________________
૨) ઘર ધણીયાણીથી લડી, બાળી દે ઘરબાર, વિમાસણ વળતી કરે, એ પણ એક ગમાર. ૩) અંતર કેરા ઉભરા, બકીને કાઢે બહાર, જોગ અજોગ જ નહિ, એ પણ એક ગમાર. ૪) વણ તેડાવ્યો વળી વળી, આવે વાર અઢાર, વણ બોલાવ્યો બહુ બકે, એ પણ એક ગમાર.૩
કવિ ષભદાસે વ્રતવિચાર રાસ'માં પણ ઉપર્યુક્ત દોહા અનુસાર ‘મૂર્ખનાં લક્ષણ દર્શાવી પોતાની ઉપદેશ આપવાની વિનોદાત્મક શૈલીની ઝાંખી કરાવી છે. જે ઢાલ – ૨૨ પંકિત ૨૨ દ્વારા સમજાય છે. આયુર્વેદ જ્ઞાન
આયુર્વેદશાસ્ત્રમાં પહેલું સુખ તે જાતે નર્યા' આ ઉક્તિ અનુસાર શરીર સ્વાથ્ય માટે અનેક ઉપયોગી સૂચનો, આહાર-વિહારના નિયમો આદિનું કથન કર્યું છે. તેમાં પણ કેવી રીતે અને ક્યારે પાણી પીવું જોઈએ? અને તેનાથી શા શા ફાયદા થાય છે તેનો ઉલ્લેખ જોવા મળે છે.
જેમ કે વહેલી સવારે ઊઠીને મોઢું ધોયા વગર ચાર મોટા ગ્લાસ પાણી એક સાથે પી જવું. તે પછી ચાલીસ મિનિટ સુધી કાંઈ પણ ખાવું પીવું નહિ. આ પ્રયોગ કર્યા પછી સવારે નાસ્તા પછી અને બપોરે અને સાંજે જમ્યા પછી બે કલાક બાદ પાણી પીવું અને રાત્રે સૂતા પહેલાં કાંઈ પણ ખાવું નહિ. આવી રીતે પદ્ધતિસર પાણીનો પ્રયોગ’ કરવાથી જુની અને નવી જીવલેણ બીમારીઓ મટી શકે છે. જેમકે માથાનો દુઃખાવો, લોહીનું દબાણ, સંધિવા, લકવા, જાડાપણું વગેરે. આમ એક યોગ્ય રીતે પાણી પીવાથી પણ અનેક રોગ નિવારી શકાય, તેવો ઉલ્લેખ આયુર્વેદમાં જોવા મળે છે. ૧૪
કવિ ઋષભદાસ વિવિધ શાસ્ત્રોના જાણકાર હતા. તેઓ જૈનદર્શન ધર્મશાસ્ત્રનું જ્ઞાન તો ધરાવતા હતા, પણ સાથે સાથે સંગીતશાસ્ત્ર, સ્વરશાસ્ત્ર, નીતિશાસ્ત્ર તેમ જ આયુર્વેદશાસ્ત્રના પણ જાણકાર હતા. લોકોના સ્વાથ્ય તેમ જ શરીરની સુખાકારી માટે, નીરોગી રહેવા માટે તેમણે ક્યાં, ક્યારે અને કેવી રીતે પાણી પીવું જોઈએ. તે માટે સાત નિયોમોનો ઉલ્લેખ “વ્રતવિચાર રાસ'માં કર્યો છે. જે ઢાલ – ૨૩ પંકિત નંબર ૩૫ થી ૩૬માં દર્શાવ્યું છે. નીતિશાસ્ત્રનો ઉપદેશ
કવિ ઋષભદાસ નીતિશાસ્ત્રના જ્ઞાનના પણ જાણકાર હતા. તેમણે વ્રતવિચાર રાસ'માં સુભાષિતો દ્વારા જીવન ઉપયોગી ડહાપણભર્યા અર્થસભર વિચારો પ્રગટ કર્યા છે. પોતાના વાચક ગણને, ભાવુક શ્રોતાઓને ઉપદેશ આપવા માટે નીતિશાસ્ત્રના જ્ઞાનનો ઉપયોગ કર્યો છે. જેમ કે જ્યાં વેરી ઘણાં હોય એવું નગર, પ્રેમ વિનાના દીકરા, અતિ જા જરાં ઘર, પાપીનો સંગ, કુજાતિનો ઘોડો, બાવળની છાયા, વગેરે ત્યજ્યવાં.
વળી જેમ કીડીને પર્વતની કાયા, રુસણાને પ્રેમ, કૂરદષ્ટિને માયા વગેરે ન મળે પાપકર્મ ને દયા ન મળે. વળી જેમ બાળક વિનાનું પારણું, કાળ વગરનો વરસાદ, વર વગરની જાન વગેરે ન હોય તેમ ધર્મ દયા વગર ન હોય. આમ અનેક નીતિશાસ્ત્રના ઉપદેશો સુભાષિતો દ્વારા આલેખ્યા છે. જેની ઢાલ – ૩૭ પંકિત નંબર ૧૯ થી ૨૩, ઢાલ – ૪૦ પંકિત નંબર ૪૨ થી ૪૫, ઢાલ – ૪૧ પંકિત નંબર ૪૯ થી ૫૧માં પ્રતીતિ કરાવી છે.