________________
રયણ ધણા ઘટિ દલી જી, પંચ વર્ણનાં રે પેખ્ય | મેરશખરિ ઢગલો કરઈ જી, ઊડઈ વાયુ વસેષ્ય //૧૬ // સુ.
દા દ્રષ્ટાંતિ દોહેલો જી, માંનવનો ભવ જાણ્ય | જીવદયા તે કીજીઈ જી, બોલ્યુ વેદ પૂરાણ્ય ।।૧૭|| સુર
ઢાલ - ૩૬માં કડી નંબર ૯૭થી ૧૭માં કવિ પ્રથમ ‘સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ' અણુવ્રતનું સ્વરૂપ તેમ જ દયા વિના દુર્લભ આ માનવભવ હારી જવાની દહેશત બતાવીને પ્રસંગતઃ દશ દષ્ટાંતો તે'અંગેના વર્ણવે છે.
પ્રથમ અણુવ્રત ‘સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ' વ્રતનું સ્વરૂપ સમજાવતાં કવિ કહે છે કે, ત્રસ જીવોની હિંસા કરવી નહિ, આરંભ સમારંભમાં જયણા રાખવી. આવી રીતે પહેલું વ્રત પાળવું. એવું જગનાથે કહ્યું છે તે તમે સાંભળો, ધર્મ દયાથી જ થાય છે અને દયા વગર કોઈ મોક્ષમાં પહોંચતાં નથી. આમ ધર્મ દયાથી જ થાય. જેમ કે કૃમિ, વાળા આદિ કીડાંઓ વગેરે જીવોને અનુકંપાથી કાઢતાં જરા પણ દોષ લાગતો નથી, માટે મૂઢપણું છોડીને આવા જીવો ઉપર દયાભાવ રાખો. આ માનવભવ અતિ દુર્લભ છે, તે દશ દૃષ્ટાંતે સમજો.
અહીં આગમિક દશ દૃષ્ટાંતનું વર્ણન કરતાં સમજાવે છે કે, પ્રથમ દૃષ્ટાંત ‘ચુલ્લક’નું આપ્યું છે. જેમ ચક્રવર્તી બ્રહ્મદત્ત એક બ્રાહ્મણને પ્રસન્ન થતાં પોતાના છ ખંડના રાજ્યમાં પ્રતિદિન એક એક ઘરે ભોજનની માગણી લખી આપે છે. પહેલા તે ચક્રવર્તીના ઘરનું સ્વાદિષ્ટ ભોજન કરે છે. પરંતુ ફરીથી આવું ભોજન તેને પોતાનું આયુષ્ય પૂરું થાય ત્યાં સુધી મળવું દુર્લભ છે, તેમ માનવ-અવતાર પણ દુષ્કર છે.
બીજુ દૃષ્ટાંત ‘ધાન્ય’નું છે. જેમ કે મેરુ પર્વત જેટલાં અનાજના ઢગલા કરીને, તેમાં જુદા જુદા અનાજનાં દાણાં ભેગા કર્યાં હોય ત્યારે તેને વીણવા કોઈ વૃદ્ધા માટે મુશ્કેલ છે, તેમ આ માનવભવ મળવો મુશ્કેલ છે.
ત્રીજુ દૃષ્ટાંત ‘પાસક’નું આપ્યું છે. જેમ દેવ પાસે દૈવી પાસા અને સોગઠાં હોય તે બન્ને નરને રમવાં આપે. ત્યારે નર તે દેવની સાથે જો કદાચ જીતી જાય, તોપણ માનવભવ મળવો દુર્લભ છે. ચોથું દૃષ્ટાંત ‘ધૃત’નું આપ્યું છે. જેમ રાજસભામાં ૧૦૮ થાંભલા છે. થાંભલે થાંભલે ૧૦૮ સુંદર પૂતળીઓ છે. જ્યારે ૧૦૮ વાર જીતીએ ત્યારે ૧૦૮ પૂતળીવારો એક થાંભલો જીતી શકાય. આમ ૧૦૮ × ૧૦૮ × ૧૦૮ વારના આંક ૧૨,૫૯,૭૧૨ થાય. જ્યારે રાજકુમાર આટલા દાવ રમીને જીતે ત્યારે તેમને રાજ્ય મળે. આમ રાજકુમાર માટે જુગારમાં પ્રત્યેક પૂતળી જીતવી મુશ્કેલ છે, તેમ આ મનુષ્યભવ પુનઃ પ્રાપ્ત થવો દુર્લભ છે.
પાચમું દૃષ્ટાંત ‘રત્ન’નું છે. જેમ કે એક શેઠ પાસે ઘણાં રત્નો હતાં. તેણે બધાં રત્નોને જુદાં જુદાં દેશમાં વેચી દીધાં. હવે આ વેચેલાં રત્નોને પાછાં એકઠાં કરવા મુશ્કેલ છે, તેમ આ મનુષ્યભવ પ્રાપ્ત કરવો મુશ્કેલ છે.
છઠું દૃષ્ટાંત ‘સ્વપ્ન’નું છે. જેમ કે બે નરને પાછલી રાતે મુખમાં ચંદ્રનો પ્રવેશ થવાનું એક