SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ભારરૂપ પણ ન હોય. જેમ જેમ વપરાય તેમ તેમ વધે એવું વિદ્યારૂપી ધન સર્વ ધનમાં મુખ્ય છે. કવિ ઋષભદાસ “વ્રતવિચાર રાસ’માં શ્રતનો મહિમા દર્શાવતા કહે છે કે, મૃત વડે જ આ જિનશાસન રહેશે. તેમ જ જે નર ભણશે, ગણશે અને પુસ્તક લખાવશે તે અનંત સુખને મેળવશે. નંબર ૪૭ થી ૪૯ દ્વારા સમજાવે છે. શીલવતનો મહિમા સદાચારનું પાલન એ જ માણસના જીવનનો પાયો છે. માણસમાં વિદ્વતા હોય કે ન હોય, તેની પાસે લક્ષ્મી હોય કે ન હોય પરન્તુ તેનામાં ચરિત્ર તો અવશ્ય હોવું જોઈએ. | ‘ ત્મનિ વરતિ તિ વ્રHવર્ય: I’ અર્થાત્ આત્મસ્વરૂપમાં રમણતા કરવી બ્રહ્મચર્ય છે. પાંચેય ઈન્દ્રિયોના વિષયભોગની આસક્તિનો ત્યાગ કરવો તેને બ્રહ્મચર્ય કહે છે. બ્રહ્મચર્ય જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વિનય, સમ્યકત્વ આદિ ગુણોનું મૂળ છે. તેની હાજરીમાં મનુષ્યનું અંતઃકરણ સ્થિર થઈ જાય છે.' ‘શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર’ ૨/૪માં શાસ્ત્રકારોએ “બ્રહ્મચર્યનું માહાભ્ય અનેક ઉપમાઓ દ્વારા પ્રગટ કર્યું છે. બ્રહ્મચર્યની બત્રીસ ઉપમા આપી છે. જેમ કે, આ વ્રત ધર્મની પાળી સમાન છે, પૈડાની નાભિ સમાન છે, વૃક્ષના સ્કંધસમાન, મહાનગરના કોટ, દરવાજા તેમ જ આગળિયા સમાન છે. ધ્વજાની દોરી સમાન છે. આ વ્રત વિશુદ્ધ અનેક ગુણોથી સુસંપન્ન છે. તેમ બ્રહ્મચર્ય મહાવ્રતના આધારથી જ સર્વ મહાવ્રત સુરક્ષિત છે. તેની અખંડતામાં જ સર્વ મહાવ્રતોની અખંડતા ટકી શકે છે. બ્રહ્મચર્યના વિનાશમાં વિનય, શીલ, તપ, નિયમ સર્વ ગુણ સમૂહના વિનાશ થઈ જાય છે. આવી રીતે આ બ્રહ્મચર્ય ભગવાન જ સર્વ વ્રતોના પ્રાણ સ્વરૂપ છે. બ્રહ્મચર્ય ઉત્તમોત્તમ ધર્મ છે અને તે પ્રત્યેક અવસ્થામાં આચરણીય છે. આહત પરંપરામાં તથા પ્રત્યેક પરંપરાઓમાં પણ બ્રહ્મચર્યનો અસાધારણ મહિમા ગવાયો છે. જેઓ પૂર્ણ બ્રહ્મચર્ય પાળે છે. તેઓ વિશ્વવંદ્ય બને છે, તેમ જ શીલ થકી અનિષ્ટ પદાર્થો ઈષ્ટકારી બની જાય છે. આ લોકમાં અનેક સુખોના ભોક્તા થાય છે અને ભવાંતરે સ્વર્ગ-મોક્ષનાં સુખો પામે છે. | ‘શ્રી ઔપપાતિક સૂત્રમાં કહ્યું છે કે, મનવગરનું ફકત કાયાથી બ્રહ્મચર્ય પાળવાથી પણ જીવ દેવગતિમાં જાય છે. મહાનયોગી શ્રી ભર્તુહરિએ “નીતિશતક’માં શીલ અને સદાચારના અનેક દષ્ટાંતો આપી શીલનો મહિમા બતાવ્યો છે. કવિ ઋષભદાસે પણ ‘વ્રતવિચાર રાસ’માં શીલનો મહિમા અનેક ઉપમાઓ દ્વારા દર્શાવ્યો છે. તેમ જ શીલખંડિત થવાથી ઇંદ્ર, બ્રહ્મા, મહારાજાઓ, મહાન મુનિરાજો વગેરે દુઃખી થયા છે, તેનું આગમિક કથાનકના આધારે દષ્ટાંતો દ્વારા આલેખન કર્યું છે. તેમ જ શીલના મહિમા થકી ઉચ્ચગતિને પ્રાપ્ત કરી શક્યાં એવાં શીલવતી નર-નારીઓનાં દષ્ટાંતો આલેખી શીલવ્રતનો મહિમા ઢાલ – ૫૪ પંકિત નંબર ૭૮ થી ૮૩, ઢાલ – ૫૫ પંકિત નંબર ૮૮ થી ૦૬, ઢાલ – ૫૬ પંકિત નંબર ૨૯ થી ૩૮માં વિસ્તારપૂર્વક સમજાવે છે.
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy