________________
ભોગવવી જ પડે છે.
આવી ઘોર યાતના ભોગવી તે જીવ નરકમાંથી નીકળીને કોઈ પણ પ્રકારે મનુષ્ય પર્યાયમાં ઉત્પન્ન થાય છે, પરંતુ પ્રાય: તે વિકૃત અને અપૂર્ણ સ્વરૂપવાળા કૂબડા, બહેરા, લૂલાં, આંધળા, કુષ્ઠ આદિ વ્યાધિ અને વર આદિ રોગોથી પીડિત અલ્પ આયુષ્યવાળા અપ્રશસ્ત સંસ્થાનવાળા અનંત દુ:ખોને પ્રાપ્ત કરે છે.
ઉપર્યુક્ત વાત કવિ ઋષભદાસે વ્રતવિચાર રાસમાં થોડા જ શબ્દોમાં પરંતુ થોડામાં ઘણું એ યુક્તિ અનુસાર આલેખન કરીને નારકીની યાતના અને મનુષ્યભવનાં દુઃખો હિંસાના ફળ રૂપે ભોગવવા જ પડે છે. તેનું ઢાલ - ૪૬ પંકિત નંબર ૯૦ થી ૯૩માં નિરૂપણ કર્યું છે. દેવાદારની વ્યથાનું આલેખન
દેવું' શબ્દનો સામાન્ય અર્થ આપવું એવો થાય છે. દેવું : શબ્દનો સંસ્કૃત “ચ' એટલે કરેજ કે ઋણ થાય. દેવાદાર એટલે કરજદાર માથે દેવું હોય તે.
કવિ ઋષભદાસે વ્રતવિચાર રાસ' માં દેવાદાર માણસની વ્યથા કેવી હોય તેનું સુંદર આલેખન કર્યું છે. જેમ કે, દેવાદાર માણસ રાતે સુખથી સૂઈ ન શકે, ભોજન કરી ન શકે, ચિંતાથી દેહ સુકાય, મુખ પણ પડી જાય અને દુઃખીયો દેખાય. વળી તેની કીર્તિ પણ જતી રહે, મરીને નરક ગતિમાં અથવા તિર્યંચગતિમાં જન્મ લે અને પશુ બનીને ભાર ઉપાડીને પોતાનું લેણું ચૂકવવું પડે છે. આમ દેવાદારને પોતાનું લેણું બીજા ભવમાં પણ આપવું પડે છે. જેની ઢાલ - પર પંકિત નંબર – ૬૯ દ્વારા પ્રતીતિ થાય છે. મમત્વભાવ
મમત્વ એટલે પોતાપણું, મારું, મોહ, મમતા વગેરે તેના અર્થ થાય.
‘સ્વયંભૂ સ્તોત્ર'ની ટીકા-૧૦ અનુસાર “મમેક્સ્ટ માવો મમત્વ' અર્થાત્ (મારું) પોતાપણું ભાવ મમત્ત્વ કહેવાય છે.૧૧
શાસ્ત્રકારોએ કહ્યું છે કે, જ્યાં મારું ત્યાં “મમત્વ'. અને જ્યાં મમત્વ' ત્યાં દુઃખ છે, કારણ કે પોતાપણું એ જ મોટામાં મોટુ બંધન છે. માટે જ વિવેકી પુરુષોએ મમત્વભાવનો ત્યાગ કરીને આત્મહિતમાં ચિત્તને જોડવાનો સુંદર બોધ આપ્યો છે. મમત્વભાવને લીધે મોટા મોટા ચક્રવર્તી, રાજા મહારાજાઓ પણ મરીને માઠી ગતિ પામ્યા છે. તો બીજાઓનું કહેવું જ શું ? તેમને પણ આખરે તો દુ:ખથી અને મોતથી બચાવવા કોઈ પણ સમર્થ થયા ન હતાં.
શાસ્ત્રકારોએ કહ્યું છે કે, મિત્ર, કલત્ર (સુંદર સ્ત્રી) રાને પુત્રના સમૂહો મારાં નથી, આ શરીર પણ મારું નથી. જ્ઞાતિ અને સેવામાં સદા અનુરક્ત એવા કિંકરો પણ મારા નથી, ધાન્ય, ધરા, ધન વગેરે સર્વ વૈભવ પણ મારો નથી. મારે રહેવાનું મંદિર ઘર પણ મારું નથી, જેમ સર્વ મનુષ્યો આ સર્વ તજીને જાય છે. તેમ મારે પણ ખરેખર તજી જવું પડશે.૧૨
મતલબ કે મેડી-મંદિર વગેરે સર્વ પદાર્થો અનિત્ય જ છે. સર્વ માયાની મોહજાળ છે. સર્વ પદાર્થ ક્ષણિક છે એક પળમાં હસાવે છે તો બીજી પળમાં ચોધાર આસું પડાવે છે. અંતે તો દરેક