SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્યો એકાંકીપણે જ પરલોકગામી થાય છે. સઘળું અહીં મૂકીને જ જવું પડે છે. ઉપાર્જન કરેલાં શુભાશુભ કર્મો જ સંગે આવશે માટે સ્વાત્મહિતેચ્છુએ સાંસારિક પદાર્થો ઉપર અતિ મમત્વભાવનો પરિહાર કરી માત્ર એક પવિત્ર ધર્મનું જ શરણ ગ્રહણ કરવું જ શ્રેયકર છે. કવિ ઋષભદાસે વ્રતવિચાર રાસ'માં મમત્વભાવનો સુંદર બોધ આગમની કથાઓના આધારે દષ્ટાંતો દ્વારા આલેખ્યો છે. જે ઢાલ – ૫૯ પંકિત નંબર ૬૩ થી ૭)માં દર્શાવે છે. સમય (કાળ) લોકમાં કલાક, દિવસ, વર્ષ વગેરેને જ કાળ કહેવાનો વ્યવહાર પ્રચલિત છે, પણ આ તો વ્યવહાર કાળ છે. વસ્તુભૂત નથી. પરમાણુ અથવા સૂર્ય વગેરેની ગતિને કારણે અથવા કોઈ પણ દ્રવ્યની ભૂત, વર્તમાન, ભાવી પર્યાયને કારણે આપણી કલ્પનાઓમાં આરોપિત કરવામાં આવે છે. વસ્તુભૂત કાળ તો સૂક્ષ્મ દ્રવ્ય છે. જેના નિમિત્તથી આ બધાં જ દ્રવ્ય ગમન અથવા પરિણમન કરી રહ્યાં છે. જે તે ન હોય તો એમના પરિણમન પણ ન હોય અને ઉપરોક્ત પ્રકાર આરોપિત કાળનો વ્યવહાર પણ ન હોય. જો કે વર્તમાન વ્યવહારમાં સેકન્ડથી વર્ષ અથવા શતાબ્દી સુધી જ કાળનો વ્યવહાર પ્રચલિત છે પરંતુ આગમમાં એની જઘન્ય સીમા ‘સમય’ છે. અને ઉત્કૃષ્ટ સીમા “યુગ' છે. “સમયથી નાનો કાળ સંભવ નથી કારણ કે સૂક્ષ્મ પર્યાય પણ એક સમયથી જલદી બદલાતી નથી. એક યુગમાં ઉત્સર્પિણી અને અવસર્પિણી આ બન્ને કલ્પ હોય છે અને એક કલ્પમાં દુઃખથી સુખની વૃદ્ધિ અથવા સુખથી દુઃખ તરફ હાનિરૂપ દુષમા સુષમા વગેરે છ છ આરા કલ્પિત કર્યા છે. આ આરાનું પ્રમાણ ક્રોડાક્રોડી સાગરોમાં મપાય છે. સમયને કોઈ રોકી શકતું નથી. કાળના દૂત યમરાજને કોઈની શરમ આડે આવતી નથી. સાગરોપમ દીર્ઘકાલિન આયુષ્યના સ્વામી ઈન્દ્રો, નાગેન્દ્રો, મુનીન્દ્રો, ગણધરો, તેમ જ તીર્થકર ભગવંતો જેવા ઉત્તમ દિવ્યપુરુષોને પણ કાળ છોડતો નથી. આયુષ્ય કર્મ સમાપ્ત થતાં ચાલ્યા જવું પડે છે, તો માનવીની શી વિસાત? કૃષ્ણ-લક્ષ્મણ જેવા વાસુદેવો, રાવણ જેવા પ્રતિવાસુદેવ, ચક્રવર્તીઓ, સિકંદર જેવા સમ્રાટો અઢળક સામગ્રીના સ્વામી વગેરે બધાં જ કાળના કોળિયામાં સમાઈ જાય છે. માટે જ કાળ આગળ બધા જ પામર છે. કવિ ઋષભદાસ વ્રતવિચાર રાસ' માં આ વાતનો મર્મ આગમિક કથાનકના આધારે દષ્ટાંતો . દ્વારા ઢાલ – ૬૦ પંકિત નંબર ૭૬ થી ૭૯માં સમજાવે છે. મૂર્ખનાં લક્ષણ મૂર્ખ' શબ્દનો અર્થ બેવકૂફ, અક્કલહીન વગેરે થાય પં.મુનિશ્રી વિનયચંદ્રજી મહારાજે “ગમાર (મૂર્ખ) બાવની'માં મૂર્ખનાં લક્ષણનું આલેખન વિવિધ પ્રકારે દોહામાં કર્યું છે. મૂર્ખ માણસ કેવો અક્કલહીન હોય છે. તેનું સચોટ શબ્દચિત્ર રૂપે વર્ણવ્યું છે. જેમ કે, ૧) નિજ દુર્ગુણ દેખે નહિ, પરનિદા પર પ્યાર, છિદ્ર ઉઘાડે અવરનાં, એ પણ એક ગમારા
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy