________________
સતી સીતા
શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત ‘ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર-૩'માં આપેલ કથાનકના આધારે કવિ ઋષભદાસે સતી સીતાના પાત્રાલેખન દ્વારા શીલનો મહિમા દર્શાવ્યો છે. જ્યારે સીતા સતીને અગ્નિપરીક્ષા આપવી પડી હતી, ત્યારે શીલ થકી જ અગ્નિનું પાણી થઈ ગયું અને જનકપુત્રી સીતાનું જગમાં નામ રહ્યું. જેનું આલેખન કવિએ ઢાલ-પ૫ પંક્તિ નંબર ૩૫, ૩૬માં કર્યું છે. અંજના સતી
શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત “શ્રી ત્રિષષ્ટિ શલાકા – પુરુષ ચરિત્ર' ૩/૭માં આપેલ કથાનકના આધારે કવિ ઋષભદાસે અંજના સતીના પાત્રાલેખન દ્વારા પણ બધાં વ્રતોમાં શ્રેષ્ઠ એવા શીલ વ્રતનો મહિમા બતાવ્યો છે. અંજના સતીને જ્યારે ઘરમાંથી કાઢી મૂકવામાં આવે છે, ત્યારે વનમાં અંજના સતીનું વનદેવી રક્ષણ કરી સિંહનું સંકટ ટાળે છે, તેમ જ શિયળના પ્રભાવથી સૂકું વન લીલુંછમ થાય છે. આ વાત કવિએ ઢાલ-૫૫ પંક્તિ નંબર ૩૩માં આલેખી છે. પ્રાણી પાત્ર (હાથીનું)
કવિ ઋષભદાસે આ કૃતિમાં સુસંગ અને કુસંગ કરવાથી તેનું પરિણામ કેવું આવે, તે ઉપદેશ સમજાવવા માટે શ્રેણિકરાયના હાથીના પાત્રનું આલેખન કર્યું છે. જેમ કે બેકાબૂ હાથી મુનિવરના સંગથી શાંત, કોમળ બની ગયો પરંતુ જ્યારે તેને પાપીના દરવાજે બાંધ્યો, ત્યારે ત્યાં પશુઓનાં લોહી, માંસ વગેરે જોઈને પાછો દુષ્ટ હૈયાવાળો બની ગયો. આમ ‘સોબત તેવી અસર’ તેનો સુંદર બોંધ વર્ણવ્યો છે. જે ઢાલ ૩૫- પંક્તિ નંબર ૮૮થી ૯૧માં સમજાવ્યું છે. અન્ય પાત્રો
કવિ ઋષભદાસે આ કૃતિમાં જૈનદર્શનના તાત્ત્વિક સિદ્ધાંતોનો બોધ સમજાવવા માટે આગમ ગ્રંથોનાં કથાનકોનાં પાત્રોનું જ્યાં જ્યાં જરૂર પડી છે ત્યાં ટૂંકાણમાં આલેખન કર્યું છે. જે નીચે પ્રમાણે છે:
(૧) સંયમ માર્ગમાં આવતા બાવીસ પરીષહો જીતનાર એવા મહાન મુનિરાજો જેવા કે ઢંઢણ મુનિ, ચિલાતી પુત્ર, કીર્તિધર રાજા, દઢપ્રહારી, સનતકુમાર, મહાવીરસ્વામી, બંધક ઋષિના પાંચસો શિષ્યો, ગજસુકુમાર, મુનિ મેતારજ, સુકોશલ મુનિ, અર્જુનમાલી, અવંતીકુમાર વગેરે પાત્રોનું આલેખન કર્યું છે. જેની ઢાલ-૧૩, ૧૪, ૧૫માં પ્રતીતિ થાય છે.
(૨) જૈનદર્શનનો પાયારૂપે કર્મ-સિદ્ધાંતને સમજાવવા માટે કવિએ રાજા રાવણ, હરિશ્ચંદ્ર, પાંડવો, રામ, મુંજ રાજા, વિક્રમ રાજા, વિપ્ર સુદામા વગેરે અન્ય દર્શનનાં પાત્રોનું આલેખન કર્યું છે, તેમ જ જૈનદર્શનના કથાનકોને આધારે ઋષભદેવ, મલ્લીનાથ, શ્રેણિક રાજા, કલાવતી, ચંદનબાળા, મૃગાવતી, સુભમ ચક્રવર્તી, બ્રહ્મદત્ત ચક્રવર્તી, ચંડકૌશિક નાગ વગેરે પાત્રોનું આલેખન કરી કર્મની અકળ લીલાનો મર્મ દર્શાવ્યો છે. જે ઢાલ-૧૯ પંક્તિ નંબર ૯૧ થી ૯૩, ઢાલ ૨૦ પંક્તિ નંબર ૯૫ થી ૨૦૦માં શબ્દસ્થ થાય છે.
(૩) દાનનો મહિમા તેમ જ સુપાત્ર દાન આપવાથી તેનું ફળ કેવું મળે છે તે દર્શાવવા કવિએ