________________
સચિત પરિમાણ વગેરે ચૌદ નિયમ
ભોગોપભોગ પરિમાણ વ્રતમાં જે પદાર્થોની આવશ્યકતાનુસાર ઉપભોગ કરવાની છૂટ રાખી છે તેમાં પણ પ્રતિદિન, પ્રતિરાતની આવશ્યકતાનુસારથી વધારેનો સવારથી સાંજ સુધી અથવા સાંજથી સવાર સુધી ત્યાગ અથવા સંક્ષેપ કરવાના નિયમને સચિત્તનિયમ કહે છે. જૈનાગમોમાં આવા ચૌદ નિયમો બતાવ્યાં છે. અમુક ધારણા પ્રમાણે જેમ કે ‘શ્રી રત્નકરંડશ્રાવકાચાર' આદિ ગ્રંથોમાં સાતમા વ્રતની અંતર્ગત ચૌદ નિયમો દર્શાવ્યા છે. તેવી જ રીતે ‘શ્રી આવશ્યકસૂત્ર’ તેમ જ ‘શ્રી ઉપાસક દશાંગ સૂત્ર' વગેરેમાં દશમા વ્રતની અંતર્ગત આ ચૌદ નિયમ દર્શાવ્યા છે. જે નીચે પ્રમાણે છે, सचित दव्व विगई, वाणह तंबोल वत्थ कुसुमेसु । वाहणसयण विलेवण बंभ दिसि ण्हाण भत्तेसु ॥
અર્થાત્ : સચિત્ત, દ્રવ્ય, વિગઈ, પગરખા, તાંબૂલ, વસ્ત્ર, સૂંઘવાના પદાર્થ (ફળ ફૂલ વગેરે). વાહન, શયન, વિલેપન, બ્રહ્મચર્ય, દિશિ, સ્નાન અને ભક્ત (જમણ) આ ચૌદ નિયમ છે. આ નિયમોને ધારણ કરવાથી શ્રાવક અનાવશ્યક આરંભ અને નિરર્થક કર્મબંધનથી બચે છે. ભોજન સંબંધી પાંચ અતિચાર
‘શ્રી ઉપાશકદશાંગ સૂત્ર’, ‘શ્રી આવશ્યક સૂત્ર’ આદિમાં નીચે પ્રમાણે ભોજન સંબંધી પાંચ અતિચાર દર્શાવ્યા છે. જેમ કે,
(૧) સચિત્ત આહાર – સચિત્ત એટલે જીવ સહિતના પદાર્થો સજીવ છે. કાચા શાકભાજી, અસંસ્કારિત
અન્ન, પાણી વગેરે સચિત્ત પદાર્થો છે. તેનો આહાર તે સચિત્ત આહાર છે. શ્રાવક અમુક સચિત્ત દ્રવ્યની મર્યાદા કરે છે. જેની તેણે મર્યાદા કરી છે તેનું અસાવધાનીથી ઉલ્લંઘન થઈ જાય તો ‘સચિત્ત આહાર' અતિચાર લાગે.
(૨) સચિત્ત પ્રતિબદ્ધ આહાર સચિત્ત વસ્તુ સાથે લાગેલી અચિત્ત વસ્તુને ખાવી તે સચિત્ત પ્રતિબદ્ધ આહાર છે. દા.ત. વૃક્ષ સાથે લાગેલો ગુંદ, જે વ્યક્તિએ સચિત્ત વસ્તુઓની મર્યાદા
કરી હોય અને જો તે સચિત્ત પ્રતિબદ્ધનું સેવન કરે તો તેની મર્યાદાનું ઉલ્લંઘન થાય.
(૩) અપક્વ ઔષધિ ભક્ષણ પૂરી નહિ પકાવેલી અર્થાત્ પૂર્ણ રૂપે અચિત્ત થઈ નથી તેવી વનસ્પતિ, ફળ, ધાન્ય વગેરેનો આહાર કરવો જેમ કે તરતના વધારેલા ખારિયા, કાચા સંભારા ખાવા વગેરે.
-
(૪) દુષ્પ ઔષધિ ભક્ષણ – અડધું પાકું, અડધું કાચું અથવા અયોગ્ય રીતથી, અતિ હિંસાથી પકાવેલા પદાર્થોનું સેવન કરવું. જેમ કે ડૂંડા સહિત પકવીને તૈયાર કરેલો ઘઉંનો પોંક વગેરે ખાવા. (૫) તુચ્છ ઔષધિ ભક્ષણ જે ફળ, ફૂલ ઔષધિમાં ખાવા યોગ્ય ભાગ ઓછો હોય, ફેંકવા યોગ્ય
=
-
-
ભાગ વધારે હોય છે. જેમ કે શેરડી, સીતાફળ વગેરેનું સેવન કરવું તે અથવા બીડી, સિગારેટ, તમાકુ, ભાંગ વગેરે તુચ્છ વસ્તુઓનો ઉપયોગ કરવો ‘તુચ્છ ઔષધિ ભક્ષણ' કહેવાય છે. ‘શ્રીતત્ત્વાર્થ સૂત્ર’, ‘યોગશાસ્ત્ર’ આદિ ગ્રંથોમાં આ અતિચારોના ક્રમમાં ભિન્નતા બતાવી છે, પરંતુ ભાવની દૃષ્ટિએ સમાનતા છે.