________________
(ખ) કવિ ઋષભદાસનું કવન કાવ્યનું પ્રયોજન
કાવ્યનું પ્રયોજન શું છે? અને કવિ ક્યા પ્રયોજન માટે કાવ્ય રચના કરે છે તે સંબંધી વિદ્વાનોમાં ખૂબ જ મતભેદ છે.
કેટલાક આચાર્યોએ માત્ર આનંદને જ કાવ્ય પ્રયોજન ગણાવે છે. તો કેટલાક વિદ્વાનોએ કાવ્યમાં લોકકલ્યાણની ભાવનાને પ્રયોજન તરીકે સ્વીકારેલ છે. કાવ્યશાસ્ત્રી વિશ્વનાથ, મમ્મટ, વામન વગેરે વિવિધ આચાર્યોએ કાવ્યનાં વિભિન્ન પ્રયોજન બતાવ્યાં છે.
સાહિત્ય દર્પણકાર “આચાર્ય વિશ્વનાથ' ધર્મ, અર્થ, કામ અને મોક્ષ કલાઓમાં કુશલતા, કીર્તિ અને પ્રસન્નતાની પ્રાપ્તિને કાવ્યનાં પ્રયોજન તરીકે ગણાવે છે.
આચાર્ય વામન આનંદ અને યશ પ્રાપ્તિને કાવ્યનાં પ્રયોજન તરીકે સ્વીકારે છે. ‘આચાર્ય મમ્મટ' પોતાના ‘કાવ્ય પ્રકાશ'માં કાવ્ય પ્રયોજન આ પ્રમાણે બતાવે છે,
કાવ્યં યથસેથકૃતે વ્યવહારવિદે સિવેતરક્ષતયે /
સ: પરિનિવૃતયે કાન્તાસંમતિતયોપદેશકુંજે // અર્થાત્ : કાવ્ય યશ માટે, ધન કાજે, વ્યવહાર જાણવા માટે, અનિષ્ટના નિવારણ માટે, શાંતિજન્ય આનંદ અને પ્રિયા જેવા મૃદુલ ઉપદેશ માટે હોય છે.
કવિ ઋષભદાસ પણ પોતાની કૃતિ 'કુમારપાલ રાસ' માં કવિતાની (કાવ્યની) વ્યાખ્યા આપતાં કહે છે કે, “જીમ કવિતા અણચિત્યુ કઈ પાઠાંતર – ‘જીમ કવિતા મનિ ચિંતવ્યું કવિ'. કવિતા એટલે કવયિતા (કવિ). અણચિંતવ્ય કહે, કલ્પના પણ ન હોય તેવા સુંદર વિચારો રજૂ કરે અથવા મનમાં કલ્પનાથી ઊઠતા વિચારો રજૂ કરે તે કવયિતા-કવિ. વળી તે જ રાસની કડી ૭૪મા કહ્યું છે કે,
કવિતા પંડિત જગિ ઘણા, બુઝવે નારિ બાલ,
પ્રાહિ પંડિત તે નહિ, સમઝાવઈ ભૂપાલ. અર્થાત્ : રાજાને રાજી કરવા કવિતા રચે તે કવિ ન કહેવાય પરંતુ સામાન્ય નર, નારી, બાળકોને પણ સમજાય અને આનંદ આપે તે સાચો કવિ કહેવાય. (કવિતા કહેવાય)
કવિ ઋષભદાસ કૃતિઓ લખવા પાછળનો ઉદ્દેશ્ય બતાવતાં કુમારપાલ રાસ’માં કહે છે કે,
| ‘પર ઉપકાર નિજ સુખની કામ, કીયો રાસ પંડિત સીર નામ'.
તેવી જ રીતે “હીરવિજયસૂરિ રાસ'માં દર્શાવે છે કે, “પુણ્ય માટે લખી નિ સાધુનિ દીધા'. અર્થાત્ તેમણે પોતાની કૃતિઓ સ્વ પર ઉપકાર અને સામાન્ય માનવી સમજી શકે તે માટે રચી છે. તેમ જ પુણ્યના કામ માટે લખીને સાધુ ભગવંતોને આપી છે. આમ તેમની સર્જન સૃષ્ટિમાં પણ લોકકલ્યાણ ભાવનાનો ધ્વનિ મુખરિત થયો છે.
મોટે ભાગે જૈન કવિઓએ કરેલી રચનાઓનો મુખ્ય હેતુ આત્મા પરમાત્મા પદની પ્રાપ્તિ કરે અને શાશ્વત સુખનો આનંદ પ્રાપ્ત કરે તે જ હોય છે. તે કવિ ઋષભદાસની કૃતિઓ
કવિવર ઋષભદાસની કૃતિઓ ઘણી હોવી જોઈએ. એવું તેમની ઉપલબ્ધ કૃતિઓ તથા