________________
અતિથિ સંવિભાગ વ્રતનું ફળ
‘શ્રી સ્થાનાંગ સૂત્ર’માં દશ પ્રકારનાં દાન કહ્યાં છે તેમાં સર્વ દાન કરતાં ધર્મદાનને એકાંત નિરવદ્ય બતાવ્યું અને તેનું ફળ સંસારપરિત્ત કરી મોક્ષપ્રાપ્તિ છે.
આવા દાનથી સમ્યક્ જ્ઞાન, સમ્યક્ દર્શન અને સમ્યક્ ચારિત્રની પ્રાપ્તિ થાય છે. ‘શ્રી દશવૈકાલિક સૂત્ર’માં ભગવાન મહાવીરે કહ્યું છે કે, સુપાત્રમાં દાન આપનાર અને લેનાર બન્ને દુર્લભ છે. બન્નેને સદ્ગતિની પ્રાપ્તિ થાય છે.
સંયમની અનુમોદનાથી સંયમ ધર્મનું ફળ પ્રાપ્ત થાય છે. અર્થાત્ આલોકમાં શ્રેષ્ઠ સુખ, સૌભાગ્ય, સંપત્તિ અને પરલોકમાં દેવ, દેવેન્દ્ર, ચક્રવર્તી વગેરેની પદવી તથા અનુક્રમથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.૧૧
સાચા સાધુને તેમને કલ્પે એવો આહાર વગેરે જોઈતી ચીજો આપવાથી તેમને શાતા ઉત્પન્ન થાય છે અને તેથી આપણું આયુષ્ય જ્યારે બંધાય છે ત્યારે લાંબું બંધાય છે.૧૨
શતાવધાની મુનિશ્રી રત્નચંદ્રજી મ.સા. ‘ભાવનાશતક’માં નિર્જરા ભાવનામાં કહે છે કે, સંયમીના પાત્રમાં આપેલ વસ્તુનો અનંતગુણો લાભ મળે છે.
‘શ્રી ભગવતી સૂત્ર' ૮/૬માં પણ વીરપ્રભુએ કહ્યું છે કે, સાધુને નિર્દોષ આહાર આપતાં એકાંત નિર્જરા થાય છે.
આ રીતે શ્રાવકધર્મમાં પાંચ અણુવ્રત અને ત્રણ ગુણવ્રત યાવત્કથિત છે અને ચાર શિક્ષાવ્રત અલ્પકાલિક છે. આ શ્રાવક ધર્મમાં સમ્યક્ત્વ મૂળ વસ્તુભૂત છે. તે નિસર્ગ અને અધિગમથી ઉત્પન્ન થાય છે. સમ્યક્ત્વના મૂળથી જ ચારિત્ર વૃક્ષ પલ્લવિત થાય છે.
ઉપાસક પ્રતિમા (પડિયા)
ઉપર્યુક્ત બાર વ્રતોનું યથાવિધિ શુદ્ધ સમાચરણ કરતાં કરતાં વૈરાગ્યભાવમાં વૃદ્ધિ કરતાં કરતાં જ્યારે વિશેષ વૈરાગ્યભાવ આવે છે, ત્યારે શ્રાવક અધિક ધર્મવૃદ્ધિ કરવા સંસારિક જ્વાબદારીઓમાંથી નિવૃત્ત થઈ વિશેષ અભિગ્રહ ધારણ કરવાની પ્રતિજ્ઞા લે છે. તેને પ્રતિમા કહે છે. પ્રતિમામાં/પડિયામાં કોઈ પણ પ્રકારના આગાર વિના દઢતાપૂર્વક નિયમોનું પાલન કરવામાં આવે છે. શ્વેતાંબર જૈનાગમો અનુસાર ઉપાસક પ્રતિમાના અગિયાર ભેદ છે, જેના નામ આ પ્રમાણે છે. ૧) દર્શન પ્રતિમા, ૨) વ્રત પ્રતિમા, ૩) સામાયિક પ્રતિમા, ૪) પૌષધ પ્રતિમા, ૫) કાયોત્સર્ગ/ નિયમ પ્રતિમા, ૬) પૂર્ણ બ્રહ્મચર્ય પ્રતિમા, ૭) સચિત્ત ત્યાગ પ્રતિમા, ૮) આરંભ ત્યાગ પ્રતિમા, ૯) પ્રેષણ ત્યાગ પ્રતિમા, ૧૦) ઉદિષ્ટ વર્જન પ્રતિમા અને ૧૧) શ્રમણભૂત પ્રતિમા.
આચાર્ય હરિભદ્રે પાંચમી પ્રતિમાના નામમાં માત્ર ‘સ્થાન'નો ઉલ્લેખ કર્યો છે. જેનો અર્થ ઊભા રહીને કાયોત્સર્ગ કરવાનો થાય છે. તે યોગ્ય અને મૌલિક છે.
દિગંબર પરંપરાના ‘વસુનંદી શ્રાવકાચાર' વગેરે ગ્રંથોમાં ૧) દર્શન, ૨) વ્રત, ૩) સામાયિક, ૪) પૌષધ, ૫) સચિત્ત ત્યાગ, ૬) રાત્રિભોજન ત્યાગ, ૭) બ્રહ્મચર્ય, ૮) આરંભ ત્યાગ, ૯) પરિગ્રહ ત્યાગ, ૧૦) અનુમતિ ત્યાગ અને ૧૧) ઉદ્દિષ્ટ ત્યાગ. આ અગિયાર પ્રતિમાનો ઉલ્લેખ છે. ‘સ્વામી