________________
શ્રાવક ધર્મારાધનાના લક્ષે શરીરનું પાલન-પોષણ કરે છે. જ્યાં સુધી શરીર સાધનામાં સહાયક બને છે, ત્યાં સુધી પૂર્ણ ઉત્સાહથી સાધના કરે અને જ્યારે શરીર ક્ષીણ થઈ જાય ત્યારે સાધક આત્મસાધનાના લક્ષે શરીર સંરક્ષણનો ભાવ છોડી દે છે, ચારે પ્રકારના આહારનો ત્યાગ કરીને એકાંત સ્થાનમાં આત્મચિંતન માટે વિશિષ્ટ અનુષ્ઠાનનો સ્વીકાર કરે છે. આ વ્રતને સંલેખના' કહે છે. શ્રાવકની આ આરાધના મૃત્યુપર્યંત ચાલતી જીવનની અંતિમ સાધના છે.
આ વ્રતમાં સાધક ચારે આહારનો ઈહલૌકિક અને પરલૌકિક સર્વ પ્રકારની કામનાઓનો જીવન કે મૃત્યુની આશા કે અપેક્ષાનો સંપૂર્ણપણે જીવનપર્યત ત્યાગ કરીને એકાંતે આત્મભાવમાં સ્થિર થવા પુરુષાર્થશીલ બને છે. સહજ ભાવે મૃત્યુ આવે ત્યારે તેનો સાહજિક રીતે સ્વીકાર કરે છે. આધ્યાત્મિક દૃષ્ટિથી આ પવિત્ર, ઉન્નત અને પ્રશસ્ત મનઃસ્થિતિ છે. આ પ્રકારના મૃત્યુને શાસ્ત્રકારો પંડિત મરણ કહે છે.
શ્રાવકના બાર વ્રતોમાં ચાર શિક્ષાવ્રત છે. એમાં આચાર્ય કુન્દકુન્દ “સંલેખના’ને ચોથું શિક્ષાવ્રત માન્યું છે. અચાર્ય કુન્દકુન્દનું અનુસરણ કરીને શિવાર્યકોટિ, આચાર્ય દેવસેન, આચાર્ય જિનસેન, આચાર્ય પદ્મનન્દ, આચાર્ય વસુનન્દી વગેરે આચાર્યોએ “સંલેખનાને ચોથા શિક્ષાવ્રતમાં સમ્મિલિત કર્યું છે.
“» ધમ રસાયન'માં પદ્મનન્દિએ “સમાધિમરણ' નામના ચોથા શિક્ષાવ્રતની પરિભાષા આપતાં દર્શાવ્યું છે કે,
चइऊण सव्वसंगे गहिऊणं तह महव्वए पंच । चरिमंते सण्णासं जं धिप्पइ सा चउत्थिया सिक्खा ॥ १५६ ॥ અર્થાત્ : બાહ્ય-અત્યંતર સર્વ પરિગ્રહોનો ત્યાગ કરીને તથા પાંચ મહાવ્રતોને ગ્રહણ કરીને જે જીવનના અંતિમ સમયમાં સંન્યાસને અર્થાત્ સમાધિને ગ્રહણ કરે છે, તે ચતુર્થ ‘સમાધિમરણ” નામનું શિક્ષાવ્રત છે.
સંલેખના અથવા સમાધિમરણનો ઉત્કૃષ્ટ કાલ બાર વર્ષનો છે અને જઘન્ય કાલ અન્તર્મુહૂર્ત માત્ર છે. સમાધિપૂર્વક મરણ કરવાવાળા ઉત્કૃષ્ટ બે-ત્રણ ભવ, જઘન્યથી સાત-આઠ ભવ પછી નિશ્ચિત મોક્ષ સુખને પ્રાપ્ત કરે છે.
આચાર્ય ઉમાસ્વાતિએ સંલેખનાને અલગ નિયમ કે ધર્મના રૂપમાં પ્રતિપાદન કર્યું છે. તેવી એ જ રીતે આચાર્ય સમતભદ્ર, પૂજ્યપાદ, આચાર્ય અકલંક, વિદ્યાનન્દી, સ્વામી કાર્તિકેય પ્રકૃતિ વગેરે
અનેક આચાર્યોએ આચાર્ય ઉમાસ્વાતિના કથનને સમર્થન આપ્યું છે. સંલેખનાની વિધિ
(શ્રી આવશ્યક સૂત્રમાં સંખનાની વિધિ સમજાવતાં લખ્યું છે કે, જીવનપર્યત શ્રાવકના બાર વ્રતની આરાધના કરનાર સાધક જ્યારે આત્મવિશુદ્ધિના લક્ષે જીવનના અંતિમ આરાધના રૂપે સંથારો કરવાની ઈચ્છા કરે, ત્યારે સર્વ પ્રથમ અરિહંત અને સિધ્ધને તથા પોતાના ધર્મગુરુ ધર્માચાર્યને નમસ્કાર કરે, ત્યાર પછી પૂર્વે સ્વીકારેલા વ્રતની આલોચના કરીને તજ્જન્ય દોષોનું ગુરુ સમક્ષ