________________
નિવારણ માટે પચાસ વર્ષ સુધી પુષ્કળ તપસ્યા કરી. છતાં મનમાં શલ્ય રાખીને કરેલી તપશ્ચર્યાનું ફળ તેમને માનસિક અબ્રહ્મચર્યના દોષમાંથી મુક્ત કરી શકયું નહિ.
કર્તવ્ય કૌમુદી-૨
ઢોલ ૫૫
: સંદર્ભસૂચિ :
શતાવધાની પંડિત મુનિરાજ શ્રી રત્નચંદ્રજી
મુનિ ફૂલવાલુક
ફુલવાલુંઓ મુનીવર જેહ, માહાતપીઓ પણિ કહીઇ તેહ | સીલ ખંડણા તેણઇ કરી, ખિણા દૂરગતિ નારી વરી ।। ૯ ।।
ઢાલ-૫૫
............. પૃ. ૩૧૧
મહાતપસ્વી એવા મુનિ ફૂલવાલુક પણ નારીના સંગથી શીલવ્રતનું ભંગ કરી દુર્ગતિમાં પડે છે. ‘શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર’/૧માં આપેલ ‘મુનિ ફૂલવાલુક’ના દૃષ્ટાંત કથાનકના આધારે કવિએ ઉપરોક્ત કડીમાં આ ભાવનું નિરૂપણ કર્યું છે જે નીચેની કથા દ્વારા જાણી શકાય છે.
એક આચાર્ય હતા. એમનો શિષ્ય અત્યંત અવિનીત હતો. એકવાર શિષ્યએ ગુરુને મારવા માટે પર્વત ઉપરથી નીચે ગુરુની ઉપર શિલા ફેંકી પરંતુ ગુરુએ આ જોયું અને તરત જ ખસી ગયા અને તેઓ બચી ગયા. તેમણે શિષ્યને શ્રાપ આપ્યો કે, તારો વિનાશ સ્ત્રીના કારણે થશે. આ સાંભળીને શિષ્યએ ગુરુનું વચન મિથ્યા કરવા માટે નદી કિનારે ખૂબ જ તપ કરવા લાગ્યો. તપના પ્રભાવથી નદીએ પોતાનો પ્રવાહ બદલી નાખ્યો. આથી તેનું નામ ફૂલવાલુક પડ્યું.
મહારાજા શ્રેણિકનો પુત્ર કોણિક વૈશાલી નગરીને પોતાને કબજે કરવા માંગતો હતો પરંતુ જ્યાં સુધી મુનિસુવ્રત સ્વામીનું સ્તૂપ રહેશે ત્યાં સુધી વૈશાલી નગરીને જીતી શકશે નહિ એવી લોકવાયકા હતી. એકવાર દેવવાણી થઈ કે જો શ્રમણ ફૂલવાલુક ગણિકાને વશ થઈ જાય તો વૈશાખી નગરીને કબજે કરી શકાય. ત્યારે કોણિકે આ કામ એક ગણિકાને સોંપ્યું. ગણિકા એક શ્રાવિકાનું રૂપ લઈ ફૂલવાલુકના આશ્રમમાં ગઈ. તેણે પોતાના રૂપથી અને બુદ્ધિથી તપસ્વી મુનિને પોતાના વશમાં કરી લીધા. મુનિ સંયમનું ભાનભૂલી એક ગણિકાના રૂપમાં મોહિત બની ગયા અને તેમનું મન વિચલિત થઈ ગયું. પોતાનું કામ થઈ જવાથી ગણિકા તેમને કોણિક મહારાજ પાસે લઈ આવી અને મુનિ પાસેથી કોણિકે બધી વાતની જાણકારી મેળવીને મુનિસુવ્રત સ્તૂપને ધ્વસ્ત કરી નાખ્યો અને વૈશાલી પર કબજો મેળવ્યો. ગણિકાએ પણ પોતાનું કામ થઈ જવાથી મુનિને છોડી દીધા. આમ મુનિ એક ગણિકાના હાથે દુર્ગતિમાં પડ્યા.
શ્રી. ઉત્તરાધ્યયન સૂત્ર/૧
: સંદર્ભસૂચિ : સંપાદક - વિવેચક આચાર્ય મહાપ્રજ્ઞ
1
<> de
પૃ. ૧૩
બ્રહ્મરાય
બ્રહ્મરાય ઘરી ચલણી જેહ, પોતઇ પૂત્ર મરાવઇ તેહ ।
ગઉતમ ઋષિની અહીલા નાર્ય, અંદ્ર ભોગવઇ ભુવન મઝાર્ય || ૧૨||
બ્રહ્મરાયના ઘરે ચુલણી નામે રાણી હતી જે પોતાના અવૈધ-સંબંધને જાણી ગયેલાં પોતાના