________________
(૯) પંડિત પ્રવર શ્રી આશાધરજી વિરચિત “સાગાર ધર્મામૃત'-૨/૮૦ અનુસાર
संकल्पपूर्वक: सेव्ये नियमोऽशुभकर्मण: निवृत्तिवां व्रतं स्याद्ध । प्रवृत्ति: शुभकर्मणि । અર્થાત્ : અશુભ કર્મથી નિવૃત્તિ અથવા શુભમાં પ્રવૃત્તિ માટે સંકલ્પપૂર્વક લેવાવાળા નિયમને વ્રત કહ્યું છે. તેમ જ અનગારધર્મામૃત અનુસાર ૪/૧૯ – પૂર્વભાગ.
हिंसाऽनृतचुराऽब्रह्मग्रन्थेभ्यो विरति व्रतम्। અર્થાત્ : હિંસા, અમૃત, ચોરી, અબ્રહ્મ તથા ગ્રંથિથી વિરમવું તે વ્રત છે. (૧૦) આચાર્ય સમન્તભદ્ર વિરચિત “રત્નકરણ્ડ શ્રાવકાચાર’ – ૩/૪૦ અનુસાર
अभिसंधिकृता विरति विषयाद्योग्याद् व्रतं भवति। અર્થાત્ : વિષયાદિ યોગથી પાછા ફરવું તે વ્રત બને છે. (૧૧) કવિ રાજમલ્લ વિરચિત ‘લાટીસંહિતા ૨/અનુસાર
सर्व सावद्ययोगस्य निवृत्तिव्रतमुच्यते। यो मृषादि परित्यागः सोऽस्तु तस्यैव विस्तरः।
અર્થાત્ : સર્વ સાવદ્યયોગની નિવૃત્તિને વ્રત કહે છે. મૃષા આદિનો પરિત્યાગ તે તેનો
વિસ્તાર છે. (૧૨) આચાર્ય શ્રી શુભચન્દ્ર વિરચિત “જ્ઞાનાર્ણવ' (પૃ. ૧૧૦) અનુસાર
___हिंसायामनृते स्तेये मैथुने च परिग्रहे विरतिव्रतमित्युवतं सर्वसत्त्वानुकम्पकैः।
અર્થાત્ : હિંસા, અમૃત, ચોરી, મૈથુન અને પરિગ્રહ આ પાપોમાં વિરતિ કરવી, ત્યાગભાવ
થવો જ વ્રત છે. સમસ્ત જીવો પર અનુકંપા રાખવાવાળા મુનિઓએ એવું કહ્યું છે. (૧૩) આચાર્ય અકલંક વિરચિત “તત્વાર્થ રાજવાર્તિક' ૧/૫૩૧ અનુસાર
व्रतमभिसंधिकृतो नियम: इदम् कर्तव्यमिदम न कर्तव्यमिति वा। અર્થાત્ : અભિસંધિકૃત નિયમ જ વ્રત છે. અર્થાત્ આ કરવું જોઈએ, આ ન કરવું જોઈએ. આ
પ્રકારનો માનસિક નિર્ણય થાય તે જ વ્રત છે. (૧૪) ભગવતી આચાર વિજયો/૧૧૮૫ અનુસાર
व्रत नाम यावज्जीवं न हिनस्मि, नानृतं वदामि, नादत्तमाददे,
न मैथुनकर्म करोमि न परिग्रहमाददे ऽप्येवभूतं आत्मपरिणामः। અર્થાત્ : જીવનપર્યત હિંસા કરવી નહિ, જૂઠું બોલવું નહિ, અદત્ત લેવું નહિ, મૈથુન કર્મ કરવું
નહિ, પરિગ્રહ કરવો નહિ, તેવાં આત્મ પરિણામનું નામ વ્રત છે. (૧૫) આચાર્ય મહાપ્રજ્ઞ રચિત “અણુવ્રતની દાર્શનિક પૃષ્ઠભૂમિ અનુસાર ચારિત્રના વિકાસ માટે
કરવાવાળા સંકલ્પનું નામ “વ્રત’ છે. ‘વ્રત’ હૃદયની પૂર્ણ સ્વતંત્રતા અને પવિત્રતાનું પ્રતીક છે. 'વ્રત' આત્માનો ધર્મ છે. તેમ જ જૈનદર્શન મનન અને મીમાંસા' (પૃ. ૯૦)માં લખ્યું છે
કે, 'વ્રત' એટલે પાપ પ્રવૃત્તિથી વિરામ પામવું, “વ્રત' એટલે સંયમ અને સંવર. (૧૬) “પરમાત્મપ્રકાશ ટીકા’ ૨/૧૨/૧૭૩/૫. અનુસાર
व्रतं कोऽर्थः । सर्वनिवृत्ति परिणामः। અર્થાત્ : સર્વ નિવૃત્તિના પરિણામને વ્રત કહે છે.