________________
સગા પુત્રને મારવા માટે કાવત્રુ કરે છે. “શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'-૧૩માં બ્રહ્મરાયના દષ્ટાંત કથાનકના આધારે કવિએ ઉપરોક્ત કડીમાં આ.ભાવનું નિરૂપણ કર્યું છે જે નીચેની કથા દ્વારા સમજાય છે.
કાંડિલ્યપુરના રાજાનું નામ બ્રહ્મ તેમ જ તેમની રાણીનું નામ ચલણી હતું. રાજાના ઘરે બ્રહ્મદત્ત નામનો કુંવર હતો. રાજાના ચાર અંગત મિત્ર હતા. જે સાથે ને સાથે રહેતા હતા. અચાનક એક દિવસ રાજાનું મૃત્યુ થયું. ત્યારે રાજાનો બધો જ કારભાર દીર્ધ નામનો રાજાનો મિત્ર સંભાળવા લાગ્યો. ધીરે ધીરે રાણી ચલણી પણ તેની સાથે પ્રેમબંધનમાં બંધાઈ. બન્ને વિષય-વાસના ભોગવવા લાગ્યા. આ વાતની ખબર બ્રહ્મ રાજાના મંત્રી ધનુને પડી અને તેમણે આ વાતની ખબર કુમાર બ્રહ્મદત્તને પહોંચાડી. કુમારને આ કૃત્ય ઘણું જ અયોગ્ય લાગ્યું. કુમારે એક કાગડાને અને કોયલને પિંજરામાં પૂરી રાણીના મહેલમાં લઈ જઈને ચલણી રાણીને કહ્યું કે, જે કોઈ અનુચિત સંબંધ જોડશે, તેને હું આવી રીતે પિંજરામાં પૂરી દઈશ. આ સાંભળીને રાજા દીર્ધ અને રાણી બન્ને ગભરાઈ ગયાં અને કુમારને મારવા માટે ઉપાય શોધવા લાગ્યા. પછી તેઓએ જનાપવાદથી બચવા માટે પહેલા કુમારના લગ્ન કરવા અને પછી ગમે તે પ્રકારે તેને મારી નાખવો, આ પ્રમાણે નક્કી કર્યું.
આ યોજના પ્રમાણે રાજા દીર્ધ અને રાણી ચલણીએ કુમારના લગ્ન કર્યા અને કુમાર બ્રહ્મદત્તને પોતાની નવવધૂ સાથે લાક્ષાગૃહમાં મોકલ્યો અને બાકીના બધાને પોતપોતાને ઘરે મોકલાવી દીધા. રાત્રિના બે પહોર થયા. બ્રહ્મદર ગાઢ નિદ્રામાં હતો, ત્યારે લાક્ષાગૃહમાં આગ લગાડી. નવવધૂના રૂપમાં રાણી ચલણીનો કોઈ જાસૂસ હતો. આમ કુમારને મારવા માટે રાણી ચલણીએ કાવત્રુ ગોઠવ્યું હતું પરંતુ મંત્રી ઘનના કારણે કુમાર બ્રહ્મદત્ત બચી ગયો. આમ સગી માતાએ વિષય વાસનામાં અંધ બની સગા પુત્રને મારવા તૈયાર થઈ હતી.
: સંદર્ભસૂચિ : શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર/૧૩ - સંપાદક – વિવેચક આચાર્ય મહાપ્રજ્ઞ ...
સતી વિશલ્યા ઢાલ ૫૬ સતી વશલા આગઈ હવી, રામચંદ્ર મુખ્ય હનિ સ્તવી /
સીલવતી તુ માહારી માત, આ ઊઠાડો વેગિં ભ્રાત // ૩૦ // તવ સતી ઈં સિર હથે જ ધર્યું, પઠ્ય પૂર્ણ તે ચેતન કર્યું /
ઉયુ લક્ષમણ હરખિં હસુ, સીલ તણો જગી મહીમા અસ્તુ // ૩૧ // શીલધર્મનો મહિમા એવો છે કે આત્માના અનેક ગુણોને પ્રગટાવે છે. તેમજ શીલધર્મને કારણે સતીઓ સર્વત્ર સર્વની પૂજનીય બની જાય છે. ઉપરોક્ત કડીમાં આ વાત કવિએ “શ્રી ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્રના આધારે સતી વિશલ્યાના દષ્ટાંત કથાનકના આધારે આલેખી છે જે નીચેની કથા દ્વારા સમજાય છે.
દ્રોણમેધ નામનો રાજા હતો, તેને પ્રિયંકરા નામની રાણી હતી. તે રાણી પૂર્વે રોગથી અત્યંત પીડાતી હતી. એકવાર તેને ગર્ભ રહ્યો. તેના પ્રભાવથી તે વ્યાધિમુક્ત થઈ ગઈ અને વિશલ્યા નામે એક પુત્રીને તેણે જન્મ આપ્યો. તે વિશલ્યાના સ્નાન જળથી સિંચન કરતાં તેના દેશના લોકો
* પૃ. ૨૨૬