________________
દર્શાવી, શીલવ્રતના ખંડનથી મહાન વિભૂતિઓ પણ નીચે પડે છે, તેમ જ શીલના પ્રભાવથી શું ફળે મળે તેનું આલેખન કરી, ચોથા વ્રતના પાંચ અતિચાર દર્શાવી તેને છોડવાનો ઉપદેશ આપ્યો છે. જે ઢાલ – ૫૪, ૫૫, ૨૬, ૫૭માં વિસ્તારપૂર્વક સમજાવે છે. (૫) સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રત (પાંચમુ અણુવ્રત)
શ્રી દશવૈકાલિક સૂત્રમાં “મુછા પરિગો ડુતો ” અર્થાત્ મૂચ્છભાવને પરિગ્રહ કહ્યો છે.
શ્રાવકો ગૃહસ્થ જીવન વ્યવહારમાં પરિગ્રહનો સંપૂર્ણ ત્યાગ કરીને નિષ્પરિગ્રહી બની શકતા નથી પરંતુ પરિગ્રહ દુ:ખમૂલક છે, તેવી સ્પષ્ટ સમજણ અને શ્રદ્ધા સાથે જીવન વ્યવહારમાં આવશ્યક વસ્તુઓની છૂટ રાખી અવશેષ પદાર્થોનો ત્યાગ કરે છે. પરિગ્રહના બે પ્રકાર છે. ૧) સચેત પદાર્થો અને ૨) અચેત પદાર્થો. શ્રાવકો નવ પ્રકારે બાહ્ય પરિગ્રહની મર્યાદા કરે છે.
તૃષ્ણા એ દુ:ખનું મૂળ છે. આવું જાણી શ્રાવકે આસ્તે આસ્તે મમત્ત્વ ઘટાડવાનો પ્રયત્ન કરવો. તેમ જ સંતોષ ધારણ કરી મર્યાદિત થવું અને દ્રવ્યનો સવ્યય કરવો. દયા, દાન ઈત્યાદિ સુકૃત્યમાં દ્રવ્ય વાપરવું. એ આ વ્રતનો ઉદ્દેશ્ય છે.
કવિ ઋષભદાસે ‘વ્રતવિચાર રાસ'માં પાંચમા અણુવ્રત સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રતનું સ્વરૂપ આલેખી અતિ તૃષ્ણા કરવાથી તેના ફળ સ્વરૂપે શું મળે, તે દર્શાવી પાંચમાં વ્રતના પાંચ અતિચારનું આલેખન કરી તેને ત્યવાનો ઉપદેશ આપ્યો છે જે ઢાલ – ૫૯, ૬૦, ૬૧, ૬૨માં લંબાણપૂર્વક સદષ્ટાંત સાથે સમજાવે છે. (૬) દિશા (દિગ) પરિમાણ વ્રત (પહેલું ગુણવત)
દિશા સંબંધી વ્રત અથવા પૂર્વાદિ ગમનાદિ ક્રિયાની મર્યાદા કરીને તેની બહારના ક્ષેત્રમાં ન જવું તે દિશાવ્રત છે.
દિશાવ્રતમાં કર્મક્ષેત્રની અર્થાત્ સાંસારિક પ્રવૃત્તિઓ માટેની સીમા-મર્યાદા કરવાની હોય છે. ગૃહસ્થ જીવનને સંયમિત અને સાત્વિક બનાવવા માટે જેમ પરિગ્રહ પરિમાણ આવશ્યક છે. તેમ દિશા પરિમાણ પણ જરૂરી છે. પોતાની ત્યાગવૃત્તિ પ્રમાણે પૂર્વ, પશ્ચિમ આદિ સર્વ દિશાઓનું પરિમાણ નક્કી કરી લેવું અને તે પરિમાણની બહાર દરેક પ્રકારના અધર્મમય કાર્યથી નિવૃત્તિ લેવી તે આ વ્રતનો ઉદ્દેશ છે. | દિશાની મર્યાદાથી શ્રાવકની વૃત્તિ સંક્ષિપ્ત થાય અને એ દિત ક્ષેત્રમાં જ પોતાના જીવનવ્યવહાર ચલાવે છે.
કવિ ઋષભદાસે ‘વ્રતવિચાર રાસ'માં છઠ્ઠી દિશા પરિમાણ વ્રતનું સ્વરૂપ દર્શાવી તેના અતિચાર સમજાવી વ્રતનું પાલન બરાબર કરવું. આ બો આપ્યો છે. જે ઢાલ - ૬૩ પંકિત નંબર ૯૬ થી ૦૦૧માં દશ્યમાન થાય છે. (૭) ઉપભોગ-પરિભોગ પરિમાણ વ્રત (બીજુ ગુણવ્રત)
અન્ન, પાણી, પકવાન, શાક આદિ જે વસ્તુ એક જ વાર ભોગવવામાં આવે તે ઉપભોગ અને વસ્ત્ર, ભૂષણ, શયનાસન આદિ જે વસ્તુ વારંવાર ભોગવવામાં આવે તે પરિભોગ. તે બન્ને પ્રકારની