________________
૭૩) કર્મ :- ‘ક્રિયતે ઈતિ કર્મ:' જે ક્રિયા કરવાથી બંધાય તે કર્મ. મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને જોગનાં કારણે આત્મા સાથે જે બંધાય તેને કર્મ કહે છે.
૭૪) પરિગ્રહ :- પ્રાપ્ત વસ્તુનો સંગ્રહ કરવો, નવી વસ્તુઓ ગ્રહણ કરવી અને તેના પ્રત્યે મમત્વ રાખવું તે પરિગ્રહ છે.
૭૫) ચક્રવર્તી :- એટલે છ ખંડના અધિપતિ, ૯૬ કરોડ પાયદળના સ્વામી, ૮૦ લાખ હાથીઓના માલિક, ૯૬૦૦૦ રાણીઓ અને ૧૪ રત્નો તથા નવ નિધાનના ભોક્તા ઉપરાંત પોતાનું રૂપ વિકુવ કરવાની શક્તિવાળા હોય છે. દેવ નિર્મિત રત્નમણિના પાંચ મોટા મહેલ હોય છે. ચક્રવર્તીનાં ચૌદ રત્નો – ૧) ચક્ર રત્ન, ૨) છત્ર રત્ન, ૩) દંડ રત્ન, ૪) ધર્મ રત્ન, ૫) કાકણ્ય રત્ન, ૬) મણિ રત્ન, 9) ખડ્ઝ રત્ન, ૮) હસ્તિ રત્ન, ૯) અશ્વ રત્ન, ૧૦) પુરોહિત રત્ન, ૧૧) સેનાપતિ રત્ન, ૧૨) ગાથાપતિ રત્ન, ૧૩) વાર્ધિક રત્ન અને ૧૪) સ્ત્રી રત્ન. ચક્રવર્તીનાં નવ નિધાન – ૧) નૈસર્ષ :- ગામ-નગર આદિનો વ્યવહાર જેનાથી થાય છે. ૨) પાંડુક :- નાણાં અને મેય દ્રવ્યોનો વ્યવહાર જેનાથી થાય છે. ૩) પિંગલક :- પુરુષ, સ્ત્રી, અશ્વ, હસ્તી વગેરેના આભરણ વિધિનો વ્યવહાર જેનાથી થાય છે. ૪) સર્વ રત્ન :- ચક્રવર્તીના ૧૪ અન્ય એકેન્દ્રિયાદિ રત્નોની ઉત્પત્તિ જેનાથી થાય છે. ૫) મહાપદ્મ :- શ્વેત અને રંગીન વસ્ત્રોની ઉત્પત્તિ જેનાથી થાય છે. ૬) કાળ :- વર્તમાન આદિ ત્રણ કાળનું અને બધી કળાઓનું જ્ઞાન જેનાથી થાય છે. ૭) મહાકાળ :- લોહ આદિ સમગ્ર ધાતુઓ તથા સ્ફટિક, મણિ વગેરેની ઉત્પત્તિ જેનાથી થાય છે. ૮) માણવક :-યુદ્ધનીતિ અને દંડનીતિ તથા યોધ, આયુધો વગેરેની ઉત્પત્તિ જેનાથી થાય છે. ૯) શંખ :- સંગીત, નૃત્ય અને વાદ્યોની ઉત્પત્તિ જેનાથી થાય છે.
૭૬) કેવળજ્ઞાન :- કેવળજ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી સંપૂર્ણ લોકાલોકમાં રહેલાં સર્વ દ્રવ્યોના સર્વ ગુણોની, સર્વ પર્યાયોની આત્મા દ્વારા એકસાથે જાણવા.
૭૭) મોક્ષ :- આત્મપ્રદેશથી દ્રવ્ય અને ભાવ કર્મોનો સર્વથા, સંપૂર્ણ ક્ષય થાય તે “મોક્ષ તત્ત્વ'.
૭૮) સિધ્ધલોક :- ઊર્ધ્વલોકમાં સર્વાર્થસિદ્ધિ નામના સ્વર્ગથી બાર યોજન ઉપર પિસ્તાલીસ લાખ યોજન વિસ્તારવાળી, એક કરોડ બેતાલીસ લાખ ત્રીસ હજાર બસો ઓગણપચાસ (૧૪૨૩૦૨૪૯) યોજનની પરિધિવાળી સિધ્ધશિલા છે. આ લોકાકાશનો અંતિમ ભાગ છે. આ ભાગને સિધ્ધલોક, સિધ્ધાલય, મુક્તાલય, લોકાગ્ર અથવા ઈષત્ પ્રાભાર પૃથ્વી કહે છે, આ સિધ્ધશિલાના એક યોજન ઉપર અનંતાનંત સિધ્ધ વિરાજમાન છે.
૭૯) નવનંદ :- આ અવસર્પિણીકાળના નવનંદ એટલે નવ વાસુદેવ. ૧) ત્રિપૃષ્ટ, ૨) દ્વિપૃષ્ઠ, ૩) સ્વયંભૂ, ૪) પુરુષોત્તમ, ૫) પુરુષ સિંહ, ૬) પુરુષ પુંડરીક, ૭) દત્ત, ૮) નારાયણ (લક્ષ્મણ), ૯) કૃષ્ણ.