________________
આ છવ્વીસ વસ્તુમાં કેટલીક ભોગની અને કેટલીક ઉપભોગની વસ્તુ છે. તેમાં સર્વ વસ્તુઓનો સમાવેશ થઈ જાય છે. શ્રાવકનું કર્તવ્ય છે કે જે અધિક પાપકારી વસ્તુ હોય તેનો ત્યાગ કરે અને જેના વગર ચાલે તેમ ન હોય તેનું પરિમાણ કરી બાકીના પચ્ચક્ખાણ કરે.
ભોજન સંબંધી વિવેક
શ્રાવકોએ નિરવધ-અહિંસક અચેત પદાર્થોનો ભોજનમાં ઉપયોગ કરવો જોઈએ. અનંતકાયિક વનસ્પતિ, બહુ બીજક પદાર્થો, મદ્ય, માંસ આદિનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. તેમ જ રાત્રિભોજન પણ મહાહિંસાનું કારણ હોવાથી શ્રાવકોને રાત્રિભોજનનો ત્યાગ પણ આવશ્યક છે.
ભોગોપભોગ પરિમાણ વ્રતધારી શ્રાવક બાવીશ અભક્ષ્યનો ત્યાગ કરે છે. જેમ કે,
चतुर्विकृत्यो निन्दया, उदुम्बरकपञ्चकम् ।
हिमं विषं च करका, मृज्जांती रात्रिभोजनम्ः ।। ३२ ।। बहुबीजाऽज्ञातफले, सन्धानाऽनन्तकायिके ।
वृन्ताकं चलितरसं, तुच्छं पुष्पफलादि च ।। ३३ ।। आम गोरससम्पृक्तं, द्विदल चेति वर्ज्जयेत । દ્વાવિંશતિમમફ્યાળિ, જૈનધધિવાસિત: || ૩૪||
અર્થાત્ : જૈનધર્મથી ભાવિતાત્મા, ચાર મહાવિગઈઓ, ઉદુમ્બરાદિ પાંચ પ્રકારનાં ફળો, હિમ-બરફ, વિષ, કરા, દરેક જાતિની માટી, રાત્રિભોજન, બહુબીજ, અજાણ્યાફળ, બોળ અથાણું, બત્રીસ અનંતકાય વેંગણ, ચલિતરસ, તુચ્છ ફૂલફળાદિ તથા કાચા દૂધ, દહીં, છાસ વગેરેની સાથે ભળેલું કઠોળ (દ્વિદળ). એ બાવીશ અભક્ષ્ય વસ્તુઓનો ત્યાગ કરે.૬
અનંતકાય
વનસ્પતિકાયના બે પ્રકાર છે. સાધારણ શરીરી અને પ્રત્યેક શરીરી વનસ્પતિ. પ્રત્યેક શરીરી વનસ્પતિમાં એક શરીરી એંક જીવ હોય જ્યારે સાધારણ શરીરી વનસ્પતિમાં એક શરીરી અનંતાજીવો રહેલા હોય છે. આમ જેના એક શરીરમાં અનંત જીવ હોય, જેની નસો, સાંધા, ગાંઠ, તંતુ વગેરે ન દેખાય. કાપવાથી સરખા ભાગ થાય, કાપીને વાવવાથી ફરીથી ઊગે, તેને અનંતકાય કહેવાય. અનંતકાયને નરકનો ચોથો દ્વાર કહ્યો છે.
(
‘શ્રી પ્રજ્ઞાપના સૂત્ર’ આદિ જૈન ગ્રંથો અનુસાર મુખ્ય ત્રીસ અનંતકાય નીચે પ્રમાણે છે :૧) સૂરણ, ૨) વજ્રકંદ, ૩) આદું, ૪) લીલી હળદર ૫) કચુરા, ૬) શતાવરી, ૭) બિરાલી, ૮) કુવાર, ૯) થોર, ૧૦) ગુલબેલ, ૧૧) લસણ, ૧૨) વંશકારેલા, ૧૩) ગાજર, ૧૪) લુણીની ભાજી, ૧૫) પદ્મીકંદ, ૧૬) ગરમર, ૧૭) કિસલય, ૧૮) ખરસુઆ, ૧૯) થેગ, ૨૦) મોથ, ૨૧) લોણવૃક્ષની છાલ, ૨૨) ખિલોડા કંદ, ૨૭) અમૃતવેલ, ૨૪) મૂળા, ૨૫) મશરૂમ, ૨૬) ધાન્યના અંકુર, ૨૭) બથુવાની ભાજી, ૨૮) સૂકરકંદ, ૨૯) પલંકની ભાજી, ૩૦) કોમળ આમલી, ૩૧) આલૂ (શક્કરિયા, રતાળુ) અને ૩૨) પિંડાલુ વગેરે. અનંતકાયનું ભક્ષણ કરવાથી બુદ્ધિ વિકારી, તામસી અને જડ બને છે. ધર્મ વિરુદ્ધ વિચાર આવે છે.