________________
વૈયાવૃત્યવ્રતનું સ્વરૂપ જ્ઞાનીઓએ બતાવ્યું છે.
પ્રચલિત પરંપરા અનુસાર બારમાં વ્રતમાં સાધુને વહોરાવવા યોગ્ય ચૌદ પ્રકારના દાનનું કથન છે. જેમ કે, ૧) ભોજન, ૨) પાણી, ૩) મેવા-મીઠાઈ, ૪) મુખવાસ, ૫) વસ્ત્ર, ૬) પાત્ર, ૭) કંબલ, ૮) રજોહરણ. આ આઠ પદાર્થો સાધુને આપ્યા પછી પાછા લેવાતા નથી. ત્યાર પછીના પદાર્થો પ્રાતિહારિક રૂપે અર્થાત્ સાધુની આવશ્યક્તા પૂર્ણ થયા પછી તે ગૃહસ્થને પાછા આપી શકાય છે. ૯) પાટ, ૧૦) પાટિયું, ૧૧) શય્યા-સ્થાન, ૧૨) તૃણાદિ સંસ્તારક, ૧૩) ઔષધ અને ૧૪) દવા. (અધિક મિશ્રણથી બનેલી દવા.) આમાંથી જે વસ્તુઓની આપણે ત્યાં જોગવાઈ હોય તેનું આમંત્રણ કરવું. અકલ્પતું કે અસૂઝતુ વહોરાવવું નહિ. આ વ્રતમાં કોઈ કરણ કે કોટિ નથી, કારણ કે આ વ્રતમાં ભાવના ભાવવાની છે કે જમતી વખતે સાધુ-સાધ્વી મારે ત્યાં પધારે તો વહોરાવીને લાભ લઉં અને પધારે તો વહોરાવું. આમ શ્રાવક પ્રતિદિન સુપાત્ર દાનની ભાવના રાખે અને જ્યારે સુપાત્ર દાનનો યોગ મળે ત્યારે વિવેકપૂર્વક નિર્દોષ પદાર્થો વહોરાવે. અતિથિ સંવિભાગવતના અતિચાર
યોગશાસ્ત્ર', 'નિગ્રંથ પ્રવચન’, ‘શ્રી આવશ્યક સૂત્ર આદિમાં અતિથિ સંવિભાગવ્રતના પાંચ અતિચાર નીચે પ્રમાણે દર્શાવ્યા છે. (૧) સચિત નિક્ષેપણતા – વિવેકના અભાવથી અચેત-નિર્જીવ, સંયમીને લેવા યોગ્ય પદાર્થોને
સચિત્ત-સજીવ ધાન્યાદિની ઉપર રાખી દેવા. જેમ કે સચેત પાણીના માટલા પર દૂધનું તપેલું
રાખવું. (૨) સચિત્ત પિધાન – વિવેકના અભાવમાં સચિત્ત વસ્તુથી અચિત્ત વસ્તુને ઢાંકી દેવી. જેમ કે
તૈયાર થયેલા શાકની તપેલી પર લીલોતરી મૂકવી. (૩) કાલાતિક્રમ - કાળ અથવા સમયનું ઉલ્લંઘન કરવું. કોઈ પણ સમયે-ગોચરીની વેળા ન હોય
ત્યારે ભાવના કરવી અથવા વસ્તુની કાળમર્યાદા પૂર્ણ થાય ત્યાર પછી વહોરાવવી. (૪) પરવ્યપદેશ – વિવેક, જાગૃતિ અને સ્મૃતિના અભાવમાં પોતાના હાથે ન વહોરાવવું અને
અન્યને નિર્દેશ કરવો કે આ વસ્તુ વહોરાવો. (૫) મત્સરિતા - મત્સર એટલે અભિમાનથી અથવા કષાયથી આહાર વગેરે આપવા. તેના
વિવિધ અર્થો થાય છે. ૧) દાનની ભાવનાથી નહિ પરંતુ અહંકારની ભાવનાથી દાન આપવું. ૨) મત્સરિતા એટલે કૃપણતા, કંજૂસાઈ, દાન આપવામાં કંજૂસાઈ કરવી. ૩) મત્સરિતા એટલે ક્રોધ. ક્રોધપૂર્વક ભિક્ષા આપવી. આમ ક્રોધ, માન, માયાદિ કષાયભાવથી દાન આપવું તે મત્સરિતા છે.
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર', “શ્રી રત્નકરંડશ્રાવકાચાર' આદિ ગ્રંથોમાં આ પાંચ અતિચારોમાં શબ્દભેદ તેમ ક્રમભેદ પણ દર્શાવ્યા છે.
આ અતિચારોનું સમ્યક રૂપે ત્યાગ કરવો. શ્રાવકની દાનવૃત્તિ હંમેશાં ઉત્સાહિત બની રહે તે માટે આ બધા અતિચારોને ટાળીને વિવેકભાવથી દાન આપવું જોઈએ.