________________
વેદન કરી લેવું તે પરીષહ વિજય છે. જે સાધક સાધનાની આ કસોટીમાંથી પાર ઊતરી જાય તે જ સાધક કલ્યાણ કરી શકે છે. ભિક્ષ પ્રતિમા (પડિયા)
અર્ધમાગધી ભાષામાં પ્રયુક્ત પડિમા શબ્દનું સંસ્કૃત રૂપ ‘પ્રતિમા બને છે. તેનો અર્થ પ્રતિજ્ઞા વિશેષ કે અભિગ્રહ વિશેષ થાય છે.
સાધક દ્વારા સ્વીકારવામાં આવતી વિશિષ્ટ પ્રતિજ્ઞાઓ અથવા વિશિષ્ટ પ્રકારના તપ અભિગ્રહયુક્ત સાધનાને ભિક્ષુ પડિમા કે ભિક્ષુ પ્રતિમા કહેવામાં આવે છે. સાધકની તપ, સંયમ, ધ્યાન વૃત્તિને દઢ કરવા માટે બાર ભિક્ષુ-પ્રતિમાઓનું વર્ણન છે.
શ્રી ભગવતી સૂત્ર’, ‘શ્રી ઔપપાતિક સૂત્ર', ‘શ્રી સ્થાનાંગ સૂત્ર' વગેરે આગમોમાં ભિક્ષની અનેક પ્રકારની પ્રતિમાઓનું વર્ણન જોવા મળે છે.
“શ્રી સમવાયાંગ સૂત્ર'માં પણ ભિક્ષુની બાર પ્રતિમા દર્શાવી છે. તેમ જ “શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર'-છમાં તેનું વિસ્તૃત વર્ણન આપ્યું છે.
આ બાર પ્રતિમાઓનાં નામ તેના ક્રમના આધારે છે. પ્રથમ સાત પ્રતિમાની કાલ મર્યાદા ૧૧ મહિનાની છે. પછીની ત્રણ પ્રતિમા સાત-સાત અહોરાત્રિની છે. અને ત્યાર પછીની એક અહોરાત્રિની અને એક રાત્રિની પ્રતિમા છે. આ બાર પ્રતિમા આઠ મહિનામાં પૂર્ણ થાય છે.
એકથી સાત પ્રતિમામાં પ્રથમ મહિના પર્યત એક દત્તી આહાર અને એક દત્તી પાણી લેવામાં આવે છે. આમ એક એક દત્તી વધારતા સાતમે મહિને સાતમી પ્રતિમાના આરાધક સાત દત્તી આહાર અને સાત દત્તી પાણી ગ્રહણ કરે છે.
આઠથી દશ પ્રતિમામાં ૨૧ દિવસ એકાંતર ઉપવાસ (નિર્જળા) અને પારણાના દિવસે આયંબિલ કરવામાં આવે છે. અગિયારમી પ્રતિમામાં પાણી રહિત બે ઉપવાસ અને બારમી પ્રતિમામાં ચૌવિહારા ત્રણ ઉપવાસ કરવામાં આવે છે.
૮, ૯, ૧૦ પ્રતિમામાં વિશિષ્ટ આસનોમાં સ્થિત થઈ કાયોત્સર્ગ ધ્યાન કરવાનું હોય છે. ૧૧મી, ૧૨મી પ્રતિમામાં અહોરાત્ર, રાત્રિપર્યત ઊભા ઊભા કાયોત્સર્ગ કરે છે પરંતુ ૧૨મી પ્રતિમામાં રાત્રિપર્યત એક પુદ્ગલ પર દષ્ટિ સ્થિર કરી નિર્નિમેષ દષ્ટિએ કાયોત્સર્ગ કરે છે.
આ રીતે બારે પ્રતિમામાં સાધુ વિશિષ્ટ અભિગ્રહપૂર્વક સાધના કરે છે. પ્રત્યેક પ્રતિમામાં સાધકે સૂત્ર કથિત ૧૬ નિયમોનું પાલન કરવાનું હોય છે. આ નિયમોનો ઉદશ શરીર પ્રત્યેના 'મમત્વનો ત્યાગ અને વૈર્ય, શૂરવીરતાપૂર્વક નિયમોનું અનુપાલનનો છે.
આ પ્રતિમા પાલનનું લક્ષ્ય કર્મ નિર્જરા દ્વારા નિર્વાણ પ્રાપ્તિનું છે. અણુવ્રત
વ્રત સ્વયં પોતે મહત્ કે અણુ નથી હોતા. મહત્ કે અણુ વિશેષણ વ્રતની સાથે પાળનારના સામર્થ્યને કારણે લાગે છે.
જેમ પિતાની અપેક્ષાએ પુત્ર નાનો હોય તેવી જ રીતે મહાવ્રતોની અપેક્ષાએ જે નાના હોય, તેમ જ જેનો વિષય પણ અલ્પ હોય તેને અણુવ્રત કહે છે.