________________
ઢાલા ૩૭ | ચોપાઈ || તજે નગર જિહા વઈરી ઘણાં, તજે વાદ જિલ્લા નહી આપણો / તજે હોલ જે અતિ જાજર, તજઈ નેહ વિનાં દીકિરા /I૧૯ // તજિઈ રૂઠો રાજા વલી, તજિઈ પરગતી અતી આકલી / તજિઈ પાપી કેરો દંગ, તજિઈ જાતિ કુજાતિ તુરંગ //ર૦ // તજીઈ બાલ કેરી છાંહિં તજીઇ વાસો વિષધર યાંહિ / તજીઇ પરવર કેરી તાતિ, તજીઈ ભોજન લખવું રાતિ //ર ૧ // તજઈ કાયર ખ્યત્રી જામ, ન કરઈ ઠાકુર કેરૂ કાંમ / તજિઈ મંકડ સાથિ આલ, તજીઈ પર નિ દેવી, ગાલ //રર // તજીઇ મોટા સાથિં જઝ, તજીઈ મુરિખ સાથુિં મુંઝ / તજિઈ વણજ મધુ ને મીણ, તજીઈ ધર્મ યા જે હીણ // ૨૩ તજીઈ ચોમાસઈ ચાલવું, તજીઈ રાઅંગણિ મહાલવું / તજીઈ સાઈ સંઘાતિ કે, તજીઈ સંગતિ નીચ વસેષ //ર૪ // રણિ અંગણિના તજીઈ ઠામ, તજીઇ નીર વિનાં આરામ / તજીઈ સાત વસન સંસારિ, દૂત મશ નિ મદિરા વારિ //ર૫ // તજીઈ વેશા કેરૂ બાર, તજીઈ આવ્હો નીરધાર / તજિઈ ચોરી કેરો રંગ, તજીઈ પદારાનો ભંગ // ૨૬ // તજિઈ ભોજન જિહાં નહી માંન, તજિઇ વિણ સંગિં પાન / તજિઈ કંઠ વિણું ગાન, તજીઈ પાપ કર્મનું ધ્યાન //ર૭ // તજીઈ પાતિગ પૂણ્યનિં ઠાંમિ, તજીઈ આલસ ધર્મ કાંમિ / તજીઈ સ્તુતિ મુખી પોતા તણી, તજીઈ નર લંપટ અવગુણી //ર૮ // તજીઈ કગરૂ કેરા પાય, તજીઈ ઘરિ મારકણી ગાય /
તજીઇ વિર્ષ થયુ જે ખીણ, તજીઈ ધર્મ યા જે હીણ //ર૯ // ઢાલ – ૩૭ કડી નંબર ૧૯થી ૨૯માં કવિ દયારહિત ધર્મની અનેક વસ્તુઓ સાથે તુલના કરી બધાંની જેમ દયાવિહીન ધર્મને પણ ત્યજવો એમ ઉપદેશ આપે છે.
જેમ જે નગરમાં દુશ્મન ઘણા હોય તેવું નગર છોડવું, જ્યાં આપણાં હિતેચ્છુ ન હોય ત્યાં વાદ ત્યજવો. જે ઘર અતિ જર્જરિત હોય તે છોડવું તેમ જ પ્રેમ વિનાનાં દીકરા પણ ત્યજવા. કોપાયમાન રાજા પણ ત્યજવો, ઘણી મુશ્કેલ પ્રગતિ હોય તેવાં કામ ત્યજવા. પાપીનો સંગ ત્યજવો.