________________
પંખીઆ ગુરડ નિ હંસલા, લાવાં તીતર મોર રે ।
સમલીઅ સારીસ જીવ નિં, હર્ણિ કર્મ કઠોર રે ।।૭૮ ।। વયણ.
કાગ નિ અંબની કોકિલા, ચડી ચાસ મ માર્ય રે ।
ચકવા ચાતુક જીવ નિં, હણી પંડિમ ભાર્ય રે ।।૭૯ ।। વયણ.
ઢાલ – ૪૪ કડી નંબર ૭૨થી ૭૯માં કવિ ‘શ્રી વિપાકસૂત્ર’ના આધારે માનવી કેવાં કેવાં દુષ્કર્મ કરે છે તેનું વર્ણન કરે છે અને અંતે દરેક જીવ પોતાના જીવ જેવો જ છે એવો ઉપદેશ આપે છે. તેમ જ દયા ધર્મ શ્રેષ્ઠ ધર્મ છે તેનું પ્રતિપાદન કરે છે.
હૃદયમાં એવું વિચારવું જોઈએ કે પોતાના જીવ જેવા જ બધા જીવો છે. માટે જે નર બીજા જીવોને મારે છે તેને ચાર ગતિમાં ફરવું પડશે.
આ જગમાં દયા જ ધર્મનો સાર છે એ વચન સહુ માનો. તપ, જપ અને ધ્યાન તો સારાં છે, પણ દયા વગર બધું નકામું રાખ સમાન છે. આ જગમાં ત્રસ અને સ્થાવર જીવો છે. આ બધા જીવોને ઉગારવા આ જીવોની જતના કરવી. બધા જીવો જગમાં જીવવા માટે પ્રયત્ન કરે છે તેને તું માર નહિ. ‘શ્રી કર્મ વિપાક સૂત્ર’ના આધારે દુષ્કર્મનું વર્ણન કરતાં કહે છે કે, શ્રી કર્મ વિપાસૂત્ર'માં પણ કહ્યું છે કે જે નર જીવસંહાર કરશે, તે પાપમાં ડૂબશે. તેમ જ તે પાર પામી શકશે નહિ. જેમ કે જે સિંહ, શિયાળ અને સુકરાં, બકરી હરણનાં નાનાં બચ્ચાં, વળી ઘોડા, હરણ અને હાથી તેમ જ છલાંગ મારતાં વાઘ. તો વળી અજગર, સુવર, રોઝડાં, ચીખલ ગાયનાં વાછરડાં, ચીતરા (ચિત્તા), ચોર (એક જાતના પ્રાણી) અને વાંદરા, તેમ જ નાગણીઓને ઘાયલ કરે છે, તેમની ઘાત કરે છે.
જે પંખીઓને તેમ જ મચ્છ-કચ્છ આદિ માછલીઓને જાળમાં પકડે છે, આમ જે નર માંસ લોભી હોય છે તે નર સાતે નરકમાં ફરે છે.
જે પંખીઓને જેવાં કે ગરુડ, હંસ, લાંબા તેતર, મોર, સમડી, સારસ વગેરે જીવોને હણીને કઠોર કર્મ કરે છે. માટે કાગડા, આંબાની કોકિલા, ઝાડ ઉપર ચઢીને ચાસ (કુંજડું) વગેરે પંખીઓને મારવા નહિ. તેમ જ ચક્રવાક, ચાતક વગેરે જીવોની ઘાત કરીને પોતાની જાતને પાપથી ભારે કરવી નહિ.
દૂહા ||
પાપિ પંડી જ ભારતો, કરતો પાતીગ વાત ।
આપ સવારથ કારણિ, પર પ્રાણીનો ઘાત ।।૮૦।।
કડી નંબર ૮૦માં પોતાના સ્વાર્થ માટે મનુષ્ય પર પ્રાણીનો વધ કરી પાપ કરે છે એ વાતનું આલેખન કર્યું છે.
આમ પાપી પોતે જ પાપની વાતો કરી ભારે બને છે. તેમ જ પોતાના સ્વાર્થ માટે બીજા જીવોનો ઘાત કરે છે.
ઢાલ|| ૪૫
દેસી. એમ વ્યપરીત પરૂપતાં ।। રાગ. અસાઓરી - સીધુઓ ।। કીધા કર્મ પરાચીઆ, નર ીધલા ધાય રે, થાય રે ।
પાપ કર્મ તેણઈ એગઠાં એ ।।૮૧ ||
૧૪૫ =>