________________
પાતંજલિએ પણ પોતાના ‘યોગદર્શન’ ૨/૩૧માં બતાવ્યું છે કે,
जातिदेश कालसमयानवच्छिना: सार्वभौमा महाव्रतम्। અર્થાત્ : અહિંસા વગેરે વ્રતોને સાર્વભૌમ અને જાતિ, દેશ, કાલ, સમય વગેરેથી અપ્રતિબદ્ધ હોવાના કારણે મહાવ્રત' કહેવામાં આવ્યાં છે. મહાવતોની મહાનતા
“શ્રી દશવૈકાલિક સૂત્રના ચોથા અધ્યયનમાં મહાવ્રતોની મહાનતા વ્યાખ્યાનકારોએ બતાવી છે. જેમ કે, (૧) અણુવ્રતોની અપેક્ષાએ મહાવ્રતો ત્યાગમાં વિશાળ (મહાન) હોય છે. (૨) તે સંસારના સર્વોચ્ચ મહાધ્યેય એવા મોક્ષના સાધક હોય છે. (૩) આ વ્રતોનો ધારક આત્મા અતિ મહાન અને ઉચ્ચ થઈ જાય છે, તેને ઈન્દ્ર અને ચક્રવર્તી પણ
નમસ્કાર કરે છે. (૪) ચક્રવર્તી, રાજા, મહારાજા આદિ તીવ્ર વૈરાગ્ય સંપન્ન મહાન વીરપુરુષ અને વીરાંગનાઓ પણ
તેનું પાલન કરે છે. (૫) દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ સકળરૂપથી તે અંગીકાર કરાય છે.
આ રીતે અનેક પ્રકારે મહાન હોવાથી તે મહાવ્રત કહેવાય છે.
ભગવાન મહાવીરથી પહેલાં જૈન પરંપરામાં મહાવ્રત શબ્દ અસ્તિત્વમાં ન હતો. જૈનોના ત્રેવીસમાં તીર્થંકર ભગવાન પાર્શ્વના સમયમાં “યામ' શબ્દ પ્રચલિત હતો. ભગવાન પાર્શ્વનો ચાતુર્યામ સંવર ધર્મનો ઉલ્લેખ મળે છે. “શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'માં ભગવાન પાર્શ્વના ચાર યામ અને ભગવાન મહાવીરના પાંચ યામોમાં ભિન્નતા બતાવી છે. “શ્રી આચારાંગ સૂત્ર' (પ્રથમ શ્રુતસ્કંધ) જે બધાથી પ્રાચીન આગમ મનાય છે, ત્યાં પણ “મહાવ્રત’ શબ્દનો ક્યાંય પણ ઉલ્લેખ નથી. તેમ જ ક્રમબદ્ધ વ્યવસ્થા પણ મળતી નથી. ‘શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર સંવર દ્વાર ૧/૧માં મહાવ્રતો માટે પાંચ સંવર દ્વાર શબ્દ પ્રયુક્ત થયા છે. આ ઉપરથી અનુમાન કરી શકાય છે, કે “મહાવ્રત’ શબ્દ પાછળથી અસ્તિત્વમાં આવ્યો હશે.
આચાર ચૂલા, શ્રી સૂત્ર કૃતાંગ, શ્રી સ્થાનાંગ, શ્રી ભગવતી, શ્રી સમવાયાંગ, શ્રી પ્રશ્નવ્યાકરણ, શ્રી ઉત્તરાધ્યયન, શ્રી દશવૈકાલિક આદિ સૂત્રોમાં પાંચ મહાવ્રતોનું ક્રમબદ્ધ અને વ્યવસ્થિત વર્ણન મળે છે.
“શ્રી સમવાયાંગ સૂત્ર ૫/રમાં કર્મ નિર્જરાનાં પાંચ સ્થાનોના અંતર્ગત પ્રાણાતિપાત વિરમણ વગેરે પાંચ વ્રતોને લીધા છે. મહાવ્રતોનાં નામ
સંપૂર્ણ આગમ વાડમયમાં મહાવ્રતો માટે બે પ્રકારનાં નામ જોવા મળે છે. જે ક્રિયાત્મક અને ભાવાત્મક ભાવોને અભિવ્યક્તિ આપે છે.
પ્રથમ નામકરણ પ્રકાર : ૧) પ્રાણાતિપાત વિરમણ, ૨) મૃષાવાદ વિરમણ, ૩) અદત્તાદાન વિરમણ, ૪) મૈથુન વિરમણ અને ૫) પરિગ્રહ વિરમણ વ્રત છે.