________________
વ્રતવિચાર રાસ’ અને ‘કુમારપાલ રાસ'માં કવિ પોતાને મૂર્ખ ગણાવીને સરસ્વતીદેવીની કૃપા મેળવવા તેમને વિનવે છે. જેમ કે,
હું મુરિખ મતિ કે લવું, તે તાહરો આધાર, પિંગલ ભેદ ન ઓલખું, વ્યગતિ નહી વ્યાકર્ણ
મુરિખ મંડણ માનવી, હું એવું તુઝ ચર્ણ આ ઉપરાંત કવિએ “મા સરસ્વતીદેવી' નાં વિવિધ નામો તેમની સ્તુતિમાં આલેખ્યાં છે. જેમ કે, (૧)
વાણી યો વાગેશ્વરી, ઉજલ ગંગા નીર, હંસગામિની બ્રહ્મ સુતા, બ્રહ્મવાદિની નામ બ્રહ્માણી, બ્રહ્મચારિણી, ત્રિપુરા કરજે કામ, દેવ કુમારી શારદા, વદને પૂરે વાસ.
- અભયકુમાર રાસ તેમ જ કવિ ઋષભદાસ કૃતિની અંતે પણ પ્રાય: સરસ્વતીનો ઉપકાર તેની સમાપ્તિ થઈ તે માટે સ્વીકારે છે. જેમ કે,
કવિ જન કેરી પહોતી આસ, હીર તણો કિં ોડ્યો રાસ, ઋષભદેવ ગણધર મહિમાય, તૂઠી શારદા બ્રહ્મસુતાય. સરસ્વતી શ્રી ગુરુ નામથી નીપનો, એ રહો જિહાં રવિચંદ ધરતી.
- હીરવિજયસૂરિ રાસ કવિએ વ્રતવિચાર રાસ', કુમારપાળ રાસ’ તેમ જ “હીરવિજયસૂરિ રાસ'માં “મા શારદા'ની સહાયતા માટે અતિ લંબાણપૂર્વક સ્તુતિ કરી છે. આ સર્વ ઉપરથી તેમની સરસ્વતી પ્રત્યે કેવી અટલ ભક્તિ અને પ્રીતિ હતી તે સ્પષ્ટ જણાય છે. કવિની નમ્રતા (પૂર્વકવિઓનું સ્મરણ)
લઘુતા-નમ્રતા વ્યક્ત કરવાની પ્રથા તથા પૂર્વના કવિઓનું સ્મરણ કરવાની પ્રથા ગ્રંથકારોમાં પરંપરાગત છે અને એ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને ગુર્જર ભાષાના ગ્રંથોમાં ઘણાં સમયથી ચાલી આવી છે.
કવિ કુલગુરુ કાલિદાસ, દિગંબરાચાર્ય અમૃતચંદ્ર, કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય જેવા મહાન ગ્રંથકારોએ પણ પોતપોતાની કૃતિમાં પોતાની લઘુતા તથા નમ્રતા બતાવી છે.
કવિ ઋષભદાસ પણ પોતાની નમ્રતા-લઘુતા બતાવવાનું ચૂક્યા નથી. આર્ય મહાકવિઓની સ્તુત્ય પ્રણાલિકા તેમણે પણ યથાયોગ્ય રીતે જાળવી છે. જેમ કે, (૧)
આગિં મોટા જે કવિરાય, તાસ ચરણ રજ કવિ રિષભાય, મુરખ મુગટ શિરોમણિ સહી, ગુરુ સેવાઈ એ બુદ્ધિ લહી
- સુમિત્ર રાજર્ષિ રાસ તથા અજાકુમાર રાસ