________________
દેશાવગાશિક વ્રત, ૩) પૌષધોપવાસ વ્રત અને ૪) અતિથિ સંવિભાગ વ્રત.
‘ધર્મસંગ્રહ’ ૨/૨ તેમ જ ‘આતુર પ્રત્યાખ્યાન’–૨માં સાત શિક્ષાવ્રતોનો પણ નિર્દેશ કર્યો છે. કે જે ગુણવ્રતોને પણ નિત્ય અભ્યાસિક હોવાની અપેક્ષાથી શિક્ષાવ્રત કહ્યાં છે. વિવિધ ગ્રંથોમાં વ્રતોના ક્રમમાં ભિન્નતા
જોકે અણુવ્રતોનાં નામ અને સંખ્યા બધા જ ગ્રંથોમાં સમાન છે પરંતુ ગુણવ્રતો અને શિક્ષાવ્રતોના ક્રમમાં ભિન્નતા જોવા મળે છે.
‘શ્રી ઉપાસક દશાંગ સૂત્ર’, ‘શ્રી યોગશાસ્ત્ર’, ‘શ્રી ઔપપાતિક સૂત્ર’, ‘નિગ્રંથ પ્રવચન’ અને શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર/વંદિતા સૂત્ર વગેરેમાં ગુણવ્રતો અને શિક્ષાવ્રતોના ક્રમ/નામ અભિધાન રાજેન્દ્રકોશ અનુસાર જ છે.
‘તત્ત્વાર્થ સૂત્ર’ તેમજ ‘સર્વાર્થ સિદ્ધિમાં ૧) દિવ્રત, ૨) દેશાવકાશિક વ્રત અને ૩) અનર્થદંડ વ્રત. આ ત્રણેને ગુણવ્રત અને ૧) સામાયિક, ૨) પૌષધોપવાસ, ૩) ભોગોપભોગ પરિમાણ અને૪) અતિથિસંવિભાગ. આ ચારને શિક્ષાવ્રત કહ્યાં છે.
‘શ્રીરત્નકદંડ શ્રાવકાચાર'માં ૧) દિત, ૨) અનર્થદંડ અને ૩) ભોગોપભોગ પરિમાણ વ્રત. આ ત્રણ વ્રતોને ગુણવ્રત અને ૧) દેશાવગાશિક, ૨) સામાયિક, ૩) પૌષધોપવાસ અને ૪) વૈયાવૃત્ય. આ ચારને શિક્ષાવ્રત કહ્યાં છે.
‘આતુર પ્રત્યાખ્યાન’ ૪-૫માં ૧) દિત, ૨) અનર્થદંડ અને ૩) દેશાવગાસિક વ્રતને ગુણવ્રત, તેમ જ ૧) ભોગોપભોગ પરિમાણ ૨) સામાયિક, ૩) અતિથિસંવિભાગ અને ૪) પૌષધોપવાસ. આ ચાર વ્રતને શિક્ષાવ્રત કહ્યાં છે.
તેમ જ ‘સમણ સુત્ત’ (જૈન ધર્મ સાર)/શ્રાવકધર્મસૂત્રમાં પણ આ જ પ્રમાણે ક્રમ આપેલા છે. કાર્તિકેય અનુપ્રેક્ષામાં ૧) દિવ્રત ૨) અનર્થદંડ વિરમણ વ્રત, ૩) ભોગોપભોગ પરિમાણ વ્રત. આ ત્રણને ગુણવ્રત અને ૧) સામાયિક, ૨) પૌષધોપવાસ, ૩) અતિથિસંવિભાગ અને ૪) દેશાવગાસિક વ્રત. આ ચારને શિક્ષાવ્રત કહ્યાં છે.
તેમ જ પદ્મનન્દ આચાર્યએ ‘ધર્માં રસાયનં'માં અહિંસા આદિ પાંચ અણુવ્રત, દિવ્રત, અનર્થદંડ વ્રત, અને ભોગોપભોગ પરિમાણ વ્રત. આ ત્રણ ગુણવ્રત. તેમ જ સામાયિક, પૌષધોપવાસ, અતિથિ સંવિભાગ અને અંતમાં સમાધિમરણ. આ ચાર શિક્ષાવ્રત બતાવ્યાં છે.
અહીં વિવિધ આચાર્યોએ ક્રમમાં ભિન્નતા બતાવી છે પરંતુ એમાં વિરોધ કંઈ પણ નથી. પંડિત આશાધરે ‘ધર્મામૃત સાગાર'માં રાત્રિભોજન ત્યાગને છઠ્ઠું અણુવ્રત દર્શાવ્યું છે. જ્યારે બીજા આચાર્યોએ એને ભોગોપભોગ પરિમાણ વ્રતની અન્તર્ગત માન્યું છે.
આ બાર વ્રતોને ગૃહસ્થ ધર્મ અથવા સાગારી ધર્મ કહ્યો છે. દેશવિરતિ, દેશસંયમ, સંયમાસંયમ અથવા અણુવિરતિ વગેરે તેનાં નામો છે. શ્રાવક : આગારસહિત આ વ્રતોના ધારક અને પાલક ‘શ્રાવક' કહેવાય.
‘શ્રૃગોતિ ધર્મસમ્મપામસૌ શ્રાવ તે।' અર્થાત્ : ધર્મ સંબંધી તત્ત્વનું શ્રવણ કરે તે શ્રાવક છે. દાન, શીલ, તપ, અને ભાવનાદિ શુભ યોગોથી અષ્ટ પ્રકારના કર્મ સમયે સમયે નિર્જરાવે
૩૨૪ =