________________
ખાલ નીર ગંગામ્હાં ગયાં, તે જલ ગંગા સરીખાં થયાં | ચંદન જમલાં જે વ્રિષ રહ્યા, તે સઘલા પણિ સુકડી લહ્યાં ।।૯૩//
સાર્ષિં સમર્યુ ઈશ્વર દેવ, તો કંઠિ ઘાલ્યા તતખેવ ।
રાય વભીષણ સંગતિ રામ, લંકાપતિ દીધું તસ નાંમ ।।૯૪ ।।
એ સંગતિના સુણિ દ્રીષ્ટાંત, મીથ્યા સંગ તજો એકાત |
કહી ભિવ ભમતાં પરીચો જેહ, મીછાટૂકડ દીજઇ તેહ ।।૯૫ || ઢાલ - ૩૫ કડી નંબર ૭૮થી ૯૫માં કવિ વિસ્તારથી દૃષ્ટાંતો દ્વારા સમકિતના પાંચમા અતિચાર ‘મિથ્યાત્વીનો પરિચય'નું સ્વરૂપ સમજાવે છે. તેમ જ મિથ્યા સંગનો પરિહાર કરવાનો ઉપદેશ આપે છે.
કવિ સમકિતના પાંચમા અતિચારનું સ્વરૂપ વિસ્તારથી સમજાવતાં કહે છે કે, જે મિથ્યાત્વી મતનો પરિચય કરે છે તેમ જ તેને માને છે તેનો સંગ ટાળવો. અહીં અનેક દૃષ્ટાંત આપીને કહે છે કે, જેમ કાજળવાળી ઓરડીમાં પ્રવેશ કરીને ત્યાં બેસવાથી કેવી રીતે ઉજ્જવળ રહેવાય? તેમ મિથ્યાત્વીનો સંગ કરવાથી આત્માનો રંગ ઉજ્જવળ કેવી રીતે રહેશે? આત્મા અને પાણી બન્ને સરખાં છે. નીચની સંગતથી બન્ને ખરાબ થાય છે. વળી કહું છું તે તમે સાંભળજો. નીચની સંગતને તમે સહુ છોડી દેજો. આગળ પણ નર, નાર, દેવો નીચની સંગતથી બહુ દુ:ખ પામ્યા છે. જેમ કે વાંસે ગાંઠોની સંગત કરી તો તે થકી ચીરાવું પડ્યું. નદીના સંગે જે તરુવર રહ્યાં તે બધા મૂળથી નાશ પામ્યાં. વળી હંસ કાગડાની સંગે ગયો તો તેનો પરાભવ થયો તેમ જ મરણને મેળવ્યું. જોગીના સંગ થકી શંખને ઘરે ઘરે ભીખ માંગવી પડી. વળી મહાવતે અસતીનો સંગ કર્યો તો તેણે પોતાનો પ્રાણ ગુમાવ્યો. મુંજ જેવા રાજા પણ દાસીના સંગથી દુ:ખ પામ્યા.
તુંબડીનો દૃષ્ટાંત આપતા કવિ કહે છે કે, વળી સંગતિનો આ વિચાર પણ જો, એક તુંબડી પર ચાર તુંબા છે. એમાંથી એક તુંબ મુનિવરના હાથમાં જઈ ચડ્યું જગમાં તેનું નામ પાત્ર પડ્યું. વળી બીજું તુંબ જે નદીના સંગે રહ્યું જગમાં તુંબા જાલીનું રૂપ પામ્યું કે જે નદીને પાર કરાવી કિનારે પહોંચાડે છે. તુંબડીનું ત્રીજું ફળ કે જે કોઈ કળાકારના હાથમાં આવ્યું. તેણે તેમાંથી વીણા નામે યંત્રનું રૂપ આપ્યું કે જેનાં મધુર સુર સાંભળીને કિરતાર આનંદ પામ્યા. વળી ચોથી તુંબડી હતી તે એક હજામના હાથમાં જઈ ચડી. તેણે તે કાપીને રુબડી (હજામતનું સાધન) બનાવી. આમ કુસંગથી રુબડી લોહી પીને લોહિયાળ બની.
શ્રેણિકરાયના હાથીનું દૃષ્ટાંત આપીને સમજાવે છે કે, શ્રેણિકરાયનો હાથી જે ઘણો દુર્દમ, ગર્વિષ્ઠ હતો પરન્તુ જ્યારે તેને મુનિવરની સંગત મળી તો તેના માન, કષાય બધું જ જતું રહ્યું. અને જેવું સુકોમળ ગાયનું વાછરડું હોય તેવો અતિ શાંત સુકોમળ બની ગયો. હવે તે ગામ, ગઢ કે મંદિર તોડતો ન હતો, તેમ જ રાજાના કોઈ કામ પણ તે કરતો ન હતો. ત્યારે રાજાના મંત્રીએ વિચાર કરીને તેને કોઈ પાપીના દરવાજે બાંધ્યો. અહીં માર, માર મુખથી એવાં શબ્દો સાંભળીને, પશુઓને ચીસો પાડીને મરતાં જોઈને, તેમ જ લોહી, માંસ જોઈને ગજરાજ ફરીથી દુષ્ટ હૃદયવાળો થઈ ગયો. માટે હે
- ૧૩૧