________________
શ્રેણિક રાજા નરકમાં ગયા. રાણી કલાવતીના કાંડા કાપવામાં આવ્યાં. વળી મોટા મુનિવરને જે માસખામણ તપના ધણી હતા, છતાં કર્મ થકી ભુજંગનો અવતાર મળ્યો. કર્મ થકી અચૂકારી વેચાઈ તેમ જ તેનાં અંગો છેદાયાં.
રાણી મૃગાવતીને ગરુડ પંખી આકાશ માર્ગે લઈ ગયો તો વળી કર્મ થકી ચંદન બાળા બીજાનાં ઘરમાં દાસી તરીકે વેચાઈ. ચક્રવર્તી સુભૂમ રાજાને કર્મની ગતિથી સાતમી નરકમાં જવું પડ્યું. તેવી જ રીતે બ્રહ્મદત્ત ચક્રવર્તી રાજાએ આંખો ગુમાવીને કર્મ થકી અંધાપો મેળવ્યો. જ્યારે હંસી ઝવેરાત ગળી ગઈ ત્યારે વિક્રમરાજા દુ:ખ પામ્યા. વળી દ્રૌપદી જેવી સતીને પણ કર્મના સંજોગે પાંચ ભરથાર મળ્યા.
કર્મની ગતિ કેવી વિચિત્ર છે કે કબીરદત્તે બહેન સાથે લગ્ન કર્યા અને સગી માતા સાથે ભોગ ભોગવ્યા. કર્મના સંજોગે જ દશરથ રાજાને રામનો વિયોગ મળ્યો. આમ નર-નારી તેમ જ દેવો સહુ કોઈ કર્મ થકી જ સુખ દુઃખ ભોગવે છે. કર્મ સિવાય બીજો કોઈ વળી એની જગ્યાએ દેખાતો નથી. માટે જેણે બધાં જ કર્મો ખપાવી દીધાં છે, તે જગમાં મોટા દેવ છે. જે સ્ત્રીનો સંગ કરે છે એવા કુદેવની શું સેવા કરવી?
દૂહા || દેવ અસ્તુ પણી પરિહરો, ગુરૂ મુંકો ગુણહીણ / ત્રવધિ એ પણિ ઠંડીઇ, જિમ મુનીવર સિર વીણ //૪ // સઈવ શાસી બંભણા, ભટ પંડીતની જોક્ય /
સ્ત્રી ધનથી નહી વેગલા, એ જગિ મોટી ખોડ૨ //૫ // ઊગ્યા વિન અને વાવરઇ, અસત હોઇ તવ ખાય / પાંચઈ અંદ્રી મોકલાં, દિન આરંભિ જાય //૬ // લોહશલાનિં વલગતા, નવિ તરીઇ નીરધાર / જસ કરી લાંગાં તુંબડું તે પામ્યા ભવપાર //૭ //. મીથ્યા ધર્મ ન કિજીઈ મિથ્યા મતિ મમ રાખ્ય |
મીથ્યા ધર્મ કરતડાં, જીવ ભમઈ ભવ લાખ્ય //૮ // કડી નંબર ૪થી ૮માં કવિ કગુરુનો ત્યાગ કરીને સદ્ગુરુને અપનાવવાનું અને મિથ્યાધર્મને ત્યાગવાનું કહે છે.
આવા કુદેવપણાને છોડો, તેમ જ ગુણ વિનાનાં ગુરુને પણ મૂકો. જેમ મુનિવર વચન માથે ચડાવે છે તેમ મન, વચન અને કાયાથી ત્રણે પ્રકારે છોડવાં. જગતમાં શૈવ, સંન્યાસી, બ્રાહ્મણ, ભટ્ટ અને પંડિતોની જોડી ઘણી છે પરંતુ તેઓ સર્વે સ્ત્રીરૂપી ધનથી વેગળા નથી, એ જ મોટી ખોડ છે. સૂર્યોદય થયા વિના તેઓ ભોજન આરોગે છે અને સૂર્યાસ્ત થયા પછી પણ ખાય છે, પાંચે ઈન્દ્રિયોને મોકળી રાખે છે. આમ તેમનો દિવસ આરંભ-સમારંભમાં જાય છે. કવિ આગળ કહે છે કે, જેમ