________________
કડી નંબર ૯૪માં જૈન ધર્મી હોવા છતાં કર્મ ભોગવવા જ પડે છે તે વાત કવિ કરે છે.
કવિ કહે છે કે, કર્મ કોઈને મૂકતાં નથી. પછી ભલે તે રાજા હોય કે રંક. જૈન ધર્મમાં જે હતા, તે દ્વારા પણ એમ જ કહેવાયું છે.
ઢાલ ૨૦ || દેસી. પાંડવ પાચ પ્રગટ હવા. રાગ - વિરાડી // કરમિ કો નવી મુકીઓ, પેખો ઋષભ જિણંદો રે, વરસ દીવસ અને નવી કહ્યું, તે પઈહઈલો આ મૂરંદો રે //૯૫ // કરમિં કો નવી મુકઉ. – ચલી કરમિં યુગલ તે નારકી, મલ્લી ઓ સ્ત્રી વેદો રે / શ્રેણીક નર્ચે સધાવીઓ, કલાવતી કર છેદો રે //૯૬ // કરમિ. મુનીવર માસખમણ ધણી. કરસિં હ ભુજંગો રે / કરમવસિં વલી છેદીઆ, અછકારી અંગો રે //૯૭ // કરમિ. મૃગાવતી ગુડ પંખીઓ. હરી ગયો આકાસ્ય રે | ચંદનબાલ સાંથિ ઘરી, કરમિં પરારિ દાસ્યુ રે //૯૮ // કરમિ. ચક્રી સુભમ તે સંચયું, સતમ નરકમાં જાયો રે / બ્રહ્મદત નયણ તે નીગમ્યા, કરમિં અંધ સુ થાયો રે /૯૯ // કરમિ. વિકમ તવ દૂખ પામીઓ, હંસિ ગલું જવહારો રે / કર્મ વસિં વલિ દ્રપદી, પેખો પંચ ભરતારો રે //ર00 // કરમિં. કબીરદર્તિ રે ભગનિ વરી, કીધો માય સૂ ભોગો રે / કર્મ વસિં વલી જો હવો, દશરથ રામ વીયોગો રે //1 // કરમિ. કરમિં સૂખદૂખ ભોગવઇ, નર નારી સૂર સોયો રે / કર્મ વીનાં રે દૂજે વલી, જગ્યહ ન દીસઈ કોયો રે //ર // કરસિં સોય કર્મ જેણઈ એપવ્યા, તે જગી મોટો દેવો રે |
સ્ત્રી સંયોગીએ જેહવા, સ્યુ કીજઈ તસ સેવો રે / ૩ // કરમિં. ઢાલ - ૨૦ કડી નંબર ૯૫થી ૩માં કવિએ કર્મની અદમ્ય તાકાતનું ખ્યાન જૈન આગમ ગ્રંથોના દષ્ટાંત દ્વારા સમજાવ્યું છે. છેલ્લે નિષ્કર્ષરૂપે કુદેવનો ત્યાગ કરવો એમ કહે છે.
કવિ કર્મની અદમ્ય તાકાતનું વર્ણન કરતાં કહે છે કે, કર્મ કોઈને મૂકતા નથી, ઋષભ ભગવંતને જુઓ કે જેમને એક વર્ષ સુધી અન્ન મળ્યું ન હતું. કે જેઓ પહેલાં મહાન મુનિ હતા. કર્મના ફળે યુગલિયાં નારકીમાં ગયા, મલ્લીનાથ ભગવાન સ્ત્રી વેદે ઉત્પન્ન થયા. તો કર્મ થકી