________________
ઢાલ-૫૫
અહિલ્યા આગઈ અંદ્ર અહલ્યાખ્યુ રમ્ય, અપજસ તેહનો ગગનિ ભમ્ય /
સહઈ સભગ તસ પોતઈ હવા, અંગઈ રોગ તેહનિ નવનવા // ૮૮// ઈન્દ્રરાજા પણ શીલવ્રતથી ચૂકી ગૌતમઋષિની પત્ની અહિલ્યા સાથે ભોગ ભોગવવાથી દુ:ખ પામ્યા. તે વાત કવિએ ઉપરોક્ત કડીમાં દર્શાવી છે જે નીચેની કથા દ્વારા સમજાય છે.
વૈષ્ણવ રામાયણમાં ઉક્ત ‘અહિલ્યા'ની કથા આ પ્રમાણે છે.
અહિલ્યા ગૌતમઋષિની પત્ની હતી. તે સુંદર અને ધર્મ-પરાયણ સ્ત્રી હતી. ઈન્દ્ર તેનું રૂપ જોઈને મોહિત થઈ ગયા. એક દિવસ ગૌતમઋષિ બહાર ગયા હતા. ઈન્દ્ર તક ઓળખીને ગૌતમઋષિનું રૂપ બનાવ્યું અને છલપૂર્વક અહિલ્યાની પાસે પહોંચીને સંયોગની ઈચ્છા પ્રગટ કરી.
નિર્દોષ અહિલ્યાએ પોતાના પતિ જાણીને કોઈ આનાકાની ન કરી. ઈન્દ્ર અનાચાર સેવન કરી ચાલ્યા ગયા. જ્યારે ગૌતમઋષિ આવ્યા ત્યારે તેમને આ વૃત્તાંતની ખબર પડી. તેમણે ઈન્દ્રને શ્રાપ આપ્યો કે – ‘તારા શરીરમાં એક હજાર છિદ્ર થાય.’ તેવું જ થયું. ત્યાર પછી ઈન્દ્ર ઋષિની વારંવાર સ્તુતિ કરી, તેના પ્રભાવે ઋષિએ તે ભાગોના સ્થાને એક હજાર નેત્ર બનાવ્યા પરંતુ અહિલ્યા પથ્થરની જેમ નિશ્ચષ્ટ થઈને તપસ્યામાં લીન થઈ ગયા. તે એક જ જગ્યાએ ગુમસુમ થઈને પડી રહેતા. એકવાર શ્રીરામ વિચરણ કરતાં કરતાં આશ્રમની પાસેથી પસાર થયા. ત્યારે તેમના ચરણોનો
સ્પર્શ થતા જ તેઓ જાગ્રત થઈ ઊભા થઈ ગયા. ઋષિએ પણ પ્રસન્ન થઈ તેમને પુનઃ અપનાવી લીધા. આમ ઈન્દ્રરાજા પણ શીલવ્રતના ભંગથી શાપિત થયા અને તેમનું નામ ગગનમંડળમાં ચર્ચાયું.
: સંદર્ભસૂચિ : શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર-પરિશિષ્ટ-૨ - પ્રકાશક - શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન...
... પૃ. ૨૭૭ | મણિરથ રાજા ઢાલ-૫૫ કઈચક જે સીલિં નવી રહ્યા, હષ્ય તે દૂર્ગતિ ગયા /
મણિરથ રાજ તે અવગુણ્ય, સ્ત્રી કારણિ તેણઈ બંધવ હથ્થુ // ૯૩ // મોટા-મોટા રાજા મહારાજાઓ પણ જ્યારે શીલવ્રતથી ચૂકી જાય છે, ત્યારે ન કરવાનું કૃત્ય પણ કરી નાંખે છે. આ વાત “શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર' અધ્યયન ૯માં મણિરથ રાજાના દષ્ટાંત કથાનકમાં આપેલ છે. ઉપરોક્ત કડીમાં કવિએ આ ભાવનું નિરૂપણ કર્યું છે જે નીચેની કથા દ્વારા સમજાય છે.
સુદર્શનપુર નામના નગરે મણિરથ નામનો રાજા રાજ્ય કરતા હતા. યુગબાહુ નામનો તેમનો નાનો ભાઈ હતો, તેને મદનરેખા નામની અતિ રૂપવતી પત્ની હતી. મણિરથ રાજા મદનરેખાનું રૂપ જોઈને તેની ઉપર મોહિત થયા હતા. આ મદનરેખાને પોતાની બનાવવા તે ગમે તે કરવા તૈયાર હતા. મદનરેખાને લોભાવવા તેમણે અનેક યુક્તિઓ કરી પરંતુ મદનરેખા ઉપર તેની કોઈ અસર થઈ નહિ. આથી મણિરથ વિશેષ કામાતુર થયા. તેમણે વિચાર્યું કે જ્યાં સુધી યુગબાહુ જીવતો છે ત્યાં સુધી મદનરેખાને નહિ મેળવી શકું. એથી યુગબાહુને મારી નાખવા નિશ્ચય કર્યો. આ માટે તે તક શોધતા