________________
ખંડણ રંધણ ઈધણ પાંણી, અણસોરુિં અતી પાપજી ।
સારવણિ જીવ નીત્ય સારવતા, કહઈ કિમ છોડીશ આપજી ||૫૯||
ઊઠતા બઇસતા ભાઈ, હીડતાં બોલતાં જી |
જીવજતન કર્યુ રિંગ લોગો, જાંગતા સોવંતા જી ।।૬૦।। ઊ.
ઢાલ – ૪૨ કડી નંબર ૫૩થી ૬૦માં કવિ ગૃહસ્થે દયાપાલન અર્થે બાંધવાના દશ ચંદરવાની વિગતનું વર્ણન કરે છે કે જેથી જેનાં સારરૂપે જીવહિંસાથી બચી શકાય છે.
કવિ કહે છે કે, જીવ હિંસાથી બચવા માટે છએ શાસ્ત્રમાં (દર્શનમાં) ચંદરવા બાંધવા એ વાત આવે છે. ઉત્તમ કુળનો એ આચાર છે. જગમાં જીવની જતના આવી રીતે જે કરશે તે ને પ્રાપ્ત કરશે.
શુભ માર્ગ
પહેલો ચંદરવો પાણિયારે (પાણી રાખવાની જગ્યા) જુઓ, બીજો ચંદરવો ખંડણ સ્થાને (ખાંડણિયે) બાંધવો. જીવદયા વગર જગમાં ઘણાં ઘર, ધંધા અને સ્ત્રી વગેરેથી ડૂબી ગયાં છે, ત્રીજો ચંદરવો દળવાની જગ્યાએ, ચોથો ચંદરવો રાંધવા(રાંધણિયું)ની જગ્યાએ બાંધવો. મનમાં નિશ્ચયથી સમજો કે જીવ મરતાં ઘણું પાપ થાય છે. ભોજન કરવાની જગ્યાએ પાંચમો તેમ જ વલોણું કરવાની જગ્યાએ (છાશ કરવાની જગ્યાએ) છઠ્ઠો ચંદરવો બાંધવો. વળી સાતમો ચંદરવો સાફસૂફી કરવાની જગ્યાએ બાંધવો, આઠમો ચંદરવો સૂવાની જગ્યાએ બાંધવો, નવમો દહેરાસરમાં તેમ જ દશમો પ્રતિક્રમણ કરવાની જગ્યા(પોષધશાળા)એ જોવો. આવી રીતે જિનભગવંતોનાં વચનો શુદ્ધ-શ્રદ્ધા વડે પાળવાથી મોક્ષ મેળવી શકાય.
વળી આગળ કહે છે કે, એકેન્દ્રીય જીવ (અનાજ) ને જોયાં વગર અણસોયું દળવું, એ શ્રાવકનો ઉત્તમ આચાર નથી કારણ કે તેમ કરવાથી તેમાં રહેલાં જીવજંતુ પણ દળાઈ જાય છે અને પાપનો પાર આવે નહિ. (ઘણું પાપ લાગે.) આમ ખાડણિયું, ચૂલો, ઈંધણ, પાણી આદિ જોયાં વગર વાપરવાથી અતિ પાપ લાગે છે. વળી નિત્ય સાવરણીથી (ઝાડુથી) ઘરને સાફ કરતાં થતી જીવ હિંસાથી તને કેવી રીતે છોડાવીશ.
અંતે શીખ આપતાં કહે છે કે, હે ભાઈ! જગમાં ઊઠતાં, બેસતાં, ચાલતાં, બોલતાં, જાગતાં કે સૂતાં દરેક જીવનું જતન કરવું.
દૂહા || સોવતાં વલી જાગતાં, જિન કહઈ આંત ઊગારિ।
અણગલ નિર મ વાવરો, લાધો ભવ મમ હારિ ||૬૧||
કડી નંબર ૬૧માં કવિ અણગળ પાણીનો ઉપયોગ કરવો નહિ તે વિશે બોધ આપે છે.
સૂતાં અને જાગતાં દરેક ક્રિયામાં જીવોની જતના કરવી, એમ જિનવરે કહ્યું છે. વળી
અણગળ (ગાળ્યા વિનાનું) પાણી વાપરવું નહિ કે જેથી મળેલ ભવ હારી ન જવાય.