________________
શ્રુતજ્ઞાનના પુસ્તકોને સારી રીતે રાખવા દ્રવ્યશ્રત આરાધના છે. જ્યારે સમ્યકજ્ઞાન સાંભળવું, તે પર શ્રધ્ધા કરવી, ભણવું, ભણાવવું અને જ્ઞાન ભણનારાઓની ભક્તિ કરવી ભાવમૃત આરાધના છે. કે જે સંસારની જડતાને નાશ કરનારી અને કેવળજ્ઞાન આપનારી છે.
ચતુર્વિધ સંઘ સ્વરૂપ - ચતુર્વિધ સંઘ અર્થાત્ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાની ઉપાસના અને પૂજા લોકાત્તર સુખ આપનારી છે.
આ સાત ક્ષેત્રો જૈનશાસનમાં સદા ફળદાયક છે. તેમાં જે ભક્તિપૂર્વક પોતાની સંપત્તિનું દાનરૂપ બીજ વાવેલું હોય તો તેમાંથી નિર્વિધ્ધ ઉદયકારી ફળ પ્રાપ્ત થાય છે. “યોગશાસ્ત્રમાં શાસ્ત્રકારે કહ્યું છે કે,
एवं व्रतस्थितो भक्त्या सप्त क्षेत्र्यां धनं वपन ।
दयया चातिदीनेषु महाश्रावक उच्यते ।।११९ ।। અર્થાત્ : વ્રતમાં સ્થિર ભક્ત સાત ક્ષેત્રે ધન ખર્ચે છે. આમ જે દયા અને દાનમાં શ્રેષ્ઠ છે તે મહાશ્રાવક છે.
કવિ ઋષભદાસ ‘વ્રતવિચાર રાસ'માં શ્રાવકને બોધ આપતાં કહે છે કે, જો તમારી પાસે ધન હોય, સંપત્તિ હોય તો આ ધનનો સદ્ઉપયોગ કરી સાત ક્ષેત્રે ધન વાપરવું કે જેથી આ ધન ઊગી નીકળે અર્થાત્ પુણ્યનું ભાથું બંધાય છે. જે ઢાલ – ૨૩ પંકિત નંબર પર થી પ૩માં સમજાવ્યું છે. શ્રુતનો મહિમા
જૈનશાસનમાં ‘શ્રુતજ્ઞાન’ સર્વાધાર છે. કેવળજ્ઞાનરૂપી સૂર્યની ગેરહાજરીમાં ‘શ્રુત' દીપક છે. સૂર્યાસ્ત થયા બાદ ઘરમાં ઘેરાયેલા છવાયેલા અંધકારને દૂર કરવા માટે દીપક સિવાય બીજો કોઈ રસ્તો નથી. આ દીપકને સતત ઝળહળતો રાખવા માટે એમાં ઘી પૂરવું પડે છે. ઘી જ ખલાસ થઈ જાય તો દીપક ઓલવાઈ જાય ને ઘરમાં અંધકાર છવાઈ જાય. તેમ જિનશાસન રૂપી ઘરમાં કેવળજ્ઞાનનો સૂર્યાસ્ત થયા બાદ શ્રી તીર્થકર ભગવંતો દ્વારા અર્થરૂપે પ્રતિબિંબિત થયેલ ગણધર ભગવંતો દ્વારા સૂત્રરૂપે ગુંથેલ-ગ્રંથિત એવાં “શ્રત દીપક' અજવાળું પાથરે છે.
આ “શ્રત દીપક' ને ઝળહળતો રાખવા માટે પુસ્તક લેખન રૂપી ઘી સતત પૂરવું પડશે. આ શ્રુત ઘટતું ઘટતું પાંચમા આરાના છેડે છેલ્લે માત્ર “શ્રી દશવૈકાલિક સૂત્ર' રૂપ જ રહેશે. એ “શ્રી દશવૈકાલિક સૂત્ર’ બચશે, ત્યાં સુધી છઠ્ઠો આરો નહિ બેસી શકે. જે સમયે છેલ્લા આચાર્ય ભગવંત શ્રી દુપ્રભસૂરીશ્વરજી મહારાજનો સ્વર્ગવાસ થશે, “શ્રી દશવૈકાલિક સૂત્ર' પણ ક્ષયોપશમભાવે તેમની સાથે નષ્ટ થશે. માટે આ પાંચમા આરામાં મૃતરૂપી દીપકની જ્યોત ઝળહળતી રાખવા માટે પુસ્તકલેખનરૂપી ઘી પૂરવું જરૂરી છે. યોગી શ્રી ભતૃહરિએ “નીતિશતક'માં વિદ્યાધનનો મહિમા દર્શાવતાં કહ્યું છે કે,
न चोरहार्यं न च राज्यहार्य । न भ्रातृभाज्य न च भारकारि ।
व्यये कृते वर्धत एव नित्यं विद्याधनं सर्व धनप्रधानम् ।। અર્થાત્ : ચોર ચોરી ન શકે. રાજ્યસત્તા હરી ન શકે. ભાઈ ભાગ ન પડાવી શકે અને જે