________________
આગઈના કવી આગલિં, હું નર સહી અગ્યાન, સાયર આગલિ ખ્યÉઉં, સ્યુ કરસઈ અભિમાન.
- વ્રતવિચાર રાસ ઋષભદાસ ઘણે સ્થળે પોતાને કવિ શબ્દથી ઓળખાવે છે. જેમ કે, ‘સાંગણ કવિ ઋષભદાસો, કરત શ્રેણિક નર રાયનો રાસો. પુણ્ય વિભાગ હુઈ તવ માહરઈ, અસ્સો સુષભ કવિ આપ વિચારઈ.”
‘રિષભ કવિ ગુણ તાહરાં ગાય, ક્યડે હરખ ઘણેરો થાય.' છતાં પણ પૂર્વે થઈ ગયેલા મહાન કવિઓ અને પોતાનામાં આસમાન જમીનનો ફેર છે, તે સ્પષ્ટપણે જણાવે છે. જેમ નયસુંદર કવિ માણિક્યદેવને ‘વરશાલિ' (ઉત્તમ ડાંગર) સાથે અને પોતાને “કંગ' (હલકી જાતની ડાંગર) સાથે સરખાવી પોતાની લઘુતા દર્શાવે છે, તે પ્રમાણે કવિ ઋષભદાસ પણ પોતાની લઘુતા તીર્થકર અને માનવ, લંકાગઢ અને અન્ય ગઢ, બાજરી અને ઘઉંના લોટ વગેરેમાં જેમ અંતર હોય તે વાત અનેક ઉપમાઓ અને રૂપકો દ્વારા દર્શાવે છે. જેમ કે,
તીર્થંકર નર અવર ને એ, માનવ સહી કહેવાય, તત્વજ્ઞાન વિચારીએ એ, તવ બહુ અંતર થાય – કવિપદ. લંકાગઢ અન્ય નગરના એ, બેહને કહિએ કોટ, એહમાં અંતર ઘણો એ, જિમ ઘઉ બાજરી લોટ – કવિપદા
- ભરતબાહુબલિ રાસ તથા હીરવિજયસૂરિ રાસ આ ઉપરથી જણાય છે કે, “કવિના ઉચ્ચ પદ'નો ખ્યાલ ઋષભદાસને પળે પળે હતો અને તેથી જ સિદ્ધસેન દિવાકર, હેમચંદ્રાચાર્ય, હર્ષ, માઘ, મહાકવિ કાલિદાસ, ધનપાલ આદિ જૈન તેમ જ જૈનેતર મહાકવિઓની પ્રશંસા કરીને તેમ જ પોતાની પૂર્વેના જૈન ગુજરાતી કવિઓનું સ્મરણ કરી તે બધાની આગળ પોતાની લઘુતા દર્શાવી છે. જેમ કે,
આગિં જે કવિરાય, તાસ ચરણ જ ઋષભરાય, લાવણ્ય લીખો ખીમો ખરો, સકલ કવિની કીતિ કરો. હંસરાજ વાછો દેપાલ, માલ હેમની બુદ્ધિ વિશાલ, સુસાધુ હંસ સમરો(યો), સુરચંદ, શીતલ વચન જિમ શારદચંદ.
-કુમાર પાલ રાસ • તેમ જ કવિએ પોતાની કૃતિઓમાં જૈન આગમો તેમ જ હેમચંદ્રાચાર્ય, જિનમંડણગણિ
જેવા જૈન સંસ્કૃત કવિઓના પોતાના ઉપરના ઋણનો પણ સ્પષ્ટ સ્વીકાર કર્યો છે. જેમ કે, (૧) હેમાચાર્ય પ્રમુખ કવિએ મહાકવી તસ નામ
સિધ્ધસેન દિવાકર એ, જિણે કીધાં બહુ કામ – કવિપદ. ૧૦ ઇસા કવિના વચનથી એ, સુણત હુઓ કાંઈ જાણ, બોલ વિચાર હરખે કહ્યું એ, કરિ કવિજન પ્રણામ કવિપદ. ૧૨
ભરતેશ્વર બાહુબલી રાસ અને હીતશિક્ષા રાસ
(૧)