________________
અણુ એટલે પાતળું. કર્મને પાતળા પાડનાર હોવાથી પણ આ વ્રતો અણુવ્રત કહેવાય છે.
અથવા તો સાધુના ગુણસ્થાનક કરતાં ગૃહસ્થનું ગુણસ્થાનક ઊતરતું (નાનું) છે, તેથી નાના ગુણસ્થાનકવાળા ગૃહસ્થનાં વ્રતો પણ ‘અણુ' એટલે નાના કહ્યાં છે.
પ્રાકૃત ‘મજુ' નું સંસ્કૃત ભાષામાં “અનુ બને છે, તેનો અર્થ ‘પશ્ચાત્ – પછી' થાય છે. આ દષ્ટિએ ઉપદેશક ગુરુ શ્રાવકને પહેલાં મહાવ્રતોનો અને મહાવ્રતો માટે અસમર્થ હોય તેને પાછળથી સ્થૂલ વ્રતોનો ઉપદેશ આપે છે. આમ મહાવ્રતોની પછી ઉપદેશ કરાતો હોવાથી ‘અણુવ્રતો' કહેવાય છે.
અભિધાન રાજેન્દ્રકોશ તેમ જ અન્ય જૈનાગમ ગ્રંથો જેમ કે “ચારિત્ર પાહુડ'-૨, કાર્તિકેય અનુપ્રેક્ષા'-૩૩૦, “શ્રી ઉપાસક-દશાંગ સૂત્ર', “શ્રી ઔપપાતિક સૂત્ર' વગેરેમાં શ્રાવકનાં બાર વ્રતોનું વર્ણન કર્યું છે. જેનું વિભાજન આ પ્રમાણે છે. ૧) પાંચ અણુવ્રત, ૨) ત્રણ ગુણવ્રત અને ૩) ચાર શિક્ષાવ્રત.
| ‘તત્ત્વાર્થ સૂત્ર', “રત્નકરંડ શ્રાવકાચાર', “શ્રી ઉપાસક-દશાંગ સૂત્ર”, “શ્રી ઔપપાતિક સૂત્ર' વગેરેમાં શ્રાવક યોગ્ય દેશવિરતિરૂપ સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વગેરે અથવા સ્કૂલ અહિંસા વગેરે પાંચ અણુવ્રત કહ્યાં છે.
‘સાગારધર્મામૃત'માં આચાર્ય આશાધર દર્શાવે છે કે, જિનેશ્વર દેવે કૃત, કારતિ આ બે કરણ અને મન-વચન, કાયા રૂપ ત્રણ યોગથી સ્થૂલ હિંસા અને દોષોના ત્યાગપૂર્વક અહિંસા વગેરેને પાંચ અણુવ્રત કહ્યાં છે.
“આતુર પ્રત્યાખ્યાન'/૩ અનુસાર પ્રાણીવધ, મૃષાવાદ, અદત્તાદાન, પરસ્ત્રીસેવન તથા અપરિમિત કામના. આ પાંચથી અલ્પવિરતિ અણુવ્રત છે. ગુણવત
જે અણુવ્રતના પાલનમાં ઉપકારી (ગુણકારી) અથવા સહાયક થાય છે. તેને ગુણવ્રત કહે છે. આચાર્ય સમંતભદ્રસ્વામીએ “શ્રી રત્નકરંડ શ્રાવકાચાર'માં દર્શાવ્યું છે કે,
अनुबृंहणाद् गुणानामाख्यायन्ति गुणव्रतान्यार्या: ।। ६७ ॥ અર્થાત્ : ગુણોને વધારવાના કારણે આચાર્યગણ આ વ્રતોને ગુણવ્રત કહે છે.
અભિધાન રાજેન્દ્રકોશમાં તેમ જ અન્ય જૈનાગમ ગ્રંથોમાં ૧) દિક્ પરિમાણ વ્રત, ૨). ભોગોપભોગ વિરમણ વ્રત અને ૩) અનર્થદંડ વિરમણ વ્રત, આ ત્રણ ગુણવ્રત કહ્યાં છે. શિક્ષાવત
શિક્ષા એટલે શિક્ષણ અથવા તાલીમ. આત્માને સમભાવમાં રહેવા રૂપ વિશેષ પ્રકારની શિક્ષાથી (તાલીમથી) શિક્ષિત કરે તેને શિક્ષાવ્રત કહે છે. રિક્ષાના બે પ્રકાર છે- ગ્રહણશિક્ષા અને આસેવન શિક્ષા. ગ્રહણશિક્ષા જ્ઞાનપ્રાપ્તિ રૂપ છે. સૂત્રનો અભ્યાસ કરવો, તેના અર્થ જાણવા, તેનું ચિંતન- મનન કે પુનરાવર્તન કરવું તે ગ્રહણ શિક્ષા છે. આસેવન શિક્ષા અભ્યાસ રૂપ છે. સૂત્રમાં બતાવેલી ક્રિયાનો અભ્યાસ કરવો, ઉત્તરોત્તર ક્રિયાની શુધ્ધિ કરવી તે આસેવન શિક્ષા છે. શ્રાવકનું લક્ષ્ય છે શ્રમણધર્મની તરફ આગળ વધવું. આ વ્રતોમાં શ્રાવક શ્રમણધર્મનો અભ્યાસ અથવા શિક્ષા પ્રાપ્ત કરે છે. અતઃ તેને “શિક્ષાવ્રત' કહે છે. આ શિક્ષાવ્રત ચાર છે. ૧) સામાયિક વ્રત, ૨)