________________
અતિચારામાં શબ્દભેદ જોવા મળે છે. પરંતુ ભાવની દષ્ટિએ સમાનતા છે. જે નીચે પ્રમાણે છે.
| ‘તત્ત્વાર્થ સૂત્ર' - ૭/૧૨માં ૧) મિચ્યોપદેશ, ૨) રહસ્યાભ્યાખ્યાન, ૩) કૂટલેખ ક્રિયા, ૪) ન્યાસાપહાર અને ૫) સાકારમ– ભેદ. - “રત્નકરંડ શ્રાવકાચાર'/૫૬માં ૧) પરિવાદ (મિથ્થોપદેશ), ૨) રહોભ્યાખ્યાન, ૩) પૈશુન્ય, ૪) કૂટલેખકરણ અને ૫) ન્યાસાપહાર.
‘ન્યાયશાસ્ત્ર' ૩/૯૧માં ૧) મિચ્યોપદેશ, ૨) સહસાભ્યાખ્યાન, ૩) ગુહ્યભાષણ, ૪) સાકારમંત્ર ભેદ, ૫) કૂટલેખ. સત્ય અણુવ્રતનું ફળ :
જૈન તત્ત્વપ્રકાશમાં આ વ્રતનું ફળ દર્શાવતા કહ્યું છે કે, સત્ય સઘળા સદ્ગુણોને ખેંચી લાવે છે. સત્યવંત સર્વનો વિશ્વાસ પાત્ર હોય છે.
અથર્વવેદ મંડુકોપનિષદ્ધાં કહ્યું છે કે “સત્યમેવાયતે I નામૃત અર્થાત્ સત્યનો જ જ્ય છે, અસત્યનો નહિ.
પાતંજલ યોગદર્શનમાં પણ દર્શાવ્યું છે કે, “સત્યપ્રતિથિન્ ક્રિયાપત્તાશયત્વ' એટલે કે સત્ય આચનાર જે કંઈ કહે તે પ્રમાણે ક્રિયાનું પરિણામ આવે છે.
આમ સત્યવંત આલોકમાં નરેન્દ્ર દેવેન્દ્રનો પૂજ્ય હોય છે અને ભવિષ્યમાં પણ ઈષ્ટ, મિષ્ટ, પ્રિય, આદેય વચની અને સ્વર્ગ મોક્ષનાં સુખોનો ભોક્તા બને છે. ત્રીજું વ્રત - સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત (ત્રીનું અણુવ્રત)
- જેના પર પોતાનું સ્વામિત્વ નથી, એવી કોઈ પણ પરાઈ વસ્તુને તેના સ્વામી આદિની રજા વિના ગ્રહણ કરવું અદત્તાદાન/ચોરી છે. રત્નકરંડ શ્રાવકાચાર'માં અચૌર્યાણુ વ્રતની પરિભાષા આપતા કહ્યું છે કે,
निहितं वा पतितं वा सुविस्मृतं वा परस्वमविसृष्टं ।
न हरति यन्न च दत्ते, तदकृशचौर्यादुपारमणं ।। ५७ ।। અર્થાત્ : જે રાખેલું તથા પડેલું અથવા ભૂલેલું અથવા ધરોહર રાખેલી, પરદ્રવ્યને ન ચોરે, ન બીજાને આપે તે સ્થૂલચોરીથી વિરક્ત થવું અર્થાત્ અચૌર્યાણું વ્રત છે.
શ્રાવક તૃતીય અણુવ્રતમાં સ્થૂલચોરીનો ત્યાગ બે કરણ અને ત્રણ યોગથી કરે છે. આ વ્રતને અચૌર્યાણું વ્રત અથવા અસ્તેયાણું વ્રત પણ કહે છે.
“શ્રી આવશ્યક સૂત્ર'માં સ્થૂલ અદત્તાદાનને સમજાવતાં દર્શાવ્યું છે કે, સ્થૂલ અદત્તાદાન બે પ્રકારથી છે: ૧) સચિત્ત અને ૨) અચિત્ત. સચિત્ત-દ્વિપદ, ચતુષ્પદ, ક્ષેત્રાદિનું ગ્રહણ. અચિત્ત=વસ્ત્ર, સુવર્ણ, રત્નાદિનું ગ્રહણ.
સ્થૂલ અદત્તાદાન વિરમણ ધારક શ્રાવક સચિત્ત, અચિત્ત બન્ને પ્રકારની સ્કૂલ ચોરીનો ત્યાગ કરે છે. તેમ જ મોટી ચોરી જેમ કે ૧) દીવાલ અથવા દરવાજા તોડીને ચોરી કરવી, ૨) પેટી, પટારા ખોલીને તેમાંથી સામાન લેવો, ૩) તાળાં તોડીને અથવા અન્ય ચાવીથી ખોલીને ચોરી કરવી, ૪)