________________
બળજબરીથી કોઈને લૂંટી લેવા, ખિસ્સા કાપવા અને ૫) અન્યની માલિકીની કીમતી વસ્તુ પડેલી જોઈને ચોરીની ભાવનાથી લઈ લેવી. આ પાંચ પ્રકારની ચોરીનો શ્રાવક ત્યાગ કરે છે.
ઉક્ત પાંચ પ્રકારની ચોરી કરનાર રાજથી દંડાય છે, લોકોમાં નિંદાય છે, મરીને દુર્ગતિમાં જાય છે અને અનેક દુઃખ પામે છે. એવું જાણી શ્રાવકે આવી ચોરીથી બચવું.
અવશેષ અદત્ત ચોરી : ચોરીના ભાવ વિના પરિચિત અથવા અપરિચિત વ્યક્તિની અલ્પ મૂલ્યવાળી વસ્તુ તેને પૂછ્યા વિના લેવી-દેવી અથવા ઉપયોગમાં લેવી. આવી સૂક્ષ્મતમ વ્યવહાર કે વેપારની પ્રવૃત્તિઓનો સમાવેશ પાંચ મોટી ચોરીમાં થતો નથી. શ્રાવકોએ તેનો પણ વિવેકપૂર્વક ત્યાગ કરવાનું લક્ષ્ય રાખવું જોઈએ.
સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રતના અતિચાર
‘શ્રી ઉપાશકદશાંગ સૂત્ર’, ‘શ્રી આવશ્યક સૂત્ર’, ‘નિગ્રંથ પ્રવચન' આદિમાં ત્રીજા વ્રતના પાંચ અતિચાર નીચે પ્રમાણે દર્શાવ્યા છે.
(૧) તેનાહડે (સ્તનાહત) – સ્પેનનો અર્થ ચોર થાય છે. આહ્વતનો અર્થ લાવેલી અર્થાત્ ચોર દ્વારા
-
ચોરીને લાવેલી વસ્તુ. ચોરાઉ વસ્તુ લેવી, ખરીદવી અને રાખવી. ચોર બજારનો માલ લેવો. (૨) તસ્કર પ્રયોગ - પોતાના વ્યાપારનાં કાર્યોમાં ચોરનો ઉપયોગ કરવો. અર્થાત્ ચોરને મદદ કરવી. ‘શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર' ૧/૩માં અઢાર પ્રકારના ચોરો તથા ચોરીના પ્રકારોનો ઉલ્લેખ છે.
(૩) વિરુદ્ધ રાજ્યાતિક્રમ – રાજકીય નિયમોનું ઉલ્લંઘન કરવું, રાજકીય આદેશોથી વિપરીત વસ્તુઓનું આયાત-નિર્યાત કરવું અર્થાત્ દાણચોરી કરવી. વિરોધવશ પોતાના દેશથી અન્ય દેશના શાસક દ્વારા પ્રવેશ-નિષેધની નિર્ધારિત સીમાનું ઉલ્લંઘન કરવું, બીજાં રાજ્યોમાં પ્રવેશ કરવો વગેરે પ્રવૃત્તિઓ આ અતિચારની અંતર્ગત છે.
(૪) ફૂટતોલા-ફૂટમાન – તોલવામાં અને માપવામાં ખોટા તોલ માપનો પ્રયોગ કરવો એટલે ઓછું
તોલવું કે માપવું.
(૫) તત્ પ્રતિરૂપ વ્યવહાર – વેપારમાં અનૈતિક્ત અને અસત્ય આચરણ કરવું, જેમ કે સારી વસ્તુ બતાવી ખરાબ વસ્તુ આપવી, સારી વસ્તુમાં ખરાબ વસ્તુ ભેળવવી. વસ્તુમાં મિલાવટ કરવી.
વર્તમાનમાં ભેળસેળવાળી વસ્તુઓનો પ્રચાર ખૂબ જ વધી ગયો છે. દરેક વસ્તુમાં આજે ભેળસેળ થાય છે. આજે નૈતિક ધોરણ ઘણું નીચું ઊતરી ગયું છે. ભગવાને નિષેધેલ આ અતિચારોનો પ્રજા ત્યાગ કરે તો આ સંસાર સ્વર્ગસમું થાય.
શ્રાવકોએ અદત્તાદાન વિરમણ વ્રતની નિર્મળતા માટે ઉક્ત પાંચ અતિચારોનો ત્યાગ કરવો. ‘તત્ત્વાર્થ સૂત્ર’, ‘રત્નકરંડશ્રાવકાચાર' આદિ ગ્રંથોમાં આ અતિચારોના ક્રમમાં તેમ જ નામમાં તફાવત આવે છે પરંતુ ભાવની દૃષ્ટિએ સમાનતા છે.
= ૧૩૩૩)