________________
વ્રતો પણ સંસારના સામાજિક, આર્થિક, રાજકીય, આધ્યાત્મિક વગેરે તમામ ક્ષેત્રોના વિવિધ રોગોની બાર દવાઓ છે.
ભગવાન મહાવીરે ફરમાવેલ આ બાર વ્રતો નીતિના નિધાન સમાન છે. આ વ્રતોની આરાધના માનવીને પૂર્ણ સ્વતંત્ર બનાવે છે કારણ કે આ વ્રતો મુક્તિની ચાવી સમાન છે. નિશ્ચયથી વતની ઉપયોગિતા
| શ્રી ઉપાશકદશાંગ સૂત્રમાં નિશ્ચયથી વ્રતની ઉપયોગિતા દર્શાવતાં કહ્યું છે કે, જીવ અનાદિકાલથી ૮૪ લાખ જીવયોનિમાં પરિભ્રમણ કરી રહ્યો છે. જ્યાં જ્યાં જન્મ ધારણ કરે છે, જેની સાથે રહે છે, જે જે પદાર્થો ભોગવે છે, તેના રાગદ્વેષની પરંપરા સતત તેની સાથે ભવભવાંતર સુધી રહે છે. તે જ્યાં સુધી મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, વિષય-કષાય અને અશુભ યોગના પરિણામ કરશે,
ત્યાં સુધી કર્મબંધ થયા જ કરશે અને જ્યાં સુધી કર્મબંધ કરશે ત્યાં સુધી જન્મ, જરા અને મરણના ચક્કરમાં અને દુ:ખોની પરંપરામાં જ પરિભ્રમણ કરશે. આ પ્રકારની અવસ્થા તે જીવનનું અસંસ્કૃત રૂ૫ છે. સરુના યોગે શુદ્ધ શ્રદ્ધા સાથે સજ્ઞાનની પ્રાપ્તિ કરીને ચારિત્ર માર્ગમાં ઉત્તરોત્તર વિકાસ કરવો, તે જ જીવનનું સંસ્કૃત રૂપ છે. ચારિત્રના વિકાસ માટે જ વ્રતોની યોજના છે. પુણ્યવાન જીવ જ તેનું પાલન કરી શકે છે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં ચાર અંગની દુર્લભતા સમજાવતાં કહ્યું કે,
चतारि परमंगाणि, दुल्लाहाणीह जंतुणो ।
માળુસત્ત સુ સદ્ધા, સંનમિ ૨ વરિએ ? ભાવાર્થ : આ સંસારમાં પ્રાણીઓને મનુષ્યદેહ પ્રાપ્ત થવો દુર્લભ છે, મનુષ્ય જન્મ પ્રાપ્ત થયા પછી વીતરાગ ધર્મ પ્રાપ્ત થવો દુર્લભ છે. કદાચિત ધર્મ પ્રાપ્ત થઈ જાય તોપણ શાસ્ત્ર શ્રવણ અને શ્રદ્ધા થવી અત્યંત દુર્લભ છે અને શ્રદ્ધા થઈ જાય તેમ છતાં ધર્મનું આચરણ કરવું અત્યંત દુર્લભ છે. અર્થાત્ વ્રત-સંયમ ગ્રહણ કરવા અને તેની શુદ્ધ આરાધના કરવી અત્યંત દુષ્કર છે.
ચાર ગતિમાં મનુષ્ય ગતિ જ એકમાત્ર એવી ગતિ છે કે જેમાં કેવળ ધર્માચરણ જ નહિ પરંતુ સર્વ કર્મનો નાશ કરી સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈ શકાય છે. માનવભવમાં જીવને જે આધ્યાત્મિક વિવેકશક્તિ પ્રાપ્ત થાય છે તે અન્ય ભવમાં સુલભ નથી, તેથી મનુષ્ય ભવ પ્રાપ્ત કરીને તેને સફળ કરવાનો પ્રયત્ન સદાને માટે કરવો જોઈએ.
જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ આ ચાર જૈનધર્મના આધાર સ્તંભો છે. આમાં તપનો મહિમા અનોખો છે. શરીર અને ઈન્દ્રિયોની પ્રવૃત્તિઓને રોકીને તેમને તપાવે છે માટે તે ‘તપ' કહેવાય છે. સ્વેચ્છાએ કરેલું દેહદમન તપ છે.
જૈનદર્શનમાં તપશ્ચર્યાનો મુખ્ય ઉદ્દેશ કર્મોની નિર્જરાનો છે. જ્ઞાનીઓ કહે છે કે, “વૃત્તિ બદલે તે વ્રત'. કર્મ સહિત આત્મામાં બે પ્રકારની વૃત્તિઓ વહી રહી છે. એક સ્વાભાવિક વૃત્તિ અને બીજી વૈભાવિક વૃત્તિ. જ્ઞાનાદિ મૌલિક ગુણો તથા ક્ષમા, શ્રદ્ધા આદિ ગુણોનું પરિણામ ધારામાં પ્રગટ થવું તે સ્વાભાવિક વૃત્તિ અને ક્રોધાદિ કષાયો, રાગ, દ્વેષ, વિકાર વગેરે દુર્ગુણોનું આત્મામાં પરિણમી