________________
સરખું સ્વપ્ન આવે છે ત્યારે આ સ્વપ્નનાં ફળ તરીકે એક રાજા થાય છે અને એક રોતો રહી જાય છે. ત્યારે રોવાવાળો મનમાં વિચારે છે કે, ફરીથી હું ક્યારે મુખમાં ચંદ્રનું પાન કરું? પરંતુ તે સ્વપ્ન ફરીથી આવવું દુર્લભ છે તેમ આ માનવભવ સંમજવો.
સાતમું દષ્ટાંત “યુગ'નું આપ્યું છે. જેમ કે સ્વયંભૂરમણ સમુદ્રનાં જળમાં પૂર્વ દિશામાં કોઈ દેવ ગાડાનું ધોંસરું નાંખી દે અને પશ્ચિમ દિશા તરફ એ ધોંસરની કીલી નાંખી દે ત્યારે એ બન્નેનો સંયોગ થવો દુર્લભ છે. ધોંસર અને કીલી એક કરવા પવન તેને ખેંચે છે પરંતુ ધોંસરના વીંધમાં કલી દાખલ થવી અધિક દુર્લભ છે, તેમ આ માનવભવ પણ દુર્લભ છે.
આઠમું દષ્ટાંત કૂર્મનું આપ્યું છે. જેમ કે સાત પડ શેવાળથી આચ્છાદિત એક કૂવામાં એક કાચબો રહેતો હતો. એકવાર કોઈ કારણસર શેવાળમાં છિદ્ર પડી ગયું. આ સમયે કાચબાએ પોતાની ડોક બહાર કાઢી, તો તેણે આકાશમાં શરદકાળના પૂર્ણ ચંદ્રમાનું અપૂર્વ દશ્ય જોયું. આ અપૂર્વ દશ્ય પોતાના પરિવારને બતાવવા માટે ફરીથી તે જગ્યાએ આવ્યો પરંતુ હવાના ઝાપટાને કારણે પુનઃ તે છિદ્ર શેવાળથી આચ્છાદિત થઈ ગયું. આમ જેમ ફરીથી ચંદ્ર દર્શન થવા દુર્લભ છે તેમ માનવભવ પણ દુષ્કર છે.
નવમું દષ્ટાંત ‘ચક્ર-રાધાવેધ’નું છે. જેમ કે રાજાએ પોતાની પુત્રીના વિવાહ માટે સ્વયંવર મંડપ રચ્યો. તેની પાસે જ એક ખૂબ મોટો સ્તંભ ઊભો કરાવ્યો. સ્તંભના ઊર્ધ્વભાગમાં સીધાં-ઊંધાં ફરતાં ચાર ચક્ર ગોઠવ્યાં. તે ચક્રો ઉપર રાધા નામની એક પૂતળી ગોઠવી. સ્તંભના નીચેના ભાગમાં જોવા માટે પાણીની કૂંડી મૂકી. જે વ્યક્તિ રાધાના ડાબા નેત્રને બાણથી વીંધી શકશે તે રાજકુમારીનો પતિ બની શકે. આ પૃથ્વી પર રાજા તો ઘણા હતા પરંતુ તેમાંથી કોઈ એક જ રાધાવેધ કરી શકે છે. તેમ આ માનવભવ પણ દુર્લભ છે.
| દશમું દષ્ટાંત ‘પરમાણુનું આપ્યું છે. જેમ પાંચ પ્રકારનાં ઘણા રત્નોને ઘંટીમાં દળીને તેનો મેરુ પર્વત ઉપર ઢગલો કર્યો ત્યારે આ ભૂકાને વાયુ ચારે બાજુ ઉડાડી દે છે. પછી ફરીથી તેના પરમાણુઓને એકત્રિત કરી રત્નો બનાવવા અતિ મુશ્કેલ છે તેમ આ માનવ અવતાર પણ ફરીથી મળવો અતિ દોહેલો છે.
અંતમાં કવિ કહે છે કે, આમ દશ દષ્ટાંતે માનવભવ દુર્લભ જાણવો. માટે આ માનવભવમાં જીવદયા પાળવી. આ વાત વેદ, પુરાણમાં પણ બતાવી છે.
દૂહા || ધર્મ યા વિન તુ તજે, ઊઠિ નાગરવેલિ /
ભમરઇ જિમ ચંપક યુ, પીછ તજ્યાં જિમ ટેલિ //૧૮ // સુ. કડી નંબર ૧૮માં કવિ દયા વિનાના ધર્મને ત્યજવાનું ‘રૂપક' દ્વારા સમજાવે છે.
કવિ કહે છે કે, જેમ નાગરવેલ ઉપર ચડવાનું છોડી દે છે, ભમરો ચંપક ફૂલને છોડી દે છે અને ઢેલ પીછાંને છોડી દે છે તેમ દયા વગરના ધર્મને છોડવો.