________________
(૧૧) શ્રમણ ભૂત પ્રતિમા – પૂર્વોક્ત નિયમોની આરાધના સાથે વિશેષમાં ૧૧ મહિના સુધી જૈન
સાધુનો વેષ ધારણ કરે, ત્રણ કરણ, ત્રણ યોગથી સાવધ કાર્યનો ત્યાગ કરે, મસ્તક, દાઢી તથા મૂછનો લોચ કરે. સાધુની માફક જ નિર્દોષ ગોચરી કરે, તેમ જ ઉપાશ્રયાદિમાં રહે.
૧૧મી પ્રતિમાના ધારક શ્રાવક મોટે ભાગે સાધુના જેવું આચરણ કરે છે પરંતુ ખરેખર તે સાધુ નથી. કારણ કે જાવજીવ સુધી આ ક્રિયા કરતા નથી. સાધુ હોવાનો ભ્રમ બીજાને ન થાય, તેથી તે પોતાના રજોહરણની દાંડી ઉપર વસ્ત્ર વીંટતો નથી, ચોટલી રાખે અને ધાતુના વાસણ રાખે છે.
કેટલાક વિચારકોનો મત છે કે પહેલી પ્રતિમામાં એક દિવસ ઉપવાસ, બીજા દિવસે પારણું, બીજીમાં બે બે ઉપવાસ અને પારણું. આમ દરેક પ્રતિમામાં ઉપવાસ વધારતા જવાના હોય છે. પરંતુ તે વિચારકોનું કથન કોઈ આગમ અને પરવર્તી ગ્રંથોમાં પ્રમાણિત નથી. કેટલાક વિચારકોનો મત એવો છે કે વર્તમાનમાં કોઈ પણ શ્રાવક પ્રતિમાઓનું આરાધન કરી શકતા નથી. જેમ ભિક્ષુ પ્રતિમાઓનો વિચ્છેદ થયો છે તેમ શ્રાવક પ્રતિમાઓનો પણ વિચ્છેદ થયો છે. પણ તેનું કોઈ પ્રમાણ નથી. દિગંબર પરંપરામાં શ્રાવક પ્રતિમાઓનું પાલન માવજીવન કરવામાં આવે છે. શ્વેતાંબર પરંપરામાં તેની સમયમર્યાદા એક બે યાવત્ અગિયાર મહિનાની નિયત છે.
દિગંબર પરંપરામાં આજે પણ પ્રતિમાધારી શ્રાવક છે. શ્વેતાંબર આગમોમાં આ અગિયાર પ્રતિમા વિચ્છેદનો કોઈ ઉલ્લેખ નથી અને પ્રતિમાઓના વર્ણન પ્રમાણે એવું માનવું જરૂરી પણ નથી. સંલેખના
સંલેખના શબ્દ “સ” અને લેખના આ બે શબ્દોના સંયોગથી બન્યો છે. સમ્રશ્નો અર્થ છે સમ્યક અને લેખનાનો અર્થ છે કૃશ કરવું. સમ્યક્ પ્રકારથી કૃશ કરવું સંખના છે.
આચાર્ય અભયદેવે “સ્થાનાંગ વૃત્તિમાં સંલેખનાની પરિભાષા આપતાં કહ્યું છે કે, જે ક્રિયા દ્વારા શરીર અને કષાય ને દુર્બળ અને કૃશ કરવામાં આવે છે તે સંલેખના છે. શ્રી ઉત્તરાધ્યય સૂત્ર'માં મૃત્યુના મુખ્ય બે પ્રકાર કહ્યા છે –
बालाणं तु अकामं तु, मरणं असई भवे ।
पडियाणं सकाम तु, उक्को सेणं सइ भवे ।।२।। અર્થાત્ : બાલ અજ્ઞાની જીવો અકામ મરણે મરે છે, તેમને વારંવાર મરવું પડે છે અને પંડિત પુરુષો જે સકામ મરણે મરે છે, તેને ઉત્કૃષ્ટ એક જ વખત મરવું પડે છે. અર્થાત્ મોક્ષ પ્રાપ્ત કરી લે છે.
સકામ મરણના ગુણ નિષ્પન્ન પાંચ નામ છે. ૧) સકામ મરણ, ૨) સમાધિ મરણ, ૩) અનશન, ૪) સંથારો, ૫) સંલેખના.
| સર્વાર્થસિધ્ધિ/૨૨ અનુસાર “સચાય વાયત્તેરવના સફેરવના' અર્થાત્ સારી રીતે શરીર અને કષાયને કૃષ કરવા સંલેખના છે.
રાજ વાર્તિક અનુસાર જરા, રોગ, ઈન્દ્રિય અને શરીરબળની હાનિ તથા ષડાવશ્યકનો નાશ થવા પર સંલેખના થાય છે.