈનધર્મ, ઉપરાંત અન્ય ધર્મશાસ્ત્ર, સંગીતશાસ્ત્ર, સ્વરશાસ્ત્ર, આયુર્વેદશાસ્ત્ર વગેરેનું ઘણું જ સારું જ્ઞાન છે. આ ઉપરાંત એમની કૃતિમાં લોક વ્યવહાર, નીતિશાસ્ત્ર આદિનું જ્ઞાન પણ જોવા મળે છે. જે કવિની બહુજ્ઞતા પ્રતિભા દર્શાવે છે. આ ઉપરાંત ઋષભદાસની આ કૃતિમાં મિથ્યાત્વી, કુદેવ, સમકિત, પરિગ્રહ, લક્ષ્મી, લેણું, મૂર્ખ, લોભ, વિનય, પુણ્ય, જયણા, મમત્વ, અણગળ પાણી નિષેધ, ચંદરવો, દાન, શીલ, સંપ, દયાધર્મ, રાત્રિભોજન ત્યાગ, પચ્ચખાણ, આદિ વિષયોનું આલેખન થયું છે. કે જે કવિની નાનામાં નાના વિષય પરત્વેની નોંધપાત્ર જાણકારી દર્શાવે છે. Page #253 -------------------------------------------------------------------------- ________________ કવિ ઋષભદાસ કૃત વ્રતવિચાર રાસની કેટલીક મર્યાદા કવિ ઋષભદાસની આ કૃતિ સંપૂર્ણ શ્રેષ્ઠ ગણી શકાય, આમ છતાં આ કૃતિમાં કેટલીક મર્યાદા પણ જોવા મળે છે. જેમ કે, (૧) કવિ ઋષભદાસ પ્રસ્તુત વિષયનું નિરૂપણ કરતાં કરતાં કેટલીક વાર અપ્રસ્તુત વિષયોનું નિરૂપણ કરવામાં દોરવાઈ જાય છે. (૨) કવિ ઋષભદાસની આ કૃતિ સાંપ્રદાયિક છે. એટલું જ નહિ જૈન પારિભાષામાં જૈન પારિભાષિક શબ્દોમાં લખાયેલી હોવાને કારણે જૈનસાહિત્યથી અજ્ઞાત જનતા માટે એ સમજવી ઘણી કઠિન થઈ પડે છે. (૩) કેટલાંક વર્ણનો કરતી વખતે કવિ ઋષભદાસ અલંકાર પરંપરામાં ઊતરી પડે છે. સરસ્વતીદેવીના વિસ્તારપૂર્વક વર્ણનમાં કવિએ ઉપમા, ઉàક્ષા, રૂપક અને વ્યતિરેક વગેરે અલંકારોની પરંપરા યોજી છે. અહીં એમનું અલંકાર પ્રધાન માનસ દષ્ટિગોચર થાય છે. (૪) ઋષભદાસ કવિની આ કૃતિમાં ઢાલ-૧૭ કડી નંબર ૬૮થી ૭રમાં, ઢાલ-૫૫ શમશા કડી નંબર ૨૦થી ૨૩, તેમ જ ઢાલ-૫૯ શમશા કડી નંબર ૭૧થી ૭૪માં આપેલ સમસ્યા (હરિયાળી)ને કારણે ક્લિષ્ટતા ઉત્પન્ન થાય છે. (૫) ઋષભદાસ કવિની આ કૃતિમાં મુખ્ય વિષયના નિરૂપણની વચ્ચે આવતાં બીજા વિષયો, આડકથાઓ મુખ્ય વિષયની પ્રગતિને અવરોધકર્તા બને છે. (૬) ઋષભદાસ કવિની કૃતિઓમાં વિષયોનું પુનરાવર્તન થતું જોવા મળે છે. જેમ કે આ કૃતિમાં આપેલી સમસ્યાઓ તેમના જ “શ્રી કુમારપાળ રાસ' માં જોવા મળે છે. તેમ જ આ રાસના ૭૫, ૭૬, ૮૦, ૮૧, ૮૨, ૧૦૪, ૧૦૬, ૧૯૮ તેમ જ ૨૦૧ પાનાં પર આપેલ ઢાલ, ચોપાઈ, દુહા વગેરેનાં વિષય “વ્રતવિચાર રાસ' માં પણ જોવા મળે છે. તેવી જ રીતે તેમની પ્રતિમા સ્થાપન પાર્શ્વનાથ સ્તવનમાં નિરૂપણ કરેલ દરેક મતવાદીઓનો સંવાદ ‘વ્રતવિચાર રાસ' કૃતિમાં પણ જોવા મળે છે. આમ છતાં વિષયની વિવિધતા, ભાષાની સરલતા, પાત્રાલેખનની વિશેષતા, સજીવ વર્ણનવાળી કૃતિથી ઋષભદાસની સર્જનશક્તિની મહત્તા સ્પષ્ટ જણાઈ આવે છે. આમ ઋષભદાસ કવિ મધ્યકાલીન યુગના પ્રતિભાશાળી, વિચક્ષણ બુદ્ધિશાળી તેમ જ કવિત્વગુણી અને બહુજ્ઞતા એવા ઉચ્ચ કોટિના ગણી શકાય. કવિ ઋષભદાસની લોકપ્રિયતા | ઉચ્ચ કોટિના કવિ ઋષભદાસની લોકપ્રિયતા તેમની કૃતિઓ ઉપરથી જાણી શકાય છે. જે નીચે પ્રમાણે છે. (૧) વર્તમાન સમયમાં કવિ ઋષભદાસ કૃત રાસ, સ્તવન, સ્તુતિ, સક્ઝાય વગેરે રચનાઓની ઘણી સારી પ્રસિદ્ધિ છે. (૨) એમનો “ભરતેશ્વરનો રાસ જૈન મુનિઓ વ્યાખ્યાનમાં વાંચે છે. (૩) એમનાં મુદિત સ્તવનો, સ્તુતિઓ, ભવ્યાત્માઓ દેરાસરમાં બોલે છે. પ્રતિક્રમણમાં Page #254 -------------------------------------------------------------------------- ________________ પણ બોલાય છે. (નેમિનાથની સ્તુતિ). (૪) શત્રુંજયના નવ ખમાસણાના દુહા કાર્તિકી પૂનમને દિવસે શત્રુંજય તીર્થ કે એમના પટને ખમાસણ દેતી વેળાએ ચતુર્વિધ સંઘ ભાવથી બોલે છે. (૫) એમના ભાવવાહી સ્તવનો, જૈન સ્તુતિઓમાંથી કેટલાંક પ્રખ્યાત ગાયકોએ ગાયા છે. “સંસારના ખોટા સગપણ' વિશેની સઝાયનું ટેપરેકોર્ડિંગ પણ થયું છે. (૬) 'ભરતેશ્વર રાસ', 'કુમારપાળ રાસ', તથા ‘હીરવિજયસૂરિ રાસ' આદિ પ્રકાશિત કરવામાં આવ્યા છે. આમ જૈન ગુર્જર સાહિત્યને સમૃદ્ધ કરનાર કવિ ઋષભદાસની કાવ્ય-કૃતિઓની આ લોકપ્રિયતા જ એમની મહત્તા સૂચવે છે. વ્રતવિચાર રાસ' શીર્ષકની યથાર્થતા મધ્યકાલીન જૈન ગુજરાતી સાહિત્યમાં મુખ્યત્વે જૈન સાધુ કવિઓને હાથે વિપુલ પ્રમાણમાં ખેડાયેલો અને વિકસેલો પદ્ય પ્રકાર એટલે રાસા. આ રાસાઓમાં વિષયની વિવિધતા રહેતી, જેમ કે ધાર્મિક, ઐતિહાસિક, ધર્મોપદેશક, ચૈત્યપરિપાટી, જૈનધાર્મિક પરંપરાની કથાઓ વગેરે આલેખાતાં. મોટા ભાગે આ દરેક રાસાઓનું શીર્ષક રાસાના મુખ્ય ચરિત્રનાં આધારે, મુખ્ય ઘટના અનુસાર અથવા પ્રધાનભાવ પર આધારિત રહેતું. જેમ કે કુમારપાળ રાસ' કે જેમાં મુખ્ય પ્રધાનપાત્ર કુમારપાળ રાજાનું છે, તેના ઉપરથી જ રાસાનું શીર્ષક 'કુમારપાળ રાસ' એવું આપ્યું છે. તેવી જ રીતે તીર્થકરો-ગણધરોના કથાનકોવાળા રાસાઓ જેમ કે નેમિનાથ રાસ', “ગૌતમ સ્વામીનો રાસ' વગેરેનાં શીર્ષક રાસામાં રહેલાં મુખ્ય પાત્ર-ચરિત્ર ઉપરથી જ આપવામાં આવતા. તો વળી સંઘ યાત્રા કે તીર્થોદ્ધારોને વર્ણવતાં રાસાઓમાં તેમાં રહેલ મુખ્ય ઘટના કે વિષયને અનુરૂપ જેમ કે ‘ગિરનાર તીર્થોદ્ધાર રાસ', ‘પ્રેમચંદ સંઘ વર્ણન રાસ’ વગેરે શીર્ષક રહેતાં. તેવી જ રીતે શ્રેષ્ઠીઓ, સતી સ્ત્રીઓનાં કથાનકોવાળા રાસાઓનું શીર્ષક તેનાં મુખ્ય પાત્ર ઉપરથી રહેતું. જેમ કે “સુદર્શન શ્રેષ્ઠીનો રાસ’ ‘ચંદનબાળાનો રાસ' વગેરે. તેમ જ ધાર્મિક પરંપરા અને ઈતિહાસ પ્રસિદ્ધ સાધુ ભગવંતોના ચારિત્રોવાળા રાસાઓનાં શીર્ષક પણ મુખ્ય ચારિત્રના આધારે જ રહેતું. જેમ કે, ‘હીરવિજયસૂરિ રાસ’, ‘હીરવિજયસૂરિના બાર બોલનો રાસ'. કવિ ઋષભદાસ કૃત ‘વ્રતવિચાર રાસ'માં કવિએ કોઈ મુખ્ય ચારિત્રની કે ઘટનાની વાત કે મુખ્ય પાત્રની વાત આલેખી નથી પરંતુ વ્રતવિચાર રાસ'માં કવિએ આલેખેલ વિષયનો વિચાર કરીએ તો તેમાં જૈનધર્મનો ઉપદેશ આપ્યો છે. તીર્થકર ભગવંતોએ પ્રરૂપેલ સર્વવિરતિ ધર્મને અનુસંગે દશ યતિ ધર્મ તેમ જ દેશવિરતિ ધર્મ એટલે સમ્યકત્ત્વ સાથે શ્રાવકના બાર વ્રતોનું નિરૂપણ કર્યું છે. સાથે સાથે વ્રતોનું ખંડન ન થાય તે માટે અતિચારોને પણ સમજાવ્યાં છે. આ વ્રતોને અંતરસ્પર્શી બનાવવા માટે જૈનધર્મના તાત્ત્વિક વિષયોનું જ્ઞાન પણ આપ્યું છે. આમ શ્રાવક ધર્મરૂપી વ્રતોની મહત્તા દર્શાવી છે. તેમ જ જૈનધર્મી ગૃહસ્થ આ શ્રાવક ધર્મનું ગ્રહણ અને આચરણ કરવું જોઈએ એવો બોધ આપવાનો-કર્તાનો મુખ્ય આશય છે. આમ વ્રત વિષયક' ઉપદેશ આ રાસમાં રહેલો હોવાથી ‘પાસ’નું શીર્ષક યથાયોગ્ય છે. જે નીચેના ત્રણ મુદ્દાઓથી વધારે સ્પષ્ટ થાય છે. Page #255 -------------------------------------------------------------------------- ________________ (૧) રોચકતા અને જિજ્ઞાસા રાસના આરંભમાં જ જિનભગવંતોએ પ્રરૂપેલાં બે ધર્મનું આલેખન કરીને, પછી દેશવિરતિ ધર્મ એટલે શ્રાવક ધર્મરૂપી બાર વ્રતોની વાત દષ્ટાંતો દ્વારા વાચકગણની રુચિ પ્રમાણે રચનાકાર કરવા માંગે છે. ત્યારે વાચકને જિજ્ઞાસા જાગે છે, કે બાર વ્રત એટલે શું? તે કેવાં હોય? એનાથી શું લાભ થાય? વગેરે પ્રશ્નો વાચકના મનમાં ઉદ્ભવે છે અને આમ વાચકની જિજ્ઞાસા અંત સુધી રહે છે. (૨) આકર્ષક અને સંક્ષિપ્ત - આ રાસનું શીર્ષક બહુ જ સંક્ષિપ્ત અને આકર્ષક છે. કારણ કે રાસનું વ્રત એવું ટૂંકું નામ આપી, વ્રતની મહત્તા બતાવી છે. શ્રાવક ધર્મરૂપી બાર વ્રતો એટલે આત્માને ઉન્નતિના માર્ગે લઈ જવાનું પાંચમું પગથિયું છે. (૩) દષ્ટાંત મૂલક રચનાકારે ‘વ્રતવિચાર રાસ'માં શ્રાવક ધર્મરૂપી વ્રતોને સુલભતાથી સમજાવવા માટે અનેક દષ્ટાંત કથાનકોના પાત્રોનું આલેખન કર્યું છે કે જેથી બાળ સુલભ શ્રોતાગણ સુગમતાપૂર્વક હૃદયગમ કરી શકે સાથે સાથે આ રાસામાં શબ્દ, અર્થ, લય, ચિત્ર, ભાવ, વિચાર આદિ એટલાં બધાં તત્ત્વોને અવકાશ છે કે એકનું એક રાસા/કાવ્ય અનેક વ્યક્તિઓને જુદા જુદા રૂપે આકર્ષે છે. કવિ ઋષભદાસે આ કૃતિને ‘વ્રતવિચાર રાસ' એવું શીર્ષક આપ્યું છે તો રાસ’ શબ્દની યથાર્થતા તપાસતાં જણાય છે કે મધ્યકાલીન યુગમાં રચાતા રાસાના દરેકે દરેક લક્ષણો વ્રતવિચાર રાસ'માં નિરૂપેલા છે. તેમ જ તે સમયમાં રાસાનું સ્વરૂપ લોકભોગ્ય હતું તેથી કવિએ પોતાની વ્રતવિષયક વિચારણાને રાસાના સ્વરૂપમાં આલેખીને તેને સફળતાપૂર્વક લોકભોગ્ય બનાવવાનો પ્રયત્ન કર્યો છે. ઉપર્યુક્ત મુદ્દાઓ દ્વારા પણ ‘વ્રતવિચાર રાસ'નું શીર્ષક યથાયોગ્ય છે. આમ સમગ્ર દષ્ટિથી અવલોકન કરતાં વ્રતવિચાર રાસ'નું શીર્ષક કૃતિની સાહિત્યિક દૃષ્ટિથી પણ યથાયોગ્ય છે. આમ સમગ્ર રીતે કવિ ઋષભદાસ રચિત વ્રતવિચાર રાસ’નું સાહિત્યિક અવલોકન કરતાં જણાય છે કે, કવિ ઋષભદાસે આ રાસની રચના સામાન્ય જનોને જૈનધર્મના સિદ્ધાંતોની સમજ આપવા માટે કરી છે. તેમાં કવિની કવિત્વશક્તિ, પાત્રાલેખનશક્તિ, વર્ણનશક્તિ, દષ્ટાંત કથાઓ કહેવાની લાઘવયુક્ત રસાળ શૈલીનો સુંદર પરિચય થાય છે. એમનું આલેખન ક્યાંક ક્યાંક પરંપરાગત ઉપમાઓ દ્વારા તથા લંબાણપૂર્વક થયું હોવા છતાં તે ક્ષમ્ય છે, કારણ કે કવિએ 'વ્રત' જેવા વિષયને કથાઓનાં ઉપકરણમાં સુંદર રીતે શણગારી વાચક સમક્ષ રજૂ કર્યું છે. આમ સોળમી/સત્તરમી સદીના કવિ ઋષભદાસની આ કૃતિ જૈનસાહિત્યની રાસાકૃતિઓમાં શિરમોર ગણી શકાય. Page #256 -------------------------------------------------------------------------- ________________ (ખ) પાઠાંતર ભેદ વિ.સં. ૧૬૬૬માં કવિ ઋષભદાસ વિરચિત ‘વ્રતવિચાર રાસ'ની સ્વહસ્ત લિખિત મૂળ હસ્તપ્રત (જેને આપણે હવે પછી “ક' તરીકે ઓળખશું) કે જે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીવિજયશીલચંદ્રસૂરીશ્વરજી મહારાજજી પાસેથી પ્રાપ્ત થઈ છે. તેમ જ આચાર્ય કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર-કોબા જિ. ગાંધીનગર ગુજરાતમાંથી વિ.સં. ૧૭૮૫માં લહિયાએ લખેલ બીજી પ્રત નંબર – ૧૧૩૧૮ (જેને આપણે હવે પછી “ખ' તરીકે ઓળખશું) પ્રાસ થઈ છે. આ બન્ને પ્રતનો પાઠાંતર ભેદ અહીં દર્શાવ્યો છે. આ બન્ને પ્રત મધ્યકાલીન નાગરી/મારૂ ગુજરાતી લિપિમાં લખાયેલી છે. મધ્યકાલીન નાગરી લિપિનો પરિચય પશ્ચિમ ભારતમાં તેમાં પણ ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાનમાં સંગ્રહાયેલી વિક્રમના દશમા શતકથી વીસમા શતક સુધી તાડપત્ર, કાગળ કે કાપડ વગેરે ઉપર હસ્તપ્રતો ઉપર લખાયેલું નાગરી લિપિનું લખાણ પ્રાચીન પરંપરાઓ પર આધારિત રહેલું છે. ઉપર્યુક્ત બન્ને પ્રતોમાં પણ પરંપરા અનુસાર સાંકેતિક લક્ષણોના આધારે લખાણ જોવા મળે છે. જે નીચે પ્રમાણે છે : (૧) કોઈ શબ્દ બે વાર લખવાનો હોય તો શબ્દ પછી બેનો (૨) આંક લખવામાં આવે છે. દા.ત. નવઈ નવઈ = નવઈ “ર” (પ્રત-ક, ઢાલ-૭૫, કડી-૧૧), જયજયકાર = જય ‘૨' કાર (પ્રત-ખ, ઢાલ-૮૦, કડી-૫૫), પૂણ્ય પ્રગટ ભયુ. પુણ્ય પ્રગટ ભયુ = પૂણ્ય પ્રગટભયુ “' (પ્રત-ખ, ઢાલ-૮૧, કડી-૫૮). (૨) અક્ષર કાઢી નાખવા અથવા ખોટો અક્ષર છેકવા માટે અક્ષર ઉપર હરતાલ કે સફેદો લગાડ્યો છે. (૩) સ્વર કાઢી નાખવો હોય તો સ્વરના ચિહ્ન ઉપર કાઢી નાખવાનું ચિહ્ન આ પ્રમાણે '' કર્યું છે. દા.ત. મુગતી = મુગાતી (પ્રત-ક, ઢાલ-૩૩, કડી- ૬૭). (૪) ભૂલથી રહી ગયેલા કાનો, આકારાન્ત, ઓકારાન્ત આ પ્રમાણે ‘રૂ' ઉમેર્યા છે, દા.ત. થાય = થેય (પ્રત-ક, ઢાલ-૧૪, કડી-પર), વેધ્યા = વેર્ગે (પ્રત-ક, ઢાલ-૩, કડી-૨૩), ચોખું = ચેખ (પ્રત-ક, ઢાલ-પ૩, કડી-૭૨), કાલદાસ = કલદાસ (પ્રત-ક, ઢાલ-૧, કડી-૯), પોતાતણા = પોતાતણે (પ્રત-ક, ઢાલ-૪, કડી-૩૩), પુનિમનો = પૂનિમને (પ્રત-ખ, ઢાલ-૫, કડી-૪૩). (૫) અક્ષર આગળ પાછળ લખાયો હોય તો અક્ષર ઉપર અંક કરવામાં આવ્યા છે. દા.ત. ઢાલ - ૬૪ = ઢાલ – ૪ ૬ (પ્રત-ખ, ઢાલ-૬૪), સભગ = સર્ગભ (પ્રત-ખ, ઢાલ-પપ, કડી-૮૮). Page #257 -------------------------------------------------------------------------- ________________ (૬) વધારાનો અક્ષર કાઢી નાખવા માટે, તે અક્ષર ઉપર કાઢી નાખવાનું ચિહ્ન આ પ્રમાણે 'I' કર્યું દા.ત. ભ્રમ = ધંભ્રમ (પ્રત-ક, ઢાલ-૩૯, કડી-૪૦). (૭) અક્ષર કે પાઠ લખવો રહી ગયો હોય તો V, A, M, X આવું ગમે તે એક ચિહ્ન કરી બહાર હાંસિયા માં તે પાઠ કે અક્ષર લખ્યાં છે. દા.ત. દસમાશ = દસમાં X ‘શ' X (પ્રત-ખ, ઢાલ-૨૩, કડી-૬૦), મિથ્યાત = મિથ્ય x X (પ્રત-ખ, ઢાલ-૨૧, કડી-૧૦), મુનિમન = મુનિ x ‘મન’ X (પ્રત-ખ, ઢાલ-૧૬, કડી-૬૨), તો ક્યાંક લહઈ સ્ય હરીખો = લહઈ હરીખો (પ્રત-ક, ઢાલ-૨૭, કડી-૮૯). (૮) તેમ જ ક્યાંક ચિહ્ન કર્યા વગર રહી ગયેલો અક્ષર તે જ શબ્દની ઉપર પણ લખ્યો છે, દા.ત. ભાખઈ = ભાઈ (પ્રત-ક, ઢાલ-૪, કડી-૩૬), મુનિવર = મુવર (પ્રત-ક, ઢાલ-૪, કડી-૩૭), જઇન = જઈ (પ્રત-ક, ઢાલ-૧૨, કડી-૯૮), ભૂ ખ = યેખ (પ્રત-ક, ઢાલ-૨૩, કડી-૩૨). (૯) હ્રસ્વ ઈકારનું ચિહન () ) લીટીના છેડે કરી તેનો અક્ષર બીજી લીટીમાં પણ કરવામાં આવ્યો છે. તેમ જ કાનાનું ચિહન (I, I) અથવા દીર્ઘ ઈકારનું (૧, ૨) લીટીની બહાર હાંસિયામાં કે બીજી લીટીના પ્રારંભમાં પણ લખાયું છે. દા.ત. સ્ત્રી પરિસો ઊપસાંતિ = સ્ત્રી પરિસો ઊપસાં...ત (પ્રત-ક, ઢાલ-૧૪, કડી-૩૩), પ્રતિમા સંગિ = પ્રતિમા સ...ગ (પ્રત-ક, ઢાલ-૩૧, કડી-૬૦), તોકી જઈ = તોક....જઈ (પ્રત-ખ, ઢાલ-૧, કડી-૧), ગજગતિગમની = ગજગતિગમન.... (પ્રત-ખ, ઢાલ-૨, કડી-૧૪), સૂરસોભાગાગી = સૂરસે....ભાગાગી (પ્રત-ખ, ઢાલ-૭, કડી-૬૫), નખકેસરોમ = નખકેસરે....ામ (પ્રત-ખ, ઢાલ-૭, કડી-૬૫) (૧૦) અક્ષરની પીઠમાં માત્રા કરવામાં આવે છે. તેને પડિમાત્રા કહેવાય છે. આવા પડિમાત્રાવાળા શબ્દો પણ ક્યાંક ક્યાંક જોવા મળે છે. (દા.ત. સંઘાર રે = સંઘારાર (પ્રત-ક, ઢાલ-૪૪, કડી-૭૪), દૂખદેઅંતાં = દૂખાદઅંતાં (પ્રત-ક, ઢાલ-૪૯, કડી-૧૯), તેવસઈ = તિવસઈ (પ્રત-ક, ઢાલ-૫૧, કડી–૫૪). (૧૧) પ્રાચીન ગ્રંથોમાં રેડ્વાળા અક્ષરો બેવડા લખાતાં. દા.ત. ધર્મ = ધર્મ (પ્રત-ક, ઢાલ-૧, કડી-૧), કર્મ = કર્મ (પ્રત-ક, ઢાલ-૧, કડી-૧). Page #258 -------------------------------------------------------------------------- ________________ (૧૨) હસ્તપ્રતોમાં પ્રાચીન પરંપરા અનુસાર “ખ'ને બદલે ‘ષ'નો પ્રયોગ કર્યો છે. દા.ત. ખ્યણમ્હાં = ‘ષ્યણમ્હાં' (પ્રત-ક, ઢાલ-૫૦, કડી-૩૯), મુ ખ = ‘મુયષ' (પ્રત-ક, ઢાલ-૧, કડી-૭), ખીર = ‘પીર' (પ્રત-ક, ઢાલ-૪૬, કડી-૯૭). નખ = ‘નષ' (પ્રત-ખ, ઢાલ-૭, કડી-૬૫). સુરસુખ = “સુરસુષ' (પ્રત-ખ, ઢાલ-૨૪, કડી- ૬૭). (૧૩) ક્યાંક ક્યાંક રેફવાળા અક્ષરોની સ્વઈ રેફ સાથે જોડીને લખ્યું છે. દા.ત. આવર્તી = આવર્તી (પ્રત-ખ, ઢાલ-૬, કડી-૫૮). તો પહેલી પંકિત ઉપર ખાલી જગ્યા હોવાથી ક્યાંક ક્યાંક હસ્વ ઈ, દીર્ઘ ઈ સુશોભિત કરીને પણ લખ્યું છે. દા.ત. કીર્તિ = કીત (પ્રત-ક, ઢાલ-૧, કડી-૧૦) (૧૪) પ્રાય: કરીને હસ્તપ્રતમાં પદો છૂટાં પાડીને લખાણ લખવામાં આવતું નથી. પણ કોઈ કોઈ પ્રતમાં વચ્ચમાં જગ્યા છોડવામાં આવે છે. અને તેમાં ચતુષ્કોણિય કુલિકા, અથવા વાવના પગથિયા જેવો આકાર કરવામાં આવે છે. અહીં પણ મૂળ પ્રત (ક)ની મધ્યમાં વાવના પગથિયા જેવો આકાર કર્યો છે. દા.ત.55 (૧૫) બન્ને પ્રતમાં પૂર્ણવિરામ કે અલ્પવિરામ માટે એક ઊભી લીટી કરી છે, તેમ જ ગાથા કે કડી પૂરી થાય ત્યાં બે ઊભી લીટી કરી છે, દા.ત. “!', '||' (૧૬) હસ્તપ્રતના પ્રારંભમાં 'બg ,હn,gCq આવું ચિત્ન કરવામાં આવે છે આને મીંડુ કહેવાય છે. પ્રસ્તુત બન્ને પ્રતમાં પણ પ્રારંભમાં 'ga' આવું ચિહ્ન દર્શાવ્યું છે. (૧૭) તાડપત્રીય હસ્તપ્રતોમાં સંખ્યાંક ડાબી બાજુ કરવામાં આવતો. તે પરંપરા અનુસાર પ્રસ્તુત બન્ને પ્રતમાં પણ સંખ્યાંક ડાબી બાજુ લખાયેલો છે. (૧૮) ગ્રંથ કે હસ્તપ્રતની પૂર્ણાહુતિમાં ‘સ' લખવામાં આવે છે. લહિયાએ લખેલી પ્રત (ખ)માં પૂર્ણાહુતિમાં તે લખ્યું છે. દા.ત. શ્રી: Ila: It i૪ / શ્રીરહુ કલ્યાણ મસુ લેખકપાવકયોઃ ||શ્રી: I ત.. Page #259 -------------------------------------------------------------------------- ________________ प्रायीन-अर्वाथीन टिपिनी विभिन्नता आ आ ख रव ष न न इ गग पप ईई घ पफ फ डड. ब ब ऊक । भ भत्तत मम ऋरु ज म । उ न 64 GQA wr mrdows अः अः णपण त त थथ Page #260 -------------------------------------------------------------------------- ________________ હસ્તપ્રતોનો પરિચય હસ્તપ્રત ક | ‘વ્રતવિચાર રાસ'ની સ્વહસ્ત લિખિત મૂળપ્રતને હસ્તપ્રત નંબર ક આપ્યો છે. જે પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજયશીલચંદ્ર સૂરીશ્વરજી મહારાજ પાસેથી પ્રાપ્ત થઈ છે. જેના આધારે નીચેના પાઠાંતર ભેદ દર્શાવ્યાં છે. આ હસ્તપ્રતની પત્ર સંખ્યા (૫૪) ચોપન છે. તેમાં એના લખાણનું માપ ૧૦”x૪” છે. પ્રથમ પાના ઉપર સ્વહસ્તે દોરેલું માતા સરસ્વતી દેવીનું ચિત્ર છે. આ હસ્તપ્રત દેવનાગરી / મારૂ ગુજરાતી લિપિમાં કવિના સ્વહસ્તે લખેલી છે. દરેક પાનાં ઉપર અગિયાર લીટી લખેલી છે. દરેક લીટીમાં સરેરાંશ અગિયાર/બાર શબ્દો લખેલાં છે. પરંતુ ક્યાંક ક્યાંક ૧૫/૧૬ શબ્દો પણ લખેલાં છે. દરેક લીટીમાં ૩૫/૩૬ અક્ષરો લખ્યા છે. અક્ષરો મોટા અને મરોડદાર છે. આ હસ્તપ્રતમાં જ્યાં શરતચૂકથી કોઈ અક્ષર, શબ્દ કે આખી પંક્તિ રહી ગઈ છે. ત્યાં 'V', 'A', 'A' આવી નિશાની કરી તે અક્ષર, શબ્દ કે પંક્તિ હાંસિયામાં અથવા તે શબ્દની ઉપર લખ્યા છે. હસ્તપ્રત ખ આ હસ્તપ્રત આચાર્ય કૈલાસસાગર સૂરિ જ્ઞાનમંદિર શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર-કોબા જિ. ગાંધીનગર, ગુજરાતમાંથી પ્રાપ્ત થઈ છે. આ હસ્તપ્રતને નંબર ખ આપ્યો છે. આ પ્રતનો નંબર ૧૧૩૧૮ છે. આ હસ્તપ્રતની પત્ર સંખ્યા (૨૯) ઓગણત્રીસ છે. તેમાં એના લખાણનું માપ ૯"x૩'' છે. આ હસ્તપ્રત લહિયા એ લખી છે. આ હસ્તપ્રત દેવનાગરી / મારૂ ગુજરાતી લિપિમાં લખાયેલી છે. તેનાં પ્રથમ ચાર પાનાં ઉપર અગિયાર લીટી લખેલી છે. તેમ જ બાકીના પાનાં ઉપર તેર લીટી લખેલી છે. પ્રથમ ચાર પાનામાં દરેક લીટીમાં સરેરાશ ૧૫/૧૬ શબ્દો લખેલાં છે, જ્યારે બાકીના પાનામાં દરેક લીટીમાં સરેરાશ ૨૦/૨૨ શબ્દો લખેલાં છે. પ્રથમ ચાર પાનામાં દરેક લીટીમાં સરેરાશ ૩૫/૪૦ અક્ષરો છે, જ્યારે બાકીના પાનામાં દરેક લીટીમાં ૫૦/૫૫ અક્ષરો લખ્યા છે. ચાર પાનાનાં અક્ષરો મોટા અને મરોડદાર છે, જ્યારે બાકીના પાનાનાં અક્ષરો ઝીણાં છે. આ હસ્તપ્રતમાં જ્યાં શરતચૂકથી કોઈ અક્ષર, શબ્દ કે પંક્તિ રહી ગઈ છે ત્યાં પX... xથ, પથ આવી નિશાની કરી, તે અક્ષર, શબ્દ કે પંક્તિ હાંસિયામાં લખી છે. હસ્તપ્રતોની કડીઓનાં સંખ્યાંક હસ્તપ્રત ક આ હસ્તપ્રતમાં એકદંરે કડીઓના સંખ્યાંક ક્રમાનુસાર અને સુવાચ્ય છે. ૧૦૦, ૨૦, ૩૦૦ મી વગેરે કડી પછી નવેસરથી એકથી ક્રમાંક તત્કાલીન પરંપરાનુસાર યોગ્ય રીતે આપ્યા છે. આ પ્રતમાં સંખ્યાંક ડાબી બાજુએ સુંદર ડીઝાઈન કરી મધ્યમાં પ્રાચીન અંક લિપિમાં લખેલાં છે. Page #261 -------------------------------------------------------------------------- ________________ આમ છતાં નીચેની કેટલીક ક્ષતિઓ નજરે પડે છે. (૧) નીચેની કડીઓમાં સંખ્યાંક લખવાનું શરતચૂકથી રહી ગયું છે : જેમ કે, કડી ૫૦, ઢાલ ૭૧ – કડી ૬૬ ઢાલ (૫૭૬) (૨) નીચેની કડીઓમાં સંખ્યાંક શરતચૂકથી બેવાર લખાયો છે : કડી ૪૧, ઢાલ ૪૫ - કડી ૮૪, કડી ૪૯, ઢાલ ૭૨ કડી ૮૫ ઢાલ ૨૮ -- કડી ૩૧, ઢાલ ૩૦ - ઢાલ (૫૭૬) (૩) ઢાલ નંબર ૧ આપ્યો નથી. (વિવેચન માટે શરુઆતની કડીઓને ઢાલ ૧ ગણી છે.) (૪) નીચેની ઢાલના સંખ્યાંક સ્પષ્ટ વંચાતા નથી. ઢાલ ૫૬, ૫૭, ૫૭૬ (ઢાલ ૫૭ બીજી પણ હોતાં સુગમતા ખાતર ઢાલ પક ક્રમાંક આપ્યો છે.) હસ્તપ્રત ખ આ હસ્તપ્રતમાં પણ એકંદરે કડીઓના સંખ્યાંક ક્રમાનુસાર અને સુવાચ્ય છે. ૧૦૦, ૨૦૦, ૩૦૦ મી કડી પછી નવેસરથી એકથી ક્રમાંક તત્કાલીન પરંપરાનુસાર યોગ્ય રીતે અપાયા છે. સંખ્યાંક ડાબી બાજુએ પ્રાચીન અંક લિપિમાં દર્શાવ્યા છે. આમ છતાં મામૂલી ક્ષતિ રહી છે. જે નીચે પ્રમાણે છે. (૧) નીચેની કડીમાં સંખ્યાંક લખવાનું શરતચૂકથી રહી ગયું છે. ઢાલ ૫૬ કડી ૨૬ (૨) નીચેની કડીમાં સંખ્યાંક શરતચૂકથી બે વાર લખાયો છે. ઢાલ ૪૫ કડી ૮૬ - — (૩) નીચેની ઢાલમાં સંખ્યાંક શરતચૂકથી અપાયો નથી. ૧, ૨, ૬, ૨૩ (૪) નીચેની ઢાલમાં સંખ્યાંક બે વાર લખાયો છે. ૫૭ હસ્તપ્રતોના પાઠાંતરો પ્રથમ ઢાળના દૂહા *. (૧) (૨) (૩) હસ્તપ્રત ક ખ ક ખ ક નમુ ત્રણી કાલ | ખ ૧ સિધ નમું ત્રિણ કાલ | ઉદાહરણ તરીકે ઉપર હસ્તપ્રતોના ત્રણ પાઠાંતરો દર્શાવ્યા છે. આવા બન્ને પ્રતોમાં ઢાલ કડી ૧ ૧ ૧ ૧ ૧ કાવ્યપાઠ શ્રીવિતરાગાય નમ || શ્રી વીતરાગાય નમઃ | નવ પદ ધરિ આરાધાઈ । ૨ ૨ નવપદ ધુરિ આરાધાઈ । સીધ < =0&> કુલ મળીને Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ પાઠાંતરો મેં શોધ્યા છે. બન્ને હસ્તપ્રતોની અંતિમ ગાથા ક ખ અતી શ્રી વરત વીચાર રાસ સંપૂર્ણ | સંવત ૧૬૭૯ વર્ષ ચઈત્ર વદિ ૧૩ ગુરૂવારે લખીત સંઘવી ઋષભદાસ સાંગણ || ગાથા || ૮૬૨ || ઈતિ શ્રી બાર વ્રત રાસ સંપૂર્ણ. શ્રી સંવત ૧૭૮૫ વર્ષે કાતીક સુદિ ૧૧ દિને વાર શુક્રે. ઈદમ્ પુસ્તકમ્ સંપૂર્ણ. યાદસં પુસ્તક દષ્ટા, તાદશં લિખિતં મયા | યદિ શુધ્ધમશુધ્ધ વા, મમ દોષો ન દીયતે | બન્ને પ્રતોનું પાઠાંતર કરતાં બન્ને પ્રતો વચ્ચે ભાષાકીય તફાવત નજરે પડે છે. પ્રથમ ‘ક’ હસ્તપ્રત કે જે કવિ ઋષભદાસે લખી છે. તેમાં આવતાં ભાષાકીય તફાવત ઉપર અવલોકન કરતાં નીચેની બાબતો ધ્યાન ખેંચે તેવી છે. હસ્તપ્રત ક કવિ ઋષભદાસ સ્વયં વેપારી વણિક હોવાને કારણે તેમની ભાષા તથા લખાણ અને જોડણી લગભગ બોલચાલની શૈલીમાં છે. કવિની અને તે સમયની બોલચાલ, લખાવટ તથા જોડણી કેવી હશે તેનો અણસાર તથા અંદાજ આ પ્રત ઉપરથી અવશ્ય મળી શકે જે સંશોધનની દૃષ્ટિએ બહુ ઉપયોગી બની શકે. કવિએ આપણે આજે જ્યાં ‘જ’ નો પ્રયોગ કરીએ છીએ ત્યાં ઘણે ભાગે ‘ય’ નો ઉપયોગ કર્યો છે. દા.ત. જેમ = ‘યમ’. જગનાથ = ‘યુગનાથ’, કાજ = ‘કાય’, કાંજણ્યુ = ‘કાંયણ્યું’, ઈત્યાદિ શબ્દો વાપર્યા છે. તેમ જ્યાં શબ્દ મધ્યે ‘ર’ આવે ત્યાં કવિ ‘ય’ ઉમેરીને તે શબ્દને મૂક્યાં છે. જેમ કે મુરખ - ‘મુર્યખ’, કારમી ‘કાર્યમી’ વગેરે. રથનું = રર્થ, ધૃતનું = ધ્યર્ત, કારણનું – કાણ્યું, વ્રતનું ક્યાંક ક્યાંક વ્રર્ત આવા શબ્દોનો પ્રયોગ પણ કર્યો છે. - કવિ ઋષભદાસે તત્કાલીન સમયની લખાવટ અનુસાર શબ્દ પ્રયોગ કર્યો છે, દા. ત. ‘માં’નું ‘મ્હાં’, મુનિનું - ‘મુન્ય’, અગનનું – ‘અગ્યન’ કાલિનું ‘કાલ્ય’ ધનનું ‘ધન’, મહિલાનું – ‘મહઈલા’ ગજગતિનું – ‘ગજગત્ય’, દસવિધનું – ‘દસવીધ્ય’, વિનયનું – ‘વીનો', ચિંતનું – ‘અંત’, ચતુરનું ‘ચ્યતુર’, ક્ષુધાનું ‘ખ્યઘ્યા’, સારદનું - ‘સાર્દ' વગેરે આવા આવા અનેક શબ્દો આલેખ્યાં છે. કવિ ઋષભદાસના શબ્દોની જોડણીમાં હ્રસ્વ ઈકારન્ત' હોય ત્યાં ઘણે ભાગે દીર્ઘ ઈકારન્ત જોવા મળે છે. દા. ત. ‘રવી’, ‘કવી’, ‘વીષઈ’, ‘વીષ’, ‘સીદ્ધ', ‘થીવર', ‘પડીકમણું’, ‘સીર’, ‘સીધાંત', ‘રતી’, ‘અનીત વગેરે. = કવિએ ‘શ’ અને બદલે ‘સ’ તેમ જ ‘સ’ અને બદલે ‘શ' શબ્દનો પ્રયોગ કર્યો છે. દા. ત. ‘અસ્યોખ’, ‘વિસેખ’, ‘હાશ’, ‘ઉપદેસ’, ‘સીતલ’, ‘હરિકેસી’, ‘નાશકાજી’, ‘હંશા' વગેરે. કવિએ પંકિતને અંતે લગભગ ઉકારાન્ત ક્રિયાપદ શબ્દનો પ્રયોગ કર્યો છે - જ્યારે ‘ખ’ પ્રતમાં ઓકારાન્ત ક્રિયાપદ શબ્દનો પ્રયોગ થયો છે. જેમ કે ‘સુણયુ’–સુણયો, ‘અનકુલ’–અનુકુલો, ‘જાયુ’– જાયો, ‘દાસ્યુ’–દાસો, ‘ગયુ’–ગયો, ‘લેજ્યુ’–લેજો, ‘કર્યુ’-કર્યો, ‘વીસ્તર્યુ’-વિસ્તર્યો વગેરે. ~> ૨૪૧ Page #263 -------------------------------------------------------------------------- ________________ કવિએ ક્યાંક ક્યાંક શબ્દમાં ‘ર’ અક્ષરને બદલે '(રેફ)નો પ્રયોગ કર્યો છે. જેમ કે ‘મનોરથ’–‘મનોર્થ’, પુરુષ-‘પૂર્ણ’, કીરની-‘કીર્તી’, અરતિ-‘અત્’ વગેરે. . કવિ ઋષભદાસ લિખિત ‘ક’ પ્રતમાં ક્યાંક ક્યાંક શબ્દાર્થ તફાવત પણ જોવા મળે છે. જેમ કે, ચલાત્તી ને બદલે ‘ચલાચી’, વાઘણિ ને બદલે ‘કર્મત્યણિ’, શ્રીસુકોશલ ને બદલે ‘શ્રીશકોસી’, પાપ ને બદલે ‘પાંત’, રાત્રિં ને બદલે ‘રોગિં’, કૃમિ ને બદલે ‘કર્મ’, શ્રવણ ને બદલે ‘શ્રાવણ’, દૂરિત ને બદલે ‘દૂત', કલા ને બદલે ‘કલગ’, વમન ને બદલે ‘મન’, બુદ્ધિ ને બદલે ‘જ્યુધ’ વગેરે. કવિ ઋષભદાસ લિખિત ‘ક’ પ્રત સંવત ૧૬૭૮ વર્ષ ચૈત્રવદ ૧૩ અને ગુરૂવારે ‘વ્રતવિચાર રાસ' સંપૂર્ણ થયો છે એમ આ પ્રતને અંતે દર્શાવ્યું છે. હસ્તપ્રત ખ હસ્તપ્રત ‘ખ’ સો વર્ષ પછી લહિયાએ લખી છે. સમયાન્તરે ભાષા અને બોલીમાં પરિવર્તન થતું જ હોય છે. તેથી લહિયાએ લખેલી પ્રતમાં ભાષાકીય પરિવર્તન આવે તે સ્વાભાવિક છે. આ ‘પ્રત’નું લખાણ ભાષાકીય તેમ જ જોડણીની દષ્ટિએ શુધ્ધ છે. લહિયાએ કવિની બોલચાલની ભાષાશૈલીના શબ્દોનો પ્રયોગ કર્યો નથી. જેમ કે નસ-‘નિસ’, વિસાયાંહા વીસ-‘વિસવાવીસ’, મુર્યખ-‘મૂરખ’, યમ-‘જિમ’, પનડું-‘પાનડું’, અષ્ટમ-‘અષ્ટમિ’, સંભલુ-‘સાંભલુ’, રસની તાય – ‘રસનો ત્યાગ’, કરુર–‘ક્રૂર’, પૂન્યમ-‘પૂનિમ’, ઞરૂઆ-‘ગુરુયા’, વિનોધ-‘વિનોદ’, રઈહઈસ્યુ‘રહસ્ય’, યરપી–‘કિરપિ’, સૂરય-‘સૂરજ’, ત્રવધિ-‘ત્રિવિધિ’, પરતેગ-‘પ્રત્યેક’, વેણો-‘વીણા’, મેરશખરિ- ‘મેરશિખર’, નોમો-‘નવમો’ વગેરે શુધ્ધ શબ્દો આલેખ્યાં છે. 1 આમ છતાં ‘ખ’ પ્રત માં – જે લહિયાએ લખી છે તેમાં શબ્દાર્થ તફાવત જોવા મળે છે. જેમ કે, ધરિ ને બદલે ‘રિ’, ચર્ણ ને બદલે ‘વર્ણ’, વંક બદલે ‘અંક’, કુલ-‘કુણ’, મન દાહાઝિ‘માહાભાગ’, મમ–‘મત’, લગઈ-‘લલગઈ’, કંટીક-‘કટક’, પ્રભુતા-‘પ્રભુતી’, ભમર-‘ભમરિ’, સુમતિ‘સમતિ’, અનત્ત્વ-‘અનિત્ય’, મધુરૂ-‘સુધ્’, સતિ-‘સત’, જિનના-‘જનના’, પ્રહિ-‘પ્રહ’, નેઠિ‘નેટિ’, મહઈલા-‘મહિમા’, ગુણાભિઓગેણું-‘ગણાભીઉગેણુ’, પૂર્વનાં-‘પૂર્વલાં’, શંખ-‘સંઘ’, મીષ્ટમોહની–‘મિશ્રમોહની’, નીસંકપણું-‘નીચકપણું', પેખો-‘પોખો’, તાઢુ-‘ઢાઢુ’, નાગ-‘નરગ’, ભગતિ-‘ભગત’, ઘરનું-‘ઘરણું’, મેશ-‘મશિ’, રોમ-‘રોગિ’, દોય-‘સોય’, જાવા-‘જીવા’, ભાજન‘ભોજન', પૂણ્ય-‘પુત્ર’, જલુ-‘જલ’ વગેરે છે. તો વળી ક્યાંક ક્યાંક પંક્તિઓ ઉપર નીચે થઈ ગઈ છે. જેમ કે કડી નંબર – ૧૭ અને કડી નંબર ૧૮, વળી ક્યાંક ક્યાંક એક પંક્તિને બદલે બીજી પંક્તિ લખાંઇ છે, જેમ કે કડી નંબર ૨૩, તો ક્યાંક વચ્ચે ‘નહી’, ‘જોઈ’, ‘ગિ’, ‘મમ’, ‘એ’, ‘જ’ વગેરે શબ્દોનું નિરૂપણ કર્યું નથી. આમ ઉપર્યુક્ત તફાવતો નજરે પડે છે. લહિયાએ સં. ૧૭૮૫ વર્ષે કારતક સુદ ૧૧ શુક્રવારના દિવસે ‘વ્રતવિચાર રાસ' સંપૂર્ણ કર્યો છે. એમ આ ‘ખ’ પ્રતને અંતે દર્શાવ્યું છે. તેમ જ લખે છે કે જેવું હતું તેવું લખ્યું છે. છતાં શુધ્ધઅશુધ્ધ લખાણું હોય તો મને દોષ આપજો નહિ. આમ બન્ને પ્રતોમાં આપેલ પરંપરા અનુસાર સાંકેતિક લક્ષણો, લખાણ શબ્દોની જોડણી, તે સમયની બોલચાલની ભાષા વગેરેના આધારે તે કઈ સદીમાં લખાઈ હશે એનું જ્ઞાન પણ પ્રાપ્ત થઈ શકે જે સંશોધનની દૃષ્ટિએ ઉપયોગી છે. ★★★ Page #264 -------------------------------------------------------------------------- ________________ (ગ) જૈન તત્ત્વદર્શન જગત પરિવર્તનશીલ છે. સમયના પ્રવાહની સાથે લોકોનાં જીવન, રૂઢિ, ભાષા વગેરે બદલાય છે. ભૂગોળ બદલાય તેમ જ ખગોળ પણ બદલાય છે. આ બધાની વચ્ચે ન બદલાય એવી એક વસ્તુ છે અને તે છે ધર્મ. ધર્મ એટલે પદાર્થનો-વસ્તુનો સ્વભાવ, દરેક પદાર્થનો સહગુણ. ધર્મની બીજી પણ એક વ્યાખ્યા છે. ધર્મ એટલે કર્તવ્ય, આચારસંહિતા, જીવનના માર્ગદર્શક સિદ્ધાંતો. આજથી પાંચ હજાર વર્ષ પહેલાં, અઢી હજાર વર્ષ પહેલાં કે બસો-પાંચસો વર્ષ પહેલાં અહિંસા, સત્ય, પ્રેમ, સંયમ અને નમ્રતા જેવાં જીવનમૂલ્યોની જેટલી મહત્તા કે સત્યતા હતી એટલી જ આજે છે અને પછી પણ રહેશે. જૈન પરંપરાનું ધર્મદર્શન તથા ધર્મ-જીવન પોતાની આગવી ભાત ધરાવે છે. તત્ત્વચર્ચામાં તે અનેકાંતની ઉદાર દષ્ટિ અપનાવે છે. તો જીવનચર્યામાં એ આંતર-બાહ્ય શુદ્ધિનો દઢ આગ્રહ રાખે છે. કોઈ પણ કથનમાં અને કોઈના પણ કથનમાં રહેલા સત્યાંશોને સ્વીકારવાની હિંમત અનેકાંત દષ્ટિમાં છે. એવી જ રીતે માનવ કર્તવ્યની, જીવનવિકાસની અને મુક્તિ સાધનાની વિવિધ ભૂમિકાએ ઊભેલી વ્યક્તિઓ માટે તેમની ભૂમિકાને સુસંગત આદર્શો અને તેના સાધક ઉપાયોનું વિગત વાર તથા વ્યવહારુ આયોજન પણ આ ધર્મ પરંપરા પાસે છે. જૈનદર્શનની તત્ત્વધારાનો આરંભ ગણધર ભગવંતોના પ્રશ્ન “મમવંત જિં તત્તમ્'થી થાય છે. તીર્થકર ભગવંતો તેના જવાબ રૂપે “ઉપૂટ્ટ વા, વિરમે વા, ધુવે વા' આ ત્રિપદીની પ્રરૂપણા કરે છે. જેના દ્વારા સાપેક્ષ રીતે તત્ત્વનું નિરૂપણ કરવામાં આવ્યું છે કે જે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યા ગુણોથી યુક્ત છે તે તત્ત્વ છે. આ ઉત્પાદ-વ્યયાત્મક અને ધ્રૌવ્યાત્મકનો સિદ્ધાંત પ્રત્યેક પદાર્થ, પ્રાણી અને પરિસ્થિતિ સાથે સાપેક્ષ રીતે સંકળાયેલો છે. આ સૂચક ત્રિપદી દ્વારા જૈનદર્શનના શાસ્ત્રની શરૂઆત થાય છે. આ શાસ્ત્રોમાં જે બાબતોનું વર્ણન આવે છે તે કાં તો પદાર્થ વિષયક, ખગોળ-ભૂગોળ આદિની ગણતરીનું તેમ જ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાના આચાર, ક્રિયા, હેયોપાદેય, કર્તવ્યાકર્તવ્યનો વિવેક વગેરે વિષયક છે. અથવા ધર્મકથા વિષયક છે. ‘તત્ત્વજ્ઞાન’ એ તો જૈનદર્શનનો મેરુદંડ છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ. આ નવ પદાર્થોને જૈનદર્શનમાં અતિ મહત્ત્વપૂર્ણ તત્ત્વ તરીકે નિરૂપિત કરવામાં આવેલ છે. જીવ ચૈતન્ય સ્વરૂપે છે. જડરૂપ અજીવ કર્મના સંયોગે જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે. આશ્રવ, સંવર અને નિર્જરા આ ત્રણ તત્ત્વોના વર્ણનમાં જૈનદર્શનમાં માન્ય આચારસંહિતા દર્શાવેલી છે. પુણ્ય અને પાપ આ બંને તત્ત્વો કર્મ પ્રકૃતિના વિવરણ સ્વરૂપ છે. બંધ તત્ત્વથી જીવનો કર્મ સાથેનો સંબંધ પ્રકૃતિ, સ્થિતિ, પ્રદેશ અને અનુભાગ એવાં ચાર પારિભાષિક વિભાગો દ્વારા સૂચવ્યો છે. મોક્ષ એ જીવનું અંતિમ લક્ષ્ય છે. જે સર્વ ભારતીય આર્યદર્શનોનું પણ અંતિમ ધ્યેય છે. મધ્યકાલીન જૈન સાહિત્યનો સુવર્ણકાળ એટલે ૧૬/૧૭ સદીનો સમયગાળો. આ કાળના મધ્યકાલીન સાહિત્યમાં જ્ઞાનમાર્ગ અને ભક્તિમાર્ગની ધારા અખ્ખલિતપણે વહી. તેમાં જ્ઞાનમાર્ગ અતિ કઠિન કહેવાય, જ્યારે ભક્તિમાર્ગ સર્વ સાધારણ જનતા સુધી પહોંચ્યો છે. જૈનદર્શનમાં Page #265 -------------------------------------------------------------------------- ________________ તાત્ત્વિક ગ્રંથો પ્રાકૃત અને સંસ્કૃતમાં રચાયેલાં તો સાથે સાથે પૂર્વકાલના મુનિ ભગવંતોએ ગુજરાતી ભાષામાં તત્ત્વજ્ઞાનના વિચારોનું વિવિધ કાવ્ય પ્રકારોમાં નિરૂપણ કર્યું છે. આ પ્રકારના સાહિત્યથી લોકો દર્શનશાસ્ત્રના અભ્યાસ માટે પ્રેરણા પ્રાપ્ત કરે છે. આ સમય દરમ્યાન જૈન સાહિત્યને પોતાની સાહિત્યિક સેવા દ્વારા સમૃદ્ધ કરનાર અનેક જૈન સાધુ કવિઓએ વિપુલ સર્જન કર્યું છે. એમાં અવધૂ કવિ આનંદધનજી, દ્રવ્યાનુયોગી કવિ શ્રીમદ્ દેવચંદ્રજી, ગીત કવિ સમયસુંદર, કૂર્ચાલિ શારદ ઉપાધ્યાય યશોવિજ્યજી, મહોપાધ્યાય કવિ ઉદયરત્ન તથા જ્ઞાનવિમલ વગેરે નામો અત્યંત નોંધપાત્ર છે. જૈન સાહિત્યને કેટલાક શ્રાવક કવિઓએ પણ પોતાની અદ્ભુત કૃતિઓના સર્જન દ્વારા સમૃદ્ધ કર્યું છે. જેમાં કવિ દેપાળનું નામ મહત્ત્વનું છે. એ જ રીતે સોળમી સદીના ઉત્તરાર્ધમાં વિદ્યમાન એવા શ્રાવક કવિ ઋષભદાસ પણ મધ્યકાલીન સાહિત્યમાં પોતાની રચનાઓ દ્વારા અતિ મહત્ત્વના કવિના સ્થાને છે. તેમણે કરેલ વિપુલ સાહિત્ય સર્જન ખાસ કરીને તેમણે રચેલ રાસાઓ જૈન સાહિત્યમાં વિશેષ મહત્ત્વના રહ્યા છે. કવિ ઋષભદાસની કૃતિઓમાં તેમની વિદ્વતા તથા પંડિતાઈનો અનેરો સ્પર્શ જોવા મળે છે. તેઓ કર્મે અને ધર્મે જૈન હતા, તેમના આચાર અને વિચારમાં જૈનધર્મના સંસ્કાર દેખાય છે. આ જ સંસ્કારનો પડઘો-પ્રતિબિંબ તેમની રચનાઓમાં પડે છે. કવિ ઋષભદાસ રચિત ‘વ્રતવિચાર રાસ’માં કવિનો આશય મુખ્ય વિષય તરીકે જૈન શ્રાવકશ્રાવિકાએ પાલન કરવા યોગ્ય બાર વ્રતોનું સ્વરૂપ દર્શાવવાનો છે. સાથે સાથે કવિએ બાળસુલભ એવા શ્રોતાજનોને ભાવિકોને જૈનધર્મનું જ્ઞાન સમજાવવા માટે જૈન સિદ્ધાંતોની તેમ જ જૈન તત્ત્વદર્શનની વાતો આલેખી છે. જેમ કે સુદેવ, સુગુરુ, સુધર્મ, સુશ્રાવકનું સ્વરૂપ, સમકિત, મિથ્યાત્વ, જયણા, અણગળ પાણી ત્યાગ, ચંદરવો, રાત્રિભોજનનો ત્યાગ, ભક્ષ્ય-અભક્ષ્યનો નિષેધ, આવશ્યક ક્રિયા, દાનનો મહિમા, તપ, કર્મવિપાકનો સિદ્ધાંત, શીલનો મહિમા, મનુષ્યભવની દુર્લભતા, જીવદયા, વૈદિકશાસ્ત્રનું જ્ઞાન, નીતિશાસ્ત્રોની વાતો વગેરે. આમ જૈનધર્મ-દર્શનનું જ્ઞાન તેમ જ વ્યવહારિક જ્ઞાન સંબંધી હૃદયંગમ બોધ દૃષ્ટાંતકથા વગેરેના માધ્યમ દ્વારા આલેખીને રાસાને લોકભોગ્ય બનાવ્યો છે. જે ક્રમ અનુસાર અહીં દર્શાવું છું. સુદેવ - જૈનદર્શનમાં ત્રણ તત્ત્વની આરાધના કરવાનું કહ્યું છે, સુદેવ, સુગુરુ અને સુધર્મ. આ ત્રણ તત્ત્વમાંથી પ્રથમ તત્ત્વ સુદેવ છે. સુદેવમાં સિદ્ધભગવંત, અરિહંત ભગવંત શ્રેષ્ઠ છે. સિદ્ધ ભગવંત: જેમણે બધા કર્મ-બંધનોથી મુક્ત થઈ (આઠ-કર્મથી) જન્મ મરણના ચક્રથી સદાને માટે મુક્તિ મેળવી અજર, અમર, સિદ્ધ, બુદ્ધ થઈ મોક્ષ પ્રાપ્ત કરી લીધું. તેઓ સિદ્ધ ભગવંત કહેવાય છે. આવશ્યક નિયુકિતમાં સિદ્ધપદની વ્યુત્ત્પતિ કરતાં કહ્યું છે કે, જરા दीहकालं रयं जं तु कम्मसे सिअममटठहा । सिंअं धतं ति सिद्धस्स, सिद्धतमुव जाय || - Page #266 -------------------------------------------------------------------------- ________________ અર્થાત્: દીર્ઘકાલથી જીવ આઠ પ્રકારના કર્મોનું બંધન કરતો રહે છે. એ કર્મ રજને જે મૂળથી ભસ્મીભૂત કરે છે તે સિદ્ધત્વને પ્રાપ્ત કરી લે છે. ત્યારે આઠ ગુણો પ્રગટ થાય છે. જેમ કે અનંતજ્ઞાન, અનંતદર્શન, અવ્યાબાધ સુખ, વીતરાગતા, અક્ષયસ્થિતિ, અમૂર્ત, અગુરુલઘુ અને અનંતવીર્ય. સિદ્ધત્વ આત્માની સર્વોત્તમ વિશુદ્ધ અવસ્થા છે. અરિહંત ભગવંતઃ- સમસ્ત જીવોમાં રહેલાં અંતરંગ શત્રુભૂત આત્મિક વિકારોને અથવા અષ્ટવિધ કર્મોનો વિશિષ્ટ સાધના દ્વારા ક્ષય કરનાર એવા સદેહી, સર્વજ્ઞ વીતરાગ પ્રભુ અરિહંત કહેવાય. આવા અરિહંત તીર્થંકર નામ કર્મની પ્રકૃતિ બાંધનાર, ચોત્રીસ અતિશયોના ધારક, વાણીના પાંત્રીસ ગુણોથી યુક્ત, અઢાર દોષ રહિત, આઠ મદના જીતનાર, આઠ કર્મનો ક્ષય કરનાર હોય છે. કવિ ઋષભદાસે વ્રતવિચાર રાસમાં અરિહંતપ્રભુનું સ્વરૂપ ઉપર્યુક્ત ગુણો અનુસાર આલેખ્યું છે, જે નીચે પ્રમાણે છે. તીર્થકર નામ કર્મ તીર્થંકર નામકર્મના ઉદયથી જે સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા રૂપ ચતુર્વિધ તીર્થની સ્થાપના કરે તે તીર્થકર કહેવાય. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાયરૂપ ચાર ઘનઘાતિ કર્મોનો મૂળથી નાશ કરવાથી તથા ભાવથી રાગદ્વેષરૂપી ભાવશત્રુ – આત્મશત્રુઓનો નાશ કરવાથી કેવળજ્ઞાન, કેવળદર્શનની ઉપલબ્ધિ થઈ છે એવા અનંતજ્ઞાન, અનંતદર્શનના ધારક વીતરાગી પરમાત્મા જગતના જીવોનો ઉદ્ધાર કરવા માટે સત્ય અને તથ્યભૂત મોક્ષમાર્ગનું પ્રરૂપણ કરે છે. પોતે સંસાર સાગરને સ્વયં પાર કરે તેમ જ બીજાને પાર કરાવવાવાળા મહાપુરુષ તીર્થકર કહેવાય છે. શ્રી સમવાયાંગ સૂત્રમાં નામકર્મની બેતાલીસ પ્રકૃતિ બતાવી છે. તેમાં એક પ્રકાર તીર્થંકર નામ-કર્મ પ્રકૃતિ છે. આ તીર્થકર નામ કર્મનું ઉપાર્જન જે જીવ પૂર્વના ત્રીજા ભવમાં વીસ બોલમાંથી કોઈ પણ એક, બે યાવત્ વીસ બોલનું યથાર્થરૂપે આરાધન કરે તે આગળના ત્રીજા ભવમાં તીર્થંકર પદ પ્રાપ્ત કરે છે. આચાર્ય ભદ્રબાહુ સ્વામીએ “આવશ્યક નિર્યુક્તિ'માં કહ્યું છે કે “નિયમ મજુમા ' અર્થાત્ તીર્થકર નામ કર્મની પ્રકૃતિ મનુષ્ય ગતિ સિવાયની ગતિમાં બંધાતી નથી. તેવી જ રીતે આચાર્ય નેમિચંદ્રજીએ “ગોમ્મસાર'/કર્મકાંડમાં કહેલ છે, જેમ કે “સમેન તિસ્થબંધો' અર્થાત્ મનુષ્યગતિમાં અને એ પણ સમ્યકત્વના સર્ભાવમાં જ બંધાય છે. ‘શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર” અ. ૮/૧૩માં વીસ સ્થાનકો/બોલનાં નામ નીચે પ્રમાણે દર્શાવ્યાં છે. જેમ કે, ૧) અરિહંત, ૨) સિદ્ધ, ૩) પ્રવચન, ૪) ગુરુ, ૫) સ્થવિર, ૬) બહુસૂત્રી-પંડિત, ઉ) તપસ્વી, - આ સાતનાં ગુણકીર્તન કરવા, ૮) જ્ઞાનમાં વારંવાર ઉપયોગ કરવો, ૯) દોષરહિત નિર્મલ સમ્યકત્વની વિશુદ્ધિ, ૧૦) ગુરુ આદિ પૂજયનો વિનય કરવો, ૧૧) ઉભય કાળ આવશ્યક ક્રિયા કરવી, ૧૨) શીલ અને વ્રતોનું નિરતિચાર પણે પાલન કરવું, ૧૩) ક્ષણ-લવ પ્રમાણ કાલનો પ્રસાદ કર્યા વિના શુભ ધ્યાન ધરવું, ૧૪) તપનું આરાધન કરવું, ૧૫) ત્યાગ-અભયદાન, સુપાત્ર દાન Page #267 -------------------------------------------------------------------------- ________________ આપવું, ૧૬) આચાર્ય આદિની વૈયાવચ્ચ કરવી, ૧૭) સમાધિ ભાવ રાખવો-ગુરૂ આદિને શાતા ઉપજાવવી, સર્વપ્રાણીઓને સુખ મળે તેમ કરવું, ૧૮) નવું નવું જ્ઞાન ઉપાર્જન કરવું, ૧૯) શ્રતની ભક્તિ કરવી અને ૨૦) પ્રવચનની પ્રભાવના કરવી. આ વીસ ગુણરૂપ આચારોનું વિશેષરૂપે સેવન કરવાથી જીવ તીર્થંકર નામકર્મની પ્રાપ્તિ કરે છે. ષખંડાગમ વગેરે દિગંબર ગ્રંથોમાં તેમ જ “શ્રી તત્ત્વાર્થ સૂત્રમાં તીર્થંકર નામ કમી બાંધવાનાં સોળ કારણ દર્શાવ્યાં છે. જુદા જુદા ગ્રંથોનાં કારણો જોતાં શબ્દભેદે આંશિક અર્થભેદ જોવા મળે છે પરંતુ ભાવની દષ્ટિએ બધામાં સમાનતા જોવા મળે છે. કવિ ઋષભદાસે ‘વ્રતવિચાર રાસ'માં જૈનાગમો અનુસાર તીર્થંકર નામ કમ પ્રકૃતિ બાંધવાના વીસ બોલનું નિરૂપણ કરી ઢાલ-૧૦ પંકિત નંબર ૭૯ થી ૮૩ દ્વારા સમજાવ્યું છે. અરિહંતના ચોત્રીસ અતિશય અતિશય શબ્દની સૌથી ઉત્તમ વ્યાખ્યા શ્રી અભિધાન ચિંતામણિ'ની સ્વોપજ્ઞ ટીકામાં મળે છે જેમ કે નાતોગતિરોત્તે તીર્થશરા મરિતિરાયા: ' અર્થાત્ જે ગુણો વડે શ્રી તીર્થંકર ભગવંતો સમસ્ત જગત કરતાં પણ અતિશય ચઢિયાતા હોય છે તે ગુણોને અતિશય કહેવામાં આવે છે. અતિશય એટલે અનન્ય સામાન્ય ઐશ્વર્ય. અનન્ય સામાન્ય એટલે બીજાઓમાં જેની સમાનતા નથી તેવું. આ અતિશયો અરિહંત પ્રભુ સિવાય કોઈની પાસે હોતાં નથી. શ્રી સમવાયાંગસૂત્ર'-૩૪ના મૂળ પાઠમાં ચોત્રીસ અતિશયો કોઈ પણ વિભાજન કર્યા વિના દર્શાવ્યા છે પરંતુ વ્યાખ્યા ગ્રંથોમાં ચોત્રીસ અતિશયોમાંથી ૨ થી ૫ અતિશય તીર્થકરોને જન્મથી હોય છે. ૬ થી ૨૦ પંદર અતિશય ચાર ઘાતિકર્મના ક્ષય થવા પર હોય છે અને બાકીના પંદર અતિશય દેવકૃત જાણવા જે નીચે પ્રમાણે છે. (૧) કેશ, દાઢી, મૂછ, રોમ, નખ તેની વૃદ્ધિ ન થવી. (૨) નિરામય, રોગાદિથી રહિત, મલરહિત નિર્મળ દેહલતા હોવી. (૩) ગાયના દૂધ સમાન રક્ત અને માંસ શ્વેત હોય. (૪) ઉચ્છવાસ-નિઃશ્વાસ પદ્મકમલ સમાન સુગંધિત હોય. (૫) ચર્મચક્ષુથી અદશ્ય પ્રચ્છન્ન આહાર અને નિહાર હોય. (૬) આકાશમાં ધર્મચક્રનું ચાલવું. . (૭) આકાશમાં ત્રણ શિરછત્ર હોય. (૮) આકાશમાં ઉત્તમ શ્વેત ચામરો વીંઝાતા રહે. (૯) નિર્મલ સ્ફટિકમય પાદપીઠ યુક્ત સિંહાસન રહે. (૧૦) આકાશમાં હજાર નાના પતાકાયુક્ત ઈન્દ્રધ્વજનું આગળ આગળ ચાલવું. (૧૧) જ્યાં જ્યાં અરિહંત ભગવાન રોકાય, બેસે ત્યાં ત્યાં દેવો દ્વારા અશોક વૃક્ષ બની જાય. (૧૨) મસ્તકની પાછળ મુગટના સ્થાને આભામંડળ હોય. (૧૩) જ્યાં પણ તીર્થંકરો વિચરે, ત્યાં ભૂમિભાગ એક સરખો બની જાય. Page #268 -------------------------------------------------------------------------- ________________ (૧૪) વિહાર ભૂમિમાં કાંટા હોય તો અધોમુખ થઈ જાય. (૧૫) ઋતુઓથી પ્રતિકૂળ શરીરને સુખદ સ્પર્શવાળું વાતાવરણ થઈ જાય. (૧૬) જ્યાં તીર્થંકર વિચરે, ત્યાંની એક યોજન ભૂમિ શીતલ, સુખસ્પર્શ યુક્ત અને સુગંધિત પવનથી સર્વદિશામાં સંપ્રમાર્જિત થઈ જાય. (૧૭) મંદ સુગંધિત પાણીના ફુવારાવાળી વર્ષોથી ભૂમિ ધૂળરહિત થઈ જાય. (૧૮) પાંચ વર્ણનાં પુષ્પોથી ગોઠણ સુધી ભૂમિભાગ પુષ્પોવાળો બની જાય. (૧૭-૧૮ બે અતિશયોમાં પાણી અને ફૂલ અચિત્ત સમજવા જોઈએ. કારણ કે તે દેવક્ત હોય છે.) (૧૯) અમનોજ્ઞ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધનો અભાવ થઈ જાય. (૨૦) મનોજ્ઞ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધનો પ્રાદુર્ભાવ થઈ જાય. (૨૧) ધર્મોપદેશના સમયે એક યોજન સુધી ફેલાય તેવો સ્વર હોય. (૨૨) ભગવાનનો ધર્મોપદેશ અર્ધમાગધી ભાષામાં હોય. (૨૩) તેઓ અર્ધમાગધી ભાષા બોલે ત્યારે દરેક આર્ય –અનાર્ય પુરષો, સ્ત્રીઓ, દ્વિપદ પક્ષી અને ચતુષ્પદ મૃગ પશુ વગેરે તથા પેટે ચાલનારા સર્પાદિ પોત પોતાની ભાષામાં સમજી જાય. (૨૪) પહેલા બાંધેલા વેરવાળા પણ અરિહંતોના ચરણકમળમાં પરસ્પરનો વેર ભૂલી જાય. (૨૫) અન્ય તીર્થિક પ્રવચનિક પુરુષ પણ આવીને ભગવાનને વંદન કરે. (૨૬) વાદીઓ પણ અરિહંતના પાદમૂળમાં વચનરહિત બની જાય. (૨૭) જ્યાં જ્યાં ભગવાન વિચરે ત્યાં ત્યાં પચ્ચીસ યોજન સુધી ઈતિ-ભીતિ ન હોય. (૨૮) મનુષ્યને મારનારી મહામારી ભયંકર બીમારી ન હોય. (૨૯) સ્વચક્રનો (પોતાના રાજ્યની સેનાનો) ભય હોતો નથી. (૩૦) પરચક્રનો (શત્રુ સેનાનો) ભય હોતો નથી. (૩૧) અતિવૃષ્ટિ-ભારે વરસાદ ન હોય. (૩૨) અનાવૃષ્ટિ ન હોય. (૩૩) દુર્ભિક્ષ – દુકાળ ન પડે. (૩૪) ભગવાનના વિહાર વિચરણ પહેલાં થયેલી વ્યાધિ વગેરે ઉપદ્રવો શાંત થઈ જાય. ‘તિલોયપણતિ’ ૪/૮૯૬ અનુસાર જન્મથી દશ અતિશય, કેવળજ્ઞાન પછી અગિયાર અતિશય અને દેવકૃત તેર અતિશય દર્શાવ્યાં છે. ‘સમાધિ સોપાન તથા પત્રશતક' અનુસાર અરિહંતદેવ જન્મથી જ તીર્થંકર પ્રકૃતિના ઉદયના પ્રભાવે દશ અતિશય સહિત ઊપજે છે. કેવળ જ્ઞાન ઉત્પન્ન થયા પછી દશ અતિશય પ્રગટ થાય છે. તીર્થંકર પ્રકૃતિના પ્રભાવથી દેવીકૃત ચૌદ અતિશય પ્રગટે છે. આચાર્ય શ્રી વિજયલક્ષ્મસૂરિ વિરચિત "ઉપદેશપ્રાસાદ'માં દર્શાવ્યું છે કે, चउरो जम्मप्पभिई, इक्कारस, कम्मसंखए जाए । नवदस य देवजणिह, चउत्तीसं अइसए वन्दे ॥ १।। Page #269 -------------------------------------------------------------------------- ________________ અર્થાત્ : તીર્થંકરોને જન્મથી આરંભીને ચાર અતિશયો, કર્મના સંક્ષયથી ઉત્પન્ન થયેલા અગિયાર અતિશયો અને દેવતાએ કરેલા ઓગણીસ અતિશયો હોય છે. ચોત્રીસ અતિશયવાળા ભગવાનને હું વંદના કરું છું. આમ ભિન્ન ભિન્ન ગ્રંથોમાં ચોત્રીસ અતિશયોના વિભાજનમાં મતભેદ નજરે પડે છે. કવિ ઋષભદાસે ‘વ્રતવિચાર રાસ’માં પ્રથમ ચાર અતિશય જન્મથી હોય, અગિયાર અતિશય કેવળજ્ઞાન થયા પછી પ્રગટે અને ઓગણીસ અતિશય દેવકૃત હોય છે. આ પ્રમાણે અરિહંત પ્રભુના ચોત્રીસ અતિશયોનું આલેખન ઢાલ-૭ પંકિત ૬૧ થી ૬૫માં કર્યું છે. અરિહંત અઢાર દોષરહિત હોય દોષનો સામાન્ય અર્થ ભૂલચૂક, ગુનો, વાંક, ખામી, પાપ વગેરે થાય. જૈનાગમોમાં અરિહંત પ્રભુને અઢાર દોષરહિત બતાવવામાં આવ્યાં છે. અરિહંત ભગવાન વીતરાગી અને સર્વજ્ઞ હોય છે. ચાર ઘાતી કર્મોનો નાશ કરવાથી તેમનામાં અર્જુન્ત અવસ્થા પ્રગટ થાય છે. એમના આત્મામાં કોઈ પણ પ્રકારના વિકાર અથવા દોષ હોય નહિ. ‘નિગ્રંથ પ્રવચન’ આદિ જૈનાગામોમાં અઢાર દોષોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે અઢાર દોષોનાં નામ છે ૧) મિથ્યાત્વ, ૨) અજ્ઞાન, ૩) મદ, ૪) ક્રોધ, ૫) માયા, ૬) લોભ, ૭) રિત, ૮) અરતિ, ૯) નિદ્રા, ૧૦) શોક, ૧૧) અલિક, ૧૨) ચોરી, ૧૩) મત્સર-ઈર્ષ્યા, ૧૪) ભય, ૧૫) હિંસા, ૧૬) પ્રેમ, ૧૭) ક્રીડા અને ૧૮) હાસ્ય. ‘નિયમસાર મૂ.’ ‘દ્રવ્યસંગ્રહ ટીકા' આદિમાં પણ અઢાર દોષોથી રહિત આમ છે એમ દર્શાવ્યું છે. ‘વસુનન્દિ શ્રાવકાચાર’ના અનુસાર અઢાર દોષો નીચે પ્રમાણે છે. छुह तण्ह भीरू रोसो, रागो मोहो चिंताजरारूजामिच्यू । स्वदे खेंद मदो रइ विम्हियाणिद्रजणुव्वेगो ॥ ६ ॥ અર્થાત્ : ક્ષુધા, તૃષા, ભય, રોષ, રાગ, મોહ, ચિંતા, જરા, રોગ, મૃત્યુ, ખેદ, સ્વેદ, મદ, રતિ, વિસ્મય, નિદ્રા, જન્મ અને ઉદ્વેગ (અરતિ). આ અઢાર દોષોનો અરિહંત પ્રભુમાં અભાવ હોય છે. મુનિરાજ શ્રી વિદ્યાવિજયજીએ ‘જૈન ધર્મ’ નામના પુસ્તકમાં અઢાર દૂષણ બતાવ્યાં છે. જેમ કે, પાંચ પ્રકારના અંતરાય કર્મ દાનાંતરાયકર્મ, લાભાંતરાયકર્મ, વીર્યંતરાયકર્મ, ભોગાંતરાયકર્મ અને ઉપભોગાંતરાય કર્મ તેમ જ હાસ્ય, રતિ, અતિ, ભય, જુગુપ્સા, શોક, કામ, મિથ્યાત્વ, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, રાગ અને દ્વેષ. આ અઢાર દૂષણોનો સર્વથા અભાવ જેમાં હોય તે જ તીર્થંકર છે, અરિહંત છે. આમ ભિન્ન ભિન્ન ગ્રંથોમાં અઢાર દોષના નામોમાં ભિન્નતા નજરે પડે છે. કવિ ઋષભદાસે ‘વ્રતવિચાર રાસ’માં જૈનાગમોના આધારે પ્રથમ પાંચ અંતરાય કર્મોનો અભાવ તેમ જ અન્ય તેર દોષ એમ અઢાર દોષો અરિહંત પ્રભુમાં ન હોય તેનું આલેખન ઢાલ - ૬ પંકિત નંબર ૫૩ થી ૫૯માં કર્યું છે. Page #270 -------------------------------------------------------------------------- ________________ અરિહંતની વાણીના પાંત્રીસ ગુણો | તીર્થંકરની વાણી મનોહર પદાર્થના સમૂહથી અતિશય સુંદર શબ્દોવાળી સ્વભાવથી જ હોય છે. તેઓ માલવ કૈશકી વગેરે રાગોથી ભવ્યજનોના ઉપકાર માટે દેશના આપે છે. “શ્રી સમવાયાંગ સૂત્ર'-૩૫માં અરિહંતની વાણીના પાંત્રીસ ગુણો દર્શાવ્યા છે. જેમ કે, ૧) વચનોનું વ્યાકરણ સંસ્કારયુક્ત હોય. ૨) ઉચ્ચ સ્વરથી પરિપૂર્ણ હોય. ૩) ગામઠી શબ્દ ન હોય. ૪) મેઘના સમાન ગંભીર શબ્દયુક્ત હોય. ૫) પ્રતિધ્વનિ ઊઠે એવાં વચન હોય. ૬) સરલતા યુકત વચન હોય. ૭) રાગ-રાગિણીથી યુક્ત હોય. ૮) મહાન અર્થવાળાં વચન હોય. ૯) પૂર્વાપર અવિરોધી અર્થવાળા હોય. ૧૦) વક્તાની શિષ્ટતાના સૂચક હોય. ૧૧) સંદશરહિત નિશ્ચિત અર્થવાળી હોય. ૧૨) પરદત્ત દૂષિત આક્ષેપોનાં નિવારક વચન હોય. ૧૩) શ્રોતાના હૃદયગ્રાહી વચન હોય. ૧૪) દેશકાલને અનુકૂળ વચન હોય. ૧૫) વિવક્ષિત વસ્તુ સ્વરૂપનાં અનુરૂપ વચન હોય. ૧૬) નિરર્થક વિસ્તારથી રહિત વચન હોય. ૧૭) પરસ્પર અપેક્ષા રાખનાર પદો અને વાક્યોથી યુક્ત હોય. ૧૮) વક્તાની કુલીનતા અને શાલીનતાના સૂચક હોય. ૧૯) વાણીમાં મધુરતા હોય. ૨૦) બીજાના મર્મ ઉઘાડનાર વચન ન હોય. ૨૧) અર્થ અને ધર્મના અભ્યાસથી યુક્ત હોય. ૨૨) તુચ્છતારહિત અને ઉદારતાયુક્ત હોય. ર૩) બીજાની નિંદા અને પોતાની પ્રશંસારહિત હોય ૨૪) પ્રશંસનીય હોય. ૨૫) વ્યાકરણના દોષરહિત હોય. ૨૬) ઉપદેશના વિષયમાં લગાતાર કુતૂહલ, જિજ્ઞાસા ઉત્પન્ન કરાવનાર હોય. ૨૭) નવાં નવાં વચન પ્રયોગ હોય. ૨૮) અતિવિલંબરહિત ધારા પ્રવાહથી બોલવું. ૨૯) મનની ભ્રાંતિ, વિક્ષેપ, ચિત્તની ચંચળતા આદિ માનસિક દોષરહિત હોય. ૩૦) શ્રોતાના સંશયનું સમાધાન પૂછયા વગર જ થઈ જાય. ૩૧) વિશેષતા યુક્ત વચન હોય. ૩૨) અર્થ, પદ, વર્ણ, વાક્ય, બધું જુદું જુદું કહે. ૩૩) સાત્વિક વચન હોય. ૩૪) ખિન્નતાથી રહિત વચન હોય. ૩૫) વિવક્ષિત અર્થની સમ્યફ સિદ્ધિ થવા સુધી અવિચ્છિન પ્રવાહવાળાં વચન હોય. કવિ ઋષભદાસે ‘વ્રતવિચાર રાસ'માં અરિહંત પ્રભુની વાણીના ગુણ પાંત્રીસ છે. એટલું જ સંક્ષિપ્તમાં દર્શાવ્યું છે જે નીચેની પંક્તિ દ્વારા સમજાય છે. ઢાલ || ૬ || દેવ શ્રીઅરીહંત છઈ, જસ અતીસહઈ ચોતીસો રે / | દોષ અઢાર જિનથી પણિ અલગા, વાંણી ગુણ પાંતીસો રે //પર // અરિહંત આઠ મદના જીતનાર મદનો સામાન્ય અર્થ ગર્વ, તોર, કફ વગેરે થાય. જ્ઞાન આદિ આઠ પ્રકારથી પોતાની મોટાઈ માનવી તેને ગણધરાદિઓએ મદ કહ્યો છે. માન મોહનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થતાં આત્મ પરિણામોને મદ કહે છે. કર્મના સિદ્ધાંત પ્રમાણે મદ-અભિમાન કરવાથી નીચ ગોત્રકર્મનો બંધ થાય છે. જે વસ્તુનો મદ-અભિમાન થાય, તે વસ્તુ પુનઃ પ્રાપ્ત થતી નથી. મદના આઠ પ્રકાર છે. શ્રી સમવાયાંગ સૂત્ર' તેમ જ “શ્રી સ્થાનાંગ સૂત્ર'માં આઠ પ્રાકરના મદ બતાવ્યા છે. જેમ કે, अठ्ठ मयठ्ठाणा पण्णत्ता तं जहा-जाइमए कुलमए बलमए रूवमह तवमए सुयमए लाभमए इस्सरियमए। અર્થાત્ : મદસ્થાન (અભિમાન ઉત્પાદક નિમિત્તો)ના આઠ પ્રકાર કહેલ છે – ૧) જાતિમદ Page #271 -------------------------------------------------------------------------- ________________ (માતૃપક્ષની શ્રેષ્ઠતાનો અહંકાર), ૨) કુળમદ (પિતાના વંશની શ્રેષ્ઠતાનો અહંકાર), ૩) બલભદ, ૪) રૂપમદ, ૫) તપમદ, ૬) શ્રતમદ (વિદ્યાનો અહંકાર), ૭) લાભમદ અને ૮) ઐશ્વર્યમદ (પ્રભુતાનું અભિમાન). આઠ પ્રકારના મદના કારણે વ્યક્તિમાં મૃદુતા સમાપ્ત થઈ જાય છે. તેમ જ સમ્યકત્વના શત્રુસમાન છે. અરિહંત પ્રભુ આઠ મદના જીતનાર હોય છે. કવિ ઋષભદાસ ‘વ્રતવિચાર રાસ'માં રૂપમદને આગમના દષ્ટાંત કથાનકના આધારે સમજાવી, અરિહંત પ્રભુએ આઠ મદને જીતીને વિજય મેળવ્યો છે, તે ઢાલ – ૮ પંકિત નંબર ૬૭ થી ૭૦માં દર્શાવે છે. અરિહંત આઠ કર્મના ક્ષય કરનાર કર્મનો શાબ્દિક અર્થ કાર્ય, પ્રવૃત્તિ અથવા ક્રિયા થાય છે. અર્થાત્ જે કરવામાં આવે છે તેને કર્મ કહે છે. ચિત્તે તિ વર્ષ:' અર્થાત્ જે ક્રિયા કરવાથી બંધાય તે કર્મ. જૈનદર્શનમાં કર્મને પુદ્ગલ પરમાણુઓનો પિંડ માન્યો છે. તે અનુસાર આ લોક ત્રેવીસ પ્રકારના પુદ્ગલ વર્ગણાઓથી વ્યાપ્ત છે. એમાંથી થોડાક પુદ્ગલ પરમાણુ કર્મના રૂપમાં પરિણત થાય છે. તેને કર્મ વર્ગણા કહે છે. જીવ અને કર્મનો અનાદિકાળથી સંબંધ છે. જે કર્મ વર્ગણાના પુદ્ગલો (ચૌસ્પર્શી) મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને યોગના કારણે આત્મા સાથે બંધાય તેને કર્મ કહે છે. જૈન કર્મ સિધ્ધાંતની દષ્ટિથી કર્મની આઠ મૂળ પ્રકૃતિઓ છે જે જીવને અનુકૂળ અને પ્રતિકૂળ ફળ પ્રદાન કરે છે. | ‘શ્રી પ્રજ્ઞાપના સૂત્ર', “શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર' આદિમાં કર્મની આઠ પ્રકૃતિઓ બતાવી છે. જેમ કે, ૧) જ્ઞાનાવરણીય, ૨) દર્શનાવરણીય, ૩) વેદનીય, ૪) મોહનીય, ૫) આયુષ્ય, ૬) નામ, ૭) ગોત્ર અને ૮) અંતરાય કર્મ. આમાંથી જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય. આ ચાર ઘાતિકર્મ છે. કારણ કે આત્માના સ્વાભાવિક ગુણોનો ઘાત કરે છે. શેષ ચાર કર્મ અઘાતિ છે કારણ કે એ આત્માના કોઈ પણ ગુણનો ઘાત કરતા નથી. કવિ ઋષભદાસ ‘વ્રતવિચાર રાસમાં આઠ કર્મ પ્રકૃતિઓનું આલેખન કરીને દર્શાવે છે કે અરિહંત પ્રભુ ચાર ઘાતિ કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન, કેવળદર્શન પ્રાપ્ત કરે છે. તેમ જ બાકીના ચાર અઘાતી કર્મને પાતળાં પાડી વિચરે છે અને અંતે આઠ કર્મનો ક્ષય કરી મોક્ષ ગતિ પ્રાપ્ત કરે છે. જે ઢાલ – ૯ પંકિત નંબર ૭૨ થી ૭૫માં દશ્યમાન થાય છે. સુગર જૈન ધર્મ-દર્શનના બીજા તત્ત્વરૂપે સુગરની આરાધના કરવાનું કહ્યું છે. ગુરુ શબ્દનો અર્થ મહાન થાય છે. આ જગતમાં માતા, પિતા, બાંધવ સર્વ આપણાં સ્નેહી સ્વજન છે, પણ ગુરુ સમાન હિત કરવા કોઈ સમર્થ નથી. ગુર અગાધ સંસાર સાગરમાંથી જીવને બહાર નીકળવાની પ્રેરણા આપનાર દીવાદાંડી સમાન છે. 'ગુ' એટલે અંધકાર અને 'રૂ' એટલે જ્ઞાન. જીવનમાંથી અજ્ઞાનરૂપ મિથ્યાત્વના અંધકારને દૂર કરાવી સમ્યકત્વ જ્ઞાનનો પરમ પ્રકાશ આપનાર છે. તેથી જ કબીરજીએ પણ કહ્યું છે કે, Page #272 -------------------------------------------------------------------------- ________________ સાત સમંદરકી શાહી કરું, લેખની કરુ વનરાઈ પૃથ્વીતલ કાગજ કરું, તદપિ ગુરુ ગુન લીખા ન જાય. ગુરુનું મહત્ત્વ અન્ય દર્શનમાં પણ દર્શાવ્યું છે. જેમ કે, गुरुः ब्रह्मा गुरुः विष्णु: गुरुदेवो महेश्वरः । गुरु साक्षात्परब्रह्मः तस्मै श्री गुरवे नमः ॥ સુગુરુનું સ્વરૂપ બતાવતાં આચાર્યશ્રી સમન્તભદ્રએ કહ્યું છે કે, विषयशावशातीतो निरारभ्भोऽपरिग्रहः । ज्ञान-ध्यान-तपोरक्त: तपस्वी स प्रशस्यते ।। અર્થાત્ : વિષય કષાયોથી રહિત, આરંભ પરિગ્રહથી મુક્ત થઈને જ્ઞાન, ધ્યાન અને તપમાં લવલીન સાધુ જ સાચા ગુરુ છે. | ‘ભગવતી આરાધના અનુસાર સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્ર, આ ગુણો વડે જે મોટા બન્યા છે. તેને ગુરુ કહે છે. અર્થાત્ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ આ ત્રણે પરમેષ્ટી ગુરુ કહેવાય છે. ગુરુના છત્રીસ ગુણો સુગુરુ (નિગ્રંથ)ના છત્રીસ ગુણોની ગણના ‘પંચિદિય સૂત્રમાં દર્શાવવામાં આવી છે જેમ કે पंचिदिय संवरणो, तह नवविह बंभचेर गुत्तिधरो । चउविह कसाय मुवको, इह अठारस गुणेहिं संजुतो ।। १ ।। पंच महव्वय जुत्तो, पंचविहाचार पालण समत्थो । पंच समइ ति गुत्तो, इह छत्तीस गुणेहिं गुरु मज्ज्ञं ।। २ ।। અર્થાત્ : પાંચ ઈન્દ્રિયોના વિકારને રોકનાર તથા નવ પ્રકારની શિયળવ્રતની વાડને ધારણ કરનાર, ચાર પ્રકારના કષાયથી મુકાયેલા એ અઢાર ગુણો સહિત, પાંચ મહાવ્રત સહિત, પાંચ પ્રકારના આચાર પાળવાને સમર્થ. પાંચ સમિતિ અને ત્રણ ગુતિવાળા એ છત્રીસ ગુણવાળા મારા ગુરુ છે. આવા છત્રીસ ગુણોનું કથન જૈન ગ્રંથોમાં પરંપરા અનુસાર દર્શાવામાં આવેલ છે. આવા છત્રીસ ગુણોનું સમ્યક પ્રકારે આચરણ કરે, તેને આચાર્ય કહેવાય. તેમ જ છત્રીસ ગુણોના ધારક હોય તેને આચાર્યપદ પ્રાપ્ત થઈ શકે. “શ્રી ઔપપાત્તિક સૂત્રમાં મહાવીર ભગવાનના સ્થભિરોના ગુણોનો ઉલ્લેખ કર્યો છે પરંતુ ગુણોની સંખ્યાનું કથન દર્શાવ્યું નથી. જેમ કે, “જાતિ સંપન્ન કુળ સંપન્ન, બળ સંપન્ન, રૂપ સંપન્ન, વિનય સંપન્ન, જ્ઞાન સંપન્ન, દર્શન સંપન્ન, ચારિત્ર સંપન્ન, લજજાવંત, લાઘવ સંપન્ન, ઓજસ્વી, તેજસ્વી, વર્ચસ્વી, યશસ્વી, કષાયવિજેતા, નિદ્રાવિજેતા, ઈન્દ્રિયવિજેતા, પરીષહવિજેતા, જીવવાની આશા અને મરણના ભયથી મુક્ત, વ્રતપ્રધાન, ગુણપ્રધાન, કરણપ્રધાન, ચરણપ્રધાન, નિગ્રહપ્રધાન, નિશ્ચયપ્રધાન, વિદ્યાપ્રધાન, મંત્રપ્રધાન, વેદપ્રધાન, બ્રહ્મપ્રધાન, નયપ્રધાન, નિયમપ્રધાન, સત્યપ્રધાન અને શૌચપ્રધાન વગેરે ગુણોનો ઉલ્લેખ જોવા મળે છે. “રત્નકરંડશ્રાવકાચારમાં પંડિત સદા સુખે ‘ષોડશકારણ ભાવના'માં આચાર્યના છત્રીસ ગુણોનું Page #273 -------------------------------------------------------------------------- ________________ કથન કર્યું છે, જેમ કે બાર તપ, છ આવશ્યક, પાંચ આચાર, દશ યતિ ધર્મ અને ત્રણ ગુપ્તિ. તેવી જ રીતે અનગાર ધર્મામૃત/૯/૭૬માં આચાર્યના છત્રીસ ગુણોને દર્શાવ્યા છે. જેમ કે આચારતત્ત્વ, આધારતત્ત્વ વગેરે આઠ ગુણો અને છ અંતરંગ તથા છ બહિરંગ મળીને બાર પ્રકારના તપ તથા સંયમમાં વિશિષ્ટતાને પ્રગટ કરવાવાળા આચેલક્ય વગેરે દશ પ્રકારના ગુણ જેને સ્થિતિકલ્પ કહે છે. તેમ જ સામાયિક આદિ પૂર્વોક્ત છ પ્રકારના આવશ્યક છે. આમ ભિન્ન ભિન્ન પ્રકારે આચાર્યના છત્રીસ ગુણોનું કથન જૈન ગ્રંથોમાં જોવા મળે છે. કવિ ઋષભદાસે વ્રતવિચાર રાસ’માં નિગ્રંથ ગુરુના છત્રીસ ગુણોનું તેમ આચાર્યપદના છત્રીસ ગુણોનું સૂત્રસિદ્ધાંત પ્રમાણે નિરૂપણ ઢાલ – ૧૧-૧૨-૧૩ કડી નંબર ૯૨ થી ૧૦૮માં કર્યું છે. મુનિના સત્તાવીશ ગુણ જૈનધર્મ-દર્શનમાં સાધુ પદ પાંચેય પરમેષ્ટિમાં વ્યાપક છે. એકાંત મોક્ષના હેતુ માટે જ આત્મસાધના કરે તેને સાધુ કહે છે. ‘બૃહદ્યચક્ર'માં દેવસેનાચાર્ય અનુસાર સુખદુઃખમાં જે સમાન છે અને ધ્યાનમાં લીન છે તે શ્રમણ કહેવાય. શ્રી સૂયગડાંગ સૂત્ર'/૧/૧૬માં સાધુને ચાર નામથી વર્ણવ્યા છે. ૧) માહણ, ૨) સમણ, ૩) ભિખુ અને ૪) નિગ્રંથ. શ્વેતામ્બર પરંપરામાં મુનિ માટે સત્તાવીશ મૂલગુણોના પરિપાલનનું વિધાન છે. શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર’ અને ‘શ્રી સમવાયાંગ સૂત્રમાં મુનિના સત્તાવીસ ગુણોનું કથન નીચે પ્રમાણે છે, ___पंचमहव्वय जुत्तो, पंचिंदिय संवरणो, चउविह कसायमुवको, तओ समाधारणया ॥१॥ ति सच्च संपन्न तिओ, खंति संवेग रओ । वेयण मच्चु भयगयं, साहु गुण सत्तवीसं ॥२॥ અર્થાત્ : પાંચ મહાવ્રત પાળે, પાંચ ઈન્દ્રિયનો નિરોધ, ચાર કષાયોનો ત્યાગ, ભાવ સત્ય, કરણ સત્ય, યોગ સત્ય, ક્ષમા, વીતરાગતા, મન સમાધારણતા, વચન સમાધારણતા, કાય સમાધારણતા, જ્ઞાન સંપન્નતા, દર્શન સંપન્નતા, ચારિત્ર સંપન્નતા, વેદનાતિ સહનતા અને મારણાંતિક કષ્ટ સહનતા. આ પ્રકારે મુનિના સત્તાવીશ ગુણ છે. શ્રી આવશ્યક સૂત્ર'ની ટીકામાં આચાર્ય હરિભદ્રસૂરિએ સંગ્રહણી બે ગાથા દ્વારા સત્તાવીશ ગુણોનું કથન કર્યું છે. જેમ કે ૧) થી ૫) પાંચ મહાવ્રતોનું સમ્યક પાલન કરવું, ૬) રાત્રિભોજન ત્યાગ, ૭) થી ૧૧) પાંચેય ઈન્દ્રિયોને વશમાં રાખવી, ૧૨) ભાવ સત્ય, ૧૩) કરણ સત્ય, ૧૪) ક્ષમા, ૧૫) વીતરાગતા, ૧૬) થી ૧૮) મન-વચન-કાય અશુભ પ્રવૃત્તિનો નિરોધ અને શુભ પ્રવૃત્તિનો સ્વીકાર, ૧૯) થી ૨૪) છ કાયની રક્ષા, (૨૫) સંયમ યોગયુક્તતા, ર૬) તિતિક્ષા-સહિષ્ણુતા અને ૨૭) મારણાંતિક ઉપસર્ગને પણ સમભાવથી સહન કરવા. Page #274 -------------------------------------------------------------------------- ________________ દિગમ્બર પરંપરામાં મુનિ માટે અઠ્ઠાવીસ મૂલગુણોના પરિપાલનનું વિધાન છે. જેમ કે પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, પાંચ ઈન્દ્રિય નિગ્રહ, ષડાવશ્યક અને સાત બીજા ગુણ લોચ, નગ્નતા, અસ્નાન, ક્ષિતિશયન, અદ્યતઘર્ષણ, સ્થિતિભોજન (ઊભા ઊભા ભોજન કરવું) અને એકભક્ત (દિવસમાં એક વાર ભોજન કરવું) એમ અઠ્ઠાવીસ મૂળ ગુણ છે. કવિ ઋષભદાસે ‘વ્રતવિચાર રાસ' માં જેનાગમોના આધારે મુનિના સત્તાવીશ ગુણોનું આલેખન ઢાલ-૧૬ પંકિત નંબર ૬૨ થી ૬૪માં કર્યું છે. મુનિના બાવીસ પરીષહ | ‘રવા તિ પરીષદ:' જે સહન કરે તે પરીષહ છે. “શ્રી તત્વાર્થ સૂત્ર'માં પરીષહની પરિભાષા આલેખતાં કહ્યું છે કે, “મisીવન નિર્વાર્થ પરોઢન્ચા: પરીષદ:” અર્થાત્ સભ્યદર્શન આદિ મોક્ષમાર્ગમાં સ્થિરતા રહે એ માટે તથા નિર્જરા માટે જે સહન કરવા યોગ્ય છે તે પરીષહ છે. પરીષહ એટલે વિપત્તિઓને સહન કરવી. સંયમી સાધક સંયમ દૂષિત ન થાય અને પૂર્વ સંચિત કર્મોની નિર્જરા થાય એ ભાવનાથી ભૂખ, તરસ, ઠંડી આદિ કષ્ટોને સમભાવપૂર્વક સહન કરે તે ‘પરીષહ જય' છે. પરીષહ અને કાયકલેશમાં અંતર છે. (૧) કાયકલેશએ બાહ્ય તપ છે અર્થાત્ જે તપ કર્મક્ષય કરવા માટે સ્વેચ્છાએ સ્વીકારવામાં આવે તે કાયકલેશ છે. જેમ કે ગ્રીષ્મ ઋતુમાં આતાપના લેવી વગેરે. (૨) પરીષહ એ છે કે મોક્ષ માર્ગ પર ચાલતી વખતે વગર ઈચ્છાએ આવતા સુધાદિ કષ્ટોને સંયમથી ચલિત થવા વિના નિર્જરાના લક્ષે સહન કરવા. | ‘શ્રી સમવાયાંગ સૂત્ર', “શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર', “શ્રી આવશ્યક સૂત્ર' આદિમાં બાવીસ પરીષહનો ઉલ્લેખ મળે છે. જેમ કે, ૧) સુધા-ભૂખ, ૨) પિપાસા-તૃષા, ૩) શીત-ઠંડી, ૪) ઉષ્ણગરમી, ૫) દેશમશક – ડાંસ-મચ્છર, ૬) અચેલ-વસ્ત્રનો સર્વથા અભાવ અથવા અલ્પ જીર્ણ વસ્ત્ર ધારણ કરવાં, ૭) અરતિ-સંયમ પ્રતિ થતી અરુચિ કે ઉદાસીનતા, ૮) સ્ત્રી પરીષહ – સ્ત્રીનો પરીષહ, ૯) ચર્ચા-વિહાર યાત્રામાં સહન કરવા પડતા કષ્ટ, ૧૦) નૈષધિકી - વિહાર ભૂમિમાં અથવા સ્વાધ્યાયભૂમિમાં થનારા ઉપદ્રવ, ૧૧) શય્યા-શંચ્યા, નિવાસ સ્થાનની પ્રતિકૂળતા, ૧૨) આક્રોશઅન્યના દુર્વચનનું શ્રવણ, ૧૩) વધ-લાકડી આદિનો માર સહન કરવો, ૧૪) યાચના-પ્રત્યેક વસ્તુ માંગીને મેળવવી, ૧૫) અલાભ-ઈચ્છાનુસાર વસ્તુની પ્રાપ્તિ ન થવી, ૧૬) રોગ-શરીરની અશાતા, ૧૭) તૃણસ્પર્શ - સંતારક માટે લાવેલા તૃણ આદિની પ્રતિકૂળતા, ૧૮) જલ-શરીર-વસ્ત્ર આદિની મલિનતા, ૧૯) સત્કાર-પુરસ્કાર-માન-સન્માનમાં આસક્ત થવું, ૨૦) પ્રજ્ઞા-બુદ્ધિનો ગર્વ કરવો, ૨૧) અજ્ઞાન-બુદ્ધિની હીનતામાં દુઃખી થવું અને ૨૨) દર્શન-મિથ્યામતોવાળાના સંસર્ગમાં આવવું અથવા શ્રદ્ધામાં શંકા કરવી. આ બાવીસ પ્રકારની પરિસ્થિતિને સમભાવ પૂર્વક સહન કરવી તે સાધુધર્મ છે. આ બાવીશ પરીષહોમાં પ્રજ્ઞા અને અજ્ઞાનની ઉત્પત્તિનું કારણ જ્ઞાનાવરણીય કર્મ છે. અલાભનું કારણ અંતરાય કર્મ છે. અરતિ, અચેલ, સ્ત્રી, નિષદ્યા, યાચના, આક્રોશ અને સત્કાર Page #275 -------------------------------------------------------------------------- ________________ પુરસ્કાર, આ સાત પરીષહ ચારિત્ર મોહનીયના ઉદયથી છે. દર્શન પરીષહમાં દર્શન મોહનીયનો ઉદય કારણ છે અને બાકીના ૧૧ પરીષહોની ઉત્પત્તિનું કારણ વેદનીય કર્મ છે. શ્રી તત્ત્વાર્થ સૂત્ર', ચારિત્રસાર’, ‘રાજવાર્તિક' વગેરેમાં પણ બાવીસ પરીષહનો ઉલ્લેખ છે. બધા જ ગ્રંથોમાં સંખ્યાની દૃષ્ટિથી સમાનતા જોવા મળે છે પરંતુ ક્રમની દષ્ટિથી ક્યાંક ભેદ છે. કવિ ઋષભદાસે વ્રતવિચાર રાસ'માં આગમ કથાનકોના આધારે જેવાં કે ઢંઢણમુનિ, સનતકુમાર, દઢપ્રહારી, ચિલાતીપુત્ર વગેરે દષ્ટાંતો આપી બાવીસ પરીષહનું આલેખન કરી ઢાલ - ૧૪ પંકિત નંબર ૨૬ થી ૫૧માં સમજાવ્યું છે. ભાવના ધર્મનો સાર, આગમનો અર્ક અને શાસ્ત્રનું નવનીત ભાવના છે. યથાર્થ જ્ઞાનપૂર્વક પદાર્થનું વારંવાર ચિંતન કરવું તે ભાવના છે. પંચાસ્તિકાય’માં ભાવના ની પરિભાષા આપતાં કહ્યું છે કે, “જ્ઞાથે પુનઃ પુનફિલ્તન માવના' અર્થાત્ જાણેલા અર્થનું પુનઃ પુનઃ ચિંતન કરવું તે ભાવના છે. ભગવાન મહાવીરે કહ્યું છે કે, ભાવના નાવ સમાન છે. જેનો આત્મા ભાવના યોગથી શુદ્ધ થઈ જાય છે, તે મનુષ્ય સંસાર સાગરને પાર કરી શકે છે. આયુર્વેદમાં ભસ્માદિને જેમ જેમ પુટ દેવામાં આવે છે. તેમ તેમ તેની રોગનાશક શકિત વધતી જાય છે તેવી જ રીતે તપાદિ કોઈ પણ અનુષ્ઠાનો પણ ભાવનાના પુટથી તરબોળ બનીને કરવામાં આવે છે ત્યારે એ ક્રિયાની શક્તિ અચિંત્ય બની જાય છે. સંસારના સંકલેશમય વાતાવરણથી જલતા અને આધિ, વ્યાધિ, ઉપાધિમય જીવનમાં સમાધિનું દાન આપનાર બાર ભાવના છે. | ‘તત્ત્વાર્થ સૂત્ર', ‘યોગશાસ્ત્ર', ‘સમણસુત્ત', સમાધિ-સાધના, વગેરે જૈન ગ્રંથોમાં બાર ભાવનાનો ઉલ્લેખ છે. જેમ કે, ૧) અનિત્ય ભાવના, ૨) અશરણ ભાવના, ૩) સંસાર ભાવના, ૪) એકત્વ ભાવના, ૫) અન્યત્વ ભાવના, ૬) અશુચિ ભાવના, ૭) આશ્રવ ભાવના, ૮) સંવર ભાવના, ૯) નિર્જરા ભાવના, ૧૦) લોક સ્વરૂપ ભાવના, ૧૧) બોધિ દુર્લભ ભાવના અને ૧૨) ધર્મ દુર્લભ ભાવના. કવિ ઋષભદાસે પણ ‘વ્રતવિચાર રાસ' કૃતિમાં બાર ભાવનાનું સ્વરૂપ દર્શાવ્યું છે. જેની ઢાલ – ૧૩ પંકિત ૯ થી ૨૩માં પ્રતીતિ થાય છે. આશાતના “શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર'માં વ્યાખ્યાકાર આશાતનાની પરિભાષા આપતા કહે છે કે, આશાતના શબ્દ આ + શાતના એમ બે શબ્દનો બનેલો છે. આચાર્ય જિનદાસસૂરિ આવશ્યક ચૂર્ણિમાં દર્શાવે છે કે “વારતાનામ્ નાગા સાયન્સ સાતના, ચાર તોપં સ્ત્રી સારાતના મવતિ' અર્થાત્ જ્ઞાનાદિના આય (પ્રાપ્તિ)ની શાતના = ખંડનને આશાતના કહે છે. આય + શાતનામાં ‘ય’કારનો લોપ થવાથી આશાતના શબ્દ બને છે. આચાર્ય અભયદેવ “સમવાયાંગ ટીકા' માં દર્શાવે છે કે, ‘સાય: સભ્યનાચવાતિ નક્ષ/સ્તસ્થ રાતના રચંડને નિરુત્તાવારીતિના” અર્થાત્ સમ્યકદર્શનાદિ ગુણોની પ્રાપ્તિને આય કહે છે અને તે પ્રાપ્ત ગુણોની ‘શાતના એટલે ખંડના - હ્રાસ થવો તેને Page #276 -------------------------------------------------------------------------- ________________ આશાતના કહે છે. ગુરુ આદિના અવિનય, અવહેલનાદિથી જ્ઞાનાદિ ગુણોની ખંડના થાય છે. તેથી તેવી પ્રવૃત્તિઓ આશાતના કહેવાય. ‘શ્રી સમવાયાંગ સૂત્ર’, ‘શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર’માં શિષ્યના અયોગ્ય વર્તનથી થતી ગુરુજનોની ત્રેતીસ આશાતનાનું નિરૂપણ જોવા મળે છે. તેવી રીતે ‘શ્રાદ્ધ વિધિ પ્રકરણ’માં ‘‘જ્ઞાનની, દેવની અને ગુરુની એ ત્રણેની આશાતના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારે દર્શાવી છે. પ્રવચન સારોદ્વાર'માં દેવની (દેરાસરની) મુખ્ય દશ આશાતનાઓ દર્શાવી છે. જેમ કે (૧) તંબોલ (મુખવાસ) (૨) પાણી (૩) ભોજન (૪) પગરખા (૫) સ્રી-ભોગ (૬) શયન (૭) થૂંકવું (૮) લઘુનીતિ (૯) વડીનીતિ અને (૧૦) જુગાર રમવો. આ દશ આશાતનાઓ મુખ્ય છે અને તેના પેટાભેદ રૂપે બીજી ચોર્યાશી આશાતનાઓનો ઉલ્લેખ કર્યો છે. ‘શ્રી આવશ્યક સૂત્ર’માં અરિહંત, સિદ્ધ, આચાર્ય આદિની તેમ જ શ્રાવક-શ્રાવિકા, ઈહલોક, પરલોક સમસ્ત જીવોની તેમ જ જ્ઞાનની એમ તેત્રીસ પ્રકારે આશાતના દર્શાવી છે. કવિ ઋષભદાસે ‘વ્રતવિચાર રાસ'માં જિનમંદિર-જિનપ્રતિમાની મુખ્ય દશ આશાતના દર્શાવી તેમ જ તેને ટાળવાનો ઉપદેશ પોતાની સરળ બોધાત્મક શૈલીમાં ઢાલ – ૧૧ પંકિત નંબર ૮૯ થી ૯૧માં સમજાવ્યું છે. તપ જૈનસાધના પદ્ધતિના ચાર પ્રમુખ અંગ છે, જેમ કે, ૧) સમ્યક્દર્શન, ૨) સમ્યજ્ઞાન, ૩) સમ્યક્ચારિત્ર અને ૪) સમ્યક્તપ. આચાર્ય અકલંકદેવે ‘તપ’ની પરિભાષા આપતા કહ્યું છે કે, ‘ર્મક્ષાર્થ સપ્ચત કૃતિ ત૫:।' અર્થાત્ કર્મ ક્ષય માટે જે તપાય છે તે ‘તપ’ છે. જયસેનાચાર્યે ‘તપ’ની પરિભાષા દર્શાવતાં કહ્યું છે કે, ‘સમસ્તરાગાદ્રિ પર માવે છાત્યાનેનસ્વસ્વરૂપે પ્રતપનું વિષયનું તપ: ।' અર્થાત્ : સમસ્ત રાગાદિ ભાવ ઈચ્છાઓના ત્યાગથી સ્વસ્વરૂપમાં પ્રતપન-વિજય કરવો તપ છે. ‘રાજ વાર્તિક’/૬માં કહ્યું છે કે ‘ર્મવહના તપ: ।' અર્થાત્ કર્મને દહન/ભસ્મ કરવાના કારણે તપ કહેવાય છે. ‘તપ’ જૈન-સાધના પદ્ધતિનો પ્રાણ છે. ભવભવથી સંચિત કરેલાં કર્મોને સંપૂર્ણરૂપથી બાળવા માટે અને ભવસાગરથી હંમેશને માટે મુક્ત થવા માટે આ પ્રબળ અને મહત્ત્વપૂર્ણ સાધન છે. ‘તત્ત્વાર્થ સૂત્ર’ ૯/૩માં પણ લખ્યું છે કે ‘તપસ નિર્ઝા વા’ અર્થાત્ તપથી નિર્જરા થાય છે. ‘શ્રી સમવાયાંગ સૂત્ર’, ‘શ્રી ઔપપાતિક સૂત્ર’, ‘શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર' આદિમાં દર્શાવ્યું છે કે, तवो दुविहो वुत्त बाहिरब्भंतरो तहा । बाहिरो छव्विहो वुत्तो एवमब्भंतरो तवो । અર્થાત્ : તપના બે પ્રકાર છે, બાહ્ય અને આત્યંતર, બાહ્ય તપ છ પ્રકારના છે. તેવી જ રીતે આવ્યંતર તપ પણ છ પ્રકારના છે. જેમ કે, • ૧૨૫૫ > Page #277 -------------------------------------------------------------------------- ________________ ૧) અનશન, ૨) ઊણોદરી, ૩) ભિક્ષાચર્યા (વૃત્તિ સંક્ષેપ), ૪) રસ પરિત્યાગ, ૫) કાય ક્લેશ અને ૬) પ્રતિસલીનતા, આ છ બાહ્ય તપ છે. તેમ જ ૧) પ્રાયશ્ચિત, ૨) વિનય, ૩) વૈયાવૃત્ય, ૪) સ્વાધ્યાય, ૫) ધ્યાન અને ૬) વ્યુત્સર્ગ, આ છ આત્યંતર તપ છે. જૈન સાધનામાં તપસ્યાનો અર્થ કાય-ક્લેશ અથવા ઉપવાસ જ નથી પરંતુ સ્વાધ્યાય, ધ્યાન, વિનય આદિ પણ તપસ્યાના અંગ દર્શાવ્યાં છે. કવિ ઋષભદાસે વ્રતવિચાર રાસ’માં તપધર્મની સંગે બાર પ્રકારના તપનું આલેખન કરી ઢાલ – ૪ પંકિત નંબર ૩ર થી ૩પમાં સમજાવ્યું છે. સુધર્મ જૈનધર્મ દર્શનમાં ત્રીજા તત્ત્વરૂપે સુધર્મની આરાધના કરવાનું કહ્યું છે. ધર્મ' શબ્દ શુભકર્મ, કર્તવ્ય, કુશળ અનુષ્ઠાન, સુકૃત, પુણ્ય, સદાચાર, સ્વભાવ, રીત, વ્યવહાર આદિ અર્થોમાં પ્રયુક્ત થાય છે. આ જગતમાંના તમામ જીવોને એકાંત સુખની અભિલાષા છે. તે અભિલાષા પૂર્ણ કરનાર આ વિશ્વમાં જે કોઈ પણ પદાર્થ હોય તો એકમાત્ર ધર્મ છે. મહાન યોગીઓએ કહ્યું છે કે “યતોડવુચે નિ:શ્રેયસ સિદ્ધિઃ સધર્મ: ' અર્થાત્ જે માર્ગ પર ચાલવાથી મનુષ્યનું કલ્યાણ થાય, મનુષ્ય જીવનની ઉન્નતિ થઈ શકે. તે જ વાસ્તવમાં ધર્મ છે. જૈનદર્શન અનુસાર કેવલી કથિત, સર્વજ્ઞ સિદ્ધ કરેલ સ્વ-પરના સ્વરૂપને દેખાડનાર અને મોક્ષ સુખ આપનાર ખરો આત્મિક ધર્મ છે. “વત્યુ સહાવો ધબ્બો' અર્થાત્ વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે. શીતળતા પાણીનો સ્વભાવ છે. ઉષ્ણતા અગ્નિનો સ્વભાવ છે. તેનો સ્વભાવ જ તેનો ધર્મ કહેવાય. તેમ જ્ઞાન-દર્શનરૂપ ઉપયોગ, તે આત્મનો સ્વભાવ છે, તેથી જ્ઞાન અને દર્શન આત્મધર્મ છે. તે આત્મધર્મની પ્રાપ્તિના ઉપાયો અહિંસા, સંયમ, તપ, જપ આદિ અનુષ્ઠાનોને પણ કારણમાં કાર્યનો ઉપચાર કરીને ધર્મ કહ્યાં છે. | ‘ધર્મ' શબ્દ સંસ્કૃત ‘ધૂ ધાતુથી નિષ્પન્ન થાય છે. જેનો અર્થ થાય ધરવું. તે ઉપરથી કહ્યું છે કે “ધરળદુ ધર્મfમ ત્યાઃ ' અર્થાત્ જે ધારણ કરાય તે ધર્મ છે. - શ્રી હરિભદ્રસૂરિ કૃત ‘દશવૈકાલિક સૂત્ર'ની ટીકા અનુસાર “તુતિ પ્રાન્તમાત્માને ધારતોતિ ધર્મ' અર્થાત્ દુર્ગતિમાં પડતા આત્માને ધારણ કરે તે ધર્મ છે. ભગવાન મહાવીરે ધર્મનું રહસ્ય બતાવતાં કહ્યું છે કે “અહિંસા, સંયમ અને તપની આરાધના જ મંગલમય ધર્મનું સ્વરૂપ છે. એવા નિયમોનું પાલન કરનાર જ સત્યધર્મી છે. એવા સાધકને દેવતા પણ નમસ્કાર કરે છે." | ‘શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'માં ‘અહિંસા' ને જ જૈનધર્મનું હાર્દ ગયું છે. અહિંસાને બાદ કરીએ તો ધર્મ બચે નહિ. જગતના તમામ જીવો પ્રત્યે પ્રેમ-કરુણા-દયાભાવ રાખવો એ જ જૈનધર્મનો મર્મ છે. કાર્તિકેયાનુપ્રેક્ષા’/ ૪૭૮ અનુસાર “નીવાળ રવાં જો ' અર્થાત્ જીવોની રક્ષા કરવી ધર્મ છે. Page #278 -------------------------------------------------------------------------- ________________ મહાભારતના અનુશાસન પર્વ ૧૧૫/૨૩માં લખ્યું છે કે, अहिंसा परमो धर्मस्तथाऽहिंसा परमंतपः । __ अहिंसा परमं सत्यं यतो धर्मः प्रवर्तते। અર્થાત્ : અહિંસા પરમ ધર્મ, પરમ તપ અને પરમ સત્ય છે. શાસ્ત્રકારોએ કહ્યું છે કે, શાંતિ સમાન કોઈ તપ નથી, સંતોષ જેવું કોઈ સુખ નથી, તૃષ્ણા જેવો કોઈ રોગ નથી અને દયા જેવો કોઈ ધર્મ નથી. કવિ ઋષભદાસે વ્રતવિચાર રાસ’માં આ જ વાતનું પ્રતિપાદન અત્યંત સંક્ષેપમાં કર્યું છે. પરંતુ માર્મિક છે. જે નીચેની પંક્તિમાં આલેખ્યું છે. ઢાલ || ૧૬ | ધર્મ કહ્યો જે કેવલી, તે મોર મનિ સતિ | યા કુલ આચના ભલી, સહુ સેવો એક ચતિ //૬ ૬ // સમકિત-સમ્યકત્વ સમ્યકત્ત્વ, સમકિત, દર્શન વગેરે બધા શબ્દો જૈનદર્શનમાં એક જ અર્થમાં વપરાય છે. સમ્યક એટલે બરાબર કે યથાર્થ, સાચી માન્યતા, વસ્તુને વસ્તુ તરીકે જ ઓળખવી તેનું નામ સમ્યકત્વ છે. અભિધાન રાજેન્દ્રકોશમાં સમ્યકત્વનો અર્થ તત્પરુચિ પણ કરેલ છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર' ૨૮માં સમ્યકત્વનું સ્વરૂપ દર્શાવતાં કહ્યું છે કે, तहियाणं तु भावाणं, सब्भावे उवएसणं भावेण सद्दहंतस्स, सम्मत्तं तं वियाहियं ।।१५।।। અર્થાત્ : યથાતથ્ય (વાસ્તવિક) ભાવોના અસ્તિત્વની સ્વાભાવિક રીતે પોતાની મેળે) અથવા અન્યના ઉપદેશથી શ્રદ્ધા કરવી, તેને જિનેશ્વરોએ સમ્યકત્વ કહ્યું છે. જે પદાર્થ જેવા સ્વરૂપે છે તેને તેવા જ સ્વરૂપે જાણે શ્રધ્ધ, પ્રરૂપે તે સમ્યગ્દર્શન કહેવાય. ‘તત્ત્વાર્થ સૂત્ર' ૧/૨માં ઉમાસ્વાતિએ કહ્યું છે કે, “તત્ત્વાર્થ શ્રદ્ધાનં સભ્યપૂનમ્' અર્થાત્ તત્ત્વો પરની શ્રધ્ધા તે સમ્યદર્શન છે. યથાર્થ રૂપથી પાર્થોનો નિશ્ચય કરવાની જે રુચિ તે સમ્યદર્શન છે. ધર્મને ધર્મ સ્વરૂપે, અધર્મને અધર્મ સ્વરૂપે, જીવને જીવ સ્વરૂપે, અજીવને અજીવરૂપે તે જ પ્રમાણે પુણ્ય, પાપ, આસ્ત્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ, ચાર તીર્થ, લોકાલોક, છ દ્રવ્ય વગેરે તમામ વસ્તુને તેના ખરા સ્વરૂપે જાણવી, માનવી, પ્રતીતિ કરવી તેને સમ્યકત્વ કે સમકિત કહે છે. | ‘તત્ત્વાર્થ સૂત્ર ૧/૩માં કહ્યું છે કે “સાર્વધામાદ્રા ' અર્થાત્ સમકિતની પ્રાપ્તિ બે પ્રકારે થાય છે. ૧) નિસર્ગથી એટલે સ્વભાવથી અને ૨) અધિગમથી એટલે ગુરુ આદિના ઉપદેશથી. બન્ને પ્રકારના સભ્યદર્શનમાં અનંતાનુબંધી ચતુષ્ક કષાય (ક્રોધ, માન, માયા, લોભ) અને દર્શનમોહનીય કર્મની ત્રણ પ્રકૃતિ. આ સાત પ્રકૃતિનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ થવો અનિવાર્ય છે. અને સમ્યકત્વ પ્રાપ્ત થવા સિવાય કોઈને મોક્ષ મળતો જ નથી. સમ્યકત્વ એ મોક્ષ પ્રાપ્તિનો પાયો છે. ‘જ્ઞાનાર્ણવ' ૬/૫૯માં સમ્યક્રર્શનનું મહત્ત્વ બતાવતાં કહ્યું છે કે, સમ્યકદર્શન અતુલ Page #279 -------------------------------------------------------------------------- ________________ સુખનિધાન છે. સમસ્ત કલ્યાણોનો બીજ છે. સંસાર સાગર તરવાનું જહાજ છે. ભવ્યજીવ જ તેને પાત્ર છે. પુણ્ય તીર્થોમાં પ્રધાન છે. તથા વિપક્ષી જે મિથ્યાદર્શન તેને જીતવાવાળો છે. | ‘શ્રી અષ્ટ પાહુડ'માં સમ્યકદર્શનનું મહત્ત્વ દર્શાવતા કહ્યું છે કે, સમ્યકત્વને આચરનાર ધીરપુરુષ સંખ્યાત તથા અસંખ્યાત ગુણી કર્મોની નિર્જરા કરે છે. અને કર્મ ઉદયના ફળરૂપ સંસાર દુ:ખનો નાશ કરે છે. કવિ ઋષભદાસ વ્રતવિચાર રાસ’માં સમકિતનું સ્વરૂપ સમજાવતાં કહે છે કે જેમ ઘી વિના લાડુ, વેણી વિના શણગાર, કાજલ વિના આંખ, તારા વિના વિણા તેમ જ પુરુષાતન વિના પુરુષ જેવો લાગે તેમ સમકિત વિના ધર્મ એવો લાગે. આવા અનેક રૂપકો દ્વારા સમકિતની મહત્તા દર્શાવી છે. જેની ઢાલ - ૨૫ પંકિત નંબર ૭૨ થી ૭૯માં પ્રતીતિ કરાવી છે. શ્રદ્ધા શ્રદ્ધા એટલે દઢ વિશ્વાસ. જૈનદર્શનમાં શ્રદ્ધા એટલે જ દર્શન. મહાપુરાણ ૯/૧૨૩ અનુસાર “શ્રધ્ધારિસ્પરપ્રત્યયાતિ પર્યા: ” અર્થાત્ શ્રદ્ધા, રુચિ, સ્પર્શ, અને પ્રત્યય અથવા પ્રતીતિ આ સમ્યગ્દર્શનના પર્યાય છે. આ સંસારમાં પ્રાણીમાત્ર માટે ચાર પરમ અંગો પ્રાપ્ત થવા દુર્લભ છે. તેમાં જેમ કે ૧) મનુષ્યત્વ ૨) સદ્ધર્મનું શ્રવણ ૩) શ્રદ્ધા અને ૪) સંયમમાં પરાક્રમ તેમાં ત્રીજા અંગે શ્રદ્ધા દર્શાવી છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'ના ૩/૯માં કહ્યું છે કે, “સાહ સવM ત૬, સદ્ધ પરમ ટુતારા' અર્થાત્ સદ્ધર્મ શ્રવણ પ્રાપ્ત કર્યા પછી પણ તેમાં શ્રદ્ધા કે રુચિ થવી અત્યંત દુર્લભ છે. સમ્યક્રર્શનના ચાર આધાર છે. દેવ, ગુર, ધર્મ અને તત્ત્વ. આ ચાર ઉપર યથાર્થ વિશ્વાસ કરવો સમ્યકદર્શન છે. જિનેશ્વર ભગવંતોએ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપને મોક્ષ માર્ગ કહ્યો છે. શ્રદ્ધાવાળું જ્ઞાન તે જ જ્ઞાન છે. તેવી જ રીતે શ્રદ્ધાવાળું ચારિત્ર તે જ ચારિત્ર-તપ છે. માટે શ્રદ્ધા એ જ ધર્મનો-જ્ઞાનનો-મોક્ષનો પાયો છે. શ્રદ્ધારૂપી દઢ પાયા વિનાની ધર્મની ઈમારત તદ્દન નકામી છે. લૌકિક કહેવતમાં સાચું જ કહ્યું છે. “મન વિનાનું મળવું તેમ શ્રદ્ધા વિનાનું દાન નકામું છે”. શ્રદ્ધા વગરની ક્રિયા એકડાં વગરના મીંડા જેવી છે. નાના કે મોટા, સામાન્ય કે વિશેષ, કોઈ પણ ધર્મમાં પ્રથમ શ્રદ્ધાને સ્થાન આપવામાં આવ્યું છે. જૈનદર્શનમાં વ્યવહાર સમકિતના સડસઠ બોલમાં પ્રથમ બોલે ચાર પ્રકારે શ્રદ્ધા બતાવી છે. જેમ કે, ૧) પરમન્થ સંથવો – પરમાર્થના જ્ઞાતા હોય તેનો પરિચય કરવો, ૨) સુદિઠ પરમQસેવણા - સુદષ્ટ રત્નત્રયીના આરાધકની સેવા કરવી – સંગ કરવો, ૩) વાવણ – સમ્યકત્વ ભટ્ટ અને ૪) કુદંસણ-વજીણા - મિથ્યાદર્શનીનો ત્યાગ કરવો તે સમ્યકત્વની શ્રદ્ધા છે. “શ્રી ઉત્તરાધ્યન સૂત્ર' ૨૮/૨૮ તેમ જ “શ્રી આવશ્યક સૂત્ર' (શ્રાવક પ્રતિક્રમણ)માં સમ્યક્ટર્શનને પુષ્ટ કરવા માટે ઉપર્યુક્ત ચાર પ્રકારે શ્રદ્ધાનું નિરૂપણ કર્યું છે. કવિ ઋષભદાસે વ્રતવિચાર રાસ'માં સમકિતની નિર્મલતા માટે ચાર પ્રકારની શ્રદ્ધા બતાવી છે. જે નીચેની પંક્તિ દ્વારા સૂચિત થાય છે. Page #280 -------------------------------------------------------------------------- ________________ ઢાલ || ૧૦ || પૂëિ પાતિગ છૂટીઇ, જપીઇ જિનવર સોય । ચ્યાર પ્રકારિ સધહતા, શમક્તિ નીર્મલ હોય ।।૮૫ છ છીંડી અને ચાર આગાર આગાર એટલે છૂટછાટ, સંકટમાં સહાયતા-અપવાદ, મુસીબતમાં માર્ગ વગેરે અર્થ થાય. કોઈ તેને છીંડી પણ કહે છે. છીંડી એટલે ગલી. જેમ મુખ્ય રસ્તે ચાલવામાં કોઈ વાર મુશ્કેલી આવે અથવા જઈ શકાય તેમ ન હોય તો છીંડીને માર્ગે થઈ પછી મુખ્ય રસ્તે પહોંચાય. તેવી જ રીતે સમકિતનું પાલન કરતાં કોઈ વાર ગંભીર પ્રકારની મુશ્કેલીઓ ઊભી થાય ત્યારે છીંડીરૂપ આગારમાંથી પસાર થઈ, પાછું મુખ્ય રસ્તે આવી જવું પરંતુ પ્રતિજ્ઞા નિયમ તોડવા નહિ. અત્યંત ગાઢ કારણોથી કુદેવ, કુગુરુ અને કુધર્મનો આદર સત્કાર કરવો પડે ત્યારે ‘હારિભદ્રિય આવશ્યકવૃત્તિ વગેરે ગ્રંથોમાં છ પ્રકારના આગાર બતાવ્યાં છે, તે આગાર વડે પ્રતિજ્ઞા ભંગથી બચાય છે. છ છીંડી/આગારનાં નામ ૧) રાયમિયોનેનું રાજાના હુકમથી. ૨) મળમિકોનેનું જ્ઞાતિ, કુટુંબ અને સમાજને કારણે. ૩) વૃત્તમિયોનેન શક્તિ કે સત્તાથી બળવંતના ભયથી. ૪) તેવમિત્રોનેળ = દેવના પ્રકોપથી. ૫) ગુરુશિષ્નહેમં = ગુરુ, માતા-પિતાના આદેશ અથવા આગ્રહથી. ९) वित्तीकंतारेणं પોતાની આજીવિકા માટે અથવા કોઈ સંકટગ્રસ્ત પરિસ્થિતિ આવે ત્યારે. = = - = = પ્રત્યાખ્યાન આગાર : પ્રત્યાખ્યાન ગ્રહણ કરનાર સાધક છદ્મસ્થ છે, તે શ્રદ્ધાથી પ્રત્યાખ્યાનનું પૂર્ણપણે પાલન કરનારી દઢતમ ભાવનાથી પ્રત્યાખ્યાનનો સ્વીકાર કરે છે. તેમ છતાં છદ્મસ્થપણાના કારણે કોઈ વિશેષ પરિસ્થિતિમાં પ્રતિજ્ઞાનું પાલન કરી ન શકે તેવી પરિસ્થિતિમાં તેની પ્રતિજ્ઞાનો સર્વથા ભંગ ન થાય તે માટે આચાર્યોએ દીર્ઘ દૃષ્ટિથી વિચારીને આગાર-અપવાદ કે છૂટનું વિધાન કર્યું છે. પ્રત્યાખ્યાન ગ્રહણ કરતી વખતે જ સાધક તેવી છૂટ રાખે છે. જેથી તેના પ્રત્યાખ્યાનનો સર્વથા ભંગ થતો નથી. શાસ્ત્રોમાં પ્રત્યાખ્યાનના ચાર મુખ્ય આગારોનું વિધાન છે. જેમ કે, ૧) ‘અન્નત્થણાભોગેણં’ અર્થાત્ આગાર સિવાય પ્રત્યાખ્યાનનું વિસ્મરણ થવું. ૨) ‘સહસાગારેણ' અર્થાત્ અકસ્માત સ્વયં મુખમાં આવી પડે. ૩) ‘મહત્તરાગારેણં’ અર્થાત્ મોટી નિર્જરા હેતુભૂત. ૪) ‘વત્તિયાગારેણં’ અર્થાત્ તીવ્ર વેદનામાં ઔષધાદિ માટે બતાવ્યા છે. ‘શ્રી આવશ્યક સૂત્ર’ના છઠ્ઠા આવશ્યકમાં દેશ પ્રત્યાખ્યાનના ભિન્ન ભિન્ન આગાર દર્શાવ્યા છે. કવિ ઋષભદાસે પણ ‘વ્રતવિચાર રાસ'માં સમકિત વ્રત ભંગ ન થાય તે માટે છ છીંડી અને કોઈ પણ પ્રત્યાખ્યાન લેવામાં આવે ત્યારે તેમાં ચાર આગારની છૂટ રાખવામાં આવે છે. તેનું સંક્ષિપ્તમાં વર્ણન ઢાલ - ૨૨ પંકિત નંબર ૧૮ થી ૨૧માં કર્યું છે. નિક્ષેપ કોઈ પણ વસ્તુમાં ગુણનું કે અવગુણનું આરોપણ (સ્થાપન) કરવું તેને નિક્ષેપ કહે છે. નિક્ષેપ જૈનદર્શનનો પરિભાષિક શબ્દ છે. નિક્ષેપનો પર્યાયવાચી શબ્દ ન્યાસ છે. જેનો = ૧૨૫૯ Page #281 -------------------------------------------------------------------------- ________________ પ્રયોગ ‘તત્ત્વાર્થ સૂત્રમાં થયો છે. વ્યવહાર જગતમાં ભાષાનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. નિક્ષેપ ભાષા-પ્રયોગની નિર્દોષ પ્રણાલી છે. ‘અનુયોગદ્વાર ચૂર્ણિમાં નિક્ષેપની પરિભાષા આપતા કહ્યું છે કે, “નિરવો અત્યમેદ્રસિ:' અર્થાત્ અર્થની ભિન્નતાના જ્ઞાનને નિક્ષેપ કહે છે. તેમ જ “શ્રી અનુયોગદ્વાર’ સૂત્રમાં નિક્ષેપના મુખ્ય ચાર ભેદ દર્શાવ્યાં છે. ૧) નામ નિક્ષેપ, ૨) સ્થાપના નિક્ષેપ, ૩) દ્રવ્ય નિક્ષેપ અને (૪) ભાવ નિક્ષેપ. ' 'તત્વાર્થ સૂત્ર’ ૧/૫ અનુસાર “નામસ્થા૫નાદ્રવ્યમાવતસ્તન્યાસ:' અર્થાત્ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ રૂપથી એનું અર્થાત્ સમ્યદર્શનાદિનું અને જીવ આદિનું ન્યાસ અર્થાત્ નિક્ષેપ થાય છે. ‘બૃહદ્ નયચક્ર'માં નિક્ષેપને પારિભાષિત કરતાં કહ્યું છે કે યુક્તિપૂર્વક પ્રયોજન યુક્ત નામ વગેરે ચાર ભેદથી વસ્તુને સ્થાપિત કરવી તે નિક્ષેપ છે. ૧) જિનેશ્વર દેવનું નામ તે નામજિન – ઋષભદેવ અજિતનાથ વગેરે. ૨) કેવલજ્ઞાની થયેલા મોક્ષપદને પામેલા તે ભાવજિન. ૩) સુવર્ણ, રજત, મોતી, પાષાણ વગેરેથી બનાવેલ પ્રતિમા તે સ્થાપના જિન. ૪) ભાવિમાં થનારા જિનેશ્વર દેવના જીવો તે દ્રવ્યજિન કહેવાય. ‘પદ્રવન્ડામમ્' અને “ધવતા' માં છ પ્રકારના નિક્ષેપ બતાવ્યાં છે. જેમ કે, ૧) નામ, ૨) સ્થાપના, ૩) દ્રવ્ય, ૪) ભાવ, ૫) ક્ષેત્ર અને ૬) કાળ નિક્ષેપ. કવિ ઋષભદાસે ‘વ્રતવિચાર રાસ'માં જિન ભગવંતના ચાર નિક્ષેપ દર્શાવ્યા છે. જેની ઢાલ - ૧૦ પંકિત નંબર ૮૬ થી ૮૭માં પ્રતીતિ કરાવી છે. મિથ્યાત્વ (મિથ્યાદર્શન) | મિથ્યાત્વ શબ્દના અનેક અર્થ છે જેમકે – આધ્યાત્મિક અજ્ઞાન, ભ્રાન્તિ, માયા, અજ્ઞાન, મિથ્યાદર્શન, અવિદ્યા, તત્ત્વજ્ઞાનનો અભાવ વગેરે. કર્મબંધનું મુખ્ય કારણ મિથ્યાત્વ છે. પાતંજલ યોગસૂત્ર' ૨/૫માં મિથ્યાત્વ (અવિદ્યા)નું સ્વરૂપ બતાવતા કહ્યું છે કે, ‘નિત્યાન્નુવિદુ:સાનાત્મસુ નિત્યશુરિસુરવાભિવ્યાતિરવિદ્યા' અર્થાત્ અનિત્યને નિત્ય, અશુદ્ધને શુદ્ધ, દુઃખને સુખ અને આત્માને અનાત્મા માનવો તે જ અવિદ્યા (મિથ્યાત્વ) છે. ‘સર્વાર્થસિદ્ધિ' ૨/૬/૧૫૯/૭માં મિથ્યાદર્શનનું સ્વરૂપ દર્શાવતા કહ્યું છે કે, “fમધ્યાહન વર્મા ૩૬ તત્ત્વાથ શ્રધ્ધાન પરિણામો fમધ્યાનમ્' મિથ્યાત્વ કર્મના ઉદયથી જે તત્ત્વોની અશ્રદ્ધારૂપ પરિણામ થાય છે તે મિથ્યાદર્શન છે. “યોગશાસ્ત્રમાં પણ મિથ્યાત્વનું સ્વરૂપ દર્શાવતા કહ્યું છે કે, દેવના ગુણો જેમાં ન હોય છતાં તેમાં દેવપણાની બુદ્ધિ કરવી, ગુરુના ગુણો ન હોય છતાં તેમાં ગુરુપણાની ભાવના રાખવી અને અધર્મ વિષે ધર્મપણાની બુદ્ધિ રાખવી તે સત્યથી વિપરીત હોવાથી મિથ્યાત્વ કહેવાય છે. ઉપર્યુક્ત વ્યાખ્યા અનુસાર તત્ત્વવિષયક યથાર્થ શ્રદ્ધાનો અભાવ અને તત્ત્વનું અયથાર્થ શ્રદ્ધા મિથ્યાત્વ કહેવાય. કાળની અપેક્ષાથી મિથ્યાત્વના ત્રણ પ્રકાર છે. ૧) અનાદિ અનંત મિથ્યાત્વ, ૨) અનાદિ સાન્ત મિથ્યાત્વ અને ૩) આદિ અને અંત સહિત મિથ્યાત્વ. Page #282 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વના મુખ્ય પાંચ ભેદનો ઉલ્લેખ ‘ધર્મ સંગ્રહ', ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર' વગેરેમાં કરવામાં આવ્યો છે. જેમ કે ૧) અભિગ્રહિક મિથ્યાત્વ, ૨) અનાભિગ્રહિક મિથ્યાત્વ, ૩) અભિનિવેશક મિથ્યાત્વ, ૪) સાંશયિક મિથ્યાત્વ અને ૫) અનાભોગિક મિથ્યાત્વ. ‘શ્રી સ્થાનાંગસૂત્ર’માં મિથ્યાત્વના દશ ભેદ દર્શાવ્યા છે. જેમ કે ૧) અધર્મને ધર્મ, ૨) ધર્મને અધર્મ, ૩) ઉન્માર્ગને સન્માર્ગ, ૪) સન્માર્ગને ઉન્માર્ગ, ૫) અજીવને જીવ, ૬) જીવને અજીવ, ૭) કુસાધુને સાધુ, ૮) સાધુને કુસાધુ, ૯) અમુક્તને મુક્ત અને ૧૦) મુક્તને અમુક્ત માનવા. તેમ જ ‘શ્રી સ્થાનાંગ સૂત્ર'માં મિથ્યાત્વના ત્રણ પ્રકાર પણ દર્શાવ્યા છે. જેમ કે, ૧) અક્રિયા, ૨) અવિનય અને ૩) અજ્ઞાન મિથ્યાત્વ. શ્રી અનુયોગદ્વાર સૂત્ર’માં ત્રણ પ્રકારના મિથ્યાત્વ કહ્યાં છે. જેમ કે ૧) લૌકિક મિથ્યાત્વ, ૨) લોકોત્તર મિથ્યાત્વ અને ૩) કુપ્રાવચન મિથ્યાત્વ ‘શ્રી આવશ્યક સૂત્ર’માં હારિભદ્રિય આવશ્યકવૃત્તિ અનુસાર ‘શ્રાવકવ્રત'માં પચ્ચીસ પ્રકારના મિથ્યાત્ત્વ પણ દર્શાવ્યાં છે. આ પચ્ચીસ પ્રકારના મિથ્યાત્વનો ઉપર્યુક્ત બધા જ પ્રકારના મિથ્યાત્વમાં સમાવેશ થઈ જાય છે. કવિ ઋષભદાસે ‘વ્રતવિચાર રાસ'માં મુખ્ય પાંચ મિથ્યાત્વનું તેમ જ લૌકિક અને લોકોત્તર મિથ્યાત્ત્વનું નિરૂપણ કરી મિથ્યાધર્મને છોડવાનો ઉપદેશ ઢાલ - ૨૧ પંકિત નંબર ૧૦ થી ૧૫માં આપ્યો છે. ફુદેવ-કુગુરુ-કુધર્મ ન્યાયશાસ્ત્ર'માં હેમચંદ્રાચાર્યે કુદેવ, કુગુરુ અને કુધર્મનું વર્ણન કરતાં દર્શાવ્યું છે કે, ये स्त्रीशस्त्राक्षसूत्रादि, रागाद्यंककलंकिता: । નિગ્રહાનુગ્રહપરાસ્તે, લેવા: સુન મુયે ।।6।। અર્થાત્ : જે દેવો, સ્ત્રી, શસ્ત્ર અને જપમાલાદિ રાગના ચિહ્નોથી દૂષિત છે અને બીજાને નિગ્રહ તથા અનુગ્રહ કરવામાં તત્પર છે, તે દેવોના ઉપાસનાદિ મુક્તિને માટે થતા નથી. આવા દેવો પોતે જ સંસારાસક્ત હોવાથી સંસાર તરી શક્યા નથી, જન્મ મરણથી છૂટ્યા નથી તે બીજાઓને, પોતાના આશ્રિતોને કેવી રીતે સંસાર તરાવી શકશે? વળી આગળ કહે છે, જે દેવો નાટક, અટ્ટહાસ્ય અને સંગીતાદિ ઉપદ્રવોથી આત્મસ્થિતિમાં વિસંસ્થૂલ (ઢીલા, અસ્થિર) થયેલા છે, તેઓ પોતાના આશ્રિત ભક્તોને કેવી રીતે શાંત પથ મોક્ષ પમાડી શકે?૭ ફુગુરુના લક્ષણનું વર્ણન કરતાં ‘યોગશાસ્ત્ર’માં કહ્યું છે કે, સર્વ વસ્તુઓના અભિલાષી, ભક્ષ્યાભક્ષ્યાદિ સર્વ ભોજન કરનાર, ધન, સ્ત્રી, પુત્ર આદિ પરિગ્રહધારી, અબ્રહ્મચર્યધારી અને મિથ્યા ઉપદેશ દેવાવાળા ગુરુઓ સુગુરુ ન જ કહેવાય. પરિગ્રહ અને આરંભમાં મગ્ન થયેલા ગુરુઓ બીજાને કેવીરીતે તારી શકે? તેવી જ રીતે કુધર્મનું વર્ણન કરતાં દર્શાવ્યું છે કે, મિથ્યા દષ્ટિઓએ પ્રતિપાદન કરેલો તથા મુગ્ધ બુદ્ધિવાળા પ્રાણીઓમાં ધર્મપણે પ્રસિદ્ધિ પામેલો ધર્મ ભવભ્રમણના કારણરૂપે છે. કેમકે તે હિંસાદિ દોષોથી દૂષિત થયેલો છે. Page #283 -------------------------------------------------------------------------- ________________ પુરાણને મતે પરમાત્મા એ જગતની સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું કારણ છે અને એ ત્રણ ક્રિયાઓના લીધે એનાં (૧) બ્રહ્મા (૨) વિષ્ણુ (૩) મહેશ - શિવ, એમ ત્રણ રૂપો દર્શાવવામાં આવ્યા છે. પરમાત્માની સઘળી લીલા આ ત્રણ ક્રિયામાં સમાઈ જાય છે. હિંદુધર્મમાં આ ત્રિમૂર્તિ પરમાત્માનું સમગ્ર સ્વરૂપ બતાવવામાં સમર્થ છે. તેથી આ ત્રણ દેવો સર્વ દેવોમાં મુખ્ય ગણાય છે. હિંદુધર્મની માન્યતા મુજબ બ્રહ્મા સર્વ સૃષ્ટિનું સર્જન કરે છે. વિષ્ણુ જગતના પાલનકર્તા ગણાય છે અને મહેશ-શિવ સૃષ્ટિના સંહારક ગણાય છે. જૈનદર્શન અનુસાર તીર્થકરનું નામ વેશ ધારણ કરે પણ તીર્થંકરના લેશ માત્ર પણ ગુણ હોય નહિ. અઢાર દોષથી ભરેલ હોય એવા, જેવા કે હરિ-હર-બ્રહ્મા વગેરે અન્ય મતના દેવને મોક્ષ પ્રાપ્તિ માટે પૂજવા નહિ. આવા કુદેવને કવિએ અહીં છોડવાની વાત કરી છે. તેવી જ રીતે બાવા, જોગી, શૈવ, સંન્યાસી, ભટ્ટ, બ્રાહ્મણ વગેરે કે જેઓ જૈનધર્મના આચાર-વિચાર અનુસાર શ્રમણ નથી એવા કુગુરુને ખરા ગુરુ માની મોક્ષ પ્રાપ્તિ અર્થે તેમની સેવા ભક્તિ-પૂજા કરવાની પણ કવિએ ના પાડી છે. તેમ જ અન્ય મતની સંધ્યા સ્નાન, જપ, હોમ વગેરે કરણી કે જેમાં હિંસા થાય છે. તેવો ધર્મ મોક્ષની ઈચ્છા માટે સ્વીકાર કરવો નહિ. મિથ્યાશાસ્ત્રોમાં આવા દેવોનો-ગુરુનો, ધર્મનો મહિમા સાંભળી સમ્યદૃષ્ટિ જૈને એમાં મોહિત ન થવું એવો ઉપદેશ કવિ ઢાલ - ૧૭ પંકિત નંબર ૬૮ થી ૭૩ ઢાલ – ૨૦ પંકિત નંબર ૪ થી ૮માં આપે છે. દયા ધર્મ | સર્વ જીવની રક્ષા એટલે જ દયા. દયા જેવો કોઈ ધર્મ નથી. દયા એ જ ધર્મનું સ્વરૂપ છે. જ્યાં દયા નથી ત્યાં ધર્મ નથી. જ્ઞાની કહે છે કે, સર્વ જીવો ઉપર કરુણાભાવ રાખો. પોતાના આત્મા જેવા બીજા આત્માઓને જાણી હિંસાથી વિરામ પામનાર આત્મ સમાધિનો સાચો અનુભવ કરી શકે છે. વ્યવહાર ધર્મમાં દયા મુખ્ય છે. ચાર મહાવ્રતો તે પણ દયાની રક્ષા માટે જ છે. સંક્ષિપ્ત જૈનદર્શન પ્રશ્નોત્તરરૂપે' માં દયાના આઠ ભેદ દર્શાવ્યા છે.૧) દ્રવ્ય દયા, ૨) ભાવ દયા, ૩) સ્વ દયા, ૪) પર દયા, ૫) સ્વરૂપ દયા, ૬) અનુબંધ દયા, ૭) વ્યવહાર દયા અને ૮) નિશ્ચય દયા. આ આઠ પ્રકારની દયા વડે કરીને વ્યવહાર ધર્મ ભગવાને કહ્યો છે. એમાં સર્વ જીવનું સુખ, સંતોષ અને અભયદાન આ બધું જ આવી જાય છે. કવિ ઋષભદાસે ‘વ્રતવિચાર રાસ'માં યા ધર્મનો મર્મ દૃષ્ટાંત કથાનક ‘મેઘરથરાય' તેમ જ મેઘકુમાર’ના આધારે આલેખ્યો છે તેમ જ દયા જેવો કોઈ ધર્મ નથી, એવું અનેક રૂપકો દ્વારા ઢાલ - ૩૮, ૩૯, ૪૦, ૪૧, ૪૬, ૪૭માં વિસ્તારપૂર્વક દર્શાવ્યું છે. યતિધર્મ જિનેશ્વર ભગવંતોએ બે ધર્મની પ્રરૂપણા કરી છે. આગારધર્મ (શ્રાવકધર્મ) અને અણગારધર્મ (યતિધર્મ). જરા, રોગ અને મૃત્યુથી ભરેલા આ સંસારરૂપ મોટા અરણ્યમાં ધર્મ વિના બીજો કોઈ ત્રાતા Page #284 -------------------------------------------------------------------------- ________________ નથી, માટે તે જ સેવવા યોગ્ય છે. તે ધર્મ સર્વવિરતિ અને દેશવિરતિ એમ બે પ્રકારનો છે. ક્ષાર સમુદ્રમાંથી રત્નની જેમ આ અસાર સંસારમાંથી ઉત્તમ સારરૂપ ધર્મને ગ્રહણ કરવો તે ધર્મ દશ પ્રકારે છે. “જ્ઞાનાર્ણવ ૨/૧૦/રમાં કહ્યું છે કે, “ફરાતફયુત: સોડ્ય નૈધર્મ: mર્તિતા' અર્થાત્ જિનેન્દ્ર ભગવાને ધર્મને દશ લક્ષણયુક્ત કહ્યો છે. જે આરંભ – પરિગ્રહ અને ઘરબારનો ત્યાગ કરીને સંયમ ધારણ કરીને તેનું નિર્દોષ પાલન કરવા માટે નિરંતર શ્રમ કરે છે તેને શ્રમણ કહે છે. શ્રમણનું પર્યાયવાચી શબ્દ યતિ પણ છે. આવા સાધકને પોતાના વિષય કષાયોને જીતવા માટે ક્ષમા આદિ દશ ધર્મોનું પરિપાલન માટે ઉપદેશ આપેલ છે. શ્રી સ્થાનાંગ સૂત્ર” અને “શ્રી સમવાયાંગ સૂત્ર'માં દશ યતિધર્મનો ઉલ્લેખ કર્યો છે જેમ કે, સવિદે સમગધને પત્ત, તે નદી - ૨. સવંત, ૨. મુત્તી, ૩. શન, ૪. મરે, ક, તાવે, ૬. સરે, ૭. સંગમે, ૮. તવે, ૬. વિયા, ૨૦. મરવાસે !' અર્થાત્ : શ્રમણ ધર્મ દશ પ્રકારના કહેલ છે. જેમ કે ક્ષમા, નિર્લોભતા, સરળતા, નમ્રતા, લાઘવ, સત્ય, સંયમ, તપ, ત્યાગ અને બ્રહ્મચર્યવાસ. શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર’ ૯/૬માં ઉત્કૃષ્ટ ક્ષમા, માર્દવ, આર્જવ આદિ દશયતિ ધર્મનો ઉલ્લેખ કર્યો છે. જેમ કે (૧) ક્ષમા એટલે સર્વથા ક્રોધ ત્યાગ (૨) માર્દવ એટલે નમ્ર રહેવું, અભિમાન ન કરવું તે (૩) આર્જવ એટલે મન - વચન – કાયાની કુટિલતાનો અભાવ. (૪) મુક્તિ એટલે બાહ્ય - આત્યંતર પદાર્થોમાંથી તૃષ્ણાનો ત્યાગ (૫) તપ એટલે કર્મો જેનાથી તમે તે અનશન આદિ બાર પ્રકારે તપ (૬) સંયમ એટલે આશ્રવની વિરતિ (૭) સત્ય એટલે મૃષાવાદની વિરતિ (૮) શૌચ એટલે સંયમમાં નિરતિચારતા (૯) અકિંચન એટલે જેની પાસે કોઈ પણ દ્રવ્ય ન હોય તે અકિંચન. ઉપલક્ષથી શરીર અને ધર્મોકરણ વગેરે ઉપર નિર્મમપણાનો જે ભાવ તે (૧૦) બ્રહ્મચર્ય એટલે બ્રહ્મચર્યની નવ ગુમિ સહિત ઉપસ્થનો જે સંયમ તે બ્રહ્મચર્ય. આ દશ પ્રકારનો યતિધર્મ છે. શ્રીમદ્ રાજચંદ્રએ “સમાધિ સોપાન તથા પત્ર શતક'માં દશ લક્ષણ રૂપ ધર્મનું આલેખન કર્યું છે. જેમ કે, ઉત્તમ ક્ષમા, ઉત્તમ માર્દવ, ઉત્તમ આર્જવ, ઉત્તમ શૌર્ય, ઉત્તમ સત્ય, ઉત્તમ સંયમ, ઉત્તમ તપ, ઉત્તમ ત્યાગ, ઉત્તમ આકિંચન્ય અને ઉત્તમ બ્રહ્મચર્ય છે. અલગ અલગ ગ્રંથોમાં દશ ધર્મના ક્રમમાં ક્યાંક ક્યાંક ભિન્નતા છે પરંતુ ભાવની દષ્ટિએ સમાનતા દેખાય છે. કવિ ઋષભદાસે વ્રતવિચાર રાસ’માં દશ યતિધર્મનું નિરૂપણ જૈનાગમોના આધારે સંક્ષિપ્તમાં ઢાલ ૪ પંકિત નંબર ૩૦ થી ૩૭માં દર્શાવ્યું છે. શ્રાવકધર્મ શ્રી ઔપપાતિક સૂત્ર ૧/૧૧૭ અનુસાર ભગવાન મહાવીરે કહ્યું છે કે “ધમ્મ દુવિ૬ સાફવરવર્, તે ગદા - અમર ઘમ્મ, સાગર ધમ્મા ' અર્થાત્ ધર્મના બે પ્રકાર છે. ૧) આગાર ધર્મ Page #285 -------------------------------------------------------------------------- ________________ અને ૨) અણગારધર્મ. મુનિ માટે સર્વ વિરતિ અણગાર ધર્મ અને ગૃહસ્થ માટે દેશ વિસ્તૃત આગારધર્મની પ્રરૂપણા કરી છે. જે ગૃહસ્થ અહિંસા આદિ વ્રતોને સંપૂર્ણપણે સ્વીકારવા સમર્થ ન હોય અને છતાં ત્યાગવૃત્તિવાળા હોય, તે ગૃહસ્થ મર્યાદામાં રહી પોતાની ત્યાગવૃત્તિ પ્રમાણે એ વ્રતો અલ્પાંશે સ્વીકારે છે, તેને આગારધર્મ અથવા દેશ વિરતિધર્મ કહેવાય તેમ જ શ્રાવકધર્મ પણ કહેવામાં આવે છે. ‘શ્રાદ્ધવિધિ’માં પૂજ્ય આચાર્યદેવ શ્રી રત્નશેખરસૂરિજીએ ‘શ્રાવકધર્મ અધિકાર' કયા કયા આગમ ગ્રંથોમાં આલેખવામાં આવ્યો છે. તેની સૂચિ દર્શાવી છે જે નીચે પ્રમાણે છે. (૧) શ્રાવક પ્રજ્ઞમિ પૂજ્ય શ્રી ઉમાસ્વાતિવાચક ૩૪૧ થી ૪૦૩ શ્લોક સુધી શ્રાવકની સમાચારી બતાવેલ છે. (૨) પંચાશક રચયિતા પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિ છે. ભાષાંતરકર્તા રાજશેખરસૂરિ મહારાજ. પ્રથમ પંચાશકમાં શ્રાવકધર્મનો અધિકાર આપવામાં આવ્યો છે. આમાં તેમણે સમ્યક્ત્વ, બાર વ્રત, અને શ્રાવક કરણી એમ ત્રણ વસ્તુ પ્રતિપાદન કરેલ છે. (૩) ધર્મ બિન્દુ રચયિતા શ્રી હરિભદ્રસૂરિ છે. ભાષાંતરકર્તા વજ્રસેન વિજયજી અને મણીલાલ નથુભાઈ છે. ત્રીજા અધ્યાયમાં શ્રાવકના વિશેષ ધર્મ સમ્યક્ત્વ, મૂળ બાર વ્રતના સ્વરૂપમય છે. આમાં સમ્યક્ત્વ તથા બાર વ્રતનું સ્વરૂપ અને શ્રાવકની કરણી બતાવેલ છે. (૪) ઉપદેશપદ રચયિતા પૂજ્ય હરિભદ્રસૂરિ છે. બીજા ઉપદેશની સાથે માર્ગાનુસારીના બોલ, સમ્યકત્વનું સ્વરૂપ, બાર વ્રતનું સ્વરૂપ વગેરે બતાવ્યું છે. ગાથા-૫૪૯ છે. રચયિતા શાંતિસૂરિ મહારાજ છે. (૫) ધર્મરત્ન પ્રકરણ પ્રથમ ભાગમાં અને દ્વિતીય ભાગમાં શ્રાવકધર્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે. (૬) શ્રાદ્ધદિન કૃત્ય - રચયિતા આચાર્ય દેવેન્દ્રસૂરિ મહારાજ કેવળ શ્રાવકને જ ઉપયોગી આ ગ્રંથ સવૃત્તિક બનાવ્યો છે. - (૭) યોગ શાસ્ત્ર – શ્રી હેમચંદ્રસૂરિ મહારાજ. ત્રણ પ્રકાશમાં શ્રાવકનો સામાન્ય ધર્મ, વિશેષ ધર્મ, બાર વ્રત વગેરે દર્શાવ્યાં છે. (૮) ધર્મ વિધિ પ્રકરણ - સ્વરૂપ બતાવ્યું છે. (૯) ઉપદેશ સતિકા – પૂજ્ય સુધર્મગણિએ રચ્યો છે. ૧૦૦ ઉપરાંત ગાથા છે. ૪૨ ગાથાથી શ્રાવકધર્મ (બાર વ્રત) દર્શાવ્યો છે. (૧૦) શ્રાદ્ધગુણ વિવરણ કર્તા શ્રી જિનમંડનગણિ છે. ૪૦થી ૫૬ સુધીના શ્લોકોમાં શ્રાવકના સામાન્ય ધર્મરૂપ ન્યાયસંપન્ન વિભવ વગેરે ૩૫ ગુણોનું વર્ણન છે. (૧૧) શ્રાદ્ધવિધિ - પૂજ્ય રત્નશેખરસૂરિ મહારાજે શ્રાવકના આચાર વગેરેનું આલેખન કર્યું છે. (૧૨) ઉપદેશ પ્રસાદ રચયિતા આચાર્ય વિજયલક્ષ્મીસૂરિજી છે. ૬૨થી ૧૬૫ શ્ર્લોક સુધી બાર વ્રતનું સ્વરૂપ અતિચાર આલેખ્યા છે. ૨૬૪ - - શ્રી પ્રભસૂરિજીનો રચેલ છે. ગાથા ૪૨થી ૫૦ સમક્તિ મૂળ બારવ્રતનું Page #286 -------------------------------------------------------------------------- ________________ (૧૩) ધર્મસંગ્રહ - ઉપાધ્યાય માનવિજયજી ગણિવરે લખ્યો છે. અનુવાદ ભદ્રંકરસૂરિશ્વરજી મહારાજે કર્યું છે. શ્રાવકના બાર વ્રત આદિનું નિરૂપણ કર્યું છે. આ ઉપરાંત પણ ‘શ્રી તત્ત્વાર્થ સૂત્ર’, ‘ઉપદેશ રત્નાકર’, ‘સમ્યક્ત્વ સમતિ', ધનપાળ કવિકૃત ‘શ્રાવક આચાર સ્તોત્ર' વગેરે ઘણા ગ્રંથોમાં શ્રાવકધર્મનો અધિકાર આવે છે. શ્રાવક ધર્મરૂપી બાર વ્રતનું આલેખન (૧) સ્થૂલપ્રાણાતિપાત વિરમણ વ્રત (પહેલું અણુવ્રત) + વ્રત આટલા સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રતમાં સ્થૂલ + પ્રાણ + અતિપાત + વિરમણ શબ્દો છે. એના અર્થ છે સ્થૂલ જીવોની હિંસાથી દૂર રહેવાનું વ્રત. પહેલા નાના વ્રતમાં શ્રાવકે સ્થૂલ જીવોની હિંસાથી નિવર્તવાનું હોય છે. જીવ બે પ્રકારના હોય છે. ૧) સ્થાવર જીવ અને ૨) ત્રસ જીવ તે સ્થૂલ. તેમાં ગૃહસ્થોને સ્થાવર જીવોની હિંસાથી બચવું મુશ્કેલ છે. કારણ કે સંસાર સંબંધી અનેક કાર્યોમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયરો અને વનસ્પતિની હિંસા કરવાનો પ્રસંગ વારંવાર બને છે. એટલા માટે ‘સ્થૂલ પાણઈવાયાઓ વેરમણ' અર્થાત્ સ્થૂલ નિરપરાધી અને નિર્દોષ ત્રસ જીવને (બે ઈન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવને) જાણીને, ઓળખીને, મારવાનો સંકલ્પ કરીને, જાણી જોઈને, ઉદ્દેશીને સ્વયં હણે નહિ. બીજા પાસેથી હણાવે નહિ. એમ બે પ્રકારના કરણે અને મન, વચન અને કાયના ત્રણ યોગથી ત્રસ જીવની હિંસાની નિવૃત્તિરૂપ વ્રતનું આચરણ કરે. સ્વીકારેલા વ્રતમાં સ્થિરતા રહે, ઉપાસકના ભાવોમાં ન્યૂનતા ન આવે તેના માટે જૈન સાધના પદ્ધતિમાં અતિચાર વર્જનરૂપ સુંદર ઉપાય દર્શાવ્યો છે. અતિચાર એટલે વ્રતમાં કોઈ પ્રકારની દુર્બળતા, સ્ખલના અથવા આંશિક મલિનતા થવી. ઉપાસકોએ અતિચારોને યથાવત્ સ્વરૂપમાં સમજીને જાગૃતિ અને આત્મબળ સાથે તેનો ત્યાગ કરવો. તે વ્રતને સુરક્ષિત રાખવા માટે અતિ આવશ્યક છે. કવિ ઋષભદાસે ‘વ્રતવિચાર રાસ'માં શ્રાવક ધર્મરૂપી પહેલું અણુવ્રત સ્થૂલ પ્રાણાતિપાત વિરમણનું સ્વરૂપ દર્શાવી તેના પાંચ અતિચાર ઢાલ - ૩૬ પંકિત નંબર ૯૭ થી ૯૮ ઢાલ - ૪૯ પંકિત નંબર ૧૯ થી ૨૪માં આલેખ્યાં છે. (૨) સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત (બીજું અણુવ્રત) શ્રાવક બીજા અણુવ્રતમાં સ્થૂલ મૃષાવાદના પચ્ચકખાણ કરે છે. સ્થૂલ મૃષાવાદના પાંચ પ્રકાર છે. જેમ કે, ૧) વરકન્યા સંબંધી, ૨) પશુ સંબંધી, અે) ભૂમિ સંબંધી, ૪) થાપણ સંબંધી અને ૫) ખોટી સાક્ષી આપવા સંબંધી. આ પાંચ પ્રકારના સ્થૂલ મૃષાવાદનો ત્યાગ કરે છે. મૃષાવાદ વિરમણ એટલે ખોટું બોલવાથી અટકવું. એ આ વ્રતનો ઉદ્દેશ છે. ખોટું બોલવાથી અટકવું એ વ્રતની નિષેધાત્મક બાજુ છે. અને સત્યની આરાધના કરવી એ વિધેયાત્મક બાજુ છે. સત્યની સાધના જીવનની સર્વશ્રેષ્ઠ સાધના છે. સત્યના પ્રભાવે વિદ્યાઓ તેમ જ મંત્ર સિધ્ધ થાય છે. સત્યની ભાવપૂર્વક આરાધના કરનાર Page #287 -------------------------------------------------------------------------- ________________ ભીષણ વિપત્તિમાંથી પણ બચી જાય છે. જ્યારે અસત્ય વચન આદિનો પ્રયોગ કરનાર નરકાદિ ઉપરાંત તે દુર્ગતિઓની યાતનાઓ પ્રાપ્ત કરે છે. તેમ જ મનુષ્ય ભવમાં પરાધીન, ભોગપભોગની સામગ્રીથી રહિત, રોગમય જીવન પામે છે. શ્રી ઠાણાંગ સૂત્ર'માં પણ બતાવ્યું છે કે અસત્યવાદી નીચ યોનિમાં જન્મ ધારણ કરે છે. કવિ ઋષભદાસે વ્રતવિચાર રાસ'માં બીજા અણુવ્રત સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રતનું સ્વરૂપ તેમ જ અસત્ય વચન અને સત્યવચનનું ફળ દર્શાવી, બીજા વ્રતના પાંચ અતિચારને ત્યજવાનો ઉપદેશ આપ્યો છે જે ઢાલ – ૫૦ પંકિત નંબર ૨૬ થી ૩૩ ઢાલ - ૫૧ પંકિત નંબર ૪૭ થી ૫૧માં શબ્દસ્થ થાય છે. (૩) સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત (ત્રીજુ અણુવ્રત) અદત્તાદાન એટલે અ + દત્ત + આદાન. અન્યના આપ્યા વિના વસ્તુ ગ્રહણ કરવી તેને અદત્તાદાન કહે છે. શ્રાવક સ્કૂલ અચિત્ત અને સચિત્ત અદત્તાદાનના પચ્ચખાણ કરે છે. સ્થૂલ અદત્ત (મોટી ચોરી) ૧) દીવાલ અથવા દરવાજો તોડી ચોરી કરવી, ૨) પેટી, પટારા ખોલીને તેમાંથી સામાન લઈ લેવો, ૩) તાળાં તોડીને અથવા ચાવીથી ખોલીને ચોરી કરવી, ૪) બળજબરી કરીને કોઈને લૂંટવા અને ૫) અન્યની માલિકીની કિંમતી વસ્તુ પડેલી જોઈને ચોરીની ભાવનાથી લઈ લેવી, એ પાંચ પ્રકારની ચોરીનો શ્રાવક ત્યાગ કરે છે. ચોરી કરતાં પકડાય ત્યારે ચોરોને બંધન, માર સહન કરવો પડે, જેલમાં પૂરાવું પડે છે. આ સિવાય ચોરી કરવાથી પાપ કર્મનો સંચય કરી ચોર નરકગતિમાં કે તિર્યંચ ગતિમાં જન્મ ધારણ કરે છે અને ત્યાં અનેક દુઃખો ભોગવવા પડે છે. કવિ ઋષભદાસે ‘વ્રતવિચાર રાસ'નાં ત્રીજા અણુવ્રત સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રતનું સ્વરૂપ દર્શાવી, ચોરી કરવાથી શું ફળ મળે, તેમ જ ત્રીજા વ્રતના અતિચાર દર્શાવી તેને ત્યજવાનો ઉપદેશ આપ્યો છે જે ઢાલ – પર પંકિત નંબર ૫૬ થી ૬૦ ઢાલ – પ૩ પંકિત નંબર ૭૧ થી ૭૫માં તાદશ થાય છે. (૪) સ્થૂલ મૈથુન વિરમણ વ્રત (ચોથુ અણુવ્રત) ગૃહસ્થ સ્વદાર સંતોષી રહીને પરસ્ત્રીનો ત્યાગ કરવો એ આ વ્રતનો અર્થ છે. સ્થૂલ મૈથુન વિરમણ વ્રતમાં શ્રાવક પોતાની પરીણિત સ્ત્રીમાં સંતોષ રાખી પરસ્ત્રી ગમનનો સંપૂર્ણ ત્યાગ કરે છે. પરસ્ત્રીગમન બે પ્રકારે છે. ૧) ઔદારિક શરીરી અને ૨) વૈક્રિય શરીરી. શ્રાવક આ બંને પ્રકારના પરસ્ત્રી ગમનનો મન, વચન અને કાયાથી ત્યાગ કરે છે. ઉપ લક્ષણથી શ્રાવિકાઓ બંને પ્રકારના પરપુરુષનો ત્યાગ કરીને પોતાના પરીણિત પુરુષમાં સંતોષ રાખે છે. બ્રહ્મચર્ય ઉત્તમોત્તમ ધર્મ છે. દરેક પરંપરાઓમાં બ્રહ્મચર્યનો મહિમા ગવાયો છે. બ્રહ્મચર્ય વડે બૌદ્ધિક તથા આત્મિક શક્તિઓ મેળવી શકાય છે. બ્રહ્મચર્યરૂપી શ્રેષ્ઠ વ્રતનું પાલન કરનારની દેવો પણ સેવા કરે છે. વિશ્વમાં તેમની કીર્તિ વિસ્તરે છે. કવિ ઋષભદાસે ‘વ્રતવિચાર રાસ’માં ચોથું અણુવ્રત સ્થૂલ મૈથુન વિરમણ વ્રતનું સ્વરૂપ Page #288 -------------------------------------------------------------------------- ________________ દર્શાવી, શીલવ્રતના ખંડનથી મહાન વિભૂતિઓ પણ નીચે પડે છે, તેમ જ શીલના પ્રભાવથી શું ફળે મળે તેનું આલેખન કરી, ચોથા વ્રતના પાંચ અતિચાર દર્શાવી તેને છોડવાનો ઉપદેશ આપ્યો છે. જે ઢાલ – ૫૪, ૫૫, ૨૬, ૫૭માં વિસ્તારપૂર્વક સમજાવે છે. (૫) સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રત (પાંચમુ અણુવ્રત) શ્રી દશવૈકાલિક સૂત્રમાં “મુછા પરિગો ડુતો ” અર્થાત્ મૂચ્છભાવને પરિગ્રહ કહ્યો છે. શ્રાવકો ગૃહસ્થ જીવન વ્યવહારમાં પરિગ્રહનો સંપૂર્ણ ત્યાગ કરીને નિષ્પરિગ્રહી બની શકતા નથી પરંતુ પરિગ્રહ દુ:ખમૂલક છે, તેવી સ્પષ્ટ સમજણ અને શ્રદ્ધા સાથે જીવન વ્યવહારમાં આવશ્યક વસ્તુઓની છૂટ રાખી અવશેષ પદાર્થોનો ત્યાગ કરે છે. પરિગ્રહના બે પ્રકાર છે. ૧) સચેત પદાર્થો અને ૨) અચેત પદાર્થો. શ્રાવકો નવ પ્રકારે બાહ્ય પરિગ્રહની મર્યાદા કરે છે. તૃષ્ણા એ દુ:ખનું મૂળ છે. આવું જાણી શ્રાવકે આસ્તે આસ્તે મમત્ત્વ ઘટાડવાનો પ્રયત્ન કરવો. તેમ જ સંતોષ ધારણ કરી મર્યાદિત થવું અને દ્રવ્યનો સવ્યય કરવો. દયા, દાન ઈત્યાદિ સુકૃત્યમાં દ્રવ્ય વાપરવું. એ આ વ્રતનો ઉદ્દેશ્ય છે. કવિ ઋષભદાસે ‘વ્રતવિચાર રાસ'માં પાંચમા અણુવ્રત સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રતનું સ્વરૂપ આલેખી અતિ તૃષ્ણા કરવાથી તેના ફળ સ્વરૂપે શું મળે, તે દર્શાવી પાંચમાં વ્રતના પાંચ અતિચારનું આલેખન કરી તેને ત્યવાનો ઉપદેશ આપ્યો છે જે ઢાલ – ૫૯, ૬૦, ૬૧, ૬૨માં લંબાણપૂર્વક સદષ્ટાંત સાથે સમજાવે છે. (૬) દિશા (દિગ) પરિમાણ વ્રત (પહેલું ગુણવત) દિશા સંબંધી વ્રત અથવા પૂર્વાદિ ગમનાદિ ક્રિયાની મર્યાદા કરીને તેની બહારના ક્ષેત્રમાં ન જવું તે દિશાવ્રત છે. દિશાવ્રતમાં કર્મક્ષેત્રની અર્થાત્ સાંસારિક પ્રવૃત્તિઓ માટેની સીમા-મર્યાદા કરવાની હોય છે. ગૃહસ્થ જીવનને સંયમિત અને સાત્વિક બનાવવા માટે જેમ પરિગ્રહ પરિમાણ આવશ્યક છે. તેમ દિશા પરિમાણ પણ જરૂરી છે. પોતાની ત્યાગવૃત્તિ પ્રમાણે પૂર્વ, પશ્ચિમ આદિ સર્વ દિશાઓનું પરિમાણ નક્કી કરી લેવું અને તે પરિમાણની બહાર દરેક પ્રકારના અધર્મમય કાર્યથી નિવૃત્તિ લેવી તે આ વ્રતનો ઉદ્દેશ છે. | દિશાની મર્યાદાથી શ્રાવકની વૃત્તિ સંક્ષિપ્ત થાય અને એ દિત ક્ષેત્રમાં જ પોતાના જીવનવ્યવહાર ચલાવે છે. કવિ ઋષભદાસે ‘વ્રતવિચાર રાસ'માં છઠ્ઠી દિશા પરિમાણ વ્રતનું સ્વરૂપ દર્શાવી તેના અતિચાર સમજાવી વ્રતનું પાલન બરાબર કરવું. આ બો આપ્યો છે. જે ઢાલ - ૬૩ પંકિત નંબર ૯૬ થી ૦૦૧માં દશ્યમાન થાય છે. (૭) ઉપભોગ-પરિભોગ પરિમાણ વ્રત (બીજુ ગુણવ્રત) અન્ન, પાણી, પકવાન, શાક આદિ જે વસ્તુ એક જ વાર ભોગવવામાં આવે તે ઉપભોગ અને વસ્ત્ર, ભૂષણ, શયનાસન આદિ જે વસ્તુ વારંવાર ભોગવવામાં આવે તે પરિભોગ. તે બન્ને પ્રકારની Page #289 -------------------------------------------------------------------------- ________________ વસ્તુના મુખ્યત્વે ૨૬ પ્રકાર કહ્યા છે. તેની મર્યાદા કરવી તે ઉપભોગ પરિભોગ પરિમાણ વ્રત. સંસારી જીવ માત્રનું જીવન વિષયભોગથી ભરેલું છે. તેથી ગૃહસ્થપણામાં ભોગનો સંપૂર્ણ ત્યાગ શક્ય નથી. તે ઈચ્છાપૂર્તિ માટે તેને હિંસા આદિ અનેક પાપવૃત્તિનું સેવન કરવું પડે છે. અમર્યાદિત ઈચ્છા અને આસક્તિ અનેક અનર્થોનું સર્જન કરે છે. તેથી સાતમા વ્રતમાં ભોગાસક્તિને સીમિત કરવા ૧) ભોગાપભોગ યોગ્ય વસ્તુઓની મર્યાદા, ૨) સચિત્ત-અચિત્ત આહારનો વિવેક અને ૩) મહારંભજન્ય વ્યાપારોનો ત્યાગ કરવાનું વિધાન છે. કવિ ઋષભદાસે ‘વ્રતવિચાર રાસ'માં ઉપર્યુક્ત ત્રણ કથનનું વિસ્તારથી આલેખન કર્યું છે. તેમ જ પ્રતિદિન ચૌદ નિયમ ધરવા તેનું આલેખન કરી સાતમાં વ્રતના પાંચ અતિચાર દર્શાવી તેને છોડવાનો ઉપદેશ આપ્યો છે. તેમ જ ભષ્ય-અભષ્યના સ્વરૂપનું વિસ્તારથી આલેખન કર્યું છે. જે ૬૪ પંકિત નંબર ૫ થી ૮ ઢાલ ૬૫ પંકિત નંબર ૧૦ થી ૧૫માં સમજાવે છે. ઢાલ (૮) અનર્થદંડ વિરમણ વ્રત (ત્રીજું ગુણવ્રત) અનર્થદંડ એટલે ‘ર્થવન્હાત્ વિપરીતોઽનર્થવન્ડ: પ્રયોખન નિરપેક્ષ: ।' અર્થદંડ થી વિપરીત અર્થાત્ પ્રયોજન વિના, નિરર્થક થતી હિંસાદિને અનર્થદંડ કહે છે. જેના વડે જીવો દંડ પામે અર્થાત્ હિંસા થાય, તેને દંડ કહે છે ‘શ્રી સ્થાનાંગ સૂત્ર’માં દંડના બે પ્રકાર કહ્યાં છે ૧) અર્થદંડ અને ૨) અનર્થદંડ. - શ્રાવકો ગૃહસ્થ જીવનના વ્યવહારમાં કોઈ પણ પ્રયોજનથી આરંભ-સમારંભ કરે, જીવહિંસા કરે તે અર્થદંડ છે અને કોઈ પણ પ્રકારના પ્રયોજન વિના નિષ્કારણ જીવોની હિંસા થાય, તે અનર્થદંડ છે. શ્રાવકો અર્થદંડનો ત્યાગ કરી શકતા નથી પરંતુ અનર્થદંડનો ત્યાગ કરે તોપણ કેટલાય હિંસા આદિ પાપસ્થાનોથી કર્મબંધથી બચી જાય છે. અનર્થદંડના મુખ્ય ચાર પ્રકાર કહ્યા છે. ૧) ખોટા વિચાર કરવા તે, ૨) પ્રમાદનું આચરણ કરવું, ૩) હિંસાકારી શસ્ત્રોનું પ્રદાન અને ૪) પાપકર્મોપદેશ આપવા. આ ચાર પ્રકારના અનર્થદંડથી પોતાના આત્માને દંડિત કરવો તે શ્રાવકને ઉચ્ચિત નથી, માટે આ ચાર અનર્થદંડનો ત્યાગ કરી આત્માને પાપથી બચાવવો. કવિ ઋષભદાસે ‘વ્રતવિચાર રાસ'માં આઠમા અનર્થદંડ વિરમણ વ્રતનું સ્વરૂપ દર્શાવી તેના અતિચારનું આલેખન કરી ઢાલ - ૭૧ પંકિત નંબર ૬૦ થી ૮૨માં સમજાવે છે. (૯) સામાયિક વ્રત (પહેલું શિક્ષાવ્રત) સામાયિકમાં સમ + આય +ઈક આ ત્રણ શબ્દો છે. અર્થાત્ જેનાથી મોક્ષમાર્ગનો લાભદાયક ભાવ ઉત્પન્ન થાય, સમસ્ત જીવો ઉપર સમાનભાવ, રાગદ્વેષરહિત ભાવ ધારણ કરી એકાન્ત સ્થાનમાં બે ઘડી (૪૮ મિનિટ) ધ્યાનમાં બેસવું એનું નામ સામાયિક. સમભાવને સિદ્ધ કરનારી સાધનાને સામાયિક વ્રત કહે છે. રાગ-દ્વેષ વર્ધક સંસારી સર્વ પ્રપંચોથી, સાવધકારી-પાપકારી પ્રવૃત્તિઓથી નિવૃત્ત થઈને નિરવધયોગ સ્વાધ્યાય, ધ્યાન આદિ સમભાવની પોષક પ્રવૃત્તિનો સ્વીકાર કરવો, જગત્ઝવો સાથે મૈત્રીભાવ રાખવી તે સામાયિક વ્રત છે. Page #290 -------------------------------------------------------------------------- ________________ ‘શ્રી ભગવતી સૂત્ર’ ૧/૯માં કહ્યું છે કે, ‘ઝાયા સામા, ગાયા સામાયર્સ અક્રે।' અર્થાત્ આત્મા સામાયિક છે અને આત્મા જ સામાયિકનો અર્થ(ફળ) છે. રાગદ્વેષ, વેર-ઝેર, ક્રોધાદિ કષાયોથી મુક્ત સમભાવની પરિણતિ, તે જ આત્માનું શુદ્ધ સ્વરૂપ છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ તે જ સામાયિક છે અને શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવું, તે સામાયિકનો અર્થ(ફળ) છે. કોઈ પણ ભૌતિક પદાર્થોથી જેનું મૂલ્ય આંકી ન શકાય તેવી અમૂલ્ય સાધના સામાયિક છે. સામાયિકની આરાધના નરકગતિના બંધને અટકાવે છે. સાધનાના ક્ષેત્રમાં સામાયિક તે સર્વશ્રેષ્ઠ સાધના છે. તેમાં સર્વ સાધનાના અંગભૂત છએ આવશ્યકનો સમાવેશ થાય છે. અધિકારીની અપેક્ષાએ ‘આવશ્યક નિયુક્તિ’માં સામાયિકના ત્રણ પ્રકાર કહ્યા છે. ૧) સમ્યક્ત્વ સામાયિક, ૨) શ્રુત સામાયિક અને ૩) ચારિત્ર સામાયિક. ચારિત્ર સામાયિકના બે ભેદ છે (ક) સર્વવિરતિ સામાયિક અને (ખ) દેશિવરતિ સામાયિક. કવિ ઋષભદાસે ‘વ્રતવિચાર રાસ’માં નવમું ‘સામાયિક વ્રત’નું સ્વરૂપ આલેખી, તેના ચાર પ્રકાર દર્શાવ્યાં છે, તેમ જ સામાયિક વ્રતના અતિચાર દર્શાવી. સામાયિક વ્રતની મહત્તા આગમ દૃષ્ટાંતો આપી બતાવી છે. જેનું ઢાલ - ૭૨ પંકિત નંબર ૮૪ થી ૯૩માં દૃશ્યમાન થાય છે. (૧૦) દેશાવગાસિક વ્રત (બીજુ શિક્ષાવ્રત) ‘દેશ’ અને ‘અવકાશ’ આ બે શબ્દો મળીને દેશાવગાસિક શબ્દ બન્યો છે. ‘વિશ્ર્વતે गृहीतं यद्कि परिमाणं तस्यैकदेशो देश: तत्रावकाश: गमनाद्यवस्थानं देशावकाश: तेन निवृत्त દેશાવાશિમ્ ।' અર્થાત્ છઠ્ઠા વ્રતમાં જે દિશાનું ક્ષેત્ર પરિમાણ નિશ્ચિત કર્યું છે, તેના એક દેશમાં, એક વિભાગમાં અવકાશ એટલે ગમનાદિ પ્રવૃત્તિ કરવી અને તે સિવાયના ક્ષેત્રમાં ગમનાદિ દરેક પ્રવૃત્તિના પ્રત્યાખ્યાન કરવા તે દેશાવગાસિક વ્રત છે. છઠ્ઠા દિશાવ્રતમાં દિશા સંબંધી મર્યાદા જીવન પર્યંત કરવામાં આવે છે. તે મર્યાદાને એક દિવસ-રાત માટે કે ન્યૂનાધિક સમય માટે ઘટાડવી. તે દેશાવગાસિક વ્રત છે. અવકાશનો અર્થ નિવૃત્તિ પણ થાય છે. તેથી જ બીજા વ્રતોમાં પણ આ રીતે દરરોજ અથવા અમુક સમય માટે જે સંક્ષેપ કરવો તથા પ્રતિદિન ચૌદ નિયમ ધરવા તે પણ આ વ્રતમાં સમાવિષ્ટ થાય છે. લૌકિક એષણા, આરંભ વગેરેને મર્યાદિત કરી જીવનને ઉત્તરોત્તર આત્મનિરત બનાવવામાં દેશાવગાસિક વ્રત ઘણું અગત્યનું છે. કવિ ઋષભદાસે ‘વ્રતવિચાર રાસ'માં દસમું દેશાવગાસિક વ્રતનું મહત્ત્વ બતાવ્યું છે. તેના પાંચ અતિચાર આલેખી, વ્રત ખંડન ન કરવો તેનો ઉપદેશ આપ્યો છે. જેની ઢાલ – ૭૩ પંકિત નંબર ૯૫ થી ૯૮માં પ્રતીતિ થાય છે. (૧૧) પૌષધવ્રત (ત્રીજુ શિક્ષાવ્રત) પૌષધવ્રત એટલે પૌષધોપવાસ છે, ‘પૌષષે ૩૫વસનું પૌષધોપવાસ: ।' અર્થાત્ પૌષધમાં ઉપવશન – રહેવું તે પૌષધોપવાસ છે. ૨૬૯ Page #291 -------------------------------------------------------------------------- ________________ પૌષધોપવાસમાં ‘પૌષધ અને ઉપવાસ આ બે શબ્દ છે. પૌષધનો અર્થ ધર્મનું પોષણ અથવા પુષ્ટિ કરનારી ક્રિયા વિશેષ છે. ઉપવાસ એટલે ‘ઉપ’નો અર્થ સમીપે અને ‘વાસ’નો અર્થ છે નિવાસ કરવો. ઉપવાસ શબ્દનો અર્થ આત્મા અથવા આત્મગુણોની સમીપે વાસ કરવો તે છે. સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી ચોવીસ કલાક માટે અશન, પાણી, ખાદિમ, સ્વાદિમ આદિ ચારે આહારનો ત્યાગ કરવો તે ઉપવાસ છે. પૌષધ અને ઉપવાસરૂપ સમ્મિલિત સાધનાનો અર્થ એ છેકે એક અહોરાત્ર માટે ગૃહસ્થપણાના સર્વ સંબંધોને છોડીને પ્રાયઃ સાધુવત્ થઈને એક નિશ્ચિત સ્થાનમાં રહીને ઉપવાસ સહિત આત્મગુણોની પોષક પ્રવૃત્તિઓ કરવી તે પૌષધોપવાસ છે. આગમ ગ્રંથોમાં પૌષધના ચાર પ્રકાર કહ્યા છે ૧) આહાર પૌષધ, ૨) શરીર સત્કાર પૌષધ, ૩) બ્રહ્મચર્ય પૌષધ અને ૪) અવ્યાપાર પૌષધ. ઉપરોકત ચાર પ્રકારના પૌષધમાંથી શ્રાવક ક્યારેક એક, બે, ત્રણ પ્રકારના પૌષધ પણ ધારણ કરી શકે છે. પ્રચલિત પરંપરા અનુસાર ચારે પ્રકારના પૌષધ સાથે થાય, તેને જ પરિપૂર્ણ પૌષધ કહે છે. પૌષધોપવાસની આરાધના શ્રાવક ગમે ત્યારે કરી શકે છે. તેમ છતાં શ્રાવકોની આરાધના માટે બીજ, પાંચમ, આઠમ, અગિયારસ, ચૌદશ, પાખી વગેરે પર્વ તિથિઓ નિશ્ચિત કરી છે. આગમોમાં શ્રાવકોને મહિનામાં છ પૌષધ કરવાનું વિધાન છે. પૌષધવ્રતનું સમ્યક્ પ્રકારે આરાધન કરનાર અનંત ભવભ્રમણથી મુક્ત થઈ થોડા જ ભવમાં મોક્ષ પદ પ્રાપ્ત કરે છે. કવિ ઋષભદાસે ‘વ્રતવિચાર રાસ'માં અગિયારમાં પૌષધવ્રતનું સ્વરૂપ દર્શાવીને તેની મહત્તા તેમ જ અતિચારનું આલેખન કર્યું છે. જે ઢાલ - ૭૪ પંકિત નંબર ૮૦૦ થી ૮માં શબ્દસ્થ થાય છે. (૧૨) અતિથિ સંવિભાગ વ્રત (ચોથુ ગુણવ્રત) અતિથિ - જેના આગમનનો દિવસ કે તિથિ નિશ્ચિત નથી, તે અતિથિ છે. પ્રસ્તુત વ્રતમાં અતિથિ શબ્દ પ્રયોગ પંચમહાવ્રતધારી નિગ્રંથ મુનિરાજ માટે છે. નિગ્રંથ મુનિરાજને ગૃહસ્થને ઘેર ગોચરી જવા માટે કોઈ વાર કે તિથિ નિશ્ચિત હોતા નથી, તેથી તેમના માટે અતિથિ શબ્દ પ્રયોગ યથાર્થ છે. + સંવિભાગ : સંવિભાગમાં સમ્ વિભાગ બે શબ્દ છે. સમ્ એટલે સંગતતા કે નિર્દોષતા. વિભાગ એટલે વિશિષ્ટ ભાગ. પોતાના માટે તૈયાર કરેલા ભોજન આદિમાંથી કેટલોક ભાગ સાધુચાર્યના નિયમાનુસાર સાધુને આપવો, તેને અતિથિ સંવિભાગ કહે છે. પરંપરા અનુસાર બારમા વ્રતમાં સાધુને વહોરાવવા માટે યોગ્ય ચૌદ પ્રકારનાં દાનનું કથન છે. આગમ ગ્રંથોમાં સુપાત્ર દાનનો મહિમા બતાવ્યો છે. સુપાત્ર દાન તે ગૃહસ્થોનું આવશ્યક કર્તવ્ય છે. તેનાથી શ્રાવકમાં ઉદારતાનો ગુણ પ્રગટે છે. સંયમની અનુમોદનાનો લાભ મળે છે. ‘શ્રી ભગવતી સૂત્ર' શતક ૮/૬/૨માં સુપાત્ર દાનના ફળનું કથન દર્શાવ્યું છે કે, સાધુ ભગવંતોને સુઝતા નિર્દોષ પદાર્થો વહોરાવનાર અનંત કર્મોની નિર્જરા કરે છે. ======૦૦ટ Page #292 -------------------------------------------------------------------------- ________________ કવિ ઋષભદાસે વ્રતવિચાર રાસ'માં બારમા અતિથિ સંવિભાગ વ્રતનું સ્વરૂપ સમજાવી, તેની મહત્તા તેમજ તેના અતિચારનું આલેખન કરી ઢાલ – ૭૫ પંકિત નંબર ૧૧ થી ૧૭ દ્વારા પ્રતીતિ કરાવે છે. મિચ્છામિદુક્કડ જૈનધર્મનું સમસ્ત સાધના સાહિત્ય મિચ્છામિ દુક્કડની પ્રાધાન્યથી સભર છે. સાધક પોતાની ભૂલ માટે “મિચ્છામિદુક્કડં' કરે છે. મિચ્છામિદુક્કડં એ પ્રાકૃત, અર્ધમાગધીનું વાક્ય છે. “મિચ્છા'નો સંસ્કૃત અર્થ થાય છે મિથ્યા. “મિ' એટલે હું, મારું અને દુક્કડ' એટલે દુષ્કત. “મારુ દુષ્કૃત મિથ્યા થાઓ એ છે મિચ્છા મિ દુક્કડ નો અર્થ. ‘દુષ્કૃત'માં આપણા બધા જ પાપો (અઢાર પાપ સ્થાનકો) આવી જાય. આ પાપ સ્થાનકોમાં મન, વચન, કાયાથી કરવું, કરાવવું અને અનુમોદવું (નવ કોટિએ) જે પાપ થયા હોય તેનો પશ્ચાતાપ કરી મિચ્છામિદુક્કડમ્ કરવામાં આવે તો તે બાર તપમાં સાતમા નંબરનું પશ્ચાતાપ નામનું તપ થાય છે. ભાવપૂર્વક આત્માથી જ્યારે મિચ્છામિ દુક્કડમ્ કરવામાં આવે અને ખરા હૃદયથી જ આપણને તેનો પશ્ચાતાપ થતો હોય તો તે એક તપ છે અને સંવર નિર્જરાનું કારણ બને છે. | મનમાં કોઈ પ્રત્યે દ્વેષ બુદ્ધિ થઈ હોય, વિચારમાં મલિનતા પ્રવેશી હોય, વાણીમાં કટુતા આવી હોય, આચરણમાં કલુષિતતા આવી હોય, ખાવામાં, પીવામાં, આવવા-જવામાં, ઊઠવાબેસવામાં ભૂલ થઈ હોય તો સાધક મિચ્છામિ દુક્કડમનો આશ્રય લે છે અને પ્રાયશ્ચિત દ્વારા સાધનાને પવિત્ર, નિર્મળ, સ્વચ્છ અને શુદ્ધ બનાવે છે. . કવિ ઋષભદાસે વ્રતવિચાર રાસ'માં સાધકને પોષધ વ્રતમાં જે કાંઈ પાપદોષ લાગ્યા હોય તે માટે મિચ્છામિદુક્કડમ્' આપવાનો બોધ આપે છે. જેનું ઢાલ – ૭૪ પંકિત નંબર ૬ થી ૮માં નિરૂપણ થયું છે. મનુષ્યભવની દુર્લભતાના દશ દષ્ટાંતો આ દુનિયામાં દુર્લભમાં દુર્લભ કોઈ વસ્તુ હોય તો તે માનવભવ છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'ના ૧૦/૪માં કહ્યું છે કે, दुल्लहे खलु माणुसे भवे, चिरकालेण वि सव्वपाणिणं । ___ गाढाय विवाग कम्मुणो, समयं गोयमा मा पमायए । અર્થાત્ : દરેક પ્રાણીઓને માટે મનુષ્યભવ ઘણાં લાંબા કાળે પણ મળવો દુર્લભ છે. કારણ કે દુષ્કર્મોના વિપાકો ઘણા દઢ હોય છે. માટે ઉત્તમ આવા જીવનમાં હે ગૌતમ ! સમય માત્રના પ્રમાદ ન કરીશ. મનુષ્યભવનાં વિધાતક કર્મોનો ક્ષય કર્યા વિના ચિરકાળ સુધી મનુષ્ય જીવન મળવું દુર્લભ છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુના જીવોમાં, તે જ પર્યાયમાં ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ સુધી વારંવાર જન્મ મરણ થાય. વનસ્પતિકાયના જીવોમાં અનંતકાળ સુધી વારંવાર જન્મ મરણ થાય. દ્રન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય જીવોમાં ઉત્કૃષ્ટત સંખ્યાતકાળ સુધી રહેવું પડે. પંચેન્દ્રિય અવસ્થામાં ૭-૮ Page #293 -------------------------------------------------------------------------- ________________ ભવો સુધી નિરંતર જન્મ મરણ થાય. દેવગતિ અને નરકગતિના જીવો એક એક ભવ કરે પરંતુ તેમાં પણ અસંખ્ય વર્ષો સુધી રહે. આમ પ્રમાદ બહુલ જીવ શુભાશુભ કર્મોનાં કારણે ચિરકાળ સુધી ભવભ્રમણ કરે પછી મનુષ્ય ભવ મળવાનો સંયોગ પ્રાપ્ત થાય છે. આ જ કારણે મનુષ્યભવની દુર્લભતાના દશ દૃષ્ટાંત ‘શ્રી ઉત્તરાધ્યયન નિર્યુક્તિ'–૧૬માં બતાવેલ છે. જેમ કે, चुल्लग पासगधन्ने, जूए रयणे च सुमिण चके च । चम्म जुगे परमाणू, दस दिट्ठता मणु अलंभे ।। १६ ।। અર્થાત્ : ૧) ચુલ્લક (ભોજન માટેનું ઘર), ૨) પાસક (જુગાર રમવાના પાસાં), ૩) ધાન્ય, ૪) દ્યૂત, ૫) રત્ન, ૬) સ્વપ્ન, ૭) ચક્ર (રાધાવેધ), ૮) કૂર્મ, ૯) યુગ અને ૧૦) પરમાણુ. આ દશ દૃષ્ટાંત જેમ દુષ્કર છે, તેમ મનુષ્યભવથી ભ્રષ્ટ થયેલા જીવને ફરીથી મનુષ્ય જન્મની પ્રાપ્તિ થવી ઘણી દુર્લભ છે. કવિ ઋષભદાસ ‘વ્રતવિચાર રાસ'માં મનુષ્યભવની પ્રાપ્તિ કેટલી દુર્લભ છે તે ઉપર્યુક્ત દશ દૃષ્ટાંત વડે ઢાલ ૩૬ પંકિત નંબર ૪૦૦ થી ૪૧૭માં દર્શાવે છે. મનુષ્યત્વના દશ બોલની દુર્લભતા - કદાચ પૂર્વ જન્મના પ્રબલ સંસ્કારો અને કષાયોની મંદતાને કારણે, પ્રકૃતિની ભદ્રતા, પ્રકૃતિની વિનીતતા, અનુકંપા અને અમત્સરતા અર્થાત્ પરગુણ સહિષ્ણુતા આ ચાર કારણો દ્વારા મનુષ્ય આયુનો બંધ થવાથી મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય છે. આ જ કારણે મનુષ્યભવની દુર્લભતાનાં દશ દૃષ્ટાંતો ‘ઉત્તરાધ્યયન સૂત્ર'ની નિયુક્તિમાં દર્શાવવામાં આવેલ છે. સાથે સાથે નિર્યુક્તિકારે મનુષ્ય જન્મની પ્રાપ્તિની સાથે જીવનની પૂર્ણ સફળતા માટે બીજી પણ દશ દુર્લભ બાબતો કહેલી છે. જેમ કે, माणुसरिक्त जाई कुलरुवारोग्ग आड्यं बुद्धी । सवणुग्गह सद्धा, संजमो य लोगंमि दुल्लुहाई ।। १५१ ।। અર્થાત્ : ૧) ઉત્તમક્ષેત્ર, ૨) ઉત્તમ જાતિ કુળ, ૩) સર્વાંગ પરિપૂર્ણતા, ૪) નીરોગિતા, ૫) પૂર્ણાયુષ્ય, ૬) બુદ્ધિમત્તા, ૭) ધર્મશ્રવણ, ૮) ધર્મ સ્વીકરણ (ધર્મની સમજ), ૯) શ્રદ્ધા અને ૧૦) સંયમ મનુષ્યદેહની પ્રાપ્તિ થવાં છતાં પણ શાસ્ત્રકારોએ મનુષ્યતત્વની પ્રાપ્તિને સૌથી મહત્ત્વપૂર્ણ અને દુર્લભ બતાવેલ છે. ‘શ્રી સ્થાનાંગ સૂત્ર’માં છ બોલની દુર્લભતા દર્શાવી છે. જેમ કે, ૧) મનુષ્યભવ, ૨) આર્યક્ષેત્રમાં જન્મ, ૩) સુકુલમાં ઉત્પત્તિ, ૪) કેવળી પ્રજ્ઞમ ધર્મનું શ્રવણ, ૫) સાંભળેલા ધર્મ ઉપર શ્રદ્ધા અને ૬) શ્રદ્ધા પ્રતીતિ અને રુચિ કરેલા ધર્મનું કાયાથી સમ્યક્ આચરણ. આ છ બોલમાં પ્રથમ ત્રણ બોલ માનવતા અને ગુણ સંપન્નતા પ્રગટ કરવા માટે છે અને અંતિમ ત્રણ બોલ આત્મ કલ્યાણની અપેક્ષાએ છે. તે સંસારી જીવોમાંથી અલ્પ સંખ્યક જીવોને Page #294 -------------------------------------------------------------------------- ________________ પુણ્યયોગે સુલભ થાય છે. ‘શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર’ના ત્રીજા અઘ્યયનમાં ચાર બોલની દુર્લભતાનું કથન પણ કર્યું છે. જેમ કે, ૧) મનુષ્યત્વ, ૨) સદ્ધર્મ શ્રવણ, ૩) સદ્ધર્મમાં શ્રદ્ધા અને ૪) સંયમમાં પરાક્રમ. કવિ ઋષભદાસે ‘વ્રતવિચાર રાસ'માં શ્રી ઉત્તરાધ્યયન નિયુક્તિ અનુસાર દશ દુર્લભ બોલનું નિરૂપણ કર્યું છે. જે ઢાલ - ૨૬ પંકિત નંબર ૮૬ થી ૮૭ ઢાલ – ૨૭ પંકિત નંબર ૮૮ થી ૯૧માં દશ્યમાન થાય છે. સુશ્રાવકના એકવીસ ગુણ ‘શ્રાવક’શબ્દ જૈન ધર્મનો એક મહત્ત્વપૂર્ણ શબ્દ છે. એ શબ્દ ધર્માનુરાગી, દયાશીલ, સાધક અને ગૃહસ્થ માટે પ્રયુક્ત છે. ‘શ્રાધ્ધવિધિ પ્રકરણ’ માં શ્રાવક શબ્દનો અર્થ બતાવતા કહ્યું છે કે, દાન, શીલ, તપ અને ભાવનાદિ શુભ યોગોથી અષ્ટ પ્રકારના કર્મ સમયે સમયે નિર્જરાવે તેને અને યતિ પાસેથી સમ્યક્ સમાચારી સાંભળે તેને શ્રાવક કહેવાય. ‘શ્રાવક’ ‘શ્રુ’ ધાતુ ઉપરથી બનેલો શબ્દ છે. થ્રુ એટલે સાંભળવું. જે શાસ્ત્રનું શ્રવણ કરે તે શ્રાવક કહેવાય. શ્રાવક એટલે શ્ર = શ્રદ્ધાવંત+વ = વિવેકવંત+ક ક્રિયા કરે તે શ્રાવક. ક્રિયાયંત અર્થાત્ શ્રદ્ધાયુક્ત વિવેકપૂર્વક શ્રાવકનું બીજું નામ શ્રમણોપાસક પણ છે. શ્રમણ સાધુ + ઉપાસક = ભક્ત. અર્થાત્ સાધુજીની સેવાભક્તિ કરનાર તે શ્રમણોપાસક. તે પદની પ્રાપ્તિ બે પ્રકારે થાય. નિશ્ચયમાં મોહનીય કર્મની ૧૧ પ્રકૃતિઓનો ક્ષયોપશમ થવાથી અને વ્યવહારમાં ૨૧ ગુણ, ૨૧ લક્ષણ, ૧૨ વ્રત અને ૧૧ પ્રતિમા ઈત્યાદિ ગુણોનો સ્વીકાર કરવાથી શ્રમણોપાસક અથવા શ્રાવક કહેવાય છે. = ‘ધર્મરત્ન પ્રકરણ’, ‘શ્રાદ્ધવિધિ પ્રકરણ', ‘ધર્મસંગ્રહ' આદિ ગ્રંથોમાં શ્રાવકોચિત એકવીસ ગુણોનું કથન કર્યું છે. જેમ કે, धम्मरयणस्य जुग्गो, अखुद्दो हो रूववं पग्गइसोमो । लोगप्पिओ अकूरो, भीरू असढो सुदक्खिन्नो ।। १ ।। लज्जालुओ दयालू मज्ज्ञत्थो सोमदिट्ठ गुणरागी । सक्कह सुपक्खजुत्तो, सुदीहदंसी विरं सन्नू ।। २।। वुड्ढाणुगो विणीओ, कयण्णुओ पर हिअत्थकारी । તદ્દ ચેવ તદ્વતો, વીસનુનેહૈિં સંપન્નો (સંજીતો) ।।૩।। અર્થાત્ : ૧) અક્ષુદ્ર, ૨) રૂપવાન, ૩) પ્રકૃતિસૌમ્ય, ૪) લોકપ્રિય, ૫) અક્રૂર, ૬) ભીરુ, ૭) અશઠ, ૮) સુદાક્ષિણ્ય, ૯) લજ્જાળુ, ૧૦) દયાળુ, ૧૧) મધ્યસ્થ સોમદષ્ટિ, ૧૨) ગુણરાગી, ૧૩) સત્કથક, ૧૪) સુપક્ષયુક્ત, ૧૫) સુદીર્ઘદર્શી, ૧૬) વિશેષજ્ઞ, ૧૭) વૃદ્ધાનુરાગ, ૧૮) વિનીત, ૧૯) કૃતજ્ઞ, ૨૦) પરહિતાર્થકારી અને ૨૧) લબ્ધલક્ષ્ય. એમ સંપૂર્ણ એકવીસ ગુણવાળો ધર્મ પ્રાપ્તિ ~> ૧૨૭૩ ૨ > Page #295 -------------------------------------------------------------------------- ________________ માટે ઉત્તમ પાત્ર છે. કવિ ઋષભદાસે ‘વ્રતવિચાર રાસ'માં જૈનગ્રંથો અનુસાર ધર્મરત્નને યોગ્ય એવા શ્રાવકના એકવીસ ગુણોનું નિરૂપણ કર્યું છે. જે ઢાલ - ૫ પંકિત નંબર ૪૦ થી ૪૭માં શબ્દસ્થ થાય છે. સુશ્રાવકની નિત્ય કરણી શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત ‘મોક્ષમાળા’માં શ્રાવકના સામાન્ય નિત્ય નિયમનું આલેખન કર્યું છે. જેમ કે, “પ્રભાત પહેલા જાગૃત થઈ નમસ્કાર મંત્રનું સ્મરણ કરી મન વિશુદ્ધ કરવું. પાપ વ્યાપારની વૃત્તિ રોકી રાત્રિ સંબંધી થયેલા દોષનું ઉપયોગપૂર્વક પ્રતિક્રમણ કરવું. પ્રતિક્રમણ કર્યા પછી યથાવસર ભગવાનની ઉપાસના, સ્તુતિ તથા સ્વાધ્યાય કરીને મનને ઉજ્વલ કરવું. માતાપિતાનો વિનય કરી, આત્મહિતનો લક્ષ ભુલાય નહીં, તેમ યત્નાથી સંસારી કામમાં પ્રવર્તન કરવું. પોતે ભોજન કરતાં પહેલાં સત્પાત્રે દાન દેવાની પરમ આતુરતા રાખી તેવો યોગ મળતા યથોચિત પ્રવૃત્તિ કરવી. આહાર વિહારનો નિયમિત વખત રાખવો, તેમ જ સતશાસ્ત્રના અભ્યાસનો અને તાત્ત્વિક ગ્રંથના મનનનો પણ નિયમિત વખત રાખવો. સાંયકાળે સંધ્યાવશ્યક ઉપયોગપૂર્વક કરવું. ચોવિહાર પ્રત્યાખ્યાન કરવું. નિયમિત નિદ્રા લેવી. સૂતા પહેલાં અઢાર પાપસ્થાનક, દ્વાદશવ્રત દોષ અને સર્વ જીવને ખમાવી, પંચ પરમેષ્ઠીમંત્રનું સ્મરણ કરી મહાશાંતિથી સમાધિભાવે શયન કરવું. ‘મન્હ જિણાણ’ની સજ્ઝાયમાં પણ શ્રાવકને યોગ્ય સદાચારના છત્રીસ પ્રકારનાં કૃત્યોનું વર્ણન છે. દરેક શ્રાવકે તે કરવામાં યથાશક્તિ ઉદ્યમવંત થવાની જરૂર છે. જૈનશાસ્ત્રોમાં શ્રાવકધર્મના ષટ્કર્મોના વિષયનું કથન પણ દર્શાવ્યું છે. જેમ કે, देवपूजा गुरुपास्ति स्वाध्याय: संयमः तपः । दानं येति गृहस्थानां षट्कर्माणि दिने दिने । અર્થાત્ : ગૃહસ્થે દરરોજ દેવપૂજા, ગુરુવંદન, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન આ છ કાર્ય રોજ કરવા જોઈએ. કવિ ઋષભદાસ ‘વ્રતવિચાર રાસ'માં સુશ્રાવકની નિત્ય-કરણી નું જૈન ગ્રંથો અનુસાર સુંદર આલેખન કરી ઢાલ - ૨૩ પંકિત નંબર ૨૪ થી ૨૮, ૪૦ થી ૪૩ દ્વારા પ્રતીતિ કરાવે છે. જિનપૂજા જૈનદર્શનમાં / ધર્મમાં મૂર્તિપૂજક પરંપરામાં પ્રભુની મૂર્તિની પૂજાનું એક વિશિષ્ટ અને અનોખું મહત્ત્વ છે. જૈન ભક્તો દેરાસરમાં પ્રભુની મૂર્તિની પૂજા કરે છે. પ્રભુના દર્શનથી તેમની વીતરાગતાનું ભાન થાય છે. આત્મા આનંદવિભોર બની તેમના જેવા બનવાની ઝંખના કરે છે. સંસારને ભૂલીને આંખ પરમાત્માની મૂર્તિ પર ઠરે છે. સંસારની મોહ દશા નાશ પામે છે. દર્શન અને પૂજન એ તો પરમાત્માની નિકટ જવાનો રાજમાર્ગ છે. પ્રભુનાં દર્શનથી આત્મા આનંદમય બને છે તો પ્રભુનું પૂજન એ તો પાવક અગ્નિ છે. પ્રભુની પૂજા કરવાથી મૂર્છિત સંસારની મોહ દશામાં ગળાડૂબ પડેલો આત્મા જાગૃત બને છે. = ૧૨૭૪૨ Page #296 -------------------------------------------------------------------------- ________________ ‘શ્રાદ્ધવિધિ પ્રકરણમાં આચાર્ય શ્રી રત્નશેખરસૂરિજી પૂજાના ભેદ દર્શાવતાં કહે છે કે, જિનેશ્વર ભગવંતની પૂજા બે પ્રકારની છે એક દ્રવ્યપૂજા અને બીજી ભાવપૂજા તેમાં દ્રવ્ય પૂજા તે શુભ દ્રવ્યથી પૂજા કરવી તે છે અને ભાવપૂજા તે જિનેશ્વર ભગવંતની આજ્ઞા પાળવી તે છે. દ્રવ્યપૂજાના સત્તર ભેદ દર્શાવ્યાં છે. જેમ કે, ૧) સ્નાત્ર પૂજા, ૨) વાસ પૂજા (ચક્ષુ યુગલ ચઢાવવા), ૩) ફૂલ પૂજા, ૪) પુષ્પમાળ પૂજા, ૫) પંચરંગી છૂટા ફૂલ ચઢાવવાની પૂજા, ૬) ચૂર્ણ પૂજા - ધ્વજ પૂજા, ૭) આભરણ – મુગુટ પૂજા, ૮) પુષ્પગૃહ પૂજા, ૯) પુષ્પકૂલ પ્રગર પૂજા, ૧૦) આરતી પૂજા મંગળ દીવો કરવો. અષ્ટ મંગલિક સ્થાપવા, ૧૧) દીપક પૂજા, ૧૨) ધૂપ પૂજા, ૧૩) નૈવેદ્ય પૂજા, ૧૪) ફળ પૂજા, ૧૫) ગીત પૂજા, ૧૬) નાટક પૂજા અને ૧૭) વાજિંત્ર પૂજા. જોકે અંગપૂજા, અગ્રપૂજા અને ભાવ પૂજા એ પૂજાના ત્રણે ભેદમાં સર્વ પૂજાના ભેદ અંતર્ભત થાય છે. આ બધી દ્રવ્યપૂજા સાથે ભાવપૂજા જ કરવાની હોય કારણકે ભાવ વિનાની ભક્તિ નિરર્થક છે. ભાવપૂજા એ તો ભવસાગર તરવા માટેની નાવ છે. જેમાં પ્રભુની સ્તવના કરી પોતાના આત્માની નિંદા ભક્તજન કરે છે. પ્રભુના ગુણોનું વર્ણન અને સ્વદોષોની કબૂલાત મુખ્યત્વે કરવાની હોય છે. આમ જૈનધર્મની દરેક ક્રિયામાં અંતે તો ભાવની પ્રધાનતા છે. કવિ ઋષભદાસ ‘વ્રતવિચાર રાસ'માં શ્રાવકને સત્તર પ્રકારની પૂજા કરાવવાનો બોધ ‘નાગકેતુ ના દષ્ટાંત સાથે ઢાલ - ૨૩ પંકિત નંબર ૪૪ થી ૪૬માં દર્શાવે છે. આવશ્યક ક્રિયા જે ક્રિયા અવશ્ય કરવા યોગ્ય છે તેને આવશ્યક ક્રિયા કહે છે. તે દ્વારા આત્મા સહજ સુખનો અનુભવ કરી શકે છે, અંતરદષ્ટિવાળો થાય છે અને તેનામાં સમ્યકદર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ ગુણો સમૃદ્ધ થાય છે. જે રીતે વૈદિક પરંપરામાં આત્મશોધનને માટે સંધ્યા, બૌધ્ધ પરંપરામાં ઉપન્યાસ, પારસીઓમાં ખોરદેહ અવેસ્તા, યહૂદીઓ અને ખ્રિસ્તીઓમાં પ્રાર્થના તથા ઈસ્લામમાં નમાજ પ્રતિષ્ઠિત છે. એ જ રીતે જૈનસાધનામાં આધ્યાત્મિક શુદ્ધિ અથવા દોષોના નિવારણ માટે અને ગુણોની અભિવૃદ્ધિ કરવા માટે પડાવશ્યકનું (આવશ્યક ક્રિયા) પ્રતિપાદન કરવામાં આવ્યું છે. સ્થૂલ દષ્ટિએ આવશ્યક ક્રિયાના છ વિભાગ કરવામાં આવ્યા છે જેમ કે ૧) સામાયિક - સમતા, સમભાવ, ૨) ચતુર્વિશતિસ્તવ – ચોવીસ તીર્થકરોની સ્તુતિ, ૩) વંદન – ગુરુદેવોને વંદન, ૪) પ્રતિક્રમણ – સંયમમાં લાગેલા દોષોની આલોચના, ૫) ક યોત્સર્ગ – શરીરના મમત્વનો ત્યાગ અને ૬) પ્રત્યાખ્યાન – આહારાદિની આસક્તિનો ત્યાગ. આવશ્યક ક્રિયાનું બીજું નામ પ્રતિક્રમણ છે. પ્રતિક્રમણ” જૈન પરંપરાનો એક પારિભાષિક શબ્દ છે. તેનો શાબ્દિક અર્થ ‘પાછા ફરવું થાય છે અર્થાત્ અશુભ યોગોથી નિવૃત્ત થઈને શુભ યોગોમાં પ્રવૃત્ત થવું તે પ્રતિક્રમણ છે. તેથી સાધના ક્ષેત્રમાં આત્મવિશુધ્ધિ માટે તેની મહત્તા સ્વીકારીને સાધુસાધ્વી, શ્રાવક-શ્રાવિકા આ ચારે તીર્થના સાધકોના આવશ્યક કૃત્યમાં પ્રતિક્રમણનો સમાવેશ કર્યો છે. આચાર્ય હરિભદ્રસૂરી આવશ્યક સૂત્રની ટીકામાં પ્રતિક્રમણની વ્યાખ્યા કરતા કહે છે કે, Page #297 -------------------------------------------------------------------------- ________________ અશુભ પ્રવૃત્તિથી ફરી શુભ પ્રવૃત્તિમાં પાછા આવવું તે પ્રતિક્રમણ છે. આચાર્ય ભદ્રબાહુસ્વામીએ આવશ્યકનિયુક્તિમાં પ્રતિક્રમણના પ્રતિચરણ આદિ આઠ પર્યાયવાચી શબ્દોનું કથન કર્યું છે. ષડાવશ્યકોનો ક્રમ પણ મનોવૈજ્ઞાનિક ઢબે રાખવામાં આવ્યાં છે. પહેલો સામાયિક આવશ્યક સમભાવની સાધના શીખવે છે. સમભાવનો સાધક જ ગુણાનુરાગી બની શકે છે. એટલે સામયિક પછી ચોવીસી સ્તવનનો ક્રમ આવે છે. ગુણપૂજક બન્યા પછી જ ગુરુજનોના ચરણે નમે છે. એટલા માટે જિનસ્તુતિ પછી ગુરુવંદનાનો ક્રમ આવે છે. નમ્રતા આવ્યા પછી વ્રતોમાં લાગેલાં દોષોની આલોચના કરે છે, માટે વંદના પછી પ્રતિક્રમણનું સ્થાન આવે છે. પાપની આલોચનાથી ચિત્તની શુદ્ધિ થયા પછી મન, વચન અને કાયની સ્થિરતા માટે કાયોત્સર્ગનો નિયમ છે. અને સ્થિર મનયોગવાળી વ્યક્તિ જ પ્રત્યાખ્યાન કરી શકે છે માટે કાયોત્સર્ગ પછી પ્રત્યાખ્યાનનો ક્રમ છે. આ રીતે છએ આવશ્યક આત્મનિરીક્ષણ, આત્મપરીક્ષણ અને આત્મવિશુદ્ધિનો શ્રેષ્ઠત્તમ ઉપાય છે. ‘શ્રી અનુયોગદ્વાર સૂત્ર’માં પ્રતિક્રમણના બે પ્રકાર કહ્યાં છે ૧) દ્રવ્ય અને ૨) ભાવ પ્રતિક્રમણ. કાળની અપેક્ષાએ પ્રતિક્રમણના પાંચ પ્રકાર છે. દેવસી, રાઈ, પાખી, ચાતુર્માસિક અને સાંવત્સરિક. કારણની અપેક્ષાએ પ્રતિક્રમણના પાંચ પ્રકાર છે. મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને યોગ. ‘શ્રી સ્થાનાંગસૂત્ર’ના છઠ્ઠા સ્થાનમાં છ પ્રકારના પ્રતિક્રમણનું કથન છે. ૧) ઉચ્ચાર, ૨) પ્રશ્રવણ, ૩) ઈત્વર, ૪) યાવત્ કથિત, ૫) યત્કિંચિંમિથ્યા અને ૬) સ્વપ્નાંતિક પ્રતિકમણ. પ્રતિક્રમણ સાધકની રોજનીશી છે. પ્રતિદિન સાંજે પોતાના હિસાબને ચોખ્ખા કરી લેનાર વ્યાપારી હંમેશા લાભને પ્રાપ્ત કરે છે તેમ ઉભયકાળ પોતાના દોષોનું શોધન કરી પ્રતિક્રમણ કરનાર સાધક ઉત્તરોત્તર આત્મગુણોના લાભને પ્રાપ્ત કરે છે. ‘શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર’-૨૧માં કહ્યું છે કે, પ્રતિક્રમણ કરવાથી વ્રતોમાં લાગેલા દોષોનું નિવારણ થાય છે. ‘શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર'-૮માં દર્શાવ્યું છે કે, ઉભયકાળ શુદ્ધભાવે પ્રતિક્રમણ કરવાથી જીવ તીર્થંકરનામ ગોત્રનો બંધ કરે છે. કવિ ઋષભદાસ ‘વ્રતવિચાર રાસ’માં છ આવશ્યકના નામ દર્શાવી પ્રતિક્રમણ કરવાથી આત્મા નિર્મળ બને છે, તેમજ પૂર્વના પાપો નાશ પામે છે, તે કથનનું નિરૂપણ ઢાલ - ૨૩ પંકિત નંબર ૨૪ થી ૨૬માં કર્યું છે. પ્રત્યાખ્યાન (પચ્ચક્ખાણ) પાપ પ્રવૃત્તિના ત્યાગ માટે સમ્યજ્ઞાન પૂર્વકના દૃઢ સંકલ્પને પ્રત્યાખ્યાન કહે છે. ‘શ્રી દશવૈકાલિક સૂત્ર'માં વ્યાખ્યાકારે પ્રત્યાખ્યાનનો વ્યુત્પત્તિલભ્ય અર્થ આ પ્રમાણે દર્શાવ્યો છે, પ્રતિ + આ + ખ્યાન. પ્રતિ શબ્દ (ઉપસર્ગ) નિષેધ અર્થમાં છે. આ = અભિમુખ અર્થમાં છે. ખ્યા ધાતુ કથન કરવાના અર્થમાં છે. આ ત્રણે શબ્દો મળીને પ્રત્યાખ્યાનનો અર્થ થાય - ગુરુની સન્મુખ પાપ પ્રવૃત્તિનો નિષેધ કરવો. Page #298 -------------------------------------------------------------------------- ________________ ‘શ્રી સૂયગડાંગ સૂત્ર’ ૨/૪ અનુસાર પ્રત્યાખ્યાન એટલે પાપ કર્મોનો ત્યાગ કરવો. તે બે પ્રકારે થાય છે. ૧) દ્રવ્યથી અને ૨) ભાવથી. ‘શ્રી ભગવતીસૂત્ર' ૭/૨માં પણ પ્રત્યાખ્યાનના ભેદ-પ્રભેદનું વિસ્તૃત વર્ણન કર્યું છે. મૂળ સંસ્કૃત શબ્દ ‘પ્રત્યાખ્યાન’ પરથી પચ્ચક્ખાણ શબ્દ આવ્યો છે. પચ્ચક્ખાણ તે છઠ્ઠો આવશ્યક છે. મનોવિજય માટે ગ્રંથોમાં બે બાબતો બતાવી છે. એક છે વ્રત અને બીજું પરચક્ખાણ. વ્રત વિધેયાત્મક બાબતનું સૂચક છે. પચ્ચક્ખાણ નિષેધાત્મક બાબતની વાત કરે છે. વ્રતમાં કરવા જેવી પ્રવૃત્તિની પ્રતિજ્ઞા છે. પચ્ચક્ખાણમાં ન કરવા જેવી પ્રવૃત્તિ નહીં કરવાનો નિર્ધાર છે. આત્માનો વિરક્તભાવ પ્રગટ કરવો, વિરક્ત ભાવ દૃઢ રહે તે માટે દૃઢસંકલ્પ કરવો અને આ દૃઢસંકલ્પને ગુરુ સમક્ષ પ્રગટ કરીને સંમતિ લેવી. તેમના શ્રીમુખેથી પચ્ચક્ખાણ ગ્રહણ કરાય છે. ગુરુ સમક્ષ પચ્ચક્ખાણનો સ્વીકાર કરવાથી તેની દઢતા વધે છે. પ્રત્યાખ્યાન કરવાથી જીવ આશ્રવદ્ગારોનો નિરોધ કરે છે. પ્રત્યાખ્યાનથી ઈચ્છાનો નિરોધ થાય છે. ઈચ્છા નિરોધ કરનાર જીવ સર્વ પદાર્થમાં તૃષ્ણારહિત અને શીતલીભૂત થઈને વિચરે છે. આમ પ્રત્યાખ્યાન કરવાથી આત્મા હળુકર્મી થાય છે. કવિ ઋષભદાસ ‘વ્રતવિચાર રાસ' કૃતિમાં લીધેલા પ્રત્યાખ્યાન દેહમાં પ્રાણ હોય ત્યાંસુધી દઢસંકલ્પથી પાળવા એ વાત નીચેની પંક્તિઓ દ્વારા સમજાવે છે. ઢાલ || ૬ || ગુરુ ગ્યરૂ મુનીવર કનિ, જે કીધુ પચખાંણો રે । તે નીસચઇ કરી જન પાલુ, જિહા ઘટ ધરીઈ પ્રાંણો રે ।।૫૦ ।। રાત્રિભોજન ત્યાગ સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલાં અર્થાત્ રાત્રિ દરમ્યાન ચારેય પ્રકારના – અશન, પાણી, ખાદિમ, સ્વાદિમ આહારનો સર્વથા ત્યાગ કરવો તેને રાત્રિભોજન વિરમણ વ્રત કહે છે. ‘શ્રી દશવૈકાલિક સૂત્ર’માં રાત્રિભોજન વિરમણ સાધુના છઠ્ઠા વ્રતના રૂપમાં બતાવ્યું છે. ‘શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'માં પણ પાંચ સર્વ વિરતિઓની સાથે જ રાત્રિભોજન ત્યાગનો નિર્દેશ છે. કરી છે. ‘શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર’માં રાત્રિભોજન ત્યાગ સહિત પાંચ મહાવ્રતની તુલના પરમ રત્ન સાથે ‘બૃહત્કલ્પ સૂત્ર’માં પણ રાત્રિમાં અને વિકાલમાં ચારે પ્રકારના આહાર ગ્રહણ કરવાનો નિષેધ છે. સાધુને સર્વ પ્રકારે રાત્રિભોજનનો ત્યાગ જીવન પર્યંત ત્રણ કરણ અને ત્રણ યોગે હોય છે. વ્રતી શ્રાવક પણ રાત્રિભોજનનો ત્યાગ કરે છે. અન્ય ગ્રંથોમાં પણ રાત્રિભોજન ત્યાગનું મહત્ત્વ બતાવ્યું છે. ‘મહાભારતના શાંતિપર્વ’માં નરકમાં જવાના ચાર કારણ કહ્યાં છે તેમાં પ્રથમ કારણ રાત્રિભોજન છે. શ્રી વેદવ્યાસના ‘યોગશાસ્ત્ર’માં કહ્યું છે કે, ‘રાત્રિમાં ખાનારો ઘુવડ, કાગડો, બિલાડી વગેરે ૨૦૦ Page #299 -------------------------------------------------------------------------- ________________ યોનિમાં જન્મ ધારણ કરે છે. રાત્રિભોજન વખતે કીડી, કુંથવા આદિ સૂક્ષ્મ ત્રસ જીવોનું દષ્ટિગોચર થવું અને તે જીવોની જયણા કરવી અશક્ય થઈ જાય છે તથા રાત્રિભોજન કરવામાં અન્ય વનસ્પતિ આદિ સ્થાવર જીવોની વિરાધના થાય છે. તેમ જ રાત્રે સૂક્ષ્મ જીવો આહારમાં આવી જાય તો અનેક પ્રકારની બીમારી થાય છે. રાત્રે ભોજન કરવાથી ભોજન બરાબર પચતું નથી. આ સર્વે કારણોને લીધે શ્રાવકને રાત્રિભોજનનો ત્યાગ દર્શાવ્યો છે. કવિ ઋષભદાસે ‘વ્રતવિચાર રાસ'માં રાત્રિભોજનનો ત્યાગ વેદ, પુરાણ, આગમ ગ્રંથોના આધારે તેમ જ આયુર્વેદ શાસ્ત્રના આધારે ઢાલ - ૨૩ પંકિત નંબર ૨૮ થી ૩૦માં સમજાવ્યું છે. જયણા (યતના) યતના જૈનદર્શનનો પારિભાષિક શબ્દ છે. યતનાનો અર્થ ઉપયુક્તતા, સાવધાની, વિવેક, જાગૃતિ, અથવા અપ્રમાદ છે. જેમ વિવેક એ ધર્મનું મૂળતત્ત્વ છે. તેમ યતના એ ધર્મનું ઉપતત્ત્વ છે. વિવેકથી ધર્મતત્ત્વ ગ્રહણ કરાય છે અને યતનાથી તે તત્ત્વ શુદ્ધ રાખી શકાય છે. તે પ્રમાણે વર્તન કરી શકાય છે. પાંચ સમિતિરૂપે યતના તો બહુ શ્રેષ્ઠ છે પરંતુ ગૃહસ્થાશ્રમીથી તે સર્વ ભાવે પાળી શકાતી નથી, છતાં જેટલા ભાવાંશે પાળી શકાય તેટલા ભાવાંશે પણ અસાવધાનીથી પાળી શકાતી નથી. જેમ કે ઉતાવળી અને વેગભરી ચાલ, પાણી ગાળી તેનો સંખારો રાખવાની અપૂર્ણ વિધિ, કાષ્ટાદિક ઈંધણનો વગર ખંખેર્યો, વગર જોયે ઉપયોગ, પૂંજ્યા પ્રમાર્યા વગર રહેવા દીધેલાં વાસણ, ચૂલા, અસ્વચ્છ રાખેલા ઓરડા, એંઠ રાખી મૂકવી, પાટલા વગર ધગધગી થાળી નીચે મૂકવી વગેરેથી પોતાને અસ્વચ્છતા, અગવડ, અનારોગ્યતા ઈત્યાદિક ફળ મળે છે અને મહાપાપના કારણ પણ થવાય છે. યતનાનો મૂળ આધાર આપણી વિવેકવૃત્તિ છે. ચાલવામાં, બેસવામાં, ઊઠવામાં, જમવામાં અને બીજા દરેક પ્રકારનાં કાર્યમાં યતનાનો ઉપયોગ કરવો. આપણી સાવધાની, વિવેકવૃત્તિ અનેક જીવોની રક્ષા કરી શકે છે. જેથી દ્રવ્ય અને ભાવે બન્ને પ્રકારે લાભ થાય છે. શ્રી દશવૈકાલિક સૂત્ર'માં યતના માટે કહ્યું છે કે, जयं चरे जयं चिढे, जयमासे जयं सए । जयं भुजंतो भासंतो पावकम्मं ण बंधइ ।। ८ ।। અર્થાત્ : યતનાપૂર્વક (ઉપયોગ સહિત) ચાલનાર, ઊભા રહેનાર, બેસનાર, શયન કરનાર, ભોજન કરનાર અને બોલનાર સાધક પાપકર્મને બાંધતો નથી. યતનાપૂર્વક પ્રવૃત્તિ કરવાથી નવાં કર્મોનો બંધ થતો નથી અને પૂર્વે બાંધેલાં કર્મોનો ક્ષય થાય છે. ‘પ્રતિમા શતક'માં પણ શાસ્ત્રકારોએ કહ્યું છે કે, Page #300 -------------------------------------------------------------------------- ________________ जयणा धम्मस्स जयणी, जयणा धम्मस्स पालणी चेव । तव वुठ्ठिकरी जयणा, एगंत सुहावहा जयणा ।। અર્થાત્ : જયણા ધર્મની માતા છે. જયણા ધર્મનું પાલન કરનારી છે, જયણા ધર્મની વૃદ્ધિ કરનારી છે. અને વળી એકાંત મોક્ષ સુખ આપનારી પણ જયણા છે. કવિ ઋષભદાસ ‘વ્રતવિચાર રાસ’માં કાષ્ટાદિક ઈંધણનો વગર ખંખેર્યે ઉપયોગ કરવો. અણસોયું અનાજ દળવું, અણગળ પાણીનો ઉપયોગ કરવો વગેરે કાર્યો કરવાથી પાપનો પાર આવતો નથી. આ પાપથી બચવા માટે પ્રત્યેક કાર્ય યતનાપૂર્વક જ કરવું એ વિવેકી શ્રાવકનું કર્તવ્ય છે. એ વાતનો બોધ ઢાલ ૪૨ પંકિત નંબર ૫૮ થી ૬૦માં આપે છે. ચંદરવો - ‘ચંદરવો’ શબ્દનો સામાન્ય અર્થ છતમાં કાપડ બાંધવું થાય. ‘શ્રાદ્ધવિધિ’માં ‘ગૃહસ્થે ઘરમાં પાણિયારું, ફૂલો, સ્નાનગૃહ, ખાંડણિયું, દળવાની જગ્યા, ભોજનની જગ્યા અને સૂવાની જગ્યા એમ સાત સ્થાનો પર ચંદરવા બાંધવાનું જણાવ્યું છે. છત પર પેટે ચાલનારા ગરોળી, સાપ વગેરે પ્રાણીઓ ચાલી શકે છે, પણ ચંદરવા (કપડાં) ઉપર પેટે ચાલનારા તેમ જ બીજા મોટા ભાગના જીવો ચાલી શકતાં નથી. તેથી આવા જીવોની હિંસા ઉપરોક્ત સાત જગ્યાએ થવાની વિશેષ શક્યતા હોવાથી તેમાંથી બચી શકાય છે. ભોજનમાં, ચૂલા પરની રસોઈમાં, સ્નાનના પાણીમાં, ખાંડણિયામાંના કે દળવાની જગ્યામાંના અનાજમાં, પાણિયારાના પાણીમાં ઝેરી જીવજંતુ કે જીવ જંતુનું ઝેર પડવાની શક્યતા ચંદરવાને લીધે રહેતી નથી. વળી સૂવાના સ્થાનમાં પણ મોં ખુલ્લું રહે તો આવા જંતુ કે તેના ઝેરનો ભોગ બની જવાય પણ ચંદરવો તે ભયથી પણ બચાવે છે. આવી રીતે સાત જગ્યાએ ચંદરવા બાંધવાથી દ્રવ્ય અને ભાવ બન્ને પ્રકારે લાભ થાય છે. જૈન આગમ ગ્રંથોમાં શ્રાવકના પહેલા સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રતમાં ત્રસ જીવોની નિરર્થક હિંસાથી બચવા માટે શ્રાવકોને રસોડામાં, પાણિયારા, ભોજગૃહ, કોઠાર વગેરે જગ્યા ઉપર ચંદરવા બાંધવાનું કહ્યું છે. કવિ ઋષભદાસે ‘વ્રતવિચાર રાસ' કૃતિમાં સુશ્રાવકના ઉત્તમ આચાર રૂપે મુખ્ય દશ જગ્યાએ ચંદરવા બાંધવાનો ઉપદેશ આપ્યો છે કે જેથી જીવનું જતન થાય અને શુભ પુણ્ય બંધાય. ષટ્ વેદમાં પણ ગૃહસ્થના ધર્મ તરીકે ચંદરવા બાંધવામાં આવતા હતા, તે વાત પણ કવિએ કરી છે. જેનું ઢાલ ૪૨ પંકિત નંબર ૫૩ થી ૫૭માં નિરુપણ કર્યું છે. અણગળ પાણીનો નિષેધ - જૈનધર્મના કેટલાંક સાંપ્રદાયિક લાગતા રીતરિવાજો સમાજ જીવનને માટે પણ ખૂબ જ હિતકર્તા છે. જેમ કે પાણીને ગાળીને પીવાનું કે ઉકાળીને પીવાનું આરોગ્યની દૃષ્ટિએ ખૂબ જ હિતાવહ છે. પાણીના એક ટીપામાં અસંખ્યાતા જીવો છે. એમ જ્ઞાની ભગવંતોએ કહ્યું છે. ૨૦૯ Page #301 -------------------------------------------------------------------------- ________________ ‘સિંધ પદાર્થ વિજ્ઞાન' નામના પુસ્તકમાં કેપ્ટન સ્કોર્સબીએ સૂક્ષ્મદર્શકયંત્રથી એક પાણીના ટીપામાં હાલતા ચાલતા ‘૩૬૪૫૦' જીવો બતાવ્યા છે. પાણીના જીવો તો જળરૂપ જ છે. તેથી તેની ગણતરી થઈ શકે નહિ. એ મુજબ જ્ઞાની ભગવંતોના અનુસાર પાણીના એક ટીપામાં અસંખ્યાતા જીવો હોઈ શકે તે સિદ્ધ થાય છે. માત્ર જિનાગમોમાં જ નહિ પણ અન્ય શાસ્ત્રોમાં પણ પાણી ગાળીને પીવું જોઈએ તે દર્શાવ્યું છે. તેમ જ અણગળ પાણીના દોષો બતાવ્યા છે. જેમ કે, ग्रामाणा सप्तके दग्धे यत्पापं समुत्पद्यने । __ तत्पाप जाय ते पार्थ ! जलस्या गलिते घटे ।। અર્થાત્ : હે અર્જુન ! એક ઘડો અણગળ પાણી વાપરવાથી લાગતું પાપ સાત ગામ બાળવાથી લાગતા પાપ જેટલું થાય છે. ‘ભાગવતપુરાણ'માં કહ્યું છે કે પાણીના જેવા જ રંગવાળા અનેક સૂક્ષ્મ જીવો પાણીમાં રહે છે. તેથી મુનીઓએ જીવદયા નિમિત્તે સચેત (કાચું) પાણી તથા અણગળ પાણી વાપરવું તેમ જ પીવું નહિ. “મહાભારતમાં પણ કહ્યું છે કે વીસ આંગળ પહોળું અને ત્રીસ આગળ લાંબું વસ્ત્ર બેવડું કરીને તેના વડે ગળાયેલું પાણી પીવું. પાણી ગાળતાં ગળણામાં રહી ગયેલા જીવોને જે ઠેકાણેથી પાણી ભરી લાવ્યા હોઈએ તેજ પાણીમાં પાછા નાખી દેવા. આ વિધિ સાચવી પાણી પીનારા પરમ ગતિને પામે છે.’ ‘વ્રતવિધાન સંગ્રહ'-૩૦ અનુસાર છત્રીસ આગળ લાંબું અને ચોવીસ આંગળ પહોળું વસ્ત્રને બેવડ કરી એનાથી પાણી ગાળવું જોઈએ. પૂર્વ પરષોએ સમજાવ્યું છે કે પાણીને ગાળવામાં વિવેક રાખવો જોઈએ. મીઠા પાણીથી ખારા પાણીના અને ખારા પાણીથી મીઠા પાણીના પોરા મરી જાય. માટે બન્ને પાણી કે સંખારા ભેળસેળ ન કરવા. સંખારો એટલે પાણી ગાળતાં ઉપર કપડામાં જે પાણી વધે તે. ગળણું નીચોવીને પાણી લેવાય નહિ. ગળણામાં થોડું પાણી રહેવા દેવું કે જેથી ગળતાં રહી ગયેલાં જીવો મરી ન જાય. ત્યાર બાદ શુદ્ધ પાણીથી ગળણું ધોઈને પછી સૂકવવું જોઈએ. આવી રીતે ગાળીને પાણી પીવાથી કે વાપરવાથી તેમ જ પાણી ગાળ્યા બાદ સંખારાનું બરાબર જતન કરવાથી ત્રસ જીવોની રક્ષા થાય છે. અને જીવદયાનું પુણ્ય બંધાય છે. કવિ ઋષભદાસે વ્રતવિચાર રાસ'માં અણગળ પાણીનો નિષેધ, પાણી ગાળવાની વિધિ, ગળણાનું માપ તેમ જ પાણીનો સંખારો સુકવવો નહિ વગેરે સુક્ષ્મ વાતો આગમ ગ્રંથના આધારે ઢાલ - ૪૩ પંકિત નંબર ૬૨ થી ૭૧માં કરી છે. ચૌદ નિયમ શ્રાવક દ્વારા આજીવન માટે ગ્રહણ કરેલાં વ્રત અને મર્યાદાઓને પોતાના દૈનિક જીવન વ્યવહારનું ધ્યાન રાખીને દરરોજ માટે સંક્ષિપ્ત કરવા, તે જ આ ચૌદ નિયમનું મુખ્ય પ્રયોજન છે. આરંભ સમારંભ અને ઉપભોગ પરિભોગની વસ્તુઓની જે મર્યાદાઓ જીવન પર્યંત વ્રતોમાં Page #302 -------------------------------------------------------------------------- ________________ કરી છે, તે સર્વ પદાર્થોનો ઉપયોગ પ્રતિદિન થવો શક્ય નથી, તેથી તે મર્યાદાઓને પ્રતિદિન સંક્ષિપ્ત કરવાનું શ્રાવકનું લક્ષ્ય હોવું જોઈએ. તેનાથી આત્મામાં સંતોષવૃત્તિ પ્રગટે છે, પાપાશ્રવ ઘટે છે. કર્મબંધનાં અનેક દ્વાર બંધ થઈ જાય છે. પ્રતિદિન વ્રત પચક્ખાણની સ્મૃતિ રહેવાથી અને આત્મામાં ત્યાગભાવની વૃદ્ધિ થવાથી અનંત અશુભ કર્મોની નિર્જરા થાય છે. માટે શ્રાવકોએ ઉપયોગપૂર્વક, રુચિપૂર્વક અને શુદ્ધ સમજપૂર્વક પ્રતિદિન આ નિયમોને ધારણ કરવા જોઈએ. ‘શ્રી ઉપાશકદશાંગ સૂત્ર'માં શાસ્ત્રકારે ચૌદ નિયમની ગાથા આપી છે, જેમ કે, संचित दव्व विग्गड़, पण्णी तांबूल वत्थ कुसुमे । वाहण सयण विलेवण, बंभ दिसि ण्हाण भत्तेसु ॥ અર્થાત્ : સચિત્ત, દ્રવ્ય, વિગય, પગરખાં, તાંબુલ (પાન-બીડા) વસ્ર, કુસુમ (સુગંધી પદાર્થ) વાહન, શયન, વિલેપન, બ્રહ્મચર્ય, દિશિ, સ્નાન અને ભક્ત (ભોજન). આ ચૌદ પદાર્થની રોજ મર્યાદા કરવી તે ચૌદ નિયમ કહેવાય. કવિ ઋષભદાસે ‘વ્રતવિચાર રાસ’માં શ્રાવકને રોજ ચૌદ નિયમ ધારણ કરવાનો ઉપદેશ આપ્યો છે. કે જેથી કર્મ નિર્જરા થાય. જે ઢાલ ૬૪ પંકિત નંબર ૫ થી ૮માં સમજાવ્યું છે. બાવીસ અભક્ષ્ય અનંત ઉપકારી અનંત કરુણાના સાગર શ્રી જિનેશ્વર પરમાત્માએ પોતાના નિર્મળ કેવળજ્ઞાનના પ્રકાશમાં લેબોરેટરીના કોઈ પણ સાધનનો ઉપયોગ કર્યા વિના આપણી સમક્ષ જે આહાર વિજ્ઞાન રજૂ કર્યું છે, તેમાં બાવીસ અભક્ષ્યો બતાવ્યાં છે. જે આહારવિજ્ઞાનની દષ્ટિથી ત્યાજ્ય તો છે જ પણ સાથે સાથે હિંસાના ઘર હોવાથી જીવદયાની દૃષ્ટિથી પણ ત્યાજ્ય બતાવ્યાં છે. ‘ધર્મ સંગ્રહ’ આદિ જૈન ગ્રંથોમાં બાવીશ અભક્ષ્યનાં નામ આપ્યાં છે જેમ કે ચાર મહાવિગઈ, ઉદુમ્બરાદિ પાંચ પ્રકારના ફળો, હિમ, બરફ, વિષ, કરા, દરેક જાતિની માટી, રાત્રિભોજન, બહુબીજ, અજાણ્યાં ફળ, બોળ અથાણું, બત્રીસ અનંતકાય, વેંગણ, ચલિત રસ, તુચ્છ ફળફળાદિ તથા કાચા દૂધ, દહીં, છાશ વગેરેની સાથે ભળેલું કઠોળ (દ્વિદળ). આ બાવીસ અભક્ષ્યોને છ વિભાગમાં વહેંચી શકાય જેમ કે, ૧) ચાર સાંયોગિક અભક્ષ્ય જેમાં દ્વિદળ, ચલિતરસ, બોળ અથાણું અને રાત્રિભોજનનો સમાવેશ થાય, ૨) ચાર મહાવિગઈ અભક્ષ્ય - જેમાં માંસ, મદિરા, મધ અને માખણ, ૩) બત્રીસ પ્રકારની અનંતકાય વનસ્પતિ, ૪) ચાર ફળો – બહુબીજ, વેંગણ, તુચ્છ ફળ અને અજાણ્યા ફળ, ૫) પાંચ ટેટા – વડના ટેટા, ઉમરાના ટેટા, પીપળાના ટેટા, પ્લક્ષ-પીપરના ટેટા અને કાળા ઉમરાના ટેટા તેમ જ ૬) ચાર તુચ્છ ચીજો – બરફ, કરા, માટી અને ઝેર. આ પ્રમાણે બાવીસ અભક્ષ્યો ત્યાજ્ય ગણ્યા છે. તેવી જ રીતે ડૉક્ટરની દૃષ્ટિએ પાંચ પ્રકારના વ્હાઈટ પોઈઝન ત્યાજ્ય છે. માંસ, ઇંડા, સાકર, મીઠું અને મેંદો. વૈજ્ઞાનિક દષ્ટિએ ચાર પ્રકારના ફૂડ ત્યાજ્ય છે પ્રોસેસ્ડ, રિફાઈન્ડ, ટીન અને પેન્ચ્યુરાઈઝડ ફૂડ. E આમ વિવેકી શ્રાવકોએ જેટલું ઓછું પાપ થાય તે પ્રમાણે વર્તવું અને બાવીસ અભક્ષ્યનો Page #303 -------------------------------------------------------------------------- ________________ ત્યાગ કરવો. કવિ ઋષભદાસ ‘વ્રતવિચાર રાસ'માં ઉપર્યુક્ત જૈનાગમો અનુસાર બાવીસ અભક્ષ્ય દર્શાવી, તેનો ત્યાગ કરવાથી માનવ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. આ વાતનું નિરૂપણ કરી શ્રાવકને બાવીસ અભક્ષ્મ ત્યજવાનો બોધ આપ્યા છે. જે ઢાલ ૬૬ પંકિત નંબર ૧૭ થી ૨૬માં દર્શાવે છે. બત્રીસ અનંતકાય જૈનદર્શનના સિદ્ધાંત પ્રમાણે બિલકુલ હિંસા રહિત જીવન જીવવું એ પ્રથમ નંબરમાં આવી શકે પરંતુ એવી જો શક્યતા ન હોય તો બીજા નંબરે ઓછામાં ઓછી હિંસા થાય એવી જીવન પદ્ધતિથી જીવવું. એટલે જ પ્રથમ નંબરે લીલોતરી માત્રનો ત્યાગ કરી દેવો જરૂરી છે. એવી ભીષ્મ પ્રતિજ્ઞા તો કોઈ વીરલા જ કરી શકે પરંતુ જે વનસ્પતિના અલ્પ ભક્ષણમાં પણ અનંત જીવોનો સંહાર થાય છે, એવી અનંતકાય સ્વરૂપ ગણાતી વનસ્પતિનો તો અચૂક ત્યાગ કરવો જોઈએ. વનસ્પતિકાયના બે પ્રકાર છે. ૧) પ્રત્યેક વનસ્પતિકાય અને ૨) સાધારણ વનસ્પતિકાય. પ્રત્યેક વનસ્પતિકાય એટલે એક શરીરમાં એક જીવ. જ્યારે સાધારણ વનસ્પતિકાય એટલે એક શરીરમાં અનંતા જીવ. ગણ્યા ગણી ન શકાય તેટલા જીવો. આમ સાધારણ વનસ્પતિકાય અનંતાનંત જીવોનો પિંડ હોવાથી તેનું ભક્ષણ કેવી રીતે થાય ? ‘શ્રી પ્રજ્ઞાપના સૂત્ર’માં બત્રીસથી પણ વધારે અનંતકાયના ભેદો જણાવ્યા છે. ‘યોગશાસ્ત્ર’ આદિ જૈન આગમ ગ્રંથોમાં મુખ્ય બત્રીસ અનંતકાય-કંદમૂળનો ઉલ્લેખ થયો છે. જેમ કે, ૧) દરેક જાતના કંદ, ૨) લીલી હળદર, ૩) લીલું આદુ, ૪) સૂરણકંદ, ૫) વજ્રકંદ, ૬) લીલો કચરો, ૭) સતાવરી વેલી, ૮) વિરોલી, ૯) કુંઆર, ૧૦) થોર, ૧૧) ગળો, ૧૨) લસણ, ૧૩) વાંસ કારેલાં, ૧૪) ગાજર, ૧૫) લુણીની ભાજી, ૧૬) લોઢી પદ્મની કંદ, ૧૭) ગરમર, ૧૮) કિસલય પત્ર, ૧૯) ખરસઇઓ કંદ, ૨૦) થેગ ભાજી, ૨૧) લુણ વૃક્ષની છાલ, ૨૨) લીલીમોથ, ૨૩) ખીલોરા કંદ, ૨૪) અમૃતવેલી, ૨૫) મૂળા, ૨૬) બિલાડીના ટોપ, ૨૭) વત્થલાની ભાજી, ૨૮) અંકૂરાવાળું વિદલ અનાજ, ૨૯) પહ્લકની ભાજી, ૩૦) સૂઅરવલ્લી, ૩૧) કૂણી આંબલી, ૩૨) બટાટા, ડુંગળી, સકરકંદ વગેરે. આ બત્રીસ અનંતકાયને પાંચ વિભાગમાં વિભક્ત કરી શકાય. જેમ કે, ૧) શાક - ભૂમિકંદ, પાલકની બટેટા, ગાજર, મૂળા, ડુંગળી, લસણ, વંશકારેલા, સૂરણ અને કૂણી આમલી. ૨) ભાજી ભાજી (પલ્લકની ભાજી), વત્થલાની ભાજી, થેગની ભાજી, લીલીમોથ, કિસલય. ૩) પત્રવેલ ગિરિકર્ણિકા વેલ (ગરમર), અમૃત વેલ, વિરાણી વેલ, ગળો, સુક્કર વેલ, લવણ વેલ, શતાવરી વેલ. ૪) ઔષધ લવણક, કુંવારપાઠું, લીલી હળદર, લીલું આદું, કચૂરો. ૫) જંગલી વનસ્પતિઓ થોર, વજ્રકંદ, લોઢક, ખરસઈયો, ખિલોડી કંદ, બિલાડીના ટોપ. - = ઉપરોક્ત બત્રીસ નામોની અંતર્ગત શક્કરીયા, રતાળુ, લુણ નામની વૃક્ષની માત્ર છાલ, વિરૂડા વગેરે પણ અનંતકાય ગણાય છે.૧૦ તેવી જ રીતે પદ્મપુરાણ, પ્રભાસપુરાણ વગેરેમાં પણ બતાવ્યું છે કે, લસણ, ડુંગળી, મૂળા વગેરે Page #304 -------------------------------------------------------------------------- ________________ કંદમૂળ ખાવા નહિ. કેમકે કંદાદિ ખાનાર નરકમાં જાય છે અને તેનો ત્યાગ કરનાર સ્વર્ગમાં જાય છે. કવિ ઋષભદાસે પણ ‘વ્રતવિચાર રાસ'માં બત્રીસ અનંતકાયનાં નામો દર્શાવીને તેને ત્યાજ્ય બતાવ્યાં છે. તેમ જ અનંતકાય (અભક્ષ્ય)નું સેવન કરવાથી પાપબંધન થાય છે. માટે ભક્ષ્યઅભક્ષ્યને ઓળખીને તેનું ભક્ષણ ન કરવું, એવો હિતદાયક ઉપદેશ આપ્યો છે. જેની ઢાલ – ૬૭ પંકિત નંબર ૨૮ થી ૩૫ દ્વારા પ્રતીતિ કરાવે છે. પંદર કર્માદાન ‘કર્મ” અને “આદાન’ આ બે શબ્દોથી કર્માદાન' શબ્દ બનેલો છે. આદાન એટલે ગ્રહણ કરવું. કર્મોના ગ્રહણને કર્માદાન કહે છે. જે પ્રવૃત્તિના સેવનથી જ્ઞાનાવરણ આદિ કર્મોનો પ્રબળ બંધ થાય છે, જેમાં ઘણી હિંસા થાય તે કર્માદાન છે. શ્રાવક માટે તે વર્જિત છે. આ કર્મ સંબંધિત અતિચાર છે. શ્રાવકને તેના ત્યાગની પ્રેરણા આપવામાં આવી છે. “શ્રી ઉપાસકદશાંગ સૂત્ર', “શ્રી આવશ્યક સૂત્ર', ‘યોગશાસ્ત્ર', ‘નિગ્રંથ પ્રવચન' આદિ જૈન ગ્રંથોમાં પંદર કર્માદાન નો ઉલ્લેખ થયો છે. જેમ કે, ૧) અંગાર કર્મ, ૨) વન કર્મ, ૩) શકટ કર્મ, ૪) ભાડી કર્મ, ૫) સ્ફોટન કર્મ, ૬) દંત વાણિજ્ય, ૭) લાક્ષા વાણિજ્ય, ૮) રસ વાણિજ્ય, ૯) વિષ વાણિજ્ય, ૧૦) કેશ વાણિજ્ય, ૧૧) યંત્રપીડન કર્મ, ૧૨) નિબંછણ કર્મ, ૧૩) દાવગ્નિ દાપન, ૧૪) સરદહતડાગ શોષણ અને ૧૫) અસતીજન પોષણ. પંડિત આશાધર “સાગારધર્મામૃત'માં પંદર ખરકર્મોના લક્ષણ બતાવતાં કહે છે કે, પ્રાણીઓને પીડા ઉત્પન્ન કરાવવાવાળા વ્યાપારને ખરકમ અર્થાત્ દૂરકર્મ કહે છે. તે પંદર પ્રકારના છે. પંદર કર્માદાન કર્મબંધનનાં કાર્ય છે. કેમકે આ વેપારમાં ત્રસ જીવોની ઘણી હિંસા થાય છે. તેમ જ કેટલાક વેપાર અનર્થકારી અને નિંદનીય હોવાથી શ્રાવકોએ કરવા યોગ્ય નથી. તેમ જ બન્ને લોકમાં ઘોર દુ:ખના દેનાર છે. એવું જાણી તેનો ત્યાગ કરવો જોઈએ. કવિ ઋષભદાસે વ્રતવિચાર રાસ'માં પંદર કર્માદાનનું સ્વરૂપ વિસ્તારથી દર્શાવીને આવા પાપકારી વેપારોને ત્યજવાનો ઉપદેશ આપ્યો છે. જેની ઢાલ - ૬૮ પંકિત નંબર ૩૮ થી ૪૧ ઢાલ - ૬૯ પંકિત નંબર ૪૭ થી ૪૯ ઢાલ – ૭) પંકિત નંબર ૫૯ થી ૬૪માં પ્રતીતિ થાય છે. સાત વ્યસન જે માણસની સમાજમાં પ્રતિષ્ઠા ન હોય તેની સાથે મિત્રતા બાંધવી તે નિંદ્ય કાર્ય લેખાય છે, શક્તિ હોવા છતાં સ્વજન મિત્રોને સહાયતા ન કરવી તે પણ નિંદ્ય કાર્ય લેખાય છે. આ ઉપરાંત સાત દુર્વ્યસનોનું સેવન પણ નિંદ્ય કાર્ય છે. ‘વૈરાગ્ય શતક'માં સાત વ્યસનનું સ્વરૂપ દર્શાવતાં કહે છે કે, __ द्यतं च मांसं च सुराच वेश्या । पापार्ध चोरी परदार सेवा । पतानि सप्तानि व्यसनानिलोके । धोरातिघोर नरकं पतंति ॥११ ।। અર્થાત્ : જુગટું, માંસ ભક્ષણ, સુરાપાન (દારૂ પીવો) વેશ્યા ગમન, મોટા પાપમાં ભાગીદાર Page #305 -------------------------------------------------------------------------- ________________ બનવું (શિકાર), ચોરી કરવી અને પરસ્ત્રી સેવન. આ સાત દુર્વ્યસનો ઘોરાતિઘોર એવી નરક ગતિને વિષેજ ઉત્પન્ન કરાવે છે. જૈન ગ્રંથોમાં પણ શાસ્ત્રકારોએ સાત વ્યસનનાં નામ તેમ જ તેના ફળનું કથન દર્શાવ્યું છે. જુગાર, માંસ, મદ્ય, પરસ્ત્રી, વેશ્યા, ચોરી અને શિકાર. આ સાત મોટા વ્યસનો છે. જેમ કે, (૧) અન્ય વ્યસનોનું મૂળ જુગાર છે. જુગારમાંથી સઘળા વ્યસનો ઉત્પન્ન થાય છે. દ્યૂતથી ધન, યશ, ધર્મ, બંધુવર્ગ અને કુળનો ક્ષય થાય છે, તેમ જ દુ:ખો આપનારી તિર્યંચ અને નરક ગતિની પ્રાપ્તિ થાય છે. (૨) જે માનવ જીભના સ્વાદથી સદા માંસ ભક્ષણ કરે છે, તે નરકગામી બને છે. (૩) મતિ, શાંતિ તથા યશને હરનારું મધ નામનું વ્યસન અનર્થોનું મૂળ છે અને માતા કે પત્નીનું ભાન પણ ભુલાવનારું છે. (૪) બંને લોકનો વિઘાત કરનાર પરસ્ત્રીની પ્રીતિ ત્યાગ કરવા યોગ્ય છે. (૫) નિરંતર પાપને વશ રહેનારી વેશ્યા તો જરાપણ પ્રીતિ કરવા યોગ્ય નથી પણ નરક, તિર્યંચ આદિ દુર્ગતિ કરાવનાર છે. (૬) આ લોકમાં પ્રત્યક્ષ રીતે વધ, બંધનાદિકને કરનારી અને પરલોકમાં નરક આપનારી ચોરી સદ્ગુદ્ધિવાળા પુરુષે ત્યજી દેવી જોઈએ. (૭) જે પુરુષો નિરપરાધી પશુ પંખીઓનો શિકાર કરે છે, તેઓ દુ:ખ, દારિદ્રય, પીડા અને દુર્ગતિ પામે છે. આ સાત વ્યસનો દુર્ગતિને પ્રાપ્ત કરનાર હોવાથી ત્યજવા યોગ્ય છે. આ સાતે કુવ્યસનો અઢાર પાપ સ્થાનોમાંથી ૧) પ્રાણાતિપાપમાં (મદિરાપાન, માંસાહાર અને શિકાર), ૨) અદત્તાદાનમાં (ચોરી), ૩) મૈથુનમાં (પરસ્ત્રીગમન, વેશ્યાગમન) અને ૪) પરિગ્રહમાં (જુગાર) સમાઈ જાય છે. કવિ ઋષભદાસે ‘વ્રતવિચાર રાસ’માં આ સાતે વ્યસનોને છોડવાનો ઉપદેશ ઢાલ પંકિત નંબર ૨૫, ૨૬ દ્વારા આપ્યો છે. સાત ક્ષેત્રનું માહાત્મ્ય - ૩૭ જૈનાગમોમાં સાત ક્ષેત્રનું મહત્ત્વ દર્શાવ્યું છે. તે સાત ક્ષેત્રના નામ છે, ૧) જિનમંદિર, ૨) જિનપ્રતિમા, ૩) જિનાગમ અને ચતુર્વિધ સંઘના ૪) સાધુ, ૫) સાધ્વી, ૬) શ્રાવક અને ૭) શ્રાવિકા. આચાર્યશ્રી ધનેશ્વરસૂરીશ્વરજી ‘શ્રી શત્રુંજ્ય મહાત્મ્ય સાર’માં સાત ક્ષેત્રનું માહાત્મ્ય દર્શાવતા કહે છે કે, = જિનમંદિર - જે કાષ્ટાદિકથી જિનમંદિર કરાવે છે, તે પુરુષ તે કાષ્ટાદિકમાં જેટલા પરમાણુઓ હોય છે તેટલા લાખ પલ્યોપમ સુધી સ્વર્ગના સુખોને ભોગવનારો થાય છે. જિનપ્રતિમા – જે જે દેશમાં કે નગરમાં શ્રી જિનેશ્વર પ્રભુની પ્રતિષ્ઠા થાય, તે તે દેશમાં કે નગરમાં રોગ, દુર્ભિક્ષ કે વૈરભાવ ઉત્પન્ન થતા નથી. જૈનાગમ – જૈનાગમરૂપી શ્રુતની આરાધના દ્રવ્ય અને ભાવથી એમ બે પ્રકારે થાય છે. ૨૮૪ Page #306 -------------------------------------------------------------------------- ________________ શ્રુતજ્ઞાનના પુસ્તકોને સારી રીતે રાખવા દ્રવ્યશ્રત આરાધના છે. જ્યારે સમ્યકજ્ઞાન સાંભળવું, તે પર શ્રધ્ધા કરવી, ભણવું, ભણાવવું અને જ્ઞાન ભણનારાઓની ભક્તિ કરવી ભાવમૃત આરાધના છે. કે જે સંસારની જડતાને નાશ કરનારી અને કેવળજ્ઞાન આપનારી છે. ચતુર્વિધ સંઘ સ્વરૂપ - ચતુર્વિધ સંઘ અર્થાત્ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાની ઉપાસના અને પૂજા લોકાત્તર સુખ આપનારી છે. આ સાત ક્ષેત્રો જૈનશાસનમાં સદા ફળદાયક છે. તેમાં જે ભક્તિપૂર્વક પોતાની સંપત્તિનું દાનરૂપ બીજ વાવેલું હોય તો તેમાંથી નિર્વિધ્ધ ઉદયકારી ફળ પ્રાપ્ત થાય છે. “યોગશાસ્ત્રમાં શાસ્ત્રકારે કહ્યું છે કે, एवं व्रतस्थितो भक्त्या सप्त क्षेत्र्यां धनं वपन । दयया चातिदीनेषु महाश्रावक उच्यते ।।११९ ।। અર્થાત્ : વ્રતમાં સ્થિર ભક્ત સાત ક્ષેત્રે ધન ખર્ચે છે. આમ જે દયા અને દાનમાં શ્રેષ્ઠ છે તે મહાશ્રાવક છે. કવિ ઋષભદાસ ‘વ્રતવિચાર રાસ'માં શ્રાવકને બોધ આપતાં કહે છે કે, જો તમારી પાસે ધન હોય, સંપત્તિ હોય તો આ ધનનો સદ્ઉપયોગ કરી સાત ક્ષેત્રે ધન વાપરવું કે જેથી આ ધન ઊગી નીકળે અર્થાત્ પુણ્યનું ભાથું બંધાય છે. જે ઢાલ – ૨૩ પંકિત નંબર પર થી પ૩માં સમજાવ્યું છે. શ્રુતનો મહિમા જૈનશાસનમાં ‘શ્રુતજ્ઞાન’ સર્વાધાર છે. કેવળજ્ઞાનરૂપી સૂર્યની ગેરહાજરીમાં ‘શ્રુત' દીપક છે. સૂર્યાસ્ત થયા બાદ ઘરમાં ઘેરાયેલા છવાયેલા અંધકારને દૂર કરવા માટે દીપક સિવાય બીજો કોઈ રસ્તો નથી. આ દીપકને સતત ઝળહળતો રાખવા માટે એમાં ઘી પૂરવું પડે છે. ઘી જ ખલાસ થઈ જાય તો દીપક ઓલવાઈ જાય ને ઘરમાં અંધકાર છવાઈ જાય. તેમ જિનશાસન રૂપી ઘરમાં કેવળજ્ઞાનનો સૂર્યાસ્ત થયા બાદ શ્રી તીર્થકર ભગવંતો દ્વારા અર્થરૂપે પ્રતિબિંબિત થયેલ ગણધર ભગવંતો દ્વારા સૂત્રરૂપે ગુંથેલ-ગ્રંથિત એવાં “શ્રત દીપક' અજવાળું પાથરે છે. આ “શ્રત દીપક' ને ઝળહળતો રાખવા માટે પુસ્તક લેખન રૂપી ઘી સતત પૂરવું પડશે. આ શ્રુત ઘટતું ઘટતું પાંચમા આરાના છેડે છેલ્લે માત્ર “શ્રી દશવૈકાલિક સૂત્ર' રૂપ જ રહેશે. એ “શ્રી દશવૈકાલિક સૂત્ર’ બચશે, ત્યાં સુધી છઠ્ઠો આરો નહિ બેસી શકે. જે સમયે છેલ્લા આચાર્ય ભગવંત શ્રી દુપ્રભસૂરીશ્વરજી મહારાજનો સ્વર્ગવાસ થશે, “શ્રી દશવૈકાલિક સૂત્ર' પણ ક્ષયોપશમભાવે તેમની સાથે નષ્ટ થશે. માટે આ પાંચમા આરામાં મૃતરૂપી દીપકની જ્યોત ઝળહળતી રાખવા માટે પુસ્તકલેખનરૂપી ઘી પૂરવું જરૂરી છે. યોગી શ્રી ભતૃહરિએ “નીતિશતક'માં વિદ્યાધનનો મહિમા દર્શાવતાં કહ્યું છે કે, न चोरहार्यं न च राज्यहार्य । न भ्रातृभाज्य न च भारकारि । व्यये कृते वर्धत एव नित्यं विद्याधनं सर्व धनप्रधानम् ।। અર્થાત્ : ચોર ચોરી ન શકે. રાજ્યસત્તા હરી ન શકે. ભાઈ ભાગ ન પડાવી શકે અને જે Page #307 -------------------------------------------------------------------------- ________________ ભારરૂપ પણ ન હોય. જેમ જેમ વપરાય તેમ તેમ વધે એવું વિદ્યારૂપી ધન સર્વ ધનમાં મુખ્ય છે. કવિ ઋષભદાસ “વ્રતવિચાર રાસ’માં શ્રતનો મહિમા દર્શાવતા કહે છે કે, મૃત વડે જ આ જિનશાસન રહેશે. તેમ જ જે નર ભણશે, ગણશે અને પુસ્તક લખાવશે તે અનંત સુખને મેળવશે. નંબર ૪૭ થી ૪૯ દ્વારા સમજાવે છે. શીલવતનો મહિમા સદાચારનું પાલન એ જ માણસના જીવનનો પાયો છે. માણસમાં વિદ્વતા હોય કે ન હોય, તેની પાસે લક્ષ્મી હોય કે ન હોય પરન્તુ તેનામાં ચરિત્ર તો અવશ્ય હોવું જોઈએ. | ‘ ત્મનિ વરતિ તિ વ્રHવર્ય: I’ અર્થાત્ આત્મસ્વરૂપમાં રમણતા કરવી બ્રહ્મચર્ય છે. પાંચેય ઈન્દ્રિયોના વિષયભોગની આસક્તિનો ત્યાગ કરવો તેને બ્રહ્મચર્ય કહે છે. બ્રહ્મચર્ય જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વિનય, સમ્યકત્વ આદિ ગુણોનું મૂળ છે. તેની હાજરીમાં મનુષ્યનું અંતઃકરણ સ્થિર થઈ જાય છે.' ‘શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર’ ૨/૪માં શાસ્ત્રકારોએ “બ્રહ્મચર્યનું માહાભ્ય અનેક ઉપમાઓ દ્વારા પ્રગટ કર્યું છે. બ્રહ્મચર્યની બત્રીસ ઉપમા આપી છે. જેમ કે, આ વ્રત ધર્મની પાળી સમાન છે, પૈડાની નાભિ સમાન છે, વૃક્ષના સ્કંધસમાન, મહાનગરના કોટ, દરવાજા તેમ જ આગળિયા સમાન છે. ધ્વજાની દોરી સમાન છે. આ વ્રત વિશુદ્ધ અનેક ગુણોથી સુસંપન્ન છે. તેમ બ્રહ્મચર્ય મહાવ્રતના આધારથી જ સર્વ મહાવ્રત સુરક્ષિત છે. તેની અખંડતામાં જ સર્વ મહાવ્રતોની અખંડતા ટકી શકે છે. બ્રહ્મચર્યના વિનાશમાં વિનય, શીલ, તપ, નિયમ સર્વ ગુણ સમૂહના વિનાશ થઈ જાય છે. આવી રીતે આ બ્રહ્મચર્ય ભગવાન જ સર્વ વ્રતોના પ્રાણ સ્વરૂપ છે. બ્રહ્મચર્ય ઉત્તમોત્તમ ધર્મ છે અને તે પ્રત્યેક અવસ્થામાં આચરણીય છે. આહત પરંપરામાં તથા પ્રત્યેક પરંપરાઓમાં પણ બ્રહ્મચર્યનો અસાધારણ મહિમા ગવાયો છે. જેઓ પૂર્ણ બ્રહ્મચર્ય પાળે છે. તેઓ વિશ્વવંદ્ય બને છે, તેમ જ શીલ થકી અનિષ્ટ પદાર્થો ઈષ્ટકારી બની જાય છે. આ લોકમાં અનેક સુખોના ભોક્તા થાય છે અને ભવાંતરે સ્વર્ગ-મોક્ષનાં સુખો પામે છે. | ‘શ્રી ઔપપાતિક સૂત્રમાં કહ્યું છે કે, મનવગરનું ફકત કાયાથી બ્રહ્મચર્ય પાળવાથી પણ જીવ દેવગતિમાં જાય છે. મહાનયોગી શ્રી ભર્તુહરિએ “નીતિશતક’માં શીલ અને સદાચારના અનેક દષ્ટાંતો આપી શીલનો મહિમા બતાવ્યો છે. કવિ ઋષભદાસે પણ ‘વ્રતવિચાર રાસ’માં શીલનો મહિમા અનેક ઉપમાઓ દ્વારા દર્શાવ્યો છે. તેમ જ શીલખંડિત થવાથી ઇંદ્ર, બ્રહ્મા, મહારાજાઓ, મહાન મુનિરાજો વગેરે દુઃખી થયા છે, તેનું આગમિક કથાનકના આધારે દષ્ટાંતો દ્વારા આલેખન કર્યું છે. તેમ જ શીલના મહિમા થકી ઉચ્ચગતિને પ્રાપ્ત કરી શક્યાં એવાં શીલવતી નર-નારીઓનાં દષ્ટાંતો આલેખી શીલવ્રતનો મહિમા ઢાલ – ૫૪ પંકિત નંબર ૭૮ થી ૮૩, ઢાલ – ૫૫ પંકિત નંબર ૮૮ થી ૦૬, ઢાલ – ૫૬ પંકિત નંબર ૨૯ થી ૩૮માં વિસ્તારપૂર્વક સમજાવે છે. Page #308 -------------------------------------------------------------------------- ________________ દાનનો મહિમા ભારતીય ધર્મ, દર્શન અને સંસ્કૃતિમાં દાનનું અધિક મહત્ત્વ છે. દાન એ ધર્મનું મૂળ પ્રવેશદ્વાર છે. ‘ટીયતે કૃતિ વાન' જે આપવામાં આવે છે તે દાન. ભગવાન મહાવીરે ચાર પ્રકારે ધર્મ બતાવ્યો છે, દાન, શીયળ, તપ અને ભાવના. જે તપ ન કરી શકે તેમ હોય તે દાન કરે. ઉત્કૃષ્ટ ભાવે સુપાત્ર દાન આપવાથી જીવ મહાન લાભ મેળવે છે. સુપાત્ર દાન એ શ્રેષ્ઠ દાન છે. આચાર્ય હરિભદ્રસૂરિએ કહ્યું છે કે, ‘ધર્મસ્ય જ્ઞાતિ પર્વ વાન' ધર્મનું પ્રથમ પગથિયું દાન છે. ‘તત્ત્વાર્થસૂત્ર’ ૭/૩૩માં આચાર્ય ઉમાસ્વાતિએ દર્શાવ્યું છે કે, ‘અનુપ્રહાર્થ સ્વસ્યાતિસર્ગો વાનમ્' અર્થાત્ બીજા ઉપર ઉપકાર કરવા માટે પોતાનું ધન અન્યને આપવું તે દાન છે. ‘શ્રી આચારાંગ સૂત્ર’માં ગણધર ગૌતમસ્વામીએ કહ્યું છે કે, ધર્મમાં દાનનું સવિશેષ મહત્ત્વ છે. તે પાપનું પ્રાયશ્ચિત છે. ‘શ્રી ભગવતીસૂત્ર’ ૩/૮/૬/૧માં શ્રી ગૌતમસ્વામી પૂછે છે કે, હે ભદન્ત! શ્રમણ કે માહણને પ્રાસુક આહાર, પાણી, ખાદ્ય અને સ્વાદ્ય રૂપ આહાર વહોરાવનાર શ્રાવકને શું ફળ મળે છે? ત્યારે વીર પ્રભુ જવાબ આપે છે કે, ‘‘હે ગૌતમ! એવો શ્રાવક એકાન્તત: નિર્જરા કરે છે, તેને કોઈ પાપકર્મ લાગતુ નથી, મુનિશ્રી રત્નચંદ્રજી મ.સા. ‘ભાવના શતક’માં કહે છે કે, વ્યાજે સ્ત્યાત્ દ્વિ ગુણ વિત્ત, વ્યવસાયે ચતુર્ગુણમ્ । ક્ષેત્રે શત ગુણ પ્રોક્યું, પાત્રે અન્નતગુણ ભવેત્ । અર્થાત્ : વ્યાજે મૂકવાથી વધારેમાં વધારે બમણો લાભ થાય, વેપારમાં ચાર ગણો લાભ થાય, ક્ષેત્ર-ખેતરમાં વાવવાથી બહુ તો સો ગુણો લાભ થાય. પણ પાત્રમાં (સંયમીના પાત્રમાં) આપેલ વસ્તુનો અનંતગુણો લાભ મળે છે. દાનનો મહિમા વર્ણવતાં ‘ગીતા’માં કહેવાયું છે કે ‘સો હાથે કમાઓ અને હજાર હાથે આપો.’ આમ દાનનો મહિમા દરેક ગ્રંથોમાં અપરંપાર દર્શાવ્યો છે. સુપાત્ર દાન કરવાથી મહાન લબ્ધિ પ્રાપ્ત થાય. દાન આપવાથી દુ:ખ દૂર થાય. વળી સુપાત્ર દાન આપવાથી જીવ તીર્થંકર નામકર્મ પણ ઉપાર્જન કરી શકે છે. કવિ ઋષભદાસ ‘વ્રતવિચાર રાસ’માં દાનનો મહિમા આગમ કથિત સંગમ, નયસાર વગેરેના દૃષ્ટાંત ઢાલ – ૨૪ પંકિત નંબર ૬૨ થી ૭૦માં આપી સમજાવે છે. કૃપણતા (લોભ) કૃપણતાનો સામાન્ય અર્થ કસાઈ, લોભ વગેરે છે. ‘રાજવાર્તિક’માં દર્શાવ્યું છે કે ‘અનુગ્રહપ્રવળકાઘમિજાજ્ઞાવેશો સોમ: ।' અર્થાત્ ધન આદિની તીવ્ર આકાંક્ષા અથવા વૃધ્ધિ લોભ છે. ‘ધવલા’માં પણ કહ્યું છે કે ‘વાઘાર્યેષુ મમેંવું યુદ્ધિર્તોમ: ।' અર્થાત્ બાહ્ય પદાર્થોમાં જે Page #309 -------------------------------------------------------------------------- ________________ આ મારું છે' આવા પ્રકારે અનુરાગ બુધ્ધિ થાય છે તે લોભ છે. શ્રી દશવૈકાલિક સૂત્રમાં લોભ નું સ્વરૂપ દર્શાવતાં કહ્યું છે કે, कोहो पीइं पणासेइ, माणो विणय णासणो । माया मित्ताणि णासेइ, लोहो सव्व विणासणो ॥३८ ।। અર્થાત્ : ક્રોધ પ્રીતિનો નાશ કરે છે, અભિમાન વિનયનો નાશ કરે છે. માયા મિત્રતાનો નાશ કરે છે. અને લોભ સર્વ શ્રેષ્ઠ ગુણોનો નાશ કરે છે. ‘વૈરાગ્યશતક'માં પણ કૃપણના ધનનું સ્વરૂપ દર્શાવતાં કહ્યું છે કે, લે લૂંટી ઘન ફૂપણનું કાં રાજા કાં ચોર, ખંખેરાયે ખાસડે, બોરડી કેરાં બોર. અર્થાત્ : કૃપણનું ધન રાજા અથવા ચોર લૂંટી લે છે. તેમ જ બોરડીને બોર રૂપી ધન થકી ખાસડા ખાવા પડે છે. આગમ ગ્રંથોમાં અતિલોભ પાપનું મૂળ છે. એ કથન અનેક દષ્ટાંતો વડે દર્શાવામાં આવ્યું છે. શ્રી આચારાંગ સૂત્ર’–રમાં કૃપણના ધનની ગતિ દર્શાવતાં કહ્યું છે કે, ક્યારેક સંગ્રહિત ધનનો સ્વજન સંબંધી ભાગ પાડી લે, ચોર ચોરી જાય, રાજા લઈ લે છે, ધનરાશિમાં નુક્શાની આવે તો કયારેક ઘરમાં આગ લાગવાથી તે બળીને રાખ થઈ જાય છે. આમ કૃપણનું ધન અનેક પ્રકારે નાશ પામે છે. કવિ ઋષભદાસ ‘વ્રતવિચાર રાસ'માં ‘કૃપણતા'નો મર્મ સમજાવવા માટે કૃપણને શિખામણ આપતાં કહે છે કે, ધનનો સંચય કરવાથી દુઃખ પ્રાપ્ત થાય છે અને યેનકેન પ્રકારે તે ધનનો નાશ થાય છે. જ્યારે દાતા સુપાત્ર દાન આપીને પૂણ્યનું ભાથું બાંધે છે, જે ઢાલ - ૨૩ પંકિત નંબર ૫૪ થી ૬૦માં સમજાવ્યું છે. કર્મસિદ્ધાંત કર્મ સિદ્ધાંત જૈનદર્શનનો એક મુખ્ય સિદ્ધાંત છે. સાંસારિક જીવ જે વિવિધ પ્રકારના કર્મોના બંધન કરે છે. તેને વિપાકની દષ્ટિએ બે ભાગમાં વિભક્ત કરેલ છે. શુભ અને અશુભ, પુણ્ય અને પાપ, અથવા કુશળ અને અકુશળ. આ બે ભેદોનો ઉલ્લેખ જૈનદર્શન, બૌદ્ધદર્શન, સાંખ્યદર્શન, યોગદર્શન, ન્યાયદર્શન, વૈશેષિકદર્શન અને ઉપનિષદ આદિમાં કરેલ છે. જે કર્મના ફળની પ્રાણી અનુકૂળ અનુભવ કરે તે પુણ્ય અને જેનો પ્રતિકૂળ અનુભવ કરે તે પાપ છે. પુણ્યના શુભફળની ઈચ્છા બધા જ કરે છે પરંતુ પાપના ફળની ઈચ્છા કોઈ કરતું નથી, તો * પણ તેના વિપાકથી કોઈ બચી શકતું નથી. ગોસ્વામી તુલસીદાસ ‘રામાયણ'માં લખે છે કે, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખો, જે જસ કરઈ સો તસ ફલ ચાખા. આમ કરે તેવું પામે તે ઉક્તિ અનુસાર જે જીવ જેવું કર્મ બાંધે છે, તેવું જ ફળ ભોગવે છે. એ સત્ય છે કે બધા જ ભારતીય દાર્શનિકોએ કર્મવાદની સ્થાપનામાં યોગદાન આપ્યું છે પરંતુ જૈન પરંપરામાં કર્મવાદનું જેવું સુવ્યવસ્થિત સ્વરૂપ છે, તેવું અન્ય દર્શનોમાં નથી. જૈન Page #310 -------------------------------------------------------------------------- ________________ પરંપરામાં કર્મવાદ પર અત્યંત સૂક્ષ્મ, સુવ્યવસ્થિત અને ખૂબ જ વિસ્તૃત વિવેચના કરેલ છે. તે કર્મશાસ્ત્ર કર્મગ્રંથ'ના નામથી સુપ્રસિદ્ધ છે. કર્મની સત્તા સ્વીકારવા પર તેના ફળ સ્વરૂપ પરલોક અથવા પુર્નજન્મની સત્તા પણ સ્વીકારવી જોઈએ. જે કર્મોનું ફળ વર્તમાનમાં નથી મળતું તે કર્મોને ભોગવવા માટે પુર્નજન્મ માનવો આવશ્યક છે. કર્મવાદીઓએ પુર્નજન્મની સત્તા સ્વીકારી છે. શ્રી સૂયડાંગ સૂત્ર' ૧/૭/૪માં પણ કહે છે કે, આલોકમાં કે પરલોકમાં કર્મ પોતાનું ફળ આપે છે. તે એક જન્મમાં કે સેંકડો જન્મોમાં ફળ આપે છે. ભારતના બધા જ દાર્શનિકોએ જ નહીં પરંતુ પાશ્ચાત્ય વિચારકોએ પણ પુર્નજન્મના સંબંધમાં પોતાના વિચારો દર્શાવ્યા છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'૩૩/૧માં ભગવાન મહાવીરે કહ્યું છે કે, કર્મ જન્મ મરણનું કારણ છે. મહાભારત શાંતિશતક'-૨માં વ્યાસમુનિએ પણ દર્શાવ્યું છે કે, કર્મથી પ્રાણી બંધાય છે અને વિદ્યાથી તેની મુક્તિ થાય છે. કર્મના કારણે આ વિશ્વની વિચિત્રતા જોવા મળે છે. કોઈ રાજા, કોઈ રંક, કોઈ સુખી, કોઈ દુઃખી, કોઈ રોગી, કોઈ નિરોગી, આવી અનેક વિચિત્રતા પાછળ એક મહાસત્તા કાર્ય કરે છે અને તે મહાસત્તા છે- ‘કર્મનો સિદ્ધાંત'. કર્મ જ જન્મ મરણનું મૂળ છે. સંસાર પરિભ્રમણનું કારણ છે. કવિ ઋષભદાસે વ્રતવિચાર રાસમાં કર્મસિદ્ધાંતના ગહન અને ગંભીર વિશ્લેષણને આગમિક કથાનકોના આધારે જેમ કે ઋષભ ભગવંત, વિક્રમ રાજા, ચંદનબાલા, શ્રેણિક રાજા વગેરેના દષ્ટાંતો દ્વારા સરળ રીતે પ્રતિપાદિત કર્યું છે. જે ઢાલ – ૨૦ પંકિત નંબર ૯૫ થી ૦૨ દ્વારા પ્રતીતિ કરાવે છે. શ્રી વિપાક સૂત્રનો સાર આગમ સાહિત્યનાં બાર અંગમાં ‘વિપાક’નું અગિયારમું સ્થાન છે. આચાર્ય વીરસેને કર્મોના ઉદય અને ઉદીરણાને વિપાક કહેલ છે. આચાર્ય પૂજ્યપાદ અને આચાર્ય અકલંકદેવે લખ્યું છે કે વિશિષ્ટ અને વિવિધ પ્રકારના પાક (કર્મફલ)નું નામ “વિપાક' છે. કષાયોની તીવ્રતા, મંદતા આદિ રૂપ ભાવાશ્રવના ભેદથી વિશિષ્ટ પાકનું થયું તે “વિપાક' છે આચાર્ય અભયદેવ અને આચાર્ય હરિભદ્રે વૃત્તિમાં વિપાકનો અર્થ લખ્યો છે કે – પુણ્ય અને પાપ કર્મોનું ફળ, તે વિપાક છે. અને કથારૂપમાં તેનું પ્રતિપાદન કરનાર વિપાક સૂત્ર છે. | ‘શ્રી સમવાયાંગ સૂત્ર' અનુસાર તેના સુખવિપાક રાને દુઃખવિપાક એમ બે વિભાગ છે. “શ્રી સ્થાનાંગ સૂત્રમાં વિપાક સૂત્રનું નામ “કર્મ વિપાક દશા' આપેલ છે. આ સંસારના સમસ્ત જીવો કર્મના વિપાક પ્રમાણે પ્રવાહિત થઈ રહ્યા છે. આ પ્રવાહમાં જીવ શુભકર્મના સંયોગથી સુખી સાંસારિક અવસ્થા પ્રાપ્ત કરે છે અને અશુભ કર્મના સંયોગથી દુ:ખી અવસ્થા પ્રાપ્ત કરે છે. શ્રી વિપાક સૂત્રમાં આ બન્ને પ્રકારના આત્માઓના જીવન વૃત્તાંતનું વર્ણન કરવામાં આવ્યું છે. Page #311 -------------------------------------------------------------------------- ________________ અન્યાય, અત્યાચાર, ક્રૂરતા, નિર્દયતા, ચૌર્યવૃત્તિ, કામવાસના, અધર્માચાર, માંસાહાર, મદિરાપાન વગેરેને લીધે જીવ કેવા કેવા ઘોર કર્મબંધ કરે છે તથા તે કર્મબંધ અનુસાર કેવી કેવી યાતનાનું ફળ ભોગવે છે, તેનું વર્ણન “શ્રી વિપાક સૂત્ર'ના પ્રથમ દુઃખવિપાક શ્રુતસ્કંધમાં દર્શાવ્યું છે. કવિ ઋષભદાસે વ્રતવિચાર રાસ'માં માનવી પોતાના સ્વાર્થ માટે કેવા કેવા દારુણ ધંધા કરે છે, તેમ જ સ્વાદ લોલુપતા માટે માંસ-મદિરાપાનનું સેવન કરે છે. આવી વૃત્તિ પોષવા માટે તે અન્ય જીવોની ઘોર હિંસા કરે છે. તેના આવા પાપમયી કર્મફળ સ્વરૂપે તે અનંતાકાળ સુધી ચારે ગતિમાં ભવભ્રમણ કરે છે. આ વાત દુઃખ વિપાક શ્રુતસ્કંધ સૂત્ર'ના આધારે દર્શાવી છે. જે ઢાલ – ૪૪ પંકિત નંબર ૭૪ થી ૭૭, ઢાલ – ૪૫ પંકિત નંબર ૮૧ થી ૮૫માં સમજાવે છે. નારકીની વેદના નરકનો પર્યાયવાચી શબ્દ ‘fબરથ' છે. જેનો અર્થ છે શાતાવેદનીય આદિ શુભ અથવા ઈષ્ટફળ જેમાંથી નીકળી ગયું છે તે ‘નિરય'. નરક એ એક ક્ષેત્ર વિશેષ (ગતિ)નું નામ છે. જ્યાં જીવ પોતાનાં દુષ્કૃત્યોનું ફળ ભોગવવા જાય છે અને સ્થિતિ પૂર્ણ થાય ત્યાં સુધી તેને ત્યાં રહેવું પડે છે. નરક એટલે ભયંકર દુઃખદાયી સ્થાન. વૈદિક, બૌદ્ધ અને જૈન ત્રણે પરંપરામાં નરકના મહાદુઃખોનું વર્ણન છે. “રાજવાર્તિક' ૨/૫૦માં આચાર્ય અકલંક નરકની પરિભાષા આપતાં કહે છે કે, જે નરોને શીત, ઉષ્ણ આદિ વેદનાઓથી શબ્દાકુલિત કરી નાંખે તે નરક છે. અથવા પાપી જીવોને આત્યન્તિક દુ:ખો પ્રાપ્ત કરાવવાવાળી નરક છે. શ્રી સૂયગડાંગ સૂત્ર'માં વ્યાખ્યાકાર નરકનું વિવેચન કરતાં દર્શાવે છે કે, “યોગદર્શન'ના વ્યાસભાષ્યમાં છ મહાનરકોનું વર્ણન છે. ભગવતપુરાણમાં સત્તાવીસ નરકોની ગણના છે. બૌદ્ધ પરંપરામાં ‘પિટકગ્રંથ' સુત્તનિપાતના કોકાલિય સુત્તમાં નરકોનું વર્ણન છે. અભિધર્મકોષના ત્રીજા સ્થાનના પ્રારંભમાં આઠ નરકોનો ઉલ્લેખ છે. નરક વિષયક માન્યતા બધા આસ્તિક દર્શનોમાં અતિ પ્રાચીન કાળથી ચાલી આવે છે અને ભારતીય ધર્મોની ત્રણે શાખાઓમાં નરકનું વર્ણન પ્રાયઃ એક સરખું જોવા મળે છે. કર્મસિદ્ધાંત અનુસાર જે જીવ હિંસા, અસત્ય, ચોરી, કુશીલ સેવન, મહાઆરંભ, પંચેન્દ્રિય જીવહત્યા, માંસાહાર આદિ પાપ કર્મ કરવાથી તીવ્ર પાપ કર્મોનો બંધ થાય છે અને તે કર્મબંધનું ફળ ભોગવવા માટે તેને નરકગતિમાં જન્મ લેવો પડે છે. શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં નારકીય જીવોની ઘોરાતિઘોર યાતનાઓનું શબ્દચિત્ર વર્ણન કર્યું છે. તેમ જ શાસ્ત્રકારે હિંસાજનક કર્મોનું દારુણ ફળ નારકોની વેદના દ્વારા સમજાવ્યું છે. જેમ કે, જ્યારે ગળુ તીવ્ર તરસથી સુકાઈ ગયું હોય ત્યારે તેને ઉકાળેલ ગરમાગરમ સીસુ અંજલિમાં આપવું અને જ્યારે તે આર્તનાદ કરી ભાગે ત્યારે જબરદસ્તીથી લોઢાના દંડથી તેનું મોઢું ફાડી તેને પીવડાવવું કેટલું કરુણ છે ! પરંતુ પૂર્વભવમાં પાપ કરનાર નારકોને આવા પ્રકારની યાતના લાંબા સમય સુધી Page #312 -------------------------------------------------------------------------- ________________ ભોગવવી જ પડે છે. આવી ઘોર યાતના ભોગવી તે જીવ નરકમાંથી નીકળીને કોઈ પણ પ્રકારે મનુષ્ય પર્યાયમાં ઉત્પન્ન થાય છે, પરંતુ પ્રાય: તે વિકૃત અને અપૂર્ણ સ્વરૂપવાળા કૂબડા, બહેરા, લૂલાં, આંધળા, કુષ્ઠ આદિ વ્યાધિ અને વર આદિ રોગોથી પીડિત અલ્પ આયુષ્યવાળા અપ્રશસ્ત સંસ્થાનવાળા અનંત દુ:ખોને પ્રાપ્ત કરે છે. ઉપર્યુક્ત વાત કવિ ઋષભદાસે વ્રતવિચાર રાસમાં થોડા જ શબ્દોમાં પરંતુ થોડામાં ઘણું એ યુક્તિ અનુસાર આલેખન કરીને નારકીની યાતના અને મનુષ્યભવનાં દુઃખો હિંસાના ફળ રૂપે ભોગવવા જ પડે છે. તેનું ઢાલ - ૪૬ પંકિત નંબર ૯૦ થી ૯૩માં નિરૂપણ કર્યું છે. દેવાદારની વ્યથાનું આલેખન દેવું' શબ્દનો સામાન્ય અર્થ આપવું એવો થાય છે. દેવું : શબ્દનો સંસ્કૃત “ચ' એટલે કરેજ કે ઋણ થાય. દેવાદાર એટલે કરજદાર માથે દેવું હોય તે. કવિ ઋષભદાસે વ્રતવિચાર રાસ' માં દેવાદાર માણસની વ્યથા કેવી હોય તેનું સુંદર આલેખન કર્યું છે. જેમ કે, દેવાદાર માણસ રાતે સુખથી સૂઈ ન શકે, ભોજન કરી ન શકે, ચિંતાથી દેહ સુકાય, મુખ પણ પડી જાય અને દુઃખીયો દેખાય. વળી તેની કીર્તિ પણ જતી રહે, મરીને નરક ગતિમાં અથવા તિર્યંચગતિમાં જન્મ લે અને પશુ બનીને ભાર ઉપાડીને પોતાનું લેણું ચૂકવવું પડે છે. આમ દેવાદારને પોતાનું લેણું બીજા ભવમાં પણ આપવું પડે છે. જેની ઢાલ - પર પંકિત નંબર – ૬૯ દ્વારા પ્રતીતિ થાય છે. મમત્વભાવ મમત્વ એટલે પોતાપણું, મારું, મોહ, મમતા વગેરે તેના અર્થ થાય. ‘સ્વયંભૂ સ્તોત્ર'ની ટીકા-૧૦ અનુસાર “મમેક્સ્ટ માવો મમત્વ' અર્થાત્ (મારું) પોતાપણું ભાવ મમત્ત્વ કહેવાય છે.૧૧ શાસ્ત્રકારોએ કહ્યું છે કે, જ્યાં મારું ત્યાં “મમત્વ'. અને જ્યાં મમત્વ' ત્યાં દુઃખ છે, કારણ કે પોતાપણું એ જ મોટામાં મોટુ બંધન છે. માટે જ વિવેકી પુરુષોએ મમત્વભાવનો ત્યાગ કરીને આત્મહિતમાં ચિત્તને જોડવાનો સુંદર બોધ આપ્યો છે. મમત્વભાવને લીધે મોટા મોટા ચક્રવર્તી, રાજા મહારાજાઓ પણ મરીને માઠી ગતિ પામ્યા છે. તો બીજાઓનું કહેવું જ શું ? તેમને પણ આખરે તો દુ:ખથી અને મોતથી બચાવવા કોઈ પણ સમર્થ થયા ન હતાં. શાસ્ત્રકારોએ કહ્યું છે કે, મિત્ર, કલત્ર (સુંદર સ્ત્રી) રાને પુત્રના સમૂહો મારાં નથી, આ શરીર પણ મારું નથી. જ્ઞાતિ અને સેવામાં સદા અનુરક્ત એવા કિંકરો પણ મારા નથી, ધાન્ય, ધરા, ધન વગેરે સર્વ વૈભવ પણ મારો નથી. મારે રહેવાનું મંદિર ઘર પણ મારું નથી, જેમ સર્વ મનુષ્યો આ સર્વ તજીને જાય છે. તેમ મારે પણ ખરેખર તજી જવું પડશે.૧૨ મતલબ કે મેડી-મંદિર વગેરે સર્વ પદાર્થો અનિત્ય જ છે. સર્વ માયાની મોહજાળ છે. સર્વ પદાર્થ ક્ષણિક છે એક પળમાં હસાવે છે તો બીજી પળમાં ચોધાર આસું પડાવે છે. અંતે તો દરેક Page #313 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યો એકાંકીપણે જ પરલોકગામી થાય છે. સઘળું અહીં મૂકીને જ જવું પડે છે. ઉપાર્જન કરેલાં શુભાશુભ કર્મો જ સંગે આવશે માટે સ્વાત્મહિતેચ્છુએ સાંસારિક પદાર્થો ઉપર અતિ મમત્વભાવનો પરિહાર કરી માત્ર એક પવિત્ર ધર્મનું જ શરણ ગ્રહણ કરવું જ શ્રેયકર છે. કવિ ઋષભદાસે વ્રતવિચાર રાસ'માં મમત્વભાવનો સુંદર બોધ આગમની કથાઓના આધારે દષ્ટાંતો દ્વારા આલેખ્યો છે. જે ઢાલ – ૫૯ પંકિત નંબર ૬૩ થી ૭)માં દર્શાવે છે. સમય (કાળ) લોકમાં કલાક, દિવસ, વર્ષ વગેરેને જ કાળ કહેવાનો વ્યવહાર પ્રચલિત છે, પણ આ તો વ્યવહાર કાળ છે. વસ્તુભૂત નથી. પરમાણુ અથવા સૂર્ય વગેરેની ગતિને કારણે અથવા કોઈ પણ દ્રવ્યની ભૂત, વર્તમાન, ભાવી પર્યાયને કારણે આપણી કલ્પનાઓમાં આરોપિત કરવામાં આવે છે. વસ્તુભૂત કાળ તો સૂક્ષ્મ દ્રવ્ય છે. જેના નિમિત્તથી આ બધાં જ દ્રવ્ય ગમન અથવા પરિણમન કરી રહ્યાં છે. જે તે ન હોય તો એમના પરિણમન પણ ન હોય અને ઉપરોક્ત પ્રકાર આરોપિત કાળનો વ્યવહાર પણ ન હોય. જો કે વર્તમાન વ્યવહારમાં સેકન્ડથી વર્ષ અથવા શતાબ્દી સુધી જ કાળનો વ્યવહાર પ્રચલિત છે પરંતુ આગમમાં એની જઘન્ય સીમા ‘સમય’ છે. અને ઉત્કૃષ્ટ સીમા “યુગ' છે. “સમયથી નાનો કાળ સંભવ નથી કારણ કે સૂક્ષ્મ પર્યાય પણ એક સમયથી જલદી બદલાતી નથી. એક યુગમાં ઉત્સર્પિણી અને અવસર્પિણી આ બન્ને કલ્પ હોય છે અને એક કલ્પમાં દુઃખથી સુખની વૃદ્ધિ અથવા સુખથી દુઃખ તરફ હાનિરૂપ દુષમા સુષમા વગેરે છ છ આરા કલ્પિત કર્યા છે. આ આરાનું પ્રમાણ ક્રોડાક્રોડી સાગરોમાં મપાય છે. સમયને કોઈ રોકી શકતું નથી. કાળના દૂત યમરાજને કોઈની શરમ આડે આવતી નથી. સાગરોપમ દીર્ઘકાલિન આયુષ્યના સ્વામી ઈન્દ્રો, નાગેન્દ્રો, મુનીન્દ્રો, ગણધરો, તેમ જ તીર્થકર ભગવંતો જેવા ઉત્તમ દિવ્યપુરુષોને પણ કાળ છોડતો નથી. આયુષ્ય કર્મ સમાપ્ત થતાં ચાલ્યા જવું પડે છે, તો માનવીની શી વિસાત? કૃષ્ણ-લક્ષ્મણ જેવા વાસુદેવો, રાવણ જેવા પ્રતિવાસુદેવ, ચક્રવર્તીઓ, સિકંદર જેવા સમ્રાટો અઢળક સામગ્રીના સ્વામી વગેરે બધાં જ કાળના કોળિયામાં સમાઈ જાય છે. માટે જ કાળ આગળ બધા જ પામર છે. કવિ ઋષભદાસ વ્રતવિચાર રાસ' માં આ વાતનો મર્મ આગમિક કથાનકના આધારે દષ્ટાંતો . દ્વારા ઢાલ – ૬૦ પંકિત નંબર ૭૬ થી ૭૯માં સમજાવે છે. મૂર્ખનાં લક્ષણ મૂર્ખ' શબ્દનો અર્થ બેવકૂફ, અક્કલહીન વગેરે થાય પં.મુનિશ્રી વિનયચંદ્રજી મહારાજે “ગમાર (મૂર્ખ) બાવની'માં મૂર્ખનાં લક્ષણનું આલેખન વિવિધ પ્રકારે દોહામાં કર્યું છે. મૂર્ખ માણસ કેવો અક્કલહીન હોય છે. તેનું સચોટ શબ્દચિત્ર રૂપે વર્ણવ્યું છે. જેમ કે, ૧) નિજ દુર્ગુણ દેખે નહિ, પરનિદા પર પ્યાર, છિદ્ર ઉઘાડે અવરનાં, એ પણ એક ગમારા Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨) ઘર ધણીયાણીથી લડી, બાળી દે ઘરબાર, વિમાસણ વળતી કરે, એ પણ એક ગમાર. ૩) અંતર કેરા ઉભરા, બકીને કાઢે બહાર, જોગ અજોગ જ નહિ, એ પણ એક ગમાર. ૪) વણ તેડાવ્યો વળી વળી, આવે વાર અઢાર, વણ બોલાવ્યો બહુ બકે, એ પણ એક ગમાર.૩ કવિ ષભદાસે વ્રતવિચાર રાસ'માં પણ ઉપર્યુક્ત દોહા અનુસાર ‘મૂર્ખનાં લક્ષણ દર્શાવી પોતાની ઉપદેશ આપવાની વિનોદાત્મક શૈલીની ઝાંખી કરાવી છે. જે ઢાલ – ૨૨ પંકિત ૨૨ દ્વારા સમજાય છે. આયુર્વેદ જ્ઞાન આયુર્વેદશાસ્ત્રમાં પહેલું સુખ તે જાતે નર્યા' આ ઉક્તિ અનુસાર શરીર સ્વાથ્ય માટે અનેક ઉપયોગી સૂચનો, આહાર-વિહારના નિયમો આદિનું કથન કર્યું છે. તેમાં પણ કેવી રીતે અને ક્યારે પાણી પીવું જોઈએ? અને તેનાથી શા શા ફાયદા થાય છે તેનો ઉલ્લેખ જોવા મળે છે. જેમ કે વહેલી સવારે ઊઠીને મોઢું ધોયા વગર ચાર મોટા ગ્લાસ પાણી એક સાથે પી જવું. તે પછી ચાલીસ મિનિટ સુધી કાંઈ પણ ખાવું પીવું નહિ. આ પ્રયોગ કર્યા પછી સવારે નાસ્તા પછી અને બપોરે અને સાંજે જમ્યા પછી બે કલાક બાદ પાણી પીવું અને રાત્રે સૂતા પહેલાં કાંઈ પણ ખાવું નહિ. આવી રીતે પદ્ધતિસર પાણીનો પ્રયોગ’ કરવાથી જુની અને નવી જીવલેણ બીમારીઓ મટી શકે છે. જેમકે માથાનો દુઃખાવો, લોહીનું દબાણ, સંધિવા, લકવા, જાડાપણું વગેરે. આમ એક યોગ્ય રીતે પાણી પીવાથી પણ અનેક રોગ નિવારી શકાય, તેવો ઉલ્લેખ આયુર્વેદમાં જોવા મળે છે. ૧૪ કવિ ઋષભદાસ વિવિધ શાસ્ત્રોના જાણકાર હતા. તેઓ જૈનદર્શન ધર્મશાસ્ત્રનું જ્ઞાન તો ધરાવતા હતા, પણ સાથે સાથે સંગીતશાસ્ત્ર, સ્વરશાસ્ત્ર, નીતિશાસ્ત્ર તેમ જ આયુર્વેદશાસ્ત્રના પણ જાણકાર હતા. લોકોના સ્વાથ્ય તેમ જ શરીરની સુખાકારી માટે, નીરોગી રહેવા માટે તેમણે ક્યાં, ક્યારે અને કેવી રીતે પાણી પીવું જોઈએ. તે માટે સાત નિયોમોનો ઉલ્લેખ “વ્રતવિચાર રાસ'માં કર્યો છે. જે ઢાલ – ૨૩ પંકિત નંબર ૩૫ થી ૩૬માં દર્શાવ્યું છે. નીતિશાસ્ત્રનો ઉપદેશ કવિ ઋષભદાસ નીતિશાસ્ત્રના જ્ઞાનના પણ જાણકાર હતા. તેમણે વ્રતવિચાર રાસ'માં સુભાષિતો દ્વારા જીવન ઉપયોગી ડહાપણભર્યા અર્થસભર વિચારો પ્રગટ કર્યા છે. પોતાના વાચક ગણને, ભાવુક શ્રોતાઓને ઉપદેશ આપવા માટે નીતિશાસ્ત્રના જ્ઞાનનો ઉપયોગ કર્યો છે. જેમ કે જ્યાં વેરી ઘણાં હોય એવું નગર, પ્રેમ વિનાના દીકરા, અતિ જા જરાં ઘર, પાપીનો સંગ, કુજાતિનો ઘોડો, બાવળની છાયા, વગેરે ત્યજ્યવાં. વળી જેમ કીડીને પર્વતની કાયા, રુસણાને પ્રેમ, કૂરદષ્ટિને માયા વગેરે ન મળે પાપકર્મ ને દયા ન મળે. વળી જેમ બાળક વિનાનું પારણું, કાળ વગરનો વરસાદ, વર વગરની જાન વગેરે ન હોય તેમ ધર્મ દયા વગર ન હોય. આમ અનેક નીતિશાસ્ત્રના ઉપદેશો સુભાષિતો દ્વારા આલેખ્યા છે. જેની ઢાલ – ૩૭ પંકિત નંબર ૧૯ થી ૨૩, ઢાલ – ૪૦ પંકિત નંબર ૪૨ થી ૪૫, ઢાલ – ૪૧ પંકિત નંબર ૪૯ થી ૫૧માં પ્રતીતિ કરાવી છે. Page #315 -------------------------------------------------------------------------- ________________ સંગ તેવો રંગ સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે. સત્સંગની એક ઘડી જે લાભ આપે છે તે કુસંગના એક કોટ્યાવધિ વર્ષ પણ લાભ આપી શકતા નથી અને અધોગતિમય મહાપાપો કરાવે છે. તેમ જ આત્માને મલિન કરે છે. જેમ પારસમણિના સંગથી લોઢું પણ સોનું બની જાય છે, તેમ ઉત્તમજનના સંગે નીચ હોય તે પણ ઊંચ બની જાય છે. તુલસીદાસ ગોસ્વામીએ પણ કહ્યું છે કે, એક ઘડી, આધી ઘડી, આધીમે પણ આધ, તુલસી સંગત સાધકી, કટત કોટિ અપરાધ. અર્થાત્ : થોડીક ક્ષણો પણ સંત સાધુની સંગત કરવાથી કોટિ અપરાધો ઓછા થઈ જાય છે. નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે, દુર્જનના સંગત થકી માનહાનિ થાય છે. જેમ કે, ___ अहो दुर्जन संसर्गान् । मानहानी पदे पदे । पावको लोह संगेन । मुदगरैरभिहन्यते ॥ અર્થાત્ : અરે ! દુર્જન માણસના સંગથી ગુણની, માનની પગલે પગલે હાનિ થાય છે. જેમ કે અગ્નિના સંગથી લોઢાનો ગોળો પણ મગળ-હથોડાથી ટીપાય છે. કવિ ઋષભદાસે વ્રતવિચાર રાસ'માં નીતિશાસ્ત્રનો જીવન ઉપયોગી ઉપદેશ આપ્યો છે જેમ કે સુસંગત થકી અલ્પજ્ઞાની પણ ડાહ્યો કહેવાય છે. તેમ નીચના કુસંગત થકી જ્ઞાની પણ અજ્ઞાની ગણાય. લોક ઉક્તિ અનુસાર “સંગ તેવો રંગ” અર્થાત્ જેની સાથે રહીએ તેનો રંગ લાગ્યા વગર રહેતો નથી. કવિ ઋષભદાસે આ રૂઢિપ્રયોગને અનેક દષ્ટાંતો આપીને સિદ્ધ કર્યું છે કે “જેવી સંગત કરીએ તેવું જ તેને ફળ મળે છે. જે ઢાલ – ૩૫ પંકિત નંબર ૮૦ થી ૯૫માં દર્શાવ્યું છે. સુપરખ-કુપરખ દૃષ્ટિ નીતિશાસ્ત્રમાં શાસ્ત્રકારોએ બે પ્રકારની દષ્ટિ બતાવી છે. સુપરખ અને કુપરખ દષ્ટિ અથવા ગુણદષ્ટિ અને દોષદષ્ટિ. ગુણદષ્ટિ અથવા સુપરખદષ્ટિ એટલે બુરાઈઓમાંથી પણ સારું જ ગ્રહણ કરવું. દોષદષ્ટિ અથવા કુપરખદષ્ટિ એટલે ગુણોની ઉપેક્ષા કરીને દોષોને ગ્રહણ કરવા. અર્થાત્ દોષદષ્ટિ ધરાવતો મનુષ્ય ગુણોની ઉપેક્ષા કરી દોષોને શોધતો ફરે છે. એની નજર ગુણો પર ચોંટતી નથી. દષ્ટાંતશતક'માં શાસ્ત્રકારે કહ્યું છે કે, संसारे सुखिनो जीवा भंदति गुणग्राहका: । __उत्तमा ते च विज्ञेया दंतपश्यक कृष्णवत् ।।१।। અર્થાત્ : સંસારમાં જે જીવો ગુણગ્રાહક હોય છે. તેઓ સુખી હોય છે અને તેઓને જ દાંત જોનાર શ્રીકૃષ્ણની પેઠે ઉત્તમ જાણવા. અર્થાત્ ગુણગ્રાહી પ્રકૃતિવાળા મનુષ્યો બીજાઓના દોષ જોવા કરતાં ગુણ માત્ર જોઈને આનંદ પામે છે. વળી શાસ્ત્રકારે આગળ કહ્યું છે કે, समत्वे नर सज्ञायां मिश्रयोः क्षीरनीरयोः । विविच्य पिबति क्षीरं नीरं हंसो हि मुंचति ।।२।। Page #316 -------------------------------------------------------------------------- ________________ અર્થાત્ : પુરુષ એવું નામ તો સઘળાનું જ સમાન છે, પણ દૂધ અને પાણી મિશ્ર કરીને મૂક્યાં હોય તેમાંથી દૂધને જૂદું પાડીને પી જાય અને પાણીને પડતું મૂકે, તેનું નામ જ હંસ કહેવાય છે. મતલબ કે ગુણગ્રાહી મનુષ્ય હંસવત્ ઉત્તમ છે.૧૫ કવિ ઋષભદાસે પણ ‘વ્રતવિચાર રાસ'માં ઉપર્યુક્ત કથન અનુસાર બે પ્રકારના પુરુષો જેમ કે એક હંસ સરખા અને બીજા જળ-જળો જેવા હોય, તે બન્નેને રેશમી કાપડ (મશરૂ) અને ગરમ કાંબળી (કાંબલો)ની ઉપમા આપી છે. હંસ જેમ દૂધ પાણીના મિશ્રણમાંથી દૂધ પીએ છે, પરંતુ પાણી બિંદુને મુખમાં મૂકતો નથી, તેમ સુપરખ દષ્ટિવાળા પુરુષ ગુણને ગ્રહણ કરે છે. અને અવગુણ મુખમાં લાવતા નથી. તેથી હંસ સરખા સુપરખ દષ્ટિવાળા પુરુષ જગમાં પૂજાય છે. જ્યારે જળ-જળો હંમેશાં ખરાબ લોહીને જ આનંદથી પીએ છે, પણ સારું લોહી મુખમાં મૂકતો નથી. તેમ કુપરખ દષ્ટિવાળા પુરુષ પણ હંમેશા મુખેથી બીજાના અવગુણ જ બોલે છે. બીજાના સારા ગુણો ક્યારેય પણ પોતાના મુખથી બોલતાં નથી. માટે આવા પુરુષોને જગમાં અવગણ્યાં છે. ઉપર્યુક્ત બોધ ઢાલ - ૭૮ પંકિત નંબર ૩૭ થી ૪૨માં શબ્દસ્થ થાય છે. કવિ ઋષભદાસ રચિત “વ્રતવિચાર રાસ'નું સંપૂર્ણ પઠન કરતાં જણાય છે કે જૈનદર્શન ધર્મના મુખ્ય ત્રણ તત્વ સુદેવ, સુગુરુ અને સુધર્મ છે. આ ત્રણેય તત્ત્વનું કવિ ઋષભદાસે અતિ સુંદર અને અતિ ઉત્તમ આલેખન કર્યું છે અને શ્રાવકધર્મનું પ્રતિપાદન કરી તેનો બોધ આપ્યો છે. કવિ ઋષભદાસે વ્રતવિચાર રાસમાં સુદેવ એટલે ચોત્રીસ અતિશયયુક્ત, પાંત્રીસ ગુણયુક્ત વાણીના ધારક, આઠ મદના જીતનાર, આઠ કર્મનો ક્ષય કરનાર, અઢાર દોષોથી મુક્ત તેમ જ તીર્થંકર પદની પ્રાપ્તિ કરનાર એવા અરિહંત દેવનું સર્વાગી વર્ણન કરી શ્રોતાજનોને અરિહંત દેવના જાણે કે સાક્ષાત્ દર્શન કરાવે છે. સુગુરુ કેવાં હોય તે દર્શાવવા કવિએ નિગ્રંથ ગુરુના છત્રીસ ગુણોનું શાસ્ત્ર સિદ્ધાંત અનુસાર આલેખન કરી સાથે બાવીસ પરીષહને જીતનાર પણ સાચા ગુરુ કહેવાય છે આગમિક કથાનકોના આધારે મહાન મુનિઓના દષ્ટાંતો આપી ભાવુક શ્રોતાજનોને પરીષહ વિજેતા મુનિઓના ચરિત્રની ઝાંખી કરાવે છે. ત્રીજું તત્ત્વ એટલે સુધર્મ. સુધર્મ એટલે દયામય ધર્મનું આલેખન અનેક રૂપકો વડે દર્શાવી કવિએ સાહિત્યિક કલાપક્ષના વૈભવને તાદસ્થ કર્યો છે. તેમ જ વિસ્તારપૂર્વક દયા એ જ સાચો ધર્મ છે, એનું સચોટ પ્રતિપાદન કર્યું છે. વ્રતવિચાર રાસ'માં કવિ ઋષભદાસનો મુખ્ય આશય તો શ્રાવકધર્મ શું છે? તે દર્શાવવાનો છે. શ્રાવક એટલે મુનિનો નાનો ભાઈ! એનું જીવન પણ કેવું પવિત્ર, આદર્શ અને સંયમી હોય તે આ કૃતિ વાંચતાં ખ્યાલમાં આવે છે. કવિએ શ્રાવક ધર્મનું આલેખન સુચારૂ રીતે તેમ જ વ્યવસ્થિતરૂપે દર્શાવ્યું છે. ગૃહસ્થપણામાં રહેલો શ્રાવક પણ મોક્ષમાર્ગમાં ચાલનારો છે. એ શ્રાવકના ધર્માચરણ કેવા હોય, તેનાં વિસ્તૃત વર્ણનમાં પ્રથમ સર્વજ્ઞની શ્રદ્ધા હોવાનું બતાવ્યું છે. શ્રદ્ધા વગરનો ધર્મ એકડા વગરના મીંડાં જેવો છે. શ્રાવકધર્મના પાયારૂપે પ્રથમ શ્રદ્ધાનું મહત્ત્વ ખૂબ છે તે દર્શાવી શ્રાવકે ધર્મરૂપી બાર વ્રતોનું આલેખન કર્યું છે. સુશ્રાવકના સંયમી અને આદર્શ આચરણરૂપે જયણા, અણગળ પાણીનો નિષેધ, રાત્રિભોજનનો ત્યાગ, ચંદરવા બાંધવા, ભક્ષ્ય-અભક્ષ્ય વસ્તુનો નિષેધ, કુવણજનો ત્યાગ, સાત વ્યસનનો નિષેધ આદિનો સુંદર ઉપદેશ આપ્યો છે. તેમ જ શ્રાવકના કર્તવ્ય Page #317 -------------------------------------------------------------------------- ________________ તરીકે દાનનું મહત્ત્વ, સાત ક્ષેત્રે ધનનો ઉપયોગ કરવો, સાધર્મિક ભક્તિ આદિનો બોધ આપ્યો છે. શ્રાવકની નિત્યકરણી તરીકે આવશ્યક ક્રિયા, જિનવંદન, જિન પૂજા, ગુરુભક્તિ, ગુરુનું વ્યાખ્યાન શ્રવણ, ચૌદ નિયમ ધરવા, મુનિને આહાર દાન આપવું વગેરેનો ઉપદેશ આપ્યો છે. જૈનદર્શન ધર્મનો મુખ્ય સિદ્ધાંત કર્મ જ રહ્યો છે. કર્મની શક્તિ કેવી ગૂઢ અને ગહન છે, તેની સત્તા આગળ માનવી કેવો પામર લાગે છે, તેનું આબેહૂબ વર્ણન કવિ ઋષભદાસે સદષ્ટાંત આલેખ્યું છે. શ્રાવકનું જીવન સુસંસ્કારી અને નીરોગી બને તે માટે નીતિશાસ્ત્રના ઉપદેશ તેમ જ આયુર્વેદના નિયમોની ઝલક પણ દર્શાવી છે. આમ કવિ ઋષભદાસ રચિત વ્રતવિચાર રાસ' કૃતિ જૈનધર્મ-દર્શનના સિદ્ધાંતો, તત્ત્વદર્શનની વાતો, નીતિમતાના ઉપદેશો તેમ જ જીવન ઉપયોગી નિયમોથી સભર બની છે. કવિ ઋષભદાસ રચિત વ્રતવિચાર રાસ' કૃતિ કલાપક્ષની દષ્ટિએ સાહિત્યિક ગુણવત્તાથી ઉત્તમ બની છે. તેવી જ રીતે ભાવપક્ષની દષ્ટિએ પણ તાત્વિક બોધનું સરળ સદષ્ટાંત અને સંવાદાત્મક શૈલીમાં નિરૂપણ થયું છે. કવિએ પોતે શ્રાવક હોવા છતાં એક વિદ્વાન વૈરાગી સંતની જેમ જૈન તત્ત્વ વિચારણાને આ રાસની પંક્તિએ પંક્તિએ પ્રતીતિ કરી બતાવી છે. જૈન તત્ત્વદર્શનના રહસ્યોને સરળ ભાષામાં વ્યક્ત કરી જન સામાન્યના હૃદય સુધી પહોંચાડી આ કૃતિ દ્વારા તેમને સાચા શ્રાવક બનવાની પ્રેરણા આપી છે. આ રીતે કલા તેમ જ ભાવપક્ષનું ઉત્કૃષ્ટ સંયોજન કરી કવિએ પોતાની કવિત્વ પ્રતિભાની પ્રતીતિ કરાવી છે, જેમ મણિકાંચનથી અલંકાર દીપી ઊઠે, તેમ કવિની કૃતિ પણ કલાપક્ષ અને ભાવપક્ષના સુંદર સુમેળથી અતિ ઉત્તમ કૃતિ બની છે. - જે 8 $ : સંદર્ભસૂચિ : સરસ્વતી ઉપાસના - મુનિ દેવરત્નસાગરજી .......... ............૪ ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો - લેખક – પ્રો. મંજુલાલ મજમૂદાર .. ............ પૃ. ૫૦ ૩. જૈન ગુર્જર કવિઓ-૮ - સંપાદક – જયંત કોઠારી............... .................... પૃ. ૩ ભારતીય કાવ્ય સિદ્ધાંત - જયંત કોઠારી, નટુભાઈ રાજપરા ............. .......... પૃ. ૧ શ્રી દશ વૈકાલિક સૂત્ર - પ્રથમ અધ્યયન/૧ – પ્રકાશક – શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન ................ પૃ. ૩૧. ૬. શ્રી અષ્ટપાહુડ - અનુવાદક - શ્રી કાંતિલાલ ઈશ્વરલાલ શાહ ..... ........... પૃ. ૧૦૪ યોગશાસ્ત્ર - ભાષાંતર - શ્રીમદ્દ પંન્યાસજી મ. શ્રી. કેશરવિજયજી ગણિ ............ .......... પૃ. ૮૨-૮૩ શ્રી જૈન તત્ત્વ પ્રકાશ - પૂજ્ય શ્રી અમોલખ ઋષિજી મહારાજ ........... પૃ. ૪૦ર-૪૦૩ ૯. રીસર્ચ ઓફ ડાઈનીંગ ટેબલ - પંન્યાસ હેમરત્નવિજય...... ............ પૃ. ૩૫ રીસર્ચ ઓફ ડાઈનીંગ ટેબલ - પંન્યાસ હેમરત્નવિજય............ ......... પૃ. ૬૮ ૧૧. જૈનેન્દ્ર સિદ્ધાન્ત કોશ/૩ - સુ. જિનેન્દ્ર વર્ણી ............ ... પૃ. ૨૮૯ ૧૨. વૈરાગ્ય શતક - સ્વ.પં. શ્રી વિનયચંદ્રજી મહારાજ ....... .............. પૃ. ૧૧૬ ૧૩. વૈરાગ્ય શતક - સ્વ.પં. મુનિશ્રી વિનયચંદ્રજી મહારાજ પૃ. ૧૧૫ થી ૧૬૬ ૧૪. તંદુરસ્તી તમારા હાથમાં – સંપાદક – શ્રી ભચુભાઈ થોભણ ગાલા... ............. પૃ. ૭૩ ૧૫. દષ્ટાંતશતક - ભાષાંતરકર્તા - છોટાલાલ નરભેરામ ભટ્ટ ......... ............ પૃ. ૮૧ $ $ Page #318 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ વતનું આકાશ ભારતીય સંસ્કૃતિનો પ્રાણતત્ત્વ : વ્રત શ્રમણ સંસ્કૃતિ વ્રતોની સંસ્કૃતિ રહી છે. વ્રત જીવનને સત્યમ્, શિવમ્ અને સુન્દરમ્ તરફ લઈ જવા માટે અમોઘ સાધન છે. આચારગત શ્રેષ્ઠતા તેમ જ પવિત્રતા પ્રાપ્તિનો એકમાત્ર મહત્ત્વપૂર્ણ ઉપાય છે વ્રત. વ્રત એક એવું કવચ છે, કે જે વ્યક્તિને અંદર અને બહાર બન્ને તરફની સુરક્ષા પ્રદાન કરી અભય બનાવે છે. વ્રતશૂન્ય જીવન મૂર્તિ વગરના મંદિર જેવું હોય છે. જ્યારે વ્રતથી શોભિત જીવન આત્માનુશાસનની મૂર્તિરૂપ બની જાય છે. મનુષ્યને આધ્યાત્મિક ઊંચાઈ સુધી લઈ જવાવાળું પ્રાણતત્વ “વ્રત' જ છે. માટે જ ભારતીય સંસ્કૃતિમાં વ્રતોને મહત્ત્વપૂર્ણ સ્થાન મળ્યું છે. વૈદિક પરંપરામાં પણ સત્યની પ્રાપ્તિ માટે વ્રત અને દીક્ષાને મહત્ત્વ આપ્યું છે. યજુર્વેદમાં લખ્યું છે કે, व्रतेन दीक्षामाप्नोति दीक्षया प्राप्नोति दक्षिणाम् । दक्षिणा श्रद्धामाप्नोति श्रद्धया सत्यमाप्यते ।।३२।। અર્થાત્ : વ્રતથી દીક્ષા, દીક્ષાથી દક્ષિણા, દક્ષિણાથી શ્રદ્ધા અને શ્રદ્ધાથી સત્ય પ્રાપ્ત થાય છે. આચાર્ય પતંજલિએ પણ યોગસાધના માટે યમ અને નિયમ ઉપર ભાર મૂક્યો છે. મહાત્મા બુદ્ધે જીવનોત્થાન માટે પંચશીલ અને દશશીલનું વિધાન કર્યું. એમના અનુસાર જે વ્રતહીન છે, મિથ્યાભાષી છે, તે માત્ર મુંડિત થવાથી શ્રમણ બની શકતો નથી. જૈન તીર્થકરોએ તો વ્રતને કર્મ વિશોધનના વિશેષ ઉપાયના રૂપમાં માન્યતા આપી છે. પાશ્ચાત્ય દર્શનમાં આપણને ભારતીય દર્શનોની જેમ ‘વ્રત' અથવા નિયમોનું કોઈ વ્યવસ્થિત રૂપ નથી મળતું કારણ કે તેઓ જીવનની સ્વતંત્રતામાં વધુ વિશ્વાસ રાખે છે. તેઓ નિયમોને આત્માનુશાસનની જાગૃતિના ઉપાય રૂપમાં જોવાને બદલે બંધનના રૂપમાં જુએ છે પરંતુ અહીં સ્પષ્ટતા એ કરવાની છે, કે ભારતીય સંસ્કૃતિમાં વ્રત સ્વીકારના સંબંધમાં બળપ્રયોગના સ્થાન ઉપર હૃદય પરિવર્તનને માન્યતા આપી છે. સ્વેચ્છાએ વ્રતનું મહત્તા સમજીને જ્યારે સાધક તેને ગ્રહણ કરવા માટે આતુર થાય છે ત્યારે તીર્થંકર પણ આ જ કહે છે કે, “હજુયં સેવા[ળિયા'I જૈનદર્શનમાં “વત'નો ઉદ્ભવ જૈનદર્શન પ્રમાણે આ અવસર્પિણીકાળમાં પ્રથમ તીર્થંકર ઋષભ ભગવાનને કેવળજ્ઞાન થયા પછી તેમણે પોતાની પ્રથમ દેશનામાં સમકિતનું સ્વરૂપ, શ્રમણનાં પાંચ મહાવ્રત તથા તેની ભાવનાઓયુક્ત સર્વવિરતિ ધર્મ સમજાવ્યો તે જ પ્રમાણે સમકિત મૂળ પાંચ અણુવ્રત, ત્રણ ગુણ વ્રત અને ચાર શિક્ષાવ્રત આ પ્રમાણે ગૃહસ્થો માટે દેશવિરતિ ધર્મનો બોધ આપ્યો. Page #319 -------------------------------------------------------------------------- ________________ તેવી જ રીતે આ અવસર્પિણીકાળના ચોવીસમાં તીર્થકર ભગવાન મહાવીરે પણ પોતાની દેશનામાં બે પ્રકારના ધર્મ કહ્યા છે. જેમ કે, ૧) અણગારધર્મ અને ૨) આગારધર્મ. અણગારધર્મ એટલે આ જિનશાસનમાં સર્વ પ્રકારે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી સંપૂર્ણ રીતે પાપકારી પ્રવૃત્તિનો ત્યાગ કરી, મુંડિત થઈ, ગૃહવાસનો ત્યાગ કરી અણગાર દશા, મુનિ અવસ્થામાં પ્રવ્રજિત થવું. તેમાં સાધક સંપૂર્ણ પ્રાણાતિપાતથી, સંપૂર્ણ મૃષાવાદથી, સંપૂર્ણ અદત્તાદાનથી, સંપૂર્ણ મૈથુનથી, સંપૂર્ણ પરિગ્રહથી તથા સંપૂર્ણ રાત્રિભોજનથી વિરત બને છે. આ અણગાર સામાયિક ધર્મ એટલે સર્વવિરતિ ધર્મ છે કે જેમાં સાધક પાંચ મહાવ્રતોનું પાલન તથા રાત્રિભોજનનો સર્વથા ત્યાગ કરી સંયમનું પાલન કરી આરાધક બને છે. તેમ જ આગારધર્મના બાર પ્રકાર છે. પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત તથા ચાર શિક્ષાવત. પાંચ અણુવ્રત આ પ્રમાણે છે. ૧) સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ, ૨) સ્થૂલ મૃષાવાદ વિરમણ,૩) સ્થૂલ અદત્તાદાન વિરમણ, ૪) સ્વદારા સંતોષ અને ૪) ઈચ્છા પરિમાણ. ત્રણ ગુણવ્રત : ૧) દિવ્રત, ૨) ઉપભોગ પરિભોગ પરિમાણ, ૩) અનર્થદંડ વિરમણ. ચાર શિક્ષાવ્રત: ૧) સામાયિક ૨) દેશાવનાશિક, ૩) પૌષધોપવાસ અને ૪) અતિથિ સંવિભાગ વ્રત. તેમ જ અપશ્ચિમ ભારણાંતિક સંલેખના અર્થાત્ મૃત્યુ સમયે વિશિષ્ટ આરાધના સ્વીકારી તેનું સમ્યફ પાલન કરવું. આમ ગૃહસ્થ-સાધકો દેશવિરતિ ધર્મ અર્થાત્ શ્રાવક ધર્મ રૂપી બાર વ્રતોનું સમ્યફ રીતે પાલન કરી આરાધક બને છે. આ અવસર્પિણીકાળમાં થયેલા ચોવીસ તીર્થંકરોએ તેમને કેવળજ્ઞાન થયા પછી તેમની દેશનામાં સર્વવિરતિ ધર્મ અને દેશવિરતિ ધર્મરૂપે મહાવ્રતો અને અણુવ્રતોની પ્રરૂપણા કરી છે. Page #320 -------------------------------------------------------------------------- ________________ (ક) વ્રતનું સ્વરૂપ અને પરિભાષા વ્રત શબ્દની વ્યુત્પત્તિ જૈન આચાર મીમાંસામાં સાધ્વી પિયુષપ્રભા દર્શાવે છે કે, નિશ્ચય નય પ્રમાણે પોતાના આત્માથી પોતાના આત્મામાં પ્રવૃત્તિ કરવી તે જ “વ્રત' છે. પરંતુ વ્યવહાર નયના આધાર પર 'વ્રત' શબ્દની વ્યુત્પત્તિલભ્ય અને પ્રવૃત્તિલભ્ય પરિભાષા આ પ્રમાણે છે. “વ્રત’ શબ્દ ચાર ધાતુઓથી નિષ્પન્ન થાય છે. ૧. વૃન્ - વરણે, ૨. વૃડ - સંભક્ત, ૩. વૃત - વર્તન અને ૪. વ્રજ - ગતૌ. પ્રથમ બે ધાતુઓથી અતચું પ્રત્યય, વૃ, ધાતુથી અચ અને વ્રજ ધાતુથી ઘ પ્રત્યય અને જ નો ત કરવાથી વ્રત’ શબ્દ બને છે. વિવિધ ધાતુઓના આધાર પર વ્રત’ શબ્દના નીચે પ્રમાણે અર્થ થાય છે જેમ કે : (૧) શિરે તિ વત: એટલે જેને પસંદ કરવામાં આવે છે, તે ‘વ્રત’ છે. તાત્પર્યની ભાષામાં સ્વેચ્છાએ મર્યાદાનો સ્વીકાર કરવો તે વ્રત' છે. (૨) વૃત્ત તિ વા વ્રતઃ અર્થાત્ સેવા કરવી, પરિચર્યા કરવી ‘વ્રત' છે. બીજા શબ્દોમાં જે આત્માનું સમ્યક પોષણ કરે તેનું નામ 'વ્રત' છે. (૩) વર્તત કૃતિ વા વ્રત: અર્થાત્ જેનો વ્યવહાર કરવામાં આવે છે, આચરણ કરવામાં આવે છે તે 'વ્રત' કહેવાય. નતિ તિ વા વ્રત: અર્થાત્ જે આત્માને મોક્ષ પ્રાપ્તિ કરાવે તેનું નામ ‘વ્રત છે. ભિન્ન ભિન્ન કોશગત વ્રતના પર્યાયવાચી શબ્દો:આચાર્ય “યાસ્કે પોતાના શબ્દકોશ નિરુક્તમાં વ્રતની પરિભાષા આપતાં લખ્યું છે કે, “áતમિતિ ” નામ’ ‘વ્રત' શબ્દ કર્મનો પર્યાયવાચી છે. અહીં કર્મ શબ્દ નિવૃત્ત થવુંના અર્થમાં છે, કારણ કે વ્રત અસદાચરણના પરિવારને આજ્ઞાપિત કરે છે. અહીં વ્રતનો એક અર્થ નિયમગ્રહણ પણ કર્યો છે.૧ અમરકોશ અનુસાર “નિયમો વ્રતમ્' અર્થાત્ વ્રત અને નિયમને એકાWક માનવામાં આવ્યા છે. (૩) મેદિનીકોશ અનુસાર “નિયમો યંત્રનાં પ્રતિજ્ઞા નિશ્ચયે વ્રતમ્' અર્થાત્ નિયમ, પ્રતિજ્ઞા, નિશ્ચય વગેરે વ્રતના પર્યાયવાચી શબ્દ છે. (૪) આપ્ટે સંસ્કૃત-હિન્દીકોશ અનુસાર વ્રતનો અર્થ ભક્ત અથવા સાધનાના ધાર્મિક કૃત્ય, પ્રતિજ્ઞાનું પાલન, પ્રતિજ્ઞા, સંકલ્પ વગેરે છે. હિન્દી શબ્દ સાગરમાં ‘વ્રત’ શબ્દના અનેક અર્થ મળે છે, જે ઉપર્યુક્ત બધા અર્થોને સમેટી લે છે. જેમ કે : ધાર્મિક અનુષ્ઠાન, ધાર્મિક નિયમ, સંયમ વગેરે જીવનચર્યા, આચરણ, નિયમ અને કર્મ વગેરે છે. આમ કોશગત ભિન્ન ભિન્ન પર્યાયવાચી શબ્દ અનુસાર સંક્ષેપમાં વ્રત એવી પ્રતિજ્ઞા અથવા નિયમનું નામ છે જેનો સંબંધ ધાર્મિક કૃત્યો અને સંયમ સાથે હોય. ( (૫) Page #321 -------------------------------------------------------------------------- ________________ ભિન્ન ભિન્ન આગમ ગ્રંથો તેમ જ વિભિન્ન કોશ અનુસાર વ્રતની પરિભાષા (૧) ભગવદ્ ગોમંડલ અનુસાર ૧) અમુક ન કરવાનો ધાર્મિક નિશ્ચય, પણ, ૨) (ન.) નિયમપૂર્વક આચરવાનું પુણ્ય કર્મ. સારી રીતે કરેલા સંકલ્પથી ઉત્પન્ન થયેલી અનુષ્ઠાન કરવા યોગ્ય અમુક ક્રિયાનું રૂપ, ૩) સંસ્કૃત-વૃ (ધાતુ) ઢાકવું. (ન. જૈન) પાપની ક્રિયાને રોકે તે નિયમ, પાપના ક્ષય અથવા ફળ પ્રાપ્તિ માટે ઉપોષણાદિક નિયમ પાળવા તે, પાપ રોકવાનો નિશ્ચય, ૪) જે નિયમ શ્રદ્ધા અને સમજપૂર્વક સ્વીકારવામાં આવે તે વ્રત કહેવાય. (૨) જૈન લક્ષણાવલી અનુસાર ૧) હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહ એનાથી વિરતિ હોવાનું નામ ‘વ્રત’ છે, ૨) યોગ્ય વિષયથી જે અભિપ્રાયપૂર્વક નિવૃત્તિ થાય છે, એને વ્રત કહે છે, ૩) આ જ કરવા યોગ્ય અને આ જ પ્રકારથી કરવા યોગ્ય છે, આવા પ્રકારની જે અન્યથી બુદ્ધિપૂર્વક નિવૃત્ત થાય છે, તેને વ્રત કહે છે. (૩) અભિધાન રાજેન્દ્રકોશ અનુસાર ‘વ્રત’ એટલે અનૈતિક આચારથી વિરતિ અથવા હિંસાદિ પાંચ આશ્રવોથી વિરતિ જ ‘વ્રત’ છે. (૪) શ્રીમદ્ ચામુંડરાય દેવ વિરચિત ‘ચારિત્ર સાર' (પૃ. ૮) અનુસાર ‘અભિસંષિતો નિયમો વ્રતમિત્તુતે’। અર્થાત્ : અભિપ્રાયપૂર્વક નિયમ કરવામાં આવે છે તેને વ્રત કહે છે. (૫) શ્રીમદ્ સોમદેવસૂરિ વિરચિત ‘યશસ્તિલક ચમ્પૂ મહાકાવ્ય’ ૭/૪૭ (ઉપાસકાધ્યયન) અનુસાર संकल्पपूर्वकः सेव्ये नियमो व्रतमुच्यते । प्रवृत्ति विनिवृत्ति व सद सत्कर्म संभवे । । ४७ ।। અર્થાત્ : સેવનીય વસ્તુનો સંકલ્પપૂર્વક ત્યાગ કરવો વ્રત છે અથવા સારાં કાર્યોમાં પ્રવૃત્તિ અને બુરા કામોમાં નિવૃત્તિને વ્રત કહે છે. (૬) શ્રીમદ્ નેમિચન્દ્ર સિધ્ધાન્તદેવ વિરચિત ‘બૃહદ્ દ્રવ્ય સંગ્રહ’/૩૫ અનુસાર निश्चयेन विशुद्धज्ञान दर्शन स्वभाव निजात्मतत्त्व भावनोत्पन्न सुखसुधास्वाद बलेन समस्त शुभाशुभ रागादि विकल्प निवृत्तिर्व्रतम् । व्यवहारेणं तत्साधकं हिंसानृतस्तेयाब्रह्मपरिग्रहात्त्य यावज्जीव निवृत्ति लक्षणं पज्जविधं व्रतम् ||३५|| અર્થાત્ : નિશ્ચયથી વિશુદ્ધ જ્ઞાન-દર્શન સ્વભાવી નિજાત્મ તત્ત્વની ભાવનાથી ઉત્પન્ન થતી સુખ રૂપી સુધાના આસ્વાદના બળથી સમસ્ત શુભાશુભ રાગાદિ વિકલ્પોની નિવૃત્તિ તે વ્રત છે. વ્યવહારથી તે નિશ્ચય વ્રતને સાધનાર નિમિત્તે હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહના જિંદગીભર ત્યાગ લક્ષણરૂપ પાંચ પ્રકારનાં વ્રત છે. (૭) આચાર્ય ઉમાસ્વાતિ વિરચિત ‘તત્ત્વાર્થ સૂત્ર'માં વ્રતની પારિભાષિક વ્યાખ્યા આપતાં કહ્યું છે કે, हिंसानृतस्तेयाब्रह्मपरिग्रहेभ्यो विरति व्रतम् ॥७/१॥ અર્થાત્ : હિંસા, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહથી વિરતિ જ વ્રત છે. (૮) ‘તત્ત્વાર્થ’ ભાષ્યકારે (૭/૧) અકરણ, નિવૃત્તિ, ઉપરમ, વિરતિને વ્રતના પર્યાયવાચી માન્યા છે. = ૧૩૦૦ = Page #322 -------------------------------------------------------------------------- ________________ (૯) પંડિત પ્રવર શ્રી આશાધરજી વિરચિત “સાગાર ધર્મામૃત'-૨/૮૦ અનુસાર संकल्पपूर्वक: सेव्ये नियमोऽशुभकर्मण: निवृत्तिवां व्रतं स्याद्ध । प्रवृत्ति: शुभकर्मणि । અર્થાત્ : અશુભ કર્મથી નિવૃત્તિ અથવા શુભમાં પ્રવૃત્તિ માટે સંકલ્પપૂર્વક લેવાવાળા નિયમને વ્રત કહ્યું છે. તેમ જ અનગારધર્મામૃત અનુસાર ૪/૧૯ – પૂર્વભાગ. हिंसाऽनृतचुराऽब्रह्मग्रन्थेभ्यो विरति व्रतम्। અર્થાત્ : હિંસા, અમૃત, ચોરી, અબ્રહ્મ તથા ગ્રંથિથી વિરમવું તે વ્રત છે. (૧૦) આચાર્ય સમન્તભદ્ર વિરચિત “રત્નકરણ્ડ શ્રાવકાચાર’ – ૩/૪૦ અનુસાર अभिसंधिकृता विरति विषयाद्योग्याद् व्रतं भवति। અર્થાત્ : વિષયાદિ યોગથી પાછા ફરવું તે વ્રત બને છે. (૧૧) કવિ રાજમલ્લ વિરચિત ‘લાટીસંહિતા ૨/અનુસાર सर्व सावद्ययोगस्य निवृत्तिव्रतमुच्यते। यो मृषादि परित्यागः सोऽस्तु तस्यैव विस्तरः। અર્થાત્ : સર્વ સાવદ્યયોગની નિવૃત્તિને વ્રત કહે છે. મૃષા આદિનો પરિત્યાગ તે તેનો વિસ્તાર છે. (૧૨) આચાર્ય શ્રી શુભચન્દ્ર વિરચિત “જ્ઞાનાર્ણવ' (પૃ. ૧૧૦) અનુસાર ___हिंसायामनृते स्तेये मैथुने च परिग्रहे विरतिव्रतमित्युवतं सर्वसत्त्वानुकम्पकैः। અર્થાત્ : હિંસા, અમૃત, ચોરી, મૈથુન અને પરિગ્રહ આ પાપોમાં વિરતિ કરવી, ત્યાગભાવ થવો જ વ્રત છે. સમસ્ત જીવો પર અનુકંપા રાખવાવાળા મુનિઓએ એવું કહ્યું છે. (૧૩) આચાર્ય અકલંક વિરચિત “તત્વાર્થ રાજવાર્તિક' ૧/૫૩૧ અનુસાર व्रतमभिसंधिकृतो नियम: इदम् कर्तव्यमिदम न कर्तव्यमिति वा। અર્થાત્ : અભિસંધિકૃત નિયમ જ વ્રત છે. અર્થાત્ આ કરવું જોઈએ, આ ન કરવું જોઈએ. આ પ્રકારનો માનસિક નિર્ણય થાય તે જ વ્રત છે. (૧૪) ભગવતી આચાર વિજયો/૧૧૮૫ અનુસાર व्रत नाम यावज्जीवं न हिनस्मि, नानृतं वदामि, नादत्तमाददे, न मैथुनकर्म करोमि न परिग्रहमाददे ऽप्येवभूतं आत्मपरिणामः। અર્થાત્ : જીવનપર્યત હિંસા કરવી નહિ, જૂઠું બોલવું નહિ, અદત્ત લેવું નહિ, મૈથુન કર્મ કરવું નહિ, પરિગ્રહ કરવો નહિ, તેવાં આત્મ પરિણામનું નામ વ્રત છે. (૧૫) આચાર્ય મહાપ્રજ્ઞ રચિત “અણુવ્રતની દાર્શનિક પૃષ્ઠભૂમિ અનુસાર ચારિત્રના વિકાસ માટે કરવાવાળા સંકલ્પનું નામ “વ્રત’ છે. ‘વ્રત’ હૃદયની પૂર્ણ સ્વતંત્રતા અને પવિત્રતાનું પ્રતીક છે. 'વ્રત' આત્માનો ધર્મ છે. તેમ જ જૈનદર્શન મનન અને મીમાંસા' (પૃ. ૯૦)માં લખ્યું છે કે, 'વ્રત' એટલે પાપ પ્રવૃત્તિથી વિરામ પામવું, “વ્રત' એટલે સંયમ અને સંવર. (૧૬) “પરમાત્મપ્રકાશ ટીકા’ ૨/૧૨/૧૭૩/૫. અનુસાર व्रतं कोऽर्थः । सर्वनिवृत्ति परिणामः। અર્થાત્ : સર્વ નિવૃત્તિના પરિણામને વ્રત કહે છે. Page #323 -------------------------------------------------------------------------- ________________ (૧૭) વૈદિક સાહિત્યમાં વ્રતની પરિભાષા કરતા યજુર્વેદ ૧૩/૩૩માં લખ્યું છે કે, “ગન્ન છે વ્રતમ્' અર્થાત્ : વ્રત અન્ન છે, કારણ કે તે શરીરને પુષ્ટ બનાવે છે. (૧૮) “શાંડિલ્યોપનિષદ્ ૨/૧ અનુસાર વેદોક્ત વિધિ-નિષેધ અનુસાર અનુષ્ઠાન કરવું, તેને ‘વત’ નામ આપ્યું છે. (૧૯) ‘પદ્મપુરાણ” ૧૧/૩૮ અનુસાર हिंसाया अनुतात् स्तेयाद् दारसंगात् परिग्रहात् विरते __ वर्तमुदिष्टम् भावनाभि: समन्वितम्। અર્થાત્ : હિંસાથી પાછા ફરવું, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહથી વિરતિ ને તેવા ભાવો સાથે હોય તેને વ્રત કહે છે. નિષ્કર્ષની ભાષામાં અસત્ પ્રવૃત્તિથી નિવૃત્ત થવું અને સત્ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવાનો સંકલ્પપૂર્વક નિયમ ગ્રહણ કરવાનું નામ 'વ્રત' છે. જેટલી પણ અસત્ પ્રવૃત્તિઓ છે, જેમ કે હિંસા, અસત્ય, વગેરે પાંચ વર્ગોમાં વર્ગીકૃત છે તેનાથી વિરતિ એ જ વ્રત છે. જ્ઞાનીઓએ સાચું જ કહ્યું છે કે, “વૃત્તિ બદલે તે વ્રત’ વૃત્તિઓ પર કાબુ રાખવો તે વ્રત. (ખ) વ્રતના ભેદ-પ્રભેદ ભારતીય સંસ્કૃતિ ઉદાત્ત અને ઉદાર સંસ્કૃતિના રૂપમાં ચિરકાળથી પ્રખ્યાત રહી છે. આ જ કારણ છે કે, ત્યાં વૈચારિક સ્વતંત્રતાને પૂરેપૂરું મહત્ત્વ આપવામાં આવ્યું છે. જૈન અને બૌદ્ધ પરંપરા પ્રારંભથી જ આ વિચાર સ્વાતંત્ર્યને સાથે લઈને ચાલી છે. વ્રતોનું વિધાન કરતી વખતે પણ આ દષ્ટિ સાથે રહી છે. આ કારણે જ ગૃહસ્થ અને મુનિ બને માટે અલગ અલગ વ્રતોની વ્યવસ્થા કરી છે. જેનો આધાર વ્રત પાલનની યોગ્યતા અથવા પૂર્ણતા ઉપર રહેલો છે. | ‘તત્ત્વાર્થ સૂત્ર’ ૭/રમાં ઉમા સ્વાતિએ બતાવ્યું છે કે “દેરાસર્વતોભુમતી' રા અર્થાત્ દેશ ત્યાગરૂપ અણુવ્રત અને સર્વ ત્યાગરૂપ મહાવ્રત. આવા બે પ્રકારે વ્રત છે. વ્રત પાલનની ક્ષમતા અથવા સામર્થ્યને કારણે તે મહાવ્રત અથવા અણુવ્રત બને છે. સાધક જ્યારે સંપૂર્ણ સામર્થ્ય સાથે વ્રત પાલનમાં પૂર્ણરૂપે ઉદ્યત થાય છે, ત્યારે તે વ્રત મહાવ્રત બને છે અને જે સામર્થ્યની શક્તિની અને પરિણામોની મંદતાના કારણે મર્યાદા અને આગારો, છૂટછાટ સહિત વ્રત પાલન કરે ત્યારે તે વ્રત અણુવ્રતનું નામ ધારણ કરે છે. બૌદ્ધ પરંપરામાં ગૃહસ્થ માટે પંચશીલનું વિધાન કર્યું છે. તે ગૃહસ્થ માત્ર માટે આચરણીય બતાવ્યું છે. એટલા માટે એને ગૃહસ્થશીલ પણ કહે છે. સામાન્ય માનવી માટે નિત્ય આચરણીય હોવાથી તેને નિત્યશીલ પણ કહે છે. તેમ જ ભિક્ષુઓ માટે દશ શીલની પરંપરા બતાવી છે. ભગવાન મહાવીરે પણ બે પ્રકારના ધર્મની પ્રરૂપણા કરી છે, “શ્રી ઔપપાતિક સૂત્ર'માં બતાવ્યું છે કે “નહીં કારખં, ૩MIRધનં ' તે આગાર ધર્મ અને અણગાર ધર્મ છે. અર્થાત્ ગૃહસ્થધર્મ અને મુનિધર્મ. Page #324 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર'માં વ્રતીના બે પ્રકાર દર્શાવ્યા છે જેમ કે, “આર્યનગરફ' (૭/ ૯) અર્થાત્ અગારી (ગૃહસ્થ) અને અણગાર (ગૃહત્યાગી ભાવમુનિ). જૈન તત્ત્વપ્રકાશમાં આગારી ધર્મનો અર્થ બતાવતાં કહ્યું છે કે, અગાર એટલે ઘર. ઘરમાં અર્થાત્ ગૃહસ્થાવાસમાં રહીને ધર્મારાધન કરાય છે, તે આગારી/સાગારી ધર્મ કહેવાય. ગૃહસ્થના વ્રત સુવર્ણ સમાન છે અર્થાત્ સોનું વાલ બે વાલ, તોલો બે તોલા એમ મરજી મુજબ અથવા શક્તિ મુજબ ખરીદી શકાય છે, તેવી જ રીતે ગૃહસ્થના વ્રત પણ યથાશક્તિ પ્રમાણે અંગીકાર કરી શકાય. ક્ષયોપશમ અને શક્તિ પ્રમાણે વ્રત ધારણ કરી શકાય. આ કારણથી તે સાગારી/આગારી ધર્મ કહેવાય છે. અણગાર એટલે ઉત્તમ ચારિત્રવાળા મુનિઓ ઘરના ત્યાગી હોવાથી અણગાર કહેવાય. વ્યવહારમાં પણ કહેવામાં આવે છે કે, સાધુના વ્રત મુક્તાફળ (મોતી) સમાન છે. અર્થાત્ મોતી અખંડિત ધારણ કરાય છે, તેવી રીતે મુનિઓ સાવધ યોગના ત્રિકરણ, ત્રિયોગે એમ નવ કોટિએ આજીવન પ્રત્યાખાન કરી પાંચ મહાવ્રતનું પાલન કરે છે. આમ સાધુના વ્રતમાં કોઈ પણ પ્રકારના આગાર ન હોવાથી, તેને અણગાર ધર્મ કહે છે. જે અહિંસા, સત્ય વગેરે વ્રતોનું આજીવન અખંડ રૂપમાં આરાધના કરી શકે, તેના માટે મહાવ્રતોનું વિધાન કર્યું છે અને જે ન કરી શકે તેમના માટે તે વ્રતોને અણુવ્રતોના રૂપમાં બતાવ્યાં છે. મન, વચન અને શરીરથી હિંસા આદિ કરવા નહિ, કરાવવા નહિ અને અનુમોદના કરવી નહિ. આ નવ વિકલ્પ થાય છે. જ્યાં આ વિકલ્પ સમગ્રતાને માટે હોય છે, ત્યાં વિરતિ પૂર્ણ થાય છે અને જ્યાં સમગ્રતા નથી હોતી ત્યાં વિરતિ અપૂર્ણ રહે છે. 'તત્વાર્થ ભાષ્ય' અનુસાર ૭/૨ एभ्यो हिंसादिभ्य एकदेशविरतिरणुव्रतं, सर्वतो विरतिर्महाव्रतमिति । અર્થાત્ : અપૂર્ણ વિરતિ અણુવ્રત અને પૂર્ણવિરતિ મહાવ્રત કહેવાય છે. બીજા શબ્દોમાં ત્રણ કરણ અને ત્રણ યોગથી હિંસા વગેરે પાપોનો પરિત્યાગ કરવાવાળા સાધુ અને એનો આંશિક ત્યાગ કરવાવાળા ગૃહસ્થની કોટિમાં આવે છે. આમ હિંસાદિ પાપોથી દેશથી (આંશિક કે સ્કૂલ) નિવૃત્તિ તે અણુવ્રત છે અને સર્વથા (સૂક્ષ્મથી) નિવૃત્તિ તે મહાવ્રત છે. મહાવત - અર્થ વિમર્શ આચાર્ય આપ્ટેના મતે “મહાન’ અને ‘વ્રત' આ શબ્દોથી યુક્ત મહાવ્રત શબ્દના અર્થ સર્વોચ્ચ નિયમ, મહાન કૃત્ય, કઠોરવ્રત અને સાર્વભૌમવ્રત વગેરે છે મહા' વિશેષણ એટલા માટે અર્થસભર છે કે અહિંસા વગેરે વ્રતોનું પાલન કરવાથી મહાન અર્થ સિદ્ધ થાય છે. ભગવતી આરાધના/૧૧૭૮ ગાથામાં પણ “મહાવ્રત’ શબ્દને આ જ રૂપમાં વ્યાખ્યાયિત કરી બતાવ્યું છે. કે જે મહાન અર્થ મોક્ષને સિધ્ધ કરે છે, જે મહાપુરુષો દ્વારા આચરણીય છે અને જે સ્વયં મહાન છે તેનું નામ મહાવ્રત છે. Page #325 -------------------------------------------------------------------------- ________________ પાતંજલિએ પણ પોતાના ‘યોગદર્શન’ ૨/૩૧માં બતાવ્યું છે કે, जातिदेश कालसमयानवच्छिना: सार्वभौमा महाव्रतम्। અર્થાત્ : અહિંસા વગેરે વ્રતોને સાર્વભૌમ અને જાતિ, દેશ, કાલ, સમય વગેરેથી અપ્રતિબદ્ધ હોવાના કારણે મહાવ્રત' કહેવામાં આવ્યાં છે. મહાવતોની મહાનતા “શ્રી દશવૈકાલિક સૂત્રના ચોથા અધ્યયનમાં મહાવ્રતોની મહાનતા વ્યાખ્યાનકારોએ બતાવી છે. જેમ કે, (૧) અણુવ્રતોની અપેક્ષાએ મહાવ્રતો ત્યાગમાં વિશાળ (મહાન) હોય છે. (૨) તે સંસારના સર્વોચ્ચ મહાધ્યેય એવા મોક્ષના સાધક હોય છે. (૩) આ વ્રતોનો ધારક આત્મા અતિ મહાન અને ઉચ્ચ થઈ જાય છે, તેને ઈન્દ્ર અને ચક્રવર્તી પણ નમસ્કાર કરે છે. (૪) ચક્રવર્તી, રાજા, મહારાજા આદિ તીવ્ર વૈરાગ્ય સંપન્ન મહાન વીરપુરુષ અને વીરાંગનાઓ પણ તેનું પાલન કરે છે. (૫) દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ સકળરૂપથી તે અંગીકાર કરાય છે. આ રીતે અનેક પ્રકારે મહાન હોવાથી તે મહાવ્રત કહેવાય છે. ભગવાન મહાવીરથી પહેલાં જૈન પરંપરામાં મહાવ્રત શબ્દ અસ્તિત્વમાં ન હતો. જૈનોના ત્રેવીસમાં તીર્થંકર ભગવાન પાર્શ્વના સમયમાં “યામ' શબ્દ પ્રચલિત હતો. ભગવાન પાર્શ્વનો ચાતુર્યામ સંવર ધર્મનો ઉલ્લેખ મળે છે. “શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'માં ભગવાન પાર્શ્વના ચાર યામ અને ભગવાન મહાવીરના પાંચ યામોમાં ભિન્નતા બતાવી છે. “શ્રી આચારાંગ સૂત્ર' (પ્રથમ શ્રુતસ્કંધ) જે બધાથી પ્રાચીન આગમ મનાય છે, ત્યાં પણ “મહાવ્રત’ શબ્દનો ક્યાંય પણ ઉલ્લેખ નથી. તેમ જ ક્રમબદ્ધ વ્યવસ્થા પણ મળતી નથી. ‘શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર સંવર દ્વાર ૧/૧માં મહાવ્રતો માટે પાંચ સંવર દ્વાર શબ્દ પ્રયુક્ત થયા છે. આ ઉપરથી અનુમાન કરી શકાય છે, કે “મહાવ્રત’ શબ્દ પાછળથી અસ્તિત્વમાં આવ્યો હશે. આચાર ચૂલા, શ્રી સૂત્ર કૃતાંગ, શ્રી સ્થાનાંગ, શ્રી ભગવતી, શ્રી સમવાયાંગ, શ્રી પ્રશ્નવ્યાકરણ, શ્રી ઉત્તરાધ્યયન, શ્રી દશવૈકાલિક આદિ સૂત્રોમાં પાંચ મહાવ્રતોનું ક્રમબદ્ધ અને વ્યવસ્થિત વર્ણન મળે છે. “શ્રી સમવાયાંગ સૂત્ર ૫/રમાં કર્મ નિર્જરાનાં પાંચ સ્થાનોના અંતર્ગત પ્રાણાતિપાત વિરમણ વગેરે પાંચ વ્રતોને લીધા છે. મહાવ્રતોનાં નામ સંપૂર્ણ આગમ વાડમયમાં મહાવ્રતો માટે બે પ્રકારનાં નામ જોવા મળે છે. જે ક્રિયાત્મક અને ભાવાત્મક ભાવોને અભિવ્યક્તિ આપે છે. પ્રથમ નામકરણ પ્રકાર : ૧) પ્રાણાતિપાત વિરમણ, ૨) મૃષાવાદ વિરમણ, ૩) અદત્તાદાન વિરમણ, ૪) મૈથુન વિરમણ અને ૫) પરિગ્રહ વિરમણ વ્રત છે. Page #326 -------------------------------------------------------------------------- ________________ બીજું નામકરણ પ્રકાર : ૧) અહિંસા, ૨) સત્ય, ૩) અચૌર્ય, ૪) બ્રહ્મચર્ય અને ૫) અપરિગ્રહ વ્રત છે. આચાર્ય મહાપ્રજ્ઞજી પ્રાણાતિપાત વિરમણ અને અહિંસા આ બન્ને શબ્દોને સમજાવતાં લખે છે કે, ઋષભ ભગવાને જે સાધનાનો માર્ગ અપનાવ્યો હતો તે અહિંસાનો હતો. તેમણે સર્વ પ્રાણાતિપાતનું વિરમણ કર્યું. અહીંથી અહિંસાનો સ્ત્રોત શરૂ થયો. ઉપદેશલબ્ધ ધર્મનું પ્રવર્તન થયું. બીજાના પ્રાણનાશ કરવા મનુષ્યના હિતમાં નથી, એ ભાવનાએ પ્રાણાતિપાત વિરતિનું સૂત્ર અપનાવ્યું, એનો વિકાસ થતાં થતાં તેનાં ચાર રૂપ બન્યાં, જેમ કે ૧)-૨) પર પ્રાણ વધ જેમ પાપ છે, તેમ સ્વ પ્રાણ વધ પણ પાપ છે, ૩)-૪) બીજાના આત્મ ગુણનો વિનાશ કરવો જેમ પાપ છે, તેમ પોતાના આત્મ ગુણનો વિનાશ કરવો પણ પાપ છે. પ્રાણાતિપાત વિરમણના આ વિસ્તૃત અર્થને સંક્ષેપમાં રાખવાની આવશ્યકતા થઈ ત્યારે “અહિંસા' શબ્દપ્રયોગમાં આવ્યો. એનો સંબંધ કેવળ પ્રાણવધથી નહિ પરન્તુ અસત્ પ્રવૃત્તિ માત્રથી છે. મહાવ્રતોનો ઉદ્દેશ્ય અને મહિમા શ્રી દશવૈકાલિક સૂત્ર’ ૪/૧૩માં મહાવ્રતોના સ્વીકારના ઉદ્દેશ્યને સાધકના શબ્દોમાં સ્પષ્ટ કરતાં બતાવ્યું છે કે, “સહિયા વસંપન્નિત્તામાં વિદરમિ' અર્થાત્ : આત્મહિત માટે ગુરુની સમીપે (સાક્ષીએ) વ્રતનો સ્વીકાર કરી વિચરણ કરીશ. આત્મહિત એટલે મોક્ષની પ્રાપ્તિના લક્ષ્યથી મહાવ્રતીનું આચરણ કરવામાં આવે છે, મોક્ષ સાધકનું પરમ લક્ષ્ય હોય છે અને અહિંસા વગેરે તેની પ્રાપ્તિનાં સાધન છે. શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર' ૨/૧માં પણ કહ્યું છે કે, સત્ર દુવિમોરવળા' અર્થાત્ સર્વ દુઃખનો ક્ષય કરવા માટે આ પદ મહાવ્રતોના ઉદ્દેશ્યને સૂચિત કરે છે. તેમ જ “શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર'ના સંવરદ્વાર ૨/૧માં મહાવ્રતોનો મહિમા બતાવતાં કહ્યું છે, કે આ મહાવ્રત સર્વ લોકો માટે હિતકારી છે. આ મહાવ્રતોમાં શીલ અને ઉત્તમ ગુણોનો સમૂહ છે, તપ અને સંયમરૂપ છે. આ મહાવ્રત નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ અને દેવગતિથી મુક્તિ દેનાર છે. સર્વ જિન ભગવંત તીર્થકરો દ્વારા ઉપદિષ્ટ છે. કર્મરૂપી રજનો નાશ કરનાર છે. સેંકડો ભવો જન્મ-મરણનો અંત કરનાર છે. સેંકડો દુ:ખોથી બચાવનાર છે અને સુખોમાં પ્રવૃત્ત કરનાર છે. આ મહાવ્રત પરમ છે કારણ કે રત્નોની જેમ અત્યંત દુર્લભ છે. જેની પ્રાપ્તિ દુર્લભ હોય છે, તે સ્વયં પરમની શ્રેણીમાં આવી જાય છે. અહિંસા મહાવ્રત | સર્વ સૂક્ષ્મ, બાદર, ત્રસ અને સ્થાવર જીવોના દશ પ્રાણોમાંથી કોઈ પણ પ્રાણનો ઘાત કરવો નહિ, હિંસા કરવી નહિ. તે અહિંસા મહાવ્રત છે. ‘મૂલાચાર'-૫/૨૮૯ અનુસાર કાય, ઈન્દ્રિય, ગુણસ્થાન માર્ગણાસ્થાન, કુલ, આયુ, યોનિ આમાં બધા જીવોને જાણી કાયોત્સર્ગાદિ ક્રિયાઓમાં હિંસા આદિનો ત્યાગ કરવો અહિંસા વ્રત છે. ==૩૦પ Page #327 -------------------------------------------------------------------------- ________________ આમ બધા જ દેશ અને બધા કાળમાં મન, વચન, કાયાથી એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય પ્રાણીઓના પ્રાણોની ઘાત કરવી નહિ અર્થાત્ જીવોની રક્ષા કરવી તે અહિંસા મહાવ્રત છે. અહિંસાનો અર્થ નગ પૂર્વક હિસિ હિંસાવાન્ ધાતુથી અહિંસા શબ્દ બને છે. કાયિક, વાચિક અને માનસિક હિંસાનો સર્વથા અભાવ અહિંસા છે. “આપ્ટે સંસ્કૃત હિન્દીકોશ'/૧૩૪ અનુસાર અનિષ્ટકારી કાર્યનો અભાવ તેમ જ કોઈ પણ પ્રાણીને મારવું નહિ, મન, વચન અને કર્મથી કોઈને પણ પીડા આપવી નહિ અહિંસા છે. પ્રમાદ અને કષાયોના વશીભૂતથી દસ પ્રાણોમાંથી કોઈ પણ પ્રાણનો વિયોગ ન કરવો અહિંસા છે. નિષ્કર્ષની ભાષામાં હિંસાનો અભાવ અહિંસા છે. જૈનધર્મ દર્શનમાં અહિંસાને સર્વભૂત ક્ષેમકરી (કલ્યાણકારી) અને માતા તુલ્ય માની છે. કારણ કે અહિંસક આચાર-વિચારમાં માનવનો વિકાસ નિશ્ચિત છે. શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર સંવરદ્વાર ૧/૩માં અહિંસાનું અનેક વિશેષણો, ઉપમાઓ દ્વારા ભાવપૂર્ણ ચિત્ર અભિવ્યક્ત કર્યું છે. દશવૈકાલિક સૂત્ર' ૬/૯માં ભગવાન મહાવીરે આચારના અઢાર સ્થાનોમાં અહિંસાને પ્રથમ સ્થાન આપ્યું છે. સમગ્ર જૈન આચાર વિધિનાં કેન્દ્રસ્થાનમાં અહિંસા જ છે. એના આધાર ઉપર જ શ્રમણાચાર અને શ્રાવકાચારનું સ્વરૂપ નિર્ધારિત છે. જીવનના દરેક ક્રિયા કલાપમાં ભલે તે નિવૃત્તિપરક હોય કે પ્રવૃત્તિપરક તેની પૃષ્ઠભૂમિમાં અહિંસાનો ભાવ અવશ્ય છુપાયેલો છે. ‘પંચસંગ્રહ' અનુસાર સત્ય વગેરે જેટલા વ્રત છે, તે બધાં અહિંસાની સુરક્ષા માટે છે. યોગશાસ્ત્ર અનુસાર ‘હિંસા પસ: પતિમૂતાન્સત્યવ્રતાનિ યા' અર્થાત્ અહિંસા જલ છે, સત્ય આદિ તેની રક્ષા માટે સેતુ છે. આમ પાંચ મહાવ્રતોમાં અહિંસાને પ્રથમ મહાવ્રતના રૂપમાં સ્વીકૃતિ મળી છે. તેની વ્યાપકતા અને મહત્તાનું સ્વયંભૂ પ્રમાણ છે. અહિંસા મૂળ વ્રત છે. શેષ ચાર વ્રત તેની રક્ષા માટે છે. અહિંસાનું સ્વરૂપ જૈનધર્મમાં અહિંસાનું સૂક્ષ્મ અર્થમાં પ્રતિપાદન કર્યું છે. જે નિષેધાત્મક અને વિધેયાત્મક બન્ને સ્વરૂપોને ગર્ભિત કરે છે. જૈનધર્મમાં અહિંસાનો આધાર આત્મતુલાનો સિદ્ધાંત છે. “શ્રી આચારાંગ સૂત્ર’ ૪/૧માં કહ્યું છે કે, सव्वे पाणा, सव्वे भूया, सव्वे जीवा, सव्वे सत्ता ण हन्तव्वा, न अज्जावेयन्वा, न परिधेयन्वा, પરથાયબ્ધી, ન ૩યા સ ધખે સુદ્ધ | અર્થાત્ : સર્વ પ્રાણી, ભૂત, જીવ અને સર્વ સત્ત્વને (લાકડી આદિથી) મારવું નહિ, બળજબરીથી તેના ઉપર શાસન ચલાવવું નહિ, તેઓને દાસ બનાવવા નહિ, તેઓને પરિતાપ આપવો નહિ અને તેઓના પ્રાણનો નાશ કરવો નહિ. આ જ ધર્મ શુદ્ધ, નિત્ય અને શાશ્વત છે. શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર' ૧/૧/૪માં પણ કહ્યું છે કે બધા જીવોને દુ:ખ અપ્રિય છે, અતઃ બધા -- 303 Page #328 -------------------------------------------------------------------------- ________________ જીવ અહિંસ્ય છે. એટલે કોઈ જીવની હિંસા કરવી નહિ. સમતા જ અહિંસા છે. ‘શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર' સંવરદ્વાર ૧/૨માં અહિંસાના નિર્વાણ, નિવૃત્તિ, સમાધિ, શાંતિ વગેરે સાઠ ગુણયુક્ત નામ છે, જે અહિંસાના વિસ્તૃત અર્થ પ્રગટ કરે છે. આચાર્ય ભિક્ષુજીએ અહિંસા માટે ‘અનુકંપારી ચોપાઈ ઢાલ' ૮/૩માં દયા શબ્દનું નિરૂપણ કર્યું છે. તેમના અનુસાર છ કાયના જીવોની ત્રણ કરણ ને ત્રણ યોગથી હિંસા ન કરવી તે દયા છે. આચાર્ય તુલસીએ ‘જૈન સિદ્ધાંત દીપિકા'૬/૮માં પ્રાણોનો નાશ ન કરવો તેમ જ અપ્રમાદ (જતના)ને અહિંસા બતાવી છે. કોઈ પણ પ્રાણીની હિંસા કરવી નહિ, અહિંસાનો નિષેધાત્મક પક્ષ છે. જ્યારે મૈત્રી, કરુણા, ઉદારતા વગેરે વિધેયાત્મક પક્ષ છે. આમ દ્રવ્યહિંસા અને ભાવહિંસા બન્ને હિંસાનાં સ્વરૂપો છે. દ્રવ્યહિંસાનો સંબંધ કાયિક હિંસા સાથે છે. આ હિંસાનો બાહ્ય પક્ષ છે. જ્યારે ભાવ હિંસાનો સંબંધ વિચારો સાથે છે. અહિંસાનો વ્યાવહારિક હેતુ ‘શ્રી દશવૈકાલિક સૂત્ર’ ૬/૧૧માં બતાવ્યું છે કે, सव्वे जीता वि इच्छंति जीवितं न मरिज्जिउं । અર્થાત્ : બધા પ્રાણીઓને જીવન પ્રિય છે. અને પ્રત્યેક પ્રાણીમાં જિજીવિષા અને સુખાકાંક્ષાની ચાહ રહે છે, બધા પ્રાણીઓ જીવિત રહેવા ચાહે છે, કોઈ પણ મરવા ચાહતું નથી. ઉપર્યુક્ત બન્ને મનોવૈજ્ઞાનિક સત્યોના આધાર પર જ અહિંસાને અધિષ્ઠિત કરવામાં આવી છે. પ્રાણીમાત્રની સાથે ઉચિત વ્યવહાર કરવો જોઈએ. આ તથ્ય આધ્યાત્મિક દૃષ્ટિથી જેટલું સત્ય છે, તેટલું જ નૈતિક દૃષ્ટિથી મનનીય છે. એનાથી માનવ જીવનમાં સુરક્ષા, સ્વતંત્રતા અને સમાનતાનું વાતાવરણ બનાવી શકાય છે. અહિંસા વ્રતની મર્યાદા જૈનધર્મમાં ત્રણ કરણ અને ત્રણ યોગથી મહાવ્રતોનું પાલન અનિવાર્ય છે. ત્રણ કરણ અને ત્રણ યોગની ચર્ચા જૈનદર્શનમાં જેટલી સ્પષ્ટ મળે છે, એવી અન્યમાં મળતી નથી. મન, વચન અને કાયાથી કોઈ પણ જીવનો વધ કરવો નહિ, કરાવવો નહિ અને કરવાવાળાને અનુમોદના કરવી નહિ. આગમની ભાષામાં યોગનો અર્થ છે મન, વચન અને શરીરની ક્રિયા. સાધારણ દૃષ્ટિથી આ ક્રિયા છે પરંતુ જેટલું પણ કરવામાં આવે છે, કરાવવામાં આવે છે અને અનુમોદના કરવામાં આવે છે, એનું સાધન બને છે મન, વચન અને શરીર. આ દૃષ્ટિથી એને કરણ પણ કહી શકાય. અહિંસા મહાવ્રતનું પાલન ત્રણ કરણ અને ત્રણ યોગ વડે બતાવ્યું છે. સાધુ અહિંસા મહાવ્રતનું પાલન ત્રણ કરણ અને ત્રણ યોગ વડે સંપૂર્ણપણે કરે છે. ‘યોગ સૂત્ર’ ૨/૩૪માં અહિંસાના સત્યાવીસ વિકલ્પો બતાવ્યા છે. કૃત, કારિત અને અનુમોદના ને ક્રોધ, લોભ અને મોહ વડે ગુણવાથી (૩ × ૩ = ૯) નવ થાય અને આ નવને મૃદુ, 309 » Page #329 -------------------------------------------------------------------------- ________________ મધ્ય અને તીવ્ર અધ્યવસાય વડે ગુણવાથી (૯ × ૩ = ૨૭) સત્તાવીશ વિકલ્પ થાય છે. આમ નિઃસંદેહ કહી શકાય કે જેટલો વ્યાપક અર્થ અહિંસાનો જૈનધર્મમાં બતાવ્યો છે, એટલો બીજે ક્યાંય નથી. સત્ય મહાવ્રત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી સર્વ પ્રકારના અસત્યનો ત્યાગ કરવો સત્ય મહાવ્રત છે. નિયમસાર – ૫૭માં સત્યવ્રતની વ્યાખ્યા આપતાં કહ્યું છે કે, रागेण व दोसेण व मोहेण व मोस भास परिणामं । जो पजहदि साहु सया विदियवयं होइ तस्सेव ॥५७ ।। અર્થાત્ : રાગથી, દ્વેષથી અથવા મોહથી થવા વાળા મૃષા ભાષાના પરિણામને જે સાધુ છોડે છે, તેનું સદા બીજું વ્રત છે. રાગ, દ્વેષ, મોહને કારણે અસત્યવચન તથા બીજાને સંતાપ કરાવવાવાળા આવાં સત્ય વચનોને છોડવાં અને દ્વાદશાંગના અર્થ કહેવામાં અપેક્ષારહિત વચનને છોડવાં સત્ય મહાવ્રત છે.* અહિંસા મહાવ્રતની પરિપૂર્ણતા માટે સત્યની આરાધના આવશ્યક જ નહીં પરંતુ અનિવાર્ય છે. સત્યની સાધના વગર અહિંસા અધૂરી છે, અપૂર્ણ છે. ભગવાન મહાવીરે કહ્યું છે કે, “સર્વાસિ fધતિ ' સત્યની આરાધનાથી શેષ વ્રત આરાધિત થઈ જાય છે. જોકે અહિંસા પ્રધાન વ્રત છે પરંતુ આચારાંગ ચૂર્ણિ (પૃ. ૧૨૪)માં સત્યને પ્રધાન પદ આપ્યું છે. સત્ય – લક્ષણ અને પરિભાષા અમરકોશ ૩/૩/૮૩ અનુસાર – સત્ શબ્દ સાધુ, વિદ્યમાન, પ્રશસ્ત, પૂજિત, ધીર, ભવ્ય વગેરેનો વાચક છે. આચાર્ય યાસ્કનાં નિરુક્તકોશ-૩/૧૩ અનુસાર सत्सु जायते । सत् प्रभवं भवतीति वा । અર્થાત્ : આ સારા લોકોમાં ફેલાય છે. અથવા સારા લોકોમાં ઉત્પન્ન થાય છે. એટલા માટે તેને સત્ય કહે છે. મહાભારત ૧૬૨/૧૦ શાંતિપર્વમાં સત્યનું લક્ષણ બતાવતા લખ્યું છે કે, સત્ય નામીચાં નિત્યમવારી તવૈવર | અર્થાત્: નિત્ય, અવિનાશી અને અવિકારી હોવું સત્યનું લક્ષણ છે. ‘શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર' સંવરદ્વાર ૨/૫માં કથની અને કરણીના અવિસંવાદને સત્યની સંજ્ઞા આપી છે તેમ જ સંવરદ્વાર ૨/૩ અનુસાર “સર્વ મમ' સત્ય જ ભગવાન છે અને સર્વ રોગમિ સારણ્ય' સત્ય લોકમાં સારભૂત છે કહીને સત્યને પરમ સાધ્યના રૂપમાં પ્રતિષ્ઠિત કર્યું છે. તેમ જ તેનો અચિંત્ય મહિમા પ્રગટ કર્યો છે. મહર્ષિ પતંજલિએ ‘પાતંજલ યોગસૂત્ર' ૨/૩૬માં દર્શાવ્યું છે કે, Page #330 -------------------------------------------------------------------------- ________________ સત્યં પ્રતિકાયાં ક્રિયાપાશ્રયત્નમ્ ' અર્થાત્ જ્યારે યોગીમાં સત્યની પ્રતિષ્ઠા થઈ જાય છે, ત્યારે તેના મુખથી નિઃસૃત વચન નિષ્ફળ નથી થતાં. મહાત્મા ગાંધીજીએ પણ પોતાની આત્મકથા ૩/૧૧માં લખ્યું છે કે, સત્ય એક વિશાળ વૃક્ષ છે, જેમ જેમ તેની સેવા કરવામાં આવે છે, તેમ તેમ તેમાંથી રત્ન નીકળતાં રહે છે. વસ્તુતઃ સત્ય જીવનનો આધાર છે. અનંત શક્તિના ઉદ્દઘાટનનું દ્વાર છે. જેના આચરણથી જીવન આધ્યાત્મિક ઊર્જાથી સંપન્ન બને છે. સત્યનું સ્વરૂપ મનુસ્મૃતિમાં પ્રિય સત્ય વચનને સનાતન ધર્મની સંજ્ઞા આપી છે. ગીતામાં પણ પ્રિય અને હિતકારી વચનને વાણીનું તપ કહ્યું છે. શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર' ૨/૨/૪માં સાધુઓને કર્કશ, કઠોર, વેરકારી વિરોધકારી ભાષા બોલવાનો નિષેધ છે. તે ઉપરાંત વિકથાઓનો નિરર્થક અને વિવાદકારક ભાષાનો પણ નિષેધ કર્યો છે. શ્રી દશવૈકાલિક સૂત્ર' ૭/રમાં બતાવ્યું છે કે મુનિ અવક્તવ્ય (બોલવા યોગ્ય નહિ) સત્યભાષા પણ બોલે નહિ. સત્યભાષા પાપરહિત, અકર્કશ તથા સંદશરહિત હોય તો જ બોલે. આમ જૈન પરંપરામાં અસત્ય અને અપ્રિય સત્ય બન્નેનો નિષેધ બતાવ્યો છે. મૃષાવાદના પ્રકાર શ્રી દશવૈકાલિક સૂત્ર'-૪માં વ્યાખ્યાનકારે મૃષાવાદના ચાર પ્રકાર બતાવ્યા છે, જેનાથી સત્ય વિષે સ્પષ્ટ જાણકારી મળે છે. (૧) સદ્ભાવ નિષેધ : જે ભાવ કે પદાર્થ વિદ્યમાન છે તેનો નિષેધ કરવો. જેમ કે આત્મા નથી, પુણ્ય અને પાપ નથી ઈત્યાદિ. (૨) અસદ્ભાવ ઉભાવન : અસભૂત વસ્તુનું અસ્તિત્વ કહેવું. જેમ કે આત્માને સર્વ વ્યાપક કહેવો. અથવા તંદુલ જેવડો કહેવો ઈત્યાદિ. (૩) અર્થાન્તર : કોઈ વસ્તુને અન્યરૂપે કહેવી. જેમ કે ગાયને ઘોડો અને ઘોડાને હાથી કહેવો. (૪) ગહ : જે બોલવાથી બીજા પ્રત્યે ધૃણા, દ્વેષ ઉત્પન્ન થાય અથવા સામી વ્યક્તિને દુ:ખ થાય. જેમ કે કાણાને કાણો કહેવું. મૃષાવાદના કારણ મૃષાવાદની ઉત્પત્તિનાં મુખ્ય ચાર કારણ “શ્રી દશવૈકાલિક સૂત્ર’ ૪/૮માં દર્શાવ્યાં છે. જેમ કે ક્રોધ, લોભ, ભય અને હાસ્ય. આ હેતુ તો માત્ર ઉપલક્ષણ છે. ક્રોધના ગ્રહણથી અભિમાન અને લોભમાં માયા અંતર્ગર્ભિત છે. તેમ જ હાસ્ય તથા ભયના ગ્રહણથી રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન આદિનું ગ્રહણ થાય છે. આમ મનુષ્યને અનેક કારણો અસત્ય સંભાષણની તરફ પ્રેરિત કરે છે. “શ્રી દશવૈકાલિક સૂત્ર'ની ટીકામાં મૃષાવાદના છ હેતુઓ ઉદાહરણ સાથે સ્પષ્ટ કર્યા છે. જે છ હેતુઓ : ક્રોધ, માન, માયા, લોભ, ભય અને કુતૂહલવશ અસત્ય બોલવું તે છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૨/૨૪/૯.૧૦માં મૃષાવાદનાં આઠ કારણ નિર્દેશ કર્યો છે. ક્રોધ, Page #331 -------------------------------------------------------------------------- ________________ માન, માયા, લોભ, હાસ્ય, ભય, મૌખર્યું અને વિકથા છે. ‘શ્રી ઠાણાંગ સૂત્ર’ ૨/૧૦/૮૨માં દશ કારણોનો ઉલ્લેખ મળે છે. એમાં પ્રેયસ નિશ્ચિત, દ્વેષ નિશ્ચિત અને ઉપવાત નિશ્ચિત. આ ત્રણ વધારે છે. તેમ જ મૌખર્યનો ઉલ્લેખ નથી. આ રીતે વિસ્તાર નયે કે ઉપલક્ષણથી તે સર્વ કારણોથી અસત્ય ભાષણનો ત્યાગ આ સત્ય મહાવ્રતમાં થાય છે. સત્ય મહાવ્રતનું પાલન મુનિ ત્રણ કરણ અને ત્રણ યોગથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી જીવનપર્યંત કરે છે. સત્યની આજ્ઞામાં ચાલવાવાળો સાધક સંસાર સાગરને પાર કરી લે છે અને પરભવમાં સદ્ગતિને પ્રાપ્ત કરે છે. (૩) અચૌર્ય વ્રત જૈનાગમોમાં તૃતીય મહાવ્રતના અનેક નામ નિર્દિષ્ટ છે, જેમ કે અદત્તાદાન વિરમણ વ્રત, અસ્તેય વ્રત, અચૌર્ય મહાવ્રત, દત્તાનુજ્ઞાત સંવર ઈત્યાદિ. નગરમાં કે જંગલમાં, કોઈ નાની કે મોટી, સચિત્ત કે અચિત્ત વસ્તુને સ્વામીની આજ્ઞા વગર ગ્રહણ ન કરવી, સર્વથા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી અદત્તાદાનથી વિરામ પામવું, તે અદત્તાદાન મહાવ્રત છે. ‘નિયમસાર મૂલ’-૫૮ અનુસાર गामे वा णयरे वा रण्णे वा पेच्छिऊण परमत्थं । जो मुंचदि गहणभावं तिदियवदं होदि तस्सेव ।। ५८ ।। અર્થાત્ : ગ્રામમાં, નગરમાં અથવા વનમાં પરાયી વસ્તુને જોઈને તે ગ્રહણ કરવાના ભાવને જે છોડે છે, તે ત્રીજું મહાવ્રત છે. (અચૌર્ય) પાંચ મહાવ્રતોમાં તૃતીય સ્થાનીય અદત્તાદાન વિરમણ વ્રત અહિંસા અને સત્યની કસોટી છે. આ વ્રતનું અક્ષરશઃ પાલન કરવાવાળા મુનિ જ અહિંસા અને સત્ય બન્ને મહાવ્રતોને રક્ષિત રાખી શકે છે. અદત્તાદાનના સંપોષક ક્યારે પણ સત્યનું આચરણ કરી શકતા નથી. માટે જ સત્ય મહાવ્રત પછી અદત્તાદાન વિરમણ મહાવ્રતનું નિરૂપણ સ્વતઃ પ્રાસંગિક છે. અદત્તાદાન અર્થાત્ અ = નહીં, દત્ત = આપેલી વસ્તુને, આદાન = ગ્રહણ કરવી. કોઈએ ન આપેલી વસ્તુને ગ્રહણ કરવી અદત્તાદાન કહેવાય છે. વ્યવહારમાં તેને ચોરી કહે છે. અન્યના અધિકાર કે સ્વામિત્વને છીનવી લેવા તે પણ અદત્તાદાન છે. તેનું ઉગ્રરૂપ ચોરી, ગુંડાગીરી, લૂંટ આદિ છે. ઉપનિષદ્ તેમ જ સ્મૃતિ સાહિત્યમાં અસ્તેય અને અદત્તાદાન બન્ને શબ્દો મળે છે. વૈદિક પરંપરામાં સ્તેયને પાંચ મહાપાતકોમાંથી એક પાતક તરીકે સ્વીકારે છે. એમના અનુસાર અસત્ય અને હિંસાથી પણ બળપૂર્વક ધન-જનનું અપહરણ કરનાર વધુ દોષિત છે. બૌદ્ધ પરંપરામાં દશ કુશલ ધર્મોમાં બીજો ધર્મ છે અદત્તાદાન વિરતિ. અસ્તેય : લક્ષણ અને પરિભાષા ‘શાંડિલ્યોપનિષદ’માં અસ્તેય શબ્દની પરિભાષા કરતાં કહ્યું છે કે, મન, વચન અને [0€ Page #332 -------------------------------------------------------------------------- ________________ કાયાથી પરદ્રવ્યો પ્રત્યે નિસ્પૃહતા અસ્તેય વ્રત છે. ‘પાતંજલ યોગદર્શન’ની ટીકા અનુસાર પરદ્રવ્યોની ચોરીથી વિરતિ જ અસ્તેય વ્રત નથી પરન્તુ અગ્રહણીય વિષયોના પ્રતિ અસ્પૃહ હોવું પણ અસ્તેય મહાવ્રત છે. ‘વિનય પિટક'માં બતાવ્યું છે કે, વગર આપેલી વસ્તુનો ગ્રહણ કરવાવાળાને શ્રમણ જીવનથી ટ્યુત માન્યો છે. સંયુત્તનિકાયમાં પણ કહ્યું છે કે, વગર આપેલા ફૂલની સુગંધને ગ્રહણ કરવાવાળો પણ ચોર છે. જૈન આગમ ‘શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર’ ૨/૩માં પરદ્રવ્યોના હરણથી વિરતિરૂપ ક્રિયાને દત્તાનુજ્ઞાન સંવર (અદત્તાદાન વિરમણ વ્રત)ની સંજ્ઞા આપી છે. ‘તત્ત્વાર્થ સૂત્ર', ‘ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત્ર'માં અદત્તના ગ્રહણને તેય અને અદત્તના અગ્રહણને અસ્તેય વ્રત કહ્યું છે. ‘તત્ત્વાર્થ ભાષ્ય' છ/૧૫ અનુસાર બીજાના દ્વારા પરિગ્રહિત અથવા અપરિગ્રહિત તૃણ, કાષ્ઠ વગેરે દ્રવ્ય માત્ર વગર આપેલ લેવાની બુદ્ધિથી ગ્રહણ કરવું અદત્તાદાન છે. આચારાંગના ભાષ્યકાર આચાર્ય મહાપ્રજ્ઞજીએ (પૃ. ૩૫૯) અસ્તેય શબ્દને સર્વથા નવીન રૂપમાં પરિભાષિત કર્યો છે. તેમના અનુસાર અદત્તાદાનનો અર્થ છે, પર પ્રાણીના પ્રાણ વિયોજન કરવા એટલે પ્રાણવધ કરવાવાળા કેવળ હિંસાના જ દોષી નહિ પરંતુ સાથે સાથે અદત્તના પણ દોષી છે. હિંસાનો સંબંધ ભાવનાથી છે, પણ પ્રાણીઓ પોતાના પ્રાણોના અપહરણની અનુમતિ નથી આપતા માટે અદત્તનો સંબંધ તે પ્રાણીઓથી પણ છે. નિષ્કર્ષની ભાષામાં અસ્તેય શબ્દના ત્રણ અર્થ થાય – ૧) વગર આપેલી વસ્તુનું ગ્રહણ સ્તેય છે, ૨) પરદ્રવ્યોના પ્રતિ નિસ્પૃહતા અસ્તેય છે અને ૩) પરપ્રાણીના પ્રાણ વિયોજન તેય છે. આમ દરેક પ્રકારના અદત્તાદાનથી વિરક્ત થવા માટે સાધક ગામ, નગર, અરણ્ય, કોઈ પણ જગ્યા, ક્ષેત્ર વિશેષમાં સર્વથા અદત્તાદાન વિરમણ વ્રતનું પાલન આજીવનને માટે ત્રણ કરણ અને ત્રણ યોગથી કરે છે. તેમ જ ૧) દેવ અદત્ત, ૨) ગુરુ અદત્ત, ૩) રાજા અદત્ત, ૪) ગૃહપતિ અદત્ત અને ૫) સાધર્મી અદત્ત. આ બીજા પાંચ અદત્તથી સર્વથા વિરત થાય છે. ( આ પ્રમાણે અહિંસા અને સત્યને તેજસ્વી અને શક્તિશાળી તેમ જ મનને તૃષ્ણા અને લાલસા રહિત બનાવવામાં અસ્તેય મહાવ્રતની અહમ્ ભૂમિકા છે. તેમ જ આગામી ભવમાં શુભફળ આપનાર છે. (૪) બહાચર્ય મહાવત (સર્વોત્તમ વત) બ્રહ્મ એટલે આત્મસ્વરૂપમાં રમણતા કરવી. પાંચેય ઈન્દ્રિયોના વિષયભોગની આસક્તિનો ત્યાગ કરવો. સર્વથા દેવસંબંધી, મનુષ્ય સંબંધી કે તિર્યંચ સંબંધી મૈથુનનો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી ત્યાગ કરવો, બ્રહ્મચર્ય મહાવ્રત છે. મૂલાચાર-૮/૨૯૨ અનુસાર જે વૃદ્ધા, બાળા, યૌવનવાળી સ્ત્રીને જોઈને અથવા એમની Page #333 -------------------------------------------------------------------------- ________________ તસ્વીરો જોઈને તેમને માતા, પુત્રી, બહેન સમાન સમજી સ્ત્રી સંબંધી કથાદિનો અનુરાગ છોડે છે, તે ત્રણે લોકોનો પૂજ્ય બ્રહ્મચર્ય મહાવ્રત છે. TIટા. ચિત્ર આદિ અચેતન, દેવી, મનુષ્યાણી, તિર્યંચાણી, આવી ચાર પ્રકાર સ્ત્રીને મન, વચન, કાયાથી જે સેવતા નથી તથા પ્રયત્ન મનથી ધ્યાનાદિમાં લાગી રહે છે. આ બ્રહ્મચર્ય વ્રત છે. - બ્રહ્મચર્યના વિષયમાં જૈન, વૈદિક અને બૌદ્ધ બધી જ પરંપરામાં પર્યાપ્ત ચિંતન થયું છે. ઋગ્વદમાં સંયમને બ્રહ્મચર્યની સિદ્ધિનું સાધન માન્યું છે. બ્રહ્મચર્યથી તેજ, ઘુતિ, સાહસ અને વિદ્યાની પ્રાપ્તિ થાય છે. ‘પાતંજલ યોગદર્શન’ ૨/૮માં લખ્યું છે કે, બ્રહ્મચર્યની પૂર્ણ સાધના કરવાથી અપૂર્વ માનસિક શાંતિ અને શરીરબળ પ્રાપ્ત થાય છે. મહાત્મા બુદ્ધે સાડત્રીસ મંગળ અથવા મંગળકારી કૃત્યો બતાવ્યાં છે, તેમાં બ્રહ્મચર્ય પણ એક છે. જૈનધર્મમાં બ્રહ્મચર્યને જગતના બધા મંગળોમાં ઉત્તમ મંગળ બતાવ્યું છે. જે દુષ્કર બ્રહ્મચર્યનું પાલન કરે છે તેને દેવ, દાનવ યક્ષ વગેરે બધા નમસ્કાર કરે છે. “શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર' ૨/૪માં “મ મગવંતે' કહીને બ્રહ્મચર્યને સર્વોત્તમ પદ આપ્યું છે. વળી ‘ગંમય રહિચમિ શરદચં વયમ સવં' અર્થાત્ જે બ્રહ્મચર્યની આરાધના કરી લે છે, તે બધા વ્રતોને આરાધી લે છે. તેમ જ બ્રહ્મચર્યને તપ, નિયમ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, સમ્યકત્વ, વિનયનું મૂળ બતાવ્યું છે. બત્રીસ ઉપમાઓથી બ્રહ્મચર્યને ઉપમિત કરી બધાં વ્રતોમાં ઉત્તમ વ્રત આખ્યાયિત કર્યું છે. આચાર્ય ભિક્ષુ “શીલ કી નવાવાડ' ૧/૪માં દર્શાવે છે કે, ___ कोऽ केवली गुण करै, रसना संहस बणाय । तो ही ब्रह्मचर्यनां गुण घणा पूरा कह्या न जाय ॥ બ્રહ્મચર્ય : લક્ષણ અને પરિભાષા બ્રહ્મચર્ય' શબ્દ બ્રહ્મ અને ચર્ય બે શબ્દોના મેળથી બન્યો છે. બ્રહ્મનો અર્થ વેદ, આત્મા, પરમાત્મા, અંતઃકરણ વગેરે છે. ચર્ય એટલે ચરવું, રહેવું. સ્થિત થવું. વાચસ્પત્યમ્' ખંડ ૬ - મૃ. ૪૫૯૩માં બ્રહ્મચર્યને પરિભાષિત કરતા કહ્યું છે કે, ब्रह्मणे वेद ग्रहणार्थ चर्या ब्रह्मचर्यम् अथवा ब्रह्मचर्यं गुप्तेन्द्रियस्य उपस्थस्य संयमः। અર્થાત્ : બ્રહ્મમાં વેદ (જ્ઞાન) ને ગ્રહણ કરવાની ચર્ચા બ્રહ્મચર્ય છે. અથવા ગુસેન્દ્રિય અને ઉપસ્થ સંયમનું નામ બ્રહ્મચર્ય છે. ‘શાંડિલ્યોપનિષદ્ ૧/૧૩માં બધી જ અવસ્થાઓમાં મન, વચન, કાયાથી મૈથુનના ત્યાગને બ્રહ્મચર્ય કહ્યું છે. મહાભારતમાં શાંતિપર્વ અ - ૧૧૪માં સ્પર્શ, રસ, શબ્દ, રૂપ અને મનના સંયમને બ્રહ્મચર્ય બતાવ્યું છે. Page #334 -------------------------------------------------------------------------- ________________ દીધનિકાય' પૃ. ૧૩૧માં ત્રણ અર્થોમાં બ્રહ્મચર્ય શબ્દ પ્રયુક્ત થયો છે. ૧) બુદ્ધ દ્વારા પ્રતિપાદિત ધર્મ માર્ગ, ૨) તે ચર્યા જેનાથી નિર્વાણની પ્રાપ્તિ થાય, ૩) બ્રહ્મચર્ય અર્થાત્ મૈથુન વિરમણ. આગમોની વ્યાખ્યા સાહિત્ય અનુસાર બ્રહ્મચર્યનો અર્થ ચારિત્ર, આચાર, સંવર કુશલ અનુષ્ઠાન, સંયમ વગેરે છે. મહાત્મા ગાંધીજીના મતાનુસાર મન, વચન અને કાયાથી સંપૂર્ણ ઈન્દ્રિયોનો હંમેશ માટે બધા વિષયોમાં સંયમ બ્રહ્મચર્ય છે. તેમ જ વિનોબા ભાવેના મતાનુસાર બ્રહ્મચર્ય શબ્દનો અર્થ છે – બ્રહ્મની શોધમાં પોતાનું જીવનક્રમ રાખવું. નિષ્કર્ષની ભાષામાં બ્રહ્મચર્યના બે અર્થ થાય ૧) મોક્ષના હેતુભૂત બ્રહ્મ અર્થાત્ સર્વ પ્રકારના સંયમની ચર્ચા અને ૨) મૈથુન વિરતિ. મૈથન સંજ્ઞા શ્રી સ્થાનાંગ સૂત્ર’ ૪/૪માં મૈથુન સંજ્ઞાની ઉત્પત્તિનાં ચાર કારણ કહ્યાં છે ૧) શરીરમાં માંસ, રક્ત, વીર્યની વૃદ્ધિ થવાથી, ૨) વેદ મોહનીય કર્મના ઉદયથી, ૩) મૈથુન વિષયક વાત સાંભળવાથી અને ૪) મૈથુન સંબંધી ચિંતન કરવાથી. બ્રહ્મચર્યની રક્ષા માટે “શ્રી સમવાયાંગ સૂત્ર’ અને ‘શ્રી સ્થાનાંગ સૂત્રમાં બ્રહ્મચર્યની નવ ગુતિઓ (વાડ) બતાવી છે. જેમ કે, (૧) સ્ત્રી, પશુ અને નપુંસકથી યુક્ત શય્યા, આસનનું સેવન કરવું નહિ. (૨) સ્ત્રીઓની વાતો કરવી નહિ. (૩) સ્ત્રીના સ્થાન, આસનનો ઉપયોગ કરવો નહિ. (૪) સ્ત્રીઓની મનોહર ઈન્દ્રિયો, અંગોને જોવા નહિ, તેનું ચિંતન કરવું નહિ. (૫) માદક, રસયુક્ત ભારે પદાર્થનું ભોજન કરવું નહિ. (૬) વધારે માત્રામાં ખાનપાન કે આહાર કરવો નહિ. (૭) સ્ત્રીઓ સાથે પૂર્વે ભોગવેલ રતિ કે ક્રીડા યાદ કરવી નહિ. (૮) કામોદ્દીપક શબ્દો, રૂપ, ગંધ, રસ વગેરેમાં આસક્ત રહેવું નહિ. (૯) સાતા વેદનીયના ઉદયથી મળેલ સુખમાં આસક્ત રહેવું નહિ. તેમ જ “શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અ. ૧૬માં મનોવૈજ્ઞાનિક ઢબથી દશ સમાધિ સ્થાન ઈન્દ્રિય સંવર માટે બતાવ્યાં છે. તેવી જ રીતે ‘સ્મૃતિ'ઓમાં બ્રહ્મચર્યની રક્ષા માટે આઠ અંગ દર્શાવ્યા છે, જેમ કે, અબ્રહ્મચર્ય સ્મરણ, કીર્તન, ક્રીડા, પ્રેક્ષણ, એકાંત ભાષણ, સંકલ્પ, અધ્યવસાય અને ક્રિયાનિષ્પતિ. આ આઠ મૈથુનાંગોથી દૂર રહેવાનું વિધાન છે. Page #335 -------------------------------------------------------------------------- ________________ મૂલાચાર' ૧૧/૧૩૧૪માં શીલ વિરાધનાનાં દશ કારણો દર્શાવેલ છે. તેમ જ “અણગાર ધર્મામૃત'માં પણ દશ નિયમો થોડા ફેરફાર સાથે કહ્યા છે. તેવી જ રીતે બૌદ્ધદર્શનમાં પણ બ્રહ્મચર્યની રક્ષા માટે નવગુણિને મળતાં વિધાનોનું કથન છે. આમ દરેક દર્શનમાં બ્રહ્મચર્યની રક્ષા માટેનાં વિધાનોનું સૂચન કરવામાં આવ્યું છે પરંતુ જૈનદર્શનમાં બ્રહ્મચર્યની રક્ષા સાથે આહારનો ઘનિષ્ટ સંબંધ છે, એના પર પણ ધ્યાન આપ્યું છે. માટે સાધકે બ્રહ્મચર્ય સંબંધી સૂત્રોક્ત દરેક આદેશનું યથાર્થ પાલન કરવું જોઈએ. બ્રહ્મચર્ય મહાવ્રતના સાધક સર્વ પ્રકારના મૈથુન અર્થાત્ મનુષ્ય, તિર્યંચ અને દેવતા સંબંધી ત્રણ કરણ અને ત્રણ યોગથી જીવનપર્યંત ત્યાગ કરે છે. (૫) અપરિગ્રહ મહાવત શ્રમણના આચરણીય પંચ મહાવ્રતોમાં અંતિમ વ્રત તેમ જ પાંચમું વ્રત અપરિગ્રહ છે. સાધનાના સર્વોચ્ચ શિખર પર આરોહણ કરવા માટે અપરિગ્રહ અત્યાવશ્યક છે. અપરિગ્રહની પ્રાપ્તિ માટે તૃષ્ણા પર વિજય મેળવવો જરૂરી છે. આસક્તિ અથવા તૃષ્ણા જ પરિગ્રહનું મૂળ છે. મૂલાચાર-૯/૨૯૩ અનુસાર જીવના આશ્રિત અન્તરંગ પરિગ્રહ તથા ચેતન પરિગ્રહ તેમ જ અચેતન પરિગ્રહ ઇત્યાદિનું શક્તિ પ્રમાણે ત્યાગ તથા એમાં એનાથી બીજા કે સંયમ, જ્ઞાન, શૌચનાં ઉપકરણ વગેરેમાં મમત્ત્વ ન હોવું પરિગ્રહ ત્યાગ મહાવ્રત છે. નિયમસાર મૃ.૬૦ અનુસાર, सव्वेसि गंथाण तागोणिखेक्ख भावणापुव्वं । पंचमवदमिदि भणिदं चास्तिभरं वहंतस्स ।। ६० ।। અર્થાત્ : નિરપેક્ષ ભાવનાપૂર્વક સર્વ પરિગ્રહોનો ત્યાગ. આ ચારિત્ર ભાર વહન કરવાવાળાનો પાંચમો વ્રત કહ્યો છે. નાની, મોટી સચિત્ત, અચિત્ત કોઈ પણ વસ્તુનો પરિગ્રહ તેમ જ બાહ્ય અને આત્યંતર પરિગ્રહ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવથી સર્વથા ત્યાગ કરવો અપરિગ્રહ મહાવ્રત છે. | ભાગવત પુરાણમાં બતાવ્યું છે કે, જેટલું પેટ ભરવા માટે આવશ્યક છે તેટલું જ વ્યક્તિનું પોતાનું છે. વ્યક્તિએ એટલો જ સંગ્રહ કરવો જોઈએ, જે એનાથી વધારે સંગ્રહ કરે છે તે ચોર છે, દંડનો ભાગીદાર છે. | ‘શ્રી આચારાંગ સૂત્રમાં બતાવ્યું છે કે, પરિગ્રહી પુરુષમાં ન તપ હોય છે, ન શાંતિ હોય છે અને ન નિયમ. ભગવાન મહાવીરે “ગસંવિમાની જ હું તરૂ મુસ્લિો ' કહીને અપરિગ્રહનું બહુ મોટું મૂલ્ય પ્રદાન કર્યું છે. પરિગ્રહથી મોહની ઉત્પત્તિ, અહંકાર તેમ જ કામવાસના વધે છે. તેમ જ હિંસા અને કલહનો હેતુ તથા દુ:ખોનું મૂળ છે. સુતનિપાત અનુસાર જે ભિક્ષુ લોભ અને તૃષ્ણાનો ત્યાગ કરી વધ, બંધ, ધનથી રહિત Page #336 -------------------------------------------------------------------------- ________________ થઈ, સંશયથી પર થઈ, નિષ્કામ હોય છે, તે સમ્યકરૂપથી સંસારમાં વિચરણ કરે છે. આ પ્રમાણે વૈદિક, બૌદ્ધ તેમ જ જૈન ત્રણે પરંપરામાં આસક્તિનો ત્યાગ અને સંગ્રહના અલ્પીકરણને સુખનો માર્ગ કહ્યો છે. અપરિગ્રહ – લક્ષણ અને પરિભાષા પરિગ્રહ શબ્દ “પરિ’ ઉપસર્ગ પૂર્વક “ગ્રહ’ ધાતુમાં ધર્મ પ્રત્યય લગાવવાથી થાય છે. જેનો અર્થ પકડવું, લેવું, ગ્રહણ કરવું વગેરે. આચાર્ય આપ્ટેના મત અનુસાર પરિગ્રહનો અર્થ ધારણ કરવું, પ્રાપ્ત કરવું, લેવું, સ્વીકારવું, ગૃહસ્થ, પરિવાર, નોકર વગેરે. ‘પ્રશ્નવ્યાકરણ ટીકા’ ૫/૯૩ અનુસાર “હિત તિ પરિગ્રહઃા” અર્થાત્ : જેનો પરિગ્રહ સ્વીકાર કરવામાં આવે છે, તે પરિગ્રહ છે. પરિગ્રહનો વિપરીત અપરિગ્રહ છે. વાચસ્પત્ય પૃ. ૨૩૪ અનુસાર, દેહ યાત્રાના નિર્વાહ માટે અતિરિક્ત ભોગનાં સાધનો અને ધનાદિનો અસ્વીકાર અપરિગ્રહ છે. ઓઘનિર્યુક્તિ'માં અધ્યાત્મ વિશુદ્ધિ માટે બાહ્ય ઉપકરણોના પરિત્યાગને અપરિગ્રહ કહ્યો છે. શ્રી દશવૈકાલિક સૂત્ર' ૬/૨૧માં પરિગ્રહ અને અપરિગ્રહને સૂક્ષ્મ દૃષ્ટિથી પરિભાષિત કરતા બતાવ્યું છે, “મુછા પરગાહો પુરો ' અર્થાત્ મૂચ્છ પરિગ્રહ છે. શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર'ની ટીકા, “તત્ત્વાર્થ સૂત્ર', “યોગશાસ્ત્ર', પુરુષાર્થસિદ્ધયુપાય' અને જૈન સિદ્ધાંત દીપિકામાં ઉક્ત પરિભાષાને જ સમર્થન આપ્યું છે. તત્ત્વતઃ વસ્તુ પોતે ન તો પરિગ્રહ છે કે ન અપરિગ્રહ. પરન્તુ જ્યારે તેમાં મમત્ત્વભાવ ભળે છે, ત્યારે તે પરિગ્રહ બને છે અને મમત્વ ભાવ હટી જાય છે, ત્યારે તે અપરિગ્રહ બની જાય છે. દિગંબર સાહિત્યમાં મોહના ઉદયથી થવાવાળા મમત્વથી નિવૃત્તિને અપરિગ્રહની સંજ્ઞા આપી છે, ત્યાં કોઈ કોઈ જગા પર અપરિગ્રહના બદલે “સંગવિમુક્તિ' શબ્દ પણ જોવા મળે છે. | ‘નિશીથ ચૂર્ણિમાં મૂચ્છને પરિગ્રહના અંતર્ગતમાં લીધો છે, પરંતુ રાગ અને દ્વેષને પણ ભાવ પરિગ્રહની કોટિમાં રાખ્યાં છે. “શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર’ ૧/૫/રમાં પરિગ્રહનાં ત્રીસ નામ આવે છે જે આસક્તિ અને સંચય બન્નેનું પ્રતિનિધિત્વ કરે છે. જ નિષ્કર્ષતઃ કહી શક્ય કે સૂક્ષ્મ દષ્ટિથી મૂચ્છ/આસક્તિનો અભાવ અને સ્કૂલ દષ્ટિથી પદાર્થોનો અસંગ્રહ જ અપરિગ્રહ છે. પરિગ્રહના પ્રકાર શ્રી ભગવતી સૂત્ર'માં પરિગ્રહના ત્રણ પ્રકાર બતાવ્યા છે. ૧) કર્મ પરિગ્રહ ૨) શરીર પરિગ્રહ અને ૩) ઉપગ્રહ પરિગ્રહ. જીવદ્વારા ગ્રહણ કરવાને કારણે કર્મ, શરીર અને ઉપગ્રહ આ ત્રણેને પરિગ્રહ કહ્યા છે “આવશ્યક ચૂર્ણિ અનુસાર પરિગ્રહના બે પ્રકાર છે. ૧) બાહ્ય અને ૨) આત્યંતર. તેમાં બાહ્ય પરિગ્રહ ધન, ધાન્ય, ક્ષેત્ર, વસ્તુ, રુખ્ય, સ્વર્ણ, કુષ્ય, દ્વિપદ અને ચતુષ્પદના ભેદથી નવ પ્રકારે છે. Page #337 -------------------------------------------------------------------------- ________________ આત્યંતર પરિગ્રહ રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, મિથ્યાદર્શન, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુસ્સા અને વેદ એમ ચૌદ પ્રકારે છે. ‘ઉત્તરાધ્યયન નિર્યુક્તિ’ અને ‘બૃહત્કલ્પ ભાષ્ય'માં બાહ્ય પરિગ્રહના દશ પ્રકાર થોડાં નામ ભેદથી મળે છે. ‘શ્રી ભગવતી આરાધના’ અને ‘મૂલાચાર’માં પણ બાહ્ય પરિગ્રહના દશ પ્રકાર બતાવ્યા છે. તેમ જ આત્યંતર પરિગ્રહના ચૌદ પ્રકાર છે. ‘નિશીથ ભાષ્ય’માં પરિગ્રહની બાબતમાં સૂક્ષ્મતાથી વિચાર થયો છે. ત્યાં પરિગ્રહના બે પ્રકાર બતાવ્યા છે : ૧) ‘સૂક્ષ્મ પરિગ્રહ’ અલ્પ મમત્ત્વ ભાવ સૂક્ષ્મ પરિગ્રહ છે અને ૨) ‘બાદર પરિગ્રહ' તીવ્ર મમત્ત્વ ભાવ બાદર પરિગ્રહ છે. - પાપના બંધનનું મૂળ કારણ મૂર્છા છે અને બાહ્ય પરિગ્રહ આ મૂર્છાની અભિવૃદ્ધિમાં નિમિત્તભૂત બને છે. માટે બન્ને પ્રકારના પરિગ્રહથી મુક્ત થવાવાળા જ અપરિગ્રહ મહાવ્રત અનુપાલન કરી શકે છે. અપરિગ્રહ મહાવ્રતને સ્વીકાર કરતા સમયે સાધક અલ્પ અથવા બહુ, સૂક્ષ્મ અથવા સ્થૂલ, સચિત્ત અથવા અચિત્ત બધા જ પ્રકારના પરિગ્રહના ત્રણ કરણ અને ત્રણ યોગથી જીવન પર્યંત પ્રત્યાખ્યાન કરે છે. છતાં પણ સંયમમાં ઉપકારક થોડાંક ધર્મોપકરણોને રાખવાની મુનિને સ્વીકૃતિ પ્રાપ્ત છે. દિગંબર પરંપરામાં ત્રણ પ્રકારની ઉપધિ રાખવાનું વિધાન છે. ૧) જ્ઞાનોપધિ (શાસ્ત્ર, પુસ્તક વગેરે), ૨) સંયમોપધિ (પિચ્છિકાદિ) અને ૩) શૌચોપધિ (કમંડલૂ વગેરે). શ્વેતાંબર પરંપરામાં મુનિ માટે ચૌદ પ્રકારનાં ઉપકરણોનું વર્ણન છે. જેમ કે : પાત્ર, પાત્રબંધન, પાત્ર કેસરિકા, પાત્ર સ્થાપનિકા, ત્રણ પટલ, રજસ્ત્રાણ, ગોચ્છક, ત્રણ પછેડી, રજોહરણ, ચોલપટ્ટક મુખાન્તર્ક (મુખવસ્તિકા) વગેરે. આ સર્વ ઉપકરણ સંયમની વૃધ્ધિ માટે હોય છે.૪ આમ મુનિ જે કોઈ વસ્ત્ર, પાત્ર, કંબલ વગેરે ઉપકરણ રાખે છે, તે માત્ર સંયમ-ભાવની વૃદ્ધિ માટે કે લજ્જાના નિવારણ માટે જ રાખે છે. ભગવાન મહાવીરે આ ઉપકરણોને પરિગ્રહ કહ્યો નથી. કારણ કે મૂર્છા મમત્ત્વભાવ પરિગ્રહ છે. અપરિગ્રહ મહાવ્રત અનાશ્રવ-કર્માશ્રવના નિરોધરૂપ ફળયુક્ત છે. મોક્ષ તેનો ઉત્તમ બીજસાર છે. (૬) રાત્રિભોજન વિરમણ વ્રત ‘શ્રી દશવૈકાલિક સૂત્ર’માં રાત્રિભોજન વિરમણ સાધુના છઠ્ઠા વ્રતના રૂપમાં બતાવ્યું છે. સર્વ પ્રાણાતિપાત વિરમણ વગેરે પાંચ વિરમણોને મહાવ્રત અને રાત્રિભોજન વિરમણને કેવળ ‘વ્રત’ની ઉપમા આપી છે. તેવી જ રીતે આજ સૂત્રના છઠ્ઠા અધ્યયનમાં શ્રમણ માટે જે અઢાર ગુણોની અખંડ આરાધના કરવાનું જે વિધાન છે તેમાં સર્વ પ્રથમ છ વ્રતોનો ઉલ્લેખ છે. ‘આચાર્ય હરિભદ્ર’ના મત અનુસાર ભગવાન ઋષભદેવ અને ભગવાન મહાવીરના સમયમાં રાત્રિભોજનને મૂળ ગુણ માનવામાં આવે છે. એટલા માટે એને મહાવ્રતની સાથે વ્રતના રૂપમાં રાખ્યું છે. શેષ બાવીસ તીર્થંકરોના સમયમાં તે ઉત્તરગુણના રૂપમાં રહેતું આવ્યું છે. એટલા માટે એને અલગ વ્રતનું રૂપ નથી મળ્યું. ૩૧૬ = Page #338 -------------------------------------------------------------------------- ________________ (૧) શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર' ૩૧/૧૯માં પણ પાંચ સર્વ વિરતિઓની સાથે જ રાત્રિભોજન ત્યાગનો નિર્દેશ છે અને તેને વ્રતોની જેમ જ દુષ્કર બતાવ્યું છે. (૨) શ્રી બૃહત્કલ્પ સૂત્ર'-૧/૪રમાં રાત્રે અને વિકાસમાં (સંધ્યા સમયે) અશન, પાણી, મીઠાઈ અને મુખવાસ આદિ ચારે પ્રકારના આહાર ગ્રહણ કરવાનો નિષેધ છે. (૩) “શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર' ૨/૩/૩માં રાત્રિભોજન ત્યાગ સહિત પાંચ મહાવ્રતની તુલના ઉત્તમોત્તમ વસ્તુ સાથે કરી છે. (૪) શ્રી દશા શ્રુતસ્કંધ સૂત્ર ૨/૧ તથા “શ્રી સમવાયાંગ સૂત્ર'-૨૧માં રાત્રિભોજનની ગણના શબલ દોષમાં કરી છે. (૫) “શ્રી નિશીથ સૂત્ર' ઉ./૧૧માં રાત્રિભોજનની અથવા તેની પ્રશંસા કરનારની અનુમોદના કરે છે તેને ગુરુ ચોમાસી પ્રાયશ્ચિત આવે છે એમ કહ્યું છે. રાત્રિભોજન વિરમણ અર્થાત્ સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા અર્થાત્ રાત્રિ દરમ્યાન ચારેય પ્રકારના (બસ, પા, રવાફર્મ અને સામ) અશન, પાણી ખાદિમ, સ્વાદિમ આહારનો સર્વથા ત્યાગ કરવો. તેને રાત્રિભોજન વિરમણ વ્રત કહે છે. સાધુને સર્વપ્રકારે રાત્રિભોજનનો ત્યાગ જીવન પર્યત ત્રણ કરણ અને ત્રણ યોગથી કરવો આવશ્યક છે. સાધ્વાચારમાં રાત્રિભોજન ત્યાગની મહત્તા મહાવ્રતની સમાન છે. તેમ જ રાત્રિભોજન ત્યાગ અહિંસા મહાવ્રતની પુષ્ટિ કરે છે. રાત્રિભોજનના દોષ રાત્રિભોજનમાં કીડી, કુંથવા આદિ સૂક્ષ્મ ત્રસ જીવો, લીલગ આદિ જીવોની જયણા કરવી અશક્ય થાય, તેમ જ અન્ય વનસ્પતિ આદિ સ્થાવર જીવોની વિરાધના થાય છે. રાત્રે સૂક્ષ્મ જીવો આહારમાં આવી જાય તો અનેક પ્રકારની બીમારી થાય છે. જેમ કે જો ભોજનમાં કીડી આવી જાય તો બુદ્ધિ નષ્ટ થાય, માખી આવી જાય તો શીઘ ઊલટી થઈ જાય, જૂ આહારમાં આવી જાય તો જલોદર જેવો ભયંકર રોગ થાય. ગરોળી ભોજનમાં આવી જાય તો કુષ્ટ રોગ થાય. આ ઉપરાંત લોહીનું ઊંચું દબાણ, હૃદયરોગ, પાચનશક્તિની મંદતા, આદિ બીમારીઓની સંભાવના રહે છે. આરોગ્યની દષ્ટિએ પણ સૂર્યાસ્ત પહેલાં ભોજન કરવું તે પાચનની દષ્ટિએ સર્વોત્તમ છે. રાત્રે પાચનતંત્ર બરાબર કામ કરતું નથી. આવી રીતે રાત્રિભોજન અનેક દોષોનું કારણ હોવાથી સંયમ સાધક તેનો સર્વથા ત્યાગ કરે છે. ગૃહસ્થો માટે પણ રાત્રિભોજન ત્યાજ્ય છે. વ્યાખ્યાનકારોએ અન્ય ગ્રંથોમાં રાત્રિભોજન ત્યાગનું વર્ણન કરતાં દર્શાવ્યું છે કે, (૧) “કાર્તિકેયાનુપ્રેક્ષા' ૩૮૩માં રાત્રિભોજન ત્યાગની તુલના છ મહિનાના ઉપવાસ સાથે કરી છે. (૨) મહાભારતના ‘શાંતિ પર્વ'માં નરકમાં જવાનાં ચાર કારણ કહ્યાં છે, તેમાં, પ્રથમ કારણ રાત્રિભોજન છે. Page #339 -------------------------------------------------------------------------- ________________ (૩) વેદ વ્યાસના યોગશાસ્ત્ર અધ્યાય-૩માં કહ્યું છે કે રાત્રિમાં ખાનારો મનુષ્ય-ઘુવડ, કાગડો, બિલાડી, ગીધ, ડુક્કર આદિ યોનિમાં જન્મ ધારણ કરે છે. (૪) યોગશાસ્ત્ર અધ્યાય-૩માં કહ્યું છે કે નિત્ય રાત્રિભોજનનો ત્યાગ કરવાથી અગ્નિહોત્રનું ફળ મળે છે તેમ જ તીર્થયાત્રાનું ફળ મળે છે. (૫) માર્કડેય મુનિએ તો રાત્રિમાં પાણી પીવાને લોહી પીવા સમાન અને રાત્રિમાં ખાવાને માંસ ખાવા સમાન કહી દીધું છે. (૬) બૌદ્ધ મતના “મન્નિમ નિય' તેમ જ “ટોપમસુર’માં રાત્રિભોજનનો નિષેધ છે. આમ રાત્રિભોજનના અનેક દોષ અન્ય ગ્રંથોમાં પણ દર્શાવ્યા છે. મહાવ્રતોનું સુરક્ષા કવચ : ભાવના ભાવનાનો અર્થ વૈદિક, બૌદ્ધ અને જૈન ત્રણે પરંપરામાં ભાવના શબ્દ મળે છે. ભાવનાનો શાબ્દિક અર્થ છે, ‘પુનઃ પુનઃ અભ્યાસ’. ‘પાતંજલ યોગ સૂત્ર'માં જપ અને ભાવનામાં અભેદનો સ્વીકાર કર્યો છે. બૌદ્ધ દર્શનમાં પુનઃ પુનઃ સત્યદર્શનને ભાવના કહ્યું છે. જૈનદર્શનમાં ભાવનાના ઘણા અર્થ મળે છે જેમ કે, ભાવના, જપ, ધારણા, સંસ્કાર, અર્થચિંતા વગેરે. ભાવનામાં જ્ઞાન અને અભ્યાસ બને માટે અવકાશ છે ભાવનાની સૈદ્ધાંતિક પરિભાષા આ પ્રમાણે છે, વીર્યાન્તરાયના ક્ષયોપશમ અને ચારિત્ર મોહના ઉપશમની અપેક્ષાથી જે આત્મા વડે વારંવાર કરાય છે, તેનું નામ ભાવના છે." આધુનિક ભાષામાં “બ્રેઈન વોશિંગ’ને ભાવના કહેવામાં આવે છે. આચારાંગ ટીકા'માં ભાવનાના ઉદ્દેશ્ય પર પ્રકાશ પાડતાં બતાવ્યું છે કે – “મદાવ્રતાના” પરપતિનાર્થ માવના પ્રતિપદા' અર્થાત્ મહાવ્રતોના પોષણ માટે જ ભાવનાઓ છે. જેમ શિલાજીતની સાથે લોહ રસાયણની ભાવના આપવામાં આવે છે, તેમ મહાવ્રતોના ગુણોમાં વૃદ્ધિ કરવા માટે ભાવનાઓ બતાવવામાં આવી છે. ભાવનાઓ સાથે વ્રતની આરાધના કરવાથી મહાવ્રતોમાં પૂર્ણતા આવી જાય છે. વ્રતની રક્ષા થાય છે. ધૈર્ય અને અપ્રમત્તતાનો વિકાસ થાય છે. “તત્ત્વાર્થ સૂત્ર' અને “આવશ્યક ચૂર્ણિમાં ભાવનાને મહાવ્રતોના રક્ષણ માટેના રૂપમાં બતાવી છે. ભાવનાના પ્રકાર જેનાથી ચિત્તની વિશુદ્ધિ થાય છે તે બધી ભાવનાઓ છે. ભાવનાઓ અસંખ્ય છે. છતાં પણ અમુક વર્ગીકરણ પ્રાપ્ત થાય છે, જેમ કે ‘શ્રી સમવાયાંગ સૂત્ર'-૨૫, “શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર' સંવરદ્વાર૨ અને “શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર' ૩૧/૧૭માં પાંચ મહાવ્રતની પચ્ચીસ ભાવનાઓ બતાવી છે. | ‘શ્રી તત્ત્વાર્થ સૂત્ર’ ૯/૭માં બાર ભાવનાઓનો એક વર્ગીકરણ અને ચાર ભાવનાઓનો એક વર્ગીકરણ જોવા મળે છે. ભાવનાના બે પ્રકાર પણ છે. જેમ કે, ૧) પ્રશસ્ત ભાવના અને ૨) અપ્રશસ્ત ભાવના. Page #340 -------------------------------------------------------------------------- ________________ આચારાંગ વૃત્તિમાં પ્રશસ્ત ભાવનાના અંતર્ગત દર્શન ભાવના, જ્ઞાન ભાવના, ચારિત્ર ભાવના અને તપ ભાવના અને વૈરાગ્ય ભાવના છે. મહાવ્રતોની પચ્ચીસ ભાવનાઓ ચારિત્ર ભાવનામાં અંતર્ગર્ભિત છે. આગમોમાં વર્ણિત ભાવનાઓમાં શબ્દત: ક્યાંક ક્યાંક અંતર અવશ્ય છે. અર્થતઃ પ્રાયઃ સામ્ય છે પરંતુ ક્યાંક ક્યાંક ભિન્નતા પણ છે. ભાવનાઓ મહાવ્રતો માટે સુદઢ સુરક્ષા કવચ છે, જે સાધક આ ભાવનાઓથી પ્રતિદિન પોતાને ભાવિત કરે છે, તે મહાવ્રતોની અખ્ખલિત રૂપથી આરાધના કરી શકે છે. ભાવનાના અભ્યાસથી મહાવ્રત પાકે છે. ભાવનાની ઝાળ જેટલી વધુ ઊંડી હશે મહાવ્રત તેટલા જ સારાં રૂપમાં પાકી શકશે. આમ ભાવનાઓનું મહાવ્રતોના અનુપાલનમાં વિશિષ્ટ સ્થાન છે. એટલા માટે સાધક તત્ત્વના રૂપમાં તેનું સ્થાન સ્વીકૃત કર્યું છે. શ્રમણધર્મ (યતિધર્મ) શ્રમણધર્મને યતિધર્મ પણ કહ્યો છે. યતિ એટલે આકરા નિયમ આદિ પાળનાર તપસ્વી. તેના શ્રમણ, સંયત, મુનિ, સાધુ, અનગાર, ઋષિ વગેરે એકાર્યવાચી શબ્દ છે. ધર્મ એટલે મૂલ અને ઉત્તર ગુણરૂપ આચારો, જે પાળે છે તે શ્રમણ કહેવાય. જે આરંભ પરિગ્રહ અને ઘરનો ત્યાગ કરીને સંયમ ધારણ કરીને તેનું નિર્દોષ પાલન કરવા માટે નિરંતર શ્રેમ કરે છે. તેને શ્રમણ કહે છે. પાંચ મહાવ્રતોના સાધક એવા શ્રમણને પોતાના વિષયકષાયોને જીતવા માટે ક્ષમા આદિ દશ ધર્મોના પરિપાલન માટે ઉપદેશ આપેલ છે. શ્રી સમવાયાંગ સૂત્ર તેમ જ “શ્રી ઠાણાંગ સૂત્ર અનુસાર વિદે સમાધમે પુજે ગદા - રવંતી, મુત્તી, સMવે, મદ, તાપ, સ, સંગમે, તવે, રિયાપુ, વંમરવા અર્થાત્ : શ્રમણધર્મ દશ પ્રકારના કહેલ છે. જેમ કે ક્ષમા, નિર્લોભતા, સરળતા, નમ્રતા, લાઘવ, સત્ય, સંયમ, તપ, ત્યાગ અને બ્રહ્મચર્યવાસ. “તત્ત્વાર્થ સૂત્ર' ૬/૯માં પણ ઉત્કટ ક્ષમા, માદવ, આર્જવ, શૌચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય એમ દશ પ્રકારોનો યતિધર્મ બતાવ્યો છે. શ્રી સમવાયાંગ સૂત્ર'માં દશ યતિ ધર્મનું વિશ્લેષણ કરતા દર્શાવ્યું છે કે, કષાયોમાં સહુથી મુખ્ય ક્રોધ છે. તેને જીતવા માટે સહનશીલતા અથવા ક્ષમાને ધારણ કરવી અતિઆવશ્યક છે. (૨) બીજો પ્રબળ કષાય લોભના ત્યાગ માટે મુક્તિ અર્થાત્ નિર્લોભતા ધર્મનું પાલન કરવું જરૂરી છે. (૩) માયા કષાયને જીતવા માટે આર્જવ ધર્મ અને (૪) માન કષાયને જીતવા માટે માર્દવ ધર્મને પાળવાનું વિધાન કરેલ છે. (૫) માન કષાયને જીતવાથી લાઘવ ધર્મ સ્વત: સહજ પ્રાપ્ત થાય છે. (૬) માયા કષાયને જીતવાથી સત્ય ધર્મ પણ પ્રગટ થઈ જાય છે. કૂ૩૧૯ Page #341 -------------------------------------------------------------------------- ________________ (૭)(૮)(૯)(૧૦) પાંચે ઈન્દ્રિયોના વિષયોની પ્રવૃત્તિને રોકવા માટે સંયમ, તપ, ત્યાગ અને બ્રહ્મચર્યવાસ, એ ચાર ધર્મના પાલનનો ઉપદેશ આપેલ છે. અહીં ત્યાગધર્મથી અંતરંગ, બહિરંગ દરેક પ્રકારના સંગનો ત્યાગ કહેલ છે. દાનને પણ ત્યાગ કહે છે. તેથી સંવિગ્ન સાધુઓને મળેલ ભિક્ષામાંથી દાનનું કથન પણ સાધુઓનું કર્તવ્ય માનેલ છે. તેવી જ રીતે છ પ્રકારના બાહ્ય તપ કહેલ છે. અનશન, ઊણોદરી, વૃત્તિ સંક્ષેપ, રસ પરિત્યાગ, કાય ક્લેશ અને પ્રતિ સલીનતા. તેમ જ છ પ્રકારના આત્યંતર તપ કહેલ છે. પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને કાઉસગ. બ્રહ્મચર્યના પાલક પરમ તપસ્વીઓની સાથે રહેવાથી જ સંયમધર્મનું પૂર્ણરૂપથી પાલન સંભવ છે. તેથી જ તેને સર્વથી છેલ્લું સ્થાન આપેલ છે. અન્ય દર્શનમાં દશ ધર્મોનું કથન (૧) મનુસ્મૃતિમાં અ./૬માં બતાવ્યું છે કે, धृति क्षमा दमोऽस्तेय, शौचमिन्द्रिय निग्रहः । ધી, વિદ્યા સત્યમ ક્રોધ, રાવં ધર્મતક્ષણમ્ ર૩ | અર્થાત્ : ધૃતિ, ક્ષમા, દમ, અસ્તેય, શૌચ, ઈન્દ્રિય નિગ્રહ, ધૈર્ય, વિદ્યા, સત્ય, અક્રોધ અને નમ્રતા એ ધર્મનાં દશ લક્ષણ છે. (૨) “સંસ્કૃત ગ્રંથાંતર્ગત જૈન દર્શનમાં નવ તત્ત્વઅનુસાર બૌદ્ધોએ માનેલા દશ ધર્મ નીચે પ્રમાણે છે, ૧) અધિકારી વ્યક્તિને દાન દેવું, ૨) સદાચારી જીવન જીવવું, ૩) સદ્વિચાર કરવા, ૪) હંમેશાં બીજાની સેવા કરવી, ૫) મોટા સાથે આદરથી વર્તવું, ૬) પોતાના સદ્ગણોનો ફાયદો બીજાને આપવો, ૭) બીજાના સગુણો અપનાવવા, ૮) સત્યના માર્ગે ચાલનારાનો ઉપદેશ સાંભળવો, ૯) ન્યાયપૂર્વક કથન કરવું તેમ જ ૧૦) ધર્મમાં નિર્મળ અને શુદ્ધ વિશ્વાસ રાખવો. (૩) તેવી જ રીતે “કુરાનસારમાં વિનોબા ભાવેએ ભક્તનાં દશ લક્ષણો દર્શાવ્યાં છે, ૧) શરણાગત, ૨) શ્રદ્ધાવાન, ૩) આજ્ઞાપાલક, ૪) સત્યભાષી, ૫) ધીર, ૬) વિનીત, ૭) દાતા, ૮) ઉપવાસી, ૯) શીલરક્ષક અને ૧૦) ઈશ સ્મરણ શીલ. આમ દશ ધર્મોનું કથન જૈનદર્શન તેમ જ અન્ય દર્શનમાં વિસ્તારથી કરવામાં આવ્યું છે. શ્રમણના (સાધુના) સત્તાવીસ ગુણો સાધુ એટલે નિર્વાણ માર્ગની સાધના કરનાર. સ્વહિત અને પરહિત એ ઉભયહિતને સાધનાર. આવા સાધુઓ સત્તાવીસ ગુણોથી યુક્ત હોય છે. શ્વેતામ્બર પરંપરામાં સત્તાવીસ મૂલગુણોના પરિપાલનનું વિધાન છે. ‘શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર’ તેમ જ “શ્રી સમવાયાંગ સૂત્રમાં મુનિના સત્તાવીસ ગુણોનું કથન દર્શાવ્યું છે. જેમ કે, पंच महन्वय जुत्तो, पंचिदिय संवरणो । चउविह कसाय मुवको, तओ समाधारणया ।।१।। ति सच्च संपन्न तिओ, खंति संवगे रओ । वेचण मच्चु भयगयं, साहु गुण सत्तवीसं ॥२॥ Page #342 -------------------------------------------------------------------------- ________________ અર્થાત્ : પાંચ મહાવ્રત પાળવા, પાંચ ઈન્દ્રિયોનો નિરોધ, ચાર કષાયોનો ત્યાગ, મન, વચન, કાય – ત્રણની સમાધારણતા; જ્ઞાન, દર્શન, ચારિત્ર - ત્રણની સંપન્નતા; ભાવ, કરણ, યોગ - ત્રણની સત્યતા, ક્ષમા, વીરાગતા, વેદના અને મારણાંતિક કષ્ટ સહનતા. આ પ્રમાણે સાધુના સત્તાવીસ ગુણો છે. તેવી જ રીતે દિગમ્બર પરંપરામાં મુનિના અઠ્ઠાવીસ મૂલ ગુણોના પરિપાલનનું વિધાન છે. જેમ કે, પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, પાંચ ઈન્દ્રિય નિગ્રહ, પડાવશ્યક અને બીજા સાત ગુણ – લોચ, નગ્નતા, અસ્નાન, ક્ષિતિશયન, અદંત ઘર્ષણ, સ્થિતિભોજન અને એક ભક્ત. આ અઠ્ઠાવીસ મૂલ ગુણ દર્શાવ્યા છે. મુનિના બાવીસ પરીષહ પરીષહ એટલે વિપત્તિઓને સહન કરવી. સંયમી સાધક સંયમ દૂષિત ન થાય અને પૂર્વ સંચિત કર્મોની નિર્જરા થાય, એ ભાવનાથી ભૂખ, તરસ, ઠંડી, ગરમી વગેરે કષ્ટોને સમભાવપૂર્વક સહન કરે છે તેને પરીષહ કહેવાય. તે બાવીસ છે. શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર'માં પરીષહનો અર્થ બતાવતા કહ્યું છે કે, मार्गाऽच्यवननिर्जरार्थ परिषोढव्याः परीषहाः ॥ ९/८॥ અર્થાત્ : સમ્યદર્શન આદિ મોક્ષ માર્ગમાં સ્થિરતા રહે એ માટે તથા નિર્જરા માટે જે સહન કરવા યોગ્ય છે તે પરીષહ છે, , પિપાસા, શીતળ, વંરામરા નાખ્યાતિ, સ્ત્રી, ૩, નિષઘા, રામ્યા, ssaોરા, રૂપ, ચાવના, નામ, રોગ, સુસ્પર્શ, મત, સાર, પ્રજ્ઞા, Sજ્ઞાન, ડદના નિ || 3-3/ અર્થાત્ : સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, ડાંસ-મચ્છર, અચેલ, અરતિ, સ્ત્રી, ચર્યા, નિષદ્યા, શય્યા, આક્રોશ, વધ, યાચના, અલાભ, રોગ, તૃણસ્પર્શ, મલ, સત્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન અને દર્શન પરીષહ આ પ્રમાણે બાવીસ પરીષહો બતાવ્યાં છે. શ્રી સમવાયાંગ સૂત્ર', “શ્રી આવશ્યક સૂત્ર', “ચારિત્રસાર' તેમ જ “રાજવાર્તિક સૂત્રમાં બાવીસ પરીષહનો ઉલ્લેખ મળે છે. તેમ જ “શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'/રમાં વિસ્તારથી દષ્ટાંત સાથે દર્શાવ્યાં છે. સંખ્યાની દષ્ટિથી બધામાં સમાનતા છે, પણ ક્રમની દષ્ટિથી ક્યાંક ક્યાંક થોડો ભેદ છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર' ૨/૪૬માં પરીષહોનો ઉપસંહાર આપતાં કહ્યું છે કે, કાશ્યપ ગોત્રીય ભગવાન મહાવીરે આ બધા પરીષહોનું પ્રરૂપણ કર્યું છે. તેને જાણીને ક્યાંય કોઈ પણ પરીષહથી ભિક્ષુએ પરાજિત ન થવું પરંતુ એ દરેક પરીષહ પર વિજય પ્રાપ્ત કરવો એમ હું કહું છું. પરીષહ એ સાધકનું અમૃત છે. પ્રતિકૂળતા જ સાધકને દિન-પ્રતિદિન આગળ વધારે છે. સાધકની સાધનાનો માપદંડ છે- તેની સહનશીલતા. એ સહનશીલતા વિના સંયમ નથી, સંયમ વિના ત્યાગ નથી, ત્યાગ વિના વિકાસ નથી અને વિકાસ એ જ મનુષ્ય જીવનનું ફળ છે. તપ સાધનામાં આવતાં કષ્ટોને સ્વેચ્છાથી સહવાનાં હોય છે. પ્રતિક્રિયા કર્યા વિના જ સમભાવે તે કષ્ટનું Page #343 -------------------------------------------------------------------------- ________________ વેદન કરી લેવું તે પરીષહ વિજય છે. જે સાધક સાધનાની આ કસોટીમાંથી પાર ઊતરી જાય તે જ સાધક કલ્યાણ કરી શકે છે. ભિક્ષ પ્રતિમા (પડિયા) અર્ધમાગધી ભાષામાં પ્રયુક્ત પડિમા શબ્દનું સંસ્કૃત રૂપ ‘પ્રતિમા બને છે. તેનો અર્થ પ્રતિજ્ઞા વિશેષ કે અભિગ્રહ વિશેષ થાય છે. સાધક દ્વારા સ્વીકારવામાં આવતી વિશિષ્ટ પ્રતિજ્ઞાઓ અથવા વિશિષ્ટ પ્રકારના તપ અભિગ્રહયુક્ત સાધનાને ભિક્ષુ પડિમા કે ભિક્ષુ પ્રતિમા કહેવામાં આવે છે. સાધકની તપ, સંયમ, ધ્યાન વૃત્તિને દઢ કરવા માટે બાર ભિક્ષુ-પ્રતિમાઓનું વર્ણન છે. શ્રી ભગવતી સૂત્ર’, ‘શ્રી ઔપપાતિક સૂત્ર', ‘શ્રી સ્થાનાંગ સૂત્ર' વગેરે આગમોમાં ભિક્ષની અનેક પ્રકારની પ્રતિમાઓનું વર્ણન જોવા મળે છે. “શ્રી સમવાયાંગ સૂત્ર'માં પણ ભિક્ષુની બાર પ્રતિમા દર્શાવી છે. તેમ જ “શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર'-છમાં તેનું વિસ્તૃત વર્ણન આપ્યું છે. આ બાર પ્રતિમાઓનાં નામ તેના ક્રમના આધારે છે. પ્રથમ સાત પ્રતિમાની કાલ મર્યાદા ૧૧ મહિનાની છે. પછીની ત્રણ પ્રતિમા સાત-સાત અહોરાત્રિની છે. અને ત્યાર પછીની એક અહોરાત્રિની અને એક રાત્રિની પ્રતિમા છે. આ બાર પ્રતિમા આઠ મહિનામાં પૂર્ણ થાય છે. એકથી સાત પ્રતિમામાં પ્રથમ મહિના પર્યત એક દત્તી આહાર અને એક દત્તી પાણી લેવામાં આવે છે. આમ એક એક દત્તી વધારતા સાતમે મહિને સાતમી પ્રતિમાના આરાધક સાત દત્તી આહાર અને સાત દત્તી પાણી ગ્રહણ કરે છે. આઠથી દશ પ્રતિમામાં ૨૧ દિવસ એકાંતર ઉપવાસ (નિર્જળા) અને પારણાના દિવસે આયંબિલ કરવામાં આવે છે. અગિયારમી પ્રતિમામાં પાણી રહિત બે ઉપવાસ અને બારમી પ્રતિમામાં ચૌવિહારા ત્રણ ઉપવાસ કરવામાં આવે છે. ૮, ૯, ૧૦ પ્રતિમામાં વિશિષ્ટ આસનોમાં સ્થિત થઈ કાયોત્સર્ગ ધ્યાન કરવાનું હોય છે. ૧૧મી, ૧૨મી પ્રતિમામાં અહોરાત્ર, રાત્રિપર્યત ઊભા ઊભા કાયોત્સર્ગ કરે છે પરંતુ ૧૨મી પ્રતિમામાં રાત્રિપર્યત એક પુદ્ગલ પર દષ્ટિ સ્થિર કરી નિર્નિમેષ દષ્ટિએ કાયોત્સર્ગ કરે છે. આ રીતે બારે પ્રતિમામાં સાધુ વિશિષ્ટ અભિગ્રહપૂર્વક સાધના કરે છે. પ્રત્યેક પ્રતિમામાં સાધકે સૂત્ર કથિત ૧૬ નિયમોનું પાલન કરવાનું હોય છે. આ નિયમોનો ઉદશ શરીર પ્રત્યેના 'મમત્વનો ત્યાગ અને વૈર્ય, શૂરવીરતાપૂર્વક નિયમોનું અનુપાલનનો છે. આ પ્રતિમા પાલનનું લક્ષ્ય કર્મ નિર્જરા દ્વારા નિર્વાણ પ્રાપ્તિનું છે. અણુવ્રત વ્રત સ્વયં પોતે મહત્ કે અણુ નથી હોતા. મહત્ કે અણુ વિશેષણ વ્રતની સાથે પાળનારના સામર્થ્યને કારણે લાગે છે. જેમ પિતાની અપેક્ષાએ પુત્ર નાનો હોય તેવી જ રીતે મહાવ્રતોની અપેક્ષાએ જે નાના હોય, તેમ જ જેનો વિષય પણ અલ્પ હોય તેને અણુવ્રત કહે છે. Page #344 -------------------------------------------------------------------------- ________________ અણુ એટલે પાતળું. કર્મને પાતળા પાડનાર હોવાથી પણ આ વ્રતો અણુવ્રત કહેવાય છે. અથવા તો સાધુના ગુણસ્થાનક કરતાં ગૃહસ્થનું ગુણસ્થાનક ઊતરતું (નાનું) છે, તેથી નાના ગુણસ્થાનકવાળા ગૃહસ્થનાં વ્રતો પણ ‘અણુ' એટલે નાના કહ્યાં છે. પ્રાકૃત ‘મજુ' નું સંસ્કૃત ભાષામાં “અનુ બને છે, તેનો અર્થ ‘પશ્ચાત્ – પછી' થાય છે. આ દષ્ટિએ ઉપદેશક ગુરુ શ્રાવકને પહેલાં મહાવ્રતોનો અને મહાવ્રતો માટે અસમર્થ હોય તેને પાછળથી સ્થૂલ વ્રતોનો ઉપદેશ આપે છે. આમ મહાવ્રતોની પછી ઉપદેશ કરાતો હોવાથી ‘અણુવ્રતો' કહેવાય છે. અભિધાન રાજેન્દ્રકોશ તેમ જ અન્ય જૈનાગમ ગ્રંથો જેમ કે “ચારિત્ર પાહુડ'-૨, કાર્તિકેય અનુપ્રેક્ષા'-૩૩૦, “શ્રી ઉપાસક-દશાંગ સૂત્ર', “શ્રી ઔપપાતિક સૂત્ર' વગેરેમાં શ્રાવકનાં બાર વ્રતોનું વર્ણન કર્યું છે. જેનું વિભાજન આ પ્રમાણે છે. ૧) પાંચ અણુવ્રત, ૨) ત્રણ ગુણવ્રત અને ૩) ચાર શિક્ષાવ્રત. | ‘તત્ત્વાર્થ સૂત્ર', “રત્નકરંડ શ્રાવકાચાર', “શ્રી ઉપાસક-દશાંગ સૂત્ર”, “શ્રી ઔપપાતિક સૂત્ર' વગેરેમાં શ્રાવક યોગ્ય દેશવિરતિરૂપ સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વગેરે અથવા સ્કૂલ અહિંસા વગેરે પાંચ અણુવ્રત કહ્યાં છે. ‘સાગારધર્મામૃત'માં આચાર્ય આશાધર દર્શાવે છે કે, જિનેશ્વર દેવે કૃત, કારતિ આ બે કરણ અને મન-વચન, કાયા રૂપ ત્રણ યોગથી સ્થૂલ હિંસા અને દોષોના ત્યાગપૂર્વક અહિંસા વગેરેને પાંચ અણુવ્રત કહ્યાં છે. “આતુર પ્રત્યાખ્યાન'/૩ અનુસાર પ્રાણીવધ, મૃષાવાદ, અદત્તાદાન, પરસ્ત્રીસેવન તથા અપરિમિત કામના. આ પાંચથી અલ્પવિરતિ અણુવ્રત છે. ગુણવત જે અણુવ્રતના પાલનમાં ઉપકારી (ગુણકારી) અથવા સહાયક થાય છે. તેને ગુણવ્રત કહે છે. આચાર્ય સમંતભદ્રસ્વામીએ “શ્રી રત્નકરંડ શ્રાવકાચાર'માં દર્શાવ્યું છે કે, अनुबृंहणाद् गुणानामाख्यायन्ति गुणव्रतान्यार्या: ।। ६७ ॥ અર્થાત્ : ગુણોને વધારવાના કારણે આચાર્યગણ આ વ્રતોને ગુણવ્રત કહે છે. અભિધાન રાજેન્દ્રકોશમાં તેમ જ અન્ય જૈનાગમ ગ્રંથોમાં ૧) દિક્ પરિમાણ વ્રત, ૨). ભોગોપભોગ વિરમણ વ્રત અને ૩) અનર્થદંડ વિરમણ વ્રત, આ ત્રણ ગુણવ્રત કહ્યાં છે. શિક્ષાવત શિક્ષા એટલે શિક્ષણ અથવા તાલીમ. આત્માને સમભાવમાં રહેવા રૂપ વિશેષ પ્રકારની શિક્ષાથી (તાલીમથી) શિક્ષિત કરે તેને શિક્ષાવ્રત કહે છે. રિક્ષાના બે પ્રકાર છે- ગ્રહણશિક્ષા અને આસેવન શિક્ષા. ગ્રહણશિક્ષા જ્ઞાનપ્રાપ્તિ રૂપ છે. સૂત્રનો અભ્યાસ કરવો, તેના અર્થ જાણવા, તેનું ચિંતન- મનન કે પુનરાવર્તન કરવું તે ગ્રહણ શિક્ષા છે. આસેવન શિક્ષા અભ્યાસ રૂપ છે. સૂત્રમાં બતાવેલી ક્રિયાનો અભ્યાસ કરવો, ઉત્તરોત્તર ક્રિયાની શુધ્ધિ કરવી તે આસેવન શિક્ષા છે. શ્રાવકનું લક્ષ્ય છે શ્રમણધર્મની તરફ આગળ વધવું. આ વ્રતોમાં શ્રાવક શ્રમણધર્મનો અભ્યાસ અથવા શિક્ષા પ્રાપ્ત કરે છે. અતઃ તેને “શિક્ષાવ્રત' કહે છે. આ શિક્ષાવ્રત ચાર છે. ૧) સામાયિક વ્રત, ૨) Page #345 -------------------------------------------------------------------------- ________________ દેશાવગાશિક વ્રત, ૩) પૌષધોપવાસ વ્રત અને ૪) અતિથિ સંવિભાગ વ્રત. ‘ધર્મસંગ્રહ’ ૨/૨ તેમ જ ‘આતુર પ્રત્યાખ્યાન’–૨માં સાત શિક્ષાવ્રતોનો પણ નિર્દેશ કર્યો છે. કે જે ગુણવ્રતોને પણ નિત્ય અભ્યાસિક હોવાની અપેક્ષાથી શિક્ષાવ્રત કહ્યાં છે. વિવિધ ગ્રંથોમાં વ્રતોના ક્રમમાં ભિન્નતા જોકે અણુવ્રતોનાં નામ અને સંખ્યા બધા જ ગ્રંથોમાં સમાન છે પરંતુ ગુણવ્રતો અને શિક્ષાવ્રતોના ક્રમમાં ભિન્નતા જોવા મળે છે. ‘શ્રી ઉપાસક દશાંગ સૂત્ર’, ‘શ્રી યોગશાસ્ત્ર’, ‘શ્રી ઔપપાતિક સૂત્ર’, ‘નિગ્રંથ પ્રવચન’ અને શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર/વંદિતા સૂત્ર વગેરેમાં ગુણવ્રતો અને શિક્ષાવ્રતોના ક્રમ/નામ અભિધાન રાજેન્દ્રકોશ અનુસાર જ છે. ‘તત્ત્વાર્થ સૂત્ર’ તેમજ ‘સર્વાર્થ સિદ્ધિમાં ૧) દિવ્રત, ૨) દેશાવકાશિક વ્રત અને ૩) અનર્થદંડ વ્રત. આ ત્રણેને ગુણવ્રત અને ૧) સામાયિક, ૨) પૌષધોપવાસ, ૩) ભોગોપભોગ પરિમાણ અને૪) અતિથિસંવિભાગ. આ ચારને શિક્ષાવ્રત કહ્યાં છે. ‘શ્રીરત્નકદંડ શ્રાવકાચાર'માં ૧) દિત, ૨) અનર્થદંડ અને ૩) ભોગોપભોગ પરિમાણ વ્રત. આ ત્રણ વ્રતોને ગુણવ્રત અને ૧) દેશાવગાશિક, ૨) સામાયિક, ૩) પૌષધોપવાસ અને ૪) વૈયાવૃત્ય. આ ચારને શિક્ષાવ્રત કહ્યાં છે. ‘આતુર પ્રત્યાખ્યાન’ ૪-૫માં ૧) દિત, ૨) અનર્થદંડ અને ૩) દેશાવગાસિક વ્રતને ગુણવ્રત, તેમ જ ૧) ભોગોપભોગ પરિમાણ ૨) સામાયિક, ૩) અતિથિસંવિભાગ અને ૪) પૌષધોપવાસ. આ ચાર વ્રતને શિક્ષાવ્રત કહ્યાં છે. તેમ જ ‘સમણ સુત્ત’ (જૈન ધર્મ સાર)/શ્રાવકધર્મસૂત્રમાં પણ આ જ પ્રમાણે ક્રમ આપેલા છે. કાર્તિકેય અનુપ્રેક્ષામાં ૧) દિવ્રત ૨) અનર્થદંડ વિરમણ વ્રત, ૩) ભોગોપભોગ પરિમાણ વ્રત. આ ત્રણને ગુણવ્રત અને ૧) સામાયિક, ૨) પૌષધોપવાસ, ૩) અતિથિસંવિભાગ અને ૪) દેશાવગાસિક વ્રત. આ ચારને શિક્ષાવ્રત કહ્યાં છે. તેમ જ પદ્મનન્દ આચાર્યએ ‘ધર્માં રસાયનં'માં અહિંસા આદિ પાંચ અણુવ્રત, દિવ્રત, અનર્થદંડ વ્રત, અને ભોગોપભોગ પરિમાણ વ્રત. આ ત્રણ ગુણવ્રત. તેમ જ સામાયિક, પૌષધોપવાસ, અતિથિ સંવિભાગ અને અંતમાં સમાધિમરણ. આ ચાર શિક્ષાવ્રત બતાવ્યાં છે. અહીં વિવિધ આચાર્યોએ ક્રમમાં ભિન્નતા બતાવી છે પરંતુ એમાં વિરોધ કંઈ પણ નથી. પંડિત આશાધરે ‘ધર્મામૃત સાગાર'માં રાત્રિભોજન ત્યાગને છઠ્ઠું અણુવ્રત દર્શાવ્યું છે. જ્યારે બીજા આચાર્યોએ એને ભોગોપભોગ પરિમાણ વ્રતની અન્તર્ગત માન્યું છે. આ બાર વ્રતોને ગૃહસ્થ ધર્મ અથવા સાગારી ધર્મ કહ્યો છે. દેશવિરતિ, દેશસંયમ, સંયમાસંયમ અથવા અણુવિરતિ વગેરે તેનાં નામો છે. શ્રાવક : આગારસહિત આ વ્રતોના ધારક અને પાલક ‘શ્રાવક' કહેવાય. ‘શ્રૃગોતિ ધર્મસમ્મપામસૌ શ્રાવ તે।' અર્થાત્ : ધર્મ સંબંધી તત્ત્વનું શ્રવણ કરે તે શ્રાવક છે. દાન, શીલ, તપ, અને ભાવનાદિ શુભ યોગોથી અષ્ટ પ્રકારના કર્મ સમયે સમયે નિર્જરાવે ૩૨૪ = Page #346 -------------------------------------------------------------------------- ________________ તેને અને યતિ પાસેથી સમ્યક સમાચાર સાંભળે તેને શ્રાવક કહેવાય. વ્યાખ્યાકારોએ શ્રાવકના બે ભેદ પણ દર્શાવ્યા છે. ૧) સાભિગ્રહો અને ૨) નિરભિગ્રહા. અર્થાત્ સામાન્યથી વ્રતધારી અને વ્રત વિનાના એમ બે પ્રકારો છે, તથાપિ વિશેષથી તેઓના આઠ પ્રકારો થાય છે. કર્તવ્ય પાલનની અપેક્ષાએ શ્રાવકના ચાર પ્રકાર ૧) માતા-પિતા સમાન, ૨) ભાઈ સમાન, ૩) મિત્ર સમાન અને ૪) શૌક્ય સમાન. તેમ જ સ્વભાવની અપેક્ષાએ પણ શ્રાવકના ચાર પ્રકાર ૧) દર્પણ સમાન, ૨) પતાકા સમાન, ૩) સ્તંભ સમાન અને ૪) ખરકંટક સમાન છે. શ્રાવકનું બીજું નામ શ્રમણોપાસક છે. શ્રમણ સાધુ, ઉપાસક=ભક્ત. અર્થાત્ સાધુજીની સેવા ભક્તિ કરનાર. “શ્રી ઠાણાંગ સૂત્ર'માં ચાર પ્રકારના શ્રમણોપાસક કહ્યાં છે. શ્રાવકાચારના પ્રકારોના આધાર પર સાધારણત: જૈન શ્રાવકની ત્રણ શ્રેણિઓ બતાવી છે. પાક્ષિક, નૈષ્ટિક અને સાધક. ચર્યા નામનો ચોથો ભેદ પણ આમાં જોડ્યો છે, પણ એને પાક્ષિક શ્રાવકની અન્તર્ગત રાખી શકાય છે. અહિંસા પાલન કરવાવાળા શ્રાવક “પાક્ષિક' કહેવાય છે. શ્રાવકધર્મનું સમ્યક પરિપાલન કરવાવાળા શ્રાવક “નૈષ્ટિક' કહેવાય છે અને આત્માના સ્વરૂપની સાધના કરવાવાળા શ્રાવક “સાધક' કહેવાય છે. આધ્યાત્મિક સાધકની દષ્ટિથી શ્રાવકના આ ત્રણ વર્ગ અથવા સોપાન છે. શ્રાવક પદની પ્રાપ્તિ બે પ્રકારે થાય. નિશ્ચયમાં મોહનીયકર્મની ૧૧ પ્રકૃતિઓનો ક્ષયોપશમ થવાથી અને વ્યવહારમાં ૨૧ ગુણ, ૨૧ લક્ષણ અને ૧૨ વ્રત, ૧૧ પ્રતિમા આદિ ગુણોનો સ્વીકાર કરવાથી. શ્રાવકના એકવીસ ગુણો ધર્મરત્ન પ્રકરણ’, ‘શ્રાદ્ધવિધિ પ્રકરણ' આદિ ગ્રંથોમાં શ્રાવકના એકવીસ ગુણોનું કથન કરવામાં આવ્યું છે. જેમ કે, અક્ષુદ્ર, રૂપવાન, પ્રકૃતિસૌમ્ય, લોકપ્રિય, અકૂર, ભીરૂ, અશઠ, સુદાક્ષિણ્ય, લજજા, દયાળુ, મધ્યસ્થ, ગુણરાગી, સત્કથક, સુપક્ષયુક્ત, સુદીર્ઘદર્શી, વિશેષજ્ઞ, વૃદ્ધાનુરાગ, વિનીત, કૃતજ્ઞ, પરહિતાર્થકારી તેમ જ લબ્ધલક્ષ્ય. ઉપર પ્રમાણે એકવીસ ગુણયુક્ત જે હોય તેને ઉત્તમોત્તમ જૈનધર્મ રૂપ ધર્મરત્નને ગ્રહણ કરવામાં યોગ્ય કહ્યો છે. સમ્યકત્વ સમ્યકત્વ' તે સાધનાનું પ્રથમ સોપાન છે. જિનેન્દ્રદેવે સાગાર અને અનગાર અર્થાત્ ગૃહસ્થધર્મ અને મુનિધર્મના ભેદથી ધર્મનું પ્રરૂપણ બે પ્રકારથી કર્યું છે. આ બન્ને ધર્મનો ધારક શ્રાવક તેમ જ મુનિમાં પણ આપ્ત, આગમ અને તત્ત્વની સાચી શ્રદ્ધારૂપે સમ્યકત્વની મુખ્યતા છે. સમ્યકત્વ વિના સાગાર અને અનગારનું પોતાનું કોઈ મહત્ત્વ જ નથી. એટલા માટે પ્રથમ આચાર્યોએ સમ્યકત્વનું વર્ણન કર્યું છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર' ૨/૨૮/૧૫માં સમ્યકત્વનું સ્વરૂપ દર્શાવતાં કહ્યું છે કે, तहियाणं तु भावाणं, सब्भावे उवओसणं । भावेणं सद्दहंतस्स, सम्मतं तं वियाहियं ॥ १५॥ Page #347 -------------------------------------------------------------------------- ________________ અર્થાત્ યથા તથ્ય (વાસ્તવિક) ભાવોના અસ્તિત્વની સ્વાભાવિક રીતે અથવા અન્યના ઉપદેશથી શુદ્ધ ભાવથી તેના ઉપર શ્રદ્ધા રાખવી તેનું નામ સમ્યકત્વ. તત્વાર્થ શ્રદ્ધાને સચદર્શનમ્ ' નવ તત્ત્વોની યથાર્થ શ્રદ્ધા અથવા અરિહંતદેવ, નિગ્રંથ ગુરુ અને કેવલી પ્રરૂપિત ધર્મની શ્રદ્ધા તે સમ્યદર્શન છે. અથવા વસ્તુ તત્ત્વના યથાર્થ દર્શનને સમ્યક્રદર્શન કહે છે. એટલે સાચી, અને દર્શન એટલે શ્રદ્ધા, સાચી શ્રદ્ધા તે સમ્યકદર્શન છે. જે ભાવો જેવા છે તેને તે રૂપે જાણીને શ્રદ્ધા કરવી તેનું નામ સમ્યકદર્શન છે. જે પદાર્થ જેવા સ્વરૂપે છે, તેને તેવા સ્વરૂપે જાણે, શ્રદ્ધ, પ્રરૂપે તે સમકિત કહેવાય. સમકિતની પ્રાપ્તિ બે પ્રકારે થાય છે. ૧) નિસર્ગથી એટલે સ્વભાવથી અને ૨) અધિગમથી એટલે ગુર્નાદિકના ઉપદેશથી. નિશ્ચયમાં અનતાનુબંધી ચતુષ્ક અને દર્શન-મોહનીયની ત્રણ પ્રકૃતિ, એ સાત પ્રકૃતિનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ થવાથી ક્ષાયિક, ઉપશમ કે ક્ષયોપશમ સમકિતની પ્રાપ્તિ થાય છે. મિથ્યાત્વના ત્યાગથી મોહનીય કર્મનો ક્ષય/ઉપશમ/ક્ષયોપશમ થવાથી પ્રશમ આદિ લક્ષણપૂર્વક જિનોક્ત તત્ત્વોમાં શ્રદ્ધારૂપ શુભ આત્મપરિણામની પ્રાપ્તિ થવાથી નિમ્નાકિત વિધિનિષેધરૂપ આચારનું પાલન શ્રાવકનું સમ્યકત્વ વ્રત છે. સુદેવ, સુગુરુ, સુધર્મમાં શ્રદ્ધા રાખવી. કુદેવ, કુગુરુ, કુધર્મનો ત્યાગ કરવો. અન્ય તીર્થિક, ચરક, સંન્યાસી, ભિક્ષુ વગેરે અન્ય ધર્મના સાધુઓ, તેમના દેવો તેમના ચૈત્ય, તે ધર્મમાં સ્વીકારેલી મૂર્તિઓને વંદન નમસ્કાર કરવા નહિ. તેમની સાથે આલાપ-સંલાપ, આહાર-દાન વગેરે કરવા નહિ. આગાર શ્રાવકોના વ્રતો અણુવ્રત છે, તેના ગૃહસ્થ જીવનના વ્યવહારમાં કોઈ પણ પ્રકારે વિસંવાદ ન થાય, પરસ્પરના વ્યવહારમાં સમાધિભંગ ન થાય તે માટે શ્રાવક વ્રતોમાં આગાર હોય છે. આગાર એટલે સંકટમાં સહાયતા, છૂટ, અપવાદ વગેરે અર્થ થાય. કોઈ તેને છીંડી પણ કહે છે. અત્યંત ગાઢ કારણોથી કુદેવ, કુગુરુ અને કુધર્મનો આદર સત્કાર કરવો પડે ત્યારે શાસ્ત્રોમાં છ પ્રકારનાં આગાર બતાવ્યાં છે. તે આગાર વડે પ્રતિજ્ઞાભંગથી બચાય છે. “શ્રી આવશ્યક સૂત્ર'માં નીચે પ્રમાણે છ આગારનાં નામ દર્શાવ્યા છે, જેમ કે : ૧) રાજાના હુકમથી, ૨) સંઘ-સમાજના દબાણથી, ૩) બળવાન વ્યક્તિ કે સૈન્યના ભયથી, ૪) દેવતાના ભયથી કે દબાણથી, ૫) ગુરુ કે વડીલોના આદેશથી અને ૬) આજીવિકા-નોકરીમાં માલિકની આજ્ઞાથી અથવા વિકટ પરિસ્થિતિમાં. વગેરે કારણોથી છૂટ લેવી પડે, તો વ્રતભંગ થતું નથી. અતિચાર વ્રત ધારણ કરવા કઠિન છે, પણ વ્રતનું દઢતાથી પાલન કરવું તે તેનાથી વિશેષ કઠિન છે. વ્રતના યથાર્થ પાલન માટે વ્યક્તિએ ક્ષણે ક્ષણે જાગૃત રહેવું પડે છે. બાધક પરિસ્થિતિમાં પણ વ્રત પાલનમાં અવિચલ રહેવાનું હોય છે. સ્વીકારેલા વ્રતમાં સ્થિરતા રહે, ઉપાસકના ભાવોમાં ન્યૂનતા ન આવે તેના માટે જૈન સાધના પદ્ધતિમાં અતિચાર વર્ષનરૂપ સુંદર ઉપાયનું સૂચન કર્યું છે. Page #348 -------------------------------------------------------------------------- ________________ અતિચાર એટલે વ્રતમાં સ્ખલના અથવા આંશિક મલિનતા આવવી. અતિચારોની સીમા જ્યારે આગળ વધી જાય ત્યારે અતિચાર અનાચારમાં પણ પરિવર્તિત થઈ જાય છે. અનાચારનો અર્થ છે લીધેલા વ્રતનું ખંડિત થયું. તેથી ઉપાસકોએ અતિચારનું યથાવત્ સ્વરૂપ સમજીને જાગૃતિ અને આત્મબળ સાથે તેનો ત્યાગ કરવો. વ્રતને સુરક્ષિત રાખવા માટે અતિચાર છોડવા અતિ આવશ્યક છે. સમ્યક્ત્વના પાંચ અતિચાર ભગવાન મહાવીરે આનંદ શ્રાવકને સર્વપ્રથમ સમ્યક્ત્વના પાંચ અતિચાર કહ્યા, અને તેનું આચરણ ન કરવાનો ઉપદેશ આપ્યો. તું બહા-સંગ, વા, વિતિનિચ્છા, પર૫ાસંડપસંસા, પરષાસંભંથવો | અર્થાત્ તે અતિચાર આ પ્રમાણે છે. શંકા, કાંક્ષા, વિચિકિત્સા, પરપાસંડ પ્રશંસા તથા પરપાસંડ સંસ્તવ.૬ સમ્યક્ત્વના પાંચ અતિચારનું સંક્ષેપમાં વિવેચન નીચે પ્રમાણે છે. (૧) શંકા – દેવ, ગુરુ, કે ધર્મનાં સ્વરૂપ, વચનો તથા તેમના આચરણ વિષયક શંકા થવી. સર્વજ્ઞ દ્વારા કથિત આત્મા, સ્વર્ગ, નરક, પુણ્ય-પાપ, બંધ-મોક્ષ વગેરે તત્ત્વોમાં સંદેહ થવો તે શંકા છે. (૨) કાંક્ષા - સામાન્ય રીતે કાંક્ષાનો અર્થ ઈચ્છા થાય છે પરંતુ પ્રસ્તુતમાં તેનો અર્થ છે બહારનો દેખાવ, આડંબર અથવા બીજા પ્રલોભનથી પ્રભાવિત થઈને અન્ય મતની ઈચ્છા કરવી. (૩) વિચિકિત્સા - ધર્મ-કરણીનાં ફળનો સંદેહ થવો. (૪) પરપાખંડ પ્રશંસા પર એટલે જૈન સિવાયના બીજા ૩૬૩ પાખંડી મતની સારંભી ક્રિયા, મિથ્યાડંબર, અજ્ઞાનકષ્ટ આદિની પ્રશંસા કરવી. (અન્ય મતાવલંબીઓની પ્રશંસા કરવી) (૫) પરપાષંડ સંસ્તવ સંસ્તવનો અર્થ ઘનિષ્ઠ સંપર્ક અથવા નિકટતાપૂર્ણ પરિચય. પર મતાવલંબીઓ સાથે ધાર્મિક દૃષ્ટિએ ગાઢ પરિચય, સંપર્ક રાખવો. શ્રદ્ધાવાન શ્રાવકે સમ્યક્ત્વના પાંચ અતિચારોને યથાર્થરીતે જાણીને તેનો ત્યાગ કરવો. પહેલું વ્રત સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત (પહેલું અણુવ્રત) દેશવિરતિ ધર્મનું પ્રથમ વ્રત સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત છે. પ્રાણાતિપાત=પ્રાણ અતિપાત. પ્રાણનો અતિપાત એટલે નાશ કરવો તેને પ્રાણાતિપાત અથવા હિંસા કહે છે. - - - + સંસારી જીવોની જીવંત શક્તિ જેના દ્વારા પ્રવાહિત થાય, જીવ જેના માધ્યમથી જીવે છે, તે પ્રાણ છે. પાંચ ઈન્દ્રિયોના પાંચ પ્રાણ, મનબલ પ્રાણ, વચનબલ પ્રાણ, કાયબલ પ્રાણ, શ્વાસોચ્છ્વાસ અને આયુષ્યબલ પ્રાણ, આ દશ પ્રાણમાંથી જે જીવોને જેટલા પ્રાણ પ્રાપ્ત થયા હોય તે પ્રાપ્ત પ્રાણનો નાશ કરવો તેને પ્રાણાતિપાત અથવા હિંસા કહે છે. શ્રાવકને ગૃહસ્થ જીવનના વ્યવહાર સાથે વ્રતનું પાલન કરવાનું હોવાથી તેઓ સર્વ પ્રકારે હિંસાનો ત્યાગ કરી શકતા નથી, તેઓ ‘ભૂત્તાઓ પાળાવાયાગો વેરમાં' સ્થૂલ હિંસાથી વિરત થાય છે. સ્કૂલ હિંસાનો ત્યાગ કરે છે. ‘રત્નકરંડશ્રાવકચાર’માં આચાર્ય સમંતભદ્ર પ્રથમ અહિંસા અણુવ્રતની પરિભાષા આપતાં દર્શાવે છે કે, = ૩૨ = Page #349 -------------------------------------------------------------------------- ________________ संकलपात् कृत कारित मननाद्योगत्रयस्य चरसत्त्वान् । न हिनस्ति यत्तदाहुः स्थूलवधाद्विरमणं निपुणाः ।। ५३ ।। અર્થાત્ : મનવચન કાયના કૃત કારિત અનુમોદના રૂપ સંકલ્પ વડે દ્વિન્દ્રિયાદિક ત્રસ પ્રાણીઓનો જે ગૃહસ્થ ઘાત-વધ ન કરે તેને નિપુણ ગણધરદેવ સ્થૂલ હિંસાથી વિરક્ત કહે છે. હિંસાના બે પ્રકાર છે : સંકલ્પી અને આરંભી હિંસા. તેમાંથી શ્રાવક સંકલ્પી હિંસાના પચ્ચકખાણ બે કરણ અને ત્રણ યોગથી કરે છે. શ્રાવક સ્થાવર જીવોની હિંસા, આરંભી હિંસા અને અપરાધી જીવોની હિંસાનો ત્યાગ કરતાં નથી. શ્રાવકને ત્રસ જીવોની હિંસાના ત્યાગમાં સંકલ્પી હિંસા, નિરપરાધી અને નિરપેક્ષ જીવોની હિંસાનો જ ત્યાગ હોય છે. તેમ જ પૃથ્વી આદિ સ્થાવર જીવોની જતના કરવી. શ્રાવકોના શૂલપ્રાણાતિપાત વિરમણ વ્રતમાં શ્રાવકોનો ત્યાગ સાધુની અપેક્ષાએ અત્યંત અલ્પ હોય છે. પરંપરાનુસાર સાધુની દયા વીસ વસાની હોય છે, જ્યારે શ્રાવકોની દયા ફક્ત સવા વસાની જ હોય છે. શ્રાવકો પોતાની ઈચ્છા, અનુકૂળતા અને ક્ષમતાનો વિચાર કરી વ્રતનો સ્વીકાર કરે છે. “શ્રી ભગવતી સૂત્ર' ૮/પમાં તેમ જ “શ્રી આવશ્યક સૂત્ર'ના વ્યાખ્યા ગ્રંથોમાં શ્રાવક વ્રત ગ્રહણ કરવાના ૪૯ ભંગ કહ્યા છે. પાપકારી પ્રવૃત્તિ ત્રણ કરણ અને ત્રણ યોગથી થાય છે. કરણ ત્રણ છે-કરવું, કરાવવું અને અનુમોદના આપવી. યોગ ત્રણ છે. મન, વચન અને કાયા. તેનો પરસ્પર સંયોગ થતાં શ્રાવક વ્રતના ભાંગા વ્રત ગ્રહણની અપેક્ષાએ અલગ અલગ થાય છે. જેનો વિસ્તાર “ધર્મ સંગ્રહમાં દર્શાવ્યો છે. સૌથી મોટો આંકડો સત્તાવીસ અંકોનો છે. | ‘નિગ્રંથ પ્રવચનમાં શ્રી જૈન દિવાકર પંડિતમુનિ શ્રી ચૌથમલજી મહારાજે નિરર્થક હિંસાથી બચવા શ્રાવકનું કર્તવ્ય કેવું હોય તે સમજાવતાં કહે છે કે, શ્રાવક નિરર્થક હિંસાથી બચવા માટે સંપૂર્ણ સાવધાન રહે છે. તે સંસારનું દરેક કાર્ય એ રીતે કરે છે કે, જેનાથી વધારેમાં વધારે હિંસાથી બચી શકે, દા.ત. સાચો શ્રાવક રાત્રે ભોજન બનાવતો નથી, રાત્રિભોજન કરતો નથી, ધારવાળા સાવરણાથી જમીન સાફ કરતો નથી, કારણ કે એ પ્રમાણે કરવાથી ત્રસ જીવોની હિંસા થવાની શક્યતા રહે છે. એ જ રીતે મળ-મૂત્ર વગેરે અશુચિ પદાર્થો દ્વારા સંડાસમાં શૌચક્રિયા કરવી પણ યોગ્ય નથી. કારણ કે એનાથી અસંખ્ય સંમૂર્છાિમ જીવોની ઉત્પત્તિ થાય છે. માંકડ વગેરે જીવોને મારવા માટે કપડાં, પાટ, પાટલા, પલંગ વગેરેને ગરમ પાણીમાં નાખવા કે બીજી રીતે એમની નિર્દયતાથી હિંસા કરવી એ પણ શ્રાવકનું યોગ્ય કર્તવ્ય નથી. ચૂલા, ઘંટી, વસ્ત્ર, વાસણ વગેરે ઘરવખરી જોયા વિના ઉપયોગમાં લેવાથી ત્રસ જીવોની હિંસા થાય છે. માટે સારી રીતે જોઈને દરેક વસ્તુ ઉપયોગમાં લેવી. રસોડામાં, પાણિયારા, ભોજનગૃહ, કોઠાર વગેરે જગ્યા પર ચંદરવા બાંધવાથી જીવહિંસાથી બચી શકાય. દૂધ, દહીં, ઘી, તેલ, છાશ વગેરેનાં વાસણો ખુલ્લા રાખવા નહિ. Page #350 -------------------------------------------------------------------------- ________________ વિચારશીલ શ્રાવક પાણીના ઉપયોગમાં પણ વિવેકથી કામ કરે છે. પાણીના એક ટીપામાં કેવળી ભગવાને અસંખ્યાતા જીવો કહેલા છે. ભાગવત પુરાણમાં પણ કહ્યું છે કે, सूक्ष्मानि जंतूनि जलाश्रयानि, जलस्य वर्णाकृति संस्थितानि। तस्माज्जलं जीवदया निमितं, निग्रंथशूरा: परिवर्जयन्ति । અર્થાત્ : પાણીના જેવા જ રંગવાળા અનેક સૂક્ષ્મ જીવો પાણીમાં રહે છે. તેથી જ નિગ્રંથ મુનિઓએ જીવદયા નિમિત્ત સચેત પાણી, તથા અણગળ પાણી વાપરવું તેમ જ પીવું નહિ. મહાભારત આદિ ગ્રંથોમાં પણ પાણી ગાળવા માટે કહ્યું છે કે, ૨૦ આંગળ પહોળું અને ૩૦ આંગળ લાંબું એવું વસ્ત્ર બેવડું કરીને તેના વડે ગળાયેલું પાણી પીવું. પાણી ગાળતાં ગરણાંમાં રહી ગયેલાં જીવોને જે ઠેકાણેથી પાણી ભરી લાવ્યા હોઈએ તે જ પાણીમાં પાછા નાખી દેવા. આ વિધિ સાચવી પાણી પીનારા પરમગતિને પામે છે. સારાંશ એ છે કે, સ્થાવર જીવોની હિંસાથી સર્વથા નિવૃત્ત ન થઈ શકાય પરંતુ તેમાં શ્રાવકે મર્યાદા રાખવી અને યતનાપૂર્વક કામ કરવું. તેમ જ સ્થાવર જીવોની પ્રયોજન વગરની હિંસાથી બચવાનો હંમેશાં પ્રયત્ન કરવો. સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રતના અતિચાર | ‘તત્ત્વાર્થ સૂત્ર’ ૭/૨૫ અનુસાર પ્રથમ વ્રતના પાંચ અતિચાર “ન્યવધષ્ઠાતમારા પાપાન નિરોધ:' અર્થાત્ : બંધ, વધ, છેદ, અતિભાર રોપણ, અન્નપાન નિરોધ છે. ‘નિગ્રંથ પ્રવચન’ તેમ જ “શ્રી આવશ્યક સૂત્ર અનુસાર પ્રથમ વ્રતના પાંચ અતિચાર નીચે પ્રમાણે છે. જેમ કે, (૧) બંધ ક્રોધને વશ થઈને કોઈ જીવને બાંધવો. બંધ બે પ્રકારના છે. ૧) દ્વિપદ = મનુષ્ય, નોકર, ચાકર વગેરે અને ૨) ચતુષ્પદ = પશુ, પક્ષી વગેરે. એ બન્નેના ભેદના પણ બે ભેદ છે. ૧) સાર્થક બંધ અને ૨) નિરર્થક બંધ. નિરર્થક બંધ શ્રાવક માટે ત્યાજ્ય છે. સાર્થક બંધના બે ભેદ છે. ૧) સાપેક્ષ બંધ અને ૨) નિરપેક્ષ બંધ. ઢીલી ગાંઠ વગેરેથી બાંધેલું એ સાપેક્ષ બંધ છે. અને ગાઢ બંધનથી બાંધવું એ નિરપેક્ષ બંધ છે. શ્રાવકે પશુ વગેરેને સહેલાઈથી બંધન છોડી શકાય એવી યોગ્ય રીતે બાંધવા જોઈએ. વધ – કષાયના આવેશથી લાકડી, ચાબુક વગેરેથી મારવાં એ વધ નામનો અતિચાર છે. વધના પણ સાપેક્ષ અને નિરપેક્ષ ભેદથી બે ભેદ છે. શ્રાવકે નિરપેક્ષ વધનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. (૩) છવિચ્છેદ – ક્રોધાવેશમાં પ્રાણીનાં અંગ-ઉપાંગને કાપવા, છેદવા. મનોરંજન માટે કૂતરા વગેરે પાળેલા પશુઓનાં પૂછડું, કાન આદિ કાપવાં વગેરે ક્રિયાનો સમાવેશ આ અતિચારમાં થાય છે. Page #351 -------------------------------------------------------------------------- ________________ (૪) અતિભાર – પશુ, નોકર, આદિ પાસેથી તેની શક્તિ ઉપરાંત કામ લેવું. આજની ભાષામાં નોકર, મજૂર, અધિકૃત કર્મચારી પાસેથી વધારે કામ લેવું અને પગાર ઓછો આપવો. ભક્તપાન વ્યવચ્છેદ – ક્રોધને વશ થઈને પોતાના આશ્રિત મનુષ્ય અને પશુ વગેરેને સમયસર ભોજન, ખોરાક, પાણી ન આપવાં. એ ભક્તપાન વ્યવચ્છેદ અતિચાર છે. આજની ભાષામાં પોતાના નોકરચાકરને સમયસર પગાર ન આપવો. પગારમાં કાપ મૂકવો વગેરે પ્રવૃત્તિઓ આ અતિચારમાં આવી જાય છે. આજે સામાજિક પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. નિર્દયતા, ક્રૂરતા, અત્યાચાર વગેરે પ્રવૃત્તિ વિવિધરૂપે પ્રતીત થાય છે. માટે શ્રાવકે પોતાની દૈનિક જીવનચર્યાને સૂક્ષ્મતાથી જોઈ-તપાસીને અતિચારના મૂળભાવને ગ્રહણ કરવા જોઈએ અને નિર્દયતાવાળા કાર્યને છોડી દેવા જોઈએ. આમ પાંચ અતિચાર જાણીને તેને ત્યજવા. અહિંસા અણુવ્રતનું ફળ સમ્યક્ રીતે આરાધના કરવાથી સુખદાયી લાંબું આયુષ્ય, ઉત્તમ રૂપ, નીરોગતા, પ્રશંસનીયતા, જય અને ઐશ્વર્યાદિ અનેક સુખો પ્રાપ્ત થાય છે.’ બીજું વ્રત – સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત (બીજું અણવત) આચાર્ય સમતભદ્ર “રત્નકરંડ શ્રાવકાચાર'માં બીજા અણુવ્રતની પરિભાષા દર્શાવતા કહે છે કે, स्थल मलीकं न वदति न परान्वादयति सत्यमपि विपदे । यत्तद्वदन्ति सन्त: स्थूल मृषावाद वैरमणम् ।।५५ ।। અર્થાત્ : સ્કૂલ અસત્ય પોતે ન બોલે અને પરને ન બોલાવે તથા જે વચનથી પોતાને અને અન્યને આપદા આવે એવું સત્ય પણ ન કહે તેને પુરુષો સ્થૂલ અસત્યનો ત્યાગ કહે છે. શ્રી સ્થાનાંગ સૂત્ર'માં જૂઠું બોલવાનાં દસ કારણો આપ્યાં છે. જેમ કે ગૃહસ્થ ક્રોધ, માન, માયા, લોભ વગેરેને કારણે જૂઠું બોલે છે. બીજાં કેટલાંક સત્યવચન પણ અસત્યવચન જેવાં જ હોય છે. જેમ કે આંધળાને આંધળો, કાણાને કાણો કહે, ઈત્યાદિ વચન યદ્યપિ સત્ય છે તોપણ તે વચનો મનુષ્યને દુ:ખપ્રદ હોવાથી ભગવાને તેવાં વચનોને જૂઠામાં ગયાં છે. પરંતુ અહિંસાની ઉપાસના માટે સત્યની ઉપાસના અનિવાર્ય છે. સત્ય વગર અહિંસા નહિ અને અહિંસા વગર સત્ય નહિ. આ બન્ને એકબીજાના પૂરક છે. તોપણ ગૃહસ્થ જીવનમાં જૂઠનો સર્વથા ત્યાગ અસંભવ છે. એટલા માટે તેઓ સ્કૂલ જૂઠનો ત્યાગ કરે છે. શ્રી આવશ્યક સૂત્ર'માં સ્થૂલ મૃષાને સમજાવતા કહ્યું છે કે, સ્થૂલ મૃષા એટલે મોટું જૂઠ. અકારણ કોઈને દંડિત થવું પડે, નુકસાની થાય, રાજ્ય તરફથી મોટો અપરાધ ગણીને સજા આપવામાં આવે. લોકોમાં નિંદા થાય, કૂળ, જાતિ અથવા ધર્મ કલંકિત થાય. આ પ્રકારના અસત્ય વચનનું ઉચ્ચારણ થાય તે મોટું જૂઠ કહેવાય છે. તેમ જ જે વચન બોલવાથી કોઈના પ્રાણ સંકટમાં આવી જાય તેવું જૂઠ પણ સ્થૂલ મૃષામાં આવે છે. શ્રાવકને માટે પાંચ પ્રકારના સ્થૂલ અસત્ય કહ્યાં છે. શ્રી ઉપાસકદશાંગ સૂત્ર', 'શ્રી આવશ્યક સૂત્ર', અભિધાન રાજેન્દ્રકોશ અને સાવયપણતિ Page #352 -------------------------------------------------------------------------- ________________ વગેરે ગ્રંથો અનુસાર કન્યા-અલિક, ગો-અલિક અને ભૂમિ-અલિક અર્થાત્ ૧) કન્યા-વરના રૂપ ગુણ સંબંધી, ૨) ગાય-પશુ સંબંધી, ૩) ભૂમિ-સંપત્તિ સંબંધી જૂઠું બોલવું, ૪) કોઈની થાપણ લઈ લેવી અને ૫) જૂઠી સાક્ષી આપવી. આ રીતે પાંચ પ્રકારના સ્થૂલ મૃષાવાદનો શ્રાવકે ત્યાગ કરવાનો હોય છે. જે બોલવાથી બીજાને પીડા, અતિપીડા કે અતિક્લેશ થાય અથવા અનર્થ થાય, તે પણ સ્થૂલ મૃષાવાદ છે. શ્રાવક તેનો પણ ત્યાગ કરે છે આમ શ્રાવક તેનાં પ્રત્યાખ્યાન બે કરણ અને ત્રણ યોગે કરે છે. અવશેષ મૃષા : સ્થૂલ મૃષાવાદનો ત્યાગ કરવા છતાં શ્રાવક ગૃહસ્થ જીવનમાં કેટલાક અસત્યનો ત્યાગ કરી શકતા નથી. તે અવશેષ મૃષા છે. તેના માટે ભૂલથી, આદતથી, હાસ્યવિનોદથી, ભય સંજ્ઞાથી, પોતાના પ્રાણની રક્ષા અથવા સંપત્તિની રક્ષા માટે, સ્વજન, પરિજન વગેરેની સુરક્ષા માટે અથવા વ્યાપારમાં અસત્ય વચનનું ઉચ્ચારણ થઈ જાય તો તેનો આ વ્રતમાં આગાર હોય છે. તેનો શ્રાવકને ત્યાગ હોતો નથી. સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રતના અતિચાર ‘શ્રી ઉપાશકદશાંગ સૂત્ર’, ‘શ્રી આવશ્યક સૂત્ર’ આદિ અનુસાર સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રતના પાંચ અતિચાર નીચે પ્રમાણે છે. - (૧) સહસાભ્યાખ્યાન – સહસાનો અર્થ એકાએક છે. કોઈ વાત વિચાર્યા વગર ભાવાવેશમાં આવી જલદી કહી દેવી. વિચાર કર્યા વિના કોઈ પર એકાએક ખોટો આક્ષેપ કરવો. અથવા મિથ્યા કલંક લગાડવું. જેમ કે તું ચોર છે, તું પરસ્ત્રીગામી છે. વગેરે કહેવું ‘સહસાભ્યાખ્યાન' કહેવાય છે. (૨) રહસ્યાભ્યાખ્યાન - રહપ્નો અર્થ એકાંત છે. તેનાથી રહસ્ય શબ્દ બન્યો છે. રહસ્ય એટલે ગુપ્ત વાત. એકાંતની વાત. જેમ કે રાજ્ય આદિ કાર્ય સંબંધી ગુપ્ત વાતોને વગર જરૂરી અજાણતાં પ્રગટ કરવી, વિશ્વસ્ત વ્યક્તિની ગુપ્ત વાત પ્રગટ કરવી. કોઈની પણ ગુપ્ત વાત, ગુપ્ત મંત્રણા વગેરે પ્રગટ કરવા ‘રહસ્યાભ્યાખ્યાન' છે. (૩) સ્વદાર મંત્રભેદ – વિશ્વાસપાત્ર સમજીને પોતાની પત્નીએ કહેલી કોઈ છાની વાત જાહેર કરવી એ સ્વદારા મંત્રભેદ અતિચાર છે. કારણ કે જેની વાત પ્રગટ થાય છે તેને પોતાની ગુપ્તતા ખુલ્લી પડવાથી દુ:ખ થાય છે. પોતાની દુર્બળતા પ્રગટ થવાથી તે લજ્જિત થાય છે. (૪) મૃષોપદેશ ખોટી ફરિયાદ કરવી અથવા ખોટો ઉપદેશ આપવો તે મૃષા ઉપદેશ છે. વિષયની સત્યતા, અસત્યતા, હિતકારકતા, અહિતકારકતા વગેરેનું જ્ઞાન ન હોવા છતાં અન્યને તદ્વિષયક સલાહ આપવી, ખોટે રસ્તે ચઢાવવું વગેરે મૃષા ઉપદેશ અતિચાર છે. (૫) ફૂટલેખકરણ – ખોટા લેખ લખવા, ખોટા દસ્તાવેજ બનાવવા, ખોટા હસ્તાક્ષર કરવા વગેરે પ્રવૃત્તિ ‘ફૂટલેખકરણ’ કહેવાય. ખોટી મહોર, હસ્તાક્ષર દ્વારા જૂઠી લિખાપટ્ટી કરવી તેમ જ ખોટા સિક્કા ચલાવવા વગેરે ફૂટલેખ ક્રિયા છે. શ્રાવકે આ પાંચ અતિચારો જાણીને તેનો ત્યાગ કરવો. ભિન્ન ભિન્ન ગ્રંથોમા આ પાંચ = ૩૩૧) => Page #353 -------------------------------------------------------------------------- ________________ અતિચારામાં શબ્દભેદ જોવા મળે છે. પરંતુ ભાવની દષ્ટિએ સમાનતા છે. જે નીચે પ્રમાણે છે. | ‘તત્ત્વાર્થ સૂત્ર' - ૭/૧૨માં ૧) મિચ્યોપદેશ, ૨) રહસ્યાભ્યાખ્યાન, ૩) કૂટલેખ ક્રિયા, ૪) ન્યાસાપહાર અને ૫) સાકારમ– ભેદ. - “રત્નકરંડ શ્રાવકાચાર'/૫૬માં ૧) પરિવાદ (મિથ્થોપદેશ), ૨) રહોભ્યાખ્યાન, ૩) પૈશુન્ય, ૪) કૂટલેખકરણ અને ૫) ન્યાસાપહાર. ‘ન્યાયશાસ્ત્ર' ૩/૯૧માં ૧) મિચ્યોપદેશ, ૨) સહસાભ્યાખ્યાન, ૩) ગુહ્યભાષણ, ૪) સાકારમંત્ર ભેદ, ૫) કૂટલેખ. સત્ય અણુવ્રતનું ફળ : જૈન તત્ત્વપ્રકાશમાં આ વ્રતનું ફળ દર્શાવતા કહ્યું છે કે, સત્ય સઘળા સદ્ગુણોને ખેંચી લાવે છે. સત્યવંત સર્વનો વિશ્વાસ પાત્ર હોય છે. અથર્વવેદ મંડુકોપનિષદ્ધાં કહ્યું છે કે “સત્યમેવાયતે I નામૃત અર્થાત્ સત્યનો જ જ્ય છે, અસત્યનો નહિ. પાતંજલ યોગદર્શનમાં પણ દર્શાવ્યું છે કે, “સત્યપ્રતિથિન્ ક્રિયાપત્તાશયત્વ' એટલે કે સત્ય આચનાર જે કંઈ કહે તે પ્રમાણે ક્રિયાનું પરિણામ આવે છે. આમ સત્યવંત આલોકમાં નરેન્દ્ર દેવેન્દ્રનો પૂજ્ય હોય છે અને ભવિષ્યમાં પણ ઈષ્ટ, મિષ્ટ, પ્રિય, આદેય વચની અને સ્વર્ગ મોક્ષનાં સુખોનો ભોક્તા બને છે. ત્રીજું વ્રત - સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત (ત્રીનું અણુવ્રત) - જેના પર પોતાનું સ્વામિત્વ નથી, એવી કોઈ પણ પરાઈ વસ્તુને તેના સ્વામી આદિની રજા વિના ગ્રહણ કરવું અદત્તાદાન/ચોરી છે. રત્નકરંડ શ્રાવકાચાર'માં અચૌર્યાણુ વ્રતની પરિભાષા આપતા કહ્યું છે કે, निहितं वा पतितं वा सुविस्मृतं वा परस्वमविसृष्टं । न हरति यन्न च दत्ते, तदकृशचौर्यादुपारमणं ।। ५७ ।। અર્થાત્ : જે રાખેલું તથા પડેલું અથવા ભૂલેલું અથવા ધરોહર રાખેલી, પરદ્રવ્યને ન ચોરે, ન બીજાને આપે તે સ્થૂલચોરીથી વિરક્ત થવું અર્થાત્ અચૌર્યાણું વ્રત છે. શ્રાવક તૃતીય અણુવ્રતમાં સ્થૂલચોરીનો ત્યાગ બે કરણ અને ત્રણ યોગથી કરે છે. આ વ્રતને અચૌર્યાણું વ્રત અથવા અસ્તેયાણું વ્રત પણ કહે છે. “શ્રી આવશ્યક સૂત્ર'માં સ્થૂલ અદત્તાદાનને સમજાવતાં દર્શાવ્યું છે કે, સ્થૂલ અદત્તાદાન બે પ્રકારથી છે: ૧) સચિત્ત અને ૨) અચિત્ત. સચિત્ત-દ્વિપદ, ચતુષ્પદ, ક્ષેત્રાદિનું ગ્રહણ. અચિત્ત=વસ્ત્ર, સુવર્ણ, રત્નાદિનું ગ્રહણ. સ્થૂલ અદત્તાદાન વિરમણ ધારક શ્રાવક સચિત્ત, અચિત્ત બન્ને પ્રકારની સ્કૂલ ચોરીનો ત્યાગ કરે છે. તેમ જ મોટી ચોરી જેમ કે ૧) દીવાલ અથવા દરવાજા તોડીને ચોરી કરવી, ૨) પેટી, પટારા ખોલીને તેમાંથી સામાન લેવો, ૩) તાળાં તોડીને અથવા અન્ય ચાવીથી ખોલીને ચોરી કરવી, ૪) Page #354 -------------------------------------------------------------------------- ________________ બળજબરીથી કોઈને લૂંટી લેવા, ખિસ્સા કાપવા અને ૫) અન્યની માલિકીની કીમતી વસ્તુ પડેલી જોઈને ચોરીની ભાવનાથી લઈ લેવી. આ પાંચ પ્રકારની ચોરીનો શ્રાવક ત્યાગ કરે છે. ઉક્ત પાંચ પ્રકારની ચોરી કરનાર રાજથી દંડાય છે, લોકોમાં નિંદાય છે, મરીને દુર્ગતિમાં જાય છે અને અનેક દુઃખ પામે છે. એવું જાણી શ્રાવકે આવી ચોરીથી બચવું. અવશેષ અદત્ત ચોરી : ચોરીના ભાવ વિના પરિચિત અથવા અપરિચિત વ્યક્તિની અલ્પ મૂલ્યવાળી વસ્તુ તેને પૂછ્યા વિના લેવી-દેવી અથવા ઉપયોગમાં લેવી. આવી સૂક્ષ્મતમ વ્યવહાર કે વેપારની પ્રવૃત્તિઓનો સમાવેશ પાંચ મોટી ચોરીમાં થતો નથી. શ્રાવકોએ તેનો પણ વિવેકપૂર્વક ત્યાગ કરવાનું લક્ષ્ય રાખવું જોઈએ. સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રતના અતિચાર ‘શ્રી ઉપાશકદશાંગ સૂત્ર’, ‘શ્રી આવશ્યક સૂત્ર’, ‘નિગ્રંથ પ્રવચન' આદિમાં ત્રીજા વ્રતના પાંચ અતિચાર નીચે પ્રમાણે દર્શાવ્યા છે. (૧) તેનાહડે (સ્તનાહત) – સ્પેનનો અર્થ ચોર થાય છે. આહ્વતનો અર્થ લાવેલી અર્થાત્ ચોર દ્વારા - ચોરીને લાવેલી વસ્તુ. ચોરાઉ વસ્તુ લેવી, ખરીદવી અને રાખવી. ચોર બજારનો માલ લેવો. (૨) તસ્કર પ્રયોગ - પોતાના વ્યાપારનાં કાર્યોમાં ચોરનો ઉપયોગ કરવો. અર્થાત્ ચોરને મદદ કરવી. ‘શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર' ૧/૩માં અઢાર પ્રકારના ચોરો તથા ચોરીના પ્રકારોનો ઉલ્લેખ છે. (૩) વિરુદ્ધ રાજ્યાતિક્રમ – રાજકીય નિયમોનું ઉલ્લંઘન કરવું, રાજકીય આદેશોથી વિપરીત વસ્તુઓનું આયાત-નિર્યાત કરવું અર્થાત્ દાણચોરી કરવી. વિરોધવશ પોતાના દેશથી અન્ય દેશના શાસક દ્વારા પ્રવેશ-નિષેધની નિર્ધારિત સીમાનું ઉલ્લંઘન કરવું, બીજાં રાજ્યોમાં પ્રવેશ કરવો વગેરે પ્રવૃત્તિઓ આ અતિચારની અંતર્ગત છે. (૪) ફૂટતોલા-ફૂટમાન – તોલવામાં અને માપવામાં ખોટા તોલ માપનો પ્રયોગ કરવો એટલે ઓછું તોલવું કે માપવું. (૫) તત્ પ્રતિરૂપ વ્યવહાર – વેપારમાં અનૈતિક્ત અને અસત્ય આચરણ કરવું, જેમ કે સારી વસ્તુ બતાવી ખરાબ વસ્તુ આપવી, સારી વસ્તુમાં ખરાબ વસ્તુ ભેળવવી. વસ્તુમાં મિલાવટ કરવી. વર્તમાનમાં ભેળસેળવાળી વસ્તુઓનો પ્રચાર ખૂબ જ વધી ગયો છે. દરેક વસ્તુમાં આજે ભેળસેળ થાય છે. આજે નૈતિક ધોરણ ઘણું નીચું ઊતરી ગયું છે. ભગવાને નિષેધેલ આ અતિચારોનો પ્રજા ત્યાગ કરે તો આ સંસાર સ્વર્ગસમું થાય. શ્રાવકોએ અદત્તાદાન વિરમણ વ્રતની નિર્મળતા માટે ઉક્ત પાંચ અતિચારોનો ત્યાગ કરવો. ‘તત્ત્વાર્થ સૂત્ર’, ‘રત્નકરંડશ્રાવકાચાર' આદિ ગ્રંથોમાં આ અતિચારોના ક્રમમાં તેમ જ નામમાં તફાવત આવે છે પરંતુ ભાવની દૃષ્ટિએ સમાનતા છે. = ૧૩૩૩) Page #355 -------------------------------------------------------------------------- ________________ ત્રીજા અણુવ્રતનું ફળ ‘યોગશાસ્ત્ર’માં ત્રીજા વ્રતનું ફળ દર્શાવતા કહ્યું છે કે, ત્રીજા વ્રતની સમ્યક્ પ્રકારે આરાધના કરનારો શ્રાવક રાજા, પ્રજાનો માનનીય અને વિશ્વાસ પાત્ર હોય છે. તેમની ન્યાયોપાર્જિત લક્ષ્મી બહુકાળ પર્યંત સ્થિર રહે છે, વૃદ્ધિ પામે છે અને સુખ દાતા પણ નીવડે છે. સંતોષના પ્રતાપે આ ભવમાં સુખી રહે છે અને પરલોકમાં પણ સ્વર્ગ અને ક્રમથી મોક્ષના સુખો પ્રાપ્ત કરે છે. ચોથું વ્રત - સ્થૂલ મૈથુન વિરમણ વ્રત (ચોથું અણુવ્રત) રાજેન્દ્ર અભિધાનકોશ અનુસાર દિવ્ય અને ઔદારિક કામભોગોનો કૃત, કારિતપૂર્વક મન, વચન, કાયાથી સર્વથા ત્યાગ બ્રહ્મચર્ય કહેવાય છે. કામસેવનની મર્યાદાપૂર્વક સ્વસ્રીમાં જ સંતોષ કરવો તેમ જ પરસ્ત્રીનો ત્યાગ કરવો ‘સ્થૂલ મૈથુન વિરમણ' વ્રત છે. ‘ધર્મસંગ્રહ'માં ચોથા અણુવ્રતની પરિભાષા આપતાં કહ્યું છે કે, स्वकीयदारसन्तोषो वर्जनं वाऽन्यथोषिताम् । श्रमणोपासकानां तच्चतुर्थाणुव्रतं मतम् ।।२८ ॥ અર્થાત્ : પોતાની સ્ત્રીમાં સંતોષ અને પરસ્ત્રીનો ત્યાગ કરવો તેને શ્રાવકોનું ચોથું અણુવ્રત કહ્યું છે. ‘રત્નકરેંડ શ્રાવકાચાર’માં ચોથા અણુવ્રતની પરિભાષા આપતાં કહ્યું છે કે, જે પાપના ભયથી ન તો પરસ્ત્રી સાથે પ્રતિગમન કરે અને ન બીજાને ગમન કરાવે. તે પરસ્ત્રી ત્યાગ તથા સ્વદાર સંતોષ નામનો અણુવ્રત છે. સાધુની પેઠે સર્વતઃ બ્રહ્મચર્ય વ્રત પાળવું તો ગૃહસ્થ માટે દુષ્કર છે. અન્ય ગતિની અપેક્ષાએ મનુષ્યગતિમાં મૈથુન સંજ્ઞાનો ઉદય અધિક હોય છે. તેથી ‘સ્થૂલ મૈથુન’થી નિવર્તે છે. અર્થાત્ સ્વદારાથી સંતોષ રાખી શેષ મૈથુન સેવનનો પરિત્યાગ કરે છે. અર્થાત્ પરસ્ત્રી ગમનનો સંપૂર્ણ ત્યાગ કરે છે. પરસ્ત્રી ગમન બે પ્રકારે છે : ૧) ઔદારિક શરીરી-મનુષ્ય અને તિર્યંચ સંબંધી મૈથુન એક કરણ અને એક યોગથી અને ૨) વૈક્રિય શરીરી. દેવ સંબંધી મૈથુન બે કરણ ત્રણ યોગથી ત્યાગ કરે છે. આમ શ્રાવકો બંને પ્રકારના પરસ્ત્રી ગમનનો મન, વચન અને કાયાથી ત્યાગ કરે છે. ઉપલક્ષણથી શ્રાવિકાઓ બંને પ્રકારના પર પુરુષનો ત્યાગ કરીને પોતાના પરિણીત પુરુષમાં સંતોષ રાખે છે. પંચ પર્વોમાં સર્વથા બ્રહ્મચર્ય પાળવું તેમ જ શ્રાવક એક રાત્રિમાં બેવાર મૈથુન સેવે નહિ. એવું વિધાન પણ ગ્રંથોમાં દર્શાવ્યું છે. સ્થૂલ મૈથુન વિરમણ વ્રતના અતિચાર ‘શ્રી આવશ્યક સૂત્ર’, ‘નિગ્રંથ પ્રવચન’, ‘શ્રી ઉપાશકદશાંગ સૂત્ર’ આદિમાં સ્થૂલ મૈથુન વિરમણ વ્રતના પાંચ અતિચાર નીચે પ્રમાણે દર્શાવ્યા છે. (૧) ઈત્વરિક પરિગૃહીતાગમન અલ્પ સમય માટે પત્નીના રૂપમાં રાખેલી રખેલ, વાગદત્તા અથવા અલ્પવયની પત્ની સાથે સમાગમ કરવો, ઈત્વરિક પરિગૃહીતાગમન કહેવાય છે. Page #356 -------------------------------------------------------------------------- ________________ (૨) અપરિગૃહીતા ગમન જે સ્ત્રી કોઈની પરણેલી નથી, એવી કુંવારી અથવા વેશ્યાની સાથે એને પરસ્ત્રી ન માનીને મૈથુન સેવવું એ અપરિગૃહીતા ગમન નામનો બીજો અતિચાર છે. (૩) અનંગ ક્રીડા કામાવેશ અસ્વાભાવિક કામક્રીડા કરવી, તેની અંતર્ગત સ્વજાતીય સંભોગ, અપ્રાકૃતિક મૈથુન, કૃત્રિમ કામ ઉપકરણોથી વિષય-વાસના શાંત કરવી વગેરે સમાવિષ્ટ છે. ચારિત્રની દૃષ્ટિએ આ પ્રકારનું આચરણ અત્યંત તુચ્છ છે. તેનાથી કુત્સિત કામ અને વ્યભિચારને પોષણ મળે છે. (૪) પરવિવાહકરણ – ગૃહસ્થના સ્વતંતાન અને પરિવારજનો સિવાય અન્યના લગ્ન સંબંધ કરાવવા પરવિવાહકરણ કહેવાય છે. કેમ કે બીજાના લગ્ન કરાવવા, સગાઈ કરાવવી વગેરે પ્રવૃત્તિ અબ્રહ્મચર્યના ભાવોની પોષક પ્રવૃત્તિ છે. (૫) કામભોગ તીવ્રાભિલાષા – કામભોગની તીવ્રતમ આકાંક્ષા રાખવી. તહેતુ કામવર્ધક ઔષધિઓ અથવા માદક પદાર્થોનું સેવન કરવું. કામભોગ તીવ્રાભિલાષા અતિચાર કહેવાય છે. ‘યોગશાસ્ત્ર’ ‘તત્ત્વાર્થ સૂત્ર’, ‘રત્નકાંડશ્રાવકાચાર' આદિ ગ્રંથોમાં અતિચારોના ક્રમમાં ભિન્નતા જોવા મળે છે. તેમ જ ક્યાંક ક્યાંક શબ્દ ભેદ પણ દર્શાવ્યા છે. અતઃ વ્રતી સાધક માટે આ પાંચ અતિચારોનો નિષેધ કર્યો છે. ચોથા અણુવ્રતનું ફળ ‘ધર્મસંગ્રહ’માં ચોથા વ્રતનું ફળ દર્શાવતાં કહ્યું છે કે, ઉત્તમ ઠકુરાઈ, અખૂટ ધન-ધાન્યાદિ ઋદ્ધિ, રાજ્ય, નિર્મળ કીર્તિ, નિર્વિકારી બળ, સ્વર્ગના સુખો અને અંતે અલ્પકાળમાં મોક્ષ એ બધું નિર્મળ બ્રહ્મચર્ય પાળવાથી પ્રાપ્ત થાય છે. ‘યોગશાસ્ત્ર'માં પણ કહ્યું છે કે, બ્રહ્મચર્યને આદરવાથી દેવો વડે તે પૂજાય છે તેમ જ તે લાંબા આયુષ્યવાળો, સારા સંસ્થાનવાળો, તેજસ્વી અને મહાન પરાક્રમી બને છે. તેવી જ રીતે મહાભારતમાં પણ બ્રહ્મચર્યનું મહત્ત્વ બતાવતા કહ્યું છે કે, एक रात्रौ विनस्यपि, या गति ब्रह्मचारिणा । न सा ऋतु सहस्त्रेण, प्राप्त सक्या युधिष्ठिर ।। અર્થાત્ : અહો યુધિષ્ઠિર! એક રાત્રિ બ્રહ્મચર્ય પાળનારની જેવી ઉત્તમ ગતિ થાય છે તેવી ઉત્તમ ગતિ હજાર યજ્ઞ કરવાથી પણ થતી નથી. પાંચમું વ્રત સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રત (પાંચમું અણુવ્રત) પરિગ્રહ એટલે ‘પરિ સમન્તાન્ ગ્રહ્યતે કૃતિ પરિગ્રહઃ ।' જે જીવને ચારે બાજુથી જકડી રાખે તે પરિગ્રહ છે. ‘શ્રી દશવૈકાલિક સૂત્ર' ૬/૨૧માં દર્શાવ્યું છે કે ‘મુઝ્ઝા પરિનો પુત્તો ।' મૂર્છાભાવને પરિગ્રહ કહ્યો છે. મૂર્છા-આસક્તિપૂર્વકની ઈચ્છા સંગ્રહવૃત્તિને જન્મ આપે છે. અમર્યાદિત પરિગ્રહ મહાપાપનું કારણ છે. પરિગ્રહની પ્રાપ્તિમાં, તેના સંરક્ષણમાં અનેક પાપસ્થાનનો આશ્રય લેવો પડે છે. યથા-વસ્તુની પ્રાપ્તિ માટે મહારંભ, મહાસમારંભ કરે, અસત્યનું * ૩૩૫ => • - Page #357 -------------------------------------------------------------------------- ________________ આચરણ કરે, લોકોને છેતરે, રાજ્યના કર ન ભરે વગેરે અનેક પ્રપંચો કરે છે. તેના સંરક્ષણ માટે પણ અસત્યનું આચરણ વગેરે અનેક પાપોનું સેવન થાય છે. આ રીતે અમર્યાદિત પરિગ્રહ અનર્થોનું કારણ છે. શ્રી આવશ્યક સૂત્ર'માં સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રતને સમજાવતા કહ્યું છે કે, શ્રાવકો ગૃહસ્થ જીવન વ્યવહારમાં પરિગ્રહનો સંપૂર્ણ ત્યાગ કરીને નિષ્પરિગ્રહી બની શકતાં નથી પરંતુ પરિગ્રહ દુ:ખમૂલક છે તેવી સ્પષ્ટ સમજણ અને શ્રદ્ધા સાથે જીવન-વ્યવહારમાં આવશ્યક વસ્તુઓની છૂટ રાખી અવશેષ પદાર્થોનો ત્યાગ કરે છે. આ રીતે અમર્યાદિત પરિગ્રહવૃત્તિને મર્યાદિત કરવા માટે ત્રણ યોગ અને એક કરણથી સ્થૂલ પરિમાણ વ્રતનો સ્વીકાર કરે છે. પરિગ્રહની મર્યાદામાં ઈચ્છાની મર્યાદા થતી હોવાથી શાસ્ત્રકારે તેને “ઈચ્છા પરિમાણ વ્રત' પણ કહ્યું છે. રત્નકરંડ શ્રાવકાચાર'માં પાંચમા અણુવ્રતની પરિભાષા દર્શાવતાં કહ્યું છે કે, धनधान्यादिग्रंथं परिमाय ततोऽधिकेषु नि:स्पृहता । મત પરિદ: ચાવિછાપરમાનામા | દશા અર્થાત્ : ધન, ધાન્ય, દ્વિપદ, ચતુષ્પદ, ગૃહ, ક્ષેત્ર, વસ્ત્ર આદિ પરિગ્રહનું પરિમાણ કરીને અધિક પરિગ્રહમાં નિર્વાઇપણું તે પરિમિત પરિગ્રહ નામનું વ્રત છે. તેને ઈચ્છા પરિમાણ કહે છે." ‘શ્રી ધર્મસંગ્રહ' માં માનવિજયજી ગણિવરે પાંચમા અણુવ્રતનું સ્વરૂપ બતાવતાં કહ્યું છે કે, સઘળા પદાર્થોની મૂર્છારૂપ અપરિમિત પરિગ્રહનો ત્યાગ કરવા પૂર્વક ઈચ્છાને મર્યાદિત કરવી, તેને પાચમું અણુવ્રત કહ્યું છે. પરિગ્રહના બે પ્રકાર છે. ૧) સચેત પદાર્થો અને ૨) અચેત પદાર્થો. શ્રાવકો નવ પ્રકારે બાહ્ય પરિગ્રહની મર્યાદા કરે છે. શ્રી આવશ્યક સૂત્ર અનુસાર નવ પ્રકારના બાહ્ય પરિગ્રહ નીચે પ્રમાણે છે. (૧) ધન : ધનના ચાર પ્રકાર કહ્યા છે. ૧) ગણિમ = ગણીને લેવાય તે રોકડું નાણું વગેરે. ૨) ધરિમ = તોળીને લેવાય છે. ગોળ, સાકર વગેરે. ૩) મેય = માપીને લેવાય છે. ઘી, તેલ વગેરે. ૪) પરિછેદ = જે વસ્તુ કસીને કે છેદીને લેવાય છે. સુવર્ણ, રત્ન વગેરે. (૨) ધાન્ય = ચોખા, ઘઉં, જવ વગેરે અનાજ. તેમ જ દાળ, તલ, મગ, મઠ વગેરે. (૩) ક્ષેત્ર = ખેતીવાડી યોગ્ય જમીન. (૪) વાસ્તુ = રહેવા યોગ્ય મકાન, પ્રાસાદ, ઘર વગેરે. (૫) રુપ્ય = ચાંદી, ઘડેલ અને વગર ઘડેલા ચાંદીના દાગીના. (૬) સુવર્ણ = સોનુ, સોનાના દાગીના. (૭) દ્વિપદ = દાસ, દાસી, નોકર-ચાકર, પોપટ, મેના વગેરે પક્ષીઓ. (૮) ચતુષ્પદ = ગાય, ભેંસ, ઘોડા, બકરાં વગેરે. (૯) કુખ્ય = તાંબા, પિત્તળ આદિનાં વાસણો, શયન, વસ્ત્ર, કંબલ વગેરે ઘરવખરીની સાધન સામગ્રી. આ નવ પ્રકારના બાહ્ય પરિગ્રહમાંથી ધાન્ય, દ્વિપદ, ચતુષ્પદ પ્રાણી આદિ સચેત પરિગ્રહ Page #358 -------------------------------------------------------------------------- ________________ છે. અને તે સિવાયના અચેત પરિગ્રહ છે. ‘ભગવતી આરાધના'-૧૯માં દશ પ્રકારના પરિગ્રહ બતાવ્યાં છે, જેમ કે, ૧) ખેત, ૨) મકાન, ૩) ધન, ૪) ધાન્ય, ૫) વસ્ત્ર, ૬) ભાંડ, ૭) દાસ-દાસી, ૮) પશુયાન, ૯) શય્યા અને ૧૦) આસન. શ્રી દશવૈકાલિક સૂત્ર'ની નિયુક્તિમાં પૂ. શ્રી ભદ્રબાહુ સ્વામીજીએ છઠ્ઠા અધ્યયનની પાંચમી ગાથામાં ગૃહસ્થના પરિગ્રહ ૧) ધાન્ય, ૨) રત્ન, ૩) સ્થાવર, ૪) દ્વિપદ, ૫) ચતુષ્પદ અને ૬) કુષ્ય. એમ મૂળ છ પ્રકારો કહ્યા છે અને તે છના પેટા ભેદો કુલ ૬૪ બતાવ્યા છે. ઉક્ત નવ પ્રકારના પરિગ્રહનો એક દેશથી અર્થાત્ આંશિક ત્યાગ કરવો અર્થાત્ આવશ્યકતાથી અધિકનો ત્યાગરૂપ પ્રમાણનું નિયમન કરવું શ્રાવકનું ‘ઈચ્છા પરિમાણ વ્રત' છે. સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રતના અતિચાર ‘શ્રી આવશ્યક સૂત્ર', ‘શ્રી ઉપાશક દશાંગ સૂત્ર' આદિ ગ્રંથોના આધારે નીચે પ્રમાણે પાંચમા વ્રતના પાંચ અતિચાર દર્શાવ્યા છે. (૧) ક્ષેત્ર વાસ્તુ પ્રમાણાતિક્રમ – ક્ષેત્રનો અર્થ ખેતી કરવાની ભૂમિ છે અને વાસ્તુનો અર્થ રહેવાનાં મકાન, ઘર, બગીચા વગેરે છે. તેની જે મર્યાદા કરી છે તેનું ઉલ્લંઘન કરવું તે ક્ષેત્ર વાસ્તુ પ્રમાણાતિક્રમ અતિચાર કહેવાય. | હિરણ્ય-સુવર્ણ પ્રમાણાતિક્રમ – વ્રત લેતી વખતે શ્રાવકે સોના-ચાંદી વગેરે બહુમૂલ્ય ધાતુઓની પોતાના માટે જે મર્યાદા કરી છે, તેનું ઉલ્લંઘન કરવું. તેમ જ રૂપિયા, સિક્કા વગેરે પણ આમાં જ સમાવિષ્ટ થાય છે. દ્વિપદ-ચતુષ્પદ પ્રમાણાતિક્રમ - દ્વિપદબે પગવાળાં મનુષ્ય, દાસ, દાસી, નોકર તથા ચતુષ્પદ ચાર પગવાળાં પશુ. વ્રત સ્વીકાર કરતી વખતે તેના સંદર્ભમાં કરેલી મર્યાદાનું ઉલ્લંઘન કરવું. (૪) ધન-ધાન્ય પ્રમાણાતિક્રમ - મણિ, મોતી, હીરા, પન્ના વગેરે રત્ન તથા ક્રય-વિક્રયની વસ્તુઓને અહીં ધન કહ્યું છે. ચોખા, ઘઉં, જવ, ચણા વગેરે અનાજ ધાન્યમાં આવે છે. ધન-ધાન્યની મર્યાદાનું ઉલ્લંઘન કરવું. (૫) કુખ્ય પ્રમાણાતિક્રમ - કુષ્યનો અર્થ ઘરનો સામાન. જેમ કે કપડાં, ખાટલાં, આસન, ઓઢવાનાં સાધન વગેરે. આ સંબંધમાં કરેલી મર્યાદાનું ઉલ્લંઘન કરવું. ‘તત્ત્વાર્થ સૂત્ર', 'ઉપદેશમાલા’, ‘નિગ્રંથ પ્રવચન’, ‘યોગશાસ્ત્ર' આદિ ગ્રંથોમાં આ પાંચ અતિચારના ક્રમમાં ભિન્નતા જોવા મળે છે. “શ્રી રત્નકરંડશ્રાવકાચાર'માં પરિગ્રહ પરિમાણ વ્રતના પાંચ અતિચાર નીચે પ્રમાણે દર્શાવ્યા છે, अतिवाहनाति संग्रह विस्मयलोभातिभारवहनानि । परिमित परिग्रहस्य च विक्षेपा:पंच लक्ष्यन्ते ।।६।। અર્થાત્ : પ્રયોજનથી અધિક સવારી રાખવી, આવશ્યક વસ્તુઓનો અતિશય સંગ્રહ કરવો, (૨) Page #359 -------------------------------------------------------------------------- ________________ બીજાનો વૈભવ જોઈને આશ્ચર્ય કરવું, બહુ લોભ કરવો અને કોઈ પર બહુ ભાર ભરવો, આ પાંચ પરિગ્રહ વ્રતના અતિચાર કહેવાય છે. પાંચમા અણુવ્રતનું ફળ ધર્મસંગ્રહમાં કહ્યું છે કે, આ વ્રતના પાલનથી જીવને સંતોષ, સુખ, લક્ષ્મી, લોકપ્રશંસા વગેરે અનેક ફળો મળે તેમ જ પરલોકમાં દેવતાઓની સમૃદ્ધિ અને પરંપરાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. યોગશાસ્ત્રમાં પણ કહ્યું છે કે, સંતોષ જેનું ભૂષણ બને છે, સમૃદ્ધિ તેની પાસે રહે છે, કામધેનુ તેની પાછળ ચાલે છે અને દેવો કિંકરની માફક આજ્ઞા માને છે. આ વ્રતનું પાલન કરવાથી અસત્ આરંભથી નિવૃત્ત થવાય છે અને અસુંદર આરંભની (હીન વ્યાપારી પ્રવૃત્તિનો ત્યાગ થાય છે. આમ આ વ્રતથી અલ્પ ઈચ્છા, અલ્પ પરિગ્રહ અને અલ્પ આરંભ થવાથી સુખ વધે છે. અને ધર્મની સમ્યફ આરાધના થાય છે. શ્રાવક ભૌતિક સાધન-સામગ્રીના સંબંધોને ક્રમથી સીમિત કરતો જાય, તે જ આ વ્રતનું લક્ષ્ય છે. છઠું વ્રત દિગ/દિશા પરિમાણ વ્રત (પહેલું ગુણવત). જીવન પર્યંત (અથવા વર્ષ/ચાતુર્માસ વગેરેમાં) ઊર્ધ્વ (પર્વતારોહણાદિ) અધઃ (કૂવા, ખાણમાં ઊતરવું વગેરે) અને તિર્ય- પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ (તથા એના ખૂણા અર્થાત્ ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય) આ બધી દશ દિશાઓમાં ગમનાગમનની સીમા નિશ્ચિત કરવી અને તે પ્રમાણે નિયમ અંગીકાર કરવા તે દિશાપરિમાણ અથવા દિગ્ગત પરિમાણ નામનું પ્રથમ ગુણવ્રત છે. શ્રી રત્નકરંડશ્રાવકાચાર'માં દિવ્રત પરિમાણની પરિભાષા આપતાં કહ્યું છે કે, दिग्वलयं परिगणितं कृत्वातोहं बहिर्नयास्यामि । इति संकल्पो दिग्व्रतसामृत्यणु पापविनिवृत्यै ।।६८।। અર્થાત્ : દશ દિશામાં પરિમાણ કરીને અણુમાત્ર પણ પાપની નિવૃત્તિ અર્થે તેનાથી બહાર હું ગમન નહીં કરું એવો મરણ પર્યત સંકલ્પ કરવો તે દિવ્રત છે. તેવી જ રીતે “શ્રી આવશ્યક સૂત્ર', ‘ધર્મસંગ્રહ' આદિ ગ્રંથોમાં પણ દિવ્રતની પરિભાષા આપતાં દર્શાવ્યું છે કે, દિશા સંબંધી વ્રત અથવા પૂર્વાદિ દિશામાં ગમનાદિ ક્રિયાની મર્યાદા કરીને તેના બહારના ક્ષેત્રમાં ન જવું તે “દિશાવત’ છે. અણુવ્રતોની રક્ષા માટે તેમ જ સમુચિત પાલન હેતુ વ્યાપાર વગેરે ક્ષેત્રને સીમિત રાખવામાં સહાયક ગુણવ્રત ‘દિગ/દિશા પરિમાણ વ્રત' છે. શ્રાવક આ વ્રત બે કરણ અને ત્રણ યોગથી અંગીકાર કરે છે. તેથી દૂર દેશોમાં અધિકાધિક વ્યાપાર કરવો, અવિકસિત દેશોનું શોષણ કરવું વગેરેથી અટકી જવાય છે. અતઃ લોભ કષાય પર અંકુશ લાગી જાય છે. ગૃહસ્થ જીવનને સંયમિત અને સાત્વિક બનાવવા માટે જેમ પરિગ્રહ પરિમાણ આવશ્યક છે. તેમ દિશા પરિમાણ પણ જરૂરી છે. Page #360 -------------------------------------------------------------------------- ________________ દિગ/દિશા પરિમાણ વ્રતના અતિચાર “શ્રી આવશ્યક સૂત્ર', “શ્રી ઉપાસકદશાંગ સૂત્ર', “તત્ત્વાર્થ સૂત્ર', “શ્રી રત્નકરંડશ્રાવકાચાર' આદિ ગ્રંથોમાં નીચે પ્રમાણે છઠ્ઠા વ્રતના પાંચ અતિચાર દર્શાવ્યા છે. (૧) ઊર્ધ્વદિશા પ્રમાણાતિક્રમ – ઊર્ધ્વદિશા એટલે પર્વતાદિક ઉપર ઊંચે જવાની મર્યાદાનું ઉલ્લંઘન કરવું. (૨) અધોદિશા પ્રમાણાતિક્રમ – અધોદિશા એટલે નીચે તરફ કૂવા, ખાણ વગેરેમાં જવાની મર્યાદાનું ઉલ્લંઘન કરવું. તિર્યદિશા પ્રમાણતિક્રમ – તિર્યદિશા એટલે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ આદિ દિશાની મર્યાદાનું ઉલ્લંઘન કરવું. (૪) ક્ષેત્રવૃદ્ધિ - પોતાનાં કાર્યની સિદ્ધિ માટે એક ક્ષેત્રની મર્યાદા ઘટાડીને બીજા ક્ષેત્રની મર્યાદા વધારવી. જેમ કે પૂર્વ, પશ્ચિમ દિશામાં ૫૦ માઈલનું પ્રમાણ ધાર્યા બાદ પૂર્વ દિશામાં ૬૦ માઈલ જવાની જરૂર પડતાં પશ્ચિમ દિશામાંથી ૧૦ માઈલ લઈને પૂર્વ દિશામાં ઉમેરે તે ક્ષેત્રવૃદ્ધિ નામનો અતિચાર કહેવાય. (૫) મૃત્યંતર્ધાન – સ્વીકૃત મર્યાદાને ભૂલી જવી અથવા સ્વીકૃત મર્યાદાની ઉપેક્ષા કરીને કોઈ ગણના કર્યા વિના જ ગમનાગમન કરવું તે મૃત્યંતર્ધાન છે. આ ઉક્ત પાંચ અતિચાર જાણીને શ્રાવકે તેનો ત્યાગ કરવો. છઠ્ઠા વતનું ફળ દિવિરતિ વ્રતના અનેક ફળો છે. તેમાં મુખ્ય બે ફળ છે. જેમ કે, ૧) હિંસા ઓછી થાય. “તત્ત્વાર્થાધિગમ સૂત્ર’ તેમ જ યોગશાસ્ત્રમાં બતાવ્યું છે કે, चराचराणां जीवानां विमईन निवर्तनात् । तप्तायोगोलकल्पस्य सद्दत्तं गृहिणोप्यदः ॥ અર્થાત્ : જેમ તપેલા લોઢાના ગોળા જ્યાં જાય ત્યાં જીવોનો નાશ કરે છે તેમ તપેલા લોઢાના ગોળા સરખા અવિરતિ ગૃહસ્થોને, આ વ્રતમાં ચરાચર જીવોના વિમર્દનનું નિવર્તન કરવાપણું હોવાથી આ વ્રત ઉત્તમ છે. જેથી હિંસાનું નિયમન થાય છે. ૨) લોભ મર્યાદિત બને છે. કારણ કે હદનું નિયમન થવાથી ગમે તેવો આર્થિક લાભ થાય છતાં ત્યાં ન જઈ શકાય. એટલે આપોઆપ લોભ મર્યાદિત બને છે. સાતમું વ્રત - ભોગપભોગ પરિમાણ વ્રત : (ઉપભોગ-પરિભોગ પરિમાણવ્રત) (બીજું ગુણવત) સંસારી જીવ માત્રનું જીવન વિષયભોગથી ભરેલું છે. તેથી ગૃહસ્થપણામાં ભોગનો સંપૂર્ણ ત્યાગ શક્ય નથી. જીવની ભોગની અમર્યાદિત ઈચ્છા અનાદિકાલીન છે. તે ઈચ્છાપૂર્તિ માટે તેને હિંસા આદિ અનેક પાપનું સેવન કરવું પડે છે. તેથી સાતમા વ્રતમાં ભોગાસક્તિને સીમિત કરવા માટે ૧) ભોગોપભોગ યોગ્ય વસ્તુઓની મર્યાદા. ૨) સચિત્ત-અચિત્ત આહારનો વિવેક અને ૩) મહારંભજન્ય Page #361 -------------------------------------------------------------------------- ________________ વ્યાપારોનો ત્યાગ કરવાનું વિધાન છે. ‘યોગશાસ્ત્ર અનુસાર, શરીરની શક્તિ પ્રમાણે જે વ્રતમાં ભોગપભોગની સંખ્યાનો નિયમ કરાય છે તે ભોગપભોગ નામનું બીજું ગુણવ્રત કહેવાય છે. ધર્મસંગ્રહ'માં બીજા ગુણવ્રતની પરિભાષા આપતાં દર્શાવ્યું છે કે, भोगोपभोगयो: सफ्या-विधानं यत् स्वशक्तित: । __ भोगोपभोगमानाख्यं, तद् द्वितीयं गुणव्रतम् ।।३१ ।। અર્થાત્ સ્વશક્તિ અનુસાર ભોગ્ય અને ઉપભોગ્ય પદાર્થોનું સંખ્યાદિરૂપે પ્રમાણ કરવું. તે ભોગોપભોગ પરિમાણ' નામનું બીજું ગુણવ્રત છે. શ્રી આવશ્યક સૂત્રમાં આ વ્રતનું નામ “ઉપભોગ પરિભોગ વ્રત’ આપ્યું છે. જે એક જ વાર ઉપયોગમાં આવે તે અનાજ, પુષ્પમાલા, તાંબુલ, વિલેપન વગેરે ભોગ કહેવાય છે અને જે વારંવાર ફરી ઉપયોગમાં આવે તે વસ્ત્ર, અલંકાર, શય્યા, આસન વગેરે ઉપભોગ કહેવાય. ભોગ અને ઉપભોગનાં સાધનોનું થોડા સમય અથવા જીવનપર્યત મર્યાદા કરવી ‘ભોગોપભોગ પરિમાણ વ્રત' છે. શ્રાવક આ વ્રત ત્રણ યોગ અને એક કરણથી સ્વીકારે છે. આ વ્રત ભોજનની અપેક્ષાએ અને કર્મ (કાર્યની)ની અપેક્ષાએ બે પ્રકારનું છે. ભોજનની અપેક્ષાએ છવ્વીસ વસ્તુઓની મર્યાદા કરવી જોઈએ અને કર્મ (કાર્યોની અપેક્ષાએ પંદર કર્માદાનનો ત્યાગ કરવો જોઈએ. શ્રી ઉપાશકદશાંગ સૂત્ર' ૧/૨૫માં આનંદ શ્રાવકે બાવીસ બોલની મર્યાદા કરી હોવાનું દર્શાવ્યું છે. વર્તમાન પ્રચલિત પરંપરા અનુસાર શ્રાવક છવ્વીસ બોલની મર્યાદા કરે છે, જે નીચે પ્રમાણે છે. ૧) અંગ લૂછવા માટે ટુવાલની જાત તથા સંખ્યાની મર્યાદા, ૨) દાતણની જાત તથા પ્રમાણની મર્યાદા, ૩) વિલેપનના પ્રમાણની મર્યાદા, ૪) માલિશના તેલની જાતિ તથા પ્રમાણની મર્યાદા, ૫) પીઠીની જાત તથા પ્રમાણની મર્યાદા, ૬) સ્નાન માટેના પાણીનું પ્રમાણ, ૭) વસ્ત્રની જાતિ તથા પ્રમાણ, ૮) તિલક માટે કુમકુમ, ચંદન માટેનું પ્રમાણ, ૯) માળાના ઉપયોગ માટે ફૂલના પ્રકાર તથા પ્રમાણ, ૧૦) આભૂષણોના પ્રકાર તથા પ્રમાણ, ૧૧) લોબાન વગેરે ધૂપના પ્રકાર તથા પ્રમાણ, ૧૨) પેય પદાર્થો ચા, દૂધ, કાંજી વગેરેનો પ્રકાર તથા પ્રમાણ, ૧૩) મીઠાઈના પ્રકાર તથા પ્રમાણ, ૧૪) ચોખાની જાત અને પ્રમાણ, ૧૫) ચણા, મગ, અડદ વગેરે દાળના પ્રકાર અને પ્રમાણ, ૧૬) ઘી, તેલ, ગોળ, ખાંડ વગેરે વિગયના પ્રકાર અને પ્રમાણ, ૧૭) શાકભાજીના પ્રકાર અને પ્રમાણ, ૧૮) કેળાં, ચીકુ, સફરજન વગેરે મધુર ફળના પ્રકાર અને પ્રમાણ, ૧૯) ભોજનની મર્યાદા અથવા તળેલા પદાર્થોની મર્યાદા, ૨૦) પીવાના પાણીની મર્યાદા, ૨૧) પાન, સોપારી વગેરે મુખવાસની મર્યાદા, ૨૨) મોટર, સાઈકલ, સ્કૂટર વગેરે વાહનોની મર્યાદા, ૨૩) બૂટ, ચંપલ આદિ પગરખાંની મર્યાદા, ૨૪) સૂવા માટે શય્યા, ખાટલા, પલંગ આદિની મર્યાદા, ૨૫) સચિત્ત પદાર્થોની મર્યાદા અને ૨૬) આખા દિવસમાં અથવા ભોજન સમયે પાંચ, દશ આદિ સંખ્યાની ગણનાપૂર્વક દ્રવ્યની મર્યાદા. Page #362 -------------------------------------------------------------------------- ________________ આ છવ્વીસ વસ્તુમાં કેટલીક ભોગની અને કેટલીક ઉપભોગની વસ્તુ છે. તેમાં સર્વ વસ્તુઓનો સમાવેશ થઈ જાય છે. શ્રાવકનું કર્તવ્ય છે કે જે અધિક પાપકારી વસ્તુ હોય તેનો ત્યાગ કરે અને જેના વગર ચાલે તેમ ન હોય તેનું પરિમાણ કરી બાકીના પચ્ચક્ખાણ કરે. ભોજન સંબંધી વિવેક શ્રાવકોએ નિરવધ-અહિંસક અચેત પદાર્થોનો ભોજનમાં ઉપયોગ કરવો જોઈએ. અનંતકાયિક વનસ્પતિ, બહુ બીજક પદાર્થો, મદ્ય, માંસ આદિનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. તેમ જ રાત્રિભોજન પણ મહાહિંસાનું કારણ હોવાથી શ્રાવકોને રાત્રિભોજનનો ત્યાગ પણ આવશ્યક છે. ભોગોપભોગ પરિમાણ વ્રતધારી શ્રાવક બાવીશ અભક્ષ્યનો ત્યાગ કરે છે. જેમ કે, चतुर्विकृत्यो निन्दया, उदुम्बरकपञ्चकम् । हिमं विषं च करका, मृज्जांती रात्रिभोजनम्ः ।। ३२ ।। बहुबीजाऽज्ञातफले, सन्धानाऽनन्तकायिके । वृन्ताकं चलितरसं, तुच्छं पुष्पफलादि च ।। ३३ ।। आम गोरससम्पृक्तं, द्विदल चेति वर्ज्जयेत । દ્વાવિંશતિમમફ્યાળિ, જૈનધધિવાસિત: || ૩૪|| અર્થાત્ : જૈનધર્મથી ભાવિતાત્મા, ચાર મહાવિગઈઓ, ઉદુમ્બરાદિ પાંચ પ્રકારનાં ફળો, હિમ-બરફ, વિષ, કરા, દરેક જાતિની માટી, રાત્રિભોજન, બહુબીજ, અજાણ્યાફળ, બોળ અથાણું, બત્રીસ અનંતકાય વેંગણ, ચલિતરસ, તુચ્છ ફૂલફળાદિ તથા કાચા દૂધ, દહીં, છાસ વગેરેની સાથે ભળેલું કઠોળ (દ્વિદળ). એ બાવીશ અભક્ષ્ય વસ્તુઓનો ત્યાગ કરે.૬ અનંતકાય વનસ્પતિકાયના બે પ્રકાર છે. સાધારણ શરીરી અને પ્રત્યેક શરીરી વનસ્પતિ. પ્રત્યેક શરીરી વનસ્પતિમાં એક શરીરી એંક જીવ હોય જ્યારે સાધારણ શરીરી વનસ્પતિમાં એક શરીરી અનંતાજીવો રહેલા હોય છે. આમ જેના એક શરીરમાં અનંત જીવ હોય, જેની નસો, સાંધા, ગાંઠ, તંતુ વગેરે ન દેખાય. કાપવાથી સરખા ભાગ થાય, કાપીને વાવવાથી ફરીથી ઊગે, તેને અનંતકાય કહેવાય. અનંતકાયને નરકનો ચોથો દ્વાર કહ્યો છે. ( ‘શ્રી પ્રજ્ઞાપના સૂત્ર’ આદિ જૈન ગ્રંથો અનુસાર મુખ્ય ત્રીસ અનંતકાય નીચે પ્રમાણે છે :૧) સૂરણ, ૨) વજ્રકંદ, ૩) આદું, ૪) લીલી હળદર ૫) કચુરા, ૬) શતાવરી, ૭) બિરાલી, ૮) કુવાર, ૯) થોર, ૧૦) ગુલબેલ, ૧૧) લસણ, ૧૨) વંશકારેલા, ૧૩) ગાજર, ૧૪) લુણીની ભાજી, ૧૫) પદ્મીકંદ, ૧૬) ગરમર, ૧૭) કિસલય, ૧૮) ખરસુઆ, ૧૯) થેગ, ૨૦) મોથ, ૨૧) લોણવૃક્ષની છાલ, ૨૨) ખિલોડા કંદ, ૨૭) અમૃતવેલ, ૨૪) મૂળા, ૨૫) મશરૂમ, ૨૬) ધાન્યના અંકુર, ૨૭) બથુવાની ભાજી, ૨૮) સૂકરકંદ, ૨૯) પલંકની ભાજી, ૩૦) કોમળ આમલી, ૩૧) આલૂ (શક્કરિયા, રતાળુ) અને ૩૨) પિંડાલુ વગેરે. અનંતકાયનું ભક્ષણ કરવાથી બુદ્ધિ વિકારી, તામસી અને જડ બને છે. ધર્મ વિરુદ્ધ વિચાર આવે છે. Page #363 -------------------------------------------------------------------------- ________________ સચિત પરિમાણ વગેરે ચૌદ નિયમ ભોગોપભોગ પરિમાણ વ્રતમાં જે પદાર્થોની આવશ્યકતાનુસાર ઉપભોગ કરવાની છૂટ રાખી છે તેમાં પણ પ્રતિદિન, પ્રતિરાતની આવશ્યકતાનુસારથી વધારેનો સવારથી સાંજ સુધી અથવા સાંજથી સવાર સુધી ત્યાગ અથવા સંક્ષેપ કરવાના નિયમને સચિત્તનિયમ કહે છે. જૈનાગમોમાં આવા ચૌદ નિયમો બતાવ્યાં છે. અમુક ધારણા પ્રમાણે જેમ કે ‘શ્રી રત્નકરંડશ્રાવકાચાર' આદિ ગ્રંથોમાં સાતમા વ્રતની અંતર્ગત ચૌદ નિયમો દર્શાવ્યા છે. તેવી જ રીતે ‘શ્રી આવશ્યકસૂત્ર’ તેમ જ ‘શ્રી ઉપાસક દશાંગ સૂત્ર' વગેરેમાં દશમા વ્રતની અંતર્ગત આ ચૌદ નિયમ દર્શાવ્યા છે. જે નીચે પ્રમાણે છે, सचित दव्व विगई, वाणह तंबोल वत्थ कुसुमेसु । वाहणसयण विलेवण बंभ दिसि ण्हाण भत्तेसु ॥ અર્થાત્ : સચિત્ત, દ્રવ્ય, વિગઈ, પગરખા, તાંબૂલ, વસ્ત્ર, સૂંઘવાના પદાર્થ (ફળ ફૂલ વગેરે). વાહન, શયન, વિલેપન, બ્રહ્મચર્ય, દિશિ, સ્નાન અને ભક્ત (જમણ) આ ચૌદ નિયમ છે. આ નિયમોને ધારણ કરવાથી શ્રાવક અનાવશ્યક આરંભ અને નિરર્થક કર્મબંધનથી બચે છે. ભોજન સંબંધી પાંચ અતિચાર ‘શ્રી ઉપાશકદશાંગ સૂત્ર’, ‘શ્રી આવશ્યક સૂત્ર’ આદિમાં નીચે પ્રમાણે ભોજન સંબંધી પાંચ અતિચાર દર્શાવ્યા છે. જેમ કે, (૧) સચિત્ત આહાર – સચિત્ત એટલે જીવ સહિતના પદાર્થો સજીવ છે. કાચા શાકભાજી, અસંસ્કારિત અન્ન, પાણી વગેરે સચિત્ત પદાર્થો છે. તેનો આહાર તે સચિત્ત આહાર છે. શ્રાવક અમુક સચિત્ત દ્રવ્યની મર્યાદા કરે છે. જેની તેણે મર્યાદા કરી છે તેનું અસાવધાનીથી ઉલ્લંઘન થઈ જાય તો ‘સચિત્ત આહાર' અતિચાર લાગે. (૨) સચિત્ત પ્રતિબદ્ધ આહાર સચિત્ત વસ્તુ સાથે લાગેલી અચિત્ત વસ્તુને ખાવી તે સચિત્ત પ્રતિબદ્ધ આહાર છે. દા.ત. વૃક્ષ સાથે લાગેલો ગુંદ, જે વ્યક્તિએ સચિત્ત વસ્તુઓની મર્યાદા કરી હોય અને જો તે સચિત્ત પ્રતિબદ્ધનું સેવન કરે તો તેની મર્યાદાનું ઉલ્લંઘન થાય. (૩) અપક્વ ઔષધિ ભક્ષણ પૂરી નહિ પકાવેલી અર્થાત્ પૂર્ણ રૂપે અચિત્ત થઈ નથી તેવી વનસ્પતિ, ફળ, ધાન્ય વગેરેનો આહાર કરવો જેમ કે તરતના વધારેલા ખારિયા, કાચા સંભારા ખાવા વગેરે. - (૪) દુષ્પ ઔષધિ ભક્ષણ – અડધું પાકું, અડધું કાચું અથવા અયોગ્ય રીતથી, અતિ હિંસાથી પકાવેલા પદાર્થોનું સેવન કરવું. જેમ કે ડૂંડા સહિત પકવીને તૈયાર કરેલો ઘઉંનો પોંક વગેરે ખાવા. (૫) તુચ્છ ઔષધિ ભક્ષણ જે ફળ, ફૂલ ઔષધિમાં ખાવા યોગ્ય ભાગ ઓછો હોય, ફેંકવા યોગ્ય = - - ભાગ વધારે હોય છે. જેમ કે શેરડી, સીતાફળ વગેરેનું સેવન કરવું તે અથવા બીડી, સિગારેટ, તમાકુ, ભાંગ વગેરે તુચ્છ વસ્તુઓનો ઉપયોગ કરવો ‘તુચ્છ ઔષધિ ભક્ષણ' કહેવાય છે. ‘શ્રીતત્ત્વાર્થ સૂત્ર’, ‘યોગશાસ્ત્ર’ આદિ ગ્રંથોમાં આ અતિચારોના ક્રમમાં ભિન્નતા બતાવી છે, પરંતુ ભાવની દૃષ્ટિએ સમાનતા છે. Page #364 -------------------------------------------------------------------------- ________________ તેમ જ ‘શ્રી રત્નકરંડશ્રાવકાચાર' અનુસાર ભોગોપભોગ પરિમાણ વ્રતના અતિચાર નીચે મુજબ દર્શાવ્યા છે. જેમ કે, (૧) અનુપ્રેક્ષા – પંચેન્દ્રિયના વિષયમાં રાગનું ન ઘટવું તે અનુપ્રેક્ષા નામનો અતિચાર છે. (૨) અનુસ્મૃતિ - પૂર્વકાળમાં ભોગવેલ વિષયોને વારંવાર યાદ કરવા તે અનુસ્મૃતિ અતિચાર છે. (૩) અતિલૌલ્ય - અતિવૃદ્ધિથી આસક્ત થઈ વિષય ભોગવે તે અતિલૌલ્ય અતિચાર છે. (૪) અતિતૃષ્ણા - આગામી કાળમાં વિષયોને ભોગવવાની અતિતૃષ્ણા રહે તે અતિતૃષ્ણા અતિચાર છે. (૫) અનુભવ વિષયોને ન ભોગવે તે કાળમાં પણ એમ જાણે કે હું ભોગવું જ છું એવા પરિણામ તે અનુભવ અતિચાર છે. આમ આ પાંચ અતિચાર ત્યાગવા યોગ્ય છે. - પંદર કર્માદાન કર્મ અને આદાન બે શબ્દોથી ‘કર્માદાન’ શબ્દ બનેલો છે. આદાન એટલે ગ્રહણ કરવું. કર્મોના ગ્રહણને કર્માદાન કહે છે. જે પ્રવૃત્તિના સેવનથી જ્ઞાનાવરણ આદિ કર્મનો પ્રબળ બંધ થાય છે. જેમાં ઘણી હિંસા થાય છે તે કર્માદાન છે. શ્રાવક માટે તે વર્જિત છે. આ કર્મ સંબંધિત અતિચાર છે. શ્રાવકને તેના ત્યાગની પ્રેરણા આપવામાં આવી છે. પંદર કર્માદાનનું વિશ્લેષણ ‘શ્રી ઉપાશકદશાંગ સૂત્ર’, ‘શ્રી આવશ્યક સૂત્ર’, ‘નિગ્રંથ પ્રવચન’ આદિ ગ્રંથોમાં દર્શાવ્યું છે જે નીચે મુજબ છે. (૧) અંગાર કર્મ અંગાર એટલે કોલસા. અંગાર કર્મનો મુખ્ય અર્થ કોલસા વગેરે બનાવીને વેચવાનું કાર્ય. ઈંટની ભઠ્ઠી ચલાવવી, આગમાં વાસણ પકાવવા, તથા ચૂનાની ભઠ્ઠી, લુહારકામ વગેરે આજીવિકા દ્વારા અર્થોપાર્જન કરવું તે અંગાર કર્મ કહેવાય છે. (૨) વન કર્મ જંગલ કાપીને સાફ કરવું, જંગલનાં વૃક્ષ કાપી લાકડાં વેચવાં, જંગલ કાપવાનો ઈજારો રાખવો, લીલી વનસ્પતિનું છેદન-ભેદન વગેરે કાર્યો ઘોર હિંસાનાં કાર્યો છે. આજીવિકા માટે વન ઉત્પાદન, સંવર્ધન કરીને વૃક્ષને કાપવાં, કપાવવાં તે વન કર્મ છે. (૩) શકટ કર્મ શકટનો અર્થ ગાડી છે. સવારી અથવા માલ લઈ જવા, લાવવા માટે વપરાતા સર્વ વાહનો જેવા કે બેલગાડી, મોટર-સ્કૂટર વગેરે બનાવીને વેચવા તે શકટ કર્મ છે. (૪) ભાડી કર્મ – ભાડીનો અર્થ છે ભાડું. બળદ, ઘોડા, આદિ વાહનો ભાડે આપવાનો વ્યાપાર કરવો. વગેરેને તેમ જ મોટર, રીક્ષા, ટ્રક – 1 (૫) સ્ફોટન કર્મ – સ્ફોટન એટલે ફોડવું, તોડવું, ખોદ ખાણ ખોદવી, પથ્થર તોડવા, કૂવા, વાવ, તળાવ વગેરે ખોદાવવાના ધંધા સ્ફોટન કર્મમ. આવે છે. 31 (૬) દંત વાણિજ્ય - હાથીદાંતનો વ્યાપાર કરવો, ત્રસ જીવોનાં શરીરાવયવોનો વ્યાપાર કરવો. જેમ કે હરણ, વાઘના ચામડાંનો વેપાર કરવો. (૭) લાક્ષા વાણિજ્ય - લાખ, મણશીલ, હડતાલ વગેરે પાપકારી વસ્તુઓનો વેપાર કરવો. (૮) રસ વાણિજ્ય મદિરા વગેરે માદક રસનો વ્યાપાર. તેમ જ મધ, માંસ, ચરબી, માખણ Page #365 -------------------------------------------------------------------------- ________________ વગેરેનો વ્યાપાર પણ રસવાણિજ્ય છે. (૯) વિષ વાણિજ્ય - ઝેરી, પ્રાણઘાતક વસ્તુ જેવી કે અફીણ, વચ્છનાગ, સોમલ, ધતૂરો ઈત્યાદિ ઝેરી ઔષધિઓનો વેપાર કરવો. (૧૦) કેશ વાણિજ્ય - ચમરી ગાય, લીમડી વગેરે પક્ષીઓ, પશુઓના વાળો તેમ જ રોમયુક્ત ચામડાંનો વ્યવસાય કેશ વાણિજ્ય કહેવાય છે. કેટલાક આચાર્યોએ કેશ વાણિજ્યનો અર્થ દાસ, દાસી, ગાય, ભેંસ, બકરી, ઘેટાં, ઊંટ, ઘોડાં વગેરે જીવિત પ્રાણીઓના કય-વિક્રયનો વ્યાપાર પણ કર્યો છે. (૧૧) યંત્ર પીડન કર્મ - તલ, સરસવ, મગફળી વગેરેનું ઘાણી દ્વારા તેલ કાઢવાનો ધંધો, તેમ જ ચરખા, મિલ, પ્રેસ વગેરેનો વેપાર કરવો. (૧૨) નિલંછણ કર્મ – બળદ, ઘોડા, પાડા વગેરે પશુઓને નપુંસક બનાવવાનો ધંધો કરવો, અંગો પાંગનું છેદન કરવું. (૧૩) દાગ્નિ-દાપન – જંગલ, ખેતર, બાગ, બગીચા આદિમાંથી કચરો, ઘાસ વગેરે સાફ કરવા માટે આગ લગાડવાનો ધંધો કરવો. (૧૪) સરહદ-તડાગ-શોષણ - સરોવર, તળાવ, જલાશય વગેરે પાણીના સ્થાનોને સૂકવવાનો (ઉલેચવાનો) ધંધો કરવો. (૧૫) અસતીજન પોષણ - વ્યભિચાર માટે વેશ્યા વગેરેનું પોષણ કરવું, શોખથી હિંસક પશુઓનું પાલન કરવું, શિકાર માટે શિકારી કૂતરા પાળવા. આ સર્વ કાર્યો અસતીજન પોષણમાં અંતર્ગત થાય છે. આ પંદર કર્માદાનથી (વ્યાપારોથી) વિશેષમાં વિશેષ પાપ આવે છે. તેમ જ અનેક જીવોને દુ:ખ, ત્રાસ તથા સંહારના હેતુભૂત છે. માટે ધર્મિષ્ટ શ્રાવકોએ આવા વ્યાપારનો ત્યાગ કરવો જોઈએ. સાતમા વ્રતનું ફળ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર'માં સાતમા વ્રતનું ફળ દર્શાવતાં કહ્યું છે કે, આ વ્રતથી જીવનમાં સાદાઈ અને ત્યાગ આવે છે. તેમ જ આધ્યાત્મિક દૃષ્ટિએ લાભ થવા સાથે શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક વગેરે દષ્ટિથી પણ ઘણો લાભ થાય છે. આ પ્રમાણે ૨૦ અતિચારો સહિત સાતમા વ્રતનું પાલન કરે છે તેનું મેરુ પર્વત જેટલું પાપ તો રોકાઈ જાય છે અને ફક્ત રાઈ જેટલું પાપ રહી જાય છે. આઠમું વ્રત - અનર્થદંડ વિરમણ વ્રત (ત્રીજું ગુણવત) અનર્થ દંડ એટલે “અર્થાત્ વિપરીતોષનર્થ: પ્રયોગ નિરપેક્ષ: ' અર્થ દંડથી વિપરીત અર્થાતુ, પ્રયોજન વિના નિરર્થક થતી હિંસાદિને અનર્થદંડ કહે છે. જેના વડે જીવો દંડ પામે અર્થાત્ હિંસા થાય તેને દંડ કહે છે. “શ્રી સ્થાનાંગ સૂત્ર'માં દંડના બે પ્રકાર કહ્યાં છે, અર્થદંડ અને અનર્થદંડ. શ્રાવકો ગૃહસ્થ જીવનના વ્યવહારમાં કોઈ પણ પ્રયોજનથી Page #366 -------------------------------------------------------------------------- ________________ આરંભ-સમારંભ કરે, જીવહિંસા કરે તે અર્થદંડ છે. વિનાકારણે જીવોની હિંસા થાય તે અનર્થદંડ છે. ધર્મસંગ્રહ’માં અનર્થદંડ વિરમણ વ્રતની પરિભાષા આપતાં દર્શાવ્યું છે કે, ___ शरीराद्यर्थविकलो, यो दण्डः क्रियते जनैः । सोऽनर्थ दण्डस्तत्त्याग स्तार्तीयीकं गुणव्रतम् ।।३५ ।। અર્થાત્ : શરીર સેવાદિ પ્રયોજન વિના મનુષ્યો જે દંડ (પાપકાર્યો) કરે, તે અનર્થદંડ કહેવાય, તેનો ત્યાગ તે ત્રીજું ગુણવ્રત કહ્યું છે. “શ્રી આવશ્યક સૂત્રમાં અનર્થ દંડ વિરમણ વ્રતને સમજાવતાં કહ્યું છે કે, શ્રાવકો અર્થદંડનો ત્યાગ કરી શકતા નથી, પરન્તુ અનર્થદંડનો ત્યાગ કરે તો કેટલાય હિંસા આદિ પાપ સ્થાનોથી કર્મ બંધથી બચી જાય છે. તેથી શ્રાવકના વ્રતમાં “અનર્થદંડ વિરમણ વ્રત'ની ત્રીજા ગુણવ્રત રૂપે ગણના કરી છે. “યોગશાસ્ત્ર'માં અનર્થદંડ વિરમણ વ્રતની પરિભાષા આપતાં કહ્યું છે કે, આર્ત-રૌદ્ર ધ્યાનરૂપ ખરાબ ધ્યાન, પાપકર્મનો ઉપદેશ આપવો. જેનાથી હિંસા થાય તેવાં ઉપકરણો બીજાને આપવાં અને પ્રમાદ આચરણ આ ચાર શરીરાદિકના અર્થે થાય તે અર્થદંડ, તેના પ્રતિપક્ષી પણે જે કાંઈ વગર ફોગટનું કરવામાં આવે તે અનર્થદંડ. એવા ચાર પ્રકારના અનર્થદંડનો ત્યાગ કરવો તે ગૃહસ્થોનું ત્રીજું ગુણવ્રત કહેવાય છે. અનર્થદંડના પ્રકાર – ‘શ્રી આવશ્યકસૂત્ર'માં સૂત્રકારે અનર્થદંડના મુખ્ય ચાર પ્રકાર બતાવ્યા છે. (૧) અપધ્યાનાચરિત રાગદ્વેષવાળા વિચારો કરવા, ઈષ્ટકારી પદાર્થોનો સંયોગ મળે ત્યારે આનંદમાં તલ્લીન બનીને હર્ષિત થવું અને ધન સ્વજનાદિના વિયોગે દુઃખી થવું તેને આર્તધ્યાન કહે છે તથા દુશ્મનોની ઘાતનું કે નુકસાનનું ચિંતન કરવું રૌદ્રધ્યાન છે. બન્ને પ્રકારના ધ્યાન ધ્યાવા તે અપધ્યાનાચરિત અનર્થદંડ (૨) પ્રમાદાચરણ પોતાના ધર્મ, કર્તવ્ય અથવા ફરજ પ્રતિ અજાગૃતપણું તે પ્રમાદ છે. જેમ કે પ્રયોજન વિના પૃથ્વી ખોદવી, પાણીનો વ્યય કરવો, વનસ્પતિ તોડવી, પશુ યુદ્ધ કરાવવા, વેર-વિરોધ વગેરે પ્રમાદ ચર્યા છે. તથા મદિરા વગેરેનું સેવન, વિષય કષાય વધે તેવા પુસ્તકોનું વાંચન, અતિનિદ્રા, વિકથા, જુગાર, મિથ્યાજ્ઞાન, રાગ, દ્વેષભાવ, ધર્મમાં અનાદર, મન-વચન-કાયાના દુપ્રણિધાન પણ પ્રમાદ આચરણ છે. (૩) હિંસપ્રદાન અસ્ત્ર-શસ્ત્રાદિ તથા હિંસક ઉપકરણોનો આદાન-પ્રદાન તથા વ્યાપાર હિંસાદાન છે. હિંસાના કાર્યમાં ચોર, ડાકુ તથા શિકારી વગેરેને હથિયાર આપવાં, આશ્રય આપવો. કોઈ પણ અવિવેકી વ્યક્તિને શસ્ત્રો આપવાં. આ પ્રકારના આચરણથી હિંસાને પ્રોત્સાહન અને મદદ મળે છે, તેથી તે હિંસપ્રદાન અનર્થદંડ છે. Page #367 -------------------------------------------------------------------------- ________________ (૪) પાપકર્મોપદેશ બીજાને પાપકાર્યોમાં પ્રવૃત્ત થવાની પ્રેરણા, ઉપદેશ, સલાહ આપવી. જેમ કે કોઈ શિકારીને બતાવવું કે અમુક સ્થાન પર શિકાર કરવા યોગ્ય પશુ-પક્ષી ઘણાં છે. હિંસા, યુદ્ધ, ચોરી, વ્યભિચાર વગેરે તથા કુવ્યાપારાદિને માટે બીજાઓને પ્રેરિત કરવાં પાપોપદેશ કહેવાય છે. શ્રાવક ચાર પ્રકારના દુષ્કાર્યનો ત્યાગ કરી બે કરણ અને ત્રણ યોગથી અનર્થદંડ વિરમણ વ્રતનો સ્વીકાર કરે છે. ઉક્ત ચાર પ્રકારનાં દુષ્કાર્ય ત્યાગ આધ્યાત્મિક પ્રગતિની સાથે ઉત્તમ અને નૈતિક નાગરિક જીવનની દષ્ટિએ પણ અતિ આવશ્યક છે. અત: અનર્થદંડથી બચવા શ્રાવકે ગૃહસ્થજીવનની અતિ આવશ્યક પ્રવૃત્તિ સિવાય કોઈ પણ અનાવશ્યક ચિંતન, ભાષણ અથવા પ્રવૃત્તિ કરવી નહિ અને મન, વચન, કાયાથી સાવધાન અને સજાગ રહેવું. અનર્થદંડ વિરમણ વ્રતના અતિચાર શ્રી આવશ્યક સૂત્ર', “શ્રી ઉપાશકદશાંગ સૂત્ર’, ‘તત્ત્વાર્થ સૂત્ર આદિ ગ્રંથોમાં નીચે પ્રમાણે આઠમા વ્રતના પાંચ અતિચાર આપ્યા છે. જેમ કે, (૧) કંદર્પ – કંદર્પનો અર્થ કામવિકાર છે. કામવિકારને ઉત્તેજિત કરે તેવા તમામ વચન પ્રયોગો, અશ્લીલ મશ્કરી, અશ્લીલ દશ્યોનું દર્શન વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ કંદર્પ નામના અતિચારમાં થાય છે. (૨) કૌત્કચ - હાથ, મુખ, આંખ આદિથી અભદ્ર ચેષ્ટા કરવી. વિદૂષકની જેમ કુચેષ્ટા કરવી. તુચ્છતાદર્શક ચેનચાળા કરવા વગેરે. (૩) મૌખર્ય - અધિક વાચાળ હોવું. ઉચિત-અનુચિતના વિચાર વિના બોલવું, નિરર્થક વાતો કરવી. અપશબ્દોનો ઉપયોગ કરવો. ઠંડા પહોરના ગપ્પા મારવા વગેરે. સંયુક્તાધિકરણ - આવશ્યકતા વિના હિંસક સાધનો ભેગાં કરવાં જેમ કે ચાકુ, છરી વગેરે શસ્ત્રોને સજીને તૈયાર રાખવા, બંદૂકમાં ગોળી ભરી રાખવી વગેરે એનાથી પાપ પ્રવૃત્તિઓ તુરંત થઈ જાય છે અને આરંભની વૃદ્ધિ કરનાર બને છે. (૫) ઉપભોગ-પરિભોગાતિરેક - ઉવભોગ-પરિભોગનાં સાધનો આવશ્યકતાથી વધારે રાખવાં, તે સાધનોમાં અત્યંત મૂચ્છભાવ રાખવો. “યોગશાસ્ત્ર', “શ્રી રત્નકરંડશ્રાવકાચાર' આદિ ગ્રંથોમાં આ અતિચારોના ક્રમમાં ભિન્નતા જોવા મળે છે પરન્તુ ભાવની દષ્ટિએ સમાનતા છે. ઉપરોક્ત પાંચ અતિચારને જાણીને શ્રાવકે તેનું આચરણ કરવું નહિ. આઠમા વ્રતનું ફળ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર'માં આઠમા વ્રતનું ફળ દર્શાવતાં કહ્યું છે કે, આ વ્રતથી અનેક પ્રકારનાં ખોટાં પાપોથી બચી જવાય છે. જીવન સંસ્કારિત બને છે. તામસ અને રાજસ વૃત્તિ દૂર થાય છે. સાત્ત્વિક વૃત્તિ પ્રગટે છે. Page #368 -------------------------------------------------------------------------- ________________ આ વ્રતનું સમ્યક્ રીતે પાલન કરવાથી અનેક પ્રકારનાં પાપોથી અને ચીકણાં કર્મબંધનથી બચી જઈ આ જગતમાં સુખોપજીવી થઈ ભવિષ્યમાં સ્વર્ગ અને મોક્ષના સુખો પ્રાપ્ત કરી શકાય. અનર્થદંડ વિરમણ વ્રતની આરાધના આત્માને અંતર્મુખી બનાવે છે. તેમાં સજાગ રહેવાથી જીવ ક્રમશ: આત્મવિકાસ કરતો જાય છે. ધાર્મિક સંસ્કારોથી સુસંસ્કારિત તેનું વ્યાવહારિક જીવન અન્ય માટે પણ આદર્શ અને પ્રેરણાભૂત બને છે. નવમું વ્રત સામાયિક વ્રત (પ્રથમ શિક્ષાવ્રત) - સામાયિકનું સ્વરૂપ બતાવતા ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર'માં કહ્યું છે કે, સમ એટલે સમતા, શાંતિ. આય એટલે લાભ. જેનાથી શાંતિ પ્રાપ્ત થાય તે સામાયિક છે. ‘શ્રી આવશ્યક સૂત્ર’ અનુસાર સામાયિક એટલે સમભાવ. સમભાવને સિદ્ધ કરનારી સાધનાને ‘સામાયિક વ્રત’ કહે છે. રાગ-દ્વેષવર્ધક સંસારી સર્વ પ્રપંચોથી, સાવદ્યકારી-પાપકારી પ્રવૃત્તિઓથી નિવૃત્ત થઈને નિરવદ્ય યોગ, સ્વાધ્યાય, ધ્યાન આદિ સમભાવની પોષક પ્રવૃત્તિનો સ્વીકાર કરવો, જગત્ઝવો સાથે મૈત્રીભાવ રાખવો તે સામાયિક વ્રત છે. ‘શ્રી સૂયગડાંગ સૂત્ર’, ‘અનુયોગદ્વાર સૂત્ર’ તથા આવશ્યક નિર્યુક્તિમાં ‘સામાયિક’નું સ્વરૂપ દર્શાવતાં કહ્યું છે કે, जो समो सव्वभूएस तसेसुथावरेसुय । तस्स सामाइयं होइ इअं केवलिभासियं ।। અર્થાત્ ઃ ત્રસ અને સ્થાવર જીવો પર જે સમભાવ રાખે છે તેની શુદ્ધ સામાયિક છે, એમ કેવલી ભગવંતે કહ્યું છે. ‘શ્રી ભગવતી સૂત્ર'માં કહ્યું છે કે, ‘ગાયા સામા, ગાયા સામાયલ્સઽદે।’ અર્થાત્ આત્મા સામાયિક છે અને આત્મા જ સામાયિકનો અર્થ છે. આચાર્ય પદ્મનન્દ્રિએ ‘ૐ ધમ્મ રસાયણં’માં સામાયિક વ્રતની પરિભાષા આપતાં કહ્યું છે કે, આર્ત્ત-રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરી અને બધાં પ્રાણીઓમાં સમતાભાવ ધારણ કરી સંયમ ધારણ કરવાની શુભ ભાવના કરવી તે ‘પ્રથમ શિક્ષાવ્રત' કહેવાય છે. ‘નિગ્રંથ પ્રવચન’ અનુસાર સંસારના બધા પદાર્થો ઉપર રાગદ્વેષનો અભાવ હોવો, સમાન ભાવ, તટસ્થ વૃત્તિ કે મધ્યસ્થતાની ભાવના જાગવી એ સામાયિક વ્રત છે. આ સમભાવ ત્રણ પ્રકારે થાય છે. તેથી સામાયિકના પણ ત્રણ ભેદ થાય છે. ૧) સમ્યક્ વ સામાયિક, ૨) શ્રુત સામાયિક અને ૩) ચારિત્ર સામાયિક. સમ્યક્ત્વ સામાયિક પણ ઔપશમિક, ક્ષાયિક અને ક્ષાયોપામિક સમ્યક્ત્વ સામાયિકના ભેદથી ત્રણ પ્રકારે છે. શ્રુત સામાયિકના ત્રણ ભેદ છે. સૂત્ર, અર્થ અને સૂત્રાર્થરૂપ સામાયિક. ચારિત્ર સામાયિક દેશ વિરતિ અને સર્વ વિરતિના ભેદથી બે પ્રકારની છે. આત્મ કલ્યાણનાં સાધનમાં સામાયિકની ઘણી મહત્તા છે. સામાયિકનો આધાર લેનાર શ્રાવક સામાયિકની અવસ્થામાં સાધુ સરખો બની જાય છે. કહ્યું છે કે, Page #369 -------------------------------------------------------------------------- ________________ सामाईयम्मि तु कए, समणोइव सावओ हवइ जम्हा । પળ વારણેળ, વહુસો સામાÄ જુગ્ગા ।। ૨૦૨૫ અર્થાત્ સામાયિક કરવાથી શ્રાવક સાધુ જેવો બની જાય છે, તેથી શ્રાવકે વારંવાર સામાયિક કરવી જોઈએ. સામાયિકમાં લાગતા મન, વચન અને કાયાના બત્રીસ દોષો નીચે પ્રમાણે છે. મનના દશ દોષ અવિવેજ્ઞસોજિત્તી, તામી મ-મય-નિયાળી । સંસય-રોસ-અવિળો, સવહુમાળપુ ઢોસો માળિયના ।। અર્થાત્ : ૧) અવિવેક, ૨) યશઃ કીર્તિ, ૩) લાભાર્થ, ૪) ગર્વ, ૫) ભય, ૬) નિદાન, ૭) સંશય, ૮) રોષ, ૯) અવિનય અને ૧૦) અબહુમાન-દોષ. આ મનના દશ દોષો છે. વચનના દશ દોષો कुवयणं सहसाकरे सछंद-संखेय- कलहं च । विगहा - विहासोऽसुद्धं, निरवेक्खो मुणमुणा दोसा दस ।। અર્થાત્ : ૧) કુવચન, ૨) સહસાકાર, ૩) સ્વચ્છંદ, ૪) સંક્ષેપ, ૫) કલહ, ૬) વિકથા, ૭) હાસ્ય, ૮) અશુદ્ધ, ૯) નિરપેક્ષ અને ૧૦) મમ્મન. એમ વચનના દશ દોષો છે. કાયાના બાર દોષો कुआसणं चलासणं चलादिट्ठी, सावज्जकिरिचाऽऽलंबणा SSकुज्वणं - पसारणं । બાલસ-મોડન-મન-ત્વિમાસળ, નિદ્રા વેયાવતિ બારસ હાયવોસા || અર્થાત્ : ૧) કુઆસન, ૨) ચલાસન, ૩) ચલદષ્ટિ, ૪) સાવદ્યક્રિયા, ૫) આલંબન, ૬) આકુંચન પ્રસારણ, ૭) આળસ, ૮) મોડન, ૯) મલ, ૧૦) વિમાસન, ૧૧) નિદ્રા અને ૧૨) વૈયાવૃત્ય. આ કાયાના બાર દોષો છે. અતઃ સામાયિકમાં દશ મનના, દશ વચનના અને બાર કાયાના કુલ બત્રીસ દોષો ટાળવા માટે સાધકે સાવધાન રહેવું જોઈએ. દોષરહિત સાધનાથી જ અધ્યાત્મવિકાસ થાય છે. સામાયિકની શુદ્ધિ સામાયિક વ્રતની ગુણવત્તા વધારવા માટે તેમાં ચાર પ્રકારની શુદ્ધિ કરવી આવશ્યક છે જેમ કે, ૧) દ્રવ્ય શુદ્ધિ, ૨) ક્ષેત્ર શુદ્ધિ, ૩) કાળ શુદ્ધિ અને ૪) ભાવ શુદ્ધિ. ૧. દ્રવ્ય શુદ્ધિ-સામાયિક કરવા માટે આસન, વસ્ત્ર, પૂંજણી, માળા, મુખવસ્તિકા આદિ ઉપકરણોની શુધ્ધિ તે દ્રવ્યશુધ્ધિ છે. ૨. ક્ષેત્ર શુદ્ધિ- સાધક જે સ્થાને બેસી સામાયિક આદિ ધર્મ ક્રિયા કરે છે, તે ક્ષેત્ર કહેવાય છે. તે સ્થાન શુદ્ધ પવિત્ર હોવું જરૂરી છે. Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩. કાલ શુદ્ધિ- કાળનો અર્થ સમય છે. સમયની શુદ્ધિ કરવી તે કાલશુદ્ધિ છે. યોગ્ય સમયનો વિચાર કરી સામાયિક કરવામાં આવે તો જ સામાયિક નિર્વિને સ્થિરતાપૂર્વક પૂર્ણ થાય છે. ૪. ભાવ શુદ્ધિ-મન, વચન અને શરીરની શુદ્ધિ રાખવી તે ભાવ શુદ્ધિ છે. માટે મન- વચન કાયાના દોષોને જાણીને જેનાથી દૂર રહેવું જોઈએ. સામાયિક વ્રત લેવાની વિધિ | ‘નિગ્રંથ પ્રવચન'માં સામાયિક વ્રત લેવાની વિધિ દર્શાવતાં લખ્યું છે કે, સંસારના બધા સાવદ્ય કાર્યોથી નિવૃત્ત થઈને નિર્જીવ જગ્યા ઉપર પૌષધશાળા વગેરે સ્થાનોમાં જઈને કપડાં-ઘરેણાં ત્યાગીને ફક્ત બે સ્વચ્છ વસ્ત્ર પહેરીને જમીન પર આસન પાથરીને આઠ પડની મુહપત્તી બાંધીને, પૂર્વ દિશા તરફ પોતાનું મુખ રાખીને, સિદ્ધાસન, પદ્માસન આદિ કોઈ એક આસને સ્થિરતાપૂર્વક બેસીને સામાયિક વ્રત ધારણ કરવું. ઓછામાં ઓછી ૪૮ મિનિટ સુધી આ જ સ્થિતિમાં રહેવું. આ અવસ્થામાં રાગદ્વેષનો ત્યાગ કરી સમતાભાવ, આત્મધ્યાન, નવકાર મંત્રનો જાપ કે આધ્યાત્મિક ગ્રંથનો સ્વાધ્યાય કરવો. શ્રાવક આ વ્રત બે કરણ અને ત્રણ યોગથી સ્વીકારે છે. સામાયિક વ્રતની બાહ્ય ક્રિયા વ્યવહાર સામાયિક છે અને સમભાવ ઉત્પન્ન થવો એ નિશ્ચય સામાયિક છે. સામાયિક વ્રતના અતિચાર શ્રી આવશ્યક સૂત્ર’, ‘શ્રી ઉપાશકદશાંગ સૂત્ર', 'નિગ્રંથ-પ્રવચન' આદિ ગ્રંથોમાં સામાયિક વ્રતના પાંચ અતિચાર નીચે પ્રમાણે છે : (૧) મન દુપ્રણિધાન – પ્રણિધાન એટલે પ્રવૃત્તિ. મનની અયોગ્ય પ્રવૃત્તિ અથવા દૂષિત ચિંતન મન દુપ્રણિધાન કહેવાય. મન સૌથી વધારે ચંચળ છે. તે જલદી ખરાબ રસ્તા તરફ દોડે છે. સાંસારિક પ્રપંચોની, ઘરની સમસ્યાઓની વિચારણામાં મગ્ન થવું તે મન દુપ્રણિધાન છે. (૨) વચન દુપ્રણિધાન - સામાયિકમાં વચનનો દુરુપયોગ કરવો. અર્થાત્ કર્કશ, કઠોર, માર્મિક, હિંસક અપ્રિય આદિ વચનો બોલવાં, યોગ્ય વાણીનો પ્રયોગ ન કરવો મિથ્યાભાષણ કરવું, તે વચન દુપ્રણિધાન છે. કાય દુપ્રણિધાન - કાયાની ચંચળતાથી હાથ, પગ લાંબા ટૂંકા કરવા, આળસ મરડવી, વારંવાર આસન બદલાવવું, પ્રયોજન વિના ઊભા થવું વગેરે કાયિક દોષોના સેવનને કાય દુપ્રણિધાન કહે છે. સામાયિક સ્મૃતિ અકરણતા – સામાયિકમાં હોવા છતાં સામાયિકની સ્થિતિને ભૂલી જવી, સામાયિક કરતાં કાયોત્સર્ગ આદિ ભૂલી જાય તે સામાયિક સ્મૃતિ અકરણતા નામનો અતિચાર કહેવાય. (૫) સામાયિક અન્નસ્થિત કરણતા - વ્યવસ્થિત રીતે સામાયિક ન કરવી. જેમ કે સામાયિકનો વખત થયા પહેલાં સામાયિક પાળી લેવી, અથવા સામાયિકનો સમય વેઠની જેમ પૂર્ણ કરવો. નિંદા, વિકથા આદિમાં સામાયિકનો કાળ વ્યર્થ ગુમાવવો વગેરે. (૪) Page #371 -------------------------------------------------------------------------- ________________ ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર’, ‘શ્રી રત્નકરંડશ્રાવકાચાર’, ‘સાગારધર્મ’ આદિ ગ્રંથોમાં પણ ઉક્ત પાંચ અતિચારનું કથન છે પરંતુ તેના ક્રમમાં તેમ જ શબ્દપ્રયોગમાં ફેરફાર છે, છતાં ભાવની દૃષ્ટિથી સમાનતા છે. સૂત્રકારે સામાયિક વ્રતની નિર્મળતા માટે પાંચ અતિચારોનું કથન કર્યું છે. આ અતિચારો જાણવા જરૂરી છે પરંતુ આચરવા યોગ્ય નથી. કારણ કે અતિચાર આચરણથી વ્રત દૂષિત બને છે. સામાયિક વ્રતનું ફળ સામાયિક તે સ્વરક્ષાથી સર્વરક્ષા સુધી પહોંચાડનારો સેતુ છે. સામાયિકથી સાધકના અંતરમાં દયા, પરોપકાર, કરુણા, ક્ષમા, ઉદારતા જેવા અનેક આત્મગુણોનો વિકાસ થાય છે. સામાયિક વિનાની સર્વ સાધના શૂન્ય છે, તેથી જ પૂર્વાચાર્યોએ કહ્યું છે કે, तिव्वतवं तवमाणे जं न वि निट्ठवड़ जम्म कोडीहिं । तं समभाविअ चित्तो खवेइ कम्मं खणद्वेण ॥ અર્થાત્ : કરોડો જન્મો સુધી નિરંતર ઉગ્ર તપ કરનાર તપસ્વી જે કર્મોને નષ્ટ કરી શકતા નથી, તે કર્મોને સમભાવપૂર્વક સામાયિક કરનાર સાધક માત્ર અડધી ક્ષણમાં જ નષ્ટ કરી નાંખે છે.૧૦ સંબોધ સિત્તરીમાં પણ સામાયિકનું ફળ દર્શાવતાં કહ્યું છે કે, दिवस दिवस लक्खं देइ सुवणस्स खंडियं एगो । इयरो पुण्य सामाइयं, न पहुप्पहो तस्स कोइ || અર્થાત્ ઃ નિત્ય પ્રતિ લાખ ખાંડી સોનાનું લાખ વર્ષ પર્યંત કોઈ દાન આપે તેનું પુણ્ય તે એક સામાયિક વ્રતના ફળની બરાબર કરી શકે નહિ. ‘પુણ્ય પ્રમાણ’ નામના ગ્રંથમાં કહ્યું છે કે એક શુદ્ધ સામાયિક કરનાર ૯૨,૫૯,૨૫,૯૨૫Ż પલ્યોપમનું દેવાયુષ્ય બાંધે છે. તેમ જ ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર' ૭/૧૬માં પણ દર્શાવ્યું છે કે, આ વ્રતથી સમતાનો અનુભવ થાય છે. અનેક પ્રકારના પૂર્વ સંચિત પાપોનો નાશ થાય છે. જ્ઞાનાદિ ત્રણ રત્નોનો લાભ થાય છે. આત્માની અનંત શક્તિ પ્રગટ થાય છે. ગૃહસ્થ હોવા છતાં સાધુ જેવું જીવન બને છે. અતઃ સામાયિકની સમ્યક્ પ્રકારની આરાધના દ્વારા સાધક પોતાનું આત્મકલ્યાણ કરી શકે છે. દસમું વ્રત – દેશાવગાસિક વ્રત (બીજું શિક્ષાવ્રત) ‘દેશ’ અને ‘અવકાશ' આ બે શબ્દો મળીને દેશાવગાસિક શબ્દ બન્યો છે. ‘શ્રી આવશ્યક સૂત્ર’માં દેશાવગાસિક વ્રતની પરિભાષા આપતા કહ્યું છે કે, दिग्वते गृहीतं यद्दिक परिमाणं तस्यैकदेशो देश: तत्रावकाश: गमनाद्यवस्थानं देशावकाश: तेन निवृत्तं देशावकाशिकम् ।। અર્થાત્ : છઠ્ઠા વ્રતમાં જે દિશાનું ક્ષેત્ર પરિમાણ નિશ્ચિત કર્યું છે તેના એક દેશમાં, એક વિભાગમાં અવકાશ એટલે ગમનાદિ પ્રવૃત્તિ કરવી અને તે સિવાયના ક્ષેત્રમાં ગમનાદિ દરેક પ્રવૃત્તિના Page #372 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યાખ્યાન કરવા તે દેશાવગાસિક વ્રત છે. એટલે કે દિશા વ્રતમાં ગ્રહણ કરેલી દિશાની મર્યાદા પ્રતિદિન સીમિત કરવી તે દેશાવગાસિક વ્રત છે. “અવકાશ'નો અર્થ નિવૃત્તિ પણ થાય છે. તેથી બીજા વ્રતોમાં પણ આ રીતે દરરોજ અથવા અમુક સમય માટે જે સંક્ષેપ કરવો તથા પ્રતિદિન ચૌદ નિયમ ધારણ કરવા તે પણ આ વ્રતમાં સમાવિષ્ટ થાય છે. શ્રી ધર્મસંગ્રહમાં દેશાવગાસિક વ્રતની પરિભાષા આપતાં કહ્યું છે કે, संक्षेपणं गृहीतस्य, परिमाणस्यदिग्बते । __ यत् स्वल्पकालं तद् ज्ञेयं, व्रतम् देशावकाशिकम् ।।३८ ।। ' અર્થાત્ : છઠ્ઠા દિવ્રતમાં નક્કી કરેલા પ્રમાણમાં ('પુનઃ અમુક) અલ્પકાળ માટે જે સંક્ષેપ કરવો, તે દેશાવગાસિક નામનું બીજું શિક્ષાવ્રત જાણવું. યોગશાસ્ત્ર અનુસાર, દિવ્રત (દિશાવ્રત) નામના પ્રથમ ગુણવ્રતમાં જીવનપર્યત/વર્ષ/ ચાતુર્માસ માટે દશે દિશાઓમાં આવાગમનની જે સીમા મર્યાદા નિશ્ચિત કરી હોય, તેમાં પણ દિવસ, રાત્રિ/પ્રહર/મુહૂર્ત માટે સંક્ષેપ કરવું દેશાવગાસિક વ્રત કહેવાય છે. તેમ જ આ વ્રતમાં દિવ્રતનું સંક્ષેપ લક્ષણથી બીજા સાત વ્રતોનું પણ સંક્ષેપ કરવાનું વિધાન છે. આ વ્રતને ધારણ કરવાના સમયે શ્રાવક પોતાની આવશ્યકતા અને પ્રયોજન અનુસાર સીમા નક્કી કરે છે, કે હું અમુક સમય સુધી અમુક સ્થાન સુધી જ લેવડ-દેવડનો સંબંધ રાખીશ. તે મર્યાદાની બહારના ક્ષેત્રથી કંઈ મંગાવતો નથી અને કંઈ પણ મોકલાવતો નથી. આ જ તેનું દેશવ્રત છે. ઈચ્છાઓને રોકવાનું આ શ્રેષ્ઠ સાધન છે. શ્રાવક આ વ્રત બે કરણ અને ત્રણ યોગથી અંગીકાર કરે છે. પરંતુ ભોગપભોગના પચ્ચખાણ અને ચૌદ નિયમનું ધારણ એક કરણ અને ત્રણ યોગથી કરે છે. આ વ્રતમાં કેટલાક આગાર હોય છે, જેમ કે, ૧) રાજાની આજ્ઞાથી મર્યાદા બહાર જવું પડે તો, ૨) દેવ કે વિદ્યાધર વગેરે હરણ કરીને બહાર લઈ જાય તો, ૩) રોગને કારણે, ગાંડપણ આદિના કારણે બહાર ચાલ્યું જવાય, ૪) સાધુનાં દર્શન માટે જવું પડે તો, ૫) જીવરક્ષા માટે જવું પડે તો અને ૬) બીજા કોઈ મોટા ઉપકાર માટે જવું પડે તો આગાર. અતઃ લૌકિક એષણા, આરંભ વગેરેને મર્યાદિત કરી જીવનને ઉત્તરોત્તર આત્મનિરત બનાવવામાં દેશાવગાસિક વ્રત ઘણું અગત્યનું છે. દેશાવગાસિક વ્રતના અતિચાર શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર', “શ્રી ઉપાશકદશાંગ સૂત્ર', “શ્રી આવશ્યક સૂત્ર' આદિ ગ્રંથોમાં દેશાવગાસિક વ્રતના પાંચ અતિચાર નીચે પ્રમાણે છે. (૧) આનયન પ્રયોગ – જેટલા ક્ષેત્રની મર્યાદા કરી છે, તે મર્યાદિત ક્ષેત્રથી બહારની વસ્તુઓ (કાગળ, ચિઠ્ઠી, ટેલિફોન દ્વારા) અન્ય પાસેથી મંગાવવી. (૨) પ્રેષ્ય પ્રયોગ – મર્યાદિત ક્ષેત્રથી બહારનાં ક્ષેત્રનાં કાર્ય કરવા માટે સેવક, પરિવારના સભ્યને મોકલવા. Page #373 -------------------------------------------------------------------------- ________________ (૩) શબ્દાનુપાત – મર્યાદિત ક્ષેત્રથી બહારનું કાર્ય કરવાનો પ્રસંગ આવે તો છીંક ખાઈને, ઉધરસ ખાઈને ખોંખારો ખાઈને અથવા કોઈને બોલાવીને, પાડોશીને સંકેત કરીને કામ કરાવવું. (૪) રૂપાનુપાત - મર્યાદિત ક્ષેત્રથી બહારના કામ માટે મોઢાથી કાંઈ બોલ્યા વગર પોતાનું રૂપ બતાવીને, મુખદર્શન કરાવીને દષ્ટિથી સંકેત કરી કામ કરાવવું. (૫) બહિઃપુદ્ગલ પ્રક્ષેપ - મર્યાદિત ક્ષેત્રથી બહારનાં કામ કરાવવા માટે કાંકરા વગેરે ફેંકીને બીજાને ઈશારો કરવો. “શ્રી રત્નકરંડશ્રાવકાચાર', યોગશાસ્ત્ર આદિ ગ્રંથોમાં આ પાંચ અતિચારોના ક્રમમાં ભિન્નતા દર્શાવી છે. પરંતુ ભાવની દૃષ્ટિથી સમાનતા છે. અતઃ ઉક્ત પાંચ અતિચારો જાણીને તેનો ત્યાગ કરવો અને સમ્યક રીતે વ્રતનું પાલન કરવું. દશમા વ્રતનું ફળ ‘દશાવગાસિક વ્રતની આરાધનાથી જીવ હિંસા આદિ આશ્રવદ્વાનોનો વિરોધ કરે છે. પોતાની ઈચ્છાઓનો વિરોધ કરે છે. ઈચ્છાઓનો નિરોધ થતા તે જીવ બધા વિષયો તરફથી તૃષ્ણારહિત બની જાય છે અને તેથી પૂર્વે કરેલાં કર્મોને ખપાવે છે. તેમ જ અંતિમ લક્ષ્યને સિદ્ધ કરી શકે છે. અગિયારમું વ્રત - પૌષધવત (પૌષધોપવાસ વ્રત - ત્રીજું શિક્ષાત) ‘પૌષધ' અને “પ્રોષધ' આ બન્ને શબ્દ “પર્વ (પર્વ-તિથિઓ)ના અર્થમાં પ્રયુક્ત થયા છે. અભિધાન રાજેન્દ્રકોશમાં ‘પોસહ’ શબ્દનું સંસ્કૃત સમાન્તર શબ્દ “પૌષધ' પણ લીધો છે. ‘પૌષધ' શબ્દની વ્યાખ્યા કરતા આચાર્ય શ્રીમદ્ વિજય રાજેન્દ્રસૂરિશ્વરજીએ કહ્યું છે કે, અષ્ટમી, ચૌદશ, પૂર્ણિમા આદિ પર્વ દિવસોમાં કરવામાં આવતાં વ્રત વિશેષને ‘પૌષધ' કહે છે.” અત: ‘પોષધ' શબ્દ “પર્વ'નો પર્યાયવાચી શબ્દ છે. તેમ જ અભિધાન રાજેન્દ્રકોશમાં “પોષધ' શબ્દની નિરુક્તિ આપતાં કહ્યું છે કે, “પોષ પુષ્ટિ પ્રમાદ્ ઘસ્ય દત્તે રોતીતિ પોષg: I’ જેનાથી ધર્મની પુષ્ટિ થાય તેને “પોષધ' કહે છે. ધર્મસંગ્રહમાં પોષધવ્રતની પરિભાષા આપતાં કહ્યું છે કે, आहार-तनुसत्काराऽब्रह्म-सावद्यकर्मणाम् । ત્યા : પર્વ-ચતુષ્ટયાં, તબિંદુ પૌષધદ્રતમ્ રૂ અર્થાત્ : આહાર, શરીરસત્કાર, મૈથુન અને પાપવ્યાપારનો ચાર પર્વોમાં ત્યાગ કરવો તેને . પૌષધવ્રત કહ્યું છે. નિગ્રંથ પ્રવચન અનુસાર જે વ્રતથી ધર્મનું, આત્માના સ્વાભાવિક ગુણોનું અથવા છ કાય જીવોનું પોષણ થાય છે એને પૌષધવ્રત કહે છે. યોગશાસ્ત્રમાં પણ પૌષધવ્રતની પરિભાષા આપતાં કહ્યું છે કે, चतुःपा चतुर्थादि कुव्यापारनिषेधनम् । ब्रह्मचर्यक्रियास्नानादित्याग: पौषधव्रत ।।८५।। Page #374 -------------------------------------------------------------------------- ________________ અર્થાત્ : ચાર પર્વમાં ઉપવાસ આદિ તપ કરવો, પાપવાળા સદોષ વ્યાપારનો ત્યાગ કરવો. બ્રહ્મચર્ય પાળવું અને સ્નાનાદિ શરીરની શોભાનો ત્યાગ કરવો, એમ પૌષધવ્રત ચાર પ્રકારનું છે. ‘શ્રી આવશ્યકસૂત્ર’ અનુસાર પૌષધોપવાસ એટલે ‘પૌષષે ૩૫વસન પૌષધોપવાસ: ।' પૌષધમાં ઉપવશન રહેવું તે પૌષધોપવાસ કહેવાય છે. પૌષધોપવાસ/પૌષધનું સ્વરૂપ પૌષધોપવાસમાં પૌષધ અને ઉપવાસ આ બે શબ્દ છે. પૌષધનો અર્થ ધર્મનું પોષણ અથવા પુષ્ટિ કરનારી ક્રિયા વિશેષ છે. ઉપવાસ શબ્દનો અર્થ આત્મા અથવા આત્મગુણોની સમીપે વાસ કરવો તે છે. આત્મગુણોનું સાંનિધ્ય સાધવામાં કેટલાક સમય માટે બહિર્મુખતા નાશ પામે છે. બહિર્મુખતામાં સહુથી વધારે મહત્ત્વપૂર્ણ સ્થાન ભોજનનું છે, તેથી સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી ચોવીસ કલાક માટે અશન, પાણી, ખાદિમ, સ્વાદિમ આદિ ચારે આહારનો ત્યાગ કરવો તે ઉપવાસ છે. પૌષધ અને ઉપવાસરૂપ સમ્મિલિત સાધનાનો અર્થ એ છે કે એક અહોરાત્ર માટે ગૃહસ્થપણાના સર્વ સંબંધોને છોડીને પ્રાય: સાધુવત્ થઈ, નિશ્ચિત સ્થાનમાં રહી, ઉપવાસ સહિત આત્મગુણોની પોષક પ્રવૃત્તિઓ કરવી તે પૌષધોપવાસ છે. ‘અભિધાન રાજેન્દ્રકોશ’, ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર' આદિ અનુસાર પૌષધ દિવસ/રાતનું અથવા દિવસ-રાતનું એક સાથે લઈ શકાય છે. એટલે પૌષધ એકસાથે ચાર અથવા આઠ પ્રહરનું લઈ શકાય. ‘શ્રી રત્નકરંડશ્રાવકાચાર’માં પ્રોષધોપવાસ ૧૬ પ્રહરના માન્યાં છે. જેમ કે, ઉપવાસના પૂર્વ અને ઉપવાસ પછી એકવાર ભોજન કરવું, એને પ્રોષધ કહે છે. આ પ્રમાણે સોળ પ્રહર સુધી ભોજન આદિ આરંભાચરણ તજવું તે ‘પૌષધોપવાસ’ છે. પૌષધોપવાસના પ્રકાર ‘શ્રી આવશ્યક સૂત્ર’ આદિ ગ્રંથોમાં પૌષધોપવાસના ચાર પ્રકાર દર્શાવ્યાં છે. જેમ કે, ૧) આહાર પૌષધ, ૨) શરીર સત્કાર પૌષધ, ૩) બ્રહ્મચર્ય પૌષધ અને ૪) અવ્યાપાર પૌષધ. તે દરેકના બે પ્રકાર છે, ક) સર્વથી અને ખ) દેશથી. શ્રાવકો પોતાની ઈચ્છા અને અનુકૂળતા પ્રમાણે વ્રતનો સ્વીકાર કરી શકે છે. શ્રી ભગવતી સૂત્ર'માં શંખ અને પુષ્કલી શ્રાવકના કથાનકથી આહાર સહિતનો તથા ચારે આહારનો ત્યાગપૂર્વકનો, આ બન્ને પ્રકારના પૌષધ સિદ્ધ થાય છે. પ્રચલિત પરંપરા અનુસાર ચારે પ્રકારના પૌષધ સાથે થાય તેને જ પરિપૂર્ણ પૌષધ કહે છે. પૌષધોપવાસની આરાધના શ્રાવક ગમે ત્યારે કરી શકે છે. તેમ છતાં બીજ, પાંચમ, આઠમ, અગિયારસ, ચૌદશ પાખી વગેરે પર્વતિથિઓ નિશ્ચિત કરી છે. પૌષધમાં શાતા અને શાંતિ રહે તે માટે આપણા પૂર્વાચાર્યો ૧૮ દોષો ટાળવાનું કહી ગયા છે, તે નીચે મુજબ છે. ૧) શરીરની શોભા માટે શૃંગાર કરવો નહિ, ૨) બ્રહ્મચર્ય પાળવું, ૩) સરસ આહાર કરવો Page #375 -------------------------------------------------------------------------- ________________ નહિ, ૪) વસ્ત્રો ધોવાં નહિ, ૫) આભૂષણો પહેરવાં નહિ, ૬) વધારે પડતું ખાવું નહિ (આ છ બોલ પોષાના આગલે દિવસે રાખવાના છે), ૭) અવ્રતીની વૈયાવચ્ચ કરવી નહિ, ૮) શરીરની શુશ્રુષા કરવી નહિ, ૯) મેલ ઉતારવો નહિ, ૧૦) ઘણી નિદ્રા કરવી નહિ, ૧૧) પુંજ્યા વગર ખણવું નહિ. ૧૨) ચાર વિકથા કરવી નહિ, ૧૩) પર નિંદા કરવી નહિ, ૧૪) વ્યાપારની લેણદેણની, હિસાબની કથા વગેરે સંસારી વાતો કરવી નહિ. ૧૫) અંગઉપાંગ જોવા નહિ. ૧૬) ગોત્ર, જાતિ જ્ઞાતિ વગેરે સાંસારિક સંબંધોની વાતો કરવી નહિ. ૧૭) ખૂલે મોઢે બોલવું નહિ, ૧૮) ભય ઉપજાવવો નહિ. - ઉક્ત અઢાર દોષો ટાળીને શ્રાવક બે કરણ અને ત્રણ યોગથી વ્રત ધારણ કરે છે. પૌષધવ્રતના પાંચ અતિચાર શ્રી આવશ્યક સૂત્ર', “શ્રી ઉપાશકદશાંગ સૂત્ર’, ‘નિગ્રંથ પ્રવચન આદિ ગ્રંથોમાં પૌષધવ્રતના પાંચ અતિચાર નીચે પ્રમાણે છે. (૧) અપ્રતિલેખિત -- દુપ્રતિલેખિત શય્યા સંસ્મારક : શય્યા-પૌષધ કરવાનું સ્થાન અને સંસારક, જેના પર સૂઈ શકાય તેવી ચટાઈ વગેરે પાથરવાનાં ઉપકરણ. તે જોયા વગર વાપરવા અથવા અયોગ્ય રીતે જોવા, જતનાથી ન જોયેલા ઉપકરણોનો ઉપયોગ કરવો. અપ્રમાર્જિત – પ્રમાર્જિત શય્યા સસ્તારક : પોંજ્યા વિનાનું અથવા અયોગ્ય રીતે પોંજેલું સ્થાન અને પાથરવાનાં ઉપકરણોનો ઉપયોગ કરવો. અપ્રતિલેખિત – દુષ્પતિલેખિત ઉચ્ચાર પ્રસવણ ભૂમિ : મળ, મૂત્ર, કફ વગેરે ત્યાગવાની જમીન ન જોવી કે અયોગ્ય રીતે જોઈને ઉપયોગ કરવો. (૪) અપ્રમાર્જિત - દુપ્રમાર્જિત ઉચ્ચાર પ્રસવણ ભૂમિ : પોંજ્યા વિનાના તથા અયોગ્ય રીતે પોંજેલા લઘુનીત, વડીનીતના ત્યાગનાં સ્થાનનો ઉપયોગ કરવો. (૫) પૌષધોપવાસ સમ્યક અનનુપાલન : પૌષધ ઉપવાસનું સમ્યક પ્રકારે અથવા યથાવિધિ પાલન ન કરવું. પૌષધ વ્રતમાં આત્મગુણોનું પોષણ થાય તેવી પ્રવૃત્તિ ન કરી હોય. શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર', ‘યોગશાસ્ત્ર', તેમ જ “શ્રી રત્નકરંડશ્રાવકાચાર' આદિ ગ્રંથોમાં આ પાંચ અતિચારમાં થોડા શબ્દફેર જોવા મળે છે, પરંતુ ભાવની દષ્ટિએ સમાનતા છે. ઉક્ત પાંચ અતિચાર જાણીને તેનો ત્યાગ કરી સમ્યક રીતે આ વ્રતની આરાધના કરવી. પૌષધવ્રતનું ફળ ધર્મસંગ્રહ'માં પૌષધવ્રતનું ફળ દર્શાવતાં કહ્યું છે કે, જે મણિરત્નજડિત સુવર્ણનાં પગથિયાંવાળું હજાર સ્થંભવાળું, ઊંચું, સોનાના તળિયાવાળું શ્રી જિનમંદિર કરાવે, તેનાથી તપ સાથેનો સંયમ (પૌષધ) વિશેષ ફળદાયી છે. તેમ જ સત્તાવીસ અબજ, સિત્તોતેર ક્રોડ, સિત્તોતેર લાખ, સિત્તોતેર હજાર, સાતસો સિત્તોતેર પલ્યોપમ અને પલ્યોપમનો સાત નવમાંશ ભાગ, એટલું દેવભવનું આયુષ્ય આઠ પ્રહરનો એક પૌષધ કરવાથી બંધાય છે. | ‘પુરુષાર્થ સિદ્ધયુપાય’ અનુસાર, શુભભાવપૂર્વક અપ્રમત્ત રહીને પૌષધ કરવાવાળા શ્રાવકના અશુભ કર્મ, દુઃખાદિ નષ્ટ થઈ જાય છે. અને નરક-તિર્યંચગતિનો નાશ થઈ જાય છે, અર્થાત્ તેની સદ્ગતિ થાય છે. Page #376 -------------------------------------------------------------------------- ________________ અતઃ આ વ્રતથી સાધુધર્મનો અભ્યાસ થાય છે. કષ્ટ સહન કરવાની શક્તિ મળે છે. તેમ જ સાધુ થવાના ભાવ જાગૃત થાય છે. ધર્મની કમાણી થાય છે. પાંચ ઈન્દ્રિયોની વિષય આસક્તિ ઘટે છે. વિષય-કષાય મંદ થાય છે. બારમું વ્રત - અતિથિ સંવિભાગવત (ચોથું શિક્ષાવત) ‘અતિથિ સંવિભાગ’ શબ્દ બે શબ્દોથી બન્યો છે, અતિથિ + સંવિભાગ. “અતિથિ'નો સામાન્ય અર્થ છે. “નાસ્તિ તિથિ યસ્ય (નાગમન) સ: તિથિ ' અર્થાત્ જેના આગમનની કોઈ તિથિ નિશ્ચત નથી તેને “અતિથિ' કહે છે. સંવિભાગ=સમ્ ઉચિત, વિ=વિશેષ પ્રકારનો, ભાગ=અન્ન આદિ ભાગ. વ્યવહારથી તો ગૃહસ્થના ઘરે જે પણ સાધુ, સંન્યાસી, તાપસ, ભિક્ષુક અને પરિચિત અથવા અપરિચિત વ્યક્તિનું સૂચનાપૂર્વક અથવા વગર સૂચનાપૂર્વક આગમન થઈ જાય તેને “અતિથિ’ કહે છે. પરંતુ “અતિથિ’ શબ્દ જૈન સિદ્ધાંતાનુસાર શ્રાવકધર્મના વ્રતથી સંબંધિત હોવાથી “અતિથિ શબ્દનો અર્થ આચાર્ય વિજય રાજેન્દ્રસૂરિશ્વરજીએ આ પ્રમાણે કર્યો છે, તિથિ પર્વ વગેરે સમસ્ત લૌકિક પર્વના ત્યાગી વીતરાગ પ્રણિત ચારિત્રના આરાધક જૈન સાધુ શ્રાવકના ઘરે ભોજન સમયે ઉપસ્થિત થઈ જાય, તેને “અતિથિ' કહે છે. વળી આચાર્ય અનુસાર આવા અતિથિ સાધુને જેમાં પ્રાણીવધાદિ હિંસા ન થઈ હોય, એવો નિર્દોષ અને ન્યાયોપાર્જિત દ્રવ્યથી પ્રાપ્ત આહાર, ઉદ્ગમાદિના આધાકર્માદિ દોષથી રહિત, પશ્ચાત્કર્માદિક દોષ ઉત્પન્ન ન હોય, આવી રીતે સવિશેષ અન્ન, પાણી, સ્વાદિમ, ખાદિમ વગેરે ચાર પ્રકારનું આહારનું દાન કરવું. “અતિથિ સંવિભાગ' છે. ‘શ્રી આવશ્યક સૂત્રમાં અતિથિ સંવિભાગ વ્રતની પરિભાષા દર્શાવતાં કહ્યું છે કે, શ્રાવકો ન્યાયપૂર્વક પ્રાપ્ત કરેલા, કલ્પનીય, પ્રાસુક અને એષણીય અશન, પાન, વસ્ત્ર, પાત્ર, આદિ દ્રવ્ય, દેશ, કાલ, ભાવસહિત આત્મકલ્યાણની બુદ્ધિથી પંચમહાવ્રતધારી સંયમી મુનિરાજને દાન આપે, તે ‘અતિથિ સંવિભાગવ્રત' કહેવાય. યોગશાસ્ત્રમાં શ્રાવકના બારમા વ્રતની પરિભાષા આપતાં કહ્યું કે, “નંદુર્વિધાદાર પત્રાછાનસનાં | अतिथिभ्योऽतिथि संविभागवतमुदीरितं ॥ ८८ ।। અર્થાત્ : ૧) ચાર પ્રકારનો આહાર અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ ૨) પાત્રો, ૩) વસ્ત્ર અને ૪) રહેવાનો મુકામ. આ અતિથિઓને (સાધુઓને) આપવું તે અતિથિ સંવિભાગ નામનું વ્રત કહેલું છે. આ શ્રાવકનુ બારમું વ્રત છે. શિક્ષા ગ્રહણ કરવા યોગ્ય અને શિક્ષાવ્રતોમાં ચતુર્થ સ્થાન પર હોવાથી તેનું અપરનામ “ચતુર્થ શિક્ષાવ્રત' છે. ‘શ્રી રત્નકરંડશ્રાવકાચાર'માં બારમા વ્રતનું નામ વૈયાવૃત્ય' દર્શાવ્યું છે. જેનો ભાવાર્થ સરખો જ છે. જેમ કે વિતરાગી યતિઓને સ્વપરની ધર્મપ્રવૃત્તિ અર્થે જે દાન દેવું તે વૈયાવૃત્ય છે. અહીં દાનને વૈયાવૃત્ય કહેલ છે. આહાર, ઔષધ, ઉપકરણ અને આવાસ આ ચાર પ્રકારનાં દાનરૂપ Page #377 -------------------------------------------------------------------------- ________________ વૈયાવૃત્યવ્રતનું સ્વરૂપ જ્ઞાનીઓએ બતાવ્યું છે. પ્રચલિત પરંપરા અનુસાર બારમાં વ્રતમાં સાધુને વહોરાવવા યોગ્ય ચૌદ પ્રકારના દાનનું કથન છે. જેમ કે, ૧) ભોજન, ૨) પાણી, ૩) મેવા-મીઠાઈ, ૪) મુખવાસ, ૫) વસ્ત્ર, ૬) પાત્ર, ૭) કંબલ, ૮) રજોહરણ. આ આઠ પદાર્થો સાધુને આપ્યા પછી પાછા લેવાતા નથી. ત્યાર પછીના પદાર્થો પ્રાતિહારિક રૂપે અર્થાત્ સાધુની આવશ્યક્તા પૂર્ણ થયા પછી તે ગૃહસ્થને પાછા આપી શકાય છે. ૯) પાટ, ૧૦) પાટિયું, ૧૧) શય્યા-સ્થાન, ૧૨) તૃણાદિ સંસ્તારક, ૧૩) ઔષધ અને ૧૪) દવા. (અધિક મિશ્રણથી બનેલી દવા.) આમાંથી જે વસ્તુઓની આપણે ત્યાં જોગવાઈ હોય તેનું આમંત્રણ કરવું. અકલ્પતું કે અસૂઝતુ વહોરાવવું નહિ. આ વ્રતમાં કોઈ કરણ કે કોટિ નથી, કારણ કે આ વ્રતમાં ભાવના ભાવવાની છે કે જમતી વખતે સાધુ-સાધ્વી મારે ત્યાં પધારે તો વહોરાવીને લાભ લઉં અને પધારે તો વહોરાવું. આમ શ્રાવક પ્રતિદિન સુપાત્ર દાનની ભાવના રાખે અને જ્યારે સુપાત્ર દાનનો યોગ મળે ત્યારે વિવેકપૂર્વક નિર્દોષ પદાર્થો વહોરાવે. અતિથિ સંવિભાગવતના અતિચાર યોગશાસ્ત્ર', 'નિગ્રંથ પ્રવચન’, ‘શ્રી આવશ્યક સૂત્ર આદિમાં અતિથિ સંવિભાગવ્રતના પાંચ અતિચાર નીચે પ્રમાણે દર્શાવ્યા છે. (૧) સચિત નિક્ષેપણતા – વિવેકના અભાવથી અચેત-નિર્જીવ, સંયમીને લેવા યોગ્ય પદાર્થોને સચિત્ત-સજીવ ધાન્યાદિની ઉપર રાખી દેવા. જેમ કે સચેત પાણીના માટલા પર દૂધનું તપેલું રાખવું. (૨) સચિત્ત પિધાન – વિવેકના અભાવમાં સચિત્ત વસ્તુથી અચિત્ત વસ્તુને ઢાંકી દેવી. જેમ કે તૈયાર થયેલા શાકની તપેલી પર લીલોતરી મૂકવી. (૩) કાલાતિક્રમ - કાળ અથવા સમયનું ઉલ્લંઘન કરવું. કોઈ પણ સમયે-ગોચરીની વેળા ન હોય ત્યારે ભાવના કરવી અથવા વસ્તુની કાળમર્યાદા પૂર્ણ થાય ત્યાર પછી વહોરાવવી. (૪) પરવ્યપદેશ – વિવેક, જાગૃતિ અને સ્મૃતિના અભાવમાં પોતાના હાથે ન વહોરાવવું અને અન્યને નિર્દેશ કરવો કે આ વસ્તુ વહોરાવો. (૫) મત્સરિતા - મત્સર એટલે અભિમાનથી અથવા કષાયથી આહાર વગેરે આપવા. તેના વિવિધ અર્થો થાય છે. ૧) દાનની ભાવનાથી નહિ પરંતુ અહંકારની ભાવનાથી દાન આપવું. ૨) મત્સરિતા એટલે કૃપણતા, કંજૂસાઈ, દાન આપવામાં કંજૂસાઈ કરવી. ૩) મત્સરિતા એટલે ક્રોધ. ક્રોધપૂર્વક ભિક્ષા આપવી. આમ ક્રોધ, માન, માયાદિ કષાયભાવથી દાન આપવું તે મત્સરિતા છે. શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર', “શ્રી રત્નકરંડશ્રાવકાચાર' આદિ ગ્રંથોમાં આ પાંચ અતિચારોમાં શબ્દભેદ તેમ ક્રમભેદ પણ દર્શાવ્યા છે. આ અતિચારોનું સમ્યક રૂપે ત્યાગ કરવો. શ્રાવકની દાનવૃત્તિ હંમેશાં ઉત્સાહિત બની રહે તે માટે આ બધા અતિચારોને ટાળીને વિવેકભાવથી દાન આપવું જોઈએ. Page #378 -------------------------------------------------------------------------- ________________ અતિથિ સંવિભાગ વ્રતનું ફળ ‘શ્રી સ્થાનાંગ સૂત્ર’માં દશ પ્રકારનાં દાન કહ્યાં છે તેમાં સર્વ દાન કરતાં ધર્મદાનને એકાંત નિરવદ્ય બતાવ્યું અને તેનું ફળ સંસારપરિત્ત કરી મોક્ષપ્રાપ્તિ છે. આવા દાનથી સમ્યક્ જ્ઞાન, સમ્યક્ દર્શન અને સમ્યક્ ચારિત્રની પ્રાપ્તિ થાય છે. ‘શ્રી દશવૈકાલિક સૂત્ર’માં ભગવાન મહાવીરે કહ્યું છે કે, સુપાત્રમાં દાન આપનાર અને લેનાર બન્ને દુર્લભ છે. બન્નેને સદ્ગતિની પ્રાપ્તિ થાય છે. સંયમની અનુમોદનાથી સંયમ ધર્મનું ફળ પ્રાપ્ત થાય છે. અર્થાત્ આલોકમાં શ્રેષ્ઠ સુખ, સૌભાગ્ય, સંપત્તિ અને પરલોકમાં દેવ, દેવેન્દ્ર, ચક્રવર્તી વગેરેની પદવી તથા અનુક્રમથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.૧૧ સાચા સાધુને તેમને કલ્પે એવો આહાર વગેરે જોઈતી ચીજો આપવાથી તેમને શાતા ઉત્પન્ન થાય છે અને તેથી આપણું આયુષ્ય જ્યારે બંધાય છે ત્યારે લાંબું બંધાય છે.૧૨ શતાવધાની મુનિશ્રી રત્નચંદ્રજી મ.સા. ‘ભાવનાશતક’માં નિર્જરા ભાવનામાં કહે છે કે, સંયમીના પાત્રમાં આપેલ વસ્તુનો અનંતગુણો લાભ મળે છે. ‘શ્રી ભગવતી સૂત્ર' ૮/૬માં પણ વીરપ્રભુએ કહ્યું છે કે, સાધુને નિર્દોષ આહાર આપતાં એકાંત નિર્જરા થાય છે. આ રીતે શ્રાવકધર્મમાં પાંચ અણુવ્રત અને ત્રણ ગુણવ્રત યાવત્કથિત છે અને ચાર શિક્ષાવ્રત અલ્પકાલિક છે. આ શ્રાવક ધર્મમાં સમ્યક્ત્વ મૂળ વસ્તુભૂત છે. તે નિસર્ગ અને અધિગમથી ઉત્પન્ન થાય છે. સમ્યક્ત્વના મૂળથી જ ચારિત્ર વૃક્ષ પલ્લવિત થાય છે. ઉપાસક પ્રતિમા (પડિયા) ઉપર્યુક્ત બાર વ્રતોનું યથાવિધિ શુદ્ધ સમાચરણ કરતાં કરતાં વૈરાગ્યભાવમાં વૃદ્ધિ કરતાં કરતાં જ્યારે વિશેષ વૈરાગ્યભાવ આવે છે, ત્યારે શ્રાવક અધિક ધર્મવૃદ્ધિ કરવા સંસારિક જ્વાબદારીઓમાંથી નિવૃત્ત થઈ વિશેષ અભિગ્રહ ધારણ કરવાની પ્રતિજ્ઞા લે છે. તેને પ્રતિમા કહે છે. પ્રતિમામાં/પડિયામાં કોઈ પણ પ્રકારના આગાર વિના દઢતાપૂર્વક નિયમોનું પાલન કરવામાં આવે છે. શ્વેતાંબર જૈનાગમો અનુસાર ઉપાસક પ્રતિમાના અગિયાર ભેદ છે, જેના નામ આ પ્રમાણે છે. ૧) દર્શન પ્રતિમા, ૨) વ્રત પ્રતિમા, ૩) સામાયિક પ્રતિમા, ૪) પૌષધ પ્રતિમા, ૫) કાયોત્સર્ગ/ નિયમ પ્રતિમા, ૬) પૂર્ણ બ્રહ્મચર્ય પ્રતિમા, ૭) સચિત્ત ત્યાગ પ્રતિમા, ૮) આરંભ ત્યાગ પ્રતિમા, ૯) પ્રેષણ ત્યાગ પ્રતિમા, ૧૦) ઉદિષ્ટ વર્જન પ્રતિમા અને ૧૧) શ્રમણભૂત પ્રતિમા. આચાર્ય હરિભદ્રે પાંચમી પ્રતિમાના નામમાં માત્ર ‘સ્થાન'નો ઉલ્લેખ કર્યો છે. જેનો અર્થ ઊભા રહીને કાયોત્સર્ગ કરવાનો થાય છે. તે યોગ્ય અને મૌલિક છે. દિગંબર પરંપરાના ‘વસુનંદી શ્રાવકાચાર' વગેરે ગ્રંથોમાં ૧) દર્શન, ૨) વ્રત, ૩) સામાયિક, ૪) પૌષધ, ૫) સચિત્ત ત્યાગ, ૬) રાત્રિભોજન ત્યાગ, ૭) બ્રહ્મચર્ય, ૮) આરંભ ત્યાગ, ૯) પરિગ્રહ ત્યાગ, ૧૦) અનુમતિ ત્યાગ અને ૧૧) ઉદ્દિષ્ટ ત્યાગ. આ અગિયાર પ્રતિમાનો ઉલ્લેખ છે. ‘સ્વામી Page #379 -------------------------------------------------------------------------- ________________ કાર્તિકેનુપ્રેક્ષા'માં સભ્યષ્ટિ નામની એક વધારે પ્રતિમા ભેળવીને બાર પ્રતિમાઓનો ઉલ્લેખ છે. આચાર્ય ઉમાસ્વાતિએ ‘તત્ત્વાર્થ સૂત્ર’માં વ્રત અને અતિચારોનું વર્ણન કરેલ છે, પરંતુ તેમણે પ્રતિમાના સંબંધમાં કંઈ પણ ઉલ્લેખ કર્યો નથી. તેવી જ રીતે દિગંબર પરંપરાના આચાર્ય પૂજ્યપાદ, અકલંક, શિવકોટી, પદ્મનંદી, દેવસેન આદિ પણ પ્રતિમાના સંબંધમાં મૌન રહ્યા છે. ગૃહસ્થ શ્રાવક પોતાની વિશેષ શુદ્ધિ માટે અગિયાર વિશુદ્ધિનાં સ્થાનો સેવે છે. આ સ્થાનકોનું સેવન કરવાથી આત્મશુદ્ધિની સાથે જ શ્રમણ ચારિત્ર પાળવાનો મહાવરો પણ થાય છે. તેથી શ્રાવકે એનું આચરણ કરવું જોઈએ. પ્રતિમાનું સ્વરૂપ નીચે પ્રમાણે છે. (૧) દર્શન પ્રતિમા એક મહિના સુધી નિર્મળ સમકિત પાળે, શંકા, કંખા વગેરે દોષો વગર સર્વથા નિર્દોષ સમકિત પાળવું. (૨) વ્રત પ્રતિમા – પૂર્વોક્ત નિયમો ઉપરાંત આ પ્રતિમામાં બે મહિના સુધી બાર વ્રતોનું અતિચાર રહિત નિર્મળ પાલન કરવું. -WY (૩) સામાયિક પ્રતિમા – પૂર્વોક્ત નિયમોના પાલન સાથે વિશેષમાં ત્રણ મહિના સુધી સામાયિક સદૈવ પ્રાતઃ મધ્યાહ્ન અને સંધ્યા એમ ત્રિકાલ ૩૨ દોષ રહિત શુદ્ધ સામાયિક કરવું. (૪) પૌષધ પ્રતિમા – પૂર્વોક્ત નિયમોની આરાધના સાથે વિશેષમાં ચાર મહિના સુધી ૧૮ દોષ રહિત દર માસે છ પોષા કરે (૨ આઠમ, ૨ ચૌદશ, ૧ અમાવાસ્યા, ૧ પૂર્ણિમા). (૫) નિયમ પ્રતિમા (કાયોત્સર્ગ પ્રતિમા) - પૂર્વોક્ત નિયમોની આરાધના સાથે વિશેષમાં પાંચ મહિના સુધી પાંચ નિયમનું પાલન કરે. જેમ કે, (ક) બડી સ્નાન કરે નહિ, (ખ) હજામત કરે નહિ, (ગ) જોડા પહેરે નહિ, (ઘ) ધોતિયાની કાછડી વાળે નહિ અને (ચ) દિવસે બ્રહ્મચર્ય પાળે. તેમજ કાયોત્સર્ગ પ્રતિમામાં ઉપાસક શરીર અને વસ્ત્ર વગેરેનો મમત્ત્વ છોડી પોતાના આત્મચિંતનમાં લીન બની જાય છે. આઠમ, ચૌદશે એક અહોરાત્રિ કાઉસગ્ગની આરાધના કરે છે. આ પ્રતિમાનો સમય એક દિવસ, દિવસ, ત્રણ દિવસથી લઈને ઉત્કૃષ્ટ પાંચ મહિનાનો હોય છે. (૬) બ્રહ્મચર્ય પ્રતિમા પૂર્વોક્ત નિયમોની આરાધના સાથે વિશેષમાં છ મહિના સુધી નવ વાડ વિશુદ્ધ અખંડિત બ્રહ્મચર્યનું પાલન કરે. (૭) સચિત્ત ત્યાગ પ્રતિમા – પૂર્વોક્ત નિયમોની આરાધના સાથે વિશેષમાં સાત મહિના સુધી સચિત વસ્તુનો ઉપભોગ-પરિભોગનો પરિત્યાગ કરે. (૮) આરંભ ત્યાગ પ્રતિમા - - પૂર્વોક્ત નિયમોની આરાધના સાથે વિશેષમાં આઠ મહિના સુધી છ કાયનો સ્વયં આરંભ કરે નહિ. (૯) પ્રેષણ ત્યાગ પ્રતિમા – પૂર્વોક્ત નિયમોની આરાધના સાથે વિશેષમાં નવ મહિના સુધી બીજા પાસેથી (પુત્ર-નોકર) આરંભ-સમારંભ કરાવે નહિ. (૧૦) ઉદ્દિષ્ટ ત્યાગ પ્રતિમા – પૂર્વોક્ત નિયમોની આરાધના સાથે વિશેષમાં દસ મહિના સુધી ઉદ્દેશીને (પોતાને નિમિત્ત) બનેલા આહારાદિ ગ્રહણ ન કરે. • 47nt Page #380 -------------------------------------------------------------------------- ________________ (૧૧) શ્રમણ ભૂત પ્રતિમા – પૂર્વોક્ત નિયમોની આરાધના સાથે વિશેષમાં ૧૧ મહિના સુધી જૈન સાધુનો વેષ ધારણ કરે, ત્રણ કરણ, ત્રણ યોગથી સાવધ કાર્યનો ત્યાગ કરે, મસ્તક, દાઢી તથા મૂછનો લોચ કરે. સાધુની માફક જ નિર્દોષ ગોચરી કરે, તેમ જ ઉપાશ્રયાદિમાં રહે. ૧૧મી પ્રતિમાના ધારક શ્રાવક મોટે ભાગે સાધુના જેવું આચરણ કરે છે પરંતુ ખરેખર તે સાધુ નથી. કારણ કે જાવજીવ સુધી આ ક્રિયા કરતા નથી. સાધુ હોવાનો ભ્રમ બીજાને ન થાય, તેથી તે પોતાના રજોહરણની દાંડી ઉપર વસ્ત્ર વીંટતો નથી, ચોટલી રાખે અને ધાતુના વાસણ રાખે છે. કેટલાક વિચારકોનો મત છે કે પહેલી પ્રતિમામાં એક દિવસ ઉપવાસ, બીજા દિવસે પારણું, બીજીમાં બે બે ઉપવાસ અને પારણું. આમ દરેક પ્રતિમામાં ઉપવાસ વધારતા જવાના હોય છે. પરંતુ તે વિચારકોનું કથન કોઈ આગમ અને પરવર્તી ગ્રંથોમાં પ્રમાણિત નથી. કેટલાક વિચારકોનો મત એવો છે કે વર્તમાનમાં કોઈ પણ શ્રાવક પ્રતિમાઓનું આરાધન કરી શકતા નથી. જેમ ભિક્ષુ પ્રતિમાઓનો વિચ્છેદ થયો છે તેમ શ્રાવક પ્રતિમાઓનો પણ વિચ્છેદ થયો છે. પણ તેનું કોઈ પ્રમાણ નથી. દિગંબર પરંપરામાં શ્રાવક પ્રતિમાઓનું પાલન માવજીવન કરવામાં આવે છે. શ્વેતાંબર પરંપરામાં તેની સમયમર્યાદા એક બે યાવત્ અગિયાર મહિનાની નિયત છે. દિગંબર પરંપરામાં આજે પણ પ્રતિમાધારી શ્રાવક છે. શ્વેતાંબર આગમોમાં આ અગિયાર પ્રતિમા વિચ્છેદનો કોઈ ઉલ્લેખ નથી અને પ્રતિમાઓના વર્ણન પ્રમાણે એવું માનવું જરૂરી પણ નથી. સંલેખના સંલેખના શબ્દ “સ” અને લેખના આ બે શબ્દોના સંયોગથી બન્યો છે. સમ્રશ્નો અર્થ છે સમ્યક અને લેખનાનો અર્થ છે કૃશ કરવું. સમ્યક્ પ્રકારથી કૃશ કરવું સંખના છે. આચાર્ય અભયદેવે “સ્થાનાંગ વૃત્તિમાં સંલેખનાની પરિભાષા આપતાં કહ્યું છે કે, જે ક્રિયા દ્વારા શરીર અને કષાય ને દુર્બળ અને કૃશ કરવામાં આવે છે તે સંલેખના છે. શ્રી ઉત્તરાધ્યય સૂત્ર'માં મૃત્યુના મુખ્ય બે પ્રકાર કહ્યા છે – बालाणं तु अकामं तु, मरणं असई भवे । पडियाणं सकाम तु, उक्को सेणं सइ भवे ।।२।। અર્થાત્ : બાલ અજ્ઞાની જીવો અકામ મરણે મરે છે, તેમને વારંવાર મરવું પડે છે અને પંડિત પુરુષો જે સકામ મરણે મરે છે, તેને ઉત્કૃષ્ટ એક જ વખત મરવું પડે છે. અર્થાત્ મોક્ષ પ્રાપ્ત કરી લે છે. સકામ મરણના ગુણ નિષ્પન્ન પાંચ નામ છે. ૧) સકામ મરણ, ૨) સમાધિ મરણ, ૩) અનશન, ૪) સંથારો, ૫) સંલેખના. | સર્વાર્થસિધ્ધિ/૨૨ અનુસાર “સચાય વાયત્તેરવના સફેરવના' અર્થાત્ સારી રીતે શરીર અને કષાયને કૃષ કરવા સંલેખના છે. રાજ વાર્તિક અનુસાર જરા, રોગ, ઈન્દ્રિય અને શરીરબળની હાનિ તથા ષડાવશ્યકનો નાશ થવા પર સંલેખના થાય છે. Page #381 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક ધર્મારાધનાના લક્ષે શરીરનું પાલન-પોષણ કરે છે. જ્યાં સુધી શરીર સાધનામાં સહાયક બને છે, ત્યાં સુધી પૂર્ણ ઉત્સાહથી સાધના કરે અને જ્યારે શરીર ક્ષીણ થઈ જાય ત્યારે સાધક આત્મસાધનાના લક્ષે શરીર સંરક્ષણનો ભાવ છોડી દે છે, ચારે પ્રકારના આહારનો ત્યાગ કરીને એકાંત સ્થાનમાં આત્મચિંતન માટે વિશિષ્ટ અનુષ્ઠાનનો સ્વીકાર કરે છે. આ વ્રતને સંલેખના' કહે છે. શ્રાવકની આ આરાધના મૃત્યુપર્યંત ચાલતી જીવનની અંતિમ સાધના છે. આ વ્રતમાં સાધક ચારે આહારનો ઈહલૌકિક અને પરલૌકિક સર્વ પ્રકારની કામનાઓનો જીવન કે મૃત્યુની આશા કે અપેક્ષાનો સંપૂર્ણપણે જીવનપર્યત ત્યાગ કરીને એકાંતે આત્મભાવમાં સ્થિર થવા પુરુષાર્થશીલ બને છે. સહજ ભાવે મૃત્યુ આવે ત્યારે તેનો સાહજિક રીતે સ્વીકાર કરે છે. આધ્યાત્મિક દૃષ્ટિથી આ પવિત્ર, ઉન્નત અને પ્રશસ્ત મનઃસ્થિતિ છે. આ પ્રકારના મૃત્યુને શાસ્ત્રકારો પંડિત મરણ કહે છે. શ્રાવકના બાર વ્રતોમાં ચાર શિક્ષાવ્રત છે. એમાં આચાર્ય કુન્દકુન્દ “સંલેખના’ને ચોથું શિક્ષાવ્રત માન્યું છે. અચાર્ય કુન્દકુન્દનું અનુસરણ કરીને શિવાર્યકોટિ, આચાર્ય દેવસેન, આચાર્ય જિનસેન, આચાર્ય પદ્મનન્દ, આચાર્ય વસુનન્દી વગેરે આચાર્યોએ “સંલેખનાને ચોથા શિક્ષાવ્રતમાં સમ્મિલિત કર્યું છે. “» ધમ રસાયન'માં પદ્મનન્દિએ “સમાધિમરણ' નામના ચોથા શિક્ષાવ્રતની પરિભાષા આપતાં દર્શાવ્યું છે કે, चइऊण सव्वसंगे गहिऊणं तह महव्वए पंच । चरिमंते सण्णासं जं धिप्पइ सा चउत्थिया सिक्खा ॥ १५६ ॥ અર્થાત્ : બાહ્ય-અત્યંતર સર્વ પરિગ્રહોનો ત્યાગ કરીને તથા પાંચ મહાવ્રતોને ગ્રહણ કરીને જે જીવનના અંતિમ સમયમાં સંન્યાસને અર્થાત્ સમાધિને ગ્રહણ કરે છે, તે ચતુર્થ ‘સમાધિમરણ” નામનું શિક્ષાવ્રત છે. સંલેખના અથવા સમાધિમરણનો ઉત્કૃષ્ટ કાલ બાર વર્ષનો છે અને જઘન્ય કાલ અન્તર્મુહૂર્ત માત્ર છે. સમાધિપૂર્વક મરણ કરવાવાળા ઉત્કૃષ્ટ બે-ત્રણ ભવ, જઘન્યથી સાત-આઠ ભવ પછી નિશ્ચિત મોક્ષ સુખને પ્રાપ્ત કરે છે. આચાર્ય ઉમાસ્વાતિએ સંલેખનાને અલગ નિયમ કે ધર્મના રૂપમાં પ્રતિપાદન કર્યું છે. તેવી એ જ રીતે આચાર્ય સમતભદ્ર, પૂજ્યપાદ, આચાર્ય અકલંક, વિદ્યાનન્દી, સ્વામી કાર્તિકેય પ્રકૃતિ વગેરે અનેક આચાર્યોએ આચાર્ય ઉમાસ્વાતિના કથનને સમર્થન આપ્યું છે. સંલેખનાની વિધિ (શ્રી આવશ્યક સૂત્રમાં સંખનાની વિધિ સમજાવતાં લખ્યું છે કે, જીવનપર્યત શ્રાવકના બાર વ્રતની આરાધના કરનાર સાધક જ્યારે આત્મવિશુદ્ધિના લક્ષે જીવનના અંતિમ આરાધના રૂપે સંથારો કરવાની ઈચ્છા કરે, ત્યારે સર્વ પ્રથમ અરિહંત અને સિધ્ધને તથા પોતાના ધર્મગુરુ ધર્માચાર્યને નમસ્કાર કરે, ત્યાર પછી પૂર્વે સ્વીકારેલા વ્રતની આલોચના કરીને તજ્જન્ય દોષોનું ગુરુ સમક્ષ Page #382 -------------------------------------------------------------------------- ________________ પ્રાયશ્ચિત ગ્રહણ કરે, ત્યાર પછી અઢાર પાપ સ્થાન, ચાર પ્રકારનો આહાર તથા પોતાના શરીરનો મમત્ત્વભાવનો, આ રીતે ૧૮ + ૪ + ૧ = ૨૩ બોલનો જીવનપર્યંત ત્યાગ કરે છે. આ રીતે પચ્ચક્ખાણનો સ્વીકાર કર્યા પછી સર્વ જીવો સાથે મૈત્રી ભાવ, અનુકૂળતા-પ્રતિકૂળતામાં રાગદ્વેષનો ત્યાગ કરીને સમભાવ, ઉપસર્ગ કે પરીષહમાં સંતાપ કર્યા વિના આત્મભાવ કેળવીને જીવન કે મૃત્યુની આકાંક્ષાથી પૂર્ણપણે દૂર રહીને સર્વ પ્રકારના ભૌતિક ભાવોની આસક્તિથી મુક્ત સમાધિ ભાવમાં સ્થિર થાય છે. સંલેખના વ્રતના અતિચાર ‘શ્રી આવશ્યક સૂત્ર’, ‘શ્રી ઉપાશકદશાંગ સૂત્ર' આદિ ગ્રંથો અનુસાર સંલેખના વ્રતના પાંચ અતિચાર નીચે પ્રમાણે છે. (૧) ઈહલોક આશંસા પ્રયોગ આ લોક સંબંધી ભોગ અથવા સુખની કામના કરવી કે હું મરીને સમૃદ્ધિશાળી, સુખસંપન્ન રાજા બનું. (૨) પરલોક આશંસા પ્રયોગ પરલોક સંબંધી ભોગ અથવા સુખની ઈચ્છા કરવી કે હું મરીને સ્વર્ગ પ્રાપ્ત કરું તથા ત્યાંના અનુપમ સુખ ભોગવું. (૩) જીવિત આશંસા પ્રયોગ – પ્રશસ્તિ, પ્રશંસા, યશકીર્તિ વગેરેના લોભથી અથવા મોતના ભયથી વધુ જીવવાની ઈચ્છા કરવી. (૪) મરણ આશંસા પ્રયોગ –તપશ્ચર્યાને કારણે થનારી ભૂખ, તરસ તથા બીજી શારીરિક પ્રતિકૂળતાઓને કષ્ટ માનીને શીઘ્ર મરવાની ઈચ્છા કરવી. (૫) કામભોગ આશંસા પ્રયોગ આ લોક સંબંધી તથા પરલોક સંબંધી શબ્દ, રૂપ, રસ, ગંધ તથા સ્પર્શ મૂલક ઈન્દ્રિય સુખોને ભોગવવાની ઈચ્છા કરવી. અમુક ભોગ્ય પદાર્થ મને પ્રાપ્ત થાય એવી ભાવના રાખવી. - ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર' ૭/૩૨માં સંલેખના વ્રતના અતિચારો નીચે પ્રમાણે દર્શાવ્યા છે. ૧) જીવિત-આશંસા, ૨) મરણ-આશંસા, ૩) મિત્ર-અનુરાગ, ૪) સુખ-અનુબંધ અને ૫) નિદાન કરણ. આ અંતિમ સાધનાકાળમાં ઉપર્યુક્ત અતિચારો સર્વથા ત્યાગવા. તેનાથી આંતરિક પવિત્રતા બાધિત થાય છે. માટે સાધકે અત્યંત જાગૃત રહીને સાધના કરવી. આ રીતે ત્યાગ, તિતિક્ષા અને અધ્યાત્મની ઉચ્ચભાવના સાથે સ્વયં મૃત્યુ સ્વીકારવું, જૈનશાસ્ત્રોએ આવા મૃત્યુને મહોત્સવ કહ્યો છે. સાગારી સંથારો મૃત્યુનો ભરોસો નથી, કોઈ વખત અણચિતવ્યું મૃત્યુ થતાં આત્મા ખાલી હાથે પરભવમાં ચાલ્યો જાય એવો ડર લાવીને ધર્માત્મા સદૈવ સૂતી વખત અલ્પકાળને માટે અર્થાત્ જાગ્રત થતા સુધીના અને કદાચ નિદ્રામાં જ મૃત્યુ થઈ જાય તો યાવજજીવનના પ્રત્યાખ્યાન કરી લે છે. તેને Page #383 -------------------------------------------------------------------------- ________________ સાગારી સંથારો કહે છે. આમ શ્રાવક સાગારી સંથારો અને અણગારી સંથારો કરી પોતાના કર્મ ખપાવીને ઉત્કૃષ્ટ પદને મેળવે છે. સંથારા વ્રતનું ફળ યોગશાસ્ત્રમાં સંથારા વ્રતનું ફળ દર્શાવતાં કહ્યું છે કે, આવા એક જન્મના પંડિતમરણથી અનંત કર્મોનો ક્ષય થાય છે. તેમ જ તેઓ સૌધર્માદિ કલ્પો (દેવલોક)ને વિષે ઈન્દ્રપણું અથવા બીજું સ્થાન (સામાનિક દેવાદિ) પામી અનન્ય સંદશ અને મહાન પુણ્યસમૂહને ભોગવતાં આનંદમાં રહે છે. ત્યાંથી આયુષ્ય પૂર્ણ થયે ચ્યવી મનુષ્યભવમાં ઉત્પન્ન થઈ દુર્લભ ભોગોને ભોગવી, સંસારથી વિરક્ત થઈને તે શુદ્ધાત્માઓ આઠ ભવની અંદર મોક્ષ પામે છે. દેશવિરતિ ધર્મરૂપે વ્રતની સંખ્યા અંકશાસ્ત્રની દષ્ટિએ ‘૧૨'=૧+૨=૩ ગણાય. શુભ અંક ત્રણ (૩)ની સંખ્યા ગુરુ છે. શુભ અંક એક અને એના સંયુક્ત આંકડાનું આંદોલનનું અંક ત્રણ છે. ગુરુ જ્ઞાનનો કારક છે. જ્ઞાન એટલે પ્રકાશ. જીવનને પ્રકાશિત કરવા જ્ઞાન હોવું જરૂરી છે. આમ ‘૧૨' અંક મહત્ત્વનો છે. ઉદા. તરીકે (૧) બાર દેવલોક) (૨) ઉપયોગ બાર અથવા યોગ – બાર (૩) તપના ભેદ – બાર (૪) બાર પ્રકારની ભાષા (૫) પર્વ તિથિ - બાર (૬) ગ્રહ – બાર (૭) સિદ્ધશિલાના નામ – બાર (૮) અરિહંતના ગુણો - બાર (૯) ઉત્કૃષ્ટ અંતર – બાર મુહૂર્ત (૧૦) અશોક વૃક્ષ ભગવાનની કાયાથી બાર ગણું ઊંચું હોય (૧૧) ગૌતમ સ્વામીનો કેવળજ્ઞાન પર્યાય બાર વર્ષનો (૧૨) ભગવાન દીક્ષા લેતા પહેલા બાર મહિના સુધી વર્ષીદાન આપે (૧૩) બાર – ચક્રવર્તી (૧૪) બાર – ભાવના (૧૫) દેવવંદનાના હેતુ – બાર (૧૬) બાર – પર્ષદા (૧૭) ઉપાંગ – બાર (૧૮) બાર – રાશિ (૧૯) બાર - માસ (૨૦) દિવસના – બાર કલાક (૨૧) રાત્રિના – બાર કલાક (૨૨) અને બાર – કાયાના દોષ. તેવી જ રીતે શ્રાવક ધર્મરૂપે વ્રતની સંખ્યા પણ બાર છે. અંકગણિત શાસ્ત્ર પ્રમાણે બાર એટલે ૧૨ = ૧+૨ = ૩ થાય. ત્રણ એટલે જ્ઞાન, દર્શન અને ચારિત્ર. આ ત્રણ મોક્ષમાર્ગના સાધન છે. તે રત્નત્રય પણ કહેવાય છે. સમ્યગ્દર્શન = જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા તથા મોક્ષ તત્ત્વ પ્રતિ શ્રદ્ધા તે સમ્યકદર્શન છે. સમ્યકજ્ઞાન : સમ્યદર્શનથી યથાર્થ અને અયથાર્થનો બોધ પ્રાપ્ત થાય તે સમ્યજ્ઞાન છે. સમ્મચારિત્ર : રાગાદિ કષાય પરિણામોના પરિમાર્જન માટે અહિંસા આદિ ‘વ્રતોનું પાલન સમ્યારિત્ર છે. આવી રીતે પ્રથમ સાચી શ્રદ્ધા થવાથી સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને પછી તેનું સમ્યફ આચરણ કરવા માટે ચારિત્રરૂપી શ્રાવકધર્મરૂપે ‘બાર વ્રતો’ દર્શાવ્યાં છે. બાર વ્રતોનું સમ્યક પાલન કરનાર શ્રાવક મોક્ષ ગામી બની શકે છે. આમ અંકશાસ્ત્રના આધારે ‘વ્રત'ની સંખ્યા બાર નક્કી થઈ હોય એમ લાગે છે. તેવી જ રીતે અન્ય પ્રકાર જેમ કે શ્રાવક એક પચ્ચકખાણથી માંડીને બાર વ્રત શ્રાવકની અગિયાર પડિમા આદરે, યાવત્ સંલેખના સુધી અનશન કરી આરાધના કરે, ત્યારે તેના ફળ સ્વરૂપે તે જઘન્ય પહેલે દેવલોકે ઊપજે અને ઉત્કૃષ્ટ બારમે દેવલોકે ઊપજે એમ શ્રી ભગવંતે કહ્યું છે. બાર વ્રતોની આરાધના કરવાથી બારમા દેવલોક સુધી જવાય છે. માટે શ્રાવક ધર્મરૂપે દેશવિરતિ ધર્મના Page #384 -------------------------------------------------------------------------- ________________ વ્રતની સંખ્યા બાર હોવી જોઈએ. જે યથાયોગ્ય લાગે છે. ગુણસ્થાન ગુણસ્થાનમાં ગુણનો અર્થ આત્મગુણ અને સ્થાનનો અર્થ વિકાસ છે. આ પ્રમાણે આત્મશક્તિના વિકાસની ક્રમિક અવસ્થા તે ગુણસ્થાન. મોહ અને મન, વચન, કાયની પ્રવૃત્તિના કારણે જીવના અન્તરંગ પરિણામોમાં પ્રતિક્ષણ થવાવાળા ઉતાર-ચઢાણનું નામ ગુણસ્થાન છે. આત્માનું વાસ્તવિક સ્વરૂપ શુદ્ધ ચેતના છે. તે મિથ્યાત્વ આદિ પરિણામોથી ઢંકાયેલું છે. તે અશુભ પરિણામોની તીવ્રતા મંદ થતા ધીરે ધીરે આવિર્ભાવ થતી આત્મશક્તિના અલ્પતમ : વિકાસથી માંડી પૂર્ણ વિકાસ સુધીની અવસ્થા તે ગુણસ્થાનક. “શ્રી સમવાયાંગ સૂત્ર'માં ચૌદ જીવસ્થાન બતાવ્યાં છે. તે ગુણસ્થાનના નામથી પ્રસિદ્ધ છે. કર્મોની વિશુદ્ધિની પ્રાપ્તિ કરવાના ઉપાયોની અપેક્ષાએ ચૌદ જીવસ્થાન કહેલ છે. જીવસ્થાનને જ સમયસાર', “પંચસંગ્રહ’ અને ‘કર્મગ્રંથ'માં ગુણસ્થાન કહેલ છે, જે નીચે પ્રમાણે છે : ૧) મિથ્યાદષ્ટિ ગુણસ્થાન, ૨) સાસ્વાદન સમ્યગ્દષ્ટિ ગુણસ્થાન, ૩) સમ્યક્ મિથ્યાદષ્ટિ ગુણસ્થાન, ૪) અવિરત સમ્યદૃષ્ટિ ગુણસ્થાન, ૫) વિરતાવિરત ગુણસ્થાન, ૬) પ્રમત્ત સંયત ગુણસ્થાન, ૭) અપ્રમત્ત સંયત ગુણસ્થાન, ૮) નિવૃત્તિ બાદર ગુણસ્થાન, ૯) અનિવૃત્તિ બાદર ગુણસ્થાન, ૧૦) સૂક્ષ્મ સાપરાય ગુણસ્થાન, ૧૧) ઉપશાંત મોહ ગુણસ્થાન, ૧૨) ક્ષીણ મોહ ગુણસ્થાન, ૧૩) સંયોગી કેવળી ગુણસ્થાન, ૧૪) અયોગી કેવળી ગુણસ્થાન. ચૌદ જીવસ્થાન કર્મોના ઉદય, ઉપશમ, ક્ષય, ક્ષયોપશમ આદિ ભાવાભાવજનિત અવસ્થાઓથી નિષ્પન્ન થાય છે. પરિણામ અને પરિણામીના ભેદોપચાર કરવાથી જીવસ્થાનને ગુણસ્થાન કહેલ છે. શ્રી સમવાયાંગ સૂત્ર'માં જીવસ્થાનોની રચનાનો આધાર કર્મ વિશુદ્ધિ બતાવેલ છે. “આચાર્ય અભયદેવે' ગુણસ્થાનોને મોહનીય કર્મની વિશુદ્ધિથી નિષ્પન્ન બતાવેલ છે. “આચાર્ય નેમિચંદ્ર અનુસાર ચાર ગુણસ્થાન દર્શનમોહનીયના ઉદય આદિથી હોય છે અને પછીના આઠ ગુણસ્થાન ચારિત્રમોહના ક્ષયોપશમ આદિથી નિષ્પન્ન થાય છે. બાકીના બે યોગના ભાવાભાવના કારણથી થાય છે. દેશવિરતિ ધર્મના આધારે વતી શ્રાવકનું સ્થાન દેશવિરતિ ધર્મના આધારે વ્રતી શ્રાવકનું સ્થાન પાંચમા ગુણસ્થાનમાં આવે. પાંચમા ગુણસ્થાનનું નામ દેશવિરત ગુણસ્થાન છે. તેને સંયતાસંયત, વિરતાવિરત પણ કહે છે. દેશવિરતિ ગુણસ્થાન કોઈ પણ સમ્યકત્વવાળો જીવ જ્યારે સમ્યક શ્રદ્ધાની સાથે વ્રત પ્રત્યાખ્યાનની રુચિવાળા હોય છે, અથવા વ્રત પ્રત્યાખ્યાન ધારણ કરે છે, પાપોનો દેશત: ત્યાગ કરે છે, તેને વ્યવહારથી પાંચમું દેશવિરત ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. આ ગુણસ્થાનવાળાને શ્રાવક કે શ્રમણોપાસક કહે છે. નિશ્ચય દષ્ટિએ મોહનીય કર્મની અપ્રત્યાખ્યાન કષાય ચતુષ્ક રૂપ ચાર પ્રકૃતિનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ થવાથી આ ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. દર્શનમોહનીય કર્મની ત્રણ પ્રકૃતિ અને અનંતાનુબંધી Page #385 -------------------------------------------------------------------------- ________________ ચતુષ્કરૂપ (ક્રોધ, માન, માયા અને લોભ) ચાર પ્રકૃતિ અર્થાત્ સાત પ્રકૃતિ ચોથા ગુણસ્થાને કહી છે તે સહિત કુલ અગિયાર પ્રકૃતિનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ થવાથી આ ગુણસ્થાન આવે છે. આ ગુણસ્થાનવાળામાં ચોથા ગુણસ્થાનવાળા બધાં લક્ષણ હોય છે. વિશેષમાં તેનામાં વ્રત ધારણ અથવા પ્રત્યાખ્યાન રુચિનો વિકાસ હોય છે, શ્રાવકનાં ૧૨ વ્રતોમાંથી અનુકૂળતા અનુસાર એક યા અનેક અથવા બધાં વ્રતોને ધારણ કરે છે. આગળ વધીને તે શ્રાવકની ૧૧ પડિમા ધારણ કરે છે. ત્રણ મનોરથનું ચિંતન કરે છે. રોજના ૧૪ નિયમ ધારણ કરીને સામાયિક, મહિનામાં ઓછામાં ઓછા છ પૌષધ કરે છે. જીવ, અજીવ આદિ તત્ત્વોને જાણે છે. પોતાના ધર્મમાં દઢ આસ્થા ધરાવે છે. આ પોતાના જીવનમાં દીક્ષા લેવાનો સદા મનોરથ રાખે છે. શ્રમણ ભગવંતોની ભક્તિ, વિનય, વંદના કરે છે. તેમ જ ભક્તિ અને ઉત્સાહથી તેમને સંયમ યોગ્ય કલ્પનીય આહાર, પાણી, વસ્ત્ર આદિનું દાન દઈને પ્રતિલાભિત કરે છે. આ ગુણસ્થાનમાં મરવાવાળા કે આયુબંધ કરવાવાળા કેવળ વૈમાનિક દેવરૂપ દેવગતિ જ પ્રાપ્ત કરે છે. અન્ય કોઈ પણ ગતિમાં કે દંડકમાં જતા નથી. વૈમાનિક પણ ૧૨ દેવલોક અને ૯ લોકાંતિકમાં જ જાય છે. આ ગુણસ્થાન જીવને એક ભવમાં ઉત્કૃષ્ટ અનેક હજાર વાર અને આઠ ભવમાં પણ ઉત્કૃષ્ટ અનેક હજાર વાર આવી શકે છે. અર્થાત્ તેટલીવાર તે ગુણસ્થાન આવે અને જાય તેવું થાય. આ ગુણસ્થાનની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન નવ કરોડ પૂર્વ વર્ષોની હોય છે. અર્થાત્ આખા ભવ સુધી નિરંતર પણ આ ગુણસ્થાન રહી શકે છે. મનુષ્યની અપેક્ષાએ આ ગુણસ્થાનવાળા લોકમાં સંખ્યાત હોય છે. આ ગુણસ્થાનમાં આયુષ્ય બાંધવાવાળા કે મરવાવાળા ઓછામાં ઓછા ત્રણ ભવ (વર્તમાન ભવ સહિત) અને ઉત્કૃષ્ટ ૧૫ ભવ કરીને મોક્ષમાં જાય છે. સર્વવિરતિ ધર્મના આધારે મુનિ ભગવંતોનું સ્થાન સર્વવિરતિ ધર્મના આધારે મુનિ ભગવંતોનું સ્થાન છઠ્ઠા ગુણસ્થાનમાં આવે. છઠ્ઠા ગુણસ્થાનનું નામ પ્રમત સંયત ગુણસ્થાન છે. પ્રમત સંયત ગુણસ્થાન જે મનુષ્ય ભાવપૂર્વક સંયમ સ્વીકારે છે, જિનશાસનમાં પ્રવ્રજિત થઈ, મુનિ બને છે અને . ઉત્તરોત્તર સંયમ ગુણોનો વિકાસ કરતાં ભગવદજ્ઞાનું પાલન કરે છે, તેને વ્યવહારની અપેક્ષાએ આ છઠ્ઠ ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. નિશ્ચયની દૃષ્ટિથી પૂર્વોક્ત ૧૧ પ્રકૃતિ અને પ્રત્યાખ્યાનાવરણ કષાય ચતુષ્ક એમ કુલ ૧૫ પ્રકૃતિનો ક્ષય, ઉપશમ અને ક્ષયોપશમ થવાથી આ ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. આ ગુણસ્થાન માત્ર મનુષ્યગતિમાં જ હોય છે. શેષ ત્રણ ગતિમાં હોતો નથી. એક જીવને આ ગુણસ્થાન અધિકતમ આઠ ભવમાં આવી શકે છે. એક ભવમાં આ ગુણસ્થાન સેંકડો વાર આવી શકે છે અને આઠ ભવોમાં પણ સેંકડો વાર આવી શકે છે. આ ગુણસ્થાનમાં આયુષ્ય બાંધનાર કે મરનાર વૈમાનિક દેવના ૩૫ સ્થાનોમાં ઉત્પન્ન થઈ શકે છે. અન્યત્ર ક્યાંય પણ ઉત્પન્ન થતાં નથી. Page #386 -------------------------------------------------------------------------- ________________ આ ગુણસ્થાનમાં જીવ જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ દેશોન કરોડ પૂર્વવર્ષ સુધી સ્થિર રહી શકે છે. ગુણ સંપન્ન જૈન શ્રમણ અને શ્રમણીઓ આ ગુણસ્થાનના અધિકારી હોય છે. શરીર સંબંધી પ્રમાદરૂપ પ્રવૃત્તિઓથી યુક્ત હોવાના કારણે આ ગુણસ્થાનનું નામ પ્રમત સંયત’ છે. જીવ આ ગુણસ્થાને જ્યારે પણ આવે છે, ત્યારે સાતમા ગુણસ્થાને થઈને જ આવે છે. કોઈ પણ ગુણસ્થાનવાળા સીધા અહીં આવતા નથી. આ ગુણસ્થાનવાળા પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, રાત્રિભોજનનો ત્યાગ અને અન્ય અનેક ભગવદજ્ઞાઓનું પાલન કરે છે. સંપૂર્ણ ૧૮ પાપોના ત્યાગી હોય છે. ત્રણ કરણ અને ત્રણ યોગથી દરેક નાની મોટી સાવધ પ્રવૃત્તિનો ત્યાગ કરે છે. સદા સરળ, નિષ્કપટ રહે છે. યથા સમય સ્વાધ્યાય ધ્યાનમાં સદા પ્રયત્નશીલ રહે છે. અતઃ મહાવ્રત અને અણુવ્રતની સમ્યફ આરાધના કરનાર સાધક ઉત્તરોત્તર આત્મશક્તિનો વિકાસ કરે છે. (ગ) વર્તમાન યુગમાં વતની ઉપયોગિતા (સર્વદેશીય ઉન્નતિનો માર્ગ) વતની આવશ્યકતા પ્રતિજ્ઞા, પચ્ચકખાણ, સોગંદ, શપથ, બાધા, આખડી આ શબ્દો એકાર્થ-વાચક છે. એક જ વાતને બતાવનારા છે. જીવનમાં રહેલી પાપવૃત્તિને રોકવા માટે પ્રતિજ્ઞા-વ્રતની અનિવાર્ય જરૂર છે. | ‘શ્રાવકધર્મ યાને મોક્ષ પ્રાપ્તિનો ઉપાય'માં વ્રતની આવશ્યકતા શા માટે ? એનું આલેખન બહુ જ સુંદર રીતે કરતાં કહે છે કે, જીવને સદ્ગરનો બોધ ન મળવાથી તે સદેવ અવ્રતી જ રહે છે પરંતુ જેમ કારીગરના હાથમાં પથ્થર આવે અને તેની સુંદર આકૃતિ બનાવે તેમ ભવ્ય જીવ જો સદ્ગુરુ પાસે આવે તો તે સદ્ગુરુ તેને બોધ આપી વતી બનાવે જેથી તે મર્યાદામાં આવી ઉત્તરોત્તર વિકાસના માર્ગે આગળ વધે. વ્રત એટલે હિતકારી નિશ્ચયો. મનુષ્ય માત્રના હક્કો માટે સરકારી કાયદાથી આપણે બંધાવું પડે છે અને બંધન તોડે તેને દંડ-કેદની શિક્ષા સહન કરવી પડે, તેમ અહીં સ્વ-પર કલ્યાણ માટે વીતરાગના કાયદાથી આત્મા બંધાય તો જન્મ-મરણના ફેરા ટળે અને તે કાયદા તોડે તો ચારે ગતિમાં પરિભ્રમણ કરે. દીવાલ વગરના નગરમાં શત્રુને અને કિનારા વગરન સરોવરમાં જળને આવતા મુશ્કેલી નડતી નથી, તેમ વ્રત વગરના આત્માને કર્મનો લેપ લાગ્યા જ કરે છે. માટે વ્રતરૂપી વાડ કરી લેવાથી નિપ્રયોજન કર્મોથી આત્માને બચાવી શકાય છે. આકાશમાં ઊંચે ઊડવાવાળો પતંગ વિચારે છે, અને દોરના બંધનની શી જરૂર છે? આ દોર ન હોય તો હું સ્વછંદ ભાવથી ગગનવિહાર કરી શકું છું પરંતુ આપણે જાણીએ છીએ કે દોર તૂટવાથી પતંગની શી દશા થાય. દોર તૂટવાની સાથે જ પતંગનો ઉન્મુક્ત વ્યોમવિહારનો સ્વપ્ન ભંગ થઈ જાય છે અને ધૂળમાં મળવું પડે છે. એ જ પ્રકારે જીવનરૂપી પતંગને ઉન્નત રાખવા માટે વ્રતરૂપી દોર સાથે બંધાઈ રહેવું જરૂરી છે. સંસ્કૃતમાં કહ્યું છે કે, “યુદ્ધ પરું તત્ત્વવિવાર ર ા યેહી સારં વ્રત ધારમાં જ ' અર્થાત્ Page #387 -------------------------------------------------------------------------- ________________ તાત્વિક વિચાર કરવો એ બુદ્ધિનો સાર છે અને વ્રતોનું (સંયમનું) પાલન કરવું એ દેહનો સાર છે. ઘણા કહે છે કે, નિયમ બંધનરૂપ છે, એનાથી આપણે બંધાઈ જઈએ છીએ. જ્યારે ઠંડી લાગે છે ત્યારે આપણે સ્વેટર અથવા શાલનો ઉપયોગ કરીએ છીએ, તો શું તે આપણને બંધન લાગે છે? નહિ, તે આપણા શરીરની સુરક્ષા કરે છે. એવી જ રીતે નિયમ બંધન નહિ, પણ આત્માની સુરક્ષા માટે છે. બા. બ. ઉજજવળકુંવરજી મહાસતીજીએ “ઉજ્જળવાણી'માં વ્રતની આવશ્યકતા દર્શાવતા કહ્યું છે કે, જેમ સરિતાના સતત ગતિશીલ પ્રવાહને નિયંત્રિત કરવા માટે બે કિનારા આવશ્યક છે. એવી જ રીતે જીવનને નિયંત્રિત, મર્યાદિત અને ગતિશીલ બનાવવા માટે વ્રતોની આવશ્યકતા છે. ૧૦૨ વર્તમાન યુગમાં વ્રતોની ઉપયોગિતા (વ્યવહારથી) - આજે દુનિયાના લોકો એક તરફ ભૂકંપ અને આતંકવાદના ભયથી મરવાના વાંકે જીવી રહ્યા છે. તો બીજી બાજુ કપ્યુટરથી લઈને ઈમેઈલ, વેબસાઈટ, ફેસ, ફોન, મોબાઈલ જેવાં અનેક આધુનિક ઉપકરણો દ્વારા દુનિયાના દેશો નજીક આવી રહ્યા છે, છતાં પણ માનવ-માનવ વચ્ચેની ભેદ રેખાઓ વધતી જાય છે. ભૌતિક સુખ માણતો માનવી માનસિક તાણમાં ખેંચાઈ ગયો છે. ધર્મને બદલે અધર્મ, સત્યને બદલે અસત્ય, પ્રેમને બદલે વેર અને મિત્રતાને સ્થાને દુશ્મની આજના વર્તમાન સમયમાં જોવા મળે છે. - આજે જ્યાં જુઓ ત્યાં રાષ્ટ્ર-રાષ્ટ્ર વચ્ચે, વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે, શેઠ-નોકર વચ્ચે, મજુરમાલિક વચ્ચે, શોષક અને શોષિત વચ્ચે ઘર્ષણો ચાલી રહ્યાં છે. ઉંદર-બિલાડી જેવો સંબંધ જ્યાં જુઓ ત્યાં દેખાય છે. આ વિસંવાદિતા દૂર કરવા માટે સામ્રાજ્યવાદ, શાહીવાદ, સમાજવાદ કે સામ્યવાદ મથામણ કરી રહેલ છે પરંતુ એક અનિષ્ટ દૂર કરતાં બીજું અનિષ્ટ પ્રવેશી જાય છે. આમ આ બધા અનિષ્ટ-તત્ત્વોનું મૂળ તપાસવામાં આવશે તો લાગશે કે આજે ગૃહસ્થાશ્રમી જીવન આ વ્રતોના પાલનથી વેગળું થતું જાય છે. આ બધાં જ અનિષ્ટો દૂર કરવાનો એક જ રામબાણ ઉપાય 'વ્રત'માં રહેલો છે. વર્તમાનમાં આપણી માંગ પેટ્રોલ છે, તો પછીની માંગ હશે પાણી! જે ભવિષ્યમાં વિશ્વયુદ્ધ થશે તો સંભવતઃ તેનું કારણ પાણી રહેશે. આ પાણીના અતિ દુર્બયનું સમાધાન પણ ‘વ્રતોમાં સમાયેલું છે. આજે લોભામણી જાહેરાતોના માધ્યમથી ઉપભોક્તાવાદને જેવી રીતે વિકસાવવામાં આવી રહ્યું છે તે ચિંતાનો વિષય છે. પરંતુ ઉપભોગ-પરિભોગની સીમા રૂપી વ્રતથી આ સમસ્યાને બચાવી શકાય છે. આજે ભારત દેશમાં મોંઘવારી' નામની અતિઝેરીલી નાગણ ફૂંફાડા મારી રહી છે. બાંધી આવક ધરાવતા મધ્યમ વર્ગ માટે બે છેડા કેવી રીતે ભેગા કરવા તેની ગંભીર સમસ્યા પેદા થઈ ગઈ છે. અર્થશાસ્ત્રના નિષ્ણાતો કહે છે કે, તાજેતરમાં ભારતમાં જે ફુગાવો વધી રહ્યો છે, તેનું કારણ ઘટી રહેલું ઉત્પાદન નથી પણ ચીજવસ્તુઓની વધી રહેલી માંગ છે. હકીકતમાં તો વૈશ્વિકરણના ઓઠા નીચે ભૌગોલિક પરિસ્થિતિ, હવામાન અને સાંસ્કૃતિક Page #388 -------------------------------------------------------------------------- ________________ રીતભાતને કોરાણે મૂકી અક્કલ વગરની નક્કલ કરનાર ઉદારીકરણને કારણે શ્રીમંત બનેલ માનવ સમાજ આ મોંઘવારીને પોષી રહ્યાં છે. ગયા વર્ષે ભારતમાં અનાજનું વિક્રમી ઉત્પાદન થયું તેમ છતાં આપણે વિદેશથી અનાજની આયાત કરવી પડી હતી, કારણ કે આડેઘડ અનાજનો બગાડ કે જેથી દેશમાં અનાજની અછત પેદા થાય છે. અછતને કારણે દેશમાં મોંઘવારી વધે છે. આ મોંઘવારીનો માર શ્રીમંતોને નથી પડતો, પણ ગરીબ તેમ જ મધ્યમ વર્ગના નાગરિકો તેમાં ભીંસાય છે. મોંઘવારી વધવાનું મુખ્ય કારણ વિશ્વની બજારમાં ક્રૂડતેલના વધતા ભાવો છે. આપણે પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઘટાડીને તેના ભાવો નીચા લાવી શકીએ છીએ. આ માટે ટુ વ્હીલર કે ફોર વ્હીલર ધરાવનાર પરિવાર નક્કી કરે કે અમે બજારમાં શોપિંગ કરવા વાહન લઈને નહિ જોઈએ, પણ ચાલતા જઈશું તો કરોડો લીટર પેટ્રોલ બચી શકે. | મુસાફરીની બાબતમાં આપણે જેમ પેટ્રોલ બચાવી શકીએ છીએ તેમ ખાણીપાણીની બાબતમાં, એજ્યુકેશનની બાબતમાં, વસ્ત્રોની બાબતમાં. આવી નાની મોટી દરેક બાબતમાં ખર્ચ બચાવીને મોંઘવારીથી બચી શકાય. આજે મોંઘવારી વધી છે તેના કરતાં આપણી આભાસી જરૂરિયાતો વધી છે અને દેખાદેખીને કારણે થતાં ખર્ચાઓ પણ વધ્યા છે. આ દરેક મોંઘવારી રૂપી સમસ્યાનો ઉકેલ આપણને જૈનદર્શનમાં મળી રહે છે. તીર્થકરો કહેતાં આવ્યાં છે કે, ‘તમારી જરૂરિયાતો મર્યાદિત બનાવશો તો સુખી થશો. સંયમિત જીવન અપનાવશો તો સુખી થશો.' ત્યારે આજે આ મોંઘવારીનો અને ફુગાવાનો મુકાબલો કરવા માટે અર્થશાસ્ત્રીઓ પણ આ જ પ્રકારની સલાહ આપવાં લાગ્યાં છે. આપણી તૃષ્ણાઓને નિયંત્રણમાં રાખવાનો ઉપાય તો આપણા હાથમાં છે તે છે, વ્રતરૂપી નિયંત્રણ કે જેનાથી આપણે આપણી સંકલ્પશક્તિ વડે ઈચ્છાઓ ઉપર નિયંત્રણ તેમ જ ઈચ્છાઓને સંયમિત કરી શકીએ છીએ. આમ મોંઘવારીના વિષચક્રને નાથવા માટે જૈનદર્શનના સિદ્ધાંતો સફળ પુરવાર થાય છે. દરેક વ્રતમાં આજની સમસ્યાનું સમાધાન રહેલું છે. નામ એનું અણુવ્રત છે, પરંતુ તાકાત અણુશક્તિ' જેટલી જ પ્રચંડ છે. સાચું સુખ શું? છેવટનું જ્ઞાન કહ્યું? ચિત્તની સમાધિ કેમ થાય? આ બધા પ્રશ્નો અંગે સમાજવાદ મૌન સેવે છે. મૃત્યુ, વ્યાધિ, રોગ, વૃદ્ધાવસ્થા વગેરેને કેમ નિવારી શકાય? તેનો યથાર્થ જવાબ આજના કોઈ પણ વાદમાંથી મળી શકતો નથી. ત્યારે આ વ્રતો તમામ સામાજિક, તેમ જ આધ્યાત્મિક પ્રશ્નોના ઉકેલ રૂપ છે. આ વ્રતો એટલા ભવ્ય છે કે દરેક માનવી જો તેનું પાલન કરે, તો પોતે પોતાનું જીવન સુખરૂપ પસાર કરી શકે, એટલું જ નહિ પરંતુ પારિવારિક, સામાજિક અને રાષ્ટ્રીય જીવન પણ સુખરૂપ બને અને વિશ્વના નાના મોટા તમામ સંઘર્ષો અદશ્ય થઈ જાય. બાયોકેમિકલ દવાઓની ઉપર લખેલું હોય છે કે, ‘બારસો રોગની બાર દવા.” તેમ આ બાર Page #389 -------------------------------------------------------------------------- ________________ વ્રતો પણ સંસારના સામાજિક, આર્થિક, રાજકીય, આધ્યાત્મિક વગેરે તમામ ક્ષેત્રોના વિવિધ રોગોની બાર દવાઓ છે. ભગવાન મહાવીરે ફરમાવેલ આ બાર વ્રતો નીતિના નિધાન સમાન છે. આ વ્રતોની આરાધના માનવીને પૂર્ણ સ્વતંત્ર બનાવે છે કારણ કે આ વ્રતો મુક્તિની ચાવી સમાન છે. નિશ્ચયથી વતની ઉપયોગિતા | શ્રી ઉપાશકદશાંગ સૂત્રમાં નિશ્ચયથી વ્રતની ઉપયોગિતા દર્શાવતાં કહ્યું છે કે, જીવ અનાદિકાલથી ૮૪ લાખ જીવયોનિમાં પરિભ્રમણ કરી રહ્યો છે. જ્યાં જ્યાં જન્મ ધારણ કરે છે, જેની સાથે રહે છે, જે જે પદાર્થો ભોગવે છે, તેના રાગદ્વેષની પરંપરા સતત તેની સાથે ભવભવાંતર સુધી રહે છે. તે જ્યાં સુધી મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, વિષય-કષાય અને અશુભ યોગના પરિણામ કરશે, ત્યાં સુધી કર્મબંધ થયા જ કરશે અને જ્યાં સુધી કર્મબંધ કરશે ત્યાં સુધી જન્મ, જરા અને મરણના ચક્કરમાં અને દુ:ખોની પરંપરામાં જ પરિભ્રમણ કરશે. આ પ્રકારની અવસ્થા તે જીવનનું અસંસ્કૃત રૂ૫ છે. સરુના યોગે શુદ્ધ શ્રદ્ધા સાથે સજ્ઞાનની પ્રાપ્તિ કરીને ચારિત્ર માર્ગમાં ઉત્તરોત્તર વિકાસ કરવો, તે જ જીવનનું સંસ્કૃત રૂપ છે. ચારિત્રના વિકાસ માટે જ વ્રતોની યોજના છે. પુણ્યવાન જીવ જ તેનું પાલન કરી શકે છે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં ચાર અંગની દુર્લભતા સમજાવતાં કહ્યું કે, चतारि परमंगाणि, दुल्लाहाणीह जंतुणो । માળુસત્ત સુ સદ્ધા, સંનમિ ૨ વરિએ ? ભાવાર્થ : આ સંસારમાં પ્રાણીઓને મનુષ્યદેહ પ્રાપ્ત થવો દુર્લભ છે, મનુષ્ય જન્મ પ્રાપ્ત થયા પછી વીતરાગ ધર્મ પ્રાપ્ત થવો દુર્લભ છે. કદાચિત ધર્મ પ્રાપ્ત થઈ જાય તોપણ શાસ્ત્ર શ્રવણ અને શ્રદ્ધા થવી અત્યંત દુર્લભ છે અને શ્રદ્ધા થઈ જાય તેમ છતાં ધર્મનું આચરણ કરવું અત્યંત દુર્લભ છે. અર્થાત્ વ્રત-સંયમ ગ્રહણ કરવા અને તેની શુદ્ધ આરાધના કરવી અત્યંત દુષ્કર છે. ચાર ગતિમાં મનુષ્ય ગતિ જ એકમાત્ર એવી ગતિ છે કે જેમાં કેવળ ધર્માચરણ જ નહિ પરંતુ સર્વ કર્મનો નાશ કરી સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈ શકાય છે. માનવભવમાં જીવને જે આધ્યાત્મિક વિવેકશક્તિ પ્રાપ્ત થાય છે તે અન્ય ભવમાં સુલભ નથી, તેથી મનુષ્ય ભવ પ્રાપ્ત કરીને તેને સફળ કરવાનો પ્રયત્ન સદાને માટે કરવો જોઈએ. જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ આ ચાર જૈનધર્મના આધાર સ્તંભો છે. આમાં તપનો મહિમા અનોખો છે. શરીર અને ઈન્દ્રિયોની પ્રવૃત્તિઓને રોકીને તેમને તપાવે છે માટે તે ‘તપ' કહેવાય છે. સ્વેચ્છાએ કરેલું દેહદમન તપ છે. જૈનદર્શનમાં તપશ્ચર્યાનો મુખ્ય ઉદ્દેશ કર્મોની નિર્જરાનો છે. જ્ઞાનીઓ કહે છે કે, “વૃત્તિ બદલે તે વ્રત'. કર્મ સહિત આત્મામાં બે પ્રકારની વૃત્તિઓ વહી રહી છે. એક સ્વાભાવિક વૃત્તિ અને બીજી વૈભાવિક વૃત્તિ. જ્ઞાનાદિ મૌલિક ગુણો તથા ક્ષમા, શ્રદ્ધા આદિ ગુણોનું પરિણામ ધારામાં પ્રગટ થવું તે સ્વાભાવિક વૃત્તિ અને ક્રોધાદિ કષાયો, રાગ, દ્વેષ, વિકાર વગેરે દુર્ગુણોનું આત્મામાં પરિણમી Page #390 -------------------------------------------------------------------------- ________________ જવું એ પછી તે રૂપે પ્રગટ થવું તે છે વૈભાવિક વૃત્તિ. આ બન્ને વૃત્તિઓના સ્વરૂપને જાણી વૈભાવિક વૃત્તિઓ દૂર કરવા અને સ્વાભાવિક વૃત્તિઓને પ્રગટ કરવા વ્રત અને તપની આરાધના છે. આપણને હેરાન કરતી અંદરની વૃત્તિને તોડવા માટે જ વ્રત તપની (આરાધના) સાધના કરવાની છે. વૃત્તિને તો તે વ્રત’ બાહ્યાભ્યાંતર તપનું આપણા જીવનમાં અનુસંધાન રચાય તો બ્રહ્મચર્યાદિ વ્રતો મહાન તપશ્ચર્યામાં પરિણમે. જે વૃત્તિનું સ્વરૂપ જાણે તે સાધક જ વ્રતનું મૂલ્ય સમજી શકે. તપશ્ચર્યા દરમ્યાન સંતદર્શન, શ્રવણ અને સ્વાધ્યાય આંતર ચેતનાને જાગૃત કરવામાં અને તપને આગળ વધવામાં પ્રેરક બને છે. તપની સાત્ત્વિક પ્રવૃત્તિ સાથે દાનનો મહિમા જોડાયેલો છે. ત્યાગ વૈભાવિક વૃત્તિને બદલવામાં સહાયક થાય છે. વ્રત ધારણ કરવાથી ચારિત્રનો વિકાસ થાય છે. તેમ જ અવ્રતીને જે નિરર્થક આશ્રવ આવે છે, તેનાથી બચી શકાય છે. અનર્થકારી કર્મબંધ અટકી જાય છે. અવિરતિ એટલે ભોગ તરફની દોટ અને વિરતિ એટલે તે દોટ ઉપર બ્રેક. બ્રેક એટલે પ્રતિજ્ઞાપૂર્વકનો ત્યાગ. વ્રતી જીવનનું નરકાદિ દુર્ગતિમાં ભ્રમણ થતું નથી. તેનું વર્તમાન જીવન પણ શાંત અને સુખમય બની જાય છે. આત્મા જ્યારે વિકાસોન્મુખ બને છે, ત્યારે તેને જ્ઞાન, દર્શન, ચારિત્ર અને આત્મશાંતિની ઉપલબ્ધિ થાય છે. તે શબ્દો દ્વારા અવર્ણનીય છે. તેથી પ્રત્યેક સહસ્થ પોતાના જીવનને વ્રતમય બનાવવું તે અતિ આવશ્યક છે. તેઓ જીવનની સાધનાને ઉત્તરોત્તર આગળ વધારતા રહે ત્યારે જ તે માનવ જીવનને સફળ બનાવી શકે છે. | નવકારશીના નાનાં વ્રતરૂપી ઝરણાંનો પ્રવાહ સંલેખના વ્રતના મહાસાગર સુધી વિસ્તરે તે જૈનદર્શનના તપની-વ્રતની લાક્ષણિકતા છે. આમ બાહ્ય અને આત્યંતર વ્રતરૂપી તપને આપણે માત્ર કર્મ નિર્જરાના સાધન રૂપે જ સ્વીકારવું જોઈએ. કોઈ પણ નાનામાં નાનો સામાન્ય માનવી પણ ઉદાત્ત ભાવનાથી શરીરશક્તિ પ્રમાણે નાનાં મોટાં વ્રત-તપ કરીને તપધર્મનું સેવન કરી શકે છે. તેની સાથે જ અનેક જીવોને અભયદાન આપીને તે દાનધર્મનું પણ આચરણ કરે છે. માટે જ શાસ્ત્રકારોએ તપને અદ્ભુત કલ્પવૃક્ષની ઉપમા આપી છે, તે યથાયોગ્ય છે. ‘શ્રી અંતગડદશા સૂત્ર' આદિ જૈનાગમોમાં તેમ જ હરિવંશ પુરાણ’ અને ‘વ્રતવિધાન સંગ્રહમાં વ્રતોનાં વિવિધ નામો જોવા મળે છે. જેમ કે રત્નાવલી, કનકાવલી, નન્દીશ્વર, પંડિતવ્રત, સમકિત ચોવીસી, સમવસરણ, સર્વાર્થસિદ્ધિ, કૌમારસપ્તમી, નંદસપ્તમી વગેરે વ્રતોનાં નામ આપ્યાં છે. જૈન-વ્રત-તપ'માં ડૉ. સરયૂબેન દોશીએ પાંચસો જેટલાં વ્રત-તપની માહિતી આપી છે. એનું વર્ગીકરણ કરીને પ્રકરણ વાર, તપની સમયાવધિ પ્રમાણે ક્રમિક રીતે ગોઠવણ કરી છે. વળી આ કાળમાં કેટલાંક વ્રત-તપ કરવા કઠીન છે પરંતુ તે જાણવા જરૂરી છે, એવા બધા જ સંપ્રદાયોનાં વિવિધ વ્રતોનો ઉલ્લેખ કર્યો છે. તે ઉપરાંત આ વ્રત-તપ લેવાની વિધિ, વ્રતનું પચ્ચકખાણ, આવશ્યક ક્રિયા, ધારણા, વ્રત-તપ પાળવાની વિધિ વગેરેનું સુંદર આલેખન કર્યું છે. આમ પ્રથમ વ્રત સ્વર્ગસ્થતિક વ્રતથી લઈને “ચાતુર્માસક્ષમણ વ્રત' (દિવસ ૧૨૦-ઉપવાસ ૧૨૦) સુધી વિવિધ વ્રતોનો ઉલ્લેખ કર્યો છે. Page #391 -------------------------------------------------------------------------- ________________ તે ઉપરાંત વ્રતના નવ વિવિધ પ્રકાર પણ બતાવ્યા છે. જેમ કે, ૧) સાવધિ, ૨) નિરવધિ, ૩) દેવસિક, ૪) નૈશિક, ૫) માસાવધિ, ૬) વર્ષાવધિ, ૭) કામ્ય, ૮) અકામ્ય અને ૯) ઉત્તમાર્થ. આ નવ પ્રકારનાં વ્રતોથી કર્મની નિર્જરા થાય છે. તેમાંય આવ્યેતર તપોનો સમન્વય સાધીને વ્રતિક ઉત્કૃષ્ટ પરિણામો મેળવે છે. તેમનો જીવન પ્રત્યેનો સંપૂર્ણ અભિગમ બદલાઈ જાય છે. આચારવિચારની આમૂલ ક્રાન્તિ તે સહજ રીતે સ્વાભાવિકતાથી સ્વીકારી લે છે. અતઃ જીવનમાં વ્રતોનું શ્વાસોચ્છવાસ જેટલું જ મહત્ત્વ છે. જેવી રીતે શ્વાસોચ્છવાસને કારણે જીવંત પ્રાણી ઓળખી શકાય છે. તેવી રીતે વ્રતને કારણે સમ્યકત્વની ઓળખ થાય છે. “શ્રી આચારાંગ સૂત્ર’ ૩/ર અનુસાર “સમ્મત્ત હંસા ન રેડ્ડ પર્વ ' અર્થાત્ સમ્યક-દષ્ટિ પાપ કાર્ય કરતાં નથી. વ્રતને કારણે પાપ કાર્યની નિવૃત્તિ થાય છે અને પાપ કાર્યની નિવૃત્તિને કારણે નવીન કર્મોના આશ્રવ રોકાઈ જાય છે. આશ્રવનું રોકાવું એ જ કર્મરૂપી રોગનું ઔષધ છે. ‘ભાવનાશતક'-૬૦ અનુસાર “વિના વ્રત ર્માસ્ત્રવસ્તયા' અર્થાત્ કર્માસ્ત્રવરૂપી રોગ નષ્ટ કરવા માટે વ્રતરૂપી ઔષધનો ઉપયોગ કરવો જરૂરી છે. વ્રત-તપ એક વૈજ્ઞાનિક અભિગમ કર્મોને તપાવી નાશ કરે તેનું નામ તપ, છતાં તપ માનસિક અને શારીરિક આરોગ્ય જાળવવામાં પણ ઘણું જ ઉપકારક છે. ભગવાન મહાવીર પરમ વૈજ્ઞાનિક હતા. જૈન ધર્મના તપમાં વૈજ્ઞાનિક અભિગમ અભિપ્રેત છે. જૈનાચાર્યોએ ઋતુ, કાળ અને સ્થળને લક્ષમાં રાખી વ્રતો અને તપની જે પ્રરૂપણા કરી છે તે શરીરવિજ્ઞાન અને મનોવિજ્ઞાનના સિદ્ધાંતોને અનુકૂળ અને પર્યાવરણ સંતુલન પોષક છે. “ધ્યાન' દ્વારા તપ સાધના કરવાથી મનોબળ વધે, ચંચળ મન સ્થિર બને અને નિર્ણયશક્તિ વધે. વ્યસનમુક્તિ માટે પણ ધ્યાન ઉપકારક છે. ઉપવાસ તપ દરમ્યાન ભોજન ન લેવાથી સમગ્ર પાચનતંત્રને પાચન ક્રિયાના કાર્યમાંથી મુક્તિ મળવાથી પાચનતંત્રમાં શુધ્ધિ કાર્ય આરંભાય છે અને આખા શરીરમાં સ્વશુધ્ધિકરણની પ્રક્રિયા આરંભાય છે. શરીરમાં કોઈ જગ્યાએ વિષદ્રવ્યનો જમાવ થયેલો હોય તો ઉપવાસ દરમ્યાન તે ઓટોલીસીસ (Autolysis)ની પ્રક્રિયા દ્વારા વિસર્જિત થવા માંડે છે. તેમનામાં રહેલા ઉપયોગી ભાગ શરીરના મહત્ત્વનાં અંગો હૃદય, મગજ વગેરેને પોષણ આપવા કામમાં આવે છે. શરીરમાંથી • ઝેર બહાર ફેંકાય છે. ગાંઠો અને ઓછી ઉપયોગી પેશીઓનું વિસર્જન થાય, શરીર નિર્મળ અને નિરોગી બને છે. આયુર્વેદના ગ્રંથોમાં ઉપવાસની ઘણી પ્રશસ્તિ કરવામાં આવી છે. ઉપવાસ, ધ્યાન, પ્રાણાયામ દ્વારા ઘણા રોગો મટાડવાની પદ્ધતિ વિકાસ પામી છે. કુદરતી ઉપચાર” (Nature cure)માં ગાંધીજીએ ઉપવાસનું ઘણું મહત્ત્વ દર્શાવ્યું છે. જૈનધર્મમાં રાત્રિભોજનના નિષેધ પર બહુ ભાર મૂકવામાં આવ્યો છે. ભગવાન મહાવીરે રાત્રિ ભોજન વિષે કહ્યું છે કે, ‘ચઉબિયે પિ આહારે, રાઈ ભોયણ-વણા.' અર્થાત્ અન્ન, પાન, Page #392 -------------------------------------------------------------------------- ________________ ખાદિમ અને સ્વાદિમ આ ચાર પ્રકારનું રાત્રે સેવન ન કરવું, એટલે કે રાત્રિ ભોજનનો ત્યાગ કરવો. જૈનધર્મના આ નિયમમાં પૂર્ણતઃ આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ છે. શરીરશાસ્ત્રના જ્ઞાતા પણ રાત્રિભોજનને બળ-બુદ્ધિ અને આયુષ્યનો નાશ કરનારું બતાવે છે. રાત્રે હૃદય અને નાભિ કમળ બન્ને બીડાઈ જાય છે, પરિણામે સૂર્યાસ્ત બાદ ખાધેલું અન્ન પચતું નથી. પશ્ચિમના વિચારકો પણ રાત્રિભોજન ત્યાગને સમર્થન આપે છે. જેમ કે “હીલીંગ બાય વોટર' નામના પુસ્તકમાં ટી. હાર્ટલી હેનેસીએ પણ સૂર્યાસ્ત પહેલાં ભોજન કરી લેવાની દઢ હિમાયત કરી છે.૧૩ તેમ જ ડૉ. લેફ્ટનંટ કર્નલ ‘ટ્યુબરકલોસીસ ઍન્ડ ધી સન ટ્રીટમેન્ટ' પુસ્તકમાં સન સ્કૂલના વિવરણ સાથે જણાવે છે કે સન સંસ્થા સાંજના સમયસર ૬ વાગે ભોજન કરી લે છે, જે સ્વાથ્યને વધુ અનુકૂળ છે. સૂર્યાસ્ત પછીનું ભોજન સ્વાથ્ય માટે પ્રતિકૂળ છે. જૈનધર્મનો આહાર-વિજ્ઞાન અહિંસાની વિચારણા સાથે જોડાયેલો છે પરંતુ સાથે સાથે એમાં એટલું જ ગહન વિજ્ઞાન છે. જૈનધર્મમાં અભક્ષ્ય આહારનો નિષેધ છે. જેમ કે, માંસ, ઈંડાં, મધ, માખણ અને મદિરા. આ ચાર મહાવિગઈમાં અસંખ્ય બેઈન્દ્રયાદિ ત્રસ જીવો તેમાં નિરંતર ઊપજે છે, તે અતિ વિકાર કરનારી તથા માનસિક, શારીરિક દોષોને ઉત્પન્ન કરનાર છે. આ જ વાત આજે વૈજ્ઞાનિકો પણ કરી રહ્યા છે. | ‘ડૉ. ફોરબસ વિનસ્લો' કહે છે,માંસ તમોગુણને વધારે છે, તેનો લાંબા સમય સુધીનો ઉપયોગ ઘણાં ગંભીર ગુનાનું કારણ બને છે. તેમ જ ઘણાં દરદોને ઉત્પન્ન કરે છે અને આયુષ્યને ઘટાડે છે. યુરોપમાં “બ્રુસેલ્સ વિશ્વવિદ્યાલયમાં જે વૈજ્ઞાનિક પરીક્ષણ થયું છે, એમાં પણ માંસાહાર કરતાં શાકાહાર શ્રેષ્ઠ સાબિત થયું છે. તેવી જ રીતે જર્મનીના પ્રોફેસર ‘એગ્નવર્ગે અનુસાર ઈંડાંથી દમ, ખાંસી, ખુરસી, લ્યુકોરિયા ઈત્યાદિ રોગો થાય છે. તેમ જ દારૂ-મદિરાના સેવનથી થતી અસરો ઉપર વૈજ્ઞાનિકોનાં તારણ – ૧) શરીર ઢીલું પડી જાય છે. ૨) લોહીમાં આમ્લતત્ત્વો પેદા થાય. ૩) આંખની રેટીના જીવ કોશીકાઓ મૃત્યુ પામતાં દર્દી આંધળો બને. ૪) માથાનો દુખાવો ઊપડે. ૫) પેટમાં કારમી વેદના થાય. ૬) શ્વાસ લેવામાં તકલીફ થાય. ૭) ગભરામણ થાય. ૮) નસો તણાઈ જતાં મૃત્યુ પણ નીપજે છે. આમ આરોગ્યની દષ્ટિએ મદ્યપાન નુકસાનકારક છે. તેવી જ રીતે તમાકુ-ગાંજા અફીણ-ચરસ વગેરે નશાકારક પદાર્થો પણ શારીરિક દોષો ઉત્પન્ન કરે છે તેમ જ મૃત્યુને નોતરે છે. વૈજ્ઞાનિક સંશોધને એ સિદ્ધ કર્યું છે કે જે ધાન્ય કે વૃક્ષમાં જીવનના વિકાસની સંભાવના હોય તેનો નાશ કરીએ અથવા તો તેનું ભક્ષણ કરીએ તો અનંત જીવોની હિંસા થાય છે. કારણ કે એમાં રહેલો જીવન વિકાસ કેટલાય જીવોને જન્મ આપતો હશે. એનો નાશ કરવાથી અનંત જીવની Page #393 -------------------------------------------------------------------------- ________________ હત્યા થાય છે, જૈનોમાં સામાન્ય રીતે ફણગાવેલાં અનાજ કે અંકુરિત થતો વૃક્ષનો કોઈ હિસ્સો ખાવો તેને પાપપૂર્ણ ગણવામાં આવે છે, કારણ કે તેમાં અનંતકાય જીવો હોય છે. જ્યારે સૂક્ષ્મદર્શક યંત્ર નહોતું તે સમયે આપણા તીર્થકરોને આનો ખ્યાલ આવ્યો તે આજે તો આશ્ચર્ય જ લાગે! જૈનદર્શનમાં બ્રહ્મચર્ય વ્રતના સમ્યક્ પાલન માટે આચારશુદ્ધિ સાથે આહાર ઉપર પણ એટલો જ ભાર મૂક્યો છે. આ જ વાતને પશ્ચિમના વિચારકો પણ એટલું જ મહત્ત્વ આપે છે. આ અનુસંધાનમાં ડૉ. ‘કાઉએન’ જેઓ અમેરિકાના એક સુપ્રસિદ્ધ એમ.ડી. ડૉક્ટર છે અને એમણે અમેરિકનોમાં બ્રહ્મચર્યના અગણિત લાભો વિજ્ઞાનની દષ્ટિએ પુરવાર કરી તેના પ્રચાર અર્થે ભગીરથ પ્રયત્નો કર્યા છે. તેમણે બ્રહ્મચર્યના સાધક માટે આહારની બાબતમાં નીચે મુજબ ભલામણ કરી છે. (૧) મિતાહારી થવું. સાત્ત્વિક ખોરાક ખાવો. વિકાસ-વાસના, તામસભાવ જગાડે તેવો આહાર લેવો નહિ. (૨) મીઠું લૂણ બનતાં સુધી વાપરવા નહિ, અતિ ખાટા, અતિ તીખા, અતિ કડવા તેમ જ વાસી આહાર તજી દેવા. (૩) દારૂ અને તમાકુ જેવી બીજી માદક વસ્તુ લેવી નહિ. (૪) મીઠાઈ, તળેલા પદાર્થોનો સદંતર ત્યાગ કરવો. આ રીતે પૂર્વના આચાર્યોએ અને આધુનિક વિચારકોએ પણ આહારશુદ્ધિની આવશ્યકતા સ્વીકારી છે. આમ જૈનદર્શનના વ્રત-તપમાં એક વૈજ્ઞાનિક અભિગમ રહેલો જોવા મળે છે. જે આજના વૈજ્ઞાનિકો દ્વારા સિદ્ધ થાય છે. પર્યાવરણ અને વ્રતોની ઉપયોગિતા સમગ્ર વિશ્વના માનવોને મૂંઝવતો પ્રશ્ન છે. પર્યાવરણ અને એને માટે જવાબદાર માનવી પોતે જ છે. આજ માનવી એ ભૂલી ગયો છે કે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિનું જગત છે તો તેનું અસ્તિત્વ છે. માનવી એકલો જીવી શકે નહિ. પ્રભુ મહાવીરે આ સત્યનો સાક્ષાત્કાર કર્યો હતો અને તેથી જ તેમણે કહ્યું, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, આ બધાની એક સ્વતંત્ર સત્તા છે. તે મનુષ્ય માટે નથી બન્યા. મહાવીરે લોકોને ‘જીવો અને જીવવા દો'. અને “અહિંસા પરમોધર્મનાં સૂત્રો આપ્યાં. વર્તમાન યુગમાં માનવી બધાં જ તત્ત્વો સાથે મનફાવે તેવો વ્યવહાર કરે છે અને પ્રાકૃતિક સ્ત્રોતનો નાશ કરી પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. આજનો ભણેલો માનવી કુદરતે આપેલી તમામ નિસર્ગ ભેટને સાચવવાને બદલે તેમાં પોતાના જ્ઞાનનો ઉપયોગ કરીને અંતરાય ઊભો કરી રહ્યો છે. વનસ્પતિ જીવોની પણ રક્ષા કરવાને બદલે તેનું નિકંદન કાઢી રહ્યો છે. ઉપભોગવાદમાં સુખ માણતાં માનવીએ પર્યાવરણની સમતુલા ખોરવીને પોતાનો જીવન જીવવાનો લય પણ ખોરવી નાખ્યો છે. જેને કારણે ઋતુઓનું ચક્ર પણ બદલાતું ગયું છે. વાતાવરણમાં થઈ રહેલા આ ફેરફારથી ભારત, Page #394 -------------------------------------------------------------------------- ________________ દુબઈ કે અમેરિકા કોઈ બાકાત નથી. આજે વિશ્વમાં અનેક રીતે અસંતુલનતા આવી રહી છે. એનું એક કારણ પૃથ્વીનું વધારે પડતું દોહન છે, તો યુદ્ધ અને પર્યાવરણ પણ મુખ્ય છે. આજે ઉપભોગવાદના કારણે માનવી વધુને વધુ મેળવવા માટે પૃથ્વીનું દોહન કરી રહ્યો છે. પેટ્રોલ, કોલસો, ખનિજ પદાર્થ મેળવવા માટે વધુ દોહનથી પૃથ્વીના ભંડાર જ ખાલી નથી થઈ જતાં પરંતુ પ્રકૃતિમાં પણ અસંતુલનતા આવી રહી છે. તેવી જ રીતે પાણીનો વધુ વપરાશ જળભંડાર જ ખાલી નથી કરતાં પરંતુ પ્રકૃતિના સંતુલન પણ અવ્યવસ્થિત કરે છે. અણુ વપરાશથી આજે ઉર્જાશક્તિનું પ્રમાણ વધી ગયું છે. જેના કારણે પૃથ્વીનું તાપમાન અતિશય વધી ગયું છે. સતત ગરમ તાપમાનને કારણે ધ્રુવ ઉપર બરફ પણ ઓગળી રહ્યો છે. કે જેથી નીચાણવાળાં બંદરોને પાણીમાં ડૂબી જવાનો ભય ઊભો થયો છે. નવી નવી ટેક્નૉલૉજીના વધુ ઉપયોગને પરિણામે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડ, કાર્બન મોનોક્સાઈડ, સલ્ફર ડાયોક્સાઈડ સહિતના ઝેરી ગૅસોનું પ્રમાણ વધી રહ્યું છે. સૂર્યના પારજાંબલી કિરણોથી પૃથ્વીનું રક્ષણ કરતા ઓઝોનના પડમાં પણ ગાબડું પડ્યું છે. આમ ગ્રીન હાઉસ વાયુઓ વાતાવરણને વધારે ગરમ બનાવશે. ભારતની જ વાત કરીએ તો પુણેની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટ્રોપિકલ મિટિયરોલૉજીએ દેશના હવામાન વિશે હાથ ધરેલો અભ્યાસ સ્ફોટક પરિણામ દર્શાવે છે. સંસ્થાના જણાવ્યા પ્રમાણે આવતાં ૪૦ વર્ષમાં ભારતનું તાપમાન અત્યારના સ્તર કરતાં લગભગ ચાર ડિગ્રી સેલ્સિયસ જેટલું વધવાની શક્યતા છે. એટલું જ નહિ, વરસાદ પણ અનિશ્ચિત બની જશે એ વધારેમાં. ચોમાસાનો સમયગાળો નાનો થતો જશે, પણ એની તીવ્રતા વધુ હશે, કોઈક વર્ષે ભારે વરસાદ પડશે, તો કોઈક વર્ષે ખૂબ ઓછો. જેની સીધી અસર ખેતીના ઉત્પાદન ઉપર પડશે. આમ અનેક પ્રકારનાં પ્રદૂષણથી પર્યાવરણનો પ્રશ્ન વિકટ બનતો જાય છે. ત્યારે જૈનદર્શનના સિદ્ધાંત અત્યંત પ્રાસંગિક લાગે છે. જૈન ધર્મમાં સંપૂર્ણ સાધક જીવન માટે તો અહંસા અપરિગ્રહ અનિવાર્ય મનાયા છે પણ ગૃહસ્થ જીવનમાં કે જ્યાં આંશિક સાધના કરી શકાય છે ત્યાં પણ જીવન પધ્ધતિને તો અહિંસા અને અપરિગ્રહવાળી જ બતાવવામાં આવી છે. જૈન ધર્મમાં સામાજિક ક્ષેત્રે પર્યાવરણની જાળવણી અને સંતુલન માટે ગૃહસ્થવર્ગને જે માર્ગદર્શન આપ્યું છે તે ખરેખર અદભુત છે. દરેક માનવને આજીવિકાની આવશ્યકતા રહે છે. જીવન યાપન માટે આર્થિક પાસું અતિ મહત્ત્વનું છે. માણસો એ માટે વાણિજ્ય-વ્યવસાયનો સહારો લેવાના જ. ગૃહસ્થ જીવનના શ્રાવક ધર્મના બાર વ્રતોમાં સાતમા ભોગાપભોગ વિરમણ વ્રતની વિશદ વિવેચના, પંદર પ્રકારની વ્યાવસાયિક હિંસા કે જે પર્યાવરણનું સંતુલન ખોરવી નાંખે છે, પર્યાવરણમાં પ્રદૂષણનો વધારો કરે છે જે પંદર કર્માદાનના નામે એ પંદર પ્રકારનાં ધંધાઓ છે. શ્રાવકો બાર વ્રત આદરી શકય એટલી હિંસા ઓછી કરી પર્યાવરણની જાળવણી કરી શકે છે તેમ જ મૂર્છાનું અલ્પીકરણ કરી ‘અપરિગ્રહ પરમો ધર્મ' માની પર્યાવરણની રક્ષા કરવાની જાગરુકતા કેળવી શકે છે. £€ 3 = Page #395 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ સ્પષ્ટપણે માને છે કે અને આ સર્વ સ્વીકૃત વાસ્તવિકતા છે કે પર્યાવરણની સુરક્ષા, પર્યાવરણની કાળજી, પર્યાવરણની વૃદ્ધિ આ બધાનો આધાર માણસના વલણ ઉપર રહે છે. માણસનું વલણ જો અહિંસક અને સહકારભર્યું બને અને પોતાના સિવાય અન્યનો વિચાર કરે તો જ પર્યાવરણ સમૃદ્ધ બનશે. પ્રદૂષણ નિયંત્રિત બનશે. આમ સમભાવ, દયાભાવ પર્યાવરણ શુદ્ધિ માટે મહત્ત્વનો છે. મૈત્રીથી મૈત્રી, અભયથી અભય અને અહિંસાથી અહિંસાની ઉત્પત્તિ થાય છે. અને એના વિકાસથી શસ્ત્ર અનાવશ્યક બની જાય છે. અણુશક્તિના આ યુગમાં અહિંસાનો અભિગમ અપનાવવો એ જ સુખી થવાનનો રાજમાર્ગ છે કે જે અહિંસા અણુવ્રત તેમ જ સામાયિક વ્રતથી સાધી શકાય. ભગવાન મહાવીર એક મહાવ્રતી, પૂર્ણ અહિંસક મહાપુરુષ હતા, પણ એમણે આમ માનવી માટે અણુવ્રતોના રૂપમાં આમ અલ્પારંભનો સચોટ ઉપાય દર્શાવ્યો છે. અલ્પ આરંભનું બીજું નામ અલ્પ પરિગ્રહ વ્રત. તેવી જ રીતે ઉપભોગ-પરિભોગ વ્રતની સીમાથી ઉપભોક્તાવાદને અંકુશમાં લાવી શકાય છે. વળી અનર્થદંડ વિરમણ વ્રતથી અનર્થ હિંસાથી બચી શકાય છે. કે જેનાથી પર્યાવરણની રક્ષા થાય આમ જોવા જઈએ તો ‘બાર વત’ પર્યાવરણના રક્ષક જ છે. મહાન વિભૂતિઓની વ્રત વિષયક વિચારણા અર્વાચીન સમયના યુગપુરુષ મહાત્મા ગાંધીજી, સર્વધર્મ સમભાવના પ્રણેતા મુનિશ્રી સંતબાલજી અને આચાર્ય શ્રી તુલસીએ વિશ્વમાં શાંતિ, પ્રેમ, મૈત્રી વગેરે સદ્ભાવનાના વિકાસ માટે અણુવ્રતોનું સૂચન ક્યું છે, જે નીચે પ્રમાણે છે. યુગપુરુષ મહાત્મા ગાંધીજીએ પણ માનવીના ઉત્કર્ષ માટે અગિયાર મહાવ્રત બતાવ્યાં છે. ૧) સત્ય, ૨) અહિંસા, ૩) ચોરી ન કરવી, ૪) વણજોતું નવ સંઘરવું, ૫) બ્રહ્મચર્ય, ૬) જાત મહેનત, ૭) કોઈ અડે ન અભડાવું, ૮) અભય, ૯) સ્વદેશી, ૧૦) સ્વાદ ન કરવો અને, ૧૧) સર્વધર્મી સરખા ગણવા. આ અગિયાર વ્રત સમજી નમ્રપણે આચરવા. સર્વધર્મ સમભાવના પ્રણેતા મુનિશ્રી સંતબાલજીએ પણ ઉત્તમ નીતિ નિયમો વિશ્વના કલ્યાણ માટે દર્શાવ્યા છે. જેમ કે ૧) બ્રહ્મચર્ય, ૨) સત્ય શ્રદ્ધા, ૩) સર્વધર્મ ઉપાસના, ૪) માલિકી હક્ક મર્યાદા, ૫) વ્યવસાય મર્યાદા, ૬) ન નિંદાશ્લાઘના, ૭) વિભૂષા જય, ૮) વ્યસન જય, ૯) ખાન-પાન-શયન વિવેક, ૧૦) ક્ષમાપના, ૧૧) વ્યાજ ત્યાગ, ૧૨) રાત્રિભોજન ત્યાગ. વિશ્વવાત્સલ્ય માટે આ બાર વ્રત છે. આ વ્રત અનુસાર આપણે સૌ જીવન જીવીએ અને અન્યને પણ સન્માર્ગે લાવવાની પ્રેરણા આપીએ, એમનો પ્રધાન ઉદેશ હતો. આજના યુગના સંદર્ભમાં આચાર્ય તુલસીએ ભગવાન મહાવીરે સૂચવેલાં બાર વ્રતનું સામાજિક સ્વરૂપ આપી અણુવ્રતો રજૂ કર્યા. આ અણુવ્રતોમાં સામ્પ્રદાયિકતાને બદલે નૈતિકતાને પ્રમુખ સ્થાન આપ્યું છે. “અણુવ્રત’ (નૈતિક વિકાસની આચારસંહિતા) નામના પુસ્તકમાં ‘વ્રત'નું સ્વરૂપ સમજાવતાં કહે છે કે “અણુરપિ વ્રતસ્વૈષ ત્રાયતેમeતો ભયા” અર્થાત્ સંયમનું અણુમાત્ર પાલન મહાન ભયથી સંરક્ષણ. Page #396 -------------------------------------------------------------------------- ________________ અણુની શક્તિ અને વ્રતના મહત્ત્વથી આજનો માનવી અપરિચિત નથી. આજે તો પ્રશ્ન છે કે, માનવ અણુનો ઉપયોગ કઈ રીતે કરે જેથી જીવન આનંદમય અને કલ્યાણકારી બની શકે અને વ્રતને કેવી રીતે અપનાવે કે તે બંધન નહિ સ્વભાવ બની જાય. આચાર્ય શ્રી તુલસી દ્વારા ઉમ્બોધિત અણુવ્રતનું વિધાન આપણા આ પ્રશ્નોનું સુંદર અને સહજ સમાધાન રજૂ કરે છે. અણુવ્રત કોઈ જાત, વર્ણ, વર્ગ કે સંપ્રદાય વિશેષનું નથી. તેથી તેનું ક્ષેત્ર માનવ-માત્ર બને એ સ્વાભાવિક છે. એ દષ્ટિએ સત્ય, અહિંસા વગેરે નિર્દેશક તત્ત્વોની વ્યાખ્યા વર્તમાનના સંદર્ભમાં કરવામાં આવી છે. તે અગિયાર અણુવ્રતો નીચે પ્રમાણે છે, (૧) કોઈ પણ નિરપરાધ પ્રાણીનો સંકલ્પપૂર્વક વધ કરવો નહિ (ક) આત્મહત્યા કરવી નહિ, (ખ) ભૃણહત્યા કરવી નહિ. (૨) આક્રમણ કરવું નહિ અને આક્રમક નીતિનું સમર્થન પણ કરવું નહિ. વિશ્વશાંતિ તથા નિઃશસ્ત્રીકરણને માટે પ્રયત્ન કરવા. (૩) હિંસાત્મક તેમ જ ભાંગફોડવાળી પ્રવૃત્તિઓમાં ભાગ લેવો નહિ (૪) માનવીય એકતામાં વિશ્વાસ કરવો. (ક) જાતિ, રંગ વગેરેને આધારે કોઈને ઊંચનીચ કે અસ્પૃશ્ય માનવા નહિ (ખ) સંપત્તિ, સત્તાના આધારે કોઈને ઊંચનીચ માનવા નહિ. (૫) સર્વધર્મ સંપ્રદાયો પ્રત્યે સહિષ્ણુતાનો ભાવ રાખવો. (૬) વ્યવસાય અને વ્યવહારમાં પ્રમાણિકતા રાખવી. (૭) પોતાના લાભ માટે બીજાને હાનિ પહોંચાડવી નહિ – છલના પૂર્વક વ્યવહાર કરવો નહિ. (૮) બ્રહ્મચર્યની સાધના અને સંગ્રહની સીમાનું નિર્ધારણ કરવું. (૯) ચૂંટણીના સંબંધમાં અનૈતિક આચરણ કરવું નહિ. (૧૦) સામાજિક કુરૂઢિઓને આધાર આપવો નહિ. વ્યસનમુક્ત જીવન જીવવું. (૧૧) પર્યાવરણની સમસ્યા પ્રત્યે સદા જાગૃત રહેવું. (ક) લીલાછમ વૃક્ષો કાપવા નહિ, (ખ) પાણીનો અપવ્યય કરવો નહિ. અણુવ્રતના આ નિયમો માનવતાના નિયમો છે. આમ અણુવ્રતનાં આ વિધાનો જીવન જીવવાની કળા, નૈતિક ક્રાંતિના વિચારવાહક, સાચાં સામાજિક મૂલ્યોના પ્રતિષ્ઠાપક, રાષ્ટ્ર તથા માનવની ભાવાત્મક એકતાનાં માર્ગદર્શક અને વિશ્વશાંતિના સમાધાન સ્વરૂપે છે. નિષ્કર્ષની ભાષામાં કહી શકાય કે ઉપર્યુક્ત બધાં જ વ્રતોનાં સ્વરૂપો મોટા ભાગે જૈનદર્શનમાં દર્શાવેલા શ્રાવકધર્મના બાર વ્રતોને મળતાં આવે છે. Page #397 -------------------------------------------------------------------------- ________________ (ઘ) અન્ય દર્શનોમાં વ્રત જૈનદર્શનમાં તો વ્રતનું મહત્ત્વ છે જ પરંતુ અન્ય દર્શન જેમ કે બૌદ્ધદર્શન, યોગદર્શન, વૈદિક પરંપરા વગેરેમાં પણ વ્રતની મહત્તા દર્શાવેલ છે. તે નીચે પ્રમાણે છે. બૌદ્ધ દર્શનમાં વ્રત જૈન દર્શનમાં જેને વ્રત કહ્યાં છે તેને બૌધ્ધદર્શનમાં ‘શીલકહ્યાં છે. ભગવાન બુદ્ધે પાંચ અણુવ્રતોના સ્થાન પર પાંચ શીલોનું પ્રતિપાદન કર્યું છે. અંતર ફક્ત એ છે કે, ભગવાન બુદ્ધનું પાંચમું શીલ મદ્ય નિષેધ છે, ત્યારે જૈનદર્શનમાં પાંચમું વ્રત પરિગ્રહ પરિમાણ છે. તેમ જ મધ નિષેધને સાતમા “ઉપભોગ-પરિભોગ' નામના અણુવ્રતના અંતર્ગતમાં જ માનવામાં આવે છે. જૈનદર્શન સમ્મત ગૃહસ્થ ધર્મના બાર વ્રતોના સ્થાન પર બૌદ્ધદર્શનમાં આઠ શીલ અને ભિક્ષુ સંઘ-સંવિભાગની ધારણા મળે છે તે આ પ્રમાણે છે, ૧) હિંસા પરિત્યાગ, ૨) ચોરી પરિત્યાગ, ૩) અબ્રહ્મચર્ય પરિત્યાગ, ૪) અસત્ય પરિત્યાગ, ૫) મદ્યપાન પરિત્યાગ, ૬) રાત્રિ તેમ જ વિકલ ભોજન પરિત્યાગ, ) માલ્યગંધધારણ પરિત્યાગ, ૮) ઉચ્ચ શય્યા પરિત્યાગ અને ૯) ભિક્ષુ સંઘ સંવિભાગ છે. જૈન પરંપરામાં બીજું વ્રત મૃષાવાદ છે, તે બૌદ્ધદર્શનમાં ચતુર્થ વ્રતના રૂપમાં દર્શાવ્યું છે. તેવી જ રીતે બૌદ્ધદર્શનના દશ ભિક્ષુ શીલ માનવામાં આવ્યા છે, જેની જૈનદર્શનમાં પાંચ મહાવ્રતોની સાથે સામ્યતા છે. તે દશ શીલ આ પ્રકારે છે. જેમ કે, ૧) પ્રાણાતિપાત વિરમણ, ૨) અદત્તાદાન વિરમણ, ૩) અબ્રહ્મચર્ય વિરમણ, ૪) મૃષાવાદ વિરમણ, ૫) સુરામેય મઘ વિરમણ, ૬) વિકાલ ભોજન વિરમણ, ૭) નૃત્યગીત વાદિત્ર વિરમણ, ૮) માલ્યધારણ ગંધ વિલેપન વિરમણ. ૯) ઉચ્ચ શય્યા, મહાશય્યા વિરમણ, ૧૦) જાતરૂપ રજત ગ્રહણ વિરમણ. તુલનાત્મક દષ્ટિથી જોઈએ તો આમાંથી છ શીલ પંચમહાવ્રત અને રાત્રિભોજન પરિત્યાગના રૂપમાં જૈનદર્શનમાં પણ સ્વીકૃત છે. શેષ ચાર ભિક્ષુ શીલ પણ સ્વીકૃત છે, જો કે મહાવ્રતનાં રૂપમાં તેનો ઉલ્લેખ નથી. જૈનદર્શનમાં મહાવ્રતો અને બૌદ્ધદર્શનના ભિક્ષુ શીલોમાં ન ફક્ત શબ્દોની સમાનતા છે પરંતુ બન્નેમાં ભાવના પણ સમાન છે. જૈનોની જેમ બૌદ્ધ વિચારકોએ પણ આ સંબંધમાં ઊંડાણથી વિવેચન કર્યું છે. તેમ છતાં તથાગત બુદ્ધ ભિક્ષુ અને ઉપાસકોને માટે મુખ્ય રૂપથી પાંચ શીલનું જ પ્રતિપાદન કર્યું છે. જે નીચે પ્રમાણે છે, (૧) પ્રાણાતિપાત વિરમણ – બૌદ્ધધર્મમાં પણ ભિક્ષને માટે હિંસા વર્જિત છે. બૌદ્ધ પરંપરામાં પણ મન, વચન, કાય અને કૃત, કારિત તથા અનુમોદિત હિંસાનું નિષેધ છે. (૨) અદત્તાદાન વિરમણ – બૌદ્ધ પરંપરામાં પણ ભિક્ષુને કોઈ પણ વસ્તુ સ્વામીના/માલિકના આપ્યા સિવાય ગ્રહણ કરવી નહિ. કેવળ નગરમાં જ નહિ પરંતુ જંગલમાં પણ વગર આપેલી વસ્તુ લેવી નહિ. “સંયુતનિકાય'માં કહ્યું છે કે, જો ભિક્ષુ ફૂલને ચૂંઘે છે, તો પણ તે ચોરી છે. Page #398 -------------------------------------------------------------------------- ________________ (૩) અબ્રહ્મચર્ય વિરમણ – બૌદ્ધદર્શનમાં પણ ભિક્ષુ-ભિક્ષુણી માટે પૂર્ણ બ્રહ્મચર્ય પાલનનું વિધાન છે, તેમ જ ગૃહસ્થ સાધક માટે સ્વપતિ/સ્વપત્ની સુધી જ સહવાસને સીમિત કરવાનું વિધાન છે. (૪) મૃષાવાદ - જૈન પરંપરાની જેમ બૌદ્ધ પરંપરામાં પણ ભિક્ષુ માટે અસત્ય ભાષણ વર્જિત છે. ભિક્ષુ ન સ્વયં અસત્ય બોલે, ન બીજા પાસેથી અસત્ય બોલાવે, ન બીજા કોઈને અસત્ય બોલવાની અનુમતિ આપે. તેમ જ ભિક્ષુએ હંમેશાં કઠોર વચનનું પરિત્યાગ કરી નમ્ર, મધુર વચન બોલવાનું વિધાન છે. (૫) સુરામેય મદ્ય વિરમણ – બૌદ્ધ ભિક્ષુ અને ગૃહસ્થ બન્ને માટે સુરાપાન, મદ્યપાન અને નશીલા પદાર્થોનું સેવન વર્જિત છે. વિકાલ ભોજન વિરમણ – બૌદ્ધદર્શનમાં ભિક્ષુઓ માટે વિકાલ ભોજન તેમ જ રાત્રિભોજન ત્યાજ્ય બતાવ્યો છે. ઉપર્યુક્ત દષ્ટિથી જોઈએ તો બૌદ્ધદર્શનમાં વર્ણિત ભિક્ષુ/ગૃહસ્થ આચાર જૈનદર્શનમાં વર્ણાવેલ વ્રતો સાથે સામ્ય ધરાવે છે. યોગદર્શનમાં વ્રતનું સ્વરૂપ જૈન પરંપરામાં મુખ્ય વ્રતોને અણુવ્રત અથવા મહાવ્રત કહ્યા છે. તેમ યોગદર્શનમાં તેને પાંચ યમ કહ્યાં છે. જૈનદર્શનમાં જેટલું મહત્ત્વ વ્રતનું છે, તેટલું જ યોગદર્શનમાં યમનું મહત્ત્વ છે. પાતંજલ યોગદર્શનમાં પાંચ યમનો ઉલ્લેખ મળે છે. મહર્ષિ પાતંજલિએ કહ્યું છે કે, __ अहिंसा सत्यास्तेयब्रह्मचर्यापरिग्रहायमा: । અર્થાત્ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ આ પાંચ યમ છે. યમનો અર્થ છે ઉપરમ, અભાવ. હિંસા, મૃષા, ચોરી, અબ્રહ્મચર્ય, પરિગ્રહ આ બધાનો અભાવ થવો એ યમ છે. મન, વચન, શરીરનાં નિયંત્રણને યમ કહે છે. એના પાંચ ભેદ છે. જેમ કે, (૧) અહિંસા – શરીર, વાણી અથવા મનથી કામ, ક્રોધ, લોભ, મોહ, ભય વગેરે મનોવૃત્તિઓ સાથે કોઈ પણ પ્રાણીને શારીરિક, માનસિક પીડા અથવા હાનિ પહોંચાડવી હિંસા છે અને તેમાંથી બચવું અહિંસા છે. અહિંસા જ બધા યમ-નિયમોનું મૂળ છે. એની સાધના અને સિદ્ધિ માટે બીજા યમ અને નિયમ છે. અહિંસા વ્રતની સિદ્ધિથી આત્મિક તેજ વધે છે. આખું વિશ્વ તેના માટે “વસુધૈવ કુટુમ્' બની જાય છે. (૨) સત્ય – વસ્તુનું યથાર્થ જ્ઞાન જ સત્ય છે. મન, વચન અને કાયથી સત્ય બોલવું, પ્રિય બોલવું. તેમ જ તે સત્ય ન બોલવું કે જે અપ્રિય હોય. જેની સત્યમાં દઢસ્થિતિ થઈ જાય છે તેને વચન સિદ્ધિ પ્રાપ્ત થાય છે, એવું કહે છે તેવું જ થાય છે. સત્યની પ્રબળતાથી તેનું અંતઃકરણ સ્વચ્છ નિર્મળ થઈ જાય છે. Page #399 -------------------------------------------------------------------------- ________________ (૩) અસ્તેય (અચૌર્ય) - અન્યાયપૂર્વક કોઈનું ધન, દ્રવ્ય અથવા અધિકાર વગેરેનું હરણ કરવું સ્તેય છે. અધિકારીઓ દ્વારા રિશ્વત લેવી, દુકાનદારો યોગ્ય કિંમતથી વધારે કિંમત લે, તોલમાપમાં ઓછું આપે, વસ્તુમાં મિલાવટ કરે તથા કોઈની આજ્ઞા વગર વસ્તુ લેવી વગેરે ચોરી છે. આ બધાનો ત્યાગ કરવો અસ્તેય છે.મહર્ષિ પાતંજલિએ કહ્યું છે કે, જે વ્યક્તિની અસ્તેય વ્રતમાં પૂર્ણ આસ્થા થઈ જાય છે, તેની પાસે પોતાની મેળે જ સંપત્તિ આવે છે, તેને કોઈ વસ્તુની કમી રહેતી નથી. (૪) બ્રહ્મચર્ય - બ્રહ્મચર્યનો મતલબ કેવળ જનનેન્દ્રિયને જ નિયંત્રણમાં રાખવી નથી પરંતુ બધી જ ઈન્દ્રિયોને નિયંત્રણમાં રાખવી. બ્રહ્મચર્ય ઉત્કૃષ્ટ તપ છે. તેનો મહિમા મહાન છે. બ્રહ્મચારી પુરુષ માટે સંસારમાં કોઈ વાત અસંભવ નથી. યોગ-સાધના માટે બ્રહ્મચારી હોવું આવશ્યક છે. બ્રહ્મચર્યથી શક્તિ વધે છે. (૫) અપરિગ્રહ યોગદર્શનમાં અપરિગ્રહનો અર્થ કેવળ સંગ્રહ ન કરવો એટલો જ નથી પરંતુ તેઓ માને છે કે મૂર્છારહિત હોવું, કોઈની પણ પ્રત્યે મમત્ત્વ ભાવ ન રાખવો. ભૌતિક સમ્પત્તિનો વધુ સંગ્રહ ન કરવો અપરિગ્રહ છે. અપરિગ્રહથી ચિત્ત શુદ્ધ-નિર્મળ થઈ જ્ઞાન પ્રાપ્ત કરવામાં સમર્થ થઈ જાય છે, એનાથી ભૂત અને ભવિષ્યના જન્મનું જ્ઞાન થાય છે. પાતંજલ યોગસૂત્રના અનુસાર જે જાતિ, દેશ, કાલ અને સમયની સીમાથી રહિત છે તથા બધી અવસ્થાઓમાં પાલન કરવામાં યોગ્ય છે, તે મહાવ્રત છે. યોગદર્શનમાં પણ સંન્યાસી માટે પૂર્ણરૂપથી મહાવ્રત પાલન કરવાનું સૂચન છે. આ પ્રમાણે યોગ પરંપરામાં દર્શાવેલ વ્રતના સ્વરૂપમાં જૈનદર્શનમાં દર્શાવેલ વ્રત સાથે ઘણી સામ્યતા જોવા મળે છે. - વૈદિક પરંપરામાં વ્રતનું સ્વરૂપ વૈદિક પરંપરા એટલે હિંદુધર્મ જેના પ્રમાણમાં શ્રૃતિ, સ્મૃતિ અને પુરાણ છે. આ સિવાય રામાયણ, મહાભારત, શ્રીમદ્ ભગવદ્ ગીતા વગેરે હિંદુ ધર્મના ગ્રંથો તરીકે મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આ ગ્રંથોમાં પંચ મહાવ્રત કે અણુવ્રત સ્પષ્ટપણે જોવા મળતા નથી પરન્તુ હિંદુ ધર્મની સૌથી પ્રથમ ધ્યાન ખેંચે તેવી વિશિષ્ટતા તેની અહિંસાની ભાવના છે. જીવદયાના સિદ્ધાંતને કારણે જ હિંદુ ધર્મ વિશ્વમાં અજોડ ગણાય છે. જગતના જીવ માત્ર પ્રત્યે મૈત્રી અને અનુકંપા હિંદુ ધર્મનો આદેશ છે. માંસાહાર કરનારો, માંસનો વ્યાપાર કરનારો, માંસ માટે જીવ હત્યા કરનારો સૌ એક સરખા દોષી છે. એમને સ્વર્ગ કદી મળતું નથી. એવું ‘મહાભારત’માં આલેખ્યું છે. તેવી જ રીતે સત્ય વ્રતનું આલેખન સ્મૃતિ આદિમાં જોવા મળે છે. આચાર્ય મનુના અનુસાર સત્ય બોલવું. પ્રિય બોલવુ, પણ તે સત્ય ન બોલવું જે બીજાને અપ્રિય હોય. ‘શ્રી વ્યાસજી’ના અનુસાર કરણી અને કથનીમાં સત્યતા રાખવી. બ્રહ્મચર્ય વ્રતને પણ હિંદુ ધર્મમાં મહત્ત્વ આપવામાં આવ્યું છે. પથી ૨૫ વર્ષ સુધીના સમયને બ્રહ્મચર્યાશ્રમ ગણ્યો છે. ગુરુના આશ્રમે રહી, ખૂબ સાદાઈથી અને પવિત્રતાથી વિદ્યા • 7£ Page #400 -------------------------------------------------------------------------- ________________ ભણવી. એ દરેકને માટે ફરજિયાત છે. વૈદિક પરંપરા અનુસાર સંન્યાસાશ્રમ પણ બ્રહ્મચર્ય વ્રતનું બીજું રૂપ કહી શકાય. વૈદિક પરંપરામાં પરિગ્રહ પરિસીમા વિષેનું સૂચન જોવા મળે છે. ભિક્ષુ માટે માટીના ભિક્ષાપાત્ર, જલપાત્ર, પાદુકા, આસન, પાણીને ગાળવાનું વસ્ત્ર વગેરે સીમિત વસ્તુઓ રાખવાનું વિધાન છે પરંતુ ધાતુના પાત્ર રાખવાનું નિષેધ છે. તેમ જ પરિગ્રહનો મૂળ આસક્તિ ભાવને છોડવાનું વિધાન છે. તેમ જ વૈદિક પરંપરા પ્રમાણે વાનપ્રસ્થાશ્રમ વ્યવસ્થા અપરિગ્રહનું બીજું રૂપ છે. તેવી જ રીતે મનુસ્મૃતિ આદિમાં દશ ધર્મોનું વર્ણન મળે છે. જેમ કે, ૧) ધૈર્યથી વર્તવું, ૨) સહનશીલ રહેવું, ૩) મનને તાબામાં રાખવું, ૪) કોઈને આપ્યા સિવાય તેની વસ્તુને હાથ ન લગાડવો, ૫) કોઈ પણ વસ્તુની અથવા કોઈની સાથે વધારે આસક્તિ ન રાખવી, ૬) શરીર અને ઈન્દ્રિયોને સંયમમાં રાખવાં, ૭) પોતાનાં બુદ્ધિચાતુર્યનો ઉપયોગ કરવો, ૮) પોતાના જ્ઞાનમાં વધારો કરવો, ૯) હંમેશાં સાચું બોલવું અને ૧૦) ક્રોધ ન કરવો. આ દશ ધર્મો જૈનદર્શનમાં દર્શાવેલ મુનિના દશ ધર્મો વચ્ચે સામ્યતા દર્શાવે છે. આમ વૈદિક પરંપરામાં પણ વ્રત-તપ આદિ વિધાનને મહત્ત્વ અપાયું છે. ઈસ્લામ ધર્મ અને વ્રતનું સ્વરૂપ ઈસ્લામ ધર્મ એ હિંસાનો નહિ અહિંસાનો ધર્મ જ છે. પવિત્ર કુરાનમાં માંસાહારનું નહિ શાકાહારનું મહત્ત્વ છે અને ગાયને તો કુરાને માતા ગણીને એના દૂધને અમૃત કહ્યું છે. ઈસા મસિહાએ પ્રેમ, અહિંસા અને જીવદયાના પ્રચાર-પ્રસારને ગતિ આપી છે. (૧) અહિંસાનું સ્વરૂપ દર્શાવતાં કુરાનમાં કહ્યું છે કે, એક મનુષ્યને બચાવવો એટલે જગતને બચાવવું. મૈત્રી માટે તૈયાર રહો. ન્યાય કરતાં ક્ષમા મોટી. પડોશી ધર્મનું પાલન કરો. વગેરેનાં સૂત્રો પ્રચલિત છે. (૨) સત્યાસત્ય વિવેક રાખો. સત્ય અસત્યની ભેળસેળ ન કરો, વાણી તેવું વર્તન રાખો. નિંદા ન કરો, ધર્મ નિંદા સાંભળવી નહિ વગેરે સત્યનું સ્વરૂપ દર્શાવતાં વિધાનો રહેલાં છે. (૩) “અસ્તેય'નું સ્વરૂપ બતાવતાં કહ્યું છે કે, સાચા માપ-તોલ રાખવા, છેતરપિંડી ન કરવી, વ્યાજનો નિષેધ વગેરે વિધાનો છે. (૪) બ્રહ્મચર્યના અનુસંધાનમાં શીલ રક્ષાનો બોધ તેમ જ અંતબાહ્ય પાપ ટાળવાનું પણ કહે છે. (૫) અસંગ્રહનું સ્વરૂપ દર્શાવતાં કહ્યું છે કે, દાન ઉત્તમ વસ્તુનું કરવું, કૃપણતામાં હાનિ છે, અખ્યાપિત દાન કરવું, તેમ જ અયાચિત દાન આપવું વગેરે વિધાનો જોવા મળે છે. આ ઉપરાંત મદ્ય નિષેધ, માનવતા, સભ્યતા, શિષ્ટાચાર જેવા નિયમો પણ માન્ય છે કે જે જૈનદર્શનના વ્રતો સાથે સામ્ય ધરાવે છે. ખ્રિસ્તી ધર્મમાં વ્રતનું સ્વરૂપ ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્ત છે. ખાસ તો આ ધર્મના મૂળમાં માનવસેવા રહેલી છે. ૩૭૯ – Page #401 -------------------------------------------------------------------------- ________________ સ્પષ્ટપણે આ ધર્મમાં જૈનદર્શનમાં દર્શાવેલ વ્રત જોવા મળતાં નથી. પરંતુ વ્રત સાથે સામ્ય ધરાવતી દશ આજ્ઞાઓ જોવા મળે છે. જેમ કે મા-બાપનો આદર કરવો, કોઈ જીવને ન મારો, ચોરી ન કરો, વ્યભિચાર ન કરો, જૂઠા સાક્ષી ન બનો, પોતાના ખેતર માટે નોકર-ચાકરની ઝંખના ન કરો, અઠવાડિયે એક દિવસ રજા પાળો, જગતકર્તા ઈશ્વરની મૂર્તિ ન રચો વગેરે આજ્ઞાઓ યહૂદીઓ માને છે. | બાઈબલમાં શ્રધ્ધા, આશા અને ઉદારતા એ ત્રણ બાબત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. પ્રભુ ઉપર શ્રધ્ધા રાખો તો તમારું કામ થશે. સારી આશા રાખી સારું વર્તન કરો. બીજા પ્રત્યે માયાળુ બનો અને દાન કરો. તમે તમારા વેરીઓ પર પ્રેમ કરો. શાપ દેનારને આશીર્વાદ આપો. અપમાન કરે તો એમના માટે પ્રાર્થના કરો. જે કોઈ તમને તમાચો મારે એમની સામે બીજો ગાલ ધરો. જેટલો પ્રેમ તમે તમારી જાતને કરો છો એટલો જ પ્રેમ તમારા પડોશીઓને કરો. બાળકની જેમ નિષ્પાપી બનો. આમ દરેક ધર્મમાં સદાચારી, પ્રેમ, ક્ષમા, કરુણા વગેરે ગુણોનો સમાવેશ થયેલ છે. અતઃ ભારતીય દર્શન સાહિત્યમાં આત્મચિંતન દ્વારા મોક્ષ પ્રાપ્તિનાં સાધનો અને માર્ગ બતાવ્યાં છે. મનોવૈજ્ઞાનિક અને વૈજ્ઞાનિક સત્યો પર આધારિત આ દર્શનોમાં ધર્મ અને તત્ત્વજ્ઞાનનો સુંદર સમન્વય છે. બુદ્ધિ સાથે શ્રદ્ધા પર ભાર મૂકવાથી તેમ જ વિવેક સાથે વ્રત નિયમ અને નીતિમત્તા પર લક્ષ રાખવાથી આ પરંપરા સ્વપરના કલ્યાણનું કારણ બનશે. * ** ” ૬. : સંદર્ભસૂચિ : નિરુક્ત શબ્દકોશ - આચાર્ય યાસ્ક ........... ......શ્લોક ૨/૧૩ જૈન આચાર મીમાંસા - સાધ્વી પીયૂષપ્રભા................ ..................... જૈનેન્દ્ર સિધ્ધાન્ત કોશ-૩ - મુ. જિનેન્દ્ર વર્મી ........... .................... પૃ. ૨૦૦ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર શ્રુતસ્કંધ/૨/૫/૮ - પ્રકાશક – શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન .................. પૃ. ૨૩૬ ભગવતી આરાધના (વિજયોધ્યા ટીકા) ગાથા ૧૧૭૯ - આચાર્ય શ્રી શિવાર્ય........................ પૃ. ૫૦૩ શ્રી ઉપાશકદશાંગ સૂત્ર - અધ્યયન ૧/૪૭ – પ્રકાશક – શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન ................. પૃ. ૨૮ જૈન તત્ત્વ પ્રકાશ - પૂજ્યશ્રી અમોલખ ઋષિ ......... .............. પૃ. ૪૦ર-૪૦૩ યોગશાસ્ત્ર - દ્વિતીય પ્રકાશ પર - હેમચંદ્રાચાર્ય વિરચિત - અનુવાદક - મ. શ્રી. કેશર વિજયજી ગણિ .......................................................... પૃ. ૧૦૮ ધર્મસંગ્રહ-ભાગ-૧ વિ.-૨ ગાથા ૩૨થી ૩૪ - ગ્રંથકાર – શ્રી માનવિજયજી ગણિવર ...... પૃ. ૧૯૯-૨૦૦ શ્રી આવશ્યક સૂત્ર – પરિશિષ્ટ-૨ – પ્રકાશક – શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન ....... .............. પૃ. ૨૧૮ શ્રી રત્નકરંડશ્રાવકાચાર-ચોથો અધિકાર/૧૧૫ - અનુવાદક – કાંતિલાલ ઈશ્વરલાલ શાહ........... શ્રી સ્થાનાંગ સૂત્ર ૧/૧/૯ – પ્રકાશક – શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન........ ૧૫૪ આહાર શુદ્ધિ પ્રકાશ – પ્રકાશક – શ્રી વર્ધમાન સેવા કેન્દ્ર ............................................ પૃ. ૧૭૭ - ૧૧. ૧૨. ૧૩. نعم نعم نعم شعبہ ૩૮0 Page #402 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ , જૈન કથાનકોમાં પ્રગટતો વત મહિમા કથા તત્ત્વનું લક્ષ ધર્મકથા એ ઉપદેશનું પ્રબળ સાધન છે. ભારતના બધા ધાર્મિક ગ્રંથોએ કથાઓનો મુખ્ય આધાર લીધો છે. જૈન શાસ્ત્રોએ પણ ધર્મકથાને ઉપદેશનું પ્રધાન અંગ માન્યું છે. આચાર્યોએ સમગ્ર જૈન વાડ્મયને ચાર વિભાગોમાં વિભક્ત કર્યું છે અને તેને ચાર ‘અનુયોગ’ એવું ગુણાનુસારી નામ આપ્યું છે. જેમ કે ૧) ચરણ-કરણાનુયોગ ૨) ધર્મકથાનુયોગ ૩) ગણિતાનુયોગ અને ૪) દ્રવ્યાનુયોગ. ધર્મકથાનુયોગ આ ચાર અનુયોગમાંથી એક મુખ્ય અનુયોગ છે. તત્ત્વજ્ઞાન કથામાં પીરસાય છે ત્યારે તે જ્ઞાન રસપ્રદ બની જાય છે અને જ્યારે કાવ્યનું રૂપ ધારણ કરે ત્યારે તે સ્મૃતિને અનુકૂળ બની વરસો સુધી યાદ રહી શકે છે. તે ઉપરાંત આવી કથાઓમાં તત્ત્વજ્ઞાનની સાથે સાથે કેટલાક નૈતિક, સામાજિક અને વ્યવહારિક ભાવો પણ પીરસાય છે. માનવ વાર્તાપ્રિય પ્રાણી છે. વાર્તા કહેવી અને સાંભળવી તેને ગમે છે. શૈશવ કાળમાં પરીકથા, બાલ્યાવસ્થામાં અભુતરસની કથા, યૌવનમાં પ્રેમ-વિરહ, શૌર્યની કથા, નિવૃત્તિનો સાત્વિક આનંદ માણવા પ્રૌઢાવસ્થા કે જીવન સંધ્યાના સમયે ધર્મતત્ત્વ અને અધ્યાત્મકથા તરફ વળે છે. કોરા લોટને ગળે ઉતારવો મુશ્કેલ છે પણ તે શીરા રૂપે પરિવર્તિત થઈ જાય તો ખૂબ સહેલાઈથી ગળે ઉતરી જાય છે. તેમ તત્ત્વોની ગહન વાતો, નીતિના નિયમો સમજવા અતિ મુશ્કેલ છે. લોકોકિત પણ છે ‘દષ્ટાંત વિના નહીં સિદ્ધાંત' અર્થાત્ દષ્ટાંત વિના સિદ્ધાંત સમજાય નહી, જીવનને ઊર્ધ્વગામી બનાવતા સનાતન સત્યો, આચરવા યોગ્ય આચરણના સિદ્ધાંતોને દષ્ટાંતો દ્વારા, મહાપુરુષોની જીવન ઘટનાના ઉદાહરણો દ્વારા કે કથાઓના માધ્યમે સમજાવવામાં આવે, તો તે સહજ રીતે ગળે ઉતરી જાય છે અને ભારેખમ બન્યા વિના જીવનમાં વણાઈ જાય છે. ઉપદેશ કે બોધને દષ્ટાંતો રસાળ બનાવે છે અને રસાળ વસ્તુ વિના આયાસે વિચારમાં અને આચારમાં સ્થાન જમાવી લે છે. આ મનોવૈજ્ઞાનિક તથ્યને લક્ષ્યમાં રાખી નીતિકારોએ પંચસંગ્રહ જેવા કથા ગ્રંથોની રચના કરી છે. વિશ્વના સર્વ ધર્મ સંસ્થાપકોએ વેદ, ઉપનિષદ, ત્રિપિટક, કુરાન, બાઈબલ જેવા ધર્મગ્રંથોમાં દષ્ટાંતો અને કથાઓનો મહદ્ અંશે ઉપયોગ કર્યો છે. ભગવાન મહાવીરે પણ સાધકોના આધ્યાત્મિક ઉત્કર્ષ માટે આત્મા-પરમાત્માની વાતો, કર્મના સિદ્ધાંતો, પુદ્ગલ સ્વાભાવાદિ જેવા ગંભીર વિષયોને આત્મસાત્ કરાવવા દષ્ટાંતો, કથાઓ દ્વારા બોધ પ્રદાન કર્યો છે. આવી કથાઓનો સંગ્રહ એટલે “શ્રી જ્ઞાતાધર્મકથાંગ સૂત્ર' જો કે અંતગડ, અનુત્તરોપપાતિક અને વિપાક સૂત્ર વગેરે અંગસૂત્રો પણ કથાત્મક દેહ ધરાવે છે. તેમ છતાં “શ્રી જ્ઞાતાધર્મકથાંગ સૂત્ર કથાઓની આકર (ખાણ) રૂપ છે. ધર્મકથાની આ ખાણ વિવિધ મૂલ્યવાન કથારત્નોથી પરિપૂર્ણ છે. તેમાં આત્મ ઉન્નતિના હેતુ, આત્માની અધોગતિના કારણો, નારીની ઉત્કૃષ્ટ આધ્યાત્મિક ઉત્કર્ષની વાતો, આહારનો ઉદ્દેશ તથા Page #403 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધા અને અનાસક્તિ જેવા ગહન વિષયો ઉપર કથાના માધ્યમે પ્રકાશ પાડ્યો છે. જૈન કથા સાહિત્ય વિવિધ પ્રકારે લખાયેલું છે. ઘણી ખરી કથાઓ અત્યંત મનોરંજક છે. લોકકથાઓ, નીતિકથાઓ, દંતકથાઓ, આખ્યાન આદિ વિવિધ કથાઓ છે. એટલે જ વિશ્વના વિદ્યુત વિજ્ઞોએ એને વિશ્વસાહિત્યનો અક્ષયનિધિ માન્યો છે. ડૉ. વિન્ટરનિસના શબ્દોમાં કહીએ તો જૈનસાહિત્યમાં પ્રાચીન ભારતીય કથાસાહિત્યનાં અનેક ઉજ્વલ રત્ન વિદ્યમાન છે. સુપ્રસિદ્ધ ડૉ. હર્ટલે જૈન કથાકારોની પ્રશંસા કરતાં લખ્યું છે કે, એ વિજ્ઞોએ આપણને કેટલીક એવી અનુપમ ભારતીય કથાઓનો પરિચય કરાવ્યો છે જે અમને અન્ય કોઈ સ્ત્રોતમાંથી ઉપલબ્ધ થતો નથી. જૈનધર્મના મૂર્ધન્ય મનીષીઓએ લોકોને આંતરમાનસમાં ધર્મ, દર્શન અને અધ્યાત્મના સિદ્ધાંત પ્રસારિત કરવાની દૃષ્ટિથી કથાઓનો આશરો લીધો છે અને કથાઓના માધ્યમથી તેઓ દાર્શનિક ગૂઢગૂંચોને સહજ રૂપે ઉકેલવામાં સફળ પણ થયા છે. જૈન કથા સાહિત્યની સૌથી મોટી વિશેષતા એ છે કે એમાં સત્ય, અહિંસા, પરોપકાર, દાન, શીલ વગેરે સદ્ગણોની પ્રેરણાનો સમાવેશ છે. કથા એક એવું માધ્યમ છે જેથી વિષય સહજપણે હૃદયંગમ થઈ જાય છે. એટલે અન્ય અનુયોગોની અપેક્ષાએ કથાનુયોગ અધિક લોકપ્રિય થયો અને એ જ કારણે દિગંબર મનીષીઓએ એને પ્રથમાનુયોગની સંજ્ઞા પ્રદાન કરી છે. માનવના સંપૂર્ણ જીવનને ઉજ્જવલ કરનાર પરમ પુનીત ભાવનાઓ આ અનુયોગમાં મુખરિત થઈ છે. તેમ જ સમાજના પરિશોધનમાં આ કથાઓનો મહત્ત્વપૂર્ણ ફાળો છે. શ્રાવક કવિ ઋષભદાસે ‘વ્રતવિચાર રાસ'માં જન સામાન્યને ઉપદેશ આપવાના ઉદ્દેશથી અનેક દષ્ટાંત કથાઓનો વિનિયોગ કર્યો છે. આ કથાઓ આગમ ગ્રંથો, જૈન આરાધના કથા કોષ તેમ જ ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર જેવા મુખ્ય જૈન ગ્રંથોમાંથી લીધી છે. તે અહીં સંક્ષિપ્તમાં રજુ કરું છું. Page #404 -------------------------------------------------------------------------- ________________ ઢાલ-૮ દષ્ટાંત કથાઓ સનતકુમાર ચક્રવતી પ્રભુતા એ બલમદ વારો, રૂપમાંન એક મન્નો રે / સનતકુમાર જુઓ જગી ચક્રવંઈ, અંગિ રોગ ઊપનો રે //૬૯ // રૂપનું અભિમાન કરવાથી દેહમાં રોગ ઉત્પન્ન થયા. આ વાત “શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'૧૮માં આપેલ સનત ચક્રવર્તીના દષ્ટાંત કથાનકને આધારે ઉપરોક્ત કડીમાં કવિએ સમજાવી છે, જે નીચેની કથા દ્વારા સમજાય છે. કુરુદેશના ગજપુર નગરમાં સનતકુમાર નામે રાજા હતા. તેઓએ છ ખંડ જીતી ચક્રવર્તીપદ પ્રાપ્ત કર્યું હતું. તેઓ અતિશય રૂપવાન હતા, કે આવું સુંદર રૂપ પૃથ્વી ઉપર કોઈનું ન હતું. એટલે ઈન્દ્રરાજાએ દેવોની સભામાં એમના રૂપની પ્રશંસા કરી. ઈન્દ્રરાજાની આવી વાણી સાંભળી બે દેવોને શંકા ઉત્પન્ન થઈ. તેમની પરીક્ષા કરવા બ્રાહ્મણનું રૂપ લઈ સનતકુમાર પાસે આવ્યા. એ વખતે સનતકુમાર નાહવા બેઠેલા હતા, તે રૂપ જોઈ બન્ને દેવો હર્ષ પામ્યા. વિધાતાએ તમારું રૂપ બેનમૂન ઘડ્યું છે, એમ કહી રૂપનાં ઘણાં વખાણ કર્યા. ત્યારે સનતકુમાર ગર્વથી બોલ્યા, “અત્યારે તો આ મારી કાયા પીઠીથી ભરેલી છે, પરન્તુ હું નાહી, પોશાક, અલંકાર વગેરે ધારણ કરી રાજ્યસભામાં બેસું ત્યારે મારું રૂપ જોજો.” આટલા રૂપના અહંકાર માત્રથી તેમના શરીરમાં રોગો ઉત્પન્ન થઈ ગયા. પછી સનતકુમાર વસ્ત્રો-આભૂષણોથી સજીધજી રાજ્યસભામાં આવ્યા અને બ્રાહ્મણના વેશમાં દેવો પણ ત્યાં સનતકુમારનું રૂપ જોવા પધાર્યા પરંતુ તેમને સનતકુમારનું રૂપ જે નાહવા બેઠેલા ત્યારે હતું તેવું ન દેખાયું. તેમની કાયા રોગોથી ભરેલી દેખાઈ. તરત દેવોએ સનતકુમારને કહ્યું કે, “તમારી કાયા તો રોગોથી ભરેલી છે.” આ સાંભળી સનતકુમાર અભિમાનપૂર્વક બોલ્યા કે “તમો બ્રાહ્મણો પછાત બુદ્ધિના છો'. આથી બ્રાહ્મણોએ કહ્યું, “તમે એકવાર ઘૂંકી તો જુઓ.” તરત સનતકુમાર જેમનું મોં તંબોળથી ભરેલું હતું તેમણે ઘૂંકીને જોયું તો તેમાં કીડા ખદબદતાં દેખાયા. આ જોઈ તેઓ ચોંકી ઊઠ્યા અને વિચારવા લાગ્યા. અરે રે! આવી મારી કાયા! આ કાયાનો શો ભરોસો, એમ વિચારી છ ખંડનું રાજ્ય, કુટુંબકબીલા બધું જ ત્યજીને ચારિત્રગ્રહણ કરી લીધું. ત્યારપછી સમાધિપૂર્વક રોગ પરીષહ સહીને, આયુષ્ય સમાપ્ત કરી, ત્રીજા દેવલોકે ગયા આ પછી બીજો એક ભવ કરી મોક્ષે જશે. : સંદર્ભસૂચિ : જૈન શાસનના ચમકતા હીરા - સંપાદક - હરજીવનદાસ વાડીલાલ શાહ ........ ............ પૃ. ૨૧ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૧૮મું અધ્યયન - પ્રકાશક - શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન.......................... પૃ. ૩૫૬ Page #405 -------------------------------------------------------------------------- ________________ અનાથીમુનિ ઢાલ-૧૨ કુમર અનાથી દેખી સમકત, પામ્યો તે શ્રેણીકરાય / જઈન ધર્મ ભુપતિ જે સમજ્ય, રૂપ તણો મહીમાય //૯૮ // કવિએ આચાર્યના છત્રીસ ગુણોમાંથી ‘રૂપ સમ્પન્ન ગુણ સમજાવવા માટે “શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'-૨૦માં આપેલ અનાથી મુનિના દષ્ટાંત કથાનકના આધારે ઉપરોક્ત કડીમાં તે જ ભાવનું નિરૂપણ કર્યું છે, જે નીચેની કથાનક દ્વારા સમજાય છે. એક મુનિ, અનાથી જેમનું નામ. વનમાં એક ઝાડ નીચે ધ્યાનસ્થ ઊભા છે. ત્યાં મગધરાય શ્રેણિક પોતાના રસાલા સાથે ક્રીડા કરવા આવે છે અને આ મુનિને જોતાં અચંબો પામે છે. મુનિની કંચનવર્ણ કાયા, રૂપાળુ મુખ અને ગુણવંતી તરુણ અવસ્થા જોઈ મુનિને પૂછે છે, “અરે મુનિ, કેમ આ વેશ લીધો છે? આ યૌવન વયને કેમ વૈરાગ્યમય બનાવ્યો? આ વયે ધન ને યૌવનને કેમ ભોગવતા નથી?” મુનિ કહે છે, “રાજ! અનાથ છું. અનાથ હોવાથી સંસાર છોડ્યો છે. એટલે શ્રેણિક રાજા કહે છે, “હું તમારો નાથ થાઉં. જે જોઈએ તે આપીશ, ચાલો મારી સાથે મારા રાજ્યમાં.” | મુનિ કહે છે, “અરે ભાઈ તું પણ અનાથ છે, તું ક્યાંથી મારો નાથ થઈશ. જો, સાંભળ હું કૌશાંબી નામે નગરીના પ્રભુતધન સંચય નામે શેઠનો પુત્ર છું. બધી જાતના ભોગ હું ભોગવતો હતો. એક દિવસ મારા શરીરમાં ઈંદ્રના વજના પ્રહાર જેવી અતિ આકરી મહાવેદના ઉત્પન્ન થઈ. વૈદ્યોએ દવા આપી, મંત્ર-યંત્ર કર્યા. પણ કોઈ રીતે દુ:ખ ઓછું ન થયું. મારાં સગાં મા-બાપ, મારી સ્ત્રી કોઈ મારું દુ:ખ મટાડી શક્યાં નહિ. આવા અતિ દુઃખના સમયમાં વિચાર્યું કે, મારું કોઈ નથી. હું એકલો જ છું. આ દુ:ખમાંથી છૂટી જાઉં તો સંયમ લઈ લઉં. આવો નિશ્ચય મનમાં કર્યો કે તરત જ મારી વેદના ઘટતી ગઈ. સવાર સુધી તો બધી વેદના ભાગી ગઈ અને હું મારા નિશ્ચય પ્રમાણે ઘર પરિવારનો ત્યાગ કરી સંયમ માર્ગે નીકળી પડ્યો. હે રાજન! મને પાકું સમજાયું કે હું અનાથ જ હતો. હવે હું સનાથ છું.” શ્રેણિક મહારાજા આ સાંભળી બોધ પામ્યા અને કબૂલ કર્યું કે, “ખરેખર તમારું કહેવું સાચું છે. હું પણ અનાથ જ છું ક્યાંથી તમારો નાથ થાઉં?” પછી મુનિની પ્રશંસા કરી, તેમ જ તેમણે . બૌદ્ધધર્મનો ત્યાગ કરી જૈનધર્મ સ્વીકાર્યો. : સંદર્ભસૂચિ : જૈનશાસનના ચમકતાં હીરા - સંપાદક – વરજીવનદાસ વાડીલાલ શાહ .......... ............. પૃ. ૫ ઉત્તરાધ્યયન સૂત્ર ભાગ-૧ ૨૦મું અધ્યયન (મહાનિગ્રંથીય) – પ્રકાશક – શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન.... પૃ. ૪૧૨ Page #406 -------------------------------------------------------------------------- ________________ શ્રી દંઢણકુમાર ઢાલ-૧૪ મૃધ્યા તણો પરીસો તે પઇઇલો, માધવસૂત મન ન કીઉ મઈલો / ઢંઢણ મુગતિ વહઇલુ //ર૭ // શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'/રમાં આપેલ પરીષહ વિજય એવા ઢંઢણ મુનિના દષ્ટાંત કથાનકને આધારે ઉપરોક્ત કડીમાં કવિએ સુધા પરીષહ જયમાં ઢંઢણ મુનિનાં દષ્ટાંતનું આલેખન કર્યું છે, જે નીચેની કથા દ્વારા સમજાય છે. ઢંઢણકુમાર શ્રીકૃષ્ણ વાસુદેવની ઢંઢણા નામે રાણીના પુત્ર હતા. ઉંમરલાયક થતાં શ્રી નેમિનાથ પાસેથી ધર્મ સાંભળી સંસારથી વિરક્ત થઈ તેમણે દીક્ષા લીધી. દીક્ષા લીધા બાદ તેઓ ગોચરીએ જવા લાગ્યા, પણ પૂર્વભવના અંતરાય કર્મનો ઉદય થતાં જ્યાં જ્યાં ગોચરી માટે જાય ત્યાં ત્યાં કંઈ આહારાધિક ન મળે એટલું જ નહિ, પણ તેમની સાથે જો કોઈ સાધુ હોય તો તેમને પણ ગોચરી ન મળે એવું બનવા લાગ્યું. આથી સર્વ સાધુઓએ મળી શ્રી નેમિનાથ ભગવાનને પૂછ્યું કે, “હે પરમાત્મા! તમારા શિષ્ય અને શ્રી કૃષ્ણ વાસુદેવના પુત્ર અને ધાર્મિક, ધનાઢ્ય અને ઉદાર ગૃહસ્થવાળી આ નગરીમાં શ્રી ઢંઢણમુનિને ગોચરી કેમ મળતી નથી?” ત્યારે નેમિનાથ ભગવાને તેમનો પૂર્વભવનો વૃત્તાંત કહેતા કહ્યું કે, “પૂર્વ મગધ દેશમાં પરાશર નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે ગામના લોકો પાસે રાજ્યનાં ખેતરોમાં વાવેતર કરાવતો હતો. દરરોજ ભોજન વેળા થાય અને બધાની ભોજન સામગ્રી આવી જાય તો પણ તે ભોજન કરવાની બધાને રજા આપતો ન હતો અને ભૂખ્યા લોકો અને ભૂખ્યા બળદોથી ચાલતાં હળ ખેડાવીને અસહ્ય મજૂરી કરાવતો હતો. એ કાર્યથી તેણે અંતરાય કર્મ બાંધ્યું છે. અને તે અંતરાય કર્મનો હાલ ઉદય આવવાથી તેઓ ભોગવી રહ્યા છે.” આ પ્રમાણેના વચનો ઢંઢણ મુનિએ પણ ભગવાન દ્વારા સાંભળ્યા. તેથી તેમણે અભિગ્રહ કર્યો હતો કે સ્વલબ્ધિથી ભિક્ષા મળે તો જ લેવી. તેમ જ કોઈએ લાવેલી ગોચરી પણ વાપરવી નહિ. આવી રીતે તેમણે લાંબા સમય સુધી આહાર નિર્ગમન કર્યો. એક વાર ભિક્ષા અર્થે તેઓ દ્વારકામાં ફરતા હતા, તે વખતે શ્રીકૃષ્ણ વાહનમાંથી નીચે ઊતરી ભક્તિ ભાવથી તેમને વંદન કર્યું. એ જોઈ કોઈ શ્રેષ્ટિએ તેમને ઉત્તમ મોદક વહોરાવ્યા “પરન્તુ આ આહાર પોતાની લબ્ધિથી નથી મળ્યો”, એવું પ્રભુના મુખેથી જાણતાં, તેને કુંભારની શાળામાં પરઠવવા ચાલ્યા. એ વખતે ઉત્તમ ભાવના ભાવતાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. આવી રીતે ઢંઢણ મુનિ અલાભ પરીષહને સમતાપૂર્વક સહી કેવળી બન્યા. નોંધ : શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'માં ઢંઢણમુનિએ અલાભ પરીષહને સહ્યો હતો તેવો ઉલ્લેખ છે. : સંદર્ભસૂચિ : શ્રી પંચ પ્રતિક્રમણ સૂત્ર – પ્રકાશક – વિજયદેવ સૂર સંઘ.... શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષચરિત્ર ભાગ-૩ - અનુવાદક – કુંવરજીભાઈ આંણદજીભાઈ.................... પૃ. ૩૪૯ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર - અધ્યયન-૨ - સંપાદક/વિવેચક - આચાર્ય મહાપ્રજ્ઞ .......................... પૃ. ૫૩ •••••••••••. પૃ. ૨૨૮ Page #407 -------------------------------------------------------------------------- ________________ ચિલાતી પુત્ર ઢાલ-૧૪ ડસમસા મમ કૂવો હાર્થિ, તે પરીસો ખમીઈ નીજ જાતિ/ પૂત્ર ચલાચી ભાતિ //૩૧ // કવિએ “હંસા-મસા'નો પરીષહ સમજાવવા માટે “શ્રી જ્ઞાતાધર્મ કથા સૂત્ર'-૨૦માં આપેલ ચિલાતી પુત્રના દષ્ટાંત કથાનકના આધારે ઉપરોક્ત કડીમાં તે ભાવનું નિરૂપણ કર્યું છે. જે નીચેની કથા દ્વારા સમજાય છે. ચિલાતી પત્ર – ચિલાતી નામની દાસીનો પુત્ર હતો. પ્રથમ ધનસાર્થવાહ શેઠને ત્યાં નોકરી કરતો હતો, પણ શેઠે તેનાં અપલક્ષણ જોઈ તેને કાઢી મૂક્યો. એટલે જંગલમાં જઈ ચોરોનો સરદાર બન્યો. તેને શેઠની સુષમા નામની પુત્રી પર મોહ હતો, તેથી એકવાર શેઠને ઘેર ધાડ પાડી અને પુત્રીને ઉપાડીને ભાગ્યો, બીજા ચોરોએ બીજી માલમત્તા લૂંટી, પછી કોલાહલ થતાં રાજ્યના સિપાઈઓ આવી પહોંચ્યા. તેમને સાથે લઈને શેઠ તથા તેમના પાંચ પુત્રો પાછળ પડ્યા. બીજા ચોરો માલમત્તા રસ્તામાં છોડી ભાગી ગયા. તે લઈને રાજના સિપાઈઓ પાછા ફર્યા, પણ ચિલાતીએ સુષમાને છોડી નહિ. શેઠે પોતાના પુત્રો સાથે તેનો પીછો બરાબર પકડ્યો હતો અને તે નજીક આવી પહોંચ્યા હતા. એ જોઈને ચિલાતીએ સુષમાનું મસ્તક કાપી નાખ્યું અને ધડને ત્યાં જ મુકી દીધું. ત્યારે શેઠ અને તેમના પુત્રો એ જોઈને રુદન કરતા પાછા ફર્યા. ચિલાતી પુત્ર હાથમાં સુષમાનું માથું લઈ ત્વરીત ગતિએ માર્ગ કાપતો હતો. તેનું આખું શરીર લોહીથી ખરડાયેલું હતું, પણ સુષમાની હત્યાના કારણે મનથી તે હવે ભાંગી પડ્યો હતો. રસ્તામાં તેણે એક મુનિરાજને કાયોત્સર્ગ દશામાં ઊભેલા જોયા. મુનિને જોતાં જ તે બોલ્યો. “હે મુનિશ્વર! જલદી મને ધર્મ કહો, નહિ તો હું આ સ્ત્રીના મસ્તકની પેઠે તમારું મસ્તક પણ છેદી નાખીશ.” મુનિને કંઈક પાત્રતા લાગી તેથી તેમણે તેને ત્રણ પદો આપ્યાં, “ઉપશમ, વિવેક અને સંવર.” અને આકાશ માર્ગે ચાલ્યા ગયા. આ ત્રણ પદોનો અર્થ વિચારતાં ચિલાતી પુત્ર ત્યાં જ ઊભો રહ્યો અને શુભ ધ્યાનમાં મગ્ન થયો. તેનું શરીર લોહીથી ખરડાયેલું હતું, તેની વાસથી કીડીઓ આવી પહોંચી અને તેને ચટકા મારવા લાગી, પણ તે ધ્યાનથી ડગ્યો નહિ. અઢી દિવસમાં તો તેનું શરીર ચાળણી જેવું થઈ ગયું, પણ તેણે બધું દુઃખ સમભાવે સહન કરી લીધું અને મૃત્યુ પામી સ્વર્ગે ગયો. આમ તેણે ‘ડંસમસા' પરીષહને સહન કર્યો તો તેને સ્વર્ગ મળ્યું. નોંધ : “શ્રી જ્ઞાતાધર્મકથાસૂત્રમાં ચિલાતી પુત્રએ ‘ડ્રસમસા પરીષહને સહન કર્યો હતો તેવું બતાવ્યું નથી પરંતુ ભૂખ તરસથી અકાળે મરણ પામ્યો એટલો જ અધિકાર છે. પરંતુ “આવશ્યકદિ' અન્ય ગ્રંથોમાં ઉપરની કથા દર્શાવી છે. : સંદર્ભસૂચિ શ્રી પાંચ પ્રતિક્રમણ સૂત્ર - પ્રકાશક – વિજયદેવ સૂર સંઘ . પૃ. ૨૪) શ્રી જ્ઞાતાધર્મ કથા અધ્યયન-૨૦ -- પ્રકાશક – શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન............................... પૃ. ૪૩૯ Page #408 -------------------------------------------------------------------------- ________________ કીર્તિધરનર નાથ ઢાલ-૧૪ વચન તણો પરીસો વીકરાલ, અંગ્યા વીનાં ઉઠઈ છઈ ઝાલ / ક્રોધ ચઢઇ તતકાલ // ૩૭ // વચન ખમઈ તે જગવખ્યાત, યમ ખમી શકોશલ તાત કીર્તધર નરનાથ // ૩૮ // વચનથી જ ક્રોધાગ્નિ ઉત્પન્ન થાય છે એટલે વચનનો પરીષહ ઘણો જ વિકરાળ કહેવાય. તેથી તેને જીતવો મુશ્કેલ છે. જે વચનને ખમી (સહી) જાય છે, તે જગવિખ્યાત બને છે. ઉપરોક્ત કડીમાં આ વાત કવિએ સુકોશલના પિતા ‘કીર્તિધર’ના દષ્ટાંતના આધારે કરી છે. જે નીચેની કથા દ્વારા સમજાય છે. પૂર્વે અયોધ્યા નગરીમાં કીર્તિધર નામે રાજા રાજ્ય કરતો હતો. તેને સહદેવી નામે રાણી હતી અને સુકોશલ નામે પુત્ર હતો. એકદા જૈનાચાર્ય ત્યાં પધાર્યા. તેમના મુખેથી ધર્મોપદેશ સાંભળી રાજાને વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેથી તેમણે પોતાની નાની વયના સુકોશલ પુત્રને રાજ્ય કારભાર સોંપીને દીક્ષા ગ્રહણ કરી. પરંતુ તેમની પત્ની સહદેવીને તે ગમ્યું નહિ. એક વાર કીર્તિધર રાજા કે જે દીક્ષા લઈ મુનિ બન્યા છે, તે ફરતા ફરતા ઘણે વરસે અયોધ્યા નગરીમાં પધાર્યા. પોતાને છઠ્ઠનું પારણું હોવાથી ત્રીજે પ્રહરે નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરવા નગરીમાં ફરવા નીકળ્યા. ફરતાં ફરતાં રાજમાર્ગે આવતાં રાજમહેલમાં રહેલી તેમની સંસારપક્ષી સહદેવી રાણીએ જોયા, જોતાવેંત જ રાણીના મનમાં દુષ્ટ તર્ક વિતર્કો આવ્યા. તે રાણી સ્વભાવે ઘણી જ ક્રોધી હતી. તેણે વિચાર્યું કે આ મુનિએ મારા સંસારી સઘળાં વિષય સુખનો નાશ કર્યો છે અને જોગી બની ભિક્ષુકની પેઠે ઘેરઘેર ટુકડા માંગે છે. ખેર, બીજું તો કાંઈ નહિ પણ મારા પુત્રને ખબર પડશે કે મારા પિતાજી-મુનિ પધાર્યા છે તો જરૂર તેમનાં દર્શનાર્થે જશે અને તેમનો બોધ સાંભળતાં જ તે પણ કદાચ ત્યાગી બની ચાલ્યો જશે! માટે પાણી પહેલાં પાળ બાંધવી એ જ શાણપણ છે, અત્યારે જ તેને ભૂંડી રીતે મારા માણસો દ્વારા તેના ઉપર અમુક આડ ચડાવી માર મરાવી ગામ બહાર કાઢવો કે જેથી પાછળથી પસ્તાવું ન પડે. એમ ધારી શાંત મુદ્રાએ ચાલ્યા આવતા મુનિને પરીષહ ઉપજાવવા તે પાપિણી રાણીએ પોતાના દુષ્ટ માણસોને હુકમ કર્યો કે જાઓ પેલો ઠગારો સાધુ વેષે આવે છે, તે ખરેખર લુચ્ચો અને રાજને નુકસાનકારક છે તે માટે તેને ધક્કા મારી ગામ બહાર કાઢી મૂકો. આ હુકમ સાંભળીને સિપાઈઓએ તરત જ તેનો અમલ કર્યો, મુનિ તે બધું જાણતાં હોવા છતાં પણ અસહ્ય વચન પરીષહને શાંત ભાવે સહન કર્યો. રાણી માટે હૃદયમાં જરાપણ ક્રોધ ન કર્યો અને રાણીનાં જૂઠાં વચનોને સમભાવે ખમી લીધાં. : સંદર્ભસૂચિ : જૈન-શાસનના ચમકતા હીરા – પ્રકાશક – હરજીવનદાસ વાડીલાલ શાહ......... ................ પૃ. ૭૬ Page #409 -------------------------------------------------------------------------- ________________ ઢાલ-૧૪ દૃઢપ્રહારી વધ પરીસો તે વીષમ ભણીજઇ, જે ખમસઇ નર સો થુણીજઇ । તાસ કીર્તિ નીત્ય કીજઈ. ।। ૩૯ | મારિ ન ચલ્યુ દ્રઢપ્રહારી, સમતા આણઇ સંયમધારી । તે નર મોક્ષદ્રૂઆરી ।। ૪૦ || ઉપરોક્ત કડીમાં કવિએ ‘દૃઢ પ્રહાસ’ દૃષ્ટાંત કથાનક આધારે સમજાવ્યું છે કે જે મુનિ મારનો પરીષહ સમતાથી સહન કરે છે, એવા સંયમધારી આત્મા મોક્ષ મેળવે છે. જે નીચેની કથા દ્વારા સમજાય છે. .. એક નગરમાં જીર્ણદત્ત નામનો બ્રાહ્મણ રહેતો હતો. તેને યક્ષદત્ત નામનો ઉદ્ધત પુત્ર હતો. કાળે કરી યજ્ઞદત્તનાં માતા-પિતા મૃત્યુ પામ્યાં. તેથી તે નગરીની બહાર ચોર લોકોની પલ્લીમાં ગયો. ત્યાં પલ્લીપતિ ભીમે તેને પોતાનો પુત્ર કરીને રાખ્યો. તે કોઈ પણ પ્રાણી ઉપર અચૂક પ્રહાર કરી મારી શકતો, આથી તેનું નામ દૃઢપ્રહારી પડી ગયું. પલ્લીપતિ ભીમના અવસાન થતાં દૃઢપ્રહારી પલ્લીપતિ બની ગયો. એક દિવસ તે કુશસ્થળ નામનું ગામ લૂંટવા ગયો. લૂંટ ચલાવતાં તેણે બ્રાહ્મણ, ગાય અને સગર્ભા સ્ત્રીની હત્યા કરી હતી. આમ એક સામટી ચાર મહાહત્યાઓ કરવાથી તેનું હૃદય દ્રવી ઊઠ્યું. ત્યાં તેણે સાધુઓને જોયા. તેઓને વંદન કરી દઢપ્રહારી કહેવા લાગ્યો કે, ‘‘મહાત્મા મને બચાવો, મને દીક્ષા આપો''. ગુરુએ તેને સંસારથી વિરક્ત જાણી સંયમ આપ્યું. દૃઢપ્રહારીએ દીક્ષા લઈ તપ કરતાં કરતાં એવો અભિગ્રહ લીધો કે, જે જે દિવસે મને મારું પાપ યાદ આવશે, તે તે દિવસે હું આહાર નહિ લઉં અને કોઈ વૈરી મને હણશે તો તેને પણ હું ક્ષમા આપીશ. આવો અભિગ્રહ ધારણ કરી હત્યાવાળા ગામની ભાગોળે ધ્યાનમાં મગ્ન થયા. ત્યાં લોકોએ તેમને અસહ્ય કઠોર શબ્દો સંભળાવ્યા, તેમના પર પથ્થર ફેંક્યા, તેમ જ લાકડી વગેરેના ઘા કર્યા ત્યારે તેમણે શાંત ચિત્તે બધું સહન કર્યું તેમ જ તેઓ ધ્યાનથી જરાપણ ચલિત ન થયા. અને બધા ઉપસર્ગો સમભાવે સહન કરતાં તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. : સંદર્ભસૂચિ : જૈનશાસનના ચમકતા હીરા પ્રકાશક - વરજીવનદાસ વાડીલાલ શાહ. ઢાલ-૧૪ ૨૨ સનતકુમાર સનત કુમાર સહ્યા સહી રોગો, ઓષધનો હુતો તસ યુગો । કઇ મુઝ કર્મહ ભોગો || ૪૪ || ઉપરોક્ત કડીમાં કવિ રોગ પરીષહ ‘શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર’–૧૮ અધ્યયનના આધારે સનતકુમારનું દૃષ્ટાંત આપીને સમજાવે છે, જે મુનિ રોગ પરીષહને સમાધીપૂર્વક જીતી જાય છે, તે ઊંચી પદવીને પ્રાપ્ત કરી સિદ્ધપદને મેળવે છે. જેમ કે ‘સનત મુનિ' જે નીચેની કથા દ્વારા સમજાય છે. (૩૮૮ = Page #410 -------------------------------------------------------------------------- ________________ કુર દેશના ગજપુર નગરમાં સનતકુમાર રાજ્ય ચલાવતા હતા. તેઓએ બધા રાજા રજવાડાને વશ કરી ચક્રવર્તી પદ પ્રાપ્ત કર્યું હતું. તેઓ અતિશય રૂપવાન હતા. એટલું સુંદર રૂપ પૃથ્વી પર કોઈનું ન હતું. પરંતુ એક વાર રૂપના અહંકાર માત્રથી તેમની કાયામાં રોગો ઉત્પન્ન થઈ ગયા. આ જોઈ તેઓ વિચારવા લાગ્યા અરે રે! આવી મારી કાયા! આ કાયાનો શો ભરોસો! એમ વિચારી છે. ખંડનું રાજ્ય, કુટુંબકબીલા બધું જ ત્યાગી ચારિત્ર ગ્રહણ કરી લીધું અને સનત કુમાર ચક્રવર્તીમાંથી સનતમુનિ બની ગયા. એક વેળાએ ઈંદ્ર મહારાજાએ દેવોની સભામાં સનતઋષિના સંયમ અને નિઃસ્પૃહતાની અને તેમની લબ્ધિની પ્રશંસા કરી. એટલે વળી એક દેવને સનતઋષિની પરીક્ષા કરવાનું મન થયું અને વૈદ્યનું રૂપ લઈ સનત મુનિની પાસે આવી તેમની દવા કરવા કહ્યું. સનતકુમારે (મુનિએ) કહ્યું, “મારે કોઈ પાસે દવા નથી કરાવવી. મારે મારાં કર્મ ખપાવવાં છે. એટલે ભલે રોગનો હુમલો થાય, દવા કરી દુ:ખ નથી મટાડવું. દવા તો મારી પાસે પણ ક્યાં નથી? ઘણી વિદ્યાઓ પ્રાપ્ત થઈ છે. જુઓ મારું આ થંક, જ્યાં જ્યાં લગાડું ત્યાં બધું મટી જાય, કાયા કંચનવરણી થઈ જાય.' એમ કહી પોતાનું ઘૂંક શરીરની એક આંગળી પર ચોપડ્યું. તે ભાગ ચોખ્ખો કંચન જેવો થઈ ગયો. આવી ઋષિની લબ્ધિ જોઈ દેવ રાજી થઈને પોતાના સ્થાનકે જતા રહ્યા. આમ સનતકુમારે આ રોગના પરીષહને સાતસો વરસ સુધી રહ્યો, પણ કદી તેનો ઉપચાર ન કર્યો, સમતા રાખી કાળ કરી, ત્રીજા દેવલોકે ગયા. આ પછી બીજો એક ભવ કરી મોક્ષે જશે. : સંદર્ભસૂચિ : શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર – ૧૮મું અધ્યયન – પ્રકાશક – શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન............................... ૩૫૬ ભગવાન મહાવીર ઢાલ-૧૫ બહુ પરીસઈ સબલુ, વર્ધમાન જિન વીરો / જસ શ્રવણે ખીલા, ચ રાંધી ખીરો // ૫૩ // ભગવાન મહાવીરે સંયમ યાત્રામાં કેવાં કેવાં પરીષહોને સહ્યાં હતાં, આ વાત “શ્રી ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર'માં આપેલ ભગવાન મહાવીરના દષ્ટાંત કથાનકમાં જોવા મળે છે. ઉપરોક્ત કડીમાં આ જ ભાવને કવિએ વર્ણવ્યો છે જે નીચેની કથા દ્વારા સમજાય છે. ભગવાન મહાવીર સંયમ લઈને એક વાર પમાનિ ગામે ગયા, ત્યાં કાયોત્સર્ગ કરી ગામની બહાર ઊભા રહ્યા. આ સમયે વાસુદેવના ભવમાં શય્યાપાલકના કાનમાં તપાવેલું સીસું રેડીને ઉપાર્જન કરેલું અશાતા વેદનીય કર્મ પ્રભુને ઉદયમાં આવ્યું. શય્યાપાલકનો જીવ અહીં ગોવાળ થયો હતો. તે પ્રભુની પાસે બળદોને મૂકીને ગાયો દોવા માટે ગયો. તે બળદો સ્વેચ્છાએ ચરતા ચરતા કોઈ અટવીમાં દૂર ચાલ્યા ગયા. થોડી વાર પછી તે ગોવાળ પાછો આવ્યો. ત્યાં બળદોને જોયા નહીં, એટલે તેણે પ્રભુને કહ્યું, “અરે અધમ દેવાય! મારા બળદો ક્યાં છે? તું કેમ બોલતો નથી? શું મારા વચન સાંભળતો નથી? આ તારા કાનના છિદ્ર શું ફોગટના જ છે?' આ પ્રમાણે હેવાં છતાં પણ જ્યારે પ્રભુ બોલ્યા નહીં, ત્યારે તેણે અતિ ક્રોધ શ Page #411 -------------------------------------------------------------------------- ________________ કરી પ્રભુના બન્ને કર્ણરંદ્રમાં કાશડાની સળીઓ નાંખી. પછી બન્ને શળીઓને ઠોકીને જાણે અખંડ એક જ રાખી હોય તેવી બનાવી દીધી. પછી આ બે ખીલાને કોઈ કાઢી શકે નહીં તો ઠીક, એવું ધારીને દુષ્ટ ગોવાળ તેનો બહારનો ભાગ છેદીને ચાલ્યો ગયો. માયા અને મિથ્યાત્વરૂપ શલ્ય જેના નાશ પામ્યા છે એવા પ્રભુ કાનમાં નાખેલા શલ્ય વડે શુભધ્યાનથી જરાપણ કંપિત થયા નહીં. આમ આવું ભયંકર પરીષહ પણ તેમણે હસતાં હસતાં સહન કર્યું. તેવી જ રીતે શૂલપાણિ યક્ષે આપેલા ઉપસર્ગો અને સંગમદેવે આપેલાં સર્વ પરીષહોને પ્રભુ મહાવીરે સમતાપૂર્વક સહન કર્યા. : સંદર્ભસૂચિ : શ્રી ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર ભાગ-૪ - અનુવાદક – કુંવરજીભાઈ આંણદજીભાઈ........................... પૃ. ૭૪ સ્કંધકાચાર્ય ઢાલ-૧૫ ખંધક સૂર્યના સષ્ય, પંચસહ્યા મુની જેહો / ધાણઈ પણિ પીલ્યા, મનિ નવિ ડોલ્યા તેહો // ૫૪ // ખંધક (સ્કંધક) આચાર્યના પાંચસો શિષ્યોને ઘાણીમાં પીલવામાં આવ્યા હતાં, છતાં પણ તેઓ જરાપણ વિચલિત થયા નહિ. “શ્રી ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર'માં આપેલ સ્કંધકાચાર્યના દષ્ટાંત કથાનકના આધારે ઉપરોક્ત કડીમાં કવિએ આ ભાવનું નિરૂપણ કર્યું છે જે નીચેની કથા દ્વારા સમજાય છે. ખંધકકુમાર જિતશુત્ર રાજાના પુત્ર હતા. બાળપણથી જ ધર્મપરાયણ હતા. એક દિવસ વીસમા તીર્થંકર મુનિસુવ્રતસ્વામી ભગવાનની અમૃતમય દેશના સાંભળીને તેમને વૈરાગ્ય પેદા થયો અને પાંચસો રાજકુમારો સાથે દીક્ષા લીધી. એક દિવસ ભગવંતને પૂછ્યું “પ્રભો! હું મારા સંસારી બહેન-બનેવીને પ્રતિબોધ આપવા જાઉં?' ત્યારે ભગવાને જણાવ્યું કે, “તને અને તારા સર્વ શિષ્યોને મારણાન્તિક ઉપસર્ગ થવાનો છે.” ત્યારે બંધક મુનિ જવાબ આપે છે કે, “કૃપાળુ! ઉપસર્ગથી તો અમે જરાય ડરતા નથી પરન્તુ અમે એ સમયે આરાધક થઈશું કે વિરાધક? મૃત્યુનો ભય નથી પણ વિરાધનાનો ભય છે.” “તમારા સિવાય બધા જ શિષ્યો આરાધક બનશે.” ભગવાને ટૂંકો જવાબ આપ્યો. હું ભલે વિરાધક બનું, પણ મારા ૫૦૦ શિષ્યો તો આરાધક બનશે ને! એમ વિચાર કરીને બહેનના દેશ ભણી ચાલી નીકળ્યા. ત્યાંના મંત્રીને એમના પર દ્વેષ હતો. ગામમાં પહોંચ્યા. મંત્રીને ખબર પડી ગઈ. એમને મારી નાખવાના પ્રયાસો શરૂ કર્યા. રાજાના કાન ભંભેર્યા કે આ મુનિ ૫૦૦ મુનિના વેશમાં સૈનિકો લઈને આવ્યા છે, જે તમને મારી નાખીને રાજ્ય છીનવી લેશે. તેમ જ મંત્રીએ પૂર્વયોજના મુજબ જમીનમાં છુપાવેલા શસ્ત્રો પણ રાજાને બતાવ્યાં. ત્યારે રાજાએ ક્રોધિત થઈને પાપી મંત્રીને હુકમ આપ્યો, “તને ઠીક લાગે તેમ ૫00 જણાને માર.” ત્યારે દુષ્ટ...અધમ... મંત્રી ઘાણી બનાવડાવીને તમામ મુનિઓને પીલવા લાગ્યો. લોહીની નદીઓ વહી પરન્તુ બધા મુનિઓએ ઊફ... સુધ્ધા કર્યું નહિ. મુખ પર અપાર સમતા છલકાતી હતી. આમ બાળમુનિ સાથે ૫૦૦ મુનિઓ સમતા રસમાં પીલાઈને કર્મક્ષય કરીને મોક્ષ પામ્યા. પરંતુ બાળ Page #412 -------------------------------------------------------------------------- ________________ મુનિને પીલી નાખતાં જોઈને આચાર્યને ક્રોધ ચડ્યો. ત્યારે પાલકના વેરનો બદલો લેવા સ્કંદકાચાર્યએ અંતિમ સમયે પચ્ચકખાણ લઈને એવું નિયાણું કર્યું કે, “જો આ તપસ્યાનું ફળ હોય તો હું આ દંડક તથા પાલક મંત્રી તેમ જ તેના કુળ અને દેશનો નાશ કરનારો થાઉં.” આમ ૫૦૦ મુનિઓ આરાધક બન્યા. જ્યારે સ્કંદકાચાર્ય વિરાધક થયા. : સંદર્ભસૂચિ : શ્રી ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર-ભાગ-૨ - અનુવાદક – કુંવરજીભાઈ આંણદજીભાઈ .................... પૃ. ૮૩ ગજસુકુમાર ઢાલ-૧૫ મુનીવર નીત્ય વંદો, વ્યરૂઓ ગજસુકમાલું / શરિ અગ્યન ધરતા, જે નવી કોપ્યો બાલુ // ૫૫ // શ્રી અંતગડદશા સૂત્ર' ૩/૮માં આવેલ ગજસુકુમારના દષ્ટાંત કથાનકના આધારે પરીષહ સહીને જે મોક્ષ પામ્યા એવા મુનિ ગજસુકુમારની વાત ઉપરોક્ત કડીમાં કવિએ આલેખી છે જે નીચેની કથા દ્વારા સમજાય છે. ગજસુકુમાર સોરઠ દેશની દ્વારકા નગરીના રાજા વસુદેવની રાણી દેવકીજીના નાના પુત્ર હતા. તેમ જ કૃષ્ણના લઘુબન્ધ હતા. બાલ્યવયે વૈરાગ્ય પામ્યા. માતા પિતાએ તેમને મોહપાશમાં બાંધવા માટે લગ્ન કરાવ્યા. પણ તરત જ સંસાર છોડી શ્રી નેમિનાથપ્રભુ પાસે દીક્ષા લીધી. પ્રભુ પાસે આત્મ બોધ સાંભળી ટૂંકામાં ટૂંકા સમયમાં પોતાનું લક્ષ કેમ સધાય તે પૂછતા, “આજે તેમને મોક્ષનું નિમિત્ત છે એમ જાણી ભિક્ષુની બારમી પડિમા વહન કરવાનું કહ્યું.' તે માટે ત્રીજા પ્રહરના અંત ભાગમાં ભગવાનનો આદેશ લઈ દ્વારિકાના સ્મશાનમાં જઈ કાઉસગ્ગ ધ્યાને ઊભા રહ્યા. આ તરફ તેમના સસરા સોમશમાં (સોમિલ) બ્રાહ્મણ યજ્ઞ સામગ્રી લેવા ગયેલા તે સાંજ પડી જતાં, સ્મશાનના ટૂંકા માર્ગે જલદી ઘરે આવવા ત્યાંથી પસાર થયા. મુનિવેશમાં ધ્યાન ધરી રહેલા ગજસુકુમારને જોઈને તેઓ ખૂબ ગુસ્સે થયા અને પોતાની પુત્રીનો ભવ બગાડવા માટે યોગ્ય શિક્ષા કરવાના નિર્ણય પર આવ્યા. પાસે જ ચિતા સળગતી હતી, તેમાંથી ધગધગતા અંગારા કાઢી તેમના મસ્તકે મૂક્યા. સળગતી સગડીમાં અંગારા સળગે તેમ ગજસુકુમારના માથા ઉપર અંગારા સળગે છે, ગજસુકુમાર અસહ્ય દુ:ખમાં હોવા છતાં વિચારે છે કે, મારું કંઈ બળતું નથી. મારા સસરા ખરેખર મારા સગા થયા. જન્મ જન્માંતરોમાં આ જીવે ઘણા અપરાધ કર્યા છે, તે બધા ખમાવી લઉં. એમ શુક્લ ધ્યાને ચડી ગયા. સસરાએ મને મુક્તિની પાઘડી પહેરાવી. એમ વિચારતાં વિચારતાં કર્મ ખપાવ્યાં. માથું અગ્નિ જ્વાળાએ ફાટી ગયું પણ મરણ થતાં પહેલાં તેઓ અંતકૃત કેવલી થયા અને મોક્ષે ગયા. : સંદર્ભસૂચિ : શ્રી પાંચ પ્રતિક્રમણ સૂત્ર – પ્રકાશક – વિજયદેવ સૂર સંઘ ........ ...... પૃ. ૨૩૮ શ્રી અંતગડદશા સૂત્ર વર્ગ-૩ અધ્યયન-૮ – પ્રકાશક - શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન ......... ....... પૃ. ૩૩ Page #413 -------------------------------------------------------------------------- ________________ સુકોશલ મુનિ ઢાલ-૧૫ રષિ શ્રી શકોસી, કર્મ ત્મણિ સાંહામો જયુ / પરીસઈ નવિ કોમ્યુ તે વંદો રજીરાયુ // ૫૬ // ધન્ય છે પિતૃભક્ત શ્રીસુકોશલ મુનિને! જેમણે ક્ષમામાં દઢ રહી સમતા પરિણામે સર્વ ઉપસર્ગ સહન કરી કેવળજ્ઞાન પામ્યા અને કાળ કરી મોક્ષે ગયા. એવા સુકોશલ મુનિની વાત કવિએ ઉપરોક્ત કડીમાં દર્શાવી છે જે નીચેની કથા દ્વારા સમજાય છે. અયોધ્યાના રાજા કીર્તિધરના પુત્રનું નામ સુકોશલ હતું. તેમનું માતાનું નામ સહદેવી હતું. પહેલા કીર્તિધર રાજાએ દીક્ષા લીધી અને પછી એમનો ઉપદેશ સાંભળીને સુકોશલકુમારે દીક્ષા લીધી હતી. તેમની માતા સહદેવી પતિ તથા પુત્રનો વિયોગ અસહ્ય થઈ પડતાં આર્તધ્યાન કરતાં મરણ પામી, એક જંગલમાં વાઘણ થઈ. એક વાર તે વાઘણ રહે એ જ જંગલમાં બન્ને મુનિ વિહાર કરતાં કરતાં આવ્યા. દૂરથી વાઘણ બે મુનિઓને જોઈ તરાપ મારવા તૈયાર થઈ. ત્યારે પોતાના પુત્રને કીર્તિધર મુનિ કહે છે કે, “હે પુત્ર! તું લઘુવયનો છે, માટે તારું શરીર વિશેષ નભશે, અને તારાથી સંયમ પણ પળાશે, અને હું તો હવે વૃદ્ધ થયો છું, માટે મને આગળ ચાલવા દે. આ દેહ પડે તો હરકત નથી. વાઘણ મને ખાઈ જાય, એટલામાં તું તારો બચાવ કરી શરીરનું રક્ષણ કરજે.” પિતાના આવાં વચન સાંભળી સુકોશલ મુનિ બોલ્યા, “નહિ પિતાજી! એવું વિરુદ્ધાચરણ મારાથી કેમ બને? વાઘણ ભલે મારા શરીરનું ભક્ષણ કરે, મારે તો આપની ભક્તિ કરવી એ જ મારી ફરજ છે.” આ પ્રમાણે કહી પિતૃભક્ત સુકોશલ મુનિ પિતાજીને બચાવવા થોડેક આગળ ચાલી સર્વ જીવને ખમાવી આલોવી, પડિકમી નિઃશલ્ય થયા અને સર્વ જીવોની સાથે ખમતખામણા કરી સંથારો કરી કાઉસગ્ગ ધ્યાને ઊભા રહ્યા. ત્યાં પેલી વાઘણે આવીને સુકોશલ મુનિ પર હુમલો કર્યો અને તેના શરીરને ચીરી નાખ્યું પરંતુ તેઓ ધર્મધ્યાનથી જરાપણ ચલિત ન થયા. અને સર્વ ઉપસર્ગ સહન કર્યા. આ પ્રકારની અડગ અને પ્રબળ ધર્મભાવના ભાવતાં તેઓ અંતકૃત્ કેવલી થયા અને મોક્ષે ગયા. : સંદર્ભસૂચિ : શ્રી વૈરાગ્ય શતકમ્ (પૂર્વાર્ધ-ભાગ-૧) - પ. મુનિ શ્રી વિનયચંદ્રજી મહારાજ......... ................ પૃ. ૨૩૯ શ્રી ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર-ભાગ-૩ - અનુવાદક – કુંવરજીભાઈ આંણદજીભાઈ, .................... પૃ. ૪૮ અનમાળી ઢાલ-૧૫ જુઓ અને માલી, જેણઈ જગી રાખી લીહો / ' લોકિં બહુ દમ, પણિ નવી કોર્ટુ સીહો // પ૭ // અર્જુન માળીએ કોઈ પણ જાતની દીનતા દેખાડ્યા વગર પરીષહોને સહન કર્યા. આ વાત “શ્રી અંતગડદશા સૂત્ર' ૬/૩માં આપેલ અર્જુનમાળીના દષ્ટાંત કથાનકના આધારે કવિએ ઉપરોક્ત કડીમાં આલેખી છે. જે નીચેની કથા દ્વારા સમજાય છે. Page #414 -------------------------------------------------------------------------- ________________ રાજગૃહ નગરમાં અર્જુન નામે મળી રહેતો હતો. તેને બંધુમતી નામની સુંદર ભાર્યા હતી. અર્જનમાળીનો નગર બહાર એક મોટો બગીચો હતો. આ બગીચામાં મુદ્ગરપાણિ નામના યક્ષનું મંદિર હતું. અર્જુનમાળી બચપણથી મુદ્ગરપાણિ યક્ષનો ઉપાસક હતો. તે નગરમાં ‘લલિતા' નામની સમૃદ્ધ અને અપરાભૂત મિત્રમંડળી હતી. એકદા લલિતા ટોળી'ના છ મિત્રો મુદ્ગરપાણિ યક્ષના મંદિરમાં આવી આમોદ-પ્રમોદ કરવા લાગ્યા. અર્જુનમાળી અને તેની પત્ની પણ પુષ્પો લઈ યક્ષના મંદિર તરફ ગયા ત્યારે બંધુમતી તે મિત્રોની નજરે પડી. આ લલિતા ટોળીના છ મિત્રો અર્જુનમાળીને બાંધીને તેની પત્ની સાથે અનૈતિક વ્યવહાર કરવા લાગ્યા. આ જોઈને અર્જુન માળીને વિચાર આવ્યો કે, “જો મુદ્દ્ગરપાણિ યક્ષ ખરેખર અહીં હાજર હોત તો શું મને આ પ્રકારની સ્થિતિમાં પડેલો જોઈ શકત?” તે જ સમયે મુદ્ગરપાણિ યક્ષે તેના શરીરમાં પ્રવેશ કર્યો અને બંધનોને તોડી છ પુરુષો અને બંધુમતીને મારી નાંખ્યા. ( આ પ્રમાણે મુદ્ગરપાણિ યક્ષથી આવિષ્ટ અર્જુનમાળી રાજગૃહ નગરની આસપાસ રોજ છે પુરુષ અને એક સ્ત્રીની ઘાત કરતો. એકદા સુદર્શન શેઠે અર્જુન માળીના શરીરમાં આવિષ્ટ યક્ષને ભગાડ્યું. આથી અર્જુનમાળી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના શ્રીમુખેથી ધર્મોપદેશ સાંભળી સંયમ અંગીકાર કરીને, પ્રભુને વંદન, નમસ્કાર કરીને કહે છે, “હે પ્રભુ! આપની આજ્ઞા હોય તો હું યાવત જીવન છઠ્ઠના પારણે છઠ્ઠ તપસ્યાથી આત્માને ભાવિત કરતો વિચરીશ.” આ પ્રમાણે પ્રભુની આજ્ઞા મેળવી વિચરવા લાગ્યા. - ત્યાર પછી અર્જુન મુનિ છઠ્ઠના પારણે ગોચરી માટે જતાં ત્યારે નગરના સ્ત્રી, પુરુષો, વૃદ્ધો, યુવાનો તેમને હત્યારા કહીને ધુત્કારતા, તો કોઈ ગાળો આપતાં. ઈંટ, પથ્થર, લાકડી આદિથી મારતાં. આમ બધાંથી તિરસ્કૃત થવા છતાં અર્જુન મુનિ તેમના ઉપર દ્વેષ કરતાં નહિ અને બધા પરીષહોને સમ્યક રીતે સહન કરતાં છ માસ સુધી ચારિત્રનું પાલન કરી અર્ધમાસિકી સંલેખના કરી સિદ્ધ ગતિને પામ્યા. : સંદર્ભસૂચિ : શ્રી અંતગડદશા સૂત્ર વર્ગ-૬/અ./૩ – પ્રકાશક – શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન..... ......... પૃ. ૧૧૬ મુનિ મેતારજ ઢાલ-૧૫ વાઘર પણિ વીર્ય, મુની મેતારજ સીસો / તોહઈ પણિ નાવી, દૂર્જન ઊપરી રીસો // ૫૯ // ઉપરોક્ત કડીમાં કવિએ “મુનિ મેતારજ'ના દષ્ટાંત કથાનકના આધારે મુનિ મેતારજે અસહ્ય વેદનાને સમભાવે સહન કરી આ ભાવનું નિરૂપણ કર્યું છે જે નીચેની કથા દ્વારા ફલિત થાય છે. મેતારજ મુનિ ચાંડાલને ત્યાં જન્મ્યા હતા, પણ રાજગૃહીના એક શ્રીમંતને ત્યાં ઊછર્યા. પૂર્વભવના મિત્રદેવની સહાયતાથી અદ્ભુત કાર્યો સાધતા મહારાજા શ્રેણિકના જમાઈ થયા. બાર વર્ષ સુધી લગ્ન-જીવન ગાળી અઠ્ઠાવીસ વર્ષની ઉંમરે સંયમ લીધો. Page #415 -------------------------------------------------------------------------- ________________ મુનિ મેતારજે આકરા તાપ શરૂ કર્યા. ઘણા વખત બાદ રાજગૃહ નગરીમાં આવ્યા. એક મહિનાના ઉપવાસ બાદ મેતારજ મુનિ પારણા માટે ગોચરી લેવા માટે સોનીને ઘરે પધાર્યા. સોની રાજા શ્રેણિક માટે સોનાનાં જવલાં ઘડતો હતો, તે પડતાં મૂકી ઘરની અંદર આહાર લેવા ગયો. એવામાં કૌંચ પક્ષી આવીને જવલાં ચણી ગયું. સોની બહાર આવ્યો અને જવલાં ન જોતાં મુનિ પર વહેમાયો, એટલે પૂછવા લાગ્યો કે, “મહારાજ! સોનાનાં જવલા ક્યાં ગયા?” ત્યારે મહાત્મા મેતાર્યો વિચાર્યું કે, “જે હું આ કૌંચ પક્ષીનું નામ દઈશ તો આ સોની તેને જરૂર મારી નાખશે. જેથી હિંસાનું પાપ લાગશે અને જૂઠું બોલીશ તો મૃષાવાદનો દોષ લાગશે.” તેથી તેઓ મૌન રહ્યા. આથી સોનીને તેમના પરનો વહેમ પાકો થયો અને તેમને મનાવવા માટે મસ્તક પર ભીનાં ચામડાંનું વાઘરું કસકસાવીને બાંધીને તેમને તડકે ઊભા રાખ્યા. વાઘર સંકોચાતાં મગજ પર લોહીનું દબાણ વધવાથી અસહ્ય પીડા થવા લાગી, પણ તેને કર્મ ખપાવવાની ઉત્તમ તક માની તેઓ કાંઈ પણ બોલ્યા નહિ. મુનિ અંતરથી સર્વે જીવોને ખમાવતા જાય છે. સોનીનો કોઈ દોષ નથી, કૌંચ પક્ષીનો પણ કોઈ દોષ નથી, એમ વિચારતાં સમતાનાં સર્વોત્તમ શિખરે પહોંચી કેવળજ્ઞાની થયા. થોડી વારમાં દેહ ઢળી પડે છે અને મુનિનો આત્મા મોક્ષે જાય છે. : સંદર્ભસૂચિ : શ્રી પંચ પ્રતિક્રમણ સૂત્ર – પ્રકાશક – વિજયદેવ સૂર સંઘ.. પૃ. ૨૩૧ અવંતિકમાલ ઢાલ-૧૫ જંબુક ધરિ ઘર્ણ અતી ભુખી વીકરાલુ / તેણઈ મુની લખીઓ, કુમર અવંતી બાલો // ૬૦ // ઉપરોક્ત કડીમાં કવિએ ‘અવંતિકુમાલ' દષ્ટાંત કથાનકના આધારે કુમાર અવંતિએ ભયંકર પરીષહને સમભાવે સહ્યો તેનું વર્ણન કર્યું છે જે નીચેની કથા દ્વારા સમજાય છે. માલવ દેશની ઉજ્જયિની નગરીમાં પિતા ધનશેઠ અને માતા ભદ્રા શેઠાણીની કૂખે અવંતિ સુકમાલનો જન્મ થયો. તેઓ આગલા ભવમાં “નલિની ગુલ્મ' વિમાનમાં સ્વર્ગીય સુખ ભોગવી અહીં જન્મ્યા હતા. અતિ સુખ અને સાહ્યબી તેઓ ભોગવતા હતા. રંભા જેવી બત્રીસ નારીઓને પરણ્યા હતા. એક વાર ઉજયિની નગરીમાં મુનિ શ્રી આર્ય સુહરિજી મોટા પરિવાર સાથે અશ્વશાલામાં • ઊતર્યા હતા. તેમાંથી બે સાધુઓએ આ ભદ્રા શેઠાણી પાસે રહેવા સ્થાનકની માગણી કરી. રાજી થઈ ભદ્રા શેઠાણીએ યોગ્ય જગ્યાએ આ બન્ને સાધુઓને ઉતારો આપ્યો. આમાંના એક સાધુ નલિની ગુલ્મ' નું અધ્યયન કરે છે, જે અવંતિ સુકમાલના કાને પડે છે, અને ધ્યાનથી એકાગ્રતાથી સાંભળે છે. સાંભળતા સાંભળતા તેમને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું અને સઘળો વૈભવ છોડી તેમની પાસે દીક્ષા લીધી. પછી અવંતિ સુકુમાલ ગુરુજીને હાથ જોડી કહે છે કે, “હું આ તપક્રિયા આ આચાર નહિ પાળી શકું. તમે અનુમતી આપો તો અનશન કરું અને જલદીથી મુક્તિ મેળવું.” મુનિ મહારાજે – ‘જેમ તમને સુખ ઊપજે એમ કરો' એમ કહી રજા આપી. અવંતિસુકમાલે Page #416 -------------------------------------------------------------------------- ________________ ગુરુ પાસે ખમત ખામણા કરી સ્મશાનમાં જઈ અનશન આદર્યું. સ્મશાને આવતાં પગમાં કાંટા વાગ્યા હતાં, તેમાંથી લોહી પડવા લાગ્યું આની વાસથી એક શિયાલણ તેનાં બચ્ચાં સાથે ત્યાં આવી. ખૂબ જ ભૂખી હોવાને કારણે લોહી નીકળતાં પગે બટકાં ભરવા લાગી અને ધીરે ધીરે આખું શરીર ફાડી નાખી રૂધિર-માંસની ઉજાણી કરી, છતાં પણ અવંતિકુમાલ ધ્યાનથી જરાપણ વિચલિત ન થયા અને શુભધ્યાનમાં મરણ પામી નલિની ગુલ્મ' વિમાનમાં દેવ થયા. આમ દઢ મનોબળે પરીષહ સહેવાથી ઈચ્છિત સુખ પામ્યા. : સંદર્ભસૂચિ : જૈનશાસનના ચમકતાં હીરા – પ્રકાશક – હરજીવનદાસ વાડીલાલ શાહ .... ભોજ રાજ ઢાલ-૧૯ પાંડુચુત વન પે રાંમ ઘણિ હુઓ વીયુગ / મુજ મંગાયુ ભીખ, ભોજ ભોગવઈ ભોગ // ૯૩ // ઉપકરોક્ત કડીમાં કવિ કર્મનો સિદ્ધાંત ભોજ રાજા'ના દષ્ટાંત દ્વારા સમજાવે છે કે કર્મ રેખા બલયસી' અર્થાત્ કર્મ રેખા બળવાન છે. રાજા કે રંક સૌને કર્મ અનુસાર ફળ મળે છે જે નીચેની કથા દ્વારા સમજાય છે. માળવાના રાજા સિંહભટ મુંજને પોતાનો પુત્ર માનીને ઉછેરે છે. મુંજનું પરાક્રમ અને બુદ્ધિવૈભવ જોઈને રાજગાદી પણ મરતાં સમયે તેને સોંપે છે અને પોતાના પુત્ર સિંહલની જવાબદારી પણ સોંપે છે. મુંજને પોતાના જન્મની ખરી વાત ખબર પડતાં, તેણે માન્યું કે સિંહલ મારો ભાઈ નથી, આથી તેણે તેને પૂરો રંજાડવા માંડ્યો. સિંહલને માલીસ કરાવવાના બહાના તળે તેના અંગો ઉતારી નંખાવ્યાં અને તેની આંખો ફોડી નંખાવી જેલમાં પૂર્યો. આ સિંહલને ભોજ નામનો પુત્ર થયો. તે કલાકુશળ અને ખૂબ તેજસ્વી નીવડ્યો. તેની કુંડલીના ગ્રહો જોતાં વિદ્વાન જ્યોતિષ બોલ્યા કે, “આ છોકરો પંચાવન વર્ષ સાત માસ અને ત્રણ દિવસ ગૌડ અને દક્ષિણ પથના રાજા થશે.” આ વાત મુંજે જાણી. એટલે તેણે ભોજને ચંડાળોને સોંપ્યો અને મારી નાંખવાનો હુકમ આપ્યો. ત્યારે ભોજે ચાંડાલોને કહ્યું, “મને મારવો હોય તો ભલે મારો, પણ મારો સંદેશો મારા કાકાને પહોંચડજે.” સંદશામાં લખ્યું હતું કે, રામ, યુધિષ્ઠિર જેવા મહારાજવીઓ આ પૃથ્વી છોડીને ચાલ્યા ગયા. કોઈની સાથે પૃથ્વી આવી નહિ, પણ રાજ! મને લાગે છે કે તમારાં સુકૃત્યોને સંભારીને પૃથ્વી તમારી સાથે જરૂર આવશે. મારાઓને પણ દયા આવી. તેથી તેને છોડી મૂક્યો અને સંદેશ કાગળ મુંજને આપ્યો. મુંજને પણ પછી પશ્ચાતાપ થયો અને સાચી બિનાની જાણ થતાં શ્રી ભોજને બોલાવી લાવ્યા અને યુવરાજ પદે સ્થાપ્યો. આમ જેનું મૃત્યુ નિશ્ચિત થયું હતું છતાં કર્મના બળવાન સિદ્ધાંતે ભોજને રાજા બનાવ્યો. : સંદર્ભસૂચિ : શ્રી જૈન કથારત્ન મંજૂષા - લેખક – પંડિત મફતલાલ ઝવેરચંદ્ર ગાંધી .. ...........................પૃ. ૪૪૭ Page #417 -------------------------------------------------------------------------- ________________ મુંજ રાજા ઢાલ-૧૯ પાંડુચુત વન પેખે, રાંમ ધણિ હુઓ વીયુગ / મુજ મંગાયુ ભીખ, ભોજ ભોગવઈ ભોગ // ૯૩ // ઉપરોક્ત કડીમાં કર્મનો સિદ્ધાંત દર્શાવવા કવિ ઋષભદાસ ‘મુંજ રાજા'નું દષ્ટાંત આપી સમજાવે છે કે રાજા હોય કે રંક કર્મ કોઈને છોડતાં નથી જે નીચેની કથા દ્વારા ફલિત થાય છે. મુંજ રાજા માળવાનો રાજા હતો. સરસ્વતીનો પરમ સેવક હોઈ વિન્શિરોમણિ મનાતો હતો. તે એવો વીર હતો કે કર્ણાટકના રાજા તૈલપને તેણે સોળ વાર હરાવ્યો હતો. તે એવો સ્વરૂપવાન હતો કે તેને લોકો પૃથ્વીવલ્લભ' કહેતા. તે ગીત-વાદ્યાદિ કળાઓમાં નિપુણ હતો. આવા ગુણો, આવો અધિકાર અને આવી વિદ્વતા છતાં તે વિલાસ પ્રિય અને વિષયી હતો. મુંજે તૈલપને સોળ વાર હરાવ્યા છતાં અભિમાનને ઘોડે ચડેલા મુંજને તૈલપે સત્તરમી વારના યુદ્ધમાં હરાવ્યો અને કેદ પકડ્યો. તૈલપે તેને એક એકાંત મકાનમાં કેદમાં રાખ્યો. ‘પ્રબંધ ચિંતામણિમાં જણાવ્યા પ્રમાણે તૈલપની વિધવા બહેન મૃણાલવતી મુંજની તપાસ કરવા માટે તેના કેદખાનામાં અવાર-નવાર આવતી. એવામાં બેઉ વચ્ચે પ્રેમ જાગ્યો અને કેદખાનામાં રહ્યો રહ્યો પણ મુંજ વિષય ભોગવવા લાગ્યો. આ બાજુ માળવાના મંત્રી રૂદ્રદામે ગામ બહારથી મુંજના કેદખાના સુધી સુરંગ ખોદી અને મુંજને તે દ્વારા નાસી જવાની સગવડ કરી આપી. પરંતુ કામદેવ પરવશ થયેલા એવા મુંજે મૃણાલવતીને સાથે લેવા માટે આ વાત તેને કહી. અને મૃણાલવતીએ દગો કરી પોતાના ભાઈને મુંજના સંકેતની વાત કહી દીધી. તેથી નાસી જતો મુંજ - પકડાયો. તેને બંદી બનાવી આખા ગામમાં ફેરવવામાં આવ્યો. તે ભીખ માંગતો ઘેર ઘેર રખડ્યો અને શૂળીએ ચડ્યો. આમ મુંજ જેવા રાજાને પણ કરેલાં કર્મ થકી ભીખ માંગવી પડી. : સંદર્ભસૂચિ : ૧. કર્તવ્ય કૌમુદી ભાગ-૧ - શતાવધાની પંડિત મુનિરાજ શ્રી રત્નચંદ્રજી ....... પૃ. ૪૨ ઋષભદેવ ઢાલ-૨૦ કરમિ કો નવી મુકીઓ, પેખો ઋષભ જિગંદો રે, વરસ દીવસ અને નવી કહ્યું, તે પઇઇલો અ મૂણંદો રે //૯૫ // ઉપરોક્ત કડીમાં કર્મ કોઈને મૂકતાં નથી, રાજા હોય કે રંક. બાંધેલા કર્મનું ફળ ભોગવવું જ પડે છે. કવિએ “ભગવંત ઋષભદેવના દષ્ટાંત કથાનકના આધારે આ ભાવ આલેખ્યો છે, જે નીચેની કથામાં સમજાય છે. દીક્ષા લીધા પછી ઋષભદેવ ભગવાનને એક વર્ષ સુધી સૂઝતો આહાર વહોરાવનાર કોઈ મળ્યું નહિ એટલે પ્રભુ ઋષભદેવ સ્વામી નિરાહારપણે આર્ય તેમ જ અનાર્ય દેશોમાં સમતાપૂર્વક વિચરતા રહ્યા. એક વખત વિહાર કરતાં પ્રભુ હસ્તિનાપુર નગરમાં પધાર્યા. એ નગરમાં બાહુબલીના પુત્ર સોમપ્રભ રાજા રાજ્ય કરતા હતા. રાજાના પુત્રનું નામ શ્રેયાંસકુમાર હતું. પ્રભુ હસ્તિનાપુર નગરમાં Page #418 -------------------------------------------------------------------------- ________________ : બન્યા અભિગ્રહપૂર્વક ભિક્ષા ગ્રહણ કરવા નીકળ્યા. લોકો પ્રભુને જોઈ દોડી દોડી દર્શન કરવા આવ્યા. હાથી, ઘોડા, રત્નોની ભેટ ધરે છે પરંતુ પ્રભુ કંઈ ગ્રહણ કરતા નથી. એમ કરતાં પ્રભુ શ્રેયાંસકુમારના મહેલની નજીક આવ્યા. પ્રભુને આવતા નિહાળી શ્રેયાંસકુમાર વંદન કરે છે અને તેમને જાતિસ્મરણ જ્ઞાન થાય છે કે પ્રભુને નિર્દોષ અને પ્રાસુક આહાર જ કલ્પ. ત્યારે શ્રેયાંસકુમારે ઋષભદેવને નિર્દોષ તેમ જ કલ્પનીય શેરડીનો રસ ગ્રહણ કરવા વિનંતી કરી. આ રીતે અભિગ્રહયુક્ત ભગવંતનો અભિગ્રહ પૂર્ણ થાય છે. દીક્ષા ગ્રહણ કર્યાના ૪૦૦ દિવસ પછી પ્રથમ જ વખત પ્રભુને સૂઝતો આહાર મળ્યો. આમ પ્રભુના સૌપ્રથમ આહારદાતા શ્રેયાંસકુમાર બન્યા. લોકોને એ વાતનો અફસોસ થવા લાગ્યો કે તેમના અજ્ઞાન ભાવોને કારણે જ ભગવાનને ૪૦૦ દિવસ ભૂખ્યા-તરસ્યા રહેવું પડ્યું. આ જાણી મૌનભાવ ધારણ કરેલા પ્રભુ જવાબ આપે છે, “હે દેવાનું પ્રિયો! તેમાં તમારો દોષ નથી. મારે મારા પૂર્વ કર્મોના ઉદયના કારણે જ આ પીડા ભોગવવી પડી.” અને ભગવાન પોતાના પૂર્વકૃત કર્મની વાત જણાવે છે કે, “સંસારી અવસ્થામાં હું યુગલિકોને અસિ, મસિ, કૃષિ વગેરે વિદ્યા શીખવતો હતો. એક વખત કેટલાક યુગલિકોએ ફરિયાદ કરી કે બળદો ખેતરમાં રહેલા પાકને ખાઈ જઈ નુકસાન પહોંચાડે છે, ત્યારે મેં બળદોના મોઢા ઉપર એક જાળીવાળું કપડું બાંધવા જણાવ્યું. યુગલિકોએ મારા આદેશ પ્રમાણે કપડું બાંધ્યું. ખેતીકામ તો પૂરું થઈ ગયું, પણ બળદના મોઢા ઉપર રહેલું તે કપડું યુગલિકોએ છોડ્યું નહિ. આમ બાર ઘડી સુધી બળદોએ ભૂખ્યા-તરસ્યા રહેવું પડ્યું. તેમને બાર ઘડી સુધી મારા નિમિત્તે આહાર પાણીના પ્રાપ્તિમાં અંતરાય પડ્યો. તે કર્મના ફળસ્વરૂપે મને બાર મહિના માટે અહાર પાણીનો અંતરાય થયો.” આમ ષભ ભગવાનને પણ પૂર્વે કરેલાં કર્મોનું ફળ ભોગવવું પડ્યું. : સંદર્ભસૂચિ : જૈન પ્રકાશ – પ્રકાશક – શ્રી પ્રાણલાલ રામજીભાઈ શેઠ... મલ્લિનાથ ઢાલ-૨૦ કરમિં યુગલ તે નારકી, મલ્લી હુઓ સ્ત્રી વેદો રે / શ્રેણીક નર્ચે સધાવીઓ, કલાવતી કર છેદો રે // ૯૬ // પૂર્વે બાંધેલા કર્મ થકી ઓગણીસમા તીર્થંકર મલ્લિનાથને પણ સ્ત્રીયોનિમાં કેવળજ્ઞાન તથા મોક્ષની પ્રાપ્તિ થઈ. આ વાત શ્રી ‘જ્ઞાતાધર્મ કથા સૂત્ર'-૮ ના આધારે ઉપરોક્ત કડીમાં કવિએ આલેખી છે જે નીચેની કથા દ્વારા સમજાય છે. પૂર્વભવમાં મલ્લિકુમારીનો જીવ વીતશોકા નગરીમાં મહાબલ નામના રાજાના રૂપે થયો હતો. ધર્મઘોષ મુનિના ઉપદેશથી પ્રભાવિત થઈને તેમણે પોતાના છ મિત્રો સાથે દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા ગ્રહણ કર્યા બાદ સાતે મિત્રો તપ સંયમથી આત્માને ભાવિત કરતાં કરતાં વિચરવા લાગ્યા. એકવાર બધાએ મળીને એવો સંકલ્પ કર્યો કે આપણે બધા એક જ પ્રકારની તપસ્યા કરીશું. જેથી બધાનો સાથ આગળના જીવનમાં પણ રહે અને બધાએ નિયમ પ્રમાણે તપસ્યાનો આરંભ Page #419 -------------------------------------------------------------------------- ________________ ર્યો, પણ મહાબલ મુનિએ બધાથી જ્યેષ્ઠ બનવાની લાલચમાં અધિક તપ કર્યું. તેથી જ્યારે બીજા સાધુઓ પારણા કરતા હતા ત્યારે તે પોતાની તપસ્યા આગળ વધારતા જતા હતા અને તે દિવસે તે પારણા કરતા નહિ. આ પ્રકારે છળ (કપટ) પૂર્વક તપ કરવાથી તેમણે સ્ત્રીવેદનો બંધ બાંધ્યો. તેમ જ વીસ સ્થાનોની આરાધના કરી તીર્થંકર નામ ગોત્રનું પણ ઉપાર્જન કર્યું. આમ ઘોર તપસ્યા તથા વર્ષો સુધી સંયમનું પાલન કરતાં કરતાં સાતે મુનિઓએ અનશનપૂર્વક સમાધિમરણ લીધું. આ મહાબલનો જીવ અનુત્તર વિમાનમાંથી ચ્યવીને મિથિલાના મહારાજા કુંભની મહારાણી પ્રભાવતીની કુક્ષિમાં અવતરિત થયા. માતા પ્રભાવતીએ શુભ યોગમાં પુત્રીને જન્મ આપ્યો, જેનું નામ મલ્લી રાખવામાં આવ્યું. સમય આવતાં મલ્લિ ભગવંત દીક્ષા અંગીકાર કરે છે તેમ જ છ મિત્રોને પણ પ્રતિબોધિત કરે છે. આમ પૂર્વે કરેલાં કર્મ થકી મલ્લિનાથ ભગવંતને પણ સ્ત્રીવેદે અવતરવું પડ્યું. : સંદર્ભસૂચિ : જૈનધર્મની મુખ્ય સાધ્વીઓ અને મહિલાઓ - અનુવાદક - ડૉ. કલા શાહ......... ...........૩૨ શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર અધ્યયન-૮ – પ્રકાશક – શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન ..... ૧૯૦ મહારાજા શ્રેણિક ઢાલ-૨૦ કરમિં યુગલ તે નારકી, મલ્લી હુઓ સ્ત્રી વેદો રે / શ્રેણીક નર્મ્સ સધાવીઓ, કલાવતી કર છેટો રે // ૯૬ // કર્મ કોઈને મૂકતાં નથી. પછી ભલે તે રંક હોય કે રાજા. જૈનધર્મને પામવા છતાં પણ કરેલાં કર્મ ભોગવવાં જ પડે. આ વાત ઉપરોક્ત કડીમાં કવિએ “મહારાજા શ્રેણિક'ના દષ્ટાંતના આધારે સમજાવી છે જે નીચેની કથા દ્વારા સમજાય છે. મગધ દેશમાં રાજા શ્રેણિક રાજ્ય કરતા હતા. તેમને શિકાર કરવાનો ખૂબ શોખ હતો. શિકાર કરવામાં તેમને મઝા આવતી. એક દિવસ શ્રેણિક રાજા જંગલમાં શિકાર કરવા ગયા. તેમણે દૂરથી એક હરણીને જોઈ. તેમણે પોતાનો ઘોડો તે તરફ દોડાવ્યો. ધનુષ્ય પર બાણ ચડાવી બરાબર નિશાન તાકી શ્રેણિક રાજાએ તીર છોડ્યું. તીર હરણીના પેટમાં ખૂપી ગયું, તેનું પેટ ફાટી ગયું. પેટમાંથી મરેલું બચ્ચું બહાર પડી ગયું, હરણી પણ મરી ગઈ. શ્રેણિક રાજા ઘોડા ઉપરથી ઊતરીને મરેલી હરણી પાસે આવ્યા. દશ્ય જોઈને એ ખૂબ જ ખુશ થયા. ગર્વથી બોલ્યા, “મારા એક જ તીરથી બબ્બે પશુ મરી ગયા! હરણી અને તેનું બચ્ચું પણ! શિકાર આને કહેવાય.” શ્રેણિક રાજાનો આનંદ સમાતો નથી. હર્ષથી તે ઝૂમી ઊઠ્યાં. આથી શ્રેણિક રાજાનું પહેલી નરક ગતિનું કર્મ બંધાઈ ગયું. ત્યાર પછી શ્રેણિક કાળક્રમે અને ધીમે ધીમે જ્ઞાન પ્રાપ્ત થતાં ભગવાન મહાવીરના પરમ ઉપાસક બન્યા. એક વાર ભગવાનને પોતાની ગતિ વિષે પૂછે છે ત્યારે સર્વજ્ઞ ભગવાને કહ્યું કે, “શ્રેણિક! મરીને તે પહેલી નરકે જઈશ.” શ્રેણિક ગભરાયા. તે બોલ્યા, “પ્રભુ! હું આપનો પરમ ભક્ત અને હું નરકે જઈશ?' ભગવાને કહ્યું કે, “શ્રેણિક! તે શિકાર કરીને ખૂબ હર્ષ કર્યો હતો. Page #420 -------------------------------------------------------------------------- ________________ આથી તારું નરક ગતિનું આયુષ્ય બંધાઈ ગયું છે. તારું એ પાપકર્મ નિકાચિત હતું. એ કર્મ ભોગવવું જ પડે. અમે પણ તે અન્યથા કરવાને સમર્થ નથી.” આથી શ્રેણિક રાજા મરીને પહેલી નરકે ગયા. આમ કર્મ કોઈને છોડતાં નથી. પૂર્વે કરેલાં કર્મો ભોગવવાં જ પડે છે. : સંદર્ભસૂચિ : ૧. જૈનશાસનના ચમકતા હીરા – પ્રકાશક - હરજીવનદાસ વાડીલાલ શાહ.... ................ પૃ. ૩૧૩ ચંડકૌશિક સર્ષ ઢાલ-૨૦ મુનીવર માસખમણ ધણી, કરમિં દુઓ ભુજંગો રે / કરમવસિં વલી દીઆ, અછકારી અંગો રે // ૯૭ // ઉપરોક્ત કડીમાં કર્મની ગતિ ન્યારી છે. કર્મને કારણે તપસ્વી મુનિવરનો પણ તિર્યંચ ગતિમાં જન્મ થયો. આ વાત કવિએ “ચંડકૌશિક સર્પના દષ્ટાંતના આધારે આલેખી છે જે નીચેની કથા દ્વારા સમજાય છે. એક વૃદ્ધ તપસ્વી ધર્મઘોષ મુનિ તેમના બાળશિષ્ય-દમદંત મુનિ ચેલા સાથે માસખમણના ઉપવાસના પારણાને માટે ગોચરીએ નીકળ્યા. તેમના પગ નીચે એક નાની દેડકી કચરાઈને મરી ગઈ. તેની આલોચના કરવા સાથેના બાળમુનિએ વૃદ્ધ સાધુને કહ્યું પણ વૃદ્ધ સાધુએ તે સાંભળ્યું ન સાંભળ્યું કર્યું. બાળમુનિએ પાછું સંધ્યાના પ્રતિક્રમણ બાદ યાદ કરાવ્યું કે દેડકીની આલોચના કરી? આવી રીતે ફરી ફરી યાદ કરાવવાથી બાળમુનિ ઉપર તેમને ઘણો ક્રોધ થયો અને ઊભો રહે એમ કહીને તેને મારવા દોડ્યા. ક્રોધાંત થઈને દોડતા અંધારામાં એક થાંભલા સાથે ભટકાયા અને સજ્જડ માર લાગવાથી મૃત્યુ પામ્યા. બીજા ભવમાં તે એક તાપસોના ઉપરી અને મોટા વનખંડના સ્વામી થયા. બીજા તાપસોને તેઓ આ વનખંડમાંથી ફળ કે ફૂલ તોડવા ન દેતા. કોઈ ફળ-ફૂલ લે તો તેને મારવા જતા. એક દિવસ હાથમાં કુહાડો લઈને એવા એક ફળ તોડી નાસતા રાજપુત્રની પાછળ દોડ્યા. પણ કર્મ સંજોગે ખાડામાં પડ્યા અને હાથમાંનો કુહાડો માથામાં જોરથી વાગવાથી તત્કાળ મૃત્યુ પામ્યા. ત્યાંથી મરીને તે ચંડકૌશિક નામના દષ્ટિવિષ સર્પ થયો. આમ ઘણા તપના ધણી હોવાં છતાં પણ પૂર્વ કર્મને લીધે નીચ ગતિમાં જન્મ થયો. શ્વેતાંબી નગરી તરફ જતા રસ્તામાં આ સર્પ રહેતો હતો. તેના હૂંફાડા માત્રથી પ્રાણીઓ વગેરે મરી જતાં એટલે આ રસ્તો જવા આવવા માટે લોકો વાપરતા ન હતા. પરંતુ ભગવાન મહાવીર એકવાર આ રસ્તે ચંડકૌશિકના ભાવો જાણી તેને પ્રતિબોધવા માટે નીકળ્યાં, ત્યારે ભગવાન મહાવીરના વચનો સાંભળીને સર્પને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું અને સમભાવ પ્રાપ્ત કરી દેવલોકમાં દેવગતિને પામ્યા. : સંદર્ભસૂચિ : જૈનશાસનના ચમકતા હીરા – પ્રકાશક - વરજીવનદાસ વાડીલાલ શાહ... •.. પૃ. ૨૮ શ્રી ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર ભાગ-૪ - અનુવાદક – કુંવરજીભાઈ આંણદજીભાઈ..................... પૃ. ૩૧-૩૨ Page #421 -------------------------------------------------------------------------- ________________ ચંદનબાલા ઢાલ-૨૦ મૃગાવતી ગુર્ડ પંખીઓ, હરી ગયો આકાણ્યું રે / ચંદનબાલ સાંથિ ધરી, કરમિં પરારિ દાસ્ય રે // ૯૮ // પૂર્વે કરેલાં કર્મો ભોગવવાં જ પડે છે. કર્મની તાકાત અગમ્ય છે. “શ્રી ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર'માં વર્ણવેલ ચંદનબાલાના દષ્ટાંત કથાનકને આધારે ઉપરોક્ત કડીમાં કવિએ આ ભાવનું નિરૂપણ કર્યું છે જે નીચેની કથા દ્વારા જાણી શકાય છે. ચંપાપુરીમાં દધિવાહન નામનો રાજા હતો. તેની રાણીનું નામ ધારિણી હતું. તેને વસુમતી નામની પુત્રી હતી. એક દિવસ કૌશામ્બીના રાજા શતાનિકે તેના ઉપર ચઢાઈ કરી. તેથી દધિવાહન રાજા ભય પામી નાસી ગયા. સૈનિકોએ તેના નગરને લૂંટ્યું તેમાં એક સુભટ દધિવાહન રાજાની રાણી ધારિણીને તથા પુત્રી વસુમતીને ઉપાડીને ચાલતો થયો. સુભટે ધારિણીને પોતાની સ્ત્રી થવા કહ્યું પણ ધારિણીએ સુભટને ધૂતકારીને કહ્યું, “અરે અધમ અને પાપીન્ટ! તું આ શું બોલે છે? હું પરસ્ત્રી છું, અને પરસ્ત્રી લંપટ તો મરીને નર્ક જાય છે.” પણ સુભટ ધર્મવચનોને ન ગણકારતાં ધારિણીનું શિયળ ખંડન કરવા તૈયાર થયો એટલે શીલના રક્ષણાર્થે ધારિણીએ રસ્તામાં પ્રાણ ત્યાગ કર્યો. માતાનો વિયોગ થવાથી વસુમતી કરુણ રુદન તેમ જ વિલાપ કરવા લાગી. વસુમતીનાં રુદન વચન સાંભળી સુભટે કહ્યું, “હે મૃગાક્ષી, મેં તને કોઈ કુવચન કહ્યાં નથી, હું તને પરણવાનો છું એમ પણ તું લેશ માત્ર ધારીશ નહીં.” એમ વસુમતીને સમજાવી પોતાના ઘરે લઈ આવ્યો. પણ ઘરે તેની સ્ત્રીએ તેને સખ્ત શબ્દોમાં સંભળાવી દીધું કે, આ પારકી સ્ત્રીને તમે ઘરે લાવ્યા છો તે હું સહન નહીં કરું. તેને ઘર બહાર કાઢી મૂકો. ઘરેથી આવાં વચનો સાંભળી સુભટ વસુમતીને લઈ બજારમાં વેચવા નીકળ્યો. બજારમાં વસુમતીનું રૂપ જોઈને તેને ખરીદવા ઘણા તૈયાર થયા પરન્તુ ધનાવહ શ્રેષ્ઠીએ મોં માગ્યું ધન આપી વેચાતી લીધી અને તેનું નામ ચંદનબાલા પાડ્યું અને પોતાને ઘેર લઈ ગયા. પરંતુ મૂળા શેઠાણી વસુમતીને શંકાની નજરે જોવા લાગ્યા. ધનાવહ શેઠ એક વાર બહારગામ ગયા હતા. તે વખતે મૂળાશેઠાણીએ એક નાવિને બોલાવી ચંદનાનું મસ્તક મુંડાવી નાંખ્યું, પછી તેના પગમાં બેડી નાંખી, એક અંધારા ઓરડામાં પૂરી દીધી. આમ ત્રણ દિવસ સુધી ચંદના બંધ ઓરડામાં રહી. જ્યારે શેઠને ખબર પડી ત્યારે તેમણે ચંદનાને મુક્ત કરી. ત્યારે ચંદના વિચારવા લાગી કે, અહો! મારો રાજકુળમાં જન્મ અને ક્યાં આ સ્થિતિ? આ નાટક જેવાં સંસારમાં ક્ષણમાત્રમાં શું નું શું થઈ જાય છે, એ બધું મેં જાતે અનુભવ્યું છે. અહો! હવે હું શું તેનો પ્રતિકાર કરું? આજે અઠ્ઠમને પારણે આ અડદના બાકુળા મળ્યા છે, પણ જો કોઈ અતિથિ આવે તો તેને આપીને હું જમું, અન્યથા જમીશ નહિ. આવો વિચાર કરીને તે દ્વાર ઉપર ઊભી રહે છે ત્યારે વીર પ્રભુ ભિક્ષા માટે ફરતાં ફરતાં ત્યાં આવી ચડ્યા. ચંદનાને જોઈને તેમને પોતાનો અભિગ્રહ પૂર્ણ થયેલો જાણી, પ્રભુએ ભિક્ષા લીધી. સંસારની વિચિત્રતા જોઈ ચંદનાએ પ્રભુ પાસે દીક્ષા લીધી. અંતે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષગામી બન્યા. Page #422 -------------------------------------------------------------------------- ________________ : સંદર્ભસૂચિ : શ્રી ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર ભાગ-૪ - અનુવાદક – કુંવરજીભાઈ આંણદજીભાઈ............. પૃ. ૭૨-૭૩ સુબૂમ ચક્રવર્તી ઢાલ-૨૦ ચક્રી સ્ભમ તે સંચર્યું, સતમ નરકમાં જાયો રે / બ્રહ્મદત નયણ તે નીગમ્યા, કરમિં અંધ સુ થાયો રે // ૯૯ // - ઉપરોક્ત કડીમાં ચક્રવર્તીપણું પ્રાપ્ત કર્યા છતાં કરેલ અઘોર પાપ થકી સુભૂમ ચક્રવર્તી મરણ પામીને સાતમી નરકે જાય છે. કર્મ કોઈને મૂકતાં નથી તે વાત કવિએ “શ્રી ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર'માં આપેલ સુભૂમ ચક્રવર્તી દષ્ટાંતના આધારે કહી છે. જે નીચેની કથા દ્વારા સમજાય છે. હસ્તિનાપુરમાં અનંતવીર્ય નામે મહાપરાક્રમી રાજા હતો. તેવી જ રીતે ભરતક્ષેત્રમાં આવેલા વસંતપુર નગરમાં અગ્નિક નામે એક છોકરો હતો. તે એક વખતે પોતાના સ્થાનથી દેશાંતરે ચાલ્યો ગયો. ભમતો ભમતો તાપસીના આશ્રમે આવી ચડ્યો. ત્યાંના કુલપતિએ તેને પુત્ર કરીને રાખ્યો. તે લોકમાં જમદગ્નિના નામથી પ્રખ્યાત થયો. એકવાર દેવોના વચનથી જમદગ્નિએ પરણવાનો નિર્ણય કર્યો, અને જિતશત્રુ રાજાની રેણુકા નામની પુત્રી સાથે વિવાહ કર્યા. રેણુકા યૌવન વયમાં આવતાં જમદગ્નિએ પોતાની પત્ની માટે તેમ જ સાળી માટે બે ચરુ સાધ્યા. રેણુકાને રામ અને તેની બેનને કૃતવીર્ય નામે પુત્ર થયો. રામે એક વિદ્યાધરની સેવા કરી પરશુવિદ્યા પ્રાપ્ત કરી પરશુરામ નામ મેળવ્યું. એકવાર રેણુકા પોતાની બેનને મળવા હસ્તિનાપુર ગઈ. ત્યાં અનંતવીર્ય રાજા સાથે લુબ્ધ થતાં રેણુકાને પુત્ર ઉત્પન્ન થયો. સમય જતાં રેણુકા અને તેના પુત્રને તેડીને જમદગ્નિ પોતાના ઘેર આવ્યા, ત્યારે પરશુરામને ક્રોધ ચડ્યો અને રેણુકા અને તેના પુત્રનો વિનાશ કર્યો. આ વાત સાંભળીને અનંતવીર્ય ત્યાં આવ્યા અને આશ્રમને ખેદાન મેદાન કરી નાખ્યો. પરશુરામને ખબર પડતાં ત્યાં આવીને તેણે અનંતવીર્યનો વિનાશ કર્યો. અનંતવીર્યનું મરણ થતાં કૃતવીર્ય ગાદીએ આવ્યો. જ્યારે માતાના મુખથી પિતાના મૃત્યુની વાત સાંભળી ત્યારે તેણે જમદગ્નિઋષિને મારી નાખ્યો. પિતાના વધથી ક્રોધે ભરાયેલા પરશુરામે કૃતવીર્યને માર્યો અને પોતે ગાદી ઉપર બેઠો. ત્યારે કૃતવીર્યની પત્ની તારા ગર્ભિણી હતી, તે નાસીને તાપસીના આશ્રમમાં આવી. ત્યાં રાણીએ પુત્રને જન્મ આપ્યો. તેણે ભૂમિગ્રહમાં જન્મ લીધો, તેથી તેનું નામ સુબૂમ પાડ્યું. સુભૂમે મોટા થઈને પરશુરામને મારીને પોતાનું રાજ્ય પાછું લીધું. પછી સુભૂમ ચક્રીએ પૃથ્વીને એકવીસ વાર નિબ્રહ્મણી કરી. આમ અનેક હિંસા કરી હોવાથી સુભૂમ ચક્રવર્તીને અંતે સાતમી નરકે જવું પડ્યું. : સંદર્ભસૂચિ : શ્રી ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર-૨ - અનુવાદક - કુંવરજીભાઈ આંણદજીભાઈ .. •. પૃ. ૨૮૮ Page #423 -------------------------------------------------------------------------- ________________ દ્રૌપદી ઢાલ-૨૦ વિકમ તવ દૂબ પાંમીઓ, હંસિ ગલુ જવહારો રે / કર્મ વસિં વલિ દ્રુપદી, પેખો પચ ભરતારો રે // રOO // પૂર્વભવમાં કરેલાં કર્મ ભોગવવાં જ પડે છે. આ વાત “શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર'-૧૬માં દ્રૌપદીના દષ્ટાંત કથાનકમાં વર્ણવેલ છે. ઉપરોક્ત કડીમાં કવિએ આ જ ભાવનું નિરૂપણ કર્યું છે જે નીચેની કથામાં સમજાય છે. ચંપાનગરીમાં સોમદેવ નામનો બ્રાહ્મણ હતો. તેને નાગશ્રી નામની સુંદર સ્ત્રી હતી. એકદા તેણે મુનિને કડવા (ઝેરી) તુંબડાંનું શાક વહોરાવ્યું. ફેંકી દેવામાં જીવહિંસા જોઈને મુનિએ કડવા તુંબડાંનું શાક ખાઈ લીધું. ઉત્તમ ભાવમાં લીન થઈ મૃત્યુ પામ્યા અને સર્વાર્થ સિદ્ધ વિમાને દેવ થયા, જ્યારે નાગશ્રી મૃત્યુ પામી છઠ્ઠી નરકે ગઈ. આમ મુનિ હત્યાથી નરકાદિનું ભવભ્રમણ થયું. અંતે નાગશ્રીનો જીવ ચંપાનગરીમાં સાગરદત્ત શ્રેષ્ઠીની સુભદ્રા નામે પત્નીની કુક્ષીએ પુત્રી તરીકે જન્મી. માતા પિતાએ તેનું નામ સુકુમારિકા પાડ્યું. યુવાન થતાં લગ્ન કર્યા પરંતુ અંગાર જેવું શરીર લાગવાથી પતિ છોડીને જતો રહ્યો. બીજી વાર લગ્ન કર્યા ત્યારે પણ આમ જ થવાથી સુકુમારિકા બહુ રુદન કરવા લાગી પરન્તુ પિતાનાં હિતવચનો સાંભળી પૂર્વ કરેલા કર્મનું ફળ સમજી સંતોષપૂર્વક રહેવા લાગી. એક વાર કોઈ સાધ્વી પાસે તેણીએ દીક્ષા ગ્રહણ કરી અને દુષ્કર તપ આદર્યા. થોડા વર્ષોબાદ તેમણે એકાંત વનમાં જઈ છઠ્ઠ, અઠ્ઠમનો તપ કરતાં સૂર્ય સામે જ પ્રગટ દષ્ટિ રાખી આતાપના કરવાની ઈચ્છા થતાં ગુરણીની રજા લઈ, ઉદ્યાનમાં જઈ તેમણે આતાપના શરૂ કરી. અકસ્માતે ત્યાં તેમણે પાંચ યારોથી સેવાતી વેશ્યાને જોઈને એવું નિયાણું બાંધ્યું કે, “જે મેં આદરેલા તપનું કંઈ પણ ફળ હોય તો મને પણ આની જેમ પાંચ ભરથાર મળજો. ત્યાર બાદ આઠ માસ પર્વત સંલેખના કરી સૌધર્મ દેવલોકમાં દેવી થઈ. ત્યાંથી ચ્યવી તે પાંચાલ દેશમાં કપિલપુર નામના નગરમાં દ્વપદ નામે રાજાને ત્યાં પુત્રી તરીકે અવતરી, તેનું નામ દ્રૌપદી પાડ્યું. વખત જતાં દ્રૌપદી યૌવન વયે પહોંચી. દ્રુપદ રાજાએ જાહેર કર્યું કે, જે કોઈ રાધાવેધ સાધશે તેને મારી પુત્રી પરણશે. આ કામ કરવા ઘણા રાજા તથા રાજકુમારોએ મહેનત કરી, પણ કોઈ કરી શક્યું નહિ. ત્યારે અર્જુને ઊભા થઈ આસાનીથી એ પૂતળી વીંધી અને રાધાવેધ સાધ્યો. આથી દ્રૌપદીએ તેના કંઠમાં વરમાળા આરોપી. તે વરમાળા અર્જુનના બીજા ચારે ભાઈઓના કંઠમાં પણ પડી! આમ પૂર્વે કરેલાં કર્મ થકી આ ભવમાં પાંચ ભરથાર દ્રૌપદીને મળ્યા. : સંદર્ભસૂચિ : જૈન શાસનનાં ચમકતા હીરા – પ્રકાશક – વરજીવનદાસ વાડીલાલ શાહ પૃ. ૨૮૨ શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર - અધ્યયન-૧૬મું – પ્રકાશક – શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન....................... પૃ. ૩૫૦ ...••• Page #424 -------------------------------------------------------------------------- ________________ કુબેરદત્તા ઢાલ-૨૦ કબીરદર્તિ રે ભગનિ વરી, કીધો માય સૂ ભોગો રે / કર્મ વસિં વલી જો હવો, દશરથ રામ વીયોગો રે // ૧ // કર્મની ગતિ અગમ્ય છે! વિચિત્ર છે! કુબેરદત્ત અને કુબેરદત્તાના એક જ જન્મમાં અઢાર સગપણો થયા હતા જેનું વર્ણન વૈરાગ્ય શતક'માં આપેલ કુબેરદત્તા દષ્ટાંત કથાનકમાં જોવા મળે છે. ઉપરોક્ત કડીમાં કવિએ આ જ ભાવને દર્શાવ્યો છે જે નીચેની કથા દ્વારા સમજાય છે. મથુરા નગરીમાં કુબેરસના કરીને એક સુંદર યુવાન ગણિકા રહેતી હતી. તેને એક સમયે બે બાળક/જોડલું અવતર્યું. એક પુત્ર અને એક પુત્રી. બન્ને બાળકોને એક કપડામાં વીંટી, તેમના નામની (કુબેરદત્તા, કુબેરદત્ત) વીંટી પહેરાવી પેટીમાં પૂરી, પેટી યમુના નદીમાં વહેતી મૂકી દીધી. પેટી તણાતી તણાતી શૌરપુરી નગરીના કાંઠે આવી. બે શેઠિયા નદી પર નહાતા હતા, તેમની નજરે પેટી પડવાથી તેને નદી બહાર કાઢી અને ઉઘાડીને જોયું તો અંદર જીવતાં બાળક દેખાયા, તેથી એકે પુત્ર લીધો અને બીજાએ પુત્રી લીધી. બન્ને વયસ્ક થયાં પણ એક બીજાને ઓળખતાં નથી, માબાપે લગ્ન લીધાં અને કર્મ સંજોગે ભાઈબહેન પતિ-પત્ની બન્યાં. એક વાર બન્ને સોગઠાબાજી રમતાં હતાં, ત્યાં કુબેરદત્તની વીંટી ઉછળીને કુબેરદત્તાના ખોળામાં પડી. કુબેરદત્તા વીંટી જોઈ વિચારમાં પડી. બન્નેની વીંટી એક જેવી જ છે. બરાબર ધારીને જોઈએ તો અમારાં બન્નેનાં રૂપ અને આકૃતિ બધું જ સરખું લાગે છે. શું અમે બન્ને ભાઈ-બહેન તો નહિ હોઈએ! બન્નેએ પોતાનાં માબાપને પૂછ્યું, ત્યારે ખુલાસો થયો. તેમણે કહ્યું, “તમે બન્ને એક પેટીમાંથી નીકળ્યાં હતાં.” કુબેરદત્તા સમજી ગઈ કે આ મારો સગો ભાઈ છે. ભાઈ સાથે લગ્ન કર્યાં એ ઠીક ન કર્યું. ખૂબ પશ્ચાત્તાપ થયો અને વૈરાગ્યે થયો. પરિણામે પાપો ધોવા માટે કુબેરદત્તા દીક્ષા લઈ સાધ્વી બની. કુબેરદત્ત પણ ઘર છોડી પરદેશ ગયો. ભાગ્યયોગે ફરતાં ફરતાં તે મથુરા નગરીમાં જ આવી ચઢ્યો અને કુબેરસેના વેશ્યાને ત્યાં રહ્યો. કુબેરસેના તેની સગી મા હતી, પરંતુ કુબેરદત્ત તે જાણતો ન હતો. અજાણતાં સગી મા સાથે પણ ભોગ ભોગવ્યા. સાચે જ કર્મની ગતિ ન્યારી છે. સગા માદીકરાએ ભોગવિલાસ કર્યો અને કુબેરસેનાએ એક બાળકને જન્મ આપ્યો. આ વાતની કુબેરદત્તા સાધ્વીને ખબર પડી ત્યારે તેમણે બન્નેને પ્રતિબોધ્યા. અંતમાં બન્નેએ દીક્ષા લીધી. : સંદર્ભસૂચિ : જૈનશાસનના ચમકતા હીરા – પ્રકાશક - હરજીવનદાસ વાડીલાલ શાહ........ ...... પૃ. ૯૩ વૈરાગ્ય શતક-૧ - ૫. મુનિ શ્રી વિનયચંદ્રજી મહારાજ.......... ....... પૃ. ૧૫૮ Page #425 -------------------------------------------------------------------------- ________________ નાગકેતુ ઢાલ-૨૩ નાગકેત જિમ પૂજા કરી, કેવલકમલા સ્ત્રી તેણઈ વરી / ભવ સમુદ્રથી જીવ ઊદ્ધરી, તે નર વસીઓ જિહાં સિદ્ધપુરી // ૪૫ // સાચી શ્રદ્ધાથી તપ-જપ કરવાથી કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. તે વાત ‘વૈરાગ્ય શતક'માં આપેલ નાગકેતુના દષ્ટાંત કથાનકમાં વર્ણવી છે. ઉપરોક્ત કડીમાં કવિએ પણ તે જ ભાવને દર્શાવ્યો છે જે નીચેની કથા દ્વારા સમજાય છે. પૂર્વભવમાં નાગકેતુ કોઈ વણિકના પુત્ર હતો. નાનપણમાં જ એમની માતા મરી ગઈ હતી. સાવકી માતા તેને ખૂબ જ દુ:ખ આપતી હતી. એકવાર તે ઘર છોડી ભાગી ગયો. ત્યારે તેના મિત્રે તેને સાંત્વન આપતા અઠ્ઠમ તપ કરવાનું કહ્યું. આવતા વર્ષે પર્યુષણ પર્વમાં અઠ્ઠમ તપ જરૂર કરીશ એવી ભાવના ભાવી ઘરે પાછો ફર્યો અને ઘરની બહાર ઘાસની ગંજી હતી તે પર સૂઈ ગયો. રાતે અપર માતાએ તેને ગંજી સાથે સળગાવી દીધો. મરતાં મરતાં પણ અઠ્ઠમ કરવો છે એવી ભાવના છેલ્લી ક્ષણે પણ રહી. ત્યાંથી મરીને શ્રીકાંત શેઠને ઘરે જમ્યો. તેનું નામ નાગકેતુ પાડ્યું. પર્યુષણ આવતાં હોવાથી ઘરમાં અઠ્ઠમ તપ કરવાની વાતો થઈ. આ સાંભળતાં નાગકેતુને જાતિસ્મરણ જ્ઞાન થયું અને એ જ્ઞાન બળે તેણે પણ અઠ્ઠમ તપ કર્યો. અશક્તિના કારણે તરત જન્મેલા બાળકને મૂર્છા આવી ગઈ. આથી લોકોએ મરી ગયેલો માની એને જંગલમાં દાટી દીધો. પોતાનો પુત્ર મરી ગયો એ આઘાતથી માતા-પિતા પણ મરણ પામ્યાં. જ્યારે અપુત્રનું ધન રાજા લેવા આવે છે ત્યારે ધરણેન્દ્રના રૂપમાં બ્રાહ્મણ તેમને અટકાવે છે અને કહે છે કે, “આનો પુત્ર તો જીવે છે?' બ્રાહ્મણ તે બાળકને ભૂમિમાંથી બહાર કાઢીને કહે છે કે, “આ બાળક રાજ્ય પર એક મોટો ઉપકાર કરશે.” એમ કહી ધરણેન્દ્ર જતા રહે છે. આમ નાગકેતુ મોટો થઈને એકવાર રાજ્યને વ્યંતરદેવના ઉપદ્રવથી બચાવે છે. (તપના બળે બચાવે છે.) ત્યાર બાદ એક દિવસ નાગકેતુ ભગવાનની પૂજા કરી રહ્યા હતા અને પુષ્પથી ભરેલી પૂજાની થાળી પોતાના હાથમાં હતી. તેમાંના એક ફૂલમાં રહેલો સર્પ તેમને કરડ્યો. સર્પ કરડવા છતાં પણ નાગકેતુ જરાપણ વ્યગ્ર ન થયા, પણ સર્પ કરડ્યો છે એ જાણીને ધ્યાનારૂઢ બન્યા. ધ્યાનારૂઢ પણ એવા બન્યાં કે ત્યાંને ત્યાં કેવળજ્ઞાન પામ્યા. કાળે કરી આયુષ્ય પૂર્ણ થતાં મોક્ષે ગયા. .: સંદર્ભસૂચિ : જૈનશાસનના ચમકતા હીરા – પ્રકાશક – વરજીવનદાસ વાડીલાલ શાહ.... ..... પૃ. ૨૮૭ વૈરાગ્યશતક-ભાગ-૧ - પં. મુનિ શ્રી વિનયચંદ્રજી મહારાજ. .......................... પૃ. ૩૯ સંગમ ઢાલ-૨૪ દાંની વખાણું સંગમો એ, ખીર ખાંડ વ્રત જય / એ. સાલિભદ્ર પણિ ઊપનો એ, નર ભવિ સૂર સૂખ હોય // ૬ ૭ // દાનધર્મના પ્રભાવથી વિપુલ સમૃદ્ધિ તેમ જ દેવો જેવા સુખો મળે છે. આ વાત “શ્રી ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર' વગેરે ગ્રંથોમાં સંગમના દષ્ટાંત કથાનકમાં વર્ણવી છે. ઉપરોક્ત કડીમાં કવિએ આ ભાવને આલેખ્યો છે જે નીચેની કથા દ્વારા જણાય છે. Page #426 -------------------------------------------------------------------------- ________________ શાલીભદ્ર પૂર્વભવમાં એક ગરીબ કુટુંબમાં જન્મ્યો હતો. તેનું નામ સંગમ હતું. એકદા તેને ખીર ખાવાની ઈચ્છા થાય છે. પરંતુ તેની માતાની સ્થિતિ ખીર બનાવી શકે તેવી ન હતી. આથી તેના પાડોશણોએ ખીર બનાવવાની વસ્તુઓ તેને આપી, ત્યારે માએ ખીર બનાવીને સંગમને આપી. ખીર ખૂબ જ ગરમ હતી. ઠંડી થાય તેની સંગમ વાટ જોઈ રહ્યો હતો, ત્યારે અચાનક સંગમને વિચાર આવ્યો કે, “શું હું આ ખીર કોઈને ખવડાવ્યા વિના ખાઈશ? શું હું એકલપટો બનીશ?” આવા વિચારોમાં ખોવાયેલો હતો ત્યાં જ “ધર્મલાભ' શબ્દ સંભળાયો. સંગમ આ સાંભળીને આનંદથી નાચી ઊઠે છે. જે જોઈતું હતું તે સામેથી મળ્યું હતું. એક મહિનાના ઉપવાસી કોઈ જૈન મુનિ ત્યાં વહોરવા માટે આવ્યા હતા. તપસ્વી મુનિને ઊછળતા હૈયે ખીર વહોરાવી. મુનિશ્રી ના પાડતા રહ્યા, પણ સંગમે તો આખી થાળી ઠાલવી દીધી. | મુનિ જતા રહ્યા. ત્યારે સંગમને ખાલી થાળી ચાટતો જોઈને માતાને લાગ્યું કે, પુત્ર હજી ધરાયો નથી એમ સમજી બીજી ખીર આપી. સંગમે જિંદગીમાં ખીર પહેલી જ વાર ખાધી હોવાથી તેનું પેટ ટેવાયેલું ન હતું. પેટમાં સખત દુઃખાવો ઉપડ્યો, અત્યંત પીડા થવા લાગી અને આયુષ્યની દોરી તૂટતી જણાઈ. સંગમે પેલા મુનિવરને મનોમન યાદ કરવા માંડ્યા. દાનધર્મની ખૂબ ખૂબ અનુમોદના કરી. પેટમાં વેદના અને મનમાં વંદના ચાલુ રહી. વેદના અને વંદના વચ્ચે સંગમના પ્રાણ ચાલ્યા ગયા. સંગમ મૃત્યુ પામીને ગોભદ્ર શેઠને ઘરે શાલિભદ્ર નામે પુત્ર તરીકે જમ્યો. દાનધર્મના પ્રભાવથી વિપુલ સમૃદ્ધિ મળી અને દરરોજ ૯૯ પેટી દેવલોકથી શાલિભદ્રના ઘરે આવતી. આમ દાનના પુણ્યથી શાલિભદ્રે દેવતા જેવું સુખ મેળવ્યું. : સંદર્ભસૂચિ : આત્મકથાઓ - ૫. મુક્તિચન્દ્રવિજયગણિ, ૫. મુનિચન્દ્રવિજયગણિ ......... ...... પૃ. ૩૫૪ શ્રી ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર-ભાગ ૪ - અનુવાદક – કુંવરજીભાઈ આંણદજીભાઈ ....................... પૃ. ૧૫૪ શ્રી નયસાર ઢાલ-૨૪ વનમાં મુની પ્રતલાભીઓ એ, સો દાની નહઈસાર | એ તે નર સંપતિ પામીઓ એ, તીર્થંકર અવતાર // ૬૮ // સુપાત્ર દાન થકી તીર્થકર ગોત્ર બંધાય છે. “કલ્પસૂત્ર' આદિ ગ્રંથોમાં આપેલ નયસારના દષ્ટાંત કથાનકને આધારે ઉપરોક્ત કડીમાં કવિએ આ ભાવનું આલેખન કર્યું છે જે નીચેની કથા દ્વારા સમજાય છે. જંબુદ્વીપમાં જયંતી નગરીના પૃથ્વી પ્રતિષ્ઠાન નામના ગામમાં નયસાર નામે એક ગામેતી રહેતો હતો. એક વખત રાજાની આજ્ઞાથી તે મોટાં લાકડાં લેવા માટે ભાતુ લઈ કેટલાંક ગાડાં સાથે એક જંગલમાં ગયો. ત્યાં વૃક્ષો કાપતાં મધ્યાહ્ન સમય થયો અને ખૂબ ભૂખ લાગી. તે વખતે નયસાર સાથે આવેલા બીજા સેવકોએ ઉત્તમ ભોજન સામગ્રી પીરસી નયસારને જમવા બોલાવ્યો. પોતે સુધા, તૃષા માટે આતુર હતો, છતાં પણ “કોઈ અતિથિ આવે તો હું તેને ભોજન કરાવીને પછી જમું.” એમ ધારી પોતે આમ તેમ જોવા લાગ્યો. તેવામાં સુધાતુર, તૃષાતુર એવા કેટલાંક મુનિઓ એ Page #427 -------------------------------------------------------------------------- ________________ તરફ આવી ચડ્યા. ‘‘ઓહો! આ મુનિઓ મારા અતિથિ થયા તે બહુ સારું થયું.' એમ ચિંતવતા નયસારે તેમને નમસ્કાર કર્યાં અને પોતાને માટે તૈયાર કરી લાવેલા અન્ન પાનથી તેણે તે મુનિઓને પ્રતિલાભિત કર્યાં. ભોજન બાદ નગરીનો રસ્તો બતાવવા નયસાર તેમની સાથે ગયો. નગરીનો માર્ગ આવી પહોંચતાં મુનિઓએ એક વૃક્ષની નીચે બેસીને નયસારને ધર્મ સંભળાવ્યો. તે સાંભળીને પોતાના આત્માને ધન્ય માનતા નયસારે તે જ વખતે સમકિત પ્રાપ્ત કર્યું. મુનિઓને વાંદીને તે પાછો વળ્યો. અને કાપેલ બધાં જ કાષ્ઠો રાજાને પહોંચાડી પોતાના ગામમાં આવ્યો. પછી મોટા મનવાળો નયસાર ધર્મનો અભ્યાસ કરતો, તત્ત્વને ચિંતવતો અને સમકિત પાળતો પોતાનો કાળ નિર્ગમન કરવા લાગ્યો. આ પ્રમાણે આરાધના કરતો નયસાર અંત સમયે પંચ નમસ્કાર મંત્રનું સ્મરણ કરી, મૃત્યુ પામી સૌધર્મ દેવલોકમાં પલ્યોપમ આયુષ્યવાળો દેવતા થયો. આ જ આત્મા સત્યાવીશમાં ભવે ત્રિશલારાણીના કુખે જન્મી વર્તમાન ચોવીસીના છેલ્લા તીર્થંકર શ્રી મહાવીર સ્વામી થયા. આમ સુપાત્ર દાન દેવાથી નયસારે ઉત્તમ સમકિત પ્રાપ્ત કરી તીર્થંકર ગોત્રનું પુણ્ય મેળવ્યું. : સંદર્ભસૂચિ : પ્રકાશક - વરજીવનદાસ વાડીલાલ શાહ પૃ. ૪૫ જૈન શાસનના ચમકતા હીરા કલ્પ સૂત્ર – આચર્યશ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત - ૫.પૂ. આચાર્યશ્રી ઘાસીલાલજી મહારાજ સાહેબ કૃત વ્યાખ્યાસહિત .. પૃ. ૬૩ ચમરેન્દ્ર – ઢાલ-૨૮ પંચમ અંગિં એ અધીકાર, ત્રણિ સર્ણ મહિલ્યુ એક સાર । અરીહંત ચઇત સાધનું સર્ણ, કરિ ન લહઈ ચમરેદો મર્ણ ।। ૧૨ ।। ‘શ્રી ભગવતી સૂત્ર’ ૧/૩/૨માં ચમરેન્દ્રના દૃષ્ટાંત કથાનકના આધારે દેવ, ગુરુ અને ધર્મના શરણ સિવાય બીજું કોઈ શરણ નથી. આ ભાવને કવિએ ઉપરોક્ત કડીમાં આલેખ્યો છે જે નીચેની કથા દ્વારા સમજાય છે. બેભેલ અભિવેશમાં રહેતા પૂરણ નામના ગાથાપતિએ દાનામા પ્રવ્રજ્યા અંગીકાર કરી આતાપના પૂર્વક નિરંતર છ-છઠ્ઠની તપસ્યા કરતા. પારણાના દિવસે ચાર ખંડવાળા કાષ્ઠ પાત્રમાંથી ત્રણ ખંડમાં પ્રાપ્ત થયેલી ભિક્ષા દાનમાં આપી ચોથા ખંડમાં પ્રાપ્ત થયેલી ભિક્ષાનો જ સ્વયં ઉપયોગ કરતા આમ બાર વર્ષની તાપસ પર્યાયનું પાલન કરી, એક માસનો પાદપોપગમન સંથારો કરી, કાળધર્મ પામી ચમરેન્દ્ર તરીકે ઉત્પન્ન થયા. ઉત્પન્ન થતાં જ અવધિજ્ઞાન દ્વારા ઉપર સૌધર્મ દેવલોકમાં સિંહાસન પર બેઠેલા શકેન્દ્રને જોયા. તેની વિશિષ્ટ ઋદ્ધિ જોઈને ઈર્ષ્યાને વશ બનીને શકેન્દ્રને અપમાનિત કરવાનો નિર્ણય કર્યો. તેણે સૌધર્મ દેવલોક સુધી પહોંચવા પ્રભુ મહાવીરનો આશ્રય સ્વીકાર્યો. પોતાના પરિઘ નામના શસ્ત્રને લઈ, વિકરાળ શરીર બનાવી સૌધર્મ દેવલોકમાં ગયો. ત્યાં જઈને પરિઘ રત્નથી શકેન્દ્રને અપશબ્દથી અપમાનિત કરવા લાગ્યો. આથી શકેન્દ્ર પણ કોપિત થયા. તેણે પોતાનું વજ્ર ૪૦૬ -> Page #428 -------------------------------------------------------------------------- ________________ અમરેન્દ્રના વધ માટે ફેંક્યું. વજને સામે આવતું જોઈને ચમરેન્દ્ર અત્યંત ભયભીત બની, ઉત્કૃષ્ટ ગતિથી ભાગીને પ્રભુના શરણમાં પહોંચી ગયો. શકેન્દ્ર પણ અવધિજ્ઞાનથી તે જાણ્યું અને પ્રભુ પ્રત્યેની ભક્તિના કારણે વજને પાછું ખેંચવા દોડ્યા. પ્રભુથી ચાર જ અંગુલ દૂર રહેલા વજને પકડી પ્રભુની ક્ષમાયાચના કરી અમરેન્દ્રને અભયદાન આપ્યું. ચમરેન્દ્રએ પણ પોતાના સામાનિક દેવોને ભગવદ્ શરણની મહત્તા બતાવી. ત્યાર પછી તે દેવોએ સપરિવાર આવી, વિનયપૂર્વક વંદન કરી કૃતજ્ઞતા પ્રગટ કરીને સ્વસ્થાને ગયા. આમ ચમરેન્દ્રએ પણ અરિહંતનું શરણ લઈને પોતાનો જીવ બચાવ્યો હતો. : સંદર્ભસૂચિ : શ્રી ભગવતી સૂત્ર ભાગ-૧ શતક-૩ ઉદ્દેશક-૨ – પ્રકાશક – શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન .................. પૃ. ૪૦૫ હરિકેશીઋષિ ઢાલ-૩૩ કર્મ દૂગંછા મ કરો કોઈ હરિકેસી રષ્ટિ તુ પણિ જોઈ / ભવ ઊત્તમનો તે પણિ ખોઇ, કુલ ચાંડાલ તણઈ મુની સોઈ છOI/ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'-૧૨માં અધ્યયનના આધારે કવિ ઋષભદાસે જૈન ધર્મનો દ્વેષ કરવાથી તેમ જ મુનિની નિંદા કરવાથી શું ફળ મળે? તે વાત ઉપરોક્ત કડીમાં દર્શાવી છે જે નીચેની કથા દ્વારા સમજાય છે. મથુરા નરેશ શંખરાજાએ સંસારથી વિરક્ત બની દીક્ષા ગ્રહણ કરી. વિચરણ કરતાં એકવાર તેઓ હસ્તિનાપુર પધાર્યા. ભિક્ષાને માટે વિચરતાં શંખમુનિ એક ગલીની નજીક આવ્યા. ત્યાં સૂનકાર જોતાં નજીકમાં રહેતા સોમદત્ત પુરોહિતને માર્ગ પૂણ્યો. તે ગલીનું નામ “હુતવહ-રચ્યા' હતું. તે ગલી તપેલા લોઢાની સમાન અત્યંત ગરમ રહેતી હતી. સોમદત્ત બ્રાહ્મણને મુનિઓ પ્રત્યે દ્વેષ હતો એટલે તેણે દ્વેષવશ મુનિને તે જ “હુતવહ રચ્યા'નો ઉષ્ણ માર્ગ બતાવી દીધો. શંખમુનિ નિશ્ચલ ભાવથી ઈર્ષા સમિતિપૂર્વક તે માર્ગ ઉપર ચાલવા લાગ્યા, મુનિના પ્રભાવથી તે ઉષ્ણમાર્ગ એકદમ શીતલ બની ગયો. આ જોઈને સોમદત્ત બ્રાહ્મણના આશ્ચર્યનો પાર ન રહ્યો. તે જ સમયે પોતાના મકાનથી ઉતરીને તે જ હુતવહ ગલીમાં ચાલ્યો. ગલીનો ચંદન સમાન શીતલ અનુભવ સ્પર્શતા જ તેને પશ્ચાતાપ થયો. તેણે તરત જ શંખમુનિની ક્ષમા માંગી. શંખમુનિએ તેને ધર્મોપદેશ આપ્યો, જેનાથી તે વિરક્ત થઈને તેમની પાસે દીક્ષિત બની ગયો. મુનિ બન્યા પછી પણ સોમદત્ત જાતિમદ અને રૂપમદ કરતો જ રહ્યો. અંતિમ સમયમાં તેણે બંને મદની આલોચના-પ્રતિક્રમણ ન કર્યો. ચારિત્રપાલનના કારણે તે મરીને સ્વર્ગમાં ગયા. દેવ આયુષ્ય પૂર્ણ કરીને જાતિમદના કારણે મૃત્તગંગાને કિનારે હરિકેશ ગોત્રીય ચાંડાલોના અધિપતિ ‘બલકોટ' નામના ચાંડાલને ઘેર પુત્ર તરીકે ઉત્પન્ન થયા. આમ પૂર્વભવમાં તેમણે જાતિમદ-રૂપમદ કર્યો હતો, તેથી ઉત્તમ કુળ ખોઈને ચાંડાલ જેવા નીચ કુળમાં જન્મ લેવો પડ્યો. : સંદર્ભસૂચિ : શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧૨મું અધ્યયન - પ્રકાશક – શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન ........................... પૃ. ૨૧૭ Page #429 -------------------------------------------------------------------------- ________________ ઢાલ-૩૫ ‘હંસ અને કાગડા’ની દૃષ્ટાંત કથાના આધારે કવિએ દુર્ગુણીની સોબતમાં સદ્ગુણી, અપરાધીની સોબતમાં નિરપરાધી, નઠારાની સોબતમાં સારા માણસ પણ તેના જેવો જ ગણાઈને માર્યો જાય છે. આ વાત કવિએ ઉપરોક્ત કડીમાં આલેખી છે જે નીચેની કથા દ્વારા સમજાય છે. હંસ અને કાગડો હંસ કાગ િસંÄિ ગયો, મર્ણ લહ્યું નિં ગંજણ થયુ | ખિં સંગતિ જોગી તણી, ધરિ ધરિ ભીખ મગાવી ઘણી ।। ૮૨ || એક જંગલમાં એક વાર હંસ અને કાગડા વચ્ચે દોસ્તી થઈ. હંસ તે કાગડા સાથે ઝાડ ઉપર આવીને બેસતો હતો. એકવાર કોઈ એક રાજા ઘોડે બેસીને જંગલમાંથી આવતાં તે વૃક્ષ નીચે ઊભા રહ્યા. તે વૃક્ષ ઉપર કાગડો પણ બેઠો હતો. તેની જોડે હંસ પણ આવીને બેઠો. હવે કાગડાએ પોતાના સ્વભાવ પ્રમાણે રાજાના વસ્ત્ર ઉપર વિષ્ટા કરી અને રાજાના કપડાં બગાડ્યાં. તે જોઈ રાજાને ઘણો ક્રોધ ચઢ્યો અને તેણે તરત જ કામઠામાં તીર ચઢાવીને નિશાન તાક્યું, પણ કાગડો મહાધૂર્ત હોવાથી ઊડી ગયો અને તે તીર હંસને વાગ્યું. તેથી તે વીંધાઈને તત્કાળ ભૂમિ ઉપર પડ્યો. તેને જોઈને રાજ પોતાના સાથીઓને કહેવા લાગ્યા કે, ‘‘અહીં આ પૂર્વે કોઈ વખત નહિ જોયેલો એવો અતિશય સફેદ કાગડો આજ મારા જોવામાં આવ્યો.’’ તે સાંભળીને બાણથી વીંધાયેલો હંસ મરતાં મરતાં બોલ્યો કે, “હે મહારાજ! હું કાગડો નથી, પણ સરોવરના નિર્મળ જળમાં ક્રીડા કરનાર હંસ છું પરંતુ આ નીચ કાગડાનો મેં સંગ કર્યો, તેના સંગથી મારું મરણ થયું છે. એમાં સંદેહ નથી.'' આમ નીચની સંગતથી હંસે પોતાનો જીવ ગુમાવ્યો. સંદર્ભસૂચિ : દૃષ્ટાંત શતક ઢાલ-૪૬ : ભાષાંતર - છોટાલાલ નરભેરામ ભટ્ટ.. શ્રી મેઘરથ રાજા જીવદયા એમ પાલઈ જી, જિમ જગી મેઘરથ રાય | પારેવો જેણઈ રાખીઓ જી, પરભવિ અરીહા થાય ।। ૯૫|| સુર આકાસઈ સંચર્યુ જી, હુઓ તે જઇજઇ રે કાર । જીવદયા એમ પાલીઇ જી, તો લહીઇ ભવપાર ।। ૯૯।। ७ ઉત્કૃષ્ટ જીવદયા પાળવાથી તીર્થંકર ગોત્રનું પુણ્ય પ્રાપ્ત થાય છે. ‘શ્રી ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર'માં આપેલ મેઘરથ રાજાના દૃષ્ટાંત કથાનકના આધારે ઉપરોક્ત કડીઓમાં કવિએ આ જ વાતનું આલેખન કર્યું છે જે નીચેની કથા દ્વારા સમજાય છે. જંબુદ્રીપના પૂર્વ મહાવિદેહમાં પુંડરીકિણી નગરીમાં ધનરથ રાજા હતા. તેમને પ્રિયમતી નામની પત્ની હતી. તેમને ત્યાં મેઘરથકુમારનો જન્મ થયો હતો. મોટા થતા પિતાએ મેઘરથને ગાદી સોંપી. મેઘરથ રાજા રૂડી રીતે જૈનધર્મ પાળતા હતા. એક દિવસ મેઘરથ રાજા પૌષધશાળામાં પૌષધ કરી બેઠા હતા ત્યારે અચાનક ભયથી કંપતું એક પારેવડું તેમના ખોળામાં આવી પડ્યું અને તેણે > *70& 5 Page #430 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યની વાણીમાં અભયની માગણી કરી. રાજાએ તેને આશ્વાસન આપી ભયમુક્ત કર્યું. ત્યાં જ થોડી વારમાં હે રાજન! “એ મારું ભક્ષ્ય છે માટે મને સોંપી દે.' એ પ્રમાણે કહેતું એક બાજ પક્ષી ત્યાં આવ્યું. રાજાએ કહ્યું, “તને આ પારેવડું હું આપીશ નહિ. કારણ કે તે મારે શરણે આવ્યું છે અને શરણાર્થીનો જીવ બચાવવો એ ક્ષત્રિય ધર્મ છે.” ત્યારે બાજ પક્ષીએ કહયું, “ભૂખથી પીડાઉ છું. માંસ જ મારો ખોરાક છે. તમે મને તાજું માંસ આપશો?'' ત્યારે રાજા પોતાના દેહનું તાજું માંસ કાઢી આપવા તૈયાર થયા. ત્રાજવું મંગાવી એક તરફ પારેવડાંને બેસાડી પોતાના શરીરમાંથી માંસ કાપી કાપીને મૂકવા લાગ્યા છતાં ત્રાજવું નમતું ન હતું, ત્યારે પોતાનું આખું શરીર ત્રાજવાંના બીજા પલ્લામાં મૂકી દીધું. આ જોઈ નગરજનો, સામંતો, અમાત્ય બીજા મિત્રો વગેરે રાજાને તેમ કરવાની ના પાડે છે પરંતુ મેઘરથ રાજા પોતાના મનથી જરાપણ ચલિત થતા નથી. ત્યાં તો મુગટ, કુંડળ તથા માળા ધારણ કરેલ દેવતા પ્રગટ થાય છે અને કહે છે કે, “હે નૃપતિ! તમો ખરેખર મેરુ પર્વત જેવા છો. સ્વસ્થાનથી જરાપણ ડગ્યા નહિ. તમને ધન્યવાદ છે.” આમ કહી દેવતા તેમને સંપૂર્ણ સાજા માજા કરી અને સ્વર્ગમાં જતા રહે છે. આમ જીવદયાનું જતન કરવાથી મેઘરથ રાજાનો જયજયકાર થાય છે. ત્યાર બાદ રાજાએ સંયમ લીધો અને વીસ સ્થાનકનું વિધિપૂર્વક તપ કરી તીર્થંકર ગોત્ર બાંધ્યું. સમાધિપૂર્વક મૃત્યુ પામી અનુત્તર વિમાનમાં સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. દેવભવ પૂર્ણ કરી વિક્રમસેન રાજાના પુત્ર સોળમા તીર્થંકર ‘શાંતિનાથ' તરીકે જન્મ્યા. : સંદર્ભસૂચિ : જૈનશાસનના ચમકતા હીરા – પ્રકાશક – હરજીવનદાસ વાડીલાલ શાહ......... ............ પૃ. ૩૦ શ્રી ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર ભાગ-૨ પર્વ-પમ્ - અનુવાદક – કુંવરજીભાઈ આંણદજીભાઈ .............. પૃ. ૨૩૮ મેઘકુમાર ઢાલ- ૪૭ જીવડ્યા એમ પાલીઇ, જિમ ગજ સુકમાલ રે / પગ અઢી દિવશ તોલી રહ્યું, મેઘ જીવ ક્રીપાલ રે // પ00 // ઉપરોક્ત કડીમાં કવિએ “શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર'-૧માં આપેલ મેઘકુમારના દષ્ટાંત કથાનકના આધારે પૂર્વભવમાં મેરુપ્રભ હાથીના ભવે મેઘકુમારે ઉત્કૃષ્ટ જીવદયા પાળી હતી તેનું આલેખન કર્યું છે જે નીચેની કથા દ્વારા જાણી શકાય છે. મેઘકુમારનો જીવ પૂર્વના ત્રીજા ભવમાં સુમેરુપ્રભ નામનો હાથી હતો. એકવાર જંગલમાં દાવાનળ ફેલાયો. પ્રાણની રક્ષા માટે જીવો દોડાદોડ કરવા લાગ્યા. ભૂખ્યો તરસ્યો તે હાથી પાણી પીવાના વિચારથી કાદવવાળા તળાવમાં ઊતર્યો અને કીચડમાં ફસાઈ ગયો. તે સમયે એક યુવાન હાથી ત્યાં આવી ચડ્યો અને પૂર્વ વૈરથી પ્રેરાઈને જીવલેણ પ્રહાર કરીને તે ચાલ્યો ગયો. તે પ્રહારના કારણે તેણે સાત દિવસ સુધી વેદનાને સહન કરી આયુષ્ય પૂર્ણ કર્યું. આયુષ્ય પૂર્ણ કરી બીજા ભવમાં મેરુપ્રભ નામનો હાથી થયો. સંયોગવશ ફરીથી જંગલમાં દાવાગ્નિ પ્રગટ્યો. દાવાનળને જોતાં તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેને પૂર્વભવના દાવાનળનું સ્મરણ થયું. યથા સમયે તે દાવાનળ Page #431 -------------------------------------------------------------------------- ________________ શાંત થયો. વારંવાર ઉત્પન્ન થતી આ વિપદાથી છુટકારો મેળવવા તેણે વિશાળ ક્ષેત્રમાંથી ઝાડ, ઘાસ, પાંદડા વગેરે દૂર કરી સ્વચ્છ માંડલું તૈયાર કર્યું. ઘણા સમય પછી તે જંગલમાં પુનઃ દાવાનળનો પ્રકોપ થયો, આ સમયે મેરુપ્રભ ભાગીને તે માંડલા પાસે આવ્યો. જંગલના બધાં જ જનાવરો માંડલાના આશ્રયે આવી ગયા હતા. જાતિ વૈર ભૂલીને બધાં પશુ-પક્ષીઓ એકસાથે બેઠા હતા. મેરુપ્રભ પણ પોતાની જગ્યા કરી ત્યાં ઊભો રહી ગયો. અચાનક મેરુપ્રભના શરીરે ખંજવાળ ઉપડી અને શરીર ખંજવાળવા તેણે પગ ઊંચો કર્યો, જેવો પગ ઊંચો થયો કે એક સસલું તે ખાલી જગામાં ગોઠવાઈ ગયું. મેરુપ્રભ પગ નીચે મૂકવા ગયો, ત્યારે નીચે સસલાને જોયું. તેને સસલા ઉપર અનુકંપા આવી, તેણે પગ અધ્ધર રહેવા દીધો. અઢી દિવસે દાવાનળ શાંત થયો. પ્રાણીઓ માંડલામાંથી બહાર નીકળવા લાગ્યાં. સસલુ પણ ત્યાંથી ચાલ્યું ગયું. ત્યારે મેરુપ્રભે પોતાનો પગ નીચે મૂકવા પ્રયત્ન કર્યો પરંતુ પગ જકડાઈ ગયો હોવાથી નીચે પડી ગયો. સો વર્ષની વૃદ્ધ કાયાવાળો તે મેરુપ્રભ હાથી ત્રણ દિવસ સુધી ભૂખ તરસની અસહ્ય પીડા અને વેદના સહન કરતો મૃત્યુ પામ્યો. તે મેરુપ્રભ હાથીનો જીવ શ્રેણિક રાજાના મહારાણી ધારિણી દેવીની કુક્ષિમાં પુત્રરૂપે ઉત્પન્ન થયો. યુવાન થતાં ભગવાન મહાવીરની દેશના સાંભળી સંયમ અંગીકાર કરી, મેઘમુનિ બની અંત સમયે એક માસનો સંથારો કરી દેવપણે ઉત્પન્ન થયા. તે દેવનું આયુષ્ય પૂર્ણ કરી મહાવિદેહમાં મનુષ્યભવ ધારણ કરી મોક્ષગતિને પ્રાપ્ત કરશે. શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર અધ્યયન-૧ ઢાલ-૪૮ : સંદર્ભસૂચિ : પ્રકાશક – શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન શ્રી મૃગાપુત્ર (લોઢિયા) લેઅણ લેઇનિ મારતો જી, કરતો અંદ્રી રે છંદ ।। પરવિ દૂખીઓ તે થયું જી, મૃગાવતી ગિ જે સતી જી, લોઢો થઈન ઈં ઊપનો જી, પામ્યુ વેદ વેદ // ૧૨ // તસ કુર્ખિ અવતાર | અંદ્રી વિન આકાર || ૧૩|| પૃ. ૧ જે જીવોએ પૂર્વભવમાં અનેક પાપ કૃત્ય કરેલ છે, તે જીવોને આગામી જીવનમાં દારુણ વેદનાઓ સહન કરવી પડે છે. ‘શ્રી વિપાક સૂત્ર' ૧/૧માં આપેલ મૃગાપુત્રના દૃષ્ટાંત કથાનકના આધારે કવિએ ઉપરોક્ત કડીઓમાં આ ભાવને આલેખ્યો છે જે નીચેની કથા દ્વારા જણાય છે. પૂર્વભવમાં મૃગાપુત્ર (લોઢિયા) શતદ્વાર નામના નગરમાં ઈકાઈ રાઠોડ (ખત્રી) નામે મોટો સેવક હતો. પાંચસો પરિવારનો તે અધિપતિ હતો. તેને સાતે વ્યસન સેવવામાં ઘણી આસક્તિ હતી. વનમાં શિકાર કરી પંખીઓ મારતો, લોકોના કાન, નાક, નેત્ર વગેરે છેદીને હેરાન કરતો હતો. ઘણા આકરા કરોથી લોકોને રંજાડતો હતો. આમ ઘણાં અઘોર કર્મ કરતો હતો. આમ તેણે ક્રોધ અને લોભને વશ થઈને અનેક પાપો કર્યાં. તેણે પોતાનો બધો કાળ પાપ કરવામાં જ ગુમાવ્યો અને અંતે મરણ પામીને પહેલી નરકે ગયો. ત્યાંથી નીકળીને તે ભગવાન મહાવીરના વિચરણ કાળમાં મૃગગ્રામ નામનું નગર હતું. Page #432 -------------------------------------------------------------------------- ________________ વિજય ક્ષત્રિય નામના રાજાની મૃગાદેવી નામે રાણી હતી, તેમની કૂખે પુત્રપણે ઉત્પન્ન થયો. તે ઈન્દ્રિય વગરનો માંસના લોચા જેવા હતો. પગ, હોઠ, નાસિકા, નેત્ર, કાન અને હાથ વગરનો હતો. જન્મથી નપુંસક, બધિર અને મૂંગો હતો. દુરસ્ક વેદના ભોગવતો હતો. મુખ ન હોવાથી આહાર રોમ વડે અંદર જઈ પરૂ અને રૂધિર વાટે પાછો બહાર નીકળતાં ભયંકર દુર્ગધ ઉત્પન્ન થતી હોવાને લીધે તેની કાયામાંથી અતિશય દુર્ગધ આવતી હતી. આ પ્રમાણે પૂર્વનાં કર્મ થકી આવી અશુભ ગતિ પ્રાપ્ત થઈ હતી. નરક જેવું દુ:ખ ભોગવવું પડ્યું હતું. આ કથા વાંચીને સહુ ચરાચર જીવોની હિંસા કરવાથી દૂર રહે અને સતત જીવદયા-અહિંસા ધર્મના આચરણમય બને. : સંદર્ભસૂચિ : જૈન શાસનના ચમકતા હીરા – પ્રકાશક – હરજીવનદાસ વાડીલાલ શાહ ....... ................... પૃ. ૨૨૬ શ્રી વિપાક સૂત્ર - પ્રથમ શ્રુતસ્કંધ (દુઃખવિપાક) – પ્રકાશક – શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન .................. પૃ. ૧ કાલકાચાર્ય ઢાલ-૫૦ સતવાદીનું લીજઇ નાંમ, કાલિકાચારય ગુણ અભીરાંમ /. સુધ વચન ભુપતિનં કહઈ, જિગનતાણુ ફલ નર્ગ જ કહઈ // ૩ર // ઉપરોક્ત કડીમાં કવિ સત્યવચનનો મહિમા સત્યવાદી ‘કાલકાચાર્ય' દષ્ટાંત કથાનકનો આધાર લઈને દર્શાવે છે જે નીચેની કથા દ્વારા સમજાય છે. તુરિમણ નગરીમાં કાલક નામનો બ્રાહ્મણ રહેતો હતો. તેની બહેનનું નામ ભદ્રા હતું અને ભદ્રાને એક પુત્ર હતો, તેનું નામ દત્ત હતું. કાલકે દીક્ષા લીધી. દત્ત મહા ઉદ્ધત હતો અને સાતે વ્યસનમાં પારંગત હતો. અનુક્રમે જિતશત્રુ રાજા પાસેથી તેણે રાજ્ય પડાવી લીધું અને તેનો માલિક થઈ બેઠો. પછી તેણે યજ્ઞ શરૂ કર્યો જેમાં અનેક જીવોનો સંહાર થવા લાગ્યો. એકદા કાલકાચાર્ય ફરતા ફરતા ત્યાં આવ્યા અને દત્તે તેમને યજ્ઞનું ફળ પૂછ્યું. ત્યારે કાલભાચાર્ય સત્યવચન બોલ્યા અને કહ્યું કે, “આવા હિંસામય યજ્ઞ કરવાથી નરકની જ પ્રાપ્તિ થાય છે.” ત્યારે દત્તે તેનું પ્રમાણ માગ્યું, એના જવાબમાં આચાર્યે જણાવ્યું કે, “આજથી સાતમે દિવસે તારા મુખમાં વિષ્ટા પડશે, એ તેનું પ્રમાણ છે.” આચાર્યની આ વાણી સાચી પડી અને મરીને તે સાતમી નરકે ગયો. રાજાથી ગભરાયા વગર કાલકાચાર્ય સત્યવચન બોલ્યા. આમ જે સત્યવાદી હોય તેમનું વચન મિથ્યા થતું નથી. : સંદર્ભસૂચિ : શ્રી પાંચ પ્રતિક્રમણ સૂત્ર – પ્રકાશક - વિજયદેવ સૂર સંધ ..... •..... પૃ. ૨૪૨ Page #433 -------------------------------------------------------------------------- ________________ હરિશ્ચંદ્ર ઢાલ-૫) સતિ સીતા સતિ રામ, રાયે યુધીષ્ટ રાખ્યું નાંમ / પરશાનમાંહા હરીચંદ કહ્યું, તે તો તહનિં બોલિ રહ્યુ // ૩૩ // ડુબ ધરિં તેણઈ આવ્યું નીર, વચન થકી નવી ચુકો ધીર / તો તેહની કીર્તિ વીસ્તરી, મુઓ નહી નર જીવ્યો ફરી // ૩૪ // ઉપરોક્ત કડીઓમાં કવિએ સત્ય વચનનું અડગ પાલન કરનાર પરશાસનમાં આપેલ “રાજા હરિશ્ચંદ્રના દષ્ટાંત વડે સત્યનો મહિમા દર્શાવ્યો છે જે નીચેની કથા દ્વારા સમજાય છે. હરિશ્ચંદ્ર રાજા જ્યારે ઘુતમાં પોતાનું રાજ્ય રિદ્ધિ સર્વ હારી જાય છે ત્યારે સર્વનો ત્યાગ કરી રાણી તારામતી અને પુત્ર રોહિત સાથે નીકળી પડે છે. પોતાનું ગુજરાન ચલાવવા મજૂરી કરે છે. તારામતી એક બ્રાહ્મણને ત્યાં કામ કરે છે અને હરિશ્ચંદ્ર ચાંડાલને ઘરે કામ કરે છે તારામતી અડધી ભૂખી રહીને પોતાના પુત્ર રોહિતને ખવડાવે છે. રોહિત પણ ફળ-ફૂલ લેવા જંગલમાં જાય છે અને માતાને મદદ કરે છે. એકવાર કુમાર વૃક્ષ ઉપર ફળ તોડતો હોય છે ત્યારે તેને સર્પ કરડે છે. છોકરાઓ સંદેશો આપે છે કે, રોહિતને સર્પડૅશ થયો છે. જંગલમાં આવી તારામતી રોહિતને મૃત જુએ છે. એટલે મડદું લઈને સ્મશાને આવે છે. ત્યારે સ્મશાન ઉપર હરિશ્ચંદ્ર પહેરો ભરે છે. ત્યાં એને રાજા કહે છે, પહેલા કર ભર પછી મૃતદેહને બાળજે. વીજળીનો ઝબકારો થતાં રાજા રાણીને ઓળખી જાય છે. તારામતી પણ રાજાને ઓળખી જાય છે અને કહે છે, “રાજન! આ આપનો જ પુત્ર છે. આપને જ આ કાર્ય કરવાની ફરજ છે.” ત્યારે હરિશ્ચંદ્ર કહે છે કે, “હું પહેલા કર્તવ્ય પછી લાગણીને સ્થાન આપું છું. અત્યારે હું જે નોકરી પર છું તે મને આમ કરવા ફરજ પાડે છે. માટે પહેલા કર લાવ પછી બાળવાની રજા આપીશ.” આમ હરિશ્ચંદ્ર પોતાના સત્ય વચનને વળગી રહ્યા ત્યારે સતિયાનું સત્ રાખવા આકાશમાંથી દેવોએ વૃષ્ટિ કરી અને છોકરા પણ બેઠો થઈ ગયો. : સંદર્ભસૂચિ : શ્રી નિષેધકુમાર ચરિત્ર – પ્રકાશક – સાંકળીબેન કપુરચંદ ગાંધી .................. ૮૨ મંડુક ચોર ' ઢાલ-૫૨ મંડક ચોર ચોરી કરઇ, પરધન લઈ વલી તેહ રે / મુલદેવિ તસ મારીઓ, અતિ દુખ પાંમિઓ એહ રે // ૬0 // યોગશાસ્ત્રમાં આપેલ મંડુક ચોરના દષ્ટાંત કથાનકને આધારે કવિએ ચોરી કરવાથી તેમ જ બીજાનું ધન લઈ લેવાથી ઘણું જ દુઃખ ભોગવવું પડે છે, એ વાત ઉપરોક્ત કડીમાં દર્શાવી છે જે નીચેની કથા દ્વારા સમજાય છે. બેન્નાતટ નામના નગરમાં મૂલદેવ રાજા રાજ્ય કરતા હતા. તેના રાજ્યમાં ચોરનો એટલો Page #434 -------------------------------------------------------------------------- ________________ બધો ઉપદ્રવ વધી પડ્યો હતો કે ધન માલ વિનાના સંખ્યાબંધ લોકો નિરાધાર સ્થિતિમાં આવી પડ્યા હતા. એક દિવસ પ્રજાના આગેવાનોએ એકઠા થઈને રાજાને વિનંતી કરી કે, “હે રાજન! કાંતો ચોરથી અમારા માલનું રક્ષણ કરો, નહિતર અમને રજા આપો તો બીજા નિરૂપદ્રવ રાજ્યમાં જઈને રહીએ.” ત્યારે રાજા એકદમ આવેશમાં આવીને બોલી ઊઠ્યા કે, “અહો! મારી પ્રજા આટલી બધી દુ:ખી!” ચોરને શોધવા રાજા પોતે જ ખઞ લઈ નીકળી પડ્યા. ચોરનાં સ્થાનકે રાજા ઘણું ક્ય, આખરે થાકી એક દેવળમાં સૂઈ ગયા. મધ્યરાત્રિના સમયે કોઈ એક મંક નામનો ચોર ત્યાં આવ્યો અને બોલ્યો કે, “અહીં કોણ સૂતું છે?" રાજા કપટથી બોલ્યા કે, “હું પરદેશી કાપડી છું.” ચોરે પરદેશી જાણીને કહ્યું, “ચાલ મારી સાથે તને ધનવાન બનાવું.” રાજા તેની પાછળ ગયા. એક શેઠનું ઘર ફોડી ધન કાઢ્યું અને રાજાને માથે તે ઉપડાવ્યું. ત્યાંથી એક જીર્ણ ઉદ્યાનમાં જઈ એક ભોયરું ઉઘાડ્યું, રાજા સહિત ચોર અંદર ગયો. ત્યાં એક સ્વરૂપવાન સ્ત્રી હતી. ચોરે તેને કહ્યું, “બેન! આ આવેલ આપણા અતિથિના પગ ધોઈ નાખ' ભાઈનો હુકમ થતાં જ એક કૂવાના કિનારા પર તેને લઈ જઈ તેના પગ ધોવા બેઠી. તેના પગનો કોમળ સ્પર્શ થતાં તેને દયા આવી. તેણે રાજાને કહ્યું કે, “તું અહીંથી ભાગી જા.” રાજા પણ સમય ઓળખીને ત્યાંથી ભાગી ગયા. રાજા દૂર ગયા એટલે તેણીએ બૂમ પાડીને કહ્યું કે, “ભાઈ, આ માણસ નાસી જાય છે.” ચોર ખડ્ઝ લઈ પાછળ ગયો. અંધારામાં રાજા એક થાંભલા પાછળ સંતાઈ ગયા અને ચોર પણ અંધારામાં જ તે થાંભલા ઉપર પ્રહાર કરીને એમ સમજ્યો કે મેં માણસને મારી નાંખ્યો છે ને ચોર પાછો ફર્યો. ચોર મળવાથી રાજા ખુશ થઈને મહેલમાં પાછા ક્ય. રાજા બીજે દિવસે તે ચોરને બોલાવવા કોટવાળને મોકલે છે. ચોરને સભામાં બોલાવી રાજાએ તેને માન આપીને તેની બેનની માંગણી કરી. ચોરે પણ પોતાની બેન રાજાને આપી. રાજાએ તેને રાણી બનાવી. ચોરને નોકરીમાં રાખ્યો અને ધીરે ધીરે તેની પાસેથી બધું દ્રવ્ય મેળવી લીધું. પછી રાજાએ જેનું જેનું ધન ચોરાયું હતું, તે બધાંને પાછું આપ્યું અને તે મંડુક ચોરને મારી નંખાવ્યો. આ પ્રમાણે ચોરી કરનાર ચોર પોતાનો સંબંધી હતો, છતાં પણ રાજાએ તેને મારી નંખાવ્યો. આમ ચોરી કરનાર કદી સુખી તથા વિશ્વસનીય થતો નથી. : સંદર્ભસૂચિ : યોગશાસ્ત્ર – પ્રકાશ દ્વિતીય - ભાષાંતરકર્તા - શ્રીમદ પંન્યાસ મ. શ્રી કેશરવિજયજીગણિ .............. પૃ. ૧૧૮ અંબડ સંન્યાસીના શિષ્યો ઢાલ-પર પંચ સહ્યા પર શાશનિ, તાપસ જલ પ કંઠ રે / વા વીનાં જગિ તે સમ્યા, પણ્ય ન હુઆ ઊલંઠ રે // ૬૪ // અદત્ત વિરમણ વ્રતને દઢતાપૂર્વક ટકાવીને અનશનનો સ્વીકાર કરનાર એવા અન્ય તીર્થના ૫૦૦ શિષ્યોએ સમાધિ મરણને પ્રાપ્ત કર્યું. આ વાત “શ્રી ઔપપાતિક સૂત્ર'માં આપેલ અંબડ પરિવ્રાજકના શિષ્યોના દષ્ટાંત કથાનકમાં દર્શાવી છે. ઉપરોક્ત કડીમાં પણ કવિએ આ ભાવને દર્શાવ્યો છે જે નીચેની કથા દ્વારા જણાય છે. અવસર્પિણી કાલના ચોથા આરાના અંત ભાગમાં તે સમયે ભગવાન મહાવીર સ્વામી સદેહે Page #435 -------------------------------------------------------------------------- ________________ બિરાજતા હતા. તે સમયે એકવાર ગ્રીષ્મઋતુના જેઠ માસમાં અંબડ પરિવ્રાજકના 900 અંતેવાસી શિષ્યો ગંગા નદીના બંને કિનારાઓથી કાંપિલ્યપુર નામના નગરથી પુરીમતાલ મહાનામના નગર તરફ જવા નીકળ્યા. તે પરિવ્રાજકો ચાલતાં ચાલતાં ગામ રહિત લાંબા અને વિકટ માર્ગવાળા એક જંગલમાં પહોંચી ગયા. તે જંગલમાં થોડુંક ચાલ્યા, ત્યાં જ પોતાની સાથે લીધેલું પાણી ક્રમપૂર્વક પીતાં પીતાં સમાપ્ત થઈ ગયું તેઓ નિર્જન જંગલમાં ચારેબાજુ જલ આપનાર જલદાતાને શોધવા લાગ્યા. શોધવા છતાં કોઈ જલદાતા મળ્યો નહીં. તેઓ એકબીજાને કહેવા લાગ્યા કે, આ નિર્જન અટવીમાં કોઈ જલ આપનાર નથી અને આપણને અદત્ત-આપ્યા વિના લેવું કે તેનું સેવન કરવું કલ્પનીય નથી. તો આ આપિત્તકાળમાં પણ આપણે અદત્ત જલને ગ્રહણ ન કરીએ તેનું સેવન ન કરીએ અને આપણી પ્રતિજ્ઞાનો નાશ ન થાય તે માટે પાદપોપગમન અનશનનો સ્વીકાર કરી, મૃત્યુની આકાંક્ષા ન કરતાં આપણે સ્થિત થઈએ. આ પ્રમાણે પરસ્પર કહીને કષાય અને શરીરને કૃશ કરવા માટે સંલેખનાની આરાધનામાં શાંતભાવથી સ્થિર બની ગયા. આમ તેમણે પોતાનો તાપસધર્મ રાખ્યો અને મહાન પદને વર્યા. : સંદર્ભસૂચિ : શ્રી ઔપપાતિક સૂત્ર/વિ./૨ - પ્રકાશક – શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન.......... .................... પૃ. ૧૩૦ દ્રમક ભિખારી ઢાલ- ૫૩ ચીત ચોખ નીત રાખીઈ, રાખિં બહુ સુખ હોય રે | મન મછલઈ દૂખ પામીઓ, દ્રમક ભીખારી જોય રે // ૭૨ // અદત્તાદાન વિરમણ વ્રતના અંતર્ગત મહાપરિગ્રહી તેમ જ મેલા મનવાળા દુઃખી થાય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'માં આપેલ દ્રમક ભિખારીના દષ્ટાંત કથાનકને આધારે ઉપરોક્ત કડીમાં કવિએ આ ભાવનું નિરૂપણ કર્યું છે જે નીચેની કથા દ્વારા જાણી શકાય છે. એક દ્રમક નામનો ભિખારી હતો. તેણે ભીખ માંગી માંગીને એક હજાર કાર્દાપણ (એક પ્રકારના સિક્કા) ભેગાં કર્યો. એકવાર આ બધાં કાર્દાપણ સાથે લઈને એક સાર્થવાહની સાથે તે પોતાના ઘરે જવા નીકળ્યો. રસ્તામાં તેણે ભોજન માટે એક કાષપણ આપીને કાકિણીઓ લીધી અને પ્રતિદિન થોડીક કાકિણીઓ ખર્ચીને ભોજન લેતો હતો. આમ કેટલાંક દિવસ વીતી ગયા. હવે તેની પાસે એક કાકિણી (અર્થાત ૨૦ કોડી) બચી હતી. આ એક કાકિણી કોઈ જગ્યા પર એ ભૂલી આવ્યો. થોડેક દૂર જઈને તેને પેલી કાકિણી યાદ આવી. દ્રમક ભિખારી પોતાની પાસે રહેલી કાષપણની થેલીને એક ખાડો ખોદી તેમાં મૂકી દીધી અને પેલી એક કાકિણી લેવા દોડતો દોડતો ગયો પરંતુ તે જ્યારે ત્યાં પહોંચી ત્યારે પેલી કાકિણી ત્યાં ન હતી. બીજા કોઈના હાથમાં આવી ગઈ હશે. ત્યારે દ્રમક ભિખારી મનમાં ને મનમાં દુઃખી થતો પાછો ર્યો પરંતુ આ બાજુ કાર્દાપણની થેલી લઈ એક માણસ ભાગી ગયો અને આમ તે લૂંટાઈ ગયો. જેમ તેમ તે ઘરે પહોંચ્યો. આમ એક કાકિણીમાં મન રાખવાથી તેનું બાકીનું ધન પણ ગયું અને દુ:ખી થયો. : સંદર્ભસૂચિ : શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર - સંપાદક – વિવેચક આચાર્ય મહાપ્રજ્ઞ .... ........ .................. પૃ. ૧૩૦ Page #436 -------------------------------------------------------------------------- ________________ ઢાલ-૫૫ અહિલ્યા આગઈ અંદ્ર અહલ્યાખ્યુ રમ્ય, અપજસ તેહનો ગગનિ ભમ્ય / સહઈ સભગ તસ પોતઈ હવા, અંગઈ રોગ તેહનિ નવનવા // ૮૮// ઈન્દ્રરાજા પણ શીલવ્રતથી ચૂકી ગૌતમઋષિની પત્ની અહિલ્યા સાથે ભોગ ભોગવવાથી દુ:ખ પામ્યા. તે વાત કવિએ ઉપરોક્ત કડીમાં દર્શાવી છે જે નીચેની કથા દ્વારા સમજાય છે. વૈષ્ણવ રામાયણમાં ઉક્ત ‘અહિલ્યા'ની કથા આ પ્રમાણે છે. અહિલ્યા ગૌતમઋષિની પત્ની હતી. તે સુંદર અને ધર્મ-પરાયણ સ્ત્રી હતી. ઈન્દ્ર તેનું રૂપ જોઈને મોહિત થઈ ગયા. એક દિવસ ગૌતમઋષિ બહાર ગયા હતા. ઈન્દ્ર તક ઓળખીને ગૌતમઋષિનું રૂપ બનાવ્યું અને છલપૂર્વક અહિલ્યાની પાસે પહોંચીને સંયોગની ઈચ્છા પ્રગટ કરી. નિર્દોષ અહિલ્યાએ પોતાના પતિ જાણીને કોઈ આનાકાની ન કરી. ઈન્દ્ર અનાચાર સેવન કરી ચાલ્યા ગયા. જ્યારે ગૌતમઋષિ આવ્યા ત્યારે તેમને આ વૃત્તાંતની ખબર પડી. તેમણે ઈન્દ્રને શ્રાપ આપ્યો કે – ‘તારા શરીરમાં એક હજાર છિદ્ર થાય.’ તેવું જ થયું. ત્યાર પછી ઈન્દ્ર ઋષિની વારંવાર સ્તુતિ કરી, તેના પ્રભાવે ઋષિએ તે ભાગોના સ્થાને એક હજાર નેત્ર બનાવ્યા પરંતુ અહિલ્યા પથ્થરની જેમ નિશ્ચષ્ટ થઈને તપસ્યામાં લીન થઈ ગયા. તે એક જ જગ્યાએ ગુમસુમ થઈને પડી રહેતા. એકવાર શ્રીરામ વિચરણ કરતાં કરતાં આશ્રમની પાસેથી પસાર થયા. ત્યારે તેમના ચરણોનો સ્પર્શ થતા જ તેઓ જાગ્રત થઈ ઊભા થઈ ગયા. ઋષિએ પણ પ્રસન્ન થઈ તેમને પુનઃ અપનાવી લીધા. આમ ઈન્દ્રરાજા પણ શીલવ્રતના ભંગથી શાપિત થયા અને તેમનું નામ ગગનમંડળમાં ચર્ચાયું. : સંદર્ભસૂચિ : શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર-પરિશિષ્ટ-૨ - પ્રકાશક - શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન... ... પૃ. ૨૭૭ | મણિરથ રાજા ઢાલ-૫૫ કઈચક જે સીલિં નવી રહ્યા, હષ્ય તે દૂર્ગતિ ગયા / મણિરથ રાજ તે અવગુણ્ય, સ્ત્રી કારણિ તેણઈ બંધવ હથ્થુ // ૯૩ // મોટા-મોટા રાજા મહારાજાઓ પણ જ્યારે શીલવ્રતથી ચૂકી જાય છે, ત્યારે ન કરવાનું કૃત્ય પણ કરી નાંખે છે. આ વાત “શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર' અધ્યયન ૯માં મણિરથ રાજાના દષ્ટાંત કથાનકમાં આપેલ છે. ઉપરોક્ત કડીમાં કવિએ આ ભાવનું નિરૂપણ કર્યું છે જે નીચેની કથા દ્વારા સમજાય છે. સુદર્શનપુર નામના નગરે મણિરથ નામનો રાજા રાજ્ય કરતા હતા. યુગબાહુ નામનો તેમનો નાનો ભાઈ હતો, તેને મદનરેખા નામની અતિ રૂપવતી પત્ની હતી. મણિરથ રાજા મદનરેખાનું રૂપ જોઈને તેની ઉપર મોહિત થયા હતા. આ મદનરેખાને પોતાની બનાવવા તે ગમે તે કરવા તૈયાર હતા. મદનરેખાને લોભાવવા તેમણે અનેક યુક્તિઓ કરી પરંતુ મદનરેખા ઉપર તેની કોઈ અસર થઈ નહિ. આથી મણિરથ વિશેષ કામાતુર થયા. તેમણે વિચાર્યું કે જ્યાં સુધી યુગબાહુ જીવતો છે ત્યાં સુધી મદનરેખાને નહિ મેળવી શકું. એથી યુગબાહુને મારી નાખવા નિશ્ચય કર્યો. આ માટે તે તક શોધતા Page #437 -------------------------------------------------------------------------- ________________ ઢાલ-૫૫ રહ્યા. એકવાર યુગબાહુ પોતાની પત્નીને લઈને ઉદ્યાનમાં ક્રીડા કરવા ગયો. ઉદ્યાનમાં જલાદિ ક્રીડા કરીને રાત્રે ત્યાંના કદલી ગૃહમાં જ નવકાર મંત્રનું સ્મરણ કરતો સૂતો. ત્યારે મણિરથ રાજાને ખબર મળી કે યુગબાહુ, મદનરેખા એકલાં છે અને સાથે ઉદ્યાનમાં અલ્પ માણસો જ છે તે તક જોઈ વિકારવશ ખડ્ઝ લઈ યુગબાહુને મારવા ઉદ્યાનમાં આવ્યા. ઉદ્યાનના માળીને કહ્યું, “મારો નાનો ભાઈ એકલો ઉપવનમાં રહે તે ઠીક નહીં.” એમ સમજાવી કદલીગૃહમાં પ્રવેશ્યા. રાત્રે એકાએક મોટા ભાઈ આવ્યા છે તે જોતાં યુગબાહુ ઊભો થઈને મણિરથને નમસ્કાર કરવા નીચે નમ્યો. ત્યારે તરત જ મણિરથ રાજાએ જોરથી ખડ્ઝ વતી પ્રહાર કર્યો. આમ સ્ત્રીના રૂપ પાછળ મોહિત થઈને મણિરથ રાજાએ પોતાના સગા ભાઈને મારી નાખ્યો. : સંદર્ભસૂચિ : જૈનશાસનના ચમકતા હીરા – પ્રકાશક - વરજીવનદાસ વાડીલાલ શાહ.......... ......... પૃ. ૬૫ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન-૯ – પ્રકાશક – શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન .............................. પૃ. ૧૫૫ | મુનિવર કુંડરિક હવઈ મુનીવરનો કહુ અવદાત, પૂડરીક નૃપ કેરો ભ્રાત / ભોગતણી ઈશ્વાઈ થયું, કુડરિક સાતમિ ઈ ગયું //૬00 // ઉપરોક્ત કડીમાં કવિએ “શ્રી જ્ઞાતાધર્મ સૂત્ર'/અધ્યયન/૧૯ના આધારે બ્રહ્મચર્ય વ્રતના પાલનમાં ચલાયમાન થયેલા કુંડરિક મુનિએ હજાર વર્ષની તપ સંયમ સાધનાના ફળને ગુમાવી નરકગામી બન્યા તેનું દષ્ટાંત આપ્યું છે જે નીચેની કથા દ્વારા સમજાય છે. મહાવિદેહમાં વિશાળ પુંડરિકિણી નગરીના રાજા મહાયજ્ઞને વૈરાગ્ય ઉત્પન્ન થવાથી મોટા પુત્ર પુંડરિકને રાજગાદી આપી અને નાના પુત્ર કુંડરિકને યુવરાજ પદવી આપી પોતે દીક્ષા લઈ કર્મક્ષય કરી મુક્તિ પામ્યા. એક વેળા મહાતત્ત્વજ્ઞાની મુનિરાજ વિહાર કરતા ત્યાં આવ્યા. મુનિનાં વૈરાગ્ય વચનામૃતથી પુંડરિકને દીક્ષાના ભાવ જાગ્યા અને નાના ભાઈ કુંડરિકને રાજ્ય ગ્રહણ કરવાનું કહ્યું. ત્યારે કુંડરિક પોતે ચારિત્ર લેવા તૈયાર થયા અને પુંડરિકે રજા આપતાં તેમણે દીક્ષા અંગીકાર કરી. કુંડરિક મુનિ અગિયાર અંગ ભણ્યા પરંતુ લૂખાં સૂકાં ભોજનથી તથા ઘણું તપ કરવાથી તેમના શરીરમાં કેટલાક રોગો ઉત્પન્ન થયા. ત્યારે પુંડરિક રાજાએ તેમને પોતાની વાહનશાળામાં રાખી તેમને રોગ રહિત કર્યા. ત્યાં સ્વાદિષ્ટ ભોજનો કરવાથી મુનિ રસમાં લોલુપ થઈ ગયા. પરંતુ પુંડરિક રાજાએ કુંડરિક મુનિને સમજાવીને પાછા તેમના ગુરુ પાસે મોકલ્યા. | ફરી એકવાર વસંતઋતુમાં પોતપોતાની સ્ત્રીઓ સાથે ક્રીડા કરતા નગરજનોને જોઈને ચારિત્રાવરણીય કર્મના ઉદયથી કુંડરિક મુનિનું મન ચારિત્રથી ચલાયમાન થયું. પુંડરિકિણી નગરીની અશોકવાટિકામાં આવીને એમણે ઓઘો મુખપટી વૃક્ષે લટકાવી દીધાં અને નિરંતન તે પરિચિંતવન કરવા લાગ્યા કે પુંડરિક મને રાજ આપશે કે નહીં? વન રક્ષકે રાજા પુંડરિકને આ સમાચાર આપ્યા ત્યારે પુંડરિકે આવીને કંડરિકના મનોભાવ જોયા અને તેને ચારિત્રથી ડોલતો જોઈ કેટલોક ઉપદેશ આપી પોતાનું રાજ્ય આપી અને દીક્ષાનાં વસ્ત્ર પોતે ગ્રહણ કરી ચાલી નીકળ્યા. કુંડરિક હર્ષ પામતો Page #438 -------------------------------------------------------------------------- ________________ પટ્ટહસ્તી ઉપર ચઢીને નગરમાં ગયો. મહેલમાં આવી તે દિવસે ઈચ્છા મુજબ ભક્ષાભક્ષના વિવેક કર્યા વગર અનેક પ્રકારનું ભોજન કર્યું. તે આહાર કૃશ શરીરે નહીં પચવાથી તથા રાત્રિએ ભોગવિલાસને માટે જાગરણ કરવાથી તત્કાળ રાત્રિમાં જ વિસૂચિકાનો વ્યાધિ ઉત્પન્ન થયો. “અવસરે વ્રતનો ભંગ કરનાર છે એટલે તે પાપી છે.” એમ ધારીને સેવકોએ તેનું ઔષધ કર્યું નહીં. તેથી તેણે વિચાર્યું કે, જે આ રાત્રિ વીતી જાય તો પ્રાતઃ કાળમાં જ સર્વ સેવકોને હણી નાખીશ.” એવી રીતે રૌદ્રધ્યાનમાં વર્તતો તે રાત્રિમાં જ કુંડરિક મૃત્યુ પામ્યો અને સાતમી નરકમાં ઉત્પન્ન થયો. આમ તેણે સંયમભ્રષ્ટ કરી નારકી મેળવી. : સંદર્ભસૂચિ : જૈનશાસનના ચમકતાં હીરા – પ્રકાશક - વરજીવનદાસ વાડીલાલ શાહ .......... શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર અધ્યયન-૧૯ – પ્રકાશક – શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન..... પૃ. ૪૫૫ પૃ. ૧૧૬ આર્દ્રકુમાર ઢાલ-૫૫ મુનીવર મોટો આદ્રકુમાર, કાંમિં ચાર્ગે કીધુ છાહાર / બાર વરસ ઘરવાસિ રહ્યું, જે મુક્યું તો સુખીઓ થયું // ૧ // શ્રી સૂયગડાંગ સૂત્ર'ના ૨/૬માં આપેલ કથાનકને આધારે મહાન તપસ્વી આર્દ્રકુમાર પણ મોહ કર્મના ઉદયથી રાગ ભાવ જાગૃત થતાં સંયમભાવથી પતિત થઈ શીલવ્રતથી ચૂક્યા હતા, આ વાત ઉપરોક્ત કડીમાં કવિએ આલેખી છે જે નીચેની કથામાં સમજાય છે. આદ્રકુમાર પૂર્વભવે સામાયિક નામના ગાથાપતિ હતા. સંસારને અસાર સમજી પતિ-પત્ની બન્નેએ દીક્ષા અંગીકાર કરી. એક વાર સામાયિક મુનિને સાધ્વી પત્નીને જોતાં રાગ ભાવ ઉત્પન્ન થયો. આ જાણીને પત્ની સાધ્વી અનશન કરી શરીરનો ત્યાગ કરી દશમા દેવલોકમાં ઉત્પન્ન થયા. સામાયિક મુનિને આ જાણ થતાં તેઓએ પણ અનશનનો સ્વીકાર કરી શરીરનો ત્યાગ કર્યો. તેઓ પણ દશમા દેવલોકમાં દેવ થયા. તેમની પત્નીએ દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી ધનપતિ નામના શ્રેષ્ઠીને ત્યાં પુત્રીપણે જન્મ ધારણ કર્યો. જ્યારે આદ્રકુમાર (મુનિ) પણ દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી આÁક નગરમાં રિપુમર્દન રાજાને ઘરે પુત્રપણે ઉત્પન્ન થયા. એક વાર અભયકુમારે મોક્ષ સાધનામાં સહાયક એ સામાયિકના ઉપકરણો આદ્રકુમારને ભેટરૂપે મોકલ્યાં. ઉપકરણોને જોઈને તેમને જાતિસ્મરણ ન થયું. પૂર્વભવની સાધનાનું સ્મરણ થતાં સંયમ લેવાના ભાવ જાગૃત થયા અને સ્વયં દીક્ષિત થઈ ગયા. એકવાર વસંતપુર નગરના રમ્યક નામના ઉદ્યાનમાં ભિક્ષુ પ્રતિમાનો સ્વીકાર કરી કાયોત્સર્ગમાં સ્થિત હતા, ત્યારે તે ઉદ્યાનમાં કામમંજરી અને તેની સખીઓ રમત રમી રહી હતી. આ રમતમાંને રમતમાં કામમંજરીએ ધ્યાનસ્થ આર્ટમુનિને પોતાના પતિ તરીકે સ્વીકાર્યા પરંતુ આટ્વમુનિ ત્યાંથી જતાં રહ્યા. બાર વર્ષ સુધી કામમંજરી પતિની વાટ જોઈને રોજ ભિક્ષુકોને દાન આપવા લાગી. બાર વર્ષ પછી આદ્રમુનિ તે જ નગરમાં પધાર્યા. ત્યારે કામમંજરી આદ્રકમુનિનાં પદ ચિહ્નોથી તેમને ઓળખી ગઈ. મુનિ પણ કર્મના ઉદયના કારણે Page #439 -------------------------------------------------------------------------- ________________ આધીન થઈને સંયમભાવથી પતિત થઈ ગયા. અને ગૃહસ્થ જીવન વ્યતીત કરતાં એક પુત્રની પ્રાપ્તિ થઈ. જ્યારે ફરીથી તેમને સંયમી જીવનનું સ્મરણ થયું અને તેમણે પત્ની પાસેથી રજા માંગી. ત્યારે પનીએ બાળકને સમજાવતાં બાળકે સૂતરના તાંતણે પિતાને વીંટાળી દીધા. પુત્રે બાર આંટા વીંટ્યા હોવાથી આર્દ્રકુમાર બાર વર્ષ સંસારમાં રહ્યા અને ત્યાર પછી પુનઃ સંયમધર્મનો સ્વીકાર કર્યો. : સંદર્ભસૂચિ : શ્રી સૂયગડાંગ સૂત્ર. બીજો શ્રુતસ્કંધ-અધ્યયન-૬ - પ્રકાશક – શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન................ પૃ. ૧૧૬ અરણિક મુનિ ઢાલ-૫૫ ' અર્ણક ઋષિ વિષયા ઈ નડ્યું, સીલ ગયું સંયમથી પડ્યું / ફરી કદ્રુપ સાથિં તે વત્યુ, મુગતિ ગયુ પણિ પૂસ્તગિ ચઢ્યું // ૩ // ઉપરોક્ત કડીમાં અરણિક મુનિનું દષ્ટાંત આપી કવિએ બ્રહ્મચર્ય વ્રતનો મહિમા દર્શાવ્યો છે. મુનિ જેવા મુનિનું પણ સ્ત્રી થકી શીલવ્રત, સંયમનું ભંગ થયું આ વાત નીચેની કથા દ્વારા સમજાય છે. અરણિક ભદ્રા માતા અને દત્ત પિતાનો એકનો એક દીકરો. માતા અને પિતા ઘણા વખતથી દીક્ષાના ભાવ સેવે છે, પણ નાના અરણિકને કોણ સંભાળે. તે છતાં એક દિવસ ભગવાનની વાણી સાંભળી ત્વરિત નિર્ણય લઈ દીક્ષા લઈ લીધી અને બાપા મુનિએ અરણિકને પણ દીક્ષા આપી. બાળ મુનિ વિદ્યાભ્યાસ કરે છે, પણ તેમનું વ્યાવહારિક બધું જ કામ બાપામુનિ જ કરે છે. આમ મોહવશ મુનિ જીવ્યા ત્યાં સુધી અરણિક મુનિને કોઈ વ્યાવહારિક કામ કરવા દીધું નહિ. કાળે કરી બાપા મુનિનો સ્વર્ગવાસ થયો. હવે તો અરણિક મુનિને ગોચરી પાણી માટે જવું પડતું હતું. એક વાર ઉનાળાના દિવસે, તડકો ધોમ ધખતો હતો ત્યારે ઉઘાડા પગે ચાલતાં અરણિક મુનિના પગ બળવા લાગ્યા. આથી વિસામો લેવા એક ગોખ નીચે ઊભા રહ્યા. ત્યાં સામે એક ગોખમાં ઊભેલી માનુનિએ આ મુનિને જોયા. સોહામણી અને મસ્ત કાયા જોઈ તે મોહી પડી. તેણે મુનિને ઉપર બોલાવ્યા. સુંદર મોદકનું ભોજન કરાવ્યું અને આ આવાસમાં રહી જવા તેમ જ બધા ભોગો ભોગવવા મુનિને લલચાવ્યા. મુનિ પણ પીગળી ગયા. મોહમાં ફસાઈ ગયા અને દીક્ષાનું મહાવ્રત ત્યાગી સંસારી બની ગયા. આમ સુંદરી સાથેનો સંસાર ભોગવતાં ભોગવતાં ઘણા દિવસો પસાર થયા. જ્યારે દીક્ષા લીધેલ માતા સાધ્વીને આ સમાચાર મળ્યા, ત્યારે આ આઘાત માતાજીથી “ સહન ન થયો અને અરણિકને શોધવા જ્યાં ત્યાં જવા લાગ્યાં. એક દિવસ અરણિક માતાની ચીસો સાંભળે છે અને તેમનું મન પાછું પીગળે છે. માતાજી સમજાવે છે કે, સંયમ વિના આ ભવ ભ્રમણામાંથી કોઈ છોડાવી શકે એમ નથી. આ એક જ તરી જવાનો ઉપાય છે. ગમે તે થાય ફરી સંયમ લેવો જ પડશે. ત્યારે અરણિક અનશન કરી પ્રાણ ત્યાગીશ એ શરતે ફરીથી સંયમ લેવા હા પાડે છે. આમ ફરીથી સંયમ લઈ અનશન કરી કાળક્રમે કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. : સંદર્ભસૂચિ : જૈનશાસનના ચમકતા હીરા – પ્રકાશક – વરજીવનદાસ વાડીલાલ શાહ........ Page #440 -------------------------------------------------------------------------- ________________ નંદીષેણ મુનિ ઢાલ-૫૫ નંદણ વેશાઘરિ રહ્યું, દસ બુઝવઈ પણિ સંયમ ગયું સીલવરત તેણઈ આદર્યું, તો તસ મુનીવર નાંમ જ ધર્યું //૪// મહાન ગણાતા લોકો પણ આ બ્રહ્મચર્ય વ્રત ચૂકીને પરનારીમાં તથા વિષય વાસનામાં અટવાઈ જાય છે અને સંસાર વધારે છે. તે વાત ઉપરોક્ત કડીમાં કવિએ “નંદીષેણ મુનિ'ના દષ્ટાંતના આધારે આલેખી છે જે નીચેની કથા દ્વારા સમજાય છે. રાજગૃહી નગરીના શ્રેણિક રાજાના પુત્ર નંદીષણને એક દિવસ મહાવીરની દેશના સાંભળી વૈરાગ્યની ભાવના થઈ, દીક્ષા આપવા પ્રભુને વિનંતી કરી. ત્યારે ભગવાન મહાવીરે તેમને થોભી જવા કહ્યું કે, હજુ તારે સંસારના ભોગ ભોગવવા બાકી છે પણ તીવ્ર વૈરાગ્યનો રંગ લાગવાથી તેમણે સંસાર છોડી દીક્ષા લીધી. તપ અને સંયમી જીવન ગાળતાં ઘણી વિદ્યાઓ પ્રાપ્ત કરી. ભગવાને ભાખેલું ભવિષ્ય ખોટું પાડવા ઠીક ઠીક મથામણ કરી, છઠ્ઠને પારણે આયંબિલ એવા તપ આરંભ્યા. વિકાર છોડવા જંગલમાં રહેવા માંડ્યું. છતાં માંકડા જેવું તેમનું મન વિકારી વિચારો છોડી ન શક્યું. તેઓ એક દિવસ ગોચરી માટે વેશ્યાના આવાસે જઈ ચડ્યા. ધર્મલાભ બોલી ઊભા રહ્યા. ત્યારે વેશ્યાએ જવાબ આપ્યો, અહીં ધર્મલાભનું કોઈ કામ નથી, અહીં તો અર્થલાભ જોઈએ. નંદીષણને પણ આ મહેણું લાગ્યું. ‘લે તારે અર્થલાભ જોઈએ છે ને', એમ કહી એક તરણું હાથથી હલાવી સાડીબાર કોડીની વર્ષા ઘરમાં કરી દીધી. આવી વિદ્યાવાળા જુવાન આંગણે આવેલો જાણી વેશ્યાએ પોતાના હાવભાવ, ચંચળતા દેખાડી મુનિને લોભાવી દીધા. મુનિ સાધુતા છોડી ગૃહસ્થ બની ગયા. બાર વર્ષ વેશ્યાને ઘેર રહ્યા, પણ દરરોજ દશ જણને પ્રતિબોધવાનો નિયમ રાખ્યો. જ્યાં સુધી દશ જણને પ્રતિબોધી ન શકાય ત્યાં સુધી ભોજન ન લેવાનો પાકો નિયમ કર્યો. એક દિવસ નવ જણ પ્રતિબોધ્યા પણ દશમો જણ કોઈ ન મળ્યો. જમવાનું મોડું થતું હતું. એક મૂરખને પ્રતિબોધવા ઘણી મહેનત કરી, પણ તે ન બુઝાયો. આથી વેશ્યાએ હસતાં હસતાં કહ્યું, ‘નવ તો થયા, દશમા તમે અને નંદીષણનો આત્મા પ્રલિત થઈ ગયો. હા દશમો હું. બધું છોડી ભગવાન પાસે આવી ફરી દીક્ષા ગ્રહણ કરી, ચોખ્ખું ચારિત્ર પાળી, તપ જપ સંયમ કરી દેવલોકે ગયા. આવી રીતે ફરીથી શીલવ્રતને પાળી પોતાનું જીવન સુધાર્યું. : સંદર્ભસૂચિ : જૈનશાસનના ચમકતા હીરા – પ્રકાશક – હરજીવનદાસ વાડીલાલ શાહ..... .......... પૃ. ૧૭ શ્રી ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર ભાગ-૪ – અનુવાદક – કુંવરજીભાઈ આંણદજીભાઈ ..................... પૃ. ૧૦૨ સિંહ મુનિ ઢાલ-૫૫ ચોમાસી તપ કેરો ઘણી, પણિ સહુ ઈ નાખ્યું અવગુણી / સીલ ખંડવા કેડિ થયું, કોશામંદિરિ ચાલી ગયું // ૫ // રત્નકાય ભગાડ્યું જેહ, ભમી ભમી નિં આવ્યું તેહ / પ્રતિબોયુ નિ મુનિવર ગયુ, સીલ ચહ્યું તો દયને ધ્યન થયુ // ૬ // Page #441 -------------------------------------------------------------------------- ________________ ઉપરોક્ત કડીમાં મહાન એવા તપસ્વી મુનિરાજે પણ સ્ત્રીના રૂપમાં મોહિત થઈ સંયમથી ચલિત થઈ જાય છે, આ વાત કવિ ‘સિંહ મુનિના દષ્ટાંત દ્વારા સમજાવે છે જે નીચેની કથા દ્વારા જણાય છે. એક વાર સંભૂતિવિજયસૂરિના શિષ્ય સિંહ મુનિ સ્થૂળભદ્રની જેમ કોશાના ઘરે ચાતુર્માસ રહેવા માટે અભિગ્રહ કરે છે. ત્યારે ગુરુ તેમને ના પાડે છે. પરંતુ સિંહમુનિ ગુરુના વચનની અવગણના કરી કોશાને ઘેર ગયા. મુનિએ ચાતુર્માસ રહેવા માટે ચિત્રશાળા માગી. તે તેણે આપી. પછી કામદેવને ઉદ્દીપન કરનાર ષસ ભોજન કોશાએ મુનિને વહોરાવ્યું. મુનિએ તેનો આહાર કર્યો. બે-ચાર દિવસ થયા પણ કોશા મુનિ પાસે જતી નથી. એટલે છેવટે મુનિએ તેને બોલવવા માંડી. તેના હાવભાવ, કટાક્ષ તથા નૃત્યાદિક જોઈને મુનિ ભાન ભુલીને કોશા પાસે ભોગની યાચના કરી. ત્યારે કોશાએ કહ્યું કે, “અમે વેશ્યાઓ ઈન્દ્રનો પણ દ્રવ્ય વિના સ્વીકાર કરતા નથી.” ત્યારે મુનિ કહે છે કે, “પહેલાં મને ભોગ સુખ આપીને શાંત કર, પછી તું બતાવીશ ત્યાંથી દ્રવ્ય લઈ આવ ત્યારે કોશા મુનિને નેપાળથી રત્ન કંબલ લઈ આવવાનું કહે છે. આ સાંભળી અકાળે વર્ષાઋતુમાં મુનિ નેપાળ જાય છે અને રાજા પાસેથી રત્નકંબલ મેળવી, રસ્તામાં ચોરોથી કંબલ બચાવીને કોશાને આપે છે. ત્યારે કોશા તે લઈને તરત જ પોતાના પગ લૂછીને રત્નકંબલને ઘરની ખાળમાં ફેંકી દે છે. ત્યારે સિંહ મુનિ ખેદયુક્ત થઈ કહે છે કે, “ઘણી મુશ્કેલીથી આણેલું આ મહામૂલ્યવાન રત્નકંબલ તેં કાદવમાં કેમ નાંખી દીધું?' ત્યારે કોશા પ્રત્યુત્તર આપે છે કે, “તમે મહામૂલ્યવંત તમારા સંયમધર્મને ગટર જેવી મળમૂત્ર ભરેલી કાયામાં રગદોળવા શા માટે તૈયાર થયા છો?” આ સાંભળીને સિંહમુનિને પશ્ચાતાપ થાય છે અને કોશાનો આભાર માની પાછા સંયમમાર્ગે સ્થિર થઈ, ગુરુ પાસે આલોચના લઈ દુષ્કર તપ કરવા લાગે છે. : સંદર્ભસૂચિ : જૈનશાસનના ચમકતા હીરાઓ – પ્રકાશક – હરજીવનદાસ વાડીલાલ શાહ..... ....................... પૃ. ૨૧૯ રથનેમી ઢાલ-૫૫ રહઇનેમિ મન વચન પડ્યું, રાજુલ દેખી તે હડબડ્યું / . માહાભટ મદ નિ કીધો રંક, સહી શરિ પાંત્ર્ય સોય કલંક // 9 // રથનેમિનું સંયમભાવથી થયેલું પતન અને રાજે મતીના બ્રહ્મચર્યના તેજથી થયેલા સ્થિરિકરણની વાત “શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'/૨/રમાં આપેલ રથનેમીયના કથાનકના આધારે ઉપરોક્ત કડીમાં પણ આ જ ભાવ કવિએ આલેખ્યો છે જે નીચેની કથા દ્વારા સમજાય છે. એકવાર ભગવાન નેમનાથ તેમના સાધુ સમુદાય સાથે વિહાર કરતાં કરતાં ગિરનાર પર્વત ઉપર રહ્યા હતા. રથનેમી કે જે સંસારીપણાના ભગવાન નેમનાથના નાના ભાઈ હતા. તેઓ ગોચરી વહોરી પ્રભુ પાસે આવતા હતા, તેવામાં અચાનક વૃષ્ટિ થઈ. વરસાદથી બચવા મુનિ રથનેમી એક ગુફામાં પેઠા. એ અવસરે રાજીમતી સાધ્વી પણ પ્રભુને વાંદીને પાછા ફરતાં હતા. વરસાદથી બચવા તેઓએ પણ અજાણતાં આ જ ગુફામાં પ્રવેશ કર્યો. ગુફામાં પ્રવેશ કરતી વખતે રાજેમતીને અંધકારના કારણે રથનેમિ દેખાયા ન હતા. તેથી તેમણે પોતાના ભીંજાયેલા વસ્ત્રો સૂકવવા માટે કાઢી નાખ્યાં. Page #442 -------------------------------------------------------------------------- ________________ ત્યારે રથનેમિ વસ્ત્રવિહીન દશામાં રાજેમતીને જોઈને કામાતુર થયા. તેમણે રાજેસતીને કહ્યું, “હે ભદ્ર! મેં પૂર્વે પણ તમારી આશા રાખી હતી અને હજુ કહું છું કે હમણાં ભોગનો અવસર છે.” સ્વર ઉપરથી રથનેમિને ઓળખી રાજે મતીએ વસ્ત્રથી પોતાનું શરીર ઢાંકી દીધું અને હિંમતપૂર્વક રથનેમિને સંયમભાવોમાં સ્થિર કરવાનો પ્રયત્ન કર્યો. તેમણે વૈરાગ્યપ્રેરક વચનોથી શૂરતા અને વીરતાપૂર્વક રથનેમિને પોતાના કુલની કુલીનતાનું સ્મરણ કરાવી, મનુષ્ય જન્મ અને તેમાં પ્રાપ્ત થયેલા સંયમી જીવનની મહત્તાનું દર્શન સમજાવ્યું. તેમ જ પતિત થયેલા જીવોની પરિસ્થિતિનું ભાન કરાવ્યું. રથનેમિ પણ મોક્ષગામી જીવ હતા. તેમને સખત પશ્ચાતાપ થયો અને સર્વ પ્રકારે ભોગની ઈચ્છા તજી દીધી અને સંયમભાવમાં પુનઃ સ્થિર થઈ ગયા. રથનેમિએ પ્રભુ નેમનાથ પાસે જઈને પોતાના દુખ્યારિત્રની આલોચના કરી એક વર્ષ સુંદર તપશ્ચર્યા અને ચારિત્ર પાળી કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષે ગયા. .: સંદર્ભસૂચિ : શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ભાગ-૨ - પ્રકાશક – શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન.... - પૃ. ૨૨૯ લક્ષ્મણા સાધ્વી ઢાલ-પપ લક્ષણા નામિ જે માહાસતી. મન મઈલઇ ચુકી સુભ ગતિ / મનહ વચન કાયા થીર નહી, તે નર સૂખી થાઈ કહી // ૮ // ઉપરોક્ત કડીમાં શીલવ્રતનો મહિમા બતાવતાં કવિ ‘લક્ષ્મણા સાધ્વી'નું દષ્ટાંત આપતા કહે છે કે, શીલભંગનો વિચાર માત્ર કરવાથી પણ લક્ષ્મણા સાધ્વી શુભગતિ ચૂકી ગયા. જે નીચેની કથા દ્વારા ફલિત થાય છે. વીતેલી એંસીમી ઉત્સર્પિણીમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નગરે જંબુદાડિમ રાજાની વહાલસોયી પુત્રી લક્ષ્મણા હતી. લક્ષ્મણા રાજકુમારીનાં લગ્ન લેવાયાં. હજુ ચાર મંગળફેરા ફરે છે, ત્યાં ચોરીમાં તરત વિધવા થઈ. તેમણે સંસાર છોડીને દીક્ષા લઈ લીધી પછી ઘણી શિષ્યાઓની વડલા ગુણી બન્યા. તે ઘણા જ્ઞાની હતા. એક દિવસ ગામમાં ગુરુ પધારે છે. તેમનાં દર્શનાર્થે આ સાધ્વી સમુદાય જઈ રહ્યો છે. તેમાં રસ્તામાં લક્ષ્મણા સાધ્વીને ખીલી વાગી. પગ ભોંય પર મૂકી શકે નહિ એવી ખૂબ પીડા થવા લાગી એટલે શિષ્યાઓને કહે છે, તમે જાવ હું નહિ આપી શકું. લક્ષ્મણા સાધ્વી પાછાં વળીને આવીને પાટે સૂતાં છે. પગમાં વેદના ઘણી જ હતી. ત્યાં અકસ્માત માળામાં ચકલા-ચકલીના મૈથુનનું દશ્ય જોયું અને મનમાં વિચાર આવ્યો, અહો? અહીં પણ આવું છું? ફક્ત કેવળી, સિદ્ધ ભગવાન અવેદી છે. બાકી બધા વેદી છે. અવેદી ભગવાન વેદીની દશા શું જાણે? લક્ષ્મણા સાધ્વીએ ચકલા-ચકલીના સંયોગનું દશ્ય જોયું અને મન ખસ્યું, ખરાબ વિચારો આવ્યા પરંતુ પછી તરત મન પાછું વાળી લીધું. તરત જ તેમને પોતાની પ્રતિજ્ઞા યાદ આવી અને આવા મનોગત વિચારને માટે પસ્તાવો થયો. પરંતુ લજ્જાને લીધે તેમણે આ દુર્વિચાર માટે ગુરૂ પાસે પ્રાયશ્ચિત ન લીધું અને પોતાની મેળે જ તેના Page #443 -------------------------------------------------------------------------- ________________ નિવારણ માટે પચાસ વર્ષ સુધી પુષ્કળ તપસ્યા કરી. છતાં મનમાં શલ્ય રાખીને કરેલી તપશ્ચર્યાનું ફળ તેમને માનસિક અબ્રહ્મચર્યના દોષમાંથી મુક્ત કરી શકયું નહિ. કર્તવ્ય કૌમુદી-૨ ઢોલ ૫૫ : સંદર્ભસૂચિ : શતાવધાની પંડિત મુનિરાજ શ્રી રત્નચંદ્રજી મુનિ ફૂલવાલુક ફુલવાલુંઓ મુનીવર જેહ, માહાતપીઓ પણિ કહીઇ તેહ | સીલ ખંડણા તેણઇ કરી, ખિણા દૂરગતિ નારી વરી ।। ૯ ।। ઢાલ-૫૫ ............. પૃ. ૩૧૧ મહાતપસ્વી એવા મુનિ ફૂલવાલુક પણ નારીના સંગથી શીલવ્રતનું ભંગ કરી દુર્ગતિમાં પડે છે. ‘શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર’/૧માં આપેલ ‘મુનિ ફૂલવાલુક’ના દૃષ્ટાંત કથાનકના આધારે કવિએ ઉપરોક્ત કડીમાં આ ભાવનું નિરૂપણ કર્યું છે જે નીચેની કથા દ્વારા જાણી શકાય છે. એક આચાર્ય હતા. એમનો શિષ્ય અત્યંત અવિનીત હતો. એકવાર શિષ્યએ ગુરુને મારવા માટે પર્વત ઉપરથી નીચે ગુરુની ઉપર શિલા ફેંકી પરંતુ ગુરુએ આ જોયું અને તરત જ ખસી ગયા અને તેઓ બચી ગયા. તેમણે શિષ્યને શ્રાપ આપ્યો કે, તારો વિનાશ સ્ત્રીના કારણે થશે. આ સાંભળીને શિષ્યએ ગુરુનું વચન મિથ્યા કરવા માટે નદી કિનારે ખૂબ જ તપ કરવા લાગ્યો. તપના પ્રભાવથી નદીએ પોતાનો પ્રવાહ બદલી નાખ્યો. આથી તેનું નામ ફૂલવાલુક પડ્યું. મહારાજા શ્રેણિકનો પુત્ર કોણિક વૈશાલી નગરીને પોતાને કબજે કરવા માંગતો હતો પરંતુ જ્યાં સુધી મુનિસુવ્રત સ્વામીનું સ્તૂપ રહેશે ત્યાં સુધી વૈશાલી નગરીને જીતી શકશે નહિ એવી લોકવાયકા હતી. એકવાર દેવવાણી થઈ કે જો શ્રમણ ફૂલવાલુક ગણિકાને વશ થઈ જાય તો વૈશાખી નગરીને કબજે કરી શકાય. ત્યારે કોણિકે આ કામ એક ગણિકાને સોંપ્યું. ગણિકા એક શ્રાવિકાનું રૂપ લઈ ફૂલવાલુકના આશ્રમમાં ગઈ. તેણે પોતાના રૂપથી અને બુદ્ધિથી તપસ્વી મુનિને પોતાના વશમાં કરી લીધા. મુનિ સંયમનું ભાનભૂલી એક ગણિકાના રૂપમાં મોહિત બની ગયા અને તેમનું મન વિચલિત થઈ ગયું. પોતાનું કામ થઈ જવાથી ગણિકા તેમને કોણિક મહારાજ પાસે લઈ આવી અને મુનિ પાસેથી કોણિકે બધી વાતની જાણકારી મેળવીને મુનિસુવ્રત સ્તૂપને ધ્વસ્ત કરી નાખ્યો અને વૈશાલી પર કબજો મેળવ્યો. ગણિકાએ પણ પોતાનું કામ થઈ જવાથી મુનિને છોડી દીધા. આમ મુનિ એક ગણિકાના હાથે દુર્ગતિમાં પડ્યા. શ્રી. ઉત્તરાધ્યયન સૂત્ર/૧ : સંદર્ભસૂચિ : સંપાદક - વિવેચક આચાર્ય મહાપ્રજ્ઞ 1 <> de પૃ. ૧૩ બ્રહ્મરાય બ્રહ્મરાય ઘરી ચલણી જેહ, પોતઇ પૂત્ર મરાવઇ તેહ । ગઉતમ ઋષિની અહીલા નાર્ય, અંદ્ર ભોગવઇ ભુવન મઝાર્ય || ૧૨|| બ્રહ્મરાયના ઘરે ચુલણી નામે રાણી હતી જે પોતાના અવૈધ-સંબંધને જાણી ગયેલાં પોતાના Page #444 -------------------------------------------------------------------------- ________________ સગા પુત્રને મારવા માટે કાવત્રુ કરે છે. “શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'-૧૩માં બ્રહ્મરાયના દષ્ટાંત કથાનકના આધારે કવિએ ઉપરોક્ત કડીમાં આ.ભાવનું નિરૂપણ કર્યું છે જે નીચેની કથા દ્વારા સમજાય છે. કાંડિલ્યપુરના રાજાનું નામ બ્રહ્મ તેમ જ તેમની રાણીનું નામ ચલણી હતું. રાજાના ઘરે બ્રહ્મદત્ત નામનો કુંવર હતો. રાજાના ચાર અંગત મિત્ર હતા. જે સાથે ને સાથે રહેતા હતા. અચાનક એક દિવસ રાજાનું મૃત્યુ થયું. ત્યારે રાજાનો બધો જ કારભાર દીર્ધ નામનો રાજાનો મિત્ર સંભાળવા લાગ્યો. ધીરે ધીરે રાણી ચલણી પણ તેની સાથે પ્રેમબંધનમાં બંધાઈ. બન્ને વિષય-વાસના ભોગવવા લાગ્યા. આ વાતની ખબર બ્રહ્મ રાજાના મંત્રી ધનુને પડી અને તેમણે આ વાતની ખબર કુમાર બ્રહ્મદત્તને પહોંચાડી. કુમારને આ કૃત્ય ઘણું જ અયોગ્ય લાગ્યું. કુમારે એક કાગડાને અને કોયલને પિંજરામાં પૂરી રાણીના મહેલમાં લઈ જઈને ચલણી રાણીને કહ્યું કે, જે કોઈ અનુચિત સંબંધ જોડશે, તેને હું આવી રીતે પિંજરામાં પૂરી દઈશ. આ સાંભળીને રાજા દીર્ધ અને રાણી બન્ને ગભરાઈ ગયાં અને કુમારને મારવા માટે ઉપાય શોધવા લાગ્યા. પછી તેઓએ જનાપવાદથી બચવા માટે પહેલા કુમારના લગ્ન કરવા અને પછી ગમે તે પ્રકારે તેને મારી નાખવો, આ પ્રમાણે નક્કી કર્યું. આ યોજના પ્રમાણે રાજા દીર્ધ અને રાણી ચલણીએ કુમારના લગ્ન કર્યા અને કુમાર બ્રહ્મદત્તને પોતાની નવવધૂ સાથે લાક્ષાગૃહમાં મોકલ્યો અને બાકીના બધાને પોતપોતાને ઘરે મોકલાવી દીધા. રાત્રિના બે પહોર થયા. બ્રહ્મદર ગાઢ નિદ્રામાં હતો, ત્યારે લાક્ષાગૃહમાં આગ લગાડી. નવવધૂના રૂપમાં રાણી ચલણીનો કોઈ જાસૂસ હતો. આમ કુમારને મારવા માટે રાણી ચલણીએ કાવત્રુ ગોઠવ્યું હતું પરંતુ મંત્રી ઘનના કારણે કુમાર બ્રહ્મદત્ત બચી ગયો. આમ સગી માતાએ વિષય વાસનામાં અંધ બની સગા પુત્રને મારવા તૈયાર થઈ હતી. : સંદર્ભસૂચિ : શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર/૧૩ - સંપાદક – વિવેચક આચાર્ય મહાપ્રજ્ઞ ... સતી વિશલ્યા ઢાલ ૫૬ સતી વશલા આગઈ હવી, રામચંદ્ર મુખ્ય હનિ સ્તવી / સીલવતી તુ માહારી માત, આ ઊઠાડો વેગિં ભ્રાત // ૩૦ // તવ સતી ઈં સિર હથે જ ધર્યું, પઠ્ય પૂર્ણ તે ચેતન કર્યું / ઉયુ લક્ષમણ હરખિં હસુ, સીલ તણો જગી મહીમા અસ્તુ // ૩૧ // શીલધર્મનો મહિમા એવો છે કે આત્માના અનેક ગુણોને પ્રગટાવે છે. તેમજ શીલધર્મને કારણે સતીઓ સર્વત્ર સર્વની પૂજનીય બની જાય છે. ઉપરોક્ત કડીમાં આ વાત કવિએ “શ્રી ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્રના આધારે સતી વિશલ્યાના દષ્ટાંત કથાનકના આધારે આલેખી છે જે નીચેની કથા દ્વારા સમજાય છે. દ્રોણમેધ નામનો રાજા હતો, તેને પ્રિયંકરા નામની રાણી હતી. તે રાણી પૂર્વે રોગથી અત્યંત પીડાતી હતી. એકવાર તેને ગર્ભ રહ્યો. તેના પ્રભાવથી તે વ્યાધિમુક્ત થઈ ગઈ અને વિશલ્યા નામે એક પુત્રીને તેણે જન્મ આપ્યો. તે વિશલ્યાના સ્નાન જળથી સિંચન કરતાં તેના દેશના લોકો * પૃ. ૨૨૬ Page #445 -------------------------------------------------------------------------- ________________ નીરોગી થઈ જતાં. એકવાર સત્યભૂતિ નામે ચારણ મુનિને તેનું કારણ પૂછ્યું, એટલે તેમણે વિશલ્યાના પૂર્વ જન્મના તપનું ફળ છે એમ કહ્યું. આ વાત પ્રતિચંદ્ર નામના એક વિદ્યાધરે રામને કરી અને કહ્યું કે, “લક્ષ્મણની મૂછને ચેતનવંતો કરવા માટે વિશલ્યાનું સ્નાન જલ પ્રાતઃકાળ થાય તે પહેલા લઈ આવો.” આ વાત સાંભળીને રામે વિશલ્યાનું સ્નાનજલ લાવવા માટે ભામંડલ, હનુમાન અને અંગદને સત્વર ભરતની પાસે જવા આજ્ઞા કરી. ભરત પાસે આવીને તેમણે બધી વાત કરી. આથી ભરત તેમના વિમાનમાં બેસી કૌતુકમંગલ નગરે આવ્યા. ત્યાં ભરતે દ્રોણમેધની પાસે વિશલ્યાની માગણી કરી, એટલે તેમણે એક હજાર બીજી ન્યાઓ સહિત લક્ષ્મણ સાથે વિવાહ કરીને વિશલ્યાને આપી. પછી ભામંડલ વગેરે ઉતાવળ કરી ભરતને અયોધ્યામાં મૂકીને પરિવાર સહિત વિશલ્યાને લઈને રામ પાસે પહોંચ્યા. વિશલ્યાએ આવીને લક્ષ્મણને કરસ્પર્શ કર્યો એટલે તત્કાળ પષ્ટિમાંથી સર્પિણી છટકીને નીકળે તેમ લક્ષ્મણના શરીરમાંથી મહાશક્તિ બહાર નીકળી ગઈ. વિશલ્યાએ ફરીવાર લક્ષ્મણને કરસ્પર્શ કર્યો અને હળવે હળવે ગોશીષચંદનનું વિલેપન કર્યું. તત્કાળ ત્રણ રુઝાઈ જવાથી લક્ષ્મણ નિદ્રામાંથી ઊઠ્યા હોય તેમ બેઠા થયા. પછી રામે વિશલ્યાનો સર્વ વૃત્તાંત લક્ષ્મણને જણાવ્યો. આમ સતી વિશલ્યાના તપથી લક્ષ્મણ પુનઃ સજીવન થયા. .: સંદર્ભસૂચિ : શ્રી ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર ભાગ-૩ - અનુવાદક – કુંવરજીભાઈ આંણદજીભાઈ . પૃ. ૧૧૬ કલાવતી ઢાલ-પ૬ કલાવતીનું સીઅલ જ જોય, ભુજ ડંડ પાંમી જગી દોય / | નદીપૂર તે પાછુ વલ્યુ, સીલસીરોમણિ પર્ગટ ફલ્યુ // ૩૪ // શીલવંતી નારીને પણ પૂર્વે કરેલાં કર્મ ભોગવવાં જ પડે છે પરંતુ તેના શીલના પ્રભાવથી તેનાં સર્વ સંકટો ટળી જાય છે. આ વાતનું ઉપરોક્ત કડીમાં કવિએ ‘કલાવતી'ના દષ્ટાંત કથાનકને આધારે આલેખન કર્યું છે જે નીચેની કથા દ્વારા સમજાય છે. કલાવતીનાં લગ્ન શેખરાજાની સાથે થયાં હતાં. કલાવતી ગર્ભવતી થતાં તેના પિયરથી તેના ભાઈએ મોકલેલ કંકણોની જોડી પહેરીને પ્રશંસાનાં વાક્યો ઉચ્ચારતી હતી. તેમાં ગેરસમજૂતી થઈ. પતિને તેના શીલ પર શંકા આવતાં, કંકણસહિત તેના કાંડા કાપીને જંગલમાં મૂકી આવવાનો હુકમ કર્યો. સેવકો રથમાં બેસાડી કલાવતીને ઘોર અટવીમાં લઈ ગયા અને કલાવતીને નીચે ઉતારી રાજાજીનો હુકમ સંભળાવ્યો, કલાવતીએ આંખમાં આંસુ સાથે જવાબ આપ્યો કે, “મારા સ્વામીને કહેજો તમારી આજ્ઞા મુજબ કલાવતીએ કંકણ સાથે બન્ને હાથ કાપી આપ્યા છે. કાપી લો બન્ને હાથ અને જલ્દી જઈ રાજાજીને સોંપો મારા બન્ને કંકણ સાથેના હાથ.” સેવકોએ બન્ને કાંડા કંકણ સાથે Page #446 -------------------------------------------------------------------------- ________________ કાપી વિદાય લીધી. પરન્તુ શીલના દિવ્ય પ્રભાવે કલાવતીના હાથ હતા તેવાં ને તેવાં થઈ ગયા. કાંડા કપાવવાનું ખરું કારણ તો પૂર્વનાં કર્મ હતાં. પૂર્વભવમાં કલાવતી એક રાજાની કુંવરી હતી અને રાજાનો જીવ એક પોપટ હતો. તે પાંજરામાંથી ઊડી ન જાય તે માટે તેની પાંખો કલાવતીએ કાપી લીધી હતી, તેથી તે પોપટના જીવ રાજાએ કલાવતીના કાંડા કાપ્યાં. આમ પૂર્વે કરેલાં કર્મનું ફળ આ ભવમાં ભોગવવું પડ્યું. આમ કર્મનાં ફળ ભોગવવા જ પડે છે. : સંદર્ભસૂચિ : જૈનશાસનના ચમકતા સિતારા – પ્રકાશક – હરજીવનદાસ વાડીલાલ શાહ ....... .... પૃ. ૮૩ વંકચૂલ ઢાલ-૫૬ વંકચૂલ વનિ મોટો ચોર, વ્રત ચોથુ તેણઈ લીધુ ઘોર / કાર્ણ પણઈ તેણઈ રાખ્યું સીલ, રાજરીય બહુ પાંડુ લીલ // ૩૭ // વંકચૂલ નામના ચોરે શીલવ્રત ધારણ કર્યું હતું. કારણ પડવા છતાં તેણે શીલવ્રત અખંડ રાખ્યું. આ વાત વંકચૂલ' દષ્ટાંત કથાનકને આધારે ઉપરોક્ત કડીમાં કવિએ આલેખી છે જે નીચેની કથા દ્વારા સમજાય છે. વિરાટ દેશના પેઢાલપુર નગરમાં શ્રીચૂલ નામે રાજા રાજ્ય કરતા હતા. તેને સુમંગળા પટરાણી હતી. તેમ જ તેમને પુષ્પચૂલ અને પુષ્પચૂલા નામે પુત્ર-પુત્રી હતાં. પુષ્પચૂલ યૌવનાવસ્થામાં આવ્યો. નાનપણથી જ તેને જુગાર, ચોરી વગેરે મહાવ્યસનો લાગુ પડતાં ઉદ્ધત બની ગયો. કર્મ સંજોગે પગમાં ખોડ હોવાથી જરાક વાંકો ચાલતો હતો, તેથી લોકો તેને વંકચૂલ કહેતા હતા. વંકચૂલના ખરાબ લક્ષણોથી તંગ આવી મા-બાપે તેને દેશવટો આપ્યો. વંકચૂલ પોતાની સ્ત્રી તથા બહેનને લઈને નગરની બહાર જંગલમાં એક પલ્લીમાં ગયો. જ્યાં ચોર લોકો રહેતા હતા, ચોરી કરવી તેમનો ધંધો હતો. વંકચૂલ પણ તેમની સાથે રહેવા લાગ્યો. થોડા સમય બાદ પલ્લીપતિનું મૃત્યુ થવાથી વંકચૂલ પલ્લપતિ બન્યો. * એકવાર તેમની પલ્લીમાં એક આચાર્ય મહારાજે સંજોગવસાત્ ચાતુર્માસ કર્યું. ચોમાસું પૂર્ણ થતાં આચાર્યના ઉપદેશથી તેણે ૧) અજાણ્યાં ફળ ખાવાં નહિ, ૨) પ્રહાર કરતાં પહેલાં સાત ડગલાં પાછા હઠવું, ૩) રાજાની પટ્ટરાણી સાથે સાંસારિક ભોગો ભોગવવા નહિ અને ૪) કાગડાનું માંસ ખાવું નહિ. આ ચાર નિયમો ગ્રહણ કર્યા. વંકચૂલ એકવાર રાજાના મહેલમાં ચોરી કરવા ગયો. ત્યારે રાણીએ તેની સાથે ભોગ ભોગવાની ઈચ્છા દર્શાવી પરંતુ વંકચૂલે લીધેલા નિયમનું દઢતાપૂર્વક પાલન કર્યું. તેણે રાણીની વાત માની નહિ. આથી રાણીએ તેના ઉપર ખોટો આક્ષેપ મૂક્યો પરંતુ રાજાએ સઘળી બીના સાંભળી હોવાને કારણે વંકચૂલ ઉપર ખુશ થઈને પોતાનો સામંત બનાવ્યો. આમ વંકચૂલ ચોથા વ્રતનું દઢતાપૂર્વક પાલન કરવાથી રિદ્ધિ-સિદ્ધિને પામ્યો. સંદર્ભસૂચિ . જૈનશાસનના ચમકતા હીરા - સંપાદક – હરજીવનદાસ વાડીલાલ શાહ શ્રી પાંચ પ્રતિક્રમણ સૂત્ર – પ્રકાશક - ગોડીજી દેરાસર-પાયધુની. ...... પૃ. ૯૨ ......... પૃ. ૨૩૮ Page #447 -------------------------------------------------------------------------- ________________ ઢાલ-૫૬ સુદર્શન શેઠ સુદણ સેઠ રે વ્રત તે ચોથુ શરિ વહ્યું પટરાણી રે પ્રેમ તણઈ વચને કહ્યું / રંભા દેખી રે સેઠિ તણુ મન થીર રહ્યું નવિ ચુકો રે જે જગ્યું જીવત ગયું // // 10 // ઉપરોક્ત કડીમાં કવિએ ‘સુદર્શન શેઠ' દષ્ટાંત કથાનો આધાર લઈ શિયળવ્રતનો મહિમા સમજાવ્યો છે જે નીચેની કથા દ્વારા સમજાય છે. અંગ દેશની ચંપાપુરી નગરીના રાજા દધિવાહનને અભયા નામની રાણી હતી. સુદર્શન શેઠ આ ચંપાપુરીમાં વસતા હતા. તેમને મનોરમા નામે પત્ની હતી. સુદર્શન શેઠને ચંપાનગરીના પુરોહિત સાથે ગાઢ મૈત્રી હતી. પુરોહિતે પોતાની પત્ની પાસે સુદર્શન શેઠની બુદ્ધિના, રૂપના તેમ જ સદાચાર શીલના ખૂબ જ વખાણ કર્યા. આ સાંભળીને પુરોહિતની પત્ની કપિલા સુદર્શન શેઠની સાથે ભોગ ભોગવવા તલપાપડ બની. એકવાર પુરોહિતને બહારગામ જવું પડ્યું. ત્યારે કપિલા ખોટું બોલીને સુદર્શન શેઠને પોતાના ઘરે લઈ આવી અને તેમની પાસે કામભોગની માગણી કરી. આ સાંભળી સુદર્શન શેઠે સહી સલામત બચવા માટે પોતે નપુંસક છે એમ કહીને ત્યાંથી પોતાના ઘરે હેમખેમ આવી ગયા પરંતુ જ્યારે કપિલાને આ વાતની અભયા રાણી પાસેથી ખબર પડી કે શેઠ નપુંસક નથી પોતે છેતરાઈ છે, ત્યારે તેને અત્યંત ખેદ થયો અને હૈયામાં ઈષ્ય જન્મી અને અભયા રાણીને કહ્યું કે, “તો છેતરાઈ પણ તમે સુદર્શન શેઠ સાથે ભોગ ભોગવો તો ખરા.” અભયા રાણીએ પણ સામે પડકાર ફેંક્યો. એકદા સુદર્શન શેઠ પૌષધવ્રત લઈ ધ્યાનમાં ઊભા હતા ત્યારે રાણી અભયાની સૂચનાથી દાસી તેમને રાજમહેલમાં ઉપાડી લાવી અને તેમને ચલિત કરવા માટે અભયા રાણીએ અનેક ઉપાયો કર્યા, પણ તે સઘળા નિષ્ફળ ગયા. છેવટે રાણીએ તેમના પર શીલભંગનો મિથ્યા આરોપ મૂક્યો. ત્યારે રાજાએ સુદર્શન શેઠને પૂછ્યું કે, “જે હોય તે સાચું કહો. આમાં સત્ય શું છે?” સુદર્શન તો કાયોત્સર્ગમાં સ્થિર હતા. ફરી ફરી પૂછ્યું પણ શેઠ મૌન રહ્યા. ત્યારે રાજાએ તેમને શૂળીની શિક્ષા ફરમાવી. શેઠે મનમાં વિચાર્યું કે, જો હું સાચું બોલીશ તો અભયા રાણીની ફજેતી થશે અને રાણીને શિક્ષા થશે. મારો ધર્મ અહિંસા પાલન છે, આમ વિચારી શેઠ મૌન જ રહ્યા. પરંતુ શીલના પ્રભાવથી શૂળીનું સિંહાસન થઈ ગયું અને તેમનો જયજયકાર થયો. આમ સુદર્શન શેઠની પરદારા વિરમણ વ્રત અંગે કસોટી થઈ પણ તેઓ શીલથી ચૂક્યા નહિ. : સંદર્ભસૂચિ : શ્રી પંચ પ્રતિકમણ સૂત્ર - પ્રકાશક - શ્રી ગોડીજી મ. જૈન દેરાસર ઍન્ડ ચૅરિટીઝ ટ્રસ્ટ ............ પૃ. ૨૩૬ યોગશાસ્ત્ર - ભાષાંતરકર્તા - શ્રીમદ પંન્યાસ મ. શ્રી કેશરવિજયજીગણિ ....... ......... પૃ. ૩૫ Page #448 -------------------------------------------------------------------------- ________________ ભાવ યતિ શિવકુમાર ઢાલ-૫૭ પતી જે પચ સહ્યા કેરો નામિ સીવકુમાર રે / ભાવ ચારિત્ર થકી વંદો સીલ રહ્યુ નીરધાર રે /. પંચમઈ સુરલોકિ પોહોતો કર્મ કેતુ ખઈ કર્યું / સીલ અંગિ ધયું સાચું નાંમ જગહાં વીસ્તર્યુ //૪૧ // ઉપરોક્ત કડીમાં કવિ ઋષભદાસે ‘ભાવયતિ શિવકુમાર'ના દષ્ટાંત કથાનકના આધારે ચારિત્રનો મહિમા દર્શાવ્યો છે. ભાવયતિ એવા શિવકુમાર શીલ વ્રતનું અખંડ પાલન કરીને દેવલોકમાં ગયા જે નીચેની કથા દ્વારા સમજાય છે. બત્રીસ વિજયોમાંના એક પુષ્પકલાવતી નામના વિજયમાં વિતશોકા નામે સુંદર નગરી હતી. ત્યાં પદ્મરથ નામે રાજા રાજ્ય કરતા હતા. તેમને વનમાળા નામની રાણી હતી. તેમ જ શિવકુમાર નામે પુત્ર હતો. શિવકુમાર યુવાવસ્થામાં આવતા રાજાએ ઉચ્ચ કુળની સંસ્કારી એવી પાંચસો રાજકન્યાઓ સાથે લગ્ન કરાવી આપ્યા. એકવાર નગરના ઉદ્યાનમાં સાગરદત્ત નામના મુનિવર્ય પધાર્યા. તેઓએ એક માસના ઉપવાસ કર્યા હતા. પારણાના દિવસે નગરીમાં રહેતા સાર્થવાહે મુનિને શુદ્ધ અને નિર્દોષ આહાર વહોરાવ્યો. સુપાત્ર દાનના પ્રભાવથી તે સાર્થવાહના ઘરમાં આકાશમાંથી ધનની વૃષ્ટિ થઈ. આ વાત આખા નગરમાં પ્રસરી ગઈ. પોતાની સ્ત્રીઓ સાથે મહેલમાં બેઠેલા શિવકુમારે પણ એ વાત સાંભળી, એમને પણ દર્શન કરાવાનું મન થયું. પોતાના પરિવાર સાથે મુનિવરના દર્શન કરવા ગયા ત્યારે મુનિવરે આહ ધર્મનો ઉપદેશ આપ્યો. આ ઉપદેશ સાંભળીને શિવકુમારને દીક્ષા લેવાની તીવ્ર ઉત્કંઠા થઈ. તેમ જ મુનિવર પ્રત્યે અપાર સ્નેહ ઉત્પન્ન થયો, ત્યારે શિવકુમારે મુનિવરને તેનું કારણ પૂછ્યું. મુનિવર પોતે અવધિજ્ઞાની હતા. આથી તેનો જવાબ આપતા કહે છે કે, “હે કુમાર! ગયા ભવમાં તું અને હું બંને ભાઈઓ હતા. તું નાનો ભવદેવ અને હું મોટો ભવદત્ત નામે હતા. આપણી વચ્ચે અપાર સ્નેહ હતો. એક દિવસ ગુરુ મહારાજના ઉપદેશથી વૈરાગ્ય પામીને મેં દીક્ષા લીધી. તારું હિત કરવા મેં પરણેલ એવા તને પણ ગુરુ મહારાજ પાસેથી દીક્ષા અપાવી. તે ભવમાં ચારિત્ર પાળીને આપણે બન્ને સૌધર્મના દેવલોકમાં દેવ થયા. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી આ જ વિજયમાં પુંડરીકિણી નગરીમાં ચક્રવર્તીને ત્યાં મારો જન્મ થયો. સુખપૂર્વક ઉછર્યો અને યુવાવસ્થામાં આવતાં રાજકન્યાઓ સાથે પરણ્યો. પણ એકવાર વાદળાઓને જોઈને સંસારની અસારતા સમજાઈ ગઈ. અને મેં વૈરાગ્ય લઈ લીધો. ત્યારે શિવકુમારે મુનિવરને પુછ્યું કે, “મારું શું થયું.” ત્યારે મુનિવરે કહ્યું કે, “તું પણ ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને પદ્મરથ રાજાને ત્યાં શિવકુમાર તરીકે જમ્યો. માટે તને મારા ઉપર ઘણો સ્નેહ થાય છે." આમ મુનિવરે કુમારની શંકાનું સમાધાન કર્યું. આ સાંભળીને કુમારનું મન દીક્ષા લેવા ઉતાવળું થયું. Page #449 -------------------------------------------------------------------------- ________________ ગુરુ મહારાજને વંદન કરી કુમાર ઘરે આવ્યા. અને માતા-પિતા પાસે વિનયપૂર્વક દીક્ષાની રજા માંગે છે. પરંતુ માતા પિતા અપાર સ્નેહના કારણે દીક્ષા માટે રજા આપતા નથી. આથી કુમાર ભોજનનો ત્યાગ કરે છે. ત્યારે રાજા કુમારને સમજાવવા તેના મિત્ર દઢધર્મને મોકલે છે. દઢધમી આવીને તેને નમસ્કાર કરે છે, અને ભોજન ગ્રહણ કરવાનું કહે છે, પરંતુ શિવકુમાર મિત્રને પૂછે છે કે, “તે મને નમસ્કાર કેમ કર્યા?” ત્યારે તેના જવાબમાં દઢધર્મી કહે છે કે, “જે સમકિતી છે, સાચા ધર્મ ઉપર અડગ શ્રદ્ધાવાળો આત્મા છે અને સમભાવમાં વર્તે છે તે ભાવથી યતિ છે. તેને માટે આવા પ્રકારનો વિનય ઉચિત છે.” આમ દઢધર્મી કુમારને સમજાવે છે ત્યારે કુમાર પણ આયબંલિને પારણે છઠ્ઠ કરવાનું સ્વીકારી ધર્મમાં વધુને વધુ ઊંડા ઉતરતા જાય છે. આમ બાર વર્ષ વીતી જાય છે. છતાં માતા પિતાએ દીક્ષાની રજા આપી નહિ. કુમારે પણ ભાવયતિપણું છોડ્યું નહિ. શીલવ્રતનું અખંડ પાલન કરી આયુષ્યપૂર્ણ થયું ત્યારે સમાધિપૂર્વક મરણ પામીને તે પાંચમા બ્રહ્મદેવ લોકમાં વિદ્યુતમાળી નામનો ઈન્દ્રનો સામાનિક ઈન્દ્ર જેવા વૈભવવાળો દેવ થયા. આમ રાજાના મહેલમાં રહેવા છતાં, દઢભાવે બાર બાર વર્ષે ભાવયતિપણામાં ગાળ્યાં અને અડગ રહીને પોતાના જીવનનું શ્રેય સાધ્યું. : સંદર્ભસૂચિ :. શ્રી જિનામૃત ગ્રંથમાળા - મુનિશ્રી નિરંજનાવિજયજી. ............ પૃ. ૧૧૭ સ્થૂલિભદ્રસ્વામી ઢાલ-૫૮ સીલ સમુ નહી કો પચખણ, જોયું જ્યુબ વિમાસી જાણ / લાછલદે સુત તે પણિ ગ્રહું, થુલિભદ્રનું નામ જ રહ્યુ // ૬૦ // ઉપરોક્ત કડીમાં કવિ રાષભદાસ ત્રિભુવનની કોઈ તાકાત જેમના શીલવ્રતને ખંડિત કરવાનું સામર્થ્ય ધરાવતી ન હતી, એવા “મુનિ સ્થૂલિભદ્રના દષ્ટાંત દ્વારા શીલવ્રતનો મહિમા સમજાવે છે જે નીચેની કથા દ્વારા જાણવા મળે છે. પાટલીપુત્રના નંદ રાજાને શકવાલ નામના મંત્રી હતા. તે મંત્રીની લાછલદે નામની સ્ત્રી હતી. તેઓને સ્થૂલિભદ્ર અને શ્રીયક નામના બે પુત્રો હતા. અને યક્ષા, યક્ષદિન્ના વગેરે સાત પુત્રીઓ હતી. સ્થૂલિભદ્ર રૂપવતી કોશા વેશ્યાના પ્રેમમાં હતા. બાર વર્ષ એમણે વેશ્યાના ઘરે વિતાવ્યાં હતાં. પરંતુ પિતા-શકહાલનું રાજકીય કાવાદાવાથી મૃત્યુ થતાં સ્થૂલિભદ્રના જીવનમાં પરિવર્તન આવી ગયું. તેમની મોહદશા ઊતરી ગઈ. નાના ભાઈ શ્રીયકને મંત્રી પદ સોંપીને પોતે આર્ય સંભૂતિવિજયજીની પાસે દીક્ષા લીધી. કર્મ મલથી લેપાયેલા આ આત્માને નિર્મલ બનાવવા જ્ઞાનગંગામાં ઝંપલાવ્યું. અને જૈનાગમનાં અગિયાર અંગોનો અભ્યાસ કર્યો. આમ પ્રચંડ સાધના કરતાં કરતાં બાર વર્ષ વીતી ગયા. એકવાર વર્ષાઋતુ આવતાં સ્થૂલિભદ્ર ગુરુ મહારાજ પાસે કોશા વેશ્યાના ઘરે ચોમાસું વ્યતીત કરવા આજ્ઞા માંગે છે. ગુરુએ પણ તેને યોગ્ય ધારીને તેમ કરવાની આજ્ઞા આપી. સ્થૂલિભદ્ર કોશાને ઘેર ગયા. ત્યાં તેમને આવતા જોઈને કોશાએ વિચાર્યું કે, “આ સ્થૂલિભદ્ર ચારિત્રથી ઉદ્વેગ પામી વ્રતનો ભંગ કરવા આવ્યા જણાય છે. માટે હજુ સુધી મારું ભાગ્ય જાગતું છે.” એમ વિચારી કોશા ખુશ થઈ ગઈ Page #450 -------------------------------------------------------------------------- ________________ અને તેમને ચલિત કરવાં અનેક પ્રયત્ન કર્યા. છતાં સ્થૂલિભદ્ર પોતાની સાધનામાં મગ્ન રહ્યા અને કોશાને આત્મલક્ષી બોધ આપ્યો. કોશા પણ ધર્મનો ઉપદેશ સાંભળી શ્રાવિકા થઈ. આમ મોહના ઘરમાં રહીને પણ સ્થૂલિભદ્રએ પોતાનું શીલવ્રત અખંડ રાખી મોહવિજય બન્યા. એમના શીલવ્રતની સુરભિ સંસારને સુગંધિત કરતી રહેશે, જેમનું નામ શીલ સાધક આત્માઓ પ્રાતઃકાળે પરમાત્માની જેમ સ્મરશે અને ચોરાસી ચોરાસી ચોવીસી સુધી લોકો યાદ કરતા રહેશે. ધન્ય ધન્ય સ્થૂલિભદ્ર! : સંદર્ભસૂચિ : જૈનશાસનના ચમકતા હીરા – પ્રકાશક – હરજીવનદાસ વાડીલાલ શાહ..... ................ પૃ. ૨૧૪ મમ્મણ શેઠ ઢાલ-૫૯ નવઈ નંદ તે ક્યપી હુઆ, સુમણ શેઠ ધન મેલી મુઆ / સાગર સેઠિ સાગર માહા ગયો, જે જગી સબલો લોભી થયુ // ૬૩ // ૪ પાંચમા પરિગ્રહ પરિમાણ વ્રતની અંતર્ગત કૃપણતાનો બોધ સમજાવવા “યોગશાસ્ત્રમાં મમ્મણ શેઠની કથાનું દષ્ટાંત આપેલ છે. આ વાતનો ભાવ ઉપરોક્ત કડીમાં કવિએ દર્શાવ્યો છે જે નીચેની કથા દ્વારા જણાય છે. રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા. તેમને ચેલ્લણા નામે પટરાણી હતી. એક વખત રાજા-રાણી ગોખમાં બેસી વરસતા વરસાદમાં રાત્રે વાતો કરતાં હતાં કે, મારા રાજ્યમાં કોઈ દુઃખી નથી. એવામાં વીજળીના ઝબકારામાં રાણીએ એક માણસને નદીમાંથી તણાઈ આવતા લાકડાં ખેંચતો જોઈ રાજાને કહ્યું કે, “તમે કહો છો કે મારા રાજ્યમાં કોઈ દુઃખી નથી, તો આ માણસ આવું કામ કેમ કરે છે?” રાજાએ તરત સિપાઈ મોકલી તે માણસને તેડાવીને પૂછ્યું, “તારે શું દુ:ખ છે કે આવી અંધારી રાત્રે નદીમાંથી લાકડાં ખેંચી કાઢે છે?” ત્યારે તેણે કહ્યું, મારી પાસે બે બળદ છે, તેમાં એક બળદનું શીંગડું અધૂરું છે તે પૂરું કરવા ઉદ્યમ કરું છું.” શ્રેણિક રાજાએ કહ્યું કે, “તને સારા બળદ અપાવી દઉં?” તેણે કહ્યું, “એકવાર તમે મારા બળદને જુઓ પછી અપાવવાનું કહેજો.” બીજે દિવસે સવારે રાજા તેના ઘરે ગયા. રાજાને ભોંયરામાં લઈ જઈ તેણે બળદ બતાવ્યો. તે બળદ નગદ સોનાના હીરામાણેકથી જડેલ જોઈ રાજા આશ્ચર્ય પામી કહેવા લાગ્યા, “તારા ઘરમાં આટલી બધી સંપત્તિ છે છતાં તું આવા દરિદ્ર વેશે કેમ ફરે છે? અને આવું હલકું કામ કેમ કરે છે?” ત્યારે તેના જવાબમાં કહ્યું કે, “આ સંપત્તિ કાંઈ વધારે નથી. બળદનાં શીંગડાં ઉપર રત્નો જડવા સંપત્તિ ભેગી કરવી જરૂરી છે. તે માટે હું આવા ઉદ્યમ કરું તેમાં શરમ શી? તેમ જ હું ખોરાકમાં પણ તેલ અને ચોળા ખાઉં છું. ખાવા પીવાનો નાહકનો ખર્ચ પણ કરતો નથી.” આ સાંભળી રાજાએ તેનું નામ પૂછયું. તેણે કહ્યું, “મારું નામ મમ્મણ શેઠ છે.” આમ મમ્મણ શેઠ સંપત્તિ હોવા છતાં અતિ કૃપણતાને કારણે તેમ જ સંપત્તિ ઉપર મૂચ્છભાવ હોવાથી ભોગવી શક્યા નહિ અને અંતે સર્વ ધન મૂકીને મરણ પામ્યા. : સંદર્ભસૂચિ : યોગશાસ્ત્ર - ભાષાંતરકર્તા શ્રીમદ પંન્યાસ મ. શ્રી કેશરવિજયજીગણિ .. • પૃ. ૧૩૭ જૈનશાસનના ચમકતા હીરા - સંપાદક – હરજીવનદાસ વાડીલાલ શાહ. •.. પૃ. ૧૧૯ Page #451 -------------------------------------------------------------------------- ________________ સાગર શેઠ ઢાલ-૫૯ નવઈ નંદ તે ક્યપી હુઆ, મુમણ શેઠિ ધન મેલી મુંઆ / સાગર સેઠ સાગર માહા ગયો, જે જગી સબલો લોભી થયું //૬૩ // ઉપરોક્ત કડીમાં કવિએ પાંચમા પરિગ્રહ પરિમાણ વ્રતના અંતર્ગત અતિ તૃષ્ણા પાપનું મૂળ છે. આ વાતનું આલેખન “શ્રી ત્રિષષ્ટીશલાકા પુરુષ ચરિત્ર'માં આપેલ સાગરશેઠના કથાનકને આધારે કર્યું છે જે નીચેની કથા દ્વારા સમજાય છે. જંબુદ્વીપમાં ભરતક્ષેત્રમાં પદ્મપુર નામના નગરમાં ધનાઢ્ય સાગર નામના શેઠ હતા. એ એવા કૃપણ કે એઠે હાથે કાગડાને પણ ઉડાડે નહિ. તે એમ જાણે કે જે ઉચ્છિષ્ટ હાથે કાગડાને ઉડાડીશ તો મારા હાથમાં લાગેલા અન્નનું એઠું કાગડાને મળશે. તેને સુશીલ ગુણવંતી નામની સ્ત્રી હતી. તેના ચાર પુત્રો હતા. તે યૌવના સ્થાને આવ્યા ત્યારે પિતાએ તેમને પરણાવ્યા. તે ચારે પુત્રો પોત પોતાની સ્ત્રીઓ સાથે આનંદથી રહેતા હતા. કાળક્રમે શેઠની પત્ની મરણ પામ્યા અને શેઠ એકલા થઈ ગયા. એક દિવસ તે સાગર શ્રેષ્ઠીના ચારે પુત્રો પિતાના આદેશથી વેપાર માટે દેશાંતરે ગયા. પાછળથી સાગર શેઠને પુત્રવધૂઓ ઉપર વિશ્વાસ ન આવવાથી પોતે ઘર આગળ ખાટલો ઢાળી હાથમાં લાકડી લઈને બેસે. એક દિવસ તે સાગર શ્રેષ્ઠીને રાજાએ રત્નોની પરીક્ષા કરવા માટે બોલાવ્યો. તેવામાં ફરતો ફરતો કોઈ યોગી તેમને ઘેર આવ્યો. તેને પુત્રવધૂઓએ ભક્તિભાવથી જમાડ્યો. ત્યારે યોગીએ સંતુષ્ટ થઈ તે સ્ત્રીઓને એક મંત્ર આપ્યો અને કહ્યું કે, “તમે કોઈ પણ લાકડા ઉપર બેસીને આ મારો આપેલો મંત્ર ભણી તે લાકડા ઉપર અડદના દાણા છાંટીને, પછી તમારે જ્યાં જવું હોય તે સ્થળનું નામ લઈને કહેજો કે અમને તું આ સ્થાને પહોંચાડ. તો એ લાકડું જ્યાં જ્યાં ઈચ્છશો ત્યાં પહોંચાડશે.” આમ મંત્રનો સર્વ પ્રભાવ કહીને તે યોગી ગયો. પછી ચારે સ્ત્રીઓએ મળીને એક મોટું લાકડું ઘરમાં લઈ રાખ્યું. પણ તે વાતની સાગરશ્રેષ્ઠીને ખબર પડવા દીધી નહિ. સાગર શ્રેષ્ઠીની પગચંપી કરવા માટે એક હજામ નિરંતર આવે. એક દિવસ મોડું થવાથી તે ગુપચુપ રોકાઈ ગયો. શેઠ હજામ ગયો એ જાણીને ઘરના દરવાજા બંધ કરીને સૂઈ ગયા. તે જ્યારે ઘોર નિદ્રામાં આવ્યા ત્યારે ચારે વહુઓ આવી અને લાકડા ઉપર બેસીને મંત્રના જોરે રત્નદ્વીપમાં પોતાના મનોરથ પૂર્ણ કરી પાછલી રાતે પાછી ઘરે આવી ગઈ. આ બધું હજામે જોયું. આથી બીજે દિવસે પણ હજામ પલંગ નીચે છુપાઈને રાત પડવાની રાહ જોવા લાગ્યો. બીજી રાતે પણ ચારે વહુઓ આવી અને મંત્ર ભણીને લાકડા ઉપર બેઠી. ત્યારે હજામ પણ ખબર ન પડે તેમ લાકડાની પોલાણમાં બેસી ગયો. તેઓ બધા રત્નદ્વીપ આવ્યા. સ્ત્રીઓએ પોતાના મનોરથો પૂરા કર્યા અને હજામ પણ પોલાણમાંથી નીકળીને રત્નદ્વીપમાંથી ઘણાં અમૂલ્ય રત્નો લઈ પાછો લાકડામાં બેઠો અને સ્ત્રીઓ સાથે ઘેર આવ્યો. આમ તે રત્ન થકી હજામ ધનવાન થઈ ગયો. થોડા દિવસ પછી સાગર શેઠે હજામને બોલાવીને પૂછ્યું કે, “તું હમણાં પગચંપી કરવા કેમ આવતો નથી?” ત્યારે હજામે થોડીવાર તો આડી અવળી વાતો કરી ગલ્લા તલ્લા કર્યા. પણ આખરે તો તે હજામ હતો, તેના પેટમાં વાત ટકી નહિ અને અમૂલ્ય રત્ન બતાવીને પૂરી હકીકત બતાવી. Page #452 -------------------------------------------------------------------------- ________________ ••• . ૧૨૧ આથી બીજે દિવસે શેઠ પણ સ્ત્રીઓની સાથે રત્નદ્વીપ ગયા. ત્યાં જઈને સ્વભાવગત અતિ લોભી હોવાને કારણે રત્નોની ગાંસડીઓ બાંધી અને પછી લાકડામાં બેઠા. જ્યારે સ્ત્રીઓ આવીને પાછી ફરે છે ત્યારે લાકડું ધીમે ધીમે જવા લાગ્યું. આથી બધી વહુઓ પરસ્પર ચર્ચા કરવા લાગી અને કહ્યું કે, જો મોડું થશે તો સસરાજી આપણને ખિજાશે?” ત્યારે લાકડાની પોલાણમાં રહેલા શેઠ કહેવા લાગ્યા કે, “તમે જરાપણ ભય રાખશો નહિ, હું તમારી સાથે જ છું.” આ વાત સાંભળીને સર્વે આશ્ચર્ય પામી વિચારવા લાગી કે અરે! આ અહીં ક્યાંથી? માટે હવે જો તે પાછા ઘેર આવશે તો આપણી ફજેતી કરશે. તેથી તેને આ સમુદ્રમાં જ નાખી દો, આમ વિચારીને કાષ્ટને હલાવીને તે શેઠને રત્ન સાથે સમુદ્રમાં નાખી દીધા. ત્યાં શેઠ મરણ પામ્યા. આમ અતિ લોભ કરવાથી સાગર શેઠ સાગરમાં સમાઈ ગયા. : સંદર્ભસૂચિ : શ્રી ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર – ભાગ-૧ - અનુવાદક – કુંવરજીભાઈ આંણદજીભાઈ. કનકરથ રાજ ઢોલ-૫૯ ભરત બાહુબલ ઝગડો કર્યું, તો તેહનો અપજસ વીસ્તર્યું / કનકરથુિં નીજ માર્યું પૂત્ર, જાણ્યું લેસઈ મુઝ ઘરસુત્ર // ૬૭ // પરિગ્રહના મોહમાં આસક્ત રાજા જેવા રાજા પણ લોલથઈને પોતાના સગા પુત્રોને માર મરાવે છે. આ વાત “શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર'-૧૪ના અધ્યયનમાં આપેલ તેતલિ પુત્રના દષ્ટાંત કથાનકમાં જોવા મળે છે. ઉપરોક્ત કડીમાં પણ કવિએ તે જ ભાવને આલેખ્યો છે જે નીચેની કથા દ્વારા ફલિત થાય છે. તેતલિપુર નામે એક નગર હતું કનકરથ નામના રાજા અને તેમની પત્ની પ્રજ્ઞાવતી નામે રાણી હતી. કનકરથ રાજાના તેતલિપુત્ર નામે પ્રધાન હતો. તે સામ, દંડ વગેરે નીતિમાં નિપુણ હતા. રાજ્યની દેખરેખ કરતો હતો. કનકરથ રાજા પોતાના રાજ્યમાં અને અંતઃપુરમાં મૂચ્છિત, લોલુપ અને આસક્ત થઈ ગયા હતા. તેથી તેઓ જન્મ પામતા પોતાના પુત્રોને વિકલાંગ કરી દેતા હતા. કે જેથી તે વિકલાંગ રાજકુમાર ભવિષ્યમાં રાજા બની શકે નહિ. તે રાજનિયમને લક્ષમાં રાખી કનકરથ રાજા પોતાના પુત્રો રાજ્ય સત્તા છીનવી ન લે તે માટે જન્મજાત કેટલાક પુત્રોની હાથની આંગળીઓ, કેટલાક પુત્રોના હાથના અંગૂઠા, કેટલાકની પગની આંગળીઓ, કેટલાકના પગના અંગૂઠા, કેટલાકની કાનની બુટી તો કેટલાક પુત્રોના નસકોરા વગેરે કોઈ પણ અવયવ કપાવી નાંખતા હતા. આ રીતે રાજા પોતાના પુત્રોને વિકલાંગ બનાવી દેતા હતા. આમ રાજ્યાદિમાં અતિ આસક્ત બની સગા બાપ પણ પોતાના જ પુત્રોને વિકલાંગ બનાવવામાં અચકાતાં નથી તે અતિ પરિગ્રહનો મોહ બતાવે છે. : સંદર્ભસૂચિ : શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર અધ્યયન-૧૪ – પ્રકાશક – શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન.. .... પૃ. ૩૧૮ Page #453 -------------------------------------------------------------------------- ________________ નળ રાજ ઢાલ-૭૧ જ મમ ખેલીશ જવટઈ એ, હોઇ તુઝ ધનની હાગ્ય તો / નલ દવદંતી પંડવા એ, દૂતિ દૂખીઆં જાણ્યું તો // ૯ // ઉપરોક્ત કડીમાં “શ્રી ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર'માં આવેલ નળ-દમયંતીના દષ્ટાંત કથાનકને આધારે ધૃત રમવાથી કેવું દુઃખ ભોગવવું પડે છે તે ભાવનું નિરૂપણ કર્યું છે જે નીચેની કથા દ્વારા સમજાય છે. કોશલ દેશના રાજા નિષેધને નળ અને કુબેર નામે બે બળવાન કુમાર હતા. યોગ્ય ઉમર થતાં નળકુમારના વિવાહ અતુલ્ય પરાક્રમી વિદર્ભ દેશના કુંડિન નગરના ભીમરથરાયની પુત્રી દવદંતી સાથે થયા. સમય જતા નિષેધ રાજાએ નળને રાજ્ય ઉપર અને કુબેરને યુવરાજપદ પર સ્થાપન કરીને પોતે સંયમ ગ્રહણ કર્યું. નળ રાજાનો અનુજ બંધુ કુબેર કે જે રાજ્યલુબ્ધ હતો, તે નળ રાજાના છિદ્રને શોધવા લાગ્યો. નળ રાજા સદા ન્યાયવાન હતા તથાપિ તેમને ધૂત રમવા ઉપર વિશેષ આસક્તિ હતી. જેમ કે “ચંદ્રમાં પણ કલંક છે. કોઈ ઠેકાણે રત્ન નિષ્કલંક હોતાં જ નથી.” હું આ નળ પાસેથી સર્વ પૃથ્વી ઘૂત રમીને જીતી લઉં. એવા નઠારા આશયથી તે કુબેર હંમેશાં પાસાથી નળને રમાડતો હતો. એક વખતે નળરાજા કે જે ધૃતક્રીડામાં બંધમોક્ષ કરવામાં ચતુર હતા તે પણ દેવદોષથી કુબેરને જીતવાને સમર્થ થઈ શક્યા નહીં. નળરાજા ધીમે ધીમે ગામડાં, કર્બટ અને કસબા વગેરે ઘુતમાં હારી ગયાં. ત્યારે દવદંતી ત્યાં આવીને નળ રાજાને સમજાવે છે પરન્તુ નળ રાજાએ તેમનું કાંઈ પણ સાંભળ્યું નહિ. જુગાર ક્રીડામાં અંધ બનેલા નળ રાજા દવદંતી સહિત બધુ અંત:પુર પણ હારી ગયા. તેમ જ અંગ ઉપરના આભૂષણો પણ હારીને ઉતારી આપ્યા. ત્યારે કુબેર નળરાજાને કહે છે કે, “હે નળ! તું સર્વસ્વ હારી ગયો છે. માટે તું અહીંથી ચાલ્યો જા.” ત્યારે નળ રાજા પહેરેલાં વસ્ત્ર સહિત ત્યાંથી ચાલી નીકળે છે. દવદંતી પણ રાજાની સાથે વનમાં ચાલી નીકળે છે. ત્યાર પછી નળ-દવદંતીને વનમાં અનેક દુઃખો આવે છે. આમ દુત રમવા થકી નળ રાજાને તેમ જ દવદંતીને ઘણાં દુઃખો સહન કરવા પડે છે. : સંદર્ભસૂચિ : શ્રી ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર ભાગ-૩, પર્વ-૮ - અનુવાદક – કુંવરજીભાઈ આંણદજીભાઈ ........... પૃ. ૨૨૯ પાંચ પાંડવો (ઢાલ-૭૧ જ મમ ખેલીશ જવટઈ એ, હોઈ તુઝ ધનની હાગ્ય તો / નલ દવદંતી પંડવા એ, દૂર્તિ દૂખીઆં જાણ્યું તો // ૯ // ઉપરોક્ત કડીમાં કવિએ “શ્રી ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર'માં આપેલ પાંડવોના દષ્ટાંત કથાનકના આધારે જુગાર-ધુત રમવાથી ધનની નુકસાની તો થાય, સાથે સાથે કેટલું કષ્ટ ભોગવવું પડે છે તે ભાવનું આલેખન કર્યું છે જે નીચેની કથા દ્વારા સમજાય છે. કુરુક્ષેત્રમાં હસ્તિનાપુર નામે નગર હતું. ત્યાં ઘણાં વર્ષો પૂર્વે શાંતનુ નામે રાજા થયા. તેમને Page #454 -------------------------------------------------------------------------- ________________ ગંગા અને સત્યવતી નામે બે પત્નીઓ હતી. તેમાંથી ગંગાને ભીષ્મ પરાક્રમવાળો ભીષ્મ નામે પુત્ર થયો. સત્યવતીને ચિત્રાંગદ અને ચિત્રવીર્ય નામે પુત્ર થયા. ચિત્રવીર્યને અંબિકા, અંબાલિકા અને અંબા નામે ત્રણ સ્ત્રીઓ હતી. તેનાથી ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર નામે અનુક્રમે ત્રણ પુત્રો થયા. ધૃતરાષ્ટ્ર ગાંધાર દેશના રાજા શકુનિની ગાંધારી વગેરે આઠ બહેનોને પરણ્યા. તેનાથી તેને દુર્યોધન વગેરે સો પુત્રો થયા. પાંડુરાજાને કુંતી નામની સ્ત્રીથી યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન નામે ત્રણ પુત્રો થયા. બીજી સ્ત્રી માદ્રી, તેનાથી નકુળ અને સહદેવ નામે બે બળવાન પુત્રો થયા. વિદ્યા અને ભુજબળથી ઉગ્ર એવા આ પાંચે પાંડુકમારો પોતાના જ્યેષ્ઠ બંધુ તરફ વિનયવાળા અને દુર્નતિને નહીં સહન કરનારા લોકોમાં અતિપ્રિય હતા. પાંડુરાજા યુધિષ્ઠિરને રાજ્ય આપી મૃત્યુ પામ્યા અને માદ્રી પણ પોતાના બે પુત્રો કુંતીને સોંપીને મરણ પામી. જ્યારે પાંડુરાજા અસ્ત પામ્યા ત્યારે મત્સરવાળા ધૃતરાષ્ટ્રના પુત્રો પાંડવોને હેરાન કરવા લાગ્યા અને દુષ્ટ આશયથી રાજ્ય લેવા લબ્ધ થયા. પાંડવોને દુત રમાડીને ધીરે ધીરે તેમની સંપત્તિ જીતવા લાગ્યા. જ્યારે બધું જ હારી જાય છે ત્યારે યુધિષ્ઠિર ઘુતમાં પોતાનું રાજ્ય અને દ્રૌપદીને દાવમાં લગાડે છે. પણ કર્મ સંજોગે તે બાજી પણ હારી જાય છે. અંતે છળકપટથી દુર્યોધને બધું જીતી લીધું. ત્યારે પાંડવોને પોતાનો દેશ છોડીને બાર વર્ષ માટે વનમાં જવું પડ્યું. ખરેખર જુગાર એ અનિષ્ટ જ છે. તેના કારણે પાંડવોને પણ ખૂબ દુ:ખ સહન કરવું પડ્યું હતું. : સંદર્ભસૂચિ : શ્રી ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર ભાગ-૩ – પર્વ ૮મું – અનુવાદક – કુંવરજીભાઈ આંણદજીભાઈ........ પૃ. ૨૯૦ કેશરી ચોર સામાયક વ્રત પાલતાં, બહુ જન પામ્યા માંન / પરત્યગ પેખો કેશરી, લઘુ જેણઈ કેવલજ્ઞાન //૯૧ // ઉપરોક્ત કડીમાં કવિએ સામાયિક વ્રતનો મહિમા દર્શાવવા પ્રાચીન કથાનકના આધારે કેશરી ચોર'ના દષ્ટાંતનું આલેખન કર્યું છે. જેણે સામાયિક વ્રતનું શુદ્ધ ભાવે પાલન કરી કેવળજ્ઞાન મેળવ્યું જે નીચેની કથા દ્વારા સમજાય છે. કામપુર નામનું એક નગર હતું. તે નગરમાં વિજય નામનો રાજા રાજ્ય કરતો હતો. રાજા સદાચારી અને પ્રભુવત્સલ હતો. તે નગરમાં સિંહદત્ત નામનો ધનવાન વેપારી રહેતો હતો. સિંહદત્તને બધી વાતે સુખ હતું, પણ એક દુઃખ હતું. સિંહદત્તનો પુત્ર કેશરી ચોરીના રવાડે ચઢી ગયો હતો. સિંહદર કેશરીને ઘણીવાર સમજાવે છે, પણ તે માનતો નથી. ઘરમાં અપાર સંપત્તિ હોવા છતાં કેશરીને ચોરી કરવામાં મજા આવે છે. સિંહદત્તને રાજા સાથે સારા સંબંધો હતા, એટલે સિંહદત્ત પોતાના પુત્રની કુટેવ રાજાને જણાવે છે અને સમજાવવાનું કહે છે. આથી રાજા કેશરીને બોલાવીને પ્રેમથી ચોરી કરવાની કુટેવને છોડી દેવાનું સમજાવે છે. કેશરી પણ રાજાની સામે હા-હા કરીને ઘરે આવીને સિંહદત્ત શેઠ ઉપર ગુસ્સો કરી ન બોલવાના શબ્દો બોલી, પોતાની ચોર મંડળીમાં પહોંચી ગયો. રાજાના સમજાવ્યા પછી પણ કેશરી ચોરી કરતાં ત્રણ વાર પકડાયો. રાજાએ થોડી થોડી સજા કરી છોડી મૂક્યો, પણ ત્રીજી વાર તેને કહી દીધું, હવે જે તુ ચોરી કરીશ તો તને દેશમાંથી બહાર ઢાલ-૭૨ Page #455 -------------------------------------------------------------------------- ________________ કાઢી મૂકીશ. ચોથી વાર પણ પકડાયો. રાજાએ તેને દેશ નિકાલની સજા કરી. આથી કેશરી નગરની બહાર નીકળી જંગલમાં એકલો ઍટલો ચાલવા લાગ્યો. તેના મનમાં જરા પણ પસ્તાવો નથી પરંતુ તે વિચારે છે કે, “શું ખરેખર, આજે ચોરી ક્યાં વિના મારો દિવસ પસાર થશે?” એટલામાં આકાશમાંથી ઊતરતા એક યોગીરાજને તેણે જોયા. યોગીરાજ સરોવરની પાળ ઉપર ઊતરી, પગમાંથી બે પાવડી કાઢીને એક વૃક્ષના થડ પાસે મૂકી અને સ્નાન કરવા સરોવરમાં ઊતર્યા. આ જોઈને કેશરીની આંખો ચમકી, તરત જ તે પેલા ઝાડ પાસે ચુપચાપ પહોચી ગયો અને પગમાં પવન પાવડી પહેરીને સીધો આકાશ માર્ગો ઉપર ઊડ્યો અને પેલા યોગી જોતા જ રહી ગયા. કેશરી કામપુર નગર આકાશમાર્ગે પહોંચી ગયો. મધ્યરાત્રિ થતાં આકાશમાર્ગે પોતાના ઘરે ગયો. અને સૂતેલા પોતાના પિતાને તેણે મારી નાખ્યા. અને ઘરમાંથી બહાર નીકળી શ્રીમંતોના ઘરોમાં ચોરીઓ કરી. હીરા-મોતી માણેક વગેરે જવેરાતનું પોટલું બાંધી, આકાશમાર્ગે પાછો એ પેલા સરોવરના કિનારે પહોંચી ગયો. આમ તેણે જંગલમાં પોતાનો અડ્ડો બનાવી લીધો. કેશરી પવન પાવડીની મદદથી રોજ કામપુર નગરમાં જાય છે. રોજ ચોરી કરે છે. આથી કામપુર નગરમાં હાહાકાર મચી જાય છે અને પ્રજાજનો ચોરથી ત્રાહિમ ત્રાહિમ થઈ જાય છે. કેસરી ચોરને કોઈ પકડી શકતું નથી આથી રાજા ખુદ ચોરને પકડવા તૈયાર થાય છે. રાજા સૈનિકોને લઈને વેશપલટો કરી ચોરને પકડવા નીકળી પડે છે. નગરમાં કોઈ સ્થળે ચોર નજરે ન પડવાથી ગામની બહાર શોધતાં શોધતાં જંગલમાં પહોંચી જાય છે. ત્યાં એક મંદિર દેખાય છે. મંદિરમાં પૂજારીને મળે છે. પૂજારીને પૂછતાં ખબર પડે છે કે, તેને રોજ દેવીના પગ પાસેથી રત્ન મળે છે. આથી રાજા ચોરને પકડવા મંદિરની બાજુમાં છુપાઈને ઊભા રહે છે. રાત પડતા કેશરી ચોર આવે છે, ત્યારે રાજા તેને પકડવા બૂમ પાડે છે, કેશરી ચોર પવનપાવડીથી રાજાના માથા ઉપર પ્રહાર કરતા પવન પાવડી નીચે પડી જાય છે અને તે ભાગે છે. રાજાના માથે પ્રહાર થતાં તે નીચે પડી જાય છે અને કેશરી ચોર ભાગી તો જાય છે પરંતુ તેની પાસે પવનપાવડી ન હોવાથી તે ગભરાઈ જાય છે અને આમતેમ દોડતાં તે એક ઉધાનમાં પહોંચી જાય છે. ત્યાં એક લતામંડપમાં તે બેસી ગયો, ભયથી તે વ્યાકુળ બન્યો હતો. પ્રભાત થયું ત્યાં કોઈ મુનિરાજ ઉપદેશ આપી રહ્યા હતા. કેશરીના કાને એક વાક્ય પડ્યું. “સમતા ભાવમાં જે સ્થિર ભાવે રહે છે, તે સર્વ પાપોથી મુક્ત બને છે. જેમ દીપક પ્રગટતાં અંધકાર નાશ પામે છે તેમ.” આ સાંભળીને કેશરીના મનમાં પશ્ચાતાપ થયો અને લતા મંડપમાં સમતા ભાવમાં સ્થિર થઈને ઊભો રહ્યો દિવસ વીતી ગયો, સૂર્યાસ્ત થઈ ગયો તેણે પોતાના મનને પરમાત્મા સાથે લીન રના સર્વ જીવ પ્રત્યે રાગ, દ્વેષ ત્યજી દીધાં અને રાત્રિ પ્રારંભે જ તેના ઘાતી કર્મ નાશ પામ્યા તેનો મોહ નાશ પામ્યો, તેનું અજ્ઞાન નાશ પામ્યું. સવાર થતાં રાજા અને સૈનિકો તેને પકડવા લતામંડપમાં પ્રવેશ કરે એ પહેલાં આકાશમાંથી દેવો ઊતરી આવ્યા, અને એમના કેવળજ્ઞાનનો મહોત્સવ કર્યો. દેવોએ કેશરીને સાધુનો વેશ આપ્યો. આમ શુદ્ધ ભાવે સામાયિક કરવાથી કેશરી, ચોરમાંથી સાધુ બન્યો અને કેવળજ્ઞાનનો ધારક થયો, આ છે સામાયિક વ્રતનો અપૂર્વ મહિમા. : સંદર્ભસૂચિ : વ્રતધરે ભવ તરે - શ્રી પ્રિયદર્શન .. ................... પૃ. ૬૫ Page #456 -------------------------------------------------------------------------- ________________ કામદેવ શ્રાવક ઢાલ-૭૨ સાગરદત સંભારીઇ, કાંચદેવ ગુણવંત / સેઠિ સુદરસણ વંદીઇ, જેણઈ રાખ્યું થીર ઢંત // ૯૨ // | સામાયિક વ્રતમાં કેવી સ્થિરતા, દઢતા રાખવી જોઈએ. આ વાત “શ્રી ઉપાસક દશાંગ સૂત્ર'-૨માં આપેલ કામદેવ શ્રાવક દષ્ટાંત કથાનકને આધારે કવિએ ઉપરોક્ત કડીમાં આલેખી છે જે નીચેની કથા દ્વારા સમજાય છે. શ્રમણ ભગવાન મહાવીરના સમયની વાત છે. ચંપાનગરીમાં કામદેવ નામના ગાથાપતિ રહેતા હતા. તેની પત્નીનું નામ ભદ્રા હતું જે સુયોગ્ય તથા પતિ પરાયણ હતી. કામદેવ એક અત્યંત સમૃદ્ધ અને સુખી ગૃહસ્થ હતા. તેમની પાસે ભોગવિલાસ યોગ્ય સંપૂર્ણ સાધનો હતા. એકવાર કામદેવના જીવનમાં નવો વળાંક આવ્યો. તેમના વિવેકને જાગૃત થવાનો એક વિશેષ અવસર પ્રાપ્ત થયો. શ્રમણ ભગવાન મહાવીર સ્વામી વિહાર કરતાં કરતાં ચંપાનગરીમાં પધાર્યા. આ સમાચાર મળતાં જ કામદેવ પણ ભગવાનની દેશના સાંભળવા પૂર્ણભદ્ર નામના ચૈત્યમાં ગયા. ધર્મ દેશના સાંભળી તેમનો વિવેક જાગૃત થયો. પૂર્વભવના સંસ્કાર અને સાક્ષાત્ તીર્થંકરનું સાંનિધ્ય તેમ જ ઉદેશ, પરમ વૈભવશાળી ગાથાપતિ કામદેવના ચિત્ત પર અસર કરી ગયો. તેમણે ભગવાન પાસે ગૃહસ્થ ધર્મ અંગીકાર કર્યો. ગૃહસ્થવાસમાં રહેવા છતાં પણ ભોગવાસના, લાલસા અને કામનાને સંયમિત અને નિયમિત કરી, જીવનના દરેક કાર્યમાં આસક્તિને ઘટાડવાનો પ્રયત્ન કર્યો. કામદેવની ધર્મભાવના પુષ્ટ થતી ગઈ. પોતાના પુત્રને સર્વસ્વ સોંપીને તેઓ જીવનના અંતિમ સમયે ધર્મ સાધનામાં લીન થયા. શીલ, વ્રત, ત્યાગ, પ્રત્યાખ્યાન વગેરેની આરાધનામાં તન્મય બની આત્મભાવમાં રમણ કરવા લાગ્યા. એકવાર તેમના જીવનમાં કસોટીની ઘડી આવી. તેઓ પૌષધશાળામાં ધ્યાન ભાવમાં મગ્ન હતા. તેમની સાધનામાં વિઘ્ન કરવા માટે અને શ્રદ્ધાની કસોટી કરવા માટે એક મિથ્યાત્વી દેવ આવ્યો. તેણે કામદેવને ભયભીત કરવા માટે અને ત્રાસ આપવા માટે અનેક ભયંકર રૂપો વિફર્વને ધર્મને છોડી દેવા માટે કહેવા લાગ્યો. છતાં કામદેવ દઢ અને સ્થિરભાવે રહ્યા. છેવટે દેવ પરાજિત થઈ પોતાની ભૂલની માફી માંગીને જતો રહ્યો. પછી કામદેવે સ્વીકારેલી પ્રતિમાનું સમાપન કર્યું. આમ કષ્ટ-ઉપસર્ગ આવવા છતાં કામદેવ પોતાની સાધનામાં અડગ રહ્યા. : સંદર્ભસૂચિ : શ્રી ઉપાશકદશાંગ સૂત્ર અધ્યયન-૨ - પ્રકાશક – શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન..... .. પૃ. ૭૦-૭૧ Page #457 -------------------------------------------------------------------------- ________________ રાજા ચન્દ્રાવંતસક ઢાલ-(૭૨ ચંદ્રવંતસુક રાજીઓ, સાંમાયક ઘર્ત ધાર / ચીત્ર પોહોર થીર થઈ રહ્યું, ઊરિ કાસગ નીરધાર //૯૩ // ઉપરોક્ત કડીમાં કવિએ ધ્યાનમાં કેવી સ્થિરતા અને અડગતા રાખવી જોઈએ. આ વાત રાજા ચન્દ્રાવંતસકના દષ્ટાંતના આધારે આલેખી છે. જે નીચેના કથાનક દ્વારા સમજાય છે. સંધ્યાનો સમય છે, રાજ્યના કામથી પરવારી રાજા ચન્દ્રાવંતસક સાંજના ચૌવિહાર કરી અંતઃપુરમાં આવ્યા. એકલા જ હતા. ચિંતન કરવા લાગ્યા કે અત્યારે ફુરસદ છે. રાણી અંતઃપુરમાં આવ્યા નથી, એ આવે ત્યાં સુધી ધ્યાનસ્થ થાઉં. કાઉસગ્ગ કરું, એમ વિચારી સામે દીવો છે, મનથી નક્કી કરે છે, “દીવો બળે છે ત્યાં સુધી કાઉસગ્ગ કરું' એમ મનથી પ્રતિજ્ઞા કરી. સ્થિર કાઉસગ્ગ ધ્યાને ઊભા રહ્યા. થોડો વખત થયો એટલે એક દાસી અંતઃપુરમાં બધું ઠીકઠાક કરવા આવી. એણે રાજાજીને ધ્યાનમાં ઊભેલા જોયા. પણ દીવામાં ઘી ઓછું હતું. ઘી ખલાસ થઈ જશે તો દીવો ઓલવાઈ જશે અને રાજાજીને અંધારામાં રહેવું પડશે એમ વિચારી દીવામાં ઘી પૂર્યું. દીવો ઓલવાતો બચ્યો એટલે રાજા કાઉસગ્ગમાં જ ઊભા રહ્યા. વળી ઘી પૂરું થવા આવ્યું એટલે દાસીએ પાછું ઘી દીવામાં ઉમેર્યું. રાજા પ્રતિજ્ઞાવશ છે – દીવો હજી સળગે છે – કાઉસગ્ગ પૂરો ન કરાય. પ્રતિજ્ઞા કેમ તોડાય? વખત વહેતો જાય છે, શરીરમાં કળતર થવા માંડે છે, પગ થાક્યા છે પણ રાજા દઢપણે કાઉસગ્નમાં ઊભા જ રહ્યા. વિચારે છે આ વેદના તો કંઈ જ નથી. આ જીવે નારકીની વેદનાઓ ભોગવી છે. ત્યાં અનંત વખત શરીર છેદાયું છે. ત્યારે આ વેદના તો તેના અનંતમાં ભાગની જ છે. આ વિચારી વેદના સહન કરે છે. કાઉસગ્ગ ધ્યાનમાં જ રાત પૂરી થતાં દિવસ ઊગ્યો. અજવાળું થવાથી દાસીએ ઘી પૂરવું બંધ કર્યું અને દીવો બુઝાયો. રાજાની પ્રતિજ્ઞા પૂરી થઈ. કાઉસગ્ગ પાળી, રાજાજી પલંગ તરફ જવા પગ ઉપાડે છે, પણ અંગો જકડાઈ ગયા હોવાથી નીચે પડી જાય છે અને પંચ પરમેષ્ટિના ધ્યાનમાં લીન થઈ જાય છે. આયુષ્ય પૂરું થતાં કાળ કરે છે અને ત્યાંથી તેમનો જીવ દેવલોક જાય છે. આમ કાઉસગ્ગમાં સ્થિરતા, અડગતા રાખવાથી રાજા દેવગતિને પ્રાપ્ત કરે છે. સંદર્ભસૂચિ : જૈન શાસનના ચમકતા હીરા-સંપાદક – વરજીવનદાસ વાડીલાલ શાહ...... પૃ. ૭૫ Page #458 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ (૧) શબ્દાર્થ | દૂહા | સહકારો = આંબો પાસ = પાર્વ કેલિ = કેળ મ્યુભ = શુભ ગજગત્ય = હાથીની ચાલ ત્રણી = ત્રણ લંક = વળાંક, મરોડ વિઝાય = ઉપાધ્યાય ગુજાની = ચણોઠી સાદ્ધ = સાધુ ઉદર = પેટ વિસાયાંહા વીસ = સંપૂર્ણપણે, સો ટકા પોયણ = કમળ (નાનું) નસદીસ = દિવસરાત્રિ, અહોરાત્ર પ્રેમવિલુધા = પ્રેમમાં આસક્ત લવલેસ = બહુ થોડો અંશ, તલમાત્ર કરિ = હાથ સાર્દ = શારદા, સરસ્વતી બઈહઈરખા = બાવડાનું આભૂષણ. સેવ = પૂજન, ઉપાસના, સેવા કરતલ = હથેળી કેલવું = રચવું, સર્જન કરવું વસેકો = વિશેષ પીંગલ = છંદશાસ્ત્રનું નામ ઢાલ || ૩|| વિગતિ = સમજણ કનકનો = સોનાના તૂઠી = પ્રસન્ન થવું નેવર = ઝાંઝર, પાયલ મુખ્ય = મુખમાં, મુખે નાશક = નાક મંડણ = શોભા કીર્તી = પોપટની રસના = જીભ સસી = ચંદ્રમાં ક્રોડય = કરોડ, અસંખ્ય અધુર = હોઠ * મુખ = મૂર્ખ ડાડિમકૂલિ = દાડમકળી શીર = માથું, મસ્તક નગોદર = કંઠનું એક ઘરેણું ધરિ = ધારણ કરવું નાગ = કાનનું ઘરેણું કર્મ = કાર્ય ઝાલિ = કાનનું આભૂષણ રેખ = લેશમાત્ર વેણી = ચોટલો લંગઈ = લગાડવું વાશગ = વાસુકિ નાગ ઢાલ || ૨ || રાખડી = માથામાં પહેરવાનું ઘરેણું (સ્ત્રીનાં) યમ = જેમ ખીટલી = ઘરેણું કીરી = ની, માટે ભાલિ = કપાળ ઉપર માયુ = માતા સુક = સુકાયેલી ઓપમ = ઉપમા, સરખામણી મુક્તાફલ = મોતી Page #459 -------------------------------------------------------------------------- ________________ ભખી = ભક્ષણ || દૂહા || યુગલ = બે યતી સાધુ ઢાલ ।। ૪ ।। ચોપાઈ ।। દસવીધ્ય = દસ રીતે, દસ પ્રકારે હેલાં = ઝડપથી = તાય = ત્યાગ પરિ = પ્રકારે આલુઅણી = પ્રાયશ્ચિત, આલોચના વીનો = વિનય વયાવછાદીક વૈયાવચ્છાદિ કાઓસર્ગ કાયોત્સર્ગ થીર સ્થિર = = = બ્રહ્મચર્ય બ્રહ્મચર્ય પાત્યગ = પાતક, પાપ || દૂહા || એકઅંત = એકચિત્ત સાંભળજો. = = સુણજ્યુ ઢાલ|| ૫ || યુગિ = યોગ્ય સોમપ્રગતિ = સૌમ્ય પ્રકૃતિ કરુર દ્રીષ્ટ = ક્રૂર દૃષ્ટિ પાપભીર = પાપભીરુ, પાપથી ડરનાર પભણી = બોલે, કહે દાખ્યણ = દાક્ષિણ્ય, વિવેક, સભ્યતા ગુણાંણરાગી = ગુણાનુરાગી લભધિલખી લબ્ધલક્ષી ધ્યેયની પ્રાપ્તિ કરનાર = = વસેખ = વિશેષ જ્ઞાની મધ્યશવતી = મધ્યસ્થવૃત્તિ ધર્યો = ધરજો ઢાલ ||૬|| ઞરુઆ = મોટા પચખાંણો નીસચઈ = નિશ્ચય, નક્કી = પ્રત્યાખ્યાન ઘટ = શરીર મમ = નહીં આલપંપાલ = આડુંઅવળું સુધુ = શુદ્ધ જઈન = જિન અતીસહઈ = આગવી વિશિષ્ટતા, ઐશ્વર્ય પાંતીસો = પાંત્રીસ અરીઆ = = મૃગપતિ = સિંહ મેગલ = હાથી રેખો = લેશમાત્ર અનેિં = અને શત્રુ ઉપર વિજય મેળવનાર અરિહંત = અવભોગાઈ = ભોગવે નહિ એવા અવર્તી અવિરતિ સીવપૂર = મોક્ષ આસો = આશા પેખો = જુઓ || દૂહા || ચોતીસ = ચોત્રીસ = ઢાલ || ૭ || અપારો = ઘણું ચંપકગંધ ભમર ભમરો ભંગિં = પ્રકારે ઢંગથી = ચંપકલની સુવાસ સાસ = શ્વાસ ઊસાસ = ઊચ્છ્વાસ રૂધીર = લોહી મંશ = માંસ Page #460 -------------------------------------------------------------------------- ________________ ગોખીર = ગાયનું દૂધ સહઈજન = સહજના (જન્મથી) પરષધા = (પર્ષદા) પરિષદ, સભા યોયન = યોજન (ચાર ગાઉ) રાય = રાજા ભામંડલ = તેજવર્તુળ, આભામંડળ વીર = વેર વિલઈ = નાશ થાય અનાવૃષ્ટી = વરસાદ ન પડવો તે અતીવ્રષ્ટી = વધારે વરસાદ = હદ બહારની વૃષ્ટિ સુર = દેવતા અગ્યાર = અગિયાર રત્નસીધાસણ = રત્નસિંહાસન અંદ્રજ = ઈંદ્રધ્વજ ઠવઈ = મૂકે, રાખે અસ્યોખ અશોક ચોરુપ = ચારેબાજુ અધોમુખ્ય = અધોમુખ કંટીક = કાંટા કુઅલ = કોમળ ફરકઈ = ફરકે પૂવિષ્ટ = ફૂલની વૃષ્ટિ રત્તી = ઋતુ ઢાલ || ૮ || મદ = અભિમાન કુલાં = કુળ પ્રભુતા = ઐશ્વર્ય ઢેતી = મનથી ચક્રવંઈ - ચક્રવર્તી હઈઇ = હૃધ્ય ઢાલ || ૯ || નાણાંવર્ણીઅ = જ્ઞાનાવરણીય દંસણા = દર્શનાવરણીય ખઈ = ક્ષય || દૂહા . વ્યનાં = વિના વિસથાનક = વીસ સ્થાનક વિણ = વગર ઢાલ || ૧૦ || થીવર = સ્થવિર ન્યાન = જ્ઞાન વિનઓ = વિનય આવસગ = આવશ્યક ભ્રમવ્રત = બ્રહ્મચર્ય વ્રત કયરીઆ = ક્રિયા દામ્ય = બતાવ ત્રવિધિ = ત્રણ પ્રકારે (મન, વચન, કાયાથી) || દૂહા // પૂNિ = પૂજવું પ્યાર = ચાર સધહતા = સહૃણા, શ્રદ્ધા નખેપા = નિક્ષેપ થાપના = સ્થાપના એણી પરિ = એવી રીતે એકચ્યત = એકચિત્ત ઢાલ || ૧૧. તંબોલ = પાનબીડા વાણહીઅ = પગરખાં નઈ = અને, ને મઈથન = મૈથુન લોઢીનીત = લઘુશંકા નષેધો = નિષેધ Page #461 -------------------------------------------------------------------------- ________________ સૂઅણ = શયન જુવટુ = જુગાર // દૂહા છે. અંદ્રી = ઈન્દ્રિય નવવીધ્ય = નવવિધ, નવપ્રકાર પરીહરઈ = તજવું સુમતિ = સમિતિ ઢાલ || ૧૨ .. મનરંગિં = મનના આનંદથી, ઉમંગથી ભુપતિ = રાજા સુભકર્ણિનાં = શુભ કરણીનાં સાયર = સાગર કોહોનું = કોઈનું આપ થઈ = સ્તુતિ, પ્રશંસા ખ્યમાવંત = ક્ષમાવંત ઢાલ || ૧૩|| મછર= ગર્વ, ઈષ્ય કામ = કામદેવ ધ્યન =ધન પગારા = કોટ, કિલ્લા પોલિ = દરવાજા કંતા = પત્ની જુજૂઈ = જુદી જુદી કેડ્ય = પાછળ ફરસ્ય = સ્પર્શવું સુધું = શુદ્ધ અમ્યુચ = અશુચિ ઢાલ || ૧૪ . પરીસો = પરીષહ. જીપતો = જીતે ચાર્ગ = ચારિત્ર રખ્યજી = ત્રષિજી માધવર્ત = શ્રીકૃષ્ણના પુત્ર ખધ્યા = સુધા વઈહઈલ = વહેલો ત્રીષા = તૃષા રતી = આસક્તિ, અનુરાગ અમૅન વીના = અગ્નિ વિના જાચ્યાનો = યાચનાનો ઊશભ = અશુભ પાતિ = પંક્તિ યુગો = યોગો, સંજોગ ત્રર્ણ = તૃણ સઇઇસઈ = સહન કરશે દઇહસઇ = બાળશે અગ્યનાંન = અજ્ઞાની ઢાલ || ૧૫ / સબલુ = મોટું શ્રવણે = કાને ચણે = પગે સૂયના = સૂરિના યુઓ = મોટો રષિ = ઋષિ ઘણ = પત્ની, ઘરવાળી || દૂહા || હવા = થયા આગઈ = આગળ ઢાલ || ૧૬ો. મન્ય = મનમાં ગ્રીષા = મૃષા, અસત્ય દાન અદિતા = અદત્તાદાન, ચોરી કર્ણસીત્યરી = કરણસિત્તરી ચર્ણસત્યરી = ચરણસિત્તરી સંયમયુગતા = સંયમયોગ યુક્તતા = સંયમયોગમાં પ્રવૃત્તિ સુધા = શુદ્ધ Page #462 -------------------------------------------------------------------------- ________________ ઢાલ || ૧૭ || હરિ = વિષ્ણુ હર = શંકર વિપ્રા = બ્રહ્મા ભખ્ય = ભર્યા કુપ = કૂવામાં Úક્રીત = શુભકરણી ગંગ = ગંગા ઈછયા = ઈચ્છા | દૂહા || આલિઅ = જૂઠું પટંતર = ભેદ-અંતર || કવીર છે. પરબત = પર્વત ટીબડીબ = નાનો ટેકરો અંબો = આંબો ખાંખ = ખાબોચિયું ખાસર = ખાસડું સસીહર = ચંદ્ર સીપ = છીપલું ક્યરપી = કંજૂસ, કૃપણ || દૂહા | ક્યરોધ = ક્રોધ કસ્યુ = શું સકાર = ભલીવાર તતખેવ = તરત ઈસ = ઈશ્વર ઢાલ || ૧૮|| પુર્ષ = પુરુષ જગસંઘાણ = જગ સંહારણ ખ્યન = ક્ષણ દાંત = દૈત્ય લંગ = લિંગ // દૂહા || શઈવ = શૈવ સરજાડસઈ = સર્જન કરશે ઢાલ // ૧૯ . સંઘારઈ = સંહાર કરવું ઊચલી = જતાં રહેવું વિપ્ર = બ્રાહ્મણ ક્રષ્ણ = કૃષ્ણ || કવીરા. અઈઅહીલા = અહિલ્યા સબિં = બધા ગમાયુ = ગુમાવવું ઢાલ || ૨૦ || અન = અન્ન પઈહઈલો = પહેલો નર્યુ = નરક ભુજંગો = સાપ નીગમ્યાં = ગુમાવવું જવહારો = જવેરાત પેખો = જુઓ માયત્સ્ય = માતા સાથે મૂણંદો = મહાનમુનિ || દૂહા || બંeણા = બ્રાહ્મણ વાવરઈ = વાપરે છે અસત = અસ્ત મોકલાં = મોકળા, સ્વચ્છેદ લોહશલાનિં = લોહશિલા, લોખંડની શિલા ઢાલ || ૨૧ || સંસઈક = સાંશયિક, સંશય ભવઅર્થ = ભવરૂપી અરણ્ય પાંત = પાપ પરજલી = બાળવું, બાળીને Page #463 -------------------------------------------------------------------------- ________________ ખાંસ્ય = ખાણ, ગતિ સ્વાહાનિં = શા માટે, શાને ઢાલ || ૨૨ || કાન્ય = કાને આગાર = છૂટ | કવીરા. મંડી = શોભિત વચી મથોઘલઈ = વચ્ચમાં માથું મારવું હવકાર્યુ = વગર બોલે એબ = કુટેવ એતાની = એટલાની || દૂહા | નિત્યકર્થી = નિત્યકરણી ઢાલ | ૨૩ . પ્રતિ = પ્રભાતે રીદઈમહા = હૃદયમાં આવશગ = આવશ્યક ચોવીસહથો = ચોવીસ જિનની અભીરામ = આનંદ પરકિં = પ્રતિ સંજ્યાસમઈ = સંધ્યા સમયે માહારકંડ રષ્ય = માર્કંડ ઋષિ સૂર્ય = સૂર્ય ગ્રીહી = ગૃહસ્થી ઊદરિં = ઉંદર વઈદકશાહાસત્રિ = વૈદકશાસ્ત્રમાં • વિમન = વમન નેઠિ = નક્કી નર્ણઈ = અવાવરી હંશા = હિંસા અગડ = બાધા જોહારો = નમસ્કાર ઓહોલાશ = ઉલ્લાસપૂર્વક કૃપણ = કંજૂસ ધ્યક્ત = ધૃત, ઘી આખે = ચોખા પૂસતગ = પુસ્તક શ્રાવિ = શ્રાવિકા ક્યરપી = કંજૂસ, કૃપણ વસવાનર = અગ્નિ જુવટઈ = જુગારથી || દૂહા . લ્યખ્યમી = લક્ષ્મી, ધન સર્ચ = સ્વર્ગ જનુની = માતા સુપત = સુપાત્ર માગણ = યાચક ઢાલ || ૨૪|| નવનીધ્ય = નવનિધિ મહઈલા = મહિલા બાર્ય = બારણે રિવર = ઘોડા ઓટઈ = ઓટલે ઓલગ = સેવા સાલિ = ઉત્તમ જાતના ચોખા પ્રતલાભીઓ = દાન આપવું નહઇસાર = નયસાર વહંત = ધારણ કરવું ઢાલ || ૨૫ || છાહાર = રાખ ધ્યરત-વ્યહુણો = ઘી વિનાનો ખ્યાયક = ક્ષાયિક ખઈ = ક્ષય ખોભ = ક્ષોભ, ક્ષય પાખવું = આજુબાજુનો શણગાર ગલઈ = ગળે Page #464 -------------------------------------------------------------------------- ________________ વેણા = વીણા ઢાલ || ૨૬ કંતસિં = સ્વામીની અવદાલ = વૃત્તાંત પરતેગ = પ્રત્યેક વસેક = વિશેષ || દૂહા || અદસ = આદેશ સઘઈણાં = સહણા, શ્રદ્ધા ઢાલ || ૨૦ | ઈસ્યુભ = અશુભ પરીખો = જુઓ, જાણો સુગર = સુગુરુ વયણ – વચન ચઊદરયણ = ચૌદરત્ન કાર્ય = કારણે ઢાલ | ૨૮. સંધેહ = સંદેહ ઠુકરાઈ = ઐશ્વર્ય સીધાસણ = સિંહાસન ઊફાટાં = વિપરીત ત્યાહલો = અંગારા ઊથાપ્યા = અવગણના કરવી, ટાળવું રાજપ્રષ્ણી = રાયપાસેણી સૂત્ર મેર = મેરુ પરબતિ = પર્વત અચ્ચર = અક્ષર નર્મો = નીરખો ચમરેદો = ચમરેન્દ્ર સદહી = શ્રદ્ધા રાખવી મોહો પોત = મુહપત્તિ, મુખવસ્ત્રિકા યુગલ = બે . ઉહુનું = ગરમ, ઉનું તાઠું = ઠંડુ વઈહઈરાવઈ = વહોરાવે અદીમું = અધિક નહઈ = નય મુદ્રા = નાણું-સીક્કો વસ્ત વહોરવા = વસ્તુ લેવા કડકો = કડછો, લાકડું ચહુટિ = બજાર || દૂહા || છંડતા = મૂકતાં વાસ = વસ્ત્ર ઢાલ ૨૯ || યતીયન = યતિજન મુન્યના = મુનિનાં ઊતકણો = ઉત્કૃષ્ટ હવડાં = હમણાં પ્રથવી = પૃથ્વી દૂપસો = દુખસહસૂરિ ગંહું = ઘઉં ઢાલ || ૩૦ || ખેમ = ક્ષેમ બંબપત્રીષ્ઠા = બિંબપ્રતિષ્ઠા પરજુસણ = પર્યુષણ છઈ = છે, રહે આલુઈ = આલોચના | દૂહા || શંકાશલ = શંકાશલ્ય, શંકાકુશંકા આનંખા = આકાંક્ષા ઢાલ | ૩૧ ||. કહઈ = ધરો બહુધ = બૌદ્ધ યંગમ = જંગમ ત્રદંડ = ત્રિદંડી Page #465 -------------------------------------------------------------------------- ________________ અંદ્રજાલીઆ = ઈન્દ્રજાલીઆ ભવે ભવે ભવ્યભવ્ય = હેતિં = માટે ઢાલ || ૩૨|| વતીગંછા વીસ્વપ્રકાર = = વિચિકિત્સા = યાગ = યજ્ઞ ઢાલ || ૩૩ || ઊવેખી = ઉપેક્ષા કરવી વસેષી = વિશેષથી નંદ્યા નિંદા કોચોલી = કટોરી ભોગલ = સાંકળ પ્રગતિ = પ્રકૃતિ વિશ્વોપકારક ઢાલ || ૩૪|| ષ્યષ્યમાંહિ = ક્ષણમાં કંડીઈ = કરંડિયે પ્રસંસઈ પ્રશંસા કરવી ઢાલ || ૩૫| પઈસતાં = પ્રવેશતાં બઈ = બન્ને = વણસઈ = બગડે છે. વણી = વળી સમુલાં = મૂળથી = ગંજણ = કલંક, પરાભવ કુતાર = મહાવત તુંબાજાલી = તુંબડું, નદી તરવાનું સાધન વેણોજંત્ર = વીણા યંત્ર ઘાંઈંજા = હજામ રૂબડી = હજામનું કોઈ સાધન દૂરદાંત = વશ ન થાય તેવું, મુશ્કેલ રગત = લોહી મંશ માંસ હઈઉં = હૈયું ગંહિવર પૂફ = પુષ્પ વાધી = વધવું વિષ = વૃક્ષ ગજવર, હાથી સુકડી = સુખડ જમલાં =સાથે, સંગાથે પરીચો = પરિચય || દૂહા || સૂધો = શુદ્ધ ઢાલ || ૩૬|| યગનાથ = જગનાથ જઇણા = જતના, જતન કરવું કર્મ = કૃમિ વાલાદીક = વાળો આદિ બે ઇન્દ્રિય જીવ કીડલા કીડાઓ દોહેલું = દુષ્કર ચક્રી = ચક્રવર્તી = માહિઁરિ = એમાં ભેલિં = ભેગું કરવું વધા = વૃદ્ધા મેલિં = મળે જીપીઈ = જીતવું અનુવર = સોબતી/જોડીદાર યણ = રત્ન જુજૂઈ = જુદા જુદા સુપન = સ્વપ્ન વદને = મુખમાં ઘોંસર = ધૂંસરું પ્રઠવઈ નાખે = સંયુગી = સંયોગી પરેમાં = પ્રેર્યાં કુરિમ = કાચબો Page #466 -------------------------------------------------------------------------- ________________ શર = બાણ અવની = પૃથ્વી ઢાલ // ૩૭ || વડરી = વેરી મહોલ = મહેલ જાજર = જર્જરિત પરગતી = પ્રગતિ આકલી = મુશ્કેલ તુરંગ = ઘોડો બાઓલ = બાવળ છાંહિ = છાંયો તાતિ =પંચાત મંકડ = વાંદરો, વાનર આલ = અટકચાળા જુઝ = યુદ્ધ ગુઝ = ગુપ્ત વાત વણજ = વેપાર દૂત = ધુત, જુગાર આહેડો = શિકાર પરદાદા = પરસ્ત્રી કગુરુ = કુગુરુ | દૂહા || યુગતિ = તે યુગમાં કલોલ = આનંદ હિત = હિતદાયક ઢાલ || ૩૮ | વછ = વાછરડો સીહી = સિંહ જલધર = વાદળા કુપરખ બોલિં = ખોટા વચન ઢાલ || ૩૦ || વણ = વિના ગુણતિ = સ્વાધ્યાય, અભ્યાસ લંછિ = લક્ષ્મી વિવાદ્ય = વાદવિવાદ તુર્થી = તરુણી વીધ્યસ્ય = વૃદ્ધસાથે કર્થાતો = કહેવું ઢાલ || ૪૦ છે. મસો = મગતરું, તણખલું મૃગપતિ = સિંહ સસો = સસલું વ્યરૂઓ – ગિરૂઓ, ગૌરવ હેમ = સોનું ખજૂઓ = આગિયો વાહો = વોકળું સાયર = સાગર || દૂહા || હંત = નાશ શેન = સેના ખીર = દૂધ ઢાલ | ૪૧ || પોલું = પોળ, પ્રવેશદ્વાર વિહણ = વગરનો મેહો = વરસાદ અંઘોલ્યુ = સ્નાન ભઈલું = મેલું પાંહણો = મહેમાન ઢાલ || ૪૨ || ષટ = છ ચંદરૂઆ = ચંદરવા પિહઈલો = પહેલો સંગ્રેર્ણ = સાફસૂફી સેયા = શયન, પથારી, શય્યા અણસોષ્ઠિ = જોયાં વગરનું સારવણિ = સાવરણી Page #467 -------------------------------------------------------------------------- ________________ બઈસતાં = બેસતાં ખંડણ = ખાંડવાની જગ્યા | દૂહા || નિર = પાણી અણગલ = અણગળ, ગાળ્યાવિનાનું વાવરો = વાપરો લાધો = મળેલ હારિ = ગુમાવવું અંત = જીવ ઢાલ || ૪૩|| ઝીલવું = નહાવું વાય = રોકવું શ્રીમાનસીત = શ્રી મહાનિશીથ સૂત્ર ઝાલક = છાલક, છોળ ટુંપો = ગરણું નીચોવવું સંખારો = ગરણામાં જમા થયેલ ક્ષાર સમોઅણ = ઠંડું પાણી યુન્ય = યોનિઓ કુજર = હાથી કંથુઓ = નાનકડું જીવડું ઢાલ || ૪૪|| વયણ = વચન અજા = બકરી સંવર = સુવર, સાબર પાસન્હાં = જાળમાં લાવાં = લાંબા ચાસ = એક જાતનું પક્ષી, કુંજડું ચાતક = ચાતક ચક્રવા = ચક્રવાક ચીતરા = ચિત્તા ચોર = એક જાતના પ્રાણી ઢાલ || ૪૫ પરાચી = પૂર્વે અર્જેલાં, પૂર્વે કરેલાં કાતડી = કરવત સાઢસઈ = સાણસા થકી ઢાલ || ૪૬ || રીદિ = હૃદયમાં રસના = રસેન્દ્રિય, જીભ આમિષ = માંસાહાર થલચર = સ્થલચર અલપ = અલ્પ આઊખઈ = આયુષ્ય પ્રીછયુ = ઓળખવું, જાણવું અરીહા = અરિહંત, તીર્થંકર ત્રાજુ = ત્રાજવું વ્યવરીતણાં = ગાય તણાં કાયમી = નકામી, ખોટી ધ્યન ધ્યન = ધન્ય ધન્ય ઢાલ || ૪૭ ક્રીપાલ = હાથી સહ્યા = સો હાની = હાથણી જોયન = જોજન ઠવઈ = મૂકવું કુર્ણા = કરુણા સર્ગજ્હાં = સ્વર્ગમાં અંત = પશુ ઢાલ || ૪૮ || લેઅણ = લેણું વેદ કુવેદ = અંગઉપાંગ લોઢો = માંસનો લોચો નાશકા = નાક શ્રાવણ = કાન ઢાલ || ૪૯ ! સહઈજિં = સહેજે વછેદ = વિયોગ Page #468 -------------------------------------------------------------------------- ________________ સિરિ = માથા પર કાંકસ્યુ = કાંસકો તડકામાં તાવડી દૂહવ્યાં = દૂભાવ્યાં દાદૂર દેડકાં ભાત = અન્ન, ભોજન ઈઅલિ ઈયળ = = ઢાલ || ૫૦|| મરિષા = તિ કાંય = અગડ = બાધા અલીઅ = જિગનતણું = મિથ્યા, અસત્ય, મૃષા = => નારી નાર્ય ભાતિ = આકૃતિ પટોલઈ = પટોળુ કાચબ = કાચબો = કુપુરુષ ખોટા કુપરષ દૂત = ખરાબ સગાલ = સુકાળ મેઘ - વરસાદ ઉતાવળમાં ઢાલ || ૧૧ || સહઈસાકારિ અણયુગતુ = અણછાજતું પીઆરા = પરાયા, બીજાના વીસ્વાસી = વિશ્વાસ છેતરીને યજ્ઞતણું = = શા માટે પંડી = પોતાની ઢાલ || પરા ખાતર પાડ્ય = ચોરી કરવી પૂર = શહેર પાટણ = નગર = કાદવ મોક્ષ મોખ્ય પાયકો = પથ્થર પણ્ય = પણ વાર્ય પાણી || દૂહા || કંન = કાન = છલ = કપટ ભંસા = = ખર = ગધેડું વિષ્ય = વિષ ત્રિંણ = દેવું ઊવટવાટ ભેંસ, પાડો ઢાલ || ૫૩|| સંવલ = ભાતું ભેલસંભેલ =ભેળસેળ છલછબર્દિ જુઈ = જુદા ધરસુત્ર = ઘરનો નિયમ વંચીઈ = છેતરવું = = રઝળપાટ, ઉચાટ || દૂહા || સમાન્ય = સમાન ૪૪૭ = મૃગકુલમ્હાં = પશુમાં કેશરી સિંહ તુરંગ = ઘોડો ઢાલ || ૫૪|| અંદ્ર = ઈન્દ્ર ગહઈગણ સેષ = ઠાકુર = રાજા છળકપટથી શેષનાગ સૂરરથાના સૂર્યરથના ખીરો ક્ષીર સાગર ગ્રહગણમાં = શર = સરોવર ઝોટુ = જુવાન ભેંસ => Page #469 -------------------------------------------------------------------------- ________________ અણગારા = અણગાર, મુનિ ઢાલ || પપી સહઈસ = સહસ્ત્ર ભગ = છિદ્ર માસિં = મહિનો કલગ = કલંક મસ્તગનો = મસ્તકનો વિટલ = સ્વછંદી વીવલ = વિવળ મોગર = ગદા નીપાતિ = વિનાશ ભ્રાત = ભાઈ કાય = કાજે, માટે જમદગ્દનિ = જમદગ્નિ(ઋષિ)ને યુઞિ = યોગે શ્રુણી સુક્ર = શ્રોણિત-શુક્ર = લોહી-વીર્યના શુક્રાણુ મનીષ = મનુષ્ય વરલા = વીરલા નીગમ્ય = દૂર કરવું જખીરાજ = યક્ષરાજ ઢાલ | ૫૬ || રીધ્ય = રિદ્ધિની વૃદ્ધિ વશલા = વિશલ્યા વેઢી = ઝઘડા, વઢવાડ રખ્યા = રક્ષા વસ્યવાનર = વૈશ્વાનર, અગ્નિ જનકસુતા = જનકપુત્રી વુઢો = વરસ્યો અંકટ = સંકટ ઢાલ | પ૭ || દોહો દશરે = દશે દિશા મોરું = મારું રંભા = અપ્સરા છતી = છત્રીસ સુરલોકિ = દેવલોક ઢાલ || ૫૭-ક | વછ = વચ્છ, પુત્ર થાવ છો = થાવચ્ચો વહઇરસ્તામ્ય = વૈર સ્વામી શરીઓ = શ્રીયક પ્રભવો = પ્રભવમુનિ વીષ્ણકુમાર = વિષ્ણુકુમાર મણિરેહા = મદનરેખા દવદંતી = દમયંતી ઢાલ || ૫૮ .. હાશ વીનોધ = હાસ્યવિનોદ વિપ્રજાશ = અવિશ્વાસ તીવર = તીવ્ર પરવિહીવા = પરવિવાહ ધુ = આપો ઢાલ || ૫૯ || ઓહોલસી = ઉમંગપૂર્વક કોણી = કોણિક ત્રીષ્ણા = તૃષ્ણા ઢાલ || ૬૦ || કંતા = સ્વામી, પતિ ભરથ = ભરત હનમંતા = હનુમાન બઈ = ટેક ભભીષણ = વિભીષણ ઢાલ || ૬૧ | ઠંડી = છોડીને પંચમો = પાંચમો યંપલપૂર = કપિલપૂર નેમીસ્વરુ = નેમીશ્વર, નેમનાથ Page #470 -------------------------------------------------------------------------- ________________ વરધમાન = વર્ધમાન ઢાલ || ૬૨ || ખેમો = કુશળ ખેત્રુ = ખેતર, ક્ષેત્ર પદ = બે પગા, (મનુષ્ય, પંખી વગેરે) ચોપદ = ચોપગા (ગાય, ભેંસ વગેરે પશુ) ભાત્ય = જુદાં જુદાં પ્રકારે અયાણો = અજ્ઞાનતાથી અલ્લીઠું = ઢીલું સપત = સાત ઢાલ || ૬૩ TI જલિવટિ = જળમાર્ગ દીગવેરમણ = દિશાનું પરિમાણ દખ્ખણ = દક્ષિણ વદશ = વિદિશા દસઈ = દશ આખ્યા = ઓળખાવ્યા સંક્ષેપી = ઘટાડવું. સંક્ષેપી ઢાલ || ૬૪|| ચઉદઈ = ચૌદ નીમ = નિયમ હિંસાનિ = આત્માને નીવારો = છોડવું દ્રવિ = દ્રવ્ય વીગઈ = ઘી, તેલ, દૂધ આદિ વાંહાણાઈ = પગરખાંની વવેકિં = વિવેકથી કુશમ = ફૂલો વગતિ = જુદા સુઅણ = શસ્યા વલેપ = વિલેપન ઢાલ || ૬૫ અચીત = અચેત, નિર્જીવ સચીત = સચેત, સજીવ પ્રતબધ = પ્રતિબદ્ધ (યુક્ત) ઉપક-દૂપક = અપકq-દુષ્પક, અધકચરું પહક = પોંક શલ્યાં = સડેલાં અભ્યખ્ય = અભક્ષ્ય, ન ખાવા યોગ્ય ઢાલ || ૬૬ / સબલો = ઘણું પતિ = પત-આબરૂ-ટેક પૂર્વય = પૂર્વજ પોઢ = મોટું હીમ = બરફ બિંગણાં = બેગુણા આંમણ = ખાટાં સાખ = શાક ચલીતરસ = વિકૃતરસ ઢાલ / ૬૭ || ગલુઅ = ગળો કુંઆરિ = કુંવાર પલવ = કુમળા પાનો = પાંદડા અલગ = મૂળા શણગાં ધાંનો = ફણગાવેલાં અનાજ // દૂહા || ખાય-અખાય = ભણ્ય-અભક્ષ્ય ઓલખઈ = ઓળખવું અંગાલ = અગ્નિ આલિઅ = ખોટા ઢાલ || ૬૮. નર્ગ = નરક હિમાં = નિંભાડા આગર ઈટિની = ઈંટની ભઠ્ઠી ત્યાહલા = કોલસા Page #471 -------------------------------------------------------------------------- ________________ કરસણ = વાવેતર, ખેતી વાંહઇલ્યુ = વેલડું નાવી = હોડી વણજ = વેપાર ગાડાવાહી = ગાડાં ચલાવવા ભોમિફોડ = ધરતી ફોડવી ઢાલ || ૬૯ ||. પોઈશા = મોતી, માણેક આગરિ = ખાણ વિરધ્ય = વૃદ્ધિ લુણ = મીઠું વહોરજે = ખરીદજે વછનાગ = ઝેર હલાવતાં = હીણો દેખાડતાં ચીડ = ચરબી પાપોપગણું = પાપોપકરણ ઢાલ || ૭૦ ઘંટ = ઘંટી ઊષલ-મુસલ = ખાણીયો-સાંબેલું કોહોલું = શેરડીનો રસ કાઢવાનો સંચો આંક = ડામ કંબલ = ગાય ભેંસ વગેરેની ગળામાં લટકતી ચામડી દવ = આગ વાગરી = વાઘરી નવસાય = વ્યવસાય ખરકમ = સાવદ્યકર્મ (પાપકર્મ) ઢાલ || ૭૧ || છાલિ = બકરી ભગતિ કથા = ભોજનઆશ્રી, ભોજનની વાતો પાલી = છરીભિસા = ભેંસ બોકડા = બકરા કુરકુટ = કૂકડા માંજાર = બિલાડી ખાંત્ય = ઈચ્છા, હોંશ કણહ = કણ, દાણા ફૂલિ = ફૂગ નીલ = લીલ તક્ર = છાશ પરજલતાં = પ્રજળતાં || દૂહા // કંદ્રપ = રાગ, કામવાસના અધીકર્ણા = પાપ સાધન નીધ્યાન = નિધિ, ભંડાર ઢાલ || ૭૨ || સાવદિ = સાવદ્ય-સપાપ થીર = સ્થિર || દૂહા || પરતંગ = પ્રત્યક્ષ કેવલજ્યાન = કેવળજ્ઞાન પોહોર = પ્રહર ઢાલ || ૭૩|| પવ્યત્ર = પવિત્ર દેસાવગાશગ = દેશાવગાસિક ઢાલ || ૭૪ || ઓહોરતો = અહોરાત્ર પોસો = પૌષધ ઠંડિલ = સ્પંડિલ પડલેહી = સૂક્ષ્મ નિરીક્ષણ કરવું માતરૂ = લઘુશંકા અઠવાઈ = નાખવું, પરડવું સંઘટ = સ્પર્શ ચંદ્રા = નિદ્રા અવઘઈ = અવિધિથી અસુરયુ = મોડો Page #472 -------------------------------------------------------------------------- ________________ ઢાલ || ૭૫| સાધ = સાધુ અસુઝતો = અશુદ્ધ, દોષિત બુધ્ય = બુદ્ધિ સુઝતો = નિર્દોષ ફેડી = ફેરવીને, નષ્ટ કરીને ઢાલ | ૭૬ ||. ખુણઈ = ખૂણામાં અપસઈ = ઉપાશ્રયના સલજ = લજજાશીલ વણિગ = વણિક સીદાતો = દુ:ખી થતો લ્યખ્યમી = લક્ષ્મી સંચિં = સંગ્રહ ઢાલ || ૭૭ | છાલું = બકરું ઘઈશ = રાબ ચીડ = મણકા દત્ત = દાન વહુણા = વગર // દૂહા || સાયર = સાગર વંદૂઓ = બિન્દુ નીરમલ = નિર્મળ ચરચજ્યો = સુધારજો ઢાલ || ૭૮ || જલુ = જળો મશરુ = રેશમી કાપડ કાંબલો = ઊનની ધાબળી વંદુ = ખરાબ ઓહોલસી = આનંદથી સખરૂ = સારું // દૂહા || અંગ્ય = અંગ અપછ૨ = અપ્સરા ભટક = એકદમ ઢાલ || ૭૯ | પાયક = નોકર-ચાકર મઈહઈષી = ભેંસ લછી = લક્ષ્મી પાસ = પાર્શ્વ પસાઓલઈ = કૃપાથી ઢાલ || ૮૦. સહઇકાર = આંબો છત્રેસે = છત્રીસ પોઢા = મોટા ઢાલ | ૮૧ || દિપકદાઢો = દિવાળીનો દિવસ ભરતિં = ભારત સોલસંવચ્છરિ = વિક્રમ સંવત ૧૬૦૦ Page #473 -------------------------------------------------------------------------- ________________ (૨) જેને પારિભાષિક શબ્દો ૧) નવપદ - ‘નમો અરિહંતાણં' આદિ પાંચ પદ તથા ચૂલિકાનાં ચાર પદ. આ રીતે (૫+૪=૯) નવપદ થાય છે. આ નવપદને ‘નવકાર-મંત્ર’ કહેવાય. ૨) અરિહંત :- અરિહંત. અરિ એટલે દુશ્મન. હંત હણનાર. દ્રવ્યથી ૧) જ્ઞાનાવરણીય, ૨) દર્શનાવરણીય, ૩) મોહનીય અને ૪) અંતરાય. આ ચાર ઘાતી કર્મોનો નાશ કર્યો છે, તથા ભાવથી રાગ-દ્વેષ રૂપી ભાવ શત્રુ, આત્મશત્રુઓનો નાશ કર્યો છે એવા સદેહી, સર્વજ્ઞ, વીતરાગ પ્રભુને “અરિહંત' કહેવાય છે. ૩) સીદ્ધ :- સિદ્ધ એટલે જેઓના સર્વ કાર્ય પૂરા થઈ ગયા છે. ઘાતી અને અઘાતી બન્ને પ્રકારનાં કર્મ અર્થાત્ આઠે કર્મોનો નાશ કરીને લોકના અગ્રભાગે મોક્ષસ્થાનમાં બિરાજમાન છે. તેને ‘સિદ્ધ' ભગવાન કહેવાય છે. ૪) આચાર્ય :- સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘનું નેતૃત્વ કરતા હોય. પોતે ૧) જ્ઞાનાચાર, ૨) દર્શનાચાર, ૩) ચારિત્રાચાર, ૪) તપાચાર અને ૫) વીર્યાચાર. આ પાંચ આચારોનું પાલન કરી અન્યને આચાર પાલનની પ્રેરણા આપનારને “આચાર્ય' કહેવાય છે. તેમ જ સૂત્ર અને અર્થના જ્ઞાતા હોય. ગુરૂપદમાં જે પ્રથમ છે તેને આચાર્ય કહેવાય. આ ૫) ઉવઝાય :- ઉવક્ઝાય એટલે ઉપાધ્યાય. જે સ્વયં જૈન આગમ-સિદ્ધાંતને ભણે અને ભણાવે, તેમ જ શંકાઓનું શાસ્ત્ર સંમત સમાધાન કરે. ‘ઉપાધિ ટાળીને સમાધિ આપે તે ઉપાધ્યાય કહેવાય. ૬) સાદ્ધ :- સાદ્ધ એટલે સાધુ, અણગાર, વૈરાગ્ય ભાવને પ્રાપ્ત કરી, સળગતા સંસારનો ત્યાગ કરી, દીક્ષા અંગીકાર કરીને અરિહંત ભગવાનની આજ્ઞાનુસાર “ગર હિટૂઠયા' એકાંત આત્માના હિત માટે પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ આદિ શ્રમણ ધર્મનું જિંદગી પર્યંત પાલન કરનારને સાધુ, મુનિરાજ કહેવાય છે. ૭) તીર્થકર :- ધર્મના ઉપદેશનાર. જેના ચાર ઘનઘાતિકર્મ નાશ પામ્યા છે અને જેને તીર્થંકર નામ કર્મ પ્રકૃતિનો ઉદય વર્તે છે. તેમ જ તીર્થને સ્થાપનાર તીર્થકર કહેવાય. ૮) વિસાયવીસ :- એટલે સંપૂર્ણ વીસે વીસ ટકા. સાધુ-સાધ્વીની દયા સંપૂર્ણ હોવાથી તેને પૂર્વાચાર્યોએ વીસ દોકડા કહી છે. સાધુ ત્રસ અને સ્થાવર બન્ને જાતના જીવોની હિંસાનો ત્યાગ કરે છે. - ૯) તપ :- એટલે ઈન્દ્રિયદમન, તપસ્યા, ઈચ્છાનો નિરોધ, ઉપવાસ આદિ બાર પ્રકારે છે. ૧૦) ઉપવાસ :- છત્રીસ કલાક સુધી અથવા મર્યાદિત સમય માટે ત્રણ કે ચાર પ્રકારના આહાર ત્યાગને “ઉપવાસ' કહે છે. તે બાહ્ય તપનો પ્રથમ પ્રકાર છે. ૧૧) ઊણોદરી - ઊણોદરી એટલે ઓછું ભોજન કરવું. દ્રવ્યથી અને ભાવથી ઓછી વસ્તુનો ઉપયોગ કરવો. તે ઊણોદરી તપ કહેવાય. ૧૨) દ્રશંષેપણ :- એટલે વૃત્તિસંક્ષેપ. સંયમી જીવનોપયોગી આહાર, વસ્ત્ર, પાત્ર, Page #474 -------------------------------------------------------------------------- ________________ ઔષધ વગેરે વસ્તુઓની યાચના અભિગ્રહપૂર્વક કરવી. તેમ જ મુગલમાંથી ઈન્દ્રિયોને અને મનની વૃત્તિઓને સંકેલી લેવી અને તે વૃત્તિઓને આત્મભાવ તરફ વાળવી. તે વૃત્તિસંક્ષેપ તપ છે. ૧૩) કાયક્લેશ :- એટલે દેહ દમન કરવું. વિવિધ આસનો, આતાપના આદિ કષ્ટમય અનુષ્ઠાનનો સ્વીકાર કરવો. તે કાયક્લેશ તપ કહેવાય. ૧૪) રસપરિત્યાગ :- ઘી, તેલ, દૂધ દહીં આદિ વિગયયુક્ત આહારનો રસાસ્વાદનો ત્યાગ કરવો. તે રસપરિત્યાગ તપ કહેવાય. ૧૫) વૈયાવચ્ચ :- પોતાના સ્વધર્મીઓની તન, મન, ધનથી સેવા કરવી. ઉપકારી સંતસતીજીની તેમ જ ચતુર્વિધ શ્રીસંઘની સેવા ભક્તિ કરવી. તે વૈયાવચ્ચ આત્યંતર તપ કહેવાય. ૧૬) ધ્યાન :- મન, વચન, કાયાની સ્થિરતા તે ધ્યાન, મોક્ષની સાધનામાં સહાયક તત્વમાં એકાગ્ર-તલ્લીન થઈ જવું, તે ધ્યાન તપ છે. ૧૭) કાયોત્સર્ગ :- ક્ષેત્ર, વસ્તુ, શરીર, ઉપધિ, ગણ, ભક્તપાન વગેરે બાહ્ય પદાર્થો તથા કષાય આદિ અંતરંગ વૈભાવિક પરિણામોનો ત્યાગ કરી આત્મસ્વરૂપમાં લીન થવું તે કાયોત્સર્ગ તપ છે. ૧૮) સમવસરણ :- અરિહંત ભગવાનની ઉપદેશ આપવાની સભાનું નામ. જ્યાં બેસીને તિર્યંચ, મનુષ્ય અને દેવ, પુરુષ અને સ્ત્રીઓ બધા જ તેમની અમૃતવાણીથી કર્ણ તૃપ્ત કરે છે. એની રચના દેવ વિશેષ પ્રકારથી કરે છે. ૧૯) જ્ઞાનાવરણીય કર્મ :- આત્મામાં રહેલી વિશેષ ધર્મને જાણવાની જ્ઞાનશક્તિને જે કર્મ આવૃત્ત કરે, તે કર્મને જ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. ૨૦) દર્શનાવરણીય કર્મ :- આત્મામાં રહેલી વસ્તુના સામાન્ય ધર્મને જાણવાની દર્શનશક્તિને જે કર્મ આવૃત્ત કરે તે કર્મને દર્શનાવરણી કર્મ કહેવાય છે. ૨૧) અભિગ્રહિક મિથ્યાત્વ :- સાચા ખોટાનો નિર્ણય કર્યા વિના ખોટાને હઠથી પકડી રાખવું. ૨૨) અનાભિગ્રહિક મિથ્યાત્વ :- બધા દેવ, ગુરૂને માનવા તે. સર્વ દર્શનને સમાન માનવા. ૨૩) અભિનિવેશિક મિથ્યાત્વ :- પોતાના મતને ખોટો જાણવા છતાં પણ છોડવો નહિ, તેમ જ કુયુક્તિથી તેનું પોષણ કરવું તે. ૨૪) સાંશયિક મિથ્યાત્વ :- સત્યધર્મમાં પણ શંકાશીલ રહેવું તે. દેવાદિ તત્વત્રયીમાં આ આમ હશે કે કેમ? એવો સંશય કરવો. ૨૫) અણાભોગ મિથ્યાત્વ :- જેમાં બિલકુલ જાણપણું નથી તે. આ મિથ્યાત્વ જ્ઞાનના અભાવરૂપ છે. ૨૬) લૌકિક મિથ્યાત્વ :- આ દુનિયામાં જે દેવ, ગુરૂ, ધર્મની વિપરીત સ્થાપના કરેલ છે, તેને માનવા અને તેમનાં પર્વ વગેરે ઉજવવાં, નૈવેદ આદિ કરવા તે. ૨૭) લોકોત્તર મિથ્યાત્વ :- બીજા પાખંડી મતની પેઠે તીર્થંકર દેવની માનતા કરે (સ્થાયેલ, Page #475 -------------------------------------------------------------------------- ________________ ચિતરેલ કે ઘડેલ ચીજ કે જેમાં કોઈ પણ જાતનાં ગુણ નથી તેની માનતા પૂજા કરે. ૨૮) સમિતિ :- આવશ્યક કાર્યને માટે યત્નાપૂર્વકની સમ્યક પ્રવૃત્તિ. સમિતિના પાંચ ભેદ છે. ઈર્ષા, ભાષા, એષણા, આદાન-નિક્ષેપણ અને પ્રતિષ્ઠા પણ. આ પાંચ સમિતિ સંયમ શુદ્ધિ માટે કહી છે. ૨૯) ગુપ્તિ :- જેના બળથી સંસારના કારણોથી આત્માનું ગોપન અર્થાત્ રક્ષા થાય છે તે ગુપ્તિ છે. મન, વચન, કાયા એ ત્રણ યોગોનો સમ્યફ નિગ્રહ એ ગુપ્તિ છે. ગુપ્તિ ત્રણ પ્રકારની છે – કાયગુપ્તિ, વચનગુપ્તિ અને મનોગુપ્તિ. ૩૦) નવકાશી :- સૂર્યોદય પછી બે ઘડી (૪૮ મિનિટ) સુધી ચારે આહારનો ત્યાગ કરવો તે. ૩૧) ચૌવિહાર :- જેમાં અન્ન, પાણી, મેવો અને મુખવાસ એ ચારે પ્રકારના આહારનો ત્યાગ કરવામાં આવે છે, તે ચૌવિહાર છે. ૩૨) અકામ નિર્જરા :- સ્વેચ્છાથી નિર્જરાની ઈચ્છાથી નહિ, પરંતુ પરાધીનતાથી અથવા અનુસરણ અર્થે પરિસ્થિતિને અનુરૂપ અતિતકર પ્રવૃત્તિઓ કે આહાર આદિ ભોગોનો ત્યાગ કરવાથી કોઈક ક હળવાં થાય છે તેને અકામ નિર્જરા કહે છે. આત્મશુદ્ધિના લક્ષ્ય વિના, સમજ વિના, બાલ તપસ્વી કે એકેન્દ્રિય આદિમાં, સમકિતની હાજરી વિના સહન કરવાથી થતી કર્મ નિર્જરા. ૩૩) બાદર :- એટલે સ્થાવર જીવો જે હણ્યા હણાય, માર્યા મરે, અગ્નિમાં બળે, પાણીમાં ડૂબે, નજરે દેખાય અથવા ન પણ દેખાય, બે ભાગ થાય તેને બાદર કહેવાય. ૩૪) કંદમૂલ (સાધારણ વનસ્પતિ) :- એટલે જે વનસ્પતિમાં એક શરીરે અનંતા જીવ હોય તેને સાધારણ વનસ્પતિ કહેવાય. તેમ જ જેમાં ભાંગતાં સમાન ભંગ થાય તથા તાંતણા કે રેસા ન હોય તે સાધારણ વનસ્પતિ છે, તેમાં અનંતા જીવો હોય છે. ૩૫) પ્રત્યેક વનસ્પતિ :- જે વનસ્પતિમાં એક શરીરે એક જીવ હોય તેને પ્રત્યેક વનસ્પતિ કહેવાય. ૩૬) ત્રસ :- એટલે જે પોતાની મેળે હાલી-ચાલી શકે. જે જીવ તડકેથી છાંયે જાય ને છાંયેથી તડકે જાય. બે ઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિયના જીવો ત્રસ છે. ૩૭) સ્થાવર :- એટલે જે જીવો પોતાની મેળે હલનચલન ન કરી શકે. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય આ પાંચે એકેન્દ્રિયના જીવો સ્થાવર છે. ૩૮) ઈન્દ્રિય :- રૂપી પદાર્થોને આંશિક રીતે જાણવામાં સહાયભૂત થાય, તેને ઈન્દ્રિય કહે છે. તે ઈન્દ્રિયો શબ્દ-રૂપ-રસ-ગંધ-સ્પર્શ એકેક વિષયને ગ્રહણ કરે છે. ૩૯) એકેન્દ્રિય :- જેને એક જ સ્પર્શેન્દ્રિય (કાયા) હોય તેને એકેન્દ્રિય કહેવાય છે. પાંચ સ્થાવર જીવો એકેન્દ્રિય છે. ૪૦) બેઈન્દ્રિય :- જેને સ્પર્શેન્દ્રિય (કાયા) અને રસેન્દ્રિય (જીભ) હોય તેને બેઈન્દ્રિય કહેવાય, જેમ કે જળો, કીડા, પોરા વગેરે. ૪૧) તેઈન્દ્રિય :- જેને સ્પર્શેન્દ્રિય (કાયા) રસેન્દ્રિય (જીભ) અને ધ્રાણેન્દ્રિય (નાક) હોય Page #476 -------------------------------------------------------------------------- ________________ તેને તેઈન્દ્રિય કહેવાય. જેમ કે જૂ, લીખ, ચાંચડ, માંકડ વગેરે. : ૪૨) ચૌરેન્દ્રિય જેને સ્પર્શેન્દ્રિય (કાયા), રસેન્દ્રિય (જીભ), ઘ્રાણેન્દ્રિય (નાક) અને ચક્ષુરિન્દ્રિય (આંખ) હોય તેને ચૌરેન્દ્રિય કહેવાય. જેમ કે માખી, મચ્છર, ભમરા વગેરે. ૪૩) પંચેન્દ્રિય :- જેને સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોતેન્દ્રિય (કાન) હોય તેને પંચેન્દ્રિય કહેવાય. તેના ચાર ભેદ છે. ૧ નારકી, ૨ તિર્યંચ, ૩) મનુષ્ય અને ૪) દેવ. ૪૪) સમુર્ચ્છિમ મનુષ્ય :- જે પંચેન્દ્રિય મનુષ્ય ૧) માતા પિતાના સંયોગ વિના, ૨) એકસો એક મનુષ્યના ક્ષેત્રમાં સંજ્ઞી મનુષ્યની શરીરની ચૌદ પ્રકારની અશુચિમાં, ૩) પોતાની મેળે ઉત્પન્ન થઈ જાય તેને સંમૂરિઈમ મનુષ્ય કહે છે. સંમૂર્ચ્છિમ મનુષ્ય મન વિનાના હોય છે. ૪૫) ક્ષાયિક સમકિત :- જેમાં મોહનીય કર્મની સાત પ્રકૃતિઓ જેમ કે પ્રથમ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ, સમ્યક્ મોહનીય, મિથ્યાત્વ મોહનીય અને મિશ્રમોહનીયનો સંપૂર્ણ ક્ષય થાય, તે ક્ષાયિક સમકિત કહેવાય છે. ૪૬) આકંખા :- (આકાંક્ષા) એટલે ઈચ્છા. અન્ય મતોના આડંબર દેખી તેની ઈચ્છા કરવી. ધર્મના ફળરૂપે આલોકના કે પરલોકના સુખની ઈચ્છા રાખવી. ૪૭) વિતિગિચ્છા : (વિચિકિત્સા) એટલે સંશય. ધર્મકરણીના ફળમાં સંદેહ રાખે કે ધર્મનું ફળ હશે કે નહિ? વર્તમાને તો કાંઈ ફળ દેખાતું નથી. ૪૮) કષાય :- આત્માના આંતરિક કલુષ પરિણામોને કષાય કહેવાય છે. કષ (સંસાર) + આય (લાભ) જેનાથી સંસારની વૃદ્ધિ થાય તે કષાય કહેવાય. મુખ્ય ચાર કષાયો છે, ક્રોધ, માન, માયા અને લોભ. ૪૯) પ્રતિલેખન :- વસ્ત્ર આદિ ઉપયોગમાં આવનાર બધા ઉપકરણોમાં કોઈ જીવ છે કે નહિ તેનું નિરીક્ષણ કરવું તે પ્રતિલેખન છે. ૫૦) પ્રમાર્જન કોમલ જીવ આદિ દેખાય તો તેને જતનાપૂર્વક હળવા હાથે પૂંજણી કે રજોહરણથી સુરક્ષિત સ્થાને મૂકવું તે પ્રમાર્જન છે. ૫૧) પ્રહર :- એટલે દિવસ કે રાત્રિનો ચોથો ભાગ. (અંદાજે પોણા ત્રણથી ત્રણ કલાક). ૫૨) લબ્ધિ :- વીર્યંતરાય કર્મના ક્ષય કે ક્ષયોપશમથી પ્રાપ્ત થતી શક્તિ. જ્ઞાન આદિ શક્તિ વિશેષને લબ્ધિ કહે છે. : ૫૩) ચરણ સિતેરી :- પ્રતિદિન નિરંતર જેનું આચરણ કરાય તે ચરણ છે. તેના ૭૦ ભેદ છે. પાંચ મહાવ્રત, ક્ષમા આદિ દશ યતિધર્મ, સત્તર પ્રકારનો સંયમ, દશ પ્રકારની વૈયાવચ્ચ, નવ બ્રહ્મચર્યની ગુપ્તિ, રત્નત્રયની આરાધના, બાર પ્રકારનું તપ, ચાર કષાયનો નિગ્રહ. આ ૭૦ ભેદના આચરણને ચરણ સિતેરી કહે છે. ૫૪) કરણ સિતેરી :- વિશેષ પ્રયોજન હોય ત્યારે જેનું આચરણ કરાય તે કરણ છે. તેના ૭૦ ભેદ છે. અશન આદિ ચાર પ્રકારની પિંડ વિશુદ્ધિ, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, બાર ભાવના, બાર > ૫૫ Page #477 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષની પડિયા, પાંચ પ્રકારનો ઈન્દ્રિય નિરોધ, પચ્ચીસ પ્રકારની પ્રતિલેખના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી ચાર પ્રકારના અભિગ્રહ. આ ૭૦ ભેદના આચરણને કરણ સિતેરી કહે છે. ૫૫) નય :- દરેક પદાર્થના અનેક ધર્મ છે. તેનું અંશ (ગુણ અથવા ધર્મ) જ્ઞાન. જૈનશાસ્ત્રોમાં મુખ્યપણે બે નયોનું વર્ણન છે. દ્રવ્યાર્થિક ને પર્યાયાર્થિક. આ બે નયોમાં જ બધા નયોનો સમાવેશ થાય છે. ૫૬) ભાવ સત્ય :- ઉદ્દેશ્યની વિશુદ્ધિ હોય તે. ૫૭) કરણ સત્ય :- કરવું, કરાવવું અને અનુમોદનામાં નિષ્ઠાવાન હોય. દેખાડો માત્ર ના હોય. ૫૮) જોગ સત્ય :- મન, વચન અને કાયાનો યોગ સત્ય, નિષ્ઠાપૂર્વક હોય. ૫૯) વિગય :- જે મનમાં વિકાર ઉત્પન્ન કરે તેવો માદક આહાર. ૬૦) પરઠવું :- યત્નાપૂર્વક પદાર્થનો ત્યાગ કરવો. ૬૧) યોગ :- મન, વચન અને કાયાનો વ્યાપાર કે શુભાશુભ ક્રિયા. આત્મપ્રદેશનું કંપન. ૬૨) નિગોદ :- નિગોદ એટલે નિઃનિરંતર, ગો=ભૂમિ અર્થાત્ અનંતભવ, દEદેનારું. તેમાં સૂક્ષ્મ વનસ્પતિનાં અપર્યાપ્તા અને પર્યાપ્તા તથા સાધારણ વનસ્પતિનાં અપર્યાપ્તા અને પર્યાપ્તા જીવોનો સમાવેશ થાય છે. અવ્યવહાર રાશીમાં માત્ર નિગોદનાં જ જીવો હોય છે. જ્યારે વ્યવહારરાશીમાં સર્વ જીવો હોય છે. ૬૩) ચઉવીસન્ધો :- ચોવીસ તીર્થકરોની સ્તુતિ કરવામાં આવી હોવાથી લોગસ્સ ને ચતુર્વિશતિ સ્તવ અર્થાત્ ચઉવીસન્થો પણ કહે છે. ૬૪) અતિચાર :- વ્રતભંગ માટે તૈયાર થવું/અંશે વ્રત તૂટે તેવા દોષોનું સેવન કરવું. ૬૫) અદત્તાદાન :- કોઈ પણ વસ્તુને તેના માલિકની આજ્ઞા વિના લેવી તે અદત્તાદાન, એટલે કે ચોરી છે. ૬૬) પચ્ચખાણ :- પચ્ચકખાણ એટલે વ્રત, નિયમ. ઈન્દ્રિયો ઉપર કાબૂ કરવો. ભોગઉપભોગની ઈચ્છાઓનો ત્યાગ કરવો તે. ૬૭) પરીષહ :- મોક્ષમાર્ગમાં સ્થિર રહેવા અને કર્મ નિર્જરાના હેતુથી જે સમભાવપૂર્વક સહન કરવામાં આવે છે તે. ૬૮) ગર્વ :- અભિમાન અને લોભને કારણે થવાવાળા અશુભ ભાવ. ૬૯) કામગુણ :- વિષયભોગને (વાસનાને) ઉત્તેજન આપે તે. ૭૦) મદસ્થાન :- માન મોહનીયના ઉદયથી થવાવાળા આત્માના પરિણામ. ૭૧) સચેત-અચેત :- જે પદાર્થમાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિય જીવમાંથી કોઈ પણ પ્રકારના જીવો હોય તે સચેત છે. જે પદાર્થોમાં કોઈ પણ જીવ નથી, જે અગ્નિ આદિથી શસ્ત્ર વડે નિર્જીવ થઈ ગયા અથવા સ્વભાવથી જ જીવ રહિત હોય તે અચેત છે. ૭૨) સૂઝતો-અસૂઝતો પદાર્થ :- અચેત પદાર્થો સાધુસંતોને વહોરાવવા યોગ્ય હોવાથી તે સૂઝતાં પદાર્થ કહેવાય. સચેત પદાર્થો સાધુસંતોને વહોરાવવા યોગ્ય ન હોવાથી અસૂઝતાં કહેવાય છે. Page #478 -------------------------------------------------------------------------- ________________ ૭૩) કર્મ :- ‘ક્રિયતે ઈતિ કર્મ:' જે ક્રિયા કરવાથી બંધાય તે કર્મ. મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને જોગનાં કારણે આત્મા સાથે જે બંધાય તેને કર્મ કહે છે. ૭૪) પરિગ્રહ :- પ્રાપ્ત વસ્તુનો સંગ્રહ કરવો, નવી વસ્તુઓ ગ્રહણ કરવી અને તેના પ્રત્યે મમત્વ રાખવું તે પરિગ્રહ છે. ૭૫) ચક્રવર્તી :- એટલે છ ખંડના અધિપતિ, ૯૬ કરોડ પાયદળના સ્વામી, ૮૦ લાખ હાથીઓના માલિક, ૯૬૦૦૦ રાણીઓ અને ૧૪ રત્નો તથા નવ નિધાનના ભોક્તા ઉપરાંત પોતાનું રૂપ વિકુવ કરવાની શક્તિવાળા હોય છે. દેવ નિર્મિત રત્નમણિના પાંચ મોટા મહેલ હોય છે. ચક્રવર્તીનાં ચૌદ રત્નો – ૧) ચક્ર રત્ન, ૨) છત્ર રત્ન, ૩) દંડ રત્ન, ૪) ધર્મ રત્ન, ૫) કાકણ્ય રત્ન, ૬) મણિ રત્ન, 9) ખડ્ઝ રત્ન, ૮) હસ્તિ રત્ન, ૯) અશ્વ રત્ન, ૧૦) પુરોહિત રત્ન, ૧૧) સેનાપતિ રત્ન, ૧૨) ગાથાપતિ રત્ન, ૧૩) વાર્ધિક રત્ન અને ૧૪) સ્ત્રી રત્ન. ચક્રવર્તીનાં નવ નિધાન – ૧) નૈસર્ષ :- ગામ-નગર આદિનો વ્યવહાર જેનાથી થાય છે. ૨) પાંડુક :- નાણાં અને મેય દ્રવ્યોનો વ્યવહાર જેનાથી થાય છે. ૩) પિંગલક :- પુરુષ, સ્ત્રી, અશ્વ, હસ્તી વગેરેના આભરણ વિધિનો વ્યવહાર જેનાથી થાય છે. ૪) સર્વ રત્ન :- ચક્રવર્તીના ૧૪ અન્ય એકેન્દ્રિયાદિ રત્નોની ઉત્પત્તિ જેનાથી થાય છે. ૫) મહાપદ્મ :- શ્વેત અને રંગીન વસ્ત્રોની ઉત્પત્તિ જેનાથી થાય છે. ૬) કાળ :- વર્તમાન આદિ ત્રણ કાળનું અને બધી કળાઓનું જ્ઞાન જેનાથી થાય છે. ૭) મહાકાળ :- લોહ આદિ સમગ્ર ધાતુઓ તથા સ્ફટિક, મણિ વગેરેની ઉત્પત્તિ જેનાથી થાય છે. ૮) માણવક :-યુદ્ધનીતિ અને દંડનીતિ તથા યોધ, આયુધો વગેરેની ઉત્પત્તિ જેનાથી થાય છે. ૯) શંખ :- સંગીત, નૃત્ય અને વાદ્યોની ઉત્પત્તિ જેનાથી થાય છે. ૭૬) કેવળજ્ઞાન :- કેવળજ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી સંપૂર્ણ લોકાલોકમાં રહેલાં સર્વ દ્રવ્યોના સર્વ ગુણોની, સર્વ પર્યાયોની આત્મા દ્વારા એકસાથે જાણવા. ૭૭) મોક્ષ :- આત્મપ્રદેશથી દ્રવ્ય અને ભાવ કર્મોનો સર્વથા, સંપૂર્ણ ક્ષય થાય તે “મોક્ષ તત્ત્વ'. ૭૮) સિધ્ધલોક :- ઊર્ધ્વલોકમાં સર્વાર્થસિદ્ધિ નામના સ્વર્ગથી બાર યોજન ઉપર પિસ્તાલીસ લાખ યોજન વિસ્તારવાળી, એક કરોડ બેતાલીસ લાખ ત્રીસ હજાર બસો ઓગણપચાસ (૧૪૨૩૦૨૪૯) યોજનની પરિધિવાળી સિધ્ધશિલા છે. આ લોકાકાશનો અંતિમ ભાગ છે. આ ભાગને સિધ્ધલોક, સિધ્ધાલય, મુક્તાલય, લોકાગ્ર અથવા ઈષત્ પ્રાભાર પૃથ્વી કહે છે, આ સિધ્ધશિલાના એક યોજન ઉપર અનંતાનંત સિધ્ધ વિરાજમાન છે. ૭૯) નવનંદ :- આ અવસર્પિણીકાળના નવનંદ એટલે નવ વાસુદેવ. ૧) ત્રિપૃષ્ટ, ૨) દ્વિપૃષ્ઠ, ૩) સ્વયંભૂ, ૪) પુરુષોત્તમ, ૫) પુરુષ સિંહ, ૬) પુરુષ પુંડરીક, ૭) દત્ત, ૮) નારાયણ (લક્ષ્મણ), ૯) કૃષ્ણ. Page #479 -------------------------------------------------------------------------- ________________ (૩) વિવિધ દેશીઓ અને વિવિધ રાગોની સૂચિ ક્ર. દેસી ઢાલ ૨૯. પાટ કુશમ જિનપૂજ પરૂપઈ | ૧. એક દીન સાર્થપતી ભણઈ રે | ૨ ૩૦. અણસણ એમ રે આરાધીઈ | ૨. ભોજન ઘો વીરભામનિ રે | ૩ ૩૧. દઈ દઈ દરીસણ આપણું ! ૩. નંદનકુ ત્રીસલા હલરાવઈ | ૫ ૩૨. વાસપૂય જિન પૂર્યપ્રકાશો | ૪. ભવીજનો મતી મુકો જિનધ્યાનિ | ૬ ૩૩. પાય પ્રણમી રે, ૫. અંબરપૂરથી તિંવરી | વીર જિનેસ્વર રાય રે ૬. રામ ભણઈ હરી ઉઠીઈ | ૧૦ ૩૪. એણી પરિ રાય કરંત રે | ૭. ગુરુનિ ગાલિ સુણી નૃપ ખીયું | ૧૧ ૩૫. નવરંગ વઈરાગી લાલ | ૮. સાસો કીધો સામલીયા | ૧૨ ૩૬. કહઈણી કર્ણ તુઝ વીણ સાચો | ૯. મનોહર હીરજી રે | ૧૩ ૩૭. સુણો મેરી સજની રે | ૧૦. ત્રપદીની | ૧૪ ૩૮. શ્રી શેત્રુજે તીર્થ સાર | ૧૧. એ તીર્થ જાણી પૂર્વ નવાણુ વાર | ૧૫ ૩૯. પારધીઆની | ૧૨. સાંમિ સોહાકર શ્રીસેરીસ) | ૧૬ ૪૦. હીરવિજઈ ગુણ પેટી | ૧૩. પાંડવ પાચ પ્રગટ હવા | ૨૦ ૪૧. ભાવિ પટોધર વિરનો | ૧૪. આવિ આવિ ઋષભનો પુત્ર તો | ૨૪ ૪૨. તુગીઆ ગીર સીખરિ સોહઈ | 90 ૧૫. ચંદાસ્યની | ર૭ ૪૩. તો ચઢીઓ ધન માન ગજે | ૭૧ ૧૬. ધ્યન પ્લેન સેવ્યુ જ ગીરવરૂ | ૩૦ ૪૪. વંછીત પૂર્ણ મનોહરૂ I ૧૭. કાજ સીધા સકલ હવઈ સાર | ૩૧ ૪૫. વીજય કરી ઘરિ આવીઆ | ૧૮. સે સુત ત્રીશલાદેવી સતીનો | ૩૩ ૪૬. વીવાહલાની | બીજો ઊધાર જાણી ૭૬ ૧૯. દેખો સુહણાં પૂણ્ય વીચારી | ૩૪ ૪૭. મેગલ માતા રે વનમાંહિ વસઈ | ૭૯ ૨૦. પ્રણમી તુમ સીમંધરૂજી | ૩૬ ૪૮. કહઈણી કર્ણ | ૨૧. છાંનો છપી નિ કંતા કિહા રઘુ રે | ૩૮ ૪૯. હીથ્ય રે હિરચ્ચ રે હઈઇ હિડોલડો !૮૧ ૨૨. એક દીન રાજસુભા ઠીઓ | ૩૯ ‘વ્રતવિચાર રાસ'માં આવતાં વિવિધ રાગો ૨૩. મુનીવર મારગિ ચાલતા | ૪૧ ૧) ગોડી ઢાલ-૨ ૨૪. જે રઈ જન ગતિ સ્તુભુની | કેદાર-ગાડી ઢાલ-૩ ૨૫. બીજી કહUણી કરણી | ૩) અસાઉરી ઢાલ-૫ તુઝ લિણિ સાચો | શામેરી ઢાલ-૬ ૨૬. સુણિ હવું એક ભૂખ્યમી પૂરૂ. ૪૪ ૫) રામગ્યરી ઢાલ-૧૦ ૨૭. એમ વ્યપરીત પરૂપતાં ૪૫ ૬) મારૂ ઢાલ-૧૧ ૨૮. ચાલી ચતુર ચંદ્રાનની | ૪૭ ૭) પરજીઓ ઢાલ-૧૩ Page #480 -------------------------------------------------------------------------- ________________ ૮) વિરાડી ૯) ધ્વન્યાસી ૧૦) સાગ ૧૧) શ્રી રાગ ૧૨) મલ્હાર ૧૩) અસાઓરી-સીધુઓ ઢાલ-૨૦ ૧૪) અસાવરી ઢાલ-૨૪ ૧૫) હુસેની ઢાલ-૨૯ ૧૬) કેદારો ઢાલ-૩૪ ૧૭) દેસાગ ઢાલ-૪૨ ૧૮) મેવાડો ઢાલ-૪૫ ઢાલ-૫૪ ઢાલ-૬૧ ઢાલ-૬૪ ઢાલ-૬૫ ઢાલ-૭૯ (૪) “વત’ વિષયક અન્ય રાસાઓની યાદી મધ્યકાલીન સાહિત્યમાં વ્રત-વિષયક અન્ય કવિઓ રચિત કૃતિઓની યાદી ડૉ. જયંત કઠોરી સંપાદિત જૈન ગુર્જર કવિઓ ભાગ-૧થી૬'ના આધારે વિનયચંદ્ર, દેપાલ, હર્ષવિમલ, સમયસુંદર, વીરવિજય જેવા જાણીતા કવિઓ/શ્રાવકો એ પોતાની લેખની દ્વારા વ્રતવિચાર” જેવા વિષય ઉપર રાસા, ચોપાઈ, સઝાય, છપ્પા, પૂજા તેમ જ ટીપ (વિવરણ) જેવા મધ્યકાલીન વિવિધ કાવ્ય પ્રકારોમાં રચના કરી છે. જે સંક્ષિસમાં નીચે પ્રમાણે રજુ કરી છે. (૧) વિનયચંદ્ર (રત્નસિંહસૂરિ શિષ્ય) – બારવ્રત રાસ ૨. સં. ૧૩૩૮ ગાથા-૫૩. તેઓ આચાર્ય હતા. તેમણે સં. ૧૩૨૫માં ‘પર્યુષણા-કલ્પ સૂત્ર' પર નિરુક્ત રચેલ છે. તેમના ગુરુ રત્નસિંહસૂરિ એ તપગચ્છમાં થયેલા સૈદ્ધાત્ત્વિક શ્રી મુનિચંદ્રસૂરિના શિષ્ય હતા. વિક્રમની તેરમી સદીમાં વિદ્યમાન હતા. તેમણે ટીકા સહિત ‘પુદ્ગલષદ્ગશિકા-નિગોદષáિશિકા' આદિ ગ્રંથો રચેલા છે. અંત - તેરસઈ આઠ ત્રીસી, સાવયધમ્મએસ સવિ, રયણસિંહસૂરિ સીસિ, વિનયચંદ્રસૂરિ ઉધ્વરીય પાસ જિંણદ પસાંઇ, સાનિધિ સાસણદેવિ તણઇં જે ઉપદેશ કરાઈ, તે મણવંછિય સુહ લહઈ - ૫૩ (૩૦) અજ્ઞાત - બારવ્રત ચોપાઈ ગાથા ૪૩ આદિ - વીર જિણ ચરણ જુગ ભગતિસ્યુ વંદીઇ, તાસુ મુહ પેખિ મુઝ હિઅય આણંદીઇ, ધમ્મ બિહુ ભેદિ જિણનાહિ પયડીકઉં, સુગુર યણણ મહ સવણ વસ માગઉં – ૧ અંત - સંવિભાગ પ્રતિ વરસના, જોગ છતઈ પણવીસ ઉદય હુઇ સર્વ વિરતિનુ હું વંછઉ તે દીન શ્રી જગદીસ-૪૩ Page #481 -------------------------------------------------------------------------- ________________ (૨૦૭) દેપાલ – સમ્યકત્વ બાર વ્રત કુલક ચોપાઈ. ૨.સં. ૧૫૩૪ આસો સુદ ૧૫. ભોજક સં. ૧૫૦૦થી ૧૫૨૨ સુધીમાં વિદ્યમાન પ્રસિદ્ધ નામી કવિ હતા. તેમનું ટૂંકું નામ દેપો હતું. આદિ - વીર જિણેસર પ્રણમું પાય, અહનિસિ આણ વહું જિનરાય, મૂરખ કવિ એ જાણઈ નહી, પણિ (પણી) અણબોલિઉ ન સકઈ રહી – ૧ અધિકું ઉછઉ કહઈ અસાધુ, તે શ્રીસંઘ ખમઉ અપરાધ, તાસ પસાઈ કૃત આધાર, પભણિસુ શ્રાવકના વ્રત બાર-ર અંત શ્રાવકના આચાર વ્રત બારહ, સંખિપ સિઉ દેપઈ કહી, આગમ વિરુદ્ધ હિં આપબુધિઈ કવિઉ તે પ્રમાણ નહી, જે ભાવિઈ ભણિસિંઈ અનઈ સુણિસિઈ રહસ્ય જાણી એહના, જિનઆણ પરિસિઈ ક્ષમા કરિસિંઈ કાજ સરિસિંઈ તેહનાં – ૩૪૧ (૨૩૧) અજ્ઞાત – બારવ્રત ચોપાઈ, ગાથા-૩૩૮ ૨.સં. ૧૫૩૪ આ.શુ. ૧૫. (૩૫૪) અનંતકંસ બાર વ્રત સઝાય (હેમવિમલસૂરિ-જિનમાણિક શિષ્ય) અંત - શ્રી હેમવિમલસૂરિ તણાં પસાય, લહી કરી કીધું સઝાય. શ્રી અનંતહસ સીસ ઈમ કહુઇ, જે જણે સિદ્ધાંત સર્વ સિદ્ધિ લઈ (૫૬૮) ગજલાભ (અચલગચ્છ) - બારવ્રત ટીપ ચોપાઈ ૨. સં. ૧૫૯૭. આદિ – પહિલૂ પ્રણમિસુ જિનવર એ જિનશાસન સાર, સહિ ગુરુ વંદી વ્રત બાર, પભણિસુ સવિચાર. - ૧ અંત – નિયમભંગિ એવું કશું નીવીનં પચ્ચખાણ જન ગજપતિ લાભહ કહઈ, ઇમ પાલઉ જિનઆણ. ૮૨. (૭૯૨) અજ્ઞાત – બાર વ્રત ચોપાઈ ગાથા ૧૯ આદિ – વંદિવિ વીરુ ભવિય નિસુહુ, આગમિ કહિઉ જિણેસર એહુ, પભણઉ જિણવર ધમ્મ મહેતુ, બારહ વ્રતહ ચૂલિ સમક્તિ ૧ અંત બાર વ્રત શ્રાવક સંભલઉ, ભાવભગતિ મનુ અવિચલ ધર, સાચઉ વયણ સુણઉ સઉ કોઇ, જીવડ્યા વિણુઘરમુ ન હોઈ. ૧૯ (૫૬) હર્ષવિમલ (તા. આણંદ વિમલશિ.) – બારવ્રત સઝાય લ. સં. ૧૬૧૦ પહેલાં અંત – તપગચ્છમંડણ જાણીઇ એ મા. આણંદ વિમલ સૂરદ, તસુ પાટઈ ગોયમ સમા એ મા. વિજયદાન મુણિંદ. ૬૪ શ્રી આણંદ વિમલ તણુ એ મા. હર્ષવિમલ ગણીશ, સીસ કહઠ ભણતાં હુઈ એ મા. નવનિધિ તસુ નિશિદીસ. ૬૫ (૯૭૧) પ્રીતિવિજય (ત. વિજયદાનસૂરિ-આનંદ વિજયશિ) - બારવ્રત રાસ ગાથા ૪૬૧ ૨. સ. ૧૬૧૨ (૧૬૭૨ ?) માગ શુદ ૧૩ ગુરુ સુહાલીમાં Page #482 -------------------------------------------------------------------------- ________________ આદિ – પંચ પ્રમાદ રહિત જિનધર્મ કીજે જિમ ટાલી જે કર્મ જતી શ્રાવક ભેદે દોય, ધર્મ કરે તે સુખીયો હોય. -ર અંત - જિહાં લગે અવિચલ મેરૂ ભૂધર, ગગને દીપે શશિ દિનકરુ, તિહાં લગે પ્રતિપો એહ ચરિત્ર, ભણતાં સુણતાં ચિત્ત પવિત્ર કર૧ (૧૦૩૫) કમલસમગણિ (ખ. ધર્મસુંદરશિ) - બાર વ્રત રાસ કડી ૨૦ લ.સં. ૧૬૨૦ પહેલાં. આદિ - પણમવિ વીર જિણિંદચંદ વલિ ગોયમ ગણહર દેસવિરતિ વય આદર, એ સમકિત મ્યું સુખકર દેવ બુધ્ધિ અરિહંત દેવ ગુરૂ સાધુ સુધમ્મ. હરિ હર દેવ કુતિલ્થિ ન્હાણ ન કરું એ મમ્મ. -૧ અંત - ખરતરગચ્છિ રે શ્રી જિનચંદ્ર સૂરીસરૂ તસુ રાજઈ રે ધર્મસુંદર ગુરુ સુખકરૂ, તસુ ઉપદેસઈ બારહ વ્રત વિધિ સંગ્રહઈ, મનરંગઈ રે વિમલાં મનવંછિત લહઈ, ૨૦ (૧૦૮૭) જિનચંદ્રસૂરિ શિષ્ય (ખ.) – બારવ્રતનો રાસ. ૯૪ કડી ૨. સં. ૧૬૩૩ ફા.વ.પ. આદિ – પાસ જિણેશ્વર પય નમીજી, નામઉ સહ ગુરુ સીસ : દેસવિરતિ હું આદરું જી, મન માહિ વરિય જગીસ. -૧ અંત – બારહ વ્રત સૂધા પાલેવા, એમ કરઇ પરિગ્રહ પરિમાણ, લીલવિલાસ સદા સુખ પામઈ, વાધઈ દિનદિન કલાવિનાણ. ૯૪ (૧૧૫૯) ગુણવિનય (ખ. ક્ષેમશાખા ક્ષેમરાજ ઉ. વાચનાચાર્ય પ્રમોદમાણિક્ય - જય સોમ ઉ. શિ.) – બારવ્રત જોડી - કડી પ૬ ૨. સં. ૧૬૫૫ આદિ - જિનહ ચઉવીસના પાય પ્રણમી કરી, સામિ ગોયમ ગુરુનામ હીયડઈ ધરી સમકિત સહિત વ્રત બાર હિલ ઉચ. સુગુરુ સાખઈ વલી તત્વ વિણાઈ ઘરું -૧ અંત – કીધઉ બારહ વ્રત ઉચ્ચારહ, અણજાણઈ નહી દૂષણભાર, ભણસઈ ગુણસઈ એહ અધિકાર, તેહિ ધરિ મંગલ જયકાર ૫૬ (૧૧૮૮) જયસોમગણિ (ખ. પ્રમોદ માણિક્ય ગણિ શિ) - બારવ્રત ઈચ્છા પરિમાણ રાસ સં. ૧૬૪૭ વૈશુ. ૩ આદિ - પભણિસ હિતકારણ સદા, સુંદર સમકિત ભૂલ, બારહ વ્રત શ્રાવક તણા, સુખ સંપતિ અનુકૂલ. - ર Page #483 -------------------------------------------------------------------------- ________________ સોલહ સઈ સઈતાલ, વઈસાખ સુદિ દિન ત્રીજ, ઈમ ઢાલ બંધઈ ગુંથીયા, શ્રાવક વ્રત રે સમકિત બીજ. ૧૧૯ (૧૨૯૩) સમયસુંદર ઉપા. (ખ. જિનચંદ્રસુરિ - ઉપા. સકલચંદ્રશિ.) ૧૬૮૫. અંત આ કવિ એક ઘણા પ્રતિષ્ઠિત અને ઉત્તમ કાવ્યકાર થયા છે. (૧૩૩૦) વિનયચંદ્ર (ત. મુનિચંદ્રશિ) બારવ્રતની સજ્ઝાય ૬૮ કડી ૨. સં. ૧૬૬૦ ચૈત્ર સુદ-૬ સોમ. એ દિવસે દીવમાં કપોલ વણિક અંગીકાર કર્યાં તેની ટીપ આમાં કરી છે આદિ કપોલ વંશ કીકા સુતા, જિનવર ધર્મ રીઈ ધરી, ભણતાં સુણતાં શ્રવણનઈ, રઢિ લાગઈ નરનારિ અંત નીમભંગિ હું નિરતિ કરીનö, નોકરવાલી એક અવધારું જી, વિનયચંદ કરી ટીપ ભલેરી, હેમ ટંકા ચિત ધારૂજી. ૬૭ (૧૬૩૪) ગુણસાગર (ત. મુક્તિસાગર શિ.) - સમ્યકત્વમૂલ બાર વ્રત સઝાય કડી ૭૨, ૨. સં. ૧૬૮૩ મહા સુ. ૧૩ શુક્ર આદિ અંત કીકાની પુત્રી મેલાઈએ જૈન ધર્મ સ્વીકારી બાર વ્રત આ પ્રત પણ તે બાઈ મેલાઈ માટે જ લખાઈ છે. મેલાઈ સુવિચાર ઉચરીઆં વ્રત બાર - બારવ્રત રાસ ૨. સં. મંદિય વીર જિણેસર દેવ, જાસુ સુરાસુર સારઈ સેવ, પણિસુ ઠંડક ક્રમ ચવીસ, એક એક પ્રતિબોલ છવીસ. ૧. સંવત સોલજી વરસ ત્રાસીઓ ગણી ઈં, માહા સુદજી તેરસ શુક્રવાર આણી ઈ, વ્રત બારનીજી ટીપ લિખાવી અતિ ભલી, એ પાલતાંજી બાઈયાની શુભ આસ્થા ફલી. ૭૧ (૩૪૧૪) જ્ઞાનવિમલસૂરિ – બાર વ્રત ગ્રહણ (ટીપ) રાસ. ૮ ઢાલ ૨૦૬ કડી સં. ૧૭૫૦. ચોમાસામાં અમદાવાદમાં. ભિન્નમાલ શહેરના વતની અને વીશા ઓશવાલ વંશના વાસવગોત્રી. વાસવ શેઠ અને કનકાવતી માતાના પુત્ર. જન્મ સં. ૧૬૯૪ માં નામ નથુમલ્લ આપ્યું. સં. ૧૭૦૨ માં તપગચ્છના પંડિત વિનયવિમલગુણિના શિષ્ય પં. ધીરવિમલગણિ પાસે દીક્ષા લીધી. આદિ દૂહા પ્રણમી પ્રેમે પાસના, પદપંકજ અભિરામ, નવનિધિ ઋદ્ધિસિદ્ધિ સંપ જે, જેહનું સમરે નામ. ૧ જિમ ગુરુમુખથી કીજીએ, બાર વ્રત ઉચ્ચાર, Page #484 -------------------------------------------------------------------------- ________________ સંક્ષેપે તિણિ વિધિ કહું રાસબંધ સુખકાર...૩ અંત - ઢાલ ૮ નમો ભવિ ભવ શું એ દેશી. વલી જે ભાવ થકી ગ્રહે એ, સમક્તિને અનુયાય, અણુવ્રત, ગુણવ્રતેં એ... તસ ઘરે નવવિધિ સંપદાએ, પ્રસરે પૂરણ પ્રેમ, મનોરથ સત્ય ફલે એ... ૨૦૫ શ્રી જ્ઞાનવિમલસૂરીર્દના એ, મુખથી એ વ્રત લીધ, ધરી સમક્તિ ભલું એ.. એહ ભણતાં સુણતાં થકાં એ વાધે ધર્મનો ઢાલ વહે ગુણ નિર્મલા એ... ૨૦૬ (૩૫૯૨) ઉદયરત્ન - બાર વ્રત રાસ - ૭૭ ઢાળ ૧૬૭૧ કડી ૨ સં. ૧૭૬૫ કા. સુ. ૭ રવિ અમદાવાદ. ઉદયરત્નજી ખેડાના રહીશ હતા. તેમનું મરણ મિયાંગામમાં થયું પ00 ભાવસાર – વૈષ્ણવ આદિ જૈન બનાવ્યાં. સોજીત્રામાં પટેલના ઘરો છે તેમને જૈન બનાવ્યા હતા. આદિ - વર્દૂ અરિહંત સિધને, આચાર્ય ઉવઝાય, સાધુ સનિ નિત નમું, શિવપથિ જેહ સખાય ૧ અંત - શ્રી તપગણ ગગનાંગણભૂષણ, દૂષણરહિત દિગંદો રાજ સભારંજન ગુણે રાજિ, શ્રી રાજવિજય સૂરિદોં રે ૯ સત્તોત્તરમિ ઢાલ સોહાવી, ઉદ્યરત્ન કહિ આજ કલ્યાણ નિ મેં કોડ ઉપાઈ પામ્યો અવીચલ રાજ રે. ૨૪ ભાવિ સમકિત સુરતરૂ સેવો. (૩૭૯૪) ન્યાયસાગર – બાર વ્રત રાસ (અથવા સક્ઝાય) ૨. સં. ૧૭૮૪ દિવાલી. ભિન્નમાલ (મરુધર-મારવાડ)માં ઓસવાલ જ્ઞાતિના મોટો શાહ અને રૂપાંને ત્યાં જન્મ સં. ૧૭૨૮ શ્રાવણ સુદ ૮. નામ નેમિદાસ. ઉત્તમ સાગર મુનિ પાસે દીક્ષા. દેહત્યાગ સં. ૧૭૯૭ ભાદ્રપદ વદ ૮ અમદાવાદમાં લુહારની પોળમાં. આદિ - આદિનાથ જિન સ્ત. પ્રભુ તાહરી સૂરતિ મેં ધરી, ધ્યાનમાં ન્યાય સાગર પ્રભુ સેવક માગે, વાણી અમૃત પાનમાં પ્રભુ છે અંત - મહાવીર સ્ત. નિરખી સાહિબકી સૂરતિ, લોચનકેરે લટકે હો રાજ.. ...... પ્યારા લાગો. ઉત્તમ શીશ ન્યાય જગીશું, ગુણ ગાયા રટકે હો રાજ.... પ્યારા લાગો.....૭ (૪૬૧૩) વીરવિજય (ત. સત્યવિજય-કપૂરવિજય, ક્ષમાવિજય, જશવિજય શુભવિજયશિ) - ૪૬e Page #485 -------------------------------------------------------------------------- ________________ બાર વ્રતની પૂજા. ૨. સં. ૧૮૮૭ દિવાળી રાજનગરમાં. રાજનગરના જદ્રોસર ડ્રિપ તેની ભાર્યા વિજયાથી કેશવ નામનો કુમાર થયો. રલિયાત નામે સ્ત્રી પરણાવી. પાનસર ગામે સં.૧૮૪૮ ના કાર્તિકમાં દીક્ષા આપી નામ વીર વિજય રાખ્યું. સં. ૧૯૦૮ ના ભાદરવા વદ ૩ ગુરુને દિન સ્વર્ગસ્થ થયા. આદિ – સમકિતારોપણે પ્રથમ જલપૂ. દોહા સુખકર શંખેશ્વર પ્રભુ, પ્રણમી શુભ ગુરૂ પાય શાસનનાયક ગાયશું, વર્ધમાન જિનરાય...૧ અંત - કલ. ધન્યાશ્રી ગાયો ગયો રે મહાવીર જિનેશ્વર ગાયો. મુનિ વસુ નાગ શશિ સંવત્સર, દીવાળી દિન ગાયો, પંડિત વીરવિજય પ્રભુધ્યાને, જગ જસ પડહ વાયો રે...૬ (૪૬૭૭) પ્રકાશસિંહ – બારવ્રતના છપ્પા ૨, સં. ૧૮૭૫ અસાડ શુ. ૮ ગોંડલમાં આદિ - જીવયા નિત પાલીએ, વ્રત પહેલું કહિએ, વળી સૂક્ષ્મ બાદર સર્વને, અભયદાન જ દઈએ છકાયની રક્ષા કરો, કુટુંબ સર્વે છે આપણો પ્રકાશસંઘ કહે પાલો, તો ઋતુ જડાયાપણું (૧) અંત - અઢાર સો પંચોતરોની શુકલ પક્ષે વલી, માસ અસાડ શોભતો, વલી અઠ્ઠમ દિવસે હુ વાંદીશ વ્રત શ્રાવકનાં, ને સુધ સમકિત પાલશે, પ્રકાશસંઘ વાણી વદે, મોક્ષના સુખ મલશે.. ૧૩ (૬૧૧૨) ઉદ્યોત સાગરગણિ (ત. પુણ્યસાગર – જ્ઞાનસાગર) - સમ્યકત્વમૂલ ૧૨ વ્રત વિવરણ (અથવા બાર વ્રતની ટીપ-હિંદી) ગદ્યકૃતિ ૨, સં. ૧૮૨૬ માગશર શુ. ૫. ગુરુ પાટણમાં. બધું ગદ્યમાં છે. દેવ ગુરુ ધર્મ તત્ત્વ, સમકિતને ૧૨ વ્રત. આદિ - સદા સિધ્ધ ભગવાનકે, ચરણ નમું ચિત લાય, મૃતદેવી પુનિ સમરીયે, પૂજતા કે પાય.. ૧ બુધ ઉદ્યોત સાગરગણિ, અપની મતિ અનુસાર વિધિ શ્રાવક કે વ્રત તણી, ટીપે લિખું નિર્ધાર... " અંત – નિ કે તાંઈક તિહાં રહી, લિખ્યો સુવ્રતવિચાર વજોત્કીર્ણ મણીસુત પરી, બહુ મૃતકે ઉપગાર.. ૨૦ ઇહ વિધિ જે વ્રત ધારસે, વારસે વિષયકષાય વિલસે જ્ઞાન ઉધોતમય, આનંદઘન સુખદાય... ૨૧ Page #486 -------------------------------------------------------------------------- ________________ (૫) અન્ય ભાષામાં (તેલુગ) રચિત શ્રાવકાચાર સાર' હસ્તપ્રતનો નમૂનો. નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી આચાર્ય રચિત શ્રાવકાચાર સાર’ મૂળગ્રંથનું કન્નડ અનુવાદ તેલુગુ લિપિમાં આલેખાયેલ તાડપત્રીય ગ્રંથના એક શ્રીતાલ પત્ર નો નમુનો. આ તાડપત્રીય ગ્રંથ શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર- કોબાગુજરાતમાં સુરક્ષીત છે. કરવા Page #487 -------------------------------------------------------------------------- ________________ આવૃત્તિ/વર્ષ ઈ.સ. ૨૦૦૨ આ. ૧ ઈ.સ. ૧૯૬૧ આ. ૧ ઈ.સ. ૨૦૦૬ આ. ૧ (૬) સંદર્ભ સૂચિ કે. પુસ્તક/ગ્રંથના નામ લેખક/અનુવાદક/સંપાદક પ્રકાશક ૧. અનુસંધાન-૧૯ વિજયશીલચન્દ્રસૂરિ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય નવમ શતાબ્દી સ્મૃતિ સંસ્કાર શિક્ષણ નિધી, અમદાવાદ, ૨. અણુવ્રત-નૈતિક વિકાસની આચાર્ય શ્રી તુલસી મુંબઈ અણુવ્રત સમિતિ આચારસંહિતા ૩. અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧પ્રેરક મુનિરાજજી સધર્મ મુનિશ્રી દીપરત્ન સાગર સાગરજી મહારાજ ૪. અભિધાન રાજેન્દ્ર અનુશીલન રાજેન્દ્ર પ્રકાશન ટ્રસ્ટ કોશકી આચારપરક સાધ્વી ડૉ. દર્શિત કલાશ્રી દાર્શનિક શબ્દાવલીકા ૫. આધ્યાત્મિક હરિયાલી- પન્યાસ ધરણેન્દ્ર સાગર જૈન છે. મૂ. તપા. સંઘ, જોધપૂર.આવૃત્તિ-૧ ૬. આત્મકથાઓ ૫. મુક્તિચન્દ્રવિજયગણિ શાંતિજીન આરાધક મંડલ પં. મુનિચન્દ્રવિજયગણિ શાંતિનિકેતન, મનફરા. ૭. આહાર શુદ્ધિ પ્રકાશ વિવિધ ગ્રંથો, સામાયિકો, વર્ધમાન સેવા કેન્દ્ર વર્તમાન પત્રોમાંથી ઉજજ્વળવાણી - ભાગ ૨ બા. બ્ર. ઉજજ્વળકુંવારીજી મ. શ્રી સધમાં જ્ઞાનમંદિર, મુંબઈ. સંપાદન એમ.જે. દેસાઈ ૯. ઉપદેશ પ્રસાદ ભાગ-૧-૫ આચાર્ય હેમચન્દ્રસૂરિ મહારાજ જૈનધર્મ પ્રચારક સભા વિજયલક્ષ્મીસૂરી કૃત ૧૦. ઉપાસક જીવન ભરત હીરાલાલ તુરખીઆ મોહનલાલ લાડકચંદ તુરખીઆ પરિવાર ૧૧. કથા રત્ન મંજૂષા ખંડ ૧, ૨ મહિમાવિજયજી ગણિવર શ્રી વિશ્વમંગલ પ્રકાશન મંદિર – પાટણ ૧૨. કથા પ્રવેશિકા ધનંજય જે. જૈન. ધનરાજ ૧૩. કર્તવ્ય કૌમુદી ભાગ-૧-૨ શતાવધાની પં. મુનિરાજશ્રી ચુનીલાલ વ. શાહ રત્નચંદ્રજી ૧૪. કવિ ઋષભદાસ પ્રો. ડૉ. વાડીલાલ શ્રી આત્મકમલલબ્ધિ એક અધ્યયન જીવાભાઈ ચોકસી સૂરીશ્વરજી જૈનજ્ઞાનમંદિર, દાદર ૧૫. કવિ પંડિત વીર વિજયજી ડૉ. કવિન શાહ કુસુક કે. શાહ - બીલીમોરા એક અધ્યયન ૧૬. કાવ્યલોચન રતિલાલ જાની વોરા એન્ડ કંપની ઈ.સ. ૧૯૫૫ વી.સં. ૨૫૧૫ વિ.સં. ૨૦૬૦ આ. ૧ વિ.સં. ૨૦૭૭ આ. ૨ વિ.સં. ૨૦૧૮ આ. ૨ આ. ૧ ઈ.સ. ૨૦૦૨ વિ.સં. ૨૦૩૭ આ. ૧ ઈ.સ. ૧૯૯૦ ઈ.સ. ૧૯૧૫ આ. ૧ ઈ.સ.૧૯૭૯ આ. ૧ વિ.સં. ૨૦૫૫ આ. ૧ ઈ.સ. ૧૯૬૪ આ. ૨ વિ.સં. ૨૦૩૪ આ. ૧ ૧૭. કાર્તિકેયાનુપ્રેક્ષા (સ્વામીકુમાર વિરચિત) અનુવાદ પં. કૈલાશચન્દ્ર શાસ્ત્રી, પ્રકાશક શ્રી પરમ ગુ. પ્રભાવક મંડળ, અગાસ Page #488 -------------------------------------------------------------------------- ________________ ૧૮. કુમારપાળ રાજાનું રહસ્ય ૧૯. કુરાનસાર ૨૦. ખંભાતના જિનાલયો ૨૧. ગુજરાતનો અર્વાચીન ઇતિહાસ ગોવિંદભાઈ ડાહ્યાભાઈ દેસાઈ ૨૨. ગુજરાતી સાહિત્યનો શ્રી રમણ સોની, પરામર્શ : ઈતિહાસ ગ્રંથ-૧-૨ શ્રી ચિમનલાલ ત્રિવેદી બીજી આવૃત્તિ શોધન ૨૩. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભાગ-૧-૨ ૨૪. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભાગ ૧-૪ ૨૫. ગુજરાતી સાહિત્યની વિકાસ ખા-૧ મધ્યકાળ ૨૭.ગુજરાતી સાહિત્યનો પરિચય ૨૮. ગુજરાતી સાહિત્યના સ્વરૂપ ૨૯. ગુજરાતી વ્યાકરણ (મોડેલ) ૩૦. ગુજરાતી સાહિત્યની રૂપરેખા ૩૧. ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન ખંડ-૧ ૩૨. ગોમટસાર - શ્રીમદ્ મિચન્દ્ર સૈદ્ધાન્તિક ચપતિ ૩૩. ચલો થંભન તીર્થે ૩૪. ચારિત્રસાર શ્રીમદ્ ચામુંડરાય વિરચિત ચુનીલાલ દુર્લભજી તથા ત્રિભુવન દુર્લભજી વિનોબા ભાવે ૩૫. છન્દોનુશાસન ચંદ્રકાન્ત કડિયા ઉમાાાંકર જોષી, યાવંત શુકલ અનંતરાય રાવળ ઉમાશંકર જોષી, યશવંત શુક્લ અનંતરાય રાવળ ડૉ. ધીરુભાઈ ઠક્કર ડૉ. સુસ્મિતા ગેઢ ડૉ. મંજુલાલ મજુમદાર વી. જે. કુટમુટિયા વિજયરાય કલ્યાણરાય વૈદ્ય કેશવરામ કા. શાસ્ત્રી ૫. ગોપાલદાસજ વરૈયાના શિષ્ય ખૂબચંદ્ર જૈન મુનિ કલ્યાણ બોધિ વિજયજી અનુવાદ પં. ઉષાબા કારાણીવાસ અનુવાદક પ્રા. હ. દા. વેલણકર હેમચંદ્રાચાર્ય વિરચિત ૩૬. જયણા વર્તનમાં શાંતિ જીવનમાં જયેન્દ્ર ર. શાહ (૪૬૭ શ્રી જૈનધર્મ પ્રકાશક સભા ભાવનગર યજ્ઞપ્રકાશન ભૂમિપૂત્ર હુઝરાત ધાગા, વડોદરા શેઠ આણંદજી કલ્યાણજી, અમદાવાદ. ગુજરાત વનાંક્યૂલર સોસાયટી ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ. ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ. ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ. ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ. મહાજન પબ્લીશીંગ હાઉસ, અમદાવાદ. કૃષ્ણકાંત મદ્રાસી રતિલાલ નાયક સી. જમનાદાસની કું., મુંબઈ, અમદાવાદ. વિજયરાજ વૈદ્ય, નાનપરા, સુરત. મુકુંદકુમાર કે. શાસ્ત્રી, મધુવન, એલીસબ્રીજ, અમદાવાદ. પરમશ્રુત પ્રભાવક મંડલ, મુંબઈ. એંસીલાલ અંબાલાલ જૈન યાત્રિક ભુવન – ખંભાત માણિકચંદ્ર દિગંબર જૈન ગ્રંથ સમિતિ ભારતીય વિદ્યાપીઠ, મુંબઈ ઉમ કેન્દ્ર મેં જયેન્દ્ર શાહ, સુરત. વિ.સં. ૧૯૯૦ આ. ૧ ઇ.સ. ૧૯૩૮ આ. ૧ ઈ.સ. ૨૦૦૦ આ. ૧ ઈ.સ. ૧૯૮૮ આ. ૩ ઇ.સ. ૨૦૦૧ આ. ૧ ઈ.સ. ૧૯૭૩ આ. ૧ ઈ.સ. ૨૦૦૩ આ. ૨ ઇ.સ. ૧૯૫૬ આ. ૨ ઈ.સ. ૧૯૫૭ આ. ૧ ઈ.સ. ૧૯૮૩ આ. ૧ ઇ.સ. ૧૯૬૨ આ. ૩ ઈ.સ. ૧૯૪૩ આ. ૧ ઈ.સ. ૧૯૫૧ આ. ૧ ઈ. ૧૯૧૬ વી.સં. ૨૪૪૨ આ. ૧ આ. ૧ વિ.સં. ૨૦૩૨ આ. ૨ ઈ.સ. ૧૯૬૧ આ. ૧ વિ.સં. ૨૦૪૬ આ. ૨૦ Page #489 -------------------------------------------------------------------------- ________________ ૩૭. જિણ ધમ્મો (જૈન-તત્વદર્શન) ૩૮. જીવન ચક્ર વ્યાખ્યાતા આચાર્ય શ્રી નાનેશ ધૂમકેતુ ૩૯. જૈન કથા રત્નકોષ ભાગ ૧થી ૭ શ્રાવક ભીમસિંહ માણેક ૪૦. જૈન વ્રત-તપ સંકલન કર્તા ૪૧. જૈન શાસનના ચમકતા હીરા પદ્મશ્રી ડૉ. સરય વિનોદ દોશી સંયોજક ગુણવંત બરવાળિયા વરજીવનદાસ વાડીલાલ શાહ ૪૨. જૈન આચાર મીમાંસા સાધ્વી પીયૂષપ્રભા ૪૩. જૈન તત્ત્વ પ્રકાશ જૈનાચાર્ય પૂજ્ય શ્રી અમોલખઋષિજી મહારાજ ૪૪. જૈન પાઠાવલી ૧થી ૪ શ્રી બૃ.મું.વ.સ્થા. જૈન મહાસંઘ સં. ધાર્મિક શિક્ષણ બોર્ડ ૪૫. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ મોહનલાલ દલીચંદ દેસાઈ શ્રી સમતા સાહિત્ય પ્ર. ટ્રસ્ટ- વિ.સં. ૨૦૪૧ ઉજજૈન આ. ૧ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ. ઈ.સ. ૧૯૩૭ આ. ૨ નિર્ણયસાગર છાપખાનું, મુંબઈ વિ.સં. ૧૯૪૬ આ. ૧ સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ ઈ.સ. ૨૦૦૨ જૈન ફિ.એ.લિ.રી.સે. આ. ૧ વરજીવનદાસ વાડીલાલ શાહ ઈ.સ. ૧૯૯૩ આ. ૧ જૈન વિશ્વ ભારતી પ્રકાશન ઈ.સ. ૨૦૦૫ આ. ૧ શ્રી વર્ધમાન સ્થા. જૈ.યુ. મંડળ, ઇ.સ. ૧૯૯૮ બોરિવલી, મુંબઈ. આ. ૧૧ શ્રી બૃ.મું.વ.સ્થા. જૈન મહાસંઘ, વિ.સં. ૨૦૬૪ મુંબઈ - ૨. આ. ૨ .સ. ૧૯૩૩ આ. ૧ દિવ્યદર્શન, પ્રકાશન ટ્રસ્ટ વી.સં. ૨૫૪૦ વિ.સં. ૨૦૧૮ ગિરીશ આર. ઠક્કર ઈ.સ. ૧૯૮૭ આ. ૧ આદર્શ સાહિત્ય સંઘ પ્રકાશન ઈ.સ. ૧૯૯૫ આ. ૪ શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ ઈ.સ. ૧૯૯૭ આ. ૨ શેઠ નગીનભાઈ મંછુભાઈ જૈન ઈ.સ. ૧૯૬૧ સાહિત્યોદ્ધારક ફંડ, સુરત. આ. ૧ શ્રી ભારતીવર્ષીય દિગંબર જૈન ઈ.સ. ૧૯૮૪ મહાસભા આ. ૧ જશવંતલાલ ગિરધરલાલ શાહ ઈ.સ. ૨૦૦૩ જૈનપ્રકાશકમંદિર, અમદાવાદ. આ. ૧ વિરજીભાઈ એમ. શાહ, મુંબઈ. ઈ.સ. ૨૦૫૪ આ. ૧ દિગંબર જૈન ગ્રંથાલય, ઈ.સ. ૧૯૯૦ આ. ૧ ૪૬. જૈનધર્મનો પરિચય પૂ.આ. શ્રી વિજયભુવન સૂરીશ્વરજી મહારાજ દીનેશ જેઠાલાલ ખીમસીયા ૪૭. જૈન ધર્મ ૪૮. જૈનદર્શન મનન ઔર મીમાંસા આચાર્ય મહાપ્રજ્ઞ ૪૯. જૈન ગુર્જર કવિઓ ભાગ ૧-૧૦ જયંત કોઠારી ૫૦. જંબૂસ્વામી રાસ ડૉ. રમણલાલ ચી. શાહ સં. ડૉ. ચેતનપ્રકાશ પાટની ૫૧. તિલોયણણતી વિરચિત • શ્રી યતિવૃષભાચાર્ય પર. ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર ભાગ ૧-૪ ૫૩. દષ્ટાંત શતક કુંવરજીભાઈ આંણદજીભાઈ છોટાલાલ નરભેરામ ભટ્ટ ૫૪. ધમ્મ રસાયણં - પદ્દમનન્દિ આચાર્ય અનુવાદ ઉપાધ્યાય શ્રીભરત સાગરજી મહારાજ મુંબઈ. Page #490 -------------------------------------------------------------------------- ________________ ૫૫. ધર્મનાં દશ લક્ષણ ડૉ. હુકમચન્દ ભારિલ્લ/ રમણલાલ માણેકલાલ શાહ મુનિશ્રી કન્વેયાલાલજી ‘કમલ’ ૫૬. ધર્મકથાનું યોગ - ૫૭. ધર્મામૃત ૫. આશાધરજી વિરચિત (અનગાર – સાગાર) ૫૮, નિગ્રંથ પ્રવચન ભાષ્યકારશ્રી શોભાચંદ્ર ભારિલ્લ ૫. મુનિ શ્રી ચૌથમલી મહારાજ ૫૯. નિયમસાર - અનુવાદ પંડિતરત્ન શ્રીમદ્ કુંદકુંદાચાર્ય દેવ પ્રણીત હિંમતલાલ જેઠાલાલ શાહ ભાષાંતર - શ્રી મુન્નાલાલ રાંધેલીય વર્ણી ધીરજલાલ ડાહ્યાલાલ મેહતા ૬૦. પુરુષાર્થ સિદ્ધપાય - શ્રીમદ્ અમૃતચન્દ્રાચાર્ય ૬૧. પ્રથમ કર્મગ્રંથ વિરચિત આચાર્ય દેવેન્દ્રસુરીશ્વરજી ૬૨. પ્રવચન સારોદ્ધાર નેમિચંદ્રસૂરિશ્વર રચિત ૬૩. પંચસંગ્રહ સં. પદ્મસેનવિજય, મુનિચંદ્ર વિજય અ. ૫. હિરાલાલ જૈન શ્રી કાનજી સ્વામી સ્મા. ટ્રસ્ટ- ઈ.સ. ૧૯૭૯ દેવલાલી આ. ૧ આગમ અનુયોગ ટ્રસ્ટ, અમદાવાદ. ઈ.સ. ૧૯૮૭ આ. ૧ રાવજીભાઈ છગનભાઈ દેસાઈ સં. ૨૦૪૦ આ. ૨ શ્રી શામજી વેલજી વીરાણી વિ.સં. ૨૦૦૭ આ. ૧ જૈન દિગંબર ગ્રંથમાલા, ઈ.સ. ૧૯૫૧ મુંબઈ. વિ.સ. ૨૦૧૭ આ. ૨ સ્વાધીન ગ્રંથમાલા, સાગર. ઈ.સ. ૧૯૬૯ આ. ૧ જૈનધર્મ પ્રસારણ ટ્રસ્ટ, સુરત. ઈ.સ. ૨૦૦૬ આ. ૩ ભારતીય પ્રાચ્યતત્ત્વ પ્રકાશન ઈ.સ. ૧૯૭૧ સમિતિ, પિંડવાડા. આ. ૧ ભારતીય જ્ઞાનપીઠ, કાશી. ઈ.સ. ૧૯૬૦ આ. ૧ જીવણજી ડાહ્યાભાઈ દેસાઈ ઈ.સ. ૧૯૬૫ આ. ૧ શ્રી પરમશ્રત પ્રભાવક મંડલ, ઈ.સ. ૧૯૯૯ અગાસ આ. ૬ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, ઈ.સ. ૧૯૭૦ અમદાવાદ, આ. ૨ વોરા એન્ડ કંપની, અમદાવાદ. ઈ.સ. ૧૯૭૫ આ. ૧ જૈન દિગંબર ગ્રંથમાલા ઈ.સ. ૧૯૮૭ આ. ૧ મંગળા કોઠારી, અમદાવાદ. ઈ.સ. ૧૯૮૫ આ. ૧ અશોક પ્રકાશન, મુંબઈ. ઈ.સ. ૧૯૬૮ આ. ૧ શ્રી નવલ સાહિત્ય પ્ર.ચે.ટ્રસ્ટ ઈ.સ. ૧૯૯૧ આ. ૧ શ્રી સ્વામી દેવેન્દ્ર કીર્તિ દિગંબર વી.સં. ૨૪૬૨ જૈન ગ્રંથમાલા આ. ૧ મહાત્મા ગાંધીજી ૬૪. બાપુના પત્રો-૯ ભા ૧-૨ શ્રી નારાણદાસ ગાંધીને ૬૫. બૃહદ્ દ્રવ્ય સંગ્રહ વિરચિત નેમિચન્દ્ર સિદ્ધાન્તદેવ ૬૬. ભારતીય કાવ્ય સિદ્ધાંત શ્રી. પં. મનોહરલાલ શાસ્ત્રી ૬૭. ભારતીય સાહિત્ય શાસ્ત્ર જયંત કોઠારી/ નટુભાઈ રાજપરા ગણેશ ચંબક દેશપાંડે, અનુવાદક જસવંતી દવે અનુવાદ પં. લાલારામ શાસ્ત્રી જયંત કોઠારી ૬૮. ભાવસંગ્રહ (આચાર્ય વામદેવ વિરચિત). ૬૯. મધ્યકાલીન સાહિત્યમાં જૈનોનું પ્રદાન ૭૦. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં તત્ત્વવિચાર ૭૧. મારું જીવન સુગંધી બને ડૉ. નિપુણ ઈ. પંડ્યા મુનિ શ્રી પ્રકાશચન્દ્રજી આચાર્ય શ્રી શિવકોટિ ૭૨. મૂલારાધના અ. ભગવતી આરાધના Page #491 -------------------------------------------------------------------------- ________________ ૩. મોક્ષમાળા ૭૪. રત્નકરણ્ડક શ્રાવકાચાર શ્રી સમંતભદ્રસ્વામી વિરચિત ૭૫. રસ સિદ્ધાંત ૬. રાત્રિભોજન કંદમૂળત્યાગ મહિમા છ. રીસર્ચ ઓફ ડાઈનીંગ ટેબલ ૭૮. વસુનન્તિ શ્રાવકાચાર આચાર્ય વન્દિ ૭૯. વાડ્મય વિમર્શ ૮૦. વિવિધ પૂજ્ય ભાગ ૧થી ૯ ૮૧. વેદાંત વિચાર ૮૨. વ્રતધરે ભવે તરે ૮૩. સંગ્રહ વ્રત ધરીએ ગુરુ સાખ ૮૪. સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય (પૂર્વાર્ધ) ૮૫. સમણ સુોજૈન ધર્મસાર) ૮૬. સમય સાર શ્રીમદ્ કુંદકુંદાચાર્ય દેવ પ્રણીત ૮૭. સમાધિ સાધના ૮૮. સર્વધર્મ પ્રાર્થના ૮૯. સર્વાર્થસિદ્ધિ : શ્રીમદ્ આ. પૂજ્યપાદ વિરચિતા ૯૦. સુભાષિત રત્ન સોહ આ. અમિતગતિ વિરચિત ૯૧. સંસ્કૃત ગ્રંથાંતર્ગત શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત અ. કાંતિલાલ ઈશ્વરલાલ શાહ ચંદ્રકાંત મહેતા મહેન્દ્ર દવે ગુલાબચંદ પાનાચંદ મહેતા પંન્યાસ હેમરત્ન વિજય વ્યાખ્યાનકાર મુનિ સુનિલસાગર રામપ્રસાદ બક્ષી પંડિત શ્રી શ્રીરવિજય શ્રી હીરાભાઈ ઠક્કર શ્રી પ્રિયદર્શન પૂ.આ. શ્રી ચિદાનંદસૂરિશ્વરજી મહારાજ દાદા ભગવાન કથિત/ સંકલક ડૉ. નીરુબેન અમીન મુનિશ્રી ભુવનચંદ્રજી અનુવાદ પંડિતરત્ન હિંમતલાલ જેઠાલાલ શાહ રાષભાઈ છગનભાઇ દેસાઇ સંતબાલ સિદ્ધાંતાઆચાર્ય પં. ફૂલચંદ્ર શાસ્ત્રી અનુવાદક બાબચંદ્ર સિદ્ધાંત શાસ્ત્રી ડૉ. સાધ્વી ધર્મશીલા જૈનદર્શનમાં નવતત્ત્વ ૯૨. સંક્ષિપ્ત જૈન દર્શન પ્રશ્નોત્તરરૂપે શ્રી દિનેશચંદ્ર જોરાવરમલ મોદી Truon= શ્રીમદરાજચંદ્ર આશ્રમ, અગાસ શ્રી જૈિન મંદિર સોનગઢ નેશનલ પબ્લિશિંગ હાઉસ શ્રી શામજી હૈક થીરાણી રાજકોટ. શ્રી અહંદુ ધર્મ પ્રભાવક ટ્રસ્ટ પ્રોફેસર ભાગચન્દ્ર જૈન એન. એમ. ત્રિપાઠી, મુંબઈ. માસ્તર રતીલાલ બાદચંદ શાહ શ્રી હરિભાઈ નંદલાલ પટેલ - અમરેલી શ્રી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટમહેસાણા કીર્તિ પ્રકાશન દાદાભગવાન ફાઉન્ડેશન જૈનસાહિત્ય અકાદમી ગાંધીગામ, કચ્છ. જૈન દિગંબર ગ્રંથમાલા, મુંબઈ. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંઘ ભારતીય જ્ઞાનપીઠ જૈન સંસ્કૃતિ સંરક્ષક સંઘ, સોલાપુર ઉજ્વલ ધર્મ ટ્રસ્ટ, મુંબઈ. અલકેશ દિનેશ મોદી મે. ટ્રસ્ટ, મુંબઈ. ઇ.સ. ૧૯૮૬ આ. ૧૫ થી.સં. ૨૦૭૨ આ. ૨ ઇ.સ. ૧૯૬૯ વિ.સં. ૨૦૩૮ આ. ૬ વિ.સં. ૨૦૫૨ ઇ.સ. ૧૯૯૯ આ. ૧ ઇ.સ. ૧૯૬૩ આ. ૧ વિ.સં. ૨૪૬૯ આ. રે આ. ૧ વિ.સં. ૨૦૪૭ આ. ૧ વિ.સં. ૨૦૪૩ આ. ૧ ઈ.સ. ૧૯૯૮ આ. ૧ ઇ.સ. ૧૯૯૫ આ. ૨ વિ.સ. ૧૯૯૭ આ. ૨ ઇ.સ. ૧૯૭૭ આ. ૪ ઈ.સ. ૧૯૯૦ ઇ.સ. ૧૯૮૫ આ. ૩ ઈ.સ. ૧૯૯૮ આ. ૨ ઈ.સ. ૧૯૭૭ આ. ૧ ઇ. સ. ૧૯૯૦ આ. ૧ Page #492 -------------------------------------------------------------------------- ________________ નટવરલાલ તલકચંદ શાહ – મુંબઈ ઈ.સ. ૧૯૭૯ આ. ૧ આ. ૧ ૯૩. શારદા સુવાસ બા.બ્ર.પૂ. શ્રી શારદાભાઈ મહાસતીના પ્રવચનો ૯૪. શાસ્ત્રવાર્તાસમુચ્ચય અ. શ્રી બદ્રીનાથ શુક્લ શ્રી યશોવિજયજીકૃત ભાગ ૧-૮ ૯૫. હરિયાળી સ્વરૂપ અને વિભાવના ડૉ. કવીન શાહ ચૌખંબા ઓરિયન્ટલિયા, વારાણસી ૯૬. હિન્દી ધર્મ સ્વામી શ્રી શિવાનંદજી શ્રી શ્રુતજ્ઞાન પ્રસારક સભા ડૉ. કલાબેન શાહ ૯૭. જ્ઞાન સાગરના મોતી ૧-૨ ડૉ. કલાબેન શાહ ડૉ. ઉષાબેન શેઠ ૯૮. જ્ઞાનસાગરના મોતી ભાગ-૩ ૯૯. ઋષભદાસની સાહિત્યોપાસના ૧૦૦. શ્રાદ્ધવિધિ ૧૦૧. શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર પૂ.આ. દેવ શ્રીરત્નશેખરસૂરિજી લૂક એન્ડ લર્ન ૧૦૨. શ્રાવકાચાર સંગ્રહ - ભાગ ૧-૫ ૫. હિરાલાલ શાસ્ત્રી શ્રી હર્ષ પુષ્યામૃત ઈ.સ. ૧૯૮૦ આ. ૧ સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય, સં. ૨૦૨૧ અમદાવાદ, આ. ૨ સંયોજક - શ્રી પ્રશાંત ઝવેરી સં. ૨૦૫૯ આ. ૧ માનસ પ્રકાશન સં. ૨૦૫૯ ડૉ. કલા શાહ, મુંબઈ. આ. ૧ ડૉ. ઉષાબેન શેઠ ઈ.સ. ૧૯૭૯ આ. ૧ આ. ૧ જૈન એજ્યુકેશન બોર્ડ, ઈ.સ. ૨૦૦૮ પારસધામ, મુંબઈ. આ. ૧ જૈન સંસ્કૃતી સંરક્ષક સંઘ, સોલાપૂર. ઈ.સ. ૨૦૦૧ આ. ૨ વીરવાણી પ્રકાશન કેન્દ્ર, ઈ.સ. ૧૯૮૦ મુંબઈ. આ. ૨ યાત્રિકભાઈ મહેન્દ્રભાઈ ઝવેરી, વિ.સં. ૨૦૬૩ મુંબઈ. આ. ૨ શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન - ઈ.સ. ૧૯૯૯ રાજકોટ આ. ૧ શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન – ઈ.સ. ૧૯૯૯ રાજકોટ આ. ૧ શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન - ઈ.સ. ૧૯૯૯ રાજકોટ આ. ૧ પ્રકાશક કપિલભાઈ કોટડિયા વી. સ. ૨૪૯૫ આ. ૧ સ્વ. ગુલાબચંદ પાનાચંદ મહેતા ૧૦૩. શ્રાવકધર્મ યાને મોક્ષ પ્રાપ્તિનો ઉપાય ૧૦૪. શ્રાવક ધર્મ જાગરિકા સાથે શ્રી વિજયપધ્ધસૂરિ વિરચિતા ૧૦૫. શ્રી અનુયોગ દ્વાર સૂત્ર ૧૦૬. શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર ૧૦૭. શ્રી અંતગડદશા સૂત્ર પ્રધાન સંપાદિકા-ભાવયોગિતા બા.બ્ર.પૂ. શ્રી લીલમબાઈ મ. પ્રધાન સંપાદિકા-ભાવયોગિતા બા.બ્ર.પૂ. શ્રી લીલમબાઈ મ. પ્રધાન સંપાદિકા-ભાવયોગિતા બા.બ્ર.પૂ. શ્રી લીલમબાઈ મ. ગુજરાતી અનુવાદ શ્રી કાન્તિલાલ ઈશ્વરલાલ શાહ પ્રધાન સંપાદિકા-ભાવયોગિતા બા.બ્ર.પૂ. શ્રી લીલમબાઈ મ. મુનિરાજ શ્રીસંપત વિજય ૧૦૮. શ્રી અષ્ટ પાહુડ - શ્રીમદ્ ભગવંત શ્રી કુંદકુંદાચાર્ય ૧૦૯. શ્રી આચારાંગ સૂત્ર ભાગ ૧-૨ ૧૧૦. શ્રી આનંદ કાવ્ય મહોદધિ મૌક્તિક ૮.૪,૫ શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન - રાજકોટ જીવણચંદ સાકરચંદ ઝવેરી શેઠ દેવચંદ લાલભાઈ ઈ.સ. ૧૯૯૯ આ. ૧ ઈ.સ. ૧૯૨૭ આ. ૧ Page #493 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧. શ્રી આવશ્યક સૂત્ર ૧૧૨. શ્રી ઉપાસકદશાંગ સૂત્ર ૧૧૩. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ભા.૧-૨ ૧૧૪. ઔપપાતિક સૂત્ર ૧૧૫. શ્રી ચંદ્રસૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર ૧૧૬. શ્રી જીવાજીવાભિગમ સૂત્ર ૧૧૭. શ્રી જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર ૧૧૮. શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર ૧૧૯. શ્રી તત્ત્વાર્થસૂત્ર ૧૨૦, શ્રી દશવૈકાલિક સ્વ ૧૨૧. શ્રી દશા-કલ્પ વ્યવહારસૂત્ર ૧૨૨. શ્રી ધર્મ સંગ્રહ- ભાગ-૧, ૧૨૩. શ્રી નિશીથ સૂત્ર ૧૨૪. શ્રી નિષધકુમાર ચરિત્ર ૧૨૫. શ્રી નંદીસ્ય ૧૨૬. શ્રી પંચ પ્રતિક્રમણ સૂત્ર ચાંક નં. ૧૬ ૧૨૭. શ્રી પ્રસ્નવ્યાકરણ સૂત્ર પ્રધાન સંપાદિકા-ભાવયોગિતા બા.બ્ર.પૂ. શ્રી લીલમભાઈ મ. પ્રધાન સંપાદિકા-ભાવયોગિતા બા.બ્ર.પૂ. શ્રી લીલમનાઈ મ પ્રધાન સંપાદિકા-ભાવયોગિના બા.બ્ર.પૂ. શ્રી લીલમબાઈ મ. પ્રધાન સંપાદિકા-ભાવયોગિતા બા.બ્ર.પૂ. શ્રી લીલમબાઈ ૫. પ્રધાન સંપાદિકા-ભાવયોગિના બા.બ્ર.પૂ. શ્રી લીલમબાઈ ૫. પ્રધાન સંપાદિકા-ભાવયોગિતા બા.બ્ર.પૂ. શ્રી લીલમબાઈ ૫. પ્રધાન સંપાદિકા-ભાવોગિના બા.બ્ર.પૂ. શ્રી વીલબાઈ મ પૂ. આચાર્ય શ્રી વિજયરાજશેખરસૂરિજી મહારાજ પંડિત સુખલાલ પ્રધાન સંપાદિકા-ભાષયોગિતા બા.બ્ર.પૂ. શ્રી લીલમબાઈ મ. પ્રધાન સંપાદિકા ભાવયોગિતા બા.બ્ર.પૂ. શ્રી લીલમબાઈ મ ભાષાંતર - શ્રીમદ્ વિજયનંદ્રકર સૂરિજ મહે શ્રી યશોવિજયજી ગણિવર પ્રધાન સંપાદિકા-ભાવયોગિતા બા.બ્ર.પૂ. શ્રી લીલમબાઈ મ. શ્રી વર્ધમાન સ્થા. જૈન શ્રાવક સંઘ, ઘાટકોપર પ્રધાન સંપાદિકા-ભાવયોગિતા બા.બ્ર.પુ. શ્રી લીલબાઈ મ. શ્રી વિજયદેવસૂર સંઘ પ્રધાન સંપાદિકા-ભાવયોગિતા બા.બ્ર.પૂ. શ્રી લીલમબાઈ મ. શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન – રાજકોટ શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન – રાજકોટ શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન – રાજકોટ શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશાન – રાજકોટ શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન – રાજકોટ શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન – રાજકોટ શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન – રાજકોટ શ્રીમદ થશોવિજયજૈન સંસ્કૃત પાઠશાળા, શ્રી જૈન શ્રેયસ્કર મંડળ, મહેસાણા. જૈન સાહિત્ય પ્રકાશન સમિતિ ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ. શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન – રાજકોટ શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન – રાજકોટ ગ્રંથકાર શ્રીમાન વિથજ ગણિવર શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન – રાજકોટ સાંકળીબેન કપુરચંદ ગાંધી – મુંબઈ શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન - રાજકોટ શ્રીગોડી મા હૈ. દે. ચે. ટ્રસ્ટ પાયધુની, મુંબઈ. શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન - - રાજકોટ ઇ.સ. ૧૯૯૯ આ. ૧ ઈ.સ. ૧૯૯૯ આ. ૧ ઈ.સ. ૧૯૯૯ આ. ૧ ઈ.સ. ૧૯૯૯ આ. ૧ ઈ.સ. ૧૯૯૯ આ. ૧ ઈ.સ. ૧૯૯૯ આ. ૧ ઈ.સ. ૧૯૯૯ આ. ૧ ઈ.સ. ૧૯૯૯ આ. ૨ ઇ.સ. ૧૯૩૦ આ. ૧ ઇ.સ. ૧૯૯૯ આ. ૧ ઈ.સ. ૧૯૯૯ આ. ૧ વિ.સં. ૨૦૨૯ આ. ૧ ઈ.સ. ૧૯૯૯ આ. ૧ વિ.સં. ૨૦૨૮ આ. ૧ ઈ.સ. ૧૯૯૯ આ. ૧ વિ.સં. ૨૦૪૭ આ. ૭ ઇ.સ. ૧૯૯૯ આ. ૧ Page #494 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ભા.૧-૩ ૧૨૯. શ્રી ભગવતી સૂત્ર ભા. ૧-૫ શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન - રાજકોટ શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન - રાજકોટ શ્રી વિજય કમલ કેશર ગ્રંથમાલા ૧૩૦. શ્રી યોગશાસ્ત્ર ૧૩૧. શ્રી રાજપ્રશ્નીય સૂત્ર પ્રધાન સંપાદિકા-ભાવયોગિતા બા.બ્ર.પૂ. શ્રી લીલમબાઈ મ. પ્રધાન સંપાદિકા-ભાવયોગિતા બા.બ્ર.પૂ. શ્રી લીલમબાઈ મ. શ્રીમદ્ પંન્યાસજી મ. શ્રી કેશરવિજયજીગણિ પ્રધાન સંપાદિકા-ભાવયોગિતા બા.બ્ર.પૂ. શ્રી લીલમબાઈ મ. પ્રધાન સંપાદિકા-ભાવયોગિતા બા.બ્ર.પૂ. શ્રી લીલમબાઈ મ. આગમવિશારદ પૂ.ગુલાબચંદ્રજી - કવિવર્ય શ્રી વીરજી સ્વામી ૫. મુનિ શ્રી વિનયચંદ્રજી મ. ૧૩૨, શ્રી વિપાક સૂત્ર શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન - રાજકોટ શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન - રાજકોટ સંજય મંત્રી - રત્નજ્યોત ૧૩૩. શ્રી વીર કથામૃત ભાગ ૨ ૧૩૪. શ્રી વૈરાગ્ય શતકમ્ પૂર્વાર્ધ ભાગ-૧ ૧૩૫. શ્રી સ્થાનાંગ સૂત્ર ભા. ૨ સ્થાનકવાસી જૈન કાર્યાલય, અમદાવાદ. શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન - રાજકોટ શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન - રાજકોટ ભદ્રંકર પ્રકાશન - અમદાવાદ ઈ.સ. ૧૯૯૯ આ. ૧ ઈ.સ. ૧૯૯૯ આ. ૧ વિ.સં. ૧૯૮૦ આ. ૪ ઈ.સ. ૧૯૯૯ આ. ૧ ઈ.સ. ૧૯૯૯ આ. ૧ ઈ.સ. ૧૯૭૦ આ. ૨ ઈ.સ. ૧૯૬૪ આ. ૩ ઈ.સ. ૧૯૯૯ આ. ૧ ઈ.સ. ૧૯૯૯ આ. ૧ ઈ.સ. ૨૦૬૨ આ. ૧ ઈ.સ. ૧૯૯૯ આ. ૧ સં. ૨૦૫૪ આ. ૧ ઈ. સ. ૧૯૯૦ આ. ૧ ઈ.સ. ૧૯૯૯ આ. ૧ ઈ.સ. ૨૦૦૬ આ. ૧ ઈ.સ. ૨૦૦૭ આ. ૧ પ્રધાન સંપાદિકા-ભાવયોગિતા બા.બ્ર.પૂ. શ્રી લીલમબાઈ મ. પ્રધાન સંપાદિકા-ભાવયોગિતા બા.બ્ર.પૂ શ્રી લીલમબાઈ મ. પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયકનકચંદ્રસૂરીશ્વરજી મ. પ્રધાન સંપાદિકા-ભાવયોગિતા બા.બ્ર.પૂ. શ્રી લીલમબાઈ મ. આ. શ્રી વિજય હેમચંદ્રસૂરિજી ૧૩૬, સમવાયાંગ સૂત્ર ૧૩૭. શ્રી શત્રુંજય મહાભ્ય સાર ૧૩૮, શ્રી સૂયગડાંગ સૂત્ર ભાગ ૧-૨ ૧૩૯. શ્રી હીરવિજયસૂરિરાસ શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન - રાજકોટ શ્રી શ્રુતજ્ઞાન પ્રસારક સભા - અમદાવાદ છે. પન્નાલાલજી બાકલીવાલ ૧૪૦. શ્રી જ્ઞાનાર્ણવ દિગમ્બર જૈનાચાર્ય શ્રી શુભચન્દ્ર ૧૪૧. શ્રી જ્ઞાતાધર્મ કથા સૂત્ર પ્રધાન સંપાદિકા-ભાવયોગિતા બા.બ્ર.પૂ. શ્રી લીલમબાઈ મ. કીરચંદ જે. શેઠ, મનોજ શેઠ ૧૪૨. શ્રુત-કલ્યાણ વિશેષાંક શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન - રાજકોટ કલ્યાણ પ્રકાશન મંદિર ટ્રસ્ટ, સુરેન્દ્રનગર શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર - કોબા. મનોજ જૈન ૧૪૩. મૃત સાગર – પં.પ્ર. અમૃતસાગરજી આ. પદપ્રદાન મહોત્સવ વિશેષાંક Page #495 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોષના નામ અભિધાન ચિંતામણિ આવૃત્તિ વર્ષ વિ.સં. ૨૦૨૦ ૧ શબ્દકોષ લેખક/સંપાદક પ્રકાશક આચાર્ય હેમચન્દ્ર હિરાચંદ કસ્તુરચંદ ઝવેરી/ મોતીચંદ ચોકસી શ્રીમદ્ વિજયરાજેંદ્રસુરિશ્વરજી અમરસિંહ ધર્મચંદ કેવલચંદ ખંડોલ, મીયાગામ. ડૉ. ધીરુભાઈ ઠક્કર ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ, બાલચંદ્ર સિદ્ધાંતશાસ્ત્રી વીરસેવા મંદિર દરયાગંજ, દિલ્હી. વી.સં. ૨૪૩૮ ઈ.સ. ૨૦૦૬ ઈ.સ. ૧૯૭૨ સુનંદાબહેન વોહોરા ઈ.સ. ૨૦૦૧ અભિધાન રાજેન્દ્ર કોશ અમરકોશ ગુજરાતી વિશ્વકોશ જૈન લક્ષણાવલી ભાગ-૧થી ૩ જૈન સૈદ્ધાંતિક શબ્દ પરિચય ભાગ-૧ જૈનેન્દ્ર સિદ્ધાંત કોશ ૧-૫ ૮ નિઘટ્ટ તથા નિરુક્ત ૯ નિરુક્ત કોશ ૧૦ ભગવંત ગોમંડલ ૧૧ મેદિની કોશ ૧૨ મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશ ૧૩ વિનીત જોડણી કોશ ૧૪ સરળ શબ્દ કોશ - વિભાગ-૨ ૧૫ સંસ્કૃત હિન્દી કોશ. . જિનેન્દ્ર વર્ણ આચાર્ય યાસ્ક સં. યુવાચાર્ય મહાપ્રજ્ઞ ભગવતસિંહજી શ્રીમેદિનકર સંપાદક જયંત કોઠારી, રોહિત કોઠારી મગનભાઈ દેસાઈ સુનંદાબહેન વોહોરા આનંદ સુમંગલ પરિવાર, અમદાવાદ. અમેરિકા ભારતીય જ્ઞાનપીઠ પ્રકાશન લક્ષ્મણસ્વરૂપ મોતીલાલ બનારસીદાસ જૈનવિશ્વભારતી, લાડનું. પ્રાયણ પ્રકાશન, રાજકોટ. પુનઃમુદ્રણ ચૌખમ્બા સંસ્કૃત સિરીજ, વારાણસી. મૃતિ સંસ્કાર શિક્ષણ વિધિ, અમદાવાદ. ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ. આનંદ સુમંગલ પરિવાર, અમદાવાદ. વી.સં. ૨૪૭૨ ઈ.સ. ૧૯૮૫ પ્ર.સ. ૧૯૮૪ .સ. ૧૯૮૬ ઈ.સ. ૨૦૨૪ ઈ.સ. ૧૯૯૫ ઈ.સ. ૧૯૫૪ વામન શિવરામ આપે ઈ.સ. ૧૯૯૯ મોતીલાલ બનારસીલાલ જવાહરનગર, દિલ્હી. જ્ઞાનમંડલ, વારાણસી. નાગરી મુદ્રણ, વારાણસી. ૧૬ હલાયુધ કોશ, ૧૭ હિન્દી શબ્દ સાગર નવમો ભાગ-૧ ડૉ. ધીરેન્દ્ર વર્મા સં. શ્યામસુંદરદાસ વિ.સં.૨૦૧૫ વિ.સં. ૨૦૨૯ * Page #496 -------------------------------------------------------------------------- ________________ લેખિકા ડૉ. રતનબેન ખીમજી છાડવા ગામા - : સામખીયારી (કચ્છ) - હાલ-મુંબઈ અભ્યાસ : M.A. (Arts), M.A. (Sanskrut) Ph.D. (Mumbai University) હાલની પ્રવૃત્તિ H જૂની હસ્તપ્રતોનું સંશોધન ‘વત' ‘વ્રત’ એ ભારતભરના ધર્મોના પાયામાં રહેલ તત્વ છે. વૈદિક પરંપરામાં પણ સત્યની પ્રાપ્તિ માટે વ્રત અને દીક્ષાને મહત્ત્વ આપ્યું છે. યજુર્વેદમાં લખ્યું છે કે, व्रतेन दीक्षामाप्नोति दीक्षया प्राप्नोति दक्षिणाम्। दक्षिणा श्रद्धामाप्नोति श्रद्धया सत्यमाप्यते // 32 // અર્થાત્ H વ્રતથી દીક્ષા, દીક્ષાથી દક્ષિણા, દક્ષિણાથી શ્રદ્ધા અને શ્રદ્ધાથી સત્યપ્રાપ્ત થાય છે. આચાર્ય પતંજલિએ પણ યોગસાધના માટે યમ અને નિયમ ઉપર ભાર મૂક્યો છે. મહાત્મા બુદ્ધે જીવનોત્થાન માટે પંચશીલ અને દશશીલનું વિધાન કર્યું. એમના અનુસાર જે વ્રતહીન છે, મિથ્યાભાષી છે, તે માત્ર મુંડિત થવાથી શ્રમણ. બની શકતો નથી. જૈન તીર્થંકરોએ તો વ્રતને કર્મ વિશોધનના વિશેષ ઉપાયના રૂપમાં માન્યતા આપી છે.