________________
સંગ તેવો રંગ
સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે. સત્સંગની એક ઘડી જે લાભ આપે છે તે કુસંગના એક કોટ્યાવધિ વર્ષ પણ લાભ આપી શકતા નથી અને અધોગતિમય મહાપાપો કરાવે છે. તેમ જ આત્માને મલિન કરે છે. જેમ પારસમણિના સંગથી લોઢું પણ સોનું બની જાય છે, તેમ ઉત્તમજનના સંગે નીચ હોય તે પણ ઊંચ બની જાય છે. તુલસીદાસ ગોસ્વામીએ પણ કહ્યું છે કે,
એક ઘડી, આધી ઘડી, આધીમે પણ આધ,
તુલસી સંગત સાધકી, કટત કોટિ અપરાધ. અર્થાત્ : થોડીક ક્ષણો પણ સંત સાધુની સંગત કરવાથી કોટિ અપરાધો ઓછા થઈ જાય છે. નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે, દુર્જનના સંગત થકી માનહાનિ થાય છે. જેમ કે,
___ अहो दुर्जन संसर्गान् । मानहानी पदे पदे ।
पावको लोह संगेन । मुदगरैरभिहन्यते ॥ અર્થાત્ : અરે ! દુર્જન માણસના સંગથી ગુણની, માનની પગલે પગલે હાનિ થાય છે. જેમ કે અગ્નિના સંગથી લોઢાનો ગોળો પણ મગળ-હથોડાથી ટીપાય છે.
કવિ ઋષભદાસે વ્રતવિચાર રાસ'માં નીતિશાસ્ત્રનો જીવન ઉપયોગી ઉપદેશ આપ્યો છે જેમ કે સુસંગત થકી અલ્પજ્ઞાની પણ ડાહ્યો કહેવાય છે. તેમ નીચના કુસંગત થકી જ્ઞાની પણ અજ્ઞાની ગણાય. લોક ઉક્તિ અનુસાર “સંગ તેવો રંગ” અર્થાત્ જેની સાથે રહીએ તેનો રંગ લાગ્યા વગર રહેતો નથી. કવિ ઋષભદાસે આ રૂઢિપ્રયોગને અનેક દષ્ટાંતો આપીને સિદ્ધ કર્યું છે કે “જેવી સંગત કરીએ તેવું જ તેને ફળ મળે છે. જે ઢાલ – ૩૫ પંકિત નંબર ૮૦ થી ૯૫માં દર્શાવ્યું છે. સુપરખ-કુપરખ દૃષ્ટિ
નીતિશાસ્ત્રમાં શાસ્ત્રકારોએ બે પ્રકારની દષ્ટિ બતાવી છે. સુપરખ અને કુપરખ દષ્ટિ અથવા ગુણદષ્ટિ અને દોષદષ્ટિ.
ગુણદષ્ટિ અથવા સુપરખદષ્ટિ એટલે બુરાઈઓમાંથી પણ સારું જ ગ્રહણ કરવું.
દોષદષ્ટિ અથવા કુપરખદષ્ટિ એટલે ગુણોની ઉપેક્ષા કરીને દોષોને ગ્રહણ કરવા. અર્થાત્ દોષદષ્ટિ ધરાવતો મનુષ્ય ગુણોની ઉપેક્ષા કરી દોષોને શોધતો ફરે છે. એની નજર ગુણો પર ચોંટતી નથી. દષ્ટાંતશતક'માં શાસ્ત્રકારે કહ્યું છે કે,
संसारे सुखिनो जीवा भंदति गुणग्राहका: ।
__उत्तमा ते च विज्ञेया दंतपश्यक कृष्णवत् ।।१।। અર્થાત્ : સંસારમાં જે જીવો ગુણગ્રાહક હોય છે. તેઓ સુખી હોય છે અને તેઓને જ દાંત જોનાર શ્રીકૃષ્ણની પેઠે ઉત્તમ જાણવા. અર્થાત્ ગુણગ્રાહી પ્રકૃતિવાળા મનુષ્યો બીજાઓના દોષ જોવા કરતાં ગુણ માત્ર જોઈને આનંદ પામે છે. વળી શાસ્ત્રકારે આગળ કહ્યું છે કે,
समत्वे नर सज्ञायां मिश्रयोः क्षीरनीरयोः । विविच्य पिबति क्षीरं नीरं हंसो हि मुंचति ।।२।।