________________
(ક) વ્રતનું સ્વરૂપ અને પરિભાષા વ્રત શબ્દની વ્યુત્પત્તિ
જૈન આચાર મીમાંસામાં સાધ્વી પિયુષપ્રભા દર્શાવે છે કે, નિશ્ચય નય પ્રમાણે પોતાના આત્માથી પોતાના આત્મામાં પ્રવૃત્તિ કરવી તે જ “વ્રત' છે. પરંતુ વ્યવહાર નયના આધાર પર 'વ્રત' શબ્દની વ્યુત્પત્તિલભ્ય અને પ્રવૃત્તિલભ્ય પરિભાષા આ પ્રમાણે છે.
“વ્રત’ શબ્દ ચાર ધાતુઓથી નિષ્પન્ન થાય છે. ૧. વૃન્ - વરણે, ૨. વૃડ - સંભક્ત, ૩. વૃત - વર્તન અને ૪. વ્રજ - ગતૌ.
પ્રથમ બે ધાતુઓથી અતચું પ્રત્યય, વૃ, ધાતુથી અચ અને વ્રજ ધાતુથી ઘ પ્રત્યય અને જ નો ત કરવાથી વ્રત’ શબ્દ બને છે.
વિવિધ ધાતુઓના આધાર પર વ્રત’ શબ્દના નીચે પ્રમાણે અર્થ થાય છે જેમ કે : (૧) શિરે તિ વત: એટલે જેને પસંદ કરવામાં આવે છે, તે ‘વ્રત’ છે. તાત્પર્યની ભાષામાં
સ્વેચ્છાએ મર્યાદાનો સ્વીકાર કરવો તે વ્રત' છે. (૨) વૃત્ત તિ વા વ્રતઃ અર્થાત્ સેવા કરવી, પરિચર્યા કરવી ‘વ્રત' છે. બીજા શબ્દોમાં જે
આત્માનું સમ્યક પોષણ કરે તેનું નામ 'વ્રત' છે. (૩) વર્તત કૃતિ વા વ્રત: અર્થાત્ જેનો વ્યવહાર કરવામાં આવે છે, આચરણ કરવામાં આવે છે તે
'વ્રત' કહેવાય.
નતિ તિ વા વ્રત: અર્થાત્ જે આત્માને મોક્ષ પ્રાપ્તિ કરાવે તેનું નામ ‘વ્રત છે. ભિન્ન ભિન્ન કોશગત વ્રતના પર્યાયવાચી શબ્દો:આચાર્ય “યાસ્કે પોતાના શબ્દકોશ નિરુક્તમાં વ્રતની પરિભાષા આપતાં લખ્યું છે કે, “áતમિતિ
” નામ’ ‘વ્રત' શબ્દ કર્મનો પર્યાયવાચી છે. અહીં કર્મ શબ્દ નિવૃત્ત થવુંના અર્થમાં છે, કારણ કે વ્રત અસદાચરણના પરિવારને આજ્ઞાપિત કરે છે. અહીં વ્રતનો એક અર્થ નિયમગ્રહણ પણ કર્યો છે.૧
અમરકોશ અનુસાર “નિયમો વ્રતમ્' અર્થાત્ વ્રત અને નિયમને એકાWક માનવામાં આવ્યા છે. (૩) મેદિનીકોશ અનુસાર “નિયમો યંત્રનાં પ્રતિજ્ઞા નિશ્ચયે વ્રતમ્' અર્થાત્ નિયમ, પ્રતિજ્ઞા,
નિશ્ચય વગેરે વ્રતના પર્યાયવાચી શબ્દ છે. (૪) આપ્ટે સંસ્કૃત-હિન્દીકોશ અનુસાર વ્રતનો અર્થ ભક્ત અથવા સાધનાના ધાર્મિક કૃત્ય,
પ્રતિજ્ઞાનું પાલન, પ્રતિજ્ઞા, સંકલ્પ વગેરે છે. હિન્દી શબ્દ સાગરમાં ‘વ્રત’ શબ્દના અનેક અર્થ મળે છે, જે ઉપર્યુક્ત બધા અર્થોને સમેટી લે છે. જેમ કે : ધાર્મિક અનુષ્ઠાન, ધાર્મિક નિયમ, સંયમ વગેરે જીવનચર્યા, આચરણ, નિયમ અને કર્મ વગેરે છે. આમ કોશગત ભિન્ન ભિન્ન પર્યાયવાચી શબ્દ અનુસાર સંક્ષેપમાં વ્રત એવી પ્રતિજ્ઞા અથવા નિયમનું નામ છે જેનો સંબંધ ધાર્મિક કૃત્યો અને સંયમ સાથે હોય.
(
(૫)