________________
(૧૭) વૈદિક સાહિત્યમાં વ્રતની પરિભાષા કરતા યજુર્વેદ ૧૩/૩૩માં લખ્યું છે કે, “ગન્ન છે
વ્રતમ્' અર્થાત્ : વ્રત અન્ન છે, કારણ કે તે શરીરને પુષ્ટ બનાવે છે. (૧૮) “શાંડિલ્યોપનિષદ્ ૨/૧ અનુસાર વેદોક્ત વિધિ-નિષેધ અનુસાર અનુષ્ઠાન કરવું, તેને ‘વત’
નામ આપ્યું છે. (૧૯) ‘પદ્મપુરાણ” ૧૧/૩૮ અનુસાર
हिंसाया अनुतात् स्तेयाद् दारसंगात् परिग्रहात् विरते
__ वर्तमुदिष्टम् भावनाभि: समन्वितम्। અર્થાત્ : હિંસાથી પાછા ફરવું, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહથી વિરતિ ને તેવા ભાવો સાથે હોય તેને વ્રત કહે છે.
નિષ્કર્ષની ભાષામાં અસત્ પ્રવૃત્તિથી નિવૃત્ત થવું અને સત્ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવાનો સંકલ્પપૂર્વક નિયમ ગ્રહણ કરવાનું નામ 'વ્રત' છે. જેટલી પણ અસત્ પ્રવૃત્તિઓ છે, જેમ કે હિંસા, અસત્ય, વગેરે પાંચ વર્ગોમાં વર્ગીકૃત છે તેનાથી વિરતિ એ જ વ્રત છે. જ્ઞાનીઓએ સાચું જ કહ્યું છે કે, “વૃત્તિ બદલે તે વ્રત’ વૃત્તિઓ પર કાબુ રાખવો તે વ્રત.
(ખ) વ્રતના ભેદ-પ્રભેદ ભારતીય સંસ્કૃતિ ઉદાત્ત અને ઉદાર સંસ્કૃતિના રૂપમાં ચિરકાળથી પ્રખ્યાત રહી છે. આ જ કારણ છે કે, ત્યાં વૈચારિક સ્વતંત્રતાને પૂરેપૂરું મહત્ત્વ આપવામાં આવ્યું છે.
જૈન અને બૌદ્ધ પરંપરા પ્રારંભથી જ આ વિચાર સ્વાતંત્ર્યને સાથે લઈને ચાલી છે. વ્રતોનું વિધાન કરતી વખતે પણ આ દષ્ટિ સાથે રહી છે. આ કારણે જ ગૃહસ્થ અને મુનિ બને માટે અલગ અલગ વ્રતોની વ્યવસ્થા કરી છે. જેનો આધાર વ્રત પાલનની યોગ્યતા અથવા પૂર્ણતા ઉપર રહેલો છે. | ‘તત્ત્વાર્થ સૂત્ર’ ૭/રમાં ઉમા સ્વાતિએ બતાવ્યું છે કે “દેરાસર્વતોભુમતી' રા અર્થાત્ દેશ ત્યાગરૂપ અણુવ્રત અને સર્વ ત્યાગરૂપ મહાવ્રત. આવા બે પ્રકારે વ્રત છે. વ્રત પાલનની ક્ષમતા અથવા સામર્થ્યને કારણે તે મહાવ્રત અથવા અણુવ્રત બને છે. સાધક જ્યારે સંપૂર્ણ સામર્થ્ય સાથે વ્રત પાલનમાં પૂર્ણરૂપે ઉદ્યત થાય છે, ત્યારે તે વ્રત મહાવ્રત બને છે અને જે સામર્થ્યની શક્તિની અને પરિણામોની મંદતાના કારણે મર્યાદા અને આગારો, છૂટછાટ સહિત વ્રત પાલન કરે ત્યારે તે વ્રત અણુવ્રતનું નામ ધારણ કરે છે.
બૌદ્ધ પરંપરામાં ગૃહસ્થ માટે પંચશીલનું વિધાન કર્યું છે. તે ગૃહસ્થ માત્ર માટે આચરણીય બતાવ્યું છે. એટલા માટે એને ગૃહસ્થશીલ પણ કહે છે. સામાન્ય માનવી માટે નિત્ય આચરણીય હોવાથી તેને નિત્યશીલ પણ કહે છે. તેમ જ ભિક્ષુઓ માટે દશ શીલની પરંપરા બતાવી છે.
ભગવાન મહાવીરે પણ બે પ્રકારના ધર્મની પ્રરૂપણા કરી છે, “શ્રી ઔપપાતિક સૂત્ર'માં બતાવ્યું છે કે “નહીં કારખં, ૩MIRધનં ' તે આગાર ધર્મ અને અણગાર ધર્મ છે. અર્થાત્ ગૃહસ્થધર્મ અને મુનિધર્મ.