________________
દેવિં પાસા સોગઠાં જી, નર નિં દીધાં રે દોય / તે સાથિં જે જીપીઇજી, તો માંનવ ભવ હોય //ર // સુ. અઠોતર સો થાભલા જી, થાંભઈ થાંભઈ રે જામ્ય / ત્યાંહાં તેતલી પુતલિજી, સુદર રૂ૫ વખાણ્ય //૩ // સુ. વાર અઠોતર સો રમઇજી, જીપઈ પૂતલી એક / અઠોતરસો વારનો જી, આક કહુ તુઝ છેક //૪ // સુ. બાર લાખ નિ પરિંજી, ઓગણસાઠ હજાર / સાત સહ્યાં નિ જાણજે જી, ઊપરિ અદીકા બાર //પ // સુ. અનવર જીપઈ જવટઇજી, રાજ લઈ નીરધાર / નવિ જિપઈ જીપઈ સહીજી, કિહાં માનવ અવતાર //૬ // સુ. યણ ઘણાં છઈ સેઠિ નિં જી, વેચ્યા જઈ દેશ / તે જો મેલઈ એગઠાં છે, તો માનવભવ લહઈશ //છ // સુ. સુપન એક નર દોયનિં જી, વદને ચંદ પઈઠ / એક રોટો એક રાજીઓ જી, એમ જગી અંતર દીઠ //૮ // સુ. રોટાવાલુ ચીતવઈ જીચંદ લહુ મુખમાંહિ / નાવઈ પણિ આવઈ સહીજી, નર ભવ છઈ કહઈ ક્યાહિ //૯ // સુ.
સ્વયંભુરમણ જલપૂરવિં જી, ધસર મુકઇ રે જય / પછિમ કીલી અઠવાઈ જી, કિમ સંયુગી થાય /૧૦ // સુ. પવન પરેયાં દોએ જણાં જી, ધોંસર કીલી રે એક / પણિ નરગતિ છઈ વેગલી જી, પાંઈ પૂણ્ય વસેક // ૧૧ // સુ. કુપિ રહઈ એક કાચબોજી, સાત પડો રે સેવાલ / કુરમિ દીઠો ચંદલો જી, ફરી જોતા વિશાલ //૧૨ // સુ. થાંભા ઊપરી આંણીઈ જી, ઍતો ચક્ર વશેક / અવલું સવલું તે ફરઈ જી, અછાં પૂતલિ એક //૧૩ // સુ. જલકુંડી જોવાલુ લઈ જી, શર સાંધઈ નર જાણ / વાંમ આંખે જઈ પૂતલી જી, તીહા જઈ વાગઈ બાંણ //૧૪ // સુ. અવની ઊપરી નર ઘણા જી, કો એક પાંમાં રે પાર / રાધાવેધ ને સાધતા જી, દૂલહો નર અવતાર //૧૫ // સુ.