________________
ભિન્ન ભિન્ન આગમ ગ્રંથો તેમ જ વિભિન્ન કોશ અનુસાર વ્રતની પરિભાષા
(૧) ભગવદ્ ગોમંડલ અનુસાર ૧) અમુક ન કરવાનો ધાર્મિક નિશ્ચય, પણ, ૨) (ન.) નિયમપૂર્વક આચરવાનું પુણ્ય કર્મ. સારી રીતે કરેલા સંકલ્પથી ઉત્પન્ન થયેલી અનુષ્ઠાન કરવા યોગ્ય અમુક ક્રિયાનું રૂપ, ૩) સંસ્કૃત-વૃ (ધાતુ) ઢાકવું. (ન. જૈન) પાપની ક્રિયાને રોકે તે નિયમ, પાપના ક્ષય અથવા ફળ પ્રાપ્તિ માટે ઉપોષણાદિક નિયમ પાળવા તે, પાપ રોકવાનો નિશ્ચય, ૪) જે નિયમ શ્રદ્ધા અને સમજપૂર્વક સ્વીકારવામાં આવે તે વ્રત કહેવાય.
(૨) જૈન લક્ષણાવલી અનુસાર ૧) હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહ એનાથી વિરતિ હોવાનું નામ ‘વ્રત’ છે, ૨) યોગ્ય વિષયથી જે અભિપ્રાયપૂર્વક નિવૃત્તિ થાય છે, એને વ્રત કહે છે, ૩) આ જ કરવા યોગ્ય અને આ જ પ્રકારથી કરવા યોગ્ય છે, આવા પ્રકારની જે અન્યથી બુદ્ધિપૂર્વક નિવૃત્ત થાય છે, તેને વ્રત કહે છે.
(૩) અભિધાન રાજેન્દ્રકોશ અનુસાર ‘વ્રત’ એટલે અનૈતિક આચારથી વિરતિ અથવા હિંસાદિ પાંચ આશ્રવોથી વિરતિ જ ‘વ્રત’ છે.
(૪) શ્રીમદ્ ચામુંડરાય દેવ વિરચિત ‘ચારિત્ર સાર' (પૃ. ૮) અનુસાર ‘અભિસંષિતો નિયમો વ્રતમિત્તુતે’। અર્થાત્ : અભિપ્રાયપૂર્વક નિયમ કરવામાં આવે છે તેને વ્રત કહે છે.
(૫) શ્રીમદ્ સોમદેવસૂરિ વિરચિત ‘યશસ્તિલક ચમ્પૂ મહાકાવ્ય’ ૭/૪૭ (ઉપાસકાધ્યયન) અનુસાર संकल्पपूर्वकः सेव्ये नियमो व्रतमुच्यते ।
प्रवृत्ति विनिवृत्ति व सद सत्कर्म संभवे । । ४७ ।।
અર્થાત્ : સેવનીય વસ્તુનો સંકલ્પપૂર્વક ત્યાગ કરવો વ્રત છે અથવા સારાં કાર્યોમાં પ્રવૃત્તિ અને બુરા કામોમાં નિવૃત્તિને વ્રત કહે છે.
(૬) શ્રીમદ્ નેમિચન્દ્ર સિધ્ધાન્તદેવ વિરચિત ‘બૃહદ્ દ્રવ્ય સંગ્રહ’/૩૫ અનુસાર
निश्चयेन विशुद्धज्ञान दर्शन स्वभाव निजात्मतत्त्व भावनोत्पन्न सुखसुधास्वाद बलेन समस्त शुभाशुभ रागादि विकल्प निवृत्तिर्व्रतम् । व्यवहारेणं तत्साधकं हिंसानृतस्तेयाब्रह्मपरिग्रहात्त्य यावज्जीव निवृत्ति लक्षणं पज्जविधं व्रतम् ||३५|| અર્થાત્ : નિશ્ચયથી વિશુદ્ધ જ્ઞાન-દર્શન સ્વભાવી નિજાત્મ તત્ત્વની ભાવનાથી ઉત્પન્ન થતી સુખ રૂપી સુધાના આસ્વાદના બળથી સમસ્ત શુભાશુભ રાગાદિ વિકલ્પોની નિવૃત્તિ તે વ્રત છે. વ્યવહારથી તે નિશ્ચય વ્રતને સાધનાર નિમિત્તે હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહના જિંદગીભર ત્યાગ લક્ષણરૂપ પાંચ પ્રકારનાં વ્રત છે.
(૭) આચાર્ય ઉમાસ્વાતિ વિરચિત ‘તત્ત્વાર્થ સૂત્ર'માં વ્રતની પારિભાષિક વ્યાખ્યા આપતાં કહ્યું
છે કે,
हिंसानृतस्तेयाब्रह्मपरिग्रहेभ्यो विरति व्रतम् ॥७/१॥
અર્થાત્ : હિંસા, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહથી વિરતિ જ વ્રત છે.
(૮) ‘તત્ત્વાર્થ’ ભાષ્યકારે (૭/૧) અકરણ, નિવૃત્તિ, ઉપરમ, વિરતિને વ્રતના પર્યાયવાચી માન્યા છે.
= ૧૩૦૦
=