________________ લેખિકા ડૉ. રતનબેન ખીમજી છાડવા ગામા - : સામખીયારી (કચ્છ) - હાલ-મુંબઈ અભ્યાસ : M.A. (Arts), M.A. (Sanskrut) Ph.D. (Mumbai University) હાલની પ્રવૃત્તિ H જૂની હસ્તપ્રતોનું સંશોધન ‘વત' ‘વ્રત’ એ ભારતભરના ધર્મોના પાયામાં રહેલ તત્વ છે. વૈદિક પરંપરામાં પણ સત્યની પ્રાપ્તિ માટે વ્રત અને દીક્ષાને મહત્ત્વ આપ્યું છે. યજુર્વેદમાં લખ્યું છે કે, व्रतेन दीक्षामाप्नोति दीक्षया प्राप्नोति दक्षिणाम्। दक्षिणा श्रद्धामाप्नोति श्रद्धया सत्यमाप्यते // 32 // અર્થાત્ H વ્રતથી દીક્ષા, દીક્ષાથી દક્ષિણા, દક્ષિણાથી શ્રદ્ધા અને શ્રદ્ધાથી સત્યપ્રાપ્ત થાય છે. આચાર્ય પતંજલિએ પણ યોગસાધના માટે યમ અને નિયમ ઉપર ભાર મૂક્યો છે. મહાત્મા બુદ્ધે જીવનોત્થાન માટે પંચશીલ અને દશશીલનું વિધાન કર્યું. એમના અનુસાર જે વ્રતહીન છે, મિથ્યાભાષી છે, તે માત્ર મુંડિત થવાથી શ્રમણ. બની શકતો નથી. જૈન તીર્થંકરોએ તો વ્રતને કર્મ વિશોધનના વિશેષ ઉપાયના રૂપમાં માન્યતા આપી છે.