________________
ઢાલ|| ૫૩ ||
દેસી. દઇ દઇ દરીસણ આપણું ।।
પંચ અતિચાર એહના, જિન કહિ સો પણિ ટાલિ રે ।
વસ્તુ મ વોહોરીશ ચોરની, તું મન ત્યાંહથી વાલ્ય રે ।।૭૧ ।।
ચીત ચોખુ નીત રાખીઇ, રાખિં બહુ સુખ હોય રે । મન મઇલઇ દૂખ પાંમીઓ, દ્રમક ભીખારી જોય રે ।। ચીત ચોખું નીત રાખીઇ । આંચલી.
સંવલ કહો કિમ ીજીઇ, ચોર તણઇ વલિ હાથિ રે । પાપી પોષ વધારતાં, દૂખ લીઇ બહુ ભાતિ રે ।।૭૨ II ચીત ચોખ.
ભેલ સંભેલ ન કીજઇ, નવી પુરાણી માંહીં રે ।
પરવિ બહુ દૂખ પાંમીઇ, કોણ સખાઈ ત્યાંહિ રે ।।૩।। ચીત ચોખ.
રાજ વિરૂધ ન કીજીઇ, કીધઈ કિમ સુખ હોય રે ।
વીષ પીધિં કિમ જિવિઇ, રીદઇ વીચારી જોય રે ।।૭૪ || ચીત ચોખુ
ફુડાં તોલ ન કીજીઇ, ઊછાં અદિકાં માપ રે |
છલ છબદિ ધન મેલતા, લાગઇ પોઢુંઅ પાપ રે ।।૦૫।| ચીત ચોખુ
માતપીતા નવિ વંચીઇ, બાંધવ ભગની પૂત્ર રે ।
ગાંઠ જુઈ નવી કીજીઇ, એમ રહઇ છઇ ધરસુત્ર રે ।।૭૬ ।। ચીત ચોખુ
ઢાલ - ૫૩ કડી નંબર ૭૧થી ૭૬માં કવિ ત્રીજા વ્રતના પાંચ અતિચાર સમજાવી તેને છોડવાનું કહે છે.
કવિ ત્રીજા વ્રતના પાંચ અતિચાર સમજાવતાં કહે છે કે, ત્રીજા વ્રતના પણ પાંચ અતિચાર છે. જિનભગવંતોએ એને પણ ત્યજવાનું કહ્યું છે. જેમ કે ચોર પાસેથી ચોરાઉ વસ્તુ લેવી નહિ. તું ત્યાંથી મનને વાળી લે. હંમેશ ચિત્તને ચોખ્ખું રાખ. ચોખ્ખું રાખવાથી બહુ સુખ મળે. અહીં કવિ દ્રમક ભિખારીનું દૃષ્ટાંત આપતાં કહે છે કે, મેલું મન રાખવાથી દ્રમક ભિખારી દુ:ખ પામ્યો હતો તે તું જો. માટે હંમેશા ચિત્તને ચોખ્ખું રાખવું.
કવિ આગળ કહે છે કે, ચોરના હાથમાં વળી ભાતુ શા માટે આપવું? આમ પાપીને પોષવાથી ઘણાં પ્રકારનું દુ:ખ મળે. વળી ભેળસેળ પણ કરવી નહિ. અર્થાત્ નવામાં જૂનું ભેળવ્યું હોય કે જૂનામાં નવું ભેળવ્યું હોય તો પરભવમાં ઘણું દુ:ખ મળે છે અને ત્યાં આપણાં મિત્ર પણ કોણ હોય?
તેવી જ રીતે રાજ્ય વિરુદ્ધ કામ કરવું નહિ, આવું કામ કરવાથી સુખ કેવી રીતે મળે? જેમ કે વિષ પીવાથી કેવી રીતે જીવાય? માટે હૃદયમાં વિચારીને જો. વળી ખોટાં તોલમાપ રાખવાં નહિ, તેમ જ ઓછું અધિક તોલમાપ કરવું નહિ. આવી રીતે છળકપટથી ધન ભેગું કરવાથી મોટું પાપ લાગે છે.
(૧૬)>