________________
કાર્તિકેનુપ્રેક્ષા'માં સભ્યષ્ટિ નામની એક વધારે પ્રતિમા ભેળવીને બાર પ્રતિમાઓનો ઉલ્લેખ છે. આચાર્ય ઉમાસ્વાતિએ ‘તત્ત્વાર્થ સૂત્ર’માં વ્રત અને અતિચારોનું વર્ણન કરેલ છે, પરંતુ તેમણે પ્રતિમાના સંબંધમાં કંઈ પણ ઉલ્લેખ કર્યો નથી. તેવી જ રીતે દિગંબર પરંપરાના આચાર્ય પૂજ્યપાદ, અકલંક, શિવકોટી, પદ્મનંદી, દેવસેન આદિ પણ પ્રતિમાના સંબંધમાં મૌન રહ્યા છે. ગૃહસ્થ શ્રાવક પોતાની વિશેષ શુદ્ધિ માટે અગિયાર વિશુદ્ધિનાં સ્થાનો સેવે છે. આ સ્થાનકોનું સેવન કરવાથી આત્મશુદ્ધિની સાથે જ શ્રમણ ચારિત્ર પાળવાનો મહાવરો પણ થાય છે. તેથી શ્રાવકે એનું આચરણ કરવું જોઈએ. પ્રતિમાનું સ્વરૂપ નીચે પ્રમાણે છે.
(૧) દર્શન પ્રતિમા
એક મહિના સુધી નિર્મળ સમકિત પાળે, શંકા, કંખા વગેરે દોષો વગર સર્વથા નિર્દોષ સમકિત પાળવું.
(૨) વ્રત પ્રતિમા – પૂર્વોક્ત નિયમો ઉપરાંત આ પ્રતિમામાં બે મહિના સુધી બાર વ્રતોનું અતિચાર રહિત નિર્મળ પાલન કરવું.
-WY
(૩) સામાયિક પ્રતિમા – પૂર્વોક્ત નિયમોના પાલન સાથે વિશેષમાં ત્રણ મહિના સુધી સામાયિક સદૈવ પ્રાતઃ મધ્યાહ્ન અને સંધ્યા એમ ત્રિકાલ ૩૨ દોષ રહિત શુદ્ધ સામાયિક કરવું. (૪) પૌષધ પ્રતિમા – પૂર્વોક્ત નિયમોની આરાધના સાથે વિશેષમાં ચાર મહિના સુધી ૧૮ દોષ રહિત દર માસે છ પોષા કરે (૨ આઠમ, ૨ ચૌદશ, ૧ અમાવાસ્યા, ૧ પૂર્ણિમા). (૫) નિયમ પ્રતિમા (કાયોત્સર્ગ પ્રતિમા) - પૂર્વોક્ત નિયમોની આરાધના સાથે વિશેષમાં પાંચ મહિના સુધી પાંચ નિયમનું પાલન કરે. જેમ કે, (ક) બડી સ્નાન કરે નહિ, (ખ) હજામત કરે નહિ, (ગ) જોડા પહેરે નહિ, (ઘ) ધોતિયાની કાછડી વાળે નહિ અને (ચ) દિવસે બ્રહ્મચર્ય પાળે. તેમજ કાયોત્સર્ગ પ્રતિમામાં ઉપાસક શરીર અને વસ્ત્ર વગેરેનો મમત્ત્વ છોડી પોતાના આત્મચિંતનમાં લીન બની જાય છે. આઠમ, ચૌદશે એક અહોરાત્રિ કાઉસગ્ગની આરાધના કરે છે. આ પ્રતિમાનો સમય એક દિવસ, દિવસ, ત્રણ દિવસથી લઈને ઉત્કૃષ્ટ પાંચ મહિનાનો હોય છે.
(૬) બ્રહ્મચર્ય પ્રતિમા
પૂર્વોક્ત નિયમોની આરાધના સાથે વિશેષમાં છ મહિના સુધી નવ વાડ વિશુદ્ધ અખંડિત બ્રહ્મચર્યનું પાલન કરે.
(૭) સચિત્ત ત્યાગ પ્રતિમા – પૂર્વોક્ત નિયમોની આરાધના સાથે વિશેષમાં સાત મહિના સુધી સચિત વસ્તુનો ઉપભોગ-પરિભોગનો પરિત્યાગ કરે.
(૮) આરંભ ત્યાગ પ્રતિમા -
-
પૂર્વોક્ત નિયમોની આરાધના સાથે વિશેષમાં આઠ મહિના સુધી છ કાયનો સ્વયં આરંભ કરે નહિ.
(૯) પ્રેષણ ત્યાગ પ્રતિમા – પૂર્વોક્ત નિયમોની આરાધના સાથે વિશેષમાં નવ મહિના સુધી બીજા પાસેથી (પુત્ર-નોકર) આરંભ-સમારંભ કરાવે નહિ.
(૧૦) ઉદ્દિષ્ટ ત્યાગ પ્રતિમા – પૂર્વોક્ત નિયમોની આરાધના સાથે વિશેષમાં દસ મહિના સુધી ઉદ્દેશીને (પોતાને નિમિત્ત) બનેલા આહારાદિ ગ્રહણ ન કરે.
• 47nt