________________
પંડિતા હૃદયથી આ વાત વિચારી જો નીચની સંગત કોઈ કરતાં નહિ.
તેવી જ રીતે સુસંગત થકી તુચ્છ વસ્તુની કિંમત પણ વધી જાય છે તેવા દષ્ટાંત આપતાં કવિ કહે છે કે, જેમ સૂતરના તાંતણાએ પુષ્પની સંગત કરી તો આપણે તેને રાજાના કંઠમાં પહેરાવ્યું. વળી ત્રાંબાએ સોનાની સંગત કરી તો તેની ઘણી કીર્તિ વધી. ગટરના પાણી (ખાળના પાણી) ગંગા નદીમાં ભળી જતાં તે પાણી ગંગાજળ સરખા થયા. તેમ જ ચંદન વૃક્ષને વળગીને જે વૃક્ષ રહ્યા તે બધા પણ સુખડ કહેવાયા. વળી સાપે મહેશ દેવને ભજ્યાં તો તરત જ તેને પોતાના કંઠમાં ધારણ કર્યો. રાજા વિભીષણે રામની સંગત કરી તો તેને લંકાપતિનું નામ મળ્યું.
આ સંગતિનાં દષ્ટાંતો સાંભળીને હંમેશ માટે મિથ્યાસંગત તજી દેજો તેમ જ અનેક ભવ ભમતાં ભમતાં તેનો પરિચય કર્યો હોય તો તેનું “મિચ્છામિ દુક્કડમ્ આપો.
દૂહા || એમ અતીચાર ટાલીઈ સમકીત રાખે સાર |
સૂધો શ્રાવક તે કહું, જે પાલઈ વ્રત બાર //૯૬ // કડી નંબર ૯૬માં કવિ સમકિતના અતિચાર ટાળી શુદ્ધ સમકિત રાખી બાર વ્રત પાળવાનું કહે છે.
જે આ અતિચાર ત્યજીને શુદ્ધ સમકિત રાખે છે તેમ જ બાર વ્રત પાળે છે તે સુશ્રાવક કહેવાય.
ઢાલ || ૩૬ છે. દેસી. પ્રણમી તુમ સીમંધરૂજી. | પહઇલું વ્રત ઈમ પાલીઇજી, વ્યસનો ન કીજઇ રે ઘાત / આરંભિ જઈણા કહીજી, એમ બોલ્યા વગનાથ //૯૭ // સુણો નર, ધર્મ યાઈ રે હોય, દયા વિના નર કો વલીજી | મોક્ષ ન પોહોતો કોય, સુણો નર ધર્મ ફ્લાઇં રે હોય //આંચલી // કર્મ વાલાદીક કીડલાજી, કાયા જીવ અનેક / અનુકંપાઈ કાઢતાજી, દોષ ન લાગઇ રેખ //૯૮ // સુણો નર. મુઢ પણું તે પરીહરોઇ, રાખો જીવ એકાતિ / માનવપણું છઈ દોહેલું છે, લહીઈ દસ દ્રષ્ટાંતિ //૯૯ // સુણો. ચકી ભોજન તે લખીજી, લખી લઈ ઘરિઘરિ આહાર / ફરી ચકવઈ અન કિમ લહઇજી, તિમ માનવ અવતાર //zoo // સુણો. મેરસમા ઢગલા કરી છે, અને અન માંહિ રિ ભેલિં / વૃધા વિણી કિમ દીઇજી, તિમ માનવભવ મેલિ //૧ // સુણો.