SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થાત્: દીર્ઘકાલથી જીવ આઠ પ્રકારના કર્મોનું બંધન કરતો રહે છે. એ કર્મ રજને જે મૂળથી ભસ્મીભૂત કરે છે તે સિદ્ધત્વને પ્રાપ્ત કરી લે છે. ત્યારે આઠ ગુણો પ્રગટ થાય છે. જેમ કે અનંતજ્ઞાન, અનંતદર્શન, અવ્યાબાધ સુખ, વીતરાગતા, અક્ષયસ્થિતિ, અમૂર્ત, અગુરુલઘુ અને અનંતવીર્ય. સિદ્ધત્વ આત્માની સર્વોત્તમ વિશુદ્ધ અવસ્થા છે. અરિહંત ભગવંતઃ- સમસ્ત જીવોમાં રહેલાં અંતરંગ શત્રુભૂત આત્મિક વિકારોને અથવા અષ્ટવિધ કર્મોનો વિશિષ્ટ સાધના દ્વારા ક્ષય કરનાર એવા સદેહી, સર્વજ્ઞ વીતરાગ પ્રભુ અરિહંત કહેવાય. આવા અરિહંત તીર્થંકર નામ કર્મની પ્રકૃતિ બાંધનાર, ચોત્રીસ અતિશયોના ધારક, વાણીના પાંત્રીસ ગુણોથી યુક્ત, અઢાર દોષ રહિત, આઠ મદના જીતનાર, આઠ કર્મનો ક્ષય કરનાર હોય છે. કવિ ઋષભદાસે વ્રતવિચાર રાસમાં અરિહંતપ્રભુનું સ્વરૂપ ઉપર્યુક્ત ગુણો અનુસાર આલેખ્યું છે, જે નીચે પ્રમાણે છે. તીર્થકર નામ કર્મ તીર્થંકર નામકર્મના ઉદયથી જે સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા રૂપ ચતુર્વિધ તીર્થની સ્થાપના કરે તે તીર્થકર કહેવાય. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાયરૂપ ચાર ઘનઘાતિ કર્મોનો મૂળથી નાશ કરવાથી તથા ભાવથી રાગદ્વેષરૂપી ભાવશત્રુ – આત્મશત્રુઓનો નાશ કરવાથી કેવળજ્ઞાન, કેવળદર્શનની ઉપલબ્ધિ થઈ છે એવા અનંતજ્ઞાન, અનંતદર્શનના ધારક વીતરાગી પરમાત્મા જગતના જીવોનો ઉદ્ધાર કરવા માટે સત્ય અને તથ્યભૂત મોક્ષમાર્ગનું પ્રરૂપણ કરે છે. પોતે સંસાર સાગરને સ્વયં પાર કરે તેમ જ બીજાને પાર કરાવવાવાળા મહાપુરુષ તીર્થકર કહેવાય છે. શ્રી સમવાયાંગ સૂત્રમાં નામકર્મની બેતાલીસ પ્રકૃતિ બતાવી છે. તેમાં એક પ્રકાર તીર્થંકર નામ-કર્મ પ્રકૃતિ છે. આ તીર્થકર નામ કર્મનું ઉપાર્જન જે જીવ પૂર્વના ત્રીજા ભવમાં વીસ બોલમાંથી કોઈ પણ એક, બે યાવત્ વીસ બોલનું યથાર્થરૂપે આરાધન કરે તે આગળના ત્રીજા ભવમાં તીર્થંકર પદ પ્રાપ્ત કરે છે. આચાર્ય ભદ્રબાહુ સ્વામીએ “આવશ્યક નિર્યુક્તિ'માં કહ્યું છે કે “નિયમ મજુમા ' અર્થાત્ તીર્થકર નામ કર્મની પ્રકૃતિ મનુષ્ય ગતિ સિવાયની ગતિમાં બંધાતી નથી. તેવી જ રીતે આચાર્ય નેમિચંદ્રજીએ “ગોમ્મસાર'/કર્મકાંડમાં કહેલ છે, જેમ કે “સમેન તિસ્થબંધો' અર્થાત્ મનુષ્યગતિમાં અને એ પણ સમ્યકત્વના સર્ભાવમાં જ બંધાય છે. ‘શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર” અ. ૮/૧૩માં વીસ સ્થાનકો/બોલનાં નામ નીચે પ્રમાણે દર્શાવ્યાં છે. જેમ કે, ૧) અરિહંત, ૨) સિદ્ધ, ૩) પ્રવચન, ૪) ગુરુ, ૫) સ્થવિર, ૬) બહુસૂત્રી-પંડિત, ઉ) તપસ્વી, - આ સાતનાં ગુણકીર્તન કરવા, ૮) જ્ઞાનમાં વારંવાર ઉપયોગ કરવો, ૯) દોષરહિત નિર્મલ સમ્યકત્વની વિશુદ્ધિ, ૧૦) ગુરુ આદિ પૂજયનો વિનય કરવો, ૧૧) ઉભય કાળ આવશ્યક ક્રિયા કરવી, ૧૨) શીલ અને વ્રતોનું નિરતિચાર પણે પાલન કરવું, ૧૩) ક્ષણ-લવ પ્રમાણ કાલનો પ્રસાદ કર્યા વિના શુભ ધ્યાન ધરવું, ૧૪) તપનું આરાધન કરવું, ૧૫) ત્યાગ-અભયદાન, સુપાત્ર દાન
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy